Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૮
પંચસંગ્રહ-૧ જ્ઞાનાવરણીયાદિ સાતે કર્મો સમયે સમયે બંધાયાં કરે છે, આયુષ તો પોતાના ભવના આયુના . ત્રીજે ભાગે નવમે ભાગે આદિ નિશ્ચિત કાલે જ બંધાય છે, પરંતુ સમયે સમયે બંધાતું નથી. આ પ્રમાણે બંધની વિચિત્રતાના નિયમમાં જેમ સ્વભાવ સિવાય કોઈ હેતુ નથી. તેમ વેદનીયાદિ કર્મની ધૂન કે સમાન આયુ હોવામાં જીવસ્વભાવ વિશેષ જ કારણ છે. સિવાય કોઈ હેતુ નથી. ભાષ્યકાર મહારાજ કહે છે કે, “અસમાન સ્થિતિવાળાં કર્મોમાં એવો શું નિયમ છે કે આવું જ થોડું હોય? પરંતુ આયુકર્મથી બીજાં કર્મ અલ્પ સ્થિતિવાળાં ન હોય ? ઉત્તરમાં કહે છે કે, જેમ તે કર્મનો અધ્રુવબંધ થવામાં જીવસ્વભાવ કારણ છે, તેમ આયુની સ્થિતિ અલ્પ હોવામાં જીવસ્વભાવ જ કારણ છે.”
આયોજિકાકરણ કર્યા પછી જે કેવળી મહારાજને આઉખાથી વધારે સ્થિતિવાળા વેદનીયાદિ કર્મો હોય, તેને સમ કરવા સમુદ્દાત કરે છે. ત્યારે સમુદ્યાત એટલે શું? તેના ઉત્તરમાં કહે કે–“સ–પુનર્વન' ફરી વાર ઘાત ન કરવો પડે તેવી રીતે ‘ઉત્-૩~ાવજોન', અધિકતાયે પતિ: વેનીયાર્મિri વિનાશઃ મિન ઋવિશેષ સ સમુદ્યત:' વેદનીયાદિ કર્મોનો ' વિનાશ જે ક્રિયાવિશેષમાં થાય તે ક્રિયાવિશેષને સમુદ્દાત કહેવાય. એટલે કે ફરી વાર ઘાત ન કરવો પડે તેવી રીતે ઘણા કાળ પર્યત ભોગવવા યોગ્ય વેદનીયાદિ કર્મોને શીઘ વિનાશ જે ક્રિયામાં થાય તે ક્રિયાવિશેષને સમુદ્યાત કહેવાય છે. તે સમુદ્યાત કરતો આત્મા પહેલા સમયે જાડાઈ વડે પોતાના શરીર પ્રમાણ અને ઊર્ધ્વ અધોલોકાંત પ્રમાણ પોતાના આત્મપ્રદેશનો દંડ કરે છે—બનાવે છે, બીજે સમયે પોતાના પ્રદેશોને પૂર્વ પશ્ચિમ અથવા દક્ષિણ ઉત્તરમાં કપાટરૂપે કરે છે, ત્રીજે સમયે મંથન-રતૈયારૂપે કરે છે, ચોથે સમયે જે આંતરાઓ રહ્યા હોય, તે સંપૂર્ણ ચૌદ રાજલોક વ્યાપી આત્મા થાય છે, પાંચમે આંતરાનો સંહાર કરે છે, છ સમયે મંથાનનો સંહાર કરે છે. સાતમે સમયે કપાટનો સંહાર કરે છે, અને આઠમે સમયે દંડનો સંહાર કરી આત્મા શરીરસ્થ થાય છે. આ પ્રમાણે આઠ સમય પ્રમાણ કેવળી સમુદ્યાત કરે છે. તેમાં દંડ સમય પહેલા વેદનીય, નામ અને ગોત્રકર્મની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે સ્થિતિ હતી, તેના બુદ્ધિ વડે અસંખ્યાતા ભાગ કરી, તેમાંનો એક અસંખ્યાતમો ભાગ બાકી રાખી બાકીના અસંખ્યાતા ભાગ પ્રમાણ સ્થિતિનો દંડ સમયે આત્મપ્રદેશને દંડરૂપે કરતો આત્મા એક સાથે હણે છે, અને પહેલા ત્રણ કર્મનો જે રસ હતો, તેના અનંતા ભાગ કરવા તેમાંથી દંડસમયે અસાતવેદનીય, પ્રથમ વર્જ સંસ્થાનપંચક, પ્રથમ વર્ષ સંઘયણપંચક, અપ્રશસ્ત વર્ણાદિ ચતુષ્ક, ઉપઘાત, અપ્રશસ્ત વિહાયોગતિ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ-કીર્તિ, અને નીચૈર્ગોત્રરૂપ પચીસ અશુભ પ્રકૃતિઓના અનંતા ભાગ
૧. કેવળી સમુદ્રઘાત કરતો આત્મા પહેલા સમયે જાડો પહોળો શરીર પ્રમાણ અને ઊંચો ઊર્ધ્વલોકથી અધોલોક પર્યત આત્મપ્રદેશનો દંડ કરે છે. બીજે સમયે આખા દંડમાંથી પૂર્વ પશ્ચિમ અથવા ઉત્તર દક્ષિણ લોકના છેડા સુધી આત્મ-પ્રદેશને લાવી કપાટરૂપે કરે છે, ત્રીજે સમયે બીજે સમયે પૂર્વ પશ્ચિમ રેલાયા હોય તો ઉત્તર દક્ષિણ. અને બીજે સમયે ઉત્તર દક્ષિણ લાયા હોય તો પૂર્વ પશ્ચિમ લોક પર્યત આખા કપાટમાંથી આત્મપ્રદેશ ફેલાવી મંથાનરૂપે કરે છે. ચોથે સમયે જે લોકનો માત્ર અસંખ્યાતમો ભાગ આત્મપ્રદેશ વિનાનો રહ્યો છે, તેમાં આત્મ-પ્રદેશ લાવી, આંતરાનો ભાગ પૂર્ણ કરી, ચૌદ રાજલોક વ્યાપી થાય છે.