Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમહાર-સારસંગ્રહ
૯૧
• (૨) કિષ્ટિકરણાદ્ધામાં વર્તતો આત્મા પ્રતિસમયે પૂર્વ અને અપૂર્વસ્પર્ધકોમાંથી પ્રથમાદિક વર્ગણાઓનાં દલિકને ગ્રહણ કરી એકોત્તરવૃદ્ધિનો ત્યાગ કરવા પૂર્વક અનંતગુણહીન રસવાળાં કરે તે કિઠ્ઠિઓ કહેવાય છે. આવી અનંતી કિઠ્ઠિઓ કરે છે. ત્યારબાદ એટલે આ ગુણસ્થાનકના ચરમસમયે સમકાળે અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય લોભનો સંપૂર્ણપણે ઉપશમ થાય છે અને તે જ સમયે સંજવલન લોભનો બંધ બાદ લોભનો ઉદય તથા ઉદીરણા વિચ્છેદ પામે. વળી તે સાથે જ કિકિરણોદ્ધા તથા આ ગુણસ્થાનકની પણ સમાપ્તિ થાય છે.
(૩) ત્યારબાદ લોભ વેદવાના કાળના છેલ્લા-ત્રીજા ભાગમાં પ્રવેશ કરે છે અને તેને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક કહેવાય છે. અહીં રહેલ આત્મા પ્રતિસમય કેટલીક કિઠ્ઠિઓને ઉદયઉદીરણા દ્વારા ભોગવે છે અને દ્વિતીય સ્થિતિગત કેટલીક કિઠ્ઠિઓનો ઉપશમ કરે છે એમ આ ગુણસ્થાનકના ચરમ સમય સુધીમાં સંપૂર્ણ લોભનો પણ ઉપશમ કરી અગિયારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે..
પ્રશ્ન–અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાયોનો ઉદય હોય ત્યાં સુધી અનુક્રમે સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત થઈ શકે નહિ તો સાતમા ગુણસ્થાનકથી ઉપશમ કેમ કહો છો?
ઉત્તર–પ્રથમ તેનો ક્ષયોપશમ હતો. હવે ઉપશમ કરે છે.
પ્રશ્ન—એ બન્નેમાં તફાવત શું છે? 1 ઉત્તર–કર્મનો ઉદય રસથી અને પ્રદેશથી એમ બે પ્રકારે છે. ત્યાં ક્ષયોપશમમાં 'અનંતાનુબંધિ આદિનો પ્રદેશોદય હોય છે અને રસોદય હોતો નથી જ્યારે ઉપશમમાં પ્રદેશોદય પણ હોતો નથી. આ વિશેષતા છે.
પ્રશ્ન અનંતાનુબંધિ આદિ કષાયો સર્વઘાતી હોવાથી તેનો પ્રદેશોદય પણ સ્વાવાર્ય સમ્યક્વાદિ ગુણનો ઘાત કેમ ન કરે ?
ઉત્તર–તે પ્રદેશોદય તદન મંદ શક્તિવાળો હોય છે, જેથી તે સ્વાવાર્ય ગુણનો અલ્પ પણ વાત કરી શકતો નથી.
આ ઉપશમશ્રેણિ એક ભવમાં બે વાર અને ભવચક્રમાં ઉત્કૃષ્ટથી એક જીવ ચાર વાર કરી શકે છે, તેથી જે ભવમાં ઉપશમ શ્રેણિ કરે તે ભવમાં ક્ષપકશ્રેણિ પણ કરી શકે, પરંતુ સિદ્ધાંતના મતે એક ભવમાં ક્ષપક અને ઉપશમ એ બેમાંથી એક જ શ્રેણિ કરી શકે.
આ અગિયારમા ગુણસ્થાનકથી ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થયે પડે તો જે ક્રમે ચડે તે જ ક્રમે પડતાં સાતમા-છઠ્ઠા ગુણસ્થાનક સુધી આવીને રહે છે અને કોઈક જીવ અનુક્રમે પાંચમે અથવા ચોથે આવીને રહે છે–જ્યારે કોઈ સાસ્વાદને આવી મિથ્યાત્વે પણ જાય છે. અને જો ભવક્ષયે એટલે આયુ પૂર્ણ થયે કાળ કરે તો અનુત્તર વિમાનમાં જાય અને ત્યાં પ્રથમ સમયે જ ચોથા ગુણસ્થાનકે આવે.