Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર |
વર્ષ - ૨
(પાક્ષિક) |
BNઆશકોન્ડા
હોલસાકે :
શ3ીસાગરા
: પ્રકાશક : સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિ
જંબૂદ્વીપ જૈન પેઢી પાલીતાણા - ૩૬૪૨૭૦,
: સંપાદક
પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી
મ.સા.
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂ.આગમોદ્ધાક તથા તેઓશ્રીની આ
5 -
1
વિદ્વત કુલ મંડન શ્રુતસ્થવિર
પ્રથમ ગચ્છાધિપતિ
*િભા. શી માહિક
ઝવેરસાગર
Gશ્વરજી મ.સી*
રજી મ.સા...
શ્વસાગર
આગમોદ્ધારક પૂ.આ.
ર
B8%
Ni
શાસન સુભટ
Booood
વિદ્વાન બી
ઉપાધ્યાય )
'IRZ'le Roald
શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.
શ્રી મહોદયસા.
Page #3
--------------------------------------------------------------------------
________________
નવાણીને સુરક્ષીત રાખતારા પૂજ્યો
પ્રૌઢ પ્રતાપી
ગચ્છાધિપતિ
8- આ. શ્રી ચ
જી મ.સા.
1. શીહેમસા
પૂ. આ. શ્રી
સરીશ્વરજી
ગરસૂરીશ્વર
શ્વરજી મહારા
66వంద
જંબૂઢીપ પ્રણેતા
પૂ.આ.ભગવંત
છે. પં. ગુરૂદેવ
જી હંસસાગર,
Bl Walau
મ.સા.
ગરસૂરીશ્વરજી
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધય
- વર્ષ -
(પાક્ષિક)
વાણોદ્ધારકશ્રી
ગૌસૂરીશ્વરજીકાણી
8 પ્રકાશક : સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિ
જંબૂદ્વીપજેન પેઢી પાલીતાણા ૩૬૪૨૯૦
? સંપાદક :
પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી
મ.સા.
Page #6
--------------------------------------------------------------------------
________________
-: પ્રાપ્તિ સ્થાન :શ્રી જંબૂઢીપ વર્ધમાન જૈન પેઢી
આગમોદ્ધારક પ્રતિષ્ઠાના તળેટી રોડ, પાલીતાણા-૩૬૪૨૭૦
C/o સેવંતિભાઈ શાંતિલાલ શાહ ટે. નં.:૨૩૦૭ – ૪૨૦૨૨
છાણી (વડોદરા) પીન : ૩૯૦૭૪૦
ટે. નં.: ૭૭૧૯૯૪
અશોકભાઈ સૂરજમલ શાહ
ન્યુ ગુજરાત ટ્રેડીંગ કાં. બહુઆની પોળ, રાયપુરચકલા, અમદાવાદ-૧.
ટે. નં. : (ઓ.) ૨૧૪૭૧૭૨
આગમોદ્ધારક સંસ્થા આગમ મંદિર રોડ,
ગોપીપુરા, સૂરત, પીન : ૩૯૫૦૦૧
ગોડીજી જૈન દેરાસર ૧૨ - પાયધૂની, વિજયવલ્લભ ચોક,
મુંબઈ - ૪૦૦૦૦૨.
શ્રી ગઢષભદેવ કેશરીમલ જૈન શ્વે. પેઢી|
બજાજ ખાના, રતલામ (મ.પ્ર.) પીન : ૪૫૭૦૦૧
ગઢષભદેવ છગનીરામ પેઢી. શ્રીપાલ માર્ગ, ખારાકૂવા, ઉજજૈન (મ.પ્ર.)
પીન : ૪૫૬૦૦૬ ટે. નં.: ૫૫૩૩૫૬
શ્રી સિદ્ધચક્ર માસિકના પાંચસો અંકોનું સંયુક્ત ગ્રથના
શ્રી સિદ્ધચક્ર ગ્રંથ - ભા. ૧ થી ૧૮ | કિંમત રૂ. ૪૫૦૦/
સંવત :- ૨૦પ૦ આગમોદ્ધારકશ્રીનો જન્મદિવસ છે
અષાઢ વદ અમાસ તા. ૨૦/૦/૨૦૦૧
મુદ્રક :- શ્રી જંબુદ્વીપ પ્રિન્ટ વિઝન, અમદાવાદ. ફોન - ૨૧૫૯૦૩૫ નોંધ :- આ ગ્રંથ જ્ઞાનખાતાની રકમમાંથી છપાયેલ હોવાથી ગૃહસ્થોએ જ્ઞાનખાતામાં રકમ ભરીને માલીકી કરવી.
Page #7
--------------------------------------------------------------------------
________________
| | | GP પ્રશંસનીય પ્રતાવના) ૫. ધીરજલાલ મહેતા
લેખક શ્રી “સિદ્ધચક્ર” પાક્ષિકનો પ્રારંભ તારીખ ૧૫-૧૦-૧૯૩૨ અને વિક્રમ સંવત ૧૯૮૮ના, આસો સુદ ૧૫ થી થયેલ. જેને આજે લગભગ ૬૮ વર્ષો થયેલ છે.
આ પાક્ષિક એ સામાન્ય લેખો, જાહેરાતો, આત્મપ્રશંસા કે બાહ્ય જીવનની પ્રશંસાવાળા પાક્ષિકો જેવું નથી. આ પાક્ષિક એ કોઈ અલૌકિક અને અનુપમ પાક્ષિક છે. કારણ કે તેમાં અગાધ અને અમાપ એવું અતિશય સૂક્ષ્મ શાસ્ત્રોનું અને આગમોનું જ્ઞાન ભરેલું છે. એક વાર હાથમાં લીધા પછી પુરૂ કર્યા વિના છોડવાનું મન જ ન થાય તેમ છે. એટલું જ નહી પરંતુ તેને વારંવાર વાંચવાનું જ મન થાય. વાગોળવાનું જ મન થાય. એવું રસપ્રદ જ્ઞાન આ પાક્ષિકપત્રમાં રહેલું છે.
શ્રી “સિદ્ધચક્ર” નામના આ પાક્ષિકમાં અનેક પ્રશ્નો અને ઉત્તરો રૂપે જૈન સંઘને પરમાત્માની વાણીનું પરમ પવિત્ર પાન કરાવવામાં આવ્યું છે. શાસ્ત્રોનું અધ્યયન કરતા એવા ચતુર્વિધ સંઘના જીવોને, તથા વ્યાખ્યાનાદિ દ્વારા શાસ્ત્રોનું શ્રવણ કરતા એવા ચતુર્વિધ સંઘના જીવોને જે જે પ્રશ્નો થવા સંભવિત છે. તે તે સર્વે પ્રશ્નોને સંકલિત કરીને તેના આગમગ્રન્થોના આધારે સચોટ સત્ય અને સરળ ઉત્તરો અહી આપવામાં આવ્યા છે. તથા વિવાદના વિષયના પણ કેટલાક પ્રશ્નો લખીને યુક્તિપૂર્વકના ઉત્તરો આપીને અજ્ઞાનતા દૂર કરવા માટે સુંદર પ્રયત્ન કરેલો છે.
ઘણી વખત મનમાં એવા એવા પ્રશ્નો થાય છે અને તેનાથી મુંઝવણ પણ થાય છે કે આવા પ્રશ્નો કોને પૂછવા ! સમાજ સામે નજર નાખતાં તે તે પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો મળે તેવા યોગ્ય વ્યક્તિનો અભાવ પણ દેખાય છે. પરંતુ જો મનન પૂર્વક “સિદ્ધચક્ર” પાક્ષિક આદિથી અંત સુધી વાંચી લેવામાં આવે તો લગભગ તે પ્રશ્નોના ઉત્તરો મળી જાય તેવું અગાધ જ્ઞાન આ પાક્ષિકમાં ભરેલું છે.
આ “સિદ્ધચક્ર” પાક્ષિકમાં કંડારાયેલા પ્રશ્નો અને ઉત્તરો એ સામાન્ય સાધુના નથી. પરંતુ આગમોદ્ધારક એવા હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા, આગમોના રહસ્યોના ઉંડા અભ્યાસી અને સતત ભણવા ભણાવવાની પ્રવૃત્તિથી અતિશય અનુભવી એવા શ્રી આનંદસાગરસૂરિજી મહારાજશ્રીના આ ઉત્તરો છે. જેઓનું પાછળથી ટુંકું સાગરાનંદસૂરિજી મ. અથવા સાગરજી મ. એવું નામ જૈન સમાજમાં પ્રસિદ્ધિ પામ્યું છે.
“સાગરજી” મહારાજશ્રી ખરેખર આગમશાસ્ત્રોના સાગર જ હતા કોઈ પણ આગમગ્રંથો લગભગ તેઓશ્રીને, કંઠસ્થ હતા. તે કાળે વર્તતા પ્રસિદ્ધ એવા સંઘના અગ્રગણ્ય આચાર્યો પણ મુંઝવતા પ્રશ્નોના ઉકેલ આ મહારાજશ્રી પાસેથી લેતા. અને તેથી જ સર્વે આચાર્ય મહાત્માઓની બહુમાનભરી નજર સાગરજી મ. શ્રી પ્રત્યે હતી શાસનના વિવાદવાળા પ્રશ્નોનો ઉકેલ શોધવા વારંવાર મળતી
શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી. વિજયનેમિસૂરીશ્વરજી
જ્ઞાનશાળા, અમદાવાદ-૧
Page #8
--------------------------------------------------------------------------
________________
મહાત્માઓની મીટીંગમાં અને જૈનશાસનના હિતને ધ્યાનમાં રાખીને કરાતાં અનેક મુનિસંમેલનોમાં આ મહાત્માનું પ્રભુત્વ અને અધિપતિત્વ અખંડિત રહેતું. લગભગ તમામ વ્યક્તિઓ તેઓ તરફથી મળતા ઉત્તરની બહુમાનપૂર્વક અપેક્ષા રાખતા.
શ્રી “સિદ્ધચક્ર” પાક્ષિક એ આગમો અને શાસ્ત્રોના અગાધ જ્ઞાનનો વ્યવસ્થિત સુંદર પ્રચાર કરનારૂ જ એક પેપર છે. આગમગ્રંથો ભણવાના અધિકારી જીવોને વિના પ્રયાસે આગમોનાં અમૂલ્ય રત્નો આમાંથી મળી શકે તેમ છે. આપણું આયુષ્ય થોડુ છે. બુદ્ધિ પણ થોડી છે. શાસ્ત્રો ઘણાં છે. બધા જ શાસ્ત્રો વાંચી શકાય અને ભણી શકાય એ શક્ય જ નથી. તેથી બધાં જ શાસ્ત્રો વાંચી ભણી શકાય તેમ ન હોવાથી જેઓએ વાંચ્યાં છે અને જેઓ એ બધાં શાસ્ત્રો ભણીને વિશાળ અનુભવ મેળવ્યો છે. તેઓનું વચન માખણની જેવુ હોવાથી તેને જ વારંવાર વાગોળવું. સાંભળવું અને આવા પાક્ષિકો દ્વારા વાંચવું એ જ સંસાર તરવાનો પરમોત્તમ ઉપાય છે પૂજ્યપાદ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ એવા શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજશ્રી એ આઠ દ્રષ્ટિની સજઝાયમાં કહ્યું છે કે -
‘‘શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મંન. શિષ્ટ કહે તે પ્રમાણ, મન, - સુયશ લહે એ ભાવથી, મન ન કરે જુઠ ડફાણ, મન, ઢાળ બીજી ગાથા //પી. | સાગરજી મહારાજ એ ખરેખર જ્ઞાનના સાગર જ હતા. તેઓશ્રી એ આપેલા એકેક ઉત્તરો એટલા બધા ટંકશાળી છે કે જેમાં કોઈ પણ જાતનો વિરોધ કયાંય પણ દેખાતો નથી. તેઓ જયારે વિચરતા હતા ત્યારે કેટલાક ઝંઝાવાતો પણ હતા. તેની સામે નિડરતા અને સાહસિક શક્તિ’નું ધ્યાન કરાવે છે.
(૧) સ્પૃશ્ય - અસ્પૃશ્યતાનો વિવાદ. (૨) અસ્પૃશ્યને દીક્ષા અપાય કે નહી ! (૩) બાળ દીક્ષા નો વિવાદ, બાલ્યવય વાળાને દીક્ષા અપાય કે નહી ! (૪) જન્માષ્ટમ અને ગર્ભાસ્ટમ નો વિવાદ (૫) પુષ્પોથી પૂજા કરવામાં હિંસા છે તો થાય કે નહીં ! | (૬) એકલા નિશ્ચયનયના આલંબનવાળા પક્ષોનો વિવાદ. | (૭) નવા નવા શરૂ થયેલા આશ્રમોમાંથી આવતા મારક પ્રશ્નો. ' આવા અનેકવિધ વિવાદના પ્રશ્નોના પણ સુંદર ઉત્તરો આ પાક્ષિક માં વણાયેલા છે. જેને હૈયુ ચોખ્ખું કરવું છે. નિઃસંદેહ થવું છે. મનમાં મુંઝવતા પ્રશ્નોનો જો નિકાલ જ કરવો છે. અતિશય સૂક્ષ્મ એવું શાસ્ત્રીય જ્ઞાન જો મેળવવું જ છે. અનુભવી મહાત્માઓ પાસેથી જો કંઈ પણ રત્નભૂત વસ્તુ પ્રાપ્ત કરવી જ હોય તો આ સિદ્ધચક્ર પાક્ષિક અવશ્ય વારંવાર વાંચવા જેવું છે વારંવાર વિચારવા
Page #9
--------------------------------------------------------------------------
________________
જેવું છે તેમાંથી ઘણું ઘણું મળી રહે તેમ છે.
લગભગ ૬૮ વર્ષો પૂર્વે થયેલા આ પાક્ષિકમાં ઘણો જ ઘણો શોર શખસી વાયુનો છે. તેથી જ સર્વસ્થાનોએથી તેના પુનર્મુદ્રણની જોરદાર માંગ ઉઠી છે. અલભ્ય બનેલા આ અંકોને પુનર્મુદ્રિત કરીને આ સિદ્ધચક્રમાં આવતા તમામ લેખોનું તથા ગુરુ મહારાજ શ્રી દ્વારા લખાયેલા પ્રશ્નો અને ઉત્તરો નું અત્યન્ત વ્યવસ્થિત પણે સંચય કરવાનું કપરૂ કામ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી ચંદ્રસાગર સૂરિજી મ.શ્રી. એ કર્યું હતું એટલું જ નહીં પરંતુ પ્રત્યેક પખવાડીયે સમયસર આ પાક્ષિક દરેક ને મળે અને તેને વાંચવાનો. વાંચનારા જીવોનો રસ જળવાઈ રહે તેવો અપૂર્વપ્રયત્ન પૂ. ચંદ્રસાગર સૂરિજી મ.શ્રી એ કરેલ છે. વ્યવસ્થિત લખાણ હોવાથી જ અત્યારે તેની બહુ માંગ શરૂ થઈ છે. સંઘ સમક્ષ પ્રગટ કરવાની અતિશય આવશ્યકતા હતી જ. તેવા સમયે પૂ. આચાર્ય દેવ શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી એ આ તમામ અંકોને પુનઃ પ્રકાશિત કરીને અઢાર મોટા ગ્રંથો દ્વારા પુસ્તકાકારે પ્રગટ કરવાનો જે મહાભગીરથ પ્રયાસ કર્યો છે તે ઘણો જ પ્રશંસનીય અને આવકારદાયક છે. તથા સમ્યજ્ઞાનના પ્રસારણનું પ્રધાનતમ કારણ બનશે. એમાં કોઈ શંકા નથી.
પ્રશ્નોત્તરોની સાથે સાથે પૂજ્યપાદ સાગરજી મહારાજશ્રીની અમોઘદેશના નું સુંદર સંકલન છે. આટલા મહાન શાસ્ત્રાર્થના જ્ઞાતાના એક એક બોલ અમૃતના પાન તુલ્ય છે. જેટલી આ વાણી વધારે પીવાય તેટલું વધારે વહેલું કલ્યાણ થાય તેવું આ સમ્યજ્ઞાન છે સમ્યજ્ઞાન દ્વારા વિવેક બુદ્ધિ વધે છે. વિવેક બુદ્ધિ આવવાથી હેય ઉપાદેયનું જ્ઞાન અને ગ્રહણ પણે આચરણ થાય છે. જેને સમ્યક્રચારિત્ર' કહેવાય છે. જેમ જેમ સાચી વાત સમજાતી જાય છે. અને તેના સંબંધી બધી જ શંકાઓનું નિરસન થાય છે. તેમ તેમ તેના પ્રત્યે પરમરૂચિ અને પરમપ્રીતિ પ્રગટે છે. જેને સમ્યગ્દર્શન” કહેવાય છે. અને સમ્યજ્ઞાન તથા સમ્યગ્દર્શન પૂર્વકનું આચરણ જીવને શીબ મુક્તિપદ પ્રદાયક બને છે. તેથી આ પાક્ષિકનું વારંવાર વાંચન-મનન અને શ્રવણ એ મુક્તિપ્રાપ્તિનું પરમપ્રધાનતમ કારણ વિશેષ છે.
અંતે આવું સાહિત્ય સર્જવા બદલ અને પુનર્મુદ્રિત કરીને સંઘના કરકમળમાં સમર્પણ કરવા બદલ ઉપરોક્ત સર્વે આચાર્ય ભગવંતોનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો જ છે. આવા ગ્રંથોનું મનન કરીને સર્વ આત્માઓ કલ્યાણ પામો,
એજ આશા લિ.
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામસા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત, પી.નં. નં. ૩૮પ00૮૮ ફોન . (૦૨૬૧) ૬૮૮૯૪૩
મ રીલર રિ ગ્રંથ સંગ્રહ
Page #10
--------------------------------------------------------------------------
________________
- સંપાદકની કલમ ) રળીયામણી શરદપૂર્ણિમાનાં સૌમ્ય દિવસે બહુશ્રુત આગમોધ્ધારક રુપ હિમાલય પરથી આગમવાણી રુપ ગંગાનું અવતરણ સિદ્ધચક્ર પાક્ષિક રૂપે વીર સં. ૨૪૫૮ વિ.સં. ૧૯૮૮ આજથી ૬૮ વર્ષ પૂર્વે થયું જેના સતત ૨૮ વર્ષ સુધી જિનશાસન રૂપી વિશ્વપર ધસમસતા પવિત્ર પ્રવાહથી અનેક સાધુ સાધ્વી, શ્રાવક-શ્રાવકાની આગમ જિજ્ઞાસા સપિ તૃષાથી ત્રસ્ત આત્માઓને તૃતીનું કારણ બન્યું એટલું જ નહી આ આગમગંગાનો પ્રવાહ અનેક નાની નાની નદીઓ રૂપી ગ્રંથો અને પુસ્તકોમાં આજે પણ વહી રહ્યો છે. છેગંગાનો પ્રવાહ તો એકજ દિશામાં વહી રહ્યો છે. ત્યારે આ પૂ. આગમોધ્ધારકશ્રીની આગમ વાણીનો પ્રવાહ ચારે બાજુ વહ્યો છે જૈન શાસનનો આજે વિદ્યમાન દરેક સમુદાય ગચ્છ સંપ્રદાય વર્ગમાં એવો એકેય વર્ગ શોધ્યો નહી મળે કે જેઓએ આ પૂ. આગમોધ્ધારકશ્રીની વાણીસમ ગંગાનો આસ્વાદ ન માન્યો હોય.
પૂજ્યપાદ આગમોધ્ધારકશ્રીનું સાહિત્ય જેટલું પ્રગટ થયું તેટલું હજી અપ્રગટ પેન્સીલોથી લખાયેલ સાહિત્ય પ્રગટ થવાની રાહ જોઈ રહ્યું છે. - પૂ. સાગરજી મ.ના વચનો ટંકશાળી ગણાય છે. તેઓશ્રી શું બોલ્યા ? તેઓશ્રીએ શું લખ્યું ? તેમનાં વચનો અડીખમ પથ્થર પરની લકીર જેવા સૌ ગણે છે.
અમદાવાદ જૈન નગરમાં મારા સં. ૨૦૪૯ નાં ચાતુર્માસમાં ભોજકકુલઅવતંસ પંડિત શ્રી અમૃતભાઈ વારંવાર આવતા મઝેની જ્ઞાનગોષ્ઠી થતી તેમાં તેઓએ એક અનોખો પ્રસંગ કહ્યો જેને તેજ વખતે મે નોટમાં લીપીબધ્ધ કરેલ. વાત એમ હતી કે તેરાપંથી સંપ્રદાય શ્રીભગવતિજી સૂત્રનું પ્રકાશન કરી રહી હતી તેમાં એક ન એવા સ્થાને ગોઠવાઈ ગયેલ કે કેમેય કરી અર્થ બેસે નહિ. આ ન બિનજરૂરી લાગતો હતો. મુનિઓ બેઠા, પંડિતો બેઠા, ચર્ચાઓ ચાલી પણ સાગરજીમહારાજે આ ન છાપ્યો છે માટે જરૂર કોઈ રહસ્યાર્થ હશે. જો કે તે નુ એ પ્રેસમીસ્ટીક હતી. છતાંય સાગરજીનો ન કાઢતાં ધ્રુજારી છૂટતી. આવું તો તેઓશ્રીનું આગમ વિષયક આગવું પ્રભુત્વ હતું. આગમ પ્રભાકર પૂજય મુનિ શ્રી પૂન્યવિજજી મ.સા.ના પણ પૂ. સાગરજી મ. પ્રત્યેની નીષ્ઠાનાં અનેક આવા પ્રસંગો પંડિતજી પાસેથી જાણવા મળ્યા બીજા પણ કેટલાય પ્રસંગો છે જેમાં પૂજય મ.ની બહુશ્રુતતા આજે પણ ઝળકી રહી છે.
સં. ૨૦૫૪ નાં જંબૂદ્વીપનાં ચાતુર્માસ દરમ્યાન એક દિવસ પૂ.આ.શ્રી. નરેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ની પાસે બેઠો હતો. સિધ્ધચક્ર માસીક આગમવાણીનાં અણમોલ ખજાનાં જેવું અત્યારે જીર્ણશીર્ણ
Page #11
--------------------------------------------------------------------------
________________
હાલતમાં છે. આનું પુન : પ્રકાશન ખૂબજ જરુરી છે. નહી તો આ આગમોનાં રહસ્યાર્થો જણાવનારો આ ખજાનો નષ્ટ પ્રાયઃ થઈ જશે. આ અંગે થોડુંક પ્રારંભીક કાર્ય વિનેય મુનિ સૌમ્યચંદ્ર સાગરે તથા મુનિ વિવેકચંદ્ર સાગરે પૂજ્યશ્રીની નીશ્રામાં બેસી શરુ કર્યુ પણ સમયના અભાવે આગળ ન વધ્યું. સાબરમતીમાં મુનિ પૂર્ણચંદ્રસાગર મ. સાથે પણ આ અંગે વિચારણા થયેલ.
આ સાલ સં. ૨૦૧૬નું આગમતીર્થ સમા સૂરત શહેર જ્યાં પૂ. આગમોધ્ધારકશ્રીએ અગ્યાર ચાતુર્માસ કરી સુરતના પ્રત્યેકપરમાણુને આગમમય બનાવી દીધેલ જયાં પવિત્ર આગમમંદિર, જૈનાનંદ પુસ્તક ભંડાર, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારક ફંડ, શ્રી જૈન ત્તત્વ બોધ પાઠશાળા, શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોધ્ધારક ફંડ આદિ વિશાળ જ્ઞાન પરબો જ્ઞાન તૃષાતુરોને પરમ તૃપ્તિનું કારણ બની છે જેનો પ્રભાવ આજે પણ વાડીનાં ઉપાશ્રયમાં પ્રવચનકારો શ્રોતાઓની સૂઝ બૂજ દ્વારા અનુભવી રહ્યા છે. આ સુરત શહેરનાં કૈલાસનગર શ્રી સંઘના ઉપાશ્રયમાં ચાતુર્માસ થયું. ( પાલીતાણા જંબૂદ્વીપ ચાતુર્માસની એ અધૂરી ભાવના આપોઆપ ફૂરી આથી અંતરમાં એક પ્રકારના માત્ર અનુભવી શકાય પણ લખી ન શકાય તેવા નાદનું પ્રગટીકરણ થયું અને પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીની પરમ કૃપાથી સિદ્ધચક્ર માસિકના તમામ અંકોનાં પુનર્મુદ્રણનાં સંકલ્પનો સાક્ષાત્કાર થયો સહવર્તીમુનિઓ સાથે વિચારણ થઈ. પરિણામે “દેવાવિત નમસન્તિ’ મુજબ ચારેબાજુથી તમામ અનુકૂળતાઓ અલ્પ પ્રયત્ન સહજતાથી મળવા લાગી કાર્યકળા કુશળ મુનિ સૌમ્યચંદ્રસાગરે નમસ્કાર ગ્રાફીક્સ વાળા શ્રી કનકભાઈ તથા જંબુદ્વીપ પ્રીન્ટ વીઝનવાળા શ્રી કાંતિભાઈને બોલાવી કોમ્યુટર - કાગળો વિ.ની સફળ કાર્યવાહી આરંભી લીધી.
સાગર સમુદાયના રાગી શ્રુતભક્ત અને વફાદાર એવા શ્રાવકોની એક કમિટી બનાવી. દેવગુરુની પરમકૃપા અને પૂજયપાદ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સૂર્યોદયસાગર સૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય આ. શ્રી નરેન્દ્ર સાગર સૂરીશ્વરજી મ.સાહેબના આશીર્વાદપત્રો પણ આવી ગયા. અને કાર્યનો પ્રારંભ થયો ચારેબાજુથી આર્થીક સહયોગ ન ઘારેલો સહજ પ્રયત્ન આપોઆપ મળવા લાગ્યો. અને આ કાર્યનાં શ્રી ગણેશ થયા જેમાં સૌપ્રથમ વાડીનો ઊપાશ્રય, કૈલાસનગર જૈન શ્રીસંઘ, નાનપુરા જૈન શ્રીસંઘ, અઠવા લાઈન્સ જૈન શ્રી સંઘ તથા શ્રી 3ૐકાર સૂરિ આરાધના ભવને ઉલ્લાસથી કાર્યનાં પ્રારંભે મહત્વનો સહયોગ આપ્યો.
પ્રથમ તો ઝેરોક્ષ ફોટા કોપીનો વિચાર કરેલ જેમાં પ્રૂફ જોવાની મહેનત નહી પણ તેમાં પીળા અને ઝાંખા પડી ગયેલા પાનાની અસર પણ આવે વળી તે લેટર પ્રેસમાં છાપેલાં અક્ષરો આજના સમયને જોતાં અનુરુપ નહીં લાગવાથી બધું જ કોમ્યુટરાઇઝડ કરવાનું વિચાર્યું. મંગળ મુહુર્તે પ્રારંભાયેલું આ કાર્ય એટલા વેગથી ચાલ્યું કે આનું પ્રૂફ કેમ જોવું ? રોજના ૩૦૦ થી ૩૫૦ પાનાં તૈયાર થવા લાગ્યા શરુમાં મૂફ જોનારાઓએ પણ ઢગલાબંધ ભૂલો એમનીએમ રાખી છેવટે પ્રૂફ જોનારાઓ
Page #12
--------------------------------------------------------------------------
________________ બદલ્યા, અમોએ જ આ કાર્ય છેલ્લા પ્રૂફનું હાથમાં લીધું ચાતુર્માસની અનેક કાર્યવ્યસ્તતા છતાં સંતોષકારક કાર્ય થવા લાગ્યુંજોકે મારા પૂ. ગુરુદેવશ્રી મઝાકમાં ક્યારેક કહેતા કે “ઈન્થિયા પુલ્વિયા કભી ન શુધ્ધિયા” નાં ન્યાય મુજબ વધુને વધુ સમય આપવા છતાં, પ્રૂફરીડરો બદલવા છતાં ક્ષતિઓ તો આવી જ છે જે વાંચકો ક્ષમ્ય ગણશે. એક વાર તો એક ફર્મો છપાયા બાદ છેલ્લા 10 પાનામાં ઘણી ભૂલો હતી. આ ફર્મો અમારા ચેકીંગમાં રહી ગયેલ જેથી છપાઈ ગયેલાં એ તમામ પાના કેન્સલ કરી તે ફર્મો પુન:છાપ્યો છતાં એક મહામૂલો આગમનો ખજાનો નષ્ટભ્રષ્ટ થતાં બચ્યો એક સૂચન એ પણ આવ્યું કે પૂ. આગમોદ્ધારકશ્રીની ભાષા જ્યાં ક્લીષ્ટ છે તથા ગામઠી કહેવતો છે ત્યાં આજની ભાષામાં સરળ બનાવવી. પણ તેમ કરતાં દેશનાકારશ્રીનો ભાવ જ બદલાઈ જવાના ભયે તે સાહસ ન ક્યું અને એમ હતું તેમ જ રાખી છપાવ્યું. જો કે એક બે વાર શાંતિથી થોડું વાંચન ચાલુ રખાય તો આપોઆપ ગેડ બેસતી જાય અને આગમીક રહસ્યોની મઝા મનાતી જાય. “શુભેયથાશક્તિ યતનીયમના ન્યાયનો પરમ આનંદ આજે અમારા આત્મામાં લહેરાઈ રહ્યો છે. આ પ્રુફને જોવાના બહાને મને પણ નવા નવા કેટલાય મુદા, નવીન તર્કો, નવાશાસ્ત્ર પાઠો, નવા દ્રષ્ટાંતો, નવીનવી કહેવતો વિ. પ્રાપ્ત થઈ જે સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિનું શુદ્ધિનું કારણ બન્યું. સૂરત નિવાસી વિદ્ધસિકર વિખ્યાત પંડીતવર્ય ધીરુભાઈ અચાનક અમેરિકાથી આસોવદ-૭ નાં આવ્યા અને પ્રસ્તાવનાનું કાર્ય તેઓને સોપતાં ઓર આનંદ આવ્યો તેઓ શ્રી એ લખેલ પ્રસ્તાવના ગંભીર રહસ્યોને આપોઆપ પ્રગટ કરે તેવી છે. તે અમે આ સિધ્ધચક્રનાં અંકોનાં ટાઈટલ પણ જેવા રંગનાં હતાં તેવાજ રાખ્યા છે. મારા આ કાર્યમાં મુનિ સૌમ્યચંદ્રસાગ તથા મુનિ વિવેકચંદ્રસાગર અનેક કાર્યવ્યસ્તતા હોવા છતાં સારા સહભાગી બન્યા છે. લગભગ દરેક આ ગ્રંથમાં પૂ. આગમોદ્ધારકશ્રીની વિષયવાર જીવનપ્રભાની જયોત મૂકવામાં આવશે. - તથા પ્રથમથીજ તંત્રી તરીકે સેવા આપનાર ઝવેરી પાનાચંદ રુપચંદ (સૂરત) તથા ચીમનલાલ સવાઈચંદ સંઘવી (સૂરત)ની અનુમોદના કરીયે છીયે. - અત્તે ભગવતિ શ્રુતદેવી શાસનદેવતા અને પૂ. ગુરુદેવશ્રીની અસીમ કૃપાને વિનંતી કે આ કાર્ય ઝડપી સંપૂર્ણ બને અને જિજ્ઞાસુઓ આગમનાં રહસ્યોને પામી. જીવનમાં ઉતારી પરમપદને પ્રાપ્ત કરે એજ મંગળ કામના. કૈલાસનગર જૈન ઉપાશ્રય અભયગુરુપાદપઘસેવી મજૂરા ગેટ, અશોકસાગરસૂરિ સૂરત. સં. 2057 કા.સુ. 15
Page #13
--------------------------------------------------------------------------
________________
આવા
બત.
મૃતનો સાગર.
દેવસૂર સમાચારી સંરક્ષક.
ધ્યાનસ્થ વગરની.
તીવારકા
પૂ.પાદ સાગરાનંદ સૂરીશ્વરજી મ.સા.નાં
પાવન ચરણે તેઓશ્રીની જ
ગંગાજેવી નિર્મળ વાણી
સાદર
સનેહ
સમર્પણ
Page #14
--------------------------------------------------------------------------
________________
ઇ
ક
ક,
જ
#
અમારો અહોભાવ પ્યારાગુરુજી પ્રતિ...) તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલી નર્મળ થાઉં રે.. હે મારા પ્યારા, ગુરુદેવ, તમારા ગુણોનું વર્ણન
કયા સ્વરુપે કરું ! સચગ ડાઘ સચગ દર્શન સચગ ચારિત્ર્યનાં तभारा गुरागाने तां, यो हुं तमारा आ गुशोने गाया 150,
બસ તમારી ગુણગંગામાં નહિ જ કરું. જ્યારે
પૂ. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મ. સાહેબે અમોને સૂરત બોલાવી સિધ્ધચક્ર માસિકનાં જીર્ણશીર્ણ અંકોને બતાવવા સાથે હૃદયને હલબલાવી મૂકે તેવી રીતે આ સિદ્ધચક્ર માસિકનાં પુનર્મુદ્રણ માટે પ્રેરણા કરી અને તુર્ત જ અમો એ આ કાર્ય વધાવી લીધું પરંતુ તેમાં સાચી મહેનત તો પૂ. આચાર્યશ્રી એ તથા તેઓશ્રીનાં વિનેય મુનીશ્રી સૌમ્યચંદ્ર સાગરજી મ.સાહેબે જ કરી છે.
અમોતો માત્ર ગુણીજન ગુણ ગાવતાંગુણ આવે નિજ અંગ આ ઉક્તિ મુજબ કંઈ તમારા ઢગલાબંધ ગુણોમાંથી તેના લેશને પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવીએ એ મંગળ કામના સાથે.
( સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિનાં સભ્યો :-) શ્રી પ્રફુલ્લભાઈ શાંતીચંદ ઝવેરી, સુરત
કે શ્રી ઉષાકાંતભાઈ સાકરચંદ ઝવેરી, સુરત શ્રી રાજુભાઈ કલ્યાણચંદ ઝવેરી, સુરત.
શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, મુંબઈ શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ ચોકસી, મુંબઈ
શ્રી શાંતીચંદ રવીચંદ ઝવેરી, મુંબઈ શ્રી ચંદ્રસેન અભેચંદ ઝવેરી, મુંબઈ
* શ્રી ઉષાકાંત અમરચંદ ઝવેરી, મુંબઈ શ્રી પ્રફુલ્લ અમીચંદ ઝવેરી, મુંબઈ
* શ્રી અશોકભાઈ પાનાચંદ ઝવેરી, મુંબઈ શ્રી હેમચંદભાઈ મોતીચંદ ઝવેરી, મુંબઈ.
ન તથા જંબૂદ્વીપ વર્ધમાન જૈન પેઢી, ટ્રસ્ટી ગણ) ૧. શ્રી શાંતીચંદ છગનભાઈ ઝવેરી, સુરત. ૨. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ. ૩. શ્રી વસંતભાઈ ઉત્તમચંદ વૈદ્ય, ઉંઝા. ૪. શ્રી અશોકભાઈ સુરજમલ શાહ, અમદાવાદ.
૫. શ્રી વિનુભાઈ જગજીવનદાસ સંઘવી, ભાવનગર.
Page #15
--------------------------------------------------------------------------
________________
તીર્થોધ્ધારક અને તીર્થરક્ષક આગમોધ્ધારકશ્રીએ પૂજ્યતમ આગમોની સેવા અને શ્રુતનાં વારસાનું સંરક્ષણ અને સંવર્ધન કર્યુ વળી પરમ પૂજનીય તીર્થોની સેવા સંરક્ષણ અને ઊધ્ધાર માટે ક્યારેક પ્રાણોની પણ પરવાહ ક્ય વિના પોતાની પ્રતિભાનો અજોડ ચમત્કાર પણ સજર્યો છે.
૧૯૬૪નાં સમેતશીખરજી ઊપર બંધાતા અંગ્રેજોનાં બંગલા માટે જે મુંબઈમાં જેહાદ જગવી તેનાં પરિણામે દિલ્લીથી સી.આઈ.ડી. ઓ પ્રવચનમાં ગોઠવાઈ જતાં અને અંગ્રેજ સરકારને રિપોર્ટ મોકલાતી જેમાં એક સી.આઈ.ડી પૂજ્યશ્રીનાં હિતસ્વી બની ખાનગીમાં ચેતવણી આપી કે આપ એક સપ્તાહ પ્રવચનમાં આ વિષય ન લો નહી તો અંગ્રેજ સરકાર પગલાં ભરવા તૈયાર છે પણ પૂજ્યશ્રીએ તેને કહ્યું ભાઈ અમારા પવિત્ર તીર્થો અમારા પ્રાણોથી પણ પ્યારા છે તે માટે જે કંઈ કરવું પડે બોલવું પડે તે નિર્ભયતાથી અમારે કરવું જ પડશે.
૧૯૬૫નાં અંતરીક્ષજીનાં કેસમાં પણ દિગંબરભાઈઓએ કરેલ કેસનાં જવાબમાં અંગ્રેજ જની પાસે જે તક પૂર્ણ દલીલ કરી તે નિર્ભયતા જોઈ અંગ્રેજ જજે સાગરજી મ. ની નિર્ભયતાને બિરદાવવા સાથે ભક્ત બની ગયેલ.
સં. ૧૯૭૯માં ભોપાવર-મક્ષીજી-માંડવગઢ (મ.પ્ર.) તીર્થનાં માટે ઘણું સહન કરી જિર્ણોધ્ધાર કરાવ્યા જેથી સ્ટેટ સાથે સમાધાનની ઉપલબ્ધિ થઈ,
૧૯૮૩માં શ્રી કેશરીયા કેસમાં નિડરતા પૂર્વક નૂતન ધજા દંડ ચઢાવી શ્વેતામ્બરોની ધજા ફરકાવી તે દ્રશ્ય ઐતિહાસીક બની ગયેલ જેમાં એટલો ધસારો હતો કે દિગંબરભાઈઓનાં તોફાનમાં ત્રણ ચારભાઈઓ ક્યડી મરી ગયેલ. તે પ્રસંગે પોતાનું નિડરતા પૂર્વકનું વક્તવ્ય તથા કર્તવ્ય આજે પણ લોકો યાદ કરે છે.
સં. ૧૯૮૫માં શત્રુંજય તીર્થ રક્ષાર્થે લાખોનું ફંડ કરાવ્યું. શીવલિંગ અન્યત્ર ખસેડાયું.... શ્રી ચારૂપ તીર્થના જિનાલયની હદમાં રહેલ
પાલીતાણાનાં દરબારોને વોઈસરોય દ્વારા નક્કી થયેલ રખોપાનાં ૬૦,/- બાર મહિને લેવાનું નક્કી કરતાં પૂ. સાગરજી મ. જે ૧૧ લાખ રૂા. ભેગા કરાવેલ તેના વ્યાજમાંથી પૈસા આપવાનું નક્કી કર્યુ પછી હિન્દુસ્તાન પ્રજાસત્તાક થતાં દેશી રાજયોનું વિલીનીકરણ થયું બાદ શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ. સરકાર પાસે ૬૦,૦૦૦/- માફ કરાવ્યા અને તે રકમ દ્વારા જયતલાટીથી રામપોલ અને ધેટીની પાયગાં સુધી ધડેલાં પાષાણ નાં પગથીયા થયા.
Page #16
--------------------------------------------------------------------------
________________
સચગશ્રુતનો મહાસાગર એટલે પૂ. આનંદસાગરજી મ.
વાચના-સંપાદન-નવસર્જન દ્વારા જે વિસ્તર્યો...
આભમોદ્ધારશ્રીની શ્રેણીબધ્ધ વાયદાઓ... સં. ૧૯૭૧ ૪ અમદાવાદ | સં. ૧૯૭૩ : સુરત સં. ૧૯૭૨ # કપડવંજ | સં. ૧૯૭૩ ૮ પાલીતાણા સં. ૧૯૭૨ રે અમદાવાદ | સં. ૧૯૭૭ / રતલામ સં. ૧૯૭૩ ૪ સુરત સાત વાચનાઓમાં બે લાખ બત્રીસ હજાર શ્લોકની વાચના થઈ હતી..
( आगमोद्धारक - रचितग्रंथो )
(૧) અચિત્તાહારદ્રાવિંશિકા
(૨૦) આગમમહિમાસ્તવ (૨) અધિગમ-સમ્યકવૈકાદશી
(૨૧) આગમસમિતિસ્થાપના નવ (૩) અધ્યક્ષોપયોગિતા-બોડશિકા (૨૨) આગમસુગમતાસ્તવ (૪) અનંતાર્યાષ્ટક
(૨૩) આગમાધિકાર પવિંશિકા (૫) અનાનુગામિકાવધિવિચાર (૨૪) આગમાર્થ પ્રાધાન્ય
અનુકરણ સંચય યાને સદનુકરણ (૨૫) આવેલકમ (૭) અનુકમ – પંચદશિકા
(૨૬) અભિગ્રહિકાનાભોગ-મિથ્યાત્વ યાને (૮) અનેકાંતવાદવિચાર
મિથ્યાત્વવિચાર (૯) ' અપૂર્વ ચતુવિંશિકા યાને જિનવરસ્તુતિ (૨૭) આસસ્તુતિવૃત્તિ (અપૂર્ણ) (૧૦) અભવ્યનવક યાને ભવ્યાભવ્યપ્રશ્ન (૨૮) આરાધનામાર્ગ (૧૧) અમૃતસાગર-ચરિત્ર
(૨૯) આત્રિભેદીવિચાર યાને (૧૨) અમૃતસાગર-તીર્થયાત્રા
આર્યાનાર્યવિચાર (૧૩) અમૃતસાગર-સ્તવ
(૩૦) આર્યરક્ષિત યાને અનુયોગ પૃથકત્વ (૧૪) અમૃતસાગર-સ્તુતિ
(૩૧) ઈડરનગરશાન્તિનાથસ્તવ (૧૫) અચ્છતક
(૩૨) ઈ-દ્વાપંચાશિકા (૧૬) અષ્ટબિંદુ
(૩૩) ઈર્યાપથપરિશિષ્ટ (૧૭) અંગપુરૂષ-પંચવિંશનિકા
(૩૪) ઈર્યાપથિકાનિર્ણય (૧૮) આગમમંદિર-ચતુવિંશતિકા (૩૫) ઉત્સર્ષણાર્થવિચાર (૧૯) આગમમહિમા
(૩૬) ઉસૂત્રભાષણફલ યાને
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉસૂત્રભાષણવિમર્શ
(૬૪) જિનસ્તુતિ (૩૭) ઉધમ-પંચદશિકા
(૬૫) જિનસ્તુતિ (૩૮) ઉઘાપનવિચાર
(૬૬) જિનસ્તુતિ (૩૯) ઉપદેશ
(૬૭) જીવસિદ્ધિ યાને પાપભીતિ (૪૦) ઉપકાર-દ્વાદશિકા યાને ઉપકારવિચાર (૬૮) જૈન-ગીતા (૪૧) ઉપદેશ-નવશતિ યાને યતિધર્મોપદેશ (૬૯) જૈનપુસ્તકમાંડાગારસ્તવ (૪૨) કર્મગ્રંથસૂત્રાણિ
(૭૦) જૈનપૂર્ણતાષ્ટાદશિકા (૪૩) કર્મફળ વિચાર
(૭૧) જૈનેન્દ્રસ્તુતિ (૪૪) કલ્પસૂત્રવિવેચન (સામાજિક સુધી) (૭૨) શાપર્યુષણા (૪૫) કેવલીભુક્તિ (અપૂર્ણ)
(૭૩) શાનપઘાવલી (૪૬) કેશરીયાઝવર્ણન
(૭૪) જ્ઞાન પંચવિંશતિકા (૪૭) (ધૂલેવામંડન) કેશરીયાજી વર્ણન (૭૫) શાનભેદ-પોડશિકા (૪૮) કેશરીયાજસ્તુતિ-પંચદશિકા (૭૬) તસ્વાર્થ પરિશિષ્ટ (૪૯) કિયાહૂવિંશિકા
(૭૭) તાત્વિક-પ્રશ્નોત્તરાણિ (૫૦) ફિયાસ્થાનવર્ણન
(૭૮) તારંગાજિતનાથસ્તવ (૫૧) ક્ષમા-વિંશતિકા
(૭૯) તિથિદર્પણ (૫૨) ક્ષાયિકભવ-સંખ્યાવિચાર
(૮૦) તિથિપટ્ટક (૫૩) કાયોપથમિકભાવવિચાર યાને (૮૧) તીર્થમાળા (અપૂર્ણ) લાયોપશમતિભાવ
(૮૨) ત્રયીતવદ્વાદશિકા (૫૪) ગણધરસાર્ધશતકદર્પણ
(૮૩) ત્રિપદી-પંચષષ્ટિકા (૫૫) ગર્ભપહારસિદ્ધિષોડશિકા (૮૪) દયાવિમર્શ (૫૬) ગર્થંકુવિચાર
(૮૫) દાનાદિધર્મવિચાર યાને દાનધર્મ : (૫૭) ગુણગ્રહણશતક
(૮૬) દિગંબર-મતનિરાશ (૫૮) ગુરૂમાહાત્મ
(૮૭) દુષ્પતિકારવિચાર (૫૯) ચાન્દનિકી ષોડશિકા
(૮૮) દુબવર્જન-પોડશિકા યાને ભિક્ષા (૬૦) ચદ્રવ્યોત્સર્પણ (અપૂર્ણ)
ષોડશિકા (૬૧) જમાલિમત ખંડન
(૮૯) દષ્ટાંતતત્વચતુર્વિશતિકા યાને (૬૨) જયસોમ સિફખ (અપૂર્ણ)
સમ્યકત્વશાતાનિ (૬૩) જિનમહિમા
(૯૦) દેવદ્રવ્યવિચાર યાને દેવદ્રવ્યદ્રવિંશિકા
Page #18
--------------------------------------------------------------------------
________________
(૯૧) દેવસ્તુતિનિણય યાને દેવતાનુતિનિર્ણય (૧૨૦) પર્વતિથિ-સૂત્રાણિ (૯૨) દ્રવ્યબોધ-ત્રયોદશી
(૧૨૧) પર્વતિથિ-સૂત્રાણિ (૩) દષ્ટિસંમોહવિચાર
(૧૨૨) પર્વવિધાન (૯૪) ટ્રેષજયદ્વાદશિકા
(૧૨૩) પર્ણદિકલ્પવાંચન યાને પર્ષકલ્પવાંચન (૯૫) ધનાર્જન-કોડશિકા
(૧૨૪) પંચસૂત્રતકવતાર (૬) ધર્મતત્વવિચાર
(૧૨૫) પંચસૂત્રવાર્તિક (૭) ધર્મદેશના (અપૂર્ણ)
(૧૨૬) પંચસૂત્રી (૮) ધર્માસ્તિકાયાદિવિચાર
(૧૨૭) પંચાસરાપાર્શ્વનાથસ્તવ (૯) ધર્મોપદેશ
(૧૨૮) પુરૂષાર્થ-જિજ્ઞાસા (૧૦૦) નક્ષત્રભોગાદિ
(૧૨) પોસીનાપાર્શ્વનાથસ્તવ (૧૦૧) નગ્નાટશિક્ષા-શતક
(૧૩૦) પૌષધકર્તવ્યતાનિર્ણય લેવો પૌષધપરામર્શ (૧૦૨) ન વિચાર
(૧૩૧) પ્રકીર્ણક-પઘાવલી (૧૦૩) નયવિચાર-ત્રિશિકા
(૧૩૨) પ્રશખપદ-દ્રવિંશિકા (૧૦૪) નય-પોડશિકા
(૧૩૩) પ્રતિદિવસ-પ્રતિનિપાર્થ વિચારણાદિ (૧૦૫) નયાનુયોગાષ્ટક
યાને પૌષધ વિમર્શ (૧૦૬) નરતત્વ વ્યાખ્યાન (અપૂર્ણ)
(૧૩૪) પ્રતિમાપૂજા-દ્રવિંશિકા (૧૦૭) નિપશતક
(૧૩૫) પ્રતિમા-શતક ટિપ્પણ (અપૂર્ણ) (૧૦૮) નિર્જરાદિ
(૧૩૬) પ્રમાણપ્રમેયવિચાર (૧૦) નિર્માણ યાને નિર્વાણવિચાર
(૧૩૭) ફલપ્રાતિરીતિ (૧૧૦) નિષધેકાદશિકા યાને નિષાવિચાર
(૧૩૮) બુદ્ધિગુણસમુચ્ચો (૧૧૧) નિસર્ગદશી
(૧૩૯) મધ્યમશિધ્ધપ્રભાવ્યાકરણ (૧૧૨) ન્યાયપદ્ધતિ
(૧૪૦) મહાનિશીથ લઘુ અવસૂરિ (અપૂર્ણ) (૧૧૩) વાયવતારદીપિકા
(૧૪૧) મહાવ્રતવિચાર (૧૧૪) પાનાભસ્તવ
(૧૪૨) મંગળ-પ્રકરણ (૧૧૫) પરમાણુ-પંચવિંશતિકા
(૧૪૩) મંગળ-વિચાર (૧૧૬) પર્યુષણા-ચવારિશિકા યાને પર્યુષણારૂપમ (૧૪૪) મંગળાદિવિચાર (૧૧૭) પર્યુષણા – પરાવૃત્તિ
(૧૪૫) માલકલ્યસિદ્ધિ (૧૧૮) પર્યુષણા - પ્રભા (અપૂર્ણ).
(૧૪૬) મૂર્તિમિમાંસા (૧૧) પર્વતિથિ-પ્રકરણ
(૧૪૭) મૂર્તિ સ્થાપના
Page #19
--------------------------------------------------------------------------
________________
(૧૪૮) મોજ-પંચવિંશતિકા
(૧૭૭) શાસ્ત્રવાર્તા પરિશિષ્ટ (૧૪૯) મૌનષત્રિશિકા
(૧૭૮) શિક્ષાકમ (૧૫૦) થશે હિંસાવિચાર
(૧૭૯) શિષ્ટકિયા યાને શિષ્ટ વિચાર (૧૫૧) યથાભદ્રક-ધર્મસિદ્ધિ
(૧૮૦) શિષ્યનિષ્ફટિકાસ્વરૂપ યાને શિખનિષ્ફટિક.
(૧૮૧) શિષ્ય-શતકાદિ યાને શ્રુતસ્તુતિ (૧૫૨) રાત્રિભોજનપરિહાર
(૧૮૨) શ્રમણધર્મસહસ્ત્રી (૧૫૩) રાત્રી ચૈત્યગમન
(૧૮૩) શ્રમણ-શ્રાદ્ધદિનચર્યા (અપૂર્ણ) (૧૫૪) લઘુત્તમ નામકોષ
(૧૮૪) શ્રમણો ભગવાન મહાવીર: (૧૫૫) લઘુસિદ્ધ પ્રભાવ્યાકરણ
(૧૮૫) શ્રાવક-યકૃત્યવર્ણન (૧૫૬) લેપક કૌટિલ્ય
(૧૮૬) શ્રુતશીલ-ચતુર્ભાગી (૧૫૭) લોકવાર્તા સમુચ્ચય
(૧૮૭) બોડશકાલોક (બે ષોડશક સુધી) (૧૫૮) લોકાચાર
(૧૮૮) સચૂલ ધર્માષ્ટક યાને ચારિત્રધર્માષ્ટક
(૧૮૯) સત્સગવર્ણન (૧૫૯) લોકોત્તરતત્વ-દ્વાáિશિકા
(૧૦૦) સદ્ધર્માષ્ટક (૧૬૦) લોપકપાટિશિક્ષા
(૧૯૧) સમવસરણ યંત્રક (૧૬૧) વર્તમાનતીર્થસ્તવ
(૧૨) સમી પાર્શ્વનાથસ્તવ (૧૬૨) વધપનિકા
(૧૯૩) સમ્યકત્વભેદ તત્ત્વાણશિંકા યાને (૧૬૩) વિધિવિચાર
સવભેદ વિચાર (૧૬૪) વિવાહચર્યા યાને વિવાહ વિચાર (૧૯૪) સમવિભેદ નિર્ણય યાને સમ્યકત્વભેદા (૧૬૫) વિંશવિંશિકા દીપિકા ભા ૧
(૧૯૫) સમત-પોડશિકા (પ્રસ્તાવનાવિંશિકા)
(૧૯૬) સલ્લક્ષણાનિ (૧૬૬) વિંશવિંશિકા દીપીકા ભા. ૨ (૧૦૭) સંઘાચાર (૧૬૭) વિંશવિંશિકા દીપીકા ભા. ૩ (૧૯૮) સંહનનાનિ (૧૬૮) વિતરાગ–વિરોધ-સમાધાન
(૧૯) સામયિકિર્યાસ્થાનનિર્ણય (૧૬૯) વીરદેશના
(૨૦૦) સાંવત્સરિકનિર્ણય (૧૭૦) વીરવિવાહવિચાર
(૨૦૧૨) સિદ્ધગિરિમહિમા
(૨૦૨) સિદ્ધગિરિરાજાષ્ટક (૧૭૧) વેસમાપ્ત
(૨૦૩) સિદ્ધગિરિસ્તવ (૧૭૨) વ્યવહારપંચક
(૨૦૪) સિદ્ધપ્રભાવ્યાકરણ (૧૭૩) વ્યવહારસિદ્ધિ-લવિંશિકા
(૨૦૫) સિદપ્રાભૂતવ્યાખ્યા (અપૂર્ણ) (૧૭૪) વ્યવહારાવ્યવહારરાશિ યાને વ્યવહારરાશિ)
(૨૦૬) સિદ્ધષવિંશિકા (૧૭૫) શમસ્વરૂપ-પંચાશિકા યાને શમનિર્ણય )
(૨૦૭) સિયવા (અપૂર્ણ) (૧૭૬) શરણ-ચતુષ્ક
Page #20
--------------------------------------------------------------------------
________________
(૨).
(૪)
(૨૦૮) સુખદુખવેદન
(૨૧૫) સ્થાપનાવિચાર યાને ગુરૂસ્થાપનાવિધિ (૨૦૯) સૂતકનિર્ણય - પંચવિંશતિકા (૨૧૬) સ્થાપનાસિદ્ધિ યાને ગુરૂસ્થાપનાવિધિ (૨૧૦) સૂર્યોદય સિદ્ધાંત યાને સૂર્યોદયવિચાર (૨૧૭) સ્થાપનાસિદ્ધિ- ષષ્ટિકા યાને પ્રતિમા (૨૧૧) સૌખ્ય- ષોડશિકા
પૂજાસિદ્ધિ (૨૧૨) સ્તવનાદિ ગુર્જરાદિ પદ્ય સાહિત્ય (૨૧૮) સ્થાપનાસિદ્ધિ-પોડશિકા (૨૧૩) પૂજાનિર્ણય
(૨૧૯) સ્યાદવાદાવિંશિકા . (૨૧૪) સ્થાપનાચાંદ્રવિંશિકા યાને પ્રતિમા (૨૨૦) હરિભદ્રસૂરિ સમયદીપિકા પૂજા
(૨૨૧) હિંસકવાહિંસક યાને અહિંસાવિચાર आगमोद्धारक - कृतिसन्दोह :
(મુદ્રિત) (૧) તાત્વિક-વિમર્શ
(૨૦) સામાયિકેર્યાસ્થાન – નિર્ણય પર્ષકલ્પ – વાચનમ્
(૨૧) ઈર્યાપથપરિશિષ્ટમ્ ા (૩) અધિગમ-સમ્યકત્વમ્
(૨૨) શ્રુતશીલ-ચતુર્ભગી પર્યુષણાપરાવૃત્તિ:
(૨૩) ચેવદ્રવ્યોત્સર્પણમ્ | (૫) અવ્યવહારરાશિ:
(૨૪) દેવાયભંજકશિક્ષા સંવનનમ્
(૨૫) ઉત્સર્પશબ્દાર્થવિચાર: (૭) લાયોપથમિકભાવ:
(૨૬) દેવનિર્માણમાર્ગ (૮) અઈચ્છતકમ્
(૨૭) અચિત્તાહારદ્રાવિંશિકા (૯) ઉધમ-પંચદશિકા
(૨૮) પૌષધપરામર્શ (૧૦) કિયા-ત્રિશિકા
(૨૯) પૌષધપરામર્શ (૧૧) અનુકમ –પંચદશિકા.
(૩૦) શ્રમણો ભગવાન મહાવીર: (૧૨) સમા-વિંશતિકા
(૩૧) શ્રીવીરવિવાહવિચાર: (૧૩) અહિંસાવિચારઃ
(૩૨) સલ્લક્ષણાનિ ! (૧૪) આચેલક્યમા
(૩૩) પર્યુષણાપ્રભા (૧૫) ઉપકારવિચાર:
(૩૪) ઈ-પંચાશિકા ! (૧૬) મિબાવવિચાર:
(૩૫) જયસોમ-સિકખા (૧૭) ઉજૂરભાષણવિમર્શ
(૩૬) દુષ્પતિકારવિચાર: (૧૮) જ્ઞાન-પંચવિંશતિકા
(૩૭) શ્રમણધર્મસહસી (૧૯) ઈર્યાપથિકા-નિર્ણય
(૩૮) સિદ્ધગિરિસ્સવ:
Page #21
--------------------------------------------------------------------------
________________
(૩૯) મંગલાદિવિચાર: (૪૦) નયવિચાર: (૪૧) નય-બોડશિકાર (૪૨) નિક્ષેપ-શતકમ્ (૪૩) લોકોત્તરતરૂદ્રાવિંશિકા (૪૪) વ્યવહારસિદ્ધિષત્રિશિકા (૪૫) કર્મફલ-વિચાર: (૪૬) પરમાણુ-પંચવિંશતિકા (૪૭) ભવ્યાભવ્યપ્રશ્ન: (૪૮) અષ્ટક-બિંદુ (૪૯) સાદ્વાદ-દ્વાવિંશિકા (૫૦) અનંતાર્થાષ્ટકમ્ (૫૧) પર્વવિધાનમ્ (૫૨) સૂર્યોદયસિદ્ધાન: (૫૩) સાંવત્સરિકનિર્ણય: (૫૪) પર્યુષણારૂપમ્ (૫૫) શાપર્યુષણા (૫૬) શ્રુતસ્તુતિઃ (૫૭) જ્ઞાનભેદ-પોડશિકા (૫૮) અનાનુગામુકાવધિ: (૫૯) પ્રજ્ઞપ્તપદ-દ્વાવિંશિકા ! (૬૦) અનુયોગપૃથકત્વમ્ (૬૧) નિષધાવિચાર: (૬૨) સમ્યક્ત્વ-ષોડશિકા (૬૩) સમ્યકત્વભેદવિચાર: (૬૪) સમ્યકત્વદા: (૬૫) સમકક્વજ્ઞાતાનિ (૬૬) સાયિકભવસંખ્યાવિચાર: (૬૭) શમનિર્ણય: *
(૬૮) પ્રતિમાપૂજા-દ્વાર્નાિશિકા ! (૬૯) પ્રતિમાપૂજા (૭૦) પ્રતિમાપૂજાસિદ્ધિ (૭૧) પ્રતિમાષ્ટકમ્ (૭૨) જિનવસ્તુતિ (૭૩) દેવદ્રવ્ય-દ્વાવિંશિકા ! (૭૪) રાત્રિચૈત્યગમનમ્ | (૭૫) દેવતાનુતિનિર્ણય: (૭૬) ગુરૂસ્થાપનાસિદ્ધિઃ (૭૭) દાનધર્મા (૭૮) યથાભદ્રકધર્મ સિદ્ધિઃ (૭૯) ધર્મોપદેશ: (૮૦) સમૂલચારિત્રધર્માષ્ટકમ્ | (૮૧) મૌન-ષટવત્રિશિકા (૮૨) ભિક્ષા-બોડશકમ્ (૮૩) માસકલ્યસિદ્ધિઃ . (૮૪) વેસમાહર્ખ (૮૫) શિખનિષ્ફટિકા (૮૬) કિયાસ્થાનવર્ણનમ્ | (૮૭) સદનુકરણમા (૮૮) શરણ-ચતુષ્કમ્ | (૮૯) મોક્ષ-પંચવિંશતિકા (૯૦) આર્યાનાર્યવિચાર: (૯૧) વ્યવહાર-પંચકમ્ (૯૨) લોકાચાર: (૯૩) ગુણગ્રહણ-શતકમ્ | (૯૪) ગઈકૃત્યમ્ ા (૯૫) ધનાજીનષોડશિકા (૯૬) સૂતકનિર્ણય-પંચવિંશતિકા
Page #22
--------------------------------------------------------------------------
________________
(૭) વર્ધાપનાનિ (૯૮) સત્સગવર્ણનમ્ | (૯) શિષ્ટવિચારઃ (૧૦૦) વિવાદવિચાર: (૧૦૧) પાપભીતિ (૧૦૨) રાત્રિભોજનપરિહાર: (૧૦૩) પંચાસર-પાર્શ્વનાથસ્તવઃ (૧૦૪) જિનસ્તુતિ ૧૦૫) જિનસ્તુતિઃ (૧૦૬) ઈડર્નગરશાનિનાથસ્તવ: (૧૦૭) પંચસૂત્રવાર્તિકમાં (૧૦૮)જૈન - ગીતા (૧૦૦) આગમ-મહિમા (૧૧૦) મુનિવસનસિદ્ધિ: (૧૧૧) શ્રમણદિનચર્યા (૧૧૨) જિનમહિમા (૧૧૩) કર્મ સામ્રાજ્યમ (૧૧૪) ગર્ભાપહારસિદ્ધિ-પોડશિકા (૧૧૫) નગ્નાટશિક્ષા-શતકમ્ (૧૧૬) ત્રિપદી-પંચસપ્તતિકા (૧૧૭) ગણધરસાર્ધશતકસમાલોચના (૧૧૮) તીર્થપંચાશિકા (૧૧૯) સિદ્ધ-લવિંશિકા (૧૨૦) સિદ્ધગિરિ-પંચવિંશતિકા (૧૨૧) ગિરનાર-ચતુવિંશતિકા (૧૨૨) ગણધરપટ્ટ-દ્વાર્નાિશિકા (૧૨૩) અનેકાનવાદવિચાર: (૧૨૪) અમૃતસાગર-ગુણવર્ણનમ્
(૧૨૫) અમૃતસાગર-કુતીર્થયાત્રા (૧૨૬) અમૃતસાગર-સ્તુત્યાષ્ટકમ્ | (૧૨૭) અમૃતસાગર-સ્તવ: (૧૨૮) પંચસૂત્રતકવતાર: (૧૨૯) પંચસૂત્રી (૧૩૦) પુરૂષાર્થ - જિજ્ઞાસા (૧૩૧) પુરૂષાર્થ-જિજ્ઞાસા (૧૩૨) પર્વવિધ્યાનુષ્ઠાનમ્ | (૧૩૩) તિબુપનિષદ્ ા (૧૩૪) વાદ-વિવરણમ્ | (૧૩૫) તિથિદર્પણમા (૧૩૬) યુગમાસતિબદિવિચાર: (૧૩૭) પર્વતિથિ (૧૩૮) તાત્વિક-પ્રશ્નોત્તરાણિ (૧૩૯) ન્યાયાવતાર – ટકા (૧૪૦) લોક-વિંશિકા ખંડ ૧-૨ (૧૪૧) અધિકાર-વિંશિકાની ટીકા (૧૪૨) આગમાધિકાર-ષત્રિશિકા (૧૪૩) આગમસ્તવ: (૧૪૪) આગમમંદિર-ચતુર્વિશતિકા (૧૪૫) અંગપુરુષ-પંચવિંશતિકા (૧૪૬) દ્વેષજ્ય-દ્વાદશિકા (૧૪૭) આગમમહિમસ્તવ: (૧૪૮) આગમસુગમતાસ્તવઃ. (૧૪૯) આગમસમિતિ સ્થાપના સ્તવ: (૧૫૦) આગમાર્થ પ્રાધાન્યસ્તવ: (૧૫૧) જેનપૂર્ણવાદશિકા (૧૫૨) દ્રવ્યબોધત્રયોદશી
Page #23
--------------------------------------------------------------------------
________________
(૩).
(૧૫૩) સૌખ્ય-થોડશિકા
(૧૬૦) વિધિવિચાર: (૧૫૪) ધર્માનિકાયાદિવિચાર:
(૧૬૧) લોપકપાટીશિક્ષા (૧૫૫) જમાલિમતખંડનમ
.(૧૬૨) નયાનુયોગાષ્ટકમ્ (૧૫૬) ધર્મતત્વવિચાર:
(૧૬૩) ચાન્દનિકી-બોડશિકા (૧૫૭) સિદ્ધચકમંદિર-દ્રવિંશિકા
(૧૬૪) આરાધનામાર્ગ (૧૫૮) શ્રી જેનપુસ્તકભાડાગાસ્તવ:
(૧૬૫) સ્થાપનાસિદ્ધિ (૧૫૯) દૃષ્ટિસંમોહવિચાર:
| (૧૬૬) મૂર્તિ સ્થાપનમા શ્રિી આગમો દ્ધારકશ્રી - સંપાદિત ગ્રંથો)
પ્રતા (૧) આચારાંગચૂર્ણિ.
(૨૨) અંગાકારાદિ વિષયાનુકમ (૨) આચરાંગ સૂત્ર ભા-૧
(૨૩) ઉપાંગ-પ્રકીર્ણક વિષયાનકમ આચરાંગ સૂત્ર ભા-૨
(૨૪) આપપાતિક સૂત્ર (૪) આચરાંગ સૂત્ર ભા-૧ – નવી આવૃત્તિ (૨૫) રાજપ્રીય સૂત્ર
આચારાંગ સૂત્ર ભા-૨ - નવી આવૃત્તિ (૨૬) વાભિગમોપાંગ સૂત્ર (૬) સૂત્રકૃતાંગ સૂત્ર
(૨૭) પ્રજ્ઞાપનોપાંગ સૂત્ર ભા-૧ (૭) સૂત્રકૃતાંગ સૂત્ર
(૨૮) પ્રજ્ઞાપનોપાંગ સૂત્ર ભા-૨ (૮) સ્થાનાંગ સૂત્ર ભા-૧
(૨૯) પ્રજ્ઞાપનોપાંગ સૂત્ર (૯) સ્થાનાંગ સૂત્ર ભા-૨
(૩૦) સૂર્યપ્રાપ્તિ (૧૦) સમવાયાંગ સૂત્ર
(૩૧) જંબુદ્વીપપ્રશપ્તિ ભા-૧ (૧૧) ભગવતી સૂત્ર ભા-૧
(૩૨) જંબદ્રીપપ્રશપ્તિ ભા-૨ (૧૨) ભગવતી સૂત્ર ભા-૨
(૩૩) તંદુલમાલિક ચતુદશરણ (૧૩) ભગવતી સૂત્ર ભા-૩
(૩૪) ચતુશરણાદિ પ્રકીર્ણક દશાંક (૧૪) ભગવતી સૂત્રભા-૧નવી આવૃત્તિ દ્રિ.- આ. (૩૫) ગચ્છાચાર પ્રકીર્ણક (૧૫) ભગવતી સૂત્રભા-૧નવી આવૃત્તિ દ્રિ.આ. (૩૬) કલ્પસૂત્ર બારસા (૧૬) ભગવતી સૂત્ર ભા-૩નવી આવૃત્તિ દ્રિ.આ. (૩૭) કલ્પસૂત્ર વૃત્તિ (૧૭) ભગવતી સૂત્ર દાનશેખરસૂરિ (૩૮) કલ્પસૂત્ર વૃત્તિ (૧૮) શાતાધર્મકથા
(૩૯) કલ્પસૂત્ર વૃત્તિ (૧૯) ઉપાસકદશાંગ
(૪૦) કલ્પકૌમુદી (૨૦) અંતકુન્દશા-નૂત્તરોપપાતિક-દશાંગ વિપાક (૪૧) કલ્પ સમર્થન (૨૧) પ્રશ્નવ્યાકરણ
(૪૨) આવશ્યક ચૂર્ણિ ભા. ૧
Page #24
--------------------------------------------------------------------------
________________
(૪૩) આવશ્યક ચૂર્ણિ ભા. ૨
(૭૧) આગમય સુક્તાવલ્યાદિ (૪૪) આવશ્યક સૂત્ર ભા. ૧
(૭૨) અધ્યાત્મમ પરીક્ષા (૪૫) આવશ્યક સૂત્ર ભા. ૨
(૭૩) અધ્યાત્મકલ્પદ્રુમ (૪૬) આવશ્યક સૂત્ર ભા. ૩
(૭૪) આચાર પ્રદીપ (૪૭) આવશ્યક સૂત્ર ભા.૪
(૭૫) ઈર્યાપથિકી આદિ (૪૮) આવશ્યક સૂત્ર ભા. ૧ - મલયગિરિજી (૭૬) ઉત્પાદાદિસિદ્ધિ (૪૯) આવશ્યક સૂત્ર ભા. ૨ – મલયગિરિજી (૭૭) ઉપદેશમાલા (૫૦) આવસ્યક સૂત્ર ભા. ૩ – મલયગીરિજી (૭૮) ઉપદેશમાલા (૫૧), ષડાવશ્યક સૂત્રાણિ
(૭૯) ઉપમિતિભવ પ્રપંચ કથા ભા. ૧ (૫૨) પાક્ષિક સૂત્ર
(૮) ઉપમિતિભવ પ્રપંચ કથા ભા. ૨ (૫૩) વિશેષાવશ્યક ભા. ૧
(૮૨) કથાકોષ (૫૪) વિશેષાવશ્યક ભા. ૨
(૮૩) કર્મગ્રંથ ભા. ૧ (૫૫) વિશેષાવશ્યક ગાથાનાસકારાદિ (૮૪) કર્મગ્રંથ ભા. ૨ (૫૬) ઓઘનિર્યુક્તિ
(૮૫) કર્મપ્રકૃતિ (૫૭) દશવૈકાલિક ચૂર્ણિ
(૮૬) કૃષ્ણ ચરિત્ર (૫૮) દશવૈકાલિક સૂત્ર
(૮૭) ગુણસ્થાનકમારોહ (૫૯) પિંડ નિર્યુક્તિ
(૮૮) છંદોનુશાસન (૬૦) ઉત્તરાધ્યયનાનિ ચૂર્ણિ
(૮૯) જલ્પકલ્પલતા, (૬૧) ઉત્તરાધ્યયન સૂત્ર ભા. ૧ શાંતિસૂરિ (૯૦) જીવસમાસ પ્રકરણ (૬૨) ઉત્તરાધ્યયન સૂત્ર ભા. ૨ શાંતિસૂરિ (૧૧) જતિષ્કરંડક પ્રકીર્ણક (૬૩) ઉત્તરાધ્યયન સૂત્ર ભા. ૩ શાંતિસૂરિ (૯૨) તત્વ તરંગિણી (૬૪) નંદી સૂત્ર ચૂર્ણિ ટીકા, વિ. ગા. (૩) તત્ત્વાર્થ સૂત્ર (૬૫) નંદીસૂત્ર
(૪) તસ્વાર્થ સૂત્ર (૬૬) નંદાદિગાથાઘકારાદિ
(૯૫) તિથિિિનવૃદ્ધિવિચાર (૬૭) અનુયોગદ્વારણિ ચૂર્ણિ ટીકા (૯૬) ત્રિષષ્ટીપદેશનાદિસંગ્રહ (૬૮) અનુયોગદ્વાર સૂત્ર ભા. ૧ (૭) વૈવિઘગોષ્ઠી (૬૯) અનુયોગદ્વાર સૂત્ર ભા. ૨ (૯૮) દેવવંદનાભાષ્ય (૭૦) અનુયોગદ્વાર સૂત્ર
(૯) ધર્મકલ્પદ્રુમ
Page #25
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) ધર્મબિન્દુ
(૧૨૯) ભવભાવના ભા. ૧ (૧૦૧) ધર્મપરીક્ષા કથા
(૧૩) ભવભાવના ભા. ૨ (૧૦૨) ધર્મસંગ્રહ ભા. ૧
(૧૩૧) ભવભાવના છાયા (૧૦૩) ધર્મસંગ્રહ ભા. ૨
(૧૩૨) મધ્યમસિદ્ધપ્રભા વ્યાકરણ (૧૦૪) નવપદ પ્રકરણ
(૧૩૩) મલયાસુંદરી ચરિત્ર (૧૦૫) નવપદ પ્રકરણ
(૧૩૪) મહાવીરચરિયમ (૧૦૬) નમસ્કાર માહાત્મ
(૧૩૫) યતિદિનચર્યા (૧૦૭) નવસ્મરણાનિ ગૌતમરાસ ભામણાકલકમ (૧૩૬) યશોવિજયજીકૃતગ્રંથમાલા (૧૦૮) પંચવસ્તુમાંથ
(૧૩૭) યુકિતપ્રબોધ (૧૦૦) પંચસંગ્રહ
(૧૩૮) લલિતવિસ્તરા (૧૧૦) પંચાલકાકારાદિકમ
(૧૩૯) લલિતવિસ્તરા (૧૧૧) પંચાલકાકારાદિ મૂલ
(૧૪૦) લોકપ્રકાશ ભાગ-૧
(૧૪૧) લોકપ્રકાશ ભા.-૨ (૧૧૨) પંચાશક
(૧૪૨) લોકપ્રકાશ ભા.-૩ (૧૧૩) પંચાલક
(૧૪૩) લોકપ્રકાશ ભા.-૪ (૧૧૪) પરણસંદોહ
(૧૪૪) વંદાવૃત્તિ (૧૧૫) પરિણામમાલા
(૧૪૫) વંદાવૃત્તિ (૧૧૬) પર્યુષણાદશશતક
(૧૪૬) વિચારામૃતસાર સંગ્રહ (૧૧૮) પર્યુષણાહ્નિકા વ્યાખ્યાન
(૧૪૭) વિચારામૃતસાર સંગ્રહ (૧૧૯) પ્રકરણ સમુચ્ચય
(૧૪૮) વીતરાગ સ્તોત્ર (૧૨૦) પ્રત્યાખ્યાનાદિ
(૧૪૯) શાસવાસમુચ્ચય (૧૨૧) પ્રવચનપરીક્ષા ભા. ૧
(૧૫૦) શ્રાદ્ધદિનકૃત્ય ભા-૧ (૧૨૨) પ્રવચનપરીક્ષા ભા. ૨
(૧૫૧) શ્રાદ્ધદિનકૃત્ય ભા-૨ (૧૨૩) પ્રવચનસારોદ્ધાર ભા. ૧
(૧૫૨) શ્રાદ્ધપ્રતિકમણ સૂત્ર (૧૨૪) પ્રવચનસારોદ્ધાર ભા. ૨
(૧૫૩) શ્રીપાલચરિત્ર પ્રાકૃત (૧૨૫) પ્રજાવિધાનકુલક
(૧૫૪) શ્રીપાલચરિત્ર સંસ્કૃત (૧૨૬) પ્રશમરતિ પ્રકરણ
(૧૫૫) શ્રાવકધર્મદેશના (૧૨૭) સેનપ્રશ્ન
(૧૫૬) શ્રેણિકચરિત્ર (૧૨૮) બુદ્ધિસાગર
(૧૫૭) પુરૂષચરિત્ર
Page #26
--------------------------------------------------------------------------
________________
(૧૫૮) ષોડશકપ્રકરણ
(૧૬૬) સિધ્ધસેન દિવાકરકૃતગ્રંથમાલા (૧૫૯) સંસર્ગગુણદોષપ્રકાશ
(૧૬૭) સુકતમુકતાવલી (૧૬૦) સંસ્કૃત પ્રાચીન પ્રકરણાદિ. (૧૬૮) સુબોધા સમાચારી (૧૬૧) સમ્યક્ત્વપરીક્ષા ઉપદેશશતક (૧૬૯) સ્રોત રત્નાકર ભા-૧ (૧૬૨) સવાસો આદિ સ્તવન
(૧૭૦) સ્થૂલભદ્ર ચરિત્ર (૧૬૩) સાધર્મિક વાત્સલ્યપ્રકાશ
(૧૭૧) સાદ્વાદભાષા (૧૬૪) સમાચાર પ્રકરણ
(૧૭૨) સાદ્વાદ (૧૬૫) સિધ્ધપ્રબાવ્યાકરણ
(૧૭૩) હિંસાકાદિ * ૧૮૭ પ્રતો અને પુસ્તકો થઈ ૮,૨૪,૪૫૭ શ્લોક પ્રમાણ આગમ તથા અન્ય
શાસ્ત્રોનું સંપાદન તથા મુદ્રણ કાર્ય કરેલ છે. * ૮૩ ગ્રંથો ઉપર મનનીય પ્રસ્તાવના આલેખી છે. * દરેક આગમોનું બાવન વિષય ઉપર વર્ગીકરણ. * સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં ૬૬,૫૬૨ શ્લોક પ્રમાણ શાસ્ત્રીય ગ્રંથ રચના કરી છે...
૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
* તદુપરાંત ગુજરાતી સાહિત્ય ખુબ મોટી સંખ્યામાં મળે છે...
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૮
આગમોદ્ધારકશ્રીના ઉપદેશથી સ્થપાયેલ સંસ્થાઓ ) સં. ૧૯૯૪ શેઠદેવચંદ લાલભાઈ જૈન, પુસ્તકો કારક ફંડ, સુરત. સ. ૧૯૮૫ શ્રી વર્ધમાનતપ આયંબિલખાતુ, જામનગર, સં. ૧૯૭૦ શ્રી આગમોદયસમિતિ. વર્ષ૨.
સં. ૧૮૮૫ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ, જમનગર. સં. ૧૯૭૫ શ્રી જૈનાનંદપુસ્તકાલય, સુરત.
સં. ૧૯૮૭ શ્રી જૈનતત્વબોધ પાઠશાળા, સુરત. સં. ૧૭૭ શેઠ ષભદેવજી કેશરીમલજી પેઢી, રતલામ સં ૧૯૮૭ રત્નસાગરજી જૈન વિદ્યાશાળા કાયમી ફંડ, સુરત. સં. ૧૯૮૦ ઉપાશ્રય અને જ્ઞાનમંદિર, જ્યકતા. સં ૧૯૮૭ શ્રી નગીનભાઈ મંછુભાઈ જૈન, સાહિત્યોદ્ધારક ફંડ, સુરત. સં. ૧૯૮૦ શ્રી હિન્દી સાહિત્ય પ્રચારક ફંડ, અજીમગંજ. સં ૧૯૮૮ સિધ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. સં. ૧૮૧ જૈન બોર્ડિંગ, રતલામ.
સં ૧૯૨ શ્રી લક્ષ્મી આશ્રમ તથા શ્રી જૈનાનંદ જ્ઞાનમંદિર, જામનગર, સં. ૧૯૮૩ શ્રી જૈન અમૃત સમિતિ, ઉદયપુર. સં ૧૯ë શ્રી આયંબિલખાતુ અને જૈન ભોજનશાળા, જામનગર સં. ૧૯૮૪ શ્રી નવપદ-આરાધક સમાજ.
સં. ૧૯૯૪ શ્રી વર્ધમાન જૈન શીલોત્કીર્ણ આગમમંદિર, પાલિતામા.
Page #27
--------------------------------------------------------------------------
________________
fજારા,
As per this is
'અમારું આયોજન...તમારો સહક્કર
હ મુખ્ય સ્તભ રૂ.૧,૧૧,૧૧૧/- શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર
પાલીતાણા. રૂા.૧,૧૧,૧૧૧/- વર્ધમાન જૈન તાણપત્ર આગમ મંદિર
ગોપીપુરા, સુરત. રૂ.૧,૧૧,૧૧૧/- શ્રી મહાવીર સ્વામિ જૈન દેરાસર
શ્રી નાનપુરા જૈન શ્રીસંધ, દિવાળીબાગ, સુરત.
પ્રેરકપૂ.મુનિશ્રી ઘેર્યચંદ્રસાગરજી મ.સા., રૂા.૧,૧૧,૧૧૧/- શ્રી આદિનાથ જૈન દેરાસર
કૈલાસનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંધ, મજુરાગેટ, સુરત.
પ્રેરક સાધ્વી શ્રી પ્રશાંતગુણાશ્રીજી મ.સા., રૂા.૧,૧૧,૧૧૧/- શ્રી આદિનાથ જૈન દેરાસર,
અઠવાલાઈન્સ જૈન શ્રીસંઘ, સુરત.
શેઠ ફુલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ લાલબંગલા, અઠવાલાઈન્સ, સુરત. રૂા.૧,૧૧,૧૧૧/- શ્રી સંભવનાથ જૈન દેરાસર
શ્રી સંભવનાથ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીસંઘ, વિજયવાડા.
પ્રેરક સાધ્વીશ્રી સુરક્ષાશ્રીજી મ.સા., આ રૂા.૧,૧૧,૧૧૧/- શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન દેરાસર
શ્રી વિજયદેવસૂરી સંઘ તથા ગોડીજી મહારાજ જૈન ટેમ્પલ એન્ડ
ચેરીટેબલ ટ્રસ્ટ, પાયધુની, મુંબઈ રૂા.૧,૧૧,૧૧૧/- શ્રી ધર્મનાથ દાદા જૈન દેરાસર
શ્રી જવાહરનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂ. સંઘ, ગોરેગાંવ, મુંબઈ.
પ્રેરક મુનિશ્રી સાગરચંદ્રસાગરજી મ.સા., 2 રૂા.૧,૧૧,૧૧૧/
શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, ચોપાટી, મુંબઈ.
પ્રેરક: મુનિશ્રી વિવેકચંદ્રસાગરજી મ.સા., લE રૂા.૧,૧૧,૧૧૧/- શ્રી અનંતનાથ જૈન દેરાસર
શેઠશ્રી નેમચંદ મેલાપચંદ ઝવેરી વાડી જૈન ઉપાશ્રય ટ્રસ્ટ સુરત.
vipujivision
Page #28
--------------------------------------------------------------------------
________________
પાપાપાક
KKKKKKKKKKKKBOX
S
"
રૂા.૫૧,૧૧૧/- રૂા.૫૧,૧૧૧/-
રૂા.૫૧,૧૧૧/
શ.૫૧,૧૧૧/
રૂા.૫૧,૧૧૧/
,૧૧૧/
આધાર સ્તંભ શ્રી ઓમકારસૂરિ આરાધના ભવન, ગોપીપુરા, સુરત. શ્રી જૈન શ્વેતામ્બરનાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢી પ્રેષક સચિવ દીપચંદજી જૈન ઉન્હેલ (રાજ.)
શ્રી ગોડીજી પાનાથજી જૈન દેરાસર બાઈ ફુલકીરબાઈ ફકીરચંદ નેમચંદ ટ્રસ્ટ પ્રવિણચંદ રૂપચંદ ઝવેરી માળી ફળીઆ, ગોપીપુરા, સુરત.
શ્રી શીતલનાથ જૈન દેરાસર શ્રીહરીપુરા જૈન ઉપાશ્રય, સુરત. પ્રેરક પૂ.મુનિશ્રી સૌભાગ્યચંદ્રસાગરજી મ.સા., શ્રી શાંતિનાથ જૈન દેરાસર ૫.પાદ આગમોદ્ધારક શ્રી દ્વારા સ્થાપિત ઋષભદેવ કેશરીમલ જૈન પેઢી બજાજખાના, રતલામ (મ.પ્ર.).
શ્રી કુંથુનાથજી જૈન મોટા દેરાસર ઊંઝા, જૈન મહાજન પેઢી, ઊંઝા. પ્રેરક મુનિશ્રી લબ્ધચંદ્રસાગરજી મ.સા.,
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર શ્રી સાબરમતી (રામનગર) જૈન શ્વે.મૂ.પૂ.સંઘ અમદાવાદ. શ્રી આદીશ્વર ભગવાન ઝઘડીયા જૈન તીર્થ શ્રી ઋષભદેવજી મહારાજ જૈન પેઢી ઝઘડીયા, ભરૂચ.
આ કૃત સ્નેહી શ્રી અજીતનાથ જિનાલય - શ્રી વાવ જૈન શ્વ..સંપ, વાવ (બ.કા.) પ્રેરક: સાધ્વીશ્રી પૂણ્યશાશ્રીજી મ.સા., શ્રી નમિનાથ જૈન દેરાસર, ખાનપુર જૈન શ્રીસંઘ, અમદાવાદ શ્રી શાંતિચંદભાઈ બાલુભાઈ ઝવેરી (ઘર દેરાસ) સુરત નિવાસી હા.પાલ (વે) મુંબઈ. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી જૈન દેરાસર, છાપરીયાશેરી, મોટા ઉપાશ્રય, સુરત. પ્રેરક: પૂ.૫.શ્રી નરચંદ્રસાગરજી મ.સા. શ્રી આદીશ્વર જૈન દેરાસર જૈન છે.મૂ.પૂ. તપા. શ્રીસંઘ શેઠ ડોસાભાઈ અભેચંદ પેઢી, ધાર્મિક ટ્રસ્ટ, ભાવનગર. શ્રી શાંતિનાથ જૈન દેરાસર શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ. આ શેઠ શ્રી હઠીસિંહ કેશરસિંહ જૈન દેરાસર, શ્રત નિધિ ટ્રસ્ટ શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર, અમદાવાદ, શ્રી મુનિરાલતસ્વામી જીનાલય, શ્રી કારેલીબાગ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ, કારેલીબાગ, વડોદરા. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન રાસર સંહ. નવસારી. પ્રેરક: પૂ.૫. મૂનિશ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા. આ જ આ જ
રે
૨૫,૧૧૧/-
રૂા.ર૫,૧૧૧/
૨૫,૧૧૧/
રૂા.૫,૧૧૧/
રૂા.ર૫,૧૧૧/
રૂા.ર૫,૧૧૧/રૂ.૨૫,૧૧૧/-
Kકે રૂ.૨૫,૧૧૧/
'પાાાાાાાાાા
છે
.
*
*
*
Page #29
--------------------------------------------------------------------------
________________
*
*
* *
*
*
(શુભેચ્છક) શ્રી ગોડીજી પાર્શ્વનાથ શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન દેરાસર, વોરા બજાર, ભાવનગર. શ્રી મણીનગર જૈન શ્વે. મૂ. પૂ. શ્રીસંઘ અમદાવાદ પ્રેરક :- પૂ.આ.શ્રી નિરંજનસાગરસૂરિજી મ.સા. શ્રી આકોલા જેન શ્રીસંઘ પ્રેરક :- પ.પૂ. આ.શ્રી નરદેવસાગર સૂરિજી મ. સા. એક સદ્ગુહસ્થ પ્રેરક :- પૂ.સાધ્વીજી શ્રી સદ્ગણાશ્રીજી મ. સા. નાં શિષ્યા પૂ.૪ સાધ્વીજીશ્રી સુલતાશ્રીજી મ. સા. પાટણ શ્રી અભયસાગર જૈન ઉપાશ્રય, કીર્તિ સોસાયટી, સાબરમતી, અમદાવાદ આ પ્રેરક - પૂ. સાધ્વીજી શ્રી જયવંતાશ્રીજી મ. સા. બુહારી જે.મૂ.પૂ. જૈન શ્રી સંઘ. પ્રેરક - પૂ. સા.શ્રી અમીતાશ્રીજી મ.સા. શ્રી પોરબંદર શ્વે.મૂ.પૂ. જેન શ્રી સંઘ ટ્રસ્ટ પ્રેરક :-પૂ.સા.શ્રી નિરજાશ્રીજી મ.ના શિયા પૂ. સાધ્વીશ્રી વિદિતરત્નાશ્રીજી મ.સા.
શ્રી સરેલાવાડી જેન શ્રી સંઘ, ઘોડદોડ રોડ, સુરત. પ્રેરક :- પૂ. મુનિશ્રી
વિવેકચંદ્રસાગરજી મ. સા. 7 શ્રી નાગેશ્વર જૈન શ્રીસંઘ પ્રેરકા- પૂ. સાધ્વી શ્રી દમિતાશ્રીજી મ. સા.
પૂ. શ્રી ફલ્ગશ્રીજી મ. સા.ના શિષ્યા પૂ. શ્રી અમિતગુણાશ્રીજી મ.ની ૧૦૦ ઓળીની સમામિ નિમિત્તે પારણા મહોત્સવ સમિતિ પ્રેરક પૂજ્ય શ્રી ના શિષ્યાપ્રશિષ્યા પરિવાર * સુંદરલાલ સેવંતિલાલ શાહ (ચાણસ્માવાળા) સુરત * * લલીતાબેન નાથાલાલ શાહના સ્મરણાર્થે સ્વ. નાનાચંદભાઈ છગનલાલ શાહ
(રાંદેરવાળા તરફથી) પ્રેરક:-૫ પૂ.સાધ્વીજીશ્રી શમગુણાશ્રીજીમ.નાશિપ્યાપૂ.3 પ્રશાંતગુણાશ્રીજી મ.ના. શિષ્યા પૂ.સા. વિદિતપૂર્ણાશ્રીજી મ., પૂ. સા. શ્રી |
પ્રીતિવર્ષાશ્રીજી મ.સા. તથા પૂ.સા.શ્રીપૂર્ણભદ્રાશ્રીજી મ. * નાનુન્હન બંગલાના આરાધક હેનો તરફથી પ્રેરક -પ.પૂ.સા. શ્રી રેવતીશ્રીજી
મ.સા.ના શિપ્યા પૂ. સા. શ્રી શમગુણાશ્રીજી મ. સા. ના શિષ્યા પૂ. સા. શ્રી .
પ્રશાંતગુણાશ્રીજી મ. સા. * શ્રી ગુણનિધિ શ્વે.મૂ. શ્રીસંઘ અમદાવાદ પ્રેરક-પૂ.આ.શ્રી જિતેન્દ્રસાગરસૂરિજી
મ. સા. તથા પૂ. મુનિ શ્રી પૂન્ય પાળસાગરજી મ. સા. * એક સદ્ગહસ્થ પ્રેરક-પૂ.સા શ્રી રેવતીશ્રીમના શિષ્યાપૂ.સા.શ્રી શમગુણાશ્રીજી
મ. ના શિષ્યા પૂ.સા.શ્રી વિજેતાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા. દિવ્યનંદિતાશ્રીના 3. એકાંતર ૫૦૦ આયંબિલ અને પૂ.સા શ્રી રાજનંદિતાશ્રીજીના શ્રેણીતપ નિમિત્તે .
*
Page #30
--------------------------------------------------------------------------
________________
**
* *
* એક સગૃહસ્થ પ્રેરક-પૂ.સા પ્રશમધરાશ્રીજી મ. તથા પૂ.સા.શીલંધરાશ્રીજી આ જ મ.ની પ્રેરણાથી પૂ.સા.શ્ર કીર્તિધરાશ્રીનાં શિપ્યા પૂ.સા. વૃષ્ટિધરાશ્રી સી. જે
કૃતિધરાશ્રીની દીક્ષા નિમિત્તે. * ચાણસ્મા જૈન મહાજન શ્રીસંઘ, ચાણસ્મા.
દ.વી.પૌષધશાળા નાનપરા, અઠવાગેટ, સુરત. * શ્રી ચીમનલાલ ચુનીલાલ ઝવેરી, માલણવાળા, સૂરત. * એક સગૃહસ્થ પ્રેરક-પૂ. સા.શ્રી રંજનશ્રીજી મ.ના શિયાપૂ.સા.પ્રીયંકરાશ્રી. | મ.ની સ્મૃતિમાં પૂ.સા. શ્રી નિરંજનાશ્રીજી મ. * સગરામપુરા જેન શ્રી સંઘ * શ્રી રુપચંદ ફકીરચંદ ઝવેરી પરિવાર સુરત. * અઠવાલાઈન્સ જૈન સંઘની વ્હેનો તરફથી પ્રેરક -પૂ.સા.શ્રી પ્રશાંતગુણાશ્રીજીમ.
શ્રી વડોદરા શહેર જેન સંઘ, શ્રી આત્માનંદ જેન ઉપાશ્રય જાની શેર, વડોદરા. આ લલીતા, વનિતા, હીરા આરાધના ભવન સાબરમતી. પ્રેરક :- પૂ.સાધ્વીશ્રી નિત્યાનંદાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સાધ્વી કલ્પજ્ઞાશ્રીજી વડાચોટા સંવેગી જેન ઊપાશ્રય સૂરત.
શ્રી કોટન ગ્રીન થે. મૂર્તિ પૂજન જૈન સંઘ, પ્રેરક - પૂ. મલય-ચારુ શીશુ છે દિવ્યપૂર્ણાશ્રીજી મ. * છાણી જેન શ્વે. શ્રી સંઘ - છાણી * ભટારરોડ જૈન જે. શ્રી સંઘ, સૂરતા * એક સદ્ગુહસ્થ હ: શકુબેન રતલામવાલાપ્રેરક-પૂ.સાધ્વીશ્રી શીલરેખાશ્રીજી . મ. તથા પૂ. સાધ્વી શ્રી વિશ્વવિદાશ્રીજી મ. લુણાવાડા જૈન શ્વ. શ્રી સંઘ પ્રેરક - પૂ.સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ.સા શ્રી અમિતગુણાશ્રીજી મ.
શ્રી ગુલાબચંદજી તારાચંદજી કોચર, નાગપુર * શ્રી સુધારા ખાતાની પેઢી, મહેસાણા. * શ્રી વિદ્યાવિહાર બાલભવન જૈન ધર્મશાળા, પાલીતાણા. ૯ શ્રી વિશા શ્રીમાલી તપાગચ્છ જ્ઞાતિ, જેન પાઠશાળા, જામનગર, * શ્રી વર્ધમાન ભક્તિ શ્વે. મૂ. પૂ. ઈરાની વાડી, જેનસંઘ, કાંદીવલી (વે.) * શ્રી બુદ્ધિ-કીર્તિ-કૈલાસ-સુબોધ-મનોહર-જય ચેરીટેબલ ટ્રસ્ટ, પાલડી,
અમદાવાદ, * શ્રી લીલચંદભાઈ રંગજીભાઈ શાહ પરિવાર, દીલોદવાળા હાલ, પાલડી,
અમદાવાદ * શ્રી શાન્તાક્રુઝ જૈન તપાગચ્છ સંઘ - શાન્તાક્રુઝ (મુંબઈ) * શ્રી આદીનાથ શ્વે. મૂ. જૈન સંઘ, કાનજીવાડી, શાંતાદેવી રોડ, નવસારી. ૧ * શ્રી વલસાડ જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાન પેઢી (વલસાડ) 3
શ્રી નાનચંદ ધનાજી ટ્રસ્ટ ઉપાશ્રય- સુરત. પ્રેરક - સાધ્વી શ્રી મનકશ્રીજી મ. * ત્રિકમનગર જેન શ્રીસંઘ, સુરત.
*
* * * * *
Page #31
--------------------------------------------------------------------------
________________
આગમોધ્ધારક
શાસન શાર્દુલ શાસન સમર્પિત ધ્યાનસ્થસ્વર્ગતમ્ સંયમૈકપરાયણ તીર્થોધ્ધારક સૂરિપુરદર
ભવોદધિ તારક
પૂજ્યશ્રીનાં અર્ધશતાબ્દીની ઉજવણીનાં વિશિષ્ટ
આ કાર્યક્રમોનાં સમાપન પ્રસંગે અચિંત્યશક્તિશાળી પરમ કરુણાનાં સાગર
દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુએ ભાખેલા પ્રૌઢ પ્રતિમા સંપન્ન, અનેક લબ્ધિ સંપન્ન શ્રી ગણધર ભગવંતોએ ગૂંથેલા
આગમોનાં તાત્વિક રહસ્યોને પીરસનાર આ સિધ્ધચક્રમાસિક શ્રી સંઘનાં ચરણે સમર્પિત કરતાં
અમો આનંદ અનુભવી રહ્યા છીએ.
લી. સિધ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિ
Page #32
--------------------------------------------------------------------------
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી સિકકા
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા -
,
૧ નૂતનવર્ષમાં પ્રવેશ. ૨ આગમ દ્વારકની અમોઘ દેશના. ન જૈનત્વની ગળથુથી એટલે શું?
પશુ ઉત્તમ કે મનુષ્ય? આત્માનું સન્માન. સાગર સમાધાન,
ભગવાનની કથની અને કરણી સરખી હોય તો “બાપામાર દિ આદિનો મર્મશું? ૧૮ - ભગવાન મહાવીરની માફક આજના જે સાધુ વર્તે નહિ તેને સાધુ માનવા?
સુધા સાગર. ૫ ઉગતા તારા(શબ્દ ચિત્ર) ૬ આટલું તો જરૂર વાંચો.
આરાધક અને આરાધના. | ૮ ધન્ય જૈનત્વ.(ગીત) ૪ ૯ દિવ્ય વારસો. ૧૦ આરામોદ્વારકની અમોધ દેશના.
સામાયિક શા માટે ? ધર્મનું સ્વરૂપ. જિન શાસનને શુત્ર કોણ?
હેતુને ન સમજવાનો ગુંચવાડો. ૧૧ સાગર સમાધાન - રાત્રિ-દિવસે કોઈપણ સમયે સામાયિક થઈ શકે? - જીરણ શેઠની ભાવના કયા ગુણસ્થાનકની? ન મનએ ઈન્દ્રિય ગણી શકાય? પાંચ ઈન્દ્રિયમાં તેનું સ્થાન ક્યાં, કેવી રીતે?
આત્માનો અનંત સુખ સ્વભાવ ક્યા કર્મથી રોકાયેલ છે? દુનીયામાં સુખ તરીકે ઓળખાય તે સુખાભાસ છે? શ્રાવક સચિત્તને ન અડકવાનો નિયમ કરી શકે? જાવસાણું પદ બોલી બે સામાયિક કરે અને છુટા બે સામાયિક કરે તેમાં શું ફેર ?
સમવસરણમાં અભવ્યને આવવાને, સાંભળવાનો અધિકાર ખરો? - અભવ્યજીવને શુકલ લેશ્યા હોય ખરી? - “અજીવપણુ પરિણામિક ભાવ છે? એને ભાવાર્થ શું?
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા
3૯
I
-
ન પ્રત્યેનીક થવાથી ભાવ ચારિત્રનું બીજ નાશ થાય તો નવા બીજની આવશ્યકતા? ૩૯
- મનની પ્રવૃત્તિ શી હોય છે? 5 - કુળ સંસ્કારથી દીક્ષાના રહસ્યનાં જાણકારને ગષ્ટમથી લધુ વયે દીક્ષા અપાય?
બાવીસ તીર્થંકરનો ગૃહવાસ હેય તો બે તીર્થકરનો ગૃહવાસ કેવો? ને મોક્ષની ઈચ્છારહિત સુદેવના પૂજક કરતાં મોક્ષની ઈચ્છાવાળો કુદેવની પૂજક સારો?૪૦ - શું અગ્નિમાં બળી મરવાથી દેવલોકની પ્રાપ્તિ થાય? ૧૨ સુધા સાગર. ૧૩ નિર્વાણ કલ્યાણક. ૧૪ જય શત્રુંજય !(દુહા). ૧૫ વિહારની આવશ્યકતા. ૧૬ આગમોદ્વારકની અમોધ દેશના. ને સામાયિક શામાટે ?
દ્રવ્યપૂજા અને ભાવપૂજાનું રહસ્ય : - દાન દેવાની રીતિઓ
ન ભાવની મહત્તા ૧૭ સુધાસાગર ૧૮ સાગર સમાધાન - પર્યુષણમાં અસ્વધ્યાયમાં શું વંચાય શું ન વંચાય? - ચૌદમે ગુણ સ્થાનકે કર્મો વધુ ખપાવવાના હોય છે તેનો ભાવાર્થ શું? - નિગોદના જીવોને ગુણસ્થાનકની બહાર ગણવા? - “પહેલા ગુણઠાણે અશુદ્ધવ્યવહારવાળો નરકેન જાય' તેનો શું ભાવાર્થ ?
ચૌદમે ગુણસ્થાનકે સાતમી નરકના કર્મ હોય? પુણ્યકર્મ નિકાચિત હોય કે નહિ?
ભોગાવલી કર્મ એટલે શું? : - લૌકીક ફળની ઈચ્છાથી જ સુદેવને આરાધ તો આરાધનામાં મિથ્યાત્વખરું?
જ્ઞાન થયા પછી પરિણામ આવવું જ જોઈએ' નો ભાવાર્થ શું? શ્રાવક માટે આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ કઈ ટૂંકમાં જણાવો?
કેવળદાન-શીલનપ-ભાવમાં ધર્મ માનવાથી શી તકલીફ છે? : - દરેક ધર્મવાળા ધર્મ પ્રવર્તકને ઈશ્વરનો અવતાર વગેરે માને તો સાચુ શું? પ્રતિકમણના ચઢાવાથી પ્રતિક્રમણના ઉપકરણો લાવી શકાય?
૬૫
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા -
૬૫
રર ર ર ર 8
૬૫. ૬૫ ૬૫
8
8 8
પ્રભુ પૂજામાં ફલ ન મળે તો લવિંગ ચઢાવી શકાય? પુનર્લગ્નની પ્રથાવાળાથી પૂજા, આંગી, સ્નાત્રાદિ થાય?
પુન લગ્નની પ્રથાવાળાથી પ્રભુજીનાં આભૂષણો ભેટ અપાય? - પુન લગ્નવાળાની ભેટનો સ્વીકાર સંઘના આગેવાનો કરે ? ન જ્ઞાતિ બંધારણ અને ધાર્મિક બંધારણોમાં મેળ ખરો કે નહિ ? ૧૯ ઉગતાતારા.(શબ્દ ચિત્ર-૨) ૨૦ સમાલોચના. ૨૧ શ્રુત પંચમી. ૨૨ એનાથને વંદન નિત્યમારા.(કવિતા) - ૨૩ આગમ દ્વારકની અમોધ દેશના.
જે પ્રભુ મહાવીરના અંતિમ સંદેશ. ૨૪ સુધી સાગર. ૨૫ સાગર સમાધાન.
હિંસા કરવાથી ધર્મ થાય અને ધર્મ કરતા હિંસા થઈ જાય માં શું ફરક? | ક જ્ઞાન અને ક્રિયામાં મુખ્યતા ચારિત્રની કેમ?
તીર્થંકરનામ કર્મ બાંધીને ખપાવવા કરતા ન બાંધવુ સારું ને?
તીર્થકરને મોક્ષ કલ્યાણક કેમ માનો છો? : - તીર્થકરનું દાન લેનાર દેવદ્રવ્યના ભોગી ખરા?
- દેવદ્રવ્યની વ્યાખ્યા શું? * “સીડયો તિળો પદનો અર્થ શું? ન તીર્થકરના પાંચેય કલ્યાણકોમાં તીર્થકરપણું મનાય ? ૨૬ સમાલોચના. ૨૭ ઉગતાતાર. (શબ્દચિત્ર ૨જું) . ૨૮ સિદ્ધાંતનું પારમાર્થિક અવલોકન. ૨૯ સર્વજ્ઞ સાધવા કર્તવ્ય પંથે સંચરો.(ગીત) ૩૦ નંદિનું પારમાર્થિક સ્વરૂપ. ૩૧ આગમ દ્વારકની અમોધ દેશના. * મોહનીય કર્મની સત્તા. - રાગદ્વેષ દૂર શી રીતે કરાય?
ગજસુકુમાળનું દૃષ્ટાંત.
૯૧
S $ $ $ $ $ $ $ $ $
)
$ $
૧૦૧
૧૦૪
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
-
અનુક્રમણિકા
૧૦૫ ૧૦૬
૧૦૮ ૧૦૮
૧૦૯ ૧૦૯ ૧૦૯
૧૦૯ ૧૦૯ ૧૦૯
શોભનમુનિ અને પંડિત ધનપાળ. ન શ્રીકૃષ્ણજીનો પ્રશસ્ત ક્રોધ. ૩૨ સાગર સમાધાન. - સમત્વ પામતી વખતે વધુનીર્જરા હોય બરાબર? - સમ્યકત્વ પામતી વખતે પ્રથમ મનોરથ કર્યો હોય?
સમકિતી બાપની પુત્ર પ્રત્યેની ફરજ કેવી હોય? શીખામણ લાગે કોને?
વચન અને વિચારમાં ફેર શો? - પાપ બે પ્રકારનાં કયા?પાપની શક્તિ કેટલી ?
ઘાતકર્મમાં હિતતા નથી અને અઘાતીમાં આંશીક હિતતા એટલે શું? નિયાણ એટલે શું?
સુલતાએ દેવ પાસે પુત્રની માંગણી કરીને યોગ્ય? = અનાદિ હોય અને છેડો પણ હોય એ બને ખરું?
તીર્થકરો ક્ષાયિક સમ્યકત્વના ઘણી હોય, વાત સાચી? - સમ્યકત્વપૂર્વક જ વ્રતાદિનું ગ્રહણ યુક્ત છે ને ભાવાર્થ
આશંસા અને નિયાણામાં શું ફેર ? hક ધર્મ વેચીને નીયાણ કરનારને તે મુજબ ન મળે તો તે નિયાણું કેમ?
ને ભગવાન મહાવીરના સંસારી છેલ્લા બે વર્ષ ગૃહસ્થ પર્યાયમાં કેમ ગણ્યા?
ન તીર્થકરો દેશવિરતિના કોઈપણ વ્રત કે નિયમ ગ્રહણ કરે? ' અવધિજ્ઞાનીઓ દેશવિરતિ લઈ શકે? - ઉધમ સર્વજ્ઞપણાનો કે વિતરાગપણાનો?
“મવાર વાર તે સ્થાને અનંતભવની મહેનત કેમ? ૩૩ સમરાદિત્ય ચરિત્ર. ૩૪ સુધા સાગર. ૩૫ શ્વેતાંબર જૈન સાધુઓમાં ઐક્યમત ૩૬ સાગર સમાધાન. - વર્તમાનકાળે મોક્ષાર્થી જીવે સાધ્ય કેવું રાખવું? - અનંતકાયની સુક્ષ્મ-બાદરની સાબિતિ?તે સાધારણ વનસ્પતિ કેમ?
કેવળજ્ઞાની ભવિષ્યમાં પડનાર છે જાણી દીક્ષા આપે ? - આખા શાસનનો નાશ કરશે એવું જાણવા છતા વિરતિ પ્રદાન થાય?
૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૦
૧૧૧
૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ૧૧૪
૧૧૬
૧૧૭ ૧૧૭ ૧૧૭ ૧૧૮
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા -
0
0
૧૨ ૦
૧૨૦
પરણેતર બાઈનું પોષણ એ દીક્ષીતનું વાસ્તવિક દેવું ને ?
૧૧૮ એકમાણસની પાછળકુંટુંબ, સંસ્થા, સમાજ સબડે આદિથાય તો તેને દીક્ષા બાપવી?૧૧૯ એક યુગ પ્રધાનોનો મોટો ભાગ બાળ દીક્ષિતનો છે એ વાત ક્યાં?
૧૧૯ - બાળ, ગ્લાન, તપસ્વી આદિએ લોન્ચ કરવો જ પડે?ન થાય તો શું?
૧૧૯ સર્વ સાવધનો ત્યાગ માત્રથી સાધુપણું સંભવે ?
૧૧૯ * સામાયિકનો ફાયદો સમજાવતું વર્તમાનકાળનું દૃષ્ટાંત આપો? - બાહુબલજીની દીક્ષા શાસ્ત્ર અપેક્ષાએ વંદનીય ખરી? - દેશવિરતિ શ્રાવક લેણદારને કેદખાનામાં મોકલવાનું વર્તન કરે તે યોગ્ય? ૩૭ સત્ય સ્વીકારવામાં જૈન શાસનની શોભા છે. ૩૮ સાધુવયનું વિહારમાં કર્તવ્ય.(ગીત) ૩૯ સ્થાપનાના સ્વીકારમાં સર્વપર્ષદ ૪૦ આગમોદ્વારકની અમોધ દેશના ધર્મની ખાત્રી મુશ્કેલ છે.
૧૨૮ અરૂપીની ઓળખાણ.
૧૩૧ ૪૧ સાગર સમાધાન.
સામાન્ય સાધુ દીક્ષા બાદ ઉપદેશ આપે તો તીર્થકરો કેમ નથી આપતા? " ૧૩૫ ને હિંસાના સુપચ્ચકખાણ અને દુપચ્ચકખાણ એટલે શું?
૧૩૫ - “કરશે તે ભોગવશે' કહેત જૈન સિદ્ધાંત અનુસાર છે?
૧૩૫ - સ્થાપના શબ્દની સાચી વ્યુત્પત્તિ શી?
૧૩પ. - પંચમઆરાના છેડા સુધી કયા શાસ્ત્રોના આધારે શાસન ચાલશે?
૧૩૬ - ચારભૂત સૂત્રના નામ અને તેને ભણવાનો કાળ જણાવો? : - બીજા પહોરમાં થાક લાગવાથી તીર્થકરો દેશના ન આપતા હતા?
૧૩૬ જ અંગને અનુસરતું વર્ણન ઉપાંગમાં હોય? . ૪૨ સમરાદિત્ય ચરિત્ર. ૪૩ સમાલોચના. ૪૪ સાગર સમાધાન.
અઠ્ઠાઈ મહોત્સવના બહાને દીક્ષા રોકવામાં પાપ છે એમ કયા શાસ્ત્રમાં છે? ૧૪૧ અઢારદોષ તપાસીને દીક્ષા આપવી યોગ્ય છે?
૧૪૧ સર્વ વિરતિના સાધ્ય વગર દેશવિરતિ ટકે ખરું?
૧૪૧ - અઢારમાંથી પાંચ પાપસ્થાનકનાં જ પચ્ચકખાણ કેમ ?
૧૪૧
૧૩૬
૧૩૬
૧૩૭
૧૩૯
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
22 અનુક્રમણિકા
- સમ્યકત્વધારીને દ્રવ્ય અનુષ્ઠાન હોય કે ભાવઅનુષ્ઠાન ?
૧૪૨ ન મહાવીર પ્રભુના અભિગ્રહથી મા બાપની સંમતિ વગર દીક્ષા ન થાય તો તે યોગ્ય? ૧૪૨ યથા પ્રવૃત્તિકરણ એટલે શું?
૧૪૩ - પાપનું બંધી પાપ કરતાં કહેવાતા સાધુ વધુ પાપી હોઈ શકે?
૧૪૩ પૂજા કરનાર શ્રાવકને અને નદી ઉતરતા સાધુને દ્રવ્યહિંસા દોષ લાગે? ૧૪૩ ૧ નાનીદીક્ષાપછી વડી દીક્ષા અપાય છે તેના કરતાઅમુકવખત સાથે રાખ્યા બાદઅપાયતો૧૪૩ ૪૫ સુધા સાગર.
૧૪૪ ૪૬ સમાલોચના. ૪૭ સ્થાપનાનું સ્થળ.
૧૪૫ ૪૮ આગમોદ્વારકની અમોધ દેશના. ને ચાર સ્થંભો ઉપર સંસારીઓની ઈમારત.
૧૫૧ - સુપાત્રદાનની કિંમત શાથી?
૧૫૪ - ભગવાન મહાવીરના અભિગ્રહમાં રહેલ ઊંડુ રહસ્ય!
૧૫૭ ૪૯ સાગર સમાધાન.
ન તીર્થંકરભગવાનની વાણીનો લાભ મળતો હોય ત્યાં ગણધર ભગવાનને બેસાડવા યોગ્ય?૧૫૯ ૪ ન પડીલેહણની ક્રિયા વખતે ઉપાધનવાળા પાણહાર પચ્ચખાણ કરે કે નહિ? ૧૫૯ ન ગુહસ્થપણે રહેલ કેવલી દેશના અને વંદન વ્યવહાર પ્રવર્તાવી શકે?
૧૫૯ “રસૂનામશ્રી...' ગાથાનો પારમાર્થીક અર્થ જણાવશો?
૧૬૦ - કોઈક મીથ્યાત્વીની કે તેવા સાધુની સમ્યક્રવીધારી ભક્તિ કરે તો શું?
સાજા અથવા માંદા સાધુને અનુકંપાથી દાન દેવાય? આત્મામાં સમ્યકત્વ થયુ છે કે નહિ તે શાથી જણાય? ક્ષાયોપથમિક સમત્વનું સ્વરૂપ કેમ અસ્થિર હોય છે?
૧૬૦ સમરાદિત્ય ચરિત્ર. ૫૧ સાગર સમાધાન. ૧ નાની દીક્ષા અને મોટી દીક્ષામાં વાસ્તવિક તફાવત શું છે?
૧૬૪ બંને દીક્ષા વચ્ચે કેટલો કાળ થવો જોઈએ?
૧૬૪ ન દીક્ષાની યોગ્યતા માટે દીક્ષા પહેલા થોડી મુદત રાખવામાં શું બાધ છે? ૧૬૪ - આચારાંગના પ્રથમ અધ્યયનને સ્થાને દશ વૈ.ના ૪ અધ્યયનનું શું કારણ? ૧૬૪ ન આચારાંગના સ્થાને દશવૈકાલીકનું વિધાન ક્યાં છે?
૧૬૪ ન ભણવા પહેલા યોગોહન આદિ કરવાનું વિધાન કયાં છે ?
