________________
પ્રથમદ્વાર-પ્રશ્નોત્તરી
૧૧૩
ઉત્તર-ચૌદ ચૌદ ગુણસ્થાનકો હોઈ શકે. પ્રશ્ન–૨૩. અસંન્ની-નારકો કોને કહેવાય? વળી આ જ રીતે અસંશી-દેવો કહેવાય
કે નહિ?
ઉત્તર–જે અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચો કાળ કરીને નરકમાં ગયેલા છે તેઓને વ્યવહારથી અસંશ-નરકો કહેવાય છે પરંતુ વાસ્તવિક રીતે નહિ. એ જ પ્રમાણે અસંજ્ઞીમાંથી કાળ કરી દેવ થયેલ વ્યંતર સુધીના દેવોને અસંજ્ઞી-દેવો પણ કહી શકાય એમ લાગે છે.
પ્રશ્ન-૨૪. અવધિજ્ઞાની મનના ભાવો જાણી શકે કે નહિ ?' ઉત્તર–અમુક વિશિષ્ટ પ્રકારના અવધિજ્ઞાનીઓ મનના ભાવ જાણી શકે.
પ્રશ્ન-૨૫. અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની એમ બને મનના ભાવો જાણી શકે તો તે બન્નેમાં વિશેષતા શું ?
ઉત્તર–અવધિજ્ઞાની મનના ભાવો જેટલા અને જે સ્વરૂપમાં જાણે તેના કરતાં મન:પર્યવજ્ઞાની વધારે પ્રમાણમાં અને વધુ સ્પષ્ટ જાણી શકે, તેમજ દરેક મન:પર્યવજ્ઞાની મનના ભાવો જાણે પણ દરેક અવધિજ્ઞાની મનના ભાવો જાણી શકે નહિ.
પ્રશ્ન-૨૬. અવધિ અને મન:પર્યવ એ બંને જ્ઞાનનો વિષયરૂપી પદાર્થને જ જાણવાનો છે તો તે જ્ઞાનોથી અરૂપી એવા મનના ભાવો શી રીતે જાણી શકાય?
- ઉત્તર–આ બને જ્ઞાનોથી આત્મા સંસી-પંચેન્દ્રિય જીવોએ મનપણે પરિણાવેલ મનોવર્ગણાનાં પુગલોને સાક્ષાત્ જુએ અને તેના આકારાદિથી ચિંતન કરાયેલ પદાર્થોને અનુમાનથી જાણી શકે.
પ્રશ્ન-૨૭. આ દ્વારમાં કયાં કયાં મતાન્તરો આવેલ છે ?
ઉત્તર–(૧) ગ્રંથકાર ઉત્પત્તિના બીજા સમયથી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિશ્ર કાયયોગ માને છે જ્યારે અન્ય આચાર્યો શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી મિશ્ર અને પછી શુદ્ધ કાયયોગ માને છે.
(૨) ગ્રંથકાર ચઉરિન્દ્રિય અપર્યાપ્ત વગેરે ત્રણ જીવસ્થાનોમાં ચક્ષુદર્શન માનતા નથી જ્યારે કેટલાક આચાર્યો તેમને પણ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન માને છે.
(૩) ગાથા ૧૧માં વિર્ભાગજ્ઞાનમાં ઔદારિકમિશ્ર હોય નહિ એમ કહેલ છે જ્યારે ગાથા ૧૨ મીની ટીકામાં વિલંગજ્ઞાનમાં ઔદારિકમિશ્ર હોય તેમ જણાવેલ છે.
(૪) આ ગ્રંથની ટીકામાં ચક્ષુદર્શન માર્ગણામાં વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્રનો નિષેધ કર્યો છે જ્યારે ચતુર્થ કર્મગ્રંથમાં તેનો નિષેધ કરેલ નથી.
(૫) આ ગ્રંથમાં જીવસ્થાનકોમાં યોગ બતાવતાં મનોયોગ સંજ્ઞી-પંચેન્દ્રિય પર્યાપ્તાને અને વચનયોગ પર્યાપ્ત બેઇજિયાદિક પાંચ જીવસ્થાનકોમાં અને કાયયોગ સર્વ જીવસ્થાનકોમાં • બતાવેલ છે ત્યારે માર્ગણા-સ્થાનકોમાં જીવસ્થાનો બતાવતાં મનોયોગમાં સંશી-પર્યાપ્ત, અપર્યાપ્ત
પંચ૦૧-૧૫