________________
પ્રથમવાર-સારસંગ્રહ
૯૫ જેમને ચારે ઘાતિકર્મના ક્ષયથી નિર્મળ એવું કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રગટ થયું છે એવા આત્માઓનું જે ગુણસ્થાનક તે સયોગી કેવળી ગુણસ્થાનક.
અહીં કાયયોગ દ્વારા આહાર-વિહાર, વચનયોગ દ્વારા દેશના અને મનોયોગ દ્વારા અન્ય ક્ષેત્રમાં રહેલ અવધિજ્ઞાની તથા મન:પર્યવજ્ઞાનીઓએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર આપે છે.
અંતર્મુહૂર્ત આયુ બાકી રહે છતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારને આશ્રયી આ ગુણસ્થાનકનો જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. અને આઠ વર્ષની વયે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર પૂર્વક્રોડ વર્ષના આયુવાળાઓને આશ્રયી ઉત્કૃષ્ટકાળ દેશોન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે.
આ ગુણસ્થાનકનો અંતર્મુહૂર્વકાળ શેષ રહે ત્યારે કેવળીસમુદ્યાત કર્યા પહેલાં દરેક કેવળીઓ આયોજિકાકરણ કરે છે. તેને આવર્જિતકરણ અથવા આવશ્યક કરણ પણ કહેવાય છે.
જે કેવળી ભગવંતને આયુષ્ય કરતાં શેષ વેદનીયાદિ ત્રણ કર્મો અધિક હોય તે કેવળી સમુદ્દાત કરે છે, બીજાઓ કરતા નથી.
બાંધતી વખતે જે ઉપક્રમને યોગ્ય એવાં વેદનીયાદિ કર્મો બાંધેલાં હોય છે કે તેનો ભોગવ્યા વિના જ નાશ કરવા છતાં કૃતનાશ, અકૃતાભ્યાગમ કે મુક્તિમાં અનાશ્વાસનો કોઈ પ્રસંગ આવતો નથી.
આયુકર્મ આખા ભવમાં એક જ વાર બંધાય છે. અને બીજાં કર્મો સમયે સમયે બંધાય છે તેથી અથવા તથાસ્વભાવે જ વેદનીયાદિ કર્મો આયુની સમાન અથવા તેથી અધિક હોય છે પણ આયુષ્યથી ન્યૂન હોતાં જ નથી. ' દરેક કર્મ પ્રદેશોદયથી ભોગવીને ક્ષય કરાય છે પણ રસોઇયથી ભોગવીને નહિ. જો રસોદયથી ભોગવીને જ ક્ષય થાય તો જીવ ક્યારે પણ મોક્ષે જઈ શકે નહિ.
' જે ક્રિયામાં ફરીથી ઉત્પન્ન ન થાય તેવી રીતે વિશેષપણે વેદનીયાદિ ત્રણ કર્મનો ઘાત કરવામાં આવે તે કેવળી સમુદ્દાત કહેવાય છે.
કેવળી સમુદ્દાત કરતો આત્મા પ્રથમ સમયે પોતાના શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશો બહાર કાઢી જાડાઈ તથા પહોળાઈથી શરીર પ્રમાણ અને લંબાઈથી ચૌદ રજુ પ્રમાણ દંડ, બીજા સમયે પૂર્વ-પશ્ચિમ અથવા દક્ષિણ-ઉત્તર કપાટ, ત્રીજા સમયે બાકી રહેલ દિશામાં બીજું કપાટ બનાવી મંથાન કરે છે. અને ચોથા સમયે, મંથાનના આંતરા પૂરી લોક વ્યાપી થાય છે. ત્યારબાદ પાંચમા સમયે મંથાનનો, છઠ્ઠા સમયે કપાટનો સાતમા સમયે દંડરૂપે કરેલ આત્મપ્રદેશોનો સંકોચ કરી આઠમા સમયે સ્વશરીરસ્થ થાય છે.
પ્રથમના પાંચ સમય સુધી સમુઘાતના માહાસ્યથી સમયે સમયે સ્થિતિઘાત અને રસઘાત કરે છે અને છઠ્ઠા સમયથી આ ગુણસ્થાનકના ચરમ સમય સુધી અંતર્મુહૂર્તપ્રમાણ અનેક સ્થિતિઘાતો તથા રસઘાતો કરે છે.
આ સમુદ્યાતમાં ૩૯ પ્રશસ્ત પ્રકૃતિઓના રસનો અપ્રશસ્ત પ્રકૃતિઓમાં નાખી ઘાત કરે