Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકારે
પહેલા ત્રણ ગુણસ્થાનકો હોય છે. ચક્ષુ, અચક્ષુ અને અવધિદર્શનમાર્ગણામાં પહેલા ગુણસ્થાનકથી આરંભી ક્ષીણમોહ સુધીનાં બાર ગુણસ્થાનકો હોય છે. મિશ્રસમ્યક્તમાર્ગણામાં એક મિશ્રગુણસ્થાનક હોય છે. દેશવિરતિ ચારિત્રમાર્ગણામાં દેશવિરતિ ગુણસ્થાનક હોય છે. અવિરતિમાર્ગણામાં પહેલા ચાર ગુણસ્થાનકો હોય છે. સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રમાર્ગણામાં પ્રમત્ત સંયતથી આરંભી નવમા સુધીનાં ચાર ગુણસ્થાનકો હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્રમાર્ગણામાં છઠું અને સાતમું એ બે ગુણસ્થાનક હોય છે. સૂક્ષ્મસંપરાય ચારિત્રમાર્ગણામાં એક સૂક્ષ્મસંપરાય જ હોય છે. અને યથાખ્યાત ચારિત્રમાર્ગણામાં છેલ્લાં ચાર ગુણસ્થાનકો હોય છે.
अभव्विएसु पढमं सव्वाणियरेसु दो असन्निसु । सन्निसु बार केवलि नो सन्नी नो असन्नीवि ॥३१॥ अभव्येषु प्रथमं सर्वाणीतरेषु द्वे असंज्ञिषु ।
संज्ञिषु द्वादश केवलिनौ न संज्ञिनौ नासंज्ञिनावपि ॥३१॥ અર્થ –અભવ્યમાં પહેલું એક, ભવ્યમાં સઘળાં, અસંશીમાં બે, અને સંજ્ઞીમાં બાર ગુણસ્થાનકો હોય છે. કેવળી ભગવાન્ સંજ્ઞી કે અસંશી કંઈ પણ હોતા નથી.
ટીકાનુ–અભવ્ય જીવોમાં પહેલું મિથ્યાદૃષ્ટિ એક જ ગુણસ્થાનક હોય છે. ભવ્યોમાં મિથ્યાષ્ટિથી આરંભી અયોગીકેવળી સુધીનાં સઘળાં ગુણસ્થાનકો સંભવે છે. અસંજ્ઞીમાર્ગણામાં મિથ્યાષ્ટિ અને સાસ્વાદન એ બે ગુણસ્થાનક હોય છે. તેમાં સાસ્વાદન ગુણસ્થાનક લબ્ધિપર્યાપ્તા જીવોને કરણ અપર્યાપ્તાવસ્થામાં જાણવું. સંજ્ઞીમાં છેલ્લાં બે સિવાય બાર ગુણસ્થાનક હોય છે. સયોગીકેવળી અને અયોગીકેવળી એ બે ગુણસ્થાનક તેની અંદર સંભવતાં નથી. કારણ કે મનોવિજ્ઞાનનો અભાવ હોવાથી સયોગી અને અયોગીકેવળી સંજ્ઞી કહેવાતા નથી, તેમ દ્રવ્યમનનો સંબંધ છે માટે અસંશી પણ કહેવાતા નથી. તેથી જ ગાથામાં કહ્યું છે કે કેવળી ભગવાનું મનોવિજ્ઞાનનો અભાવ હોવાથી સંશી કહેવાતા નથી તેમ દ્રવ્યમનનો સંબંધ હોવાથી અસંજ્ઞી પણ રે કહેવાતા નથી. સપ્તતિકાચૂર્ણિમાં કહ્યું છે કે “મનકરણ-દ્રવ્યમન કેવળી મહારાજને છે તેથી સંશી કહેવાય છે, મનોવિજ્ઞાન આશ્રયી તેઓ સંજ્ઞી નથી.”
-
૧. અહીં અવધિદર્શનમાં ૧થી ૧૨ ગુણસ્થાનક કહ્યાં છે તે સ્વમતે નહિ પણ ભગવતીજી સૂત્ર આદિના અભિપ્રાયે સમજવું. કારણ કે પ્રથમ ગાથા ૧૯ની ટીકામાં ગુણસ્થાનકમાં ઉપયોગ દર્શાવતાં પહેલા બીજા ગુણઠાણે અવધિદર્શન કહ્યું નથી. જુઓ ગાથા ૧૯નું વિવેચન.
૨. મનોવર્ગણાનાં પુગલોને ગ્રહણ કરી તે દ્વારા વિચાર કરતા આત્માઓ સંજ્ઞી કહેવાય છે. તેરમે ચૌદમે ગુણસ્થાનકે કેવળજ્ઞાન હોવાથી મનોવર્ગણા દ્વારા વિચાર કરવાપણું નથી. પરંતુ કેવળ જ્ઞાન દ્વારા પદાર્થો જાણીને અન્ય ક્ષેત્રમાં રહેલા મન:પર્યવજ્ઞાની કે અનુત્તર વિમાનના દેવોને ઉત્તર આપવા મનોવર્ગણા ગ્રહણ કરે છે. એટલે કેવળી મહારાજને માત્ર વર્ગણાનું ગ્રહણ છે, તે દ્વારા મનન કરવાપણું નથી. એટલે કે દ્રવ્ય મન છે, પણ ભાવમન નથી. ભાવમન નહિ હોવાથી સંજ્ઞી ન કહેવાય, દ્રવ્યમાન હોવાથી સંજ્ઞી પણ કહેવાય. અને બારમા ગુણસ્થાનક સુધી વર્ગણાનું ગ્રહણ તેમ તે દ્વારા મનને પરિણામ પણ થાય છે, તેથી તેઓ સંજ્ઞી કહેવાય છે.