Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયતાર
૧૩૧
છે, તેથી બે પદના ભાંગા લઈએ ત્યારે એક એક પદના પણ ભાંગા હોય છે, માટે બે પદના આઠ, અને ત્રણ પદના ભાંગા લઈએ ત્યારે એક એક પદના, અને બબ્બે પદના પણ લેવાના હોય છે, માટે ત્રણ પદના છવ્વીસ ભાંગા થાય છે.
- હવે ત્રણ પદના છવ્વીસ ભંગ થાય તે આ પ્રમાણે–ત્રણ પદની પહેલાના બે પદના આઠ ભંગ હોવાથી આઠને બેએ ગુણવા, તેમાં બે મેળવવા, અને આઠની સાથે ગુણાકાર કરેલો હોવાથી તે આઠ મેળવવા એટલે ત્રણ પદના કુલ છવ્વીસ ભાંગા થાય. આ છવ્વીસ ભાંગા ત્રીજા બિંદુ ઉપર મૂકવા.
અહીં ટીકામાં બિંદુ ઉપર બે અને ત્રણ આદિના સંયોગે થતા ચાર અને આઠ આદિ ભાંગાઓ મૂકવાનું કહ્યું છે. અહીં મેં બેત્રણ આદિ પદના આઠ અને છવ્વીસ આદિ ભાંગા મૂક્યા. છે, કારણ કે પાછલી સંખ્યા સાથે ગુણવાનું સુગમ પડે.
હવે ચાર પદની ભંગ સંખ્યા કહે છે–પૂર્વની ત્રણ પદની ભંગ સંખ્યા છવ્વીસ સાથે બેનો ગુણાકાર કરવો એટલે બાવન થાય. તેમાં બે મેળવવા, અને તેમાં પાછળના છવ્વીસ ભંગ મેળવવા એટલે એંશી થાય. તે ચાર પદના ભાંગાઓ સમજવા, તે ચોથા બિંદુ ઉપર મૂકવા. - હવે પાંચ પદના ભાંગા કહે છે–પૂર્વના ચાર પદના એંશી ભાંગાને બેએ ગુણવા, તેમાં બે મેળવવા, અને એંશી સહિત કરવા, એટલે કુલ પાંચ પદના બસો બેતાળીસ ભાંગા થાય છે. તે પાંચમા બિંદુ ઉપર મૂકવા.
આ છ પદના ભાંગા કહે છે–પાંચ પદની બસો બેતાળીસ ભંગ સંખ્યાને નીચેના બગડાએ ગુણવા, તેમાં બે મેળવવા અને જેની સાથે બેએ ગુણ્યા છે તે બસો બેતાળીસ મેળવવા એટલે છ પદની કુલ ભંગ સંખ્યા સાતસો અઠ્ઠાવીસ થાય. તે છઠ્ઠી બિંદુ ઉપર મૂકવા. તે હવે સાત પદની ભંગ સંખ્યા કહે છે–પૂર્વોક્ત સાતસો અઠ્ઠાવીસને બેએ ગુણવા, તેમાં બે મેળવવા, પૂર્વોક્ત ભંગસંખ્યા સાતસો અઠ્ઠાવીસ મેળવવી એટલે સાત પદની કુલ ભંગ સંખ્યા એકવીસસો છયાસી થાય. તેને સાતમા બિંદુ ઉપર મૂકવા. - હવે આઠ પદની ભંગ સંખ્યા કહે છે–પૂર્વોક્ત એકવીસસો ક્યાસીને બેએ ગુણવા, તેમાં બે મેળવવા, અને તેમાં સાત પદની ભંગ સંખ્યા એકવીસસો ક્યાસી ઉમેરવી એટલે આઠ પદની કુલ સંખ્યા પાંસઠસો અને સાઠ થાય છે. ૭ - હવે આ જ ભાંગાઓને ગણવાની બીજી રીતે કહે છે –
' અંતર્ગતના દરેકના ભાંગા લેવાના હોય છે. જેમ કે, ત્રણ પદના એક-અનેકના ભાંગા લેવાના હોય તેમાં એક પદના અને બબ્બે પદના પણ લેવાના હોય છે. દાખલા તરીકે ત્રણ પદના લેવાના હોય, ત્યારે ત્રણ પદમાં એક એક પદ ત્રણ હોવાથી અને તે એક એક પદના બબ્બે ભંગ થતા હોવાથી છે, બબ્બે પદના ત્રણ વિકલ્પ થતા હોવાથી અને બબ્બે પદમાંના એક એક વિકલ્પના એક અનેકના ચાર ચાર વિકલ્પ થતા. હોવાથી બાર. અને ત્રણે પદના એક અનેકના આઠ, કુલ છવ્વીસ ભંગ થાય છે. બન્ને પદના ત્રણ વિકલ્પ આ પ્રમાણે થાય છે ૨-૩-૮. આ પ્રમાણે ત્રિકસંયોગી ભંગ હોય તો તેમાં ૨-૩, ૨-૮, ૩-૮. એ પ્રમાણે ત્રણ થાય છે. એ રીતે ચાર આદિ પદના પણ વિકલ્પો સમજવા.