Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૦
પંચસંગ્રહ-૧ *
સત્યાસત્ય અને અસત્યામૃષા આ બે ભેદો વ્યવહારનયથી છે. નિશ્ચયનયથી તો , સત્યાસત્યનો અસત્યમાં અને અસત્યમૃષાનો સત્ય કે અસત્યમાં અંતર્ભાવ થાય છે. આ જ રીતે વચનયોગના આ બે ભેદો માટે પણ આ જ પ્રમાણે સમજવું.
૨. વચન દ્વારા આત્મપ્રદેશોમાં થતું જે ફુરણ તે વચનયોગ. તેના પણ સત્ય, અસત્ય, સત્યાસત્ય અને અસત્યામૃષા––આ ચાર પ્રકાર છે.
આ ચારે ભેદોનું સ્વરૂપ મનોયોગના ભેદોની જેમ જ સમજવાનું છે. માત્ર મનોયોગમાં ચિંતન અથવા વિચારણા છે ત્યારે વચનયોગમાં કહેવું એમ સમજવું.
૩. શરીર દ્વારા આત્મપ્રદેશોમાં થતું જે સ્કૂરણ તે કાયયોગ. તેના ૧. ઔદારિક, ૨. ઔદારિકમિશ્ર, ૩. વૈક્રિય, ૪. વૈક્રિયમિશ્ર, ૫. આહારક, ૬. આહારક મિશ્ર અને ૭. કાર્પણ એમ સાત પ્રકાર છે.
ઔદારિક શરીર દ્વારા આત્મપ્રદેશોમાં જે હલન-ચલન થાય તે ઔદારિક કાયયોગ, એમ કાયયોગના સાતે ભેદોમાં સમજવું.
ત્યાં સ્વયોગ્ય સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત અને અન્ય આચાર્યોના મતે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત મનુષ્ય-તિર્યંચોને સામાન્યથી જીવનપર્યત ઔદારિક અને ઉત્પત્તિના બીજા સમયથી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ થાય ત્યાં સુધી અને અન્ય મતે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી મનુષ્ય-તિર્યંચોને અને કેવળી સમુદ્યાતમાં બીજે, છટ્ટ તથા સાતમા સમયે તેમજ સિદ્ધાંતના મતે લબ્ધિસંપન્નજીવોને વૈક્રિય તથા આહારકના પ્રારંભકાળે ઔદારિક મિશ્ર હોય છે. | સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત અને અન્ય મતે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત દેવ-નારકોને જીવન પર્યત અને લબ્ધિસંપન્ન મનુષ્ય-તિર્યંચોને વૈક્રિયશરીરની સંપૂર્ણ રચના થયા બાદ તેનો ત્યાગ ન કરે ત્યાં સુધી વૈક્રિય હોય છે અને ઉત્પત્તિના બીજા સમયથી સર્વપર્યાપ્તિ અથવા શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી દેવ-નારકોને તેમજ લબ્ધિ-સંપન્ન મનુષ્ય-તિર્યંચોને વૈક્રિયશરીરના પ્રારંભ તથા ત્યાગકાળે અને સિદ્ધાંતના મતે માત્ર ત્યાગકાળે વૈક્રિયમિશ્ર હોય છે.'
ચૌદ પૂર્વધર આહારકાદિ લબ્ધિધર મુનિઓ તીર્થંકરદેવની ઋદ્ધિ આદિના દર્શનનિમિત્તે જે શરીર બનાવે છે તેની સંપૂર્ણ રચના થયા બાદ તેનો ત્યાગ ન કરે ત્યાં સુધી આહારક અને એ જ શરીરના પ્રારંભ તથા ત્યાગકાળે તેમજ સિદ્ધાંતના મતે માત્ર ત્યાગકાળે આહારકમિશ્ર હોય છે.
દરેક જીવોને વિગ્રહગતિમાં, ઉત્પત્તિના પ્રથમ સમયે અને કેવળી-ભગવંતોને કેવળી સમુદ્ધાતમાં ત્રીજા-ચોથા તથા પાંચમા સમયે કાર્મણ હોય છે. અન્ય કાળે પણ કાર્યણશરીર હોય છે, પરંતુ તેની અપ્રધાનતા હોવાથી વિવક્ષા કરવામાં આવી નથી. આ શરીર હોય તો જ બીજાં શરીરો ઉત્પન્ન થાય છે. માટે જ આ શરીર સર્વ શરીરોનું અને ભવનું પણ મૂળ કારણ છે. એક ભવથી બીજા ભવમાં જતાં પણ આ શરીર હોય છે, પરંતુ તે અતિસૂક્ષ્મ હોવાથી ચર્મચક્ષુથી જોઈ શકાતું નથી,
અન્યત્ર તૈજસ શરીર પણ આવે છે પરંતુ તે અનાદિકાળથી કાર્મણશરીરની સાથે જ હોય