૧૬૪
o.
o
o
o
-
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા
૧૬૫ ૧૬૫
૧૬૯
૧૭૫ ૧૭૭ ૧૮૧ ૧૮૩ ૧૮૭.
- બંને દીક્ષાના પચ્ચકખાણમાં ભિન્નતાનું વિશેષ કારણ શું? - સોળ વર્ષ પછી સંમતિ જરૂરી નથી એવું ક્યાં છે? પર સુધા સાગર. પ૩ મિથ્યાત્વની મર્યાદા સમજવાની જરૂર. ૫૪ ભગવાનો ભવ્ય ઉપકાર.(ગીત)
પૂજન માટે વિચારણા. ૫૫ આગમ દ્વારકની અમોધ દેશના.
મહેનતનો માલીક કોણ? - ગુલામીખત કે આજ્ઞાવર્તિતા - ત્યાગ માર્ગમાં ઉપદ્રવ કરનારને ગણધર હત્યાનું પાપ લાગે?
સમરાદિત્ય ચરિત્ર. ૫૭ સમાલોચના. . ૫૮ સાગર સમાધાન.
શ્રાવકોને દેવતા અને નારકીની હિંસાનું પાપ કેમ આલોવવાનું?
ઉપાયો વિજયજીમ. જે મીબાદૃષ્ટિની પ્રશંસા કરી છે? - સારાગુણવાળા મીઆદષ્ટીની જાહેરમાં પ્રશંસા થાય કે મનમાં? - “મારંગ જોવતારે અંધોઅંપુલાયનો સાચો ભાવાર્થ શું? પ૯ સુધાસાગર. ૬૦ શાસ્ત્રથી નીરપેક્ષ રહેનારાઓ. ૬૧ સ્થાપના દ્વારા દર્શન-વંદન-પૂજનાદિનો સ્વીકાર. ૬૨ આગમ દ્વારકની અમોધ દેશના. - કોડપૂર્વની જીંદગી એમને એમ ચાલી જાય. - વગર પૈસાની દવા લેવાતી નથી.
ઉત્તમ ચીજ મોક્ષજ તેની આગળ સ્વર્ગની કિંમત કોડીની. ૬૩ સમાલોચના. ૬૪ સાગર સમાધાન. : - શ્રીપાલ ચરિત્રાનુસાર ઓળીના આઠ આયબિલ સમજવા કે નહિ?
- છ અઠ્ઠાઈમાં અઠ્ઠાઈ કરનાર પારણુ ક્યારે કરે ? 1 - સાત ક્ષેત્રમાં શ્રાવકનું પોષણ જણાવ્યું તો તે સમકિતિ લેવા કે ગમે તે?
ન વ્યવહારથી સમકિતિની ઓળખાણાદિ શી?
૧૮૮ ૧૮૮
૧૮૮
૧૮૮
૧૦૩
૨૦૪
૨૦૫
૨ ૦૭.
२०७ २०७ २०७
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા
૨૦૮
ન ધાર્મિક ક્રિયા રહિત, કંદ મૂલાદિના ભક્ષકને મદદ કરવાથી લાભ ખરો? २०८ - અસતિ પાષણમાં કુતરા, બિલાડા કે સુંઢીયા આદિ સાધુ પણ?
૨૦૮ જ પ્રભુ મહાવીરની પહેલી દેશનામાં મનુષ્યો હતા? - વીરપ્રભુએ અંતીમ ફરમાવેલ પુણ્ય અને પાપના અધ્યયનો હાલ કયા શાસ્ત્રમાં છે? - દેવતાને નિદ્રાનો ઉદય હોય? કઈ નિદ્રા?
૨૦૮ = બાલ્યવસ્થામાં પણ તીર્થંકરનાં આહારનિહાર અદશ્ય હોય?
२०८ તીર્થંકર ભગવાન કરપાત્રી હતા તો ચંડીલ ભૂમિ કેવી રીતે જાય?
૨૦૮ તીર્થંકરના અંડીલમાં બે ઘડી પછી સમૂચ્છમ જીવ ઉત્પન્ન થાય?
૨૦૮ ન આચાર પ્રકલ્પ તે જ આચારાંગ કે બીજું?
२०८ - સંજમના સ્વરૂપથી અનભિજ્ઞકુલાચારથી નવકારશી કરનારને સંયમ આપી શકાય? ૨૦૯ ૫ બકુશ, કુશીલ ચારિત્રવાળા કયું આયુષ્ય બધે?
૨૦૯ નવ અંગે પૂજનમાં પ્રથમ જમણા પગે કેમ પૂજા કરવાની?
૨૦૯ * પ્રભુ મહાવીરે ઈન્દ્ર મહારાજના મનની વાત શી રીતે જાણી?
૨૦૯ જ સજુમતિ મનઃ પર્યવજ્ઞાન તો દર્શનાવર્ણય કેમ નહિ?
૨૦૯ - જીનેશ્વર ભગવાનના અનુષ્ઠાન વખતે કેવા અધ્યવસાયથી કેવકર્મ બંધાય? ભરતચક્રના છ ખંડ અને બ્રદદન ચક્રના છખંડમાં શું કરતમતા?
૨૦૯ : - કર્મ બંધનના ચાર કારણ છે અને આપ એક કહો છો તેનું શું રહસ્ય? ૨૦૯ જ દ્રવદયાની વાસ્તવિક વ્યાખ્યા શું?
૨૧૦ ભાવદયાની વાસ્તવિક વ્યાખ્યા શું?
૨૧૦ ( ૬૫ આગમ દ્વારકની અમોધ દેશના પરાધિનતાના પિંજરમાં.
૨૧૧ : ૬૬ સુધાસાગર.
૨૧૫ ૬૭ શાસન મંદિરનું સ્વરૂપ. ૬૮ બચાવવાનું ન માને તે પાંચ મહાવ્રતને માનતો નથી. * યુક્તિ પુરસ્સર ભાવ પ્રાણીનું દિગ્દર્શન.
२२० ૬૯ આગમોદ્વારકની અમોધ દેશના. સમ્યત્વ અને મિથ્યાત્વમાં સ્વતંત્ર વિરોધીપણું.
२२२ - શ્રુતજ્ઞાનનો અધિકારી કોણ?
૨૨૬ જ સમકિતિ નીગંથ પ્રવચનને કેવું ગણે?
૨૨૮
૨૦૯
(
૦૦૨
o
દ
૨૧૭
(
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
જિ.--અનુક્રમણિકા - -
૨૪૭
૨૪૮
૨પ૨.
૭૦ સુધાસાગર
૨૩૦ ૭૧ આગમ દ્વારની અમોધ દેશના મરણ કોને મુંઝવે?
૨૩૩ ૭૨ શાસનના અનુસંધાન માટે મળેલ મુનિ સમુદાય. : ૭૩ ભાવ દયાનું સ્વરૂપ. ૭૪ આગમ દ્વારકની અમોધ દેશના. જ કલ્પવૃક્ષ શું આપે? * સીલીંગની મહત્તા સ્વયંસિદ્ધ છે. દ્રવ્યચારિત્ર નિષ્ફળ નથી જ.
૨૫૦ સાગર સમાધાન : - કુંભકાર કટકનગર બાળવાનું નીયાણ કોણે કરેલ અને નિયાણાનું સ્વરૂપ શું? ૨૫૨ * “વિવિગvy....” નો ભાવાર્થ શું?
૨૫૨ મૈથુનમાં સ્યાદ્વાદ ખરો? * બાહુબલીજી વખતે દીક્ષીત નાનાભાઈને મોટાભાઈએ વંદન ન કરવાનું યોગ્ય? ૨૫૩ = ૧૪ ઉપકરણ સિવાય ઔપગ્રહિક ઉપરકરણ રાખવાનું મૂળ સૂત્રમાં છે? ૨૫૩ - પરિગ્રહમાં ઉપસર્ગ રાખવાનું કારણ શું?
૨૫૩ : - અવગ્રહ કેટલા પ્રકારનો? બાધ્ય બાધક ભાવને શબ્દાર્થની ઘટના? - ૨૫૩ ૭૬ સુધાસાગર.
૨૫૫ ૭૭ આગમોદ્વારકની અમોધ દેશના.
૨૫૭ ૭૮ સમ્યક્ત્વનું સ્વરૂપ. ૭૯ દ્રવ્યનંદી રૂપી ત્રીજો ભેદ. આગમોદ્વારકની અમોધ દેશના.
૨૭૩. આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા. - ભાવદયાનું મૂળ ક્યાં છે? ૮૧ સાગર સમાધાન. - સંધિ શબ્દનો અર્થ જુદાજુદા સંભવે તો તેના દ્રવ્યભાવ કેવી રીતે સમજવા? ૨૮૪
લજ્જા, ભય કે મોટાઈને લીધે આધાકર્મી આદિ દોષ ન ત્યજે તો તેમાં મુનિપણું મનાય?૨૮૪
“શરીરમાાં ખલુધર્મસાધનને આધારે મોજ મજા કરવાનું કહેલું વ્યાજબી? ૨૮૫ - અસંયમમાં અરતિ અને સંયમમાં આનંદ રાખવો સર્વ દશામાં ઉચિત ખરા? ૨૮૫ - મિત્ર અને અમિત્રનું લક્ષણ શું?તે કોને ગણવા? - સાપ અને સોનાની જેમ પાપ અને સંવરની હેયોપાદેયતા કેમ જણાતી નથી? ૨૮૬
૨૬૫
२७६
૨૭૯
૨૮૫
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
- અનુક્રમણિકા
૩૦૧
૮૨ સુધાસાગર.
૨૮૭ ૮૩ સંઘ (સાધર્મિક)ની પરંભક્તિ કોણે કેવી રીતે કરી?
૨૮૮ ૮૪ દ્રવ્યનંદી૫ ત્રીજે ભેદ.
૨૮૯ ૮૫ આગમ દ્વારકની અમોધ દેશના.
માર્ગાનુસારીના ૩૫ અને શ્રાવકના ૨૧ ગુણના સંસ્કાર પાડવાની જરૂર. ૨૯૩ જુગારીની ભાવી દશા.
૨૮પ * જિનેશ્વર દેવોએ ધર્મ કહ્યો કયા મુદ્દાએ? .
૨૯૯ સાચા શત્રુઓ કોણ? રાણી થવું કે દાસી?ભેદી પ્રશ્ન!
૩૦૩ ને ભગવાનની દ્રવ્યપૂજાનો હેતુ શો?
૩૦૫ સાગર સમાધાન ઠાણાંગજી વગેરે પર કોટયાચાર્ય ટીકા કરેલ તે વાત સાચી ?
૩૦૭ શ્રાવક શ્રાવિકાને ચારિત્રદેશથી હોય પરંતુ દર્શન જ્ઞાનમાં ઓછા અધિકારી ન 3०७ હોવા છતાં અંગાદિ સૂત્રો વાંચવાનો અધિકાર કેમ નહિ? ચારિત્રના ક્ષાયિક ભાવમાં સંકલ્પ વિકલ્પ અસંભવગણી મહાવ્રતોનું તે દશામાં ૩૦૮ અવસ્થાન કેમ મનાય? હકીકત મૂળ ગ્રંથમાં ન હોય અને ટીકામાં જ હોય છતાં મૂળગ્રંથમાં છે ૩૦૮
એમ કેમ કહેવાય? - વર્તમાનકાળે નયો દ્વારા સૂત્રોની વ્યાખ્યા થાય?કેટલા નયથી કેવા પુરૂષને આશ્રીને કરે?૩૦૮ - શુકલ પાક્ષિક જીવોને કેટલો સંસાર અવશેષ? કેમ?
૩૦૯ આદેશ શબ્દનો અર્થ શું?
૩૦૯ ૮૭ સુધાસાગર. ૮૮ આગમ દ્વારકની અમોધ દેશના. ૮૯ રૈલોકયનાથ ભગવાન મહાવીર. ૯૦ દ્રવ્યમાં નો આગમ ભેદની તથા તેના પેટા ભેદોની જરૂરી ૯૧ આગમ દ્વારકની અમોધ દેશના. - ઈષ્ટવસ્તુના જુદા શબ્દો પ્રિય લાગે છે કેમ?
૩૧૯ - ગૃહસ્થ ધર્મ ખાળે ડૂચાને દરવાજા ખુલ્લા જેવો છે.
૩૨૧ - જીવનિગોદથી અહીં સુધી અકામ નિર્જરાથી આવ્યો છે.
૩૨૩ - વિરુદ્ધ ઈચ્છાએ કરેલ ધર્મકાર્ય સદ્ગતિ જરૂર આપે છે.
૩૨૫
૩૧૦
૨૧૧
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા
૩૨૮
૩૩૩
૯િ૨ સમાલોચના. ૯૩ સાગર સમાધાન. - સમ્યગૃષ્ટીમાં અસંખ્યાત ગુણી નિર્જરા કોની અપેક્ષાએ ગણી?
૩૨૯ - સમ્યગ્દર્શનની ઉત્પત્તિના ભેદોની જેમ શ્રાવક અને સાધુપણામાં ભેદ છે? ૩૨૯ - સમદૃષ્ટિ આદિને અસંખ્યાતગુણી નિર્જરાવાળા માન્યા તો કાળની અપેક્ષાએ શું?૩૨૯ તપજ્ઞાનને ચારિત્રના ફળની પ્રાપ્તિમાં કઈ કઈ વસ્તુઓ વિધૂ કરે?
૩૩૦ અઢી દ્વીપમાં તીર્થકરોની કયા પદે કેટલી સંખ્યા સમજવી?
૩૩૦ - હનન, આજ્ઞાપન, પરિગ્રહણ, પરિતાપન અને અપદ્રાવણથી શું શું ગ્રહણ કરવું? ૩૩૦ ૯૪ રાજેશ્વરીતે નરકેશ્વરી કેમ?
૩૩૧ ૯૫ આગમ દ્વારકની અમોધ દેશના. ૯૬ ભયંકર સંગ્રામમાં સાધુઓએ સાધેલું શૌર્ય. ૯૭ શશરીરને પહેલું લેવાનું કારણ. ૯૮ આગમોદ્વારકની અમોધ દેશના.
જન્મ અને કર્મ અનાદિ તત્ત્વ મિથ્યાત્વ અજોડ દુશ્મન.
૩૪૩ 1 - સમ્યત્વ પ્રાપ્તિ અનુપમ આનંદ.
૩૪૫ - સાધુપણું આત્મ કલ્યાણનો જ માર્ગ.
૩૪૮ ૯૯ સમાલોચના. : ૧૦૦ સાગર સમાધાન.
ન ગણધરો ચૌદપૂર્વોની રચના પ્રથમ કરે છે કે આચારાંગસૂત્રની રચના? ૩૫૧ 3આચારાંગ સૂત્રનું પ્રમાણ કેટલું સમજવું?
ઉપર - પાંચ મહાવ્રતોને સંયમસ્થાનના અનંતમે ભાગે કહેલ છે કેમ?
ઉપર મહાવ્રતાનો વિષય સર્વ દ્રવ્યો કેમ બને છે?
૩૫ર તે ૧૦૧ આગમ દ્વારકની અમોધ દેશના ન તીર્થકરો ધર્મ પ્રરૂપે છે પણ નવો ઉત્પન્ન કરતા નથી.
૩૫૩ n = ચાણક્યના પિતાની પુત્રના જન્મ વખતે મનોદશા.
૩પ૬ જ ન છાતીપુરમાંથી નરકપુરમાં ન જાવ. તીર્થકરો અધર્મને ધર્મ બનાવી દેતા નથી.
૩૬૦
૩૫૦
૩૫૭
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા
૩૬૬
૩૭૬
,
૧૦૨ સરલતાનો સ્વાભાવિક સૂર્યોદય. 1 ૧૦૩ પ્રભુની પ્રતિમા જડ છે એમ કહી અનાદર કરનારાઓને ચેતવણી. ૩૬ ૧ ૧ ૧૦૪ આગમ દ્વારકની અમોધ દેશના. ન દેવપૂજા: આત્મશુદ્ધિનું પ્રથમ સોપાન. - વજુસ્વામી : બાળ દીક્ષાનો આદર્શ.
૩૬૮ - લૌકીક અને લોકોત્તર પૂજા.
3७० 1 - સાધુમાર્ગ લોકોત્તર પ્રતિજ્ઞાથી પણ વધુ મૂલ્યવાન વસ્તુ
૩૭ર લોકોત્તર (દ્રવ્ય) પૂજા: સર્વવિરતિનું એક સાધન
૩૭૩ ૧૦૫ સાગર સમાધાન. ન જ્ઞાનાવણયાદિ કર્મોને ઉપક્રમ લાગે તેમ આયુષ્ય કર્મ માટે ઓછુ થાય ખરું? - એક ભવમાં આયુષ્ય કેટલી વખત અને ક્યારે બંધાય?
૩૭૬ - આયુષ્ય કર્મ જલ્દી ભોગવાઈ જાય કે તૂટે તો કરેલ કર્મ વગર ભોગ નાશ થાય? ૩૭૭ - રસ અને પ્રદેશના ભેદમાં કોઈ દૃષ્ટાંતથી સમજણ અપાય?
૩૭૭ - આયુષ્ય કર્મને ઉપક્રમ લાગે તો તેમાં કરેલ કર્મનો નાશ ન માનવો કેમ? ૩૭૭
- અસંખ્યાત વર્ષના મનુષ્ય, તીર્થકરનું, આયુષ્ય ઉપક્રમવાળુ નથી હોતુ ખરૂં? ૩૭૭ 0 ૧૦૬ આગમોદ્વારકની અમોધ દેશના - ગર્ભની અનુભવેલી અવસ્થા બીજાના કહેવાથી જણાય છે.
૩૭૮ આત્માની પવિત્ર ગંગામાં ગટર ખાલી કરો.
3८० - તમે ગટરને ગંગાથી ધોવો છો કે ગંગામાં ગટર મેળવો છો?
૩૮૨ - લોટી પાણી કે રોટલીનો ટૂકડો સાધુને વહોરાવે તે દુષ્કર અને દુષત્યજ છે. ૧૦૭ સરલતાનો સ્વાભાવિક સૂર્યોદય. ૧૦૮ ભવ્ય શરીરનો આગમ દ્રવ્ય નિપાને માનવાની જરૂર. ૧૦૯ આગમ દ્વારકની અમોદ દેશના. ને દેવ-ગુરૂ અને ધર્મ.
૩૯૦ દેવની પૂજા શા માટે?
૩૯૩ જૈન ધર્મ સ્વભાવ ધર્મ. - કર્મ રાજાના હથિયાર.
૩૯ ૭ ધર્મલાભ.
૩૯૯
3८४
૩૮૫
૩૯૫
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
શરિવા.-અનુક્રમણિકા --
૪૦૪
o
o :
૪૦૪
૧૧૦ સમાલોચના.
૪૦૨ ૧૧૧ સાગર સમાધાન. ન લવણ સમુદ્રમાં મનુષ્યના જન્મ મરણ થાય કે નહિ?
૪૦૩ હાલમાં યતિઓ અને ગોરજીને કયું ગુણસ્થાનક માનવું?
૪૦૩ - તમસ્કાય વસ્તુ શી? ક્યાંથી આવે છે? નિયમિત સમયે આવવાનું કારણ? ૪૦૩ - ભરતની શાશ્વતી ગંગા નદી હાલ છે ને કે બીજી?
૪૦૩ સૂર્યોદય બાદ નવકારશી આદિનું પચ્ચકખાણ લેવાય કે નહિ?
૪૦૩ સિધ્ધચક્રજીમાં જુદા જુદા વર્ણ નું કારણ શું?
४०४ | ન સકલતીર્થ કયા આવશ્યકમાં ગણાય?
४०४ પૌષધમાં શ્રાવકથી વાસક્ષેપ વડે જ્ઞાનપૂજા થાય? જ છઠ્ઠા ગુણઠાણે કર્યુ ધ્યાન હોય?
૪૦૪ પરમાધામી દેવીની ગતિ આગતિ કેટલા જીવ ભેદમાં હોય? મહાવિદેહમાં ૨૪-૨૫મી વિજયની જેમ બધી વિજયો છેવટે ઉંડી છે? નિહાર સ્થાન માટે કુલ કેટલા ભેદ અને કેવી રીતે ? ક્યો લેવો?
४०४ પરમાધામીની વિરાધના કેટલી નરક સુધી હોય? ૧૧૨ સુધા સાગર.
૪૦૫ ૧૧૩ રાજેશ્વરીતે નરકેશ્વરી કેમ?
૪૦૬ : ૧૧૪ વૈરાગ્ય વાસનાના વિવિધ કારણો. ૧૧૫ નોઆગમ દ્રવ્યનિપાનું સ્વરૂપ અને તેને માનવાની જરૂર.
૪૧૦ : ૧૧૬ આગમોદ્વારકની અમોધ દેશના.
- સાચી સ્વાધીનતા. ને ખરૂં સામાયિક.
૪૧૫ - શરીરનું સાફલ્ય.
૪૧૮ મોહનીય કર્મ.
૪૨૧ ૧૧૭ સમાલોચના
૪૨૫ ૧૧૮ અન્ય ઉદેશ કે ઉદ્દેશ શૂન્યપણે થતી દ્રવ્ય ક્રિયાઓ પણ ઉત્તમ ક્રિયાનું બીજ છે.૪૩૪ ૧૧૯ આગમોદ્વારકની અમોધ દેશના. સંસાર અનાદિ છતાં અંતવાળો.
४३७ કર્મનું જોર અને આત્માનું ચૈતન્ય.
૪૩૮ ને સમષ્ટિ અને મીઆદૃષ્ટિ.
૪૪૧
૪૩
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
-
અનુક્રમણિકા -
૪૪૩
૪૫૦
ન તીર્થંકર ધર્મ બતાવનાર પણ બનાવનાર નહિ. - આત્મ પરિણતિ.
૪૪૭ ૧૨૦ સાગર સમાધાન.
યુગ પ્રધાનો કેટલા હોય?લક્ષણ શું? હાલમાં છે કે નહિ? - સાતક્ષેત્ર કયા અને તેમાં ધન વ્યય કરવા સાધુ ઉપદેશ આપે કે આદેશ? ૪૫૦ : ૧ પાણીની પરબો, કુવા આદિનો ઉપદેશ સાધુ આપે કે નહિ?
૪૫૧ ૧૨૧ સમાલોચના.
૪૫૩ ૧૨૨ સુધાસાગર.
૪૫૬ - ચાર પુરૂષાર્થમાં સાથે કેટલા? અર્થ, કામનું સાધપણું કેમ નહિ? ૧૨૩ બૌદ્ધ ભગવાન મહાવીરને કયા નામથી ઓળખે છે?
૪૫૭ | આરાધ્યવીર કયા?
૪૫૯ • ૧૨૪ આગમોદ્વારકની અમોધ દેશના. - મહાત્માઓનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે.
૪૬૧ - જૈન મતમાં કહેણી તવી રહેણી છે.
૪૬૩ ન ગુણો સર્વ મતવાળાને કબુલ છે.
૪૬૫ ૧૨૫ સાગર સમાધાન. - બોદર એકેન્દ્રિય જીવને સ્પર્શ કરતાં કેટલું દુઃખ થાય છે?
૪૬૯ : - ઘરમાં રહેલ વ્યકિત પાપ કરે તો ઘરની અન્ય ધર્મી વ્યકિત પાપથી લેવાય? ૪૬૯ 1 - પાક્ષિક પ્રતિક્રમણામાં છીંક માટે કોક પૂજા-સ્નાત્ર ભણાવવા કહે છે તે યોગ્ય? ૪૭૧
* નમોડસ્તુ વર્ધમાનાય અને સંસાર દાવાનલની ચોથી થાય સાથે બોલાવાનું કારણ? ૪૭૧ 1 ૧૨૬ સમાલોચના. ૧૨૭ સુધાસાગર.
૪૭૯ ૧૨૮ શુદ્ધ ટીકાકારોની આત્મદશા. ૫ ૧૨૯ છાધ્યસ્થિક વ્યવહારની પ્રબળતા.
સ્નાત્રાદિકથી કરાતી પૂજાને ભાવપૂજાનું ઉપાદાન કે પરિણામી કારણ નથી. ૧૩૦ આગમોદ્વારકની અમોધ દેશના. મહાપુરૂષોનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે.
૪૮૫ ન વસ્તુ સ્વરૂપ સમજનારા મિચ્છામિ દુક્કડમ્ દેતા અચકાતા નથી.
૪૮૭ - આનંદના અવધિમાં શંકાનું કારણ. ન તીર્થકરોમાં ઋષભદેવજી અધિક કેમ ?
૪૯૨
૪૭૨
૪૮૧
૪૮૨
૪૯૦ ,
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
----અનુક્રમણિકા -
૪૯૮
૫ ૧૩૧ રાજેશ્વરીત નરકેશ્વરી કેમ?
૪૯૪ - સ્ત્રી ખરાબ લક્ષણવાળી હોય તો અસંયત્તિનું પોષણ કહેવાય?
૪૯૭ - રસગારવ, ઋદ્ધિગારવ અને શાતા ગારવનું સ્વરૂપ શું? શિયાળે-ઉનાળે, રાત્રે દિવસે પુદ્ગલોનો સ્પર્શ થવામાં નિયમ ખરો?
૪૯૮ મરણવાળાને ઘેર ખાવા પીવાથી સૂતક લાગે? કેટલા દિવસનું?
૪૯૮ ન બહાર દેશાવરમાં કુટુંબનું મૃત્યુ થાય અને અત્રે સમાચાર આવે તો સૂતક લાગે? ૪૯૯ - ઘરમાં સુવાવડ હોય પરંતુ અલગ રહેનારને સૂતક લાગે?
૪૯૯ એકજ મોભાવાળા ચાલી ટાઈપ મકાન હોય તો તેમાં કોકને સુવાવડ
૪૯૯ આવે તો સુતક લાગે? પોતાના ઘરમાં મરણ થાય તો કેટલા દિવસનું સૂતક લાગે પકિન આદિ પ્રતિક્રમણમાં મોટી શાંતિના લોગસ્સબાદ સંતિકર બોલવું જોઈએ ?
૪૯૯ પ્રભુવીરને કાનમાંથી ખીલા કાઢતાં ચીસ પડી ગઈ તો વીર્યબલમાં ઘટાડો માનવો? ૫૦૦ - આયંબીલમાં હીંગ વપરાય કે નહિ?
૫૦૦ ન આયંબીલ ખાતામાં ધર્માદાની રકમ આપી શકાય?
- પ૦૦ ગ્રહકે બીજા કારણે શનિવાર આદિનું આયંબીલ કરે તો મીઠા–લાગે? લાભમળે? પ૦૦ * ઉપધાનમાં સો લોગસ્સનો કાઉસ્સગ્ગ સંપૂર્ણ કરવાનો છે?
૫૦૧ - ગૃહણની અસઝાયમાં કલ્પસૂત્રનું વાંચન થાય કે નહિ?
૫૦૧ - ઊંટડીનું દૂધ ભક્ષ્ય કે અભક્ષ્ય?
૫૦૧ ' ૧૩૩ સમાલોચનાની સંકીર્ણ કર્તવ્યતા.
૫૨ ૧૩૪ સિદ્ધચક પાક્ષિકની વિશિષ્ટતા. ૧૩૫ લોકાંતિકો ધર્મ પ્રવર્તાવવાની વિનંતિ ક્યારે કરે ?
૫૦૫ તે જ મહાપુરૂષો ઉપસર્ગ-પરિષહ-અભિગ્રહમાં અવધિનો ઉપયોગ ન કરે
૫૦૭ ૧૩૬ આગમ દ્વારકની અમોધ દેશના. વસ્તુનું નિત્યાનિત્યપણું.
પ૦૯ ન સંપના ત્રણ ઉપાયો.
૫૧૨ - પાપીના ટોળામાં ગણાવું નહિ એ જ સાધુપણું
૫૧૫ ૧૩૭ રાજેશ્વરીને નરકેશ્વરી કેમ?
૫૧૮ ને ૧૩૮ સમાલોચના.
પ૨૪
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
અનુક્રમણિકા
પ૨૯
પ૩૩ પ૩પ પ૩૭
૫૪૦ ૫૪૧ પ૪૧ પ૪૨
૫૩ ૫૪૭
: ૧૩૯ પર્યુષણ પર્વની વ્યવસ્થા અને પવિત્ર કાર્યો.
૧૪૦ છબસ્થગણઘર રચિત શાસ્ત્રો છતાં પ્રમાણીક કેમ? : ૧૪૧ આગમોદ્વારકની અમોઘ દેશના કિ સત્ય શિક્ષા. : - મર્યાદા પુરતુ શિક્ષણ.
~ અસંશી કોણ?સંજ્ઞી કોણ? ૧૪૩ સાગર સમાધાન.
ન ભોગને રોગ કહેવાય છે તે દૃષ્ટાંત સહિત સમજાવો? છે જિનમંદિર માટે કુવા કે બગીચાદિ કરવામાં લાભ ખરો?
- વર્ધમાન તપની ઓળીનો ઉપદેશ આદેશમાં સાધુને દોષ લાગે ? ૧૪૩ સમાલોચના ૧૪૪ રાજેશ્વરીને નરકેશ્વરી કેમ? ૧૪૫ સુધી સાગર. ૧૪૬ પર્યુષણ પર્વની વ્યવસ્થા અને પવિત્ર કાર્યો. ૧૪૭ પ્રથમ મહાવ્રતની મુખ્યતા. * અહિંસા રક્ષણ માટે અસત્યની પણ છૂટ. ન પ્રભુવીરને પરહિતપણાનો વિચાર કયા ભવથી? ૧૪૮ આગમોદ્વારકની અમોધ દેશના
પદાર્થ માત્રની ઈચ્છા પદાર્થ માટે નથી, સુખ માટે છે.
ખસને ખણવામાં રહેલ સુખ એ સુખ કહેવાય? * નાટકએ દુનીયાનું દર્પણ કે બદીની નિશાળ. : ૧૪૯ સાગર સમાધાન.
રાત્રે બહાર પાણીમાં કયા જીવો ઉત્પન્ન થાય છે કે જેથી તે અભક્ષ્ય છે? - ૧૫૦ સિદ્ધચક્રનામની સાચી સમજણ. ૧૫૧ સફળ કાર્યવાહી યાને દ્વિતીય વર્ષની સમાપ્તિ ૧૫ર સમાલોચના. ૧૫૩ સિદ્ધચક્રનું આદિબીજની તીર્થકર ભગવાનરૂપી અરિહંતો.
૫૫૩
૫૫૫ પપ૬
પ૫૮
૫૬૦
પ૬૪
પ૬૪ પ૬૭ પ૭૦ પ૭૩
Page #49
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
EEE215
Page #50
--------------------------------------------------------------------------
________________
જગતને જેન–ની ઉમદા બક્ષીસ.
જગતમાં ધર્મની જ્યોતિ, કહો કોણે જગાવી છે, અહિંસાની મીઠી ભાષા. કહો કોણે બતાવી છે ?
સકલ સંસારના પાપો, શરીર પડતા ત્રિવિધતાપો, હદયના શૂન્ય સંતાપો, કહો કોણે નિવાર્યા છે ?
દૂબીને શાંતતા આપી, હદયમાં પ્રેમને સ્થાપી, જીવન ઉલ્લાસથી વ્યાપી, જીવન કોણે સુધાર્યા છે ?
અચળ ભક્તિ શ્રીજીનવરની, મૃદુતા દિવ્ય અંતરની, ભૂલાવી અસ્મિતા સ્મરની, કહો કોણે ઉગાર્યા છે ?
ગ્રહણ મહાપાપનું કરતા, અમાર્ગે નિત્ય સંચરતા, અધમ પથથી નહિ ડરતા, હૃદય કોણે ઉજાળ્યા છે,
અહિંસા સત્ય સંયમ, બતાવી તે જગત ભરને, જીવનના સાથી સાચા છે, કહો કોણે જ વાર્યા છે ?
કુટીલતા દેહની દુઃખી, અમરપદ મોશને ભાખી, મીઠી તેની સુધા ચાખી, જીવન કોણે ઉજાળ્યા છે ?
જગતને દીવ્ય જૈનત્વે અજબ આનંદ આપ્યો છે, પ્રભુ મહા મહાવીર ભગવાને સકલ ભવ બંધ કાપ્યો છે?
Page #51
--------------------------------------------------------------------------
________________
Sજી
श्री
Ajay
IL (શાપકો
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂ. -૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીયવર્ષ
મુંબઈ, તા. ૩-૧૦-૩૩ ને ભોમ. વીર-સંવત્ ૨૪૫૯ અંક ૧ લો. આશ્વિન-પૂર્ણિમા.
વિક્રમ , ૧૯૮૯ નૂતન વર્ષમાં પ્રવેશ શ્રીસિદ્ધચક્ર પાક્ષિકને પ્રથમવર્ષ પુરૂ થયું છે. દ્વિતીય વર્ષમાં પ્રવેશ કરવાનું થાય છે, તેમાં તેના ધાર્મિક વૃત્તિના વાંચકોએ સામાન્ય રીતે સારો રસ લીધો છે, છતાં શ્રી સિદ્ધચક્ર મહારાજની પવિત્ર યાદગીરીમાં અને તેમનાજ અંગને નિરૂપણ કરનાર, વૃદ્ધિગત કરનાર, પ્રેરણા કરનાર, તેમજ તેમના અવયવોની શોભામાં ભવ્યજીવોને રસ લેતાં કરનાર આ પત્ર હોવાથી હજી તેના વાંચકોની સંખ્યા સેકડો ગુણી થવાની જરૂર છે, પણ એક વર્ષ માત્રની
Page #52
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર
ઉંમરવાળા બાળકની ખ્યાતિ જેમ સામાન્ય હોય અને પછી વયની વૃદ્ધિ થતાંની સાથે ગુણોની વૃદ્ધિ થતાં, ખ્યાતિની વૃદ્ધિ થાય અને લોકોમાં તે નેતા બની ઘણાઓને ઉંચે રસ્તે લાવનારું થાય છે તેમ આ પત્ર પણ ભવિષ્યમાં તેવી સ્થિતિએજ આવી લોકોને સન્માર્ગે દોરનાર થશે, એવું ભવિષ્ય ભાખવામાં કોઈપણ જાતની અતિશયોક્તિ કરી છે એમ કહેવાય નહિ. આ ભવિષ્યને લક્ષમાં રાખીને જ આ પત્રના સંચાલકોએ ગત વર્ષમાં કંઈ પ્રસંગો છતાં, ચાલુ વાતાવરણ, અંગત આક્ષેપવાળા લેખોને સ્થાન આપ્યું નથી. જો કે કોઇપણ જાહેરપત્ર પોતાના સુંદરતમ લેખોવાળું હોય તો પણ બીજાઓના આક્ષેપમાંથી દૂર થઈ શકતું નથી, અને તેવી રીતે આ પત્રના અંગભૂત વ્યાખ્યાનાદિને અંગે પણ બન્યું હોય છતાં આ પત્રના સંચાલકોએ અન્ય તરફથી થતી ટીકા અને આક્ષેપોના વળતા જવાબો તેવા લેખોદ્ધારાએ આપ્યા નથી, પણ માત્ર સમાલોચના તરીકે પત્રકારના કે ટપાલના પત્રોના ટુંકા જવાબો આપ્યા છે અને તેથી આ પત્ર મગરૂરી લઈ શકે છે કે પોતાના એવા ટીકાપાત્ર લેખોના સમૂહથી પોતાનું શરીર બેઢંગુ કર્યું નથી અને તેથી આ પત્રના ગ્રાહકોની તેમજ વાંચનારાઓની સંખ્યા દરેક પખવાડિયે વધતી રહી છે, અને આશા રહે છે કે આવીજ નીતિએ ચાલતું આ પત્ર પોતાની ધાર્મિક સેવા બજાવવા સાથે વાંચકોની અને ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ કરનારૂં થશે. આટલું પ્રસ્તુતને અંગે જણાવ્યા પછી પત્રનું નામ, તે નામથી સૂચિત થતા પવિત્ર અવયવોના ગુણો તરફ વાંચકોનું ધ્યાન ખેંચવું જરૂરી છે. આ પત્રનું નામ “શ્રી સિદ્ધચક' એવું એટલાજ માટે રાખવામાં આવેલું છે કે આ પત્રમાં સાક્ષાત્ કે પ્રસંગનુપ્રસંગે સિદ્ધચક્રમાં સમાવિષ્ટ થયેલા નવપદોના સ્વરૂપ આરાધના કે તેનું ફળ જેવા વિષયો લેવા તે સિવાયના વ્યવહારી કે દુનિયાદારીના વિષયમાં આ પત્રે પોતાનો કોઈપણ ભાગ રોકવો નહિ, જો કે કેટલાક વ્યવહાર દ્રષ્ટિના વાંચનારાઓને દેશ દેશાંતરના અવનવા બનાવો જાણવાની જિજ્ઞાસા રહેતી હશે, પણ તે જિજ્ઞાસા આ પત્ર ઉપરના ઉદ્દેશમાં રહેવાથી પુરી કરી શકશે નહિ, જો કે ઉત્સવ, ઉપધાન, ઉદ્યાપન, પર્વારાધન, સામૈયાં કે રથયાત્રા વિગેરેના વર્ણનો અને તેની ખબરો શાસનને અંગે તેની ઉન્નતિને માટે ઉપયોગી છે, છતાં તે તરફ આ પત્ર મુખ્ય ભાગે મૌનજ સેવવાની વૃત્તિ એટલા માટે ધારણા કરી છે કે તેના વર્તમાનમાં ઘણી વખત કારક અને ઉપદેશકોની મહત્વાકાંક્ષાની હરિફાઈ માટે મોટું રૂપ લે છે અને પત્રને પણ તે ઉપદેશક અને કારકની મહત્વાકાંક્ષાના પોષક બની ભાગીદાર થવું પડે છે. આ પત્રનો મુખ્ય ઉદ્દેશ શ્રી નવપદ આરાધક એવો મનુષ્યનો સમુદાય પ્રતિગ્રામે વધતો જાય અને અન્ય ગ્રામોના નવપદના આરાધનના સમાચાર સર્વત્ર પ્રસરે અને તેથી જે ગામોમાં નવપદનું આરાધન ન થતું હોય ત્યાં થવું શરૂ થાય, જ્યાં પરચુરણ આવકથી થતું હોય ત્યાં નિયમિત આવકથી આરાધના થાય, જે સંસ્થાને આરાધનની વ્યવસ્થા હોય છતાં આરાધકોનું
Page #53
--------------------------------------------------------------------------
________________
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર સંખ્યાબળ વધારે ન હોય તો ત્યાં તે સંખ્યાબળ વૃદ્ધિ પામે, વિધિ વગર માત્ર નવ દિવસના આંબેલ કરીને જેઓ આરાધન કરતા હોય તેઓ વિધિપૂર્વક નવપદના આરાધન કરનારા થાય, એટલા માટે આ પત્રને પ્રયાસ કરવાની જરૂર પડે છે, જો કે પહેલા વર્ષમાં વાંચકોની નજરમાં લાવી શકાય તેવું આરાધન સંબંધી કાર્ય થઇ શકયું નથી પણ આશા છે કે નવપદ આરાધન કરવાવાળા દરેક ગામવાળા સાથ આપશે તો તેવા ગામોનું ત્યાંની આરાધનાની વ્યવસ્થાનું તથા આરાધકોનું સંખ્યાનું લિસ્ટ આપવા સાથે એકંદર આખા દેશનું લિસ્ટ વાચકો આગળ રજુ કરવા શક્તિમંત થઈશું. જેવી રીતે સિદ્ધચક્રની આરાધનાને અંગે ઉપર્યુક્ત ધ્યેય છે, તેવી જ રીતે શ્રી વર્ધમાન તપને માટે પણ ગામ ફંડ, આરાધક, મદદગારો વિગેરેનું લિસ્ટ બનાવી સમગ્ર દેશને અંગે શ્રીવર્ધમાનતપ લિષ્ટ વાચકોની આગળ રજુ કરવાનું યોગ્ય ગણે છે. આ જણાવેલ વર્ધમાન તપ તે સિધ્ધચકમાં ગણાવેલા નવપદોમાં તપ નામના "પદની અંતર્ગત હોવાથી આ પત્રના નામ તથા ઉદ્દેશની વિરૂધ્ધ જતું નથી પણ પોષકજ છે એમ સ્પષ્ટ સમજી શકાય તેવું છે.
શ્રી સિદ્ધચક્રની પ્રસિદ્ધિ અને નામની સુંદરતા જૈન ધર્મ માનનારાઓની જ્યાં જ્યાં વસ્તી છે ત્યાં ત્યાં શ્રી સિદ્ધચક્રનું નામ જાહેરજ છે. કોઈપણ જૈન મંદિર શ્રી સિદ્ધચક્રની સ્થાપના વિનાનું હોતું નથી તેમજ ધર્મિષ્ઠ જૈન ગૃહસ્થો દેશાંતરે જતાં પણ પૂજાના નિયમને સાચવવા માટે મુખ્ય ભાગે શ્રી સિદ્ધચક્રના યંત્રને દર્શન અને પૂજાને માટે રાખે છે, અને ઘણા પ્રાચીન કાળથી શ્રી સિદ્ધચક્રનું નામ પ્રશંસાપાત્ર થયેલું છે, તેથીજ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરિજી સ્વોપજ્ઞ શબ્દાનુશાસનમાં મન પદની વ્યાખ્યા કરતાં તે પદને સિદ્ધચક્રના આદિ બીજ તરીકે જણાવી શ્રીસિદ્ધચક્ર નામની પ્રસિદ્ધિ તે વખત પણ જબરદસ્ત હતી એમ જાહેર કરે છે. આ સિદ્ધચક્ર એવું નામ સ્થપાવવાનું કારણ વિચારવું તે પણ ઉપયોગી છે. શ્રી સિદ્ધચક્રની સ્થાપનાના દર્શન કરનાર દરેકને એ વાત તો જાહેરજ છે કે સિદ્ધચક્ર જીવનમાં સ્થપાતા નવપદોમાં ઉચ્ચામાં ઉચ્યું સ્થાન સિદ્ધપદનું છે અને તેથી તે મુખ્ય પદને ઉદ્દેશીને આખા યંત્રનું નામ સિદ્ધચક્ર રાખવામાં આવ્યું હોય તો તે ઘણુંજ સંભવિત છે. વળી આ યંત્રમાં નવપદની સ્થાપના ત્રિકોણ કે ચતુષ્કોણ રૂપે રાખેલી નથી, પણ ચક્રરૂપે રાખેલી છે તેથી તે નવપદના યંત્રને શ્રી સિદ્ધચક્ર કહેવામાં કોઈપણ જાતની અડચણ નથી. જો કે ચક્ર શબ્દથી સામાન્ય પરિમંડળ ગોળ પણ લઈ શકાય છે, છતાં આ સિદ્ધચક્રમાં નવપદોની સ્થાપનાનો સમાવેશ હોવાથી વૃતંગોળ લઈને શ્રી સિદ્ધચક્ર નામમાં ચક્ર શબ્દ રાખેલો છે, જો કે મૂળ કર્ણિકામાં રિહંત પદ લઇને તેમની ચારે દિશાએ સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુની સ્થાપના કરવાથી પંચપરમેષ્ઠીરૂપ વિદ્યા સિધ્ધોનું ચક્ર બને અને તેથી પણ ચારે વિદિશામાં સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર પદો આવવાથી દિશા અને વિદિશા બંને સ્થાપના યુક્ત થવાથી ચક્રનામ ગણવું યથાર્થ ગણાશે.
Page #54
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર સિદ્ધચક યંત્રની મૂળ ભૂમિ અને તેના પદોની રંગ સાથેની સ્થાપના.
સામાન્ય રીતે એકી પ્રદેશનું પ્રતર તરીકે વૃત્ત (ગોળ) કરીએ તો પાંચ પ્રદેશથી ઓછાનું બનેજ નહિ, પણ વચમાં અરિહંત મહારાજની સ્થાપના વિશેષ જગા રોકનાર હોવાથી પાંચ ખાનાથી ચક્ર બનેજ નહિ, માટે અરિહંતાદિક પાંચ જ્ઞાનથી સિદ્ધ એવા ગુણીની સ્થાપન કર્યા છતાં વચલા ચાર ખુણાઓને પુરવાજ જોઇએ અને તે ચાર ખુણા જ્યારે પુરાય ત્યારેજ સ્થૂળ દશ્ય ચક્ર બની શકે. પાંચ પરમેષ્ઠીની મધ્ય અને ચાર દિશાએ સ્થાપના હોવાથી છ, સાત, કે આઠથી ચક્ર બની શકે નહિ, માટે ચારે વિદિશામાં ચાર પદો સ્થાપવાની જરૂર ચક્રને અંગે ઓછી નથી. હવે જૈન શાસનમાં પાંચ પરમેષ્ઠી સિવાય કોઈપણ અન્યને ગુણી ગણવામાં આવ્યો નથી, કારણકે હિંસાદિક પાંચ મહાપાપોને છોડે નહિ તેવાને વંદ્ય પદ્ધી શાસ્ત્રકારો આપતાં જ નથી. જો કે વદકની સ્થિતિ સમ્યકત્વ, જ્ઞાન, અને દેશવિરતિ એ ત્રણેમાંથી એક કે અનેકની પ્રાપ્તિ થાય તો પણ પ્રાપ્ત થઈ છે, પણ વંદનીયપણું તો હિંસાદિક પાંચ પાપોથી નિવર્તવા રૂપ પાંચ મહાવ્રતો સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન સિવાય માન્ય ગણાતાં નથી. જેમ રાજાની તીવ્રમાં તીવ્ર ભક્તિ પણ વફાદારી સિવાયના જાસુસોની હિસાબમાં લેવાતી નથી તેમ મોક્ષનું સાધ્ય નિશ્ચિત થયા સિવાય અને જીવાદિક પદાર્થોનું યથાસ્થિત જ્ઞાન થયા વિના ધારણ કરેલ મહાવ્રતોની પણ કિંમત ગણાતી નથી, તેથી પાંચ પરમેષ્ઠીનું આરાધન શૂન્ય વ્યક્તિ તરીકે કરવાનું નથી, પણ સભ્ય દર્શનાદિક ગુણોને અંગેજ કરવાનું છે, ને તેથી તે સમ્યગદર્શન જ્ઞાનને સમ્યગુચારિત્ર નામના ત્રણ ગુણોને ગુણવાન પાંચ વ્યક્તિઓની માફક આરાધ્યપણું રહેલું છે, જો કે દ્રવ્યથી જુદા ગુણો જગતમાં હોતા નથી અને શાસ્ત્રકારોએ માન્યા પણ નથી, તેથી ગુણોની વાસ્તવિક આરાધના ગુણવાનની આરાધના ધારાએજ માનેલી છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રવાળાની ભક્તિ વિગેરે પ્રતિપત્તિથી જ્ઞાનાદિકને રોકનારા કર્મોનો નાશ શાસ્ત્રકારોએ માન્યો છે, અને તેજ જ્ઞાનાદિક ગુણવાળી વ્યક્તિઓના અપમાન વિગેરેથી જ્ઞાનદિક રોકનારા કર્મોનો બંધ માનેલો છે, એટલે વાસ્તવિક રીતિએ તો જ્ઞાનાદિક ગુણવાળાની આરાધનાથીજ જ્ઞાનાદિક ગુણની આરાધના અને તે જ્ઞાનવાળી વ્યક્તિઓની વિરાધનાથીજ જ્ઞાનાદિક ગુણોની વિરાધના બને છે અને તેથી પંચ નમસ્કાર મહાશ્રુતસ્કંધમાં માત્ર ગુણવાળી પાંચ વ્યક્તિઓને નમસ્કાર કરેલો છે, પણ જ્ઞાનાદિક ગુણવાળી વ્યક્તિઓને નમસ્કાર આદિથી આરાધના કરનારાઓ તે વ્યક્તિઓમાં રહેલા ગુણોના બહુમાનથીજ યથાસ્થિત ફળ પામી શકે છે, માટે ગુણીઓના આદર સત્કારમાં તત્પર રહેનારાઓના સમ્યગુદર્શન આદિક ગુણોનું ધ્યેય કોઈ દિવસ પણ ખસવું જોઇએ નહિ, અને તેથી જ સિદ્ધચક્રના યંત્રમાં પાંચ પરમપૂજ્ય વ્યક્તિઓની સ્થાપના સાથે સમ્ય દર્શનાદિક ગુણોની સ્થાપના અત્યંત જરૂરી છે. સમ્યગુ
Page #55
--------------------------------------------------------------------------
________________
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર દર્શન આદિક ત્રણે ગુણો પ્રાપ્ત થયા છતાં પણ પરમપદની પ્રાપ્તિમાં જે કાંઇ વિલંબ થાય તે સમ્યગદર્શન આદિક ગુણો સંપૂર્ણ ન આવ્યા હોય તે કારણ કહી શકાય, પણ તે સમ્યગુદર્શન આદિ ગુણોને સંપૂર્ણપણે પ્રાપ્ત કરવા તેમજ તે સમ્યગુદર્શન આદિક ગુણો સંપૂર્ણપણે પ્રાપ્ત થયા હોય છતાં પણ શેષ કર્મોનો ક્ષય કરવા માટે જો કોઈ અકુંઠિત શસ્ત્ર હોય તો તે માત્ર બ્રાહ્ય અત્યંતર તપજ છે અને તેથી સમ્યગુદર્શન સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રની માફક તપ નામનું પદ વિશેષ તરીકે આરાધન કરવા યોગ્ય છે, માટે તે ચોથા તપ ગુણને પણ સ્થાપન કરવાની જરૂર છે. આ મુજબ સમજનારા કોઈપણ મનુષ્ય નવપદની સ્થાપવાની સિદ્ધચક્રને પરમ આરાધ્ય અને પૂજ્ય તરીકે ગણવા તૈયાર થયા સિવાય રહેશે નહિ. વાંચકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે આ નવપદની સ્થાપનામાં પાંચ ગુણસ્થાનોની સ્થાપના યથાપ્રાધાન્ય ન્યાયે એટલે કે મુખ્ય મુખ્યને પહેલા સ્થાપવા મોક્ષના માર્ગદર્શક અરિહંત ભગવાન હોવાથી તેઓને આદ્ય પદે બિરાજમાન કરી, અવિનાશી તરીકે સાધ્યપણે રાખેલા સિદ્ધને અરિહંત મહારાજના સ્થાનથી ઉપરના સ્થાનમાં બીજા પદે બિરાજમાન કર્યા તે બે પદમાં બિરાજમાન કરેલી દેવપદે છે અને તેથી તે ગુણોથી સંપૂર્ણ છે, જ્યારે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહારાજના વ્યક્તિઓ સાધક દશામાં હોઈ ગુરુ વર્ગમાં ગણાય છે. તેમાં આચાર્ય ભગવાન સર્વશ્રેષ્ઠ હોઈ ત્રીજા પદે બિરાજમાન કરાયા છે, અને પછી તેમની આજ્ઞામાં રહેનારા અને સાધુઓને અભ્યાસ કરાવનારા હોઈ સાધુઓથી ઉત્તમતા ધારણ કરનાર ઉપાધ્યાયને ચોથે પદે ધારણ કર્યા છે, એવી રીતે ચાર પરમેષ્ઠીની સ્થાપના થયા પછી ગુરુ વર્ગમાં રહેલો શેષ સમુદાય સાધુ નામના પાંચમા પદે બિરાજમાન કરાયો છે. એટલે આ પાંચ પરમેષ્ઠીઓમાં યથાપ્રાધાન્ય ન્યાયે પદોની
સ્થાપના છે એમ સમજવું, પણ સમ્યગદર્શન આદિ ગુણોની સ્થાપના છે, કેમકે સમ્યગુદર્શન વગર સમ્યગુજ્ઞાન વિના ચારિત્ર વાસ્તવિક નથી અને સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર સિવાય અસાધારણ રીતે કર્મના ક્ષયને કરનાર તપનું સભ્યપણું નથી માટે સમ્યગદર્શન આદિ ગુણોની સ્થાપના ઉત્પત્તિક્રમથી કરી છે એમ સહેજે સમજાય તેવું છે. ઉપર પ્રમાણે જ્યારે શ્રી સિદ્ધચક્રમાં અરિહંત ભગવાન આદિ નવપદોને સ્થાપવાનું નક્કી થાય તો પછી તે સ્થાપના ઉપરથી ધ્યાન કરનારાઓને એકજ ચક્રમાં નવ ભાગોનું ધ્યાન કરવું તે ભિન્નપણે સ્થાપ્યા સિવાય બની શકે નહિ અને તેથીજ અરિહંત મહારાજા પાંચે વર્ણના શરીરવાળા હોય છે છતાં સિદ્ધ મહારાજાને કોઈપણ પ્રકારે વર્ણાદિક ન હોવા છતાં તેમજ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહારાજાઓનું પદ કોઈપણ વર્ણવાળાને અંગે નિયમિત ન હોવા છતાં વર્ષોની કલ્પના કરવાની જરૂર પડી એટલે કે પરમેષ્ઠીઓને અંગે કહેવાતા વર્ગો વાસ્તવિક નથી પણ માત્ર ધ્યાનની અનુકૂળતા માટે કલ્પેલા છે,
Page #56
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર તેમાં પણ શ્વેત વર્ણ સર્વ શ્રેષ્ઠ ગણી પ્રથમ પદે ગોઠવ્યો અને લાલ અને પીળો વર્ણ શુભ ગણાતો હોવાથી બીજે ત્રીજે પદે ગોઠવી શેષ લીલો અને કાળો વર્ણ ચોથે પાંચમે પદે ગોઠવ્યો છે. પાંચ પરમેષ્ઠી મહારાજના પાંચ વર્ષોથી મધ્ય ભાગ અને ચારે દિશા નિયમિત થવાથી ચારે વિદિશાના ખુણા સફેદ રહે તો ધ્યાન કરનારને અગવડ પડે તેમ નથી. એટલું જ નહિ પણ કોઈપણ અસંયોગી વર્ણ તે ચારે પદોમાં સ્થાપવા જતાં પદોની સ્થાપનાનું મિશ્રણ થઈ જાય. તત્વથી વિચાર કરનારાઓથી સમજી શકાય તેવું છે કે સિદ્ધચક્ર મહારાજની મૂળ ભૂમિ ધોળી રાખી, ચાર મુખ્ય દિશાએ ચાર વર્ષો જુદા જુદા સ્થાપી સિદ્ધચક્ર યંત્રની સ્થાપના કરવામાં આવી છે. પૃથ્વી આદિ પાંચ તત્વોના રંગોનો અનુક્રમ અને ચક્ષુનિમેષ કર્યા પછી ભાયમાન થતા વર્ગોનો અનુક્રમ પણ પંચ પરમેષ્ઠીના વર્ગોના ક્રમમાં વિચારવા જેવો છે.
પરમારાધ્ય અરિહંતાદિ નવપદ દેવ, ગુરુ અને ધર્મમય હોવાથી અને શાશ્વતપણું હોવાથી આ વાત સહેજે સમજાશે કે અતીત, અનાગત અને વર્તમાનકાળમાં મોક્ષ મેળવનાર જીવો કોઈ પણ આલંબનથી મોક્ષ મેળવી શકયા હોય તો તે આલંબન સમગ્ર નવપદ, અગર તેમાનું કોઈ એક પદ અથવા તો તેમાંના એક પદનો કોઇપણ અવયવ એ સિવાય બીજું કોઈપણ એક પદ કે તેનો કોઈપણ અવયવ જનારને મોક્ષ હોય નહિ, એ અપેક્ષાએ સિદ્ધ થનારા જીવોને ઉપયોગી એવું આ ચક્ર હોવાથી શ્રી સિદ્ધચક્ર કહીએ તો પણ યોગ્ય છે. વાસ્તવિક રીતે આરાધ્ય એવા અરિહંત આદિ નવપદો સ્થાપ્યા છે કેમકે તે સર્વરૂપીપણાને ધારણ કરનારા નથી અને તેમની રૂપીપણા તરીકે સ્થાપના પણ નથી, કેમકે જો રૂપીપણા તરીકે સ્થાપના લઈએ તો સિદ્ધ ભગવાન અરૂપી હોવાથી તેઓની સ્થાપના થઈ શકે નહિ કદાચ સિદ્ધ ભગવાનની સિદ્ધ થતી વખતની ભાવના અંત વખતની સ્થાપના લઈએ તો સિદ્ધ થનારાઓનો આકાર તીર્થકર સિધ્ધોની પેઠે પથંક કે કાર્યોત્સર્ગ જેવા બે આકારો નિયમિત ન હોવાથી સિધ્ધોનો કોઈપણ નિયમિત આકાર ન થાય, કદાચ મનુષ્ય ગતિમાંથી જ મોક્ષે જાય છે એમ ધારી મનુષ્યનો સામાન્ય આકાર લઇએ તો પણ સંસ્થાનતો નિયમિત ન થાય, અને સમ્યગુદર્શનાદિક ગુણોનો તો સ્વયં આકારજ નથી અને તે ગુણવાનો આકાર લઈએ તો અરિહંતાદિ સર્વે ને ગુણવાળા હોવાથી નિયમિત આકાર થાય નહિ, માટે પરમ આરાધ્ય એવા સ્થાપ્ય ગણાતા નવપદોની સ્થાપના કોઈપણ અપેક્ષાએ પૂર્વ ભવનો આકાર મુખ્ય સિધ્ધોના પૂર્વ ભવનો આકાર વિગેરે જેમ સદ્ભુત આકાર લીધા તેમ સમગુ દર્શનાદિકોના વર્ણમય સ્થાપનારૂપ આકાર લઈ શ્રીસિદ્ધચક્રની સ્થાપના નિયમિત કરેલી છે જો કે આ આકાર ગત વર્ષના મુખપૃષ્ઠ ઉપર જણાવવામાં આવ્યો છે તેવીજ રીતે દરેક પાક્ષિકના મુખપૃષ્ઠ ઉપર જણાવવાનો હતો છતાં કેટલાક ભદ્રિક જીવોની રૂચિ તે તરફ ન
Page #57
--------------------------------------------------------------------------
________________
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક વધવાથી તે આકાર બંધ કરી તે નવપદ અને તેના સિધ્ધચક્ર યંત્રને પ્રાણાંત પ્રસંગે પણ આરાધનાર એવા શ્રીપાલ મહારાજનો બ્લોક આ વર્ષે વાંચકો મુખપૃષ્ઠ ઉપર જોશે, અને તે ઉપરથી ભાવ અને વિર્યનો ઉલ્લાસ વધારી નવપદ અને શ્રી સિધ્ધચક્રના આરાધનમાં ઓતપ્રોત થશે એવી આશા રાખવી અસ્થાને નથી.
નવપદજીની આરાધનાનો વખત સકળ તીર્થકરોના શાસનમાં નિયમિત છે, તે આરાધનાનો વખત ચૈત્ર અને આસો સુદિમાં હોઈ દેવતાઓ અને વિદ્યાધરો નિયમિત નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ કરે છે અને ભાવિક મનુષ્યો પણ પોત પોતાને સ્થાને સર્વ તીર્થકરોના શાસનમાં ચૈત્ર અને આસોની અષ્ટાન્ડિકાનું મહોત્સવાદિક કૃત્યોથી આરાધના કરે છે. શ્રી અજીતનાથજી તીર્થકર વિગેરે બાવીસ તીર્થંકરના શાસનમાં ચોમાસી તેમજ પર્યુષણનો ક્રમ નિયમિત ન હોવાથી કાર્તિક, ફાગણ અને અષાઢની ચોમાસીઓ તેમજ પર્યુષણ અનિયમિત હોવાથી તેની અટ્ટાઇઓ અનિયમિત થાય છે, તો પણ ચૈત્ર અને આસોની જે અઠ્ઠાઈઓ પરમપૂજ્ય નવપદ અને સિધ્ધચક્રના યંત્રની આરાધનાની છે તે તો નિયમિતજ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે પરમ પવિત્ર નવપદો અને તેની અત્યંત મનોહર સ્થાપનામય શ્રી સિદ્ધચક્રની ભક્તિ અને બહુમાનથી પ્રેરાઈને આ પત્રનું નામ શ્રી સિદ્ધચક્ર સ્થાપન કરવામાં આવ્યું છે અને પરમપૂજ્ય નવપદ અને શ્રી સિદ્ધચક્રજીના યંત્રની તરફ ભક્તિ અને બહુમાનની નજરથી જોનારા ગ્રાહકોએ જેવો ઉત્સાહ પૂર્વે બતાવ્યો છે તેવોને તેવો આગળ પણ બતાવશે એમ ધારી અત્રે અમે વિરમીએ.
લી“સિધ્ધચક” તંત્રી.
ગ્રાહકોને ચેતવણી જ
ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે ભેટ આપવાનું ગતાંકમાં જાહેર કરેલું છે, તે પ્રમાણે વી. પી. શરૂ કરીશું, જે દરેક ગ્રાહકોને સ્વીકારી લેવા વિનંતી છે, જેમને કાંઇપણ વાંધો હોય તેમણે તુરત જણાવવું, કે જેથી સમિતિને નાહક વી. પી. ખર્ચમાં ન ઉતરવું પડે. ' મુંબઇના ગ્રાહકોએ આ પત્રની ઓફીસમાં લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું.
સુરતના ગ્રાહકોએ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્વારક ફંડની ઓફીસમાં આવેલી શ્રી. સિ. સા. પ્ર. સમિતિની ઓફીસમાં લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું. બીજ ગ્રાહકોને બહારગામનાને પ્રથમ તકે વી. પી. કરવામાં આવશે.
શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ.
ભુલેશ્વર લાલબાગ-મુંબઈ.
Page #58
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર
અમૌવદેશના
આગમોળારે
દેશનાકાર)
'ભW4c/
'ભાવ' તિસૂત્ર નિયર દૂd,
આસોદાણs."
મનુષ્ય ભવની મહત્તા. જૈનત્વની ગળથુથી એટલે શું? તમે તમારા બાળકોને ધાર્મિકશન આપવા માટે શું કરો છો? તમારું બાળક ધર્મના સંસ્કારોથી ભરેલું કયારે થાય? જીવ, ભવપરંપરા અને કર્મસંયોગ અનાદિના છે. અજૈનોના પોતાના બાળકોને સંસ્કાર નાંખવાના યત્નો. પશુ ઉત્તમ કે મનુષ્ય? હિરો પણ જો તેજ વિનાનો હોય તો તે નકામો છે. સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદ. શાસ્ત્રકારો અવિચારી અને વિચારી આત્મા કોને કહે છે? માનવભવની મહત્તા કેવી રીતે સમજશો ? જગતને અંગે વિચાર કરતા મટીને આત્માને અંગે વિચાર કરનારાઓ થાઓ-એનું નામ માનવભવની મહત્તા.
(શાસન પ્રભાવક, સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધાસ્ત્રાવી, આગમાભ્યાસી, સાહિત્ય સંશોધક, ગુર્જર ભાષા ભૂષણ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરિશ્વરજી મહારાજાશ્રીએ આ વ્યાખ્યાન આપ્યું હતું. પ્રસ્તુત વ્યાખ્યાન શ્રોતાઓને અત્યંત મનોવેધક, સત્યતત્વ પ્રતિપાદક, શાસ્ત્રિયતા પરિપૂર્ણ અને આત્મ-શક્તિ સંવર્ધક લાગ્યું હોવાથી તે વ્યાખ્યાન વાંચકોને માટે અત્રે આપવામાં આવે છે.)
તંત્રી. શ્રી સિદ્ધચક. જૈન બાળકને ધાર્મિક સંસ્કાર : શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન ન્યાયાચાર્ય યશો વિજ્યજી મહારાજ
જ્ઞાનસાર નામના ગ્રંથમાં જણાવે છે કે આત્મા અનાદિ કાળથી કર્મને આધીન રહી ભવપરંપરા કર્યા કરે છે. એ માટે ગઈકાલે જણાવ્યું છે કે જે, પોતાને જેને બનાવવાને તૈયાર થાય તેણે, ગઈ કાલે જણાવેલી ત્રીપદી હૃદયમાં ધારણ કરવી જોઈએ. આજે તો દરેકને જૈન કહેવડાવવું છે, પણ એની જે ગળથુથી છે તે કોઇને પીવી નથી, અથવા પોતાના સંતાનોને પાવી
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા.૩-૧૦-૩૩
નથી, તમને માલમ હશે કે દરેક બાળકને શરૂઆતમાં ગળથુથીમાં સાકરનું પાણી અપાય છે. પણ મોટા થયા પછી માણસને તેનો ખ્યાલ રહેતો નથી. હવે જો બાળકને ગળથુથીમાં સાકરનું પાણી ના આપતાં તેને શીખંડ ચખાડીયે તો તેની શું દશા થાય? તે પ્રમાણે જૈનત્વની ગળથુથીમાં શું હોવું જોઈએ તે તમારે વિચારવાનું છે. લાડુ પકવાન વગેરે સારી વસ્તુ છે, ખોરાક તરીકે તેનું મહત્વ ઉત્તમ છે, તેની કોઈ ના પાડી શકે નહી. પણ એ વસ્તુ સારી હોવા છતાં, નાના બાળકને જો ચીજ આપી શકાતી નથી, અને જો આપો છો, તો તેથી બાળકના આરોગ્યનું, સત્યાનાશ નીકળી જાય છે. બાળકને આ ખોરાક નથી પચતો, માટે શું એમ માનશો કે એ ખોરાકજ ખરાબ છે? બીલકુલ નહી. ખોરાક ખરાબ નથી પણ જે બચ્ચાંને ખોરાક આપવાનો છે તે બચ્ચાંની અવસ્થાને એ ખોરાક અનુકૂળ નથી માટે નાના બાળકને આવો જડ ખોરાક ન આપતાં તેના બાળપણને યોગ્ય ખોરાક આપવો પડે છે. એ પ્રમાણે બચ્ચાંને ગળથુથીમાં ધર્મ આપવાનો તમે શું ઉદ્યમ કરો છો? એનો તમે વિચાર કરો આ પ્રશ્નનો ઉત્તમ શૂન્ય સિવાય બીજો કોઈ નથી. શ્રી જીનેશ્વરદેવને જે માને છે તે જૈન છે, આ વસ્તુ લાડવાના ખોરાક જેનું ભારી જમણ છે, અને નાના બચ્ચાને આ ધાર્મિક ખોરાક પચી શકે એવો નથી. તમે એમ સમજશો કે તમારું બાળક જૈન સાધુના વ્યાખ્યાનમાં જાય છે એટલે તે સંસ્કારવાળું બનશે પણ સાથે તમારે એ વાતનો પણ ખ્યાલ રાખવાનો છે, કે જે ખોરાક તમે પચાવી શકો છો તે ખોરાક બચ્ચાંને પચી શકે નહી. બચ્ચું લાડવાનો ખોરાક ખાય તો તે મીઠો લાગે છે, પણ એ ખોરાક તેને પચતો નથી તેજ પ્રમાણે વ્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ ઇત્યાદિ બચ્ચાંને સારા તો જરૂર લાગે પણ તેથી તેનો આત્મા તૈયાર થવો જોઈએ તે તૈયાર થાય નહી. બચ્ચાંને ગળથુથીજ આપી શકાય. તેજ તેનું હિત કરે અને તેજ તેને પચી પણ શકે. તમે તમારા બચ્ચાંને માટે તેના એક ભવના જીવનને માટે વિચાર કરો છો તેને શું ખાવા આપવું, શું પીવડાવવું કેમ મોટો કરવો ઇત્યાદિ બધું વિચારો છો, પણ તેના અનેક ભવના જીવનને સુધારવાને માટે તમારે હાથે કંઇપણ કાર્ય ઘડતું નથી. ના પિતાની લાયકાત. જ્યાં સુધી સ્ત્રી બચ્ચાંનું લાલન પાલન કેમ કરવું એ વિષય શીખે
નહી, ત્યાં સુધી તે માતા થવાને લાયક નથી તેમ તમે પણ જૈન પિતા બનવાને લાયક કયારે છો એ તમારે વિચારવું જોઈએ તમે તમારા બચ્ચાને જૈન બનાવવાને માટે તૈયાર ન હોય, અને તે શી રીતે બનાવવો તે યોજના તમે શીખ્યા ન હોય તો તમે જૈને પિતા બનવાને લાયક નથી, અને આ ના લાયક એ તમારું કલંક છે, વિદેશી અને વિધર્મી બાળકો જોડે જ્યારે આપણે આપણા બાળકોને સરખાવીએ છીએ, ત્યારે તેમના ધર્મપ્રેમની આગળ આપણા બાળકોનો
Page #60
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૧૦-૩૩
૧૦
શ્રી સિદ્ધચક ધર્મ-પ્રેમ ટકી શકતો નથી. તેમને તેમના ધર્મના મૂળભૂત સિધ્ધાંતો પર જેટલો પ્યાર છે,તેટલો આપણા બાળકોમાં જણાઈ આવતો નથી. આ બધાનું કારણ તેમનું ધાર્મિક શિક્ષણ છે. જો તમે આવું ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત ન કરો તો તમારા બાળકોને તમે ધર્મમાં દ્રઢ રસ લેતા બનાવી શકો નહી, આને પરિણામે ધર્મની અને ધર્મના અનુષ્ઠાનોની જેટલી લગની તમને છે તેટલી તમારા બાળકોને રહી શકે નહિ. આ સ્થિતિ સુધારવી તમારા હાથમાં છે. તમારું પોતાનું જીવન ધર્મમય હોય, તમારું હૃદય ધર્મના સંસ્કારોથી દ્રઢ બનેલું હોય અને એવી ઉત્તમ દ્રઢતા તમે કેળવી હોય તો પછી તમારું બાળક પણ ધર્મના સંસ્કારોથી ભરેલું હોવું જ જોઈએ. તમારી ફરજ છે કે તમારે તમારા બાળકને કેવળ દુન્યવી મોહમાયામાં ન રાખતાં તેને આત્માનું કલ્યાણ કરનારું શિક્ષણ પણ આપવું જોઈએ. જૈનને ત્યાં જન્મેલો બાળક એવો વિશ્વાસ ધરાવે છે, અને છતાં જ્યારે તમે એ વિશ્વાસને વફાદાર ન રહો તો એનો અર્થ એ છે કે તમે તમારા બાળક પ્રત્યે બેવફા થયા છો અથવા વિશ્વાસઘાતી થયા છો. બાળકની કેળવણી પાછળ આજે ઘણો પરિશ્રમ લેવામાં આવે છે, બાળ કેળવણી માટે ઠેકાણે ઠેકાણે નવી સંસ્થા ઉપસ્થિત થાય છે. મોટી સંખ્યામાં અનેક ઠેકાણે શાળાઓ પાઠશાળાઓ અને વિશ્વવિદ્યાલયો ખુલેલાં છે. પણ એ સંસ્થાઓમાં શિક્ષણ લેનારાઓમાંથી કેટલા રનો પાકયા? દેશ કે ધર્મનું કેટલાએ ભલું કર્યું? સમાજની આત્મિક ઉન્નતિ માટે કેટલાયે પ્રયત્ન કર્યો? આ બધાનો ઉત્તર સંતોષકારક નથી. ત્યારે જો તમારે તમારા બાળકોને ખરેખર ધર્મની વૃત્તિથી ભરપૂર બનાવવા હોય તો તેને માટે શું પ્રયત્ન કરવો એ પ્રશ્ન આપણી સામે ઉભો થાય છે; આનો નિકાલ લાવવો હેલો છે. બાળકોને ધાર્મિક શિક્ષણમાં એ સંસ્કાર નાખવા જોઇએ કે, જીવ અનાદિનો છે, ભવપરંપરા અનાદિની છે અને કર્મસંયોગ પણ અનાદિનો છે. કેળવણીનો દોષ
જે બાળકને ગળથુથીમાં આ સંસ્કાર પડતા હોય તે બાળક મોટો
થયા પછી કદીપણ જૈનત્વને બેદરકાર રહી શકે નહી. ગમે તેવા કઠીન સંયોગોમાં તેને મુકવામાં આવે તો પણ તેઓ પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખશે, અને ધર્મ પ્રત્યે બેદરકાર થઈ શકશે નહિ.
હવે એકલો કેળવણીનો દોષ કાઢીને પણ તમે છટકી જઈ શકો નહી, આજની કેળવણી અને આજનું વાતાવરણ કલુષિત બનેલાં છે, એ વાત કબુલ છે. પણ એક પ્રશ્ન એ છે કે એ કેળવણીનો દોષ મુસલમાન, પારસી, ખ્રિસ્તી એ કોઈનેજ નથી લાગતો અને શામાટે આપણને લાગે છે. વર્તમાન કેળવણીને લઇને ખ્રિસ્તીઓએ જોઈએ તેટલી ઐહિક પ્રગતિ કરેલી છે, પણ તેમાંથી કોઈપણ પોતાના ધર્મશાસ્ત્રને બેવફા નિવડ્યા નથી. પોપ કે મહમંદને કોઈએ બદમાસ કે જુલમગાર કહ્યો નથી અને જૈનોમાંજ એવા માણસો નીકળી આવ્યા છે કે જેમણે સાધુ, શાસ્ત્ર અને સર્વજ્ઞની નિંદા કરવા
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૧
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક માંડી છે. આનું કારણ શું? હિંદુસ્તાનમાં હવે તો મુસલમાનો પણ કેળવણીમાં આગળ વધતા જાય છે, અને તેમની પણ ઝપાટાબંધ પ્રગતિ થતી જાય છે. છતાં આપણે જોઈએ છીએ કે તેમના શિક્ષિત વિદ્વાનોએ ધર્મનો દ્રોહ કર્યો નથી, પરંતુ તેમણે પોતાના ધર્મને, ધાર્મિક પ્રથાઓને પાળી પોષીને ઉત્તેજી છે. મુસલમાન જનતામાં તેમના શિક્ષિત યુવાનોએ અપૂર્વ બળ અને શક્તિ આપ્યા છે. મુસલમાન બાળકો પહેલા કુરાન ભણે છે, ખ્રિસ્તિઓ પોતાના બાળકોને બાઈબલની સુવાર્તાઓ શીખવે છે, પારસીઓ પણ પોતાના બાળકોને ધર્મ યોગ્ય અવસ્થાની ગાથાઓ ભણાવે છે, હિંદુઓમાં બાળકોને ગાયત્રી શીખવાડાય છે. માત્ર આપણેજ એક એવા છીએ કે આપણા બાળકોને કોઈપણ જાતનું ધાર્મિક શિક્ષણ કે ધાર્મિક જ્ઞાન આપતા નથી. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે આત્મિક પ્રગતિ તો દુર રહી પરંતુ દુન્યવી પ્રગતિ પણ આપણે કરી શકયા નથી. રાસંસ્થામાં પ્રતિભા પડે એવી આપણી સ્થિતિ રહી નથી, જો તેવી સ્થિતિ રહી હોત તો શત્રુજ્ય જેવા પ્રકરણમાં આપણને અસહ્ય અન્યાય નહી મળ્યો હોત.
આ બધાનો ઉપાય એકજ છે કે ધાર્મિક કેળવણીની સંસ્થાઓ સ્થાપીને તેની પ્રગતિ કરવી જોઇએ, પિતા ભણાવે નહી અને છોકરું મુર્ખ રહે તો એમાં વાંક છે ? માબાપનો કે બચ્ચાંનો ? જવાબ એકજ છે માતાપિતાનો. આવો દોષ ટાળવા માટે દરેક જેના માતા પિતાએ પોતપોતાના બાળકોને દઢતાપૂર્વક ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ ત્યારે ફરી વિચાર કરો કે જૈન બાળકોને જે ગળથુથી આપવાની છે તે કઈ ગળથુથી છે ? તે એજ છે કે આત્મા અનાદિ છે, ભવપરંપરા અનાદિ છે અને કર્મ સંજોગ પણ અનાદિ છે. બાળક સમજણ લાયક થયા પછી તમે આ વસ્તુ તેના દિલમાં બરોબર ઠસાવશો, તો એનું પરિણામ એ આવશે કે તે સમસ્ત જીંદગીમાં કદી પણ ધર્મથી વિમુખ થઈ શકશે નહી. આજે ધર્મ સુધારણાને નામે ધર્મદ્રોહના અનેક કામો થાય છે. પોતાને સુધારક કહેવડાવનારા જૈન શાસનની અનેક પ્રકારે નિંદા કરી રહ્યા છે, અને તેને યોગે જગતના બજારમાં જૈનત્વ હલકું પડતું જાય છે. ધર્મ પ્રત્યેની આજના યુવકોની બેદરકારી માટે તમે કોને જવાબદાર લેખો છો? એ બધાની જવાબદારી એ યુવાનોના માતાપિતા ઉપર છે. જો માતાપિતાએ આગળથી વિચાર કર્યો હોય, પોતાના બાળકોને ધાર્મિક કેળવણી આપી હોય, તો વડોદરાના દીક્ષા પ્રતિબંધક કાયદા જેવા કાયદાને ટેકો આપનારા જૈનોજ ન નીકળે. હજી પણ મોડું થયું નથી, જો તમે ચેત્યા હો, જો આ સ્થિતિ તમોને સાલતી હોય, તો હજુ પણ તમારો ધર્મ છે કે તમારે તમારા બાળકોના આત્મિક હિતની કાળજી રાખવી જોઇએ. - આ બધાનો સાર એ છે કે આપણા સમાજે એવી યોજના કરવી જરૂરી છે કે દરેક ગામવાર અથવા ઘટતે સ્થળે ધાર્મિક પાઠશાળાઓ હોવી જોઈએ, એ પાઠશાળાઓની વ્યવસ્થા જળવાવી જોઈએ.
Page #62
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક
જૈન ધનિકોએ ઘણાજ પ્રેમથી અને પૂરતી ઉદારતાથી એ પાઠશાળાઓને સંભાળવી જોઇએ, અને પ્રત્યેક બાળકોને એ પાઠશાળા દ્વારા જૈન ધર્મની કેળવણી મળવી જોઇએ. જો બાળકોને આવી કેળવણી મળ્યા કરશે તો પછી કોઈપણ પ્રકારે જૈન બાળકોને ધર્મભ્રષ્ટ થવાનો પ્રસંગ રહેશે નહી. સઘળા જેનો પોતાની આ ફરજ બજાવે અને સાચા જૈન માતાપિતા બને એ ઇચ્છવા યોગ છે. આર્ય ભવની દુર્લભતા પણ દશ દ્રષ્ટાંતો એ જણાવી છે, એટલે આપણે માનવું પડશે કે મનુષ્ય તરીકે મનુષ્યો સરખા છે, છતાં તેમાં પણ ઉત્તમ કુળ રહેલું છે, પશુઓ કરતાં મનુષ્ય જાત જુદી છે, છતાં તે બંનેને પાંચ ઈન્દ્રિયો રહેલી છે, એટલે પાંચ ઈન્દ્રિયોવાળા મનુષ્ય અને પશુ બેઉ સરખા છે, પણ તેથી મનુષ્ય અને પશુ બને સરખા છે એમ આપણે કહી શકતા નથી, બન્નેમાં આત્મા હોવા છતાં બન્નેને સુધા આદિ વિકારો હોવા છતાં, અને બંને મરણના ભયથી ડરતા હોવા છતાં તે વાત તો ખુલ્લીજ છે કે પશુ કરતા મનુષ્ય ઉત્તમ છે. ટાટું, ઉનું, લીસું, ખરબચડું, તમને અને જાનવરને બંનેને લાગે છે. સ્વાદ પણ બંનેને માલમ પડે છે. સુંદર દેખાવવાળી વસ્તુઓ પશુ અને મનુષ્ય બંનેને ગમે છે, સંગીતનો શબ્દ બંનેને ગમે છે કડવો શબ્દ બંનેને ખરાબ લાગે છે, કામ, ક્રોધાધિ ઈન્દ્રિયોના જે વિષયો છે તે મનુષ્ય અને પશુ બંનેને પ્રિય છે બંનેમાં બુદ્ધિ રહેલી છે અને ઇન્દ્રિયોના વિષયોના વિકાર પણ તે બંનેમાં રહેલા છે. પશુ ઉત્તમ કે મનુષ્ય? શિયાળામાં આપણે જ્યારે તડકો પસંદ કરીએ છીએ ત્યારે જાનવરો
પણ તેને પસંદ કરે છે. ઉનાળામાં આપણે તડકાને હેરાનગતી કરનાર માનીએ છીએ તેમ જાનવરો પણ તેને હેરાનગતિરૂપ માને છે. શરીરની શક્તિ કરતાં વધારે પડતો બોજો આપણે સહન કરી શકતા નથી, તેજ પ્રમાણે પશુઓ પણ વધારે પડતો બોજો સહન કરી શકતા નથી, બેહદ બોજાથી જેવી હાડમારી આપણને ભોગવવી પડે છે તેવીજ પશુઓ પણ ભોગવે છે, એમ સમજશો નહિ કે માત્ર મનુષ્યને સ્વાદ છે અને પશુઓને નથી પશુઓમાં પણ લીલી શાકભાજી ખાવાની છોડીને લીમડાના પાંદડાં ખાવા જાય એવું કોઈ પશુ આપણે જોયું નથી. ઉંટ જેવું પ્રાણી જે બીજી કોઈ પણ વસ્તુને છોડતું નથી તેવું પ્રાણી પણ તમાકુના ખેતરમાં ચરવા જતું નથી, તે ઉપરથી તમને માલમ પડશે કે તેને પણ સ્વાદ પ્રિય છે, પ્રાણીને પણ કડવી ચીજ ભાવતી નથી, આંબાને વાડ કરવી પડે છે, પણ લીંબડાને વાડ કરવી પડતી નથી. જીભનો મોહ જેવો તમને છે, તેવો પશુઓને પણ છે અને જેવી સ્વાદની બાબતમાં પશુની પ્રવૃત્તિ છે તેવી તમારી પણ છે, અમુક વસ્તુ ખાવી અને અમુક નહિ ખાવી એ વિવેક જેવો માણસોમાં છે તેવો પશુઓમાં પણ છે. ગાય, ભેંસ, બળદ ઇત્યાદિ સઘળા પશુઓને મીઠી વસ્તુ પ્રિય છે, કડવી કોઇને પ્રિય નથી, બધા આનંદને ઈચ્છે છે, પણ કોઈને દુઃખ ગમતું નથી, એક રીતે કહીએ તો પશુઓ કરતાં મનુષ્યની સ્થિતિ કોઈ
Page #63
--------------------------------------------------------------------------
________________
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર પણ રીતે વધારે સારી નથી, પશુઓ ઝેરી પદાર્થોને માત્ર સુંઘવાથી પારખે છે એ શક્તિ માણસોમાં નથી. કુતરામાં એવી શક્તિ છે, કે તે જરાવારમાં શ્વાસ વડે પદાર્થના ગુણદોષ પારખી લે છે, તમારે માટે તે અશકય છે. સીકા પર રહેલી ચીજ ખારી છે, ખાટી છે, કે મીઠી છે, તે તમે પારખી શકતા નથી; પણ કીડી એ ઝપાટામાં પારકી કાઢે છે, કે અમુક ઠેકાણે મીઠી વસ્તુ મુકેલી છે. જો ઇન્દ્રિયોથી વધારે ઓછી બુદ્ધિનું માપ નીકળી શકતું હોય તો એમ કહેવાને વાંધો નથી કે મનુષ્ય કરતા પશુ બુદ્ધિમાં ચઢીયાતું છે. એક સ્પર્શનું જ ઉદાહરણ લો પોતાને અમુક વસ્તુનો સ્પર્શ થયો છે, એ પશુઓ ઝપાટમાં પારખી કાઢે છે, જ્યારે મનુષ્ય તે પારખી શકતો નથી, અર્થાત્ ઇન્દ્રિયોના વિષયોને અંગે જ ઉત્તમતા ગણાતી હોય તો માણસ ઉત્તમ નથી, પશુ ઉત્તમ છે, ત્યારે મનુષ્યને ઉત્તમ કેમ ગણવામાં આવે છે? મનુષ્ય જે માનને પામે છે, તે શાથી પામે છે, એ વિચારવું જોઇએ, જેની પાસે વધારે ચાંદી છે, જેની પાસે વધારે સુવર્ણ હોય, જેની પાસે મોતી આદિ ઝવાહીર હોય, તે માણસને તમે સન્માનને પાત્ર ગણો છો જો એ માણસ દ્રવ્યથી સન્માનને પાત્ર હોય તો હીરા મોતી વિગેરે કેટલા સન્માનને પાત્ર હોવા જોઇએ? આ બધી વસ્તુઓ જડ છે, એટલું જ નહી પણ તે આત્માને કોઈપણ રીતે ઉપયોગી થઈ શકે એવી નથી, મરણ આવીને ઉભું હોય તો હીરા કે મોતીનો ભંડાર એ મરણ અટકાવી શકતું નથી, આગ લાગી હોય તો સુવર્ણના ભંડારથી આગ શાંત કરી શકાતી નથી. અપૂર્વ તરસ લાગી હોય મીઠા પાણીનો અભાવ હોય અને પાસે ઘુઘવતા મહાસાગરમાં પાણીના મોજાં ઉછાળા મારતા હોય તો હીરાનો હાર એ ખારા પાણીને મીઠું બનાવી શકતું નથી, તો પછી મને સમજ પડતી નથી કે તમે વધારે સોનાવાળા વધારે ચાંદીવાળાને કે મોટા શ્રીમંતને સન્માન આપવાનું કેમ સમજો છો? પણ તમે જે સન્માન આપો છો, તે સન્માન દુનિયાદારીની રીતે આપી છે પણ એ સન્માન આપતાં તમે ખુબ યાદ રાખો કે તમે ખરી વસ્તુને ભુલી જાઓ છો એનો અર્થ એ છે કે દશ રૂપિયાની એક મુદ્રિકાને સાચવવા, તમે એક દશહજાર રૂપિયાનો સુવર્ણ જડેલો દાબડો રાખો છો. અર્થાત હું કહેવા માંગું છું કે બે રૂપિયાની વસ્તુ સાચવવા બારસો રૂપિયા ખર્ચીને પઠાણોની જબરી ફોજ નિભાવવા જેવું આપણે કરીએ છીએ. મૂળ વસ્તુને આપણે ભુલી જઈએ છીએ અને તેને બદલે ઉપરના દેખાવ ઉપર આપણે મોહ પામીએ છીએ, શ્રીમંત માણસને જે સન્માન અપાય છે તે સન્માન પણ આજ પ્રકારનું છે, તેના આત્મામાં મેલ રહેલો હોય, હૃદય ગમે એટલું કાળું હોય, ગમે તેવા પાપો પ્રતિદિવસ કર્યો જતો હોય તો પણ જગત તેની દરકાર કરતું નથી અને તેની પાસે પૈસા છે અથવા અધિકાર છે એટલું જ જોઇને સમાજ તેનાથી મોહ પામે છે, અને તેને બેહદ માન આપે છે,
Page #64
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૧૦-૩૩
૧૪
શ્રી સિદ્ધયક આ બધી મુખઇઓ છે. શ્રીમંત માણસોને આવું સન્માન અપાય છે એ સન્માન જો તે માણસમાં માણસાઈનો કંઈ પણ અંશ ન હોય તો તેણે સ્વીકારવું પણ નજ જોઈએ, કારણ કે તમે એ માણસને જે સન્માન આપો છો તે શું તેના વ્યક્તિત્વને માટે છે? નહિ, એ સન્માન તમે તેના દ્રવ્યને આપો છો, જો એવા પાસે દ્રવ્ય ન હોય તો તમે એની સામે પણ ન જુવો. પુરૂષ મોટો કે પૈસો ? શ્રીમંતાઈને લઈને કોઈ માનપાત્ર લખવો નજ જોઈએ, પણ આજે
તો માન પામનાર અને માન આપનાર બંને આ પ્રકારની ભૂલો કરી રહ્યા છે. પરંતુ એ ભુલ સુધારીને તમારે સાચું સન્માન આપતાં શીખવાની અનિવાર્ય જરૂર છે, જો તમે આવું સાચું સન્માન આપતા શીખશો, તો તમે જેને એવું સન્માન આપશો, તેનું પણ હિત થશે અને તમારું પણ હિત થશે એ સાચું સન્માન તે આત્માનું સન્માન છે જેના આત્મામાં આત્માનો વિવેક પ્રગટ થયો છે. તેવાના આત્મા વાસ્તવિક સન્માન લેવાને યોગ્ય છે, તેને તમે સન્માન આપો એમાં જરા પણ વાંધો નથી, એટલું જ નહિ, પણ એ રીતે સન્માન આપીને તમારી જાતને પણ ધન્ય બનાવો છો જેના આત્મામાં આવી જાતનો વિવેક છે. તેજ આત્માવાળું શરીર એને તમે ઉત્તમ મનુષ્ય કહી શકો છો. જો આત્મામાં વિવેક ન હોય તો તમે બીજી રીતે ગમે એટલા આગળ વધેલા હો, શ્રીમંત હો, દ્રવ્યવાન હો, પણ તમારી એ બધી મહત્તા નકામી છે, મહત્તાની ઉત્તમતા ત્યારેજ છે.
જ્યારે આપણો આત્મા સંસ્કાર પામેલો થાય એ સંસ્કાર વગરનું સર્વ કાંઈ નકામું છે, તમે સંસારમાં રચેલા પચેલા ભલે રહો પણ છતાં તમારે એ વાત તો વિચારવી જોઈએ કે આજે શ્રીમંતને જે માન મળી રહ્યું છે તે કેટલે દરજે યોગ્ય છે? માન તેને નથી, પણ તેના દ્રવ્યને મળે છે, એ માન સુવર્ણને છે, સુવર્ણનો પાટ તમે દિલ્હીમાં વેચો, આફ્રીકામાં લઈ જઈને વેચો, કિંવા ઈગ્લાંડના બજારોમાં તેની હરરાજી કરો તો પણ એની કીંમત ઉપજવાની છે. એક શ્રીમંત પાસે કરોડો રૂપિયાનું ઝવાહીર હોય, અને એ શ્રીમંત મરણ પામે એથી એ ઝવાહીરની કિંમત ઘટી જતી નથી, એની કિંમત તો જેમની તેમજ રહે છે હવે ત્યારે મનુષ્યના શરીરનો વિચાર કરો, મરણ પછી શરીરની કશીજ કીંમત નથી, એટલું જ નહિ, પણ તે સગાંસંબંધીઓને માટે ભારરૂપ છે. આત્માનું સન્માન. મનુષ્યની જે કીમત થાય છે, તે તેના દ્રવ્યને લીધે થયા છે, લક્ષાધિપતિ
આજે પુંજાતો હોય, સર્વત્ર સન્માન પામતો હોય, હજારો રૂપિયા મેળવતો હોય, તો તેની કીમત ગણાય છે, પણ કાલેજ જો તેની એ સંપત્તિ જતી રહી, તો તે ખલાસ તેનો તમે રતીભારનો પણ તોલ રાખતા નથી. હું તમને કહું છું કે શું આ તમારી ભૂલ નથી? તમે મુળ વસ્તુ ઓળખવાને બદલે તમે તેના કવરને ઓળખવા મંડો છો. જ્યારે મનુષ્ય શ્રીમંત હતો ત્યારે, તે સન્માનને પાત્ર હતો, માનનીય હતો, તેને તમે પૂજવા યોગ્ય ગણતા હતા, અને એનો પૈસો જતો
Page #65
--------------------------------------------------------------------------
________________
૧૫
તા.૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર રહ્યો એટલે શું તેના સગુણનો નાશ થયો છે? નહી, પણ તે છતાં એવા ગરીબને તમે ઓળખતા નથી, એ ઉપરથી લાગે છે કે તમે માણસનો સ્નેહ રાખતા નથી, પણ પૈસાનો સ્નેહ રાખો છો આ વૃતિને ભુલી જાઓ અને મનુષ્યત્વનું, એટલે આત્માનું સન્માન કરતાં શીખો વ્યવહારમાં આપણે જોઈ ગયા છીએ કે, મનુષ્યને માન નથી, પણ વૈભવને માને છે, વળી કેટલીક વાર એક વસ્તુની સામાન્ય રીતે જે કીંમત નથી ઉપજતી તેનાથી અમુક સંજોગોને લીધે તેની વધારે કિંમત ઉપજે છે, નદીનો પ્રવાહ ઉછાળા મારીને દોડતો હોય ત્યાં આગળ શેર પાણીની કીંમત નથી, પણ એક પાણીનો લોટો સહરા કે કચ્છના રણમાં મુકો, હવે પછી કલ્પના કરો કે એક લક્ષાધિપતિ માણસ અત્યંત તરસથી પીડાતો રણમાં જાય છે, ત્યાં તેને પાણીનો છાંટો પણ મળતો નથી, તરસથી ગળું સુકાય છે; અને મરવાની તૈયારી ઉપર આવી રહે, ત્યાં તેને કોઈ હજાર કે દશ હજાર રૂપિયા લઈને એક પાણીનો લોટો આપવા તૈયાર થાય, તો પણ જરૂર એ લોટો ગમે તેટલી કીંમતે ખરીદી લેવાય, અહીં કરોડોની કીંમત એ કોનું મૂલ્ય થયું? પાણીનું? ના એક લોટા પાણીની કંઇજ કીંમત નથી એક લોટો પાણી તમે જોઈએ એટલું જોઈએ એટલી વાર ઢોળી નાંખી શકો છો. ત્યારે આ લોટા પાણીની કીંમત કેમ થઈ ? જવાબ એ છે કે સંયોગને અંગે, પાણી રણના પ્રદેશમાં પહોંચી ગયું, તેથી કીંમત વધી અર્થાત્ રણના સંયોગથી પાણીની કીંમત વધી, પણ મનુષ્યની કીંમત તમે એવા સંયોગથી પણ વધારતા નથી, કોઈ માણસના ઘેર દ્રવ્યનો ભંડાર ભરેલો હોય તો તેને ભાગ્યશાળી લેખો છો, અને જો તે ન હોય તો તેને નિભંગી માનો છો. કોઈ વ્યક્તિને ત્યાં આઠ દશ ખાનારા હોય તો તરત તમે કહેશો કે બીચારાને ત્યાં આટલા ખનારા છે કોઈને ઘેર પાંચ પચીસ ગાયો, બળદો કે ભેંસો હોય તેથી તમે તેને બીચારો માનતા નથી પણ જો તેને ત્યાં આઠ દશ માણસો ખાનારા હોય તો તરત તમે કહેશો કે એ બીચારો શું કરે? તેને ત્યાં તો આટલા ખાનારા છે, અર્થાત્ માણસોનો સંજોગ એને પણ તમે સારો માનતા નથી બીચારાને ત્યાં દશ માણસો છે એમ તમે કદી બોલતાં અચકાતાં નથી, સોનાવાળાને તમે બીચારો કહેતા નથી, પણ માણસવાલાને બીચારો કહો છો એનો અર્થ એ છે કે માણસના સંજોગ કરતાં સોનાનો સંજોગ તમને વધારે વહાલો છે. સંજોગથી અથવા સંયોગ વગર વસ્તુની જે કીંમત થાય છે તેજ તેની સાચી કીંમત છે, હવે મનુષ્યને અંગે જો તે દ્રવ્યવાન હોય તો તેની કીંમત કરો છો, અને દ્રવ્ય ન હોય અને તેને ઘેર માણસોનો મોટો જથ્થો હોય તો તેને બીચારો ગણો છો આ રીતે મનુષ્યની કીંમત ભારરૂપે કરી મુકી છે. તેજ વિનાનો હીરો. આત્માભાન વિનાના આત્માને ધારણ કરનારી દેહ જાનવરજ છે.
તેમ સમજી લેવું જોઈએ. બેવકુફ મનુષ્ય હાથે કરીને ચોરી કબુલ
Page #66
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૧૦-૩
શ્રી સિદ્ધચક્ર કરી દે છે, એક ઉદાહરણ છે કે એક જગ્યાએ દશ છોકરા હતા. તેમાંના બે છોકરાઓને ઉભા કર્યા પછી કહ્યું, કે જે છોકરાએ ચોરી કરી છે તે છોકરો પકડાઈ ગયો છે, કારણ કે તેને માથે ચકલી તણખલું લાવીને મુકી ગઈ છે, આ શબ્દ સાંભળતાંજ જે છોકરાએ ખરેખરી ચોરી કરી હતી, તે ભયથી ગભરાયો, તેના પગ ધ્રુજવા લાગ્યા અને તેણે ઝપાટાબંધ પોતાનો હાથ માથા પર મુકીને, જાણે ચકલીએ તણખલું મુક્યું ન હોય, તેમ સમજીને એ તણખલું ફેંકી દેવાની ક્રિયા કરી, આથી તેણે ચોરી કરી છે એમ તરત જણાઈ આવ્યું. આ રીતે ગુન્હેગાર પોતાની મેળે પકડાઈ ગયો. અહીં પણ તેવો ઘાટ છે. મેં કોઈ શ્રોતાને જાનવર કહ્યો નથી. પણ જે ઇન્દ્રિયોના વિકારમાં ઘેરાય છે, તે પોતાની મેળે જાનવર બને છે, તેથી તમે જો ખોટું લગાડશો તો તમારી દશા પેલા જુઠા છોકરા જેવી થશે. તે છોકરાએ તેને કોઇએ ચોર કહ્યો નહતો, છતાં પોતાને માથે હાથ મુકીને પોતે ચોર છે, તેની સાબિતી કરી આપી હતી, તેજ પ્રમાણે જેને કર્મનું, આ ભવની અવસ્થાનું અને આવતા ભવનું ભાન નથી તેને મેં જાનવર કહ્યા છે, અને શાસ્ત્રકાર પણ એવાઓને જાનવર કહે છે, છતાં તમે “મહારાજ વ્યાખ્યાનમાં આપણને જાનવર કહે છે.” એમ કહીને હાથે કરીને તમારા જાનવરપણા પર છાપ મારો છો, અને માથે આવતી ટોપી પહેરી લઈને તમે આત્મભાન વિનાના છો એવું ખુલ્લું કરો છો, જીવના બે ભેદ છે સંશી અને અસંશી. જેને મન નથી મન:પર્યાપ્તિ નથી, મનના પુદ્ગલો પરિણાવવાની તાકાત નથી, તેને અસંશી જીવ કહ્યા છે. અર્થાત સંજ્ઞી એટલે વિચારવાન, એ અસંશી એટલે વિચારશુન્ય, તમે આ બે શબ્દો વારંવાર સાંભળ્યા હશે પણ હું તમને પુછું છું કે આ બે શબ્દનો અર્થ તમોએ ધ્યાનમાં લીધો છે? મન પર્યાપ્તિ હોય તે સંશી, અને ન હોય તે અસંશી, આ તો સાધારણ વ્યાખ્યા થઈ, પણ શાસ્ત્રકારો એથી આગળ વધે છે, અને કહે છે કે જેને વિચાર છે તે સંજ્ઞી છે, અને જેને વિચાર નથી તે અસંજ્ઞી છે. તમને કોઈ એમ કહે કે તમારામાં ગતાગમ નથી, તો તમને કેવું લાગશે ? આ વાત ધ્યાનમાં લેશો એટલે તત્ત્વાર્થકાર ઉપરથી એક કલંક નીકળી જશે. સંજ્ઞાવાળા અને મનવાળા, એમ બે પ્રકાર સૂત્રકારોએ કેમ પાડયા હશે, તેનો અહીં ખુલાસો થઈ જાય છે. સંશી એટલે લાંબા કાળની સંજ્ઞાવાળા. લાંબા કાળનો વિચાર કરવાવાળા, ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો, વિચાર કોણ કરી શકે? જેનામાં મન હોય તેજ લાંબા કાળનો વિચાર કરી શકે. જેઓ નવતત્વનો વિચાર કરે છે, તેઓજ સાચા વિચારવાળા છે. બાકીના બધા વિચાર શુન્ય છે. શબ્દ શબ્દનો કેટલો
ભેદ છે તે જાવો, તમે પુરૂષોત્તમ શબ્દ કહો તો તેનો જૈન દૃષ્ટિએ તીર્થકર એવો અર્થ થાય છે, અને વૈષ્ણવ દૃષ્ટિએ એનોજ અર્થ કૃષ્ણ એવો થાય છે, શબ્દ એક પણ અર્થ જુદો, જુદો કેમ થયો? ઉત્તર
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા.૩-૧૦-૩૩
એ છે કે દરેકનો અર્થ જુદે જુદે સ્થળે જુદી જુદી રીતે થાય છે, અર્થ કરવામાં હંમેશાં એકજ દ્રષ્ટિ રાખવાની હોતી નથી, પરંતુ ચારે બાજુ દષ્ટિ દોડાવીને અર્થ કરવાનો હોય છે, તેમ ભગવાન શ્રી ઉમાસ્વાતિવાચક મહારાજે કર્મરાજાના દ્વારાએ સંજ્ઞી એટલે વિચારવાળા કોને ગણ્યા છે? આ ભવને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો વિચાર કરે તેને સંશી ગણ્યા છે એમ નથી, શાસ્ત્રકાર કહે છે કે આ ભવને અંગે ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો વિચાર કરે છે તે વિચારવાળા કહી શકાય નહી. પરંતુ વિચારવાળા કહેવાને માટે બીજી કેટલીક સામગ્રીની જરૂર છે, દુનિયાદારીમાં પણ ગાંડો મનુષ્ય હોય તે સુદ્ધાં ગંદા પદાર્થનું ભક્ષણ કરતો નથી, એટલા ઉપરથી શું તમે કહેશો કે તે વિચારવાળો છે. ગાંડો હોવા છતાં તે ભુખ અને તરસની વખતે સીધો થાય છે. પઠાણને દેખીને અક્કલવાળો બની જાય છે, આ પ્રસંગે તે જ્ઞાન અને ડહાપણ બતાવે છે, તે છતાં આપણે તેને ડાહ્યો માનતા નથી, તેને આપણે વિચાર વાળો કયારે માનીએ કે એ દુનિયાદારીની દ્રષ્ટિએ ડાહ્યો બની જાય. શાસ્ત્રકારોની દ્રષ્ટિએ તમે ભૂત, ભવિષ્ય કે વર્તમાનનો વિચાર કરો આ ભવનો વિચાર કરો કે પર ભવનો વિચાર કરો, પણ તમારા તે વિચારમાં જો સ્ત્રી, પુત્ર, સંપત્તિ આદિના જગતના વ્યવહારના અંગેના વિચારો હોય તો તમારા એ વિચારો એ ગાંડાના જેવું ડહાપણ છે. ગાંડો મનુષ્ય પઠાણને જોઇને ક્ષણિક ડાહપણ ધારણ કરે છે. તેવી સ્થિતિ તમારી છે. તમે તેનેજ વિચારવાળો ગણો છો કે જે દુનિયાદારીની દ્રષ્ટિએ વ્યવહારુ છે, એ પ્રમાણે શાસ્ત્રકારો તેને વિચાર વગરનો ગણે છે, કે જે આહાર, વિહાર તેના સાધનો વગેરેને અંગે વિચાર કરે છે, પણ આત્માને અંગે વિચાર કરતો નથી જે આત્મા આત્માને અંગે વિચાર વગરનો છે તેને માટે શાસ્ત્રકારો એ શબ્દ વાપરે છે કે તે અવિચારી છે.
આજ માનવભવની મહત્તા છે. પશુ પણ આવી રીતે સુવિચારધારક બની શકતો નથી. ત્યારે મનુષ્ય પ્રયત્ન વડે એવો સુવિચારી બની શકે છે અને એ સુવિચારી બનવું એજ માનવભવની મહત્તા છે. તમારી સંતતિને આવી મહત્તા પ્રાપ્ત થાય તે માટે તમારે અત્યારથીજ પ્રયત્નો કરવા જરૂરી છે, તમો એવા પ્રયત્નો કરો અને તેમાં સફળ થાઓ તો બસ છે. * ઉક્ત વ્યાખ્યાન મહારાજાશ્રીએ મુંબઈ ખાતે પોષ સુદી ૯ ને ગુરૂવારના રોજ આપ્યું હતું સં. ૧૯૮૯
વાંચકો માટે ખાસ. અંક નં ૧-૫-૨૧ અંકો સ્ટોકમાં નથી, માટે તે અગર તે સિવાયના અંકોનો વધારો જેની પાસે હોય તેને સમિતિ પર રવાના કરવા વિનંતિ છે.
તંત્રી-સિદ્ધચક.
Page #68
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
મા સાગર સમાધાનક
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદસિદ્ધાંત સધા-સ્ત્રાવી આગમના અખંડઅભ્યાસી
આગમ દ્વારકઆચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસગણી, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાએ રૂબરૂ અગર
પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો) શ્રી આચામાસ્લ વર્ધમાન તપોનિષ્ણાત શ્રી ચંદ્રસાગરજી મહારાજ
પ્રશ્ન પર- કેટલાક કહે છે કે શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે શ્રમણસંઘે ચાલવું જોઈએ એ કથન સર્વથા
વ્યાજબી છે, પણ તેઓશ્રીના વર્તનનું અનુકરણ કરવાનું છે એમ સમજવાનું નથી, એ માન્યતા શું સાચી છે ! સમાધાન- જેઓ શ્રીજિનેશ્વર ભગવાનના વર્તનનું અનુકરણ કરવાનો નિષેધ કરે છે, તેઓ શું જિનેશ્વર
ભગવાનનું કથન અને વર્તન ભિન્ન છે એમ માને છે? જો ભગવાનનું કથન અને વર્તન ભિન્ન હોય અને તે બંનેમાં ભગવાનનું વર્તન ઉત્તમ હોય છે. શ્રી ભગવાનના વર્તનમાં અનુત્તમતા શી રીતે હોઈ શકે ? અને ભગવાનનું વર્તન ઉત્તમ હોય તો શું જિનેશ્વર ભગવાનનું કથન ઉત્તમ નથી ? અને કથન ઉત્તમ હોય છે એમ શં તેઓ માને છે ? જો એમ માને તો તેમને એજ નિશ્ચય કરવો પડે કે શુદ્ધ માર્ગને ઉત્પન કરવામાં કે કહેવામાં કહેનારની કંઈ પણ જવાબદારી નથી અને તેમ માનીએ તો કુદેવ, કુગુરૂ તરીકે મનાયેલી વ્યક્તિો શુદ્ધ ઉપદેશ આપે, એટલે તેઓનું સુદેવ સુગુરૂ
તરીકે માનવામાં જૈનોને વાંધો નથી એમ માનવું પડે. પ્રશ્ન પર૭- ભગવાનની કથની અને કરણી બને જ્યારે એક સરખાં હોય તો પછી ભગવાનના વર્તનના
અનુકરણથીજ કલ્યાણની પ્રાપ્તિ માનવી યોગ્ય હતી. પણ તેમ ન માનતાં શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર માખણ મારાદિતા માફ થી માપITગારાહત ઇત્યાદિ વચનોથી સ્પષ્ટપણે આજ્ઞા એટલે ભગવાનના કથનનું આલંબન લઈ તદ્દનુસાર વર્તન કરનારજ ભગવાનનો સાચો આરાધક છે તથા
તેજ મોક્ષને માટે યોગ્ય પણ છે; એમ જણાવ્યું છે તેનો અર્થ શો ? ઉત્તર- પ્રથમ તો ભગવાનનું વર્તન શ્રીજીનેશ્વર ભગવાને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી જણાવ્યું હતું
ત્યારેજ તે શ્રી સંઘે જાણ્યું હતું તે સિવાય ભગવાનનું વર્તન સંઘથી જાણી શકાયું નહતું. બીજું માત્ર બાહ્ય વર્તનજ ભગવાનના કથન સિવાય જણાય ખરું, પણ આંતર વર્તનતો શ્રી સર્વજ્ઞપ્રભુના કથન સિવાય જાણી શકાયજ નહિ, માટે જે કથન ઉપર આધાર રાખે છે તે શ્રીસંઘ તેજ શ્રીસંઘ સાચો આરાધક છે. ત્રીજુ મોક્ષનું કારણ એકલુંજ બાહ્ય વર્તનનું અનુકરણ નથી, પણ આત્મપરિણતિ પણ મોક્ષનું કારણ છે અને તે જેમ ભગવાન સર્વજ્ઞનાં ઉપદેશથી જાણી શકાય છે, તેવી રીતે મોક્ષ પ્રાપ્તિના કારણભૂત સમ્યગુદર્શન સમ્યગુજ્ઞાન એ બે તો સર્વજ્ઞ ભગવાનના ઉપદેશ સિવાય જાણી
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા.૩-૧૦-૩૩ શકાય નહિ. માટે ભગવાન સર્વાની આજ્ઞા દરેક શ્રીસંઘ વ્યક્તિને સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યગુચારિત્ર દ્વારા શાશ્વત સુખમય મોક્ષ પ્રાપ્ત કરવા માટે અવશ્ય ત્રિવિધ આરાધવાની હોય છે પણ ભવ્ય આત્માઓએ ધ્યાનમાં રાખવાનું છે કે સર્વે તીર્થકરો પણ તેજ શ્રી સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન, સમ્યગુચારિત્ર દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરે છે અને તેજ માર્ગનો ભવ્ય જીવોને ઉપદેશ મોક્ષ પ્રાપ્તિ માટે
કરે છે માટે ભગવાન તીર્થકરોની કથની અને કરણીમાં કાંઈ ફરક નથી. પ્રશ્ર પ૨૮- શ્રીજીનેશ્વર ભગવાનની બાહ્યચારિત્રની અપેક્ષાએ તો કથની અને કરણી એક સરખી હોય તો પછી
ચારિત્ર પ્રવૃત્તિમાં તો શ્રી શ્રમણસંઘે ભગવાન સર્વજ્ઞોનાં વચનો અને વર્તન તરફજ જોઇ અનુકરણ કરવું યોગ્ય ગણવું જોઇએ અને ભગવાન મહાવીરની માફક જે વર્તમાન સાધુઓ વર્તે નહિ તેઓને
જૈન સાધુ તરીકે શું ન માનવા ? ઉત્તર- ભગવાન જીનેશ્વર મહારાજનું ચરિત્ર ઉત્તમોઉત્તમ હોવાથી અવશ્ય શ્રીસંઘને અનુકરણ કરવા યોગ્ય
તો છે પણ જેઓ તેવા નિરતિચાર ચારિત્રને ન પામી શકે તેવાઓને માટે તે પામવાના રસ્તા તરીકે શ્રી જીનેશ્વર મહારાજે જે જે સાધ્વાચાર તથા શ્રાવકાચાર બતાવેલ છે તે તે પ્રમાણે વર્તનારો શ્રીજીનેશ્વરના વર્તનનું અનુકરણ કરવામાં અશકત તેનું ધ્યેય રાખ્યા છતાં શ્રીજીનેશ્વર મહારાજે જણાવેલા માર્ગે ચઢવા પ્રયત્ન કરે; ને તે બધામાં પણ સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને આંતરપરિણતની માફક શ્રીજીનેશ્વર ભગવાને કથિત માર્ગનું અવલંબન ભવ્યજીવો ગ્રહણ કરે છે તેથીજ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી દ્રવ્ય પચ્ચકખાણને પણ ભાયપચ્ચકખાણનું કારણ જણાવતાં જિનોસિદ્ધા અર્થાત્ જીનેશ્વર ભગવાને મોક્ષમાર્ગ તરીકે આ કહેલ છે એમ માનીને કરેલું દ્રવ્ય પચ્ચકખાણ પણ ભાવ ચારિત્રનું કારણ છે એમ જણાવે છે.
ભગવાન જીનેશ્વરો પણ તેવું જ વર્તન કરે છે કે જે મોક્ષમાર્ગવાલાને અનુકુલ હોય અને તેથીજ મહાવીર પ્રભુએ પાત્રમાં પારણું કર્યું, વસ્ત્ર ધારણ કર્યું, એટલું જ નહિ પણ પાણી વિગેરે સાધુઓને લાયક કેવળ જ્ઞાનથી અચિત જાણ્યા છતાં પોતાનું અનુકરણ કરનાર વ્યવહારથી ચુકી જાય માટે સાધુઓને અનશન વિગેરે કરવા દીધાં. વ્યવહારથી વિરૂદ્ધ એવા પદાર્થોની આજ્ઞા ન કરી આ અને બીજી પણ અનુકરણ કરવાની હકીકત નીચેના પાઠો જોવાથી સાબીત થશે.
१ अष्टाध्ययनप्रतिपादितोऽर्थः सम्यगेव वर्धमानस्वामिना विहित इति, तत्प्रदर्शनं च शेषसाधूनामुत्साहाथ, तदुक्तम्-तित्थयरो चउणाणी सुरमहिओ सिज्झियद्ययघुवंमि । अणिगूहिअबलविरिओ सव्वत्थामेसु उज्जमइ ॥१॥ किं पुण अवसेसेहिं ? दुक्खक्खयकारण । सुविहिएहिं । होति न उज्जमिया સપષ્યવાન માગુસે મારા મા. ૫. ૨૦ પંઘવસ્તુપાથા ૪૨-૨૪ર.
