________________
પ્રથમદ્ધાર-પ્રશ્નોત્તરી
૧૧૫
તેમજ તૃતીય કર્મગ્રંથ ગા. ૧૯ની ટીકા. અને તેથી જ અમોએ કોષ્ટકમાં આ ગુણસ્થાનકે નવ ઉપયોગ જણાવ્યા છે.
પ્રશ્ન-૨૯. વર્તમાનમાં ભરતક્ષેત્રમાં જન્મેલાને કેટલા ચારિત્ર હોય? ઉત્તર–ઈ–રિક સામાયિક ચારિત્ર તથા બંને પ્રકારનું છેદોપસ્થાપનીય ચારિત્ર હોય. પ્રશ્ન-૩૦. દરેક કેવળીઓ કેવળી સમુદ્યાત કરે ?
ઉત્તર–જે કેવળી ભગવંતોને આયુષ્ય કરતાં શેષ ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા વધારે હોય તેઓ કરે, બીજાઓ ન કરે.
પ્રશ્ન–૩૧. આયોજિકાકરણ એટલે શું? તેનાં બીજાં કયાં નામો છે?
ઉત્તર–કેવળીની દૃષ્ટિરૂપ મર્યાદા વડે અત્યંત પ્રશસ્ત મન-વચન-કાયાનો વ્યાપાર તે આયોજિકાકરણ, એનાં આવશ્યકકરણ અને આવર્જિતકરણ એમ બે બીજાં નામો છે.
પ્રશ્ન-૩૨. અપૂર્વ સ્પર્ધક એટલે શું?
ઉત્તર–અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા જીવે બંધ દ્વારા કોઈપણ વાર ન કર્યા હોય તેવાં સત્તામાં રહેલ કર્મપુદ્ગલોને રસાંશની એકોત્તર વૃદ્ધિનો ત્યાગ કર્યા વિના અત્યંત હીન રસવાળાં કરવાં. તે અપૂર્વરૂદ્ધક.
પ્રશ્ન–૩૩. સંમૂચ્છિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય ? ઉત્તર–ગર્ભજ મનુષ્યોના ચૌદ અશુચિસ્થાનોમાં.
પ્રશ્ન–૩૪. અપૂર્વકરણ ગુણસ્થાનકમાં “ષસ્થાનપતિત'માં સંખ્યાતગુણહીન વગેરે આવે છે તે શી રીતે હોય ? તે દાંત સાથે સમજાવો.
ઉત્તર–જેટલી સંખ્યા હોય તેમાંથી માત્ર સંખ્યામાં ભાગ અસંખ્યાતમા ભાગ અને : અનંતમા ભાગ પ્રમાણ માત્ર સંખ્યા રહે તેને જ શાસ્ત્રીય પરિભાષામાં સંખ્યાતગુણહીન વગેરે
અનુક્રમે કહેવાય છે, જેમ અસલી મૂળ સંખ્યા એક લાખની હોય અને અસત્કલ્પનાએ દેશની સંખ્યાને સંખ્યાત. સોની સંખ્યાને અસંખ્યાત અને હજારની સંખ્યાને અનંત કલ્પીએ તો લાખને દશ રૂપ સંખ્યાની સંખ્યાએ ભાગતાં દશ હજાર આવે, તે લાખની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ છે અને તે જ સંખ્યાતગુણ હીન કહેવાય, એ જ પ્રમાણે લાખને સો રૂપ અસંખ્યાતી સંખ્યાએ ભાગતાં એક હજાર આવે તે લાખની અપેક્ષાએ અસંખ્યાતમો ભાગ છે તેને જ અસંખ્યાતગુણહીન કહેવાય અને લાખની સંખ્યાને હજાર રૂપ અનંત સંખ્યાએ ભાગતાં સો આવે તે લાખની અપેક્ષાએ અનંતમોભાગ છે તેને જ અનંતગુણહીન કહેવાય.
પ્રશ્ન–૩૫. કોઈક વ્યક્તિએ “ગાય” શબ્દ સાંભળ્યો અને કોઈક વ્યક્તિએ “ઘટ’ પદાર્થ જોયો. અહીં આ બંને વ્યક્તિઓને કયું જ્ઞાન થયું કહેવાય ?
ઉત્તર–“ગાય” શબ્દ સાંભળવા છતાં અને “ઘટ' પદાર્થ જોવા છતાં અનુક્રમે “ગાય” શબ્દથી અમુક પ્રકારનો “ગાય” પદાર્થ વાચ્ય છે અને “ઘટ' પદાર્થથી એનો વાચક અમુક શબ્દ