Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમહાર
च च पुमित्थिवेए सव्वाणि नपुंससंपराए । किण्हाइतिगाहारगभव्वाभव्वे य मिच्छे य ॥२४॥ चत्वारि चत्वारि पुंस्त्रीवेदे सर्व्वाणि नपुंसकसंपरायेषु । कृष्णादित्रिकाहारक भव्याभव्ये च मिथ्यादृष्टौ च ॥ २४ ॥ અર્થ—પુરુષ અને સ્ત્રીવેદમાં ચાર ચાર; નપુંસકવેદ કષાય, કૃષ્ણાદિ ત્રણ લેશ્યા, આહારક, ભવ્ય, અભવ્ય અને મિથ્યાત્વમાં સઘળાં જીવસ્થાનો ઘટે છે.
૭૧
ટીકાનુ—પુરુષવેદ અને સ્ત્રીવેદમાં અપર્યાપ્ત પર્યાપ્ત અસંશીપંચેન્દ્રિય અને સંશીપંચેન્દ્રિયરૂપ ચાર ચાર જીવભેદો હોય છે. જોકે અસંજ્ઞીપર્યાપ્ત અપર્યાપ્ત એ બંને જીવોમાં માત્ર નપુંસક વેદજ કહ્યો છે. ભગવતીજીમાં કહ્યું છે કે, ‘હે પ્રભો ! અસંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચો શું સ્ત્રીવેદી છે ? પુરુષવેદી છે ? કે નપુંસકવેદી છે ? હે ગૌતમ ! સ્ત્રીવેદી નથી, પુરુષવેદી નથી પરંતુ અવશ્ય નપુંસકવેદી છે. છતાં અહીં પુરુષવેદ અને સ્ત્રીવેદ જે કહ્યા છે, તે તેઓમાં માત્ર સ્ત્રી અને પુરુષનો આકાર હોય છે, તે આશ્રયી કહ્યા છે. ભાવથી તો નપુંસકવેદ એક જ હોય છે. મૂળ ટીકામાં કહ્યું છે કે, ‘જોકે અસંજ્ઞી પર્યાપ્ત અપર્યાપ્ત નપુંસકવેદી છે, છતાં માત્ર સ્ત્રીપુરુષલિંગના આકાર આશ્રયીને સ્ત્રીવેદી પુરુષવેદી કહ્યા છે.' તથા નપુંસકવેદ, ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાય, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, આહારક, ભવ્ય, અભવ્ય, ચ શબ્દથી અસંયમ અને મિથ્યાર્દષ્ટિ એ તેર માર્ગણામાં સઘળાં જીવસ્થાનો ઘટે છે. કારણ કે સઘળા જીવોમાં આ સઘળા ભાવોનો સંભવ છે. ૨૪.
तेउलेसासु दोन संजमे एक्कममणहारे ।
सन्नी सम्मंमि य दोन्नि सेसयाइं असंनिम्मि ॥ २५ ॥
तेजोलेश्यादिषु द्वे संयमे एकमष्टावनाहारे ।
संज्ञिनि सम्यग्दृष्टौ च द्वे शेषकाण्यसंज्ञिनि ॥ २५ ॥
અર્થ—તેજો આદિ ત્રણ લેશ્યામાં બે, સંયમમાં એક, અણાહારમાં આઠ, સંજ્ઞી અને સમ્યક્ત્વમાં બે અને અસંજ્ઞીમાં બાકીનાં જીવસ્થાનકો હોય છે.
ટીકાનુ—તેજો પદ્મા અને શુક્લલેશ્યામાં અપર્યાપ્ત પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયરૂપ બે જીવસ્થાનકો હોય છે. અહીં અપર્યાપ્તા કરણથી લેવાના છે. કારણ કે લબ્ધિ અપર્યાપ્તાને તો કૃષ્ણ આદિ ત્રણ લેશ્યા જ હોય છે. તથા ગાથાના ઉત્તરાર્ધમાં મૂકેલ ‘ચ' શબ્દ એ નહિ કહેલ અર્થનો સમુચ્ચાયક હોવાથી તેજોલેશ્યા માર્ગણામાં કરણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયો પણ ગ્રહણ કરવા. કારણ કે ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવો બાદર પર્યાપ્ત પૃથ્વી, અર્પી અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તે સઘળા દેવોને તેજોલેશ્યા હોય છે. દેવો જે લેશ્યાના પરિણામે મરણ પામે છે તે લેશ્યાના પરિણામે આગલી ગતિમાં ઉતપન્ન થાય છે, એટલે કે ભવાંતરમાં પોતાના ભવની લેશ્યા સાથે લઈ જાય છે. કહ્યું છે કે, જે લેશ્યાએ મરણ પામે છે તે લેશ્યાએ જ ભવાંતરમાં ઉત્પન્ન થાય છે.' તેથી બાદર એકેન્દ્રિય પૃથ્વી, અર્ અને પ્રત્યેક