Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમહાર
ઈચ્છતા પ્રથમ માર્ગણાસ્થાનો કહે છે
गइ इंदिए य काए जोए वेए कसायनाणे य । संजमदंसणलेसा भवसन्निसम्मआहारे ॥२१॥ गतीन्द्रिये च काये योगे वेदे कषायज्ञानेषु च ।
संयमदर्शनलेश्यायां भव्यसंज्ञिसम्यगाहारे ॥२१॥
અર્થ–ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સંજ્ઞી, સમ્યક્ત અને આહારમાર્ગણા એમ ચૌદ મૂળ માર્ગણા છે અને તેના બાસઠ ઉત્તરભેદ છે. તે દરેકનું સવિસ્તૃત વર્ણન પહેલાં અપાયું છે, ત્યાંથી જોઈ લેવું. ૨૧. હવે એ માર્ગણાસ્થાનોમાં જીવસ્થાનકોનો વિચાર કરે છે–
तिरियगइए चोद्दस नारयसुरनरगईसु दोठाणा । एगिदिएसु चउरो विगल पणिदिसु छच्चउरो ॥२२॥
तिर्यग्गतौ चतुर्दश नारकसुरनरगतिषु द्वे स्थाने । .. एकेन्द्रियेषु चत्वारि विकलपञ्चेन्द्रियेषु षट् चत्वारि ॥२२॥
અર્થ–તિર્યંચગતિમાં ચૌદે જીવસ્થાનકો હોય છે, નરક દેવ અને મનુષ્યગતિમાં બે જીવસ્થાનકો હોય છે, એકેન્દ્રિયમાં ચાર, વિકલેન્દ્રિયમાં છે, અને પંચેન્દ્રિયમાં ચાર જીવસ્થાનકો હોય છે.
ટીકાનુ–તિર્યંચગતિમાં ચૌદે અવસ્થાનકો ઘટે છે, કેમકે એકેન્દ્રિયાદિ સઘળા ભેટવાળા જીવોનો તેમાં સંભવ છે. તથા નારક, દેવ, અને મનુષ્યગતિમાં પર્યાપ્ત અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિરૂપ બબે જીવસ્થાનક હોય છે. અહીં નારક અને દેવના સાહચર્યથી મનુષ્યો કરણ અપર્યાપ્તા જ અને સમનસ્ક-મનવાળા વિવસ્યા છે, તેથી જ તેમાં પૂર્વોક્ત બે જીવસ્થાનક ઘટે છે. જો સામાન્યપણે જે મનુષ્યોની વિવક્ષા કરીએ તો અપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયરૂપ ત્રીજું જીવસ્થાનક પણ સંભવે છે. કેમ કે ઊલટી પિત્ત આદિ ચૌદસ્થાનકમાં ઉત્પન્ન થતા સંમૂચ્છિમ મનુષ્યો અસંશી અને લબ્ધિ અપર્યાપ્તા હોય છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, “હે પ્રભો ! સંમૂચ્છિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! પિસ્તાળીસ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં અઢીદ્વીપ અને બે સમુદ્રમાં રહેલા પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ અને છપ્પન અંતરદ્વીપરૂપ એકસો એક ક્ષેત્રમાં ઉત્પન્ન થતા ગર્ભજ મનુષ્યોની વિષ્ટામાં, મૂત્રમાં, કમ્રાં, નાકના મેલમાં, ઊલટીમાં, પિત્તમાં, વિર્યમાં, પરમાં, રુધિરમાં, વીર્ય પુદ્ગલોના પરિત્યાગમાં, જીવ વિનાના કલેવરમાં, નગરની ખાળમાં, સઘળાં અશુચિનાં સ્થાનકોમાં, અને સ્ત્રીપુરુષના સંયોગમાં આ ચૌદે સ્થાનકોમાં સંમૂછિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે, અને તેઓ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા, અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અને સઘળી પર્યાપ્તિએ અપર્યાપ્તા હોય છે, તથા અંતર્મુહૂર્તના આઉખે કાળ કરે છે. તથા એકેન્દ્રિયમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર એકેન્દ્રિયરૂપ ચાર જીવસ્થાનકો હોય છે. વિકલેજિયમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિય તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રયરૂપ છે