Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમવાર
પ્રમાણ રસને હણે છે, અને એક અનંતમો ભાગ શેષ રાખે છે. તે જ સમયે સાતાવેદનીય, દેવદ્રિક, મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, શરીર પંચક, અંગોપાંગત્રય, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, પ્રશસ્ત વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, આતપ, ઉદ્યોત, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીર્તિ, નિર્માણ, તીર્થકર, અને ઉઐર્ગોત્રરૂપ ઓગણચાળીસ પ્રકૃતિઓના રસને પાપપ્રકૃતિઓના રસમાં પ્રવેશ કરાવવા વડે– સંક્રમાવવા વડે નાશ કરે છે. આ પ્રમાણે પુણ્યના રસનો પાપરૂપે પરિણામ સમુદ્યાતના માહાભ્ય–સામર્થ્યથી થાય છે. તથા પહેલા સમયે જે અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિ અને અનંતમા ભાગ પ્રમાણ રસ શેષ હતો, તેના બુદ્ધિ વડે અનુક્રમે અસંખ્યાતા અને અનંતા ભાગ કરવા. તેમાંથી એક એક ભાગ શેષ રાખી. બાકીના સ્થિતિના અસંખ્યાતા ભાગોને, અને રસના અનંતા ભાગોને બીજા કપાટ સમયે એક સાથે હણે છે. અહીં પણ પ્રથમ સમયની જેમ અપ્રશસ્ત પ્રકૃતિઓના રસમાં પ્રવેશ કરાવવા વડે–સંક્રમાવવા વડે પ્રશસ્ત પ્રકૃતિઓના રસનો ક્ષય કરે છે. તથા બીજે સમયે ક્ષય થતા બાકી રહેલી સ્થિતિના અને અવશિષ્ટ રસના વળી બુદ્ધિ વડે અનુક્રમે અસંખ્યાતા અને અનંતા ભાગ કરવા, તેમાંથી એક એક ભાગ રાખી બાકીના સ્થિતિના અસંખ્યાતા ભાગોને અને રસના અનંતા ભાગોને, ત્રીજા મંથાન સમયે એક સાથે હણે છે. અહીં પણ પુણ્ય પ્રકૃતિઓના રસને પાપપ્રકૃતિઓના રસમાં સંક્રમાવી ક્ષય કરે છે. તથા ત્રીજે સમયે અવશિષ્ટ સ્થિતિના અસંખ્યાતમા ભાગના અને રસના અનંતમા ભાગના બુદ્ધિ વડે અનુક્રમે અસંખ્યાતા અને અનંતા ભાગ કરવા. તેમાંથી ચોથે સમયે સ્થિતિના અસંખ્યાતા ભાગ હણે છે, એક ભાગ બાકી રાખે છે. રસના અનંતા ભાગ હણે છે, એક બાકી રાખે છે. પુણ્ય પ્રવૃતિઓના રસનો ક્ષય પણ પૂર્વની જેમ જ થાય છે. આ પ્રમાણે પ્રતિસમય સ્થિતિઘાતાદિ કરતા ચોથે સમયે પોતાના પ્રદેશ વડે જેમણે સંપૂર્ણ લોક પૂર્ણ કર્યો છે, એવા કેવળી ભગવાનને વેદનીયાદિ ત્રણ
૧. કર્મગ્રંથના મતે આતપ અને ઉદ્યોત નવમા ગુણસ્થાનકના બીજા ભાગે સત્તામાંથી જાય છે, છતાં અહીં પ્રશસ્ત ૩૯ પ્રકૃતિઓમાં તે બંનેયનું ગ્રહણ આવશ્યક નિર્યુક્તિકારાદિના અભિપ્રાયે કરેલ છે. તેઓના મતે આ બંને પ્રકૃતિઓ અયોગીના દ્વિચરમ સમયે સત્તામાંથી જાય છે. તેમ જ આવશ્યક નિર્યુક્તિકારાદિના અભિપ્રાયે અપ્રશસ્ત વિહાયોગતિ અને અપર્યાપ્ત નામકર્મ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે સત્તામાંથી જાય છે છતાં અપ્રશસ્ત પચીસ પ્રવૃતિઓમાં તે બંનેયનું ગ્રહણ કર્મગ્રંથના અભિપ્રાયે કરેલ છે. કર્મગ્રંથના મતે આ બંને પ્રકૃતિઓ અયોગીના કિચરમ સમયે સત્તામાંથી જાય છે.
આ સમુદ્યતનું સ્વરૂપ ટીકાકાર મલયગિરિજી મહારાજાએ આવશ્યક ચૂર્ણિને અનુસરીને કહ્યું છે, અને આવશ્યક ચૂર્ણિમાં એક સ્થળે આતપ-ઉદ્યોતના પ્રહણથી અને અન્ય સ્થળે અપ્રશસ્ત વિહાયોગતિ તથા અપર્યાપ્ત નામકર્મના ગ્રહણથી આવશ્યક ચૂર્ણિકાર મહર્ષિએ બંને મતો જણાવ્યા હોય તેમ લાગે છે. તત્ત્વ કેવલીગમ્ય.
૨. અહીં પૂન્ય પ્રકતિઓના રસને પાપપ્રકતિઓના રસમાં સંક્રમાવી ક્ષય કરે છે. એ વાત કહી છે. અને તેની અંદર કારણ સમુઘાતનું માહાત્મ-સમુદ્યાતનું સામર્થ્ય બતાવ્યું છે એટલે સમુદ્રઘાતના સામર્થ્યથી પુન્યનો રસ પાપરૂપે પરિણામ પામે છે, અને કોઈપણ પતગ્રહ વિના પ્રવૃતિઓનાં દલિકો પાપ પ્રકૃતિઓમાં સંક્રમે છે. કારણ કે એકલો રસ તો ગુણરૂપ હોવાથી સંક્રમી શકે નહિ, એટલે રસયુક્ત દલિકો જ સંક્રમે છે.