Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
વિલીયવાર
૧૩૫
પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય જીવો થોડા છે, તેનાથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણ છે, તેનાથી બાદર પર્યાપ્ત અપ્લાય અસંખ્યાતગુણા છે. ૧૦
आवलिवग्गो ऊणावलीए गणिओ ह बायरा तेऊ । वाऊ य लोगसंखं सेसतिगमसंखिया लोगा ॥११॥
आवलिकावर्गऊनावलिकयाः गुणितो हु बादरस्तेजः ।
वायवश्च लोकसंख्याः शेषत्रिकमसंख्या लोकाः ॥११॥ અર્થ આવલિકાના વર્ગને કંઈક ન્યૂન આવલિકાના સમય વડે ગુણતાં જે આવે તેટલા બાદર તેઉકાયના જીવો છે. લોકના સંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલા બાદર વાયુકાયના જીવો છે. અને શેષ ત્રણ અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ છે.
ટીકાનુ આવલિકાના વર્ગને કંઈક ન્યૂન આવલિકાના સમય વડે ગુણતાં જે સંખ્યા આવે તેટલા બાદર પર્યાપ્ત તેઉકાયના જીવો છે.
આવલિકાના અસંખ્યાતા સમયો છે, છતાં અસત્કલ્પનાએ તેના દશ સમય કલ્પી તેનો - વર્ગ કરવો. તેટલાને તેટલાએ ગુણતાં જે આવે તે વર્ગ કહેવાય છે. એટલે દશને દશે ગુણતાં સો
થાય. તેને કેટલાક ઓછા આવલિકાના સમય વડે ગુણવા. અહીં કેટલાક ઓછામાં બે સમય લઈ આવલિકાના કુલ દશ સમયમાંથી તે બે ઓછા કરી આઠ સમય વડે ગુણતાં આઠસો થાય. તેટલા બાદર તેઉકાયના જીવો છે.
વાસ્તવિક રીતે આવલિકાના સમયો ચોથા અસંખ્યાતા જેટલા હોવાથી ચોથા અસંખ્યાતાની સંખ્યાને તે જ સંખ્યાએ ગુણતાં જે આવે તેને કંઈક ઓછી ચોથા અસંખ્યાતાની સંખ્યાએ ગુણાકાર કરવો. ગુણતાં જે સંખ્યા આવે તેટલા બાદર તેઉકાયના જીવો છે.
પર્યાપ્ત બાદર વાયુકાય લોકના સંખ્યામાં ભાગ પ્રમાણ છે. એટલે કે ઘનીકૃતલોકના અસંખ્યાતા પ્રતરના સંખ્યાતમા ભાગમાં રહેલ પ્રતરના આકાશપ્રદેશ પ્રમાણ બાદર પર્યાપ્ત વાયુકાય જીવો છે.
બાદર પર્યાપ્ત પૃથ્વી, અપુ, તેલ, વાયુ અને વનસ્પતિનું પરસ્પર અલ્પબદુત્વ આ પ્રમાણે છે–સર્વથી અલ્પ બાદર પર્યાપ્ત તેઉકાય છે, તેઓથી પર્યાપ્ત પ્રત્યેક બાદર વનસ્પતિકાય અસંખ્યાતગુણા છે, તેઓથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે, તેઓથી પર્યાપ્ત બાદર
- ૧. પ્રત્યેક વનસ્પતિકાયના જીવો અલ્પ છે, અને પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે. તેનું કારણ વનસ્પતિકાયથી પૃથ્વીકાયનું શરીર સૂક્ષ્મ છે, અને ઉત્પત્તિસ્થાનનું ક્ષેત્ર વિશાળ છે. વનસ્પતિકાય માત્ર રત્નપ્રભાના ઉપરના તલમાં રહેલ પૃથ્વી નદી, સમુદ્ર અને ઉપવન આદિમાં ઉત્પન્ન થાય છે, અને પૃથ્વીકાય તો નારકીઓના અસંખ્ય યોજન પ્રમાણે લાંબા પહોળા પૃથ્વીપિંડો, દેવલોકનાં મોટાં મોટાં વિમાન વગેરે સ્થળે ઉત્પન્ન થાય છે. તેનાથી અપ્લાયનું શરીર સૂક્ષ્મ અને તેનું ઉત્પત્તિસ્થાન વિશાળ હોવાથી તે પૃથ્વીથી પણ આ અસંખ્યાત ગુણા છે. તેઓ અસંખ્યાતા સમુદ્રો દ્રહો, અને ઘનોદધિના પિંડોમાં ઉત્પન્ન થાય છે. સૌથી બાદર "પર્યાપ્ત તેઉકાય અલ્પ હોવાનું કારણ તેનો સદૂભાવ માત્ર અઢીદ્વીપમાં જ છે. અને સૌથી વાઉકાય વધારે હોવાનું કારણ ક્ષેત્રની વિપુલતા છે. લોકના સઘળા પોલાણના ભાગમાં વાયુકાયના જીવો છે.