Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
વિલીયવાર
૧૨૩
પરિણામ કહેવાય. સર્વથા એક જ અવસ્થામાં રહેવું, અથવા સર્વથા અન્ય સ્વરૂપને પ્રાપ્ત થવું. તે રૂપ પરિણામ અહીં જ્ઞાનીઓને ઈષ્ટ નથી.”
પરિણામ શબ્દને સ્વાર્થમાં અંકણુ પ્રત્યય કરવાથી પરિણામ એ જ પારિણામિક ભાવ કહેવાય છે. તેના સાદિ અને અનાદિ એવા બે ભેદ છે. તેમાં ઘી, ગોળ, ચોખા, આસવો અને ઘટાદિ પદાર્થોની નવા જૂનાપણા આદિ અવસ્થાઓ, તથા વર્ષધર પર્વત, ભવન, વિમાન, કૂટ, અને રત્નપ્રભા આદિ પૃથ્વીઓની પુગલોના મળવા વીખરવા વડે થયેલી અવસ્થાઓ, તથા ગંધર્વનગર આકાશમાં થતી ભિન્ન ભિન્ન આકૃતિઓ, સંધ્યારાગ, ઉલ્કાપાત, ગર્જના, મહિકા-ધુમસ, દિગ્દાહ–-દિશામાં દેખાતો અગ્નિ, વીજળી, ચંદ્રપરિવેષચંદ્ર ફરતું જે ગોળ કૂંડાળું થાય છે તે, સૂર્ય પરિવેષ, ચંદ્ર-સૂર્યગ્રહણ, ઈન્દ્રધનુષ્ય ઈત્યાદિ અનેક અવસ્થાઓ સાદિ પારિણામિક ભાવે છે. કેમ કે તે તે જાતનાં પરિણામો અમુક અમુક વખતે થાય છે, વળી તેનો નાશ થાય છે. અથવા તેમાં પુગલોના મળવા વીખરવા વડે ઓછાવત્તાપણું–ફેરફારો થયા કરે છે. તથા લોકસ્થિતિ, અલોકસ્થિતિ, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, ધર્માસ્તિકાયત્વ ઈત્યાદિરૂપ જે ભાવો છે તે અનાદિ પારિણામિકભાવે છે. કારણ કે તેના સ્વરૂપમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. હંમેશાં પોતપોતાના સ્વરૂપમાં જ રહે છે.
૬ સન્નિપાત એટલે અનેક ભાવોનું મળવું, તે વડે થયેલ તે સાન્નિપાતિક છઠ્ઠો ભાવ છે. તાત્પર્ય એ કે ઔદયિકાદિ ભાવોના બે આદિના સંયોગથી ઉત્પન્ન થયેલ જે અવસ્થા વિશેષ
૧. જ્યારે વિવક્ષિત પદાર્થના અનેક ભેદો હોય છે અને તે ભેદોમાંના ક્યારેક કોઈપણ એક, ક્યારેક કોઈપણ બે એમ યાવતુ ક્યારેક દરેક ભેદોનો વિચાર કરવાનો હોય છે ત્યારે તે વિવક્ષિત પદાર્થના એક એક ભેદ આશ્રયી, બે બે ભેદના, ત્રણ ત્રણ ભેદના એમ યાવતુ તે પદાર્થના જેટલા ભેદો હોય છે ત્યાં સુધીના ભેદોના ભાંગાઓ બનાવવામાં આવે છે, આવા ભાંગાઓ અનુક્રમે એક સંયોગી, દ્વિસંયોગી, ત્રિસંયોગી ઈત્યાદિ નામથી ઓળખાય છે.
તે એક સંયોગી આદિ ભાંગા કેટલા થાય તે જાણવા નીચે લખેલ પદ્ધતિ ઘણી ઉપયોગી છે. ' જે વિવક્ષિત પદાર્થના એક-દ્વિસંયોગી આદિ ભાંગા બનાવવા હોય તે પદાર્થના ભેદોની સંખ્યા - પ્રમાણે એકથી આરંભી ક્રમશઃ અંક સ્થાપના કરવી. તે અંકોની બરાબર નીચે ઊલટા ક્રમે (પશ્ચાનુપૂર્વીએ)
અંકોની સ્થાપના કરવી, નીચેના અંકમાં જે સર્વથી પ્રથમ અંક છે તેની સંખ્યા પ્રમાણ એક સંયોગી ભાંગા થાય, હવે તે જ સંખ્યાને તેની પછી સ્થાપન કરેલ અંક વડે ગુણી તેની સમશ્રેણિએ રહેલ ઉપરની સંખ્યા વડે ભાગતાં જે સંખ્યા આવે તે દ્વિસંયોગી ભાંગાની સંખ્યા જાણવી, તે દ્વિસંયોગી ભાંગાની સંખ્યાને તેની પછી સ્થાપના કરેલ સંખ્યા વડે ગુણી તેની સમશ્રેણિએ રહેલ ઉપરની સંખ્યા વડે ભાગતાં ત્રિસંયોગી ભાંગા આવે. આ રીતે પછી પછી સ્થાપન કરેલ સંખ્યા વડે ગુણાકાર કરી તેની તેની સમશ્રેણિએ રહેલ ઉપરની સંખ્યા વડે ભાગતાં ચતુઃસંયોગી આદિ ભાંગા આવે.
- જેમ “ભાવ”ના સંબંધમાં વિચાર કરતાં “ભાવો પાંચ છે તેથી અનુક્રમે એકથી પાંચ સુધીના અંકોની સ્થાપના કરવી. જેમ કે–૧ ૨ ૩ ૪ ૫. આ અંકોની બરાબર નીચે ઊલટા ક્રમે તે જ અંકો મૂકવા. જેમ કે . નીચેના અંકોમાં સર્વ પ્રથમ પનો અંક છે માટે એક સંયોગી ભાંગા ૫ થાય, તે ૫ ના અંકને તેની પછી સ્થાપન કરેલ અંક ૪ છે તેથી તેના વડે ગુણતાં પ૪૪=૩૦ થાય. હવે તે ૨૦ ને તે ચારની સમશ્રેણિએ ઉપર રહેલ સંખ્યા ૨ વડે ભાગતાં ૧૦૪૩=૩૩=૧૦ એટલે ત્રિસંયોગી ભાંગા ૧૦ થાય, એ ૧૨=
૨૪=૫ ચતુઃસંયોગી ભાંગા ૫ થાય, પ૪૧=૫+૨=૧ પંચસંયોગી ભાંગો ૧ થાય. આ રીતે વિવક્ષિત પદાર્થમાં એક દ્વિસંયોગી આદિ ભાંગાઓ જાણી શકાય.