Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
દ્વિતીયદ્વાર
૧૨૧
ઔદારિકાદિ શરીર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ, તે પુદ્ગલોનો તે તે શરીરરૂપે પરિણામ, તથા શરીરમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શરૂપ પરિણામ, આ સઘળું કર્મના ઉદય સિવાય થતું નથી, તેથી તે અજીવોદયનિષ્પન્ન ઔદયિકભાવ કહેવાય છે.
- ૨. ઔપથમિકભાવ બે ભેદ છે. ૧. ઉપશમ, ૨. ઉપશમનિષ્પન્ન. તેમાં રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ કર્મની સર્વથા અનુદયાવસ્થા, પ્રદેશથી પણ ઉદયનો જે અભાવ તે ઉપશમ, એટલે કે કસ્ટ સ્સિન્ટસ્ટે ? ટેલ્સ કે સકે છ જ મચ્છુ તે ક્સ. આવા પ્રકારના ઉપશમને સર્વોપશમ કહેવામાં આવે છે, અને તે મોહનીયકર્મનો જ થાય છે. બીજા કોઈ કર્મનો થતો નથી. કહ્યું છે કે “સર્વોપશમ મોહનીયનો જ થાય છે. અહીં ઉપશમ શબ્દને સ્વાર્થમાં ઈકણ પ્રત્યય કરવાથી પથમિક શબ્દ બને છે. કર્મના સર્વથા ઉપશમ થવા વડે ઉત્પન્ન થયેલ જે જીવસ્વભાવ તે ઉપશમનિષ્પન્ન. અને તે ક્રોધાદિ કષાયોના ઉદયનો સર્વથા અભાવ થવાથી તેના ફળરૂપે ઉત્પન્ન થયેલ પરમ શાંત અવસ્થારૂપ જીવનો પરિણામ વિશેષ છે. અહીં ઉપશમ શબ્દથી તેના નિવૃત્ત અર્થમાં અંકણું પ્રત્યય થઈ ઔપથમિક શબ્દ બન્યો છે. તે ઔપથમિકભાવ અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે-ઉપશાંત વેદ, ઉપશાંત ક્રોધ, ઉપશાંતમાન, ઉપશાંતમાયા, ઉપશાંતલોભ, ઉપશાંત દર્શનમોહનીય, ઉપશાંતચારિત્ર મોહનીય. અહીં વેદ અને ક્રોધાદિ ચારિત્રમોહનીયનો સર્વથા ઉપશમ થવાથી ઉપશમભાવનું યથાખ્યાત ચારિત્ર, અને દર્શનમોહનીયનો સર્વથા ઉપશમ થવાથી ઉપશમભાવનું સમ્યક્ત ઉત્પન્ન થાય છે.
૩. શાયિક ભાવ પણ બે ભેદે છે. ૧. ક્ષય, અને ૨. ક્ષયનિષ્પન્ન. તેમાં ક્ષય એટલે કર્મોનો સર્વથા અભાવ. ક્ષય એ જ ક્ષાયિકભાવ. અને કર્મોનો સર્વથા અભાવ થવાથી તેના ફળરૂપે ઉત્પન્ન થયેલ જીવનો જે વિચિત્ર પરિણામ વિશેષ તે ક્ષયનિષ્પન્ન. તે આ પ્રમાણેકેવળજ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનિત્વ એ પ્રમાણે કેવળદર્શનિત્વ, ક્ષીણમતિજ્ઞાનાવરણત્વ, ક્ષીણશ્રુતજ્ઞાનાવરણત્વ, ક્ષીણઅવધિજ્ઞાનાવરણત્વ, ક્ષીણમન:પર્યવજ્ઞાનાવરણત્વ યાવત ક્ષીણવીયંતરાયત્વ, અને મુક્તત્વ. આ સઘળા ભાવો કર્મનો સર્વથા નાશ થવાથી તેના ફળરૂપે ઉત્પન્ન થયેલા છે તેથી તે ક્ષયનિષ્પન્ન કહેવાય છે. અહીં ક્ષયથી ઉત્પન્ન થવા વડે થયેલો જે જીવ સ્વભાવ તે ક્ષાયિકભાવ એવો વ્યુત્પજ્યર્થ થાય છે.
૪. ક્ષાયોપથમિકભાવ પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે :–૧. ક્ષયોપશમ, અને ૨. લયોપશમનિષ્પન્ન. તેમાં ઉદયમાં આવેલા કમશનો ક્ષય અને ઉદયમાં નહિ આવેલા કર્ભાશનો વિપાક આશ્રયી જે ઉપશમ તે ક્ષયોપશો. અને તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અને
૧. ઉદયમાં આવેલા કર્મનો ક્ષય અને ઉદયમાં નહિ આવેલાનો ઉપશમ તે ક્ષયોપશમ કહેવાય. અહીં ઉપશમ શબ્દના બે અર્થ કરવા જોઈએ. ૧. ઉપશમ એટલે ઉદયપ્રાપ્ત કર્મનો ક્ષય અને સત્તામાં રહેલા કર્મને પરિણામને અનુસરી હીન શક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકવા કે સ્વરૂપે ફળ ન આપે. આ અર્થ મોહનીય કર્મમાં લાગુ પડે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધિ આદિ બાર કષાયોનો ક્ષયોપશમ થાય છે, ત્યારે તેઓના ઉદય પ્રાપ્ત અંશનો ક્ષય કરે છે અને સત્તાગત અંશને પરિણામને અનુસરી હીન શક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકે છે કે સ્વરૂપતઃ ફળ ન આપે ત્યારે જ સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રરૂપે ગુણો ઉત્પન્ન થાય છે. પંચ૦૧-૧૬