________________
પ્રથમકાર
૭૫
તિર્યંચોને ચાર જ ગુણસ્થાનક હોય છે, અને સમ્યક્ત ત્રણમાંથી કોઈપણ પ્રકારનું સંભવે છે. અને સંખ્યાતા વર્ષના આયુવાળા સંશી તિર્યંચમાં ક્ષાયિક સિવાય બે સમ્યક્ત, અને દેશવિરતિ સુધીનાં પાંચ ગુણસ્થાનકો સંભવે છે. મનુષ્યગતિમાં ચૌદ ગુણસ્થાનક ઘટે છે. તેમાં મિથ્યાત્વથી આરંભી અયોગી સુધીના સર્વ ભાવોનો સંભવ છે. તથા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં મિથ્યાષ્ટિ અને સાસ્વાદન એ બે ગુણસ્થાનક હોય છે. તેમાં સાસ્વાદનપણું પર્યાપ્તનામકર્મના ઉદયવાળા કરણઅપર્યાપ્તાઓને અપર્યાપ્તાવસ્થામાં જાણવું. તથા પંચેન્દ્રિય માર્ગણામાં સઘળાં ચૌદ ગુણસ્થાનકો સંભવે છે, કારણ કે મનુષ્યગતિમાં સઘળા ભાવો ઘટે છે. ૨૭.
सव्वेसुवि मिच्छो वाउतेउसुहुमतिगं पमोत्तुण । सासायणो उ सम्मो सन्निदुगे सेस सन्निम्मि ॥२८॥ __ सर्वेष्वपि मिथ्यादृष्टिर्वायुतेजःसूक्ष्मत्रिकं प्रमुच्य । ____सास्वादनस्तु सम्यग्दृष्टिः संज्ञिद्विके शेषाणि संज्ञिनि ॥२८॥
અર્થ–મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક સર્વજીવોમાં, સાસ્વાદન ગુણસ્થાનક વાયુ, તેલ અને સૂક્ષ્મત્રિક વર્જીને શેષ સઘળા જીવોમાં, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સંજ્ઞીતિકમાં, અને શેષ ગુણસ્થાનકો સંજ્ઞીમાં હોય છે.
ટીકાનુ–સામાન્ય રીતે ત્રસ અને સ્થાવર સઘળા જીવોમાં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક હોય છે. તથા અગ્નિકાય, વાઉકાય, અને સૂક્ષ્માદિ ત્રણ-સૂમનામકર્મના ઉદયવાળા, અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા, અને સાધારણ નામકર્મના ઉદયવાળા જીવોને છોડી શેષ લબ્ધિપર્યાપ્તા છે અને કરણ અપર્યાપ્તા સઘળાં જીવસ્થાનોમાં અને સંજ્ઞીપર્યાપ્તામાં સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક હોય છે. તથા સંજ્ઞીપર્યાપ્તા અને સંજ્ઞી અપર્યાપ્તા જીવોમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ
ગુણસ્થાનક હોય છે. શેષ મિશ્રદષ્ટિ અને દેશવિરતિ આદિ અગિયાર ગુણસ્થાનકો પર્યાપ્ત સંશી - પંચેન્દ્રિયમાં જ હોય છે. ૨૮.
जा बायरो ता वेएसु तिसु वि तह तिसु य संपराएसु । लोभंमि जाव सुहुमो छ ल्लेसा जाव सम्मोत्ति ॥२९॥ यावबादरस्तावद् वेदेषु त्रिष्वपि तथा त्रिषु च संपरायेषु ।
लोभे यावत्सूक्ष्मः षट्लेश्यासु यावत्सम्यग्दृष्टिरिति ॥२९॥ . અર્થ–ત્રણ વેદ તથા ત્રણ કષાયમાં બાદર સંપરાય સુધીનાં ગુણસ્થાનકો હોય છે.
૧. અહીં વેદમાં જે નવ ગુણસ્થાનકો કહ્યાં તે દ્રવ્યવેદ આશ્રયી કહ્યાં છે કે ભાવવંદ આશ્રયી ? દ્રવ્યવેદ આશ્રયી તો કહ્યાં જણાતાં નથી, કારણ કે તે તો ઉપરના ગુણસ્થાનકે પણ હોય છે. ભાવવંદે કહ્યાં ન હોય તો ભાવવેદ છતાં ચારિત્ર કેમ હોઈ શકે ? નવમાં ગુણસ્થાનક સુધી વેદો કહ્યા તે ઉપરથી ઉપરોક્ત
શંકા થઈ શકે છે. તેના ઉત્તરમાં સમજવાનું કે અહીં નવ ગુણસ્થાનકો ભાવવેદ આશ્રયી કહ્યા છે. વેદ એ ' દેશઘાતી , અને સર્વાતિકષાયોના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા ગુણને હણતા નથી. પરંતુ સર્વઘાતિ કષાયોના ઉદય યુક્ત તેનો ઉદય ચારિત્રને હણે છે. વેદના તીવ્ર મંદાદિ અસંખ્ય ભેદો થાય છે. તેમાંના