२ एवं तु समणुचिन्नं वीखरेणं महाणुभावेणं । जं अणुचरिउं धीरा सिवमचलं जन्तिनिद्वाणं ।२८४। एवम्-उक्तविधिना भावोपधानं-ज्ञानादि तपो वा वीरवर्धमानस्वामिना स्वतोऽनुष्ठितमतोऽन्येनापि मुमुक्षुणैतदनुष्ठेयमिति गाथार्थः |आ. प. ३०१
३ आविर्भूतमनः पर्यायज्ञानोऽष्टप्रकारकर्मक्षयार्थ तीर्थप्रवर्तनार्थ चोत्थाय संख्याय-ज्ञात्वा तस्मिन् हेमन्ते मार्गशीर्षदशम्यां प्राचीनगामिन्यां छायायां प्रव्रज्याग्रहणसमनन्तरभेव रीयते स्मक्जिहार ॥ आ. प. ३०१
Page #70
--------------------------------------------------------------------------
________________
-al. 3-१०-33
શ્રી સિદ્ધચક્ર ___४ सुरपतिना भगवदुपरि देवदूष्यं चिक्षिपे, तत् भगवताऽपि निःसङ्गाभिप्रायेणैव धर्मोपकरणमृते न धर्मोऽनुष्ठातुं मुमुक्षुभिरपरैः शक्यत इति कारणापेक्षया मध्यस्थवृत्तिना तथैवावधारितं ।। आ. प. ३०१
५. से बेमि जे य अईया जे य पडुपन्ना जे य आगमेस्सा अरहंता भगवंतो जे य पव्बयन्ति जे अ पव्वइस्सन्ति सव्वे ते सोवहीधम्मो देसिअव्वोसिकट्ट तित्थयरधम्मयाए एसाऽणुधम्मिगत्ति एगं देवदूसमायाए पव्बइंसुवा पव्येयंति वा पव्वइस्सन्ति वेति । अपि च-गरियस्त्वात् सचलेस्य, धर्मस्यान्यैस्तथागतैः । शिष्यस्य प्रत्ययाच्चैव, वस्त्रं दधे न लज्जया ॥१॥ इत्यादि ॥ आ. प. ३०१
६ एष चर्याविधिरनन्तरोक्तोऽनुक्रान्तः-अनुचीर्णः माहणेणत्ति-श्रीवर्धमानस्वामिना मतिमताविदितवेद्येन बहुरा:-अनेकप्रकारमप्रतिज्ञेन-अनिदानेन भगवता-ऐश्वर्यादिगुणोपेतेन, एवम्-अनेन यथा भगवदनुचीर्णेनान्ये मुमुक्षवोऽशेषकर्मक्षयाय साधवो रीयन्ते-गच्छन्तीति
७ एषः अनन्तरोक्तः शस्त्रपरिज्ञादेरारम्य योऽभिहितः सोऽनुक्रान्तः-अनुष्ठितः आसेवनापरिज्ञया सेवितः, केन ? श्रीवर्धमानस्वामिना मतिमता-ज्ञानचतुष्टयान्वितेन बहुराः-अनेकशोऽप्रतिज्ञेन-अनिदानेन भगवताऐश्वर्यादिगुणोपेतेन, अतोऽपरोऽपि मुमुक्षुरनेनैव भगवदाचीर्णेन मोक्षप्रगुणेन पथाऽऽत्महितमाचरन् रीयतेपराक्रमते ॥ आ. पा. ३१५
८ उच्छाहपालणाए इति (एव) तवे संजमे य संघयणे । वेरग्गेऽणिच्चाई होइ चरित्त इहं पगयं ॥१॥ तथाऽनशनादिके तपस्यनिगूहितबलवीर्येणोत्साहः कर्तव्यः, गृहीतस्य च प्रतिपालनं कर्तव्यमिति, उक्तमपितित्थयरो चउनाणी सुरमहिओ सिज्झि अव्ययधुम्मिव अणिगूहिअबलविरिओ सव्वत्थामेसु उज्जमइ ।१। किं पुण अवसेसेहिं दुक्खक्खयकारणा सुविहिएहि । होई न उज्जमिअव्वं ? सपच्चवायंमिमाणुस्से ॥२॥. इत्येव तपसि भावना विधेया ॥ आ. पा. ४२०
९ भगवता किल श्रीवर्धमानस्वामिना विमलसलिलसमुल्लसत्तरङ्गः शैवलपटलत्रसादिरहितो महाह्दो व्यपगताशेषजलजन्तुकोऽचित्तवारिपरिपूर्णः स्वशिष्याणां तृड्बाधितानामपि पानाय नानुजज्ञे तथा अचित्ततिलशकटस्थण्डिलपरि भोगानुज्ञा चानवस्थादोष संरक्षणाय भगवता न कृतेति ॥
१० सुप्रज्ञज्ञप्ति सुष्टु प्रज्ञप्ता यथैवाख्याता तथैव सुष्ठ सूक्ष्मपरिहारासेवनेन प्रकर्षे ण सम्यणासेवितेत्यर्थः, अनेकार्थत्वाद्धातूनां ज्ञविरासेवनार्थः
११ सम्यग्दर्शनादिरूपो मोक्षमार्गो जिनेन्द्रादिभिः सत्पुरुषैः प्रहतः तं प्रति पह्याः वीर्यवन्तः संयमानुष्ठानं कुर्वन्ति, ततश्चोत्तमपुरुषप्रहतोऽयं मार्ग इति प्रदर्श्य तज्जनितमार्गविस्त्रंभो विनेयः संयमाष्ठाने सुखनैव प्रवर्तयिष्यते ॥ आ. पा. ४३ ___ १२ तमप्कायलोकं चशद्वादन्यांश्च पदार्थान् आज्ञया मौनीन्दवचने नाभिमुख्येन सम्यगित्वा ज्ञात्वा ।। आ. पा. ४३ ___ १३ विनोपकरणं यस्तु, जीवादीस्त्रातुमीश्वरः । जिनेन्द्रवत्तस्य दोषः, स्यात्तदग्रहणेऽपि न ॥१॥ उत्तराध्ययन पा. १३४
. १४ ततोयूयमपि यथा भगवान् संसारं जितवान् तथैव यत्नं विधत्त ।। सुगडांग चोपडो पा. ३०३
Page #71
--------------------------------------------------------------------------
________________
૧
di.3-१०-33
શ્રી સિદ્ધચક્ર १५ एतदुक्तं भवति प्राणतिपातनिषेधादिकं स्वतोऽनुष्ठाय परांश्चस्थापितवान्, नहि स्वतोऽस्थितः परांश्च स्थापयितुम मित्यर्थः । तदुक्तंब्रुवाणोऽपि न्याय्यं स्ववचनविरुद्धं व्यवहरन्, परान्नालं कश्चिद् दमयितुमदांतः स्वयमिति । भवान्निश्चित्यैवं मनासि जगदाधाय सकलं, स्वमात्मानं तावत् दमयितुमदांतं व्यवसितः ॥१॥ इति । तथा “तित्थयरो चउनाणी सुरमहिओ सिज्झिययव्वयधुवंमि । अणिगूहिअबलविरिओ सव्वत्थामेसु उज्जमइ ॥१॥ इत्यादि सुयगडांगजि चोपडो पा. ३२४
१६ स्वयमेव च भगवान् पंचमहाव्रतोपपन्न इंद्रियनोइंद्रियगुप्तो विरतश्चासौ लवायसी सन् स्वतोऽन्येषामपि तथा भूतमुपदेशं दत्तवानित्येतद् ब्रवीमीति सुगडांग चोपडो पा. ९०९ ___१७ ननु चिन्तनीयमिदं यदष्टापायविनिर्मुक्तिमालम्ब्य कैवल्यवस्थायां पूजा-कार्येति, यतो न चारित्रिणः स्नानादयो घटन्ते, तद्वत्साघूनामपि तत्प्रसक्तेः । न च तच्चरितमनालम्बनीयम्, अन्यथा परिणताप्कायादिपरिहार आचरणनिषेधार्थः कथं स्यात् ? श्रूयते हि एकदा स्वभावतः परिणतं तडागोदरस्थाप्कायं तिलराशि स्थण्डिलदेशं च दष्यापि भगवान्महावीरस्तत्प्रयोजनवतोऽपि साधूंस्तत्सेवनार्थं न प्रवर्तितवान्, मा एतदेवास्मच्चरितमालम्ब्य सूरयोऽन्यांस्तेषु प्रवर्तयन्तु साधवश्चमा तथैव प्रवर्तन्त मिति । अष्टकजि अ. ३ पा. १६ । ___ १८ धर्मांगं दानम्, भगवता प्रवृत्तत्वात्, शीलवदिति भव्यजनसम्प्र अष्टकजि अ. २७ पा. ८७ त्ययार्थमित्यर्थः ज्ञानवदासेवितमालम्बनीयं भवतीत्योवदितम्, तत्रचैवं प्रयोगः- यद्भगवदासेवितं तद्यतिनां सेवनीयं शीलभिव अष्टकजि अ. २७ पा. ८७
१९ तीर्थकृदेव वर्धमानजिन एव ज्ञातं दष्टान्तः तीर्थकृज्ज्ञातं तत् आलोच्य विभाव्य यथा भगवता वर्धमानस्वामिना प्रथमसमवसरणे समागतामभव्यपर्षदं वर्जयित्वाऽन्यत्र विशिष्टा धर्मदेशना कृता एवमन्येनानुचितदेशादिकं स्वपरोपकाराभावं च वर्जयित्वाऽन्यत्र वादोऽनन्तरोदितस्त्रिविधः कार्यः
વળી દરેક પ્રતિક્રમણ કરનાર શ્રી વિરપ્રભુએ છ માસી તપ કર્યો એમ કહીનેજ કાઉસગમાં ચિતવે છે. દીક્ષા વખતે સંવત્સરીદાનને અનુસાર દેવાતું દાન વાર્ષિક તપ ભગવાન શ્રી ઋષભદેવજીએ કર્યું તેને અનુસરીને થતું વાર્ષિક તપ તેમજ કલ્યાણકમાં કરેલાં તપો જેવાં કરાતાં તપો વળી આચાર્ય મહારાજ જે સુત્રના અર્થો કહે છે તે બધું ભગવાન તીર્થકરોનું અનુકરણીય વર્તન ગણીનેજ છે.
તા. કા- ઉપરનો લેખ વાંચનારે એ ધ્યાનમાં રાખવું કે ભગવાન જીનેશ્વરોનું વર્તન મોક્ષમાર્ગને અનુકુલજ હોય તેથી તેનું અનુકરણ દરેક મોક્ષાભિલાષિએ કરવાનું જણાવ્યું તેથી જે કર્મોદયથી થયેલી ભગવાનની પ્રવૃત્તિ ગર્ભમાં નિશ્ચલ રહેવું, માતા પિતા જીવતાં સુધી ચારિત્ર ન લેવું, મેરૂ કંપાવવો, લગ્ન કરવું, પુત્રીનો જન્મ વિગેરે છે, તેનું અનુકરણ કરવાના વિચારો પણ સમ્યગુદ્રષ્ટિ કરે નહિ; આ લેખનો ફાવતો ઉપયોગ ન થાય એ માટે એ પણ સમજવું કે ભગવાનનું ભયોપશમ કે ક્ષયજન્ય વર્તન અનુકરણીય છે અને ભગવાનની આજ્ઞા પણ તેવીજ માન્ય કરવાની અને તે શ્રદ્ધા, જ્ઞાન અને વર્તનથી અમલમાં મેલવાની છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર
ટ્રિી સાથે
૭૫૪ આ જગતમાં ધર્મ એ સર્વ આસ્તિકોને ઈષ્ટ છે. ૭૫૫ મનગમતા પદાર્થના જુદા શબ્દો પણ વહાલા અને અનિષ્ટ પદાર્થના સાચા શબ્દો પણ
અળખામણા લાગે છે. ૭૫૬ ધર્મ ઈષ્ટ છે અને પાપ આપણને તથા સાંભળનારને પણ અનિષ્ઠ છે. ૭૫૭ આર્ય પ્રજામાં મનુષ્ય માત્રને ધર્મ વહાલો છે, વાત ચોક્કસ છે. ૭૫૮ બધી પ્રવૃત્તિ ફલને ઉદ્દેશીનેજ થાય છે. ૭૫૯ ભોગના કચરામાં ખુંચેલા, રમ અને રામામાં અશકત થયેલા, નામ અને નાક માટે સર્વસ્વ
હોમનારાઓને પ્રભુશાસનની યથાર્થ કિંમત નથી. ૭૬૦ જેઓને શાસ્ત્રની આગળ પાછળની પંકિત ઇરાદાપૂર્વક જોવી નથી તેઓ સામાન્ય જનતાને આડે
રસ્તે દોરવા મન માન્યુ બોલે છે. ૭૬૧ અહિંસા, સંયમ, તપયુક્ત હોય તેજ ધર્મ કહેવાય. ૭૬૨ જેને ચોકશી થવું હોય તેણે ચોકશીને ત્યાં, ઝવેરી થવા ઇચ્છનારે ઝવેરીને ત્યાં વર્ષોના વર્ષ
અભ્યાસ કરવો જોઇએ; તેવીજ રીતે મોક્ષ માર્ગના અધિકારી બનવું હોય તો મોક્ષમાર્ગના
આરાધક એવા સાધુ-પુરૂષોની હંમેશાં ભક્તિપૂર્વક સેવા કરવી જોઇએ. ૭૬૩ જેમ ગધેડાને વરઘોડાના મોખરે રાખી સોના રૂપાના ઘરેણાથી શણગારીએ તો વળે શું ?
તેવી રીતે અહીં પણ પરિણામની શુદ્ધિ ન હોય તો મૈત્રીભાવના રાખી છતાં આત્માનો
દહાડો વળે નહિ. ૭૬૪ ધર્મનું પરંપરા ફુલ મોક્ષ અને અનંતરકલ રિદ્ધિ, સિદ્ધિ અને દેવલોક ઇત્યાદિ છે. ૭૬૫ યાદ રાખજો કે સંસારીપણું એટલે બચવાની ઢાલ નથી. ૭૬૬ કુલીન મનુષ્યોથી જેમ નસાના બહાનાથી ગુન્હાનો બચાવ ન થાય તેવી રીતે સમ્યકદષ્ટી જીવોથી
અમે સંસારી છીએ તેમ કહી પાપનો બચાવ ન થાય, પણ પોતાની ન્યુનતા કબુલ કરે. ૭૬૭ ધાડપાડુઓને જે સાફ કરી નાખે તેટલી તાકાતવાળો ગરાસીયો પણ વ્યસનને વશ ખાટલામાં
પડી રહે, તેવી રીતે વર્ષોલ્લાસ વગરનો આત્મા અફીણીયા ગરાસીયાની માફક પડી રહ્યો છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા.૩-૧૦-૩૩
| તારા
(જૈન સાહિત્યની કથાઓને આધારે રચેલું એક સુંદર પણ કલ્પના મિશ્રિત શબ્દ ચિત્ર.)
(લેખક : શ્રીમાનું અશોક) શબ્દ ચિત્ર ૧ લું.
- પાત્રો :ધર્મકા-શ્રાવસ્તી નગરીના મહારાજા અંધક-મહારાજાનો પુત્ર. પાલક-એક પુરોહિત.
સ્થળઃ મહારાજ શ્રી ધર્મકેતુનું સભાગૃહ સમયઃ મહારાજશ્રી ધર્મા સભા ભરી બેઠા છે અને પોતાના પ્રધાનો સાથે
રાજનીતિ વિષયક ચર્ચા ચલાવી રહ્યા છે - મહારાજ - કહો પ્રિય પ્રધાનજી ! મારા રાજ્યની મારી પ્રજાની શી હાલત છે, મારા તંત્રથી મારી પ્રજા
ને સુખ છે કે મુશીબત છે? મારું રાજ્ય પ્રજાને આનંદ થાય એવી રીતે ચાલે છે, અને
રૈયત સુખમાં હાલે છે; એ વાત સાચી છે? પ્રધાનઃ- હા ! મહારાજ આપણા માયાળુ વહિવટથી પ્રજા આનંદ પામી રહી છે અને તેથીજ
આપની પ્રતિષ્ઠા જગતમાં જામી રહી છે, શત્રુ અને મિત્ર આપના પવિત્ર ઝુંડાને શીર નમાવે છે અને જગતના સાધુ સજ્જન શયતાન પણ આપણે શરણે આવે છે !
“અહા મહારાજ્યના સ્વામી, તમે શિરછત્ર છો સાચા, પ્રજા બસ પ્રેમથી એવી; મુખે બોલી રહી વાચા, તમારા દિવ્ય ગુણ કેરી બધે વ્યાપી પ્રસંશા છે.
તમારા પુણય કિર્તનની, જુઓ સર્વત્ર ભાષા છે. મહારાજ-નહિ ! નહિ !
પ્રશંસાની પરમવાણી મને નિત્યે નહિ કહેશો, કરી મારી પ્રસંશા રંક યિતને ન સંતાપો ! ભલે મારો વધે ગુસ્સો નહિ ચિંતા કરો તેની, પ્રથમ મારી પ્રજા તેને નિરંતર સૌ સુખો આપો.
Page #74
--------------------------------------------------------------------------
________________
તા. ૩-૧૦-૩૩
૨૪
શ્રી સિદ્ધચક પ્રધાન- મહારાજ ! આપનું કથન સર્વથા સત્ય છે, પણ તે સાથે હું આપશ્રીને એ વાતની પણ
ખાતરી આપું છે કે હું ખાલી આપની પ્રસંશા કરતો નથી, પણ રાજ્યની સત્ય સ્થિતિજ આપની આગળ જાહેર કરું છું”
સેવા તમારી હું કરું નહિ સ્વાર્થ મારો સાધવા, યત્નો સદાએ આદરૂ રે ! ભદ્ર રૈયતનું થવા; મિથ્યા પ્રસંશા આપની ત્રણ લોકમાં હું ના કરું,
છે સત્ય દીલનો શબ્દ ત્યાં નાપાપ પંથે સંચરૂ. હું તો માત્ર આપને એજ કહેવા માંગુ છું કે આપના પવિત્ર રાજ્ય કાર્યભારથી અને કુમાર સ્કંધકના કુશળ વહિવટથી આપણી પ્રજા આનંદ પામી રહી છે. આપની પ્રભુતાને
જગત વધાવે છે અને તમારું નામ લેતાંજ પુરજનોના હૃદયમાં હર્ષ ઉભરાઈ આવે છે ! મહારાજા-તો પ્રધાનજી ! એ સઘળાના યશના ભાગીદાર તમે પણ છો. કારણ કે -
ગણી સંતાનવતું મારા તમે સહુ લોક સંભાળો, અને બહુ પ્રેમથી મારી પ્રજાને નિત્ય પાળો છો. દુઃખો રાખી દયા દિલમાં તમે બહુ પ્રેમથી ટાળો
અને આનંદની વર્ષા નગર પર નિત્ય વાળો છો. એ તમારા ઉપકારભારમાં પણ જનતા દબાયેલી છે. એ તમે શા માટે ભૂલી જાઓ છો વારૂં પ્રધાન- મહારાજનું કથન મને માન્ય છે, મહારાજનું પ્રજાને પ્રેમથી પાળવાનું ફરમાન છે અને
તે પ્રત્યે મને માન છે. જે ઇન્સાન છે, તે મહારાજાને શીર નમાવે છે, અને તેના ઉપર જગતની આ નીતિ છે, તો પછી રાજ્યની મેં સેવા કરી છે, એમાં શું મોટું કાર્ય કર્યું છે; વારૂં! જેમ સૂર્યના તેજથી ચંદ્ર પ્રકાશે છે તેજ પ્રમાણે આપની પ્રતિભાથીજ મારી પ્રભા પણ ભાસે છે.
(પ્રતિહારી આવે છે.) પ્રતિહારી- મહારાજપુરોહિત શ્રીપાલકદેવ બહાર પધાર્યા છે અને તે અંદર આવવાની આજ્ઞા
માંગે છે. તેમની વિદ્વતા તે આપને દર્શાવશે અને આપ જે ઇનામ આપશો તે લઈને રાજી થશે. ખુશીથી પ્રતિહારી ખુશીથી ! વિદ્વાનો, કવિઓ અને તત્વજ્ઞોને માટે મારી રાજસભાના દ્વારા સર્વદા ઉઘાડા છે. તેને અંદર મોકલો.
અપૂર્ણ. નવા ગ્રાહકોને - નવા ગ્રાહક થનારાઓને નમ્રતા પૂર્વક વિનંતી છે કે જે અંકથી લવાજમ ભરશે તે અંકથી તે ગ્રાહક બાર માસ સુધી ગણાશે, જાના અંકો તેમને મોકલી શકીએ તેટલી સીલ્વક રહેતી નથી.
તંત્રી. સિદ્ધચક
Page #75
--------------------------------------------------------------------------
________________
આટલું તો જરૂર વાંચો!
સખી ! ગગને અંધારું ઘોર, વિજળી રેલી રહી ! જોને ! ગરજે છે ભયના શોર, વિજળી રેલી રહી ! આ કવિતાની કડીઓ વાંચી તમે તેનું રહસ્ય પામ્યા છો ?
જો આ પ્રશ્નનો ઉત્તર
“ના ! ” હોય, તો સમજો કે ઘનઘોર આકાશમાં જેમ વિજળીના ચમકારા પ્રકાશ પ્રેરે છે, તેમ ધાર્મિક જૈનાકાશમાં ફેલાયેલા અંધકારમાં અને જડવાદીઓના શોરબકોરમાં એક અણદીઠી વિજળીનો
અદભુત ચમકારો વ્યાપી ગયો છે !
અને પ્રિય વાંચક ! એ ચમકારો તે કયો? એ તારી કલ્પનામાં આવે છે? જો, ન આવતું હોય તો સમજી લ્યો કે એ ચમકારો તે આગમોદ્ધારક આચાર્યદેવની સુધાવર્ષિણી વાણી છે અને એ વાણીને સમાજમાં રેલાવવાનું કાર્ય તમારા.
“માનીતા સિદ્ધચકે પાર પાડયું છે ! પ્રિય વાંચકો ! વિચાર કરો, કે એ સેવાના બદલામાં તમે “સિદ્ધચક્ર”ને તેના આ અંકથી શરૂ થતા નવા વર્ષના આરંભે શી ભેટ આપવા નિરધાર્યું છે ! જો તમે એનો નિર્ધાર ન કર્યો હોય તો તમે ગભરાશો નહિ ! તમને સસ્તું વાંચન પુરૂં પડે એ ઉદ્દેશથી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએજ આશરે રૂા. રા નો ગ્રંથ
તમને ભેટ આપવાનો ઠરાવ કર્યો છે, અને એ ભેટનું પુસ્તક તે આચાર્યદેવ આગમોદ્ધારક મહારાજ સાગરાનંદ સૂરીશ્વરજીનું જીવનચરિત્ર છે ! આમ અમે અમારી ફરજ બજાવી છે હવે તમે તમારી ફરજ બજાવશો કે? સિદ્ધચક્રનો આ આસો-પૂર્ણિમાનો અંક એ તેના બીજા વર્ષનો પહેલો અંક છે એ ટાકણે તમારી ફરજ શું ? તમારી ફરજ આ રહીઃ
(૧) ચઢેલું લવાજમ તાકીદે મોકલો ! (૨) નવા વર્ષનું લવાજમ પણ તરત રવાના કરો ! (૩) સિદ્ધચક્ર તમે વાંચો ! બીજાને વંચાવો ! એનીજ વાતો કરો ! અને એનો પ્રચાર
કરો ! તમે ગ્રાહક રહી, બીજાને ગ્રાહક કરો ! (૪) તમારે આ જ્ઞાન પ્રચારનાં મહાકાર્યમાં જે કાંઇ ભેટ આપવી હોય તે આપી દો ! જે
મહાનુભાવોએ આવી ભેટો આપી છે તે આ સમિતિએ સહર્ષ સ્વીકારી છે અને તમે ગ્રાહક ન હો, તો ગ્રાહક થવા માટે આગ્રહ છે. લખો:
Page #76
--------------------------------------------------------------------------
________________
સિદ્ધચકના સેવકો માટે
ના! આજના જે કામ છે તે, કાલ માટે પરહરી !
જે આજનું પ્રિય કાર્ય છે, તે આજ અત્યારે કરી ! અને એવું કામ તે શું છે તે તમો જાણો છો? તમારું આજનું કાર્ય એજ છે કે નીચેનો ગ્રંથ મેળવવા આજે જ સિદ્ધચકના ગ્રાહક થાઓ.
એ પરમ પવિત્ર ગ્રંથ
“આગમોઢારક આચાર્યદેવ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજીનું જીવન ચરિત્ર છે.
(સિદ્ધચક્રની પહેલી ભેટ) આ ગ્રંથમાં અક્ષરે અક્ષરે આચાર્યશ્રીના જીવન પ્રસંગો વહે છે ! આ ગ્રંથમાં શબ્દ શબ્દ વીરતા ઉપજાવનારા પ્રસંગો છે ! આ ગ્રંથમાં વાકયે વાકયે મહારાજશ્રીના ધર્મોપદેશની અમીરસ ધારા રેલે છે ! આ ગ્રંથ લીટીએ લીટીએ આચાર્ય દેવનું જીવન તમોને ઓળખાવે છે! આ ગ્રંથ પાને પાને તમોને પ્રેરણા આપે તેવો છે ! આ ગ્રંથ પ્રકરણે પ્રકરણે તમોને જૈનત્વ માટે મહારાજશ્રીની પ્રીતિ દર્શાવે છે.
આ ગ્રંથ તે શ્રી આચાર્યદેવના જીવનનું સંપૂર્ણરીતે એક મનુષ્યને હાથે પડી શકે તેવું કાળજી પૂર્વક પાડેલું પ્રતિબિંબ છે ?
એક સામાન્ય બાળક સામાન્ય મટી મહાત્મા થાય ? એક સામાન્ય માણસ, સામાન્ય મટી આગમોઢારક થાય? એક સામાન્ય મુનિ, મુનિ મટી અદ્વિતીય આચાર્ય થાય?
આ ત્રણે પ્રશ્નોનો જવાબ “હા!” છે; અને એ કેવી રીતે બને છે, એ જાણવું જ હોય તો ઉપરનો ગ્રંથ મંગાવીને વાંચો કે જેમાં આચાર્યદેવના જીવન પ્રસંગો સાથે સંબંધ ધરાવતા આઠ દશ આર્ટ પેપર ઉપર છાપેલી સુંદર પ્રતિકૃતિઓ છે
સુંદર છપાઇ ! મનોહર ટાઈપ ! અલબેલું બાઇડિંગ ! આકર્ષક પુસ્તક !
જો તમોને વાંચનની જરા પણ કદર હોય તો સિદ્ધચક્રના ગ્રાહક થાઓ અને આ પુસ્તક આજે જ મેળવો:
- લખો -સિહાયક સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ મુંબઈ.
Page #77
--------------------------------------------------------------------------
________________
મુલ્ય અંક
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-પુo ફંડ તથા શ્રીઆગમોદય
સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. કંડના ગ્રંથ.
કંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ હું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયન્નાછાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો, ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહદ્રવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફિલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૭૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર. ૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રી પ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજાષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર ..
૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-૫-૦ ૫૯ શ્રી ચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયગ્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ -શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
Page #78
--------------------------------------------------------------------------
________________
આધ8 અહો આશધના
તમે યાદ રાખો :
જગતના મિથ્યા પદાર્થોની આરાધના જગતના જીવોને પાપપંકળામાં બાંધી રાખી અંતે | આત્માને ભવબંધનના કારમા ચક્રમાં બાંધી રાખે છે.
એવા મિથ્યા પદાર્થોની પ્રીતિ આત્માની અનંત શાંતિનો નાશ કરી મનને મેલથી ભરપુર બનાવી દે છે અને જીવનની સાચી મધુરતાને હરી લે છે. નવપલ્લવિત વૃક્ષોની મધુર શાખાઓ પ્રસરે જાય છે. મધુર વનસ્પતિના યુથોને ધારણ કરતી કુંજો પોતાની અનેરી ફોરમ જગતમાં પ્રસરાવે છે અને એ સુગંધને ઉપભોગનારને ઘેલા બનાવી મુકે છે, તેમ આત્મા પણ મોક્ષમાર્ગની મધુરતાને પામવા શુભોદયે ઘેલો થાય છે, ત્યારે કામ ક્રોધાથી
શાહુચોરો આત્માના એ ધર્મભાનને ભૂલાવી નાંખે છે અને પ્રિય વાંચક !
એ ભુલભુલામણી ટાળવા માટે જ પુણ્યપર્વોની આરાધના આ શાસને ઉત્તેજી છે. સાચા આરાધકો આરાધનાના પર્વોનો પ્રસંગ પ્રાપ્ત થતા ધર્મપ્રેમમાં ડોલી ઉઠે છે તેમના હૈયા શાસનપ્રેમમાં મુગ્ધ બની જાય છે અને એ અમોધ આરાધનામાં તલ્લીન થઇ આત્માને અમરતાનો અનુભવ કરાવી લે છે.
અને આજે શું છે? સિદ્ધચક્રની શાશ્વતી આરાધના પુરી થઈ નથી, ત્યાં તો સૂર્ય પુરીમાં ઉપધાનના મંગલમય આરંભના વધામણા પૂરી વળે છે.
રખે ભૂલતા! કે આરાધકોને માટે આ સોનેરી અવસર છે, અને તે અવસરનો લાભ લેવો એમાંજ માનવભવની મહત્તા છે.
આ પાક્ષિક ધી “નેશનલ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં નારાયણરાવ આર. દેસાઈએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #79
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
27/1225
4
Page #80
--------------------------------------------------------------------------
________________
(ધન્ય જૈનત્વ.
(પ્રભાત)
વિશ્વ વ્યવહારમાં મોહ પામ્યા વિના
ધર્મને ધીર થઈ કોણ દાખે ? જગત જંજાળ છે આળ પંપાળ આ,
ખાળવા નિત્ય એ કોણ ભાખે ?
કોણ નિજ આત્મના તત્વને સ્વત્વથી,
પ્રેમ રાખી સદા નિત્ય સેવે ? ધન્ય એ સાધુનો સંઘ સંસારમાં
નિરમીયો શ્રી મહાવીર દેવે ?
સેવતા ચરણ એ સાધુના પ્રેમથી,
શરણ પણ એજ પ્રતિ દિવસ ધારે, વ્યર્થ વાણી વડે મોહમાયા વિષે
રાચતો શબ્દ પણ ના ઉચારે !
નિત્ય એવું મીઠું જીવન જે ગાળતા,
તે જ છે જૈન મહાવીર કેરા, અન્યથા હોય તે પિંજરો અસ્થિના,
વ્યર્થ છે તેમના વિના ફેરા !
પ્રણયના અંકમાં અંક રાખ્યા વિના,
મોહ માયા તજે નિત્ય માટે, ધર્મના અંશનો ધ્વંશ પણ ટાળવા,
જૂઝતા સમરમાં પ્રાણ સાટે !
ધન્ય એ જીવન છે વીર એ વિશ્વમાં,
ધન્ય છે માતૃભૂમિ તેમની આ ! ધન્ય જૈનત્વ એ પ્રાણ પ્રકટાવતું !
વ્યર્થ ઉગાર ત્યાં ભાખવા શા ?
અશોક
Page #81
--------------------------------------------------------------------------
________________
ક
શિવકો
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
__ सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्ह द्दष्टिप्रमुखै : सिद्धं भव्यौ धहल्लीनम् ॥१।। અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૧૯-૧૦-૩૩ ને ગુરૂવાર વીર-સંવત્ ૨૪૬૦ - અંક ૨ જો. |
આશ્વિન-અમાવાગ્યા
| વિક્રમ સંવત ૧૯૮૯
દિવ્ય-વારસો. સંસારીઓ ઉપર અસર.
જગતમાં અનેક મહાપુરૂષો થયા છે, અનેક માનવ રત્નોએ વિશ્વની વિશાળ ભૂમિને શોભાવી છે, શણગારી છે અને તેને સૌંદર્યવતી બનાવી છે. અનેક મહાત્માઓના ભિન્નભિન્ન યુક્તિવાદો સંસારમાં પ્રવર્તેલા છે, અને તેમના અનેક અનુયાયીઓ એ વાદોને ભિન્નભિન્ન રીતિએ અપનાવી રહ્યા છે. જગતનો પ્રાચીનમાં પ્રાચીન ઇતિહાસ લઇશું અને તેના પૃષ્ટો ફેરવવા માંડીશું તો માલમ પડશે કે એવા
Page #82
--------------------------------------------------------------------------
________________
૨૬
તા.૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર મહાપુરૂષો ન પાક્યા હોત અને તેમણે સંસારને સત્યજ્ઞાન નીતિ અને ધર્મના સોનેરી પાઠો ન આપ્યા હોત તો આજે જગતની આપણે જે દશા જોઇએ છીએ તે આપણા જોવામાં આવી ન હોત. પાપ કરવા છતાં પાપને ધિક્કારવું એ ભાવના શાથી ઉત્પન્ન થઇ છે?
જગત આજે સંપૂર્ણરીતિએ સુધરી ગયું છે, એમ કહેવાનો આપણે દાવો કરતા નથી. અલબત્ત આજે પણ આ સંસાર મોહમાયા લાલચ લોભ ઈત્યાદિ અનેક દુર્ગુણોમાં ફસાયેલું આપણે જોઈએ છીએ. પરંતુ તે છતાં જગતમાં જન્મીને પોતાની પ્રતિભાને પ્રસરાવી ગયેલા મહાપુરૂષોની પ્રતિભાનું એ પરિણામ તો અવશ્ય આવ્યું છે કે જગત અધર્મને તિરસ્કારતું બન્યું છે. જો કે તે અધર્મ આદરે છે, પાપ કરે છે, અનાચાર ચલાવે છે એ સઘળું છે પરંતુ તે છતાં એજ પાપને અનુસરનારો માણસ પાપ આદર્યા પછી પોતાના કાર્યને માટે પસ્તાય છે, અને પોતે જે કાર્ય કરી ચૂકયો છે અથવા કરે છે તે ખોટું છે એમ તે માને છે. મહાપુરૂષોની ઉપદેશધારાથી જગતના વિચારોમાં સુધારો.
પ્રિય પાઠક ! જગતની આ મનોદશા કઈ વસ્તુને આભારી છે તેનો તને વાસ્તવિક ખ્યાલ છે? સંસારવાસીઓ પૈકી કંઈકની એ મનોદશા કાબુમાં આવી તે પણ મહાપુરૂષોનેજ આભારી છે. સંસારમાં જન્મ ધારણ કરીને જે રત્નોએ આ રીતે જગતને શોભાવ્યું છે તેના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે પરંતુ તે સાથેજ એવો પ્રશ્ન પણ આપણા હૃદયમાં સહેલાઈથી ઉભો થાય છે કે જગતમાં થયેલા અસંખ્ય મહાપુરૂષોમાંથી કયા નરકેસરીની સેવા વધારે ઈષ્ટ છે, કોનું જીવન વધારે કલ્યાણકારિ છે, અને કોણે સંસાર તાપમાં દગ્ધ થયેલા અનંત અનાથ આત્માને શાંતિની મીઠી છાયા આપી છે. વાણી અને વર્તન એક નથી તેને મહાપુરૂષ માનવો નકામો છે.
મહાપુરૂષોના જીવનની કિંમત માત્ર તેમના કથન ઉપરથીજ થવા પામતી નથી પરંતુ તેમનું કથન અને તેમનું વર્તન એ બંને ઉપર તેમના જીવનનો આધાર રહેલો હોય છે જેનું જીવન વાણી અને વચનમાં એકતાનતા અનુભવે છે તે જ સાચો મહાપુરૂષ છે એવા મહાપુરૂષોની શ્રેણિમાં ભગવાનશ્રી મહાવીર દેવનું સ્થાન લોકોત્તર છે. ભગવાન શ્રી મહાવીર લોકોત્તર હતા તેનું કારણ શું?
ત્યારે હવે પ્રશ્ન એ થશે કે ભગવાન શ્રી મહાવીર દેવનું સ્થાન આપણે લોકોત્તર શા માટે માનીએ છીએ ? શું આપણે જે ધર્મ માનીએ છીએ તેના એ પ્રવર્તક હતા માટે આપણે રાગવશ થઇનેજ ભગવાનનું સ્થાન લોકોત્તર છે એમ માનીએ છીએ કે એ માન્યતામાં કાંઈ બીજું કારણ પણ રહેલું છે. જો આપણે માત્ર એટલાજ કારણથી જૈન તીર્થાધિપતિને લોકોત્તર સ્થાન આપીશું તો આપણી પ્રવૃત્તિ
Page #83
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૧૦-૩૩
૨૦
શ્રી સિદ્ધચક્ર રાગમય છે એવું જ જગત માનશે. ત્યારે હવે એ શોધી કાઢવાનું અવશેષ રહે છે કે ભગવાન શ્રી મહાવીર દેવનું સ્થાન લોકોત્તર કેમ છે? આ પ્રશ્નનો ઉત્તર સર્વથા સરળ છે, શ્રીમહાવીર મહારાજને લોકોત્તર સ્થાને માનવાનું શું પ્રયોજન છે? જગતના બીજા મહાપુરૂષોએ જગતની સેવા તો અવશ્ય કરેલી છે પરંતુ એ સેવા અને તેને પરિણામે આવેલું એ સુખ એ ક્ષણિક સુખ છે. જગતના મિથ્યા પદાર્થો વડે માનવામાં આવેલું એ સુખ તે સુખ નથી પણ દુઃખ છે અને જ્યાં એ માની લીધેલું સુખ પુરું થાય છે કે તરતજ દુઃખનો આવિર્ભાવ થવા પામે છે. ભગવાન શ્રી મહાવીર દેવે દર્શાવેલું સુખ એ અનંત અને અખંડ સુખ છે અને તેથીજ શ્રી મહાવીર ભગવાનનું સ્થાન જગતના બીજા મહાપુરૂષોમાં લોકોત્તર છે.
મહાત્મા મહાવીરનો માર્ગ જગતને સાચું સુખ આપે છે, અર્થાતુ શાશ્વત સુખ આપે છે. પોતે કેમ સુખ પામવું એ વાત જગતના સઘળા મહાપુરૂષોએ કહી છે, જ્યારે જગતનાં જીવને શાશ્વત સુખી કેમ બનાવવા એ ઘટના શ્રી મહાવીરદેવે ઉચ્ચારી છે અને એ મહાન તિર્થપતિ એટલા શબ્દોના ઉચ્ચાર સાથેજ અટકયા નથી પરંતુ એ શબ્દોને પોતાના જીવનમાં ઉતારી તે માર્ગની મહત્તા, શ્રેષ્ઠતા અને સર્વ પ્રિયતાને સિદ્ધ કરી છે.
પ્રિય વાંચક! આજે આ અંક પ્રભુમહાવીરના નિર્વાણને દિવસે પ્રકાશન પામે છે એ દિવસ એટલે આજનો દિવસ ! એ આ મહાપુરૂષના નિર્વાણકલ્યાણક મહોત્સવનો દિવસ છે. ભગવાને જગતના કલ્યાણ માટે અનેક ઉપસર્ગો સહન કર્યા, ઇતિહાસને પાનેથી ન ભુંસાય એવું આકરૂં દેહદમન કર્યું અને શરીરને અનેક પ્રકારે કષ્ટ આપી આપીને એમણે છેવટે સાચી શાન્તિનો માર્ગ શોધી કાઢયો! કે જે માર્ગે આજે હજારો જૈનો ગતિ કરી રહ્યા છે અને એ લોકોત્તર માર્ગનું સુખ અનુભવી રહ્યા છે. ભગવાનનો અનુપમ વારસો અને તેને શોભાવતા જૈનો.
આજનું જૈન શાસન એ ભગવાન શ્રી મહાવીર દેવે જૈન સંઘને આપેલો વારસો છે. જગતમાં ઐહિક પદાર્થોનો વારસો ઘણા માબાપો પોતાના સંતાનોને આપે છે, અને જૂદા જૂદા ધર્મગુરૂઓ પોતાના ચેલાઓ માટે પણ જબરા ધનભંડાર મુકી જાય છે. પરંતુ એ વારસો શાંતિ આપનારો ન નીવડતાં કલહ આપનારો નિવડે છે, જ્યારે ભગવાને આપેલો ધર્મવૃત્તિનો વારસો એવો મહાન એવો સુંદર અને એવો શાંત છે કે જે આપણને અનંત શાંતિ આપવાને શક્તિમાન છે. ભગવાને જે દિવ્ય રત્નોનો વારસો જૈન જગતને આપ્યો છે તેની જૈન સમાજે યથાપ્રકારે રક્ષા કરી છે એ વારસાને ઉપભોગ્યો છે અને તેને શણગાર્યો પણ છે. હવે એ વારસાને માટે આપણે કેવી લાયકાત ધરાવીએ છીએ તે દર્શાવવાની હજી આપણે માથે ફરજ રહેલી છે અને એ ફરજની પૂર્ણતા તેજ આજના આપણા ધર્મકાર્યો છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૧૦-૩૩
આજના યુગના સુધારકો આવા પરમપવિત્ર જીવનના ધારક ભગવાન શ્રી મહાવીર દેવને પણ સમાજ સુધારક માને છે અને તેમણે સમાજ સેવા કરી હતી એવું કહે છે આ તેમનું કથન સર્વથા અનુચિત છે. ભગવાન શ્રી મહાવીર દેવે સમાજસેવા કરી નથી, પરંતુ સંસારવાસીઓને તેમણે પરમહિતનો માર્ગ દર્શાવ્યો છે. ભગવાને મુક્ત શબ્દોમાં જણાવી દીધું છે કે સમાજની અભિવૃદ્ધિ એટલે પાપ પંકમાં પગલાં માંડવા ! આ રીતે તેમણે જગતને કલ્યાણ અને નિર્વાણનો માર્ગ દર્શાવ્યો હતો, અને એ મહાન મહાત્માને માનવો અને દેવોએ પણ તેવાજ ભાવપૂર્વક સત્કાર્યા હતા. ભગવાન મહાવીર મહારાજના કાળધર્મ પ્રસંગે અઢારગણ રાજાઓ એકઠા થયા હતા અને તેમણે તે દેવાધિદેવ પરત્વેની પોતાની પુનિત વફાદારી વ્યક્ત કરી હતી. વળી અપાપાનગરીનું નામ પાવાપુરી પાડવામાં ભગવંતનું મહાન વ્યક્તિત્વજ જવાબદાર છે આજે જે સ્થળ પાવાપુરીના નામથી ઓળખાય છે. તેજ નગર પહેલા અપાપા નગરીના નામથી ઓળખાતું હતું. પરંતુ દેવોએ ભગવાન શ્રી કાળધર્મ પામ્યા તેના સ્મારકમાં એ નગરનું નામ પાવાપુરી રાખ્યું હતું કે જે સ્થાન આજે ભગવંતના સુપુત્રો માટે એક મહાન યાત્રા સ્થાન છે.
ભગવાનના જીવનના અનેક મહાન પ્રસંગો છે તેમાં ખાસ નોંધવા લાયક એક અવસર એ છે કે ભગવાન જ્યારે કાળધર્મ પામવાની તૈયારીમાં હતા, ત્યારે સ્વર્ગમાંથી દેવ દેવીઓ આ સંસાર પર ઉતરી આવ્યા હતા અને તેમણે ભગવાનના દર્શન કરીને પોતાના જીવનને કૃતકૃત્ય માન્યું હતું આ રીતે એકે દેવી જીવન ભોગવી મોક્ષને પંથે વળી અને પોતાના આત્માનું કલ્યાણ કરી ભગવંતે પોતાની કીમતી જીવનની સમાપ્ત કરી. ભગવાનના વારસદારોનો ધર્મ શો ?
જગતના આવા મહાપુરૂષનું શાસન આપણે મેળવી શકયા છીએ એ આપણા સદ્ભાગ્ય છે અને એ સદ્ભાગ્યને શોભાવવાની તૈયારી કરવી એ આપણો ધર્મ છે. લોકોત્તર મહાપુરૂષો જગતમાં અવતરે છે તે કાંઈ તેમના એકલાના કલ્યાણ માટે અવતરતા નથી, કિંવા તેમનું તેમના પરિવારનું ભલું કરવું એવી તેમની દ્રષ્ટિ પણ હોતી નથી પરંતુ સમસ્ત સંસારના જીવોનું શાશ્વત કલ્યાણ કરવાનીજ તેમની દ્રષ્ટિ હોય છે. જગતના બંધનોમાંથી મુક્ત થઈને તેઓ સંસારને શાંતિ કરનારો ઉપદેશ આપે છે અને તેમાં તેમની મહત્તા રહેલી છે. એવી મહત્તાના ધારક અને જગતના તારક શ્રી મહાવીરદેવનું શાસન પામેલાઓ એ દિવ્ય વારસાને શોભાવવાનો યત્ન કરવાની આજના પુણ્ય અવસરે પ્રતિજ્ઞા કરે એ અમે ઇચ્છીએ છીએ.
Page #85
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર
૨૯
દ્વતીમાંથદેશના
આગમાદધારકોની
દેશનાકાર)
Hool
દી
Rel
દdફા,
(
સોદણ5.
સામાયિક અને તેની આવશ્યકતા. સામાયિકની આવશ્યકતા શાથી?-ધર્મ શબ્દનો અર્થ કરવામાં થતી ભયાનક ભૂલોશ્રેણિક મહારાજાની પર્ષદામાં હીરો-કબુતરો દ્વારા તેની પરીક્ષા-ધર્મનું સાચું સ્વરૂપ કોણ પારખી શકે ?-સ્યાદ્વાદશ્રુત એ બહુશ્રુતનો ભેદ શું ? બહુજન સંમત છતાં જિન શાસનનનો શત્રુ હોઈ શકે ?-નિશ્ચય વિનાનું બહઋતપણું એ આત્મા વિનાનો દેહ છેશાસ્ત્રોના અર્થો કયે માર્ગે થઈ શકે ?-માત્ર શબ્દોને વળગી રહીનેજ શાસ્ત્રોનો અર્થ કરવો એ અજ્ઞાનની પરમાવધિ છે.-શાસના હેતુને ધ્યાનમાં લઈનેજ શાસ્ત્રવચનોનો અર્થ થઈ શકે અન્યથા નહિજ !-સામાયિક એ સંવરનું જ એક સ્વરૂપ છે અને તેથીજ સામાયિક એ દરેક જૈન માટે કર્તવ્ય છે.
(નોંધ :-શાસન પ્રભાવક, સકલશાસ્ત્ર પરંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધસ્ત્રાવી, આગમાભ્યાસી, સાહિત્ય સંશોધક, ગુર્જર ભાષા ભૂષણ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજાશ્રીએ આ વ્યાખ્યાન આપ્યું હતું, પ્રસ્તુત વ્યાખ્યાન શ્રોતાઓને અત્યંત મનોવેધક, સત્યતત્વ પ્રતિપાદક શાસ્ત્રિયતા પરિપુર્ણ અને આત્મ-શક્તિ સવર્ધક લાગ્યું હોવાથી તે વ્યાખ્યાન વાંચકોને માટે અત્રે આપવામાં આવે છે.)
તંત્રી સિદ્ધચક્ર' સામાયિક શા માટે
શાસ્ત્રકાર મહારાજાઓ ભવ્ય જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપતાં વારંવાર સામાયિક કરવાની આવશ્યકતાને આગળ ધરે છે. તેમણે વારંવાર સામાયિક શા માટે કરવા જોઇએ, એથી શો લાભ છે, અને તે ન કરવામાં શો ગેરલાભ છે તે વિસ્તારપૂર્વક સમજાવ્યું છે અને એમ વારંવાર અનેક દૃષ્ટાંતોવડે સામાયિકની આવશ્યકતા સિદ્ધ કરી છે. સામાયિક કરવાનું કારણ એ છે કે ધર્મને માર્ગે પ્રગતિ થાય. પ્રત્યેક કાર્ય કરતાં પહેલાં તેનું પરિણામ શું આવશે તે વાત સુજ્ઞપુરૂષો વિચારી જુએ છે. એજ રીતે
Page #86
--------------------------------------------------------------------------
________________
૩૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૧૦-૩૩ સામાયિકાદિ ધર્મના અનુષ્ઠાનો કરતા પણ એ વાતનો ખ્યાલ રહેવાની જરૂર છે કે એ સઘળું ધર્મની સાધના માટે થાય છે, પરંતુ ધર્મ એટલે શું? તે વિચારવાની કાંઈ ઓછી જરૂર નથી દરેક માણસ ધર્મ શબ્દનો ઉચ્ચાર તો સહેલાઈથી કરી શકે છે, પરંતુ તેઓ ધર્મનો સાચો અર્થ જાણી શકતા નથી. છતાં ધર્મની મહત્તાનો તો દરેકને ખ્યાલ હોય છે. ધર્મને સામાન્યમાં સામાન્ય રીતે જાણનારો માણસ પણ એટલી વાત તો સ્પષ્ટ રીતે જાણે છે કે પોતે જેને ધર્મ કહે છે તે ધર્મ આત્માને સદ્ગતિ આપે છે અને દૂર્ગતિમાંથી બચાવે છે છતાં ધર્મને સમજવામાં દરેકની બુદ્ધિ એકસરખી ન ચાલી શકે. હીરાની પરીક્ષા.
હું તમોને એક સામાન્ય ઉદાહરણ આપું છું. મહારાજા શ્રેણિકની પર્ષદામાં એક સુંદર અને બહુમૂલ્યવાન હીરો આવ્યો હતો. મહારાજાને પ્રશ્ન થયો કે આ હીરાની કિંમત કેટલી હશે? મહારાજાએ ઝવેરીઓને બોલાવ્યા અને એ હીરાની પરીક્ષા કરવાનું કાર્ય સોંપ્યું કેટલાકોએ એનો રંગ જોઈ એનું મૂલ્ય ઠરાવ્યું, કોઈએ એનું પાણી જોઈ મૂલ્ય કર્યું, કોઇએ એનો આકાર જોઈ તેનું મૂલ્ય કર્યું અને કોઇએ તેનું કદ જોઇને તેની કિંમત કરી, છેવટે અભયકુમારનો વારો આવ્યો. અભયકુમારે હીરાના રંગ, રૂપ, તેજ કશા પર ધ્યાન આપ્યું નહીં, એ હીરામાં કયો ગુણ છે, તેજ માત્ર જોઈ લીધું. અભયકુમારને માલમ પડી આવ્યું કે એ હીરામાં એક દિવ્ય ગુણ રહેલો છે અને તે ગુણ એ છે કે હીરો શત્રુના આવતા હલ્લાને રોકી શકે છે ! હીરાની આ રીતે અભયકુમારે પરીક્ષા તો કરી, પરંતુ હવે બીજી મુશ્કેલી એ આવીને ઉભી રહી કે એ હીરામાં એ ગુણ રહેલો છે એની પરીક્ષા કેવી રીતે કરવી? શું હરામાં શત્રુઓને આવતા રોકવાની શક્તિ છે કે નહિ તેની પરીક્ષા કરવા માટે પૈસા આપીને કોઈ શત્રુને બોલાવવો?અને આ રીતે હીરાની ગુણની પરીક્ષા કરવી? કોઈ પણ સમજુ માણસ આ રીતે હીરાની પરીક્ષા કરવા તૈયાર નહિજ થાય, છેવટે એક રસ્તો કર્યો. કબુતરોથી પરીક્ષા
તમે જાણો છો કે કબુતરોને બીજા સઘળા કરતા જુવાર વધારે વાહલી છે. જો જુવારનો દાણો હોય તો કબુતરો ઘઉં કે બાજરી ખાવાને દોડી જતો નથી. કબુતરોની પરીક્ષા માટે એક થાળમાં જુવાર ભરી અને તેમાં વચ્ચોવચ્ચ એ હીરાને મુકયો! થાળ કબુતરખાના સમીપ લઈ જઈને મુકવામાં આવ્યો થાળ મુકતાં તરતજ કબુતરો આવીને આસપાસ બેસી ગયા, પણ કોઈએ તેમાંથી એક દાણો સરખોએ લીધો નહિ ! અને જ્યાં હીરો લઈ લીધો કે સઘળા કબુતરો આવીને ખાવા મંડી ગયા. તરતજ હીરાની પરીક્ષા થઈ ગઈ કે હીરામાં શત્રુને રોકવાનો ગુણ રહેલો છે. હવે હીરાની આ રીતે પરીક્ષા કોણે કરી? અભયકુમાર. ઝવેરી તો ઘણા હતા, પરંતુ તેમાંથી કોઈપણ ઝવેરી એ વાત પારખી શકયો નહિ. માત્ર અભયકુમારેજ તે વાત પારખી લીધી. એજ પ્રમાણે ધર્મને માટે પણ સમજવાનું છે. જેમ સાચા હીરાની ગુણથી પરીક્ષા એકલા અભયકુમારજ કરી શકયા હતા, અને બીજાઓથી તે પરીક્ષા
Page #87
--------------------------------------------------------------------------
________________
૩૧
તા. ૧૯-૧૦-૩૩.
શ્રી સિદ્ધચક્ર થઈ શકી નહતી, તેજ પ્રમાણે ધર્મની સાચી પરીક્ષા કરવી એ પણ કઠણ ચીજ છે. દરેક માણસ “ધર્મ” શબ્દ બોલી શકે છે પરંતુ તે ધર્મને તેના સાચા સ્વરૂપમાં સમજે છે, એમ માનશો નહિ. નાના બાળકો કાચનો પહેલ પાડેલો ટુકડો હોય તેને જ હીરો કહેશે, તેથી વધારે કેળવાયેલા ઇમીટેશન હીરાને હીરો કહેશે, પરંતુ બધા હીરાઓને નાપાસ કરી સાચા હીરાની પરીક્ષા તો ઘણોજ કેળવાયેલો ઝવેરી હોય તેજ કરી શકશે. એજ પ્રમાણે સામાન્ય માણસો ધર્મની વ્યાખ્યા કરે છે, અજ્ઞાન માણસો પાપ, હિંસા આદિ કાર્યોમાં પણ ધર્મ માને છે, અને પોતે ધર્મ કરે છે એમ માનીને તેવા કાર્યો ચાલુ રાખે છે. મધ્યમ બુદ્ધિવાળાઓ એવા કાર્યોને ધર્મ માનતા હોય તો પણ તેઓ ધર્મનું સાચું સ્વરૂપ તો સમજી શકતા નથી ! ધર્મનું સ્વરૂપ.
હિંસાનો ત્યાગ, પરસ્ત્રીનિષેધ વગેરે વસ્તુઓને અજ્ઞાન માણસો ધર્મ માની લે છે, અને એવા કાર્યો કરીને તેઓ ધર્મ પાળે છે એમ મન મનાવે છે. સાચો વિદ્વાન-સાચો તત્વજ્ઞ તે આવા કાર્યોને કદાપિ પણ ધર્મ માની શકતો નથી. તેતો તેનેજ ધર્મ માને છે કે જે કર્મની મહત્તા, તેની ગહનતા, તેની વિચિત્રતા વગેરેને જાણતા હોય અને તેમણે ત્રિકાલાબાધિત જ્ઞાન મેળવીને તેના વડે જે સાચો માર્ગ દર્શાવ્યો હોય ! ધર્મની બુદ્ધિવાળાઓ હિંસાદિકના ત્યાગને જ ધર્મ માની લે છે પરંતુ એ વાત હવે તમારા સમજવામાં આવી હશે કે તત્વને જાણનારો સર્વશે દર્શાવેલા માર્ગ સિવાય બીજી કોઇપણ વસ્તુને સાચો ધર્મ માની શકતો નથી. પંડિતો અને તત્વને જાણનારાઓ તો સર્વશે જે માર્ગ દર્શાવેલો હોય તેને જ ધર્મ માને છે. આથીજ શાસ્ત્રકારોને કહેવું પડ્યું છે કે જે વર્ગ માત્ર શાસ્ત્રના શબ્દનેજ વળગી રહ્યો છે તે વર્ગ અજ્ઞાનોનો છે. શાસ્ત્રના શબ્દોને માનનારો અજ્ઞાન છે, શાસ્ત્રોને ન વળગનારાઓ તો અજ્ઞાન છે પણ જેઓ શાસ્ત્રોના શબ્દોને વળગી રહેનારા છે તેઓ પણ અજ્ઞાન છે. હવે તમે પૂછશો કે આ ધતિંગ શું? તમેજ અમોને શાસ્ત્રને શરણે રહેવાનો ઉપદેશ આપો છો અને તમે પોતેજ વળી એમ પણ જણાવો છો તો શાસ્ત્રોના શબ્દોને જેઓ વળગી રહે છે. તેઓ અજ્ઞાન છે, તો હવે અમારે આ ગુંચવાડામાં કરવું શું અને કોને અનુસરવું? આ ગુંચવાડાનું પણ શાસ્ત્રકારોએ નિરાકરણ કર્યું છે અને તેમણે જણાવી દીધું છે કે શાસ્ત્રોના તમામ વાક્યો મિથ્યાત્વી છે. મિથ્યાત્વી શબ્દ સાંભળીને ગભરાતા નહિ. શાસ્ત્રકારોએ શાસ્ત્રોના સઘળા વાકયો મિથ્યાત્વી કહ્યા છે તેનું કારણ એ છે કે શાસ્ત્રોના બધા વાક્યો નય વાકયોથીજ કહેવામાં આવ્યા છે. જે સ્થાન પર શાસ્ત્રકારોએ એમ લખ્યું હોય કે, “એક આત્મા” આ વાક્યના અર્થમાં એમજ માની લઇએ કે એક આત્મા એટલે એકજ આત્મા ! તો એ માન્યતાઓ નયાભાસ છે. એક આત્મા એ નય અપેક્ષા વાક્ય છે, પરંતુ એક આત્માનો અર્થ એકજ કરી દઇએ તો એનો અર્થ એ છે કે તે અર્થ એ નયભાસનું (નયના આભાસનું) પરિણામ છે. આથીજ એમ સાબિત થાય છે કે કથંચિત્ એક આત્મા એ સ્યાદ્વાદ છે અને તેજ પ્રમાણ
Page #88
--------------------------------------------------------------------------
________________
૩૨
તા.૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર વાક્ય પણ છે. વસ્તુને જાણવાના ત્રણ પ્રકાર છે. આ અર્થની પુષ્ટિમાં મહાત્મા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું છે કે :
આ રીતે આ વસ્તુને જાણવાના ત્રણ પ્રકાર છે. સત્વ, સ્યાદ્ભતું અને સદેવમાં નયાભાસ છે. સત્ કહીએ તે નયનો પ્રકાર છે અને સ્વાતુસ કહીએ તો એ પ્રમાણવાક્ય છે. શાસ્ત્રોમાં કોઈ જગાએ સ્થાત્ શબ્દ જોડીને સૂત્ર કહ્યું નથીજ. ધમો મંત્ર “એ વાક્ય પ્રસિદ્ધ છે. પણ એ વાક્યના કે બીજા કોઈપણ વાક્યના માત્ર શબ્દોનોજ તમારે શુષ્ક રીતિએ આશ્રય લેવાનો નથી, એ તમારા ખુબ ખ્યાલમાં રાખવાની જરૂર છે. જો ધર્મનેજ તમે ઉત્કૃષ્ટ મંગલ છે એમ એક સિદ્ધાંત તરીકે માનશો તો એ માન્યતા તમોને પારાવાર સંકટમાં ઉતર્યા વિના રહેવાની નથી. તમે જાણો છો કે તમે જેને ધર્મ કહો છે તેનેજ કાંઈ આખી દુનિયા ધર્મ માનતી નથી. તમે બકરાનો જીવ બચાવવો એને ધર્મ માનો છો ત્યારે બીજા કેટલાક એવા પણ નંગો પડયા છે કે જેઓ દેવીની આગળ બકરો કાપવો એનેજ ધર્મ માને છે? શું દરેકનો ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે? હવે તમે એમ કહેશો કે ધર્મ એજ મંગલ છે તો આ રીતે બકરાનો વધ કરનારાના ધર્મને પણ તમો ઉત્કૃષ્ટ મંગલ કહેશો ખરાને? જો તમે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે એવા વાકયને વળગી રહેશો તો તમારે બકરાનો વધ કરનારાના ધર્મને પણ મંગલ માનવું પડશે. આ આપત્તિ ન આવે તે માટે હવે માનવું પડશે કે દ્રવ્ય ધર્મ તે ઉત્કૃષ્ટ મંગલ નથી, પણ ભાવ ધર્મ તેજ ઉત્કૃષ્ટ મંગલ છે. ત્યારે જ્યાં દ્રવ્ય ધર્મ છે તેને તમે ઉત્કૃષ્ટ મંગલ કહી શકતા નથી પરંતુ જે સ્થળે ભાવ ધર્મ છે ત્યાંજ તમે ઉત્કૃષ્ટ મંગલ એમ કહી શકો છો. ધર્મથી જે ઉત્કૃષ્ટ મંગલ છે તેજ આપણું સાધ્ય છે એવો સિદ્ધાંત માનશો તો જે સ્થાનપર આત્મામાં કર્મનો સદ્ભાવ હોય તે સ્થાન પર જે વસ્તુ કર્મના સંવર અને નિર્જરા કરે છે તેનેજ ઉત્કૃષ્ટ મંગલ માનવી પડશે. જે આત્મામાં કર્મનું બંધન-સત્તા ઉદય પામેલી નથી, તે આત્મામાં અથવા તે આત્માને માટે કાંઈપણ કાર્ય કરી શકતો નથી, તમારા આત્મામાં કર્મસત્તા ઉદયમાં છે ત્યાં સુધી ધર્મ તમારા કર્મનો નાશ કરશે, પણ જ્યાં કર્મસત્તાનો ઉદયજ ન હોય ત્યાં ધર્મ, નાશ કોનો કરશે? સિધ્ધોમાં ધર્મ સંપૂર્ણ અંશે રહેલો છે પરંતુ તેમનામાં રહેલો ધર્મ કર્મનો એક કણીયો પણ ખસેડી શકતો નથી આ ઉપરથી નક્કી થાય છે કે જેમનામાં કર્મની સત્તાનો ઉદય છે તેમનાથી જે ધર્મ થાય છે તેજ ધર્મ સંવર અને નિર્જરા કરાવે છે, જેમનામાં કર્મસત્તાનો ઉદય નથી. તેમનાથી એ ધર્મ થાય છે તે ધર્મ સંવર અને નિર્જરા કરાવતો નથી. જે સિધ્ધો છે તે સિધ્ધોમાં પણ ક્ષાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણે વસ્તુઓ રહેલી છે, છતાં તે કર્મનો એક કણીયો પણ ખસેડતો નથી તો પછી હવે તમને વિચાર કરો કે ધર્મએ ઉત્કૃષ્ટ મંગલ છે તો એ ઉત્કૃષ્ટ મંગલનું ફળ ક્યાં ગયું? એક શાસ્ત્રવાક્ય એમ પણ કહે છે કે, જેઓ મને ભવ સમુદ્રથી પાર ઉતારે તે મંગલ હવે સિધ્ધો જેવા ક્ષાયિક ભાવમાં રહેલાને એ મંગલ પાર ઉતારીને ક્યાં લઈ
Page #89
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક
જશે? અગ્નિ બાળે છે એ વાત સાચી છે, પણ એ કોને બાળે છે? અગ્નિ અગ્નિને બાળતો નથી પરંતુ તે બીજી વસ્તુને બાળે છે. ઝેર એ ઝેરનેજ મારતું નથી પરંતુ તે ઝેર સિવાય બીજી વસ્તુને મારે છે તેજ પ્રમાણે ધર્મ સંવર અને નિર્જરાનો ઉપાય છે એ વાત સાચી છે પરંતુ તે કર્મવાળા હોય તેને માટે છે. આ ઉપાય જેઓ કર્મ વગરના છે તેમને માટે નથી જ, ધર્મ અને કર્મની વચ્ચે કાર્યકારણની જે અવસ્થા હતી, તે ટાળવાને માટે આ વ્યાખ્યા કરવી જ પડે છે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે એ વાત સાચી છે પરંતુ તે સકર્મ જીવોને માટે છે. જે જીવો સકર્મ નથી તેમને માટે કાંઈ નથી. ધર્મના ત્રણ ભેદ.
હવે આગળ ચાલતાં ધર્મના ત્રણ ભેદો લઈને વિચારીએ ધર્મના ત્રણ ભેદો લેવામાં આવ્યા છે. અહિંસા, સંયમ, અને તપ. હવે વિચાર કરો કે આ ત્રણ ભેદો કોનો નાશ કરે છે? ઘાતી કર્મનો કે અઘાતી કર્મનો? જો તમે એમ કહેશો કે ધર્મના આ ત્રણ ભેદો ઘાતી કર્મનો નાશ કરે છે. તો બીજી મુશ્કેલીઓ આવશે, કારણકે તમારે એમ માનવું પડશે કે કેવળીઓમાં અહિંસા, સંયમ અને તપ નથી. અહિંસા સંયમ અને તપ જો ઘાતી કર્મનો નાશ કરનારા હોય તો કેવળીમાં ઘાતી કર્મ રહેલા નથી તો પછી કેવળીમાં ત્રિભેટવાળો ધર્મ પણ ન હોવા જોઈએ એમ તમારે માનવુંજ પડશે. જિનશાસનનો શત્રુ કોણ ?
શાસ્ત્રોમાં જ વચનો પ્રવર્તેલા છે તે બધા એક નયથી પ્રર્વતેલા છે એક સ્થાન ઉપર સ્તવનમાં શ્રીમાન ઉપાધ્યાયજીએ જે કહ્યું છે તે બહુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. શ્રીમાન્ ઉપાધ્યાયજીશ્રી યશોવિજ્યજી મહારાજ સાહેબ જણાવે છે કે
જીમ જીમ બહુ શ્રત, બહુ જન સંમત; બહુ શિષ્ય પરિવરિયો રે !
તિમ તિમ જિન શાસનનો વૈરી, જો નવિ નિશ્ચય દરિયો રે! ઉપાધ્યાયજી મહારાજના આ શબ્દો ફેંકી દેવા જેવા નથી. તેમાં જબરૂં અર્થ ગાંભિર્ય રહેલું છે. તમે કહેશો કે બહુ કૃત અને જિન શાસનનો વૈરીએ બંને વાત એક સમયે કેવી રીતે બની શકે? એક તરફથી શાસ્ત્રોનો પારગામી અને બીજી તરફથી શાસનનો વૈરી એ શું કદી બનવા જોગ છે? તમારી આ શંકા વાસ્તવિક છે પરંતુ તેનું શાસ્ત્રકાર મહારાજાઓએ આપેલું સમાધાન તેથી વધારે વાસ્તવિક છે. સાચું સમાધાન શું ?
શાસ્ત્રોના સંબંધમાં મેં તમોને આગળ જણાવ્યું છે કે શાસ્ત્રોના વાક્યો સઘળા એક નયથી લેવામાં આવ્યા છે. શાસ્ત્રોમાંથી વાક્યો ઉઠાવી લે, તેટલા વાક્યનો અર્થ પણ કરે, અર્થ કરવામાં કદાચ
Page #90
--------------------------------------------------------------------------
________________
૨૪
તા.૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક વ્યાકરણને પણ બરાબર વફાદાર રહે અને તેમાં એ અર્થ ન કરે, અને એટલા ઉઠાવી લીધેલા વાક્યોનો બરાબર અર્થ કરે તો પણ એને તમે જિન શાસનનો સાચો સેવક માની શકો નહિ નિશ્ચય એટલે પ્રમાણવાક્ય અર્થાત્ સંપૂર્ણ અર્થનો નિશ્ચય કરનારું જે જ્ઞાન છે તે સ્યાદ્વાદશ્રુત કહેવાય છે. સ્યાદ્વાદશ્રુત સુધી જે પહોચેલો છે તે બહુશ્રુત કહેવાય છે આથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોના વાક્યો એક નયે રહેલાં છે, સર્વ નો મિથ્યાદ્રષ્ટિ છે, એટલે હવે એ પ્રશ્ન ઉભો થાય છે કે સ્યાદ્વાદશ્રુતવાળો કોણ? સ્યાદ્વાદશ્રુતવાળો કોણ?
ઉપરના પ્રશ્નનો ઉત્તર એ છે કે શાસ્ત્રોના વાક્યો ઉઠાવી લઈને તેનો જે અર્થ કરે છે તે સ્યાદ્વાદશ્રુતવાળો નથી પરંતુ જે પૂર્વાપર સંબંધ લઈને વાકયાર્થ કરે છે તેજ સ્યાદ્વાદશ્રુતવાળો ગણાય છે, વાક્ય, મહાવાકય એ ઐદંપર્યાય એવા ભાષાના ત્રણ ભેદ છે. જેઓ વાક્યમાંજ ગુંચવાઈ પડે છે, જેમને વાક્યમાંજ સમજ પડતી નથી તેઓ કદીપણ મહાવાક્યના નિશ્વય સુધી પહોંચી શકવાનાજ નથી. જેઓ મહાવાકયમાં ગુંચવાડામાં આવી પડે છે તેઓ પણ કોઈપણ પ્રકારે નિશ્વય સુધી પહોંચી શકવાના નથી. જેઓ ઐદંપર્યાય સુધી પહોંચે છે તેજ તત્વને પામી શકે છે, “ત્રે નીવા ન દંતવ્યા” આ વાક્ય તો સુપ્રસિદ્ધ છે, અને તે શાસ્ત્રનું વાક્ય છે એ વાત પણ તમે જરૂર કબુલ રાખશો. હવે એજ વાક્યનો તમે સીધે સીધો અર્થ ખેંચી જાઓ અને તેની આગળ પાછળનો સંબંધ ન જુઓ અને ગમે તે રીતે તેના અર્થ કરો તો એનો શબ્દાર્થ શું નીકળશે? “સર્વે જીવોને હણવા નહિ!” સર્વે જીવોને હણવા નહિ એવું જ્યારે શાસ્ત્રવચન છે ત્યારે શું બે ચાર જીવને હણીયે તો વાંધો નથી ? કેવળ શબ્દના અર્થને વળગી રહેશો તો અહીં આવી સ્થિતિ થશે અને સત્યને પામવાને બદલે તમે ગમે ત્યાં જઈ ને અથડાઈ પડશો. શબ્દાર્થ નહિ પણ હેતુજ પ્રમાણ છે.
મહાવાક્યર્થ લઇએ તો ત્યાં પણ એનો એ દોષ પાછો આવે છે. સાધુઓ નદી ઊતરે છે એ વાત તો તમે સઘળા જાણો છો, તો તેઓ આજ્ઞાથી નદી ઉતરે છે કે વગર આજ્ઞાએ? તપશ્ચર્યા, લોચ, અનશન ઇત્યાદિ જે કરવામાં આવે છે તે સઘળું કરવાનું કોણે કહ્યું છે ? બીજા જીવોને મરતા બચાવવાનો શરણે આવેલાને રક્ષવાનો આપણે દાવો કરીએ છીએ, પરંતુ એવો દાવો કરનારો સાધુ જે પોતાનેજ શરણે આવેલો આત્મા છે તેને અનશનાદિથી મેળવે છે. જીનેશ્વર ભગવાનો દયાનો ઉપદેશ આપે અને બીજી તરફ પોતેજ બાર વર્ષ સુધી અપવાસ કરે તો તેમનેજ તેમની વાણીથી અર્થાત્ તેમના ઉપદેશ વિરૂદ્ધ વર્તનારા માનવા કે ન માનવા ? જો તમે દયા ધર્મનો ઉપદેશ આપવાનો દાવો કરો છો તો પછી આત્માને આ રીતે કેળવનારાને તમો એને દયાવાળા શી રીતે
Page #91
--------------------------------------------------------------------------
________________
૩૫
તા. ૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર કહેશો? અને જો એને દયાવાળો ન કહો તો શું તમો એને નિર્દય કહેશો? જો તમે એને નિર્દય ન કહો તો પછી એના વચનનું શું? આ રીતે જો તમે માત્ર વાકયાર્થજ ગ્રહણ કરશો તો તમે જરૂર ગુંચવાડામાં આવી પડયા વિના રહેશો નહિ. જે દશા વાકયાર્થની છે તેજ દશા મહાવાકયાર્થની પણ છે. એક શેઠનું ઉદાહરણ લો ઃ આ શેઠ પોતાના છોકરાને કહે છે કે, “બચ્ચા યાદ રાખ! મારી દાબડી ખોઈ નાંખતો નહિ ! નહિ તો મરી જશે તો પણ મારી દાબડી લઇશ!” તો આ શબ્દો પછી તમો કિંમત કોની ગણો છો? છોકરાની કે દાબડીની? આજ રીતે કેવળ વાકયા લેનાર એમ પણ કહી શકે છે કે “શાસ્ત્રોએ સાધુઓને એવી આજ્ઞા કરી છે કે મરણાંતે પણ સત્ય તજશો નહિ ! સત્યની આગળ સાધુના જીવનની પણ કિંમત કરવામાં આવી નથી અને માત્ર એકલા સત્યનીજ કિંમત કરવામાં આવી છે તો એથી સાબીત થાય છે કે શાસ્ત્રને સાધુની કશીજ કિંમત નથી!” હેતુને ન સમજવાનો ગુંચવાડો
આવો ગુંચવાડો મહાવાકયાર્થથી ઉભો થાય છે હવે ઐદંપર્યાય લો ઐદંપર્યાય સમજનારો માણસ ગમે તેવા ગપ્પા મારી શકે એમ નથી. ઔદંપર્યાયવાળો પહેલાં વાકયમાં શું રહસ્ય રહેલું છે, શો હેતુ છે, શો ભાવ રહેલો છે તે નક્કી કરે છે. ઉપલા વાકયનો અર્થ કરતા પહેલાં તે વિચાર કરશે કે દ્રવ્યદયા એટલે શું અને ભાવ દયા એટલે શું? દ્રવ્યદયા અને ભાવદયાનો વિચાર કરવો સરળ નથી. જરા વધારે મગજ દોડાવશો ત્યારે તમે આ વાત સમજી શકો છો. એક અનાથ ગરીબ ભીખારી રસ્તામાં રોગથી તરફડતો પડેલો છે, ભીખારીનું મોટું આવી ગયેલું છે, કોઈ એની સારવાર કરતું નથી. હવે જો તમો એને દવાનો ડોઝ પાઓ છો તો તેથી તે બેહદ હેરાન થાય છે, પરંતુ તે ડોઝ લીધાથી તેની તબીયત સુધરી જઈ તેને આરામ થવાનો છે દવાનો ડોઝ લીધાથી તેના મુખમાં વેદના થાય, એથી તમો તેને દવાનો ડોઝ ન આપો એ ભાવદયા નથી પણ દ્રવ્યદયા છે અને તમો તેને બળાત્કારે પણ દવાનો આખો ડોઝ તેની હિતબુદ્ધિએ પાઈ દો કે ભલે એકવાર મુખમાં વેદના થાય તો થાય! પણ જીવનભરનું દુઃખતો મટશે ને! તો આ રીતે તમે દર્શાવેલી દયા એ પણ દ્રવ્યદયાજ છે, પરંતુ એ દ્રવ્યદયા પહેલાની દ્રવ્યદયા કરતા વધારે ઉંચી સમજવાળી છે, છતા પણ તે ભાવદયા તો નથી જ, કોઈને મરતો બચાવો એ પણ દ્રવ્યદયાનુંજ એક સ્વરૂપ સાથી તમે ધર્મને વેચનારાઓની મનોદશા અહી પણ તમોને ઠોકર ખવડાવશે એવો તર્કવાદ કરનારા ડાહ્યાઓ તમોને મળી આવ્યા વિના રહેવાના નથી. જેઓ ધર્મને પૈસા વડે વેચવા તૈયાર થયા છે, જેમને ધર્મ કરતાં પૈસો વધારે વહાલો છે તેઓ તો એમજ કહેશે કે અરે ભાવદયા અને દ્રવ્યદયાની લાંબી લાંબી વાતો શું કરો છો? દરેક માણસ પોતાના શુભાશુભ કાર્યથી મરે છે, જીવે છે, રોગી બને છે કે સુખી થાય છે, તો પછી એમાં તમે તે એવો કયો પરોપકાર કરો છો કે જેથી એ જીવનમરણના ફળો તમોને લાગે ? એવા પોકળવાદીઓ છે કે જેઓ હરહંમેશ વિરોધ કરે છે તેઓ તરતજ કહી દેશે કે મરવું, જીવવું દુઃખી
Page #92
--------------------------------------------------------------------------
________________
તા.૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક થવું એ સઘળું કર્મને આધીન છે. જે માણસ કર્મ વડે તે રોગને પામ્યો છે તેના કાર્યો વડેજ તે રોગથી મુક્ત પણ થશે, મોત અથવા જીવન તો દરેકના કર્મને આધિન છે તો પછી તેમાં તમે અમૂકને બચાવું છે એમ તમો શી રીતે કહી શકશો ? આવો ઉપદેશ કરનારાઓને પૂછો કે કસાઈવાડે ૧૦૦ ગાયો બાંધેલી હોય અને તમે તેમાંથી ૫ ગાયોને છોડાવી લાવ્યા, તો એ પાંચ ગાય બચી ગઈ તે તમારા કાર્યથી બચી ગઈ કે એની મેળેજ-જાતેજ બચી ગઈ ! જો તમે એમ કહેશો કે જાતેજ બચી ગઈ તો એ કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે જો તમે જાતેજ ગાયને બચાવવા ન ગયા હોત તો તેનું પરિણામ એ આવત કે ગાય બચી શકતજ નહિ. હવે ગાયને બચાવવા તમે ગયા ખરા, પરંતુ ચારજ બચાવી શકયા બીજી ન બચાવી શકયા તેનું શું? જવાબ એવો આપશો કે એ ચાર ગાય સાથેજ તમોને પૂર્વ ભવનો કાંઈ સંબંધ હતો અને તેથીજ એ ચાર ગાયને બચાવવા માટેજ તમે તો માત્ર નિમિત્તરૂપ થયા છો તો પછી તમારે એમ માનવું પડશે કે બચાવવાની કે મારવાની તમારામાં કાંઈ શક્તિજ નથી ! ખોટી વિચારસરણિ.
આ સઘળી વિચારસરણિ તદ્દન ખોટી છે. તમો મારવાનું કહો તો એનું પાપ તમોને લાગે છે એ વાત સિદ્ધ છે, હવે જો મારવાનું કહેતા જેનું તેનું પાપ તમોને શીર લાગતું હોય તો પછી બચાવવાનું કહો તો પછી તેનું પુન્ય પણ શા માટે તમને લાગતું ન હોવું જોઈએ ? કર્મની સત્તા.
કર્મની સત્તા વિશિષ્ટ છે એ વાત સાચી છે, પરંતુ આયુષ્ય ભોગવવા દેવું કે તે એકદમ ભોગવાવી નાંખવું એમાં આપણી ક્રિયા પણ કારણભૂત બને છે. ધારોકે એક માણસનું આયુષ્ય કરેલું છે અને તે માણસ એ આયુષ્ય નિયમિત રીતે ભોગવે છે. હવે જો તમે કોઈ એવું કાર્ય કરો કે તેથી એ આયુષ્ય એકદમ ભોગવાઈ જાય તો નકકી સમજો કે આ કાર્યના બદલામાં તમને જરૂર પાપ લાગે ! હવે જીવન ભોગવાતું હોય તેમાં તમે ઉપાધિ ન ઉભી કરો, અને આવેલી ઉપાધિ ને ઉપધાતોને દુર કરો તો એનું જ નામ દયા છે, અને એવી દયા જરૂર આદરણીય છે. પરંતુ દ્રવ્યદયાને ભોગે જો કાંઇપણ વસ્તુ કરવા લાયક હોય તો તે ભાવદયાજ છે, અને તેથીજ ધર્મની સાચી વ્યાખ્યા એ થઈ શકે છે કે ભાવદયાના ઉદ્દેશ તરીકે જે કાંઈ કાર્ય થાય તે ધર્મ છે, અને તેથીજ સંવર અને નિર્જરા ધર્મમાં ગણાય છે. નિર્જરા હંમેશા સત્તાન અવસ્થામાં જ થાય છે એવું નથી, નિર્જરા તો અજ્ઞાન અવસ્થામાં પણ થઈ શકે છે પરંતુ સંવર સજ્ઞાન અવસ્થામાં જ થાય છે અને તેથીજ એ સ્વરૂપ સામાયિક તેને ચોમાસી કૃત્યમાં કહેવામાં આવ્યું હોઈ એ શાસ્ત્ર વચન કેવળ યથાર્થ કરે છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા. ૧૯-૧૦-૩૩ છેવટ શું?
હવે આપણે મુળ વસ્તુ ઉપર આવો નિર્જરા અને સંવર એ કર્મમાં બંધાયેલાઓને માટે ધર્મરૂપ છે એ વાત સ્પષ્ટ છે અને આ જગતથી મુક્ત થવાને માટે ધર્મની પણ જરૂર છે એટલાજ માટે સંવરરૂપ સામાયિકના કાર્યને ધર્મકાર્ય ગણવામાં આવ્યું છે. સામાયિકનું આ મહાન ફળ છે, શુષ્ક આત્મામાં પણ તેથી ધર્મની પ્રવૃત્તિ જન્મે છે અને એ પ્રવૃત્તિને પરિણામે તેનો કર્મનો ભાર ધીમે ધીમે હલકો થવા માંડે છે. મહાનુભાવો ! એટલાજ માટે કર્મરૂપી મોહરાજાના કઠિન દુર્ગોનો છેદવિચ્છેદ કરવા માટે શાસ્ત્રકારોએ સામાયિકને અમોઘ શસ્ત્ર ગયું છે તમે સઘળા એ શસ્ત્રને સાધ્ય કરવામાં સફળ થાઓ અને જૈન શાસનના અંતિમ ધ્યેયની પ્રાપ્તિ કરવાનો નિશ્ચય કરો તો આજનું તમારું વ્યાખ્યાન શ્રવણ સફળ છે.
- ગ્રાહકોને ચેતવણી -
ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે ભેટ આપવાનું ગતાંકમાં જાહેર કરેલું છે, તે પ્રમાણે વી. પી. શરૂ કરીશું, જે દરેક ગ્રાહકોને સ્વીકારી લેવા વિનંતી છે, જેમને કાંઇપણ વાંધો હોય તેમણે તુરત જણાવવું, કે જેથી સમિતિને નાહક વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે.
મુંબઇના ગ્રાહકોએ - આ પત્રની ઓફીસમાં લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું.
સુરતના ગ્રાહકોએ - દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડની ઓફિસમાં આવેલી શ્રી. સિ. સ. પ્ર. સમિતિની ઓફીસમાં લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું. ભેટનું પુસ્તક તૈયાર હોઈ બાઈડીંગ પર ચઢેલું છે તે આવતા અંક સાથે જરૂર રવાના કરવામાં આવશે. બીજ ગ્રાહકોએઃ- બહારગામનાને પ્રથમ તકે વી.પી. કરવામાં આવશે.
શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ.
ભુલેશ્વર લાલબાગ-મુંબઈ.
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા.૧૯-૧૦-૩૩
પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ .
&માધાનકાર: #કષ્ટાર્શત્ર પાટૅગત આગમોધ્ધાટ9 શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
BURUZ Alavede
EHEIDE
પ્રશ્ન પ૨૯-રાત્રીએ અને દિવસના સમયે કોઇપણ વખતે સામાયિક થઇ શકે છે કે નહિ ? સમાધાન-જરૂર થઈ શકે છે. સામાયિક એ એવી વિધિ છે કે તેને રાત્રિનો અથવા દિવસનો બાધ
આવતો નથી. ગમે તે સમયે સામાયિક કરવું અને તેનો લાભ મેળવવો એ સરળ અને
પદ્ધતિસરનું છે. પ્રશ્ન પ૩૦-ભગવાન મહાવીરદેવને પારણુ કરાવવાની ભાવનામાં જીરણશેઠ એટલી હદે પહોંચ્યા કે
તેમણે દેવદુંદુભિ ન સાંભળી હોત તો કેવળજ્ઞાન થઈ જાત, તો આ ભાવના કયા ગુણસ્થાનકની ? સમાધાન-એ ભાવના પાંચમા ગુણસ્થાનકની છે. કારણકે તેથી તો તે બારમે દેવલોક ગયા. પ્રશ્ન પ૩૧-મન અને ઇન્દ્રિય ગણી શકાય કે નહિ. ? પાંચ ઇદ્રિયમાં એનું સ્થાન ક્યાં અને કેવી રીતે ? સમાધાન-મન એ ઇન્દ્રિય નથી, પણ નોઇન્દ્રિય છે, પરંતુ તેથી એમ માની લેવાની જરૂર નથી કે મન
શક્તિહીન છે, અથવા તે કાંઈ કામ કરતું નથી. શરીરની સઘળી ઇન્દ્રિયોમાં મનનો વ્યાપાર ચાલુ છે અને શરીરની સઘળી ઇન્દ્રિયોમાં મન પ્રવર્તે છે. માત્ર સ્વપ્ન, સંકલ્પ, ધારણા એ ત્રણ વસ્તુમાંજ મન એકલું પ્રવૃર્તે છે. શ્રી નંદીસૂત્ર અને શ્રી તત્વાર્થ સૂત્રમાં
મનને નોઇન્દ્રિય તેમજ અતિન્દિરૂપે વ્યપદેશ કરેલો છે. પશ્ન ૫૩૨-જો સુખાવરણીય કર્મ નથી તો પછી આત્માનો અનંત સુખ સ્વભાવ કયા કર્મથી રોકાયેલો
રહે છે ? સમાધાન-મહાશક્તિ સંપન્ન આત્માના હાથમાં સોય આદિ અલ્પ સાધન હોવાથી ભેદવા લાયક
પાટડાને તે ભેદી શકતો નથી ચક્ષુને ચશ્માની માફક, તેવીજ રીતે સાતા અને અસાતા
વેદનીય તે સુખ સ્વભાવને મર્યાદિત કરનાર છે. પ્રશ્ન પ૩૩-દુનિયામાં સુખ તરીકે જે કાંઇ ઓળખાય છે, તે સુખ શું કસ્તુરીઆની ભ્રમણા અનુસાર
આત્માના સુખનોજ આભાસ છે કે બીજું કાંઈ ?
Page #95
--------------------------------------------------------------------------
________________
૩૯
તા. ૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર સમાધાન-અલ્પ શક્તિવાળા સાધનથી કાર્યમાં આવતી અલ્પ શક્તિની માફક શાતાવેદની અંશે ઉપકાર
રૂપ ને અશાતા તે વિપર્યાસરૂપ (ઉલટારૂ૫) છે. પ્રશ્ન પ૩૪-શ્રાવકો સચિતને નહિ અડકવાનો નિયમ કરી શકે છે ખરા કે? અને જો તેઓ એવો નિયમ
કરી શકે તો પછી શું પ્રભુપૂજામાં સચિત્ત પાણીને અડી શકે અને તેનો ઉપયોગ કરી શકે? સમાધાન-શ્રાવકો સચિત પાણીને નહિ અડકવાનો નિયમ કરવામાં તો પુરતા વ્યાજબી છે, તેઓ સચિત્ત
પાણીને નહિ અડકવાનો નિયમ લે તેમાં તેમનો કાંઈપણ દોષ નથી પરંતુ તેથીજ તેઓ પ્રભુપૂજામાં પણ સચિત્ત પાણીનો ઉપયોગ કરે એવી તેમને છૂટ છે એમ માનવાની જરૂર નથી. સચિત પાણીને નહિ અડકવાનો નિયમ લીધા પછી પ્રભુપૂજામાં પણ સચિત પાણીને
અડકવાનો પ્રતિબંધ છે અને તેથીજ સાતમી પ્રતિમામાં ધુપ દીપાદિની પૂજા કરાતી નથી. પ્રશ્ન પ૩૫-કરેમિ ભંતે જાવસાહુનો પાઠ અંગીકાર કરી બે સામાયિક જેટલો સમય લે અને બે સામાયિક
છુટા કરે તેમાં કાંઈક ફરક ખરો ? સમાધાન-લાભની અપેક્ષા એ ફરક છે, કારણ કે વ્યાખ્યાન આદિ જેવા નિયત વખતમાં “જાવસાહુના
પાઠથી વધારે લાભ છે. પ્રશ્ન પ૩૯-તીર્થકર ભગવાનના સમવસરણમાં અભવ્યોને આવવાનો અને વ્યાખ્યાનાદિ સાંભળવાનો
અધિકાર ખરો કે નહિ? સમાધાન-તીર્થકર ભગવાનના સમવસરણમાં અભવ્યોને આવવાનો અધિકાર છે અને દેશનાને શ્રવણ
કરવાને પણ અધિકાર છે; પરંતુ તે સાથે એટલી વાત યાદ રાખવાની છે કે જે વ્યાખ્યાન
અથવા બીજો જે ઉપદેશ ત્યાં અપાય તે ઉપદેશ અભવ્યોને તથ્થરૂપે પરિણમતો નથી. પ્રશ્ન પ૩૭-જે જીવો અભવ્ય છે તે જીવોને શુકલલેશ્યા થાય ખરી કે નહિ? સમાધાન-અભવ્યજીવોને પણ શુકલેશ્યા થઈ શકે છે, અને તેથી જ તેને પરિણામે તેઓ રૈવેયક સુધી
જઇ શકે છે પ્રશ્ન પ૩૮-સિદ્ધચક્રના ગયા વર્ષના વીસમાં અંકના ૪૫૪માં પાનામાં ૬ થી ૧૧ સુધીની લીટી એવી
છે કે “અજીવપણું એ પરિણામિક ભાવ છે? એ લીટીઓનો અર્થ શો સમજવો ? સમાધાન-એ લીટીઓનો અર્થ કેવળ સરળ અને સાદો છે અને તેમાં કહેવાનો એ ભાવ રહેલો છે કે
અજીવમાં ચેતનારહિતપણું છે તે અકૃતિમ અને અનાદિ છે. પ્રશ્ન પ૩૯-આપે સિધ્ધચક્રના પાછલા એક અંકમાં જણાવ્યું હતું કે પ્રત્યનિક થવાથી ભાવચારિત્રનું
બીજ નાશ પામે છે તો શું ફરીથી નવા બીજની જરૂર પડે છે ખરી? સમાધાન-પ્રત્યનિક થવાથી ભાવચારિત્રનું બીજ નાશ પામે છે એ ત વાસ્તવિક છે અને તેથીજ
જરૂર નવા બીજની જરૂર પડે છે. પ્રશ્ન ૫૪૦-અંક ૨૦મો પાને ૪૫૮ પર જણાવ્યું છે કે મોક્ષમાં મન ન રહે તો ભલે, પણ બીજી કશી
પણ પ્રવૃત્તિમાં મન ન જાય તો તદ્ભવમાં મોક્ષ મળે છે, તો પછી એ સમયે મનની | પ્રવૃત્તિશી હોય છે ?
Page #96
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૧૦-૩૩ સમાધાન-નિવ્યપારપણું એ અયોગીપણામાં હોય છે અને તેથી જ મોક્ષ મળે છે. મનની પ્રવૃત્તિ જો
ચાલુ હોય તો તેને કદાપિ પણ મોક્ષની પ્રાપ્તિ થઇ જ ન શકે. પ્રશ્ન ૫૪૧-અંક ૨૦મો પા. ૪૬૩ પર જણાવ્યું છે કે જેઓ કુળ સંસ્કારથી દીક્ષાના રહસ્યને જાણે છે
તેવાઓને ગર્માષ્ટમથી નીચેની વયે પણ દીક્ષા આપી શકાય એ શું વાસ્તવિક છે ? સમાધાન- હા, કારણ કે પંચવસ્તુમાં એમ જણાવવામાં આવ્યું છે કે આઠથી નીચે ચારિત્રના પરિણામ
થઇ શકતા નથી તેથીજ ગર્માષ્ટમીની નીચેની વયનો પંચવસ્તુમાં નિષેધ કર્યો છે. નિશિથચૂર્ણિ, પંચવસ્તુ, પ્રવચનસારોધ્ધાર અને ધર્મબિંદુમાં ગર્ભાસ્ટમની વયે પણ દીક્ષા આપવી એ વાસ્તવિક છે એમ જણાવવામાં આવ્યું છે. શ્રી યુક્તિ પ્રબોધમાં એમ જણાવ્યું છે કે ઉપદેશથી થતી દીક્ષા માટે ગર્ભષ્ટમમાં એ જઘન્ય વય છે. એથીજ ગર્ભાસ્ટમની વયથી ઓછી ઉંમરનાઓને પણ પૌષધ આદિ જૈન ધર્મના દરેક અનુષ્ઠાન કરવાનો સંપૂર્ણ અધિકાર છે
એમ સિદ્ધ થાય છે. પ્રશ્ન ૫૪૨-ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજશ્રીએ બાવીસ તીર્થકરોનો ગૃહવાંસ
રાગમય જણાવીને તેને હેય ગણવાનું જણાવ્યું છે, તો બીજા બે તીર્થકરોનો ગૃહવાસ હેય
તરીકે માનવો ખરો કે નહિ? અને જો ન માનવો તો શા માટે ન માનવો ? સમાધાન-બાવીસ તીર્થકરોનો ગૃહવાસ હેય તરીકે જણાવ્યો છે અને બે તીર્થકરોનો ગૃહવાસ હેય
તરીકે જણાવ્યો નથી, તેનું કારણ એ છે કે એ બે તીર્થંકરો શ્રીમલ્લીનાથજી અને શ્રીનેમીનાથજી બાલબ્રહ્મચારી હતા; તેથી યશોવિજયજી મહારાજે એમ જણાવ્યું છે કે એ બે તીર્થકરોનો ગૃહવાસ હેય નથી એનો અર્થ એ છે કે ગૃહવાસ હેય છતાં બાવીસ તીર્થંકરોએ
તે આદર્યો હતો. પ્રશ્ન ૫૪૩-સિદ્ધચક્રમાં પ્રસિદ્ધ થયેલા આગમોદ્ધારક આચાર્યદેવની એક દેશનામાં એક સ્થળે એવું
જણાવવામાં આવ્યું છે કે મોક્ષની ઇચ્છા વિના દુન્યવી દ્રષ્ટિએ સુદેવની પૂજક હોય તેના
કરતાં મોક્ષની ઇચ્છાવાળો કુદેવનો પૂજક સારો છે એનો અર્થ શું? સમાધાન-એનો અર્થ એ છે કે સુદેવને પૂજનારો માત્ર સુદેવને પૂજે તેથી જ તે શ્રેષ્ઠ ઠરતો નથી ! પણ
તે સાથે તેનામાં મોક્ષની ભાવના પણ હોવી જ જોઈએ. હવે એ મોક્ષની ભાવનારહિત થઇને જે સુદેવને પૂજે છે તે પોતાનું ધ્યેય જે મોક્ષ છે તે ચૂકી ગયો છે, જ્યારે કુદવેને પૂજવા છતાં જે મોક્ષને પોતાના ધ્યેય તરીકે જાળવી રાખે છે તે પોતાનું ધ્યેય ચૂકી ગયો નથી, આજ
દષ્ટિએ ધ્યેય ચૂકી જનારા કરતા ધ્યેયને ન ચુકનારો ઉત્તમ છે. પ્રશ્ન ૫૪૪-એમ સાંભળવામાં આવ્યું છે કે અગ્નિમાં બળી મરવાથી પણ દેવલોકની પ્રાપ્તિ થાય છે તો
શું તે વાત સાચી છે ? સમાધાન-હા, સાચી છે પણ સ્ટવ સળગાવતાં ધોતીયું કે સાડી સળગી ઉઠે અને તેથી મોત થાય તો
એ મોત દેવલોક આપે છે એમ સમજવાની જરૂર નથી, દેવલોક મેળવવાની ઈચ્છાએજ જે સળગી જઈને મરણ પામે છે તેનેજ દેવલોક મળે છે, અને તે મળવાનું કારણ એ છે કે તે દુઃખ ભોગવવાથી અકામ નિર્જરાની સ્થિતિને પ્રાપ્ત કરીને દેવલોક હસ્તગત કરે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર
૪૧
IIIIIII
i:
૭૬૮ જીવનના બે પ્રકાર છે જડજીવન અને જીવજીવન, જો તમે જીવજીવન મેળવ્યું હોય છતાં તે
સફળ કરવાની ભાવના ન હોય તો એ બંને પ્રકારના જીવનમાં કશો ફેરફાર નથી. ૭૬૯ જે જીવન દ્રવ્ય પ્રાણવાળું જીવન છે તે જીવનને જડજીવન કહેવામાં કશો જ વાંધો નથી. ૭૭) ભાવપ્રાણના વિનાશથી જેઓ ભડકે છે તેજ સમ્યકત્વ પામેલા છે અને એ સ્થિતિ તેજ
સમ્યત્વ છે. ૭૭૧ અઘાતી પાપોના ઉદયથી ડરો છો પરંતુ ઘાતી પાપના પરિણામનો વિચાર સરખો પણ ન કરો
તો એના જેવી બીજી એક પણ મૂર્ખાઈ નથી. ૭૭૨ મિથ્યાત્વીઓ પણ જીવને માને છે, અને તમે પણ એજ રીતે મિથ્યાત્વીની માફક જીવને માનતા
હો તો તમારામાં અને મિથ્યાત્વીમાં કશો ફરક નથી એની તમારે નોંધ લેવીજ જોઇએ. ૭૭૩ દ્રવ્યદયાના ભોગેજ ભાવદયાનું સરંક્ષણ કરવાનું શાસ્ત્રિય ફરમાન છે, પરંતુ તે નહિ કે બીજા
કોઈ કાર્ય માટે, માત્ર રત્નત્રયીની રક્ષા માટેજ. ૭૭૪ ઇન્દ્રિયોને બહેકાવી મુકો નહિ, કારણ કે ઇન્દ્રિયો એ પણ મોહરાજાના રીસીવરોજ છે. ૭૭૫ પાંચ ઈન્દ્રિયોની પ્રવૃત્તિ એજ સાચી ગુલામી છે. જેમને ગુલામી સાલતી હોય તેણે સ્વતંત્રતાની
વ્યર્થ બાંગ ન પોકારતા આ ગુલામીમાંથીજ છુટવાની પ્રવૃત્તિ કરવી જરૂરી છે. ૭૭૬ સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપદ્વારા જીવાતું જીવન તેનું જ નામ જીવજીવન છે. ૭૭૭ છકાયમાંથી એક પણ કાયની વિરાધના જે ન થવા દે અર્થાત્ યેનકેન પ્રકારે પ્રત્યેક જીવને
બચાવવાને જે આત્મા પ્રયત્નવંત રહે તે પોતાને જૈન ગણી શકે છે. ૭૭૮ દ્રવ્યદયાનો ભોગ અપાય, તો વાંધો નહિ, પરંતુ દ્રવ્યદયાના ભોગે પણ ભાવદયાને
સાચવવાનીજ છે એ વાતને કદી ભૂલશો નહિ.
Page #98
--------------------------------------------------------------------------
________________
૪૨
તા.૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર ૭૭૯ ભાવપ્રાણની ફિસુફીને જેઓ સમજે છે તેઓ ભાવદયાને અગ્રપદ આપ્યા વિના રહેતા નથી. ૭૮૦ આખા જગતની દ્રવ્યદયા અને ભાવદયા એ બેના મુકાબલામાં ભાવદયા જ વધારે શ્રેષ્ઠ છે. ૭૮૧ દ્રવ્ય દયાને પણ તદ્ન નકામી સમજશો જ નહિ ! દ્રવ્યદયા પણ જરૂર આવશ્યક છે. પરંતુ
એ મહેતલ છે જ્યારે ભાવદયા એ કર્મથી છુટાછેડા કરાવનાર છે. ૭૮૨ જડજીવન અને જીવજીવન એ બેની સરખામણી કરો તો સમજી લ્યો કે જડજીવનની
જીવજીવનની આગળ કશીજ કિંમત નથી. ૭૮૩ ચારિત્રની અપેક્ષાએ દ્રવ્યદયાના ભોગને અધિક માનવામાં આવે તો કહેવું જ પડશે કે તેને
રત્નત્રયીની કિંમતજ નથી. ૭૮૪ તમે જ્યાં સુધી જીવજીવનના અર્થી ન બની શકો ત્યાં સુધી સમ્યકત્વની તમોને પ્રાપ્તિ થઈ
શકવાની નથી. ૭૮૫ લોકોત્તર માર્ગની પ્રાપ્તિ થવાની હોય ત્યારે તે પ્રસંગે લૌક્કિ માર્ગની કિંમત આંકવા બેસે એને
મૂર્ખ ન ગણી શકો તો બહેતર છે કે શબ્દકોષમાંથી મુર્ખ શબ્દને દૂર કરો. ૭૮૬ સમ્યકત્ત્વ એ રત્નનો દીવો છે, જો તમો મોક્ષની આશા રાખતા હો તો એ રત્નદીપકને તમારા
હૈયામાં ધારણ કરો. ૭૮૭ જે આગમની દ્રષ્ટિને સમજે છે, તેજ આગમને અને તેના અર્થને પણ સમજી શકે છે. ૭૮૮ સ્નેહી માણસોના કલહને ધ્યાનમાં ન લેતા સત્યનું આલંબન કરે છે તેજ વીર છે બીજા નહિ. ૭૮૯ વિષય કષાય દેખીતા આનંદજનક લાગે છે, પણ તે પરિણામે ગાઢ બંધન રૂપ છે અને તેમાં
ફસાયેલો આત્મા એ અનાદિ કાળથી તેનો ગુલામ બનેલો છે. ૭૯o શ્રીપાલ મહારાજને મળેલી સમૃદ્ધિ દેવલોક એ મોક્ષ એ તમામનું મુળ કારણ જોશો તો બીજું
કાંઈજ નથી પરંતુ શ્રી નવપદજીનું આરાધનજ છે. ૭૯૧ પાપકાર્યોમાં તો ઇચ્છા હો કે ન હો તે છતાં પાપ લાગે છે જ્યારે ધર્મકાર્યોમાં તો ઇચ્છા હોય
તોજ પુણ્ય લાગે છે, જો ઇચ્છા ન હોય તો પુણ્ય લાગતું નથી. ૭૯૨ જ્ઞાન, વર, નિર્જરા, સ્વર્ગ તથા મોક્ષ એ સઘળા ઈચ્છાપૂર્વકના પ્રયત્નોથી પ્રાપ્ત થાય છે
અન્યથા નહિ. ૭૯૩ ગયા ભવોમાં અજ્ઞાનતાથી કરેલી ક્રિયાને ત્રિવિધ ન વોસિરાવીને તેનાથી ત્રિકરણયોગે ન
ખસીએ તો ત્યાં સુધી ગયા ભવમાં અજ્ઞાનતાથી કરેલી ક્રિયાનું પાપ પણ ખસતું નથી.
Page #99
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૧૦-૩૩.
શ્રી સિદ્ધચક
૪૩
૭૯૪ ઇચ્છાએ પરમપદમાં વ્યાધાત કરનારી ચીજ છે. જ્યાં સુધી સામાજીક પદાર્થોની ઇચ્છા હોય
ત્યાં સુધી મોક્ષ મળે એ શકય જ નથી. ૭૯૫ મોક્ષને રોકનારો જો આ અવનીમાં કોઈપણ હોય તો તે કર્મનો કિલ્લો છે અને તે કિલ્લાને
ભેદવામાં સમ્યગુદર્શનાદિ મહારસાયણ છે. ૭૯૬ મોક્ષના કારણો મેળવવા માટે ઈચ્છાની જરૂર છે પણ એજ ઈચ્છા જો સામાજિક કાર્યો સાથે
સબંધ ધરાવતી હોય તો તે નકામી છે. ૭૯૭ મોક્ષના કારણો-સંપૂર્ણ દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ મળી ગયા હોય તો ઇચ્છા ન હોય તો પણ
મોક્ષ થાય છે. ૭૯૮ અરિહંતો, અરિહંત તરીકે સિધ્ધો સિદ્ધ તરીકે આચાર્યો આચાર્ય તરીકે ઉપાધ્યાય, ઉપાધ્યાય
તરીકે તેમજ સાધુઓ સાધુ તરીકે આરાધ્ય છે પણ દર્શન તરીકે દર્શન આરાધ્ય નથી. ૭૯૯ ચુલો ચુલા તરીકે સાધ્ય નથી પરંતુ રસોઈના હેતુએ કરીને સાધ્ય છે તેજ પ્રમાણે જ્ઞાન જ્ઞાન
તરીકે સાધ્ય નથી પરંતુ સંવર અને નિર્જરાને લાવી આપનાર તરીકે જ્ઞાન સાધ્ય છે. ૮૦૦ જ્ઞાની અજ્ઞાની કરતા શ્રેષ્ઠ છે પરંતુ જ્ઞાની એટલા માટે જ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે કે
અજ્ઞાનીને મુકાબલે તે ધર્મમાર્ગમાં કોઇપણ પ્રવૃત્તિ કરી શકે. ૮૦૧ સંવર અને નિર્જરામાં પ્રવર્તાવવા માટે તથા આશ્રવબંધથી પાછા હઠવા માટે જે જ્ઞાન પ્રેરણા
કરે છે તે જ સાચું જ્ઞાન છે. ૮૦ર વિદ્યા પ્રસંશા કરવા યોગ્ય છે પરંતુ જો એ વિદ્યા આત્માને આત્મા ભાનથી ભ્રષ્ટ કરનારી
હોય તો એવી વિદ્યા મેળવવા કરતા તે ન મેળવવી વધારે સારુ છે. ૮૦૩ જીવ અજીવ આશ્રવબંધ સંવર નિર્જરા અને મોક્ષ એ સાત અથવા પુણ્ય પાપ મળી નવ
તત્વો; એ નવ તત્વોનું જ્ઞાન કરાવવું તે જ્ઞાનદાન છે. તે સિવાયનું જ્ઞાન તે જ્ઞાન નથી. ૮૦૪ જીવ જીવાદિકનું શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન તે સમ્યગુજ્ઞાન છે. ૮૦૫ જીવાદિકને જાણનારા શાસ્ત્રો માટે જે ઉપયોગી છે તેજ જ્ઞાનદાન છે. ૮૦૬ જે જ્ઞાન સંસાર પંથે આગળ વધવાની સલાહ આપે છે તે જ્ઞાન એ જ્ઞાન નથી જ, પરંતુ એ
અવિદ્યા છે. ૮૦૭ જીવા જીવાદિ પદાર્થો જાણવા માત્રથી સરતું નથી, પણ જાણીને તેનાથી આરાધના કરવાની
જરૂર છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૧૦-૨૩
ઉગતા તારા
(જૈન સાહિત્યની કથાઓને આધારે રચેલું એક સુંદર પણ કલ્પના મિશ્રિત શબ્દ ચિત્ર.)
(લેખકઃ શ્રીમાન અશોક)
શબ્દ ચિત્ર ૧ લું.
પાત્રો
(ગતાંકથી ચાલુ) ધર્મત-શ્રાવસ્તી નગરીના મહારાજા. સ્કંધક-મહારાજાનો પુત્ર. પાલક-એક પુરોહિત.
સ્થળઃ મહારાજ શ્રી ધર્મકેતુનું સભાગૃહ. સમયઃ મહારાજશ્રી ધમકતુ સભા ભરી બેઠા છે અને પોતાના પ્રધાનો સાથે રાજનીતિ વિષયક ચર્ચા ચલાવી રહ્યા છે
(પુરોહિત પાલક અંદર આવે છે.)
| (વંદન કરે છે) પાલક- (નમ્રતાથી) મહારાજશ્રીના ચરણકમળમાં પુરોહિત પાલકના વંદન હો ! મહારાજ- (આવકરા આપતાં) આવો ! પુરોહિતજી આવો ! એક સરસ્વતીના સાચા ભક્ત તરીકે
હું તમોને આવકાર આપું છું. પુત્ર સ્કંધક ! પૂરોહિતજીને ઘટિત સ્થાને બેસાડો !
(રાજકુમાર ડંધક ઉઠે છે, અને પુરોહિતને યોગ્ય સ્થાને બેસાડે છે.) મહારાજ- કહો પુરોહિતજી ! તમે મારી પાસે શું ચાહો છો. પુરોહિત- મહારાજશ્રી ! મારી ઇચ્છા મારું એક સુંદર સંગીત આપને સંભળાવવાની છે, અને જો
એ સંગીત આપને પ્રિય લાગે તો દ્રવ્યથી આ ગરીબ સરસ્વતી સેવકને સત્કારવાની મારી
વિનંતી છે. પુરોહિત- સંગીત ચલાવો ! જોઈએ તો ખરા કે તમારું સંગીત કેવું છે?
Page #101
--------------------------------------------------------------------------
________________
પ
શ્રી હિયા (પુરોહિતજી ઉઠે છે અને સંગીત શરૂ કરે છે) કેવી જુઓ દીપે આ સંસાર કેવી શોભા ! જગની કૃતિ થી છે આ, સંસાર કેરી શોભા, આવે જઓ શિયાળો, બહુ દિવ્યકાળવાળો, મીઠી આંખથી નિહાળો સંસાર કેવી શોભા. તપતી ભૂમિ ઉનાળે, જગ ઉગ્રતા પ્રાળે, તરૂ પલ્લવો ઉછાળે, સંસાર કેરી શોભા ! વર્ષ પછી વહે છે, દુઃખ તાપના કરે છે,
જગ પ્રેમથી ચહે છે, સંસાર કેવી શોભા ! મહારાજ- (આનંદ સાથે) શાબાશ! શાબાશ! પુરોહિતજી ! તમારું સંગીત ખરેખર સુંદર છે ! અને
તે માટે હું તમોને લખપસાય આપવાની જાહેર કરું છું. કેમ કુમાર સ્કંધક મારો અભિપ્રાય
સાચો છે ને ? (કુમાર અંધકને). માર- (હેજ સંકોચ પામતા) પિતાજી! આપે જે ઈનામ આપવાનું જાહેર કર્યું છે, તે તો સર્વથા
ઈષ્ટ છે, પણ પુરોહિતજીનું સંગીત સંગીતના ગુણોથી દૂર છે-દોષોથી ભરપુર છે. મહારાજ- (આશ્ચર્યથી) તે શી રીતે? માર- સાચા સંગીતનો એવો નિયમ છે કે તેના સુર નીકળતાંજ ગમે તેવા શુષ્ક હૈયાના માણસનું
શરીર પણ ડોલી ઉઠે છે ! પૂરોહિતના સંગીતથી આવું કશું થયું નથી, એ પુરોહિતજીના
સંગીતની અપૂર્ણતાજ છે. મહારાણા (હસતાં હસતાં) તો શું તમે એવું સંગીત ગાઈ બતાવવાને શક્તિમાન છો કે જેનો સુર
નીકળતાંજ અમારા બધાના શરીર આનંદથી ડોલી ઉઠે? માર, મહારાજાની આજ્ઞા હોય તો કુમાર ઠંધક તે માટે તૈયાર છે. મહારાજ. તો મારી તમોને આશા છે ! અધક
(૨) સંગીતના સુરને મુકતા છે, દીલાં થનથન નહિ નાવે ! હદય હર્ષના દિવ્ય શબ્દને, સંગીત સુણી છે નહિ રાચે ! તો માનો એ શુષ્ક હદયનો,
Page #102
--------------------------------------------------------------------------
________________
તા.૧૯-૧૩૩
શ્રી સિદ્ધ દેહ મોઘો છે પત્થર થી તે જન સંગીત જીતી શકે છે, નથી છતાયા છે સ્મરથી ધન્ય ધન્ય સંગીતની વાણી, હર્ષ અનુપમ લાવે છે ! સભાજનોના પુનિત મસ્તકો,
જે સંગીત ડોલાવે છે ! (છેલ્લી લીટી કુમાર અંધકના મુખમાંથી નીકળતાંજ સભાજનો ડોલી ઉઠે છે અને આકાશમાંથી સ્કંધકના
ઉપર પુષ્પ વરર્સ છે સભા બધી આનંદ પામે છે.) ' મહારાજ- (સહાસ્ય !) કુમાર ! પુરોહિતજીને ઈનામ આપી દો અને તેમને વિદાય કરો. પુરોહિત- (સક્રોધ) મહારાજ ! તમારા જેવા ગર્વિષ્ઠ પુત્રના પિતાના હાથનું ઈનામ લેવું એને હું પાપ માનું છું !
સ્કંધક! યાદ રાખ તે મારા માનસનું આ ભર સભામાં ખંડન કર્યું છે, પણ હું સાચો પુરોહિત ત્યારે થઈશ કે જ્યારે તારા આ શરીરનું ખંડન કરી નાંખીશ ! યાદ રાખ! યાદ રાખ ! પાપી ! ધગધગતા મોતને માટે તૈયાર થા !
(પુરોહિત લખપસાય ફેંકી દઈને પ્રસ્થાન કરે છે.) (તત્પશ્ચાત મહારાજા સભા વિસર્જન કરે છે.)
અપૂર્ણ.
Page #103
--------------------------------------------------------------------------
________________
આટલું તો જરૂર વાંચો ! સખી ! ગગને અંધારું ઘોર, વિજળી રેલી રહી ! જોને ! ગરજે છે ભયના શોર, વિજળી રેલી રહી ! આ કવિતાની કડીઓ વાંચી તમે તેનું રહસ્ય પામ્યા છો ? ' .
જો આ પ્રશ્નનો ઉત્તર
“ના !” હોય, તો સમજો કે ઘનઘોર આકાશમાં જેમ વિજળીના ચમકારા પ્રકાશ પ્રેરે છે, તેમ ધાર્મિક જેનાકાશમાં ફેલાયેલા અંધકારમાં અને જડવાદીઓના શોરબકોરમાં એક અણદીઠી વિજળીનો.
