________________
૯૨
પંચસંગ્રહ-૧ (૧૨) ક્ષીણમોહ વીતરાગ છઘ0 ગુણસ્થાનક–જેણે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય - કરેલ છે અને જેને સર્વથા રાગ-દ્વેષનો પણ અભાવ છે છતાં જ્ઞાનાવરણીય વગેરે શેષ ત્રણ ઘાતિકર્મનો ઉદય છે તેવા આત્માનું જે ગુણસ્થાનક તે ક્ષીણમોહવીતરાગ છદ્મ0 ગુણસ્થાનક.
આ ગુણસ્થાનક ક્ષપકશ્રેણિ દ્વારા જ પ્રાપ્ત થાય છે.
મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરવા યોગ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી વિશુદ્ધ પરિણામની ધારા તે ક્ષપકશ્રેણિ.
આ શ્રેણિના પણ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયના ક્ષય કરવા રૂપે બે વિભાગ છે અને તેથી દર્શન મોહનીયના ક્ષયની અપેક્ષાએ ચતુર્થ ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિનો પ્રારંભક પણ કહી શકાય છે.
ચોથાથી સાતમા સુધીનાં ચાર ગુણસ્થાનકમાંથી કોઈપણ ગુણસ્થાનકે વર્તતો પ્રથમ , સંઘયણી, ઓછામાં ઓછી આઠ વર્ષની વયવાળો, ક્ષયોપશમ સમ્યક્તી, શુદ્ધ ધ્યાન યુક્ત મનવાળો, મનુષ્ય જ આ શ્રેણિનો આરંભ કરી શકે છે. અને તેમાં પણ જો અપ્રમત્ત અને પૂર્વધર મહાત્મા આ શ્રેણિનો આરંભ કરે તો શુક્લધ્યાન યુક્ત હોય છે, અન્યથા ધર્મધ્યાન યુક્ત હોય છે.
ચારમાંથી કોઈપણ ગુણસ્થાનકે વર્તતાં પ્રથમ યથાપ્રવૃત્તિકરણ વગેરે ત્રણ કરણો દ્વારા અનંતાનુબંધિનો સંપૂર્ણ ક્ષય કરે છે. ત્યારબાદ અનુક્રમે મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત મોહનીયનો ક્ષય કરે છે.
અહીં જો બદ્ધાયુ શ્રેણિનો આરંભ કરે અને ચાર અનંતાનુબંધિનો ક્ષય થયા બાદ તથાવિધ સામગ્રીના અભાવે અટકી જાય અને મિથ્યાત્વ આદિનો ક્ષય ન કરે તો અનંતાનુબંધિના બીજભૂત મિથ્યાત્વનો ફરીથી ઉદય થવાનો સંભવ હોવાથી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી ફરી પણ મિથ્યાત્વનો બંધ કરે અને જો ચડતા પરિણામવાળો હોય તો દર્શનત્રિકનો અવશ્ય ક્ષય કરે જ છે. અહીં જો બદ્ધાયુ હોય તો સાતના ક્ષયે અવશ્ય અટકે તે વખતે મૃત્યુ પામે અને અપતિત પરિણામવાળો હોય તો દેવગતિમાં અન્યથા પરિણામને અનુસારે અન્ય ગતિમાં પણ જાય. દેવનરકાયુનો બંધ કર્યા પછી સાતનો ક્ષય કરે તો ત્રીજા ભવે અને ક્વચિત્ પાંચમા ભવે તેમજ યુગલિક મનુષ્ય-તિર્યંચા, બાંધ્યા પછી જો સાતપ્રકૃતિનો ક્ષય કરે તો ચોથા ભવે મુક્તિએ જાય, પરંતુ તે ભવમાં તો ચારિત્ર મોહનીયનો ક્ષય ન જ કરે.
પ્રશ્ન–અહીં ત્રણે દર્શન મોહનીયનો ક્ષય કર્યો હોવાથી એ સમ્યગ્દષ્ટિ કહેવાય કે અસમ્યગ્દષ્ટિ ?
ઉત્તર–સમ્યગ્દષ્ટિ કહેવાય. પ્રશ્ન-સમ્યક્ત મોહનીયરૂપ સમ્યક્તનો ક્ષય કર્યો હોવાથી સમ્યગ્દષ્ટિ કેમ કહેવાય ?
ઉત્તર–મિથ્યાત્વના જ શુદ્ધ પુંજને ઉપચારથી સમ્યક્ત કહેવાય છે તેનો નાશ થયો છે પરંતુ તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન જે આત્માનો ગુણ છે તેનો નાશ થયો નથી બલકે તે તો