Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૩૨
પંચસંગ્રહ-૧ अहवा एक्कपईया दो भंगा इगि बहुत्तसन्ना जे । एए च्चिय पयवुड्डीए तिगुणा दुगसंजुया भंगा ॥८॥
अथवैकपदिको द्वौ भङ्गौ एक-बहुत्वसंज्ञौ यौ ॥
तावेव पदवृद्धौ त्रिगुणौ द्विकसंयुतौ भङ्गाः ॥८॥ અર્થ–અથવા એકત્વ અને બહત્વ સંજ્ઞાવાળા એક એક પદના જે બબ્બે ભાંગા થાય છે તેને જ પદની વૃદ્ધિમાં ત્રણ ગુણા કરતાં અને તેમાં બે ઉમેરતાં કુલ ભાંગા થાય છે.
ટીકાનુ–ગાથામાં મૂકેલ “અથવા એ પદ અન્ય પ્રકાર સૂચવવા માટે છે. પૂર્વની ગાથામાં બતાવેલ પ્રકારથી બીજો પ્રકાર અહીં બતાવે છે.
જ્યારે આઠમાંનું કોઈપણ એક ગુણસ્થાનક હોય ત્યારે તેના એક અને અનેકના ભેદે બબ્બે ભંગ થાય છે. જેમ કે-જ્યારે એક સાસ્વાદને જ જીવ હોય, અન્યત્ર સાત ગુણસ્થાનકે ન હોય, અને તેમાં પણ કોઈ વખત એક હોય, કોઈ વખત અનેક હોય એમ એક અનેકના ભેદે બે ભંગ થાય, એ પ્રમાણે એક એક પદના બબ્બે ભંગ થાય.
હવે બે ત્રણ આદિ પદના એક અનેકના કેટલા ભંગ થાય તે કહે છે—જેટલા પદના એક અનેકના ભંગ જાણવા ઇચ્છા હોય, તેની પહેલાંના પદની ભંગ સંખ્યાને ત્રણ ગુણી કરવી, તેમાં બે ઉમેરવા, એટલે જેટલા પદની ભંગ સંખ્યા જાણવા ઇચ્છવું છે તે સંખ્યા આવે. જેમ કે બે પદની ભંગ સંખ્યા કાઢવી હોય, ત્યારે તેની પૂર્વની ભંગ સંખ્યા જે બે છે, તેને ત્રણ ગુણા કરી બે ઉમેરીએ એટલે બે પદના ભંગની આઠ સંખ્યા આવે.
એ પ્રમાણે ત્રણ પદની ભંગ સંખ્યા જાણવી હોય, ત્યારે તેની પૂર્વના આઠ ભાંગાને ત્રણ ગુણા કરી તેમાં બે ઉમેરીએ એટલે ત્રણ પદના એક અનેકની ભંગ સંખ્યા છવ્વીસ આવે.
છવ્વીસને ત્રણ ગુણા કરી તેમાં બે ઉમેરીએ એટલે ચાર પદનાં એંશી ભાંગા થાય.
એ પ્રમાણે પાંચ પદના બસો બેતાળીસ, છ પદના સાતસો અઠ્ઠાવીસ, સાત પદના એકવીસસો છવ્વીસ, અને આઠ પદના પાંસઠસો સાઠ ભાંગા થાય છે. ૮
આ પ્રમાણે સત્પદપ્રરૂપણા કરી. હવે દ્રવ્ય પ્રમાણ-ચૌદ સ્થાનકમાંના દરેક જીવસ્થાનકની તથા ગુણસ્થાનકવર્તી જીવોની સંખ્યા કેટલી છે, તે કહે છે–
साहारणाण भेया चउरो अणंता असंखया सेसा । मिच्छा णंता चउरो पलियासंखंस सेस संखेज्जा ॥९॥ साधारणानां चत्वारो भेदा अनन्ता असंख्यकाः शेषाः ।
मिथ्यादृष्टयोऽनन्ताश्चत्वारः पल्यासंख्यांशः शेषाः संख्येयाः ॥९॥
અર્થ–સાધારણના ચારે ભેદો અનંત છે, શેષ ભેદો અસંખ્ય છે. મિથ્યાષ્ટિ અનંત છે, પછીના ચાર ગુણસ્થાનકવાળા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, અને શેષ ગુણસ્થાનકવાળા જીવો સંખ્યાતા છે.