Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમદાર
૫૭
આદિ ભવમાં જ અનુભવ થઈ શકે નહિ. કારણ કે બાંધેલી તે તે ગતિઓનો વિપાકોદય પોતપોતાના ભવને અધીન છે, એટલે કે જે જે ગતિલાયક કર્મો બાંધ્યાં હોય તે તે ગતિમાં આત્મા જાય ત્યારે જ તેનો વિપાકોદય થાય છે, અન્યથા થતો નથી. હવે જે જે ભવયોગ્ય કર્મો ઉપાર્જન કર્યા છે, તે તે ભવમાં અનુક્રમે જવા વડે તે તે ભવયોગ્ય કર્મનો અનુભવ થાય તો કોઈ નરકાદિ યોગ્ય કર્મ બાંધી નરકમાં જાય, ત્યાં ચારિત્રનો અભાવ હોવાથી ઘણાં કર્મો બાંધે, તેઓને વળી જે ભવયોગ્ય બાંધ્યાં હોય ત્યાં જઈ અનુભવે, વળી ત્યાં કોઈ ને કોઈ ગતિ યોગ્ય બાંધે, તેને તે તે ગતિમાં જઈ અનુભવે, આ પ્રમાણે તે તે ગતિમાં અનુભવ થવાથી કોઈ પણ આત્માનો મોક્ષ ક્યાંથી થાય? કોઈ પણ ભવમાં કોઈ પણ યોગ્ય કર્મ ન બાંધે એમ તો બનતું જ નથી; કેમકે આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં દરેક આત્માઓ પ્રતિસમય કોઈ ને કોઈ ગતિયોગ્ય કર્મ બાંધે જ છે, માટે રસોદય દ્વારા જ સઘળાં કર્મો અનુભવવાં જોઈએ એવો નિયમ ન સમજવો. અને પ્રદેશોદય દ્વારા અવશ્ય અનુભવવા યોગ્ય છે એમ સ્વીકારવું જોઈએ. આ પ્રમાણે સ્વીકાર કરતાં કોઈ દોષ પ્રાપ્ત થતો નથી.
પ્રશ્ન–દીર્ઘકાળ સુધી ફળ આપે એવી રીતે બાંધેલા કર્મને વિશિષ્ટ અધ્યવસાયરૂપ ઉપક્રમ વડે શીધ્ર અનુભવતાં કૃતનાશ દોષ આવતો નથી, એમ જે ઉપર કહ્યું, તે બરાબર નથી. કારણ કે જે વેદનીયાદિ કર્મ બાંધ્યું છે, તે તો દીર્ઘકાળ પર્યત ફળ આપે એ રીતે બાંધ્યું છે, તેને વિશિષ્ટ પરિણામ રૂપ ઉપક્રમ વડે શીધ્ર અનુભવે છે, તો તે રીતે અનુભવતાં કૃતનાશ દોષ કેમ ન આવે ? જેટલી સ્થિતિવાળું બાંધ્યું છે ત્યાં સુધી તો અનુભવતો નથી.
- ઉત્તર–તમે જે દોષ આપ્યો તે પણ અસત્ છે. કારણ કે તથા પ્રકારના વિશિષ્ટ અધ્યવસાયના વશથી ઉપક્રમ લાગી શકે એ જ પ્રકારે બંધ સમયે કર્મ બાંધ્યું છે, એટલે જ શીધ્ર અનુભવતાં કૃતનાશ દોષ આવતો નથી. વળી જિનવચનોને પ્રમાણભૂત માનીને પણ વેદનીયાદિ કર્મોને ઉપક્રમ માનવો જોઈએ. ભાષ્યકાર ભગવાનું કહે છે કે, “જેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને , ભાવરૂપ હેતુઓને આશ્રયીને કર્મનો ઉદય ક્ષય ક્ષયોપશમ ઉપશમ વગેરે થાય છે એમ માનીએ છીએ, તેમ તે જ હેતુઓને આશ્રયી કર્મમાં ઉપક્રમ પણ સ્વીકારવો જોઈએ, એ યુક્ત છે.” આ પ્રમાણે કર્મના નાશના જેમ હેતુઓ છે, તેમ મોક્ષના નાશના કોઈ હેતુઓ નથી, જેથી મોક્ષમાં અનાશ્વાસ અવિશ્વાસનો પ્રસંગ આવે. કારણ કે મોક્ષમાં જનારા આત્માઓએ મોક્ષનો અભાવ થવાના રાગદ્વેષાદિ હેતુઓનો જ સર્વથા નાશ કર્યો છે. તેથી તમે વેદનીયાદિ કર્મની જેમ કરેલા કર્મક્ષયનો પણ નાશ થાય ઈત્યાદિ જે કહ્યું તે અયોગ્ય છે એમ નિશ્ચિત થયું.
પ્રશ્ન–એવો શું નિયમ છે કે આયુકર્મથી વેદનીય નામ અને ગોત્ર કર્મ જ વધારે સ્થિતિવાળા હોય છે ? પરંતુ કોઈ કાળે વેદનીયાદિથી આયુ વધારે સ્થિતિવાળું ન હોય ?
ઉત્તર–જીવસ્વભાવ એ જ અહીં કારણ છે. આવા પ્રકારનો જ આત્માનો પરિણામ છે, કે જે વડે વેદનીયાદિ કર્મની સમાન અથવા ન્યૂન જ આયુ હોય છે, પરંતુ કોઈ કાળે વેદનીયાદિ કર્મથી વધારે હોતું નથી. જેમ આયુકર્મના અધ્રુવ બંધમાં જીવસ્વભાવ કારણ છે. આયુકર્મ વિના
૧. ઉપક્રમ-નાશ, નાશનો હેત. પંચ૦૧-૮