________________
૧૨૪
પંચસંગ્રહ-૧
તે સાન્નિપાતિક કહેવાય છે. કોઈપણ જીવમાં એક ભાવ હોતો જ નથી, પરંતુ બે, ત્રણ, ચાર કે પાંચ ભાવો હોય છે.
આ પાંચે ભાવોના સામાન્યથી દ્વિકાદિ સંયોગે છવ્વીસ ભાંગા થાય છે. તે આ પ્રમાણે— બેના સંયોગે દશ, ત્રણના સંયોગે દશ, ચારના સંયોગે પાંચ, અને પાંચના સંયોગે એક.
બેના સંયોગે થતા દશ ભાંગા આ પ્રમાણે—૧. ઔયિક ઔપમિક, ૨. ઔયિક ક્ષાયિક, ૩. ઔદયિક ક્ષાયોપશમિક, ૪. ઔદયિક પારિણામિક, ૫. ઔપશમિક ક્ષાયિક, ૬. ઔપશમિક ક્ષાયોપશમિક, ૭. ઔપશમિક પારિણામિક, ૮. ક્ષાયિક ક્ષાયોપશમિક, ૯. ક્ષાયિક પારિણામિક, ૧૦. ક્ષાયોપશમિક પારિણામિક.
ત્રણના સંયોગવાળા દશ ભાંગા આ પ્રમાણે—૧. ઔદયિક ક્ષાયોપશમિક ક્ષાયિક, ૨. ઔયિક ઔપમિક, ક્ષાયોપશમિક, ૩. ઔદયિક ઔપશમિક પારિણામિક, ૪. ઔદયિક ક્ષાયિક ક્ષાયોપશમિક, પ. ઔદયિક ક્ષાયિક પારિણામિક, ૬. ઔદયિક ક્ષાયોપમિક પારિણામિક, ૭. ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપશમિક, ૮. ઔપશમિક ક્ષાયિક પારિણામિક, ૯. ઔપમિક ક્ષાયોપશમિક પારિણામિક, ૧૦. ક્ષાયિક ક્ષાયોપશમિક પારિણામિક,
ચારના સંયોગથી થતા પાંચ ભાંગા તે આ—૧. ઔદયિક ઔપમિક ક્ષાયિક ક્ષાયોપશમિક, ૨. ઔયિક ઔપમિક ક્ષાયિક પારિણામિક, ૩. ઔદિયક ઔપમિક ક્ષાયોપશમિક પારિણામિક, ૪. ઔદયિક ક્ષાયિક ક્ષાયોપશમિક પારિણામિક, ૫. ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપશમિક પારિણામિક. સરવાળે પચીસ.
તથા પાંચે ભાવોના સંયોગથી થતો એક ભંગ કુલ છવ્વીસ ભાંગા થાય છેઃ
આ ભાંગામાંથી દ્વિક સંયોગી એક, ત્રિક સંયોગી બે, ચતુઃ સંયોગી બે, અને પંચ સંયોગી એક એમ છ ભાંગા જ ઘટે છે, બીજા ઘટતા નથી. માત્ર ભંગ રચના આશ્રયીને જ બતાવ્યા છે. ઘટતા ભાંગાના જ્ઞાન માટે પણ તે રચના ઉપયોગી છે.
હવે કયો ભંગ કોને ઘટે છે તે બતાવે છે—દ્વિક સંયોગી ભાંગામાંથી ક્ષાયિક પારિણામિક એ નવમો ભાંગો સિદ્ધો આશ્રયી ઘટે છે. સિદ્ધોને કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિકસમ્યક્ત્વ, ચારિત્ર, દાનાદિ લબ્ધિ ક્ષાયિક ભાવે છે, અને જીવત્વ પારિણામિક ભાવે છે.
ત્રિકસંયોગી ભાંગામાંનો ઔદયિક ક્ષાયિક પારિણામિક એ પાંચમો ભંગ તથા ઔયિક ક્ષાયોપશમિક પારિણામિક છઠ્ઠો ભંગ એમ બે ભાંગા સંભવે છે. તેમાં પાંચમો ભંગ કેવળી આશ્રયી જાણવો. તેઓને મનુષ્યગતિ આદિ ઔદયિક ભાવે, જ્ઞાન દર્શન આદિ ક્ષાયિકભાવે, અને જીવત્વ, ભવ્યત્વ એ પારિણામિક ભાવે છે. તથા છઠ્ઠો ભંગ ચારે ગતિના સંસારી જીવ આશ્રયી જાણવો. તેઓને નારકત્વાદિ પર્યાય ઔદયિકભાવે, ઇન્દ્રિય મતિજ્ઞાનાદિ ક્ષાયોપશમિકભાવે, અને જીવત્વ ભવ્યત્વ કે અભવ્યત્વ પારિણામિકભાવે હોય છે. આ કારણથી આ ભંગ ગતિના ભેદે ચાર પ્રકારે થાય છે. તે આ પ્રમાણે—નરકગતિમાં ઔદયકભાવે નારકીપણું, ક્ષાયોપશમિક ભાવે ઇન્દ્રિયાદિ અને પારિણામિકભાવે જીવત્વ, ભવ્યત્વ અથવા જીવત્વ, અભવ્યત્વ હોય છે. તિર્યંચગતિમાં ઔદયિકભાવે તિર્યંગ્યોનિત્વ, ક્ષાયોપશમિકભાવે ઇન્દ્રિયાદિ અને પારિણામિક ભાવે