અદભૂત ચમકારો વ્યાપી ગયો છે !
અને પ્રિય વાંચક! એ ચમકારો તે કયો? એ તારી કલ્પનામાં આવે છે? જો, ન આવતું હોય તો સમજી લ્યો કે એ ચમકારો તે આગમોદ્ધારક આચાર્યદેવની સુધાવર્ષિણી વાણી છે અને એ વાણીને સમાજમાં રેલાવવાનું કાર્ય તમારા.
“માનીતા સિદ્ધચઢે” પાર પાડયું છે! પ્રિય વાંચકો! વિચાર કરો, કે એ સેવાઓ બદલામાં તમે “સિદ્ધચક્ર”ને તેના આ અંકથી શરૂ થતા નવા વર્ષના આરંભે શી ભેટ આપવા નિરધાર્યું છે ! જો તમે એનો નિર્ધાર ન કર્યો હોય તો તમે ગભરાશો નહિ! તમને સસ્તું વાંચન પુરૂં પડે એ ઉદેશથી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએજ આશરે રૂા. રા નો ગ્રંથ
તમને ભેટ આપવાનો ઠરાવ કર્યો છે, અને એ ભેટનું પુસ્તક તે આચાર્યદેવ આગમોદ્ધારક મહારાજ સાગરાનંદ સૂરીશ્વરજીનું જીવનચરિત્ર છે ! આમ અમે અમારી ફરજ બજાવી છે હવે તમે તમારી ફરજ બજાવશો કે? સિદ્ધચક્રનો આ આસો-પૂર્ણિમાનો અંક એ તેના બીજા વર્ષનો પહેલો અંક છે એ ટાકણે તમારી ફરજ શું?
તમારી ફરજ આ ૨હીઃ(૧) ચઢેલું લવાજમ તાકીદે મોકલો ! (૨) નવા વર્ષનું લવાજમ પણ તરત રવાના કરો ! (૩) સિદ્ધચક્ર તમે વાંચો ! બીજાને વંચાવો ! એનીજ વાતો કરો ! અને એનો પ્રચાર કરો !
- તમે ગ્રાહક રહી, બીજાને ગ્રાહક કરો ! (૪) તમારે આ જ્ઞાન પ્રચારનાં મહાકાર્યમાં જે કાંઈ ભેટ આપવી હોય તે આપી દો! જે મહાનુભાવોએ
આવી ભેટો આપી છે તે આ સમિતિએ સહર્ષ સ્વીકારી છે અને તમે ગ્રાહક ન હો, તો ગ્રાહક
થવા માટે આગ્રહ છે. લખો:આ પાક્ષિક ધી “નેશનલ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં નારાયણરાવ આર. દેસાઈએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
Page #104
--------------------------------------------------------------------------
________________
સિદ્ધચક્રના સેવકો માટે
ના ! આજના જે કામ છે તે, કાલ માટે પરહરી !
જે આજનું પ્રિય કાર્ય છે, તે આજ અત્યારે કરો ! અને એવું કામ તે શું છે તે તમો જાણો છો? તમારું આજનું કાર્ય એજ છે કે નીચેનો ગ્રંથ મેળવવા આજે જ સિદ્ધચકના ગ્રાહક થાઓ.
એ પરમ પવિત્ર ગ્રંથ
“આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીનું જીવન ચરિત્ર છે.
(સિદ્ધચક્રની પહેલી ભેટ) આ ગ્રંથમાં અક્ષરે અક્ષરે આચાર્યશ્રીના જીવન પ્રસંગો વહે છે ! આ ગ્રંથમાં શબ્દ શબ્દ વીરતા ઉપજાવનારા પ્રસંગો છે ! આ ગ્રંથમાં વાકયે વાકયે મહારાજશ્રીના ધર્મોપદેશની અમીરસ ધારા રેલે છે ! આ પૃષ્ઠ લીટીએ લીટીએ આચાર્ય દેવનું જીવન તમાને ઓળખાવે છે ! આ ગ્રંણ પાને પાને તમોને પ્રેરણા આપે તેવો છે ! આ ગ્રંથ પ્રકરણે પ્રકરણે તમોને જૈનત્વ માટે મહારાજશ્રીની પ્રીતિ દર્શાવે છે.
ટૂંકમાં આ ગ્રંથ તે શ્રી આચાર્યદેવના જીવનનું સંપૂર્ણરીતે એક મનુષ્યને હાથે પડી શકે તેવું કાળજી પૂર્વક પાડેલું પ્રતિબિંબ છે ?
એક સામાન્ય બાળક સામાન્ય મટી મહાત્મા થાય ? એક સામાન્ય માણસ, સામાન્ય મટી આગમોદ્ધારક થાય? એક સામાન્ય મુનિ, મુનિ મટી અદ્વિતીય આચાર્ય થાય?
આ ત્રણે પ્રશ્નોનો જવાબ “હા!” છે; અને એ કેવી રીતે બને છે, એ જાણવું જ હોય તો ઉપરનો ગ્રંથ મંગાવીને વાંચો કે જેમાં આચાર્યદેવના જીવન પ્રસંગો સાથે સંબંધ ધરાવતા આઠ દશ આર્ટપેપર ઉપર છાપેલી સુંદર પ્રતિકૃતિઓ છે !
સુંદર છપાઈ ! મનોહર ટાઈપ ! અલબેલું બાઇડિંગ ! આકર્ષક પુસ્તક !
જો તમોને વાંચનની જરા પણ કદર હોય તો સિદ્ધચક્રના ગ્રાહક થાઓ અને આ પુસ્તક આજેજ મળવો
લખોઃ-સિદ્ધચક સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારિક સમિતિ મુંબઈ.
Page #105
--------------------------------------------------------------------------
________________
મુલ્ય
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
'સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ.
મુલ્ય અંક ફંડના ગ્રંથ. ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિતક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયન્નાછાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો
૩-O-0 ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા - ૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ). ૬-૦-૦ ૫૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લધુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બ્રહવૃત્તિ. ૪-૦-૦. ન આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રીમહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય સં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફિલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફીલોસોફ અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ જ૮ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર. ૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજાષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રી બપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર , ૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
| મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-પ-૦ ૫૯ શ્રી ચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયગ્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઇ જૈને પુલંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
Page #106
--------------------------------------------------------------------------
________________
હું નિર્વાણ કલ્યાણક હું
અપાપાપુરી કે જે આસનોપકારી ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર દેવના નિર્વાણ પછી દેવોએ એ નગરીનું નામ પાવાપુરી પાડ્યું કે જે તારકદેવનું આજે નિર્વાણ કલ્યાણક છે ને કલ્યાણક ભૂમિ તરીકે જૈન શાસનમાં મશહૂર છે.
આજે એ પાવનભૂમિ કોઈક પુણ્યાત્માઓને ભૂતપૂર્વના ભવ્ય ઇતિહાસના તે સ્થળે સંભારણા કરાવી નવ શૂરાતન સમર્પણ કરવા કટીબદ્ધ થઈ છે, તે ભૂમિના રજકણો શાસન રસિક સેવકોને શાસનરંગથી રંગી નાંખવા તે ઉદ્યમવંત છે તે ભૂમિનું ભવ્ય વાતાવરણ આજે વિષમ વિકારોને વિખેરી નાંખવાને સમર્થ છે, તે ભાગ્યવતી ભૂમિને નહિ ફરસનાર જૈન સમાજની હર કોઈ વ્યક્તિ પોતાના સ્થાનમાં રહી તે દેવાધિદેવના અલૌકિક ઉપકારોનું અવલોકન કરી નિર્વાણ કલ્યાણકની આરાધનાધારાએ એ દિવસે મોહરાજા સામે ધસવા માટે નવું જોમ પ્રાપ્ત કરે છે.
પ્રભુ માર્ગનો પૂજારી નિર્વાણ કલ્યાણકની નિર્મળ આરાધના અનેકવિધ કરે છે, અને તે અવસરે સોળ પહોરની અખંડ દેશનામાં પુણ્ય પાપ પ્રદર્શન અપૃષ્ટ છત્રીસ અધ્યયનોની અમોઘ સુધાવૃષ્ટિ, વ્યાશી દિવસના સંબંધી માતપિતાને પ્રતિબોધવા ગયેલ શાસન-પટ્ટધર દિવ્યલબ્ધિધારક પ્રભુ ગૌતમસ્વામીનું આગમન, માર્ગમાં દેવાધિદેવના નિર્વાણ-સમાચાર, પરાપૂર્વથી ચાલી આવેલ સ્નેહ સંબંધની કાર્યવાહી, સ્નેહના વિસર્જન સાથે કૈવલ્યની પ્રાપ્તિ નિર્વાણ મહોત્સવની ઉજવણી માટે સ્વર્ગમાંથી ઈદ્ર-ઈદ્રાણી,દેવદેવીઓનું આગમન નિર્ગમન અને વિગેરે વિગેરે અનેકાનેક પૂનિત પ્રસંગો જરૂર સાંભળી આવે છે કે જે ભવ્યાત્માઓના હૃદયને અનેરા ભાવથી ઉલ્લસિત કરે છે.
શાસ્ત્રકારો સ્થાન સ્થાન પર જણાવે છે કે આરાધકો આ કલ્યાણની આરાધનામાં લક્ષ ક્રોડ ઘણું ફળ પ્રાપ્ત કરે છે, માટે પ્રભુ મહાવીરદેવના શાસનનો રાગી પછી ભલે તે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા હોય, પણ આ નિર્વાણ કલ્યાણકને આરાધવા લેશભર કચાશ રાખે નહિ, અને અહર્નિશ એજ ઇચ્છે કે તેઓશ્રીએ અર્થલારાએ કથન કરેલા અને સૂત્રરૂપે ગણધર ભગવંતોએ ગુંથેલા વચન અને વર્તન પર તન-મન-આદિ સમર્પણ કરવાં એમાંજ મારું શ્રેય છે.
ચંદ્રસા૦
Page #107
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
2212EE215
Page #108
--------------------------------------------------------------------------
________________
જ જય! શત્રુંજય !
જે ગિરિવરના પૂજ્ય ગુંજનો કર્ણપટે અથડાયા છે ! પુનિત ભૂમિએ સિદ્ધગિરિની પૂણ્ય તણી જ્યાં છાંયા છે. પતિતજીવન પણ જે ભૂમિ પળમાં સદાકાળ પલટાવે છે, અમર શાંતિને સદા હૃદયમાં પૂર્યક્ષેત્ર જે લાવે છે.
(૨) જ્યાં કઈ ભવ્ય જીવો આ જગના પરમ મોક્ષપદ પામી ગયા સિદ્ધ બનીને અસંખ્ય આત્મા અમોઘ સુખના ભાગી થયા જે ભૂમિથી સુખ શાંતિ પ્રેમની નિર્મળ સરિતા રેલે છે. દેહ અને દીલ એ બંનેમાં મોક્ષ ભાવ જ્યાં ખેલે છે.
(૩) દૂર થકી દેખાતાં આત્મા શાંત કરી સુખ જે આપે કુટીલ બંધનો આ કાયાના પલક એકમાં જે કાપે સોરઠ કેરી ધર્મભૂમિને જે ગિરિવર શણગારે છે. અસંખ્ય આ અવનિતલ કેરાં જીવન પલકમાં તારે છે.
(૪) વિજ્ય વરંતો એ શત્રુજ્ય મમ ઉરનો ભય હરનારો અજબ શાંતિની ધારા હૈયે રેડતા લાગે પ્યાર જેના તેજ અમોઘ સદા મમ પ્રાણ ઉજાળી સુખ આપે. કોટી કોટી મુજ વંદન તેને અમરપદે નિત્યે સ્થાપે.
Page #109
--------------------------------------------------------------------------
________________
R
s
श्री
વિવેચકો
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ।।१।। અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. વે મુંબઈ, તા. ૨-૧૧-૩૩ ને ગુરૂવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૩ જો. કાર્તિક-પૂર્ણીમા.
વિક્રમ સંવત ૧૯૯૦ વિહારની આવશ્યકતા. જગત અનેક ધર્મોથી ભરેલું છે. વિવિધ પ્રકારના સત્યાસત્યતાથી ભરેલાં તત્વજ્ઞાનને નામે અનેક પ્રકારના વિચારોથી સંસાર રંગભૂમિ શૃંગારાયેલી છે, અને એ રંગબેરંગી ધર્મો ઘણીવેળાએ બહારથી સુશોભિત દેખાતી વસ્તુ અંદરખાનેથી પૂર્ણ રીતે સડેલી હોય તેજ પ્રમાણે અંદરખાનેથી સડી જઈને સંસારની શાંતિને નવપલ્લવિત કરવાને બદલે જગતમાં અશાંતિની આગને વધારી મૂકે છે. વિવિધ ધર્મો અને સંપ્રદાયોમાં પ્રવર્તેલા આ દોષો જોઇનેજ શાંતિ પામવી એ પુરુષોનું લક્ષણ નથી. માત્ર છિદ્રોજ જોવા
Page #110
--------------------------------------------------------------------------
________________
૫૦
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર અને એ છિદ્રો જોઇને આછાહાસ્યથી આનંદ પામવો એ પામરોના છિદ્રાન્વેષીઓના લક્ષણ છેઃ પણ સાચા ઉપકારીઓનો ધર્મ તો એ છે કે તેમણે એ છિદ્રો જોઈને તેના ઉપર આબાદ ઉપાય શોધી કાઢવો જોઇએ અને એ ઉપાય દ્વારા સંસારની મનોદશાને જ પલટી નાંખવાના સુયત્નો કરવા ઘટે છે.
જગતમાં વ્યાપેલા અનેક ધર્મોની સમાલોચના કરતાં તેમાં રહેલા છિદ્રો ભલે બહાર જણાઈ આવતા હોય, છતાં ન્યાયને ખાતર એટલું તો કબુલ કરવું જ પડે છે કે એક બે ધર્મોના પ્રવર્તકોને બાદ કરતા બીજા સઘળા ધર્મના પ્રવર્તકો, સુધારકો કિંવા ઉત્પાદકો ધર્મની પ્રવૃત્તિમાં કેવળ શુભ વિચારથી પ્રવર્તેલા હતા. તેઓ તેમની બુદ્ધિ અને જ્ઞાન પ્રમાણે સંસારનું હિત સાધવાની ભાવનાથીજ ભરેલા હતા અને તેમણે પોતાનું સમગ્ર જીવન એ મહાપવિત્ર ભાવનાને મૂર્તિમંત કરવામાંજ વ્યતિત કર્યું હતું. ધર્મોપદેશકોની આવી પવિત્ર નિષ્ઠા હોવા છતાં સામાન્ય રીતે ઘણા ધર્મો અને સંપ્રદાયોમાં આજે મૂળની સ્થિતિ રહી નથી, પરંતુ તેમાં અનેક પ્રકારે વિકાર ઉદભવ્યો છે, ઘણા સંપ્રદાયોના ધાર્મિક રિવાજોમાં ફેરફાર થવા પામ્યો છે. કેટલાક સંપ્રદાયોના રિવાજો થોડા પલટાયેલા છે, કેટલાકમાં વિકાર થયો છે અને કેટલાક તો સર્વથા પલટાયા છે. પ્રિય વાંચકો ! વિચાર કરો કે આ સ્થિતિ શાથી ઉદ્ભવી છે ? પ્રશ્નો ઉત્તર એકજ છે કે ઉપદેશનો અભાવ !
અને તેથીજ એ મહારોગની સર્વાગ સુંદર ઔષધી જૈન શાસનમાં સ્થાપવામાં આવી છે. ગમે તેવું શ્રદ્ધાળુ હૃદય હોય, ગમે તેટલી ધર્મની ભક્તિથી એ સુવાસિત હોય, વૃત ઉપવાસાદિથી પરિપૂર્ણ હોય છતાં જો ધર્મોપદેશરૂપી અમૃતનુંએ હૃદયમાં પણ સિંચન ન થાય તો તે સ્થળે અધર્મથી ભરેલા વિચારો રૂપી ઘાસ ઉગી નીકળે છે અને એટલાજ માટે જૈન શાસ્ત્રકારોએ મૂક્તકંઠે સ્થળે સ્થળે ધર્મોપદેશની મહત્તાને વર્ણવી છે. એ મહત્તાને પોષવા માટેજ વિહાર એ જરૂરી વસ્તુ છે. સાધુ અને સાધ્વીનું સ્થળ જૈન શાસનમાં નિરિક્ષક જેવું છે, નિરિક્ષક (ઇસ્પેકટરો) પોતાના ક્ષેત્રની કાર્યવાહીને તપાસે છે તેના દોષો જુએ છે અને એ દોષ દ્રષ્ટિએ પડતા તેના નિવારણના માર્ગો પણ સૂચવે છે. ધર્મશાસ્ત્ર સાધુઓને માટે વિહાર ઠરાવેલો છે તેના પણ આવા જ અમોધ ફાયદા છે. બીજા સંપ્રદાયોના સંતો, સ્થાપકો કે અધિકારીઓની માફક જૈન શાસનના સાધુઓને ગાદીઓ સ્થાપવાની, મઠો ઉભા કરવાની કે મકાનો બાંધીને રહેવાની છૂટ આપી નથી. ગાડી ઘોડામાં મોટરમાં કે બીજા વાહનોમાં બેસીને વિહાર કરવાની પણ આ શાસને ના પાડી છે. એ સ્થિતિના ઉપકારને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણી આંખો અજબ આનંદને અનુભવે છે. સાધુઓ પગપાળાજ વિહાર કરે છે તેથી તેમનું વ્યક્તિગત જીવનકલ્યાણ સધાય છે એ તો દૂર રહ્યું, પણ એથી સ્થળે સ્થળેની લોકોની ધાર્મિક શિથિલતાઓનો બરાબર અભ્યાસ થઈ શકે છે અને એ સ્થિતિ ટાળવાના ઉપાયો પણ ઉપદેશદ્વારા સચોટ ભાષામાં દર્શાવી શકાય છે. બીજો મહત્ત્વનો લાભ એ છે કે સાધુઓના મહાપવિત્ર અને ત્યાગશીલ જીવનને જોઈને બીજા ભવ્ય આત્માઓને પણ તેનું અનુકરણ કરવાની વૃત્તિ ઉપજે છે અને
Page #111
--------------------------------------------------------------------------
________________
૫૧
તા.૨-૧૧-૩૩.
શ્રી સિદ્ધચક્ર તેટલે અંશે પ્રજાની ધાર્મિક પ્રગતિ આગળ વધે છે. પૂ. સાધુઓના વિહારની આ મોટામાં મોટી ઉપયોગિતા અને સામુદાયિક ફાયદા છે અને તેથીજ પતિત પાવન જૈન શાસને સાધુઓને વિહારનું ફરમાન અવશ્ય કર્તવ્યરૂપે જાહેર કર્યું છે.
ચાતુર્માસ સંપૂર્ણ થાય છે. વિહારની હવે છુટ મળે છે, અને વિહાર કરવો એ સાધુઓને માટે કર્તવ્યરૂપ પણ છે, તેથી પૂ. સાધુ મહારાજાઓને અમે નીચે પ્રમાણેની નમ્ર પરંતુ આગ્રહ ભરેલી વિનંતિ કરવાની આજ્ઞા માંગીએ છીએ. ભગવાનશ્રી મહાવીર દેવના સાચા ધર્મના રક્ષકો એવા સાધુઓની સંખ્યા અત્યંત ઓછી છે, અને તેમાંએ શાસ્ત્રનેજ જીવન ગણીને ચાલનારો સાધુ સમુદાય તો આંગળીના વેઢા ઉપર ગણી શકાય એટલોજ છે. સાધુઓની આ સંખ્યાની ન્યુનતાને લીધેજ જૈન ધર્મનો ઉપદેશ એકેએક ગામમાં અને એકેએક સ્થળે પહોંચાડી શકાતો નથી. મૂખ્ય સેંટરોમાં સાધુ મહારાજાઓ સ્થિરતા કરીને રહે છે અને ત્યાંથી ધર્મની જ્યોતિ સમગ્ર વિભાગમાં પ્રવર્તાવે છે. સાધુ મહારાજાઓનો આ ઉપકાર કાંઈ ઓછો નથી પરંતુ હવે જ્યારે વિહારની છુટ થાય છે ત્યારે અમારી વિનંતિ છે કે સાધુ સાધ્વી મહારાજાઓ પોતે જે સેંટરોમાં સ્થિરતા કરીને રહ્યા હોય તેની આસપાસના ગામો કે ત્યાં સુવિહિત સાધુ મહારાજાઓના પગલાં અનેક વર્ષે પણ ભાગ્યેજ પડે છે ત્યાં પોતાનો વિહાર લંબાવે તત્પશ્ચાત ત્યાંના માનવ હૃદયોરૂપી ક્ષેત્રોમાં ધર્મ વારિ રેડી દે અને ધર્મરૂપી વૃક્ષરાજીને નવપલ્લવિત કરે જૈન શાસને સાધુઓને માટે વિહારની જે મહત્તા દર્શાવી છે તેનું આજ કારણ છે. સાધુ મહાત્માઓ આ રીતે સ્થળે સ્થળે ફરીને અધર્મરૂપી વૃક્ષને ઉગતુંજ દાબી દઈ શકે છે, સાધુ મહારાજાઓનું આ કર્તવ્ય છે અને તે માટે જ તેમણે વિહાર કરવો જરૂરી છે. અમે આશા રાખીએ છીએ કે સાધુ સાધ્વીવૃંદ અમારી આ અત્યંત નમ્ર અને સાચા હૃદયની પ્રાર્થનાને સ્વિકારશે, તેમનો વિહાર નાના નાના ગામડાઓમાં પણ લંબાવશે અને ધર્મની પુનિત સુગંધથી સંસાર આખાને સુવાસિત કરવાનો શુભ પ્રયત્ન કરશે. સિદ્ધાચળની વિશિષ્ટતા-આ અંક આજે જે દિવસે પ્રગટ થાય છે તે દિવસની પુનિત મહત્તા ઉપર અમે અમારા વાંચકોનું ધ્યાન ખેંચીએ છીએ. આજનો દિવસ એ જૈન ઇતિહાસનો એક મહત્ત્વનો દિવસ છે. એ દિવસે જૈન ઇતિહાસમાં અલબેલો ભાગ ભજવ્યો છે અને એ સુંદરતાએ શાસનની રંગભૂમિને રંગી નાંખી છે. આ પર્વની મહત્તાને પિછાણતા પહેલાં આપણે તે સંબંધીની શાસ્ત્રીય કથાને પણ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપે નિહાળી લઈએ. જૈન શાસનના પહેલા તીર્થકર શ્રી ઋષભદેવજીનું પુનિત નામ તો આપણે જાણીએ છીએ એ દેવાધિદેવને હાથે જ તેમના સુપુત્ર શ્રી ભરતરાજના સુપુત્ર પુંડરિક કુમારે દીક્ષા લીધી. “પુંડરિક સ્વામી” પુંડરિક ગણધર બન્યા હતા. તીર્થકર મહારાજા એ સમયે હયાત છતાં ભગવાને પોતાના પૌત્રને એ સમયે શ્રીસિદ્ધચળજી ઉપર જઇને નિવાસ કરવાનું ફરમાન આપ્યું હતું અને તે પ્રમાણે શ્રી પુંડરિક સ્વામીજી સિદ્ધાચળજી ઉપર જઈને નિવાસ કરીને રહ્યા હતા. શ્રીપુંડરિક સ્વામીના સિદ્ધાચળજીના નિવાસ પછી તો એ
Page #112
--------------------------------------------------------------------------
________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર
૫૨
મહાપવિત્ર તીર્થાધિરાજના પુણ્યદર્શનો પામવા જાત્રાળુઓના ટોળે ટોળા ત્યાં આવતા રહ્યા હતા અને તેમણે એ પવિત્ર સ્થાનને નિહાળીનેજ તેથી અમોઘ સંતોષ અને સાચી આત્મશાંતિ મેળવી હતી. ચૈત્રી પુનમના શુભ દિવસે એજ સ્થળે મહાત્મા પુંડરિકસ્વામી સાથે પાંચ કરોડ મહાત્માઓ સિદ્ધિ પદને પામ્યા હતા અને તેમણે પોતાનો ગૌરવવંતો ઇતિહાસ સદાકાળને માટે જૈન સાહિત્યને ચોપડે નોંધાવ્યો હતો મહાત્મા શ્રીપુંડરિક સ્વામીજીના આવા અનન્ય બળને લઈને તેજ સમયથી તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજીને “પુંડરિરિ ' એવું પુનિત નામ મળ્યું હતું કે જે નામ આજ પર્યન્ત અવ્યાહતરીતે ચાલી રહ્યું છે હજારો આત્માઓના પવિત્ર હૃદયમાં અપ્રતિમ ધર્મ ભાવનાને જાગૃત કરે છે, પ્રિય ! વાંચકો ! એ પુનિતકાર્તિકી પૂર્ણિમાનો આજનો પ્રસંગ પણ શ્રી તીર્થાધિરાજની એ વિશિષ્ઠિતાનેજ પુકારી રહ્યો છે. ભાવ તીર્થકરની સંસારમાં હયાતી છતાં, તેમના પુનિત નામની સુવાસ વિશ્વમાં વ્યાપેલી હોવા છતાં, અને તેમની કીર્તિ પ્રતિભાથી વિશ્વ ભરપૂર હોવા છતાં ભાવતીર્થંકર મહારાજ સાહેબ પોતે જ પોતાના પૌત્રને શ્રી સિદ્ધાચળજીમાં જઈને રહેવાને કહે છે, ત્યારે આપો આપજ એ પુનિત તીર્થસ્થાનની મહત્તા સિદ્ધ થાય છે. ભાવતીર્થંકર મહારાજ હયાત હોવા છતાં તેઓશ્રી પોતાના પવિત્ર મુખવિંદથીજ તીર્થભૂમિને માટે માન ધરાવીને ત્યાં જઈને સ્થિરતા કરવાની પોતાના પૂર્વાશ્રમી પૌત્રને આજ્ઞા આપે છે. ત્યારે તીર્થકર મહારાજ સાહેબોની ગેરહાજરી અને આ પાંચમાં આરાનો કાળ એમાં તો એ તીર્થાધિરાજની મહત્તા કેટલી ગણવી જોઇએ. પ્રિય! વાંચક! આજે તો એ સ્થાનની મહત્તા અપૂર્વ હોઈ, એ અપૂર્વતા તારી પાસે જવાબ માંગે છે કે તે એ તીર્થાધિરાજને આરાધવાની આજે શી સામગ્રી રાખી છે અને કેટલી તૈયારી કરી છે ? 婆婆器瓷瓷瓷器瓷器瓷器鉴邀邀邀路器婆婆露露露露
B
વી. પી. થઈ ચૂકયાં છે. જે
બહારગામના- ગ્રાહકોને વી. પી. સ્વીકારી લેવા વિનંતિ છે. સુરતના- ગ્રાહકોએ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડની ઓફીસમાંથી લવાજમ
ભરી ભેટનું પુસ્તક લઈ જવું. ઠે. ગોપીપુરા. મુંબઈના ગ્રાહકોએ પત્રની ઓફીસમાં લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું. તા.ક. જેને આ પાક્ષિક ભેટ જરૂર હોય તેમને ભેટનું પુસ્તક કિંમતથી મંગાવી લેવું.
Page #113
--------------------------------------------------------------------------
________________
૫૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨-૧૧-૩૩
મધદેશના
આગમવ્હારે.
(દેશનાકાર)
ભગવતી
,
R
'ભવતી
નહી મૂ] નિચર |
દવેક,
el
૪૦૮૪૮૮૮es.
સામાયિક, દાન, શીલ અને તપ. સામાયિક શા માટે? દેવાર્શનાદિ કાર્યોમાં સામાયિકને મહત્તા શા માટે આપવામાં આવી છે? સામાયિક અને દેવાર્ચન એ બેમાં પહેલું કોણ? ક્રિયા કરવામાં પણ મૂખ્યતા માત્ર ઉદ્દેશનીજ છે બીજાની નહિ! દેવાર્શન થાય છે તે પણ સામાયિક માટેજ બીજા ઉદ્દેશથી નહિ! દરેક કાર્યોમાં મુખ્ય ઉદ્દેશ તો આત્મકલ્યાણનોજ છે! દેવાર્શનનો સાચો અધિકર કોને છે ?-દાન અને તેની મહત્તા-દાન પણ ત્યાગની ભાવનાવાળું હોય તોજ શોભી શકે.-વગર ઈચ્છાએ આવી પડેલાં સંકટો વેઠવા એનું નામજ તપ નથી-સાચું તપ તે છે કે જે ઈરાદાપૂર્વક કર્મ ક્ષયના મુદ્દાથી કરવામાં આવે છે.-જે દાન, તપ, શીલ ઈત્યાદિ ત્યાગને પોષવાની ભાવનાથી યુક્ત છે- તેજ દાનાદિને આ શાસનમાં સ્થાન છે.. અનુષ્ઠાનોનો ઉદ્દેશ.
શાસ્ત્રકાર મહારાજાઓએ ભવ્યજીવોના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં ચાતુર્માસિક કૃત્યોના આરંભમાં સામાયિકની આવશ્યકતા દર્શાવી છે. શાસ્ત્રકાર મહારાજાઓએ સામાયિકની આટલી બધી આવશ્યકતા શા માટે દર્શાવી છે તે વિચારવાની વસ્તુ છે, સામાયિક એ આવશ્યકની પૂર્તિ સ્વરૂપે છે. આવશ્યક કાર્યોની પૂર્ણતાને માટે સામાયિક જરૂરી છે. તો હવે આવશ્યક શાસ્ત્રકારોએ ક્યા ક્યા દર્શાવેલા છે તે વિચારવાની જરૂર છે. છ વર્ગનો સમુદાય તે આવશ્યક છે, અને આવશ્યકની પૂર્ણતાને માટે સામાયિકની સિદ્ધિ જરૂરી છે. આ રીતે આવશ્યક કાર્યોમાં સામાયિકનું સ્થાન જરૂરનું છે એનો સહજ ખ્યાલ આવે છે. પરંતુ દેવાર્ચનાદિ કાર્યોમાં પણ શાસ્ત્રકારોએ સામાયિકને સૌથી પહેલું ગણાવ્યું છે, તો એ વિચારવાની જરૂર છે કે દેવાર્શનાદિના કાર્યોમાં સામાયિકને સૌથી પહેલો નંબર શા માટે
Page #114
--------------------------------------------------------------------------
________________
તા. ૨-૧૧-૩૩
પ૪
શ્રી સિદ્ધચક્ર આપવામાં આવ્યો છે. દેવાર્ચન, દાન, તપ, બ્રહ્મક્રિયા અને સામાયિક સાથે સંબંધ નથી. જયારે સામાયિકને આ બધા કાર્યો સાથે સંબંધ નથી, તો પછી સામાયિક એ પહેલું કાર્ય શા માટે ગણવામાં આવે છે? એવો પ્રશ્ન સહજ ઉભો થાય છે. દેવાર્ચન અને સામાયિક એ બેમાં પહેલું કોણ? એ પ્રશ્નનું નિરાકરણ કરવાની જરૂર છે !
જેઓ એમ કહે છે કે “સામાયકાવશ્યક પૌષધાનિ” એ કૃત્ય વ્યાજબી નથી, તેમણે સમજવાની જરૂર છે કે તેમની એ માન્યતા તદ્દન ખોટી છે. દેવાર્ચન, સ્નાન, તપદાન, બ્રહ્મક્રિયા, વગેરેની કરણી પહેલી ભલે ગણવામાં આવતી ન હોય પણ ઉદ્દેશની દ્રષ્ટિએ સામાયિકનું સ્થાન કયાં એનો જો વિચાર કરીએ તો તેનો જવાબ એકજ મળે છે કે ઉદેશની દ્રષ્ટિએ તો સામાયિકનું સ્થાન સૌથી પહેલાં છે. સામાયિકમાં પૂજાનો ઉદ્દેશ રહેલો નથી પરંતુ પૂજામાં સામાયિકનો ઉદ્દેશ પ્રત્યક્ષ વા પરોક્ષ રીતે પણ રહેલો છે. દરેક ક્રિયા કરવામાં ક્રિયાની સફળતા અને મહત્તાનો આધાર માત્ર કાર્ય ઉપરજ નથી પરંતુ તેના ઉદ્દેશ ઉપરજ એ આધાર અવલંબેલો હોય છે. ક્રિયા કરવામાં પણ મૂખ્યતા તો હંમેશા ઉદ્દેશનીજ હોય છે. દેવાર્ચન કરવમાં આવે છે તે શા માટે કરવામાં આવે છે? જવાબ એ છે કે સામાયક માટે. આ ઉપરથી એમ તરત જણાઈ આવે છે કે જેનો સર્વવિરતિ સામાયિકનો ઉદ્દેશ ન હોય તેની દેવપૂજા એ દ્રવ્યપૂજામાં પણ સ્થાન પામી શકતી નથીજ. દેવપૂજા કરવામાં આવે છે તે એટલાજ માટે નથી કે એ રીતે પૂજાનો બદલો મનગમતો મળે અને પૂજા કરનારને સાંસારિક લાભો મળતા રહે; જો કે અનાજનો ઇચ્છુક ખેડુત બી વાનધારાએ અનાજ ને ઘાસ મેળવે છે પણ ઘાસ મેળવવાનું ધ્યેય નથી. અથાત્ દેવપૂજામાં વિશ્વની જડ વસ્તુઓ પામવાનો ઉદ્દેશ શાસ્ત્રકારોએ રાખ્યો નથી. સામાયિક, આવશ્યક, પૌષધ ઇત્યાદિમાં પણ તે ઉદ્દેશ રહેલો નથી. સામાયિક પૌષધાદિમાં જો કોઇપણ ઉદ્દેશ હોય તો તે માત્ર આત્મ કલ્યાણનો જ છે. અને આત્મ કલ્યાણની સીધી સામગ્રી સામાયક આવશ્યક પૌષધ ઈત્યાદિમાં હોવાથીજ બધા અનુષ્ઠાનોમાં તેનું અગ્રસ્થાન છે. પૂજાના પ્રકાર
પૂજા મૂખ્યતાએ ચાર પ્રકારની છે. પુષ્પાદિઅંગ પૂજા, ધુપાદિ અગ્રપૂજા, સ્તુતિસ્તવ પૂજા, પ્રતિપતિપૂજા, આત્માને દેવાધિદેવની સ્થિતિમાં વર્તાવવો, તે રાગદ્વેષને ક્ષીણ કરવા, પૌદ્ગલિક રમણતા ઓછી કરવી, આવો વિચાર કરવો અને તે ભાવમાં આત્માને પ્રવર્તાવવો તે પ્રતિપત્તિપૂજા છે. આ રીતે આત્માને દેવાધિદેવરૂપે પ્રવર્તાવવો તે પ્રતિપત્તિપૂજા છે પરંતુ દેવાધિદેવસ્વરૂપે પ્રવર્તાવવો એટલે શું તે જરા સમજી લેજો. દેવાધિદેવોએ લગ્નો કર્યા, યુદ્ધો કર્યા, રાજ્યો કર્યા માટે આત્માને પણ એ રૂપમાં પ્રવર્તાવવો એ પ્રતિપત્તિપૂજા નથી પરંતુ દેવાધિદેવોએ કર્મના ક્ષયથી જે ક્ષાયિકભાવ મેળવ્યો અને તે વડે જે આત્મભાવ પ્રકટ કર્યો તેવો આત્મભાવ પ્રકટ કરવો એ પ્રતિપત્તિ પૂજા છે. પ્રતિપત્તિપૂજાનો આ અર્થ જોયા પછી તમે એ વાત કબુલ કરશો કે સામાયિક, પૌષધ આદિ પ્રતિપત્તિ પૂજા નથી. સામાયિકાદિ જે કાંઈ કરવાના છે તે ક્ષાયિક ભાવના ઉદ્દેશથીજ કરવાના છે અને જ્યાં એ ઉદ્દેશ છોડી દેવામાં આવે છે કે તરતજ સાધ્ય ન અનુસરતી પરિણતિ બગડી જાય છે. ક્ષાયિક ભાવનો ઉદ્દેશ છે તોજ પ્રતિપત્તિપૂજામાં પ્રતિપત્તિત્વ રહેલું છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
પપ
શ્રી સિદ્ધચક
તા.૨-૧૧-૩૩
દ્રવ્યપૂજા અને ભાવપૂજાનું રહસ્ય
જે સામાયિક ચારિત્ર લે છે તે આખો સંસાર છોડે છે, પણ એ આખો સંસાર શા માટે છોડે છે? તીર્થકર મહારાજાઓની સેવા માટેજ તો પછી એમ કેવી રીતે કહી શકાય કે સામાયિકમાં તીર્થકરની સેવાનો ઉદ્દેશ નથી ? પ્રતિપત્તિપૂજામાં તો ભાવપૂજા આદિ સઘળુંજ રહેલું છે એમાં ભાવપૂજા અવશ્ય છે પરંતુ દેવાર્શનાદિ જે કહ્યા છે તે કાર્યોમાં મણભાવપૂજા છે, અર્થાત્ ભાવ મુખ્યતાએ દ્રવ્યપૂજાજ છે. ભાવપૂજન કરવામાં આવતું હોય તે સમયે તેમાં દ્રવ્યપૂજાનો ઉદ્દેશ ન જ રહેવો જોઇએ, જો તેમાં દ્રવ્યપૂજાનો ઉદ્દેશ રાખ્યો તો રાખનારો નિશ્ચય માની લો કે ઉન્માર્ગ ગામી છે. દ્રવ્યપૂજા કરવામાં આવતી હોય ત્યારે ભાવપૂજાનો ઉદ્દેશ જરૂર રાખવો જોઇએ, અને એ ઉદ્દેશ રાખવો એ શાસ્ત્રિય છે. પરંતુ ભાવપૂજા વખતે દ્રવ્યપૂજાનો ઉદ્દેશ રાખવો એ શાસ્ત્રિય નથી. આ વાત આમ સિદ્ધાંતરૂપે જણાવીએ છીએ ત્યારે અર્થગ્રહણ કરવામાં ઓછી શક્તિવાળા છતાં પોતાને સર્વશક્તિમાન માનનારા કેટલાક મૂર્ખાઓ અવળુંજ લઈ પડે છે અને તેઓ કહે છે કે જો પૂજા કરીએ તે કરતાં સામાયિક કરીએ તો તે વધારે સારું છે તો પછી પૂજા કરવાની જરૂરજ શું છે ! પૂજા કરવામાં જેટલો વખત રોકીએ તેટલોજ વધારે વખત સામાયિકમાં રોકીએ તો ખોટું શું !
ઠીક, હવે આપણે ઉપરના પ્રશ્નો વિચાર કરીએ. ગુરુ પાસે જ્યારે સામાયિક લેવામાં આવે છે ત્યારે ખમાસમણ દેવામાં આવે છે તે તો તમે સઘળા જાણો છો, તો પછી એ ખમાસમણમાં જેટલો વખત ગાળવામાં આવે છે તેટલો વખત ન ગાળતા તેટલો સમય વહેલું સામાયિક લેવામાં આવે તો કેમ? તમે કહેશો કે એટલો સમય ગુરુવંદનમાં ન ગાળતા તેટલો સમય સામાયિક લેવું એજ વધારે બહેતર છે; પણ આ માન્યતા કેવી ભૂલભરેલી છે તે જાઓ ! તમે સામાયિક સમયે જે ગુરુવંદન કરો છો તો ગુરુવંદન પણ સામાયિક રૂપેજ છે કારણ કે તમે એ ગુરુવંદન સામાયિકના ઉદ્દેશથીજ કરો છો તેજ પ્રમાણે પૂજાવિધિમાં પણ લેવાનું છે તમે તીર્થકર ભગવાનોનું પૂજન કરો છો એ શા માટે કરો છો ? શું પૈસા મેળવવા માટે, સ્ત્રી મેળવવા માટે, પુત્રપુત્રી મેળવવા માટે, તમે તીર્થંકર પૂજા કરો છો ? નહિ. તમારી તીર્થંકર પૂજા સાવધ ત્યાગ માટે હોવાથી તેનું ફળ સામાયિકથી ઉતરતું નથી! સામાયિક સમયે ગુરુવંદન કરો છો. એ ગુરુવંદનની કિંમત સમજો તોપણ બસ છે. ગુરુની કિંમત ભગવાનની સામે કેટલી છે ? એક ટપાલી જેટલી ! ટપાલી એક કાગળ એક જગ્યાનો લઈને બીજી જગ્યાએ આપે છે તે પ્રમાણે ગુરુઓ તીર્થકરોના કથિત અને પૂ. ગણધર ભગવંતોના ગુલ્ફિત શાસ્ત્રોમાંથી સામાયિક આદિ વસ્તુઓ ઉઠાવી લઈને તમોને આપે છે, ત્યારે ધર્મના ટપાલી માટે તમે ગુરુવંદનનો સમય ફાજલ પાડી શકો તો પરમ તીર્થાધિપતિ માટે તમારાથી સમય ફાજલ ન પાડી શકાય, એ તે કોના ઘરની વાત છે ? સામાયિક લાવી દેશરાની આટલી કિંમત છે, તો એ સામાયિકનું નિરૂપણ કરનાર અને તેને પ્રકટ કરનારની તમારે કેટલી કિંમત માનવી જોઇએ ? ત્યાગના કેન્દ્ર ઉપર-“લ” ને સ્થાને “દ”
બીજી એક વાત મને યાદ આવે છે તે પણ તમને કહી દઉં છું. ધારો કે એક માણસ દરરોજ આઠ વાગે સામાયિક કરવા બેસે છે. આઠ વાગે સામાયિક કરવાનો તેનો નિયમ છે પણ તે છતાં જો એજ ટાઇમે ગુરુ આવે તો? ગુરુ આવે તો સામાયિક કરનારો જરૂર એ સામાયિક પડતું મૂકીને ગુરુને
Page #116
--------------------------------------------------------------------------
________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક
પદ
વંદન કરવા જશે જે સમય સામાયિકનો છે તેજ સમયે ગુરુ વ્યાખ્યાન વાંચવા બેસતા હોય તો તમે શાને વધારે જરૂરી માનો છો? વ્યાખ્યાનને કે તે વખતે લીધેલા સામાયિકને? તમે સામાયિક કરવાનું છોડીને પણ એ સમયે વ્યાખ્યાનમાં જાઓ છો. ગુરુના વિનય ખાતર તમે આટલું બધું કરો છો તો પછી એ ગુરુના પણ ગુરુ પરમ તારક ભગવાનશ્રી મહાવીર દેવને માટે કાંઇજ નહિ એમ ? ગુરુ ની ભક્તિ સામાયિક છોડી કરી શકાય પણ તીર્થકર કે જેઓ તીર્થને પ્રવર્તાવનાર છે તેમની ભક્તિ માટે શું સામાયિક ન છોડી શકાય? અમે તો હંમેશા પૂજા કરી છે, પરંતુ કાંઈ દહાડો વળ્યો નથી માટે હવે તો પૂજા ન કરતા સામાયિકજ કરવું છે એમ કહેવું તે નજર સામે મૂળ માણસ ઉભો હોવા છતાં તેની સામે વાંસો રાખી તેની પ્રતિમાનો આદર કરવા જેવું છે. સામાયિકનું સ્વાધિનપણું સમજી લેવું જોઇએ એજ પ્રમાણે વ્યાખ્યાનનું પરાધિનપણું પણ સમજી લેવુજ જોઇએ અને પછીજ સામાયિકની મહત્તા કબુલ રાખવી જોઈએ. પૂજન તો થવું જ જોઈએ. માત્ર વાત એટલીજ છે કે તે સાથે સામાયિકનો ઉદ્દેશ તો યાદ હોવો જોઇએ. કરણી ગૌણતામાં રહે તેનો વાંધો નથી. પરંતુ ઉદ્દેશ તો તીર્થંકરની પૂજાનો હોવોજ જોઇએ. એમાં રતીભર જેટલી પણ શંકા નથી. તીર્થંકરપૂજામાં પણ ઉદ્દેશ સામાયિકનોજ હોવાથી એ તીર્થકરપૂજા પણ સામાયિક રૂપજ છે, અને તેથીજ પહેલું કૃત્ય તે સામાયિક જણાવવામાં આવ્યું છે તે સર્વથા વાસ્તવિક છે. તમો એમ પણ પ્રશ્ન કરી શકો છો કે મહારાજ હંમેશાં દીક્ષા દીક્ષા અને દીક્ષાનીજ વાત કર્યા કરે છે. પરંતુ પ્રભુપૂજા વગેરેની વાત કરતા નથી તો તેનો ખૂલાસો પણ મારે તમોને આપી દેવાની જરૂર છે. જેને સામાયિકની વાત કડવી લાગે છે તેને દેવાર્ચન, સ્નાત્ર, દાન, તપ વગેરે કોઈપણ બાબતમાં સાચો અધિકાર નથીજ. દેવાર્શનનો સાચો અધિકાર તેનેજ છે કે જે એ બધું સામાયિકના ઉદ્દેશપૂર્વક કરે છે, દાન, તપ અને શીલ એ સઘળા શું છે તેનો વિચાર કરો ? આ સઘળી સામાયિકનો ઉદ્દેશથી શરૂ થયેલી વસ્તુ છે. દાનની મહત્તાને આપણે સઘળા કબુલ રાખીએ છીએ હું પણ તમોને દાનની મહત્તા કહું છું પણ એ દાનમાં પણ ભાવના જોવાની નથી એમ માનશો નહિ. દાન કરવામાં પણ મૂળ હેતુ કયો છે, તેનો વિચાર કરો. દાન આપવામાં મૂળ હેતુ સામાયિકના ઉદ્દેશને પોષવાનો જ છે. વર્ષોથી નહિ પણ ભવાંતરોથી આ જીવ ધનની મમતાને બાઝેલો છે. દાનમાં પણ એજ હેતુ છે કે મમતાને દૂર કરવી આવા હેતુ પૂર્વકનું દાન તેજ દાન છે, દાન આપીશું તો ભવિષ્યમાં પામીશું-એવા વિચારે જે દાન આપે છે તેવાને શું તમે દાનશીલ ગણાશે ખરા ! નહિ જ દાનના સટોરીયા જેવું દાન ભવભવાંતરોને ટાળી શકે નહિ એની ખાતરી રાખજો. સુપાત્રે દાનની મહત્તા ગાઈ છે તેમાં પણ હેતુ છે. જૈન શાસનની કોઈપણ ચીજ હેતુ વગરની છે એમ માનશો નહિ. ધર્મને નામે આકાશમાંના તારા ચંદ્રમાં જેવા પદાર્થોને ફાડી તોડી નાંખવાના ગપાટાઓ આ શાસનમાં નભી નજ શકે, અહીં તો ક્રિયાઓ પણ છે તે એ સઘળી હેતુપૂર્વકનીજ. જીવનો અનાદિકાળથી સ્વભાવ છે કે લેવું લેવું એ લેવાની વાત એ જીવને ગમે છે. અનાદિ કાળથી લેવાના વ્યાપારમાં જીવ રાજી છે એણે લેવાય તેટલું લીધું છે. શક્તિ કરતાં વધારે લીધું છે અને જ્યારે જ્યારે એને મળ્યું છે ત્યારે ત્યારે એ રાજી થયો છે. હવે આત્માના એ સ્વભાવમાં ફેરફાર કરવાની વાત છે. એ ફેરફાર કેટલો છે એક અક્ષરનો પણ એ ફેરફારમાંજ આખા જીવનની કિંમત છે. આત્મા આજ સુધી લેવું એજ સમજેલો હતો હવે એ “લ” ને સ્થાને “દ” મૂકવાની વાત છે પહેલાં એ વાત હતી કે લેવું હવે એ વાત છે કે દેવું પહેલા લેવું એમાં મહત્તા હતી. હવે તે મહત્તા ઉડી ગઈ હવે દેવામાં મહત્તા આવી અને તે
Page #117
--------------------------------------------------------------------------
________________
પાળ
શ્રી સિદ્ધચક
તા.૨-૧૧-૩૩ સાથેજ સુપાત્રે દાનની વસ્તુ પણ ઉભી થઇ. આપવું એમાં મહત્તા ખરી, પણ કોને આપવું; એનો અર્થ એ નથી કે આપવું એટલે ફેંકી દેવું. દાન એ પણ ત્યાગના કેન્દ્ર ઉપર ચઢવાની સીડી છે. જેમ સીડીના એક પછી એક પગથીયા ચઢીએ અને સીડી પુરી થાય તેજ પ્રમાણે મોક્ષના કેન્દ્ર ઉપર જવાને માટે પણ જૈન શાસને પગથીયા નિર્મેલા છે અને તે પગથીયામાં દાન પણ એક પગથીયું છે. ગઢવી ઘેરના ઘેર.
પહેલાં એ સમય હતો કે પૌદ્ગલિક પદાર્થોમાંથી જીવની મમતા છુટતી જ નહોતી, તેને બદલે હવે એ સ્થિતિ આવી કે “આપીશું તો મળશે” એ ભાવનાથી પણ આપવાની વૃત્તિ જાગે છે. તે પછી આત્મા જરા વધારે ઉંચા વિચારવાળો થાય છે અને તે બદલાની આશા વગર પોતાની ફરજ વિચારીને આપે છે અને તે પછી છેવટની કક્ષાએ મારાથી ભલે વૃત અનુષ્ઠાનો ન થાય, પણ મારો પૈસો તો એવા કાર્યની સેવામાં વપરાય છે ને ? એવી ભાવનાથી દાન આપે છે આ બધા અપૂર્ણ આત્માને પૂર્ણત્વની કક્ષાએ જવાના પગથીયા છે; સુપાત્ર દાનની મહત્તા પણ અહીંજ છે. મારી પૌદ્ગલિક સંપત્તિ એ સંયમ માર્ગ મોક્ષમાર્ગની સેવામાં તો વપરાય છે ને એ દાનની ભાવના જ્યાં છે તે સુપાત્રે દાન છે અને તેથીજ સુપાત્રે દાનની મહત્તા પણ ગાવામાં આવી છે. દાન શોભે પણ તે શીલથી જ શોભે છે. જો શીલ ન હોય તો દાનની શોભા જરાય નથી. જો તમે દાનનેજ ધર્મ કહી દેશો તો ધર્મ શ્રીમંતોને ત્યાં રજીસ્ટર થઇ જશે. શ્રીમંતો દાન આપતા જશે એટલે બીજા ભવોમાં પણ તે દાનથી વધારે વધારે શ્રીમંત થતા જશે અને ગરીબોની એ સ્થિતિ આવશે કે તેઓ દાન ન આપી શકવાથી ભવભવાંતરોમાં વધારે અને વધારે ગરીબાઈમાંજ આવતા જશે. વારું ! જેનામાં દાન આપવાની શક્તિ નથી પણ મોક્ષની પુરેપુરી ભાવના છે તે જો અશક્તિને લીધે દાન ન આપે તો તેમાં તેનો દોષ પણ શો કાઢવાનો હોય ? ધારો કે એક માણસ ધાડપાડીને પૈસા લાવે છે અને એ પૈસાનો ઉપયોગ તે આંગી કરાવવામાં કરે છે તો શું એ તમે વ્યાજબી ગણશો? એટલાજ માટે દાનની સાથે શીલ હોય તોજ તે દાનની મહત્તા ગણવામાં આવી છે. દાન શોભે છે તે સદવર્તન વાળાનુંજ શોભે છે બીજાનું નહિ. દાન દીધું પણ તે સદવર્તનથીજ દીધું અને દાનથી સદવર્તન પ્રાપ્ત થયું તો મોક્ષે જવાનો માર્ગ સહેલો થયો સમજી લેવો, પરંતુ જો દાન દીધું અને ભાવનામાંથી અથવા સદવર્તનમાંથી ખસી ગયા તો પછી હતા ત્યાંના ત્યાં ! રળીઆ ગઢવી ઘેરના ઘેર ! પરિણામ શુન્ય.
મુળદેવ નામનો એક શ્રાવક હતો તે તપશ્ચર્યા કરવા જંગલમાં ગયો. દઢ તપશ્ચર્યા કરી. તપશ્ચર્યામાંથી જરા પણ ખસ્યો નહિ. તપશ્ચર્યા પુરી કરી અરણ્યમાંથી બહાર નીકળ્યો જ્યાં એ ત્રણ દિવસનો ભુખ્યો અરણ્ય વટાવીને બહાર નીકળે છે કે તરતજ મૂળદેવને સામા અડદના બાકળા મળે છે. હવે એ અડદના બાકળાની કિંમત વિચારો મૂળદેવ ત્રણ દિવસનો ભૂખ્યો છે, એને અડદના બાકળા કેટલા પ્રિય હોય ! પણ એટલામાં મુનિ સામે મળે છે. તે માસખમણવાળા મુનિરાજને પારણે આવેલા જોઇને બાકળા આપી દે છે. મૂળદેવ જ્યાં માસખમણવાળા મુનિને દાન આપે છે કે ત્યાં તેજ ક્ષણે ચમત્કાર ઘડે છે. તરતજ દેવતાઓ તુષ્ટમાન થાય છે અને મૂળદેવને કહે છે કે તારી શાસન સેવા અલૌકિક છે માંગ જે માંગે તે તને આપવા તૈયાર છીએ. મૂળદેવે પોતાની માંગણી એક શ્લોકમાં વ્યક્ત કરી. માંગણીનો શ્લોક અર્થો
Page #118
--------------------------------------------------------------------------
________________
તા. ૨-૧૧-૩૩ શ્રી સિદ્ધચક્ર
૫૮ બોલતાંજ દેવોદ્વારા દેવદત્તા વેશ્યા અને હજાર હાથીવાળું રાજ્ય હાજર ! તપ કર્યું, પણ તપનું ફળ શું આવ્યું? વેશ્યા અને રાજ્ય ! અહીં વેશ્યા અને રાજ્યને ધ્યાનમાં લીધા વિના મૂળદેવની દાન આપતી વખતની સ્થિતિ તપાસો અને અપવાસોના ત્રણ દિવસ ! એ ત્રણ દિવસ ગયા પછી બાકળા મળે છે અને છતાં તે બાકળા મુનિને આપી દેવાય છે. અહીં બાકળાની કિંમત વિચારો, એ બાકળાની એ સમયની ઉપયોગિતાને વિચારો અને તે સમયે દાન અપાયું તેની ભાવના વિચારો. દાન અપાયું તેની શી ભાવના છે ! એકજ ભાવનાથી દાન અપાયું છે કે મારો જીવ જાય તો ભલે જાઓ, પરંતુ દાન તો અપાવુંજ જોઇએ. એ ભાવના કહો શું ખોટી હતી? નહિ, પણ છતાં ભાવનાનું પરિણામ શું આવે છે ! ‘૦’ મીડું !ત્યારે હવે કહો, શું તમે દાનને ખોટું કહેશો ! નહિ !! પણ દાન સાથે જે સદાચાર જોઇએ તે ન રહ્યો! પરિણામ એ આવ્યું કે મોક્ષમાર્ગમાં અગ્રગામી થવાનું તો દૂર રહ્યું ! પણ પેલી વેશ્યા ગળે વળગી ! રાજય ગળે વળગ્યું !! ઉપાધિ વધી પડી !!! દાન દેવાની રીતિઓ. | ઉચિતદાન, કીર્તિદાન, એ બધા દાન જ છે અને એ બધા દાનમાં ઘરમાંથી કાઢી આપવાની વાત છે. તો પછી એ સઘળા દાનમાં એકલું સુપાત્રદાન એજ સારું શાથી? સદાચારથી !જે દાનમાં સદાચાર છે જે દાન ત્યાગની ભાવનાથી અપાય છે ત્યાગ માર્ગને પોષવાના કાર્યમાં જે દાન વપરાય છે તે સુપાત્રદાન છે અને તેથીજ સુપાત્રદાનની મહત્તા શાસ્ત્રકારે કહી છે. કીર્તિદાન, અનુકંપાદન, ઉચિતદાન એ સઘળાં દાન છે, પરંતુ એ સઘળાં દાનનો દાતા સદાચારવાળો તો નહિ ! સુપાત્રદાન કરવાની વૃત્તિનો ગ્રાહક એવો દાતા તેજ સદાચારવાળો છે, બીજાના ઉપર તમે સદાચારની છાપ મારી શકો તેમ નથી, દાન દાન એકલું બોલ્યા કરશો તેથી દહાડો વળવાનો નથી. દાનની મહત્તાને ધ્યાનમાં લો તોજ તમારું કલ્યાણ છે. ઉચિત દાન એ સાદું છે. ઉચિતદાનમાં પાછા મળવાની વાત રહેલી છે, બદલો મળવાનું તત્ત્વ રહેલું છે. કીર્તિદાનમાં જગત વાહવાહ કરે છે, અનુકંપાને પાત્ર કોણ ? જે દુઃખથી હેરાન થાય તે ! જે દુઃખથી ઘેરાયેલો હોય દુઃખમાં પડેલો હોય તે અનુકંપાને યોગ્ય છે, પણ સાધુ કાંઈ દુઃખમાં ઘેરાયેલાં હોતા નથી અથવા સંકટમાંથી બચવાની બુમ મારતા નથી તો પછી તમે સાધુને દાન આપો છો એ કઈ ભાવનાથી ! સાધુને “બિચારો” કહો તો એમાં તમે શું કરો છો તેનો વિચાર કરો. સાધુને બિચારો કહો એટલે તો એના આત્માને અને તમારા આત્માને પણ તમો અન્યાય કરો છો. સાધુ બિચારો નથી, ગરીબડો નથી. એનો આત્મા તો સિંહ જેવો છે. જોઇએ એવો બળવાન છે. વિષયકષાયોને જીતવામાં જોઇએ તેટલો શક્તિશીલ છે. જેનાં ઉપર દરદ, દુઃખ, ઉપસર્ગનો હલ્લો છે તેવાને દેવામાં વધારે ફળ છે એવું શાસ્ત્રકારો કહે છે અને સાધુ તો એવો પણ નથી તો પછી સાધુને દાન આપવાની મહત્તા શાથી ? એકજ કારણથી કે એ રીતે અપાયેલું ધન ત્યાગમાર્ગની સેવામાં વપરાય છે. સાધુ સાધુને આપવામાં પણ ભારે ફેર રહેલો છે. સાધુને આપવું એ ખરું પણ એક સાધુ ક્રિયા આદિમાં ઉપાશ્રયમાં બેઠા છે અને બીજા લોંચ કે વિહારથી પરિશ્રમિત છે. તો એ બે સાધુઓમાં પરિશ્રમિતને આપવામાં વધારે લાભ છે વળી તેથી પણ આગળ વધો એક સાધુ પરિશ્રમિત, થાકેલો રોગી કિંવા ગ્લાનીથી પિડાયેલો હોય અને બીજો વિહારથી પરિશ્રમતિ ગીતાર્થ હોય, તો વિહારથી પરિશ્રમિત એવા આચાર્યદિકને આપવામાં વધારે લાભ છે એ એવું દાન વધારે ફળ આપે છે. હવે વાંદરા જેવી કેળવાયેલી બુદ્ધિ કેવા અનથી ઉપજાવે છે તે જાઓ અને એ અનર્થથી બચવામાં
Page #119
--------------------------------------------------------------------------
________________
પ૯
શ્રી સિદ્ધચક્ર
તા.૨-૧૧-૩૩ સાવધ રહો જો તમે એ સાવધતા ખોઇ દેશો તો એનું પરિણામ એ આવશે કે તમારો કોઈ આરોજ ન રહે આ સંબંધમાં એક સંસ્કૃત કવિએ ઘણી ઉતમ કલ્પના કરી છે. નિશ્ચય વિનાના માણસને તે કવિ વાંદરાની ઉપમા આપે છે ? અને વાંદરું જેમ નિશ્ચય વિના આમથી તેમ અને તેમાંથી આમ ગમે ત્યાં રખડે છે અને એ રખડપટ્ટીમાં ગમે ત્યાં ભટકાઈને તેનો નાશ થાય છે તે પ્રમાણે કવિ કહે છે કે નિશ્ચય વિનાના માણસની પણ તેવી દશા થાય છે. અનર્થકારી કલ્પનાઓ
સમજો કે એક સાધુ છે, તેણે તપશ્ચર્યા કરવા માંડી છે. તપ કરતા કરતા તેણે વૃત પુરૂં કર્યું અને પારણાનો સમય આવ્યો. હવે એ સમયે તમો એને વહોરાવો (સાધુને જૈન ધર્મના નિયમ પ્રમાણે શાસ્ત્રાધારે યોગ્ય એવી ભોજનની વસ્તુઓ પૂરી પાડવી તેને જૈનધર્મ પ્રમાણે સાધુને વહોરાવવું એમ કહે છે,) ખરા કે નહિ? હું કહું છું કે શ્રાવકધર્મના માત્ર મુલતત્વોને જાણનારો સામાન્ય માણસ પણ એ સાધુને જરૂર વહોરાવેજ એટલુ નહિ, પણ ધારો કે શ્રાવક કુળ ન હોય અને સામાન્ય માણસ કે જે કોઈ આર્યવંશમાં જન્મેલો હોય તે માણસ પણ સાધુને આપવું જોઇએ એવીજ બુદ્ધિ ધરાવનારો હોય. હવે જો તમે એ સાધુને નથી વહોરાવતા તો એનો તપશ્ચર્યાનો કાળ લંબાય છે અને જો તમો એને વહોરાવો છો તો નિર્જરા બંધ થાય છે. તો હવે એવા સાધુને તમે ગોચરી આપો તો ગોચરી આપવાથી નિર્જરા બંધ થાય એના પાપના તમે ભાગીદાર ખરા કે નહિ? જેની બુદ્ધિ માત્ર મશકન પ્રમાણે ગતિ કરવાનું જ શીખેલી હશે તે માણસ સહેજે એમ કહી શકશે કે દાન આપવાથી સાધુની નિર્જરા તૂટે છે માટે એ નિર્જરા તોડવામાં સાધુને વૃતથી દુર કરવામાં જે કોઈ એને વહોરાવે તે પાપનો ભાગી છે. લોંચ વખતે આગમ ગ્રહણ વખતે ધર્મની ભાવના ચાલી રહી હતી, તે ભાવનાને વહોરાવીને તમે સાધુને પ્રમાદી બનાવ્યો માટે તમે સાધુ હિતકર્તા નથી પણ તેના શત્રુ છો. શું આ વાત તમારે ગળે ઉતરે છે કે ? નહિજ ! તમારે તો શું પણ મારે કહેવું પડશે કે એક સામાન્યમાં સામાન્ય માણસ હોય તેને ગળે પણ આ વાત નહિજ ઉતરે અને આ હું તમોને ખાતરીથી કહું છું કે એ રીતે સાધુને વહોરાવનારને પાપનો એક છાંટો પણ લાગતો નથી એટલુંજ નહિ પણ અમોઘ પૂણ્ય જ છે. દાન-શીલનો પરસ્પર સંબંધ.
ત્યારે તો મને એવો પ્રશ્ન જરૂર કરી શકો છો કે સાધુને દાન આપીએ અને નિર્જરાનો ભંગ થાય તે માટે દાન આપનારને જવાબદાર કેમ ન ગણવો જોઈએ. હું તમને એક સીધી સાદી વાત કહું છું તમો તમારા બાળકને કડવી દવા આપો છો અરે ભયંકર વ્યાધિ થાય તો ઓપરેશન પણ કરાવો છો એ સમયે બાળકને દુઃખ પણ થાય છે તો શું દુઃખ તમોએ કરાવ્યું છે એમ કોઈ કહે ખરું? નહિજ ! એ દુઃખ તમારા કહેવાથી દાકતરે કર્યું છે પણ છતાં તેમાં બાળકની હિત બુદ્ધિજ રહેલી છે તેજ પ્રમાણે દાનનું પણ છે. તમો સાધુને દાન આપો છો પરંતુ એ દાન તમો શાથી આપો છો વૈરાગ્ય વહનની પૂર્તિ માટે આપો છો ! ત્યાગ પરત્વેના પ્રેમથી આપો છો એટલેજ દાનથી તમો પાપના-નિર્જરા તોડાવવાના કાર્યના ભાગીદાર નહિ, પણ નિર્જરાદિનાજ ભાગીદાર થાઓ છો. દાન આપો ત્યારે એટલા માટે સદવર્તનને જોઇને તમો દાન આપો છો એજ કારણથી સદવર્તન એ સુપાત્ર દાનની જ ઠરાવી છે, અને તેથીજ બીજો ધર્મ શીલ કહ્યો છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર ભાવની મહત્તા.
હવે દાન તો કહ્યું, પણ શીલનો વિચાર કરો, યાદ રાખો જૈન દર્શનકારો તમોને માત્ર શબ્દનો મોહ રાખીને વર્તનની જવાબદારીમાંથી છટકવા દેવાના નથી. આ શાસન હુંડીના પૈસા ચુકવનારું શાસન છે, પણ તે હુંડીની સત્યતા પણ પુરેપુરી તપાસે છે. એકવાર ખાતરી થઈ કે હુંડી સત્યતાથી ભરેલી છે, તો પછી એમાંથી પૈસો પણ દલાલી કે વટાવ કાપવાની વાત આ શાસનમાં નથી. શીલ કહ્યું પણ શીલનું ઢોંગ આ શાસન નિભાવી લેવાનું નથી. શીલ કેવું હોય તે વિચારો ! છોકરાઓ ગાજરની પીપુડી વગાડે છે તેવું તમારું શીલ હોય તો એ શીલ નભે નહિ. તમે ધર્મ શા માટે સ્વિકારો છો તેનો વિચાર કરો. ધર્મને સ્વિકારવાનું કારણ એકજ છે કે આત્માને કર્મરૂપી કચરામાંથી બચાવી લેવો. ! આપણો ધર્મ કેવો છે ? “મહાજન મારા માથા ઉપર પરંતુ મારી ખોટી ન ખસે !” એવો આપણે ધર્મ પાળીએ છીએ. ધર્મ, દેવ ગુરુ બધા ખરા પણ મારા શરીરને આંચ આવવી ન જોઈએ. શરીરને આંચ ન આવે તો બધાને માનવા, પણ જો શરીરને આંચ આવતી હોય તો તે વખતે બધાથી દૂર ! આ સ્થિતિનો ધર્મ પાળીએ તો એ ધર્મ માણસને ખરેખરો ઉંચો લાવી શકે નહિ મહાવીર મહારાજ માબાપની ખાતર ત્રીસ વર્ષ ગૃહવાસમાં રહ્યા હતા એ કબુલ પણ જે વખતે કાઉસગ્નમાં રહ્યા છે તે સમયે તેમણે દર્શાવેલી દઢતાનો વિચાર કરો. માતા ત્રિશલા આવે છે હાયપીટ કરે છે પણ તેની અસર થતી નથી, નંદિવર્ધન જોઈએ તેટલો જુલમ કરે છે, ઘરમાંથી કાઢી મૂકે છે પરંતુ તેની અસર થતી નથી. ભગવાન સામે પણ જોતા નથી. આ વસ્તુનો વિચાર કરો અને પછી આગળ પગલાં ભરો. ધર્મના કાર્યમાં આપણને શરીરની માબાપની બૈરાં છોકરાંની બધાની ખીલી આડે આવે છે. આ ખીલી રાખવી છે અને ધર્મ સાધવો છે એ કદાપી પણ બની શકે નહિ. માટે શાસ્ત્રકારોએ તપ આગળ કર્યું છે. તપ એટલે શું? ચાલતા ચાલતા પગમાં કાંટો વાગે, પગ પાકી આવે અને તાવ થાય! તાવમાં ન જમાય, તો એમ ન માની લેતા કે તમોએ ઉપવાસ કર્યો ! એટલા માટે જ શાસ્ત્રો કહે છે કે જાણી જોઈને કર્મના સામે પૂરો સામનો કરો તેજ તપ છે. આમ દાન શીલ અને તપની મહત્તા ગાવામાં આવી છે. પણ એ સઘળું ત્યાગની ભાવના પૂર્વકનું હોય તો તેની મહત્તા છે નહિ તો એની મહત્તા છે એમ ધારતા નહિ. એજ પ્રમાણે સામાયિકનું પણ સમજો. સામાયિક સંવર દ્વારા ત્યાગમાં લઈ જાય છે માટે એને ચોમસીકૃત્યોમાં સૌથી પહેલું સ્થાન આપવામાં આવેલું છે, આ વસ્તુ સમજો. શાસ્ત્રની જે કાંઈ વાત સાંભળવામાં આવે છે તે માત્ર સાંભળ્યાથીજ તમારું કલ્યાણ નથી. એ વાત સાંભળીને તમે તમારા હૃદયમાં ઉતારો એટલે તે વસ્તુને વર્તનમાં મૂકી તમારા આત્માને સુખી કરો. તો તમારું શ્રવણ સફળ છે અને તમારું એ શ્રવણ મનુષ્યભવને સફળ કરશે.
સંપૂર્ણ.
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા.૨-૧૧-૩૩
i,III
૮૦૮-યાદ રાખો કે શ્રીપાળ મહારાજાના સંબંધમાં પણ જે બધી આશ્ચર્યકારિણી ઘટનાઓ બની છે
અને તેમની સમ્પતિ સૌંદર્યાદિમાં જે કાંઇ વધારો થયો છે તે સઘળું શ્રીનવપદજીની આરાધનાથીજ થવા પામ્યું છે એમાં લેશમાત્ર પણ શંકા નથી. તમે શ્રીપાલ મહારાજાના સંબંધમાં બનેલા
ચમત્કાર સામે ન જુઓ પરંતુ એ ચમત્કાર જે વસ્તુને પરિણામે બન્યો છે તે વસ્તુને વિચારો. ૮૦૯-આપણી સૌથી મોટી ફરજ એ છે કે નવપદજીના ગુણો જાણવા. નવપદજીના ગુણો જાણવાનું
કારણ એ છે કે જ્યાં સુધી આપણે એના ગુણો જાણીએ નહિ ત્યાં સુધી આપણામાં સાચો ઉલ્લાસ આવે નહીં, અને સાચો ઉલ્લાસ ન આવે ત્યાં સુધી આરાધનાની ક્રિયા પણ ભાવસ્વરૂપ
કહેવાય નહિ. ૮૧૦-પ્રભુની સેવા પૂજા અનુષ્ઠાનો એ સઘળું શા માટે છે તેનો કદી વિચાર કર્યો છે? યાદ રાખો
કે એ સઘળું પૈસો ટકો મેળવવા માટે નથી પરંતુ સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ માટે જ છે,
વા પામેલ રત્નત્રયીની વધુ વિશુદ્ધ કરવા માટે છે. ૮૧૧- તીર્થકરોના આગમોની આરાધના શા માટે? એ પણ માત્ર સજ્ઞાનની પ્રાપ્તિ માટે છે. ૮૧૨-જ્ઞાનની મૂળ જડ શ્રી તીર્થકર ભગવાન પોતેજ છે. કારણ કે તેમણેજ પદાર્થ માત્રને પોતાના
કેવળ જ્ઞાનથી સૌથી પહેલા જાણી લીધા હતા અને તત્પશ્ચાત તેમણે તેની જગતને માટે પ્રરૂપણા
કરી હતી. ૮૧૩-આપણું સાધ્ય તો કેવળ જ્ઞાન છે છતાં આત્માના બોધને માટે અને જગતના ઉપકારને માટે
એક અપેક્ષાએ કેવળ જ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન ઉચ્ચ પદે છે. ૮૧૪-કેવળ જ્ઞાનએ મુંગાએ ખાધેલા ગોળ જેવું છે. અર્થાત્ મુંગો ગોળ ખાય છે અને તેનો સ્વાદ તે
પોતે જાણે છે પરંતુ જગતને જણાવી શકતો નથી તેજ પ્રમાણે કેવળ જ્ઞાનથી પદાર્થો જાણી શકાય છે ખરાં પણ તે શ્રુતજ્ઞાન વગર ભવ્ય જીવને જણાવી શકાતા નથી.
Page #122
--------------------------------------------------------------------------
________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર ૮૧૫-સ્વ-પર સ્વરૂપને બતાવનારું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે, બીજું નહિ. કેવળ જ્ઞાનનું સ્વરૂપ બતાવનારું
પણ શ્રુતજ્ઞાનજ છે, ૮૧૬-આપણે પાંચ પરમેષ્ઠિને આરાધવાનો દાવો કરીએ છીએ પરંતુ પંચપરમેષ્ઠિને કયારે આરાધી
શકીએ કે જ્યારે આપણું ધ્યેય ત્યાગનું હોય તોજ નહિ તો નહિ. ૮૧૭-જો તમો દુન્યવી લાલચોને લઈનેજ આરાધના કરવી જોઇએ એમ કહેતા હો તો તો તમારે
ચક્રવર્તીની આરાધના કરવી જોઈએ કારણ કે દુન્યવી ભોગવિલાસોની સર્વ શ્રેષ્ઠતા ચક્રવર્તીને
જ છે, ૮૧૮-ચૈત્યવંદનમાં તમે છેલ્લે છેલ્લે એ માંગણી કરી છે ! કે “ભવનિર્વેદ” આ વાતને તમે કદી
ભૂલશો નહિ ! ૮૧૯-ભવનિર્વેદ એ જિનશાસન મહાલયની પહેલી પીઠિકા છે. ૮૨૦-“ગૌતમ નામે નવે નિધાન” નો અર્થ એવો સમજશો નહિ કે આપણે એ વાકય બોલીને નવે
નિધાનની માંગણી કરીએ છીએ એનો અર્થ એટલો જ છે કે એ મહાત્માનું એવું તપોબળ છે કે
જેથી નવે નિધાનો આવી મળે છે, ૮૨૧-ભગવાનની પાસે છેલ્લી માંગણી ભવનિર્વેદનીજ કરવામાં આવી છે તે ઉપરથી પણ એજ
સાબીત થાય છે કે ત્યાગ એજ આપણી ભૂમિકા છે. ૮૨૨-મીટીંગો જાણીતા નાટકો, પ્રખ્યાત નાચનારીઓના જલસાઓ ડાયરીમાં નોંધી રાખો છો, આવું
ન નોંધતા તેને બદલે તમારી ડાયરીમાં એ વાતજ નોંધી લ્યો એ ચારિત્રની ઇચ્છા વગર મનુષ્ય
ભગવાનની પૂજા કરે છે, તે પૂજા એ શ્રીજિનેશ્વરની પૂજા છેજ નહિ ! ૮૨૩-સંયમના પાલન માટે જે સાધુ નદી ઉતરે છે તેની હિંસા એ સંયમના પાલનમાંજ જાય છે. ૮૨૪-શ્રી જનેશ્વર ભગવાને પોતાની પૂજા બહુમાન માટે પ્રવર્તાવી નથી, પરંતુ તે પણ ત્યાગ તરફ
લોકોની અભિરૂચી વાળવા માટેજ પ્રવર્તાવી છે. ૮૨૫-પ્રાણીમાત્ર પૂજારાએ ત્યાગના પૂનિત પંથનો પ્રવાસી થાય એજ જિનેશ્વરદેવની પૂજાદિ વિધિમાં
ઉદેશ છે. ૮૨૬-ત્યાગની ભાવનાપૂર્વક-ચારિત્ર્યની ભાવનાપૂર્વક પૂજા કરો છતાં તે પૂજાને પરિણામે સંયમની
પ્રાપ્તિ ન થાય તો તેથી ગભરાશો નહિ. કેટલાક કારણો એવા છે કે તેના ફળની પ્રાપ્તિ
ઝપાટાબંધ થતી નથી પરંતુ તેનું ફળ મળવાને વાર લાગે છે. ૮૨૭-સમ્યકત્વ પામ્યા પછી નવપલ્યોપમ સ્થિતિ દેશવિરતિ પમાય છે, તેમાંથી સંખ્યાતા સાગરોપમની
સ્થિતિને તોડવાથી સર્વ વિરતિ મળે છે, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિને તોડે તો ઉપશમ શ્રેણિ પામે છે અને તેમાંથી પણ જ્યારે સંખ્યાતા સાગરોપમની સ્થિતિ તોડે ત્યારેજ ક્ષપકશ્રેણિ મળે છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૪૩
શ્રી સિદ્ધચક્ર
તા.૨-૧૧-૩૩
પ્રશ્નફાર થતુર્વિધ સંઘ.
માધાનછાષ્ટ: કa®ાત્ર વાર્દિગત આાગમોલ્લાક ત્રિીસાગરાનંદસૂરીશ્વરજી મ.
THEO
પ્રશ્ન ૫૪૫- સિદ્ધચક્રના ૨૧મા અકમાં આગળના વધારાના પૃષ્ટોમાં પર્યુષણા સંબંધીની જે ચર્ચા છે
તેમાં લખવામાં આવ્યું છે કે અસ્વાધ્યાય હોવાથી નહિ વંચાય, અને પછી લખવામાં
આવ્યું છે કે અસ્વાધ્યાયનો બાધ ગણવામાં આવ્યો નથી. તો એમાં સાચું શું સમજવું? સમાધાન- સર્વ કાલિક સૂત્રોના સ્વાધ્યાયમાં ગ્રહણાદિકની અસ્વાધ્યાય કરેલી હોવાથી કલ્પસૂત્ર
પણ કાલિક હોવાથી તેને અસ્વાધ્યાયમાં વર્જવું જોઇએ અને તેથી જ્યારે જ્યારે ગ્રહણ વિગેરે વિગેરે હોય ત્યારે બીજા કાલિકોની પેઠે કલ્પસૂત્રને પણ અસ્વાધ્યાયમાં વાંચવાનો બાધ આવે છે અને તેથી પણ પર્યુષણામાં અવશ્ય વાંચવાનું આવશ્યક ગણી તે વખતે
કલ્પસૂત્રના વાંચનમાં નવજી શકાય તો બાધ ગણ્યો નથી. પ્રશ્ન પ૪૬- સિદ્ધચક્ર પાક્ષિકના પહેલા વર્ષના અંક ૨૧માંના પાના ૪૭૮ ઉપર એવો ઉલ્લેખ
જોવામાં આવે છે કે પહેલાં ગુણઠાણા કરતાં ચૌદમે ગુણસ્થાનકે અસંખ્યાતગણા કર્મો
ખપાવવાના છે. તો એનો અર્થ શો ? શું ચૌદમે ગુણ ઠાણે કર્મો વધી જાય છે ? સમાધાન- ચૌદમે ગુણ સ્થાને કર્મો વધ્યાં નહી પહેલાં ગુણસ્થાનક કરતા ચૌદમાં ગુણસ્થાનકવાળો
અસંખ્યાત ગુણા કર્મો તોડે છે એ અપેક્ષા એ તે લખાણ છે. પ્રશ્ન ૫૪૭- એજ અંકના પાના ૪૯૨માં એવો ઉલ્લેખ કરેલો જોવામાં આવે છે કે કલિકાલ સર્વજ્ઞા
ભગવાન હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી મહારાજ અને ગુણસ્થાનક ક્રમારોહણકાર નિગોદમાં મિથ્યાત્વ માને છે એટલે એને ગુણસ્થાનક ગણી શકાય કે નહિ ! અને જો ગુણસ્થાનક
ન ગણી શકાય તો એ પુણસ્થાનકની બહાર ગણાવા જોઇએ ? સમાધાન- ભદ્રકપણાના યોગેજ મિથ્યાત્વને ગુણસ્થાન માનનારા નિગોદ આદિમાં મિથ્યાત્વ માનશે
પણ ગુણ સ્થાનક નહિ માને. પ્રશ્ન ૫૪૮- એજ અંકના ૪૮૨માં પાના ઉપર એવું લખેલું જોવામાં આવે છે કે “પહેલે ગુણઠાણે
અશુદ્ધ વ્યવહાર વાળો નર્કમાં નહિ જાય” એનો અર્થ શું !
Page #124
--------------------------------------------------------------------------
________________
તા. ૨-૧૧-૩૩ શ્રી સિદ્ધચક્ર
૬૪. સમાધાન- તેનો અર્થ એ છે કે તે ગુણઠાણે રહેલા અશુદ્ધ વ્યવહારવાળા જીવો માટે નર્કને યોગ્ય
સામગ્રીજ નથી, અને તેથી તે નર્કે ન જાય એ સ્વાભાવિક છે. પ્રશ્ન ૫૪૯- ચૌદમે ગુણસ્થાનકે સાતમી નર્કના કર્મ હોય ખરા કે ? સમાધાન- ના, ચૌદમે ગુણસ્થાનકે સાતમી નર્કના કર્મ હોતા નથી. જો એ ગુણસ્થાનકે સારની
નર્કના કર્મોનજ હોય તો પછી એ કર્મો કર્મની કઈ શ્રેણીમાં આવે તેનો પ્રશ્ન જ રહેવા
પામતો નથી ! પ્રશ્ન ૫૫૦- પુણ્યકર્મો નિકાચિત હોય કે નહિ !
સમાધાન- હોય છે. પ્રશ્ન પપ૧- ભોગાવલી કર્મ એટલે શું?
સમાધાન- મોહનીય કર્મ અને ભોગાવલી બાકી એટલે મોહનીય કર્મ બાકી સમજવું. પ્રશ્ન પેપર- એક મનુષ્ય છે તે લૌકીક ફળની ઈચ્છા રાખીને લૌકીક ફળો પામવા માટેજ સુદેવની
આરાધના કરે છે તો તેની એ આરાધનામાં મિથ્યાત્વ રહેલું છે એમ માની ગણી શકાય
કે નહિ ! સમાધાન- કોઇ મનુષ્ય લૌકીક ફળની ઈચ્છા રાખીને લૌકીક ફળો પામવા માટેજ સુદેવની આરાધના
કરતો હોય તો તેને આપણે મિથ્યાત્વી કહી શકતા નથી ! જો તેને તત્વની પ્રતિતિ હોય અથવા તે સુદેવોને માનનારો હોય તો લૌકીક ફળની ઇચ્છાપૂર્વકની તેની આરાધના એ
દ્રવ્યક્રિયા ગણી શકાય, પણ મિથ્યાત્વ કહી શકાય નહિ. પ્રશ્ન પપ૩- જ્ઞાન થયા પછી રાગદ્વેષ થાય તો એ જ્ઞાન તે જ્ઞાનજ નથી. વાસ્તવિક જ્ઞાન થાય તો એ
જ્ઞાનનું એ પરિણામ આવવું જ જોઈએ કે વર્તન સુધરે એનો અર્થ શું ? સમાધાન- એનો અર્થ સમજવો બહુજ સરળ છે જ્ઞાન એ અહિંસા એવી છે કે ત્યાં રાગ અને દ્વેષ
સંભવતાજ નથી. જેમ કોઈ માણસ પોતે હાથ વડે હિંસા કરી રહ્યા હોય અને મોઢે એમ કહો કે હું અને ધર્મને પાળનારો છું તો તેમની અહિંસાવૃત્તિ તેનું પ્રત્યક્ષ કાર્ય કબુલ રાખી શકે નહિ, તેજ પ્રમાણે રાગદ્વેષ એ પ્રત્યક્ષ વસ્તુઓ જ્યાં હોય તેને જ્ઞાન કહી શકાય નહિ. પાણી પડવાથી તેનું સ્વભાવસિદ્ધ એ પરિણામ આવવું જ જોઇએ કે વૃક્ષ પ્રફુલ્લિત થાય તેજ પ્રમાણે જ્ઞાનનું એ પરિણામ પણ થવાની જરૂર છે કે તેથી વર્તન સુધરે સૂર્ય ઉગે અને પ્રકાશ ન પથરાય એ શકય નથી તેજ પ્રમાણે જ્ઞાન થાય અને કાર્યો ન સુધરે એ
પણ શકય નથી. પ્રશ્ન પ૫૪- અશક્તિ અથવા આશક્તિને લીધે જનાજ્ઞા પ્રમાણેનું વર્તન ન થાય તો ભલે, પણ તેનાથી
વિરૂદ્ધનું વર્તન તો નજ થવું જોઇએ એમ આપશ્રીએ જણાવ્યું છે તો પછી એ જણાવવાની જરૂર
છે કે શ્રાવકને માટે આજ્ઞા વિરૂદ્ધની કઈ કઈ વસ્તુઓ છે? અને તેનું ટુંકું સ્વરૂપ શું? સમાધાન- આજ્ઞાનું આરાધક વિરાધકપણું જિનેશ્વર મહારાજે કહેલાં તત્ત્વોની શ્રદ્ધાનો સદભાવ અને
તેના અભાવને અંગે છે અને તેથીજ ૧૭ સત્તરમાં પ્રવર્તેલો હોય છે તો પણ સમ્યગ્દ્રષ્ટિ આરાધક ગણાય છે અને જીવ હિંસા વિગેરે સત્તરમાં સ્થાનમાં જ પ્રર્વત્યો છતાં મિથ્યાદ્રષ્ટિ હોય તો વિરાધક ગણાય છે અને નિન્દવો વિગેરે વ્યવહારથી પાંચ મહા વૃત શુદ્ધ સાધુપણું પાળનાર તે પણ વિરાધક ગણાય છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
તા.૨-૧૧-૩૩
શ્રી સિદ્ધયક પ્રશ્ન પપપ- કેવળ દાન, શીલ, તપ, ભાવમાં ધર્મ માનવામાં શી હરકત આવે છે ? સમાધાન- જો ભાવમાં સુદેવાદિને ભાવ ધર્મ અને દાનાદિ ધર્મ લે તો અડચણ નથી.બાકી વાંધો છે
તે બીના પ્રવૃત્તિ રૂપધર્મ અને પરિણામ ધર્મની વ્યાખ્યામાં સ્ફટ વારંવાર કરેલ છે. પ્રશ્ન પપ- જગતમાં અનેક ધર્મોનું અસ્તિત્વ છે. દરેક ધર્મવાળા પોતપોતાના ધર્મ સંસ્થાપકોને
અથવા ધર્મ પ્રવર્તકોને ઈશ્વરાવતાર-ઈશ્વરના દુત કિંવા ભગવાન માને છે તો પછી
સત્યની દ્રષ્ટિએ એકની માન્યતા સાચી અને બીજાની જુઠી એ કેવી રીતે માની શકાય. સમાધાન- પિત્તળને કોઈ સુવર્ણ કહી દે તો કોઈ રોકી શકતું નથી, તેવીજ રીતે અધર્મને પણ ધર્મ
કહી શકે છે, પણ સુવર્ણ છે કે પિત્તળ તેને માટે જેમ કશ-તાપ-છેદ સાધન રૂપ છે તેમ
શાસ્ત્રકારો એ ધર્મ છે કે અધર્મ તે તપાસવા માટે કશ-તાપ-છેદ રૂપ સાધન રાખ્યા છે. પ્રશ્ન પ૫૭- પ્રતિક્રમણ સામાયિક લેવાનું, સાત લાખ; વંદિતા સૂત્ર, શાંતિ વગેરેમાં જે ઘીનો ચઢાવો
બોલાય છે તેના દ્રવ્યથી (કટાસણા, ચરવળા, સંથારીયા, મૂહપત્તિ) આદિ પૌષધ,
સામાયિક ઉપકરણો લાવી શકાય કે કેમ ? સમાધાન- ન લાવી શકાય, અર્થાતુ, જ્ઞાનના સાધનોમાં તેનો ઉપયોગ થઈ શકે. પ્રશ્ન ૫૫૮-પ્રભુ પૂજા કરતી વખતે ભગવાનની પ્રતિમાના પૂજન માટે ફુલો ન મળી શકે તો લવંગ
ચઢાવી શકાય કે નહિ? સમાધાન- કુલ મેળવવા માટે વિશેષ ઉદ્યમ કરવો જોઇએ. પુરેપુરો શ્રમ લઈ. કરવી જોઈએ
તેટલી સઘળી મહેનત લઇએ અને આપણા પ્રમાદનું જરા પણ કારણ ન રાખીએ તે છતાં જો ફૂલ નહિજ મળી શકતા હોય તો પછી લવંગ ચઢાવી શકાય એનો એ અર્થ
નથી કે ફૂલ શોધવાને માટે આંખ આડા કાન કરીને લવંગ ચઢાવે જવા ! પ્રશ્ન ૫૫૯- કોઈ વ્યક્તિની જ્ઞાતિમાં અથવા કુલપરંપરામાં પુનર્લગ્નની પ્રથા છે અને તે છતાં તે
વ્યક્તિ જૈન છે. માત્ર પૂર્વપરંપરાએજ તે વ્યક્તિની જ્ઞાતિમાં પુનર્લગ્નની પ્રથા છે તો તે
વ્યક્તિ (પંજો) શ્રીજીનમંદિરમાં આવીને પૂજા, આંગી, સ્નાત્ર, આદિ કરી શકે કે નહિ? સમાધાન- પૂજા, આંગી, સ્નાત્ર આદિ કરી શકાય. પ્રશ્ન પ૬૦- ઉપર જણાવેલી વ્યક્તિ સારી સ્થિતિની હોય એટલે કે તેની પાસે પૈસો, ટકો, ધન
સમ્પતિ ભરપુર હોય અને તે પ્રભુજીને મુકટ કુંડલ આદિ ભેટ ધરવા માંગતો હોય તો
એ ભેટ ધરી શકે ખરો કે નહિ? સમાધાન- ભેટ ધરી શકે છે. પ્રશ્ન પ૬૧- ઉપર જણાવેલો માણસ જે કાંઈ ભેટ વગેરે ધરે તે સંઘના આગેવાનોએ સ્વીકારવી ખરી
કે નહિ ? સમાધાન- ઉપર પ્રમાણે જણાવેલી ભેટો સ્વીકારવી ઘટિત છે અને તે સ્વીકારવામાં કોઈપણ જાતનો
દોષ લાગતો નથી. પ્રશ્ન પ૨- જ્ઞાતિ બંધારણો અને ધાર્મિક બંધારણો એ બંનેમાં મેળ ખરો કે નહિ?
Page #126
--------------------------------------------------------------------------
________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર
ક
સમાધાન- જ્ઞાતિના બંધારણોમાં અને ધર્મના બંધારણોને પરસ્પર મેળ છે પણ તે કેટલીક બાબતમાં
છે અને કેટલીક બાબતમાં નથી, અભક્ષ્ય અને અપેય જેવી વસ્તુઓ માટે એ બંનેને મેળ ખરો પરંતુ તેમાં એ યાદ રાખવાની જરૂર છે, અને એક વસ્તુ ન ભૂલાવી જોઈએ તે વસ્તુ એ છે કે જ્ઞાતિના બંધારણો પહેલાં અને ધર્મના બંધારણો તેને અનુસરતાજ એમ નથી પરંતુ ધર્મના બંધારણો પહેલાં હોઇ તેને અનુસરતાજ બંધારણો જ્ઞાતિએ ઠરાવેલા
છે અને તેવાં જેટલા બંધારણો છે તેમાં બંનેને પુરો મેળ છે. પ્રશ્ન પ૬૩- જૈનધર્મને માનનારો પછી તે ગમે તે જ્ઞાતિનો છે (દસો, વિશો, પાંચો, ભાવ સાર,
નીમો, લાડવા, આદિ) તે એવા માણસ જૈનધર્મની ક્રિયાઓમાં ભેદભાવ વિના ભાગ
લેવાને માટે હકદાર ખરો કે નહિ? સમાધાન- આત્મભાવમાં તો પૂર્ણ હકદાર છે; પરંતુ વ્યવહારોને એ ધ્યાનમાં લેવા તે જોઈએ કારણ
કે કેટલાક વ્યવહારો પણ ધર્મની ધારણાથી ઘડાયા છે. પ્રશ્ન પ૬૩- શું મગધ દેશમાં ઉત્પન્ન થયેલી ભાષાનું નામ માગધી છે એ વાત ખરી છે? સમાધાન- ના માથાનાં રૂ માનથી માથા: ? મઠ્ઠા નં ૩૫ાદઃ
અર્થાત્ સૂર્યોદય વખતે રાજા મહારાજાઓ પાસે મંગલ સૂચક શબ્દ બોલનારા પેઢી પરંપરાના ઇતિહાસને જાણનારાઓની ભાષા તેનું નામ માગધી (અઢારદેશ મિશ્રિત
ભાષા) છે. પ્રશ્ન ૫૬૪- સત્યવૃત ને બદલે મૃષાવાદ વિરમણવૃત કેમ રાખ્યું? સમાધાન- સત્ય બોલવું એ વ્રત જગતમાં કોઈ પાળી શકેજ નહિ સાચી વાત બોલી નાખવી તે
સામાન્યતઃ અશકય છે. સમવસરણસ્થ જીવના સર્વભાવ પ્રભુ જાણે છે છતાં તે બધા બોલી નાખે નહિ. આથી, જૂઠું બોલવાથી વિરમવું એ વ્રત રાખ્યું અર્થાત જુઠું બોલવું
નહિ . પ્રશ્ન પ૬૫- એક બાઈની પૂર્વાવસ્થા વ્યભિચારમાં ગયેલી છે. પણ ધર્મ પામ્યા પછી ગુરુ પાસે
આલોચના લે છે, ત્યારબાદ ખોરાકી પોશાક માટે સસરા પર ફરિયાદ માંડે છે એ ભરણ પોષણ આપવાની બાબતમાંથી છટકી જવા માટે આલોચના દેનાર ગુરુને સાક્ષીમાં લાવે
તો ગુરુ સાક્ષીમાં શું બોલે ? સમાધાન- બાઇની પૂર્વચર્યાના પુર માહિતગાર છતાં ગુરુ કહી શકે કે મારા ધર્મના હિસાબે હું તે
સંબંધમાં કહી શકતો નથી. અર્થાત્ મૃષાવાદ વિરસ્મણાવૃત હોવાથી જુઠું ન બોલવું પણ સાચું બોલી નાંખવું તે નથી, એ પણ આ દ્રષ્ટાંતથી સાબીત થાય છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા.૨-૧૧-૩૩
ઉગા તો;
(ગતાંકથી ચાલુ) (જૈન સાહિત્યની કથાઓને આધારે રચેલું એક સુંદર પણ કલ્પના મિશ્રિત શબ્દ ચિત્ર) (લેખક : શ્રીમાનું અશોક)
(શબ્દ ચિત્ર ૨, છું.)
પાત્રો પુરોહિત-એક પાલક
વ્રજકેતુ-તેનો મિત્ર. રવિકુમાર-પુરોહિતનો પુત્ર.
સ્થળ-પુરોહિતના ઘરનું દિવાનખાનું. સમય- સ્કંધકકુમારના સત્ય કથનથી તેના ઉપર ગુસ્સે થયેલો પુરોહિત વૈરના ઉદ્ગારો કાઢે
છે. ત્યાં તેનો મિત્ર વ્રજકેતુ પ્રવેશ કરે છે. પુરોહિત (સક્રોધ પણ દીલગીરી અંતઃકરણથી) સ્કંધક! સ્કંધક! યાદ રાખ! યાદ રાખ કે તે મારું
સભામાં ઘોર અપમાન કર્યું છે, મારી કવિત્વ શક્તિને તેં ઝાંખી પાડી છે પણ હે. દુષ્ટ! યાદ રાખ કે હું તારા મર્દનું મદન કર્યા વિના રહેવાનો નથી, તારો પ્રભાવ હું સહેવાનો
નથી અને મારી વૈરની વસુલાત લીધા વિના જપવાનો નથી ! વજકેતુ- (પુરોહિતનો મિત્ર વ્રજકેતુ પ્રવેશ કરીને) અહો ! કોણ મિત્ર પુરોહિત? પુરોહિત ! પુરોહિત ! કોઈ દિવસ નહિ અને આજે હું તમોને ક્રોધથી ભરેલું નેત્ર કેમ નિહાળું છું?
- શાર્દુળદેખાયે મમ દ્રષ્ટિએ નયનથી તે અગ્નિ વરસાવતો, ને જાણે ચિત્કાર તું હૃદયથી રોષે ભરી નાંખતો ! તારી દેહ જણાય છે વિષ તણા બુંદો પ્રસારી રહી ! રે! રે બોલ સુમિત્ર આ તુજ દશા શાથી અહા છે થઇ?
- ઉપજાતિ - વચનો વદે છે બહુ કોધ કેરા નાંખે નિસાસા વળી તું ઘણેરા અશાંતી તારા ઉરમાં જણાય?
શાથી તને દુઃખ અગાધ થાય ? પુરોહિત- (વ્રજકેતુ પ્રત્યે ઉદાસીનતાથી જોઇને) કોણ મિત્ર કેતુ? કેતુ ! કેતુ ! શું કહેવું, શું
બોલવું, કયાં બોલવું કેવી રીતે બોલવું તેની કાંઈ સમજ પડતી નથી. અપમાનને કદી પણ સહન ન કરનારો એવો આ તારો મિત્ર ગઈ કાલે એક ભયંકર અપમાનને સહન કરી આવ્યો છે અને તેથી આ દીલમાંથી ધગધગતા અંગારા જેવો મારો પ્રકોપ નીકળતો તને દેખાય છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
તા. ૨-૧૧-૩૩.
શ્રી સિદ્ધચક્ર - મનહર -
શર કેરી ધાર જેવો વિષના વિહાર જેવો ! વજ કેરા વાર જેવો કોઈ દીલે થાય છે, લાગ્યું ખુબ અપમાન થયો તેથી પરેશાન ! હૈયું થયું છે હેરાન ખુબ તે દુખાય છે, લેવા પુરૂં તેનું વેર શત્રુ જ્યારે કર્યું જે, સુખે વસું ત્યારે ઘેર એમ ઉર ચહાય છે ! લીધી વીરા એવી ટેક + પાળુ હવે તેને છેક,
એજ આશા દીલે એક નિત્ય વિચારાય છે ! કેતુ (ધીમેથી પણ ગંભીરતાથી) અહો મિત્ર ! તારા કથનપરથી એમ લાગે છે કે તુ કોઈ
જગ્યાએ ભયંકર અપમાન વેઠીને આવેલો છે અને તેથી તારી આ સુંદર દેહલતા સળગતી દેખાય છે. ક્રોધના શ્વાસોશ્વાસ નીકળતા જાય છે અને તારું હૈયું ધડકતું જણાય છે, પણ વત્સ ! શાંત થા ! કારણ કે,
- દૂતવિલંબિતદીલ વિષે બહુ ક્રોધ વધી જતાં, કુટિલ કર્મ પછી કરથી થતા, અતિશ પાપ ઘડે દુર કામથી, મનુજના શુભ લક્ષણ એ નથી ! વધી જતો ઉર કોપ સમાવવા, તમ કરે સહુ યત્ન ઘટે થવા ! સલિલ શાંતિ તણું સીંચીને સદા,
દુર કરો દિલથી દુઃખ આપદા ! પુરોહિત- શાંતિ ! શાંતિ કેવી !? અપમાન થયા છતા શાંતી રાખવી એ પુરૂષોનું કામ નથી. જે
પુરૂષ અપમાન થયા છતાં શાંતિ સ્વીકારે છે, તે પોતાના પુરૂષાર્થને ભારે મારે છે. અપમાનનો બદલો લેવો એજ બહાદુરી છે અને વૈરની વસુલાત વિના મારી આશા અધુરી છે-અપૂરી છે !
- કાવ્યવૃતસમ્યુ ન દીલનું વેર જીવન ધાર્યું શા માટે ? વ્યર્થ વિશ્વમાં વસું પછી શાથી ઉચ્ચાટે ! હયો ન શત્રુ હાથવડે પિક ! તો આ કરને!
ફેરા પછી શો રહ્યો કહો નર ને કંકરને ? કેતુ- (હાસ્ય) એટલે શું તું તારા વૈરની વસુલાત કરવા કોઈનો પ્રાણ લેવાને ચાય છે !
Page #129
--------------------------------------------------------------------------
________________
તા.૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક પુરોહિત- (દાંત કચકચાવતા) હા ! હા! મારા હૃદયને ભારે આઘાત પહોંચાડનારો પેલો વીર
પુરૂષ સ્કંધક ! નહિ નહિ, પેલો વૃષભ અંધક જ્યાં સુધી મારે હાથે ઠેકાણે નહિ થાય
ત્યાં સુધી મારા હૈયામાં શાંતિ નથી- સુખની ભ્રાંતિ નથી ! શું કહું! કેતુ ! કેતુ! મારા હૃદયમાંથી ભડભડતી વૈરની જવાળાઓ નીકળે છે અને તે ત્યારે જ શાંત થવાની છે કે
જ્યારે સ્કંધકનો એમાં બલિ લેવાશે. કેતુ- અહો ! તમે કોની વાત કરો છો પેલા મહારાજા ધર્મકેતુના પુત્ર સ્કંધકની? પુરોહિત- હા ! હા! એજ દુષ્ટ સ્કંધક મારો શત્રુ છે, અને હું તેનું વેર લેવા તૈયાર થયો છું, મિત્ર!
એ દુષ્ટ મારો ઘોર અપરાધ કર્યો છે અને મારા વ્યક્તિત્વને તિરસ્કાર કર્યો છે. વજકેતુ- (શાંતિથી) તમારી તે વાત સાચી હશે પરંતુ મારા મિત્ર! આજે તમારો સ્કંધક પ્રતિનો
ગુસ્સો સર્વથા નકામો છે. પુરોહિત- (આશ્ચર્યથી) એનું કાંઈ કારણ?
અપૂર્ણ. હિ . જૈન ધર્મના ગુઢ તત્વોની ચર્ચા કરતું . આગમનની અલૌકિકતાનો પ્રકાશ
1 ફેલાવતું જેને સંસારનું એકનું એક પાક્ષિકપત્ર. સુધારોઃ- ચાલુ વર્ષ અંક બીજો ટાઇટલ પેજ| નમ્ર વિજ્ઞપ્તિ-દેશનાકાર એ સમાધાનકારના નં. ૪ “નિર્વાણ કલ્યાણકથી શરૂ થતા પાનાની]આશય વિરૂદ્ધ તેમજ સંચયકારની પાસે સગૃહિત ૧૫મી લીટીમાં “દિવસના સંબંધી માત પિતાને દેશના પ્રશ્ન સમાધાનાદિ મેળવીને પ્રેસ કોપી પ્રતિબોધવા” છપાઈ ગયું છે. તે જગા પર
| કરવામાં અગર પ્રકાશન કરવામાં અમારી
અજ્ઞાનતાથી અગર પ્રેસ દોષથી થતી ભુલ માટે ‘દિવસના દીવસના સંબંધી માત પિતાને મોક્ષ
ક્ષમાના અર્થી છીએ માટે વાંચકોને તેવી વાતમાં આપવું, ભવંતરના વિરોધી દેવશર્માને
અમારું લક્ષ ખેંચવા નમ્ર વિનંતિ છે. - તંત્રી. પ્રતિબોધવા” એટલું સુધારીને વાંચવું. - તંત્રી| વાર્ષિક લવાજમ-માત્ર રૂ. ૨-૦૦
સુધારો-ચાલુ વર્ષના દ્વિતિય અંકના પાના આટલા થોડા લવાજમમાં પાક્ષિકના ક્રાઉન મોટી ૩૫ના “હેતુને ન સમજવાનો ગુંચવાડો” એ સાઈઝના ૨૮ પાનાનું દર પખવાડીએ વાંચન હેડીંગથી શરૂ થતા પેરેગ્રાફમાં “ઔદંપર્યાર્થ”અપાય છે, ઉપરાંત દળદાર પુસ્તક ભેટ મળે છે. સુધારીને વાંચવું.
આ વર્ષની ભેટ-આગમોદ્ધારક અથવા આ. સુધારો-ગયા વર્ષના ૨૧ના અંકમાં ૪૭૪શ્રી. સાગરાનંદસૂરીશ્વરજીનું જીવનવૃત્તાંત. પાના પર “વાર્ષિક આલોચનાબેને બદલે “અમારી |
| ગ્રાહક થવા આજેજ લખો.
સિધ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ. પ્રવર્તન સુધારીને વાંચવું.
ભુલેશ્વર લાલબાગ-મુંબઈ (નં. ૪)
Page #130
--------------------------------------------------------------------------
________________
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક
સમાલોચના (નોંધઃ દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક પત્રો તથા ટપાલદ્વારાએ આ ચાલુ પાક્ષિકને અંગે કરેલા પ્રશ્નો, આક્ષેપો અને જિજ્ઞાસાના સમાધાનો અત્રે અપાય છે.)
- સુધાવર્ષ * સડેલી સમયની સરણીથી સરી પડી સોનમાં લક્ષ્મીની લીલાની હેરના લેશમાં લીન બનેલાને
પુરિમઢ એકાસણા આયંબિલને ઉપવાસથી ઉપધાનની તપસ્યા પૂરી શકાય છે અથતુ એકલા ઉપવાસ અને આયંબીલજ ઉપધાનમાં હોતા નથી એ વાત શ્રી મહાનિશીથ તેમજ અન્ય પ્રકરણોથી પણ સિદ્ધ છતાં સડોથી સરાઈ ગયેલી શાનમાંથી સરકી જાય તેમાં આશ્ચર્ય નથી ! ચૈત્યવાસીઓ ચૈત્યથી જુદી પૌષધશાળામાં જ રહેતા હતા એ વાત નૂતન ચૈત્યવાસીની
અભિલાષાનો અંકુર જણાય છે. * ચૈત્યવાસીઓથી પહેલાં દેવદ્રવ્ય શબ્દજ નહોતો એમ કહેનારા શ્રી નિશીથ અને બૃહત્કલ્પ
વગેરેમાં કહેલ દેવદ્રવ્ય રક્ષણના શૃંગનદિત એટલે શાસનના આવશ્યક કાર્યને જાણતા કે માનતા નથી એમ ચોક્કસ સમજાય છે. ને તેવાઓ પોતાનો અવાજ બહાર પાડી શ્રદ્ધાળુઓને માર્ગથી
ચુકવે છે માટે શ્રદ્ધાળુઓએ તેવા સમયના નામે સડતાના અવાજને ઉપખવોજ ઉચિત છે. * દેવદ્રવ્યના રક્ષણ અને ભક્ષણનું ફળ ચૈત્યવાસીઓ તરફથી નથી કહેવાયું પણ ચૈત્યવાસીઓની
અધમવૃત્તિને જમીનદોસ્ત કરનાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ શ્રી ઉપદેશપદ, સંબોધપ્રકરણ અને શ્રી ષોડશકજી જેવા ગ્રંથોમાં વાસ્તવિકપણેજ જણાવેલ છે. માટે કોઇપણ તેનો નાશ કે તેની ઉપેક્ષા કરે કે ખાઈ જવાને માટે આડી કલ્પના કરે તે શાસ્ત્રની શ્રદ્ધાવાળાઓને
અદ્રષ્ટવ્યમુખજ છે. * ઉપધાન વહેનારાતો ગુરુમુખે વિધિસર વાંચના લેતા હોઈ સૂત્રને “હુર” તરીકે બોલતા જણાયા
નથી. * ઉપધાનની માલાનું દ્રવ્ય સવીત્ર દેવદ્રવ્યમાંજ જાય છે ને તે શાસ્ત્રોકતજ છે. * જ્ઞાનખાતા વગેરેનો વહીવટ ગૃહસ્થો જ રાખે છે ને તેનો અભ્યાસ કે પુસ્તકોમાંજ વ્યય થાય
છે. જો કોઇ જગા પર બીજી રીતે કોઈ કરતો હોય તો શ્રીસંધે તેનો બંદોબસ્ત કરવો યોગ્ય છે.
એમ સંવેગી સાધુ સમુદાયનું મંતવ્ય દઢ છે. . * આજના યુવકો એકલા સોળવર્ષથી અંદરની ઉંમરવાળાની સંમતીવાળી અને પછીથી સ્વતંત્ર
વ્યક્ત દીક્ષાના વિરોધી છે, એટલું જ નહિ પણ તેઓને તો કોઈ સાધુ ગૃહસ્થ થઈ જાય તો મરણથી કાળટીયાને ઘેર થતી દિવાળીની માફક દિવાળી ઉજવાય છે અને તેથી ઉદ્યાપન ઉપધાન કે બીજી સંઘ પ્રતિષ્ઠા વરઘોડા કે સામૈયા જેવાં કાર્યો એ બધામાં ધુમાડો લાગે છે માટે તેવાઓને શાસનના વિરોધી માનવા તેમાં આશ્ચર્ય શું?
Page #131
--------------------------------------------------------------------------
________________
૦૧
તા.૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર * શાસનપ્રેમી તરીકે ગણતા વર્ગે સાધુઓની ઉપર વિરોધીઓના થતા હલ્લાં જબરજસ્ત ઉદ્યમે
પણ પાછા હઠાવ્યા છે ને દરેક ધર્મ કાર્યો આત્મકલ્યાણ માટે કર્યા છે કરે છે ને કરશે અને તેથી
તેઓ શાસનપ્રેમી ગણાય તેમાં આશ્ચર્ય શું? * ધર્મને માત્ર દુનિયાદારીનું સાધન માનનારા યુવકો ગણાય છે જ્યારે દુનિયાદારીની સાહ્યબીના
ભોગે પણ દેવગુરૂ ધર્મરૂપ તત્વત્રયી આરાધ્ય છે એવું માનનારાઓ શાસનપ્રેમી ગણાય છે.
(સમય) * શ્રી ઉપદેશ રત્નાકર-શ્લોક મૂર્તિ-તે શ્લોકમાં અTHવાધ્યમ તત્ત્વમુવારે તે. ઇત્યાદિનો
અર્થ ચક્ષુના પ્રાધ્યકારિત્વના ખંડન પ્રત્યે ઉદાસીન રહે છે અથવા ઈદ્રિયો માત્ર જ્ઞાન કરનારીજ છે પણ પદાર્થ લેનારી નથી એમ જાણી સુધામયી મૂર્તિ દેખવાથી પોતાની આંખોથી અમૃત સરવાના સુખને મેળવતા છતાં ઉદાસીન રહે છે.
વિ વ્યથાયો એની જગા પર વિરવિંથો એટલે અવિરતિ પ્રત્યયિકબંધ તેને હંમેશાં થાય છે એમ જાણવું. * સો વિષયા વેશાત્ એટલે શબ્દાદિમાં આશક્તિ થવાથી વિષયોથી જે ભિનપણું ન થાય તે
અવિરતિ છે. * દરેક શાસનમાં આચારાંગના પહેલાં શ્રુતસ્કંધના નવમાં ઉપધાન અધ્યયનમાં તે તે શાસનના
પ્રવર્તક શ્રી તીર્થકર ભગવાનના તપ અને જ્ઞાનાદિનું વર્ણન શાસનના જીવોને અનુકરણ કરવા માટેજ વર્ણવવામાં આવે છે એ હકીકત નિર્યુકિતકાર મહારાજા સ્પષ્ટ રીતે જણાવે છે. શ્રી જિનેશ્વર મહારાજા નટની માફક ધર્મના દેશક નથી. પણ તે ધર્મ આદરીને ધર્મના નાયક બને છે; અને તેથી તેઓ અનુકરણીય ચરિત્રવાળા હોય છે અનુકરણીયતા અને વાદમાં કેટલો ફરક છે તે વિદ્વાનો સમજી શકે છે. જિનેશ્વર મહારાજા પણ ભોગને તો રોગજ માને છે. ન્યાયાચાર્ય શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ “ધ્યાતિ ધ્યેય સ્વરૂપ હોવે પછીની” એમ કહી ધ્યાતા અને ધ્યેયનું અનુકરણીયપણું જણાવે છે. પ્રણિધાનપણ તેજ છે કે જે ધ્યેયના સ્વરૂપથી પોતાને અભેદરૂપ
ગણે છે. * શ્રી જીનેશ્વરોની જીવનચર્યાને જાણી માનીને મનન કરીને તેજ પ્રમાણે બીજા પણ કર્મક્ષયના
અર્થીઓએ જરૂર કરવું જોઇએ એમ ભગવાન શ્રી ધર્મદાસગણીજી વગેરે ઉપદેશમાલા વગેરે
ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવે છે. * પંચાસીકારો ફરમાવે છે કે જો ઉપકરણ વિના પણ નિર્દુષણ સંયમ પાળી શકે તો તેને શ્રી
જીનેશ્વર ભગવાનની માફક ઉપકરણો ધારવાની જરૂર નથી.
