Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨ જું બંધક દ્વાર चोद्दसविहावि जीवा विबंधगा तेसिमंतिमो भेओ । चोद्दसहा सव्वे हु किमाइसंताइपयनेया ॥१॥ चतुर्दशविधा अपि जीवा विबन्धकास्तेषामन्तिमो भेदः ।
चतुर्दशधा सर्वेऽपि हु किमादिसदादिपदज्ञेयाः ॥१॥ અર્થ–ચૌદે પ્રકારના જીવો કર્મના બંધક છે. તેમાંનો અંતિમ ભેદ ચૌદ પ્રકારે છે. સઘળા જીવભેદો કિમ્ આદિ, અને સત્ આદિ પદોથી જાણવા યોગ્ય છે.
ટીકાનુ–જેનું સ્વરૂપ પહેલા દ્વારની પાંચમી ગાથાની ટીકામાં કહ્યું છે, તેવા અપર્યાપ્ત પર્યાપ્ત સૂક્ષ્મ બાદર એકેન્દ્રિયાદિ ચૌદે પ્રકારના જીવો જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મના બંધક-બાંધનાર છે. તે ચૌદ પ્રકારના જીવોમાંનો અંતિમ ભેદ જે પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય છે, તે મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનકના ભેદે ચૌદ પ્રકારે છે. તથા પૂર્વોક્ત સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ ચૌદ પ્રકારના જીવો, તેમજ ગુણસ્થાનકના ભેદે મિથ્યાદષ્ટિ આદિ જીવો “કિમુ આદિ અને સત્યદપ્રરૂપણા આદિ દ્વારા વડે યથાર્થ સ્વરૂપે સમજવા યોગ્ય છે, તે હવે પછી સમજાવે છે. ૧
જે ક્રમથી વર્ણન કરવા પ્રતિજ્ઞા કરી હોય તે ક્રમથી વર્ણન કરવું જોઈએ. એ ન્યાયે પહેલા કિમ્' આદિ પદો વડે જીવની પ્રરૂપણા કરે છે –
किं जीवा ? उवसममाइएहिं भावेहिं संजुयं दव्वं । कस्स ? सरूवस्स पहू केणन्ति ? न केणइ कया उ ॥२॥ किं जीवाः ? उपशमादिभिर्भावैः संयुतं द्रव्यम् ।
कस्य ? स्वरूपस्य प्रभुः केनेति ? न केनापि कृतास्तु ॥२॥ અર્થજીવ એ શું છે? ઉપશમાદિ ભાવો વડે સંયુક્ત દ્રવ્ય તે જીવ છે. કોનો પ્રભુ છે? સ્વરૂપનો પ્રભુ છે. કોણે બનાવ્યો છે? કોઈએ બનાવ્યો નથી. | ટીકાનુ—કિમ્ આદિ પ્રશ્નો દ્વારા જીવના સ્વરૂપને જણાવે છે તેમાં પહેલો પ્રશ્ન પૂછે છે કે –
પ્રશ્ન–જીવ એ શું છે? જીવનું શું સ્વરૂપ છે?
ઉત્તર–પશમિક, ઔદયિક, ક્ષાયિક, લાયોપથમિક, અને પરિણામિક ભાવો વડે યુક્ત જે દ્રવ્ય તે જીવ કહેવાય છે. એટલે કે આ ભાવોમાંથી બે ત્રણ ચાર કે પાંચ ભાવો જેની અંદર હોય છે, તે જીવ કે આત્મા કહેવાય છે.
૧. દ્વાર એટલે જીવરૂપ વસ્તુને સમજવાના પ્રકાર. જીવનું સંપૂર્ણ સ્વરૂપ સમજવા માટે આવા આવા અનેક પ્રકારોની પૂર્વાચાર્યોએ ગોઠવણ કરી છે, તેમાંથી અહીં કિમ્ આદિ અને સત્પદપ્રરૂપણા આદિ પ્રકારો વડે જીવનું સ્વરૂપ સમજાવે છે.