Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
અર્થ—મતિ, શ્રુત અને અવધિજ્ઞાને બે, મનઃપર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અને વિભંગજ્ઞાને એક, છ અથવા ત્રણ ચક્ષુર્દર્શને, અને શેષ ત્રણ અજ્ઞાને ચૌદે જીવસ્થાનો હોય છે.
૭૪
ટીકાનુ—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને અવધિદર્શનમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિરૂપ બે જીવસ્થાનક હોય છે. તથા મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદર્શન અને વિભંગજ્ઞાનમાર્ગણામાં પર્યાપ્ત સંક્ષીપંચેન્દ્રિય રૂપ એક જ જીવસ્થાન હોય છે. અહીં વિભંગજ્ઞાનમાં જે પર્યાપ્તસંશીરૂપ એક જ જીવસ્થાનક કહ્યું, તે તિર્યંચ મનુષ્ય, અને અસંશીનારકની અપેક્ષાએ સમજવું. કારણ કે સંક્ષીપંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને અપર્યાપ્તાવસ્થામાં . વિભંગજ્ઞાન ઉત્પન્ન થતું નથી, તથા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાંથી જેઓ રત્નપ્રભા નારકીમાં ઉત્પન્ન થાય છે, તેઓનો અસંજ્ઞીનારક એવે નામે વ્યવહાર થાય છે, તેઓને પણ અપર્યાપ્તાવસ્થામાં વિભંગજ્ઞાન ઉત્પન્ન થતું નથી, પરંતુ સઘળી પર્યાપ્તિઓ સંપૂર્ણ થયા બાદ ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાએ વિભંગજ્ઞાનમાં સંજ્ઞીપર્યાપ્તરૂપ એક જ જીવસ્થાન કહ્યું છે. સામાન્ય રીતે વિચારતાં વિભંગજ્ઞાન માર્ગણાએ સંશીપર્યાપ્ત અપર્યાપ્ત એ બંને જીવસ્થાનક હોય છે. કારણ કે સંશી તિર્યંચ મનુષ્યમાંથી ઉત્પન્ન થતા ના૨ક દેવોને અપર્યાપ્તાવસ્થામાં પણ વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તથા ચક્ષુર્દર્શનમાર્ગણામાં પર્યાપ્ત અપર્યાપ્ત ચતુરિન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય, અને સંશીપંચેન્દ્રિય એમ છ જીવસ્થાનકો ઘટે છે. અપર્યાપ્તાવસ્થામાં પણ ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા પછી શેષ પર્યાપ્તિએ અપર્યાપ્તાને કેટલાએક ચક્ષુર્દર્શનોપયોગ માને છે, કેટલાક નથી પણ માનતા. તેમના મતની અપેક્ષાએ પર્યાપ્ત ચરિન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય અને સંજ્ઞીપંચેન્દ્રિય એમ ત્રણ જીવભેદો ચક્ષુર્દર્શનમાર્ગણાએ હોય છે. શેષ મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુર્દર્શન એમ ત્રણ ઉપયોગે ચૌદે જીવસ્થાનકો ઘટે છે. તથા સાસ્વાદન્ને સૂક્ષ્મ અપર્યાપ્તા વિના કરણ અપર્યાપ્ત છ જીવભેદ અને સાતમો સંજ્ઞીપર્યાપ્તો એ સાત જીવભેદ હોય છે. મિશ્રે એક સંશીપર્યાપ્ત જ હોય છે.
આ પ્રમાણે માર્ગણાસ્થાનકોમાં જીવસ્થાનકો કહ્યાં. હવે ગુણસ્થાનકો ઘટાવે છે.
सुरनारएसु चत्तारि पंच तिरिएसु चोइस मणूसे ।
इगि विगलेसु जुयलं सव्वाणि पणिदिसु हवंति ॥२७॥
सुरनारकयोश्चत्वारि पञ्च तिर्यक्षु चतुर्दश मनुष्ये ।
एक विकलेन्द्रियेषु युगलं सर्व्वाणि पञ्चेन्द्रियेषु भवन्ति ॥२७॥
અર્થ—દેવતા અને નારકીમાં ચાર, તિર્યંચમાં પાંચ, મનુષ્યમાં ચૌદ, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં બે, અને પંચેન્દ્રિયમાં સઘળાં ગુણસ્થાનકો હોય છે.
ટીકાનુ—દેવગતિ અને નરકગતિ માર્ગણામાં મિથ્યાદૃષ્ટિથી આરંભી અવિરતિસમ્યગ્દષ્ટિ સુધીનાં ચાર ગુણસ્થાનકો હોય છે. તીવ્ર અપ્રત્યાખ્યાનાવરણીકષાયનો ઉદય હોવાથી એ બે ગતિમાં વિરતિ પરિણામ થતા જ નથી. દેશિવરતિ સુધીનાં પાંચ ગુણસ્થાનકો તિર્યંચગતિમાં હોય છે. ગર્ભજતિર્યંચોને સમ્યક્ત્વ અને દેશવિરતિ યોગ્ય પરિણામ થઈ શકે છે. તેમાં યુગલિયા