Page #132
--------------------------------------------------------------------------
________________
ર
તા. ૨-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર * દ્વાશાંગીમાંનું કોઈ પણ કથન શ્રી જીનેશ્વર ભગવાનના આચરણને દઢ કરનારું છે પણ બાધક
નથી. * શ્રી જીનેશ્વર ભગવાનના વર્તન ઉપરથી જીવાજીવાદિ પદાર્થોનું લોકાલોકનું સ્વરૂપ જાણી કે
માની શકવાની વાતો અસંભવિતજ છે. પરમ તારકોનું અનુકરણ કરનારા માટે અભ્યારાદશામાં તુંબડા વગેરેની સવડ હોયતો તેથી પરમ તારકની અનુકરણીયતાનું ધ્યેય પરમતારક થનારા
માટે આવશ્યક છે. * દેવતાઓ શ્રીજીનેશ્વરોની દીક્ષા વખતે શિબિકા કરે છે તે રાજાદિએ કરેલી શિબિકામાં અંતર્ભત
થાય છે, દેખાવમાં રાજાદિકની શિબિકા હોય છે. * તેથતિ પમાં જતિ ને સ્થાને યત્તિ પરનાં રિ એમ કરવાથી સમ્યકશાસ્ત્રના શ્રવણાદિનો
મહિમા આવશે નહિતર સમ્યગુદર્શનનો મહિમા આવશે. નીચેની વસ્તુઓ શારામાં કહેલી છતાં તીર્થંકર મહારાજની કરણીથી અનુકરણ તરીકે છે. * દીક્ષાર્થીઓ સંવચ્છરી દાન દે છે તે સૂત્રોકત નથી. * પુષ્ટાલંબને અસંયતદાન સુત્રોકત નથી ને અનુકરણીય છે. * છમાસી તપનું ચિંતવન શ્રી વીરમહારાજાનું અનુકરણ છે. * તીર્થકર શ્રી મહાવીરે સાધુઓને સવસ્ત્રધર્મનું અનુકરણ કરવા માટે સવસ્ત્રપણું એક વર્ષ અધિક
રાખ્યું છે. * સર્વ તીર્થકર મહારાજાઓએ દેવદુષ્ય ગ્રહણ અનુકરણ માટે કર્યું છે. * ભગવાન શ્રી મહાવીરે સુપાત્રધર્મ નિરૂપણ કરવા માટે જ પાત્રમાં પારણું કર્યું છે. * અનુકરણ કરનારાઓની અનુકુળતા માટેજ ભગવાનશ્રી મહાવીરે નિશ્ચયથી અચિત્ત જલની પણ
વ્યવહારથી તેવા નહિ ગણાતા જલની અનુજ્ઞા ન આપી અને પાંચસો સાધુઓને કાલધર્મ પામવા દીધા તે અનુકરણને માટેજ છે.
(ભાષાંતર સાપ્તાહિકાદિ)
આ પાક્ષકિ ધી “નેશનલ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં નારાયણરાવ આર. દેસાઇએ તંત્રી શાહ પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જૈન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
'સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. ફંડના ગ્રંથ. | મુલ્ય અંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયન્નાછાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રી પ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાધ).
૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ ૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો૩-૮-૦ ૨૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક. ૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦. ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશના ૭૩ શ્રીનવપદ પ્રકરણ બ્રહવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય સં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફ અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફીલોસોફ્ર અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ
૮ શ્રીભક્તામર કલ્યાણમંદિર નમિઉણ સ્તોત્ર.૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજાષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રીષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર
પ-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ.
મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦૫-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયનો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
૬O-0
Page #134
--------------------------------------------------------------------------
________________
IIIIIIIIIIIIII
In
એક ગ્રુત પંચમી એ
unnnnnnni
ભગવાન શ્રી મહાવીરદેવ સિદ્ધી સ્થાને સીધાવ્યા તતક્ષાત દીર્ધ આયુષ્યમાન શાસનની સમસ્ત - ધુરાને વહન કરનાર ભગવાનશ્રી સુધર્માસ્વામીજી થયા. અદ્યાપિ પર્યન્તનો સર્વ સાધુસમુદાય પ્રભુ સુધર્માસ્વામીજી મહારાજનો છે, એ ઘટના કોઈની પણ જાણ બહાર નથીજ.
શાસનની ધુરા જે સમયમાં તેઓશ્રીને હસ્તગતુ થઈ તે સમયમાં પ્રાથમિક તહેવાર તરીકે જ્ઞાનપંચમી, શ્રુતપંચમી, સૌભાગ્ય પંચમી જ્ઞાનની સેવના માટે નિર્માણ થઈ હતી, શ્રુત જેવી એક સમર્થ ચીજની પીછાણ થવી તો જરૂરી છે, એ વાંચકોની ધ્યાન બહાર નહિજ હોય !
પ્રભુ મહાવીરદેવની મહાન વિભૂતિઓ અદ્વિતિય પ્રતિભાસંપન ગણધર ભગવંતોની ! ગહનશક્તિઓ, પૂર્વધરોના પરાક્રમોની પરંપરા વિશિષ્ટ જ્ઞાનીઓની અપૂર્વ કાર્યવાહી બલ્ક;
ભૂતકાળમાં થયેલ શાસન સંબંધી સમગ્ર કાર્યવાહીઓની ભવ્ય રૂપરેખાનું દર્શન કરાવનાર જો કોઈ ; E પણ સાધન હોય તો તે શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાની અને શ્રુતજ્ઞાનના સમગ્ર સાધનો છે, તેમાં લેશભર શંકાને; ; સ્થાન નથી.
જે દિશામાં જૈન સાહિત્યનું પ્રકાશન વધવું જોઈએ તે દિશામાં જો કે વૃદ્ધિ થઈ નથી છતાં જૈન: : સાહિત્યનું પ્રકાશન કાર્ય કુદકે અને ભૂસકે આગળ વધ્યું છે અને વધતું જ જાય છે, છતાં તેટલા : * માત્રથી જ સંતોષ માનવો એ ગંભીર ભૂલ છે જ. : પ્રકાશન પામેલ સાહિત્યનો પૂરો ભોગવટો કરનાર વ્યક્તિઓ આજે આંગળાના ટેરવા પર પણ ; - પુરી આવી શકે તેમ નથી. ભાંગ્યાતૂટયો ભોગવટો કરી શકે તેવાઓ પણ સંતોષકારક સંખ્યા પુરી : : પાડી શકે તેમ નથી અને નવયુગવાદિતાને નામે ધર્મ પ્રત્યે બેદરકાર રહેલાઓ તો ઉપેક્ષા, બેદરકારી ; અને આળસુપણાની કાર્યવાહીના કારમા પૂરમાં તણાતા જાય છે, એ ગંભીર પરિસ્થિતિનું પર્યાલોચન : : કરવાને માટે આજે પણ બેદરકાર છે, જેના ઉપર શાસનનો આધાર છે, જેના વડે વર્તમાન શાસન ; : જીવે છે. જેના વડે ભવિષ્યમાં શાસનની આબાદી વધવાની છે તે શ્રુતજ્ઞાનના સમગ્ર સાધનોનો :
ભોગવટો કરી શકે તેવા જ્ઞાનીઓ અને તેને અનુસરતું જ્ઞાન સંપાદન કરી શકે તેવા સાધનોની આજે; પુરતી ખામી છે. એ ખામીઓ દુર કરવી તે પ્રત્યેક શાસનરસિકનું કર્તવ્ય છે.
આજે ચાર ચાર વર્ષથી એકજ બોલાય છે કે દીક્ષાઓ વધી! દીક્ષાઓ વધે છે !! દી ઉગે દીક્ષાજ, દિક્ષા !!! એ ન કહેવું જોઈએ, અગર દીક્ષાઓ વધી એ ખોટું છે એમ કહેવું નથી, પણ દીક્ષાઓ
શા મુદ્દાથી આપી છે તે લક્ષ્યબિંદુને આજે લગભગ પોતાની ફરજ સ્વીકારનારો ધાર્મિક સમાજ પણ : વિસરી ગયો છે.
શાસનશૂરા સુભટો બનાવવા, શાસનના સમર્થ સંચાલકો બનાવવાના શુભાશયથી આજે તમે ? : દીક્ષાની પ્રવૃત્તિને પગભર કરી છે અને હજુપણ તે પ્રવૃત્તિની આડે આવતા વિષમ વિનોને વિદારવા ? કટીબદ્ધ થયા છો, અને થશો. જ્યારે એ પ્રવૃત્તિમાં તમે તમારો આત્મા રેડશો એ પ્રવૃત્તિને તમે : શુભાશયથી જોશો ત્યારેજ તમોને એ પ્રવૃત્તિની મીઠી સુવાસ સમજાશે. શ્રુતપંચમીની પવિત્રતા તમોને એ પ્રશ્ન પૂછી રહી છે કે એ સુવાસ ઝીલવાની તમારામાં ક્યાં છે તમન્ના? ક્યાં છે તાકાત? ; હું અને ક્યાં છે તાલાવેલી?
IIIIIIIIIIIIII
Innnnnnnnni
Page #135
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
2/2EE/ZIS
Page #136
--------------------------------------------------------------------------
________________
SSS SSSSSSSSSSSSSSSSSSSSS
એ નાથને વંદન નિત્યા મારા
કવિતા
આ સૃષ્ટિના સંકટ સર્વ કાપી કોણે દીધાં કષ્ટ બધાં ઉથાપી હેલી કરી અમૃત કેરી ધારા એ નાથને વંદન નિત્ય મારા
છે એક કલાક
રે ! સત્યને વિશ્વ વિષે બતાવ્યું ને ધર્મનું બીજ હંમેશ વાવ્યું વૈરાગ્યને ખૂબ પીછાણનારા એ નાથને વંદન નિત્ય મારા
તત્વાર્થને શાન વડે પીછાણી માયા તણો દ્વેષ હંમેશ આણી સંસારનો શોક મટાડનાર એ નાથને વંદન નિત્ય મારા
જ છે એક
જેણે કૃપા સૃષ્ટિ વિપ વહાવી તપ તેજથી કર્મ બંધાય તાવી તે દેવ છે તારક હો અમારા એ નાથને વંદન નિત્ય મારા
શ્રી અશોક
એક
છે
Page #137
--------------------------------------------------------------------------
________________
O
સિપિચક
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાન્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ।।१।। અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.”
તે
દ્વિતીય વર્ષ. અંક ૪ જો.
મુંબઈ, તા. ૧૭-૧૧-૩૩ ને શુક્રવાર
કાર્તિક-વદ ૦))
વીર-સંવત્ ૨૪૬૦ વિકમ - ૧૯૯૦
- હરિગીત - જેણે સદા સંસાર પર ઉપકાર અનુપમ છે કર્યા, ને વિશ્વને ઉદ્ધારવા વિધવિધ પ્રયત્નો આદર્યા, તે દેવના પણ દેવને હું વિશ્વમાં નમતો રહું ! એનું શરણ હો સર્વદા એવું મુખે નિત્યે કહું !!
Page #138
--------------------------------------------------------------------------
________________
૪
શ્રી સિદ્ધચક
તો, ૧૦-૧૧-33
માધના
ગમો
(દેશનાકાર )
માવતરે
નિ ચાર!
કારક
૪૦૮૪૮દષ્ટક.
પ્રભુ મહાવીરનો અંતિમ-સંદેશ. ઈચ્છાઓનું વર્ગીકરણ અને સાર્વભૌમ સત્તા. ઇચ્છાઓનો અમલ-સંસાર ઇચ્છાઓ પર કાપ-ધર્મ. મરણને મહોત્સવ માનનાર જગતભરમાં જૈનશાસન એકજ છે.-સાધ્ય-સાધનનો સમન્વય શાસ્ત્ર દ્રષ્ટિએ. पुमर्था इह चत्वार कमार्थों तत्र जन्मीनां, अर्थ- भूतौ नामघेयादनर्थो परमार्थतः ॥ બળવાનમાં બળવાન ચીજ.
શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વજ્ઞભગવાન શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજ ત્રિષષ્ઠીયના દશમા પર્વમાં ભવ્ય જીવોના કલ્યાણ માટે ભગવાન શ્રી મહાવીરદેવે હસ્તિપાલ મહારાજાને અંતસમયે જે દેશના આપી હતી તે દેશના જણાવતાં ઇચ્છાનું આ સંસારમાં કેટલું બળ છે, અને ઇચ્છાની પાછળ આ આત્મા કેવો ગાંડોતૂર થઈને ફરે છે તે જણાવે છે. કલિકાલસર્વજ્ઞ જણાવે છે કે દરેક જીવ ઇચ્છાની પાછળ રમી રહ્યો છે. એક ઇન્દ્રિયવાળા જીવોથી માંડીને પાંચ ઇન્દ્રિયોવાળા જીવો સુદ્ધાં સઘળાજ જીવો ઇચ્છાને તાબે છે. જેમ કોઈ એક નાટક યા સિનેમાની અદ્ધિષ્ટાત્રી નાટકના બીજા નટોને નચાવે છે તેજ પ્રમાણે ઇચ્છાએ જગતના જીવોને નચાવે છે, અને ઇચ્છાની પાછળ આ સંસારના જીવો વગર વિચારે ગમે તેમ રખડે છે. સ્ત્રી બાળક પુરૂષ એ સઘળા ઇચ્છાના ગુલામો છે. જે વસ્તુની ઇચ્છા થાય છે તેની પાછળ તેઓ દોડે છે અને પોતાના જીવનની બરબાદી કરે છે. આજ કારણથી શાસ્ત્રકારો જણાવે છે કે મનુષ્યને આ સંસારમાં રખડાવનારી બળવાનમાં બળવાન ચીજ તે ઇચ્છા છે. શાસ્ત્રકારોએ વૈરાગ્યના જે વિવિધ પ્રકારો જણાવ્યા છે તે સઘળામાં પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યનું જે લક્ષણ મૂક્યું છે તે ઉપરથી તેઓ ઇચ્છાનું કેટલું બળ છે તેજ વસ્તુ જણાવે છે. શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે ઇચ્છાથી વિરમવું તજ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે, આ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની વ્યાખ્યા ઉપરથી તમારા ખ્યાલમાં
Page #139
--------------------------------------------------------------------------
________________
૦૫
તા. ૧૦-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર સહજએ વાત આવી ગઈ હશે કે ઇચ્છા એજ આ જગતના જીવોને માટે બળવાનમાં બળવાન ચીજ છે અને તેના વડેજ જીવો પોતાને ભૂલી જઈને જેમ ફાવે તેમ રખડપટ્ટીમાં રખડયા કરે છે. ઇચ્છાનું સામ્રાજ્ય.
વૈરાગ્યના મુખ્ય ત્રણ પ્રકારો છે દુઃખ ગર્ભિત વૈરાગ્ય, મોહ ગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય. જ્ઞાન ગર્ભિત વૈરાગ્યના લક્ષણ જણાવતા શાસ્ત્રકારોએ એ વાક્ય મૂકયું છે કે, “મૂયાસો નામનો વણ્યા ઈત્યાદિ, આ “નામી” શબ્દનો વિચાર કરો જગતના સઘળા જીવોમાંથી સિધ્ધિઓ ગયેલ જીવોનો અનંતમો ભાગ ઘણોજ થોડો ભાગ છોડી દીધા પછીના જે જીવો બાકી રહ્યા છે તે સઘળાને શાસ્ત્રકારો નામી કહે છે ! આ છોડી દીધેલા ભાગ સિદ્ધિનો હોઇ તે ઘણો જ ઓછો છે. જ્યારે બાકીના સઘળા જીવો તે નામી છે. અહીં તમારે નામી શબ્દનો પૂરતો વિચાર કરવાની જરૂર છે એમ ન સમજશો કે નામી એટલે નામવાળા કે નામચીન છે અને એમ જણાવીને શાસ્ત્રકાર મહારાજ બધા જીવોને છાપરે ચઢાવે છે. નામી એટલે નમાલા ! જીતાયેલા ! શીર ઝુકાવનારા !!! જગતના સઘળા જીવો, પછી તે ચક્રવર્તિ હો, વાસુદેવ હો, રાજા હો કે રંક હો પરંતુ તે સઘળા કર્મના પરિણામ આગળ નમી રહેલા છે. માથું ઝુકાવી રહેલા છે માટેજ શાસ્ત્રકારો આ સઘળા જીવોને નામી કહે છે. આ સઘળા જીવો નામી છે. તમે કબુલ રાખો છો કે આ સઘળા જીવો નામી છે પરંતુ તમે એવો વિચાર કર્યો છે કે આ જીવો તેને તાબે થાય છે એ શા માટે બને છે ! એવી કંઈ વસ્તુ છે કે જેને પરિણામે આ સઘળા જીવો કર્મરાજાના સઘળા હુકમને “હાજી હા ! કહીને તાબે થાય છે? એકજ કારણથી આ સઘળું બને છે અને તે કારણ તે બીજું કાંઇજ નહિ પણ ઇચ્છા છે. ઇચ્છાનો અમલ અને કાપ.
સંસારના સઘળા જીવો ઇચ્છાને આધિન થયા છે. આધિન થયા છે એટલે માત્ર તેને શરણે ગયા છે એટલુંજ નહિ પરંતુ તેને પુરેપુરા તાબે થયા છે. ઇચ્છાથી તે જીતાયેલા છે અને તેથીજ સંસારના જીવોને ભગવાનશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ નામી કહે છે. જીવ શું કરે છે તેનો જરા ખ્યાલ કરો! તમે કહેશો કે શું ચેતનાવાળો જીવ કર્મની આગળ હાજી હાજ કર્યા કરે છે ! તેને પોતાનો અવાજ રજુ કરવાની કશી સત્તાજ નથી ? મહાનુભાવો પ્રશ્ન કર્યા પહેલાં તમેજ જુઓ કે શું જીવ કર્મ રાજાની સત્તા આગળ માથું ઝુકાવીનેજ ઉભો રહેલો નથી? જીવ કર્મ સત્તાની પુરેપુરી ગુલામીમાં પડ્યો છે કર્મ રાજાની ગુલામગીરીના ખત ઉપર આ જીવે સહી કરી આપી છે ! મુલક કબજે કર્યા પછી લોક બુમ મારે તો વળે નહિ.
હવે આ જીવ ગમે એટલો નાચે કુદે અને આનંદમાં આવે કે દીલગીર થાય તેથી તે એ ગુલામીમાંથી છટકી જઈ શકવાનો નથી તે જરૂર એ ગુલામીમાં બંધાયેલો છે અને એ દસ્તાવેજ પુરો થાય ત્યાં સુધી તે એ ગુલામીમાંજ રહેવાનો છે. જીવોને ચેતના છે પણ ચેતનાની તે ગૌણતા કરી નાંખે છે અર્થાત્ જો તેનામાં ચેતનાનીજ પ્રાધાન્યતા હોત તો જીવ પોતાનું હિતાહિત કઈ વસ્તુમાં રહેલું છે એ સારી
Page #140
--------------------------------------------------------------------------
________________
ક
તા.૧૭-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર રીતે સમજી શક્યો હોત અને તેમ થાત તો તે કદાપી પણ કર્મ રાજાના હુકમ તરફ ગુલામની માફક માથું નમાવવાને પ્રેરાયો ન હોત ! પરંતુ સંસારમાં જીવમાં ચેતના હોવા છતાં જીવનો સ્વભાવજ એવો છે કે તે કર્મ રાજાના હુકમો તરફ હંમેશા પોતાનું માથું નમાવેલું રાખે છે. તે હંમેશા એ હુકમોની આગળ નમેલો રહે છે. તે હંમેશા એ હુકમોને તાબે છે અને તેથીજ એ જીવને નામી શબ્દ લાગુ પડે છે એમ સ્પષ્ટ શબ્દોમાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે. આ રીતે જીવ કર્મના હુકમમાં બંધાયેલો છે. કર્મને શરણે ગયેલો છે તે છતાં તેને એમાંથી બચવાનો પણ રસ્તો છે પરંતુ તે કયારે કે તે એની જડ સમજી લે અને એ જડને સમજીને કર્મની ગુલામીને ત્યાગવાનો રસ્તો લે. ત્યારે હવે વિચાર કરો કે એ ભવભ્રમણમાં જીવને નાંખનારી ચીજ કઇ? જવાબ એકજ છે કે પૌદ્ગલિક પદાર્થોની ઇચ્છા ! પૌદ્દગલિક પદાર્થોની ઈચ્છા તેજ જીવને કર્મના હુકમો આગળ માથું નમાવવાની ફરજ પાડે છે. જો એ ઇચ્છા ના હોય તો જીવને આ ભવભ્રમણમાં પડવું ન પડે. સૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે જીવ જો બાહ્ય પુદ્ગલોના પદાર્થોની ઇચ્છાનો ત્યાગ કરે તો, તેની ઇચ્છા થાય તો પણ તેના ઉપર કાબુ મુકી દે તો તેને પરિણામે જરૂર તે કર્મના બંધનમાંથી છૂટી શકે છે. શાસ્ત્રકારોએ ઠરાવેલી આ મર્યાદા છે. હવે આપણી મર્યાદા કઈ છે તે જુઓ-ઇચ્છાની ગુલામગીરી કરવી, ઇચ્છા જેમ નચાવે તેમ નાચવું, તેની આગળ માથું ઝુકાવવું એ આપણી મર્યાદા છે. અમુક ખાવું અમુક પીવું અમુક પ્રકારે ફરવું હરવું એવી ઇચ્છાઓ પ્રતિરોજ ઉદ્ભવે છે અને આપણે પ્રતિરોજ તેનો અમલ કરીએ છીએ. ધર્મ અને સંસારનો ફરક સમજવો હોય તો પણ તે અહીંજ સમજવા જેવો છે. ઇચ્છાઓનો અમલ કરવો એનું નામ તે સંસાર અને ઈચ્છાઓ ઉપર કાપ મુકવો એનું નામ તે
“થf" વૈરાગ્યની સામાન્ય સમીક્ષા.
ઇચ્છાને રોકવી એને તમો જેટલું કઠણ માનો છો તેટલું જ તે કઠણ નથી દરેક કાર્ય તમો હાથ પર લો છો ત્યારે તે કઠણ લાગે છે પરંતુ જેમ જેમ તે કાર્યને આપણે આગળ વધારતા જઈએ છીએ તેનો અભ્યાસ કરતા જઈએ છીએ તેમ તેમ તે કાર્યમાં સરળતા હોવાનું પણ આપણા ખ્યાલમાં આવે છે. ઇચ્છાને દમવાની પણ એજ સ્થિતિ છે. જો તમો ઇચ્છાને દળવા ધારો તો તેને દળી શકો છો. અમુક પદાર્થને ખાવાની તમારી ઈચ્છા થાય, તો તરતજ તમે એવી પ્રતિજ્ઞા કરો કે બસ આઠ દિવસ સુધી તો એ વસ્તુ નથીજ ખાવી ! ઇચ્છાને રોકવાનો તેના ઉપર કાપ મૂકવાનો, તેનો સર્વથા વિનાશ કરવાનો માર્ગ છે પરંતુ આજે આપણી એ દશા છે કે એ માર્ગ આપણને ગમતો નથી. ઈચ્છાને પૂર્ણ કરવાનો જેઓ ઉપદેશ આપે છે તેઓ આપણને સાકર જેવા મીઠા લાગે છે અને જેઓ ઈચ્છાને દળવાની વાતો કરે છે તેને જોતાજ જાણે આપણને ઉલટી થવા લાગે છે ! બાહ્ય પદાર્થની ઇચ્છા, તે મેળવવામાં થતો ઉલ્લાસ, તે મેળવ્યા પછી તેના ભોગવટામાં થતો આનંદ એ સઘળાજ કર્મને બંધાવનારા છે. બાહ્ય પદાર્થોની ઈચ્છાના ત્યાગ માટેની જે તૈયારી તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. પદ્ગલિક ઈચ્છાઓથી સંસારના જીવ સમૂહ બંધાઈ ગયેલા છે એ ઈચ્છાઓને તે તાબે છે અને તેથીજ તેને કર્મની સત્તા આગળ માથું નમાવવું પડે છે માટેજ શાસ્ત્રકારો કહે છે કે બાહ્ય પદાર્થોની ઈચ્છાનો ત્યાગ તેજ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. તમે દરરોજના વ્યવહારમાં પણ વારંવાર દુઃખગર્ભિત વૈરાગ્ય અને
Page #141
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર મોહગર્ભિત વૈરાગ્ય એવા શબ્દો બોલો છો, તો હવે એના અર્થ સમજો દુઃખગર્ભિત વૈરાગ્ય તમે કોને કહો છો? મા, બાપ, ભાઈ કોઈનો પણ વિયોગ થાય અને તેથી દીક્ષા લેવામાં આવશે તો તેને આપણે તરતજ દુઃખગર્ભિત વૈરાગ્ય કહી દઈએ છીએ, પણ એ દુઃખગર્ભિત વૈરાગ્ય નથી. જો એ દુઃખગર્ભિત વૈરાગ્ય હોય તો સગર ચક્રવર્તિ જેવાનો વૈરાગ્ય તેજ દુઃખગર્ભિત વૈરાગ્ય ઠરે છે. દુઃખની અવસ્થા દેખી વૈરાગ્ય આવે તે દુઃખગર્ભિત વૈરાગ્ય નથી, અર્થાતુ ઇષ્ટના વિયોગથી કે અનિષ્ટના સંયોગથી જે વૈરાગ્ય આવે છે તેજ દુઃખગર્ભિત વૈરાગ્ય નથી. દુઃખગર્ભિત વૈરાગ્યનું હું તમોને એકજ ઉદાહરણ આપું છું. ભગવાન શ્રી મહાવીર દેવનો આત્મા પહેલાના ભવમાં સંસારમાં હતો. તે વખતે તે બહાર બાગમાં ક્રિડા કરી રહ્યો હતો. હવે એજ સમયે બીજા કુમારને બાગમાં જવાની ઇચ્છા થઇ ! રાજકુમારનો રિવાજ એવો હતો કે જ્યાં એક કુંવર ક્રિડા કરતો હોય ત્યાં બીજાથી જવાય નહિ, બીજા કુંવરની માએ એ પ્રસંગે રિસામણાં લઇ બેઠી, તેની તો એકજ ઈચ્છા હતી કે ગમે તેમ કરીને પણ પોતાના કંવરને બગીચામાં પ્રવેશ કરાવવોજ જોઈતો હતો ? હવે ઉપાય શું ? અંતે પ્રધાને ઉપાય શોધી કાઢયો ! પ્રધાને કહ્યું કે બહારનો રાજા આપણા નગર ઉપર ચઢી આવ્યો છે એવો ખોટો દેખાવ કરીએ એ દેખાવથી યુવરાજ તરત મહેલનો ત્યાગ કરી દેશે અને તત્પશ્ચાત ત્યાં બીજા કુંવરથી જઇ શકાશે. પ્રધાને દર્શાવેલી યુક્તિ પ્રમાણેજ ત્યાં કાર્યક્રમ રચાયો, બનાવટી શત્રુ સૈન્યને ઉભું કરવામાં આવ્યું અને તે સૈન્ય યુવરાજના પાટનગર ઉપર ચઢી આવ્યું.
પાટનગર ઉપર ચઢી આવવાના સમાચારો મળતાંજ યુવરાજના પિતા સૈન્ય લઈને તૈયાર થયા ! પણ યુવરાજ પિતાને જવા દેતો નથી તે કહે છે કે, મારી હયાતિ છતાં તમે યુદ્ધમાં જાઓ તો પછી હું શા કામનો !” એમ કહીને યુવરાજ બગીચો છોડે છે અને પેલો બીજો કુમાર ત્યાં પ્રવેશ કરે છે ! હવે જ્યારે આ વાતની યુવરાજને ખબર પડે છે ત્યારે તેની આંખ ઉઘડે છે ! અહા ! મને બગીચો છોડાવવા માટેનો આ પ્રપંચ ! આ સઘળું શા માટે ? ભોગ માટે ! તરતજ ભોગ વીસરે ! વીસરે ! એવું કહી યુવરાજ દીક્ષા લે છે ! હવે તેને પિતા ઘણું સમજાવે છે છતાં યુવરાજ ના પાડે છે. તેનો (યુવરાજનો) ઉત્તર સાંભળો-યુવરાજ કહે છે કે હાથીનાં દંકૂશુળ બહાર નીકળ્યા તે નીકળ્યા ! તે જેમ પાછા અંદર પેસતા નથી તેજ પ્રમાણે મેં જે ત્યાગ કર્યો છે તે પણ પાછો સ્વિકારને માટે કર્યો નથી આનું નામ તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે એમ કહેવા લલચાશો, પણ તે વૈરાગ્ય દુઃખગર્ભિત નથી. હજુ મોહગર્ભિત વૈરાગ્ય એટલે શું તે સમજી લ્યો. બાપ દીક્ષા લે તેવું જોઇને દીકરો લે, એક ભાઈ લે તેવું જોઇને બીજો ભાઈ લે તેને આપણે મોહગર્ભિત વૈરાગ્ય કહી દઈએ છીએ. ખરી વાત તો એ છે કે મોહગર્ભિતને રહેવાનું સ્થાન તો મિથ્યાત્વ છે, મિથ્યાત્વ નથી ત્યાં મોહગર્ભિત વૈરાગ્ય પણ નથીજ. ત્રીજો સર્વ શ્રેષ્ઠ વૈરાગ્ય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે, એ વૈરાગ્ય વિષે ખુબ સમજવાનું છે, કર્મગ્રંથ આદિ ભણ્યો હોય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. સંસાર એ એ જંજાળ છે તે છૂટે તો કર્મને માથું નમાવવાનું જ ન રહે, બાહ્ય જંજાળ છૂટે તોજ કર્મથી છૂટી શકાય એમ છે અને તે માટેજ એ જંજાળ છોડવીજ જોઇએ એવું વિચારીને જે દીક્ષા લે છે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. વૈરાગ્યની આટલી સમીક્ષા બસ છે. ઈચ્છાની પુંસરી.
હવે આપણે વિષય છોડીને મૂળ વિષય પર આવીએ. આપણો મુળ વિષય એ છે કે આ જગતના જીવો ઇચ્છાના પાશામાં બંધાયેલા છે, દરેક જીવો પછી તે ગમે તે ગતિવાલા હોય તેઓ સર્વ ઇચ્છાની પાછળ લાગેલા છે તેમણે સઘળાએ ઇચ્છાની ગુલામગિરિ સ્વિકારેલી છે અને ઈચ્છા જેમ નચાવે છે
Page #142
--------------------------------------------------------------------------
________________
o૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૦-૧૧૩૩ તેમ તેઓ નાચે છે આ ઉપરથી માલમ પડે છે કે આ સંસારમાં જો કોઈનું પણ ખરેખરું સાર્વભૌમ સત્તાનું મહારાજ્ય ચાલતું હોય તો તે બીજા કોઇનું જ નથી પણ માત્ર ઈચ્છાનું જ છે. આ ઉદાહરણો ઉપરથી એક એ વાત સાબીત થાય છે કે કર્મ રહિત જીવા સિવાયના સઘળા જીવો ઇચ્છા દેવીની ઘુંસરીએ જોડાયેલા છે ! બલદો ધુંસરીએ જોડાયા પછી પોતાની સ્વતંત્રતા ખોલી દે છે નતો તેમને તેમની ઇચ્છા પ્રમાણે ચાલવાનું રહે છે તો તેમને બીજી સ્વતંત્રતા રહે છે પરંતુ તેઓ જેમ હાંકનારો હાંકે છે તેમ દોરવાય છે આ દશા પણ તેવીજ છે છતાં તે બેની વચ્ચે એક ફેર છે. એક તફાવત રહેલો છે અને એ તફાવત તે પણ અતિ મહત્વનો તફાવત છે. ત્યારે વિચાર કરો કે એ તફાવત કયો હોવો જોઇએ ? એ તફાવત બીજો કોઈ નહિ પણ માત્ર એક જ પ્રકારનો છે. તમે ઇચ્છાની જે મહાન ઘુસરીમાં જોડાયા છો એ ઘુસરીમાંથી છટકી તો જઈ શકવાનાજ નથી તમે એ ધુંસરી તોડી નાંખી નાસી જઈ શકવાના પણ નથી પરંતુ તમે એ ધુંસરીની દિશાને ફેરવી નાંખી શકો છો અને જો તમે એટલું કર્યું તો પણ માની લો કે તમે તમારા જીવનનો એક અંશત સફળ બનાવ્યો છે. ઈચ્છાઓનું વર્ગીકરણ
મહાનુભાવો યાદ રાખો કે ઇચ્છાની ધુંસરીના બે પ્રકાર છે અને એ બે પ્રકાર જો તમે તમારા જીવનને પ્રકાશિત બનાવવા માંગતા હોવ તો તમારે સમજે છૂટકો છે, એ ધુંસરીનો એક પ્રકાર એ છે કે તે તમોને દાવાનળ તરફ દોરી જાય છે. તેનો બીજો પ્રકાર એ છે કે તે તમોને દાવાનળમાંથી બહાર કાઢે છે. ઇચ્છાના મુખ્ય ચાર વિભાગ છે અર્થ, કામ, ધર્મ, અને મોક્ષ, આ ચાર ઇચ્છાઓ દ્વારા મન કલ્પિત વસ્તુઓ મેળવવાની માણસો સતતુ પ્રવૃત્તિઓ કર્યા કરે છે અને તેથીજ એ ચાર પુરૂષાર્થ કહેવાય છે. ઇચ્છાના આ ચાર પ્રકારો છે એ ચાર પ્રકારોમાંથી અર્થ અને કામ એ બે વસ્તુ આત્માને દાવાનળને માર્ગે દોરી જાય છે અને ધર્મ અને મોક્ષ એ તને દાવાનળથી બહાર કાઢે છે. પણ પુરૂષાર્થની આ ફિલ્શફી સમજતા વચ્ચે બીજું એક એક ગોથું ખાવાનો પ્રસંગ આવે છે. જો એ પ્રસંગ પરત્વે તમે બહાદૂરી ન દર્શાવી શકો તો તમારા આત્માના અવાજને જરા પણ ઓળખતા શીખો અને માત્ર બહારના વાતાવરણ ઉપર કાન માંડી રાખશો તો તેનું પરિણામ એજ આવશે કે તમો જરૂર અહીં ગોથું ખાઈ જશો. આજના ભણેલા ગણેલા મૂર્ખાઓ એમ કહે છે કે ધર્મ, મોક્ષ, કામ અને અર્થ એ ચાર પુરૂષાર્થ છે ! તો એ ચારે પુરૂષાર્થ પુરૂષોને સાધવાના છે, તો પછી આ સાધુ સંસ્થા શા માટે સ્ત્રીઓ પરણે જવાની સોનું મેળવી મેળવીને પેટી પેટારા ભરવાની ના કહે છે? શાસ્ત્રકારો કહે છે કે અર્થ અને કામ પણ પુરૂષાર્થ છે એમ સમજવામાં અને તેમ માનવામાં પ્રત્યવાય છે? મહાનુભાવો? શાસ્ત્રકારોએ આ ચાર પુરૂષાર્થ ગણાવ્યા એ વાત સાચી છે પરંતુ તે સાથેજ એમ તેમણે કોઈપણ સ્થળે કહ્યું નથી કે પુરૂષોને માટે એ ચારે પદાર્થો મેળવવા યોગ્ય છે ધવંતરી દવાના વિવિધ પ્રકારો કહે છે તેનો અર્થ એવો થઈ શકે નહિ કે એ સઘળીજ દવા દરદીએ લેવી જોઇએ, તેજ સ્થિતિ અહીં પણ છે. જેમ શાસ્ત્રકારોએ ચાર પુરૂષાર્થ વર્ણવ્યા છે તેમ શાસ્ત્રકારોએ તે ચાર ગતિ પણ વર્ણવી છે. નારજ, તિર્યચ, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિમાં જીવ રખડે છે. એ વાત પણ શાસ્ત્રકારોએ તો વારંવાર પુકારી પુકારીને અને ખુલ્લા શબ્દોમાં કહી છે તો પણ તમે એમ માની લેશો કે એ દરેક
Page #143
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭-૧૧-૩૩
૯
શ્રી સિદ્ધચક્ર જીવે જેમ ચાર પુરૂષાર્થ મેળવવાના છે તેમ દરેક જીવે એ ચાર ગતિઓ પણ મેળવવાની છે ? અને શું નારકી ગતિ મેળવાને તમે પાપ કરીને પણ નર્કે જવાને તૈયાર થશો? નહિ!
શાસ્ત્રકારોએ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એમ ચાર પ્રકારો પાડયા છે અને એ ચાર પ્રકારોમાં એક રતિમાત્ર પણ અસત્ય કે અસત્યાભાષ નથી એ પણ તેટલું જ સિદ્ધ છે. પરંતુ એનો એવો અર્થ નથી કે એ ચારે માણસોએ મેળવવાની છે. એ તો માત્ર ગતિના આ ચાર વર્ગીકરણ છે તેજ પ્રમાણે ઇચ્છાના પણ વર્ગીકરણ કરેલાં છે અને એ વર્ગીકરણનેજ તેઓએ અર્થ, કામ, ધર્મ અને મોએ રૂપે ગોઠવેલા છે, એના ઉપરથી એવો અર્થ કોઈ પણ રીતે થઈ શકતો નથી કે એ ચારે ચાર પુરૂષાર્થ આરાધવા લાયકજ છે. જેમ ચાર ગતિ શાસ્ત્ર દર્શાવી છે તે છતાંએ ચારે ગતિ દરેક આત્મા એ મેળવવી જોઈએ એવું નથી તે પ્રમાણે ચાર પુરૂષાર્થ દરેક આત્માએ મેળવવા જોઇએ એવું નથી તેજ પ્રમાણે શાસ્ત્રમાં પણ કોઈપણ સ્થળે દરેક આત્માએ આ ચાર પુરૂષાર્થ મેળવવાજ જોઇએ એવો નિર્દેશ કરેલો દ્રષ્ટિએ પડતો નથી આથી એમ સ્પષ્ટ થાય છે કે જેઓ એમ કહે છે કે આ ચારે પુરૂષાર્થ મનુષ્ય માત્ર મેળવવા જોઇએ તેઓ શારાથી સર્વથા વિરૂદ્ધવાણી ઉચ્ચારે છે. એકનીજ મુખ્યતા.
જીવ માત્ર આ સંસારમાં એ ચાર પુરૂષાર્થ માન્યા છે કે અર્થ, કામ, ધર્મ અને મોક્ષ, હવે એ ચાર પુરૂષાર્થમાં અર્થ અને કામ તરફ જીવની પ્રવૃત્તિ વધારે રહે છે. તેના તરફ મન વધારે પ્રમાણમાં ઝુકી પડે છે અને અર્થ અને કામની ગુલામીમાંજ તે પોતાનું જીવન પુરૂં કરે છે ! હવે અર્થ અને કામ એટલે શું, તેના અર્થો તમારે સમજવાની જરૂર છે, અર્થનો અર્થ પૂછતાં આપણામાંના ઘણા ઝપાટાબંધ એમ કહી દેશે કે અર્થ એટલે પૈસો અને કામની તેઓ વ્યાખ્યા કરશે કે ભોગવિલાસ! આ અર્થો સહેજસાજ નહિ પણ તદન ખોટા છે એમ કહેવામાં કશો વાંધો નથી. કામનો અર્થ માત્ર વિષયોપ ભોગજ નથી પણ કામનો સાચો શાસ્ત્રિય અર્થ એ છે કે,
પૌગલિક સુખનો અનુભવ તે .
અને તેના જે સાધનો તે અર્થ. પૌલિક સુખ મેળવવાના-બાહ્ય સુખ મેળવવાના જે સાધનો છે, તેનું નામ જ અર્થ છે. અર્થ એટલે પૈસો અર્થ એટલે રૂપિયા આના પાઈ એમ જેઓ માનતા હશે તેણે પોતાની એ માન્યતા છોડી દેવી જોઇએ અને તેને સ્થાને આ તેના સાચા અર્થો તેણે સ્વિકારવાજ જોઇએ. હવે જે પ્રમાણે અર્થ અને કામના સાચા અર્થો સમજવાની જરૂર છે તેજ પ્રમાણે મોક્ષ અને ધર્મના પણ સાચા અર્થો સમજવાની જરૂર છે. મોક્ષ અને ધર્મના સાચા અર્થો એ છે કે,
આત્મિય સુખનો અનુભવ તે મોક્ષ. અને એ સુખના જે સાધનો તે થઈ.
Page #144
--------------------------------------------------------------------------
________________
૮૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧૭-૧૧-૩૩ યથાર્થ અર્થના આ વિવરણ પછી કામ અને અર્થની સારી સ્થિતિ તમારા ધ્યાનમાં આવવાની જરૂર છે. શરીર પર ફોલ્લા થાય છે, દાણા ઉઠે છે, શરીરે અસહ્ય અને ન ખમી શકાય એવી બળતરા થાય છે છતાં એ રોગનું નામ તે શીતળા ! નામ શીતળા, પણ શીતળતાનો એક છાંટો નહિ! અસહ્ય વેદના અસહ્ય અગ્નિ અને અસહ્ય સંકટ ! એજ પ્રમાણે અર્થ અને કામ એ બે પુરૂષાર્થનું પણ સમજી લ્યો. અર્થ અને કામ એ બે પુરૂષાર્થ ખરા પણ તે અર્થ નહિ, પણ ખરી રીતે અનર્થ ! કામ અને અર્થ એ પુરૂષના અર્થ નથી પણ તે અનર્થ જ છે અને તેથી જ તે પ્રત્યેક પુરૂષે પાળવા યોગ્ય નહિ પણ કોઈ જાતની શંકા વિના નિશ્ચયપણે ટાળવા યોગ્ય છે. વેપાર કરવામાં આવે છે, હજારોની ખરીદી થાય છે, માલ મોટી સંખ્યામાં વેચાય છે આ સઘળું શા માટે કરવામાં આવે છે નફો મેળવવા ! પણ નફો તો દુર રહ્યો અને ઘરના ઘાલવા પડે તો પછી તેને નફો કોણ કહે ? એજ રીતિ અર્થ કામની કડાકુટપણ તેની છે, એને કહ્યો છે પુરૂષાર્થ પણ ખરી રીતે એ અર્થ નથી પણ અનર્થ છે. ત્યારે તમે કહેશો કે શાસ્ત્રકાર મહારાજઓએ એને શા માટે પુરૂષાર્થમાં જણાવ્યા છે? જો શાસ્ત્રકાર મહારાજઓએ એને પુરૂષાર્થમાં ગણાવ્યા છે તો પછી તમે શા માટે પુરૂષાર્થમાં ગણવાની ના પાડો છો ! મહાનુભાવો! એને પુરૂષાર્થમાં ગણવાની કોઇ ના પાડતું જ નથી. નિઃસંશયએ પુરૂષાર્થ છે, પરંતુ એ પુરૂષાર્થ પણ આરાધવા યોગ્ય છે, એમ શાસ્ત્રકારોએ કોઈ પણ સ્થળે કહ્યું જ નથી. એજ અહીં કહેવાનો મુખ્ય વિષય છે. ત્યારે હવે અર્થ અને કામને સાચો પુરૂષાર્થ ન માનો તો ભલે પણ ધર્મ અને મોક્ષ એ બે તો સાચા અર્થ ખરા કે નહિ. એવો પ્રશ્ન તમોને સહેજે ઉદ્ભવશે શાસ્ત્રકારો તો ધર્મને પણ સાચો અર્થ માનવાની ના પાડે છે ધર્મએ પુરૂષાર્થ ગણાય છે પણ કેટલે સુધી મોક્ષ મેળવવામાં તે કારણરૂપ હોય તો! જો એ ધર્મ મોક્ષ મેળવવામાં કારણભૂત ન હોય તો તેને શાસ્ત્રકારો પુરૂષાર્થ કહી શકતા નથી. અર્થાત્ કેવળ અર્થ રૂપ જો કોઇપણ ચીજ હોય તો તે બીજી કાંઇ નહિ પણ એક માત્ર મોક્ષ છે. જેઓ એમ કહે છે કે જૈન સાધુઓ તો મોક્ષ નામની ચીજ પાછળ ગાંડા થઈ ગયા છે એ તેઓને માત્ર મોક્ષ મોક્ષ અને મોક્ષનોજ ઉપદેશ આપવામાં જીવનની મહત્તા સમજે છે ! તેઓ જૈન શાસ્ત્રના રહસ્યને સ્પર્શવા માટે પણ લાયક છે કે નહિ તે તેમણે જોવાની જરૂર છે. મરણએ પણ મહોત્સવનો વિષય
જૈન શાસનમાં મોક્ષની કિંમત કેટલી છે તે જરા તપાસી જુઓ. તમો એ બાબત તપાસી જોશો તો તમોને માલમ પડી આવશે કે મોક્ષ સિવાય જૈન શાસ્ત્રકારોનો બીજો કોઈ પણ અવાજ યા સાદજ નથી! જૈન ધર્મના સંસ્થાનક તીર્થકર મહારાજે જ્યારે મોક્ષ પામે છે ત્યારે જૈન સમાજ તેમનું કલ્યાણક ઉપજાવે છે વિચાર, તો કરો કે એ ઉજવણીમાં કેવી ગંભીરતા અને મહત્તા રહેલાં છે ! ત્રણ લોકના નાથ, તીર્થકર અને જૈનોનું જેને સર્વસ્વ કહી શકાય તેવા પુરૂષસિંહો ચાલ્યા જાય છે છતાં શોક કરવાને બદલે જૈન સમાજ તે દિવસોને મોક્ષ કલ્યાણ તરીકે ઉજવે છે, હવે તો તીર્થકર મહારાજની ગેરહજરીની ભયંકરતાનો વિચાર કરો; એમની હાજરીની ઉપયોગિતાનો વિચાર કરો, એમના વડે અર્થાત્ એમના સંયોગથી ધર્મમાં કેવી સ્થિરતા હતી. ત્યાગ માર્ગ તરફ કેવો પ્રેમ હતો અને ધર્મ તરફ કેવી જવલંત પ્રવૃત્તિ હતી, તેમના જવાથી એ સઘળું જાય છે, પરંતુ તે છતાં જૈન શાસન તે માટે દિલગીર થવાનું ન કહેતા એવા મહાત્માના મોક્ષના કલ્યાણકો ઉજવે છે એ કલ્યાણક શા માટે
Page #145
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૧૧-૩૩
શ્રી સિદ્ધચક ઉજવાય છે? શું એવા મહાપુરૂષનો આપણને સમાજનો વિયોગ થયો તે માટે આનંદ માનવામાં આવે છે? શું એવા ત્યાગ માર્ગના ધુંરધર ઉપદેશક જતા રહ્યા એટલે હવે અર્થ કામમાં તલ્લિન બનવાની મઝા પડશે એમ માનીને એ કલ્યાણક ઉજવાય છે? નહિજ ! એ કલ્યાણક એટલાજ માટે ઉજવાય છે કે એવા મહાપુરૂષ મોક્ષ નામની અમર ચીજને પામી ગયા છે ! અને એટલેથી આ વાતનો અંત આવતો નથી ! જ્યારે તીર્થકર ભગવાનોને મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યારે દેવતાઓ પણ નંદીશ્વર દ્વિીપમાં જઇને મહોત્સવ કરે છે એ મહોત્સવ શાથી થાય છે વિચારજો ? ખૂબ વિચારજો ? દાદો મરી જાય તો રંગભેર મોટી વાત કરવાની ભાવના અહીં નથી એ વસ્તુ ભૂલતા નહિ. અહીં એજ ભાવના છે કે ત્રણલોકના નાથ જેઓ સંસારની સર્વ વસ્તુઓને તેના મૂળ સ્વરૂપે જાણનારા છે તેમને મોક્ષ નામક મહામૂલ્યવાન ચીજ મળે છે એ કારણથી એ મહોત્સવ કરવામાં આવે છે. આ સઘળા ઉપરથી જણાઈ આવે છે કે મોક્ષની મહત્તાને કેટલું કિંમતી સ્થાન આપવામાં આવ્યું છે. જૈનશાસને સ્વિકારેલી આ મોક્ષની મહત્તા છે અને તેથીજ એ મહામૂલ્યવાન મોક્ષને જે સાધે છે તેને માત્ર ધર્મ કહેવામાં આવે છે. ધર્મનો સામાન્ય રીતે ગમે તેવો અર્થ લઈને પણ અમે ધર્મવાળા છીએ એવા કોઈ દાવા કરતા હોય તો પણ તે દાવા આ શાસન ચલાવી લે તેમ નથી. આ શાસન તો તેનેજ ધર્મ કહે છે કે જે ધર્મ મોક્ષને આપે છે મોક્ષના કારણરૂપ જે ધર્મ છે અર્થાતું કે જે ધર્મ મોક્ષને આપે છે તેજ ધર્મને આપણે ધર્મ કહીએ છીએ બીજાને નહિ. હવે તમને સારી રીતે સમજી શકશો કે ભગવાન મહાવીર દેવ પોતાના અંતિમ સમયે જે સંદેશો ભવ્યોને આપ્યો છે કે કેટલો હિંમતી છે એ સંદેશો એટલો જ છે કે ઇચ્છાથી વિરમો ઇચ્છા એજ મોશને બાળનારી ચીજ છે અને તેનાથી બચવાની મહાવીર મહારાજ સર્વે જીવોને ચેતવણી આપે છે. કંગાલોનો કરામો કેર. - હવે તમે કર્મની બદમાસીનો સાચો ખ્યાલ કરી શકશો એક માણસ છે, ગરીબ છે પાસે પૈસો પણ નથી. તમે તેને રક્ષણ આપી મોટો કિધો. નોકરી આપી ધંધો આપ્યો અને ઠેકાણે પાડયો. એ પછી એજ માણસ ઠેકાણે પડીને તમારા ઉપર શરજોરી કરવા આવે તો તમો એને શું કહેશો? તમે કેવા નામથી સત્કારશો તેનો ખ્યાલ કરો એજ વસ્તુ અહીં પણ છે. કર્મ એ શું ચીજ છે ! તે ચીજની તાકાત શી? કર્મ એ ચીજ કઈ? ચૌદરાજ લોકમાં એ રખડનારી ચીજ હતી? તેનો કોઈ ભાવ પણ પૂછતું ન હતું ? આપણે તેને બોલાવી તેનો આદર કર્યો તેને આશરો આપ્યો આ સઘળાનું પરિણામ શું આવ્યું તેનો વિચાર કરો સઘળાનું પરિણામ એ આવ્યું છે કે કર્મ એ રખડનારી ચીજ તે આજે આપણી સ્વામીની થઈ બેઠી છે તે આપણી માલિકી બની ગઈ છે અને તે જેમ નચાવે છે તેમ આપણે નાસાનાચ કરીએ છીએ. આ સ્થિતિનો જે બરાબર અભ્યાસ કરે છે તેવો માણસ કોઈપણ સમયે “હું” કહી શકે નહિ? “હું” કોણ ? હું કહેનારામાં કાંઈ પણ શક્તિ હોવી જોઈએ તેની કાંઈપણ મહત્તા હોવી જોઇએ. તેના હુકમને બીજા તાબે હોવા જોઇએ. અહીં હું કહેનારાની સ્થિતિ શું છે તે વિચારો. કહે છે કે “હું” પણ હું તાબેદાર કોનો ? કર્મનો. કર્મની મહત્તા આગળ શીશ નમાવે, કર્મની સામે સદા સર્વદા હાજી હા કરે કર્મની ગુલામી કરે તેણે હું કહેતો શરમાવું જોઇએ. આ વ્યાખ્યાનપીઠ ઉપરથી કહેનારો કોઈ જૈન ન હોય બીજો જો કોઈ તમોને ઉપદેશ આપતો હોય તો તે તમોને એમજ કહે કે હું કહેવાને બદલે તાપીના પાણીમાં ડુબી મરો ! પણ હું તમોને તાપીના પાણીમાં ડુબી મરવાનું
Page #146
--------------------------------------------------------------------------
________________
૮૨
તા.૧૭-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર કહેતો નથી, હું તો તમોને એમ કહું છું કે ડુબી મરવા કરતા તમે જરા બળ મેળવો અને એ કર્મ કે જે તમારું ખાઇને તમારા માથા ઉપર ચઢી બેઠો છે તેને પાણીમાં ડુબાડી દો ! ધોળે દહાડે ખૂન.
બધે એમ ચાલે છે કે વેપાર ધંધા વગેરેમાં પ્રત્યક્ષ લોહી ન નીકળે તે પ્રમાણે ગમે તેના ખૂનો કરવાની છુટ છે! તમારાથી પ્રત્યક્ષ કોઇનું ગળું કાપી નંખાય નહિ અને તેમ કરો તો તમારે માટે હવે તો “ઇલેકટ્રીકચેર” તૈયાર છે ! પણ એટલું વ્યાજ લેવાની છુટ છે કે વ્યાજ આપનારને ભાગે બિચારાને રોટલો અને મીઠું ખાવાના પણ પૈસા ન રહે! ખરેખર મારી નાંખવાનો પ્રતિબંધ ! ઘણા જીવતા મારી નાંખો તો વાંધો નહિ! જૈન શાસન એથી ઉલટું કહે છે જૈન શાસન કહે છે કે તમોને ખૂન કરવાની છુટ છે ! બીજા ચોરી છુપીથી છુપાઈને ખૂન કરે છે. અહીં તમોને સરિયામ રસ્તા ઉપર ઉભા રહીને ખૂન કરવાની છુટ છે. અન્યત્ર કોઈને ખબર આપ્યા વિના ખૂન થાય છે, જૈન શાસન કહે છે કે જાહેર કરો ! ખુબ જાહેર કરો ! હસ્તપત્રો કાઢો, છાપાઓમાં જાહેરાત કરો અને પછી ખૂન કરો ! ખૂન કરનારાને ટેકો આપનારું આ શાસન ! પણ સંભાળજો ! આ ખૂન તે કોનું ખૂન ! “કર્મનું” ! કર્મનું ખૂન કરવાની આ શાસન તમોને છૂટ આપે છે. કર્મનું ખૂન કરો ! પણ તે ખૂન કરવાની એ વિધિ છે, કર્મથી નિવૃત્તિ, કર્મથી બચવું તેનું જ નામ કર્મનું ખૂન ઈચ્છા મહેશ્વરી અને મોહ મદિરા દાસી.
તમોને કામથી કોઈ ન બચવા દેતું હોય તો તે કોણ છે એનો વિચાર કરો ! “મહારાણી ઈચ્છા” આ મહારાણી એવી બદમાસ છે કે મિસરની કલીયોપેટ્રા તો તેના હિસાબમાંજ નહિ! રોમની જાલીમ રાજપુત્રી ટ્રેલિયા અને મીસરની મહારાણી કલીયોપેટ્રા બેને ઇતિહાસકારો જગતની જાલીમ રમણીઓ કહે છે ! પણ આ મહારાણી ઇચ્છા તો બધાના મોંમા ઘૂંકે એવી છે ! ટુલિયા અને કલિયોપેટ્રા તો નવયુવાન પુરૂષોની પાછળ પડતી હતી પણ પુરૂષોની નવયુવાની ગયા પછી તેને છોડી દેતી હતી ! તે પછી તેઓ છોડેલા પુરૂષનું નામ પણ લેતી ન હતી પરંતુ ઇચ્છાદેવી તો એવી બળવાન છે એવી બદમાસ છે કે તે તમોને ભવોભવ છોડવા માંગતી નથી! જો તમે ભુલેચુકે એના સકંજામાં આવી ગયા! એના હાથમાં સપડાયા તો એક ભવ તો એ ખલાસ કરશે પણ ભવભવાંતરોમાં એ ડાકણ તમારી પાછળ ભમતી અને ભમતી રહેશે અને સ્થિતિ એ થશે કે એ તમારી પાછળ દોડવાને બદલે તમે એની પાછળ દોડવા માંડશો. ઇચ્છાએ મહારાણી છે અને એ મહારાણી પોતાની દાસીઓ દ્વારા સંસાર પર સત્તા ચલાવે છે એ મહારાણીની દાસી કઈ ? “નોદ વિરા”
કોઈ સત્તા જ્યારે બીજી પ્રજાને જીતે છે ત્યારે તે તેને જીતીને થોભી જતી નથી, પરંતુ વિજેતા જોતા પ્રજાને પાયમાલ કરવાને પણ પુરેપુરા પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નો પણ એવા મીઠા મદુરા હોય છે કે જે પ્રયત્નો બહુજ સફાઈથી થાય છે. વિજેતા સ્થળે સ્થળે કેફી પીણાની દુકાનો ખોલે છે,
Page #147
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૧૧-૩૩
૮૩
શ્રી સિદ્ધચક્ર બીજી રીતે જનતાના માનસને ચુંથવાનો પ્રયત્ન કરે છે અને એમ કરીને તે પોતાની સત્તાને દઢીભૂત કરવામાં કારણ બને છે, તે પ્રમાણે શ્રીમતી ઇચ્છાદેવી પણ સ્થળે સ્થળે માહ મદિરારૂપી કેફી પીણા વડે આત્માને પાયમાલ કરવાનો પોઈટ રચે છે. મોહ મદિરા તેણે એટલો બધો સસ્તો બનાવી મૂકયો છે કે ન પૂછો વાત ! દારૂ કે જે ખરેખરો આત્માના સગુણોનો નાશ કરે છે, તેનાથી પણ મોહરૂપી દારૂની અસર વધારે કાતિલ છે. દારૂના નશામાં આવેલા માણસ તો થોડા સમય પછી પણ એ નિશામાંથી છુટીને મૂકિત મેળવી શકે છે પરંતુ ઇચ્છાના પાશમાં ઘેરાયેલો માણસ નથી તો એથી છૂટો થઈ શકતો કે નથી મોહરૂપી મદિરા તેનો ભક્ત હોય તેને છુટો કરતી !
ઇચ્છાનું આ અધિરાજ કેવું મોટું અને કેટલું ભયાનક છે તે સમજી લો જ્યારે તમે એ વાત પૂર્ણ રીતે સમજશો ત્યારેજ તમારી શાસ્ત્રના વચનો ઉપર વધારે શ્રદ્ધા જાગૃત થતી જશે અને જ્યારે એવી વધારે શ્રદ્ધા તમારામાં જાગશે ત્યારેજ તમો તમારા આત્માનું સાચું હિત કરવાને પંથે પ્રેરાશો. જીવને ધર્મ, મોક્ષ અર્થ અને કામ એ ચારે ઇચ્છાની જરૂર ન હતી તો એ ચારે ઇચ્છાઓને પાળવા ઇચ્છતોજ ન હતો તેનો વધારે ઝોંક કયાં છે? વધારે પ્રીતિ કયાં છે તે પારખો તો તમને માલમ પડશે કે આત્માનો વધારે ઝોંક અર્થ અને કામ તરફ છે. અર્થ અને કામ એ બેજ ચીજ આત્માને અતિ વહાલી છે, પણ વહાલી ચીજને પાળતા ઘણીવાર અળખામણી ચીજને પાળવી પડે છે તેજ પ્રમાણે અહીં પણ છે. રાજાઓ ઘણી પત્નિઓ પરણે છે, તેમાં થોડી વહાલી પણ હોય છે, અને થોડી અળખામણી રાણીઓને પણ પાળવી જ પડે છે એજ પ્રમાણે જીવને સ્વભાવથી વહાલી વસ્તુ તો બે અર્થ અને કામ, પણ ધર્મ અને મોક્ષ પણ સાથે લેવા પડયા છે ! પણ એ ઉડી જાય તેનો વાંધો નથી. તેને જરૂર તો બેની અર્થ અને કામનીજ છે. ત્યારે હવે અર્થ અને કામને પોષનારી જે ઇચ્છા છે તેને દુર શી રીતે કરવી તેનો વિચાર કરો. અંતિમ સંદેશ
તમારા શરીરમાં રોગ ઉદ્ભવે છે. ત્યારે તમે શું કરો છો ! રોગના પણ પુગલો છે એ પુગલો તમારા શરીરને જીતી લે છે ત્યારે તેનાથી બચવા માટે તમે તમારા શરીરમાં ઔષધના પુદ્ગલો દાખલ કરો છો ! એજ પ્રમાણે ઇચ્છાનો નાશ કરવાનો વિચાર કરો ! જીવ નિરંતર શાની ઇચ્છા કરે છે અર્થ અને કામની ! હવે પહેલાં તમો એ કબુલ કરો કે એ ઇચ્છા ઠગનારી છે, તમોને સંસારચક્ર પર માર ખવડાવનારી છે અને તમારી આત્મ શક્તિનો વિનાશ કરનારી છે. જો તમો એટલું કબુલ રાખશો તોજ તમારાથી આગળ ચલાશે. બંગલો બાંધવો હોય તો સુથાર કડીયા મજુર એ સઘળાને બોલાવો છો ! એ માર્ગ છે, પણ માર્ગ શા માટે ? બંગલો બાંધવો છે માટે ! અર્થાતુ બંગલાની આવશ્યકતા તમોએ સ્વિકારી છે. જેમ બંગલાની આવશ્યકતા તમોએ માન્ય રાખી છે તે પ્રમાણે ઇચ્છાને ટાળવી જોઇએ એનો પહેલો નિશ્ચય કરો ત્યારે આ નિશ્ચય કર્યા પહેલાં તમારે એ વાત નક્કી કરવી પડશે ભવભ્રમણ એ નકામું છે અને મોક્ષ એજ તમારી પરમારાધ્ય ચીજ છે મોક્ષ એ પરમારાધ્ય ચીજ છે. એ વાત તમો સમજી લ્યો નક્કી કરી લ્યો, કે એ પછી તમારે બીજું પગલું આગળ મૂકવાનું. બીજું પગલું એ કે મોક્ષ મેળવવામાં અર્થ કામની ઇચ્છા આડે આવે છે. જો આટલું તમો નક્કી કરી લો તો પછી વાધો નથી. સમજી લ્યો કે તમારી હુંડી પાકી છે અને હવે માત્ર તે વટાવવા જેટલોજ વાર છે જો તમોએ આ નક્કી કર્યું તો તેનો અર્થ એ છે કે તમારી દશા આકાશમાંના વાદળા જેવી નથી તમારી દશા સુધરી છે અને તમારે ક્યાં
Page #148
--------------------------------------------------------------------------
________________
૮૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧૭-૧૧-૩૩
જવું છે. એ નક્કી કર્યું છે તો હવે એનો માર્ગ તમોને જડતો નથી એનો માર્ગ આ શાસનમાં તૈયાર છે આ શાસને આજ સુધીમાં બીજું કાંઇ પણ કામ કર્યું જ નથી. તેણે જો કામગીરી કરી હોય તો તે એજ છે કે તેણે મોક્ષનો માર્ગ જગતની જનતાને ઉદારતાથી બતાવી આપ્યો છે એજ માર્ગ આજે ફરી ફરી હું તમારી સામે રજું કરું છું. એ માર્ગ તે બીજો કોઇ નહિ પણ શાસ્ત્ર કહેલો ઘોરી રસ્તો છે જીવને અર્થ અને કામનો રોગ લાગુ પડેલો છે તો એ સામે તમારે ધર્મ અને મોક્ષની ઇચ્છા પણ તમારામાં દાખલ કરવી જોઇએ. જેટલે અંશે તમારામાં મોક્ષ અને ધર્મની ઇચ્છા દાખલ થશે તેટલેજ અંશે તમારામાંથી અર્થ અને કામના વિચારો દૂર ખસશે. અન્યથા નહિ ! ત્યારે હવે એ વિચારો કે એ ઇચ્છાને તમારામાં દાખલ કરવાને દ્રઢનિશ્ચયજ કરી લો એટલે બસ ! પહેલાં ઇચ્છાને દમતા શીખો ફોઇપણ કાર્ય ક્રમે ક્રમે થાય છે, તાવ શરીરમાં ભરાવા ન દેવો એ ખરું છે, પણ જો ભરાયો હોય તો તેને સારામાં સારો ધન્વંતરી પણ એકી સાથે કાઢી શકતો નથી અરે કાઢવા માંગતો નથી જો એકદમ તાવને ઉતરવાની દવા લો તો પરિણામ શું થાય ? એજ પરિણામ આવે કે દરદી થંડો પડી જાય ! એજ વસ્તુ ઇચ્છા પરત્વે સમજો તમે ઇચ્છાનો એકદમ અવરોધ નહિજ કરી શકો, પરંતુ તેને તમે ક્રમે ક્રમે ટાળી શકો છો. તમારામાં આજે નવી ટોપી લેવાની ઇચ્છા થઇ ! ઉપાય શું ? ઇચ્છાને જીતવી છે ! જો જીતવી હોય તો તરત નિશ્ચય કરી લો કે આઠ દિવસ સુધી નવી ટોપી નહિજ લેવી. બહારગામ જવાની ઇચ્છા થાય તો તરતજ તેને રોકી નાંખો, મીઠાઇ ખાવાની ભાવના જાગે તો તરતજ નિર્ણય કરો કે એ વિચાર ત્રીસ દિવસ અમલમાં નથીજ મૂકવો. જો આ રીતે તમો ઇચ્છાને દમવા માંડશો તો ધીમેધીમે એ સ્થિતિએ આવી પહોંચશો કે તમારું અદ્ભૂત આત્મબળ ગમે તેવા સંજોગોમાં હોવ છતાં ઇચ્છા ઉપર વિજય મેળવી શકશે. ભગવાન શ્રીમહાવીરનો અંતિમ સંદેશ એજ છે કેઃ
इच्छाथी विरमो
ભગવાનનો આ જીવનસંદેશ તમારા દરેકના હૃદયમાં ઉતારો શાસ્ત્રો કહેલા અર્થોને બરાબર સમજો અને તમારું જીવન સફળ કરો. તમે જોયું હશે કે અર્થ અને કામ પણ આ રીતે તમોને હંમેશા આરાધવાનેજ યોગ્ય છે એવું શાસ્ત્ર કોઇપણ સ્થળે જણાવ્યુંજ નથી. હવે આગળ વધો ધર્મ ! શું ધર્મ પણ સદાકાળ માટે સાથે રાખવાનો છે એમ તમો જણાવો છો ? શાસ્ર ધર્મની જરૂર જણાવે છે. ધર્મ તમારો શ્વાસોશ્વાસ થાય એમ શાસ્ત્ર ઈચ્છે છે, પરંતુ એ ધર્મ પણ કયાં સુધીને માટે છે ? મોક્ષના સાધન તરીકે છે. ધર્મ પુરૂષાર્થ ખરો પણ તે શાથી મનાયો છે ? એટલાજ કારણથી કે તે મોક્ષના કારણભૂત છે. ધર્મને સંભારવો, પાળવો, સ્વિકારવો એ બધું ખરું પણ તે ધર્મ પૈસા મેળવવા માટેનો નહિજ ? જે ધર્મ કેવળ મોક્ષનીજ ઇચ્છાપૂર્વકનો છે તેજ ધર્મ તે ભાવ ધર્મ છે એ ભાવ ધર્મને પરિણામેજ મોક્ષ છે અને એ મોક્ષમાં અનંત સુખ અને સાચી શાંતિ રહેલાં છે. મહાવીર મહારાજ એ સાચી શાંતિ જીતવાનો માર્ગ દર્શાવતા જણાવે છે કે “ઇચ્છાથી વિરમો !' ભગવાનનો આ જીવન સંદેશ તમારી આંખો આગળ રાખો એ સંદેશને બનતી શક્તિ દ્વારાએ અમલમાં મૂકવાનો પ્રયત્નો કરો અને મોક્ષની દિશાએ વધવાનો નિશ્ચય કરો. જો તમે આટલું કરી શકશો આ કપરા ભવભ્રમણમાંથી છુટવાના સમય તમે મેળવી શકશો તોજ અને અનંત સુખના ભાગી બની સાચી શાંતિ મેળવી શકશો.
Page #149
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૧૧-૩૩
શ્રી સિદ્ધચક
૮૨૮-સર્વ વિરતિ લેનારે સંખ્યાતા સાગરોપમ સુધી દેશવિરતિ પાળવી જ જોઈએ એવો નિયમ નથી. ૮૨૯-સમ્યકત્વ એ ચારિત્રયની પહેલાં પણ સંભવે છે અને પછી પણ સંભવે છે. ૮૩૦-દર્શન, જ્ઞાન, ચારિત્રય અને તપ એ ચાર ધ્યેય તરીકે છે અને એને માટે જ પંચ પરમેષ્ઠિનું
આરાધન પણ છે. ૮૩૧-ગુણીને છોડીને ગુણ કોઇ દિવસ છુટો પડી શકતો નથી. ૮૩૨-દર્શન, જ્ઞાન, ચારિત્રય અને તપ એમાંથી સ્વતંત્ર રીતે એક પણ વસ્તુ આરાધના કરવા યોગ્ય
નથી, પણ સઘળાનું જુથ એજ એક આરાધના કરવા લાયક છે. ૮૩૩-સ્વામી એ ઇત્વરકાલનો માલીક છે, જ્યારે જીવ એ યાવત્ જીવનનો માલીક છે માટે એ બેને
જુદા પાડવા પડે છે. ૮૩૪-રજા અધિપતિની હોય છે તાબેદારની નહિ. ૮૩૫-શ્રમણો પાસાક અને પાસિકોને ભક્તિ કરવા સિવાય બીજી સત્તા નથી. ૮૩૬-જેમ ઘરનાં છોકરાંને પોતે ભૂખ્યા રહીને પણ પાળવાં પડે તેમ સંઘની સત્તાની વાતો કરનારાએ
સંઘનો એક મનુષ્ય ભૂખ્યો હોય ત્યાં સુધી ખાવું નહિંજ જોઇએ. ૮૩૭-ગયા ભવોમાં અજ્ઞાનતાથી કરેલી ક્રિયાને ત્રિવિધ ત્રિવિધ ન વોસરાવીએ ને તેનાથી ત્રિકરણયોગે
ન ખસીએ ત્યાં સુધી પાપ ખસતું નથી. ૮૩૮-જ્યાં સુધી જાહેરમાં સહી ખેંચી લેવામાં આવે નહિ ત્યાં સુધી સહીયારી જોખમદારીથી બચાતું
નથી, તેમ સ્પષ્ટ રીતિએ દેવાદિ સમક્ષ પાપ વોસિરાવે નહિ ત્યાં સુધી તે કર્મથી બચતો નથી. ૮૩૯-ત્રિવિધ ત્રિવિધ વોસિરાવ્યા વિના કોઈપણ આત્મા કર્મના કારણોથી બચી શકતોજ નથી. ૮૪૦-સર્વ પાપ વોસરાવવા રૂપ દીક્ષાની સર્વને જરૂર છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા.૧૭-૧૧-૩૩
૮૪૧-મોક્ષની ઈચ્છા થયા પછી એક પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર નજ હોય. પહેલે ગુણસ્થાનકે
પણ મોક્ષની ઇચ્છા, તથા તેની ક્રિયાઓ હોઈ શકે છે પણ ચોથે ગુણસ્થાનકે મોક્ષની ઇચ્છા
અદ્વિતીય હોય છે. ૮૪ર-ચોથા ગુણસ્થાનકવાળો મોક્ષ સિવાય બીજા પદાર્થની પ્રાર્થનાજ ન કરે. જેમ રસાયણની
જરૂર માત્ર વાયુના વિકારને વિદારવા માટે જ છે, તેમ ઈચ્છા પણ મોક્ષના કારણો મેળવી આપવા માટે જરૂરી છે. ઘડો થવાના કાર્યમાં દંડ સીધો કામ નથી લાગતો, પણ દંડે ઉભું કરેલ ભ્રમણ કામ લાગે છે, તેવી રીતે મોક્ષ થતી વખતે ઇચ્છા જાય ત્યારેજ ભલે મોક્ષ થતો હોય, પણ મોક્ષનાં કારણો જે સમ્યગુદર્શનાદિ તેનો કર્તા કાં તો આત્મા છે, કાં તો કર્મના
ક્ષયોપશમ આદિ છે. ૮૪૩-ખાણમાંથી માટી ગધેડો લાવ્યો, તેજ માટીનો ઘડો બન્યો, પણ તેથી ઘડાના કાર્ય સાથે ગધેડાને
સંબંધ નથી, તેવી રીતે અહિં પણ ઈચ્છાથી સમ્યગુદર્શનાદિ મેળવાયાં, છતાં તેનું કારણ કર્મનો
ક્ષયોપશમ આદિ કે આત્મવીર્ષોલ્લાસ હોવાથી ઇચ્છા એ અત્ર કારણ નથી. ૮૪૪-ઇચ્છા મોક્ષને રોકનારી છે, કેમ કે અયોગીપણું ન થાય ત્યાં સુધી મોક્ષ થતો નથી. ઇચ્છા એ
મોક્ષને રોકનારી ચીજ છે, અને ઇચ્છાના નાશ મોક્ષ થાય છે. શુભ તથા શુદ્ધ કાર્યને અંગે ઇચ્છા એ સાધક વસ્તુ નથી. સાધક વસ્તુ તો મોક્ષના કારણો, સંપૂર્ણ દર્શન, જ્ઞાન, ચારિત્ર જો મળી ગયાં તો ઇચ્છા ન હોય તો પણ મોક્ષ થાય. કાર્યસિદ્ધિ તેના કારણોથી છે, નહિ કે
ઇચ્છાથી. ૮૪૫-શ્રીપાલ મહારાજની કથા શ્રવણ કરી, ધન, કુટુંબાદિની ઈચ્છા કરો તો તે ઇચ્છા તમારા આત્માનું
દારિદ્ર નહિજ ફેડે. ૮૪૬-જગતનો પુદ્ગલથી વ્યવહાર છે, જેમ પલ અધિક તેમ કાર્ય અધિક દુનિયાનો વ્યવહાર
લાગણી ઉપર નથી, પણ કેવળ પદાર્થ ઉપર છે. ૮૪૭-શાસ્ત્રકાર વસ્તુ કે વિવેક શૂન્ય અંતઃકરણ ને વળગતા નથી, પણ વિવેકને વળગે છે. વિવેકને
લાવનાર વસ્તુના જ્ઞાન સાથે જોડાયેલું અંતઃકરણ છે, તે માટે નવપદરૂપ વસ્તુનું જ્ઞાન કરાવવું,
તે થાય એટલે તે વસ્તુધારાએ અંતઃકરણમાં વિવેક જાગે ને તેથી ફળની પ્રાપ્તિ થાય. ૮૪૮-જ્ઞાન, જ્ઞાન તરીકે સાધ્ય નથી પણ જ્ઞાન સંવર નિર્જરાને લાવે તે તરીકેજ સાધ્ય છે. ૮૪૯-અનાર્યની અધમતા રિદ્ધિ સમૃદ્ધિના અભાવને અંગે કે શરીરની સુંદરતાના અભાવને અંગે નથી
પણ ધર્મના અભાવને અંગે છે. ૮૫૦-ચાહે જેટલી મનોવાંછિત રિદ્ધિ, સિદ્ધિ, સમૃતિ હોય પણ જ્યાં ધર્મની પ્રાપ્તિ ન હોય તો તે
અનાર્ય કહેવાય.
Page #151
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૧૧-૩૩
શ્રી સિયક
૮૫૧-સુખનાં સાધનો મફત મળે તે ઉપર આર્યની વિશિષ્ટતા નથી, પણ આર્યની વિશિષ્ટતા ધર્મની
પ્રવૃત્તિમાં છે. ૮૫ર-ધર્મની પ્રવૃત્તિ છે તે તે ક્ષેત્રોને આર્ય ગણ્યા છે અને જ્યાં “ધર્મ એવા અક્ષરો સ્વપ્નય નથી તેને
અનાર્ય ગણ્યા છે. ૮૫૩-જ્યાં આગળ ધર્મ જણાય તે આર્ય અને સ્વપ્ન પણ ધર્મ ન જણાય તે અનાર્ય. ૮૫૪-જીંદગી વહેતી નદીના પાણી જેવી છે. ૮૫૫-આપણું આયુષ્ય પણ ઘટના પાણી માફક વહી રહ્યું છે ચાહે તો ધર્મમાં જોડો અગર ન જોડો
તો પણ એ તો વહેવાનું છે. ૮૫૬-ક્ષણે ક્ષણે જીંદગી ઘટવાની છે માટે. ૮૫૭-જીવ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નર્ક, મોક્ષાદિ તત્વોની માન્યતામાં જુદા જુદા મતો છે. એમાં
મતભેદ છે પણ મોતને અંગે જગતભરમાં એકમત નથી. ૮૫૮-મરણ નહીં માનનારો કોઈ નાસ્તિક નથી. ૮૫૯-જેમ ઘાટનું પાણી સદુપયોગમાં લ્યો અગર ન લ્યો તો પણ ખારા પાણીમાં ભળીને ખારું થવાનું
જ તેમ જીંદગી સાચવીએ તો પણ ફના થવાની છે. ૮૬૦-શરીર, કુટુંબ, રિદ્ધિ વિગેરે જીવને છોડે કે જીવ એ તમામને છોડે? વસ્તુતઃ છુટવાનું છે એમાં
ફરક નથી. ૮૬૧-જીવ માત્ર જીવવાની આશા રાખે છે પણ એમ આશા રાખવાથી જીવન મળી જતું નથી. ૮૬૨-ધન, માલ, મિલકત કુટુંબાદિકના ખાસડાં તો દરેક ભવમાં ખાધાં છે, માથાની તાલ સાજી રહી
નથી, શ્રીસર્વજ્ઞ વચનરૂપી લાકડીનું આલંબન મળ્યું છે માટે રાજીનામું આપી દેવું એજ
બુદ્ધિમાનોનું કર્તવ્ય છે. ૮૬૩-જેનામાં પોતાનો સ્વાર્થ છે તેના રાજીનામામાંથી કોઈ રાજી નથી. ૮૬૪-જૈનધર્મથી આત્મા વાસિત રહે એવી ગુલામીપણું ભલે મળે ! ૮૬૫-ભવાભિનંદીઓ ગમે તેવો પ્રલાપ કરે પણ ધર્મિષ્ઠોનું ધ્યેય તો તેઓના હિતનું જ હોવું જોઇએ. ૮૬૬-મનુષ્ય જો કાર્યનો મુદ્દો ભુલી જાય તો “હીરો ઘોઘે જઈ આવ્યો ને ડહેલી હાથ દઈ આવ્યો
એના જેવું થાય. ૮૬૭-જ્યાં પ્રવૃત્તિથી ફલ ભિન્ન હોય ત્યાં અનંતર ને પરંપર ફલ ભિન્ન હોય, પણ જ્યાં ફલા
ભિન્ન જ ન હોય ત્યાં અનંતર કે પરંપર ફલમાં ભેદ હોય નહિ. ૮૬૮-પંચનમસ્કાર નામનો શ્રુતસ્કંધ સર્વ પાપનો નાશ કરનાર છે. ૮૬૯-ચારિત્ર એ આત્માનો સ્વભાવ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
૮
તા.૧૭-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર ૮૭૦-અરિહંત યદ્યપિ ત્રણ જગતના નાથ છે, મોટા છે, પણ એમની એ અનન્ય પ્રભુતા આપણે
નમસ્કાર દ્વારા એજ ફાયદો કરે છે. ૮૭૧-જેઓ અરિહંતને આરાધતા નથી તેઓનું અરિહંતની સત્તા માત્રથી કલ્યાણ થતું નથી. ૮૭૨-સિદ્ધ ભગવાન આચાર્ય મહારાજ ઉપાધ્યાયજી અને સાધુ મહારાજા ૫૧ આરાધનાથીજ ફલ
દે છે. ૮૭૩-“મંાત્નાપાંસળે પહંમદદ મંત્ર “સર્વમંગળોમાં એ પ્રથમ મંગલ છે.' ૮૭૪-ભાવ મંગલ એટલે આત્માના સમ્યગદર્શનાદિ ગુણો. ૮૭૫-પંચ પરમેષ્ઠિની ભક્તિ તે કેવળ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તઈના ધ્યેયથીજ કરવાની છે. ૮૭૬-જૈન શાસનમાં કર્મ સિવાય કોઇને શત્રુ ગણવામાં આવેલ નથી. ૮૭૭-જૈન શાસનમાં આદિથી અંત પર્યત શત્રુ તરીકે કર્મજ મનાય છે. ૮૭૮-જેને શાસ્ત્રને અભરાઇએ મુકવાનું તથા બાળવાનું સૂઝે છે સમ્યગદર્શનાદિ થયેલા છે એમ શી
રીતે માની શકાય. ૮૭૯-જે આરંભાદિમાં પડેલા હોય તેવાને સમ્યગદર્શનાદિ પ્રાપ્તિ કરાવનાર તથા રક્ષણ કરાવનાર
શાસ્ત્ર નકામા લાગે તેમાં નવાઈ શી? ૮૮૦-જે. આસકતો મિથ્યાત્વ યુક્ત હોય તેમને તો ધર્મ અને ધર્મ બતાવનાર શાસ્ત્ર પણ કડવું ઝેર
જેવુંજ લાગે. ૮૮૧-આરંભાદિકમાં આસકત હોય છે. તો તે પાપોનેજ તત્ત્વ ગણે છે. ૮૮૨-પ્રત્યક્ષ પરોક્ષ બન્ને પર ધ્યાન આપે તેજ જૈન. ૮૮૩-સાધમિને પાણી પાઓ ત્યાં દેખવામાં અપકાયની વિરાધના થાય છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર
પ્રશ્નફાર:ચતુર્વિધ-સંઘ
સમાધાના: શ્વકલશાત્ર પારંગત બાગમોધ્ધારક_ શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
III)
HAIOR
પ્રશ્ન પદ૬- હિંસા કરવાથી ધર્મ થાય છે એમ માનીને જેઓ હિંસા કરે છે તેમનામાં અને ધર્મ કાર્યો
કરતા જે હિંસા થઈ જાય છે તેવી હિંસા કરનારાઓમાં શું ફેર છે ? અને જો તેમની
વચ્ચે ફેર હોય તો એ તફાવત કઈ રીતે છે? સમાધાન- તમે જે બે પ્રકાર દર્શાવો છે તે બંને પ્રકારોમાં આસમાન જમીનનો ફેર છે. જેઓ ધર્મને
માટે હિંસા કરે છે તેઓ તો એવી સમજણ ધરાવનારા છે કે જેમ હિંસા વધારે થાય છે તેમ વધારે ધર્મ થાય છે ! ધર્મને માટે વરસમાં ઠરાવેલે દિવસે જેઓ ગાયો, બળદો, બકરા, ઇત્યાદિ પ્રાણીઓનો વધ કરે છે તેઓ એમ માને છે કે જેમ વધારે હિંસા થાય છે તેમ વધારે ધર્મ થાય છે. આવી માન્યતા રાખીને જેઓ હિંસા કરે છે તેઓ હિંસા પરત્વે લક્ષ રાખતા હોવાથી એ હિંસાને માટે તેઓ ભાગીદાર છે. હવે બીજો પ્રકાર વિચારો ! આચાર્ય મહારાજ, સાધુ મહારાજ આવવાના હોય ત્યારે એ સમાચાર સાંભળીને સકલ સંઘ તેમને લેવાને માટે જાય છે, એ પ્રસંગે પણ પગ તળે અળશીઆ, કંથુઆ, ઝીણા જીવ કીડીઓ વિગેરે આવે છે, લીલી લિલોતરીનો કચ્ચરધાણ વળી જાય છે, કાચા પાણીનો હિસાબ રહેતો નથી અને એ રીતે હિંસા થાય છે છતાં અહીં ધર્મ રહેલો છે. અહીં ધર્મ રહેવાનું કારણ એ છે કે અહીં જે હિંસા થાય છે તેમાં હિંસા કરવાનું લક્ષ્ય નથી પરંતુ લક્ષય ધર્મનુંજ છે, આજ કારણથી આ હિંસા અને ઇશ્વરને રાજી રાખવા થતી હિંસા એ બેને સરખી ગણી શકાય જ નહિ. જેઓ આ બંને પ્રકારની
Page #154
--------------------------------------------------------------------------
________________
co
તા.૧૭-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર હિંસા સરખી માને છે તેઓ હિંસા શબ્દનો પરમાર્થ (પરમ અર્થ, ખરો અર્થ, મુખ્ય અર્થ, પરમાર્થ એટલે વાસ્તવિક અર્થ) સમજી શકતા નથી. પહેલો વર્ગ સાફ સાફ રીતે એમ માને છે કે જેમ જેમ વધારે હિંસા તેમ તેમ ધર્મ વધારે, જેમ જેમ ઓછી હિંસા તેમ તેમ ધર્મ ઓછો ! બીજો પ્રકાર એવો છે કે તેમનું હિંસા પરત્વે લક્ષ્ય નથી. દહેરે જવું, સાધુઓને વળાવવા જવું, વ્યાખ્યાન સાંભળવા જવું વગેરે કાર્યોમાં હિંસા થાય છે ખરી પરંતુ આ શાસનમાં ધર્મને અંગે હિંસાનું કર્તવ્ય નથી. ભગવાનની પ્રતિમાજીને જેમ વધારે ફૂલો ચઢાવ્યા તેમ વધારે જીવો મરી ગયા માટે ત્યાં વધારે ધર્મ થયો છે એમ આ શાસન માનતું નથી આથીજ ઉપર જણાવેલા બંને પ્રકારોમાં ફેર છે
એ સિદ્ધ થાય છે. પ્રશ્ન પ૬૭- સાધુ પદની વ્યાખ્યા કરતાં તમે જ્ઞાન અને ક્રિયા એ બેમાં ક્રિયા એટલે ચારિત્ર મુખ્ય છે
એમ જણાવો છો. અને એ માટે તમે નિયુક્તિકાર ભગવાનનું સૂત્ર બતાવો છે કે ઘરVT
ગુડ્ડીગો સાદુ પરંતુ તેમાં મુખ્યતા ચારિત્રની છે એ શા ઉપરથી સાબીત કરો છો ? સમાધાના- સામાન્યત : એ સૂત્રનો અર્થ તો એટલોજ નીકળશે કે “ચારિત્ર અને જ્ઞાન ગુણમાં
રહેલો સાધુ” પણ જો તમે એ સૂત્રના અર્થના ઉંડા ઉતરશો તો તમારી શંકાને તમે પોતે પણ ટાળી શકશો. જે સૂત્ર તમે જણાવો છો તેમાં જરા શબ્દ પહેલાં કેમ છે અને ગુજ શબ્દ પછી કેમ છે? એના સમાધાનમાં તમે એમ કહેશો કે અલ્પ સ્વરવાળો શબ્દ પહેલો આવે અને વધારે સ્વરવાળો શબ્દ પછી આવે, પણ તેજ સાથે એનો પણ ખ્યાલ રાખવાનો છે કે અધિક પૂજનીય હોય તેજ પહેલો આવે છે અને ઓછી પૂજની તા વાળો જ પછી આવે છે. એજ રીતે વરVા એ અધિક પૂજનીય હોવાથી તે પહેલું આવ્યું છે અને ગુગ એ ઓછી પૂજનીકતાવાળું હોવાથી તે પછીથી આવે છે. વ્યવહારમાં પણ તમે જોશો કે વધારે આવશ્યકતાની સાથે પૂજનીક વસ્તુજ પહેલી આવે છે. બાપ દિકરો, મા દિકરી, શેઠ નોકર આ સઘળા સામાજીક શબ્દો છે પરંતુ તમે તેમાંએ ઝીણવટથી તપાસશો તો તમને માલમ પડી આવશે કે જેનું મહત્વ વધારે છે તેજ શબ્દ પહેલો આવે છે. અજૈનોમાં પણ એમજ છે તેમના સાહિત્યમાં પણ વિશેષ મહત્તાવાળો શબ્દ પહેલો અને બાકીના પછી આવે છે. એ ન્યાય ચારિત્ર શબ્દ પહેલો આવેલો હોઈ તેમાં મહત્તા વધારે અને તત્પશ્ચાત જ્ઞાન શબ્દ આવેલો હોઈ તેની પૂજનીકતા ઓછી
Page #155
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર સાબીત થાય છે. અર્થાત નિયુકિતકારે ચારિત્ર વાચક શબ્દ પહેલો મુકીને ચારિત્ર અધિકતા
વ્યક્ત કરી છે. પ્રશ્ન પ૬૮- કચરો લગાડીને તે સાફ કરવો અથતુ કપડાં કાદવમાં બોળવા અને પછી તે ધોવા-ધોઈ
નાંખવા તેના કરતાં કપડાંને કાદવ નજ લાગવા દેવો એ વધારે સારું છે. તો પછી શા માટે તીર્થકર નામ કર્મ બાંધીને તે ખપાવવું તેના કરતાં એ નજ બાંધવું તે શું બહેતર
નથી ? સમાધાન- ના, કારણકે આ પ્રશ્ન પૂછતાં પહેલાં તીર્થકર નામકર્મ શા મુદ્દાથી બંધાય છે તેનો
વિચાર કરવો જોઈએ. તીર્થકર નામકર્મ એ કચરો નથી પરંતુ કચરાને સાફ કરનારો ઉંચા પ્રકારનો સાબુ છે. કપડામાં નાંખવામાં આવે છે તે પણ ત્યાં હંમેશા માટે રાખી મુકવામાં આવતો નથી અર્થાત્ સાબુ કાઢી નાંખવાનો છે એમ જાણીને સાબુને નંખાય છે પરંતુ એ સાબુને પણ ધોઈ નાંખવામાં આવે છે, જેમ સાબુને ધોઈ નાંખવામાં આવે છે છતાં કચરો સાફ કરવાના ઉદ્દેશથી તે નાંખવો જરૂરી છે; તેજ પ્રમાણે તીર્થંકર નામ કર્મની પણ સ્થિતિ છે. જગતના જીવો કઠણ કર્મના કચરાથી રંગાયેલા છે તેમનો કચરો ધોવાને માટે તીર્થકર નામ કર્મરૂપી સાબુ દેવાધિદેવે ત્રીજા ભવમાં ઉપયોગમાં લીધો છે, એથી જગતનો કચરો સાફ થાય છે અને જેમ સાબુ પણ કચરાને સાફ કરતો હોવા છતાં છેવટે તેને પણ ધોઈ નાંખવો પડે છે તેવી રીતે તીર્થકર કર્મની પણ
દેશનાદિદ્વારાએ ક્ષય થવાની સ્થિતિ છે. પ્રશ્ન પ૬૯- તીર્થકર નામ કર્મ હોય તો મોક્ષ નહિ અને મોક્ષ હોય તો તીર્થંકર નામ કર્મનો ઉદય
નહિ, તો પછી જે સમયમાં તીર્થંકર દેવો મોક્ષે જાય છે તે સમયમાં તો તીર્થકર નામ
કર્મનો ઉદય નથી તો પછી તીર્થકર. દેવનું મોક્ષ કલ્યાણક કેમ માનો છો? સમાધાન- હે માને છે, વિનિન્જ મને વિપત્તિ એ વચનના નિયમથી તીર્થકર નામ કર્મ
ઉદયના છેલ્લા સમયે મોક્ષ માનીએ તો મોક્ષ કલ્યાણક માનવામાં અડચણ નથી. પ્રશ્ન પ૭૦- આદ્ય તીર્થકર ઋષભદેવે પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું, ચરમતીર્થપતિ મહાવીર
મહારાજએ દેવદૂષ્ય આપ્યું, સર્વ તીર્થકરોએ સાંવત્સરિક દાન દીધાં, તો પછી એ દાન
લઈને તેનો ભોગવટો કરનાર દેવદ્રવ્યના ભોગી ખરા કે નહિ? સમાધાન- નહિજ ! જેઓ દેવદ્રવ્યનું દાન લે છે તેઓ દેવેદ્રવ્યના ભોગી ગણી શકાતા નથી.
દેવદ્રવ્યની વ્યાખ્યા સાંભળવાથી તમારો આ પ્રશ્ન સહજ દૂર થઈ શકશે.
Page #156
--------------------------------------------------------------------------
________________
૯૨
તા.૧૭-૧૧-૩૩
શ્રી સિદ્ધચક પ્રશ્ન ૫૭૧- જો દેવદ્રવ્યની વ્યાખ્યા શાસ્ત્રધારે જાણી શકવાથી શંકા ટળતી હોય તો તે વ્યાખ્યા
જણાવવાની વિનંતી છે. સમાધાન- જિનેશ્વરોની ભક્તિ, પૂજા, બહુમાન માટે, આશાતના ટાળવા માટે, શરીરના અંગ
ઉપાગની રચના માટે, એકઠું કરાતું દ્રવ્ય તે દેવદ્રવ્ય છે. પ્રશ્ન પ૭ર- ચોવિસ અતિશયો એ કારણ છે કે કાર્ય?
સમાધાન- ચોવિસ અતિશયો એ કારણ નથી પણ કર્મ છે. પ્રશ્ન પ૭૩-સે ૩યો તેનો એ પદનો અર્થ શો ? સમાધાન- તીર્થંકર નામ કર્મનો ઉદય કેવળીપણામાં હોય છે એ ઉપરના શબ્દોના સ્પષ્ટ રીતે થતા
અર્થ ઉપરથીજ જાણી શકાય છે. પ્રશ્ન ૫૭૪ તીર્થકર નામ કર્મનો ઉદય કેવળીપણામાં છે તો પછી ભગવાન માતાના ગર્ભમાં આવ્યા
તે વખતે દેવેન્દ્રોએ તીર્થકર માનીને સ્તવ્યા વાંઘા, અને પૂજ્યા, ઇન્દ્રાસનો ચલાયમાન થયા, જન્મ થયા બાદ પણ તીર્થકર માનીને મેરૂ શીખર પર દેવદેવેન્દ્ર ઈન્દ્રાણીઓએ ભક્તિપુરસ્કાર સ્નાત્ર મહોત્સવાદિ કર્યા લોકાંતિકોએ ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે ઉદ્યોષણ કરી તીર્થકર માનીને દીક્ષા મહોત્સવ દેવેન્દ્રાએ અને નરેન્દ્રાએ કર્યા વગેરે બિનાઓ શાસ્ત્રમાં પ્રસિદ્ધિ છે; અર્થાત્ ચ્યવનની શરૂઆતથી તીર્થકર માનનારા પાંચ કલ્યાણક તરીકે આરાધનારા આપણે કેવળીપણામાં તીર્થકર નામ કર્મનો ઉદય છે એ કેવી રીતે માની શકીએ? અને જો તે વાત સાચી ઠરે તો બાકીના ચ્યવન, જન્મ, દીક્ષા, આદિમાં
તીર્થકરપણું માની શકીએ કે નહિ ? સમાધાન-શાસ્ત્રના અપેક્ષિક વચનો વ્યવસ્થા પૂર્વકના છે તે સમજવાને માટે બુદ્ધિ ખરચવી પડશે,
ચ્યવનથી માંડીને બધા કલ્યાણકોમાં તીર્થંકર નામ કર્મનો ઉદય છે એ વાત પણ સાચી છે પરંતુ શાસ્ત્રકારનો મુદ્દો એ છે કે ચ્યવનના કલ્યાણકારી અવસરમાં પ્રકૃષ્ટ પુણ્ય સંભારનો ઉદય થાય છે અને તે પ્રબળ પૂણ્યનો સંપૂર્ણ ભોગવટો કેવળપણામાં થાય છે અર્થાત્ જે મુદ્દાએ તીર્થકર નામ કર્મ બાંધ્યું છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૧૧
શ્રી સિદ્ધચક
સમાલોચના)
* ચતુર્થીના ક્ષયને સ્થાને તેની પૂર્વતિથિનો ક્ષય માનવામાં મતભેદ છેજ નહિ. ૪ ભાદરવા સુદ ૫ નો થાય માનનારે બીજ આઠમ અગીયારસ ચૌદશ અને ક્ષય પૂર્ણિમાનો માન્ય
કરવો જોઇએ. * શાસ્ત્ર અને પરંપરાએ ટીપનામાં પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પૂર્વતિથિનો ક્ષય માની તે સ્થાને
પર્વતિથિ સ્થાપીને આરાધના કરાય છે. આઠમાના ક્ષયે સાતમને આઠમ માનીને સાતમની તિથિએજ
આઠમ મનાય ને આજ આઠમનો પૌષધ છે એમ પૌષધ કરનારો શાસ્ત્ર અને પરંપરાથી બોલે છે. * ક્ષય પામતી તિથિની પહેલાની તિથિ પણ જો પર્વ રૂપ હોય છે તો પહેલાની તિથિનો પણ લોપ ન માની શકવાથી પહેલાની તિથિનો ક્ષય માની તે આગલી તિથિને આગલે દિવસે તેનાથી
આગલી તિથિ મનાય છે. * રંગની થિસૂદિતા એ પાઠથી ભાદરવા સુદિ પાંચ. ક્ષય નહિ કરવા માટે કહ્યું નથી, પણ
ભાદરવા સુદ પાંચમનો ક્ષય નહિ માનવા માટે તે છઠ અઠમ કરવાના પાઠો કહ્યા છે. * પૂર્ણિમાનો તપ તેરસે કરવાનું કહેવાવાળાએ તિથના ભોગનો વિચાર કર્યોજ નથી વળી એમ
તેરસેજ પુનમનો તપ કરવાનો હોતતો ત્રયોદશ્ય એટલે તેરસે કરવો એમ કહેત અથવા પડવે કરવાનું કહેત ત્રયોદશી વસ્તુથી એમ દ્વિવચનથી કહેતજ નહિ. ચૌદશનો ઉપવાસ કોઇ
ન કરે કોઇ કરે તો શુ તિથિની અનિયમિતતા માનવી ? * અમાવાસ્યાની વૃદ્ધિએ બે તેરસ માનતા પણ કલ્પધર તો અમાવાસ્યાએજ આવે અને તે બે
અમાવાસ્યા માની હોત તો હિતાયામાવાવાયાં એમ કહી બીજી અમાવાસ્યાએજ કલ્પધર કહેત પણ તેમ ન કહેતાં સામાન્ય કમાવાણાયાં કહેવાથી સ્પષ્ટ જણાય છે કે અમાવાસ્યાની વૃધ્ધિ માની નથી. (જૈન)) ઉત્તમ કાર્યોને માટે અનુકરણીયતા એટલે અનુકરણ કરવા બાયકપણું તો દરેક અનુસરનારા માટે
હોય છે, * અનુકરણીયતાને ઉડાડવા માટે અનુકરણને ગોઠવનાર દિશાનેજ ભુલે છે.
શક્તિનો અભાવ છતાં અનુકરણ કરનાર મૂર્ખ બને ને તેથી અનુકરણીયતા ન ઉડી જાય એ સહજથી સમજાય તેમ છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
ઉ૪
તા.૧૭-૧૧-૩૩
શ્રી સિદ્ધચક * શક્તિ નહિ છતાં શિવભૂતિને જે જિનકલ્પ આચરતાં નિદ્વવ થવું પડયું તેજ જિનકલ્પ
શ્રીજંબુસ્વામીજી સુધીમાં સંખ્યાબંધ મહાનુભાવોએ શક્તિ હોવાથી આચાર્યો છે ને તેને
શાસ્ત્રકારોએ તે સારો માન્યો છે. * શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર ભગવાને પોતાનું અનુકરણ કરવાનું જણાવેલું છે. * અનુકરણીયતા નથી એવું માનનાર તીર્થકરની આશા છે કે આચાર્યું અનુકરણ કરવું એમ બોલવું
શોભેજ નહિ. * જેમ આજ્ઞા માન્ય છે તેમજ ઉત્તમ પુરૂષો અનુકરણીય છે એમ માનનાર કુશળ છે. (પ્રવચન)
ગ્રાહકો માટે ખાસ સૂચના
૧ મુંબઈ અને સુરતના ગ્રાહકોએ અનુક્રમે સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ ઠા. ભૂલેશ્વર લાલબાગ નં ૪ મુંબઈ એ સરનામે, દેવચંદલાલબાઈ જૈન પુસ્તકો દ્વારા ફંડ ઠા. ગોપીપુરાએ સરનામે લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું.
૨ બહારગામના ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. દ્વારા મોકલવા શરૂ કર્યા છે. ગ્રાહક તરીકે લવાજમ તથા પોસ્ટખર્ચ ભરી વી. પી. સ્વીકારી લેવા સાદર વિનંતી છે.
નવિન પ્રસિધ્ધ થયેલા ગ્રંથો
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂ. ૩-૮-૦ થી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાસ્તવનો શાસ્ત્રીય પાઠ સહિત રૂ. ૦-૮-૦ ત્રિષષ્ઠીય દેશનાદિ સંગ્રહ રૂા. ૦-૮-૦ - તા. ક. આગમોદય સમિતિ અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી રષદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં પુસ્તકો પણ અહીં મળશે.
લખો - નીચેના સરનામે.
જનાનવ પુસ્તકાલય - ઠા. ગોપી રા. સુરત. - આ પાક્ષિક ધી “નેશનલ” પ્રી. પેસ કણપીઠ બજાર સુરતમાં નારાયણરાવ આર. દેસાઇએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #159
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૧૧-૩૩
શ્રી કચ્છ
ગતા તારા
(ગતાંકથી ચાલુ) (જૈન સાહિત્યની કથાઓને આધારે રચેલું એક સુંદર પણ કલ્પના મિશ્રિત શબ્દ ચિત્ર) (લેખકઃ શ્રીમાનું અશોક)
(શબ્દ ચિત્ર ૨, જં.).
પાત્રો
પુરોહિત-એક પાલક
વજકેતુ-તેનો મિત્ર. રવિકુમાર-પુરોહિતનો પુત્ર.
સ્થળ-પુરોહિતના ઘરનું દિવાનખાનું. વ્રજકેતુ - કારણ એ કે એ વીર પુરુષે તો આ જગતના પાર્થિવ વ્યવહારોનો ત્યાગ કરીને શ્રીમતી
ભાગવતી દીક્ષાને અંગીકાર કરી છે. અરે એટલુંજ નહિ પણ એતો જૈન શાસનનો એક મહા સિતારો થઈ પડયો છે અને પોતાની સાથે પાંચસો ઉગતા તારા સમા તેજસ્વી મુનિ મહારાજાઓનું મંડળ લઇને વીર રત્ન જગતને ધર્મોપદેશ આપતા સ્થળે સ્થળે વિચરી રહ્યા છે. મિત્ર પુરોહિત
- ચંદ્રાવળા - જેણે આ જગબંધ તજીને લીધો પૂર્ણ પ્રકાશ ! કીધાં જેણે નિજ બલયને, સૌ દૂરનો નાશ ! સૌ દુર્ગુણનો નાશ કરીને, વિજય વર્યો વિષે વિચારીને !
તે વીરનું નહિ વેર વિચારો, ધર્મ સદા તમ ઉરમાં ધારો. પુરોહિત- જો એમ હોય તો તે મારે માટે આનંદના સમાચાર છે, એણે ધરેલો સાધુવેશ એ દંભ
હોવો જોઇએ. મિત્ર કેતુ ! યાદ રાખ કે જ્યારે એ વિહાર કરતો આ ભૂમિમાં પગ મૂકશે ત્યારે જરૂર હું મારા વૈરનો બદલો લઈ એની સાધુતાના દંભનો પડદો ચીરી એને એના
સાચા સ્વરૂપમાં જગતને બતાવી દઈશ ! વ્રજકેતુ- મિત્ર ! તારી વૃત્તિ ક્રોધથી એકદમ ઉશ્કેરાયેલી છે અને તેથી તુ સારાસારની વિચારણા
ભૂલી જાય છે ! એક સાધુને સંતાપવો એમાં શું તારી શોભા છે? પુરોહિત- બસ કર ! તારા એ ઉપદેશના વચનો મારા કાનને વિષ જેવા ભયંકર લાગે છે. સ્કંધક
મારો શત્રુ છે અને એને સંહારવામાં જ મારા આત્માનું કલ્યાણ છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
ક
તા.૧૭-૧૧-૩૩
શ્રી સિદ્ધચક્ર વજકેતુ- આપને અવળી બુદ્ધિ સૂઝી છે. તેનું જ આ પ્રત્યક્ષ પ્રમાણ છે.
(૩). પુરોહિત-વજકેતુ- વૈર વૃત્તિથી વિશ્વતણું નહિ થશે કદી કલ્યાણ, વેર ઝેર દીલ નિત સેવંતા એ સમજો પાષાણ
કદાપી થશે નહિ કલ્યાણ દ્વેષ સદા દીલને સળગાવે,
વેર વિશ્વને ખચીત ડબાવે, રાગદ્વેષને તજી સ્વીકારો સદા મોક્ષ-નિર્વાણ;
સ્વીકારો સદા મોક્ષ-નિર્વાણ, વૈર વૃત્તિથી વિશ્વતણું નહિ થશે કદી કલ્યાણ.
(રવિકુમાર આવે છે.) રવિકુમાર (વંદન કરીને) પિતાજી ! અંધકની શોધમાં મોકલેલો આપનો સેવક તેના સમાચાર લઇને
હાજર થયો છે. તે કહે છે કે કુમાર સ્કંધકે સાધુવેશે તેના ૫૦૦ શિષ્યોને લઇને આ
નગરીમાં પ્રવેશ કર્યો છે. પુરોહિત (ગુસ્સાથી દાંત પીસતો) ઓહ? શિકાર હાથમાં આવી પહોંચ્યો છે, હરકત નહિ, હમણાજ
જાઉ છું અને એ દુષ્ટના કુટીલ કાર્યનો તેને પુરતો બદલો આપવી સજ્જ થાઉં છું. (પુરોહિત જાય છે, પાછળ તેનો મિત્ર ખેદથી તેને જોઈ રહે છે. અને પોતાના મિત્રની
આવી અધોગતિને દેખીને દુઃખી થાય છે.) વજકેતુ
મંદાક્રાંતા જો સંસારે પરમ સરિતા ત્યાગ કરી વહે છે, તો એ મુખ નિત શરીરને રાગદ્વેષે દહે છે ! આ આત્માએ પુનિત વીરને કર્મનો ફાંસી આપી, રે ! અથડાવે ભવભુવનમાં મોક્ષ નિત્યે ઉથાપી ! છે દિક્ષા એ રાણ જગતને શાંતતા આપનારી એ ધારી ત્યાં લવનવ રહે દ્વેષની એક બારી. તો એ એવા પુનિત વીરને દુઃખ દેવાય, જો ને ! ને એ દ્રષ્ય અતિ ખુશ થતા ! ધીક્ક ! એ રાક્ષસોને. (વ્રજકેતુ જાય છે.)
અર્પણ.
Page #161
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જૈન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ. | મુલ્ય આંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિતક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ ૫૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાધ).
૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ ૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક. ૩-૦-૦ પ૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬0 શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બ્રહવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રીમહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય સં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ શલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ
૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર. ૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજૂષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ પ૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રી બપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર ,
૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-૫-0 પ૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ પં. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયનો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
Page #162
--------------------------------------------------------------------------
________________
ઉ સિદ્ધાંતનું પારમાર્થિક અવલોકન છે આજે કેટલાક શુષ્ક જ્ઞાનવાદીઓ વાકયના વિશિષ્ટ સંબંધ સમજ્યા વગર અને પરમાર્થ પિછાણ્યા વગર મને ગમતું હાંકવામાં ઇતિ કર્તવ્યતા માને છે, એટલું જ નહિ પણ ક્રિયાની અવગણના કરવામાં કટીબધ્ધ થઈ, વાણીનો અંકુશ ગુમાવીને બોલી નાંખે છે કે
ક્રિયાએ કર્મ છે, અને પરિણામે બંધ છે, તો ક્રિયા કરે શું વળે ! પરિણામ સુધારો ! પરિણામ સુધારો ! આવું મનોહર દેખાતું કથન કરનારાને ખુલ્લે ખુલ્લું કહે જો કે પરિણામની પરાકાષ્ઠાએ પહોંચીને પરિણામનું ઉત્કૃષ્ટ ફળ મેળવનારા કેવળી ભગવંતો કે જેના પરિણામમાં યત્કિંચિત્ પણ ફેરફાર થવાનો નથી, છતાં તેઓને ક્રિયાની શી જરૂર ?
પરિણામે બંધ માનીએ તો કેવળી અને તેને દશમાં પરિણામે ક્રિયાએ કર્મ છે બંધ પુરસ્સરના કર્મ બંધનો અભાવે છે અને હોય તો કેવળી ભગવંતોને સિદ્ધિએ પહોંચવાનો વખત પણ આવે નહિ.
પરિણામની સાથે બંધ થઈ જાય છે એવું કથન કરનારાને કહે જો કે વષ્ણવો કૃષ્ણને સુદેવ માની સુદેવપણે આરાધે છે, શૈવો શિવને સુદેવ માની સુદેવપણે આરાધે છે, અર્થાત્ જગતના ભિન્ન ભિન્ન મતવાળાઓ દેવ-ગુરુ-ધર્મને કુદેવ કુગુરુ અને કુધર્મની બુદ્ધિએ આરાધતા નથી પણ દેવત્વાદિ બુદ્ધિએ આરાધવાની સુંદર પરિણામ ધારાએ આરાધે છે તો જરૂર તમારા હિસાબે તેઓને મિથ્યાત્વાદિ પાપનો લેશભર બંધ થવોજ ન જોઈએ. કેવળ ક્રિયાએ કર્મ માનવામાં અને કેવળ પરિણામે બંધ માનવામાં સર્વજ્ઞ સિદ્ધાંતો ઉથલાવવાનું ઘોર પાતક વેઠવું પડે તે માટે પરમ હિતકારી મહર્ષિઓ જણાવે છે કે “ક્રિયા એ કર્મ છે, અને પરિણામે બંધ છે” એ બે વિભાગમાં વહેંચાયેલું વાકય નથી પણ તે વાકય તેજ સ્થાનમાં વપરાય છે કે જે સ્થાને શુભાશુભ પરિણામથી ક્રિયા શરૂ કરે અને આકસ્મિક સંયોગના સભાવે પરિણામ અગર કિયામાં પલટો થઈ જાય તો તે સ્થાને કિયા એ કર્મ અને પરિણામ બંધ એ સિદ્ધાંત સ્વીકારવો પડે છે.
જીવ બચાવવાના શુભ પરિણામથી પગ ઉપાડ્યો, જીવ અકસ્માત પગ તળે આવીને ચગદાઈ ગયો. દયાની બુદ્ધિ પરિણામની સુંદરતા છતાં બચાવવાની ક્રિયામાં અકસ્માત પલટો થયો અને તે ક્રિયા મારવાના સ્વરૂપમાં ગોઠવાઈ તો તે સ્થાને “ક્રિયા એ કર્મ અને પરિણામે બંધ” એ સિદ્ધાંત સ્વીકારવો પડશે. દશ ભવની વેર પરંપરાવાળો કમઠ વેર લેવાને આવ્યો, મુનિ અવસ્થામાં પ્રભુ પાર્શ્વદેવને દેખ્યા, મુશળધાર વરસાદ વર્ષોવ્યો, નાક સુધી પાણી આવી ગયાં અશુભ પરિણામ પુરસ્સર અશુભ ક્રિયા ચાલુ છે. ધરણેન્દ્રનું આગમન પ્રભુ પાર્શ્વદેવનું ધ્યાનાવસ્થામાં નિપ્રકેપ દેખીને પરિણામ અને ક્રિયામાં આકસ્મિક પલટો થવો તે સ્થાને “ક્રિયા એ કર્મ અને પરિણામે બંધ” એ સિદ્ધાંત સ્વીકારવો પડશે તેવી રીતે ભગવાન મહાવીરદેવ અને ચંડકૌશિકના પ્રસંગ ઇત્યાદિ અનેક સ્થાને જ્યાં આકસ્મિક ક્રિયા અગર પરિણામનો પલટો થાય તે પ્રસંગે “ક્રિયા એ કર્મ અને પરિણામે બંધ એ સિદ્ધાંત સ્વીકારવો પડશે.
ઘેલીના પહેરણાની જેમ જે તે સ્થાને જે તે વસ્ત્રો પહેરી લેવું તેમ જે તે સ્થાને જે તે વાકય વચ અગર સિદ્ધાંત બોલી લેવો તે અસ્થાને છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
-I
:
-
-
આગમ-રહસ્ય
શ્રી સિદ્ધચક્ર.FR
દ્વિતીય વર્ષ અંક ૫ મો. (
મુંબઈ, તા. ૧-૧૨-૩૩ શુક્રવાર
માગશર-પૂર્ણમા
| વીર સં. ૨૪૬૦
વિક્રમ સં. ૧૯૯૦
यद् देवैरनिशं नतं गणभृतो ध्यायन्ति यत् सर्वदा । येनाप्पेत गुणावली शिवपदं यस्मै सदा स्पर्धते । यस्मात्तीर्थमलं गुणा निरवमा यस्यास्ति यस्मिन् वृषोऽनन्यः सेव्यपदं सदाऽव भविनः श्रीसिद्धचक्रांगिनः ॥
-l૦-૦IIT૦૦
- ITIOTTOOT
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
તરફથીઝવેરી પાનાચંદ રૂપચંદ (તંત્રી)
Page #164
--------------------------------------------------------------------------
________________
'સર્વજ્ઞ-શાસન સાધવા કર્તવ્ય પંથે સંચરો !
- હરિગીત છંદ, -
શાસન જિનેશ્વરદેવનું પામ્યા પરમ પુણ્યોદયે. ધન માલ લાડી ગાડી વાડી સર્વ પુણ્ય શુભદયે; નરજીવનોત્તમ વેડફી અણમોલ તક શીદ પરહરો ! સર્વ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચરો ! ૧. સવિજીવ શાસન રસિક' જિનરાજ મુદ્રા લેખ છે, શાસન રસિક દલ, સૈનિકોનો એજ ખાતર ભેખ છે; શ્રાદ્ધગણ મસ્તક ઝુકાવે માર્ગ માન્યો એ ખરો, સર્વ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચરો ! ૨. આજે અહો ! ચોમેરથી શાસન કદર્શિત થાય છે, કંપે કલમ ! ધ્રુજે હૃદય કર ! જોયું કયમ એ જાય છે ?
ભૂતકાળ ભૂલોનો ભેલી કટિબદ્ધ થઈ પગલાં ભરો ! સર્વ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચરો ! ૩. શાસન અનુપમ વિશ્વને કલ્યાણકારી સર્વથા, પામ્યાં છતાં સંરક્ષણે શું યોગ્ય છે આવી પ્રથા ? સદ્ભાગ્યથી સંપ્રાપ્ત શાસન સેવના સુંદર કરો ! સર્વ-શાસન સાધવા કર્તવ્ય-પંથે સંચારો ! ૪.
