Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૬૦
પંચસંગ્રહ-૧
કર્મની સ્થિતિ પોતાના આયુથી સંખ્યાતગુણી થઈ, અને રસ તો હજી પણ અનંતગુણ જ છે. હવે ચોથે સમયે ક્ષય થતા અવશિષ્ટ સ્થિતિ, અને અવશિષ્ટ રસના બુદ્ધિ વડે અનુક્રમે સંખ્યાતા, અને અનંતા ભાગ કરવા. તેમાંથી એક એક ભાગ શેષ રાખી બાકીના સ્થિતિના સંખ્યાતા ભાગોને અને રસના અનંતા ભાગોને પાંચમા આંતરાના સંહાર સમયે હણે છે. આ પ્રમાણે સમુદ્ધાતના પહેલા ચાર સમય પર્યંત પ્રતિસમય જેટલી સ્થિતિ અને જેટલો રસ હોય, તેના અનુક્રમે અસંખ્યાતા અને અનંતા ભાગ કરી, એક એક ભાગ રાખી, બાકીના અસંખ્યાતા અને અનંતા ભાગોને હણે છે, અને ચોથા સમયે જે સ્થિતિ અને જે રસ સત્તામાં હોય, તેના સંખ્યાતા અને અનંતા ભાગ કરી, એક ભાગ રાખી, શેષ સંખ્યાતા અને અનંતા ભાગોનો પાંચમા સમયે ઘાત કરે છે. અહીંથી આગળ છઠ્ઠા સમયથી આરંભી સ્થિતિકંડક અને રસકંડકનો અંતર્મુહૂર્તકાળે નાશ કરે છે, એટલે કે પાંચમા સમયે ક્ષય થયા બાદ જે સ્થિતિ અને જે રસની સત્તા શેષ હોય તેના અનુક્રમે સંખ્યાતા અને અનંતા ભાગ કરી, પ્રત્યેકનો એક એક ભાગ રાખી, બાકીના સ્થિતિના અસંખ્યાતા અને રસના અનંતા ભાગોને ક્ષય કરવાનો પ્રયત્ન કરે, કેટલોક ભાગ છઠ્ઠા સમયે, ' કેટલોક ભાગ સાતમા સમયે, એમ સમયે સમયે ક્ષય કરતાં, અંતર્મુહૂર્તકાળે સઘળા સંખ્યાતા અને અનંતા ભાગોને હણે છે. વળી જે સ્થિતિ અને રસ રહે, તેના સંખ્યાતા અને અનંતા ભાગ કરી, એક ભાગ રાખી, બાકીના સંખ્યાતા અને અનંતા ભાગોને અંતર્મુહૂર્ત કાળે ક્ષય કરે છે. આ પ્રમાણે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત કાળે સ્થિતિઘાત અને રસઘાત કરતો કરતો ત્યાં સુધી જાય કે સયોગી કેવળી ગુણસ્થાનનો ચરમ સમય આવે. સમુદ્દાતના છઠ્ઠા સમયથી સયોગી કેવળી ગુણસ્થાનના ચરમ સમય સુધીના કાળમાં અંતર્મુહૂર્વકાળવાળા અસંખ્યાતા સ્થિતિઘાત અને ૨સઘાત થાય છે અને વેદનીયાદિ ત્રણ કર્મની સ્થિતિ પણ આયુની સમાન થાય છે, એમ સમજવું. આ સમુદ્દાતનો વિધિ આવશ્યક ચૂર્ણિને અનુસરીને કહ્યો છે. જે કેવળી મહારાજને વેદનીયાદિ ત્રણ કર્મ આયુની સમાન સ્થિતિવાળા હોય, તે સમુદ્દાત કરતા નથી. ભગવાન આર્યશ્યામ મહારાજે પન્નવણા સૂત્રમાં કહ્યું છે કે, ‘જે કેવળી મહારાજને પ્રદેશ અને સ્થિતિ વડે આયુની તુલ્ય ભવોપગ્રાહી વેદનીયાદિ ત્રણ કર્મો હોય, તે કેવળીઓ સમુદ્દાત કરતા નથી: સમુદ્દાત કર્યા વિના અનંતા કેવલી જિનેશ્વરો જરા અને મરણથી રહિત થઈને, શ્રેષ્ઠ મોક્ષગતિમાં ગયા છે.’ સમુદ્દાત કરીને, અથવા કર્યા વિના, લેશ્યાના નિરોધ માટે, અને યોગ નિમિત્તે થતા બંધનો નાશ ક૨વા માટે યોગનો રોધ અવશ્ય કરે છે. કહ્યું છે કે, ‘લેશ્યાના નિરોધને અને યોગ નિમિત્તે થતા સમય સ્થિતિ પ્રમાણ બંધના નિરોધને ઇચ્છતા કેવળી મહારાજા યોગનો રોધ કરે છે. ૧. જો સમયે સમયે કર્મનું ગ્રહણ કરે તો બંધની પરંપરા ચાલુ રહેવાથી કોઈનો મોક્ષ ન થાય. જોકે પૂર્વે બાંધેલાં કર્મોની સ્થિતિનો નાશ થવાથી તેનાથી તો છૂટો થાય છે. ૨. નોકર્મરૂપ યોગ દ્રવ્ય વડે— મન વચન અને કાયાનાં પુદ્ગલો વડે જીવનો વીર્યવ્યાપાર થાય છે. જ્યાં સુધી તે યોગદ્રવ્યની હયાતિ છે, ત્યાં સુધી સમય સ્થિતિ પ્રમાણ કર્મનો બંધ પણ સિદ્ધ છે.' ૩. આ શ્લોકમાં બંધની
૧. અત્યાર પહેલાં એક-એક સ્થિતિઘાત અને એક-એક રસઘાત કરતા અંતર્મુહૂર્ત ટાઇમ થતો હતો, અહીં સમુદ્દાતના માહાત્મ્યથી પહેલા પાંચ સમય પર્યંત જેટલી સ્થિતિ અને જેટલા રસનો ઘાત થાય છે તેને એક-એક સમય જ થાય છે. છઠ્ઠા સમયથી થતા સ્થિતિઘાત અને રસઘાતને અંતર્મુહૂર્ત ટાઇમ થાય છે.