Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
૯૪
લોભની ત્રણ કિટ્ટિઓ કરે છે. ત્યારબાદ—કિટિવેદનાદ્ધામાં વર્તાતો ક્રોધોદયવાળો આત્મા ક્રોધનાં દ્વિતીય સ્થિતિમાં રહેલ ત્રણે કિટ્ટિઓનાં દલિકને અનુક્રમે આકર્ષી પ્રથમ સ્થિતિ કરે અને સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે. તેમજ દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકને પ્રતિસમયે ગુણસંક્રમ વડે માનમાં સંક્રમાવે, પ્રથમ અને દ્વિતીય કિટ્ટિની શેષ રહેલ આવલિકા અનુક્રમે દ્વિતીય અને તૃતીય કિટ્ટિની પ્રથમ સ્થિતિની પ્રથમ આવલિકા સાથે સ્તિબુકસંક્રમ દ્વારા ભોગવે છે. અને તૃતીય કિટ્ટિની પ્રથમ સ્થિતિની આવલિકાને માનની પ્રથમ સ્થિતિમાં રહેલ પ્રથમ કિટ્રિના દલિક સાથે સ્તિબુકસંક્રમથી વેદે છે. અને તૃતીય કિટ્ટિની સમયાધિક આવલિકા શેષ રહે તે જ વખતે સંજ્વલન ક્રોધના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યારબાદ સમયન્યૂન બે આવલિકાકાળે સંજ્વલન ક્રોધનો સંપૂર્ણ ક્ષય થાય છે. આ જ પ્રમાણે માન, માયા તથા લોભની પ્રથમ કિટ્ટિ સુધી સમજવું.
ત્યારબાદ લોભનાં દ્વિતીય સ્થિતિમાં રહેલ દ્વિતીય કિટ્રિનાં દલિક ખેંચી પ્રથમસ્થિતિ કરે અને સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી વેઠે તે દ્વિતીય કિટ્ટને વેદતો લોભના દ્વિતીય સ્થિતિમાં રહેલ તૃતીય કિટ્રિના દલિકની સૂક્ષ્મ કિટ્ટિઓ કરે. લોભની દ્વિતીય કિટ્ટિની પ્રથમ સ્થિતિ સમયાધિક આવલિકા શેષ રહે તે જ સમયે સંજ્વલન લોભના બંધનો તથા બાદર સંજ્વલન લોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય તેમજ આ ગુણસ્થાનકની પણ સમાપ્તિ થાય છે.
સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકમાં વર્તતો આત્મા પ્રથમ સમયથી જ દ્વિતીય સ્થિતિમાં રહેલ લોભનાં સૂક્ષ્મ કિટ્ટિકૃત દલિકોને આકર્ષી પ્રથમ સ્થિતિ બનાવે અને વેદે એમ યાવત્ આ ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને તે વખતે દ્વિતીય સ્થિતિમાં રહેલા લોભની કિટ્ટિઓને સર્વોપવર્ત્તના કરણ દ્વારા ઘટાડી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકના બાકી રહેલ અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ કરે, ત્યારબાદ મોહનીય કર્મના સ્થિતિઘાતાદિ ન થાય, એમ સમયાધિક આવલિકા આ ગુણસ્થાનકની બાકી હોય ત્યાં સુધી ઉદય-ઉદીરણાથી અને ચરમાલિકામાં માત્ર ઉદય દ્વારા સંજ્વલન લોભને વેદી આ ગુણસ્થાનકના ચરમ સમયે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય તેમજ પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, યશઃ કીર્ત્તિ અને ઉચ્ચ ગોત્ર એ સોળ પ્રકૃતિનો બંધવિચ્છેદ કરી બારમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે.
આ ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય વગેરે શેષ ત્રણ ઘાતિકર્મનો સ્થિતિઘાતાદિકથી નાશ કરતો કરતો આ ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત પ્રમાણ સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે સર્વાપવત્તના કરણ દ્વારા સ્થિતિને ઘટાડી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓની સ્થિતિ આ ગુણસ્થાનકના શેષ રહેલ કાળ સમાન અને નિદ્રાદિકની સ્થિતિ સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમયન્યૂન અને કર્મસત્તાની અપેક્ષાએ ચૌદની સમાન રાખે છે. ત્યારબાદ આ ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી ઉપરોક્ત ચૌદ પ્રકૃતિઓને ઉદય-ઉદીરણાથી અને ચરમાવલિકામાં ઉદયથી ભોગવે છે. સ્વરૂપસત્તાની અપેક્ષાએ આ ગુણસ્થાનકના દ્વિચરમસમયે અન્યથા ચરમ સમયે નિદ્રાદ્વિકની સત્તાનો અને શેષ ચૌદ પ્રકૃતિઓની સત્તાનો ચરમસમયે વિચ્છેદ થાય છે.
(૧૩) સયોગી કેવળી ગુણસ્થાનક—પૂર્વે કહેલ મન-વચન તથા કાયયોગ હોવા છતાં
'