Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૨૬
પંચસંગ્રહ-૧ सुरनारकास्त्रिषु त्रिषु वायुपञ्चेन्द्रियतिर्यञ्चः चतुश्चतुषु ।
मनुजाः पञ्चसु शेषास्त्रिषु तनुष्वविग्रहाः सिद्धाः ॥४॥ અર્થ–દેવો અને નારકો ત્રણ ત્રણ શરીરમાં હોય છે. વાયુ અને પંચેન્દ્રિયતિર્યંચો ચાર ચાર શરીરમાં હોય છે. મનુષ્યો પાંચ શરીરમાં અને શેષ જીવો ત્રણ શરીરમાં હોય છે. સિદ્ધ ભગવાન અશરીરી છે.
ટીકાનુ–દેવો અને નારકીઓ ત્રણ ત્રણ શરીરમાં હોય છે, અર્થાત્ તેઓને ત્રણ ત્રણ શરીર હોય છે. તે ત્રણ શરીરો આ—તૈજસ, કાર્પણ અને વૈક્રિય.
- વાયુકાયના જીવોને અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને ચાર ચાર શરીર હોય છે. તેમાં ત્રણ શરીર પૂર્વે કહ્યાં છે અને ચોથું ઔદારિક શરીર હોય છે. અહીં વૈક્રિય શરીર વૈક્રિયલબ્ધિ સંપન્ન વાયુકાય અને ગર્ભજ તિર્યંચોને હોય છે, બધાને હોતું નથી. - મનુષ્યોને પાંચે શરીર હોય છે. તેમાં વૈક્રિયશરીર વૈક્રિયલબ્ધિવાળાને, અને આહારક શરીર આહારક લબ્ધિ સંપન્ન ચૌદપૂર્વધરને હોય છે. ઔદારિક, તૈજસ, કામણ એ ત્રણ શરીર તો સામાન્યતઃ સઘળાં તિર્યંચ અને મનુષ્યોને હોય છે.
શેષ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને અસંશી મનુષ્યોને ઔદારિક તૈજસ અને કાર્મણ એમ ત્રણ ત્રણ શરીર હોય છે.
તથા નષ્ટ થયાં છે સઘળાં કર્મમલરૂપ કલંક જેઓને એવા સિદ્ધોને એક પણ શરીર હોતું નથી. ૪
આ પ્રમાણે કિમ્ આદિ પદો વડે પ્રરૂપણા કરી. હવે સત્યદાદિ પદો વડે પ્રરૂપણા કરે છે. સત્પદાદિ નવ પદો આ પ્રમાણે છે. ૧. સત્પદપ્રરૂપણા, ૨. દ્રવ્યપ્રમાણ, ૩. ક્ષેત્ર, ૪. સ્પર્શના, ૫. કાળ, ૬. અંતર, ૭. ભાગ, ૮. ભાવ, અને ૯. અલ્પબદુત્વ, તેમાં પહેલા સત્પદપ્રરૂપણા કરે છે–
पुढवाइ चउ चहा साहारणवणंपि संतयं सययं । पत्तेयपज्जपज्जा दुविहा सेसाउ उववन्ना ॥५॥ पृथिव्यादयश्चत्वारश्चतुर्द्धा साधारणवनमपि सन्तः सततम् ॥
प्रत्येकपर्याप्तकापर्याप्तका द्विविधाः शेषाास्तूपपन्नाः ॥५॥
અર્થ–પૃથિવીકાયાદિ ચાર ચાર પ્રકારે, સાધારણ વનસ્પતિકાય પણ ચાર પ્રકારે, પ્રત્યેક વનસ્પતિકાય પર્યાપ્ત અપર્યાપ્ત એમ બે પ્રકારે નિરંતર વિદ્યમાન હોય છે. અને શેષ જીવો પહેલાંના ઉત્પન્ન થયેલા હોય છે, ઊપજતાની ભજના સમજવી.
ટીકાનુ–વસ્થાનકોમાં જીવોની વિદ્યમાનતાનો જે વિચાર તે સત્પદપ્રરૂપણા કહેવાય છે.
તેમાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, અને વાયુકાય એ દરેક સૂક્ષ્મ અને બાદર તથા