ભીખાભાઈ છગનલાલ શાહ ૧ સૈનિકો=મુનિવરો, ૨ ભેખ=વેષ, ૩ ભૂલોથી ભરેલા ભૂતકાળને ભૂલી=જાગ્યા ત્યાંથી પ્રભાત ગણી, કટિબધ્ધ થઈ કર્તવ્ય પંથે પ્રયાણ શરૂ કરો. - ૪ બેદરકારીની અથવા થીગડાં દઈ નીભાવી લેવાની રીતિ.
Page #165
--------------------------------------------------------------------------
________________
પર થી સિત્યક
(પાક્ષિક)
અંક ૫ મો.
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામા વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
__ सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
___ अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૧-૧૨-૩૩ ને શુકવાર વીર-સંવત ૨૪૬૦ મૃગશીર્ષ પૂર્ણિમા.
વિકમ , ૧૯૯૦ ૦ આગમય. ૦ -: નંદીનું પારમાર્થિક સ્વરૂપ-નિક્ષેપની સુંદર પિછાણ :| નિક્ષેપની વ્યાખ્યા વગરનાં અન્ય શાસ્ત્રો. નિપાની જરૂર. ઈ પણ સૂત્ર, કોઈને પણ ઉદ્દેશ વિગેરે વિધિથી જ્યારે જ્યારે અપાય છે, અથવા અનુજ્ઞા એટલે બીજાને આપવાની આજ્ઞા કરાય છે, ત્યારે ત્યારે નંદીનો વિધિ કરવો જ જોઈએ એવું શાસ્ત્રકારનું ફરમાન છે. સૂત્રદાનના પ્રસંગ સિવાય પણ સર્વ સાવદ્ય વિરતિરૂપ પ્રવ્રજ્યા, શ્રાવકોને અનુવ્રતાદ
દાન કે સામાન્યરૂપે જ્ઞાનપંચમી આદિ વ્રતોનું આરોપણ પણ નંદીની વિધિપૂર્વકજ કરવાનું શાસ્ત્રકારો જણાવે છે. એટલે નંદી શબ્દના અર્થને, નંદીના સ્વરૂપને, અને તેના નિક્ષેપાદ્વારા જણાતા ભેદોને, જાણવાની આવશ્યકતામાં મતભેદ હોઈ શકે જ નહિ.
નોંધ - અમારા આનંદાર્થી વાંચકોને અમોધદેશના, પ્રશ્ન સમાધાનો, તેમજ દેશનામાંથી ઉદ્ધત કરેલા મનન કરવા લાયક સુધાસમાન ટૂંકાં વાક્યો અમે આપીએ છીએ, છતાં કેટલાક આનંદપિપાસુ વાંચકો દરેક આગમના સૂત્રપાઠ, તેનો સંક્ષિપ્ત અર્થ અને તેના સંક્ષિપ્ત ભાવાર્થની આકાંક્ષા ધરાવતા માલમ પડ્યા છે, તેથી અમોએ આ વિભાગ શાસ્ત્રની પંક્તિઓ, તેનો સંક્ષિપ્ત અર્થ, અને તેવાજ સંક્ષિપ્ત ભાવાર્થ સાથે આપવાનું નિશ્ચિત કર્યું છે. તેમાં વ્યાખ્યાનની શરૂઆતમાં શ્રીનંદીસૂત્રની વ્યાખ્યાની જરૂરીયાત ગણી છે. પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી પાસેથી અર્થ-ભાવાર્થ-રહસ્ય મેળવી આ વિભાગને વિશેષ, ઉપકારક બનાવવામાં, અમો અમારાથી બનતું કરવા ચૂકશું નહિ.
તંત્રી- સિદ્ધચક.
Page #166
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩
નંદીશબ્દાર્થ.
પ્રથમ નંદી શબ્દ નંદ ધાતુ ઉપરથી બનેલો છે, જો કે તે ધાતુ સમૃદ્ધિ અર્થમાં છે, તો પણ તેનો પ્રયોગ સામાન્ય રીતે ધનધાન્યઆદિની સમૃદ્ધિમાં થતો નથી, પણ હર્ષરૂપી ધનની વૃદ્ધિમાંજ પ્રયોગ થાય છે, અને તેથીજ આનંદ, નંદન, નન્દથુ પરમાનંદ વિગેરે શબ્દો જેમ હર્ષની સમૃદ્ધિને જણાવવાવાળા બને છે, તેવી જ રીતે અહીં પણ નંદી શબ્દ હર્ષની સમૃદ્ધિને જણાવનારો છે. જેમ
સ્ત્રીલિંગ અને પુલિંગમાં નાભિ સરખા શબ્દો છે, તેવી રીતે આ નંદી શબ્દ પણ પુલિંગ અને સ્ત્રીલિંગમાં વપરાય છે, પણ ફરક એટલોજ કે નાભિ શબ્દ સ્ત્રીલિંગમાં વપરાતી વખતે પણ હસ્વ છેકારવાળો રહી શકે છે, પણ આ નંદી શબ્દ પુંલિંગમાં હોય ત્યારેજ સ્વ છેકારવાળો રહે છે, પણ સ્ત્રીલિંગમાં જતાં તેને સ્ત્રીલિંગનો પ્રત્યય લાવીને દીર્ધ પણ કરે છે, જો કે ઉપર પ્રમાણે નંદી શબ્દથી કેવળ હર્ષ, પ્રમોદ, આનંદ, વિગેરેજ પર્યાયોનો અર્થ આવે, પણ જૈનશાસનમાં હર્ષનું તાત્ત્વિક કારણ સમ્યગુજ્ઞાનાદિ ગણેલા હોવાથી આ સૂત્રને નંદી સંજ્ઞાથી જણાવેલું છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવો તે પંડિતપર્ષક્માં સાહજિક હોવાથી જ્ઞાનને નિરૂપણ કરવાવાળા અધ્યયનને પણ નંદી કહેવામાં કોઈપણ જાતની અડચણ નથી. નિંદી એ સૂત્ર કે અધ્યયન.
જો કે પાક્ષિકસૂત્ર વિગેરેમાં તેમજ આજ નંદીસૂત્રમાં, સૂત્રોના ભેદો જણાવતાં, તેમજ પીસ્તાલીસ આગમની સંખ્યા ગણતાં પણ આ નંદીસૂત્રને સ્વતંત્રપણે દશવૈકાલિક આદિ સૂત્રોની માફક આ નંદીસૂત્ર સ્વતંત્ર સૂત્રપણેજ ગણેલું છે, અને આ નંદીસૂત્ર ઉપર બીજા સૂત્રોની માફક સ્વતંત્રપણે અલગ અલગ ચૂર્ણિ અને વૃત્તિ વિગેરે છે, તેથી આ નંદીસૂત્રને પૃથક સૂત્રપણે ગણવું એજ ઉચિત છે, તો પણ દરેક સૂત્ર કે અનુયોગઆદિ કરતી વખતે શરૂઆતમાં આ સૂત્રનું કથન નમસ્કારઆદિના સ્મરણની માફક નિયમિત હોય છે, અને તેથી આ સૂત્ર દરેક સૂત્ર કે આગમનો પ્રથમ અવયવ બનવાથી તેની અધ્યયન તરીકે સંજ્ઞા પૂર્વાચાર્યોએ રાખી છે તે પણ વાસ્તવિકજ છે. નંદીનો વિષય.
આચારાંગ વિગેરે શાસ્ત્રો જેમ સાધુઓના આચાર વિગેરેનું પ્રતિપાદન કરે છે, તેવી રીતે આ નંદીનામનું સૂત્ર કે અધ્યયન પાંચ પ્રકારનાં જ્ઞાનોનું નિરૂપણ કરે છે. તે પાંચ જ્ઞાનોમાં કેટલાંક દૈશિક જ્ઞાનો છે, તેમ સંપૂર્ણ કેવળજ્ઞાન સરખું જ્ઞાન પણ આ નંદીમાંજ કહેવાય છે, એટલે કે છાવસ્થિક કે કૈવલિકલ્લાનોનું નિરૂપણ આ સૂત્રમાં સવિસ્તર જણાવેલું છે, અને આજ કારણથી દરેક સૂત્રદાનની શરૂઆતમાં દેશને સર્વાશ જ્ઞાનને નિરૂપણ કરનાર આ અધ્યયનનું કથન થાય છે. જો કે સર્વાનુયોગ, આચાર્યપણું વિગેરે દેવાની ક્રિયામાં સંપૂર્ણ નંદીસૂત્રનું કથન આવશ્યક ગણાયેલું છે, તો પણ સૂત્રદાન કે વિધિવિધાનોમાં પાંચ જ્ઞાનને સંક્ષેપપણે સૂચવનાર સંક્ષિપ્ત સૂત્ર તો જરૂર કહેવું જ પડે છે. એવી
Page #167
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૩૩
CG
શ્રી સિદ્ધચક્ર રીતે સૂત્રોની વ્યાખ્યારૂપ અનુયોગ કરતી વખતે પાંચે જ્ઞાનનો સવિસ્તાર અધિકાર જણાવનાર આ નંદીનો સંપૂર્ણ અનુયોગ કરવાનો હોય છે, પણ આવશ્યકનિર્યુક્તિમાં પાંચ જ્ઞાનનો અધિકાર ભિન્નપણે કહેલો હોઈ ટીકાકારો આ નંદીના અનુયોગને સર્વઅનુયોગોની આદિમાં નિયમિતપણે જણાવવાનું ના કહે છે, તોપણ જ્ઞાનપંચકના અભિધાનરૂપ નંદીનું કથન, કે તેની સામાન્ય વ્યાખ્યા તો દરેક સૂત્રના અનુયોગની શરૂઆતમાં કરવાનું જણાવે છે. સામાન્ય દૃષ્ટિથી વિચારીશું તો પણ માલમ પડશે કે અનુયોગ કરવામાં આવતું કોઈપણ સૂત્ર, શ્રુતજ્ઞાનનો એક ભેદજ હોય, અને તે શ્રુતજ્ઞાન પણ જ્ઞાનપંચકનો એક અવયવ છે, તો મુખ્ય અવયવી તરીકે જ્ઞાનપંચક જણાવ્યા સિવાય અનુયોગનું યથાર્થ અવતરણ થઈ શકેજ નહિ, માટે દરેક ઉદ્દેશાદિ અને અનુયોગાદિમાં નંદીસૂત્રનું કથન નિયમિત કરવું જ પડે અને તેથી આ સૂત્ર દરેકનો અવયવ બને અને તેથી અધ્યયન તરીકે ઓળખાય તેમાં આશ્ચર્યજ નથી. ઉપરોક્ત હકીકતથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે નંદીનો વિષય પાંચ પ્રકારનું જ્ઞાન જ છે. નિક્ષેપાદ્વારા ભેદોની જરૂરીયાત.
જૈનશાસ્ત્ર સિવાય અન્ય સર્વશાસ્ત્રોમાં સંહિતા, પદ, પદાર્થ, વિગેરે છ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવે છે, પણ કોઈપણ ઇતરશાસ્ત્રમાં નિક્ષેપદ્વારા એ વ્યાખ્યા કરવામાં આવતી નથી. જો કે વ્યાખ્યાનના સંહિતાદિક પ્રકારો જૈનસૂત્રકારોએ છોડી દીધેલા નથી, કિંતુ તે સંહિતાદિક પ્રકારોને ઉપક્રમ અને નિક્ષેપ નામના બે અનુયોગદ્વારોની વ્યાખ્યા કર્યા પછી તે નય નામના અનુયોગદ્વારની વ્યાખ્યા કરવા પહેલાં, અનુગમ નામના અનુયોગદ્વારની વ્યાખ્યા કરતી વખત સૂત્ર અને નિર્યુક્તિની વ્યાખ્યા કરતાં સંહિતાદિક પ્રકારોને જરૂર સ્થાન આપ્યું છે, તો પણ ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ કે નય નામના અનુયોગમાં નામાદિ નિક્ષેપારૂપ ભેદોનો નિર્દેશ સર્વત્ર કર્યો છે, એટલું જ નહિ પણ દરેક વ્યાખ્યાનો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચાર ભેદો (નિક્ષેપા)થી કરવાનો નિયમ બાંધ્યો છે, એટલે કે ઇતરશાસ્ત્રોના વ્યાખ્યાનવિષયમાં નહિં આવતો નામાદિનિક્ષેપનો ક્રમ જૈનશાસ્ત્રકારોએ જરૂરી ગણ્યો છે. આ વિષયના કારણમાં ઉતરનારને સમજવાની જરૂર છે કે પદાર્થને પ્રતિપાદન કરનાર એવા સૂત્રની વ્યાખ્યામાં ઇતરશાસ્ત્રો નામાદિ ભેદોને જણાવે નહિ, તેમજ જૈનસૂત્રકારો પણ સૂત્રાદિના અનુગામની વખત વાચક એવા શબ્દમયનો અનુયોગ હોવાથી ભલે નામાદિક ભેદો ન જણાવે, પણ વાચ્યના અનુયોગની વખત નામાદિ ભેદો જણાવવા એ પુરેપુરા જરૂરી છે, અન્યશાસ્ત્રો સ્યાદ્વાદને ન માનતા હોવાથી તેઓને શબ્દાત્મક, આકારાત્મક પિંડાત્મક કે વર્તમાનદશાત્મક સ્થિતિમાંથી કોઈપણ એક સ્થિતિ માનવાની હોવાથી તેઓને શબ્દાત્મક વિગેરે અનેક સ્થિતિનું વિવેચન કરવાની જરૂર પડતી નથી, પણ જૈનશાસન તો દરેક પદાર્થને શબ્દ, આકાર, પિંડ, અને ચાલુ અવસ્થા એ ચાર સ્થિતિમય માનતુ હોવાથી દરેક પદાર્થની વ્યાખ્યા કરતી વખતે તેણે તે ચાર ભેદોને વિશકલિત અને સંકલિતરૂપે જણાવવા પડે છે, અને તેજ શબ્દાદિક સ્થિતિને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપે જણાવે છે. ઘટાદિક પદાર્થોના ઘટાદિક નામોથી વ્યવહારો, તેના પૃથુ, બુખાદ્રાદિ આકારો મૃત્તિકાદિરૂપ પિંડત્વ અને જલધારણાદિક અવસ્થાને દેખનારો કોઇપણ સુજ્ઞ મનુષ્ય, કોઇપણ પદાર્થને નામાદિ ચતુષ્ટયાદિરૂપે માન્યા સિવાય રહી શકે જ નહિં, અને તેથીજ વાસ્તવિક વસ્તુ સ્વરૂપના ભેદો જણાવવા
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩
પહેલાં નામાદિક ભેદો જણાવવા જોઈએ, અને તેથી આ નંદીના અધિકારમાં પણ વાંચકોને નામાદિ ચાર ભેદો જણાવવાની તો જરૂર જ રહેશે; માટે અમો નંદીના નામાદિક ભેદો જણાવીએ છીએ. ઓછામાં ઓછા દરેક પદાર્થના ચાર નિક્ષેપો કરવાના હોવાથી આ નંદીના વિવેચનમાં પણ નામનંદી, સ્થાપનાનંદી, દ્રવ્યનંદી અને ભાવનંદી એવા ચાર ભેદોને સમજવાની જરૂર છે. પ્રથમ નામનંદીમાં આ સૂત્રનું નંદી એવું નામ સૂત્રકારોએ કહેલું અને રૂઢ હોવાથી આ સૂત્ર નામનંદીરૂપ છે. આ સૂત્ર નામે કરીને નંદી કહેવાતું હોવાથી નામનંદી કહી શકાય. સંકલિતની અપેક્ષા એ તૃતીયાતપુરુષથી જેમ આ સૂત્રનેજ નામનંદી કહ્યું, તેવીજ રીતે વિશકલિતની અપેક્ષાએ કોઈપણ જીવ, અજીવ, કે જીવો અજીવોનું નંદી એવું નામ કોઇપણ ગુણને અનુસાર કે સ્વેચ્છાએ સ્થાપે તો તે જીવાદિ પદાર્થને પણ નામનંદી કહી શકાય, કારણ કે તે જીવાદિ પણ તે નન્દી નામ સ્થાપવાની અપેક્ષાએ નંદી એવા નામને ધારણ કરે છે, એટલે તે જીવાદિ પદાર્થોને નામનંદી કહેવામાં પણ તેની અપેક્ષાએ કોઈ જાતની અડચણ નથી, તથા નંદી એવી અક્ષરોની શ્રેણિ પણ નંદી નામે બોલાતી હોવાથી તેને પણ નામનંદી કહી શકાય છે, પણ ચાલુ અધિકારમાં આપણે સંકલિતની અપેક્ષાએ જ્ઞાનપંચકના સ્વરૂપને નિરૂપણ કરનાર આ સૂત્રનેજ નામનંદી તરીકે ઓળખીશું. કેટલાક મતવાળાઓ શબ્દની સર્વત્ર વ્યાપકતા ગણીને તેમજ શબ્દથી જગતની ઉત્પત્તિ ગણીને સમગ્ર પદાર્થને કેવળ નામરૂપ જ માને છે, તેવી રીતે જેનશાસ્ત્રકારો સર્વપદાર્થને શબ્દરૂપ માનવા છતાં પણ સ્વસ્વ આકારવાળા સર્વ પદાર્થો હોવાથી આકારમય એટલે કે સર્વ પદાર્થોને સ્થાપનાત્મક પણ માને છે એટલે સ્થાપનાનંદીને પણ સમજવાની આપણને જરૂર છે.
અપૂર્ણ.
નવિન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦, શ્રી ત્રિષષ્ટીયદેશનાદિસંગ્રહ ૦-૮-૦ શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો, શાસ્ત્રીયપાઠ સહિત રૂા. ૦-૮-૦
તા. ક. આગમોદયસમિતિ અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો પણ અહીં મળશે.
શ્રી જૈનાનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.
Page #169
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક
૧૧
િિી જ Wિ િWિWWી ફિન્નિશ ફિશિફી)
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
આત્મીયવિકાસનો નાશક મોહ. મોહને પગે બંધાયેલી ઘનઘાતી ત્રિપુટી. મોહને માહિત કરવા માટે પ્રભુશાસનની હૈયાતી. વીતરાગપણની વાંસે આવતું સર્વાપણું. કિંમત કેળવણીની કે કમાણીની? સુખ શા માટે એ પ્રશ્ન અસ્થાને છે? પાપઘેલા થવા કરતાં ધર્મઘેલા થવામાં વડાઈ છે. પ્રશસ્તકોની શિરટોચ પર વાસુદેવ. મોહને પરાસ્ત કરવા પરાધ જન્મોની જહેમત છે. धर्मो मंगलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः । धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥
મોહનીયકર્મની સત્તા.
શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર મહારાજ ભવ્યજીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે આ જીવ અનાદિથી રખડે છે, અને એ વાત સમજવી આ જીવને પોતાને મુશ્કેલ છે. દારૂના ઘેનમાં છાકીને મૂછ પામેલો મનુષ્ય પોતાની અવસ્થા સમજી શકતો નથી, તો એ દશા અગર એ દશા લાવનાર દારૂ ખરાબ છે તેવું તો એ કયાંથી સમજી શકે? આ જીવ પણ એજ રીતે મોહાધીન દશા અને તેથી પોતે રખડી રહ્યો છે એજ સમજતો નથી, તો એ અનિષ્ટને દૂર કરવાનું તો સમજેજ કયાંથી? મોહને દારૂની ઉપમા આપવામાં આવી છે. આત્મીય વિકાસને નાશ કરનાર માત્ર મોહજ છે. આત્માના સ્વભાવરૂપ જ્ઞાનદર્શનને રોકનાર જ્ઞાનાવરણીય કર્મ તથા દર્શનાવરણીય કર્મ છે, વીર્યને રોકનાર અંતરાય છે; આ ત્રણે કર્મો મોહને પગે બંધાયેલા છે. મોહ હોય ત્યાંજ એ આવે, ટકે અને વધે. મોહનીય કર્મ હોય તોજ શાનાવરણીય કર્મ બંધાય. જ્ઞાનાવરણીયાદિનો બંધ દશમા ગુણસ્થાનકના છેડા લગી હોય છે. મોહનીયનો ઉદય થતાંજ જ્ઞાનાવરણીયનો બંધ થાય છે. સંક્રમણ પણ દશમા ગુણસ્થાનક સુધી, આગળ નહિ, તેમજ દર્શનાવરણીય અને અંતરાયનો બંધ પણ દશમા ગુણસ્થાનકના છેડા સુધી હોય છે. જ્યાં મોહનીય (કમ)નું જોર તૂટી ગયું કે પેલા ત્રણે કર્મોમાંથી એકકેનો બંધ હોતો નથી. મોહ જાગૃત હોય ત્યાં સુધી પેલા ત્રણે કર્મો બંધાય. એકલો બંધ ઊડી જાય તેમ નહિં, પણ તેઓની સત્તા પણ મોહનીયના જોરેજ રેહલી છે. જ્ઞાનાવરણીયાદિ ત્રણેની સત્તા પણ મોહનીય હોય ત્યાં સુધી, ને એ ખસે એટલે ત્રણેને
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૦૨
તા.૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર ખસવું પડે. આપણે સમોહી સર્વજ્ઞ ન માન્યા, પણ વીતરાગને છદ્મસ્થ માન્યા, શાથી ?, મોહનીય જાય એટલે વીતરાગ, કેવલજ્ઞાન ન થયું ત્યાં સુધી છદ્મસ્થ. વીતરાગને છદ્મસ્થ માન્યા, પણ સર્વજ્ઞને સમોહી ન માન્યા, કારણ કે રાગ ખસ્યા વગર જ્ઞાનાવરણીયાદિ ખસતા નથી.
મોહવાળો છે પણ સર્વજ્ઞ છે એમ કહી ન શકાય, મોહ વગરનો છે પણ અસર્વજ્ઞ છે એમ કહી શકાય, અને મોહ વગરનાં નથી પણ સર્વજ્ઞ છે એમ ન કહી શકાય. મોહનીયના નાશ વિના સર્વજ્ઞપણું થાય નહિ તો પછી મોહવાળાને સર્વશ માનવાનો અવકાશ નથી. આપણે જોઈ ગયા કે મોહનીય ન હોય તો જ્ઞાનાવરણીયાદિ બંધાય પણ નહિં અને ટકે પણ નહિં. મોહ ક્ષીણ થયા પછી બે ઘડીમાં સર્વજ્ઞ થાય એ નિયમ, કેમકે તેટલા વખતમાં જ્ઞાનાવરણીયાદિ જાયજ. પ્રશ્ન થશે કે બારમે ગુણસ્થાનકે મોહનીયનો ઉદય નથી તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયનો ઉદય કેમ ? ધુમાડો અગ્નિને પુંછડે બંધાયો છે. અગ્નિ હોય તોજ ધુમાડો થાય, પણ અગ્નિ હોલવી નાંખ્યો તો પણ તે સ્થાને પહેલાંનો ધુમાડો રહે છે, તેજ રીતે અહીં પણ સમજવું. અગ્નિ બુઝાયા પછી ધુમાડો માત્ર થોડીવાર રહે પણ નવો ન વધે એટલે એને શમ્યાજ છુટકો, તેવી રીતે મોહનીયનો ક્ષય થાય એટલે અંતરમુહૂર્ત ત્રણે કર્મો રહે, ને પછી નાશ પામેજ. બારમે ગુણસ્થાનકે મોહરહિત પણે રહેલો આત્મા લગભગ ૪૮ મીનીટમાં સર્વજ્ઞ થઇજ જાય. કેવલજ્ઞાન એ કેવલજ્ઞાનાવરણીયના ક્ષયથી થવાવાળું છતાં એ પણ મોહક્ષયથી થાય. પહેલાં મોહનો ક્ષય થાય પછી બારમાં ગુણસ્થાનકના છેડે જ્ઞાન દર્શનના આવરણ તથા અંતરાય એ ત્રણેનો ક્ષય થાય એટલે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. શાસ્ત્રકારોએ ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ એમ બે શ્રેણિ માની છે. ઉપશમ માટે ઉપશમશ્રેણિ, પણ મોહના ક્ષય માટે ક્ષપકશ્રેણિ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય એ જેવું ચોથે ગુણસ્થાનકે તેવુંજ બારમે ગુણસ્થાનકે હોય તો ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકસુધી જીવે પ્રયત્ન શાનો કરવાનો ? બેય શ્રેણિઓ માત્ર મોહના ચુરા કરવા માટે છે. ગુણસ્થાનક ચારથી દશ સુધીના કોને માટે ?, જ્ઞાનાવરણીયના ક્ષય ક્ષયોપશમ માટે કે દર્શનાવરણીય તથા અંતરાયના ક્ષય, ક્ષયોપશમ માટે નહિ, પણ માત્ર મોહનીયના ક્ષયને ઉપશમ માટેજ, ટુંકામાં આ જીવે મોહ ક્ષય કરવા માટે ઉઘમ કરવાની ઘણીજ જરૂર છે.
સર્વજ્ઞ શાસન નહિ કહેતાં જૈન શાસન કેમ કહો છો ? ભગવાનને વીતરાગ કેમ કહો છો ? મનુષ્ય માત્રમાં બાલ્યપણાની અજ્ઞાન અવસ્થાની અને એનીજું મોટાપણાની સારી અવસ્થાની છબીમાં ફરક છે. તેરમા ગુણસ્થાનકે રહેલા સર્વજ્ઞ થઇ ગયેલા ભગવાનને બારમા ગુણસ્થાનકે સ્થિત વીતરાગપદથી બોલાવો તે સ્તુતિ કે નિંદા ? વિચારો ! ચંદ્રગુપ્ત રમે છે ત્યાં ફરતો ફરતો ચાણાકય આવ્યો છે. ચંદ્રગુપ્ત પોતે રમતમાં રાજા બન્યો છે, સાચો રાજા નથી, બીજાઓ પણ એના ગોઠીયા છે, સાચા નોકરો નથી, પણ પોતે હુકમ કરે છે. યુદ્ધાદિ કરે છે, એ ઉપરથી આ છોકરો રાજગાદીને લાયક છે એવો નિશ્ચય ચાણાકય કરે છે. જેમ અહીં બાલ્યાવસ્થામાં પણ રાજ્યને યોગ્ય લક્ષણોથી એવું માનવામાં આવ્યું, તેજ રીતે જ્ઞાનાવરણીયાદિ છતાં ત્યાં પણ વીતરાગ કહી પરમ પૂજ્ય કહી શકાય કેમકે વીતરાગ અવસ્થા એ સર્વજ્ઞપણાના બીજરૂપે છે. વીતરાગ અવસ્થા ન હોય તો સર્વજ્ઞપણું
Page #171
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૩૩
૧૦૩
શ્રી સિદ્ધચક્ર થાય જ નહિ. વીતરાગ અસર્વજ્ઞ માન્યા પણ સર્વજ્ઞ સમોહી ન માન્યા, માટે સર્વજ્ઞપણાનો ગુણ ચઢતી કોટિનો એ વીતરાગપણાનો ગુણ એથી ઉતરતી કોટિનો છે છતાં સ્તુત્ય ગણ્યો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય તથા મોહનીય એ ચારે કર્મ રહિત છે, છતાં ભગવાનને વીતરાગ કેમ કહો છો? માત્ર એકજ કર્મ જતાં થતી અવસ્થાને અગ્રપદ આપો છો ને ચાર કર્મથી નીપજતી અવસ્થાને અગ્રપદ કેમ નથી આપતા? જેમ સો (૧૦૦) માં બધા આંકડા સમાઈ જાય તેમ સર્વજ્ઞપણાના ગુણમાં બધા ગુણ સમાઈ જાય, છતાં એ ગુણને મુખ્ય ન માનતાં વીતરાગપણાના ગુણને મુખ્ય કેમ ગણ્યો ? વળી રાગાદિશત્રુને જીતે તે જિન. એ શત્રુઓ બારમે ગુણસ્થાનકે જીતાય, તેને તેરમા ગુણસ્થાનકના નામે કેમ ચઢાવો છો ? “સર્વજ્ઞકથિત સર્વજ્ઞ શાસનરસી' વિગેરે કહો, પણ “જિન” શા માટે? “સર્વજ્ઞ એવા ઉંચા સંબોધનને ગૌણ કરી અપેક્ષાએ “વીતરાગ'એ હલકા સંબોધનને મુખ્ય કેમ કરો છો? આખુંયે શાસન શ્રી જિનેશ્વરદેવનું છે ! છતાં શ્રી જૈન શાસનનું તત્ત્વ મોહના અભાવ ઉપર છે. આ શાસનમાં જ્ઞાનની કિંમત સ્વતંત્ર નથી. દુનિયામાં પણ જ્ઞાનની કિંમત જ્ઞાનરૂપેજ છે, ફલરૂપે નથી. છાપરાંના નળીયાં ગણવાથી પણ જ્ઞાન તો થાય પણ ફાયદો શો ? જેનાથી ફાયદો થાય તેનેજ દુનિયાદારીમાં પણ જ્ઞાન માનવા તૈયાર છો, અન્યથા નહિ. મનુષ્યો જેનાથી કમાણી દેખાય તે શિક્ષણ પસંદ કરે છે. આ કિમત તે કમાણીની કે કેળવણીની? મતલબ કે દુનિયામાં પણ જ્ઞાન જ્ઞાનરૂપે સ્વીકારાયેલું છતાં ફુલરૂપે સ્વીકારાયેલું નથી, સાધન તરીકે સ્વીકારાયેલું છે. જો જ્ઞાન, જ્ઞાન તરીકેજ સ્વીકારાયેલ હોય તો ફળની અપેક્ષા હોવી ન જોઈએ. સુખ સ્વભાવેજ ઇષ્ટ છે ત્યાં પ્રશ્ન ન હોય. પ્રશ્ન સાધનમાં હોય, સાધ્યમાં ન હોય. સાધનોમાં ભલે પ્રશ્નોની પરંપરા ચાલે. જેમકે દહેરે ઉપાશ્રય શા માટે જવું? દેવગુરૂની આરાધના માટે. એ શા માટે ? કેવળજ્ઞાનાદિક પ્રગટ કરવા માટે. એ શા માટે ? મોક્ષ પ્રાપ્તિ માટે ? મોક્ષ= સાચા સુખ માટે, પણ એ સુખ શા માટે ? એ પ્રશ્ન ન હોય, એ પ્રશ્ન કરનારો મૂર્ખ ગણાય. રાગદ્વેષ દૂર શી રીતે કરાય?
ખેતરમાં આંબા વાવે તે ખાવા અગર કમાઈ સુખ મેળવવા. તે રીતે જૈન શાસનમાં રાગદ્વેષનો ક્ષય-એજ-પરમ-ફળ છે. એક મનુષ્યને અજીર્ણ થયું. પેટમાં મળ બાઝી ગયો. એને એરંડીયું આપવામાં આવે ત્યાં આટલો ભાર ભર્યો છે, વળી એરંડીયું કયાં ભરે છે? એમ પૂછાય? મળને એરંડીયું કાઢશે પણ એરંડીયાને કોણ કાઢશે? અરે ! એ તો આપોઆપ નીકળી જશે, તેવી રીતે આ જીવ અનાદિકાલથી રાગદ્વેષથી વાસિત છે. પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજ ફરમાવે છે કે એ રાગદ્વેષ બંનેનો નાશ કરવો હોય તો એમાં રાગદ્વેષ ઉમેરો ! આ શું? ચમકશો નહિ! જેમ એરંડીયું ભારરૂપ છે છતાં પેટના મેલને કાઢી પોતે નીકળી જાય છે માટે ફાયદાકારક છે, જ્યારે પેટમાં મળવાળાને બરફી, પેંડા અપાય તો તે બરફી, પેંડા તો ભારમાં ભાર વધારે છે, તેવી રીતે રાગદ્વેષમાં પણ રાગદ્વેષના, પ્રકારોનો ફરક છે. પ્રશસ્ત રાગદ્વેષ દીવેલ (એરંડીયા) જેવા છે, જ્યારે અપ્રશસ્ત રાગદ્વેષ બરફી, પેંડા જેવા એટલે ખાતાં મીઠાં લાગવા છતાં નુકશાન કરનારા છે. વિષ્ય, કષાય, ધન, માલમિલકતને અંગે થતો રાગ કે દ્વેષ બરફી પૅડાની જેમ ભારરૂપ છે, જ્યારે કર્મ, અશાન, મિથ્યાત્વ, અવિરતિ વિગેરેને અંગે થતો ઢેષ (અજ્ઞાનાદિ પ્રત્યે થતો દ્વેષ) એરંડીયાના ભાર જેવો છે. દેવગુરૂ ધર્મ પરત્વે રાગ થાય,
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૦૪.
તા.૧-૧૨-૩૩
શ્રી સિદ્ધયક મિથ્યાત્વ અવિરતિ વગેરે પ્રત્યે અરૂચિ થાય તોજ આત્માનો વિસ્તાર થવાનો, અન્યથા નહિ.
ગોશાળો જ્યારે ભગવાનને ઉપદ્રવ કરવા આવે છે ત્યારે બધા સાધુને ભગવાન મૌન રહેવાનું ચેતવે છે=ફરમાવે છે. પર્યુષણામાં આ વાત કાયમ સાંભળો તો છોને ! ગોશાળો આવે છે, યા તદ્દા બકવાદ કરે છે, તે વખતે સુનક્ષત્ર અને સર્વાનુભુતિ મુનિવરો ભક્તિના ભાવવાહી, આ વેશમાં આવી વચ્ચે બોલે છે, પ્રભુની થતી આશાતના તેઓ સહન કરી શકતા નથી. ભગવાને “ના” કહી હતી છતાં વચ્ચે આવ્યા, બોલ્યા, ગોશાળાને વાર્યો, પાપીએ પુણ્યાત્માઓને ભસ્મીભૂત કર્યા, મુનિવરો સ્વર્ગે સંચર્યા, તેમજ ઈદ્રમહારાજાએ લુહાર વિગેરેને શિક્ષા કરી તે પણ ભગવાન પરત્વેના રાગનાજ કારણે. સુનક્ષત્ર સર્વાનુભુતિ એ બેય મુનિવરો સર્વવિરતિવાળા છે, બહુવેલ સંદિસાહુ' એ સૂત્રથી આજ્ઞા વિના કદમ નહિ ભરનારા છે, છતાં વિચારો કે પ્રશસ્તરાગ શું કામ કરે છે ! ઈદ્ર એવી પ્રતિજ્ઞા નથી કરી, મતલબ કે પ્રશસ્ત રાગના કારણે ઈન્દ્ર જેવા ભક્તોથી આશાતના દેખી શકાયજ કેમ ? ગુણની જેમ અધિકતા તેમ રાગની તીવ્રતા વધારે. એ મુનિઓને ભગવાને નિષેધ કર્યા છતાં વચ્ચે આવવાથી શું આજ્ઞાભંગ કર્યો ? ના ! કેમકે ગુણવાનની ઉપર જીંદગીના ભોગે રાગ હોવો જોઇએ. એ પણ ભગવાનેજ કહ્યું છેને ! અરે ! સુનક્ષત્ર સર્વાનુભૂતિએ તો કરી બતાવ્યું છે. ગજસુકુમાળનું દ્રષ્ટાંત, શ્રીકૃષ્ણજીનું ધૈર્ય.
ભગવાન નેમિનાથ સ્વામિના મુખે જ્યારે દેવકી પોતાના છ પુત્રોનો વૃત્તાંત જાણે છે ત્યારે ખેદ પામે છે. પોતાને ત્યાં એકજ આકૃતિના દેખાતા સાધુ વારંવાર આવતા જોઈ “શું દ્વારિકામાં ગોચરીની મુશ્કેલી છે ? એમ સંદેહ થતાં દેવકી પૂછે છે, દીક્ષિત મુનિઓ તરફથી સુલતાના પુત્રો તરીકે પોતાને ઓળખાવવામાં આવે છે, ટુંકામાં નેમનાથ સ્વામિના કહેવાથી દેવકી જાણી શકે છે કે એ છયે પુત્રો પોતાના છે કે જેને જન્મતાંજ હરિણગમેષી ઉપાડી ગયો હતો અને તેને સ્થાને મૃત બાલકો મૂકયાં હતાં. આ વ્યતિકર જાણી દેવકી ઉદાસીન થયાં. કૃષ્ણ એમને નમન કરવા આવ્યા છે પણ દેવકીને ખ્યાલ નથી. ઉદાસીન માતાને જોઇ વાસુદેવ કૃષ્ણ દુઃખી થાય છે. માતાને વિનવે છે અને શોકનું કારણ જાણી તેને દૂર કરવાનો ઉપાય પોતે કરશે એવું આશ્વાસન આપે છે. માતાનું દુઃખ નિવારવા કૃષ્ણ કોઇક સંબંધી દેવને આરાધી માતાને માટે પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવે છે. ગજસુકુમાળ જન્મ છે. આ પુત્ર કેવો? કહોને ! દેવકીએ રોઈને લીધેલો, કૃષ્ણનો દીધેલો. આ ગજસુકુમાળ પ્રત્યે માતાની તથા કૃષ્ણની પ્રીતિ કેવી હશે ! નામે ગજસુકુમાળ હતા એમ નહિ પણ નામ પ્રમાણેજ હાથીના તાળવાની જેવાજ શરીરે કોમળ. મોટા થયા, ભાઈ કૃષ્ણ એને માટે અતિરૂપાળી કન્યાની શોધ કરવા લાગ્યા. આ કોણ? વાસુદેવ ! એના ભાઈ માટે શું માગાની ખોટ હતી ? ના, પણ કૃષ્ણનું હૃદય તપાસો! એક બ્રાહ્મણની છોકરીને એને યોગ્ય જોઇ, કે તરત ઉઠાવી અને ગજસુકુમાળ સાથે પરણાવી. હવે ભગવાન જ્યારે પધાર્યા ત્યારે તેમની દેશના સાંભળી જાગેલા વૈરાગ્યયોગે ગજસુકુમાળજી દીક્ષા લેવા તૈયાર થયા. જેના ઉપર આટલી પ્રીતિ તેને વૈરાગ્ય થયો તે વખતે કૃષ્ણના અંતઃકરણમાં શું થવું જોઈએ ! કૃષ્ણજીએ ભગવાન શ્રી નેમિનાથ સ્વામિજીના પ્રથમ અનન્યભક્ત,
Page #173
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૩૩
૧૦૫
શ્રી સિદ્ધચક્ર તેને જ ઘેર ધાડ ! જેઓ દીક્ષાને ધાડ માને તેઓ એમજ બોલેને ! જેઓ દીક્ષાને આત્મોદ્ધારક માને તેઓ ઘર માર્યું કે “ધાડ પાડી’ એમ મનમાં ન લાવે પણ ઉદ્ધાર થયો માને, કૃષ્ણજી પોતેજ એનો દીક્ષા મહોત્સવ કરે છે. જો દૃષ્ટિમાં તત્વ ન હોય તો આ વખતે કૃષ્ણજીને કેવો રોષ થાય? યાદ રાખો! એક ગાળદેવામાં પણ આપણે સ્વતંત્ર નથી, જ્યારે પેલા તો વાસુદેવ હતા, ત્રણ ખંડના માલીક હતા, ગજસુકુમાળને દેવના આરાધનથી મેળવ્યો હતો, માતાના આશ્વાસન માટેજ મેળવાયો હતો, માતાના આધારરૂપ હતો, જેને માટે કન્યા પણ તેણીના માબાપની રજા વગર ઉપાડી લાવવામાં તથા પરણાવવામાં આવી છે; કાંઈ બાકી છે ? વળી બધાનો ઉપાલંભ પણ કૃષ્ણજીના શિરેજ છે. પોતાને પણ ભાઈ તરીકે અત્યંત સ્નેહ છે. વળી પોતે માને છે કે આખું રાજય, શરીર, સુખ તમામ એક ત્રાજવામાં જ્યારે માતાનાં આંસુનું એક બિંદુ બીજ ત્રાજવામાં. એજ રીતે ધર્મિષ્ઠને તમામ સુખ, રિદ્ધિ, સમૃદ્ધિ એક ત્રાજવામાં હોય અને ધર્મની જઘન્ય પણ આરાધના બીજા ત્રાજવામાં હોય. તમે પાપઘેલા થાઓ તેના કરતાં ધર્મઘેલા થાઓ એજ સારું છે. શ્રીકૃષ્ણજી પોતેજ એ ભાઈને ધામધૂમથી દીક્ષા અપાવે છે. આ તો સાચી ઘટના છે, પણ તમે આવી એક જુદી કલ્પના ઉભી કરી પોતાના આત્માને તપાસો તો ખરા કે તેમાં પણ આત્મા ટકે છે કે ચલવિચલ થાય છે? ત્રણખંડના માલીકનો આત્મા કેમ ટકયો ! એ પ્રશસ્તરાગમય સમ્યકત્વથી પ્રાપ્ત થયેલ ધૈર્યની બલિહારી !! શ્રીશોભન મુનિ અને પતિ ધનપાળ.
શ્રીશોભન મુનિને અંગે બારવરસ માળવો બંધ રહ્યો. શ્રી ઉદ્યોતનસૂરિએ ધનપાળના ભાઈ શોભનને દીક્ષા આપી હતી. ધારાનગરીના રાજા પાસે એ દેશમાં કોઈપણ સાધુને ન આવવા માટે ધનપાળે બંધી કરાવી હતી, છતાં શ્રીશોભન મુનિ ત્યાં ગયા. ધનપાળ અને શોભન સામા મળે છે ધનપાળ શ્રીશોભનને અસભ્ય વચનથી સત્કારે છે. અબવંત ! મવંત નમસ્તે !
હે ગધેડા જેવા દાંતવાળા, તને નમસ્કાર થાઓ !' ધનપાળ પોતાના ભાઈ શ્રીશોભન મુનિને આ રીતે કહે છે. શ્રીશોભન મુનિ પણ પ્રત્યુત્તર વાળે છે. પવૃષVIી ! વચ્ચે સુવું તે !
હે માંકડાન અંડ જેવા લાલ મોઢાવાળા મિત્ર ! તને સુખ છે?
પાંચસે પહિતના ઉપરીને આ રીતે કોણ સંભળાવે ? શાસનપ્રભાવક શોભન મુનિર્વયજી. (સભામાંથી)
ધનપાળ ઓળખે છે, અને પૂછે છે કે ક્યાં જશો?' શ્રીશોભન મુનિ કહે છે-“તારે ત્યાં.” શ્રીશોભન મુનિ ત્યાં જાય છે. આ વૃત્તાંત જૈન શાસનમાં મશહૂર છે. શ્રીશોભન મુનિના પ્રભાવથી ધનપાળ એવો મજબુત થાય છે કે પ્રસંગો આવે છતે પણ પાપની અનુમોદના નથી કરતો. ભોજરાજાએ એક તળાવ બંધાવેલ છે, રાજા પાંચસે પણ્ડિત સાથે ત્યાં જાય છે, તમામ પણ્ડિતો એ તળાવનાં વખાણ કરે છે; જ્યારે ધનપાળનો વારો આવ્યો ત્યારે તળાવના કાવ્યમાં એ તળાવને “જેમાં માછલાંઓ હણાઈ રહ્યા છે એવી ખાટકીની મત્સ્યદાન-શાળા” જણાવે છે. પ્રજા પણ ત્યાં હાજર હતી, છતાં બધાનો કોપ વહોરીને પણ આવું કયારે બોલાય? સાચું સત્યના પ્રેમમય ને અસત્યની અરૂચિમય પ્રશસ્તરાગાદિજન્ય શૈર્ય આવે ત્યારે.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૦૬ શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩ રાજાને ખરાબ લાગ્યું અને મકાને પહોંચ્યા પહેલાં જ તેની બે આંખો ફોડી નાખવાનો નિર્ણય કર્યો. આગળ જતાં બીજો પ્રસંગે ઉપસ્થિત થતાં રાજા પ્રસન્ન થઈ ધનપાળને વર માંગવાનું કહે છે અને સંજ્ઞા પરથી સાવચેત થયેલ ધનપાળ ચક્ષુઓજ માંગી લે છે. ધર્મની બાબતમાં કટોકટીના વખતે ધનપાળે બધાની ‘હા’માં ‘હા’ ન મેળવી પણ બધાની હા’ પર પાણી મેળવ્યું.
જ્યારે ધારાનગરીના રાજા ભોજનો એક પંડિત ધનપાળ જો અણસમજુ હતો ત્યારે વેષમાં આવ્યો ને સાધુને આવવા માટે બાર વર્ષ સુધી માળવાદેશ બંધ કર્યો તો કૃષ્ણજી દ્વેષમાં આવે તો શું ન કરે? પણ એમનામાં સમકિત હતું. સમકિતી તેજ કે જે દુનિયાને દુનિયાના સમસ્ત સાધનને પાપસ્વરૂપ માને. પોતાથી પાપ છુટે યા ન છૂટે એ જુદી વાત, પણ એને એ ખરાબ તો જરૂર માને, અને મોહમાંથી છુટનારને એ ધન્યવાદને પાત્ર જરૂર માને, તેની પ્રશંસા કરે અને શક્તિસંપન્ન હોય તે તો મહોત્સવ કરે. પુષ્પથીયે કોમળ, વજુથીયે કઠણ, એવા મહાત્માનાં જીવન અલૌકિક છે.
કૃષ્ણજીએ દીક્ષા અપાવી, ગજસુકુમાળજીએ દીક્ષા લીધી, ખૂદ ભગવાન નેમનાથ સ્વામિએ દીક્ષા આપી. આવા સુકોમળ છતાં કર્મ હણવામાં શૂરવીર બનેલા મહાત્મા ગજસુકુમાળજી પ્રભુની આજ્ઞાપૂર્વક કાર્યોત્સર્ગે રહ્યા. એના સસરા સોમિલ બ્રાહ્મણે દેખ્યા, દ્વેષ થયો, કેવો દ્વેષ?, પોતાના જમાઇ એવા મુનિના મસ્તક પર માટીની પાળ બાંધી, તેમાં ખેરના ધગધગતા અંગારા ભર્યા. આ પ્રસંગે શું થાય? ગજસુકુમાળજીની એકજ ભાવના છે. સંસારની બેડી આ લુહાર તોડે છે તો કયો મૂર્ખ કેદી રાડ પાડે? સસરા સોમિલપર દ્વેષનો છાંટોએ નથી. મુનિના કર્મ ખપે છે, અને તેઓ આંતકૃત કેવળી થાય છે. શ્રીકણજીનો પ્રશસ્ત કોલ.
એજ વખતે કૃષ્ણજી ભગવાન નેમનાથ સ્વામિ પાસે વંદનાર્થે ગયા છે અને મુનિ ગજસુકુમાળ કયાં છે? એમ પૂછે છે. ભગવાન કહે કે વાસુદેવ! તમારા એ ભાગ્યવાન ભાઈએ સાધ્ય સિદ્ધ કર્યું, અને તે મારનાર મનુષ્ય તો એમાં સહાય કરી. પ્રભુએ વૃત્તાંત કહ્યો. હવે કૃષ્ણજીના ક્રોધનું પૂછવું શું? શ્રીકૃષ્ણ વિચારે છે કે મારા રાજ્યમાં જે પૂજ્યને ન પૂજે તે ગુન્હેગાર છે તો પછી પૂજ્યનો નાશ કરનાર તો મહાગુન્હેગાર છે. કૃષ્ણજીએ-એ માણસ મને ક્યાં મળશે ! એવું પૂછતાં ભગવાને કહ્યું કે-“એ મનુષ્ય તને સામે મળશે, તને દેખતાંજ એની છાતી ફાટી જશે ને એ મરી જશે.” પોતાના રાજ્યમાં થયેલી ઋષિ હત્યાથી વાસુદેવને શોક થયો, દીક્ષાને અંગે બાહ્ય થયેલો શોક તો નામનો, પણ આ શોકની તો સીમા નહિ? પોતે રવાડીને રવાને કરી, મુખ્ય રસ્તો મૂકીને આડફેટે રસ્તે પોતે ચાલ્યા. સોમિલ પણ પાપથી શંકા તો મુખ્ય માર્ગ મૂકી આઠેમાર્ગે આવતો હતો. ઉગ્ર પાપ આ લોકમાંજ ફળે છે. સામેથી કૃષ્ણને આવતા જોયા, અને એ પોતાને માટેજ આવે છે એમ માનતાંજ છાતી ફાટી ગઈ અને એ મરી ગયો. રાજા તરફથી ગુન્હેગારને થતી શિક્ષામાં હેતુ નવા ગુન્હેગાર ન થવા દેવાનો હોય છે, અને માટે જ તેવી કેટલીક-સજાઓ જાહેર થાય છે. બીજા બળવાખોરોને બંધ
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૦૦
તા. ૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર કરવા માટેજ બળવાખોરને ફાંસી, બળવાખોરના સ્થાનમાં અપાય છે. પોતાની આખીનગરીમાં પૂજ્યની તરફ કોઈ આંગળી સરખી કરનાર ન હોવો જોઇએ, ન રહેવો જોઈએ, એ કૃષ્ણજીની મહેચ્છા હતી, તેથી ચંડાળોને બોલાવી હૂકમ કર્યો કે-“આને મંજુની દોરડાથી બાંધી, શ્વાનના શબની જેમ બધે ઢસડો અને પૂજ્યને પડનારની આ દશા થાય તેવું બોલતા જાઓ, તથા જ્યાં આ પાપીનું શબ ફરે ત્યાં પાછળથી પાણી છાંટી તે રજ પવિત્ર કરો. યાદ રાખો ! નેમનાથજીએ તો સોમિલને મોક્ષમાર્ગમાં મદદ કરનારો કહ્યો છે, જ્યારે કૃષ્ણજીએ શું કર્યું? ગુણાનુરાગના ગૌરવમાં, ભકિતરાગની તન્મયતામાં, આત્મકલ્યાણની બુદ્ધિમાં-આ બધાને અંગે પ્રશસ્તરાગની તીવ્રતા હોય તો શ્રીતીર્થંકરદેવનું સમતામય વચન પણ હીસાબમાં રહી શકતું નથી. જો તેમ ન હોય તો સર્વાનુભૂતિ, સુનક્ષત્ર ભગવાન મહાવીર મહારાજનો સ્પષ્ટનિષેધ છતાં ગોશાળાની સામા ઉતરત નહિ, તેઓએ ભગવાનની અવજ્ઞા નથી કરી પણ ભક્તિ કરી છે, ગુણરાગ, ભક્તિરાગ આત્મામાં ઓતપ્રોત થઈ જાય એવો તીવ્ર હોવો જોઇએ. એવા તમામ વાતને દેવગુરૂ ધર્મની પછીજ માને. આર્થિક સામાજિક, શારીરિક, કૌટુંબિક કોઇપણ સંપત્તિ તે દેવગુરૂ ધર્મની પછીજ છે. આ દશા આવે ત્યારે તીવ્ર ગુણરાગ થયો કહેવાય. એ રાગ થાય ત્યારે દુનિયાનો રાગ ખસે. દુનિયાદારીમાં પણ તમે તમામ વાતને આબરૂની પાછળ લટકતી રાખો છો, તેમ સમકિતી જીવને યશકીર્તિ કે સંપત્તિ વિગેરેના સંયોગો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય પણ તે બધુંયે દેવગુરૂ અને ધર્મ પછીજ. લીટા અને એડો.
દેવગુરૂ ધર્મ પરત્વે આવો તીવ્ર રાગ જાગે ત્યારે જ મિથ્યાત્વ પ્રત્યે તીવ્રષ થાય, અને એજ સમકિત. પ્રશસ્ત રાગદ્વેષને કાઢવાના નથી, એ તો એની મેળે નીકળવાના, આગ ભડકો ત્યાં સુધી કરે કે એને જ્યાં સુધી બાળવાનું મળે. પ્રશસ્ત રાગદ્વેષ પણ અગ્નિ છે, તે અપ્રશસ્ત રાગદ્વેષરૂપી લાકડાં હોય ત્યાં સુધી બળવાનો, પછી નહી; પછી આપોઆપ હોલવાઈ જાય. જૈન શાસન મોહ, રાગ, દ્વેષ વિગેરેને બાળવાને માટે છે. સર્વજ્ઞપણું વિતરાગપણાના પુંછડે લાગેલું છે. મોહનીય કર્મનો નાશ કરવા માટે અનંતા જન્મો જોઈએ, જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરવા માટે માત્ર ૪૮ મીનીટ જોઇએ. અનંતા દ્રવ્ય ત્યાગો ન હોય ત્યાં સુધી ભાવત્યાગ આવે નહિ અને એ વિના મોક્ષ નથી. સેંકડો લીટા વગર એકડો થતો નથી, તો અનંતી વખત દ્રવ્ય ત્યાગના લીટા થાય ત્યારે ભાવત્યાગનો એકડો આવે. મરૂદેવા માતાને ત્રસ પણ નહોતાં થયાં છતાં ભાવચારિત્રરૂપ એકડો કેવી રીતે થયો છે ? કદાચ ઠેસ વાગવાથી ઈટ ઉખડી ગઈ, ને મહોર નીકળી પડી, પણ એથી ઠામઠામ એ રીતે નીકળે એવો નિયમ બંધાય ? નહિ. તેવી રીતે અનાદિ કાળથી ત્યાગ નહોતો પણ ત્યાં ભોગ પણ નહોતો, તેથી ચીકણાં કર્મ નહોતાં એ વિચાર્યું? શાસ્ત્રકાર સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિજી પણ એ મરૂદેવીના દષ્ટાંતને અચ્છેરું (આશ્ચર્ય) કહે છે. ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એવો ધર્મ અને તેનાં ફળ તેની વિસ્તારપૂર્વકની વિચારણા અગ્રે વર્તમાન.
Page #176
--------------------------------------------------------------------------
________________
- ૧૦૦
તા.૧-૧ર-૩૩
શ્રી સિદ્ધચક 涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨
श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः
- સાગર સમાધાન કર
涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨涨 સમાધનાર-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડઅભ્યાસી, આગમોદ્વારકા આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ.
પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રદ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.)
સંચયકાર- પૂ. મુનિવર્ય શ્રીચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન પ૭૫- સમ્યગુદૃષ્ટિ, દેશવિરતિ પ્રતિમાપારીઓ, ક્રોડપૂરવ સુધી ચારિત્ર પાળવાવાળા જે નિર્જરા કરે તેના કરતાં અસંખ્યાત ગુણી નિર્જરા સમ્યકત્વ પામતી વખતે હોય એ શું? ચોથે-પાંચમે છટ્ટ ગુણઠાણે રહેલો જે કર્મ તોડે તેના કરતાં સમ્યકત્વ પામતી વખતે અસંખ્યાત ગુણાકર્મ તોડે એ શું? આતો ચોથા પાંચમા છઠ્ઠા ગુણગણાની મહત્ત્વત્તા ઘટાડો છો-એમ નથી સમજાતું ?
સમાધાન- દુનિયાદારીની અપેક્ષાએ સમજો એક દરિદ્રી મનુષ્ય છે કે જેને પૈસાનું શાક લાવવું હોય તો પાંચની પાસે તેને હરદમ આંસુ ઢાળવા પડે છે. તેવા દરિદ્રને ભાગ્યશાળી પરોપકારી મળ્યો, મળતાં જ તેણે ચોપડો દેખાડયો અને ચોપડામાં રહેલી નજરે ન પડે તેવી એક લાખની રકમ બતાવી, તે વખતે તે દરિદ્રીના હૃદયનો ઉલ્લાસ તપાસો. જો કે તે ઉઘરાણી જશે. સામો માણસ આનાકાની કરશે, આનાકાની કરતી વખતે અને તે પછી દાવો કરવો પડશે, હુકમનામું થશે, બજવણી થશે, ત્યારે રૂપિયા ઘર ભેગા થાશે પણ તે બધા કાળમાં જે ઉલ્લાસ થાય તેના કરતાં લાખની રકમ નજરે પડે તે આનંદમાં મહાન ફરક છે. તેવી રીતે આ આત્મા દરિદ્રી થઈ બેઠો છે, તે વખતે શાસ્ત્રકારોએ ચોપડારૂપ શાસ્ત્ર દ્વારા અમૂલ્ય વારસારૂપ વ્યક્તિગત રહેલું કેવળજ્ઞાનાદિ દેખાડયું તે વખતે સમ્યગદર્શન પામવાની અમોઘ પળ છે. અપૂર્વદર્શનની અલ આથીજ એ સિદ્ધ થયું કે સમ્યગુદર્શન પામવાવાળા, દેશવિરતિવાળા અને સર્વવિરતિવાળા કરતાં અસંખ્યગુણી નિર્જરા સમ્યગુદર્શન પામતી વખતે છે. આશામી સદ્ધર દેખ્યા પછી હકનો વારસો વસુલ કરવામાં વિલંબ જરા કે થતો નથી, તેવી રીતે સમ્યકત્વ શાસ્ત્રાધારે નક્કી થયા પછી આ આત્મા શાહુકાર છે તે પોતાનો સર્વ ગુણમય અમોઘ વારસો હસ્તગત કરશે તેમાં શંકાને સ્થાન નથી. પ્રશ્ન પ૭૯- સમ્યકત્વ પામતી વખતે પ્રથમ મનોરથ કયા હોય?
સમાધાન- સમ્યકત્વ પામતી વખતે કેવળજયોતિ પ્રગટાવવાના અમોધ મનોરથ આવિર્ભાવ પામે છે. પ્રશ્ન ૫૭૭- સમકતી બાપની પ્રવૃત્તિ પુત્ર પ્રત્યે કેવી હોય ?
સમાધાન- ચાણાક્યનો જન્મ થયો ત્યારે તે દાંત સહિત અવતર્યો. દાંત સહિત કોઇપણ બાળક અવતરતું નથી, અવતર્યું હોય તેમ સાંભળ્યું પણ નથી, છતાં દાંતસહિત બાળક અવતર્યો એ આજે નજરો નજર જોયું એટલે તેને આશ્ચર્ય થયું !! પાસેના મકાનમાં ગ્રામાનુગ્રામ વિહાર કરીને શ્રીઆચાર્યદેવ જ્ઞાનવાન આવેલ હતા તેમને પૂછયું, ઉત્તરમાં રાજા થશે એમ કહ્યું, રાજા થશે એ સાંભળીને આજે ઢોલ પીટવા મંડી જાઓ છો, પણ તે વખતે તેમ ન બન્યું. ત્યારે શું બન્યું? તે તપાસો. રાજા થશે. એ શબ્દ સાંભળતાંજ શ્વાસ ઉડી
Page #177
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૩૩ શ્રી સિદ્ધચક્ર
૧૦૯ ગયો ! જુઓ સમકતીની સાચી સમજણ ! દયાળુ સમકતીરૂપ ક્ષત્રિયના ખોળામાં આવેલી ભવ્યરૂપ બકરીનો વાળ વાંકો ન થાય, તેવી રીતે પવિત્ર જૈન ધર્મવાળાના કુળમાં જન્મેલો પુત્ર નરકાદિક દુઃખનો ભાગીદાર થાય એ બનેજ નહિ. તુરતજ સોનીને ઘરથી કાનસ મંગાવીને દાંતો ઘસી નાંખ્યા. છોકરો રાજા થવાનું બાપને ન ગમે એ કલ્પના કયા ખુણામાં સમકિતીના હૃદયમાં વસે છે ? તે વિચારો, અઢાર પાપસ્થાનકની આલોચના આત્માને હિતકારી હોય છે, એટલું જ નહિ પણ તે પ્રવૃત્તિ દેખનાર બીજાના હૃદયને આલોચનાના માર્ગમાં ખીંચનારી થાય છે તેવી પ્રવૃત્તિ ચાણકયના પિતાની હતી. પાપને પરાણે લાવવાની તજવીજ કરનારો અને પુણ્યના ફલને પોક મુકાવનારો ચાણક્યનો બાપ સમકતદ્રષ્ટિ હતો તે તેની કરણી સાક્ષી પૂરે છે. રાજશ્રદ્ધીને ભયંકર ગણનારા, ગણીને ભયંકરરીતિએ પ્રવૃત્તિ કરનારા તે કાળમાં પ્રભુશાસનને શોભાવતા હતા. પ્રશ્ન ૫૭૮- શીખામણ લાગે કોને ?
સમાધાન- હૃદયમાં ધર્મસંબંધી લાગણી હોય તેવાઓને શીખામણ તરતજ લાગે છે. પ્રશ્ન પ૭૯- વચનને વિચારમાં ફેર શો ?
સમાધાન- પાપસ્થાનકને રોજ વચનતારાએ ઓલવો છો છતાં પાપને પાપરૂપ માનવાના વિચારથી હજુ રંગાયા નથી. બે હજાર થયા, પાંચ હજાર થયા, દશ હજાર, વીસ હજાર, લાખ, બે લાખ થયા અગર થાય તે વખત પાપ વધ્યું, અગર પાપ વધે છે એમ લાગતું નથી; કારણ વચન વિચારની સામ્યતાથી કેવો લાભ છે તે સમજાયો નથી અર્થાત્ આ બન્નેનો યથાર્થ ફરક તપાસ્યો નથી. પ્રશ્ન ૫૮૦- પાપ બે પ્રકારનાં કયા?
સમાધાન- ઘાતી અને અઘાતી, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અંતરાય એ ઘાતી, અને તે સિવાયના બાકીનાં ચાર અઘાતી પાપ છે. પ્રશ્ન ૫૮૧- એ બે પાપની શક્તિ કેટલી?
સમાધાન- અઘાતી પાપો પુદ્ગલને પોક મુકાવે છે પણ ઘાતી પાપો તો આત્માને પોક મુકાવે છે. પ્રશ્ન ૫૮૨- દર્શનાવરણીય-જ્ઞાનાવરણીય-મોહ અંતરાયરૂપ ચાર ઘાતકર્મને અંશે પણ હિત કરતાં નથી, પણ ચાર અઘાતી કર્મ કંઇક અંશે લાભ કરી દે છે એ શું ?
સમાધાન- લાંબુ આયુષ્ય, ઉત્તમ સંઘયણ, ઉચ્ચ ગોત્રમાં ધર્મની સામગ્રી પામવાના સંજોગો થાય એ રીતે ચાર અઘાતી કર્મો કંઈક અંશે લાભદાયી છે, પણ ઘાતી તરફથી તો લેશ પણ લાભ નથી. પ્રશ્ન ૫૮૩- નિયાણું એટલે શું ?
સમાધાન- નિયાણું એટલે આત્મહિત કાર્યનો શત્રુ પ્રશ્ન ૫૮૪- દીક્ષાલેનારાઓ કંટાળીને શું નિયાણા કરે છે?
સમાધાન- હા, સાધુ થનારાને ઘરના પ્રતિબંધમાંથી એટલું વેઠવું પડેલું હોય છે કે જેથી મરતી વખતે તેઓ નિયાણું કરે કે કુટુંબ ન હોય ત્યાં જન્મ, રિદ્ધિ સિદ્ધિ સંજોગ ન હોય ત્યાં જમ્મુ, કે જેથી નિર્વિદને દીક્ષા લઈ શકું, આ નિયાણું કરવું તે પણ હિતાવહ તો નથી જ. પ્રભુ મહાવીર ભગવાન કહે છે કે તે નિયાણું કરનારને ધાર્યો સંજોગ મળશે, પણ નિયાણાને લીધે તેને મોક્ષ તો તે ભવમાં નહી જ મળે, કારણકે તે નિયાણું મોક્ષને માટે નહિ, પણ દીક્ષા માટે કર્યું છે; અર્થાત્ આત્મા ઉપર મજબુતી ન રહી પણ કુદરત ઉપર મજબુતી રાખવા માટે તેણે આ નિયાણું કર્યું. પ્રશ્ન ૫૮૫- સુલતાએ પુત્રોની માંગણી દેવ પાસે કરી એ અઘટિત ખરું કે નહિ?
સમાધાન- ના, કારણ કે એ વાત તમે અદ્ધરથી લાવ્યા છો. સમ્યકત્વીઓની માંગણીઓની રીતિ પણ અજબ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩ હોય છે. પ્રથમ દેવ હાજર થયો તે વખતે કહ્યું છે કે તારી પાસે આપવાની જે શક્તિ છે તેની મને ન્યૂનતા નથી, જે ન્યૂનતા છે તે આપવા તું શક્તિમાન નથી. જ્યારે દેવે કીધું કે દેવદર્શન નિષ્ફળ ન હોય માટે કંઈક માગ, ત્યારે પણ તેણે જણાવ્યું છે કે તેમના મારા પતિના) સંતોષની ખાતર તું તારું કથન સફળ કર. પ્રશ્ન ૧૮૬- અનાદિ હોય અને છેડો ન હોય, એ બને પણ અનાદિ હોય અને છેડો પણ હોય એ બને ખરું?
સમાધાન- મિથ્યાત્વ અજ્ઞાનાદિ એ અનાદિના છે એ વાત ખરી પણ તેનો છેડો છે, એટલે નાશ પામી શકે છે. જ્ઞાનાદિ અનાદિના છે છતાં તેનો અંત નથી. પ્રશ્ન ૫૮૭- તીર્થકરો લાયક સમ્યક્ત્વના ધણી હોય એ વાત સાચી છે ?
સમાધાન- હા, તીર્થકરો લાયક સમ્યકત્વના ઘણી હોય પણ દેવલોક યા નરકમાંથી ચ્યવને માતાની કુક્ષિમાં આવે તે વખતે, અગર જન્મ ધારણ કરે તે વખતે, અગર તે પછી પણ ક્ષાયિક સમ્યકત્વવાળા હોય તેવો નિયમ નથી, પણ ક્ષપકશ્રેણી માંડતી વખતે જરૂર ક્ષાયિક થઈ જાય અને ત્યારબાદ ક્ષાયિક સમ્યકત્વના ધણી કહેવામાં લેશભર અડચણ નથી. પ્રશ્ન ૧૮૮- “સમ્યકત્વ હોય તો વ્રતાદિનું ગ્રહણજ (જકારપૂર્વક) ન્યાયયુક્ત છે” એવા અર્થવાળું સૂત્ર શ્રીધર્મબિંદુમાં છે. તો શું સમ્યકત્વ ન હોય ત્યાં સુધી અગર તેનો નિર્ણય ન થાય ત્યાં સુધી અનુવ્રતાદિક ગ્રહણ કરવા કે આપવાં નહિ ? અને લીધેલાં હોય તો તે શું નકામા ગણવાં?
સમાધાન- ધર્મબિંદુનું સુત્ર અનુવ્રતાદિક લેવાદેવાની ઇચ્છાવાળાને સમ્યકત્વની જરૂરીયાત જણાવવા માટે છે. તેમજ કર્મક્ષયોપશયના અનુક્રમને જણાવવા માટે છે, એટલે કે પ્રથમ દર્શનમોહનીયનો ક્ષયોપશમાદિ થઇનેજ અપ્રત્યાખ્યાખ્યાદિનો ક્ષયોપશમાદિ થઇ દેશવિરતિ આદિ પ્રાપ્ત થાય છે; પણ તેટલા માત્રથી વ્રતો નજ અપાય કે નજ લેવાય એવા વ્રતના નિષેધ માટેનો અર્થ કરાય નહિ. કેમકે સમ્યકત્વના દશ ભેદોમાં ક્રિયારૂચિ સમ્યકત્વનું સ્વરૂપ જણાવતાં શાસ્ત્રકારો કહે છે કે ચારિત્રાદિક અનુષ્ઠાનો કરતાંજ સમ્યગુદર્શન ઉપજે તેનું નામ તે ક્રિયારૂચિ સમ્યકત્વ-અર્થાત સમ્યકત્વની ઉત્પત્તિ પહેલાં પણ ચારિત્ર-ક્રિયાનો અસંભવ નથી. વળી માર્ગપ્રવેશને માટે દ્રવ્યસમ્યકત્વનો આરોપકરીને પણ વ્રતો આપવાનું શાસ્ત્રકારો કહે છે. ચોથા અણુવ્રતના પરવિવાહકરણ નામના અતિચારમાં કન્યાદાનનું ફળ ઇચ્છનાર મુગ્ધમતિને પણ અનુવ્રતો દેવાય એમ જણાવે છે, તેમજ સમ્યકત્વ રહિતપણે અનંતાં ચારિત્રનાં લિંગ કર્યા, અને તેથી રૈવેયક સુધીના દેવલોકનાં સુખો અનુભવ્યાં એમ જણાવવાથી સ્પષ્ટ થાય છે કે મિથ્યાષ્ટિપણામાં પણ કરેલાં વ્રતોથી પાપ કે દોષ ન લાગતાં પુણ્યબંધ જરૂર થાય છે. જો કે આત્મકલ્યાણને માટે સમ્યકત્વની પ્રથમ જરૂરીયાત છે, એમાં બેમત હોઈ શકે નહિ. પ્રશ્ન ૫૮૯- આશંસા અને નિયાણામાં ફેર શો?
સમાધાન- શ્રીઅર્થદીપિકાકાર સંલેષણાના અતિચારોમાં રાજા થવું, દેવેન્દ્ર થવું ઇત્યાદિક ઇચ્છાઓને આશંસાપ્રયોગ નામનો સંલેષણાનો અતિચાર જણાવે છે, અને નિયાણાને જાદો પાડી; તેને તો ઉપલક્ષણથી લે છે. વળી સજજ્ઞાનયોગ સિવાયના સર્વધર્મને ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી સાશંસ ધર્મ કહે છે. સમ્યગુદર્શન થયું એટલા માત્રથી જ મોક્ષને પરમ સાધ્ય માને, તેવી રીતે અર્થકામને પરમસાધ્ય નહિ માને, પણ અર્થકામની ઇચ્છા રહીતને જે સમ્યગ્દર્શનવાળા માનવા જઇએ, તો દેશવિરતિ તથા અવિરતિસમ્યગુદષ્ટિ ગુણઠાણામાં રહેલાઓને અર્થકામની આશંસા વગરના માનવા પડે; અને જો અર્થકામની આશંસા કે ઇચ્છા ન હોય તો તેઓને પરિગ્રહમાં કે આરંભમાં આસકત હોવાનું હોયજ નહિ અને તેમ ન હોય તો તે ચારિત્ર પરિણામ ગણાય; અર્થાત્ સમ્યકત્વની સાથે અર્થકામની આશંસા કે આકાંક્ષા નજ હોય એમ કહી શકાય નહિ. જો કે સમ્યકત્વી અર્થકામને અનર્થ રૂપ તો માનતો હોવો જોઈએ પણ તેથી તેની આકાંક્ષા વગરનો થઈ જાય
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૧૧
તા. ૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર એવો નિયમ શાસ્ત્રકાર જણાવતા નથી, નિયાણામાં તો ઇચ્છાની તીવ્રતમ દશા હોવાને લીધે શાસ્ત્રકારો મિથ્યાત્વમાં જઈ પડવાનું જણાવે છે. દરેક નિયાણાવાળાને તે ભવે કે અન્યભવે મિથ્યાત્વજ હોય એવો નિયમ નથી, કારણ કે વાસુદેવો નિયાણાવાળા હોવા છતાં સમ્યકત્વવાળા હોય છે, અને નવનિયાણામાં બધે મિથ્યાત્વનો નિશ્ચય જણાવેલ નથી. આથી સ્પષ્ટ છે કે આશંસા અને નિયાણાં વર્જવાલાયક જરૂર છે, પણ તે બન્ને એકજ રૂપજ છે, કે તે હોય તો મિથ્યાત્વજ હોય આવો નિયમ કરી શકીએ નહિ. પ્રશ્ન પ૯૦- ધર્મ વેચીને નિયાણું કરનારાને નિયાણા મુજબ ન મળે તો તે નિયાણું કેમ કહેવાય ?
સમાધાન- આજે કોઈ કરેલ ધર્મકરણીઓ વેચીને સર્વાર્થસિદ્ધ વિમાનની માંગણી કરે અને બીજા ભવે ન મળે તેટલા માત્રથી નિયાણું નથી એમ તો ન કહેવાય ! અર્થાત્ ઇચ્છાની તીવ્રતમ દશાએ નિયાણું કર્યું તે તો કર્યું, અને તેથી થતાં ફળની વાત તો જુદી ચીજ છે. પ્રશ્ન પ૯૧- ભગવાન મહાવીરદેવ ઘરમાં બે વરસ રહ્યા, ત્યાગને અનુસરતી ક્રિયામાં રહ્યા છતાં તે બે વરસ ગૃહસ્થ પર્યાયમાં કેમ ગણ્યા?
સમાધાન- મહાનુભાવ ! સૂત્રના ઉચ્ચારણ પૂર્વક લેવાતી ત્યાગની પ્રતિજ્ઞા તેઓએ લીધેલી નહિ, જેથી તે પર્યાય ગૃહસ્થમાં ગણ્યો છે; આથી શાસ્ત્રકારો પ્રતિજ્ઞા પુરસ્સરની ક્રિયાને વિરતીમાં ગણે છે એમ સ્પષ્ટ થાય છે. પ્રશ્ન પ૯૨- જિનેશ્વરો દેશવિરતિના વ્રતો પૈકી કોઈપણ વ્રત યા નિયમ અંગીકાર કરે કે નહિ.
સમાધાન- જગવંદ્ય જિનેશ્વરો દેશવિરતિ અંગીકૃત કરે નહિ, પણ અંગીકૃત કરે તો સર્વવિરતીનેજ કરે. પ્રશ્ન ૫૯૩- અવધિજ્ઞાનીઓ દેશવિરતિ લઈ શકે કે નહિ?
સમાધાન- અવધિજ્ઞાન પ્રાપ્ત થયા બાદ, અવધિજ્ઞાન વિદ્યમાન છે એવા અવધિજ્ઞાનીઓ વિરતિ અંગીકાર કરે તો દેશવિરતી નજ લે, પણ સર્વવિરતિજ અંગીકાર કરે. પ્રશ્ન ૫૯૪- ઉદ્યમ શાની ? સર્વજ્ઞપણાનો કે વીતરાગપણાનો ?
સમાધાન- વીતરાગપણાનો ઉદ્યમ હોઈ શકે અર્થાત્ વીતરાગપણું પ્રાપ્ત થયા પછી કાચી બે ઘડીમાં સર્વશપણું પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૫૫- “ગઠ્ઠ મવી૩ વરિજે” એ વચનથી શાસ્ત્રકારો ભાવચારિત્ર માટે આઠ ભવની મહેનત કરવી જોઇએ તેની જગાએ અનંતભવની મહેનત કેમ કહો છો ?
સમાધાન- એકડો અને કક્કો શીખ્યા પછી એક વરસમાં બાળક બાળવર્ગનું ધોરણ પુરું કરી સાત વર્ષમાં સાત ધોરણ પુરા કરી શકે પણ સાચો એકડો અને સાચો કક્કો તો કરતાં આઠ વરસ પછી આવડે સાચો એકડો વિગેરે કોના પ્રતાપે થાય છે તે વિચારો. સ્લેટો ભાંગી નાંખવી, પેનો ખોઈ નાંખવી, લીટા કાઢીને વખત પુરો કર્યો તે સાચા એકડા અને કક્કા માટે તે નકામું ન ગયું, પણ એમ કરતાં કરતાં આવડે, ગર્ભમાં કોઈ શીખીને આવ્યું નથી એવા દિલાસાના વચન તે અવસરે બાળકને દેવાય છે, પણ ભાવચારિત્ર માટે દેવા યોગ્ય દિલાસાના વચનાદિ દાન દેવાતા નથી; અર્થાત્ અનંતાભવોમાં દ્રવ્યચારિત્રની કરણી થાય પછી ભાવચારિત્ર આવે અને તે ભાવચારિત્ર વિરાધના વગરનું આવે તો સતત આઠ ભવમાં આવે અને આઠમે ભવે તે આરાધક મોક્ષે જાય.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧ર-૩૩
સંવેગની સમરાંગણ ભૂમિ યાને સમરાદિત્ય ચરિત્ર.
અનુવાદક-“મહોદયસાવ” (નોંધ:-પ્રથમ વર્ષના ૧૬માં અંકથી અનુસંધાન મંત્રી) દ્વિતીય ભવ-પ્રારંભ.
इहैव जंबूद्वीपेऽस्ति वसुमत्या विशेषके । क्षेत्र वरविदेहारव्ये, नाम्ना जयपुरं पुरं ॥१॥
આપણે સમરાદિત્યચરિત્રમાં પ્રથમભવનું સ્વરૂપ અત્યારસુધી જોઈ આવ્યા. હવે વૈરની પરંપરાને દર્શાવનારા બીજા ભવો જોઇએ.
ચરિત્રનાયક - સમરાદિત્ય કેવલિનો જીવ જે પ્રથમ ભવમાં ગુણસેન રાજા છે. તે ગુણસેન રાજા પ્રથમ દેવલોકમાંથી ચ્યવી કયાં ઉત્પન થયો તે જણાવતાં ચરિત્રકાર સૂરિશ્વર જણાવે છે કે... આજ જંબૂદ્વીપના ઉત્તમ મહાવિદેહ ક્ષેત્રમાં જયપુર નામનું નગર છે તે નગરની અંદર પુરૂષદત્ત નામનો રાજા છે. તેને શ્રીકાન્તા નામની ગુણસમૂહથી યુક્ત એવી રાણી છે, તે રાણીની કુક્ષિમાં ગુણસેન રાજા દેવલોકથી ચ્યવી પુત્ર તરીકે ઉત્પન્ન થયો. “ઉત્તમ પુત્ર ગર્ભમાં આવ્યું છતે માતા શુભ સ્વપ્ર દેખે.” એ પ્રમાણે અહીં પણ શ્રીકાન્તા રાણીએ “અગ્નિજવાલા સમાન કેસરીને તથા સ્ફટિકના પર્વતની ચૂલા સમાન શરીરને ધારણ કરનાર ને ચંદ્રના કિરણ જેવા દાંત છે જેના એવા સિંહના બાળકને પોતાના મનમાં પ્રવેશ કરી પેટની અંદર જતો સ્વપ્નમાં જોયો.”
તે જોઈને રાણી જાગીને રાજાને સ્વપ્નની વાત કહી રાજાએ કહ્યું કે “હે દેવી શત્રુવર્ણરૂપ હસ્તીઓને મારવામાં સિંહસમાન ને યશને ફેલાવનાર તમને પુત્ર થશે.” તે સાંભળી રાણી હર્ષાયમાન થઈ. ત્યાર બાદ ત્રણ માસ વિત્યે છતે ગર્ભના પ્રભાવથી આવા પ્રકારના તેને મનોરથો થયા જે તેણીએ રાજાને કહ્યા કે.. “હે નાથ, જિનેશ્વર ભગવાનની પૂજા કરું તથા સુપાત્રે દાન દઉં, દીનોને અનુકંપાદાન દઉં, સર્વપ્રાણીને અભયદાન દઉં, આવા મનોરથ મને થાય છે.” તે સાંભળી અધિક હર્ષાયમાન થયેલ રાજાએ તેના સર્વ મનોરથ પૂર્ણ કર્યા. હવે પૂર્ણ સમય થયે છતે શુભઅવસરે રાણીએ એક સૂર્યની કાંતિ જેવી કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો, તેજ સમયે શુભંકરી નામની દાસીએ રાજાને પુત્રજન્મના ખબર આપ્યા, તે સાંભળી અત્યંત હર્ષાયમાન થયેલ રાજાએ નગરની અંદર ત્રીસ દિવસ પર્યત વાજિંત્રનાદ પૂર્વક મહોત્સવ કરાવ્યો તથા બંદીજનોને કારાગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યા.
પુત્રજન્મને એક માસ વીત્યા પછી રાજાએ મહોત્સવપૂર્વક સ્વજન સમક્ષ પુત્રનું સિંહકુમાર એવું નામ સ્વપ્નાનુસાર આપ્યું. સિંહકુમાર વિદ્યાભ્યાસ કરતાં ઉમ્મરે વધતાં યૌવનવયને પામ્યો. એક દિવસ વસંતઋતુ આવ્યે પોતાના પરિવાર સાથે રાજકુમાર ક્રિીડાસુંદર નામના ઉદ્યાનમાં વિલાસ અર્થે ગયા.
ઉદ્યાનમાં કુમારી દર્શન
ત્યાં આગળ ક્રીડા કરતાં કરતાં રાજકુંવરે લક્ષ્મીકાન્ત નામના પોતાના મામાની નાની પુત્રી સખીજનોથી પરિવરેલી કુસુમાવલી નામની કન્યાને જોઈ. તે કન્યાને રાજકુંવર વારંવાર જોવા લાગ્યો ને તે કુંવરી પણ તેને તેમજ જોવા લાગી. હવે કુંવરીને જતી જોઇને તે કુમારની દાસી પ્રિયંકરાએ કહ્યું કે હે ! સ્વામિનિ ! પુરૂષદત્તરાજાના પુત્રને શ્રીકાન્તા રાણીના ગર્ભે ઉત્પન્ન થયેલ સિંહકુમાર કે જે તમારા ફોઇના છોકરા ભાઈ છે, તે અહિ હોય છતે તમારે એમને એમ જવું ઉચિત નથી. આ કુમારી તારી અદાક્ષિણ્યતાને સમજશે. માટે સ્થિર થઈને કુમારનો ઉપચાર કરો. તે કુમારી બોલી કે હે સખી, તુંજ કહે કે હું શું કરું? ત્યારે પ્રિયંકરા બોલી કે-હે કુંવરી ! આસન આપો, સ્વાગતાદિ પ્રશ્ન પૂછો ને તમારા હસ્તે તાબૂલ દો? કુમારી કહે કે
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૧૩
તા. ૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર મારો હાથ કંપે છે. જાણે મારા હૃદયમાં કાંટા ન ભોકાતા હોય તેવું મને થાય છે. માટે હે ! સખી હું તાંબૂલ દેવા પણ શક્તિવાળી નથી. તુંજ કાલોચિત સર્વ કૃત્ય કર. એમ કુસુમાવલી બોલીને કુમારની પાસે બેઠી.
એટલામાં કુમારની સાથે વાર્તાલાપ કર્યો પણ નથી, તેટલામાં કુસુમાવલીની માતાની આજ્ઞાથી અંતઃપુરનો કંચુકી ત્યાં આવ્યો.
કંચુકી આવીને કુમારને નમસ્કાર કરી બોલ્યો કે-હે કુમારી ! તમને ક્રીડા કરતાં ઘણો શ્રમ લાગ્યો હશે એમ જાણી તમને માતુશ્રીજી બોલાવે છે.
માતાની આજ્ઞા મારે પ્રમાણ છે એમ બોલતી કુસુમાવલી ઘેર ગઈ, ઘેર જઈ પોતાની માતાને પ્રણામ કરી પલંગ ઉપર જઈ સૂઈ ગઈ.
હૃદયમાં એક સિંહકુમાર સિવાય બીજાને દેખતી નહોતી. અર્થાત્ સિંહકુમાર ઉપરના અનુરાગથી કંઇપણ બીજાં કાર્ય કરતી નહી, રમતગમતમાં તેનું ચિત્ત સ્વસ્થ નહોતું. આ પ્રમાણે કુસુમાવલીને પીડાતી જોઈને તેની ધાવમાતાએ પોતાની પુત્રી મદનરેખાને કહ્યું કે-હે મદનરેખા ! આજે તારી સખી કુસુમાવલી ઉદ્યાનથી આવ્યા પછી શું થયું છે? કે ઉદ્વિગ્ન દેખાય છે? માટે તું તેની પાસે જા અને શોક શાંત કર. મદનરેખાએ કુમારી પાસે આવી ઉદ્વિગ્નતાનું કારણ પૂછયું કે કોઇએ તારું અપમાન કર્યું છે? કે શું રાજાજી કોપાયમાન થયા છે! શું છે? તે જો મને કહેવા જેવું હોય તો કહે. ત્યારે કુમારી બોલી-હે સખી! તને અકથનીય શું હોય? ઉદ્યાનમાં પુષ્પ ભેગા કરવાના શ્રમથી હું ઉદાસ છું. એ પ્રમાણે વ્યંગમાં સત્યને છુપાવતી બોલી. ત્યારબાદ સખી મદનરેખા તેણે રમવા લઈ ગઈ. સિંહકુમારનો વિવાહ
ત્યાં પણ તેને ઉદાસ દેખ્યાથી તેણે પૂછયું કે હે સખી! હજુ પણ તું શા કારણે ઉદાસ દેખાય છે? સત્ય વાત જે હોય તે મને કહે શું? તે કાંઈ ઉદ્યાનમાં કૌતુક દીઠું હતું?
ત્યારે કુસુમાવલી બોલીઃ કે સખી મેં આજે ઉદ્યાનમાં પુરૂષદત્ત રાજાના પુત્ર શ્રીસિંહકુમારને જોયા ત્યારથી તેમના ઉપરની પ્રીતી મને પીડે છે. - હવે આગળ સિંહકુમારનો વિવાહ કુમારી સાથે કેવી રીતે થાય છે તે વિગેરેનું વર્ણન ચરિત્રકાર કરે તે હવે પછી
ચાલુ
ગ્રાહકો માટે ખાસ સૂચના.
૧ મુંબઈ અને સુરતના ગ્રાહકોએ અનુક્રમે શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ ઠા. ભૂલેશ્વર લાલ બાગ નં. ૪ મુંબઇ એ સરનામે, શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકો તારક ફંડ ઠા. ગોપીપુરા એ સરનામે લવાજમ ભરી ભેટનું પુસ્તક લઈ જવું.
૨ બહારગામના ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. દ્વારાએ મોકલવા શરૂ કર્યા છે. ગ્રાહક તરીકે લવાજમ તથા પોસ્ટ ખર્ચ ભરી વી. પી. સ્વીકારી લેવા સાદર વિનંતી છે. તંત્રી.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩.
કરી સુવા-સાગર છે
૮૮૪ મરણને મહોત્સવ માનનાર જગતભરમાં જૈન શાસન એકજ છે. ૮૮૫ ચારગતિમાં ભ્રમણકરનાર જીવોપર ઈચ્છા મહેશ્વરીની સાર્વભૌમ સત્તા છે. ૮૮૬ ઇચ્છાઓનો અમલ કરનારો સંસારમાં સડે છે, જ્યારે ઇચ્છાપર કાપ મૂકનારાઓ સંસારનો
અંત આણે છે. ૮૮૭ ચાર પુરૂષાર્થમાં કામ અને અર્થ એ નામ માત્રથી અર્થભૂત છે વસ્તુતઃ અનર્થભૂત છે. ૮૮૮ પ્રભુમહાવીરનો અંતિમ સંદેશ એજ છે કે "ઇચ્છાઓ પર કાપ મૂકો." ૮૮૯ ઇચ્છા પાછળ અંધ બનેલા આત્માની દશા દયામણી ભાસે તેમાં નવાઈ નથી ! ૮૯૦ નાટક યા સીનેમાની અધિષ્ઠાત્રી નાટકના નટોને નચાવે છે, તેમ જગતના જીવોને આ સંસાર
સ્ટેજ પર ઇચ્છા અધિષ્ઠાત્રી નચાવે છે. ૮૯૧ પ્રભુવચન અનુસાર વર્તવાનું જેને ગમે છે તેજ ઇચ્છાની ગુલામગીરીને દફનાવી શકે છે. ૮૯૨ સંસારમાં રખડાવનારી બળવાનમાં બળવાન ચીજ ઇચ્છા છે. ૮૯૩ વૈરાગ્યના વિવિધ પ્રકારને પિછાણ્યા વગર મનગમતું અનુમાન બાંધી બોલવું તે બકવાદ છે. ૮૯૪ ઇચ્છાથી વિરમવું તેનું જ નામ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. ૮૫ જીતાયેલા, શીર ઝુકાવનારાઓ અને નમવાવાળઓ માટે શાસ્ત્રકારોએ “નામ” શબ્દ વાપર્યો
છે તે ભુલવા જેવું નથી. ૮૯૬ અનંતમોભાગ સિદ્ધી ગયેલ છે તે સિવાયના બધા જીવો કર્મ આગળ કંગાળ બની બહાવરા
બન્યા છે. ૮૯૭ કર્મરાજાની કારમી ગુલામગીરીના ખત ઉપર આ જીવે સહી કરી દીધી છે. ૮૯૮ મુલક કબજે કર્યા પછી લોક બુમમારે તો વળે નહિ, તેવીજ રીતે કર્મરાજાએ આત્માનો મહાન
મુલક કબજે કર્યો છે, હવે પોકારો કરે નહિ વળે, માટે યુક્તિ પુરસ્સર કાર્ય કરો. ૮૯૯ હિતાહિત કઈ વસ્તુમાં રહેલું છે એ સમજણના અભાવે આજે આપણે ગુલામગીરીમાં ગુંગળાઇએ
છીએ. ૯૦૦ ઈચ્છાને દમવાની વાતો કરનારા બુરા લાગે, અને ઈચ્છાને પરિપૂર્ણ કરવાની વાતો કરનારા
સારા લાગે તેમાં રહેલું ઉંડું રહસ્ય સમજતાં શીખો. નોંધઃ-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગમવારક પૂ. શ્રીઆચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમદશનામાંથી ઉદ્ભૂતકરેલ કેટલાક સુધાસમાન વાકય બિંદુઓનો સંગ્રહ પૂ. શ્રી ચંદ્રસાગરજી મહારાજ પાસેથી મેળવી ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ. તંત્રી.
Page #183
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૩૩
૧૧૫
શ્રી સિદ્ધચક્ર ૯૦૧ “સાતસે રોગથી રીબાતો સગરચક્રી સર્વવિરતીપણું લે તે દુઃખગર્ભિત વૈરાગ્ય છે” આ બોલનારી
સમજ્યા વગર દુઃખગર્ભિત વૈરાગ્યની છાપ મારનારા છે બલ્ક આંધળા છે એ કહેવું અસ્થાને
નથી. ૯૦૨ વર્ગીકરણમાં વ્યવસ્થિત કરેલા પુરૂષાર્થનો પરમાર્થ પિછાણવાની પરમ આવશ્યકતા છે. ૯૦૩ “ત્રિવસંસાધન” એ પદથી શરૂ થતાં શ્લોકના વાસ્તવિક પરમાર્થને પ્રકાશન કરવામાં કેટલાકોએ
અન્યાય કર્યો છે. ૯૦૪ અર્થ એટલે પૈસો અને કામ એટલે ભોગવિલાસ આવો અર્થ કરી દેવામાં અનર્થ છે. ૯૦૫ આત્મિય સુખનો સાચો અનુભવ તેનું નામ મોક્ષ. ૯૦૬ આત્મીય સુખ પ્રાપ્તિના સાચાં સાધનો તેજ ધર્મ. ૯૦૭ ચારે પુરૂષાર્થ પૈકી અર્થ કામ મનુષ્ય માત્ર મેળવવા જોઇએ એવું શાસ્ત્રમાં કોઈપણ જગા પર
નથી. ૯૦૮ અર્થ કામનો આંધળીઓ ઉદ્યમ સળગતા સંસાર તરફ ધકેલે છે, જ્યારે ધર્મ-મોક્ષનો ધરખમ
ઉદ્યમ સળગતા સંસારમાંથી બચાવે છે. ૯૦૯ લોકસંજ્ઞામાં લેવાઈ ગયેલાઓને ભવરૂપ ભયંકર પર્વતની વાસ્તવિક ભયંકરતા ભાસતી નથી. ૯૧૦ સર્વવિરતિધર શૂરાસરદાર ભવરૂપ ભયંકરપર્વતનું ઉલ્લંધન કરે છે, બીજાઓમાં એ શૂરાતનજ
નથી. ૯૧૧ અનાદિકાળથી લોકસંજ્ઞારૂપ સતતું પ્રવાહમાં જે પામરજીવો તણાયા કરે છે એવાઓને લોકોત્તર
સંજ્ઞાના સાચા સુર પણ શૂળ રૂપે સાલે છે. ૯૧૨ સંસારની ભયંકરતાના ભણકારા પાંચમાગુણસ્થાનક સુધી વાગે છે. ૯૧૩ ચોથેગુણઠાણેથી લોક સંજ્ઞાનું ખસવું થાય છે. ૯૧૪ પાપને પાપ તરીકે સ્વીકારવાની બુદ્ધિ થવી એ મુશ્કેલ છે, પણ પાપ કરતી વખતે પાપને પાપ
તરીકે સ્વીકારવાની અને પાપથી વિરામ પામવાની બુદ્ધિ આવવી તે એથીએ મુશ્કેલ છે. ૯૧૫ પશ્કિ સુખના અનુભવનું નામ “કામ”નો કારમો અનુભવ. ૯૧૬ પૌલિક સુખના સાધનોમાં સંડોવાવું તેનું નામ અર્થ.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩
સમાલોચન નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો આક્ષેપો, અને સમાધાનો અત્રે અપાય છે.
શ્વેતામ્બર જૈન સાધુઓમાં ઐકમત્ય. સકલ જૈન સમાજમાં મતભેદ ગણનારાઓ દીક્ષા ઉપધાન ઉજમણાં અને પુનર્લગ્ન સંબંધી સાધુઓમાં મતભેદ છે એમ ગણતા હતા, પણ હાલ શ્રીમાનુવલ્લભવિજયજીએ પોતે જાહેર કર્યા મુજબ પોતાની સહીથી નથી જાહેર કર્યું, પણ તેમણે ભક્ત લેખક દ્વારા બહાર પાડેલા સમાચારોમાં ધિણોજ ગામના વર્તમાન જણાવતાં જણાવે છે કે શ્રીમાનુવલ્લભવિજયજી દીક્ષાની તરફેણમાં છે પણ દીક્ષાની વિરૂદ્ધમાં નથી, અર્થાત્ વડોદરા સરકારના દીક્ષાધર્મ વિરોધી કાયદાથી તેઓ વિરૂદ્ધજ છે, એટલે કે તે કાયદાની તરફેણ કરનારા શ્રીમાનુના અનુયાયી નથી કે હવેથી તે શ્રીમાનું કાયદાથી વિરોધી વલણ જાહેર કરે છે; પણ એકંદરે સર્વ સાધુસમાજ વડોદરાના અન્યાયી ઠરાવથી એકીમતે વિરૂદ્ધજ છે. વળી ઉપધાન ઉજમણા જેવામાં કરાતાં ખર્ચે તેમના શ્રોતાઓએ અને સોલીસીટરે નકામા જણાવેલ છતાં શ્રીમાનું તે ખર્ચીને ધુમાડો કે નકામો ગણતા નથી, અર્થાતુ સકલ સાધુમંડલ ઉપધાન ઉજમણા જેવાં ખર્ચીને ધર્મને ઉત્પન્ન કરનાર ટકાવનાર ને વધારનાર ગણે છે એમ હવે નિશ્ચિતપણે જાહેર થાય છે. વળી પુર્નલગ્ન સબંધમાં પંજાબની સભાએ શ્રીમાન્ પંજાબમાં છતાં મહારાજ આત્મારામજીના સાધુઓ પુનર્લગ્નના રદીયા આપતા નથી એમ જણાવી પુર્નલગ્નનો ઠરાવ ભલે પસાર કરાવવા મથ્યા હોય પણ શ્રીમાનું તો પુર્નલગ્નથી હમેશાં વિરૂદ્ધ છે એમ જણાવવાથી હવે ચોક્કસ થયું છે કે સાધુ સમુદાય એકક મતે વિરૂદ્ધ છે; અર્થાત્ નજીકમાં ભરાતું સાધુ સંમેલન દેવદ્રવ્યની બાબતમાં પણ પાલણપુરના તેમના પત્રોને આધારે કોઈ સહાય તેમ બોલે પણ શ્રીમાનું તો દેવદ્રવ્ય કે દેવદ્રવ્યની આવકને કોઈ પણ કાલે ધોકો લગાડતા નથી ને લગાડે પણ નહિ એમ એ ભક્તદ્વારા આપેલ લેખથી ચોકખું થઈ જાય છે.
તા. ક:- શ્રીમાનું વલ્લભવિજ્યજીએ પોતાના ભક્ત પાસે આ હકીકત બહાર પડાવી ઐકમત્યનો વાવટો ઉડાડયો તે કરતાં સ્વહસ્તાક્ષરથી ઉડાડયો હોત તો વધારે ઠીક થાત. સબબ તેઓએ પૂર્વે જાહેર કર્યું હતું કે મારા હસ્તાક્ષર સિવાય મેં કહ્યું છે એમ સમજવા કોઈએ દોરાવું નહીં. જૈન.
અર્થદીપિકામાં યક્ષયક્ષિણીનું જે આરાધન મિથ્યાત્વ તરીકે જણાવેલ છે, તે મિથ્યાદેષ્ટિ યક્ષયક્ષિણી માટે છે, તેમજ શ્રી શાંતિનાથજી આદિ તીર્થંકરદેવોની આ લોકના ફલને માટે જો સમ્યકત્વવાળો આરાધનાકરે તો તે ક્રિયાને દ્રક્રિયા કહેવાય પણ લોકોત્તર મિથ્યાત્વ નજ કહેવાય. લોકોત્તર મિથ્યાત્વ તો શ્રદ્ધાહીન મનુષ્યો માટે છે (પ્રવચન.)
જુઓ સિદ્ધચક-પ્રથમ વર્ષ પ્ર. સમાધાન ૧૪૨-૧૪૩.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૧છે.
તા. ૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક ગ્રાહકોની માંગણીનો સ્વીકાર.
નોંધઃ- શ્રી સિદ્ધચક્રના પ્રથમ વર્ષના પ્રથમ અંકના સાગર સમાધાન આદિના વિભાગમાં પ્રશ્ન સમાધાન નંબર પાત્રીસથી શરૂ કરેલ હોવાથી સમાધાન આદિના અર્થી માટે દેશના વિગેરે જે શ્રીમુંબઈ જૈનયુવક મંડળ પત્રિકામાં છપાઈ ગયા હતા તેની માંગણી કરવાથી તે અત્રે અપાય છે.
તંત્રી
સાગર-સમાધાન.
પ્રશ્ન ૧- વર્તમાન કાલે મોક્ષાર્થી જીવે સાધ્ય કેવું રાખવું ?
સમાધાન- સાગરની મુસાફરીમાં વહાણવટીઓ, પોતાને જવાલાયક દેશ હજારો માઈલ દૂર હોય, ચોગરદમ સમુદ્રમાં તોફાન હોય, હથેલી પણ સુઝે નહિ તેવું ઘોર અંધારૂ હોય કે જેથી પૂર્વ-પશ્ચિમ દિશાનું ભાન પણ ન થાય, તેવે પ્રસંગે હોકાયંત્રથી તેની (વહાણવટીની) બધી મુશ્કેલીઓ દૂર કરે છે, બલ્લે તેને જે દિશામાં જવું હોય તેજ દિશામાં હોકાયંત્રની મદદથી જવાય છે, તેવી રીતે સાચા સુખનો અર્થી કહો કે મોક્ષાર્થી કહો એવા ભાગ્યશાળી જીવોએ પણ (વર્તમાનકાલમાં મોક્ષ ન પામી શકાય તેવા પ્રસંગો અનુભવતો હોય; સંસારની અનેકવિધ આધિ-વ્યાધિ અને ઉપાધિઓના ઉચાપહાડો નજર આગળ તરી રહ્યા હોય છતાં પણ) જન્મજરા મરણાદિના દુઃખથી રહિત અવ્યાબાધ સુખની પ્રાપ્તિના આ દ્વિતીય સ્થાનરૂપ મોક્ષના (મારો મોક્ષ થાય !! મારો મોક્ષ થાય !) સાધ્ય૩૫ સીધો કાંટો પણ હદયરૂપ યંત્રમાંથી ખસેજ નહિ એવું લક્ષ્ય રાખવું જોઇએ, અને તે માટે દૃષ્ટાંત તરીકે શ્રીગજસુકુમાળજી, તારજજી, ને શ્રીસમરાદિત્ય કેવલી આદિના જ્વલંત દૃષ્ટાંતો અતિ ઉપયોગી છે.
પ્રશ્ન ૨- અનંતકાયની સૂક્ષ્મ અને બાદરની સાબીતી શી ? અને તેને સાધારણ વનસ્પતિકાય કેમ કહેવાય છે ?
સમાધાન- વર્ષાઋતુમાં થયેલી લીલફુગ વિગેરે ભરશિયાળામાં હિમ પડવાથી બળીને ભસ્મીભૂત થાય, ઉનાળામાં સુકાઈ જાય પણ વરસાદ આવે તો પાછી તેવીને તેવી જ સ્થિતિમાં ઉગે છે. બીજા વૃક્ષોની માફક બી, રસાળ જમીન, હવાપાણી, મુલી વિગેરેની તેને જરૂર નથી. ઘર, વાડી અને બંગલામાં રહેલ હરકોઈ
ાં જ્યાં જગા મળી ત્યાં તે પોતાનું (અનંતકાય) સ્થાન જમાવી દે છે. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે આખું જગત સૂક્ષ્મ અનંતકાયથી વ્યાપ્ત છે અને ચર્મચક્ષુથી દેખાઈ આવે છે તે બાદર છે; આહાર, શરીર, ઈદ્રીય, શ્વાસોશ્વાસ અને મરણ સંબંધી દરેક કાર્ય સર્વ જીવોનું એકીસાથે એક સરખું છે તેથી તે સાધારણ કહેવાય છે; તથા અનાદિકાલના નિગોદીઆ, સંસારની રમત રમી આવેલ મિથ્યાત્વીઓ અને સમકિતથી પતિત થઈ આવેલા સર્વ જીવો આ સાધારણ સ્થાનમાં સાધારણ દશાને અનુભવે છે !
પ્રશ્ન ૩- કેવલજ્ઞાની ભગવાન ભવિષ્યમાં નિશ્ચયથી પડવાનું જાણે છતાં દીક્ષા આપે ?
સમાધાન- હા આપે, શ્રી ઋષભદેવ ભગવાન સર્વજ્ઞ છે ને ભવિષ્યમાં જરૂર પડશે, તેવું જાણે છતાં પોતાના પુત્ર ભરત ચક્રવર્તીનો પુત્ર નામે મરીચી ભવિષ્યમાં પરિણામ,-વેષ અને તદ્રુપ ચારિત્ર પ્રવૃત્તિથી જરૂર પડશે, ઉત્સુત્રની પ્રરૂપણા કરી અનેકોને ઉન્માર્ગગામી બનાવશે તેમ જાણવા છતાં પ્રભુએ સર્વવિરતિપણું સમર્પણ કર્યું, આવા અનેક દાખલાઓ શાસ્ત્રોમાં મોજુદ છે.
પ્રશ્ન ૪- દીક્ષા આપવાની સાથેજ વ્રત નિયમથી પતિત થશે તેવું જાણે તો સર્વજ્ઞ પ્રભુ દીક્ષા આપે ?
સમાધાન- હા આપે હાલિક (ખેડુત)ની સંસારીક સ્થિતિ તદન કફોડી છે, આખા કુટુંબ કબીલાનો આધાર તેના ઉપર છે, દેવગુરૂ ધર્મનું લેશ પણ ભાન નથી, નવકાર મંત્ર પણ આવડતો નથી છતાં વર્તમાન શાસનના પટ્ટધર ભગવાન શ્રીગૌતમસ્વામીજીને પ્રતિબોધ કરવા ખેતરમાં મોકલે છે. પ્રભુ આજ્ઞાધીન ગણધર
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૧૮ શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩ ભગવાન ખેતરમાં જાય છે અને પ્રતિબોધ કરે છે. દીક્ષા આપીને હાલિક સાથે સમોસરણમાં આવે છે. સમોસરણ મધ્યે બિરાજમાન પ્રભુ મહાવીર દેવનાં દર્શન થયાં, પ્રભુને દેખતાની સાથેજ હાલક શ્રી ગૌતમસ્વામીને પુછે છે કે ભગવાન શું આ તમારા ગુરુ? જો તે તમારા ગુરુ હોય તો લ્યો આ તમારો ઓઘો ને મુહપત્તિને આ હું ચાલ્યો. એમ કહી ચારિત્રની ઉપાધી મૂકીને ચાલતો થયો. સમોસરણની સભા હસે છે અને કોઈ બોલે પણ છે કે ગૌતમ પ્રભુ ચેલો તો ઠીક લાવ્યા; પણ તે વખતે ભગવાને શું કહ્યું? ભગવાન આખી સભાને ઉદ્દેશીને કહે છે કે “મેલીને ગયો નથી પણ મેળવીને ગયો છે.” ભાગ્યવાનો ! હાંસી કરી ગુમાવો નહિ. અહિંઆ સર્વવિરતિપણું મુક્યું પણ સમ્યકત્વની ફરસના થઈ ગઈ !!
વર્તમાન પરિસ્થિતિમાં દીક્ષાનો વિરોધ કરતાં પહેલાં પ્રાણીના પ્રસંગો શાસ્ત્રોકત રીતિએ ગુરૂગમનારાએ સમજવાની જરૂર છે કે જેથી નિંદનીય પ્રસંગોથી આ આત્મા પોતાનો બચાવ કરે.
પ્રશ્ન ૫ - આખા શાસનનો નાશ કરશે એવું જાણે છતાં વિરતિ પ્રદાન થઈ શકે ?
સમાધાન- હા, થઈ શકે. એકવાર સમોસરણમાં ચક્રવર્તી ભરત મહારાજા પૂછે છે કે હે ભગવાન ઉન્નતિના શિખર પર ચડેલ આ તિર્થનો નાશ કોનાથી થશે ? જવાબમાં પરમાધ્યાય પરમતારક પ્રભુ ઋષભદેવજી મહારાજા જણાવે છે કે હે ભરત ! તું જે “અભિગમ શ્રાવકો”નું પોષણ કરે છે તેની પરંપરાથી ઉત્પન્ન થયેલા વંશજોથી આ અવસર્પિણી કાલના નવમા શ્રી સુવિધિનાથ સ્વામીજીના તીર્થની આસપાસ તીર્થનો વિચ્છેદ થશે. ઉપરના વચન સાંભળીને મકાને ગયા, ક્રોધથી કલુષિત ચિત્તવાળા ચક્રવર્તી ભરત મહારાજે સેનાપતિ પર હકમ કાઢ્યો, જેમાં જણાવ્યું કે જે શ્રાવકો આપણે ત્યાં પોષાય છે તે બધાનો એકદમ નાશ કરો. સેનાપતિ ધર્મી હોવાથી તેને તે હુકમ બજાવતો પાલવતો નથી,તેમજ ચક્રવર્તીના હુકમનો અનાદર કરવાની હીંમત પણ ચાલતી નથી, અંતમાં અભિગમ શ્રાવકોનો નાશ ઇચ્છવા લાયક નથી એમ વિચારી શું કરવું તે સારૂ ભગવાન પાસે ગયો અને તે અવસરે ભરત પણ ત્યાં હાથ જોડી ઉભા છે; વિમાસણવાળી વાતને સાંભળી ભગવાને ભરતને ઉદ્દેશીને કહ્યું કે “ભાવમાં થવાવાળું કાર્ય હોય તે થાય છે, માટે તે ભાવિકારણને અવલંબવું જોઈએ નહિ” અને સેનાપતિના પ્રશ્નના જવાબમાં “માહણ માહણ” (હણો નહિ હણો નહિ) કહ્યું, ને તેઓ માહણ તરીકે પ્રસિદ્ધ (બ્રાહ્મણ) પામ્યા.
ભવિષ્યમાં શાસનનો નાશ કરનાર છે એવું જાણવા છતાં પણ સાધુ સંસ્થાની વૃદ્ધિ માટેજ રાખેલા અભિગમ શ્રાવકોનું ભરણપોષણ સંબંધી કામ ચાલુ રાખ્યું એટલે કે અભિગમ શ્રાવક સંસ્થાનો નાશ ન થવા દીધો, તો પછી ભવિષ્યમાં દીક્ષિત સાધુ શાસનનું ભુડું કરશે એ ઉદ્દેશ માત્રથી સર્વવિરતિના સુંદરદાન દેવાની ચાલુ પ્રથા બંધ ન થાય, કારણ અનંત જ્ઞાનીઓએ તેમાં પણ લાભ માન્યો છે.
પ્રશ્ન ૬ - પરણતર બાઈનું પોષણ એ દીક્ષિતનું વાસ્તવિક દેવું ખરું કે નહિ?
સમાધાન- ખરી રીતે તે દેવું કહી શકાય નહિ. કારણ કે કાયદાની રૂએ સીવીલડેથ અને ધર્મશાસ્ત્રના ફરમાન મુજબ સંસારના સર્વ માણસો જયારે દીક્ષિત થાય ત્યારે વ્યવહાર દૃષ્ટિએ તે માણસો મરણ તરીકેની સ્થિતિમાં મુકાય છે, અને તેમના મરણનું સ્નાન સુતક સરખું પણ તેમના સંસારિક કુટુંબીઓને લાગતું નથી. વળી વહેપારમાં મનુષ્ય જ્યારે સર્વ ગુમાવી દે છે, ત્યારે સ્ત્રી પણ પતિના પગલે ચાલી પતિના દુઃખે દુઃખી બની સુકો રોટલો ખાઈ પોતાનું જીવન નિભાવે છે. દેવાળું કાઢનારની સ્થાવર જંગમ મિલ્કતની કોર્ટમાં નોંધ થાય છે, તેમાં પણ એકબાજુ દેવાની નોંધ અને બીજી બાજુ લેણાની નોંધ લેવાય છે. પણ આજદીન સુધીમાં ઇનસોલવન્સી નોંધાવનારાઓ (દેવાળુ કાઢનારા) પૈકી કોઈએ પણ દેવાની નોંધમાં પોતાની સ્ત્રીનું ભરણપોષણ નોંધાવ્યું હોય એવું સાંભળ્યું નથી !
આર્યાવૃત્તની આર્યપત્નીને ધણીના સુખે સુખી અને ધણીના દુઃખે દુઃખી” એ અચલ નિયમ જળવવાનો હોય છે. જેથી સારી યા નબળી સ્થિતિને આનંદનાજ દિવસો માની એકાન્ત સુખમાંજ મગ્ન રહેનારી આર્યાને
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૧૯
તા. ૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક માટે ધણી જે પંથે વળે તે પંથે વળવું તે સ્ત્રી માત્રની ફરજ છે ઘણી હૃદયપૂર્વક જે કાંઈ આપે તે લેવામાં વાંધો નહિ પણ હક તરીકે માંગવું તે અસ્થાને છે, વાસ્તવિક રીતે લેશભર પણ માગી શકે નહિ.
પ્રશ્ન ૭ - એક માણસની પાછળ આખું કુટુંબ પોષાતું હોય, અનેક સંસ્થાઓ ચાલતી હોય, જૈન સમાજનું સારું હત-સચ વાતું હોય તેવા એકને દીક્ષા ન આપી હોય તો વાંધો શું? અને કદાચ આપે તો કુટુંબ રીબાય, સંસ્થાઓ સડે, અને જૈન સમાજ આંસુ સારે તેનું પાપ કોને ?
સમાધાન - ખરી રીતે જૈન શાસનની વિશાલતા તમોએ પીછાણી નથી કારણ કે એક કુટુંબને છોડી જગતભરની એકેન્દ્રી થી પંચેન્દ્રી સુધીના સર્વ કુટુંબનું રક્ષણ જે દીક્ષામાં થતું હોય, અરે બે પાંચ અને પચીશ સંસ્થાઓ નું સ્વમિત્વ છોડીને જગતભરની સર્વ સંસ્થાઓમાં નવજીવન પ્રોત્સાહન (જે દિક્ષા દ્વારા) અપાવાતું હોય, તેવી જગત ભરના સર્વ સ્થાનોની શાંતિના અદ્વિતીય સાધનરૂપ દીશાને રોકી શકાયજ કેમ? કસાઇના છોકરાને કોઈ સાધુ જીવ નહિ મારવાના પચ્ચખાણ આપે છે અને પચ્ચખાણના અમલથી આખું કુટુંબ રીબાય છતાં પચ્ચખાણ કરાવનાર સાધુને પાપ લાગે નહિ.
આસનોપકારી પ્રભુ મહાવીરદેવના શાસનમાં ચારબુદ્ધિના નિધાન અભયકુમારની દિક્ષા દેવાયા પછી તુરતજ સમ્યકત્વ શિરોમણી શ્રેણિક જંજીરોમાં જકડયા, કોરડાના મારથી કાયર બન્યા. હીરો ચસી મર્યા. રથમશલ અને મહાશીલકંટક યુદ્ધ વિશ્વમાં વિસ્તર્યા, નારાયણ ચેડા મહારાજા. ગણરાજાઓ અને અનેકજીવો વગર મોતે માર્યા ગયા વિગેરે વિગતવાર બીના શાસ્ત્રકારો સમજો અને તેથી જ પરમાધ્ય પરમકપાળ પરમાત્મા સર્વ પ્રભમહાવીરદેવ આ બધું થશે એવું જનાર છતાં પણ એક અભયકુમારના આત્મ કલ્યાણના આદર્શમાર્ગને રોકી શકયા નહિ; આજદીન સુધીમાં થયેલ દીક્ષાઓના તોફાન વિરોધીઓ દ્વારા અસત્યપણે અંધારા કુવામાં હડસેલવાથી ભલે જગબત્રીશીએ ચઢયા હોય પણ તે બધીએ દિક્ષાઓ આ દિક્ષા જેટલી નીંદનીય નથી. શાસ્ત્રમાં પૂર્વે પ્રસિદ્ધ થયેલ અને વર્તમાનમાં સામેલ આ પ્રસંગનું પરિપૂર્ણ રીતે વાંચન મનન અને પરિશીલન થશે તો દીક્ષા માટે થતો વિરોધ હૃદયમાંથી જરૂર વિસર્જન થશે અને ભવિષ્યમાં આ આત્મા તેવી પાપમય કાર્યવાહીથી જરૂર કાયર બનશે; બલ્ક તેવા કલેશદાયક કાર્યથી બચી અત્યુત્તમ કલ્યાણ માર્ગને આરાધી સ્વપરહીત સહેજે સાધી શકશે. પ્રશ્ન ૮ - યુગ પ્રધાનોમાં મોટો ભાગ બાળદીક્ષિતોનો છે તે કયા શાસ્ત્રમાં છે? સમાધાન - જુઓ-યુગપ્રધાનચંડિકા ગ્રંથ.
