________________
૧૩૪
પંચસંગ્રહ-૧
તિર્યંચગતિમાં જ હોય છે.
બાકીના પ્રમત્તાદિ દરેક ગુણસ્થાનકના જીવો અમુક નિશ્ચિત સંખ્યાવાળા જ છે. તે દરેકની નિશ્ચિત સંખ્યા કેટલી છે તે ગ્રંથકાર પોતે જ આગળ ઉપર કહેશે. ૯
આ પ્રમાણે સામાન્યથી દ્રવ્ય પ્રમાણ કહ્યું. હવે વિશેષથી કહેવા ઇચ્છતાં કહે છે –
पत्तेयपज्जवणकाइयाउ पयरं हरति लोगस्स । अंगुल असंखभागेण भाइयं भूदगतणू य ॥१०॥ प्रत्येक पर्याप्तवनस्पतिकायिकास्तु प्रतरं हरन्ति लोकस्य ।
अङ्गुलासंख्येयभागेन भाजितं भूदकतनवश्च ॥१०॥
અર્થ–પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અને પર્યાપ્ત બાદર અષ્કાયના જીવો અંગુલના અસંખ્યાતમાં ભાગ વડે ભંગાયેલ લોક સંબંધી પ્રતરનો અપહાર કરે છે.
ટીકાનુ–પર્યાપ્ત પ્રત્યેક બાદ વનસ્પતિકાય, પર્યાપ્ત બાદર અપ્લાય અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાય એ દરેક ભેદવાળા જીવો સાત રાજપ્રમાણ ઘનીકૃત લોકના ઉપલા નીચલા પ્રદેશ-રહિત એક એક પ્રદેશની જાડાઈરૂપ માંડાના આકારવાળા પ્રતરને અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ વડે ભાંગતાં અપહાર કરે છે.
એનું તાત્પર્ય આ પ્રમાણે સઘળા પર્યાપ્ત પ્રત્યેક બાદર વનસ્પતિકાયના જીવ એકીવખતે સંપૂર્ણ પ્રતરનો અપહાર કરવા ઉદ્યમવંત થાય અને જો એક સાથે એક એક જીવ અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ એક એક ખંડનો અપકાર કરે ગ્રહણ કરે તો એક જ સમયમાં તે સઘળા જીવો તે સંપૂર્ણ પ્રતરનો અપહાર કરે છે–પ્રહણ કરે છે.
તેથી આ અર્થ ફલિત થાય છે કે ઘનીકૃત લોકના એક પ્રતરમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય છે.
આ પ્રમાણે જ પર્યાપ્ત બાદર અપ્લાય અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના સંબંધમાં પણ સમજી લેવું.
આ રીતે જોતાં જો કે આ ત્રણેનું સરખાપણું જણાય છે, તોપણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા ભેદ થતા હોવાથી ત્રણેનું પરસ્પર આ પ્રમાણે અલ્પબદુત્વ સમજવું–
૧. ચૌદરાજ પ્રમાણ લોકને બુદ્ધિ વડે સાત રાજ લાંબો પહોળો અને સાત રાજ જાડો કરવો તે ઘનીકત કહેવાય છે. તેની એક એક પ્રદેશ જાડી પહોળી અને સાત રાજ ઊંચી આકાશપ્રદેશની જે પંક્તિ તે સૂચિશ્રેણિ કહેવાય. સૂચિશ્રેણિના વર્ગને પ્રતર કહેવાય. એટલે કે સાત રાજ લાંબો પહોળો અને એક પ્રદેશ જાડો આકાશપ્રદેશના વિસ્તારરૂપ માંડાના આકારવાળો જે ભાગ તે પ્રતર કહેવાય છે.