Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમહાર
આહાકકાયયોગ સહિત કરતાં અગિયાર યોગ અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. અપ્રમત્ત ગુણસ્થાનકે કોઈપણ લબ્ધિનો પ્રયોગ કરતા નથી, પરંતુ છઠ્ઠ વૈક્રિય કે આહારક લબ્ધિ ફોરવી અપ્રમત્તે જાય, તો બંનેના શુદ્ધયોગનો સંભવ છે, મિશ્રનો નહિ. લબ્ધિ કરતી અને છોડતી વખતે પ્રમત્ત હોય છે, કે જે વખતે મિશ્રયોગનો સંભવ છે. તથા તે પૂર્વોક્ત નવ યોગ સાથે વૈક્રિય વૈક્રિયમિશ્ર સહિત કરતાં અગિયાર યોગ દેશવિરતિ ગુણઠાણે હોય છે. વૈક્રિયલબ્ધિ સંપન્ન મનુષ્ય તિર્યંચને તે બંને યોગો ઘટે છે. તે પાંચમે ગુણઠાણે કહેલા અગિયાર યોગ સાથે આહારક આહારકમિશ્ર યોગ જોડતાં તેર યોગ પ્રમત્ત ગુણઠાણે હોય છે. અહીં વૈક્રિય અને આહારકલબ્ધિસંપન્ન મુનિઓને વૈક્રિયદ્ધિક અને આહારકદ્ધિક સંભવે છે. ૧૭.
अज्जोगो अज्जोगी सत्त सजोगंमि होंति जोगा उ । दो दो मणवइजोगा उरालदुगं सकम्मइगं ॥ १८ ॥
अयोगो अयोगी सप्त सयोगिनि भवन्ति योगास्तु | द्वौ द्वौ मनोवाग्योगावौदारिकद्विकं सकार्मणम् ॥१८॥
૬૭
અર્થ—અયોગી ભગવાન યોગ રહિત છે. સયોગી ગુણઠાણે બે મનના, બે વચનના, ઔદારિકદ્ધિક, અને કાર્પણ એમ સાત યોગ હોય છે.
વિવેચન—અયોગીકેવળી ગુણસ્થાનકે સૂક્ષ્મ કે બાદર કોઈપણ યોગ હોતા નથી, કેમ કે અયોગી અવસ્થાનું કારણ યોગનો અભાવ જ છે. તથા સયોગી કેવળી ગુણસ્થાનકે સત્યમનોયોગ, અસત્યઅમૃષામનોયોગ, સત્યવચનયોગ, અસત્યઅમૃષાવચનયોગ, ઔદારિકકાયયોગ, ઔદારિકમિશ્ર કાયયોગ, અને કાર્યણકાયયોગ એ સાત યોગો હોય છે. તેમાં ઔદારિકમિશ્ર સમુદ્ધાતમાં બીજે, છઠ્ઠ અને સાતમે સમયે, અને કાર્પણ ત્રીજે, ચોથે અને પાંચમે સમયે હોય છે, બાકીના યોગો માટે ગુણસ્થાનકના સ્વરૂપમાં કહ્યું છે, તે પ્રમાણે સમજી લેવું. ૧૮.
આ પ્રમાણે ગુણસ્થાનકોમાં યોગો ઘટાવી હવે ઉપયોગો ઘટાવે છે— अचक्खुचक्खुदंसणमन्त्राणतिगं च मिच्छसासाणे । विरयाविर सम्मे नाणतिगं दंसणतिगं च ॥१९॥
अचक्षुश्चक्षुर्दर्शने अज्ञानत्रिकं च मिथ्यादृष्टिसास्वादने । विरताविरतौ सम्यग्दृष्टौ ज्ञानत्रिकं दर्शनत्रिकं च ॥१९॥
અર્થમિથ્યાદષ્ટિ અને સાસ્વાદને અજ્ઞાનત્રિક, ચક્ષુર્દર્શન અને અચક્ષુર્દર્શન એ પાંચ ઉપયોગો હોય છે. સમ્યગ્દષ્ટિ અને દેશવિરતગુણઠાણે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન એ છ ઉપયોગો હોય છે.
ટીકાનુ—મિથ્યાદષ્ટિ અને સાસ્વાદન એ બે ગુણઠાણે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન, ચક્ષુર્દર્શન અને અચક્ષુર્દર્શન એ બે દર્શન, એમ પાંચ ઉપયોગો હોય છે. જેમ અવિધજ્ઞાનનો ઉપયોગ મૂકતા અવધિજ્ઞાનીને પ્રથમ સામાન્ય જ્ઞાનરૂપ અવિધદર્શન થાય