પ્રશ્ન ૯ - બાળ, ગ્લાન, તપસ્વી આદિ બીજાઓને લોન્ચ કરવો જ જોઈએ અને લોચ ન કરે તો બીજી કઈ રીતે થઈ શકે ?
સમાધાન- અવ્યંજન જાત (કાખ, દાઢી, મુછનાવાળ જેને ઉગ્યા નથી) તેવાને ઐચ્છિક (ઇચ્છાનુસાર), તાવ વિગેરેની પીડા થતી હોય તેવાને ઐચ્છિક,માથામાં ગુમડા વિગેરે થયા હોય તેવાને ઐચ્છિક, તે સિવાય બધાને લોચ ફરજીયાત કરાવવા જ જોઈએ. પ્રશ્ન ૧૦ - સર્વ સાવધના ત્યાગ માત્રથી સર્વજ્ઞદેવના શાસનમાં સાધુપણું સંભવે કે નહિ ?
સમાધાન- સર્વસાવદ્ય-પાપમય પ્રવૃત્તિ ત્યાગ કરે તેટલા માત્રથી સાધુપણું આવતું નથી, પણ તે ત્યાગની સાથે આત્મા મુખ્ય ગુણ પૈકી દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીને વિશુદ્ધ કરતી દશવિધ ચક્રવાલ સમાચારીને સેવે તેજ સાધુ હોઈ શકે; જો એમ ન માનીએ તો તિર્યંચોને પણ સાધુ માનવા પડશે; કારણકે સત્સમાગમના પ્રસંગે અવધિજ્ઞાનાદિ પ્રાપ્ત થયું છે એવા તિર્યંચો પણ સર્વસાવદ્યના ત્યાગનો અભિગ્રહ સિદ્ધભગવંતોની સાક્ષીએ કરે છે; પણ ત્યાં દશવિધ ચક્રવાલ સમાચારી વિશિષ્ટ પ્રતિલેખણાદિ ક્રિયાનો અભાવ હોવાથી તે તિર્યોમાં સાધુપણું શાસ્ત્રકારોએ માન્યું નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૨૦ શ્રી સિદ્ધચક્ર
તા.૧-૧૨-૩૩ વિશેષમાં આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આજના જમાનામાં પ્રતિક્રમણ પ્રતિલેખનાદિ ક્રિયાઓને બાજુ પર મુકી અધ્યાત્મનો ડોળ કરવાવાળા વેશધારી સાધુઓને વીતરાગ પ્રણિત શાસનમાં સાધુ તરીકે જીવવાનો હક્ક નથી, બલ્ક સર્વસાવધના ત્યાગ સાથે રત્નત્રયાદિની વિશુદ્ધિ માટે યોજાયેલ દશવિધચક્રવાલ સમાચારીનું યથાશક્તિ સેવન કરનારા સાધુપદને શોભાવી શકે છે.
પ્રશ્ન ૧૧- સામાયિક શા માટે કરવું, કરવાથી ફાયદો શું અને તે ફાયદો સહેલાઇથી સમજાવી શકાય તે માટે વર્તમાન કાળનું ચાલુ દૃષ્ટાંત આપવા કૃપા કરશો ?
સમાધાન- નાશવંત શરીરના અમુક ચોક્કસ ભાગમાં રસોળી અગર ગાંઠ થયેલ છે; તે (ગાંઠ અગર, રસોળી) રાખવાની સહજ પણ મુરાદ નથી, તે વધે તેવી અંશભર ઇચ્છા નથી, તેને વધારવા હરકોઈ સાધત લાપરવા લેશભર ઉદ્યમ નથી, પુષ્ટ થાય તો શરીર સુંદર દેખાય તેવા હેતુથી તે તરફ પ્રીતી પણ નથી, છતાં શરીરની સપ્તધાતુની વૃદ્ધિ શારીરિક તંદુરસ્તી માટે લેવાતા ખોરાકમાંથી તે (રસોળી અગર ગાંઠ) પોતાને ભાગ લઈ દીનપ્રતિદીન વૃદ્ધિ પામે છે. વખતસર ચેતવામાં નહિ આવે તો ભયંકર રૂપ લેશે, શરીર નાશ પામશે, એવા ભય હોવા છતાં તુરત તેનું ઓપરેશન કરેલી જગ્યાએ તુરત રૂઝ આવે તે માટે બરોબર જોઈતો બંદોબસ્ત ન થાય તો રોગ પોતાની જમાવટને લેશ પણ મચક આપતો નથી,-તેજ પ્રમાણે આત્માને અવિરતિ એટલે ત્યાગ તરફ અણગમો નામની અદશ્ય ગાંઠ છે અને તે અદશ્યગાંઠ દીનપ્રતિદીન સમયે સમયે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અવિરતિના પાપથી પોષાયા કરે છે !
પાપ કરવાની ઇચ્છા ન હોય, પાપ વધે તે માટે પ્રવૃત્તિ પણ ન હોય, પાપ કરવા સંબંધી લેશભર વિચાર ન હોય પાપ પ્રત્યે પ્રીતી પણ ન હોય તો પણ પાપ દરેકે દરેક આત્માને અવિરતિનું પાપ લાગ્યા કરે છે અને તેથી બચવા માટે સામાયિક દ્વારાએ ઓપરેશન કરવાનું કીધું; અને જે સામાયકમાં પ્રથમ પ્રતિજ્ઞાથી પાપ બંધ થયું અને રૂઝને માટે બીજી પ્રતિજ્ઞા દર્શન જ્ઞાનચારિત્રની આરાધનાથી આત્માને અપૂર્વ આરોગ્યતાનો લાભ થશે.
પ્રશ્ન ૧૨ - ભગવાન શ્રીબાહુબળીજીએ ગુરુ વગર રણસંગ્રામમાં સ્વયમેવ દીક્ષા લીધી છે તે દીક્ષા શાસ્ત્ર અપેક્ષાએ વંદનીય કે કેમ?
સમાધાન- સ્વયંબુદ્ધો અને પ્રત્યેક બુદ્ધોને ગુરૂમહારાજાઓની અપેક્ષા રહેતી નથી, અને ભગવાન શ્રી બાહુબાળીજી શાસ્ત્ર અપેક્ષા એ સ્વયંબુદ્ધ છે; માટે તે વંદનીય છે. તે સિવાયના બીજા પણ ગુરુવગર દીક્ષા લઈ શકે પણ શ્રી પુંડરીક રાજર્ષિ વિગેરેની માફક ફરીથી ગુરુ પાસે દીક્ષા લે તોજ તેઓ ગુરુપદ અને પરમેષ્ઠિ પદને શોભાવી શકે છે.
સ્વયંબુદ્ધ માટે શ્રી નંદીસૂત્ર ચૂર્ણ ટીકા-જાઓ. શ્રીપુંડરિકરાજર્ષિ માટે શ્રી. જ્ઞાતાસૂત્ર-જાઓ.
પ્રશ્ન ૧૩-મજુ દેશવિરતિ શ્રાવક પોતાના લેણદાર પર તાકીદ કરી અંતે કેદખાનામાં મોકલવા સુધીના વિચાર અને વર્તન કરે તેનું દેશવિરતિપણું ટકે?
સમાધાન- દેશવિરતિપણું એટલે અમુક હદની વિરતિ અને તેની વિરતિ ટકાવવામાં શાસ્ત્રકારોને વાંધો આવતો નથી, કારણ અવ્યુત્પન એવો શ્રાવક ઇરાદાપૂર્વક ધર્મ, સમાજ આદિ લાભ સમજીને ચોથા અણુવ્રતને પીડાકારી એવી લગ્નાદિ ક્રિયાઓ કરાવે છતાં દેશવિરતિપણું ટકે છે તો પછી સમજા શ્રાવકની સમજણ પૂર્વકની દેશવિરતિને બાધ આવી શકતો નથી, પરંતુ હૃદયને આઘાત પહોંચાડનારી, કલેશમય કાળજાને કોરનારી કિલષ્ટ પ્રવૃત્તિઓ હૃદયમાં વિચારે તેથી દેશવિરતિપણું જતું નથી બલકે વર્તન અને વિચાર એ જુદા છે અને દેશવિરતિ તે વર્તનનો એક વિભાગ છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
મુલ્ય
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
'સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ.
મુલ્ય અંક ફંડના ગ્રંથ. ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. ૨જો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦
નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહદ્રવૃત્તિ. ૪-૦-૦
૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. - ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૦૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસો અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફીલોસોફ્ર અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ
૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર. ૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રી પ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજાષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકતા ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર ,,. ૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
' મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-પ-૦ ૫૯ શ્રી ચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પવનો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) . ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુલંડ.
ગીપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" બી.એ.કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #190
--------------------------------------------------------------------------
________________
સત્યના સ્વીકારમાં જૈનશાસનની શોભા છે.
આસન્નોપકારી ચરમતીર્થકર વીરવિભુના શાસનને શોભાવનાર ભગવાન આર્યરક્ષિત સૂરીશ્વરજીના સમયમાં મનોહર માલવ દેશની ઉજ્જયની નગરીની પાસે મંદસોર નામના ઉત્તમ સ્થાનમાં સમાચાર મળ્યા કે મથુરામાં એક પ્રચંડવાદી જેને શાસનની અવિચળ માન્યતા સામે આક્રમણ લાવવા અનેકાનેક પ્રબળ પ્રયત્નો કરી રહ્યો છે !!!
શાસનના સંરક્ષક તેઓશ્રીએ (શ્રી આર્યરક્ષિત દેવે) શ્રી ગોષ્ઠામાહિલને મથુરા મોકલ્યા, વિવિધ વાદ કરી તત્ર તેણે શાસનની જય પતાકા ફરકાવી !!!
શ્રાવકોનો અત્યંત આગ્રહ થવાથી તેઓશ્રી તત્ર ચતુર્માસ રહ્યા, અને તેજ ચતુર્માસમાં આર્યરક્ષિત સૂરીશ્વરજી સ્વર્ગની સુંદરતાને શણગારવા ગયા છે એવા સમાચાર શ્રવણ કર્યા. નાશવંત દેહને મુક્તા 'પહેલાં પોતાની પાટ પર શ્રી દુર્બલિકાપુષ્પમિત્રને નિયત કર્યા હતા. પટ્વીના પવિત્ર સમાચારનું સકળ સંઘે સુધાપાન કર્યું, ત્યારે ગોષ્ઠા માહિલે પોતાના હૃદયને કથનીય ક્ષોભ પમાડ્યો !!! આચાર્યપદ્વીની પ્રાપ્તિ માટે અનેક પ્રકારે વલખાં માર્યા છતાં મળીજ નહિ !!! બલ્ક મેળવવા માટે કરેલી મહેનત વ્યર્થ ગઈ. જેવી રીતે શ્રીપાળની રિદ્ધી-સમૃદ્ધિ દેખીને ઇર્ષાળુ ધવલે શ્રીપાળનું મરણ ઇચ્છયું, બલ્બ પી ન શકું તો ઢોળી નાખું” તેવી રીતે અનેકવિધ દુષ્ટ વિચારણાથી પ્રેરાયેલા તેણે (ગોષ્ઠામાહિલે) દુર્બલિકાપુષ્પમિત્રને હેરાન કરવા અવનવી શાસનવિરૂદ્ધ પ્રરૂપણા શરૂ કરી.
અલ્પશાનીઓ અને અલ્પડિયાવાનોને પ્રભુશાસનમાં સ્થાન છે, પણ વિશ્વવિખ્યાત જ્ઞાની અને દિયાવાનુ એવા હોય તો પણ વિરૂદ્ધપ્રરૂપકોને પ્રભુશાસનમાં સ્થાન જ નથી ! અર્થાત તેઓ વંદનીય, નમસ્કરણીય કે આદરણીય નથી જ બલ્ક તે તે વ્યક્તિઓ સંઘથી બહિષ્કાર કરવા લાયક છે !!!
ખોટી પ્રરૂપણાની રીતસરની દલીલો ઉપરટપકે વિચારીએ તો ગોઠામાહિલ સાચો લાગશે,પણ પ્રભુશાસનના પ્રસિદ્ધિ પામેલા સિદ્ધાંતના પરમાર્થને પિછાણનારાઓએ ગોષ્ઠામાહિલની પ્રરૂપણામાં રહેલ અસત્યને વિશ્વ સમક્ષ ખુલ્લું કર્યું, એટલું જ નહિ પણ સમસ્ત મુનિસમુદાયે શ્રીસીમંધરસ્વામિજીના કથનથી નિન્દવ તરીકે જાહેર કર્યો. આ
માટી-પથ્થરના માર સહન કરે, મળમૂત્રાદિ અશુચિ પુગલના પુંજની પરવા ન કરે, પણ મુડદાને સંઘરવામાં સાગરની શોભા રહી શકતી નથી, અર્થાત્ સાગર મડદાને સંઘરતો નથી, એવું આજની ડાહી દુનિયાએ પણ સ્વીકાર્યું છે, બલ્ક સગી નજરે નિહાળ્યું છે; તેવીજ રીતે શ્રમણ સંઘરૂપ સાગર નિન્દવરૂપ ઉસૂત્ર પ્રરૂપણાકરી જાહેર થયેલ નિર્માલ્ય શબોને સમય માત્ર પણ સઘરી શકતો નથી એ જેમ સાગરની વાસ્તવિક મર્યાદા છે તેમ સર્વકાલ ઉત્સુત્ર પ્રરૂપકોને નહિં સંઘરવાની શાસનમયદા છે.
એક વખત આપત્તિના પ્રસંગમાં શાસનની આબરૂને અખંડ રાખનાર, શાસનની જય પતાકા ફરકાવનાર શ્રીગોષ્ઠામાલિની પૂર્વની વિજય-પરંપરાની શાસન કાર્યવાહીની દરકાર કર્યા વગર કેવળ સત્યના આગ્રહી શ્રમણસથે તે ગોષ્ઠામાહિલને સંઘ-બહિષ્કૃત કર્યો છે !!! અર્થાત્ શાસનરકતોની પરાપૂર્વની અખંડ આબરૂ પણ સત્યના સ્વીકારમાં છે. વાંચકોએ આ હકીકત પર માટે ન લેતાં પોતા માટે લેવી એજ શ્રેયસ્કર છે. સત્યના સ્વીકારમાં જૈનશાસનની શોભા છે !
ચંદ્રસા
Page #191
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
=
=
=વા
આગમ-રહસ્ય
RF શ્રી સિદ્ધચક્ર.
T0=
દ્વિતીય વર્ષ 2 મુંબઈ, તા. ૧૭-૧૨-૩૩ રવિવાર | વીર સં. ૨૪૬૦ અંક ૬ કોઈ માગશર-વદ ૦))
વિક્રમ સં ૧૯૯૦
-૦ITT૦=
यद् देवैरनिशं नतं गणभृतो ध्यायन्ति यत् सर्वदा । येनाप्पेत गुणावली शिवपदं यस्मै सदा स्पर्धते । । यस्मात्तीर्थमलं गुणा निरवमा यस्यास्ति यस्मिन् वृषोऽनन्यः सेव्यपदं सदाऽव भविनः श्रीसिद्धचक्रांगिनः ॥
'૦
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
તરફથીઝવેરી પાનાચંદ રૂપચંદ (તંત્રી)
Page #192
--------------------------------------------------------------------------
________________
સાધુવર્યોનું વિહારમાં કર્તવ્ય.
સાધુવર્યો ! સંચરો સર્વજ્ઞમત વિસ્તારવા (આંકણી.) માનતા નહિ જીવને જે તેહને મધુરોકિતથી, અહંપ્રત્યય દુઃખને વળી સૌ ની પટુવ્યક્તિથી, સમજાવજો પુન ઈદ્રિયોના વિષયના એકત્વથી; કરણને સાધન ગણી સમજાવજો જીવ તત્ત્વથી. ૧ સુખ દુખ કારણ કર્મ વિના નવિ બાહ્યપુદ્ગલ તત્ત્વથી, સંયોગ શુભ અશુભમાં પણ દુઃખને સુખ સત્ત્વથી, મિથ્યાત્વમુખ પામી દશાને ગુહે આતમ પાપને; સમ્યકત્વ બોધ ચરિત્ર યોગે નિર્જરે સવિ તાપને. ૨ સાશંસધર્મ બંધ છે વળી પુણ્યના ભવિજીવને, અનુકંપતાં સવિ સત્ત્વને છે સાતબંધ સદીવને, નિજ આત્મરૂપ નિહાલતાં નિજમાં સદા નિજરૂપથી; પ્રગટે જ દર્શન શાન ચરણો આત્મજ્ઞાન સુરૂપથી. ૩. એમ તત્ત્વ સમજણ આપતા શુભ ધર્મ પંથે લાવતા, શ્રમણ શ્રમણી સંચરો પ્રતિધામ સંયમ સાધતા, પરમેશ્વર નિશાનથી એ તત્ત્વસંતતિ ભાલતાઃ સાતિ શય વચને સદા ભાખે ભદધિ તારતા. ૪. રવિ કરે જિમ તેજથી અંધાર નાશન સર્વદા, અજ્ઞાનતમને નાશતા જિનરાજ પરમેશ્વર સદા, નવિ જંતુને દઈ દુઃખદો પહાડ પાણી પર્વતો, કરતો લહે વિભુતા પરંતુ શુદ્ધ આનન્દ લાવતો. ૫
Page #193
--------------------------------------------------------------------------
________________
ન થી રિચક કા
(પાક્ષિક)
- ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોકારક.” દ્વિતીય વર્ષ. 0 મુંબઈ, તા. ૧૭-૧૨-૩૩ રવિવાર ના વીર સંવત્ ૨૪૬૦ અંક ૬ કો. મૃગશીર્ષ વદ ૦))
વિક્રમ ,, ૧૯૯૦ આગમહય, ૦ આડકતરી રીતિએ યા સીધી રીતે સ્થાપનાનો સ્વીકાર. અનભિલાપ્ય પદાર્થોનું અપેક્ષાએ વાગ્યપણું. સર્વશદેવોના કાળની જેમ આજે પણ સ્થાપનાની જરૂર. વિદ્ધપરિષદ પદાર્થ અને પદાર્થના આકારમાં ભેદ માનતી નથી. સ્થાપનાનું સર્વવ્યાપકપણું. સ્થાપનાના સ્વીકારમાં સર્વપર્ષદ. - સ્થાપના' શબ્દ નામની માફક વાચ્યતરફ પ્રગુણ થવાથી વપરાતો નથી, પણ સંકલિત સ્થાપનામાં માત્ર તે વસ્તુના આકારને મુખ્ય ગણીને વપરાય છે, તેમજ વિશકલિત સ્થાપનામાં વાચ્યવસ્તુનું દ્રવ્યત્વ કે તેનો ભાવ ન હોય અને જુદી રીતનો દ્રવ્ય અને ભાવ હોય, તો પણ આકારને આધારે તે વસ્તુને સ્થાપના તરીકે ઓળખાવામાં આવે છે. જેમકે ગાય, ઘોડા, હાથી તજીવપણું નથી, તેમજ જલધારણાદિ
૧. જો કે શબ્દ અને પદાર્થને ઉત્પાદ્ય ઉત્પાદક ભાવરૂપે (ઘટ અને કુંભકારની માફક) જન્યજનક ભાવરૂપે (મૃતિકા અને ઘટની પેઠે), કાર્યકારણ રૂપે (અગ્નિ અને ધુમાડાની પેઠે), તાદાભ્યરૂપે (ઘટ અને ઘટના સ્વરૂપની પેઠે), કે તદુત્પત્તિરૂપે શબ્દ પદાર્થ કે પદાર્થથી શબ્દ ઉત્પન્ન થાય, તેવી રીતે માનતા નથી પણ શબ્દ અને પદાર્થનો પરસ્પર વાચ્ય વાચક ભાવ એટલે કે શબ્દ વાચક હોય છે, અને પદાર્થ તેનું વાચ્ય હોય છે જો કે જગતમાં શબ્દથી બોલી શકાય તેવા અભિલાપ્ય પદાર્થો કરતાં કોઇપણ કાળે કોઇપણ કેવળી મહારાજે કે ઇતર મનુષ્ય શબ્દથી વિગેરેના ચિત્રોમાં કે શહેનશાહ વિગેરેની સ્ટાપોમાં આવતી છાપોમાં, ઘડા વિગેરેનો અથવા શહેનશાહ વિગેરેનો દ્રવ્ય, કૃતિકાદિકપણું કે
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૭-૧૨-૩૩ અવસ્થારૂપ કે તજજ્ઞાનાદિ અવસ્થારૂપ ભાવ નથી, તો પણ તે ઘટપટાદિના અને શહેનશાહ આદિના આકારને દેખીને કે દેખાડીને ઘટપટાદિ તરીકે ને શહેનશાહ આદિ તરીકે ઓળખાય છે અને ઓળખાવાય છે. વાસ્તવિક રીતિએ જેમ મૂળવતુ પણ તેના આકારથીજ ઓળખાય છે, તેવી રીતે તે સ્થાપનાવસ્તુ પણ આકારથીજ ઓળખાતી હોવાને લીધે, તેની ઓળખ, તેનું સ્મરણ વિગેરે જેમાં ભાવથી થાય છે તેવાંજ સ્થાપનાથી થાય છે. વિચાર કરતાં સ્પષ્ટ માલમ પડશે કે ખુદ ઋષભદેવજી ભગવાન વિગેરે શ્રીતીર્થકરો કે શ્રીપુંડરિકસ્વામીજી વિગેરે ગણધરો અગર શ્રીજંબુસ્વામી વિગેરે મુનિવરોને તે તે કાળના લોકો જે ઓળખતા હતા, તે પણ તેમના આકારધારાએજ તેમને ઓળખતા હતા. ઈદ્રિયદ્રારાએ જાણનારા છવાસ્થ પુરુષો કે અવધિ આદિ અતિશય જ્ઞાનવાળા પુરુષો પણ સાક્ષાત્ તેઓના આત્માને કે સાક્ષાત્ તેઓના ગુણોને દેખીને તેઓને ઓળખતા ન હતા, તેમજ ઔદારિક આદિ શરીરરૂપી પિંડદ્વારાએ પણ તેઓને ઓળખતા ન હતા, અર્થાત્ ઓળખનાર, સ્મરણ કરનાર કે ભક્તિ કરનારને તો ખુદ ભાવપદાર્થ માં રહેલા આકારમાં અને ભિનપદાર્થમાં રહેલા
નિર્દિષ્ટ નહિ કરેલા, અને નહિ કરાતા એવા અનભિલાપ્ય પદાર્થો અનંતગુણા છે, તો પણ પદાર્થ સત્ જોય, પ્રમેય આદિ શબ્દોથી તે અનભિલાપ્ય પણ વાચ્ય જ ગણાય. જેમ ઘટપટાદિ પદાર્થો ઘટપટાદિ જેવા આખા અવયવીને કહેનારા ઘટપટાદિ શબ્દો છે, પણ તેમાં રહેલા પરમાણુ રેણુકાદિ, કપાલિકા, અને કપાલ વગેરે ખુદ અવયવોને કહેનારા શબ્દો પણ તેમાં પ્રવર્તતા નથી, અને તેજ કારણથી ઘટપટાદિ પદાર્થો પણ કથંચિત વાચ્ય અને કથંચિત્ અવાચ્ય ગણાતાં છતાં ઘટાદિ શબ્દોથી તે વાચ્ય છે, તેવી જ રીતે અનભિલાપ્ય પદાર્થો પણ પોતાના વિશેષનામથી અવાચ્ય છતાં પદાર્થ આદિ સામાન્ય નામોથી વાચ્યજ છે. ખુદું અનભિલાપ્ય નામથી પણ અનભિલાપ્ય પદાર્થો વાચ્ય છે, માટે અનભિલાપ્યોને સર્વથા અવાચ્ય તો કહેવાયજ નહિ, એટલે અભિલાપ્ય અને અનભિલાપ્ય બંને પ્રકારના પદાર્થો વાચ્ય રૂપે છે, અને તેથી દરેક પદાર્થ નામમય છે, એટલે કે શબ્દરૂપ છે, એમ માનવાનું જૈનદર્શનકારે યોગ્ય માન્યું છે, જો કે પદાર્થનાં નામો, મનુષ્યો નવા નવા સંકેતોથી નવા નવા પણ બનાવે છે, તો પણ પરમાણું રેણુકાદિ પદાર્થો તેમજ આકાશ, કાળ, દિશા, જીવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, શક્તિ જેવા પદાર્થો સર્વકાળમાં સ્થિર હોવાથી તેનાં નામો સર્વકાળમાં સ્થિર માનવાં જ પડે, ને તેવા નામોથી તે પદાર્થો સમજી અને સમજાવી શકાતા હોવાથી, તે તે નામથી વાચ્ય સ્વભાવવાળા જ માનવા જોઇએ.
૨. જો કે રૂપ, રસ, ગંધ, વર્ણ અને સંસ્થાનવાળા હોવાથી રૂપી ગણાતા પદાર્થોની આકૃતિ સ્પષ્ટ હોવાથી રૂપી પદાર્થોને આકારમય માની સ્થાપનાત્મક માનવામાં કોઈને પણ અડચણ નહિ આવે, પણ ધર્માસ્તિકાય જેવા અરૂપી પદાર્થોને રૂપ, રસ, ગંધ, વર્ણ કે સંસ્થાન રહિતપણું હોવાથી તે અરૂપી પદાર્થોને તેમજ કોઈપણ ગુણ કે ક્રિયાને આકાર નહિ હોવાથી તે સર્વને સ્થાપનાત્મક માનવા મુશ્કેલ પડે, પણ ધર્માસ્તિકાય આદિક દ્રવ્યો આકાશમાં અવગાહેલા હોવાથી તે અવગાહણાનો આકાર જે હોય તેજ આકાર તે અરૂપી પદાર્થનો પણ ગણાય અને તેથી જ અલોકને છિદ્રવાળા ગોળા જેવો શાસ્ત્રકાર કહે છે, અને ધર્માસ્તિકાય આદિમય
Page #195
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭-૧૨-૩૩
૧૨૩
શ્રી સિદ્ધચક્ર આકારમાં કોઇપણ જાતનો ફરક રહી શકતો નથી.જો કે કેટલાક સ્થાપનાને નહિ માનનારાઓ એમ જણાવે છે કે પત્થરની ગાય દૂધ ન દેતી હોવાથી, તેમજ પત્થરના વાઘ વિગેરે ફાડી ખાવું વિગેરે કાર્યો ન કરતા હોવાથી સ્થાપનાનો સ્વીકાર યોગ્ય નથી એમ જણાવે છે; પણ તેઓએ વિચારવું જોઈએ કે પત્થરની ગાય એવું વાક્ય જ તેઓ કેમ બોલી શકે છે, કારણ કે જો પત્થરની ગાયમાં પત્થરપણું અને ગાયપણું બંને વાનાં માનવામાં આવે તોજ પત્થરની ગાય એવું બોલી શકાય, માટે સ્થાપના નહિ માનવી, અને પત્થરની ગાય એમ બોલવું તે માન્યતાવિરૂદ્ધ અને જુદું હોવા સાથે “મારી જનેતા વાંઝણી” એવું કહેનારની માફક પરસ્પર વિરૂદ્ધજ છે. સ્થાપનાને નહિ માનનારાઓ પણ પોતાનાં બચ્ચાંઓને રમકડાં આપે છે, સિક્કાઓ સંઘરે છે, સ્ટાંપો ખરીદે છે, દસ્તાવેજોની કિંમતો માને છે, પૂજ્યની છબીઓ તરફ સન્માનબુદ્ધિ ધરાવે છે એટલું જ નહિ પણ તેમના ઉપદેશકો પણ ચિતરામણો રાખે છે, લોકોને દેખાડે છે યાવત્ પુસ્તકો કે જે સાંકેતિક અક્ષરોના આકારોજ છે તેને આશ્રીને ઉપદેશો કરે છે, એટલે કે તેઓ ડગલે ને પગલે સ્થાપના ઉપર આધાર રાખીને ચાલે છે, અને તેથી એટલું તો સાફ સિદ્ધ થાય છે કે સ્મરણ, ઓળખવું વિગેરેમાં તો સ્થાપના મૂળ પદાર્થ જેવોજ ભાગ ભજવે છે સ્થાપનાનો અપલાપ કરનારાઓ કદાચ એમ કહે કે ઓળખ વિગેરેને માટે ભલે સ્થાપના ઉપયોગી હોય, પણ પત્થરની ગાય વિગેરે.
લોકને વૈશાખ એટલે બે કેડે બે હાથ થાપેલા અને સમપાદે પહોળા પગે ઉભા રહેલા મનુષ્યને આકારે જણાવે છે, એટલે તત્ત્વથી રૂપી કે અરૂપી કોઇપણ પદાર્થ આકાર વગરનો છે જ નહિ. જો કે વિદ્વત્ પરિષદમાં તો અર્થામિધાનપ્રત્યવાસ્તુત્યનામથેયામવત્તિ । એટલે કે પદાર્થ, નામ અને પ્રતીતિ એ ત્રણે વસ્તુઓ સરખા નામે બોલાવાય છે, ઘટ પદાર્થને પણ ઘટ કહેવાય, તેમ ઘટના નામ અને જ્ઞાનને પણ ઘટનામ અને ઘટશાન કહેવું પડે છે, એટલે સર્વપદાર્થનું નામાત્મકપણું માનવામાં વિદ્વત્પરિષદ જેમ સાક્ષીરૂપ બને છે, તેમ સર્વ પદાર્થોનું સ્થાપનાત્મકપણું માનવામાં વિદ્વરિષદ સાક્ષીરૂપ બનતી નથી, છતાં પદાર્થ અને પદાર્થના આકારનું વિદ્વત્પરિષદ્ ભેદ માનતી નથી, તેથી સર્વ પદાર્થોને સ્થાપનાત્મક માનવા જરૂરી છે. ગુણ અને ક્રિયા વિગેરે જો કે સ્વતંત્ર હોતા નથી અને તેથી તેઓનો આકાર સ્વતંત્ર ન હોય તે સ્વાભાવિક જ છે, છતાં તે ગુણ અને ક્રિયા વિગેરે પદાર્થો દ્રવ્યથી ભિન્નપણે હોતાજ નથી એટલે રૂપી કે અરૂપી દ્રવ્યનો જે આકાર હોય તેજ આકાર તે ગુણ અને ક્રિયા વિગેરેનો પણ ગણી શકાય. અરૂપી દ્રવ્યનો આકાર જેમ અવગાહણાને આધારે લીધો, તેવીજ રીતે ગુણક્રિયા વિગેરેનો આકાર તેની વર્તનાને આધારે લઇને તે ગુણ ક્રિયાવાળાનો આકાર જ સમજવો, અને તેથીજ સ્થાપના અવધિની વ્યાખ્યામાં શાસ્ત્રકારો અવધિજ્ઞાનવાળા સાધુનો જ આકાર જણાવે છે. તત્ત્વ એટલું જ કે જેમ સર્વ પદાર્થો નામાત્મક છે તેવી જ રીતે સર્વ પદાર્થો આકારવાળા હોવાથી સ્થાપનાત્મક જ છે, અને તેથી જ નામનિક્ષેપાને જેમ વ્યાપક માન્યો, તેવી જ રીતે સ્થાપના નિક્ષેપાને પણ શાસ્ત્રકારોએ સર્વવ્યાપક માન્યો છે. ૧. સ્થાપના અને ૨. નામની નોંધ સંપૂર્ણ.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૨૪
તા.૧૭-૧૨-૩૩'
શ્રી સિદ્ધચક્ર તરીકે ઓળખાતી છતાં પણ દૂધ દેવારૂપ વિગેરે કાર્યમાં નિષ્ફળ નીવડે છે, તેવીજ રીતે જિનેશ્વરી વિગેરેની સ્થાપના તેઓને ઓળખવા વિગેરેમાં ઉપયોગી થવા છતાં સમ્યગુદર્શન આદિરૂપ ફળ દેવામાં તો તે નિરૂપયોગીજ ગણાય, અને તેથી સ્થાપનાને સ્થાપનારૂપે માનવા છતાં પણ પૂજ્યરૂપે તો માની શકાયજ નહિ, આવું કહેનારાઓ વસ્તુતાએ જૈનધર્મને સમજયા જ નથી, કેમકે ગાય વિગેરેથી દૂધ વિગેરેની પ્રાપ્તિની માફક જો ભગવાન વિગેરેથી સમ્યગુદર્શન આદિની પ્રાપ્તિ માનવામાં આવે તો દોહેલી ગાય જેમ દૂધ વિનાની થઈ, ફરી દૂધ પેદા ન કરે ત્યાં સુધી નિઃસાર મનાય છે, અને તેને દોહીએ તો પણ તે વખતે લેશમાત્ર પણ દૂધ મળતું નથી, તેવી રીતે કોઈપણ તીર્થકર કે કેવળી આદિની આરાધના કરવાથી કોઇપણ એક જીવને સમ્યગુદર્શન આદિ પ્રાપ્ત થાય, તે વખતે તે કેવળી વિગેરે સમ્યગુદર્શન વિગેરે રહિત થઈ ગયા એમ માનવું જોઈએ, અને ફરી તેઓ સમ્યગદર્શન વિગેરે ફરી પેદા કરે ત્યારેજ આરાધવાલાયક બને એમ માનવું જોઇએ, પણ આવું માનવું કોઇપણ મનુષ્ય સ્વીકારી શકે નહિ, તેમજ ન્યાયરીતિએ એક આત્મા કે પદાર્થનો ગુણ બીજા આત્મા કે પદાર્થમાં જઈ શકતોજ નથી. તેમજ જૈનદર્શન પ્રમાણે સમ્યગુદર્શન આદિ ગુણો પણ એક આત્માથી બીજા આત્મામાં જઈ શકતા નથી, તો એવા સંક્રમણ નહિ થઈ શકનારા ગુણના અધિકારમાં સંક્રમણ થઈ શકનારા દૂધ આદિ દ્રવ્યોનું દષ્ટાંત દેવું તે અક્કલની બહારજ છે. મકાન વિગેરે બનાવવામાં જેમ તેનાં પ્લાનો કાગળ વિગેરેમાં કરી, મકાન વિગેરે બનાવનારાઓ તે પ્લાન ઉપર બરોબરજ આધાર રાખે છે. તેવી રીતે મલિનતાનો નાશ કરી, નિર્મળતાને પ્રાપ્ત કરનારા મહાપુરુષોના આકારો, અને તેનાથી જણાતાં તેના વર્તનો ઉપર આધાર રાખનારા મનુષ્યોજ પોતાના આત્માની મલિનતા મટાડી નિર્મળતાને પ્રાપ્ત કરવા તેવો રસ્તો લઈ શકે છે. યાદ રાખવું કે મકાનની સંપૂર્ણતા ન થાય ત્યાં સુધી મકાન બાંધનારો વારંવાર પ્લાન તરફ દ્રષ્ટિ કરે છે, તેવી રીતે આત્માને નિર્મળ કરવાની ચાહનાવાળો પુરુષ નિર્મળતાના પ્લાનરૂપ તીર્થંકર મહારાજા વિગેરેની મૂર્તિરૂપ પ્લાનોને પોતે નિર્મળ ન થાય ત્યાં સુધી કોઈ દિવસ પણ દૂર કરી શકે નહિ. આ ઉપરથી પવિત્ર પુરૂષોની મૂર્તિની પ્રતિદિન દર્શનીયતા નિર્મળપણાંની આકાંક્ષાવાળાને કેટલી જરૂરી છે તે સ્પષ્ટ સમજાશે. કેટલાકો મૂર્તિની દર્શનીયતા માન્યા છતાં પણ તેની પૂનીયતા માનવામાં આનાકાની કરે છે, પણ તેઓએ વાસ્તવિક રીતે મૂર્તિના ગુણો તરફ ધ્યાન રાખેલું નથી, તેથી તેઓએ આ લેખના આગલા ભાગના લખાણ તરફ વિશેષ ધ્યાન જરૂરી છે. સ્થાપનાની પૂજનીયતા
જિનેશ્વરો વિગેરેની સ્થાપના પ્લાનની માફક જો દર્શનીય જ માને, પણ પૂજ્ય ન માને તેઓએ વિચારવું જોઈએ કે ભાવની પૂજ્યતા માની છે કે નહિ? જો તીર્થકર વિગેરેની ભાવઅવસ્થા વંદનીય, નમનીય, પૂજ્યનીય અને ધ્યેય હોય તો પછી તેઓની સ્થાપનાની વંદનીયતા વિગેરે કેમ ન હોય? જો કે પોતાના પરમેશ્વરને જેઓ રાગદ્વેષ રહિત માનતા નથી, તેઓને સ્થાપના અને ભાવમાં ફરક પડે તેમ માની પણ લે, તત્ત્વથી તો પરમેશ્વરને રાગદ્વેષ રહિત નહિ માનનારા પણ પરમેશ્વરને સર્વજ્ઞા
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૨૫
તા. ૧૭-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર તો માને જ છે, અને તેથી પરમેશ્વરની સ્થાપનાકારાએ થતી પરમેશ્વરની આરાધનાને પરમેશ્વર પોતાની આરાધના થયેલી છે એમ માની ખુશી થાય, અથવા તો મૂર્તિને નહિ માનવા દ્વારાએ પોતાની આરાધના નહિ કરનાર, અગર મૂર્તિદ્વારાએ પોતાની આરાધના કરનારા લોકોને રોકનારા સ્થાપનાલોપકોની ઉપર નાખુશ થાય તેમાં આશ્ચર્ય નથી. દેશાંતરે ગયેલો રાજા જેમ પોતાના અધિકારવાળા પ્રતિનિધિને કે પોતાની પાદુકાને માનનાર ઉપર ખુશી રહે છે, અને તેનું અપમાન કરનાર કે તેને નહિ માનનાર ઉપર, અગર તેને માનતાં રોકનારા ઉપર નાખુશ રહે છે, તેવી રીતે રાગદ્વેષવાળા પણ સર્વજ્ઞ માનેલા પરમેશ્વરની પ્રતિમા દ્વારા એ થતી આરાધના અને વિરાધનાધારા એ પરમેશ્વરને ખુશી અને નાખુશી બનવાનું થાય તે સ્વાભાવિક છે. રાગદ્વેષ સહિત એવા પરમેશ્વરના નામમાત્રને જપવાથી જો ઈષ્ટ સિદ્ધિ માનવામાં આવે છે તો પ્રતિમાની પૂજ્યતામાં તો નામસ્મરણ અવશ્ય હોવા સાથે તેની આકૃતિ વિગેરેની પૂજ્યતા થવાથી કેવી રીતે નુકશાન માનવું કે જેથી તેની પ્રતિમાની અપૂજ્યતા માની શકાય? આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે રાગદ્વેષવાળા છતાં પણ સર્વજ્ઞ છે એવું પરમેશ્વરનું સ્વરૂપ માનનારાઓને પણ પ્રતિમાની પૂજ્યતા માનવી પડે. જો કે રાગદ્વેષ સહિત છતાં સર્વજ્ઞપણે પરમેશ્વરને માનવાવાળાઓ પરમેશ્વરને સર્વ જગત વ્યાપક માને છે, અને તેથી તેનું પ્રતિબિંબ કરી શકાય નહિ, એમ માને પણ અતિશય મોટો પર્વત તેમજ હાથી વિગેરેનું પ્રતિબિંબ એક આંગળ જેટલા કાચમાં પણ પડે છે, અને તેમાં ફક્ત પ્રમાણનોજ અન્યથાભાવ રહે છે, પણ કોઈ પણ અંગાદિકનો અન્યથાભાવ નહિ રહેતાં સર્વથા તરૂપતા રહે છે, તેવી રીતે જગત વ્યાપક એવા પરમેશ્વરની પણ નાના આકારની સર્વ અવયવવાળી મૂર્તિ થવામાં, અને તેની આરાધ્યતામાં કોઇપણ જાતની હરકત વાસ્તવિક રીતે જણાશે નહિ. જેઓ પરમેશ્વરને સર્વવ્યાપક માને છે તેઓને તો પ્રતિમામાંથી પરમેશ્વર નીકળી ગયેલા નથી, માટે પરમેશ્વરના અંશસહિતપણા તરીકે પણ મૂર્તિને માનવાની જરૂર રહેશે. વાસ્તવિક રીતે તો જેઓ પરમેશ્વરને સંદેશો આપનારા કે લીલા કરનારા અગર જગતને પેદા કરનારા એવા પરમેશ્વર માનવા છે, તેઓને પરમાર્થરૂપે પરમેશ્વર જગત વ્યાપક હોવા છતાં પણ પરમેશ્વરને અલ્પભાગમાં રહેવાવાળા શરીરને ધારણ કરવાવાળો માનવો જ પડશે, અને જો તેમ માનવામાં આવે તો તેની તે અવસ્થાની પૂજ્યતાની ખાતર, તે અવસ્થાની મૂર્તિ માનવીજ પડે. પોતાના મુખ કે દૃષ્ટિ આગળ પરમેશ્વરનું તેવું પ્રતિબિંબ રાખ્યા વગર કોની સન્મુખ વંદન, નમન આદિ કરે છે તે વિચારવાની ખાસ જરૂર છે. ગોખલા વિગેરેની સ્થાપના કરીને પરમેશ્વરની સ્થાપના માનવામાં આવે તેમાં તો સ્થાપના મનાય પણ છે, અને કોઈ જાતનું પરમેશ્વરની આકૃતિ આદિનું સાદેશ્ય પણ હોતું નથી, એટલે ખરી રીતે લસણ પણ ખાધું અને તાવ પણ ગયો નહિ એ ન્યાય જેવી સ્થિતિ થાય છે. એવી રીતે રાગદ્વેષવાળા સર્વજ્ઞ પરમેશ્વરને માનનારા લોકોની અપેક્ષાએ મૂર્તિની વંદનીયતા વિગેરેનો વિચાર કરી, હવે વીતરાગ સર્વજ્ઞ ભગવાનને પરમેશ્વર તરીકે માનવાવાળાની અપેક્ષાએ મૂર્તિની વંદનીયતા વિગેરેનો વિચાર કરીએ.
જેઓ પોતાના પરમેશ્વરને મોક્ષ જવા પહેલાં પણ થોડો કે લાંબો કાળ સર્વજ્ઞ વિતરાગપણે વર્તવાનું માની સશરીર અવસ્થા માન્ય કરે છે, તેઓને તેજ સર્વજ્ઞ વિતરાગની સશરીરવસ્થાનો
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી સિદ્ધચક્ર
તા.૧૯-૧૨-૩૩. આકાર માન્ય કરવો એ ન્યાયપુર:સર છે વળી જેઓ શાસ્ત્રકથન આદિને કરનારા પરમેશ્વરો છે એમ માને છે, તેઓને પરમેશ્વરની સાકારતા માન્યા સિવાય છૂટકો નથી. પરમેશ્વર જો એકાંત, નિરંજન, નિરાકાર સ્વરૂપજ હોય તો તેઓને કર્મ ન હોવાથી, શરીર ન હોય, અને શરીર ન હોવાથી મુખનો સદ્ભાવ ન હોય, અને મુખનો અભાવ હોવાથી તે પરમેશ્વરો ઉપદેશક બની શકે નહિ, અને તેથી શાસ્ત્રોનું કથન ખુદ્દે પરમેશ્વરનું કરેલું નહિ પણ તદિતર કોઈ સામાન્ય વ્યક્તિનું આ કથન છે એમ માનવું પડે. કદાચ કહેવામાં આવે કે પરમેશ્વરના પ્રતિનિધિ એવા કોઈ જ્ઞાનીએ, પરમેશ્વરનું જ્ઞાન જાણીને શાસ્ત્રોનું કથન કરેલું છે, એમ કહેવામાં પણ ને તદિતર જ્ઞાનીઓનું પ્રામાણિકપણું અને શાસ્ત્રકથન ગણાય, પણ ખુદ્દે પરમેશ્વરનું તો તે કથન ગણાય જ નહિ, અને સર્વશક્તિમાન પરમેશ્વર માનેલો હોવાથી સાક્ષાત્ સર્વ જીવોને તત્ત્વોપદેશ નહિ કરતાં કોઈક સામાન્ય મનુષ્યદ્વારા એ શાસ્ત્રોનો ઉપદેશ શા માટે કરે ? તત્વથી, પરમેશ્વરે કહેલાં શાસ્ત્રો છે એમ માનનારાઓએ પરમેશ્વરને સાકાર માન્યા સિવાય છૂટકોજ નથી, અને પરમેશ્વરને સાકાર માનવાથી, પરમેશ્વરે સાક્ષાત્ કહેલાં તત્ત્વોની પરમેશ્વરની વાણી તરીકે માન્યતા રાખવી તે યોગ્ય ગણાય. કોઈ સામાન્ય વ્યક્તિદ્વારા એ શરીર નહિ હોવાથી અસંભવિતપણે કહેવાતી પરમેશ્વરની વાણીની માન્યતા અંધશ્રદ્ધા સિવાય કરી શકાય જ નહિ. વળી જેઓ સર્વકર્મ રહિત હોવાથી વીતરાગ સર્વજ્ઞની સિદ્ધપણાની અવસ્થાને નિરંજન, નિરાકાર માને તેઓને પણ સિદ્ધપણાની અવસ્થા પ્રાપ્ત કરવાના પ્રયોગો અને પરિણામો સાકાર અવસ્થામાં જ થયેલા માનવા પડે, અને તેથી નિરંજન, નિરાકાર એવા સિદ્ધની સ્થાપના પણ સાકારપણાના છેલ્લા ભાવને અનુસાર માનવી જ પડે. આ નિરંજન, નિરાકાર સિદ્ધ મહારાજની સ્થાપના, તેમના સમગ્ર ગુણીપણાને લીધે ગુણો ઉપર બહુમાન ધરનારાઓને અવશ્ય વંદનીય, નમનીય અને પૂજય ઠરે એમાં આશ્ચર્ય જ નથી. હવે જેઓ સાકાર પરમેશ્વરને માને છે, તેમજ તે સાકાર પરમેશ્વરને વિતરાગ અને સર્વશપણે માનવા સાથે શાસ્ત્ર અને તત્ત્વોના નિરુપક માને છે, તેઓને તે તે સાકાર પરમેશ્વરની, તે તે ઉત્તમદશા વંદનીય, નમનીય અને પૂજનીય છે કે નહિ? તેઓ તેવી ભાવદશાને વંદનીય, નમનીય અને પૂજનીય ન ગણે તો તેઓ ગુણના સમુદાયવાળા પુરુષને પણ આદર આદિક દેવામાં નિષ્ફળ નીવડયા ગણાય એટલું જ નહિ પણ તેઓના ઉપદેશદ્વારા એ થયેલા ઉપકારને પણ જાણનારા ન થયા એમ સ્પષ્ટ કહેવામાં કોઇને પણ સંકોચ થવાનો નથી, અને તેવી દશા કૃતનોજ હોય છે એમ વિદ્વત્ સમાજે સ્પષ્ટ માનેલું છે. હવે ગુણબહુમાનની સાથે કૃતજ્ઞપણાને અંગે સર્વજ્ઞ વિતરાગ તત્ત્વોપદેશક પ્રભુની વંદનીયતા, નમનીયતા અને પૂર્નીયતા સ્વીકૃત થઈ, તો પછી ભક્તોનાં કરેલાં વંદન, નમન અને પૂજનથી તેવા વીતરાગ પ્રભુને કોઈપણ જાતનો ઉપકાર નહિ છતાં આરાધક મનુષ્યને પોતાના સદવર્તનવાળા શુભ પરિણામથી કર્મનિર્જરા વિગેરે ફળ મળે છે, અને તેમાં ભગવાનની વીતરાગતા હોવાથી તેના રાજીપાને કોઈપણ પ્રકારે કારણપણું નથી. જ્યારે ખુદ વીતરાગ સર્વજ્ઞ ભગવાનની ભાવઅવસ્થામાં તેમનું કરાતું પૂજન, આરાધકના ગુણોના બહુમાન અને કૃતાપણાને આભારી હોઈ ફળદાતા બને છે, તો પછી તેઓની મૂર્તિદ્વારા એ આરાધના કરનારો મનુષ્ય ગુણોના બહુમાન અને
Page #199
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭-૧૨-૩૩
૧૨૦
શ્રી સિદ્ધચક ઉપકારીપણાના પરિણામ અને સદ્વર્તનને આધારે કર્મનિર્જરા આદિ ફળ પામે, તેમાં કોઇપણ પ્રકારનો મતભેદ હોઈ શકેજ નહિ. યાદ રાખવાની જરૂર છે કે જૈનોએ દેવ કે ગુરુની આરાધનાથી કર્મનિર્જરા આદિ થતાં ફળો, આરાધ્ય એવા દેવગુરૂનાં આપેલાં માનેલાં નથી, પણ આરાધક મનુષ્યના તે દેવગુરૂનાં આલંબને થયેલાં શુભ પરિણામથીજ માનેલાં છે, અને જ્યારે ભાવદશાએ વિદ્યમાન એવા દેવગુરુની આરાધના, આરાધક મનુષ્યના પરિણામ આદિકને આભારી છે, તો પછી તે આરાધ્યમ એવા દેવગુરુની મૂર્તિદ્વારા એ થતી આરાધનાનું ફળ, આરાધકના શુભપરિણામને આભારી કેમ ન હોય? અર્થાત્ જેઓને સાક્ષાત્ દેવ અને ગુરુ વંદનીય, નમનીય અને પૂજનીય હોય, તેઓને તે દેવગુરુની તથાવિધમૂર્તિ પણ વંદનીય અને પૂજનીય હોવી જોઇએ.
ગ્રાહકોને અમુલ્ય લાભ. અમારા તત્વ જીજ્ઞાસુ ગ્રાહકોને દીનપ્રતિદીન અવનવા અવનવિન આગમના તત્વોનું, નહિ શ્રવણ કરેલી ગુઢતાત્વિક ફીલ્સફીનું યુક્તિપ્રયુક્તિનું અજોડ જ્ઞાન શ્રી સિદ્ધચક્ર પાક્ષિકારા અર્પવા તનતોડ પ્રયત્નો ચાલુ છે, ગત અંકથી પૂજ્યપાદ અખંડ આગમાભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ અમારી આગ્રહભરી વિનંતિ સ્વીકારી પ્રથમ શ્રીનંદી આગમ ઉપર ભૂતકાળે કદીપણ પ્રગટ ન થયેલ એવી સારભૂત અવતરણા, તેના પર અનેક તર્કવિતર્ક યુક્તિપ્રયુક્તિ સહિત સમાધાન આપવા અમારા પર મહાન ઉપકાર કર્યો છે. ચાલુ વાતાવરણના અંગે વિખવાદયુક્ત વિષયને ન ચર્ચતા, લખાણ દ્વારા વેષ અને કુસંપના બીજ ન વાવતાં, અને વર્તમાનના વિષય વાતાવરણમાં વધુ વિષ ન ભેળવતા અમારૂ શ્રી સિદ્ધચક પાકિ જડવાદના અજ્ઞાન વાતાવરણમાં જ્ઞાનનો ઉદ્યોત કરવામાં જ્ઞાનની ન્યુનતાને અંગે ફેલાતા અજ્ઞાનના સમુહનો નાશ કરવામાં અને શાસન સામે થતા અજ્ઞાન હુમલાઓની જ્ઞાનના વિકાસથી સચોટ પ્રતિકાર કરવા નિરંતર ઉદ્યમશીલ રહેશે.
છતાં કોઇને કોઇપણ જાતની શંકા ઉભવે, કાંઇપણ નવિન જાણવાની જીજ્ઞાસા થાય, વાતો કાંઈપણ અમારા તરફથી અસંતોષ, જેવું લાગે તો તુરત જણાવવા અમારી આગ્રહભરી વિનંતી છે. જુના અંકો સીલકમાં રહેતા નથી માટે નામ નોંધાવવાનું ભૂલતા નહીં.
તંત્રી.
નવિન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦, શ્રી ત્રિષષ્ટીયદેશનાદિસંગ્રહ ૦૮-૦ શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો, શાસ્ત્રીયપાઠ સહિત રૂ. ૦-૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રીષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો પણ અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય- ઠા. ગોપીપુરા-સુરત.
Page #200
--------------------------------------------------------------------------
________________
૧ર૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૭-૧૨-૩૩
.
. .
.
. .
. . . .
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
જો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો કોઈપણ ધર્મી પોતાના ધર્મને ખોટો માનતો નથી. આંધળો ન દેખે તેવી રીતે આખું જગત અરૂપી દ્રવ્યદેખી શકતું નથી. સ્પશદિગુણ વગરના દ્રવ્યો તે અરૂપી દ્રવ્યો. ગુણી વગર ગુણ રહ્યો સાંભળ્યો નથી. અરૂપી હોય તો ચીજ નહિ અને ચીજ હોય તે અરૂપી નહિ એવી માન્યતાવાળાઓ માટે સાદી સમજ.
ધર્મમાં મનગમતું હાંકવામાં તૈયાર થવાનું વાસ્તવિક કારણ! વ્યવહારુ ચીજની પરિક્ષા માટે લાંબા કાળનો અભ્યાસ. સાચો કે ખોટો ધર્મ વળગવો એ પણ મુશ્કેલ છે !! धर्मो मंगलमृत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः ॥ धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ ધર્મ એ બાહ્ય વસ્તુ નથી માટે જ તેની ખાત્રી મૂશ્કેલ છે.
શાસ્ત્રકાર મહારાજ કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમંચદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સુચવી ગયા કે જે વસ્તુ પોતાની માલીકીની, કબજાની છતાં તેનો સદુપયોગાદિ કયા પરિણામને નિપજાવે છે તે વાત ખ્યાલમાં ન હોય, હોય છતાં તેને માટે યોગ્ય પ્રયત્ન આદરી શકે તેમ ન હોય તો તેને તેની વ્યવસ્થા કરવાનો હક્ક મળતો નથી. તેમ ધર્મ જગતની પ્રસિદ્ધ ચીજ છે. અનાર્ય ક્ષેત્રમાં ધર્મ અપ્રસિદ્ધ હોય, કેમકે અનાર્યનું લક્ષણ એજ કે જેમાં ધર્મ એવા અક્ષર કાને પડ્યા ન હોય, સ્વપ્ન પણ ન આવ્યા હોય તે અનાર્ય ગણાય છે. તેથી આર્યક્ષેત્રમાં ધર્મ એ પ્રસિદ્ધ જ છે; પણ ધર્મ એ ગંધ, રસ, સ્પર્શાદિકથી ગમ્ય પદાર્થ નથી. પાંચઈદ્રિયજ્ઞા વિષયમાંથી કોઈ વિષયવાળો પદાર્થ હોત તો તેની પરીક્ષા કરવામાં એક મિનિટ પણ લાગતે નહિ. ફલાણાનો સાચો ધર્મ ફલાણાનો જુઠો ધર્મ એ વાક્યો ઠામઠામ સાંભળીએ છીએ, પણ એવો વાદવિવાદ દુનિયાના ઈદ્રિય ગમ્ય પદાર્થમાં ન હોય રેશમને સુતર કહેનારો કોઈ નીકળ્યો? તે નીકળે તો કેટલો ટકે? કડવાને મીઠું કહેનારો મીઠાને કડવું કહેનારો કોઈ નીકળ્યો? કદાચ કોઈ કહીદે તો તેનું વચન કોણ માને ? ફુલની સુગંધને દુર્ગધ કહેનારો, વિષ્ટાને સુગંધી કહેનારો, સોનાને પિત્તળ, પિત્તળને સોનું કહેનાર કોણ નીકળ્યો ! કદી બેભાન ! કોઈ કહેનાર નીકળે તો તેનું વચન માનવા કોણ તૈયાર છે? ઈદ્રિયોના વિષયોની સત્ય અસત્યની પરીક્ષા લાવવા માટે ત્રણ મિનિટની વાર લાગતી નથી, અને
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૨૯
તા. ૧૭-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર અસત્ય કહેનારાના પક્ષમાં કોઈ ઉભું રહેતું નથી. તો ધર્મવિષયમાં આટલો બધો ગોટાળો કેમ? કડવા, મીઠા, સુગંધી દુર્ગધીમાં મતભેદ નથી, મતભેદની ખરી જડ કયાં છે? કહેવું પડશે કે મતભેદની જડ ધર્મમાં છે, અર્થાત્ ધર્મમાં આવી ઉભી રહે છે. તેથી ખોટા ધર્મની પાછળ પણ હજારો નીકળે છે, કારણ એ ખોટો છતાં સાચો માનીને સાચો માને છે અને કહે છે. કોઈપણ ધર્મવાળો પોતાના ધર્મને ખોટો માની તેને વળગી રહેલો પ્રાયઃ હોતો નથી.
તેની પરીક્ષામાં તે ચુકે છે, તેથી સાચાને ખોટો ખોટાને સાચો માનવા તરફ દોરાય છે. દુનિયામાં ધર્મની પરીક્ષામાં બે ભેદ, પણ પૌગ્લિક વિષયોની પરીક્ષામાં બે ભેદ નથી. કોઈ કાળાને લાલ કહેનાર ન નીકળ્યો અને કહે તો કોઇ માનનારો ન નીકળ્યો. ધર્મમાં કહેલું ઉલટું લોકોએ વધાવી લીધું. જો ધર્મ બાહ્ય ઈદ્રિયનો વિષય હોત તો તેની સાચા ખોટાપણાની પરીક્ષા તરત થઈ જાય, અને ખોટાને તરત ઘેર બેસવું પડે, પણ ધર્મ તે બહારનો વિષય નથી. જે પોતાના શરીરમાં રહેલી રોગની પરીક્ષા કરી શકતો નથી તે બહારના બધા વિષયોની પરીક્ષા એક મિનિટમાં કરી લે છે. પોતાના શરીરની રોગની પરીક્ષા દહાડાના દહાડા જતાં પરીક્ષા કરી શકતો નથી. શરીરના રોગ સરખો બાહ્ય વિષય તેની પણ પરીક્ષા પોતે કરી શકતો નથી, આત્મામાં અમૃતપણે રહેલા ધર્મની પરીક્ષા કયાંથી કરી શકે? બાહ્ય વિષયમાં એકજ છે. દુનિયામાં ૨+૩=૬ નહિ કહી શકો? અને કહો તો કોઈ નહિ માને, તેમ દુનિયાદારીમાં ધર્મ ઈદ્રિયનો વિષય હોત તો તેમાં આડુંઅવળું બોલવાનું રહેતું નહિ, શરીર દાકતરને બતાવીએ તો કોઈ કંઈ કહે કોઈ કંઈ કહે. તેથી સર્જનો એક અભ્યાસવાળા છતાં જુદા જુદા અભિપ્રાય દર્શાવે છે. તો પછી આત્મા જેવી અતિપ્રિય વસ્તુ આત્મા, ધર્મ તેને બધા સરખી રીતે ન પારખે તેમાં નવાઈ શી ? કારણ બાહ્ય વિષય જોનારાને રૂપ, રસ, ગંધ પરથી જોવાનું છે. શરીર જોનારને નાડી કોઠા પરથી જોવું છે પણ ધર્મ જોનારને રૂપ, રસ, ગંધ, નાડી કે શરીરપરથી જોવાનું નથી. ધર્મ એક અદેશ્યચીજ છે. ધર્મને પારખવાની રીત કઈ?
ત્યારે એ ધર્મને શી રીતે જોવાનું? આત્માને જુવે આત્માનો સ્વભાવ, થયેલા નુકશાન, તેના (નુકશાનના) કારણોને જાવે, કારણો હઠવાથી આત્મામાં કયા ગુણો થાય છે તે જુવે, પછી ધર્મનું સ્વરૂપ કહી શકે. આ ઉપરથી સમજી શકયા કે આત્મા જેવા શુદ્ધપદાર્થની ભૂત ભવિષ્યની પરીક્ષા કરનારા જ્વલેજ નીકળે. જેમ જેમ ચઢતા ધોરણો તેમ તેમ પરીક્ષા દેનારા ઓછા, તો પરીક્ષા લેનારા ઓછા હોય તેમાં નવાઈ શી? અહીં આત્મા, ધર્મ, પુન્ય જેવા સુક્ષ્મ પદાર્થો તેને જાણનારો હોય તો ધર્મ અધર્મનું જુદાપણું કરી શકાય. જગતમાં દેખીયે છીએ કે દુધ પાણી બંને સ્થલ પદાર્થ છતાં ભેળા થઈ ગયા હોય તો તેને જુદા કરવા મુશ્કેલ પડે છે. જો તે મુશ્કેલ પડે તો આત્માને કર્મ જેવા અદ્રશ્ય પદાર્થ ભેળા થયા હોય તેને જુદા કરવા તે કેટલું મુશ્કેલ પડે? જ્યાં સુધી તેવી વહેંચણી કરવાની તાકાત ન આવે ત્યાં સુધી ધર્મ એ એક નાટક, અસલી પદાર્થ નહિ, અને ધર્મની ક્રિયા, તેનું સાંભળવું તે બધું નાટક રૂપ થાય.
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૩૦
તા.૧૦-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર આત્માનો શુદ્ધ સ્વભાવ તો સર્વાજ જાણી દેખી શકે.
અસલમાં એક હોય પણ નાટકો તો હજારો હોય. નાટક એક ન હોય અર્થાત્ નકલ ઘણી હોય. ખરેખર ! આત્માને જાણવો ઓળખવો તેજ શ્રેય છે. કર્મબંધનના કારણથી કર્મ લાગ્યા છે. જ્યારે તે કર્મો ખસે ત્યારે સર્વથા કર્મનો નાશ પછી આત્માનું આવું શુદ્ધસ્વરૂપ થાય તે, કોણ જાણી શકે ? સર્વજ્ઞ ભગવાન, કે જેમને અતીતાદિ ત્રણે કાળનો ખ્યાલ છે, રૂપી અરૂપી સૂમ બાદર બધું પીછાણી શકે છે, તે બધું સમજે છે તે સિવાય આંધળાની ઈટ ફેંકવા બરોબર છે. દેખતાએ સ્થાન જોઈને ઈટ ફેંકી. આંધળાએ ગમે ત્યાં ઈટ ફેંકી. સર્વશે વાસ્તવિક રીતે ધર્મ દેખાડયો છે. જેણે અરૂપી ધર્માસ્તિકાર્યાદિ પદાર્થોને સાક્ષાત્ દેખ્યા છે. હજુ સુધી અરૂપી ચીજ શી? તે સમજાતું નથી. અરૂપીચીજ તે જાણનારા હોવા જોઈએ તે ગળે ઉતરેજ કયાંથી? સર્વશપણું મોટી ચીજ છે તે પણ મગજમાં કેમ ઉતરે ! માટે અરૂપી ચીજ કેવી હોય તે તો ઓળખાવો. અમે તો રૂપીથી ટેવાયેલા છીએ, અરૂપીથી ટેવાયેલા નથી. રૂપીના અંધારામાં આથડીયાં મારનારાઓને અરૂપી સંબંધી વિચાર પણ આવતો નથી. બાબાવાય કબુલ કરી આત્માને માનીએ અને તમારા કહેવાથી અરૂપી માનીએ, કર્મ લાગ્યા છે-વિગેરે. વિગેરે. તે તુટે છે તે બધું માની લઈએ; પણ મુક્ત જાતિ વતઃ શાહ પહેલું મૂળ હોય; પછી ડાળ હોય; પણ મૂળ નથી તો ડાળ કયાંથી લાવવી? પહેલા તો આત્માને ઓળખી શકતા નથી, પણ આ બધું તમારા કહેવાથી હાજી હા કહીએ છીએ પણ અમને અરૂપી પદાર્થનો ખ્યાલ આવતો નથી, અને તેથી તમારા હિસાબે આ શરીરમાં જે ચેતના છે તે આત્માની ચીજ છે શરીર તે આત્મા નથી. અનાદિકાળના અભ્યાસી.
શરીર ઇજીન છે, તેને આત્મા ડ્રાઇવર ચલાવે તેમ ચાલે છે. હાથ ઉંચો કરે, નીચો કરવા માંગે તો નીચો કરે, આડો ઉંધો સીધો કરવા માંગે તો તેમ કરે, માટે શરીરમાં કોઇ ડ્રાઇવર છે આમ કહી • આત્માની સાબિતી કરવા માંગે છે પણ તેથી બરોબર ભરોસો થતો નથી. હવે તો અંદર ડ્રાઈવર છે કે નહિ? તેની બરોબર ખાત્રી નથી, માટે તમે કહો તે વખતે ઉત્તર ન દઈ શકીએ એથી હા કહીએ છીએ. અરૂપી પદાર્થ કેવો હોય તે અમારી કલ્પનામાં ન આવે ત્યાં સુધી માની શકતા નથી. અમારી મુંગી સંમતિ લઈ લો તેમાં ના નથી. ઉત્તર ન દઈ શકીએ તેથી મુંગી કબુલાત લો તેમાં ના કહી શકીએ નહિ, પણ અંદર ખાત્રી થતી નથી. અમે તો અનાદિકાળના અભ્યાસથી એવા ટેવાયેલા છીએ કે અરૂપી હોય તો ચીજ નહિ અને ચીજ હોય તો તે અરૂપી ન હોય. તે પાણી ચુલે મુકયું છે. એની વેત કે દોઢ વેત સુધી વરાળ દેખી છે ને? પછી વરાળ કયાં ગઈ? વરાળને અરૂપી નહિ કહી શકે રૂપ છતાં પણ અલોપ થઈ, પણ છે ખરી એ વાત કબુલવી પડશે, અગર શોધ પ્રમાણે પાણી કોઇ દિવસ નાશ પામતું નથી. જુદી જુદી અવસ્થાઓ થાય પણ સ્વરૂપે પાણી કોઈ દિવસ નાશ પામતું નથી. મોટો પાણીનો હાંડો હોય તેનું ઉંચું ઢાંકણું હોય, તો પણ ત્યાં બધે પાણી બાઝે છે. વરાળ દેખી શકાય તેવો પદાર્થ પણ હવામાં મળી જાય તે વખતે દેખવામાં આવતો નથી, છતાં તે છે એમ માને છે કે નહિ ? કહેવું પડશે કે માનીએ છીએ, વિદ્યમાન છતાં દેખાતો પદાર્થ જોવા માંગીએ તો પણ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૩૧
તા. ૧૦-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર તારી દ્રષ્ટિએ રૂપી છતાં ન દેખાય તો પછી આત્મા જેવો પદાર્થ અરૂપી ન દેખાય તેમાં નવાઈ શી? પણ એ ખાત્રી કયારે થાય ! અરૂપીની ઓળખાણ.
અરૂપી પદાર્થ હોય એ પુરવાર થયા પછી આત્મા અરૂપી હોઈ શકે તેવું માની શકીએ. આંધળો કહેવા માંગે છે કે હું દેખું તો માનું. એને પ્રતિતિ કયે રસ્તે કરાવવી? એને સ્પર્શદ્વારા એ પ્રતિતિ કરાવીએ પણ રૂપાલારા એ પ્રતિતિ કરાવી શકીએ નહિ. તોલો ચાંદી અને તોલો સોનું બે હાથમાં લો અને તેનું માપ કેટલું ને વજન કેટલું તે બોલો? આ ચાંદી અને આ સોનું એમ પ્રતિતિ થાય, સ્પર્શન ઈદ્રિયદ્વારા એ સોનું રૂપું તેનો ભેદ સમજાવી શકાય, પણ બીજો વિષય સમજાવાનું યા દેખાડવાનું કામ સ્પર્શનનું નથી. આંધળો જેમ રૂપ દેખવા લાયક નથી તેમ આખું જગત એ અરૂપી પદાર્થ દેખવા માટે લાયક નથી. અરૂપી સર્વજ્ઞજ જાણે. તે સિવાય અરૂપીને કોઈ જાણી શકે નહિ. મતિજ્ઞાન પણ રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિદ્વારા એ શ્રુતજ્ઞાન વચનાદિદ્વારા એ, અવધિજ્ઞાન તે તે રૂપી વિષયોદ્વારા એ, મન:પર્યવ જ્ઞાન પણ મનના પુગલ દ્વારા એ પ્રવર્તે છે. ચારે જ્ઞાનમાંથી એકે જ્ઞાન અરૂપી પદાર્થ દેખનાર નથી. આંધળાને આંખો ન આપી શકીએ, રૂપ ન દેખાડી શકીએ, પણ સ્પર્શદ્વારા એ ખાત્રી કરાવી શકીએ. ઉંચી કરેલી આ વસ્તુને (ડાબડીને) બધા દેખો છો. હવે આ વસ્તુને ખસેડશો નહિ અને રૂપ, રસ, ગંધ, સ્પર્શ ચારે વસ્તુ કાઢી લો? મૂળવસ્તુ ન ખસેડશો. મૂળવસ્તુ ખસેડ્યા સિવાય રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને કાઢી નાખો ? પછી શું રહે? ગુણ કાઢી નાખવાનું કહું છું. તેને ધારણ કરનારો ગુણી લઈ લેવાનું કહેતો નથી. ગુણી એ જુદી ચીજ છે માટે ગુણો કાઢી લો. ગુણીગુણની ગહનતા.
ગુણો ગુણી વગર હોય નહિ તો ગુણ કેવી રીતે લઈ શકીએ? તમે કલ્પનાથી ગુણ કાઢી લો. ગુણીને છોડીને ગુણ રહેતા નથી, તેવી રીતે ગુણો પણ ગુણીને છોડી રહેતા નથી. એ વાત કબુલ, પણ આંધળાને ભારે હલકાપણું સમજાવે તેમ સ્પર્ધાદિ ચાર ચીજ કાઢી લો. આજની શોધથી પરિચિત થયેલા ન કઢાય તેમ નહિ કહી શકો. વીજળી અગ્નિના પદાર્થને અંગે ઉભો થાય છે. તમારા ગ્લોબમાં વીજળી સળગે છે. પાણી પડે છતાં ગ્લોબને અડચણ આવતી નથી, અર્થાત્ ઉષ્ણ સ્પર્શની ખરાબી કરતી હતી, તે ઉષ્ણ ગુણ ખસેડી ગુણોમાં ફેરફાર થઈ શકે છે એ આ ઉપરથી સાબીત થાય છે. જે તમે આમાંથી ઉષ્ણ ગુણ ખસેડી પછી જેમ ઉષ્ણ ગુણ દેખાતો નથી તેમ રહેલી વસ્તુને આંખે દેખશો? નહિ. સ્પર્શથી અડકી શકશો? નહિ. સ્પર્શ ગયો છતાં સુંધી શકશો ? નહિ. કેમ વારૂ? ગંધાદિ ગયાં. જે સ્પર્ધાદિ ગુણવગર દ્રવ્ય રહે તે અરૂપી દ્રવ્ય. શરીરમાં અરૂપી પદાર્થ ચેતનામય રહેલો છે તે કોણ જાણી શકે ? જેમ લાલ, લીલું અને પીળું દેખતો જાણી શકે, આંધળો જાણી શકે નહિ તો જેમાં કોઈ રંગ નથી તો સર્વજ્ઞ સરખા જ્ઞાન ચક્ષુવાળા સિવાય બીજો કોણ જાણી શકે ? શાસ્ત્રકાર કહે છે કે ગુણી સાબીત થાય પછીજ ગુણ જાણી શકાય. લુગડું દેખો પછી રંગ પોત
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૩૨
તા.૧૭-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર વિગેરેનો વિચાર થાય છે, પણ લુગડું ન દેખો તો રંગ કે પોતનો કેવી રીતે વિચાર કરવાનો? લુગડું ન દેખે તેને રંગ કે પોતાનો વિચાર કરવાનો હોતો નથી. આપણે આત્મા ન દેખીએ તો તેના ગુણોનો વિચાર આત્માને દેખનારા સર્વજ્ઞને આધિન કરવાનો છે. જો સર્વજ્ઞોજ જાણે તો તે આત્માના ગુણો તેના પ્રતિબંધકો, તેને ખસવાના કારણો, તેથી થતી શુધ્ધ અવસ્થા આ બધું સર્વજ્ઞ સિવાય બીજો કોણ જાણે ? અસલી અને નકલી. | નાટકના થીયેટરમાં સેંકડો નાટક ગામેગામ ભજવાય પણ તેનો અસલી એકજ આદમી હોય. જોનારાએ જોવું જોઇએ કે આ અસલી દેખું છું કે નાટક દેખું છું એવી રીતે સર્વ કહેલા સત્ય ધર્મની નકલો કરી કંઈક છઘ0ો આત્માને નહિ જાણનારા છતાં આત્માના પ્રતિબંધક, તેના ક્ષય, તેથી થતી અવસ્થાઓને પણ નહિ જાણનારા એવાઓએ જે ધર્મ જાહેર કર્યો તે નાટકીયાનો ધર્મ. એક અસલી ધર્મ,બીજો નાટકીયો ધર્મ. કેટલાક એવા ભક્તો છે કે જેવા ખુદ કૃષ્ણને પગે લાગે તેમ નાટકીયા કૃષ્ણને પણ પગે લાગે છે. તરગાળા કૃષ્ણનો વેષ લઈને આવે તે વખતે બધા હાથ જોડી નમસ્કાર કરે છે. જેઓ નાટકીયા કૃષ્ણને નમસ્કાર કરવા તૈયાર થાય, અને તેવા નાટકીયા ધર્મમાં દોરાય તેમાં આશ્ચર્ય શું? ધર્મ એ રૂપ, રસ, ગંધ સ્પર્શવાળો પદાર્થ નથી તેની ભાંજગડ છે. જો ધર્મમાં રૂપ હોતા તો તે દ્વારાએ બધાએ પરીક્ષા કરી હોત અને અધર્મ ભર ચાલતા નહિ. સોનાને લોઢું કહેનાર કોઈ નીકળ્યો નથી. “નાઈવાળ કેટલાં કે આગળ પડે એટલા એવી રીતે સોનાને લોઢું કહેવા જાય તો લોઢાના ભાવે સોનું આપવું પડે. તરત બેસી જવું પડે. જગતની વ્યવહારની ચીજોમાં આડો અવળો જાય તો વ્યવહારવાળો મનુષ્ય ફાવે નહિ, ધર્મમાં બધા ફાવ્યા છે. જેને જે મન થયું તેની પાછળ બધા ઝુકયા ! ધર્મ વ્યવહારની ચીજ નથી. દુનિયાદારીમાં વ્યવહારની ચીજની પરીક્ષા માટે અર્ધી મિનિટ. મીઠું કે કડવું, સોનું કે રૂપું, સારો અવાજ કે ખરાબ; તે પાંચે ઈદ્રિયોના વિષયોની અર્ધી મિનિટમાં પરીક્ષા થઈ શકે, તેથી તેમાં કોઈ જૂઠું ચલાવી શકતો નથી. તેમાં સર્વને એક રસ્તે આવવું પડે. બેને બે ચાર તે વાત વ્યવહારમાં છે, પણ ધર્મમાં નથી. પરીક્ષાની મુશ્કેલી.
આ ધર્મ કે અધર્મ, આશ્રવ કે સંવર, નિર્જરા કે મોક્ષ માનવા તે બેને બે ચાર જેવી વાત નથી. આ બારિક વાત છે, તેથી બારિક બુદ્ધિ ન હોય તો તે ગોથાંખાય તેમાં નવાઈ નથી. પદાર્થ પોતાનું સ્વરૂપ છુપાવવાવાળા નથી, પણ જે પોતાનું સ્વરૂપ છુપાવે તેવાની પરીક્ષા કરવી તમને જ મુશ્કેલ છે. અંદર પિત્તળનો ઘડો હોય અને તે ઉપર સોનાનું પતરું હોય તો તેની પરીક્ષા કરવી પણ મુશ્કેલ પડે છે. મોતીમાં અંદર કેવું પડે છે તેની પરીક્ષા કરતાં નવનેજા પાણી ઉતરે છે. એક મોતીની કિંમત એક ઝવેરી બે, પાંચ, સાત, દસ, હજારની જુદી જુદી કિંમત કરે છે. જેનું સ્વરૂપ છુપું તેની પરીક્ષા કરવી મુશ્કેલ, સ્વરૂપ ખુલ્લું હોય તેની પરીક્ષા કરવી સહેલી, પણ ગુણ સ્વભાવવાળાની પરીક્ષા કરવી મુશ્કેલ છે. દુનિયામાં તમે બોલો છો કે સોનું લેવું હોય તો કસીને લેજો, પછી આગળ શું? માણસ જો જો વસીને. આનું કારણ? સોનું પોતે પોતાનું સ્વરૂપ છુપાવતો નથી, અને તેથી જ પત્થર
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૩૩
તા. ૧૭-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર સાથે ધસો એટલે માલમ પડે, પણ મનુષ્ય હોય કયા રૂપમાં, અને કયા રૂપમાં પોતાના સ્વરૂપને બતાવે; વિચાર કાંઈ અને કહે કાંઈ તેની પરીક્ષા કરવી મુશ્કેલ છે. વિશવર્ષ સુધી રાખેલો નોકર તે કઈ વખત લાત મારનાર નીકળે છે તે જગતમાં પ્રત્યક્ષ દેખો છો, અર્થાત્ તે નોકર પોતાના સ્વરૂપને છુપાવી શકે છે, તેથી તેની પરીક્ષા બાહ્યસ્વરૂપથી થઈ શકતી નથી. વળગ્યો તે વળગ્યો.
જેનું સામાન્યતઃ અત્યંતર અને બાહ્યસ્વરૂપ હોવાથી પારખવા મુશ્કેલ પડે છે, તો ધર્મ જેવી અત્યંતર અને અદશ્ય ચીજ પરખાયજ કેમ ? ધર્મ એ આ જીવને એક અફીણ જેવો લાગે છે. અફીણથી હંમેશ ભડકતો રહે, ડરતો રહે પણ તે અફીણની ટેવ પડી ગયા પછી અફીણ છોડવા માંગે તો પણ છુટે નહિ, તે જેમ અફીણીયાઓને અનુભવ સિદ્ધ છે, તેમ ધર્મ પ્રથમ અફીણ જેવો લાગે છે. દરેક ધર્મને અંગે પ્રથમ મુશ્કેલીથી અફીણની જેમ ગળે ઉતરે, કડવું લાગે, તેમ પહેલા ધર્મને ભયંકરમાં ભયંકર દેખે અરૂચીથીજ દ્રષ્ટિ રાખે. એ અફીણનો વ્યસની થાય પછી ન મળે તો ટાંટીયા ઘસે. ચાહે તો સાચો કે ખોટો ધર્મ વળગવો મુશકેલ અને વળગ્યો તે વળગ્યો પછી તો છુટવોજ મુશ્કેલ. ધર્મ એ એક સાધ્યરૂપે, ગુણકારકરૂપે તેમજ આદરણીયરૂપે નથી રહેતો પણ વ્યસનરૂપે થઈ જાય છે. અફીણનો વ્યસની તેના અવગુણ દેખે નહિ તેમ અધર્મમાં દોરાયેલો આખી જીંદગી અધર્મ કરે તો પણ તેને કંટાળો આવે નહિ. અફીણીયાને અફીણ ન મળે તે વખતે કંટાળો આવે છે એજ બીના ધર્મની પ્રાથમિક અવસ્થામાં પ્રાયઃ થાય છે. તમારી પ્રશંસા તો દુર રહી પણ ઉલટા તમને વગોવે અને કહે કે તમારા ઉપવાસે તો પેટ બાળ્યું તેણે ગામ બાળ્યું. પેટના જીવ મરી જશે. અફીણીયો ટાંટીયા ઘસે તેને પકવાન સોહાય નહિ, અર્થાત્ યેનકેન પ્રકારે પહેલું અફીણ પછી પકવાન, પહેલા અફીણ જોઇએ. પહેલા તો ફુલાચાર થતો ધર્મ ટેવાઈ ગયેલાઓને જોઇએ છીએ. કેળવ કાલ્પનિક સંબંધ.
તપસ્યા કરનારા પેટને બાળતા નથી, પણ આત્માના કર્મોને બાળે છે. અફીણ વગર ટળવળતો હતો તે વખતે પકવાનનો ગુણ સમજે નહિ. મરે તો પણ પેટની વિષ્ટા સુકાતી નથી, અર્થાત્ મળ તો ચાલુ રહે છે. એકવખત એકવીશ ઉપવાસ કરો તો પણ અંદર મળ છે; તો જીવ ક્યાં મરવાના? જેઓને કુળમર્યાદાથી તપસ્યા સાથે વેર છે તેવાઓને વેર કેળવવું છે. તમારી દરેક ક્રિયાને વગોવનારા તો વગોવે છે. ભગવાનને તમે વીતરાગ, શાંત, સ્વરૂપ માન્યા, પર્યકાસને, ત્યારે તેમાં કંઈ ને કંઈ કહેવું ન જડ્યું તેથી ભગવાનને નાગાદેવનું દૂષણ દે છે. વેશ્યા સતીને શું જોઈને મેણું દે છે. સતીને લવલેશ કલંક નથી છતાં તે ઉપર મેણું શું જોઈને વેશ્યા દે છે. પર્યકાસનવાળાને નગ્નપણાનું કશું ચિન્હ નથી. નાગાદેવ કહેનારા ધાગા પંથીઓને કહેજો કે તમે પૂજા કોની કરો છો ? બોલતા બંધ થાય
તો જવાબમાં ઉઘાડાલીંગની યોનીની પૂજા કરનારા તમે શું જોઈને જીનેશ્વરને માટે નાગાદેવ આદિ | શબ્દો બોલો છો ? તમારા ભગવાનનો વેષ ઉતારી નાગા કરો છો કે એનો એ વેષ રાખો છો? તમે
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૩૪
તા.૧૦-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર કેવા ભક્તો કે દેવતાને નાગા કરો, એ કરતાં તો સ્થાપનાત્મક પત્થરમાંજ વેષ છે. વસ્ત્ર લંગોટ ચાહે તે કહો પણ પત્થરમાંથી આકાર ભગવાન જેવો બનાવ્યો અને તેવોજ ભગવાનને અનુસરતો પત્થરનો દેખાવ હોવા છતાં પણ જેમ તેમ બકવું તે તેમને મુબારક હો ! અફીણની ટેવ હવે લો. અફીણની ટેવમાં રાત દિવસ મસ્ત રહેલો દુધપાકના સ્વાદને ગણે જ નહિ. ગુરુને અંગે એટલે જૈનગુરૂને અંગે બીજું કશું કહેવાયું નહિ ત્યારે કલ્પનાકરી કે અમારામાં ગૌતમ નામના રૂષિ હતા. બધા બ્રાહ્મણનો નિભાવ ગૌતમરૂષિએ કર્યો. હવે તેનો ઉપકાર માનવો પડશે, માટે કંઇ ઉપાય કર્યો કે ગાય ગૌતમ પાસે મોકલી. ગૌતમને ગાયે અડચણ કરવાથી તેણે તણખલું નાનું, પુંછડું કપાઈ ગયું અને તેથી ગાય મરી ગઈ તેથી બધાએ ગૌતમ “ગૌહત્યારો” કહી દીધો. ગૌતમે પુંછડું લઈ લીધું, અને પેલી તપણી રાખી તે ગાયના આંચળ સદેશ તરપણી રાખી. જેણે તમને બારવર્ષ દુકાળમાં ગુજરાન આપ્યું અને જીવાડયા તેને માથે ગૌહત્યાનું કલંક આપ્યું. ખરેખર ! તમારા જેવા નીચ કોણ? તમારું મોં જોયા પાપ લાગે કે નહિ ? ગાયના પુંછડાને આને સંબંધ નથી, નહોતો છતાં કાલ્પનિક ગોઠવ્યો ગાય મરે કયારે ગળું કાપે તો? અર્થાત્ કઈ વખતે ગાય મરે? સવારે માળા ગૌમુખમાં નાખી ગણો છો? કહેવું પડશે કે હા, અને ગૌમુખ એટલે ગાયનું ડોકું કાપનારા તમે. આંખો માં શીંગડું બધું છે, અને હતું છતાં ડોકું કાપનારા કોણ? આગળ ચાલો ? ગાયના આંતરડા કાપી ગળે નાખનારા તમે અર્થાત્ સૂતરના તાંતણાને ગાયના આંતરડા તરીકે તમે જણાવો છો. નાક કેમ ન કરો છો હજુ આંતરડાની ગંધ ગઈ નથી, તો તમે શું જોઇને અહીં બોલો છો. આ તો અવળું બોલી સાચા ધર્મની નિંદા કરો છો તેથી અમારે આટલું બોલવું પડે આ તો મનઃ કલ્પીત કાઢેલું છે. એને અને ગૌતમસ્વામીને કોઈ જાતનો સંબંધ નથી. તેમને તો રોટલા માગી ખાવા છે, તેટલા માટે ધર્મમાંથી કંઈક કાઢીને માગી ખાય છે. દેવગુરૂને આવી રીતે નિંદે છે. ધર્મને અંગે બોલે છે કે તમારો ધર્મ પાળે તો જીવી શકાય નહિ. તમારા જીવનને આધારે ધર્મની કિંમત કરવી છે. સ્વરૂપે કિંમત કરવી નથી. આજકાલ લુચ્ચાઈ ન કરે તો ટકી શકે નહિ. શાહુકારી રીતિએ સત્યને ધર્મ માની શકાય છે. સગવડીયા પંથીઓ ! યાદ રાખજો કે દુનીયાની સવડ જમાને જમાને જુદી થવાની, એટલે વાસ્તવિક ધર્મમાં તમે આવી શકવાના નથી. તો તે ધર્મની પરીક્ષા બેને બે ચાર જેવી પરીક્ષા કેવી રીતે થઈ શકે. જે આત્મામાં રહેલી ચીજ, આત્માની માલકીની, કબજાની એવી ચીજને વ્યવહારમાં મુકવા માગો તે કેવી રીતે આવી શકે ? મોતીનું પાણી, હીરાનું તેજ, ઝવેરીજ જાણી શકે. અંધારામાં હીરા મોતીને પત્થર કે કાચમાં ફરક નથી, કપડું અડકાડે તો મોતીના પાણીમાં લુગડું લીલું થતું નથી, તો તેમાં પાણી નથી માટે આ બેમાં ફરક નથી. માટે આવી રીતે કલ્પિત પરીક્ષાઓ કરતા હોય તેવા માટે ધર્મનો રસ્તો નથી. ધર્મનો રસ્તો, આત્માનો ઉન્નતિમાર્ગ અને આત્માના મૂળ ગુણો સમ્યકત્વ જ્ઞાન દર્શનવાળો સમજે, તેમાં કેટલી ઓછાશ છે તે સમજે, તેથી લૌકિક લોકોતર દ્રષ્ટિએ ધર્મની કિંમત સમજે, અને તેથી શ્રાવક પોતાની ઓછાશ કેમ સમજે છે તે આગળ કહેવાશે. યાદ રાખવું કે ધર્મને પારખવાની રીત જુદીજ છે, અને તે ધર્મ તે તે ઈદ્રિયોદ્વારા પારખી શકાતો જ નથી.
Page #207
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૧૨-૩૩
૧૩૫
શ્રી સિદ્ધચક્ર ફો હો હો હો હો હો
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
હો હો
હો
હો)
સાગર સમાધાન ફિ વફા ન તો
નહિ કરે તો તે છે કે પ્રશ્ન ૫૯૯- સામાન્ય સાધુઓ જ્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનવાળા હોઇ ધર્મનો ઉપદેશ આપે છે, તો ભગવાન તીર્થકરો દીક્ષા લીધા પછી અને કેવળજ્ઞાન પહેલાં ચાર જ્ઞાનવાળા છતાં કેમ ઉપદેશ આપતા નથી?
સમાધાન- શ્રીતીર્થકરોનો કલ્પ છે કે બીજાની નિશ્રાએ તે ઉપદેશ દે નહિ, અને જે ઉપદેશ દે તે કેવળજ્ઞાન પછીજ દે, કારણકે તીર્થકરોને અર્થથી આત્માગમ હોય, અને તે કેવળજ્ઞાન પામ્યા પછી જ હોય છે, જ્યારે સામાન્ય સાધુઓ બીજાની નિશ્રાએ ઉપદેશ દે છે; અને તેઓનેજ અનંતર કે પરંપરા આગમના આધારેજ ઉપદેશ દેવાનો હોય છે. પરંપરાથી આવેલાં શાસ્ત્રીય (આગમસંબંધી) જ્ઞાનને પરંપરાગમ કહેવાય છે. જેઓ પોતાની ગુરુપરંપરાને પરંપરાગમ જણાવે છે તેઓ પરંપરા અને પરંપરાગમનો ભેદ સમજ્યાજ નથી.
પ્રશ્ન ૫૯ હિંસાના સુપચ્ચખાણ, અને હિંસાના દુઃપચ્ચક્કાણ એટલે શું ?
સમાધાન- સાધુની અપેક્ષાએ આ જીવ છે, અને અજીવ છે, શ્રાવકની અપેક્ષાએ આ ત્રસ છે આ સ્થાવર છે એટલી સમજણ આવે અને પચ્ચકખાણ કરે તે હિંસાના સુપચ્ચકખાણ અને તે સમજણ સિવાયના પચ્ચકખાણ તે દુઃપચ્ચખાણ કહેવાય.
પ્રમ ૫૯૮- જગતમાં લોકો કહે છે કે “કરશે તે ભોગવશે”એ કહેવત જૈન સિદ્ધાંતને શું અનુસરે છે?
સમાધાન- જૈન સિદ્ધાંતની માન્યતા પ્રમાણે તો યોગની અપેક્ષાએ કરશે તે ભોગવશે, અને અવિરતિની અપેક્ષાએ નહિ કરશે તે પણ ભોગવશે, અર્થાતુ કરશે તે ભોગવશે તેના કરતાં એક અપેક્ષાએ નહિ કરનાર પણ અવિરતિ હોવાથી ભોગવશે, એટલે જેઓ અવિરતિ કે અવિરતિનું સ્વરૂપ કે તેનાથી થતો કર્મબંધ ન માનતા હોય તેઓ કરશે તેજ ભોગવશે એમ માની શકે, પણ જૈન શાસનની શ્રદ્ધાવાળાઓ અવિરતિ અને તેના કર્મબંધનોને માનતા હોઈ કરશે તે ભોગવશે એમ એકાંતે માની શકે નહિ. અધમકંપનીના આંધળીયા શેરહોલ્ડરો ઘેર બેસી રહે તો પણ તેમની આબરૂનું ભરબજારમાં લીલામ થાય, તેવી રીતે અવિરતિનું પાપ વગર કર્યા પણ ભોગવવું પડે છે. જેમ એક ગુમડું થયું-થયું તે સારું થયું એવું વિચાર્યું નથી, તે થાય, વધે અગર વધારવા સંબંધી વચન ઉચ્ચાર્યા નથી, તેમજ તેના અંગેની સામગ્રી મેળવવા માટે કાયાએ જુદો પ્રયત્ન કર્યો નથી, છતાં શારીરિક પુષ્ટિ માટે લીધેલા ખોરાકમાં ગુમડાનો અમુકભાગ પોતાના માટે લીધેજ જાય છે. તેવી રીતે દરેક ક્ષણે આત્મા યોગથી જે કર્મ લે છે તેમાં અવિરતિરૂપ વિકારને પોષણ પણ દરેક ક્ષણે મળે છે. જેમ તે ગુમડું મટે ત્યારે જ તે વિકારનું બંધ થવું થાય છે, તેવી જ રીતે મહાવ્રતો આદિથી અવિરતિનો નાશ કરવામાં આવે તો જ અવિરતિથી આવતાં કર્મો બંધ થાય.
પ્રશ્ન ૫૯૯-થાપના શબ્દની વ્યુત્પત્તિ કરતાં (ાતે તિ સ્થાપના) એમ કહેવાય છે. સ્થાપનાનો અપલાપ કરનારાઓ કહે છે કે શાશ્વત સ્થાપના માટે તમે કઈ વ્યુત્પત્તિ લાગુ કરશો, કારણ હાલ જે વ્યુત્પત્તિ કરો છો તે હિસાબે તો કોઈપણ વ્યક્તિ દ્વારાએ કોઇપણ કાળે સ્થાપના થયેલ માનવી પડશે. અગર સ્થાપનાની વ્યુત્પત્તિ ફેરવવી પડશે તેના જવાબમાં રીતસરની દલીલ શી ?
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રી સિદ્ધચક્ર
તા.૧૦-૧૨-૩૩ સમાધાન-ગ્વાદિ આઠ ગણના ધાતુઓને સ્વાર્થમાં પણ બિન્ આવે છે, તેથી તિકતીતિ સ્થાપના એમ કરી શાશ્વત પ્રતિમાઓને સ્થાપના કહેવામાં અડચણ નથી; અને તેથી જ શ્રીઅનુયોગદ્વાર સૂત્રની ટીકામાં આ વ્યુત્પત્તિ પણ જણાવી છે. વળી “ધ્વસિ" એ ઉણાદિસૂત્રથી મન પ્રત્યય લાવીને રચના શબ્દની માફક સ્થાપના શબ્દ બનાવવામાં આવે તો ઉણાદિ સર્વકાળમાં અને અપાદાન સંપ્રદાન સિવાયના સર્વ કારકોમાં આવા હોવાથી તેની વ્યુત્પત્તિ કોઇપણ પ્રકારે થઈ શકે છે.
પ્ર ૬૦૦- આચારાંગ-સૂત્રકૃતાંગ આદિ સૂત્રો ભણાવવા માટે જેમ દીક્ષા પર્યાય જોવાય છે, તેવી રીતે ચાર મૂળ સૂત્ર ભણાવવાનો કાળ કયો? અને તે ચાર મૂલ સૂત્રના નામ ક્યા?
સમાધાન- દીક્ષા થયા બાદ તુરતજ ભણાવવાની રજા આ ચાર મૂળસૂત્રો માટે છે, અને તેથી તેમાં દીક્ષા પર્યાયનું નિયમન કર્યું નથી, અને તેથી તેને મૂળસૂત્રો કહેવાય છે. અર્થાત્ શાસ્ત્રકારોએ એ ચાર મૂળસૂત્ર માટે દીક્ષા પર્યાય નિયત કર્યો નથી. બાકી બીજા સૂત્રોમાં દીક્ષા પર્યાયનો નિયમ છે, ચાર મૂળસૂત્રનાં નામ૧ આવશ્યક (ઓધનિયુકિત સહિત), ૨ દશવૈકાલિક, ૩ પિંડનિર્યુકિત; અને ૪ ઉત્તરાધ્યયન.
પ્ર. ૬૦૧- પંચમકાળના અંતમાં ભાવિપ્રભાવક ભગવાન શ્રીદુઃuસહ સૂરીશ્વરજીના સમયમાં કયા શાસ્ત્રોના આધારે શાસન ચાલશે ?
સમાધાન- શ્રીઅનુયોગવાર સૂત્ર અને શ્રીશથંભવ સૂરીશ્વરજી રચિત શ્રીદશવૈકાલિક સૂત્ર એ બે સૂત્રોના આધારે શાસનની પ્રવૃત્તિ ચાલુ રહેશે.
પ્રશ્ન ૬૦૨- શું તીર્થકરોને થાક લાગતો હશે કે બીજા પહોરે શાસનના પટ્ટધર ગણધર ભગવંતોને દેશના દેવા બેસાડતા હતા? અગર શું એકસરખી દેશના સાંભળી લોકો કંટાળતા હતા કે જેથી બેસાડતા હતા?
સમાધાન- અનંતબળના ધણી શાસનસંસ્થાપક તીર્થંકરદેવોના આત્માને થાક લાગતો નહોતો, તેમજ સુધા તૃષા આદિ અનેકદોષોને શમાવનાર અમૃતસમાન દેશના સાંભળીને લોકો કંટાળતા પણ નહોતા, પણ વસ્તુતઃ જેની રચેલી દ્વાદશાંગી અનુસાર ચતુર્વિધ સંઘ આરાધના કરી કૃતાર્થ થવાનો છે, તેવા ગણધર ભગવંતના હાથે દેશના દેવરાવવાથી મારું કથન અને ગણધરોનું કથન સરખું છે, એમ જણાવવા સાથે તે કથન ઉપર તીર્થંકરદેવની સહી મહોરની છાપ મારવામાં આવે છે. અર્થાત્ ગણધરપદના સમર્પણ અવસરે તો અનુજ્ઞા દીધી ત્યારથી દ્વાદશાંગી ઉપર સહી ગઈ હતી, પણ પોતાની હાજરીમાં દેશના દેવરાવવાથી શાસનમાં ગણધર ભગવંતના વચનમાં સર્વજ્ઞદેવોની સંપૂર્ણ સહાનુભૂતિ છે, એ દર્શાવવાને આ નિયમ દરેક તીર્થકરોના સમયમાં અવ્યાહતપણે ચાલે છે.
પ્ર. ૬૦૩- અંગ વગર ઉપાંગ હોય નહિ તેથી જેટલાં ઉપાંગો છે તે તે ઉપાંગો અંગના અવયવભૂત હોવા જોઇએ, તો ક્યા અંગના કયા ઉપાંગો સમજ્યાં? તેમજ હાલ અંગ અગ્યાર છે જ્યારે ઉપાંગ બાર છે અંગના અવયભૂત ઉપાંગ હોય તો ઉપાંગમાં આવતું વર્ણન પણ અંગને અનુસરતું હોવું જોઇએ એ વાત શાસ્ત્ર સંમત છે?
સમાધાન- વર્તમાન સમયમાં દષ્ટિવાદ નામના બારમાં અંગેનો વિચ્છેદ હોવાથી અંગો અગીયાર છે, પણ દૃષ્ટિવાદની વખતે અંગો બાર હતા, અને તેનેજ ઉદ્દેશીને ઉપાંગો પણ બાર રચવામાં આવ્યાં હતાં. આચારાંગ, સૂગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીજી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, અનુત્તરોવવાઈ, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત અને દષ્ટિપાદ એ બાર અંગ તેના અનુક્રમે ઉવવા, રાયધ્વસેણી, જીવાભિગમ, પન્નવણા, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, કપ્રિયા, કષ્પવડંસિયા પુફિયા, પુષ્ફચૂલિયા, નિરયાવલી એ બાર ઉપાંગો છે. અંગના કોઈપણ એક અવયવને અનુસરીને તેના વિસ્તારરૂપ ઉપાંગો હોય છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭-૧૨-૩૩
શ્રી સિદ્ધચક
૧૩e.
સવેગની સમરાંગણ ભૂમિ ચાને સમરાદિત્ય ચરિત્ર.
અનુવાદક -“મહોદયસાવ” (નોંધ:-પ્રથમ વર્ષના ૧૬માં અંકથી અનુસંધાન. તંત્રી)
इति संपूर्णतयाते दाहकर्म महोत्सवे ।
वर्षलक्षा ययुर्बहृयस्तयो विर्षय सेवया ॥१४१॥ સિંહકુમારનો વિવાહ
(ગતાંકમાં આપણે જોઈ ગયા કે પુરૂષદત્ત મહારાજાના સુપુત્ર સિંહકુમાર કોડાસુંદર નામના ઉદ્યાનમાં લક્ષ્મીકાન્તનામા નરપતિની સુપુત્રી કુસુમાવલીને જોઈ કામથી પીડિત બને છે અને કુસુમાવલી પણ રાજકુમારના સૌંદર્યમાં મોહિત બની પોતાની સખી શ્રીમતી મદનરેખા દ્વારા માતાપિતાને પોતાના વિચાર દર્શાવે છે. અસ્તુ તે પછી પુરૂષદત્ત મહારાજા પોતાના સુબુદ્ધિ નામા સચિવરત્નની દ્વારા લક્ષ્મીકાંત નામના રાજા પાસે કુસુમાવલીની સિંહકુમારાર્થે યાચના કરી. નરપતિએ પણ તે યોગ્ય માગણીનો સ્વીકાર કર્યો.
તે પછી મહામહોત્સવ પૂર્વક સિંહકુમારને કુસુમાવલી સાથે પુરૂષદત્તરાજા લગ્ન ગાંઠથી જોડે છે. અન્યદા સિંહકુમાર ઘોડા ઉપર બેસી બગીચામાં ફરવા નીકળેલ છે તે વખતે મુનિવરોથી પરિવરેલા એવા શ્રી ધર્મઘોષ આચાર્ય મહારાજને જોયા. કુમારને મુનીનું જીવનવૃતાંત પુછવાની ઉદ્ભવેલી જીજ્ઞાસા.
સિંહકુમાર-સૂરિપુંગવને જોઈ અત્યંત આનંદિત થાય છે. ને ત્યાં જઈ આચાર્યદેવેશને વંદન કરે છે કે હે ભગવઆપને એવો શો વૈરાગ્ય થયો કે જેના યોગે દુષ્કર એવા ચારિત્ર્યનો આપે સ્વીકાર કર્યો?
સિંહકુમારનો આ પ્રશ્ન બહુ વિચારણીય છે. આ વખતે સિંહકુમાર નથી તો સમ્યકત્વવાન કે નથી જૈન કુલમાં અવતરેલ-છતાં મુનીવરના બાહ્ય ત્યાગ-આચરણ વિગેરે જોઇને પણ તેને આનંદ થાય છે. ધર્મ પામતા પહેલાં તે આત્મામાં જરૂર અમુક પ્રકારની યોગ્યતા હોય છે તેવી યોગ્યતાથી પણ પરવારી બેઠેલા આત્માઓ જૈન કુલ ઉત્તમ સામગ્રી પામેલા છતાં પણ દુર્લભ એવા મનુષ્ય જીવનને હારી જાય છે. સિંહકુમાર ભરપુર યુવાવસ્થામાં છે તાજો પરણેલો છે, વળી મોજશોખીલો રાજકુમાર છે ભોગમાં રાચેલું માચેલું જીવન છે છતાં ત્યાગી જીવનને જોઈ તેને અત્યંત આનંદ આવે છે. અરે આનંદ આવે છે એટલું તો નહિ પણ સાથે સાથે તે જીવન કેવી રીતે આચાર્યદેવ પામ્યા તે જાણવાની પણ ઉત્કંઠા તેને થઈ આવે છે. હજુ એને મુનીવરના જ્ઞાન અત્યંતર ચારીત્ર્ય વિગેરેની અનુભવથી ખાત્રી થઈ નથી. અહીં તો ફક્ત બાહ્યવેશ દેખીનેજ મુનીવર અને ત્યાગ જીવન પ્રત્યે તેનો સદ્ભાવ જણાઈ આવે છે. જૈન સાહિત્યની કથાઓના રસિકઆત્માઓ કથાઓ અને મહા પુરૂષોના જીવન ચરિત્રો વાંચતાં પોતાનું જીવન તેવું ઘડવા માટે ચિંતવણા કરે તો જરૂર આજના જૈન કુલમાં અવતરેલા ઘણા ભાગ્યશાલીઓ જીવનનો પ્રવાહ જડવાદના પુરમાં વહેવરાવી રહ્યા છે તેના બદલે જૈનત્વના પુરમાં પોતાના જીવનને વહેવરાવે તેમાં લેશભર શંકા નથી. અસ્તુ
કુમારના પ્રશ્નના જવાબમાં સૂરિપુરંદરે જણાવ્યું કે મહાનુભાવ સંસારમાં સર્વવસ્તુ નિર્વેદનું કારણ છે કોઈ પણ વસ્તુ એવી નથી કે જેનો યોગ્ય વિચાર કરવામાં આવે તો આત્માને પોતાનું ભાન થયા સિવાય રહે નહિ. આચાર્યદેવના આ વચનો મુમુક્ષુ આત્માઓ માટે ખરેખર વિચારણીય છે. જમાનાને નામે ધર્મને ગૌણ કરનારા કે બેદરકારી કરનારા જો આ જમાનામાં ભોગવાતું આયુષ્ય, પ્રપંચી જીવન, અકાળ મૃત્યુ ઉત્તમ
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૭-૧૨-૩૩ સામગ્રીનો અભાવ. વિગેરેનો જો હૃદયપૂર્વક વિચાર કરે તો ધર્મની સામે થવાનું કે ચેડા કરવાનું જરૂર માંડી વાળે. આવા બધા ચરિત્રો આપણને વિધવિધ સામગ્રી પુરી પાડે છે તે યથાક્રમ જોવાશે. આચાર્યદેવે વિશેષમાં જણાવ્યું કે મને પણ સંસાર ઉપરથી નિર્વેદ થયો તેનું વિશિષ્ટ કારણ તો મેં જે અવધિજ્ઞાની મુનિવરનું ચરિત્ર સાંભળ્યું તે છે ને તે ચરિત્ર આ પ્રમાણે છે. અવધિજ્ઞાની મુનીનું જીવનચરિત્ર
હું પૂર્વાવસ્થામાં આ મહાવિદેહ ક્ષેત્રમાં રાજપુર નગરની અંદર સ્વભાવથીજ સંસારથી ઉદ્વિગ્ન ચિત્તવાળો થઈને રહેતો હતો તે નગરની અંદર અવધિજ્ઞાની એવા અમરગુપ્ત નામના આચાર્ય મહારાજ ઉદ્યાનમાં સમોસર્યા-ભગવાન સમોસર્યા એવું જાણી ગ્રામાધિપતિ અરિમર્દનનામા ભૂપતિ પરિવાર સહિત ભગવાનને વાંદવા આવ્યો. રાજાએ ભગવાનને વાંદી પૂછયું કે-હે ભગવનું આપને અવધિજ્ઞાન શાથી ઉત્પન્ન થયું? ત્યારે જ્ઞાની મહારાજાએ કહ્યું કે સાંભળો-આ વિજયની અંદર ચમ્પાવાસા નામે નગર છે તે નગરમાં સુખ નામનો શ્રેષ્ઠી વસે છે તેને એક સોમા નામે કન્યા હતી. તે સોમાને તેના પિતાએ નંદનનામના સાર્થવાહનાપુત્ર રૂદ્રદેવ જોડે પરણાવી. તે સોમા જૈન ધર્મના સંસ્કાર પામેલી હોવાને યોગે સંસારમાં નિસ્સારતાપૂર્વક જીવન ગાલતી ધર્મ આરાધનામાં તત્પર રહેતી હતી પણ તેનો પતિ મહામિથ્યાત્વી ને નાસ્તિક મતનો પ્રરૂપક હતો. સોમા પોતે ધર્મીષ્ઠ હોવાથી પતિની છાયામાં ન તણાતાં પોતાની ફરજ અદા કરતી ઘણી વખત પતિને કહેતી કે ધર્મ આરાધના કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે માટે તમે ધર્મ આરાધન કરો. પણ જે આત્મા વિષય સુખમાંજ આનંદ માને તેને આ શબ્દો કયાંથી રૂચે ?તે તો ઉલ્ટો તેની સ્ત્રીને કહે તો કે “હે મુગ્ધ, વિષય સુખમાં વિઘ્ન આપનાર એવા આ ધર્મથી શું થવાનું હતું માટે તું આ ધર્મને મુકી દે.”
સોમાં કહે છે કે - “કઢવા ફલને આપનાર એવા એ વિષય સુખથી સર્યું” આવી રીતે સમજાવવા છતાં પણ પાપ કરવામાં નિર્લજ બનેલો તે રૂદ્રદેવ બીજી કન્યા પરણવા માટે તૈયાર થયો અને નાગદેવ નામના સાર્થવાહની પુત્રી નાગશ્રી નામની કન્યાની યાચના તેના પિતા પાસે કરી. વિષય પિપાસા એજ અનર્થ કરાવે છે.
ખરેખર વિષયાસકત આત્માઓને સુખના કારણભૂત અને ઉત્તરોત્તર મોક્ષ સુખને આપવાવાળી એવી પણ ધર્મક્રીયા કલેજામાં કાંટા ભોંકવા જેવી થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી અને તેવા આત્માઓ લોક નિન્દાપાત્ર એવી આચરણા કરતાં લેશમાત્ર પણ ક્ષોભ કે લજ્જા આવતી નથી. ચાલુ પ્રકરણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે એક ઉત્તમ કુલવાન આત્મા હોવા છતાં પણ ક્ષણિક પૌલિક સુખોને માટે એક સ્ત્રી હોવા છતાં પણ બીજી કન્યા પરણવા માટે તૈયાર થાય છે. અરે એટલું જ નહિ પણ તે માટે અધમમાં અધમ કૃત્ય કરીને પણ તે દુર્ગતિનો ભાગીદાર બનશે તે આપણે આગળ જોઇશું.
અયોગ્ય આજ્ઞાને આધીન ન થવાય તે આશાભંજક પણું છે?
અહીં એક બીજો જ પ્રશ્ન ઉભો થાય છે. સોમા પોતાના પતિની વિષયોની ઈચ્છાને આધીન ન બની તેના અંગ્રેજ તેનો પતિ બીજી કન્યા પરણવા તૈયાર થાય છે અને તે પરણવા માટે સોમાનું મૃત્યુ કરવા સુધીના પાપ તરફ દોરાય છે તો સોમા આ બધા પાપના નિમિત્તભૂત ખરી કે નહિ અને સોમાને પતિ આજ્ઞા ભંગનો દોષ લાગે કે નહિં. આ પ્રશ્ન બહુ વિચારણીય છે અને આવા પ્રશ્નનો ગુંચવાડો આજના વિતંડાવાદીઓ તરફથી સામાન્ય જનતા આગળ ધરાય છે અને વિચારશીલ નહીં એવા આત્માઓ મુંઝાઈ જાય છે તેવાઓને આ સોમાનું જીવન વિચારણીય છે અને તે હવે આપણે હવેના અંકમાં વિચારીશું?
(ચાલુ)
Page #211
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર
૧૨૯
સમાલોચના. આ
નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો આક્ષેપો, અને સમાધાનો અત્રે અપાય છે.
તંત્રી. ૧. ભગવાન્ મહાવીર મહારાજા ઉપર શ્રીગૌતમસ્વામીજીને જિનેશ્વરપણાનો અપૂર્વ પ્રશસ્ત રાગ હતો પણ સાથે સ્નેહરાગ પણ હતો, ને તેથીજ શાસ્ત્રકારોઃ
मोकखमग्ग पवन्नाणं सिणेहो वज्जसिंखला । वीरेजीवंतए जा ओ गोयमो जं न केवली ॥१॥
એ ગાથામાં મોક્ષમાર્ગવાલાને વજની સાંકલ જેવો રાગ ગણાવતાં શ્રીગૌત્તમસ્વામીજીના રાગને સ્નેહરાગ ગણાવ્યો છે. વિરસંસિટોસિ વગેરે પદો ઘણા ભવથી ભગવાન મહાવીર ઉપર શ્રીગૌત્તમસ્વામીજીનો રાગ જણાવે છે. વળી દીવેલ જેમ અજમલને કહાડી પોતે નીકળી જાય, તેમ અપ્રસ્તરાગને કહાડીને સ્વયં નીકળી જનાર પ્રશસ્તરાગ હોય છે; મોક્ષમાર્ગનો પ્રતિબંધ કરતોજ નથી.
૨. ઢુંઢીયાઓએ બત્રીસસૂત્રો જે માનેલાં છે, તે મંદિર માર્થિઓએ માનેલાંજ પીસ્તાલીશ આગમ પૈકીનાંજ છે, વળી તે બત્રીસમાં પણ પ્રતિમા માનવાનાં પાઠો ઘણા છે.
૩ ૩ત્તરાનિયત:પૂર્વત્નામ: એવા શ્રીભાષ્યકારના તેમજ નાર્વસિસ ના નાળ વિUT ન હતિ વરVITUIT એવા શ્રીઉત્તરાધ્યયનન વચનથી ચારિત્રવાળાને સમ્યકત્વ જરૂર હોય છે. વળી અષ્ટ પ્રવચન માતાનું માત્ર જ્ઞાન હોય તો પણ સમ્યગુજ્ઞાન કહેવાય છે. ચારિત્ર ગ્રહણ કરનાર એકલા નિસર્ગ સમ્યકત્વવાળો હોય નહિ.
૪. અનુત્તરવિમાનવાળાને પણ ઘાતી કર્મ હોય છે, ને તે પાપરૂપ છે માટે અનાચાર અધ્યયનમાં એકલા પુણ્યવાળા કે પાપવાળા જીવો છે એમ કહેવામાં અનાચાર જણાવે છે. વળી ધાતી વિના ભવભ્રમણ હોયજ નહિ તેથી પાપ વગરનો કોઈપણ જીવ જન્મ ધારણ કરી શકે નહિ ઘાતી કર્મ કોઇપણ દિવસ અઘાતિપણે પરિણમે નહિ. ધ્યાનથી પાપના ક્ષયની માફક પુણ્યનો ક્ષય માનનાર વસ્તુને સમજતો નથી.
