________________
પ્રથમતાર-સારસંગ્રહ
૮૫
(૯) પૂર્વે જણાવેલ ચારભેદે દર્શન માર્ગણા છે.
(૧૦) જેના વડે આત્મા કર્મ સાથે લેપાય તે લેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ એમ છ ભેદે છે. પ્રથમની ત્રણ લેશ્યા અશુભ અને અંતિમ ત્રણ લેશ્યા શુભ છે. વળી દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા એમ પણ લેશ્યાના બે પ્રકારો છે. યોગાન્તર્ગત કૃષ્ણવર્ણાદિ વર્ણ ચતુષ્કવાળાં જે પુદ્ગલો તે દ્રવ્યલેશ્યા અને તેનાથી થતો શુભાશુભ આત્મપરિણામ તે ભાવલેશ્યા.
દેવ અને નારકોને ભવપર્યંત દ્રવ્યલેશ્યા અવસ્થિત એક જ હોય છે. માત્ર ભાવલેશ્યાઓનું પરાવર્તન થાય છે. ત્યારે શેષજીવોમાં પ્રત્યેક અંતર્મુહૂર્વે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે લેશ્યાનું પરાવર્તન થાય છે.
(૧૧) અનાદિ પારિણામિક ભાવ વડે મોક્ષગમન યોગ્ય આત્મા તે ભવ્ય. તેનાથી વિપરીત તે અભવ્ય.
(૧૨) પ્રશંસનીય અથવા મોક્ષ માટે અવિરોધી એવો જે જીવનો પરિણામ તે સમ્યક્ત્વ. તે (૧) ક્ષાયિક (૨) ક્ષાયોપમિક (૩) ઔપશમિક (૪) મિશ્ર (૫) સાસ્વાદન અને (૬) મિથ્યાત્વ એમ છ પ્રકારે છે.
સમ્યક્ત્વ નિમિત્ત વિના ઉત્પન્ન થતું નથી, પરંતુ નિમિત્ત પ્રાપ્ત કરી ઉત્પન્ન થાય છે. તેમાં પણ જીવના તથા ભવ્યત્વની પરિપક્વતા એ મુખ્ય કારણ છે અને અરિહંત પરમાત્માના બિંબનાં દર્શનાદિક તથા વ્યાખ્યાનશ્રવણાદિ ધર્માનુષ્ઠાનો સહકારી કારણો બને છે.
તથાભવ્યત્વની પરિપક્વતા સાધ્ય વ્યાધિ સમાન છે, જેમ કેટલાક જીવને સાધ્ય વ્યાધિ બાહ્ય ઉપચારની અપેક્ષા વિના જ શાંત થાય છે, અને કેટલાક જીવોને બાહ્ય ઔષધાદિના ઉપચારથી જ શાંત થાય છે, એમ કેટલાક જીવોને બાહ્ય નિમિત્તો વિના જ તથાભવ્યત્વની પરિપક્વતા થવાથી સમ્યક્ત્વાદિક ઉત્પન્ન થાય છે જ્યારે કેટલાકને બાહ્ય નિમિત્તોથી જ તથાભવ્યત્વની પરિપક્વતા થાય છે અને સમ્યક્ત્વાદિક પ્રગટ થાય છે.
(૧) ચાર અનંતાનુબંધિ અને ત્રણ દર્શન મોહનીયને દર્શનસપ્તક કહેવામાં આવે છે. એ સાતેનો સંપૂર્ણ ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ સમ્યક્ત્વ તે ક્ષાયિક.
(૨) ઉપરોક્ત સાતમાંથી સમ્યક્ત્વ મોહનીયના ઉદયથી અને શેષ છના ઉપશમથી ઉત્પન્ન થયેલ સમ્યક્ત્વ તે ક્ષાયોપશમિક.
(૩) પૂર્વોક્ત સાતેને સંપૂર્ણપણે દબાવવાથી પ્રગટ થયેલ જે સમ્યક્ત્વ તે ઔપમિક. (૪-૫-૬) શેષ ત્રણે સુગમ છે.
(૧૩) જેને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તે સંશી. તેનાથી વિપરીત તે અસંશી.
(૧૪) ઓજ, લોમ અને કવલ એમ ત્રણમાંથી કોઈપણ પ્રકારનો આહાર જીવ જ્યારે કરે ત્યારે આહારી. તેનાથી વિપરીત તે અણાહારી.
વિગ્રહગતિમાં તેમજ કેવળી સમુઘાતમાં ત્રીજા, ચોથા-પાંચમા સમયે અને ચૌદમા ગુણસ્થાનકે જીવો અણાહારી હોય છે અને શેષ સઘળા સંસારી જીવો હંમેશાં આહારી હોય છે.