૫. સરાગ ચારિત્રમાં દેવલોકનું આયુ બંધાય છે, વીતરાગ ચારિત્રમાં જ મોક્ષ થાય છે. ૬. ભગવાનના વચનમાં શંકા કક્ષા મોહનીયના ઉદયેજ થાય ને તે ભાવવૃદ્ધિજ કરાવે.
૭. સર્વજ્ઞ ભૂલ કરી છે એમ માન્યા છતાં તેને મિથ્યાત્વ ન માને ને શંકા માને તેને વિચારવાની જરૂર છે.
૮. ફોનોગ્રાફમાં શબ્દ વર્ગણાના પુદ્ગલો ભરાઈ રહે છે એમ માનવું અયોગ્ય જ છે, પણ તે ભાષાના પુદ્ગલોથી એવા ત્યાં સંસ્થાનો થાય છે કે જેથી સોયના સંયોગે તેવીજ ભાષા ઉત્પન્ન થાય, પણ આકાશનો ગુણ શબ્દ માનીએ તો તે શબ્દને ઉત્પન્ન થવાના કારણભૂત સંસ્થાનો બનાવવાની તાકાદ રહે નહિ, જેમ હારમો યમનની વીણા ભાષા સમયને ઓલંઘેલી ભાષા અભાષા થાય છે.
૯. આચારાંગને દૃષ્ટિવાદ સિવાયના અંગના નામો અશાશ્વતા કહેવામાં પ્રમાણની જરૂર છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રી સિદ્ધચક
તા.૧૦-૧૨-૩૩ ૧૦. માંસભક્ષકમાં સમ્યકત્વનો નિષેધ નહિ માનનારે સર્વવિરતિ દેશવિરતિને સમ્યકત્વ ના ગ્રહણ કરે તો પણ અભક્ષ્ય ત્યાગ કરાવવાના ઉપદેશનો ક્રમ વિચારવો જોઈએ. સ્વતંત્ર પરિણામને માટે જાંદી વાત રખાય.
૧૧. અસતિપોષણ એ ભોગપભોગવ્રતમાં પણ કર્મથી અતિચાર છે, તેથી અનાચારીઓને તેના અનાચારથી આજીવિકા મેળવવા માટે પોષવા તે અતિચાર ગણાય; પણ દયા કે અનુકંપા, રક્ષણ કે પોષણ એકકે અતિચાર નથી.
૧૨. મનની સામાન્ય શક્તિ તો અસંશીમાં પણ છે, માત્ર સારીને વિશિષ્ટ મનશક્તિ ન હોવાથી અસંશી ગણાય છે.
૧૩. શ્રુત જ્ઞાનનું સ્મરણ શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ગણાય છે. કેવલજ્ઞાનવાળા અંતર્મુહૂર્તથી વધારે આયુષ્ય હોય તો દીક્ષા લે એમ પ્રવચનસારો દ્વારા વગેરેમાં લખે છે. ૧૪. કુપુત્ર માતાપિતાના પ્રતિબોધ માટે કેવળી થયા છતાં ઘરે રહ્યા છે. શ્રીકલ્પસૂત્રના મૂલમાં ઉચ્ચ અને નિચગોત્રની વ્યાખ્યા છે એમ કહેનારે મૂળ જોવાની જરૂર છે.
(જૈન. ધ. પ્ર.) ૧. શ્રીકમળપ્રભા આચાર્યે પ્રમાદથી બચાવ માટે સ્યાદ્રાદ શબ્દ વાપરીને બાંધેલું તીર્થકર નામકર્મ ગુમાવી દીધું, અને અનંતો સંસાર ઉપજનું કર્યો. સ્યાદ્વાદ શુદ્ધતત્ત્વની પ્રાપ્તિ માટે, નહિ કે કરાતા પાપથી ખોટી રીતે બચવા બચાવવા માટે.
(પાટણ.) (અનુસંધાન ૧૪૩ મા પાના પરનું) પ્રશ્ન ૨૪- આ બે પ્રકારની દીક્ષા રાખવાનું કારણ શું ?
સમાધાન- છજીવની શ્રધ્ધા, પ્રવૃત્તિને પરિહારાદિના પરિણામની તપાસ માટે પણ માલમ પડે તો વદાય કરવાનો નથી, ગ્રેડ કે પ્રમોશન વધુ મેળવી ન શકે તો નોકરીમાંથી વિદાય ન થાય બે પ્રકારની દીક્ષામાં સાધુપણાની જવાબદારી સરખી છે.
પ્રશ્ન ૨૫- શું વડી દીક્ષા પહેલાં અને દીક્ષા થયા પછી છમાસી વિગેરે પરીક્ષાઓ છે ને તે કયા શાસ્ત્રોમાં છે ?
પંચવસ્તુ ગા. ૫૮૯ પરીક્ષા સંબંધી, , ૨૨૯ પ્રવ્રજયા લીધા પછી પ્રતિદિન ક્રીયા અધ્યયન. , , ૫૮૧ કાલપ્રાપ્ત અને સૂત્રાધ્યયન. , , ૬૧૦ પ્રતિદિન ક્રીયા પછી વ્રત સ્થાપનાને યોગ્ય. , , ૬૧૪ સૂત્રાધ્યયન, અર્થાધિગમ, પરિહાર પછી ઉપસ્થાપનાને લાયક.
પ્રશ્ન ૨૬- પહેલી દીક્ષા લીધી હોય અને તેથી જે જે બાબતોની જવાબદારીઓ આવતી હોય તેના કરતાં વડી દીક્ષા લીધા પછી કાંઈ વિશેષ જવાબદારીઓ આવે છે ? જો આવતી હોય તો પહેલાં કઈ ઓછી ? અને બીજામાં કઈ વિશેષ?
સમાધાન- વડી દીક્ષાથી પિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર, વસતિ, પ્રતિક્રમણ, પડિલેહણ, સૂત્ર, અર્થ, ભોજન અને કાલગ્રહણ આદિમાં લાયક થાય; પણ સાધુપણાની જવાબદારીમાં વિશેષ નથી. વસ્તુતઃ જડજ વિગેરે અધિકારીની નિમણુંક પ્રેક્ટીસ કર્યા પછીથી જ થાય છે, એવું સંભળાય છે, તેવી રીતે એ પણ અમુક કાર્યની પ્રેકટીસ કર્યા પછી અમુક અધિકાર સોંપવા માટે છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૧
તા. ૧૦-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર
નોંધ- શ્રીસિદ્ધચક્રના પ્રથમ વર્ષના પ્રથમ અંકના સાગર-સમાધાન તથા સુધા સાગરના વિભાગમાં અનુક્રમે નંબર પાંત્રીસ તથા એકત્રીસથી શરૂ કરેલ હોવાથી સમાધાન આદિના અર્થી ગ્રાહકો માટે પ્રશ્ન-સમાધાન વિગેરે જે શ્રીમુંબઈ જૈનયુવક મંડળ પત્રિકામાં છપાઈ ગયા હતા તેની માંગણી કરવાથી તે અત્રે અપાય છે. તંત્રી.
'સાગર-સમાધાન.
પ્રશ્ન ૧૪- અઠ્ઠાઈ મહોત્સવાદિના-ન્હાને સાધુ દીક્ષા રોકે તો પાપ છે એવું ક્યા સૂત્રમાં છે?
સમાધાન- દ્રવ્યસ્તવના ભોગે ભાવસ્તવ (ચારિત્ર) ને રોકી શકાય. દ્રવ્યસ્તવ કરનારને ઉત્કૃષ્ટ ફળ બારમો દેવલોક, અને ભાવાસ્તવવાળો અંતઃમુહુર્તમાં કેવળજ્ઞાન પામે, અને દીક્ષા એ ભાવસ્તવ છે. જુઓ શ્રીમહાનીશીથ સૂત્ર અને સ્તવર્ધચાશક. પ્રશ્ન. ૧૫- અઢારદોષ તપાસીને, યોગ્યતા જોઇને દીક્ષા આપવી ખરી કે નહિ?
સમાધાન- બધા અઢાર દોષો પહેલા તપાસવા માટે નથી, દોષો દેખાય તો રોકે, દોષ જોવા માટે રોકે નહિ તેમજ યોગ્યતા તપાસવા માટે તે દોષો નથી. હમારે પંડકઆદિને દિક્ષિત કરાય નહિં એમ કહેવાથી જણાય તો દીક્ષા દે નહિ. જીવો. શ્રીપ્રવચનસારોલાર, નિશીથભાષ્ય, પંચકલ્યભાષ્ય ધર્મબિંદુ, અને ગચ્છાચાર ટીકા.
પ્રશ્ન ૧૬- સર્વવિરતિના સાધ્ય વગર દેશવિરતિપણું સંભવે કે નહિ ?
સમાધાન- ન સંભવે, કારણ બારવ્રતના અતિચાર તમોએ સાભળ્યા હશે. પહેલું વ્રત અને તેના અતિચાર વહ-બંધ આદિ છે. વધ કરે, બંધનાદિ કરે તેથી તેના પ્રથમવ્રતને બાધ શું હતો કે શાસ્ત્રકારોએ અતિચાર કીધા ? કારણ પ્રતિજ્ઞાનો ભંગ થતો નથી, પણ પ્રતિજ્ઞા વખતે સર્વ પ્રકારના-છકાય જીવના વધથી વિરમણ થાઉ એવા શુભ ઇરાદા પૂર્વક આ પ્રતિજ્ઞા કરેલ છે તેથી અતિચાર કહેલ છે. કહેવું પડશે કે વધબંધાદિ કરતાં પણ મરણ ન હોય તો દેશવિરતિ પૈકી પ્રથમવ્રતને વાંધો નથી, પણ તે અણુવ્રત મહાવ્રતના સાધ્યપૂર્વકનું છે. તેથી પ્રથમવ્રતને વાંધો આવતો નથી પણ મહાવ્રતના સાર્થવાળો યત્કિંચિત કિલામણા થઈ તે પણ ઠીક ન થયું એમ અનુભવતા શ્રાવકને તે અતિચાર કીધા, તેવી રીતે બારવ્રતમાં સમજી લેવું, અર્થાત્ સર્વવિરતિનું સાધ્ય દરેક વ્રતમાં છે. જાઓ- યોગશાસ્ત્ર મૂળ-ટીકા, ત્રિષષ્ઠી શલાકાપુરૂષચરિત્ર.
પ્રશ્ન. ૧૯ અઢાર પાપસ્થાનક પૈકી પાંચનાજ પચ્ચખાણ કરવાનું વિધાન કેમ ? શું બીજા પાપસ્થાનકોથી પાપ લાગે નહિ ?
સમાધાન- અઢારપાપ સ્થાનકથી પાપ તો લાગે, પરંતુ પાપનો પ્રબળ પ્રભાવ પાડનાર અને આત્મભાવનો નાશ કરવામાં આ પાંચનેજ હથિયારો તરીકે શ્રીતીર્થંકરદેવોએ દેખ્યા અને પ્રરૂપ્યા કે જે (હિંસા-મૃષા-અદત્ત-મૈથુનને પરિગ્રહ) પાંચે પાપવર્ધક હથિયારને ગણધર ભગવાને ગ્રંથોમાં પચ્ચખાણ કરવા ગુણ્ડિત કર્યા છે; દૃષ્ટાંત તરીકે જીવલેણ હથિયાર જેવાં કે તરવાર, બંદુક, રાઇફલ વિગેરે હથિયાર બંધ કર્યા હોય તો તેથી નિઃશસ્ત્ર એવી કોઇપણ દેશની પ્રજા પર જ્ય મેળવી શકે છે. વસ્તુતઃ છરી, ચપ્પ, કાતર, છરા, ધારીયા, કુહાડી, લાઠી વિગેરે હથિયારો સરકારે જે જીવલેણ હથિયારો માટે પરવાનો રાખ્યો છે તેવો પરવાનો બીજા નજીવા હથિયાર (છરી, ચપ્પ વિગેરે) માટે રાખ્યો નથી, કારણ તે બધા પ્રાયઃ જીવલેણ નથી; બબ્બે અમુક અંશે શરીરના અમુક વિભાગને હાનીકારક તો છે. આત્માના અસંખ્યાત પ્રદેશ અને એક એક પ્રદેશ પર અનંતી કર્મવર્ગણાઓને આવતી રોકવામાં પ્રતિજ્ઞા એ અનુપમ સાધન છે, તેવી રીતે તીર્થંકરદેવોએ પાંચ પાપની પ્રતિક્ષારૂપ પરવાનો લેનારને ઘણા પાપો રોકાઈ જાય છે એ બાકી રહેલ પાપસ્થાનકધારા એ જે આવે છે તે પાપો ઘણાં જાજ છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૪૨
તા.૧૭-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર પ્રશ્ન ૧૮- સમ્યકત્વધારીને દ્રવ્ય અનુષ્ઠાન હોય કે ભાવ અનુષ્ઠાન ? “
સમાધાન- દ્રવ્ય અને ભાવ બંને હોય, કારણ કે ભગવાન આર્ય સુહસ્તિ મહારાજ પ્રામાનુગ્રામ વિહાર કરી આવેલ છે અને વસ્તી વાચીને ઉતાર્યા છે; અવંતી સુકુમાલ નલીનીગુલ્મ વિમાનના અધિકારવાળું અધ્યયન સાંભળેલ છે, સાંભળતાં જાતિસ્મરણ થયેલ છે, વયનને અનુસારે ત્યાં આવે છે. ત્યાં વિમાનમાં કઈ રીતે જઈ શકાય એવું પૂછે છે? જવાબમાં સાધુપણા વગર પ્રાપ્તિ નહી થાય; એમ કહે છે ઇરાદાપૂર્વક વિમાન મેળવવાની ઇચ્છાવાળાને ચારિત્ર રાત્રે આપ્યું, જો કે આ પ્રસંગમાં દ્રવ્યઅનુષ્ઠાન છે પણ સમ્યકત્વને બાધ નથી જુઓ આવશ્યક સૂત્ર.
પ્રશ્ન ૧૯- શાસનપતિ શ્રી વીરભગવાને ગર્ભમાં રહ્યા છતાં ધારી રાખી તે અભિગ્રહ કર્યો, અને તે ઉપરથી તેઓશ્રીના વચનને અનુસરનારી ચતુર્વિધ સંધરૂપ સંસ્થાએ ધર્મના ભોગે માતપિતાને રાજી રાખવા એ બિના માતા પિતા જીવે ત્યાં સુધી દીક્ષા ન લેવાનો શાસ્ત્રોક્ત રીતિએ સંમત છે કે નહિ? તેમજ અભિગ્રહથી સંમતિ વગર દીક્ષા થઇ શકે નહિ એ વાત ખરી કે નહિ?
સમાધાન-મૂલ શાસ્ત્રકાર ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજજી, ટીકાકાર ભગવાન શ્રીજિનેશ્વરસૂરીશ્વરજી મહારાજજી, અને તેજ વૃત્તિના સંશોધક નવાંગીવૃત્તિકાર ભગવાન શ્રી અભયદેવ સૂરીશ્વરજી કૃત “પિત્રુગ નિરાશાષ્ટકમાં જણાવે છે કે મોહના ઉદયથી એ અભિગ્રહ કરેલ છે; કર્મોદયના દરેક દરેક કાર્યને અનુસરવા શાસકારો કોઇપણ સ્થળે ભલામણ કરતાં નથી.
મોહનીય કર્મના ઉદયથી થયેલ અભિગ્રહને વળગવું છે, પણ કેવળજ્ઞાન વખતે અગીયાર ગણધરો અને તેમના પરિવાર ૪૪૦૦ (ચુમ્માલીસસોને રજાવગર ખુદ ભગવાને દીક્ષા આપી છે. તેમાં પાછળથી ઈદ્રભૂતિ માટે ભાઈઓ તોફાન કરતા અને દુષ્ટ શબ્દોને બોલતા અગ્નિભૂતિ આદિ એક પછી એક આવ્યાં છે તે જાહેર છે છતાં સંમતિ વગર દીક્ષા અપાઈ ગઈ તે જોવું નથી.)
અભિગ્રહ ઉપરથી તો માતપિતાની સંમતિ વગર પણ દીક્ષા આપી શકાય; કારણ જો સંમતિ વગર તે કાળે દીક્ષા થતી જ ન હોય તો અભિગ્રહ કરવાનું કારણ જ નથી. અને જો અભિગ્રહ કર્યો એમ કહો તો તમારે કબલ કરવું પડશે કે સમંતિ વગર દીક્ષા આપવાનો ધોરીમાર્ગ ચાલુ હતો, પરંતુ પ્રભુ મહાવીરદેવે મોહનીયકર્મ વશાતું અભિગ્રહ કર્યો અને વિચાર્યું કે માતાપિતા જીવતાં હું દીક્ષા નહીં લઉં, બીજાઓ લે તો ભલે લે, એ ઉપરથી વિચાર કરો તો હેજે સમજી શકશો. દષ્ટાંત તરીકે-એક લક્ષાધિપતી વૃદ્ધ વય થયાં પુત્રનું સુખ પામ્યો નથી, તેથી પોતાના કુટુંબમાંથી એકજણના પુત્રને દત્તક તરીકે કબુલ રાખે છે. દત્તકપુત્ર બાપનું નામ ફેરવી લક્ષાધિપતીના નામથી જગતમાં પ્રસિદ્ધી પામે છે. કર્મસંજોગે તે વૃદ્ધને પોતાને પુત્ર પ્રાપ્તિ થાય છે. હવે તો દત્તકપુત્ર ભાગ પડાવશે તે ઇરાદાથી એક ચીઠ્ઠી દત્તકપુત્ર પાસેથી લખાવે છે. ચીઠ્ઠી નીચે મુજબની હતી- “આજથી હું તમારા દત્તક તરીકેની કબુલાત રાખી શકતો નથી.” આ ચીઠ્ઠી લખતાં દત્તકપુત્ર હૃદયમાં વિચારે છે કે લાખની પ્રાપ્તિ માટે સગો બાપ મૂક્યો, સગા બાપની નજીવી મિલ્કત પણ મળતા તે પણ છોડી અને છેવટે આ શેઠે દગો દીધો. ઉમ્મર લાયક થયો એટલે દત્તકપુત્રે કોર્ટમાં કેસ માંડયો, કેસ શરૂ થયો, કોર્ટે પુરાવો માંગ્યો, બીજો પુરાવો કંઈપણ આપી શકયો નહિ. પણ જે ચીઠ્ઠી શેઠને મળી હતી તે ચીઠ્ઠી શેઠે રજા કરી. ચીઠ્ઠી શેઠે લખાવી હતી તે સાબીત થઈ અને દત્તક તરીકેની નાકબુલાતની ચીઠ્ઠીપરથી જજમેંટ પણ અપાઈ ગયું કે દત્તક લીધો હતો એ વાત સાચી ઠરે છે અને મિલ્કત પણ આપવાન કોટ કરમાવે છે. કારણ દત્તક લીધા વગર દત્તક નહિ કબલવાન કદાપી બની શકે નહિ. ફક્ત લોભની દાનતથી શેઠે આ કામ કરેલું છે, તેવી રીતે મોહના ઉદયથી થયેલ અભિગ્રહ (માતા પિતા જીવતાં છતાં દીક્ષા ન લેઉ) તે પણ સંમતિ વગર બીજાઓની દીક્ષા થઈ શકે તેવું સાબીત કરી આપે છે. બીજું દ્રષ્ટાંત જમાઈ ભાણેજ વિગેરેને દસ્તાવેજથીજ મિલ્કત આપવી પડે છે, કારણ કે તેઓને સીધો હક નથી, પણ પુત્રને મિલ્કત આપવામાં દસ્તાવેજ કરવાની જરૂર નથી કારણ કે પુત્રનો તે પ્રસંગમાં સીધો હક છે. તેવી રીતે માતપિતાની રજા વગરની દીક્ષા તે સીધા હક સમાનની હતી અને અભિગ્રહથી દીક્ષાનો નિષેધરૂપ દસ્તાવેજ કત્રિમ હક સમાન છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૪૩
તા. ૧૦-૧૨-૩૩
શ્રી સિદ્ધચક પ્રશ્ન ૨૦- યથાપ્રવૃત્તિકરણ એટલે શું?
સમાધાન- શાસ્ત્રોકતરીતિએ સંવર કે નિર્જરાના પરિણામ વગરની બધી દ્રવ્ય પ્રવૃત્તિઓ તે યથાપ્રવૃત્તિકરણમાં અંતર્ગત થાય છે; દ્રષ્ટાંત તરીકે અભવ્યજીવ પણ દેવલોક, પૂજા, રાજાપણું વિગેરેની લાલચેજ નવકાર મંત્રનો પહેલો અક્ષર નકાર બોલે અને પુરો કરે તેમાં પણ યથાપ્રવૃત્તિકરણ થઇ ગયું છે; અને તેથીજ જગતના જીવોની મોક્ષ, સુખ, આત્મકલ્યાણાદિની અપેક્ષા વગરની બધી સર્વશભાષિત ક્રિયાઓ યથા પ્રવૃત્તિકરણમાં દાખલ થાય છે.
પ્રશ્ન ૨૧- પાપનુબંધી પાપ કરતાં સાધુઓના લેબાસમાં કહેવાતા સાધુઓ વધુ પાપી હોઈ શકે ખરા?
સમાધાન- જીંદગીભર કસાઈનો ધંધો કરનારા પોતાના પેટની ખાતર જીવવધ કરે છે, પરંતુ ખોટું માને છે, અને જીવોને બચાવનારાઓને સારા માને છે, જીવવધ કરે છે, પણ જે સાધુઓ દયાના બહાને દયાના પ્રસંગોને રોકે, બલકે દયાના બહાને ધોર હિંસા અને કલ ચલાવે, દ્રષ્ટાંત તરીકે-મરતા ઉંદરને મરવા દેવામાં ધર્મ, બળી મરતી ગાયોને બળવા દેવામાં ધર્મમાને અને તે ઉંદર કે ગાયને બચાવવામાં પાપ માને તેવાઓને પાપાનુંબંધી પાપવાળા કરતાં અધમ માનવામાં આવે તો નવાઈ શી !!
પ્રશ્ન ૨૨- પૂજા કરનાર શ્રાવકને દ્રવ્યહિંસા લાગે? અને તેજ પ્રમાણે નદી ઉતરતાં સાધુને દ્રવ્યહિંસા લાગે? જો ન લાગતી હોય તો ઇરિયાવહિ કેમ કરે છે?
સમાધાન- પૂજા કરતી વખતે નિર્જરાનું પ્રબળસાધન પાસે હોવાથી પૂજા પ્રસંગે દ્રવ્યહિંસા થાય, પણ પાપ તો બંધ પડે નહિ, કદાચ બંધ પડે તો ટકે નહિ; પણ સાધુ મહારાજને પ્રતિજ્ઞા હોવાથી નદી આદિ ઉતરતાં હિંસા નથી, તેઓ કારણ ભાવસ્તવના અધિકારી છે, તેથી નદીમાં ઉતરતાં જીવો મરી જાય, છતાં મારવાની લેશ ઇચ્છા નથી, ઉતરીને ઇરિયાવહી કરે છે તે પ્રમાદપૂર્વક ચલનક્રિયા થઇ હોય તેની આલોચના છે.
પ્રશ્ન ૨૩- પ્રાથમિક દીક્ષા પછી પ્રાયઃ છ માસની મુદતમાં વડી દીક્ષા આપવાનું હોય છે. કોઇ નોકરને નોકરીમાં રાખીએ તે વખતે અમુકમુદત સુધી તેને અંગ્રેજીમાં પ્રોબેશનર કહેવામાં આવે છે) એટલે બરાબર લાયક જણાય તો નોકરીમાં કાયમ થાય, નહિ તો તેને નોકરીમાંથી છુટો કરે. એ પ્રમાણે પ્રાથમિક દીક્ષા આપ્યા પછી જો લાયક ન જણાય તો તેને વડી દીક્ષા ન આપતાં દીક્ષામાંથી પાછો વિદાય કરાય એમ થાય તેના કરતાં પહેલાથી જ દીક્ષા આપ્યા સિવાય અમુકમુદત સુધી પરીક્ષા માટે રાખવામાં આવે અને પછી લાયક જણાય તો દીક્ષા આપવી એ મુજબ થાય તો શું હરકત ?
સમાધાન- નોકરીમાં દાખલ થાય ત્યારથીજ નોકર કહેવાય, પણ ગ્રેડ વધારાય અને પ્રમોશન દેવાય તેમ પ્રાથમિક દીક્ષામાં દાખલ થયો ત્યારથી સાધુ કહેવાય અને વડી દીક્ષાથી આહાર પાણી લાવવા, વસતિજોવી, લેવી અને પુંજવી, પ્રમાર્જવી વિગેરે પ્રતિદિનકાર્યમાં તેની બુધ્ધિની અન્ય સાધુઓ પ્રામાણિકતા ગણે અન્યથા ન ગણે.
જુવો શ્રી દશવૈકાલિક અધ્યયન ૮ ની ટીકા અકલ્પસ્થાનની વ્યાખ્યા.” સામાન્ય પણે હાની દીક્ષામાં કરેલ સાવઘત્યાગના અંશને હવે સમજેલ હોવાથી વિભાગે ત્યાગ કરાવાય છે; જેમ લેવડદેવડના થયેલ સોદા અને દસ્તાવેજ અનુક્રમે કબાલા અને રજીસ્ટર કરાવાય તેમ. જુઓ-શ્રીપન્નવણાજી પદ પહેલું પાનું ૩૩-૩૪, શ્રી આવશ્યક નિયુકિત ગા. ૧૩૩, શ્રીહરીભદ્ર ટીકા પા. ૧૦૭ ભાગ ૧ લો; અને શ્રીનવતત્ત્વપ્રકરણ દેવગુણાચાર્ય પા. ૪૨. જે નપુંસકપણા આદિની પરીક્ષા હાની દીક્ષા પહેલાં માત્ર પ્રશ્નથી જ થઈ શકે ને તેમાં તે દોષો ન માલમ પડી શકયા હોય અને પછી તેના તેવા કૃત્યથી તે દોષો માલમ પડે તો જ બીજા બધા સમુદાય અને તેના રક્ષણ માટે તેને વિદાય કરી શકાય, એ સિવાય વિદાય ન કરી શકાય. શ્રીઆવશ્યકનિયુક્તિ પારિષ્ઠાપનિકા સમિતિમાં સચિત્ત મનુષ્ય માટે પારિષ્ઠાપનિકાનો અધિકાર જોવો. વધુ ખુલાસા માટે નીચેના ગ્રંથો શ્રી પંચવસ્તુ, શ્રીનીશીષ, અને શ્રી પંચકલ્યભાષ્યમાં વિદાય કરવાનો અધિકાર છે.
(જુઓ પાનું ૧૪૦)
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી સિદ્ધચક
તા.૧૯-૧૨-૩૩
આ સુધા-સાગર છે
૧. ડુબેલા અને ડુબતાઓને દેખીને દયા ખાવી, અને તરવાની ઈચ્છાવાળાઓને તરત બચાવવા
એ જૈન શાસનની રીતિ છે. ૨. દુર્જનનું લક્ષણ બાંધતાં દુર્જનને દુઃખ થાય, તો પણ સર્જનની સૃષ્ટિને પગભર કરવા સારું
દુર્જનના લક્ષણો સ્પષ્ટતાથી પ્રતિપાદન જરૂર કરવા. ૩. સુવર્ણને સુવર્ણ તરીકે જાહેર કરતાં ચોકસીએ પતળ અને પીતળના વેપારીઓની દરકાર
લવલેશ કરવાની નથી. તેવી રીતે ધર્મને ધર્મ તરીકે જાહેર કરતાં ધર્મીએ અધર્મ અને અધર્મીઓની
અંશભર પણ શરમ રાખવી ન પાલવે. ૪. પ્રિય, પથ્ય અને તથ્ય કહેવું, રોષ થાય અગર તોષ થાય તો પણ કહેવું, સાચું હોય છતાં
અપ્રિય ન બોલવું વિગેરે વિગેરે બોલવાના અનેકાનેક પ્રસંગો (શાસ્ત્રમાં કથન કરેલા છે તે) ને
અપેક્ષાપૂર્વક વિદ્વાન વકતા જાણી શકે છે. ૫. વ્યક્તિની અપેક્ષાએ વક્તાથી પીડાકારક વચન ન બોલાય. ૬. ધર્મની પ્રરૂપણા અંગે ડાયજેટલી અપ્રીતી થાય, તોપણ સત્ય પ્રરૂપણા જ થાય; પછી તે કટુ
અગર મધુ હોય. ૭. જે સત્યથી હિંસા થાય તે સત્ય નહીં પણ અસત્ય, કારણ કે અહિંસાના રક્ષણ માટે બીજાં વ્રતો
છે; જેમ ચીભડાના રક્ષણ માટે વાડ કરાય છે. ૮. પરપ્રાણની પીડાના રક્ષણ માટે બોલાતું જુઠું તે જુઠું નથી પણ સત્ય છે ૯. સંસાર રસિક આત્માઓને સુવર્ણના પચ્ચખાણ નથી પણ તેની લાલસા છે, છતાં પણ તપાવીને
લાલચોળ કરેલી સોનાની લગડી આપો તો તે લેવા કોઈ પણ જતું નથી; તેવી રીતે તેઓ (સંસારીઓ) વિનયાદિ ધાર્મિકવચનો શ્રવણ કરવાના અર્થી છે, પણ અરૂચીવાળા નથી છતાં
ક્રોધથી તપાવેલાં વચનો સાંભળવા કોઈ તૈયાર નથી. ૧૦. પોતાનું સુધાર્યા વગર પારકું સુધારવા માટેની મહેનત વ્યર્થ છે. ૧૧. પંચમકાળના પ્રાણીઓ પોતાનું સુધાર્યા વગર પારકાને સુધારવામાં (ઉપદેશ દેવામાં) પોતાનું
ડહાપણ સમજે છે. ૧૨. બિલાડી પહેલું ઢોળે અને પછી ખાય, તેવી રીતે જગતમાં કેટલાકોનો સ્વભાવ સીધી રીતે
સાંભળવાનો કે સમજવાનો હોતો નથી તેમાં કર્મની વિચિત્રતા છે !! ૧૩. કાગડો ચાંદામાં ચાંચ મારે, અને તે નબળા ઢોરને દેખી ચાંચ મારી નવું ચાંદુ કરે છે, તેવી રીતે
આજે કેટલાકને કાગડાનો કીમીયો હાથ લાગ્યો છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
| મુલ્ય
ગમ સટીક
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જૈન-પૂ૦ ફંડ તથા શ્રીઆગમોય
'સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ.
મુલ્ય અંક ફંડના ગ્રંથ. ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચ સંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો
૩-૦-૦ ૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
પપ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાધ). ૬-૦-૦ ૫૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬0 શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦
નીચેના ગ્રંથ ઉપર પ૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બ્રહવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોસ્પ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફ્ટ અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ લોસોફી અંગ્રેજી.
o-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફિલોસોફ્ર અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૭૯ શ્રીભક્તામર કલ્યાણમંદિર નમિઉણ સ્તોત્ર-૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રનમંજુષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રી ચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર . પ-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. -0 પ૯ - શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ પં. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયગ્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઇ જૈન પુફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" બી.એ.કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #218
--------------------------------------------------------------------------
________________
સિમાલોચના |
(અનુસંધાન-પા. ૧૩૯). ૧. “અશુભભાવક્ષયને માટે હું દીક્ષા લઉં છું” એમ કહેનારો દીક્ષાર્થી ગ્રહણ કરવા યોગ્ય છે,
અર્થાત દીક્ષા દેવા યોગ્ય છે; ને તેને ગ્રહણ કરવામાં (દીક્ષા દેવામાં) ભજના નથી એમ
પંચવસ્તુકાર ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી સ્પષ્ટ જણાવે છે. ૨. પરીક્ષા પ્રવચનવિધિથી કરવાની કહેલ છે, માટે પ્રવચનવિધિના પરમાર્થને જાણવાની જરૂર છે.
સપરિણામકનો અર્થ સુંદર પરિણામ કહેનાર ઈતર જે અલ્પ ને બહુકાલને માટે કહ્યા તેને માટે
શું ખરાબ પરિણામ લેશે ? અર્થાત શું ખરાબ પરિણામવાળાને દીક્ષા આપશે ? ૩. પરીક્ષામાં પરિચિત-અપરિચિતપણું લગાડવું યોગ્ય છે કે શાસામાં પૃચ્છાને તે પરિચિત-અપ
રિચિતપણું લગાડયું છે તે યોગ્ય છે? ૪. શ્રીઆચારા પ્રકલ્પ વિગેરે શાસ્ત્રોમાં કહેલ દીક્ષા વિધાનમાં ગોચરી, અચિત્ત ભોજન, ભૂમિશપ્યા,
અસ્નાન અને કેશલોચના અંગીકાર કરે (સ્વીકાર કરે છ7) દીક્ષા દેવાનું વિધાન છે. ૫. અન્યમતનું વકતવ્ય ને કર્તવ્ય જૈનમત પ્રમાણે જ છે એ માન્યતા કોને શોભે? ૬. શ્રીઆચારાંગસૂત્રના ટીકાકાર ભગવાન શ્રીશીલાંકાચાર્ય સ્પષ્ટ જણાવે છે કે ભગવાન મહાવીરદેવે
જ્ઞાનાદિ અથવા તપ સ્વતઃ આચાય છે, માટે મોક્ષની ઇચ્છાવાળા બીજાઓએ પણ અવશ્ય એ આચરવું, છતાં જેઓ ન માને ને અનુકરણીયતાનો સર્વથા નિષેધ કરે તેની ધારણા શાનીગમ્ય
સમજાય છે ! ૭. કલ્પાતીતપણામાં સર્વનિગ્રંથો અને સ્નાતકો હોય છે એમ સમજવાવાળો કલ્પાતીત શબ્દને
આગળ કરીને અનુકરણીયતાનો નિષેધ કરે? ૮. જિનકલ્પએ સંવનન ને શક્તિવાળાને આચારણીય માનનારા જિનકલ્પને કેમ અનુકરણીય ન
માને ? ૯. સ્થિતકલ્પ ને અસ્થિતંકલ્પ કે સ્થવિરકલ્પ ને જિનકલ્પ સિવાયના બધા સાધુ ને કલ્પાતીત
ગણ્યા છે એ સમજવાનું છે. ૧૦. ચોથી સુખશવ્યા અરિહંત ભગવાનના અનુકરણથી તપ ન કરવારૂપ છે. ૧૧. ઉત્સાહ માટે આસનોપકારી વીરપ્રભુનું દષ્ટાંત માનનારે અનુકરણીયતા નથી માની એમ કેમ
કહેવાય ?
Page #219
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
Fashi
-
-
-
આગમ-રહસ્ય
ઉપર શ્રી સિદ્ધચક્ર
દ્વિતીય વર્ષ અંક ૭ મો
) મુંબઈ, તા. ૩૧-૧૨-૩૩ રવિવાર | પોષ સુદ પૂર્ણિમા
ના વીર સં. ૨૪૬૦ વિક્રમ સં ૧૯૯૦
强强强强强
यद् देवैरनिशं नतं गणभृतो ध्यायन्ति यत् सर्वदा येनाप्येत गुणावली शिवपदं यस्मै सदा स्पर्धते । यस्मात्तीर्थमलं गुणा निर वमा यस्यास्ति यस्मिन् वृषोऽनन्यः सेव्यपदं सदाऽव भविनः श्रीसिद्धचक्रांगिनः ॥
盤發發發發發
'T૦-૦ITOGO
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
તરફથીઝવેરી પાનાચંદ રૂપચંદ (તંત્રી) - - - -
Page #220
--------------------------------------------------------------------------
________________
'નમો નમો એ દેવ જીનેશ્વર ભવિજનને ભવ તારણહાર એ આંકણી,
ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળો કેર ગયા કરનાર-એ રાગ.
કાલ અનાદી ભવમાં ભટકયો નવિ મળીયો એ દેવ જિનેશ, પુદ્ગલભાવ રમણતા કરતો અથડાયો લઈ નાના વેશ, વાનર જાતિ વળી મદિરાના પાન થકી હોય જિમ મસ્તાન; ઈન્દ્રિય રસ રાચ્યો આ જંતૂ ઉપદેશક પણ પુદ્ગલ ભાન. નમો નમો-૧.
પરવનિતા નિજલલના વિષયે માચ્યો જે મોહે સુર મૂઢ, પુદ્ગલભાવ પરાયણ થઈને રાગરોષ ભરિયો અતિગૃહ, પરના પ્રાણ વિનાશન હેતે ધરતા નિજ હાથે હથિયાર; જપમાલા વળી બોધ અભાવે અડસય સંખ્યાના એ ધાર. નમો નમો-૨.
મોહ સકળનો નાશ કરીને, આતમભાવ રમણ લહિ પૂર્ણ, આતમરૂપ લહી જે કેવળ લોકાલોક વિલોકી ટૂર્ણ, જન્મજરામરણે રૂલતો આ અશરણ જગને દેખી ભાણ; નિજ પર ભાવ પ્રગટ સવિ કરતો, ભાખે તત્ત્વમથી ગિર જાણ. નમો નમો-૩.
વર્તનશુદ્ધિ તણા ભંડારી, કેવળનાણ તણા એ સ્થાન, જાણી વાણિ સુધારસ પીને ભવિજન લાવે નિજ નિત ભાન, વચનક્ષમા ને વચનક્રિયા વળી યોગ શાસાનો ધરતો જાણ; ધર્મક્ષમા નીસંગક્રિયાથી સમરથ યોગ ધરે ગુણખાણ. નમો નમો-૪.
ગુણમય પરમગુરૂની આજ્ઞા આરાધ તરીકે સંસાર, આલંબન આગમનું તજતો ભવ ભવ ભટકે જીવ ગુમાર, અહનિશ જિનઆણા આરાધી અવિરત પણ લેશે ભવપાર; આણા વિણ અઘ સત્તર ત્યજતો, ન લહે નિજ આનંદ લગાર. નમો નમો-પ.
Page #221
--------------------------------------------------------------------------
________________
- શ્રી ત્યિક |
(પાક્ષિક)
- ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામાસ્ત વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-
સિરાક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૩૧-૧૨-૩૩ રવિવાર વીર-સંવત ૨૪૬૦ અંક ૭ મો. } પોષ સુદ પૂર્ણિમા { વિકમ , ૧૯૯૦
૦ આગમ-હર મેળવેલાં દ્રવ્યના સદુપયોગ કરવાનું સ્થાન સર્વદેવની સ્થાપના. સ્થાપનાની પૂજનામાં પારમાર્થિક નિર્જરા. પૂજનમાં હિંસા માનનારાઓના સંદેહોનું પ્રક્ષાલન પૂજનનો ક્રિયાકાળ અને ફળકાલની શાસનધારે વહેંચણ.. સ્થાપનાનું સ્થાન.
કેટલાક લોકો સ્થાપનાને માને છે. સ્થાપનાની દર્શનીયતા માને છે, તેમજ તે સ્થાપનાની પૂજ્યતા માનવામાં પણ અડચણ જોતા નથી, પણ સ્થાપનાને અંગે ચૈત્યાદિક સ્થાનોની જરૂરીયાત સ્વીકારતા નથી જરૂરીયાત નહિ સ્વીકારનારા એમ જણાવે છે કે સ્થાપના (મૂર્તિ)ની નિશ્રાએ લક્ષાવધિ સ્થાનો (મંદિરો) બનાવવામાં આવ્યાં છે, અને બને છે, તેથી અર્થવ્યય ઘણોજ નિષ્ફળ થાય છે, માટે સ્થાપનાને માની તેની દર્શનીયતા અને પૂજ્યતા માનનારે પોતાના રહેઠાણમાંજ તે સ્થાપના (મૂર્તિ) ગોઠવવી જોઇએ, અને એમ કરવાથી નિષ્ફળ એવો અર્થવ્યય બચી જાય અને આરાધક ગુણના બહુમાનવાળો તથા કૃતજ્ઞ બની પોતાના આત્માને ઉચ્ચતર સ્થિતિમાં લાવી શકે. આવું કહેનારાએ પ્રથમ તો વિચારવું જોઇએ કે કોઈપણ સંસ્થા અલગ સ્થાન વગર બદ્ધમૂલ થઈ શકતી નથી. મૂર્તિને નહિ માનનારાઓને
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૪૬
તા.૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર પણ પોતપોતાની સંસ્થાને બદ્ધમૂલ કરવા માટે સ્થાનો નિયમિત કરવાંજ પડે છે. જે લોકોમાં ત્યાગી ગણાતો વર્ગ સ્થાનયુક્ત હોય છે, તેમાં પણ ગુરુ કરતાં દેવની વિશેષ આરાધના કરવાની હોવાથી દેવને માટે સ્વતંત્ર સ્થાનો કરવાની ફરજ પડે છે, તો પછી જે જૈન મતમાં ત્યાગીઓનું એકત્ર રહેવું થતું નથી, નિયમિત ત્યાગીઓનો સંયોગ નથી, તેમજ ત્યાગીઓને નિયમિત સ્થાન ન હોવાથી શ્રીજિનેશ્વર મહારાજની સ્થાપનાની આરાધનાને અંગે પ્રતિગ્રામ ને પ્રતિનગર જૈન વસ્તીના પ્રમાણમાં એક કે અનેક ચૈત્યો થાય તેમાં આશ્ચર્ય શું? યાદ રાખવાની જરૂર છે કે જે ગ્રામ કે નગરમાં ગૃહચૈત્ય નહિ પણ ગ્રામચેત્ય હોય, તો વિહાર કરતાં ગ્રામાનુગ્રામ ફરતાં સાધુઓને પણ ત્યાં દર્શન કરવા આવવાની ફરજ છે, અને તે ફરજમાં ચૂકનાર સાધુને જૈન શાસકારો પ્રાયશ્ચિત જણાવે છે, એટલે પરમેશ્વરની મૂર્તિની નિશ્રાએ બનેલા ગ્રામચેત્યોને અંગે સાધુસમાગમની સુલભતા થાય છે. જે ગામમાં મંદિર ન હોય તેવા ગામમાં જવાની ફરજ જો સાધુઓ ઉપર પાડવામાં આવે તો તે અસ્થાને છે, એટલું જ નહિ પણ તે ફરજ અશકય ગણાય, અર્થાત્ ધર્મહેતુનાં મુખ્ય સાધનોમાં હંમેશાં ભક્તિથી સાધુસેવા જે જણાવેલી છે, તે પણ આ પરમેશ્વરના મુખ્ય ચૈત્યદ્વારાએ સારી રીતે મળી શકે છે. યાદ રાખવું કે ત્યાગી પુરુષોને ગૃહસ્થોની કોઇજાતની અપેક્ષા નહિ હોવાથી તેમજ ગૃહસ્થોની ઋદ્ધિસમૃદ્ધિની દરકાર નહિ હોવાથી તેવા ચૈત્ય વગર સાધુઓનું ગામમાં આવવું અસંભવિત નહિ તો દુઃસંભવિત તો થાય, અને તેવા ચૈત્યોને અંગે થયેલા સાધુ દર્શનથી સંસ્કારિત આત્મા ભક્તિ કરી લાભ મેળવે, એટલું જ નહિ પણ તે મુનિવર્યો પાસેથી જૈનવચનના શ્રવણનો લાભ મેળવી, સમ્યકત્વ, દેશવિરતિ કે યાવત્ સર્વવિરતિને પણ પ્રાપ્ત કરી શકે અને તેથી પોતાના આત્માનો સંસારથી વિસ્તાર પણ કરી શકે. એવી જ રીતે સુજ્ઞ, વિવેકી, સાધર્મી બંધુઓના પણ દર્શન, ભક્તિને સમાગમ થવા સાથે વાત્સલ્યનો લાભ તેવાં ચેત્યકારાજ મેળવી શકાય. ધ્યાનમાં રાખવાનું છે કે ગુરુમહારાજ વીતરાગ નહિ હોવાથી નિષ્પક્ષપણે ચિરસ્થાયી રહી ધર્મભાવનાની વૃદ્ધિ કરી શકે નહિ, પણ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માથી અધિષ્ઠિત સ્થાન હોય તે પક્ષપાતનું સ્થાન ન બનવાથી સર્વદા સરખી રીતે સર્વશ્રદ્ધાળુઓની ભાવનાની વૃદ્ધિનું સ્થાન બની શકે છે. આપણા અનુભવમાં મુનિવર્યના પ્રથમ સંયોગે શ્રદ્ધાળુઓની જે સંખ્યા હોય તે સંખ્યા ચિરસંયોગે ટકતી નથી, પણ પરમેશ્વરની પરમપવિત્ર મૂર્તિનાં સ્થાને એકત્ર થતી શ્રદ્ધાળુની સંખ્યા ઘણા ચિરકાળ સુધી સરખી બની રહે છે, એટલે સર્વદા સર્વ ગુણ સંપૂર્ણ રહેનારની અધ્યક્ષતામાં ત્યાગી અને તદિતરવર્ગ હંમેશાં સારી સંખ્યામાં રહે, અને તેથી ધર્મનો ઉદય દિનપ્રતિદિન વૃદ્ધિગત થાય એ સ્વાભાવિક છે. ખુદું તીર્થકર મહારાજાઓની વખતે પણ દરેક ગામ ચૈત્યોની બહુલતાવાળાં હતાં, અને દેવતાઓ દરેક નવસ્થાને યોજન પ્રમાણ સમોવસરણની રચના મણિ, સુવર્ણ અને રૂપાથી કરતા હતા, અને તે રચનાને અંગે પણ અપરિમિત લોકો ધર્મનો લાભ પામી, ધર્મભાવનાને વૃદ્ધિગંત કરતા હતા આસજ્ઞોપકારી ચરમતીર્થંકર ભગવાન મહાવીર મહારાજા પણ પોતાના મરીચિના ભવમાં ભગવાન ઋષભદેવજીની ઋદ્ધિસમૃદ્ધિ દેખીને પ્રતિબોધ પામ્યા, અને પોતાના પિતાની ચક્રવર્તિપણાની દ્ધિને પણ તૃતુલ્યગણી સર્વવિરતિ અંગીકાર કરનારા થયા. આવી રીતે સમવસરણ અને તેની માફક ચૈત્યસમૂહથી થતા ધાર્મિક ફાયદાઓને સમજનારો કયો મનુષ્ય તેના જરૂરીયાત સ્વીકારે નહિ?
Page #223
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર સમર્પણ સ્થાન.
આવી રીતે ધર્મનો ફાયદો ચૈત્યસમૂહથી જાણ્યાં છતાં જેઓ અર્થવ્યયને આગળ કરી તેની નિરર્થકતા જણાવે છે, તેઓએ એટલું તો પ્રથમ યાદ રાખવું કે ચૈત્યસમૂહ કે મૂર્તિસમૂહને માટે કોઈપણ દિવસ કોઈપણ વ્યક્તિને અર્થઉપાર્જન કરવાનું યોગ્ય ગણાયું જ નથી, પણ લોભ સંજ્ઞા અને પરિગ્રહ દોષ ઉપાર્જન કરેલાં કે મેળવેલાં દ્રવ્યનો સદુપયોગ કરવાનું સ્થાન પરમેશ્વરની મૂર્તિ કે તેનું ચૈત્યજ છે. પરિગ્રહની મમતા છોડવી, ઔદાર્યનું ફળ મેળવવું, પરમેશ્વરનું આરાધન કરવું વિગેરે તે ચૈત્ય કે મૂર્તિલારાએજ બને છે. જેઓ ચૈત્ય કે મૂર્તિને માનનારા નથી, અને સર્વવિરતિનો ધારણ કરી શકતા નથી, તેઓ પરિગ્રહની મૂછને કેવી રીતે ઓછી કરશે, ઔદાર્યતાનું સુંદર ફળ કેવી રીતે મેળવશે ? અને પરમેશ્વરની આરાધના માટે પોતાના દ્રવ્યનો કેવી રીતે ઉપયોગ કરશે? પરમેશ્વરના ઉપદેશથી કે તેમના શાસનથી ધર્મને પામેલો મનુષ્ય જો પરમેશ્વરના ચૈત્ય અને મૂર્તિ માટે પ્રાપ્ત થયેલા એવા અસ્થિર અને વિનાશી એવા પણ દ્રવ્યનો ઉપયોગ નહિ કરે તો તે બિચારો રાંક સર્વાર્પણબુદ્ધિથી પરમેશ્વરનું આરાધન તો કરી શકેજ ક્યાંથી ? જગતમાં પ્રાણથી પ્યારા એવા પુત્રને સર્વધન અર્પણ કરતાં કોઇને કાંઇપણ આંચકો આવતો નથી, તો પછી આ જડજીવનથી જીવિત રહેલા મનુષ્યોને અવિનાશી અવ્યાબાધ આત્મતત્વ ઓળખાવી જેઓએ જડજીવનની જંજીરોથી જકડાયેલાને છોડાવી અવ્યાબાધ અવ્યયપદના અધ્વમાં ઉતાર્યો છે, તેવા મહાપુરુષના મનોહર મંદિર અને મનોજ્ઞા પ્રતિમાઓમાં ચંચળ સર્વસ્વનો ભોગ આપવાની પણ બુદ્ધિ થાય તે સ્વાભાવિક છે. એ બુદ્ધિની અભિજ્ઞ પુરુષોને અકૃત્રિમતા છતાં પણ ધર્મના અનભિજ્ઞ કે વિરોધી લોકોને તે વ્યયની કૃત્રિમતા કે નિરર્થકતા ભાસે તેમાં તે અનભિજ્ઞ આત્માના દુષ્ટ અધ્યવસાયોજ કારણ છે, અને તેથી તે અનભિજ્ઞોએ જલદી સાવચેત થવાની જરૂર છે. ચૈત્ય અગર મૂર્તિધારાએ કરેલો ધનવ્યય આત્માને પરમેશ્વર પરાયણ કરનાર થાય છે એટલું જ નહિ પણ જગતની અપેક્ષાએ તે ધનવ્યય મૂર્તિ અને મંદિરરૂપે ઘણાજ લાંબાકાળ સુધી વિદ્યમાન રહે છે. પુત્ર, પૌત્રાદિકને આપેલું સર્વસ્વ તે પુત્રપૌત્રાદિકને મૂચ્છ અને પરિગ્રહસંજ્ઞામાં ડૂબાડવા સાથે એશઆરામની વૃદ્ધિ કરાવનારું, ધર્મહીનોની માલિકીવાળું, અને એકલાનીજ મિલકત બને છે. ત્યારે ચૈત્ય અને મૂર્તિદ્વારાએ કરેલો ધનવ્યય સુજ્ઞધર્મિષ્ઠોની સત્તાવાળો અને સામુદાયિક વારસા જેવો થાય છે. ચૈત્ય કે મૂર્તિકારાએ કરાતો ધનવ્યય નષ્ટ થતો નથી પણ તે રૂપાંતરે ઉભો રહે છે. જ્યારે ભોગપભોગના સાધન માટે કે મોજશોખના અંગે કરેલો ધનવ્યય એક અંશે પણ પોતાના બદલાને વ્હેલી જતો નથી, તો પછી ચિરસ્થાયી તો બનેજ ક્યાંથી ? અને મહેતાદિકરૂપે કરેલો ધનવ્યય પરમેશ્વરના આરાધનમાર્ગમાં કોઇપણ પ્રકારે ઉપયોગી થતો નથી, એટલું જ નહિ પણ અવ્યાબાધ આત્માના અવ્યાબાધ ગુણોના લાભ, ધૈર્ય, વૃદ્ધિ કે તેની પરાકાષ્ઠાને ઉપયોગી નહિ થતાં કેવળબાધક નીવડે છે, એટલે ભોગમાં આવેલી ઋદ્ધિ તાત્કાલિક ફળ દઇ સર્વથા નાશ પામે છે, અને ઉપભોગમાં આવેલી ઋદ્ધિ આત્માને ઉન્માદ કરાવનારી થાય છે; એવું સમજી જીંદગીમાં જહેમત કરી મેળવેલું સર્વ મરણના સપાટા વખતે મેલવાનું છે, એવું જાણીને પારમાર્થિક દૃષ્ટિએ પરમેશ્વરની મૂર્તિ અને ચૈત્યને માટે ધનવ્યય કરી ધર્મની આરાધના કરવી એજ
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૪૮
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર શ્રેયસ્કર છે, અને તેજ માટે મહર્ષિઓ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આ જીવનમાં જગતમાં પ્રાપ્ત થયેલા પદાર્થોનો કોઈપણ સદુપયોગ હોય તો તે પરમેશ્વરની ચૈત્ય અને મૂર્તિકારાએ થતી આરાધનાથીજ છે. ધર્મિષ્ઠ મનુષ્યો તો એમજ માનનારા હોય છે કે જે સાધનોનો વ્યય પરમેશ્વરના ચૈત્ય, મૂર્તિ કે તેને આરાધનારાઓની ભક્તિ, બહુમાન કે સેવાને માટે નહિ થયો, તે કેવળ પાપરૂપ હોઈ તે બધી ઋદ્ધિ તે પાપઋદ્ધિજ છે, અર્થાત્ સન્માર્ગે થયેલો ધનનો વ્યય કોઈપણ અંશે નિષ્ફળ નથી, પણ સર્વદા સફળજ છે, અને ધનવ્યયથી તેવું ફળ મેળવનારા ભાગ્યશાળીઓ હોવા સાથે જગતમાં ચિરકાળ યશસ્વજ રહે છે. પૂજનમાં પારમાર્થિક નિર્જરા.
કેટલાકો દરેક વસ્તુના ચારનિક્ષેપા (ભેદો) કરવા જ જોઈએ એવી શાસ્ત્રકારની આજ્ઞા હોવાથી સ્થાપનાને માને છે, અને ગુણવાન પુરુષોના બહુમાનની ખાતર તેમણે કરેલા અપ્રતિહત ઉપકારને લીધે, અને કોરી ખાંડ કે સાકરથી બીબામાંથી આકૃતિ નિષ્પન્ન થતી નથી, પણ તે ખાંડ કે સાકરનો રસ જો બીબામાં રેડવામાં આવે તો તે ખાડં સાકરનું બીબાના આકાર સહિતપણું થાય છે, તેવી રીતે પરમેશ્વર કે ગુરુની સ્થાપના (મૂર્તિ)ના દર્શન માત્રથી આત્મા ગુણશ્રેણિએ ચઢી તરૂપ થાય નહિ, પણ દર્શન, વંદન, પૂજન આદિ પ્રવૃત્તિમાં જોડાયેલોજ આત્મા અનુક્રમે તરૂપ થઈ શકે, એમ માની સ્થાપનાને દર્શનીય માનવા સાથે વંદનીય, નમનીય અને પૂજનીય માનવા તૈયાર થાય છે, તો પણ તેઓને એક કારણે જરૂર અચકાવું પડે છે, અને તે કારણ બીજાં કાંઇજ નહિ, પણ જલ, વનસ્પતિ, અગ્નિ અને વાયુ આદિની વિરાધનારૂપ હિંસાજ છે. આ સ્થળે કહેવું પડશે કે તેવી રીતે અચકાનારા હિંસાના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા નથી, કેમકે જો તેઓ હિંસાના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા હોત તો પરમેશ્વરની અને ગુરુમૂર્તિની પૂજાને અંગે થતી પ્રવૃત્તિને હિંસારૂપ ગણતજ નહિ. શાસ્ત્રકારો હિંસાનું લક્ષણ જણાવતાં સ્પષ્ટપણે જણાવે છે કે, વિષયકષાય આદિ પ્રમાદની પ્રવૃત્તિ કરતાં જે અન્ય
જીવોનો પ્રાણ નાશ થાય તેનું જ નામ હિંસા છે, અર્થાત્ પરમેશ્વર અને ગુરુની મૂર્તિની પૂજાને અંગે થતા પ્રાણવ્યપરોપણને હિંસા કહી શકાય નહિ. વિષયકષાયની પ્રવૃત્તિ સિવાય થતા પ્રાણવ્યપરોપણને જો હિંસા માનવા જઈએ તો પાંચમહાવ્રતને ધારણ કરનારા સાધુ મહાત્માઓ વિહાર આદિક પ્રસંગે નદી ઉતરશે, અને તેમાં જલના જીવોનો જે નાશ થશે તેથી તેમનું પ્રથમ મહાવ્રત જે સર્વથા હિંસાથી વિરમવારૂપ છે તેનો નાશ માનવો પડશે. કદાચ કહેવામાં આવે કે સાધુને નદી ઉતરવા માટે જિનેશ્વર ભગવાને આજ્ઞા કરેલી છે, માટે નદી ઉતરનારા સાધુને મહાવ્રતમાં કિંચિત્ માત્ર પણ બાધ નથી, એમ કહેનારે અવશ્ય વિચારવું જોઇએ કે ખુદું તીર્થકર ભગવાનને હિંસા કરવાની, કરાવવાની કે અનુમોદવાની શું છૂટ હોય છે, અર્થાત્ જો સાધુઓને નદી ઉતરવાથી અપકાય આદિની વિરાધનાથી હિંસા લાગતી હોત અને પ્રથમ મહાવ્રતનો ભંગ થતો હોત તો તીર્થકર ભગવાન તે નદી ઉતરવાની આજ્ઞા આપતજ નહિ, એટલે કે ભગવાન તીર્થકરને હિંસાથી વિરમેલા માન્યા છે, તેમજ હિંસાથી વિરમેલા સાધુઓને નદી ઉતરવાની તેઓએ આજ્ઞા આપી છે તેજ સ્પષ્ટ જણાવે છે કે નદી ઉતરવી તે પ્રમત્તયોગથી થતા પ્રાણનાશ રૂપી હિંસા ન હોવાને લીધે નદી ઉતરવી તે હિંસારૂપ નથી, અને તેથીજ ભગવાનના મહાવ્રતને કે નદી ઉતરનારા સાધુના મહાવ્રતને નદી ઉતરવાથી બાધ નથી, એટલું
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૪૯
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર જ નહિ પણ જો દુઃખોત્પાદ અને પર્યાયનાશ માત્રને હિંસા માનવામાં આવે, પણ પ્રમાદી યોગથીજ થતા પ્રાણનાશનું નામજ હિંસા છે, એમ માનવામાં નહિ આવે તો પ્રાણના ભોગે અનેક દુઃખો વેઠીને પળાતા મહાવ્રતોનો ઉપદેશ સર્વથા હિંસામય થશે, તેમજ તપસ્યા, લોચ, વિહાર અને અનશન આદિકનો ઉપદેશ પણ હિંસા રૂપજ થશે. અંતમાં નદી, સમુદ્ર, વિગેરેમાં સિદ્ધિ થવાની વાત કોઇપણ પ્રકારે માની શકાશે નહિ, કેમકે નદી સમુદ્ર વિગેરેમાં સિદ્ધ થતા જીવોનાં શરીરોથી અપકાયના જીવોના વિરાધના સતતું ચાલુ રહેલી હોય છે, અને તે વિરાધનાથી તે સિદ્ધ થનારા જીવો હિંસક ગણાય, અને તેથી તેઓને ત્યાં સિદ્ધ થવાનો વખત આવેજ નહિ. આવી જ રીતે સાધુઓને કથંચિતુ પડવાનું થતાં વેલડીનું આલંબન લેવાનું કહેવું છે તેમજ અનુપયોગથી આવેલા કાચા મીઠાને ખાવા પીવાનું જે કહેલું છે તે સર્વકથન હિંસામયજ બને. ઉપરોક્ત સર્વનો વિચાર કરતાં સ્પષ્ટ માલમ પડશે કે પ્રાણના નાશ માત્રને શાસ્ત્રકારોએ હિંસા માની નથી, પણ વિષય કષાય આદિના વ્યાપારથી થતા પ્રાણનાશને જ હિંસા માનેલી છે, અને તેવી હિંસા પરમેશ્વર અને ગુરુની મૂર્તિની પૂજાને અંગે થતી નથી તેમજ તે કરવાનું કોઈ જગ્યા ઉપર વિધાન પણ નથી. કદાચ એમ કહેવામાં આવે કે જ્યારે પરમેશ્વરની પૂજાને અંગે થતી વિરાધનાને હિંસારૂપ ગણવાનીજ નથી તો પછી પંચમહાવ્રત ધારક સાધુઓને તે પૂજા કરવાનું વિધાન કેમ નથી? કેમકે તેઓએ પ્રથમ મહાવ્રતમાં જે હિંસાનો ત્યાગ કર્યો છે તે હિંસા પરમેશ્વરની પૂજામાં નથી એ સ્પષ્ટ છે, અર્થાત્ નદી ઉતરવાની માફક પૂજાની પ્રવૃત્તિ સાધુઓએ શા માટે ન કરવી ? આવું કહેવામાં આવે તેના ઉત્તરમાં જાણવાનું કે માત્ર હિંસાના પ્રસંગને લીધે સાધુઓ પૂજા નથી કરતા એમ નહિ, પણ તેઓ દ્રવ્ય પૂજાના અધિકારી નથી, માટેજ તેઓ તે પૂજા કરતા નથી. વિદ્રત્ સમાજમાં તેમજ જૈન શાસ્ત્રમાં પણ એ વાત તો સિદ્ધજ છે કે અધિકારી વિશેષેજ ક્રિયા વિશેષ હોય છે. વળી ગૃહસ્થને લોભ અને પરિગ્રહ સંજ્ઞાથી મેળવેલા દ્રવ્યનો જેમ પૂજામાં સદુઉપયોગ કરવાનો છે તેવી રીતે સાધુઓને સંયમોપકરણ સિવાય અન્ય અધિક ચીજો પણ રાખવાની નથી, અને દ્રવ્યનો સર્વથા ત્યાગ કરવાનો હોવાથી તેમની પાસે દ્રવ્યજ હોય નહિ, તો પછી તેના અંશમાત્રનો સદુપયોગ કરવાની વાત તેમને લાગુ કરી શકય જ નહિ. વળી પરમેશ્વરની પૂજા કરનારે શરીરની અશુચિ ટાળવા માટે સ્નાન કરવું જોઇએ, અને તે સ્નાનનો તો મહાવ્રતધારીઓને સર્વથા ત્યાગ હોય છે. યાદ રાખવાની જરૂર છે કે શરીરના અશુચિપણાને લીધે તેમજ સ્નાન નહિ કરવાનું હોવાને લીધે સાધુઓ ચૈત્યમાં રહેતા નથી. આ બધી હકીકતને બરોબર વિચારનાર મનુષ્ય સાધુઓ કેમ પૂજા કરતા નથી એમ કહી શકે નહિ. ઉપર જણાવેલું સમાધાન સ્વરૂપ હિંસાથી થતા અલ્પકર્મ બંધને પણ નહિ ગણીને કરવામાં આવેલું છે, પણ જો સ્વરૂપ હિંસાથી કિયાકાળ કે ફળકાળ બંનેમાંથી એકેમાં પણ અલ્પ પણ પાપબંધ માનવામાં આવે તો સાધુઓને પૂજાની અકર્તવ્યતા સ્વભાવિકજ સિદ્ધ થાય. કેટલાક પુષ્પાદિકને તોડવા આદિકને વખતે સ્વરૂપ હિંસા માની તેનો અલ્પ પાપબંધ માને છે, અને તે પાપનું પૂજન થતી વખતે થતા સુપરિણામથી સર્વથા નાશ માની બીજા પૂર્વે ઉપાર્જન કરેલા પાપોનો પણ નાશ માને છે, જ્યારે કેટલાકો પુષ્પાદિકના તોડવા આદિકના પ્રસંગે પણ શુભ ભાવ હોવાથી તે હિંસાના પાપ ને પૂજારૂપ ફળકાળ સુધી નહિ ટકાવતાં, ક્રિયાના કાળમાંજ નષ્ટ થયેલો માને છે, પણ એ બંને પક્ષ સ્વરૂપ હિંસાથી ક્રિયાકાળ ને ફળકાળ સુધી અલ્પ પાપ માને છે અને તેથી તે પૂજા સ્વરૂપ હિંસાને પણ છોડવાની ધારણાવાળા
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શ્રી સિદ્ધચક્ર
તા.૩૧-૧૨-૩૩ મહાવ્રતધારીઓને યોગ્ય ન હોય તે સ્વભાવિકજ છે. જો કે કેટલાકો પૂજા આદિકના આરંભને અંગે ભવાંતરે વેદવા લાયક અલ્પ પાપબંધ માનવા તૈયાર થઈ પૂજામાં અલ્પ પાપને બહુનિર્જરા માનવા તૈયાર થાય છે, પણ આ તેઓનું માનવું વસ્તુ સ્વરૂપને સમજ્યા વિનાનું છે, કેમકે જેમ સુપાત્રદાનમાં સન્મુખ ગમન, ભાજન આદિકનું પરાવર્તન, બાફ આદિકથી થતી વિરાધના, વિગેરે હોવા છતાં તેને આવશ્યક ગણી, તેવા સુપાત્રદાનમાં એકાંત નિર્જરાજ શાસ્ત્રકારોએ જણાવી છે, પણ તેજ સુપાત્રદાનને અંગે અનાવશ્યક અને અયોગ્ય એવા હિંસા અને જૂઠના પ્રસંગને લઇનેજ ભવાંતરે વેદાય એવું અલ્પપાપ અને બહુનિર્જરા જણાવી છે. એવી રીતે પરમેશ્વરની પૂજામાં પણ આવશ્યક હિંસા ભવાંતરે વેદાય એવા અલ્પપાપને ન કરાવે પણ અનાવશ્યક અને અયોગ્ય એવા હિંસા અને જૂઠના આચરણ કરી જે પૂજા કરવામાં આવે તેજ પૂજા ભવાંતરે વેદવાં પડે તેવાં અલ્પ પાપ બંધાવા સાથે ઘણી નિર્જરા કરાવવાવાળાં કહી શકાય એમ ન માનીએ તો જેમ અશુદ્ધ આહાર આદિક દેવાનો ઉપદેશ મુખ્યવિધિ દ્વારા સાધુઓએ શ્રાવકોને આપી શકાતો નથી, તેવી રીતે આ પૂજાનો ઉપદેશ પણ સર્વપૂજામાં અલ્પ પાપ અને બહુનિર્જરા હોય તો આપી શકાય નહિ, એટલું જ નહિ પણ સર્વપૂજામાં અલ્પ પાપ અને બહુનિર્જરા માનીએ તો સર્વ પૂજાનું ફળ અલ્પ પાપને બહુનિર્જરાજ થાય, અને તેવા ફળ માટે દ્વિવિધ ત્રિવિધપણે કે ત્રિવિધ ત્રિવિધપણે સાવદ્યથી વિરમેલો સામાયિક પૌષધવાળો શ્રાવક કે સાધુ કાઉસગ્ગ કરી શકે નહિ, અને તેઓને તે કાઉસગ્ન કરવાનો વિધાન તો સ્થાન સ્થાનપર સૂત્રકારોએ જણાવેલું છે, તેથી સિદ્ધ થાય છે કે સર્વ પૂજામાં ભવાંતરે વેદાય તેવું અલ્પ પાપ બંધાય છે એમ માની શકાય નહિ. ગ્લાનની પ્રતિ સેવા પછી લેવાતું પંચકલ્યાણકનું પ્રાયશ્ચિત પણ અનાવશ્યક, અશુદ્ધિને અંગેજ ગણી શકાય. શુદ્ધ આહાર આદિકથી કરેલી જ્ઞાનની પરિચારણામાં ગમણાગમણ આદિક કે નદી ઉત્તારાદિ કે અકાલ પર્યટણ આદિ કરવામાં આવે તો તેનું પંચકલ્યાણક વિગેરે પ્રાયશ્ચિત હોઈ શકે નહિ, અને ભગવાનને મહાવીરમહારાજાને લોહીખંડો મટાડવા રેવતીને ઘરેથી પાક લાવનાર સિંહ અણગારને કોઇપણ જાતનું પ્રાયશ્ચિત કરવું પડયું નથી. આ બધી હકીકતથી સ્પષ્ટ થશે કે શુદ્ધ પૂજામાં આવશ્યકીય હિંસા થતાં છતાં પણ ભવાંતરે વેદાય તેવું અલ્પ પાપ બંધાતું નથી, પણ એકાંત નિર્જરા થાય છે.
નવિન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦, શ્રી ત્રિષષ્ટીય દેશનાદિસંગ્રહ ૦-૮-૦ શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો, શાસ્ત્રીયપાઠ સહિત રૂા. -૮-૦
તા.ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રીટઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો પણ અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.
Page #227
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર
૧૫૧
(હિ)
) શ )
) (
ર હિત
છે ,
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
ચારસ્થંભો ઉપર સંસારીઓની સંસાર-ઇમારત. દુનિયામાં એક શોધ અધુરી છે. તે કઈ? તે એજ કે “મરતી વખતે સર્વપદાર્થો સાથે લઈ જવાય તેવી શોધા” મનગમતું મેળવવામાં પાછીપાની કરનારાઓ NU વિયોગ થવાનો જાણીને શું પહેલેથી છોડાય? મરવાનું જાણીને મશાણમાં સુઈ રહેવાની વાતો કરનારા માટે સાદી સમજ. સંયમકબાલાપર સહી કરનારા શ્રાવક-શ્રાવિકાઓ. પ્રભુમહાવીરદેવના અભિગ્રહમાં રહેલ પરમાર્થ. સાચી મહેનતનું ફળ સર્વકાળ ટકે છે એ નિર્વિવાદ છે. પ્રભુશાસનના પૂજારીઓ રજાના રંગઢંગ તરફ ઢળેજ નહિ. धर्मो मंगलमत्कष्ट, धर्मः स्वर्गापवर्गदः ॥ धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ માટીમાં મળનારી મહેનત.
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રજી મહારાજ ભવ્યજીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં પ્રથમ જણાવી ગયા કે આ સંસારમાં અનાદિકાલથી રખડતા આ જીવને હજી પોતાની એ રખડપટ્ટીની દશાનું ભાન કોઈપણ પ્રકારે થતું નથી. જેમ ડુબેલો મનુષ્ય જીવતો હોય છતાં પણ તે કેમ ટુવ્યો ? અને કેવી રીતે નીકળવું ? તે તે ડુબેલો છે તે અવસ્થામાં કાંઇપણ આપત્તિ ફીટાડવાનું ધ્યાનમાં લઈ શકતો નથી. એજ રીતે અનાદિકાલથી રખડતા આ જીવને પોતે રખડી રહ્યો છે એ વાતનો ખ્યાલ પણ રહ્યો નથી. દરેક જન્મમાં આખી જીંદગીની મહેનત ક્ષણ એકમાં માટી ભેળી થઈ જાય છે. દરેક ભવમાં આ જીવે મોટી મહેનતે શરીર વધાર્યું, તે સાચવવા જીંદગીપર્યત ભારે જહેમત ઉઠાવી, છતાં એનાથી છૂટા પડવામાં વાર કેટલી ? માત્ર એક સમય આખી જીંદગીની મહેનતનું ફળ ક્ષણ એકમાં માટીમાં મળી ગયું !! ધનનું ઉપાર્જન તથા રક્ષણ કરવા માટે, કુટુંબનું પાલન કરવા માટે માલમિલકત તથા આબરૂનું રક્ષણ કરવા માટે આખી જીંદગી મહેનત કરવામાં આવે છે છતાં છેલ્લે પરિણામ શું? કંચન, કામિની, કુટુંબ અને કાયા આ ચાર થાંભલા માટે આખા જગતની પ્રવૃત્તિ છે. મારામારી, ગાળાગાળી, લઢવાડ અને કષાયોની કારમી પ્રવૃત્તિ વિગેરે આ ચાર
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૫૨
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર ચીજો માટે કરવામાં આવે છે. આ ચાર સિવાય પાંચમી વસ્તુ જગતમાં નથી ! જગત જેના માટે ઝંખે છે તે આચાર વસ્તુ !!! ગમે તેવો દુર્જન પણ આંખની શરમ રાખે છે, પણ આ ચાર ચીજો એવી છે કે આખી જીંદગી તેને આપીએ એટલે કે તેના માટે આખી જીંદગી સુધી વૈતરું કરીયે, છતાં આ ચારમાંની એકપણ ચીજ આપણી તરફ આખરે જોતી નથી, આપણે એ મહેલવીજ પડે છે !!! દુનિયામાં એકજ શોધ અધુરી છે અને તે અહીંના પ્રાપ્ત પદાર્થો મરતી વખતે સાથે લઈને જવાની. કદાચ તે શોધ નીકળી હોત તો સ્ત્રી પુત્રાદિ માટે પણ ખાવા માટે કોઈ રહેવા દેત નહીં ! વારસાની વાતમાં પણ ભિન્ન ભિન્ન પ્રકાર છે, અને તે માટે કાયદો કર્યો. મરણથી છ માસ પહેલાં આપે તો તે કબુલ, અપાયા બાદ છ માસ પહેલાં મરી જાય તો કબુલ નહીં. જો અહીંથી સાથે લઈ જવાની શોધ નીકળી હોત તો સોદોરો સરખો પણ કોઈ રહેવાદેત કે ? (સભામાંથી) નહીં. એને છોડવું નથી, અરે! બળતું ખોયડું પણ કૃષ્ણાર્પણ નથી થતું ! “આ માણસ ચોવીસ કલાક પરાણે કાઢશે” એવું વૈદ ડાકટરે કહ્યા પછી પણ શાથી વોસિરાવતો નથી? વૈદ ડાકટરે આશા છોડયા પછી તો આ બધું બળતા ખોયડા તરીકે જ ને ! છતાં છોડવાની બુદ્ધિ કેમ નથી થતી ? રજા બે રીતે મળે એક પોતાના રાજીનામાથી, અગર ઇતરાજીથી શેઠે આપવાથી. શેઠની ઇતરાજી દેખે કે આબરૂદાર નોકર તો તરત પોતાની મેળેજ રાજીનામું આપી નીકળી જાય; જે નોકર રાજીનામું ન આપે તેને નારાજ થયેલો શેઠ ધક્કો મારીને પણ કાઢવાનો તો ખરો જ. ચતુરાઇથી ચાલે તેવા ચકોરોનીજ જગતમાં કિંમત છે ! ત્યાંથી બીજી પેઢી પર જતાં ધક્કો ખાઈને નીકળેલા નોકરની કિંમત કેટલી? કંચન, કામિની, કુટુંબ અને કાયા, આ ચારેથી છુટા પડવાનું જ છે છતાં એ આપણને છોડે તે પહેલાંજ આપણાથી રાજીનામું કેમ અપાતું નથી ? મોંમાંથી દાંત પડ્યા, ડાચાં મળી ગયા, કેશ ધોળા થયા, “હવે તરિ છોડવું પડશે” એવી જાતની આ બધી નોટીસો મળી છતાં કેમ અલગ થવાતું નથી ? આ સંસારમાંથી આડેપગે કે ઉભેપગે, બેમાંથી એકપણ પ્રકારે નીકળવાનું તો નિશ્ચિત છે, તો ક્યો પ્રકાર ગમે છે ? બીજો પ્રકાર ગમે છે છતાં ફાંફા કેમ મારો છો? નાસ્તિક ભલે સ્વર્ગ, નરક, પુણ્ય પાપ મોક્ષને માનતો નથી પણ મૃત્યુ (ત)ને માન્યા વગર એનો પણ છૂટકો નથી. મરણ માન્યું એટલે વિયોગ માનવોજ પડે. જે પદાર્થો માટે આખી જીંદગીને માટીમાં મેળવીયે, તે તમામ પદાર્થ ક્ષણભરમાં માટી થઈ જાય, અલગ પડી જાય છતાં આ જીવને કંટાળો કેમ નથી થતો ? અનાદિકાલથી આજ પર્યત અનંતા જન્મો લીધા, તેમાં દરેક જીંદગીમાં આખી જીંદગી તે ચીજો માટે જહેમત ઉઠાવ્યાજ કરી, છતાં છેલ્લી મિનિટે એ મહેનત માટીમાં મળી, અને તે પણ મિનિટમાં-ક્ષણમાં. તો પછી એવી વ્યર્થ મહેનત શા માટે કરવી? એકેંદ્રિય વિગેરે ગતિમાં તો તે તે ગતિયોગ્ય વિના સંકોચે અનુસરવું પડે છે, કેમકે ત્યાં એ જીવનો એવો ગતિને અનુકુલ સ્વભાવ પડી ગયો છે, પાણીનો સ્વભાવ ઠારવાનો, અગ્નિનો સ્વભાવ બાળવાનો, વિગેરે વિગેરે !! આ સ્થિતિમાં (સ્વભાવમાં) સવાલ (પ્રશ્ન) રહેતો નથી. માબાપનો ઉપકાર કઈ કોટિનો? એનો બદલો વળે શી રીતે ?
કોઈ એમ કહે કે “આપણે જાણીએ છીએ કે મરણ એકવખત આવવાનું છે, પણ તેથી મરણ આવ્યા પહેલાં મશાણમાં સુવાનું હોય? નજ હોય, તેવી રીતે આખી જીંદગી મહેનત કરવાની ટેવવાળો જીવ,
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૫૩
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર તમામ ચીજોનો વિયોગ થવાનો છે એ વાત જાણે છતાં, આગળથી છોડે શા માટે ? આખી જીંદગી મહેનત કરવી એ સ્વભાવ, તેથી અગાઉથી મળેલી સામગ્રીઓ મૂકી દેવી એ વાત ઠીક લાગતી નથી.” એના સમાધાનમાં એજ કે મહેનત કરો તો એવી કરો કે જે નિષ્ફળ ન જાય, જીંદગી લગી મહેનત કરવા છતાં ભવાંતરમાં કશું સાથે આવે નહીં એવી મહેનત કસ્વા કરતાં કાચી બે ઘડી પણ એવી મહેનત કરો કે જેનું ફળ કોઇ કાળે જાય નહીં, આદ્યાતીર્થના સંસ્થાપકના સંસારીને મરૂદેવી માતાજી તેમની મહેનત કાચી બે ઘડીની હતી. જ્યાં સુધી શ્રી ઋષભદેવજી ભગવાનને કેવલજ્ઞાન થયાનું શ્રવણ ગોચર થયું નથી,
ત્યાં સુધી એમનામાં યથાર્થ શક્તિનો આવિર્ભાવ પણ નથી. આ દૃષ્ટાંત અતિવિચારણીય છે, કારણ આ દૃષ્ટાંતને આગળ કરીને કંઇક બહુલકર્મી જીવો પરમાર્થ ખેંચવાને બદલે અનર્થની પરંપરા વધારી મુકે છે, ભગવાને દીક્ષા લીધા પછી માતા રોજ રૂવે છે. ભગવાનને વંદન કરવા જનારા પૌત્ર ભરતને તેઓ ઉપાલંભ આપતા હતા કે-“ભરત ! તું તો મોજ કરે છે. પુત્રના પ્રેમથી આંસુડાં સારી સારીને માતા આંધળા થયા છે. માતાને કલેશ થાય તેવી દીક્ષા હોય કે નહિ?
આપણે તો ભવિષ્ય જાણતા નથી, ભગવાન તો ત્રણ જ્ઞાનના ધણી હતા, પોતાની દીક્ષા પાછળ રોઈ રોઈને માતા આંધળાં થશે એમ પોતે જાણતા હતા, છતાં ભગવાન શ્રી ઋષભદેવજીએ દીક્ષા કેમ લીધી? એ માતાનો પ્રેમ ! એ પ્રેમ પણ આજે ક્યાં છે? આજ તો પુત્ર મરી જાય ત્યારે દેખાવમાં પછાડ ખાય પણ બીજે દિવસે શું? અને દીવસો પસાર થતા જાય પછી શું? આજે તો કલિકાલ ! તે વખતે આ નાશવંત પદાર્થો માટે પ્રપંચ નહોતો, આ માયા વિગેરે નહોતાં. આપણને તો મતિશ્રુતજ્ઞાનનું પણ ઠેકાણું નથી, જ્યારે ત્રણ જ્ઞાન ધરનાર ભગવાને માતાનું ભાવિ અંધત્વ પોતાની પરત્વેના પ્રેમના કારણેજ થવાનું જાણવા છતાં દીક્ષા કેમ લીધી એ વિચારશે કે નહિ ? કોઈ શંકા કરશે કે શું ત્યારે જૈન શાસ્ત્રકાર માબાપની આરાધના કરવી નહી એમ કહે છે? નહીં. માબાપનો ઉપકાર પહેલા નંબરનો છે, વાળ્યો વળે એવો નથી, અઢાર પ્રકારે ભોજન કરાવે, ખભે ઉપાડીને દેશાવર લઈ જાય, પોતાનું ચામડું ઉતારી ઉપાનહ (જોડા) કરાવે, તો પણ માબાપનો ઉપકાર વળે નહિં, એવું જૈન શાસ્ત્રકારો જણાવે છે, તો પછી તેમનાં દુઃખ તરફ કલેશ તરફ દીલસોજી કેમ નહીં? તેના જવાબમાં જણાવવું પડશે કે મહાનુભાવ ! લૌકિક ઉપકાર લોકોત્તર ઉપકાર પાસે કોડીભરના હિસાબમાં નથી. કાળીઓ કસાઇ હિંસા કરવામાં કેવો પાવરધો તથા લીન હતો ! અને તેનો પુત્ર સુલસ તો શ્રાવક થયો છે. એ એકપણ જીવને મારતો નથી. બાપ જ્યારે પાંચસે પાડાઓ મારે છે, ત્યારે આ સુલસ એક વાછરડું સરખું પણ મારતો નથી-અરે ! એને છરી પણ લગાડતો નથી. એનું આખું કુટુંબ એ માટે એને આજીજી-કાલાવાલા કરે છે, કરગરે છે, છતાં એ કોઈનું કથન માનતો નથી, ગણકારતો નથી એ સુલસને ઉત્તમ ગણવો કે અધમ? આખા કુટુંબની હેરાનગતિની જે પરવા સરખી કરતો નથી, એને અધમ કેમ ન ગણવો ? કહો ! સુલસ કેવો ? ઉત્તમ કે અધમ? ઉત્તમ શાથી? લૌક્કિપક્ષથી માતાપિતા આરાધ્ય છે, પણ લોકોત્તરપક્ષ આગળ એ આરાધનાની કિંમત કંઈ નથી. આપણે ઉપર જોઈ ગયા કે શાસ્ત્રકારે કહ્યું કે ખટરસ ભોજન કરાવવાથી, યાવતુ પોતાની ચામડીના જોડા કરી પહેરાવવાથી પણ માતાપિતાના ઉપકારનો બદલો વળે તેમ નથી. ત્યારે એ
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૫૪
તા.૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર બદલો વળે શી રીતે ? શ્રીજિનેશ્વર ભગવાને કહેલો ધર્મ એમને સમજાવે તોજ એ બદલો વળે. આ ઉપરથી સિદ્ધ થયું કે માબાપનો ઉપકાર લોકોત્તર ઉપકારથી નીચી કોટિનો છે જો તેમ ન હોય તો તેમને ધર્મ સમજાવવાથી બદલો વળી શકે નહીં. પોતાના શેઠ બાપ અને ગુરૂ એ ત્રણેના ઉપકારનો બદલે ઉત્તરોત્તર લાભદાયી છે, અને એ ઉપકાર વાળવો મુશ્કેલ છે. પણ શ્રી કેવલી ભગવાને કહેલો ધર્મ સમજાવવાથીજ માબાપના ઉપકારનો બદલો વળી જાય કહો ! એ ઉપકાર કેટલી ઉંચી કોટિનો કે જેથી માબાપનો ઉપકારનો બદલો કે જે બીજા કશાથી ન વળી જાય. લાખના લેણીયા તને હીરો આપવાથી બધું લેણું પતે કયારે? એ હીરો જો લાખથી વધારે કિંમતનો હોય તોને ! માતાપિતાના ઉપકારનો બદલો કે જેના આવી રીતે સમજાવવાથી વળી શકે તે ધર્મની કિંમત કેટલી હોવી જોઇએ ? જે સૂત્રમાં માબાપના ઉપકારની વાત જણાવી ત્યાં આ બધું જણાવ્યું જ છે, પણ તે તરફ કેમ જોવાતું નથી !!! સુપાત્રદાન કિંમતી શાથી?
આજકાલ કુલાચારે જે ધર્મ છે તે વ્યવહારધર્મ છે, છતાં પણ વસ્તુસ્થિતિએ ધર્મની સમજણ મુશ્કેલ છે. સાધુને રોટલીનો આટલો ટુકડો કે વાટકી પાણી આપ્યું તેમાં દાન દેનારે છોડયું શું? શાસ્ત્રકાર આવું બોલનારને કહે છે કે “એ ન કરી શકાય તેવું કરે છે, ન છોડી શકાય તેવું છોડે છે.” હેજે મનમાં એમ થાય કે આમાં ન કરી શકાય તેવું કે ન છોડી શકાય તેવું શું હતું? આવી નકામી વાત કેમ કહી? શાસ્ત્ર કહે છે કે સાધુને દાન આપે તે દુષ્કર કરે છે, ત્યજ્ય તજે છે. શી રીતે? એ સમજો ! દસ્તાવેજમાં તમે સહી કરો એની કિંમત કેટલી ? વસ્તુતઃ જેટલાનો દસ્તાવેજ તેટલી દસ્તાવેજની કિંમત છે. દસ્તાવેજ લાખનો તો કિંમત લાખની. સહીના પાંચ સાત અક્ષરની આ કિંમત ખરી કે નહિ? કહેવું પડશે કે નહી. દસ્તાવેજ ક્રોડનો હોય તો એજ સહીની કિંમત ક્રોડની. ત્યાં કિંમત નથી કાગળની, કે નથી કલમની, કે નથી સહીની, કે નથી અક્ષરની દસ્તાવેજ પણ કિંમત છે એજ રીતે અહીં પણ રોટલીના ટુકડા કે પાણીના મટકાની, કે ઘડાપાણીની કિંમત નથી, પણ હૃદયની વિચારણાની, ભાવનાની એ કિંમત છે. એ દાન દેનારની ભાવના કઈ છે? હું અનાદિકાલથી આ સંસારમાં રખડું છું, આ જીવે આ દાનદ્વારાએ તરવાનું આલંબન લીધું છે તેથી તે તરી જશે, મને પણ એવું સુપાત્ર આલંબન મળો, હું પણ એ સ્થિતિ સંપ્રાપ્તકરૂં તેવું થાઓ.” કિંમત આ ભાવનાનીજ છે. દુનિયામાં પણ જેને કેરી જોઇએ તે માણસ આંબાને સીંચે છે, તેવી રીતે જેને સાધુપણું સંસારથી પાર પમાડનારું લાગે તે સાધુને-સાધુપણાને-સંયમને દાનાદિકારાએ પોષેજ-કિંમત એની છે; અર્થાતુ દાન દેનાર પોતાને પણ સંયમ મળે એ ભાવના ત્યાં જીવતી જાગતી ઝળહળે છે. સાધુને દાન દેનાર સદહેજ છે કે નિર્ગથપણું એજ મોક્ષનો માર્ગ છે. એ જરૂર માને છે કે “આ રિદ્ધિસ્કૃદ્ધિ, કુટુંબ, પરિવાર, આરંભ, પરિગ્રહ, વિષયકષાયો વોસિરાવવાના છે, શરીરને ભાડુતી નોકર તરીકેજ સાથે રાખવાનું છે (શરીર ભાડુતી નોકર કેમ? તમે બે મહીના વેપાર બંધ કરો તો પણ નોકરોને તો તમારે પગાર આપવો પડે, ઠરાવેલા રોજીયાને કામ કરાવો તે વખત રોજી આપો છો, એ રીતે શરીર ભાડુતી નોકર.), જ્યાં સુધી શરીર જ્ઞાન, દર્શન, ચારિત્રમાં મદદ
Page #231
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૩૩
૧૫૫
શ્રી સિદ્ધચક કરનાર થાય ત્યાં સુધી ભાડું આપવું પછી એ પણ વોસિરાવવાનું છે, આ સર્વોત્કૃષ્ટ સર્વસાવદ્ય ત્યાગદશા લાવવાનું આ દાનથી સાટું કરું છું;” સમજ્યા ! એની કિંમત છે. દાન દેનારાઓ ચિત્ત-વિત્ત અને પાત્રમાં અપાતાં દાનધારાએ કયો લાભ પામી શકાય છે, તે ગુઢરહસ્યને સીધા સ્વરૂપમાં સમજનારા પ્રભુશાસનમાં પ્રાયઃ અલ્પસંખ્યામાં હોય છે. હદયની વિચારસરણી.
સાધુને દાનદેનારની હૃદયની વિચારસરણી કઈ છે? પોતે ભવ્ય છે, મોક્ષે જવા ઈચ્છે છે, મોક્ષે જવા માટે ચારિત્ર જરૂરી છે, ચારિત્ર વગર મોક્ષ નથી, મોક્ષે જવા માટે મોક્ષે જતાં પહેલાં કોઈને કોઈ ભવે ચારિત્ર લેવું પડશે, તો પછી પાપ કરી, દૂર્ગતિએ જઈ પછી ચારિત્ર લઈ મોક્ષે જવું એવો દ્રાવિણી પ્રાણાયામ શા માટે કરવો? કેરી જોઈએ છીએ તો આંબાને સીંચું તેથી ભલે અત્યારે ફળ ન મળે તો ભવિષ્યમાં પણ મળે. સાધુપણું પ્રાપ્ત કરવાની અભિલાષાથીજ સાધુને દાન દેવાય છે, સાધુને દાનમાં અપાતો રોટલીનો ટુકડો કે વાટકીપાણી તે નિર્ગથપણું પ્રાપ્ત કરવાના દસ્તાવેજ ઉપરની સહી છે. સર્વ ત્યાગના દસ્તાવેજ પર સહી કરવી તે શું મુશ્કેલ નથી ? પાંચ પચીશ રૂપિયાના દસ્તાવેજ પર સહી કરવામાં બહુ વિચાર કરવાનું હોતું નથી, પણ હજારો કે લાખોના દસ્તાવેજ પર સહી ખેંચવી એ જેવી તેવી મુશ્કેલ નથી !! અર્થાત્ સર્વ વિરતીધરોને દાન દેવાની રીતિ તે મોક્ષમાર્ગ લેવાની કબુલાત છે. સુપાત્રદાન કરનારને એકાંતનિર્જરા થાય તે આ રીતે. સંયમને પાળનારા સાધુ કલ્યાણ કરનારા છે, એના પાત્રમાં પડેલું દાન કલ્યાણકર છે, શુભઆયુષ્ય બંધાવનાર છે, આવું સમજીને અપાતા દાનથી, આવા દસ્તાવેજમાં થતી સહીથી એકાંતનિર્જરા છે, અને તેથી મિથ્યાષ્ટિએ દીધેલા દાનો પણ ફળવાળાં થયાં. સુબાહુકુમારે જે દાન દીધાં છે તે વખતે તેઓ કઈ દશામાં હતા? મિથ્યાત્વ દશામાં હતા; દાન દેતી વખતે, સમ્યકત્વ પામ્યા નથી તે “અનાદિનું ભવભ્રમણ ટાળનારાની ભક્તિ કરવી જોઇએ' એ ભાવના કયાંથી હોય? છતાં એથી (એવા દાનથી) સારું આયુષ્ય બંધાયું અને પ્રાંતે મોક્ષે ગયા. જો ત્યાગની ભાવનાથી દાન દે તો શાસ્ત્ર અને દુષ્કર કર્યાનું, દુત્ત્વજ તજયાનું જણાવ્યું છે તે સ્થાન પુરસ્સર છે એ કહ્યા વિના ચાલે તેમ નથી. જૈનકુલમાં કુલાચારે ધર્મ આવેલો છે. ભક્તિ કરવી જોઇએ એ ભાવનાએ દરેકની ભક્તિ હોય પણ પોતાને ત્યાગ જોઇએ છે, એ ત્યાગ મળે માટે આ સંયમ પોષણ માટે અપાતું આ દાન છે એ ભાવના કુલાચાર આવી શકતી નથીઃ મતલબ કે વાસ્તવિક ધર્મની પરિણતિ કુલાચાર આવી શકતી નથી. જ્યાં કુલાચારે અર્થાત્ વ્યવહાર ધર્મ હોય, ત્યાં જો પોતાનો છોકરો વાસ્તવિક ધર્મ સમજાવે તો એ ઉપકાર (છોકરાનો) મોટામાં મોટો કહેવાય. લૌકિક ઉપકાર ગમે તેવો હોય પણ લોકોત્તર તત્ત્વની પ્રાપ્તિના ઉપકાર કરતાં હલકો-ઘણોજ ઓછો છે. જેમ બીજા સીક્કા કરતાં ભલે મહોર કિંમતિ છે, પણ હીરા મોતીની આગળ એની કિંમત કશા હિસાબમાં નથી. એજ રીતિએ દુનિયાના બીજા અગર બીજાના ઉપકારો કરતાં માબાપનો ઉપકાર કિંમતી છે, અને તેથી માબાપની ભક્તિ વધારે કિંમતી છે, પણ ધર્મ આગળ (લોકોત્તર
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૫૬
તા.૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર ઉપકાર આગળ) એની કિંમત કોડીની છે. લોકોત્તર તત્ત્વની પ્રાપ્તિ આગળ, એટલુંજ નહિ પણ સમજણ આગળ માબાપનો ઉપકાર કિંમતી નથી ! દિક્ષાની આડે જો ધર્મકૃત્યો ન આવે, તો લૌકિક ઉપકાર શી રીતે આડે આવી શકે?
આ જીવે કેટલાક માબાપો કર્યા એ જણાવવા માટે શાસ્ત્રકાર કહે છે તે જરા વિચારો ! બચ્ચાનું પોષણ માતાના દુધના આધારે છે. બચપણમાં દુધ પીવાય કેટલું? મળે કેટલું? આખી જીંદગીમાં ઓછામાં ઓછો ખોરાક માતાના દુધનો છે. શાસ્ત્રકાર કહે છે કે આ જીવે અનાદિથી ભમતાં કરેલી માતાઓનાં પીધેલાં દુધને જો એકઠું કરીએ તો તેની પાસે સ્વયંભૂરમણ સમુદ્ર જે ચૌદરાજ લોકમાં દસઆની ભાગ છે તે પણ તુચ્છ છે. અસંખ્યાત કોડાકોડિ યોજને એક રાજલોક તે વાત ધ્યાનમાં લેવી. જંબુદ્વીપ એકલાખ યોજનાનો છે, લવણસમુદ્ર એલાખ યોજનાનો છે વિગેરે વાતો જૈનદર્શનના જ્ઞાનથી પરિચિત થયેલાને જાણીતી છે. આમાં દસ આનીમાં સ્વયંભૂરમણ સમુદ્ર આટલો મોટો સમુદ્ર પણ માતાના દુધની આગળ ખાબોચીયા જેવો લાગે.
માતા કરતાં શ્રીજિનેશ્વરદેવ મળવા ઘણાજ મુશ્કેલ. દસ કોડાકોડ સાગરોપમના કાલમાં જિનેશ્વરી માત્ર ચોવીસજ: જ્યારે આ જીવ એટલાકળમાં કેટલી જીંદગી કરે અસંખ્યાત! તો માતા કેટલી થઇ? એ ગણિત ગણીએ અને પછી અનાદિના ભવની પરંપરાની ગણત્રી કરીએ ત્યારે ખબર પડે કે માતાઓ કેટલી ! અને દુધ કેટલું !! શ્રી તીર્થકર ભગવાન મળવા મુશ્કેલ તે કરતાં તેમની સેવા પૂજા, આરાધના બુદ્ધિએ પરમ કર્તવ્ય ખરુંને ! છતાં દીક્ષા લે એ તે તરફ બેદરકાર ખરોને ! કેમ ? દિક્ષિતાવસ્થામાં શ્રી તીર્થંકરદેવની પૂજા કરવાની નથી. માબાપની ભક્તિ કરતાં શ્રીજિનેશ્વરદેવની પૂજા
ઓછી નથી એમ તો સમકિતીને માનવું જ પડેને ! આવી શ્રીજિનેશ્વરદેવની પૂજા છોડી દઈને સાધુપણું લેનારે તેમનો અનાદર કર્યો ન ગણાય? નહીં, અનાદર કર્યો નથી, કેમકે શ્રીજિનેશ્વરદેવની પૂજા કરતાં ત્યાગધર્મ અનંતગુણો જબરજસ્ત છે. “શ્રીજિનેશ્વરદેવની પૂજા કર્યા વિના પાણી પણ મોંમાં નાખવું નહીં,” એવા નિયમવાળો આજે દીક્ષા લે તો પૂજા કર્યા વગર પાણી મોંમાં ઘાલી શકે કે નહી ? પચ્ચખ્ખાણ પર પાણી તો નથી ફરતું ને ! સમકિત દ્રષ્ટિને પહેલે નંબરે ભગવાનની પૂજા છે તે પણ દીક્ષા લેતી વખતે કોરાણે કરવાની છે, તો પચ્ચખાણભંગથી એ ડુબી નહી જાય? અહીં સમજવાનું કે પૂજા પર તત્વ ન રહ્યું,પૂજા (દ્રવ્ય પૂજા) કરતાં અહીં અનંતું ફળ છે. એ પૂજાની પ્રતિજ્ઞા વ્યવહારથી ખસી તેની અડચણ નહી, પણ ભાવથી પૂજા કરવાની મળી; અર્થાત્ ત્યાગધર્મ આદરવો એજ શ્રેષ્ઠ છે. શ્રીજિનેશ્વરદેવની પૂજા એ સર્વસાવધના ત્યાગરૂપ દીક્ષામાં બાધક નથી. ધાર્મિકકરણીઓ, સમ્યકત્વની કરણીઓ જો દીક્ષાને બાધકરનાર ન હોય તો દુનિયાના લૌકિક ઉપકારો બાધ કરનાર કયાંથી થાય? સુપાત્રદાન દીધા વિના નહિ ખાવાનો નિયમ હોય, મહીને મહીને શ્રીસિદ્ધાચળજી તીર્થે જવાનો નિયમ હોય અને દીક્ષાનો વિચાર થાય તો શું કરવું દીક્ષા લીધા પછી નહિ તો દાન દેવાય કે નહિ તો ધાર્યું એ તીર્થાધિરાજે જવાય. જ્યાં સુધી ત્યાગધર્મ ન મળે ત્યાં સુધી જ એ બધું કરવા લાયક ત્યાગ ધર્મ મળે પછી પૂજાનો, તીર્થયાત્રાનો કે અતિથિ સંવિભાગનો નિયમ રહો કે ન
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૫o.
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક રહો, પણ સંયમયાત્રામાં કુચ કરવાના ઉમેદવારો ત્યાગનેજ પ્રથમ સ્થાન આપે છે. વિચારો ! કે દેવગુરૂની સેવા, તીર્થયાત્રા, સુપાત્રદાન, ધર્મની પ્રતિજ્ઞા આ તમામ ત્યાગધર્મની આડે આવી શકતાં નથી, તો ત્યાં લૌકિક ધર્મ આડે શી રીતે આવી શકે ? અને એને આડે લાવનારને કેવા કહેવા? અગર શાસ્ત્રકારો તેવાઓની દયા ખાય તેમાં આશ્ચર્ય શું !! ભગવાન મહાવીરદેવના અભિગ્રહમાં પણ રહેલું ઉડું રહસ્ય !
ભાઈએ કરેલી ફારગતી કોર્ટમાં રજુ કરી શકાય, પણ છોકરાએ કરેલી ફારગતિ કરાય? દત્તક વાંકો ચાલે, અમુક રૂપિયા આપી ફારગતી લખાવી હોય પણ તે કોર્ટમાં રજુ ન કરાય. દત્તકને લાગતું વળગતું નથી એમ કહી શકાય નહીં. ત્યાં જો ફારગતીનો દસ્તાવેજ રજુ કરે તો તે તેનું દત્તકપણું સાબીત થઈ જાયઃ કહો કે એ ફારગતીનો દસ્તાવેજ ગળે પડે છે, તેવી જ રીતે ભગવાન મહાવીરદેવનો અભિગ્રહ કલ્યાણકારી દીક્ષાના વિરોધીને ગળે પડે છે. બીજા લોકોના કહેવા પ્રમાણે જો માબાપની રજા વિના દીક્ષા બનતીજ ન હોય તો અભિગ્રહની જરૂર શી? અર્થાત્ આજના સુધી પોતાને છોડવાના નથી, દીક્ષા લેવાનાજ નથી તો અભિગ્રહની જરૂર શી? છોકરીને દસ્તાવેજ કરી સોંપો તેનું કારણ શું? છોકરાને માટે દસ્તાવેજની જરૂર નથી. કેમકે વગર દસ્તાવેજે સીધી રીતે એ હકદાર છે. છોકરી માટે દસ્તાવેજ કરવો પડે એનો અર્થ એજ કે એ હકદાર નથી. માબાપ જીવે ત્યાં સુધી આપોઆપ દીક્ષા બનવાની નહોતી, તો પછી અભિગ્રહની જરૂર શી હતી ? કહો કે એ વખતે પણ માબાપની રજા વગર દીક્ષા થતી હતી, માબાપ કકળે, વિરૂદ્ધ હોય તો પણ દિક્ષાઓ થતી હતી તેથી આવો અભિગ્રહ કરવો પડ્યો. આ ઉપરથી પ્રભુમાર્ગના અનુયાયીઓ દીક્ષામાં રજાની આડખીલી કે પરીક્ષાની પરવા કરતા નથી. માતાનો પોતાના પર ઘણોરાગ જોઇ, પોતાના જન્મ પછી એ રાગ ઘણો વધશે એથી દીક્ષાની રજા તો નજ આપે એ ભગવાન જાણતા હતા. ભગવાન ત્રણ જ્ઞાનવાલા હતા. અભિગ્રહ કરે તો દીક્ષા નજ લેવાય, શી રીતે લેવાય આ ધ્યાનમાં હોયજ. ભગવાન ધારત તો એવો પણ અભિગ્રહ કરી શકત કે માતાર હે એજ મકાનમાં પોતે રહેવું વિગેરે પણ દીક્ષાના વિષયમાંજ ભગવાને અભિગ્રહ કેમ કર્યો? ભગવાનના અભિગ્રહથી એ સિદ્ધ થાય છે કે રજા એ એ વખતે પ્રતિબંધક નહતી. ભગવાન મહાવીરદેવે ગૃહસ્થાશ્રમ પૈકી અભિગ્રહરૂપે આચારેલ કાર્ય વિગેરે કાયદા રૂપ હોવા જોઇએ, એમ માનીએ તો જતી વખતે એમણે પોતેજ એને (સંસારની સમસ્ત કાર્યવાહીને) રાગનું કારણ જણાવેલ છે, અને રાગને તો પગલે પગલે ડગલે ને પગલે) તેઓ પોતે છોડવા લાયક કહે છે તો પછી પહેલીજ વાતને કાયદો માનવા કેમ તૈયાર થઈએ? અર્થાત્ પ્રભુવિહિત માર્ગદીપક શાસ્ત્રોમાંથી મનગમતું કાઢવાનો કે મનગમતાં સિદ્ધાંતો સિદ્ધ કરવાનો હક કોઇને પણ નથી. દીક્ષાની કેટલી જરૂર!
શ્રીપ્રભવસ્વામી સોળ વરસમાં ગણધર થયા કેવી રીતે ? શ્રીઆર્યરક્ષિત ૧૧ વરસના આટલું ભણ્યા કયાંથી? આર્યરક્ષિતનું સામૈયું ખુદ્દે રાજા કરે છે, એ કેવા વિદ્વાન હશે ! નાની ઉમરમાં વિદ્યા
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૫૮
તા.૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર સંપાદાન કરી એટલે રાજા પણ માન આપે છે, પિતાનો મિત્ર શેલડીના સાંઠા લઈને મળવા આવે છે. આ વાત કઈ ઉંમર માટે લાયક? શ્રીપંચકલ્પભાષ્યકાર જણાવે છે કે પ્રભુ આર્યરક્ષિત સૂરીશ્વરજીની સોળની અંદરની એ ઉંમર. શ્રીપ્રભવસ્વામીજી સોળ વર્ષના, શું પૂજ્ય ગણધરોએ માબાપની રજા લીધી છે? માબાપની રજા વિના ભગવાન મહાવીરે પણ દીક્ષા આપી છે ને ! શ્રીગૌતમસ્વામીજીની દીક્ષાથી અગ્નિભૂતિ, વાયુભૂતિ વિગેરે કેટલા ઉછળ્યા છે? ભગવાને પોતે ગર્ભમાં કરેલો આચાર અને દીક્ષા પછી કરેલો આચાર એ બેમાં કાયદા રૂપે કયો ગણવો? ભગવાન ગૃહસ્થપણામાં રહ્યા તેમાં કર્મોદયનું કારણ ખરું કે નહીં? જો કર્મનો ઉદય ન હોય તો ગૃહસ્થપણે રહી શકાય નહીં. મોહનીય કર્મનો ઉદય એ એક એવી ચીજ નથી કે જો જીવ પ્રયત્ન કરે તો એને તોડી ન શકે. ભગવાનને નિકાચીત કર્મ નથી. ગૃહસ્થપણામાં રહેવાના કારણભૂત કર્મ નીકાચીત નથી, તે તોડવા ધારતા તો તોડી શકત. મોહનીય કર્મના ઉદયથી ભગવાન ગૃહસ્થપણમાં રહ્યા છે તેથી તે વખતનો કાયદો આચરી શકાય નહીં. ભગવાને સેંકડો દીક્ષાઓ એવી દીધી છે કે જેમાં માબાપની રજા પણ લીધી નથી. માતા મરૂદેવા આંધળા થવાના છે એવું ભગવાન શ્રી આદિનાથજીને પોતાના જ્ઞાનમાં નક્કી છે છતાં દીક્ષા લીધી કે નહી ? એમનું અવધિજ્ઞાન સર્વાર્થસિદ્ધના દેવતાઓના અવધિજ્ઞાન જેટલું છે, કેમકે તેઓ ત્યાંથી ચ્યવને આવ્યા છે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી પહેલાભવમાં જે અવધિજ્ઞાન હોય તેજ જ્ઞાન અહીં હોય. ભગવાન શ્રી ઋષભદેવજી અવધિજ્ઞાનથી અસંખ્યાત કાલને નજરે દેખે છે. માતાનું અંધત્વ જાણવા છતાં પણ તેઓએ દીક્ષાને જતી ન કરી તો એ દીક્ષા કેટલી જરૂરી? મરૂદેવામાતાની અંતરમુહૂર્તની સાચી મહેનત.
જ્યારે ભગવાન શ્રી ઋષભદેવજીને કેવળજ્ઞાન થયું, ત્યારે ભરતચક્રવર્તી પોતાને રોજ ઓલંભો દેનાર દાદીને હાથીને હોદ્દે બેસાડીને ભગવાનની ઋદ્ધિ જોવા લઈ જાય છે, અને એ દેખાડીને કહે છે-“જૂઓ! આ તમારા પુત્રની રિધ્ધિ પાસે મારી ચક્રવર્તીની રિદ્ધિ તણખલા જેવી છે, એવી એ નથી!” એજ વખતે માતાનું અંધત્વ દૂર થાય છે, દ્રવ્યઅંધત્વ સાથે ભાવઅંધત્વ પણ ખસી જાય છે; સંસારના સ્નેહને બંધનરૂપ પોતે સમજે છે, અને એ વિચારસરણીમાં ચઢેલા મરૂદેવ માતા કાચી બેઘડીમાં બેડો પાર કરે છે, એક અંતમુહૂર્તમાં કેવલજ્ઞાન પામી મોક્ષે જાય છે. જીંદગીભરમાં અંતમુહૂર્તની સાચી મહેનત અનંતકાલ ટકે છે. બે ઘડીની એવી મહેનત એ સર્વકાલનું ફલ આપે છે; બાકી દુન્યવી મહેનત તો જીંદગીભર કરેલી છેલ્લી ક્ષણે માટીમાં મળી જાય છે; મહેનત તો કરવી જ છે, તો કઈ કરવી, કયે રસ્તે કરવી એનું પૃથક્કરણ તે કરે છે જે અનાદિનું ભવભ્રમણ લક્ષ્યમાં છે. જેને ભવભ્રમણનો ડર હોય તેને શુદ્ધ દેવાદિનું આરાધન ફલપ્રદ નીવડે, અને એ ધ્યાનમાં ન હોય તો એજ આરાધના નિષ્ફળ છે. હવે એ આરાધનાને પ્રભુમાર્ગની રિતિએ અવલોકીએ.
Page #235
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર
૧૫૯
(
1)
$ $
$
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
િ
. સમાધાન- સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડઅભ્યાસી, આગમોઢારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ.
પ્રજ્ઞાકાર-ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્ર દ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર પૂ. મુનિવર્ય શ્રીચંદ્રસાગરજી મહારાજ.
પ્રશ્ન ૬૦૪-ભવ્યોને શ્રીતીર્થકરદેવની વાણીનો લાભ મળતો હોય, ત્યાં શાસન સંસ્થાપક શ્રીતીર્થંકરદેવની જગ્યાએ શ્રી તીર્થંકરદેવની અપેક્ષાએ ઓછા જ્ઞાનવાળા ગણધર ભગવાનને ગોઠવવા તે શું વ્યાજબી છે ?
સમાધાન- હા, કારણ કે શાસનથી સ્થાપના શ્રીતીર્થંકરદેવોના હાથે થઇ, પણ એ શાસન ગણધર ભગવંત રચિત શાસ્ત્રાધારે અવ્યાહત પણે એટલે અમ્મલિતપણે ચાલવાનું હોવાથી શાસ્ત્રની માન્યતા પોતાના (શ્રીતીર્થ કરદેવના વચન) જેવી ચતુર્વિધ સંધમાં કરાવવા માટે પુ. શ્રીગણધર ભગવંત રચિત સત્રો અને તેમનું કથન સર્વજ્ઞ વચન જેવું જ છે. એવી જાહેરાત એક અપેક્ષાએ શ્રીતીર્થંકરદેવો તેમની દેશનાદ્વારા એ કરાવે છે. અર્થાત્ તીર્થંકરદેવ કહે છે તેજ ગણધર ભગવંતો કહે છે તે નક્કી થાય, તેમજ શ્રીગણધર વચનપર શાસનની એકસરખી પ્રતીતિ થાય તે માટે તીર્થકર દેવો પહેલે પહોરે દેશના આપ્યા પછી બીજે પહોરે ગણધર ભગવંતો પાસે દેશના અપાવે છે. પ્રશ્ન ૬૦૫- પ્રતિલેખન (પડિલેહણ)ની ક્રિયાકાલે ઉપધાન કરવાવાળાઓ પાણહાર પચ્ચકખાણ કરે કે નહિ?
સમાધાન- કરે નહિ, કેમકે પાણહાર પચ્ચકખાણ એ સંવરણની ક્રિયા છે, અને સંવરણની ક્રિયા વિધિપુરસ્સર રહેવી જોઇએ, અને જો કરી લે તો જ્યારે સાંજના ઉપધાનવાળો ક્રિયા કરે તે વખતે “પચ્ચખાણ કર્યું છેજી” એવું બોલવાથી અનુવાદ થઇ જાય, માટે ઉપધાનવાળાઓએ પ્રતિલેખનના અવસરે પાણહાર પચ્ચખાણ કરવા યુક્ત નથી. એટલે ગુરૂના દ્વાદશાવર્ત વંદનપૂર્વક પચ્ચખાણ કરવાના હોઇને પડિલેહણમાં દ્વાદશાવર્ત વંદન ઉપધાનવાળા કરતા નથી અને તેથી પાણહારનું પચ્ચકખાણ પણ ત્યાં થાય નહિ.
પ્રશ્ન ૬૦૬- કેવળજ્ઞાન પામેલા કેવળી ગૃહસ્થપણામાં હોય તો શું દેશના અને વંદનનો વ્યવહાર પ્રવર્તાવી શકે નહિ? - સમાધાન- ના, જેમ ઘરમાં રહ્યા કેવળજ્ઞાન પામેલા કેવળી કૂર્માપુત્ર છે, ઈદ્ર શ્રી સીમંધર સ્વામીજીને પૂછ્યું કે ભરતક્ષેત્રમાં કોઈ કેવળી છે? જવાબમાં “ ના, પણ ઘરમાં રહ્યા કેવળજ્ઞાન પામેલા કૂર્માપૂત્ર કેવળી છે.” આ જવાબમાં પ્રથમ ના કહેવાનું કારણ એજ છે કે કેવળજ્ઞાન પામેલા કેવળી છે, છતાં સાધુપણાના વ્યવહારમાં નહીં હોવાથી દેશના કરવાનો, તેમજ વંદન કરાવવાનો રિવાજ ન હોવાથી કેવળીપણાની ગણત્રી નહિ કરીને ના કહી, અને પછી ગૃહસ્થપણાના નામે નિર્દેશ કર્યો. જ્ઞાનની ઉચ્ચભૂમિકાપર આરૂઢ થયા છતાં, લોકાલોકના ભાવ પ્રત્યક્ષ નિહાળે છે, છતાં વ્યવહાર ચારિત્રવાળા ન હોવાથી કેવળી પણ વંદનીય નથી; અર્થાત્ શાસન ગુણોની પૂજ્યતા સ્વીકારવા છતાં વ્યવહારને પ્રાધાન્યપણે સ્વીકારે છે; અને તેથીજ ભરત મહારાજને કેવળજ્ઞાન થયેલું જાણીને આવેલા ઈદ્રમહારાજે દીક્ષા મહિમા કર્યા પછી વંદન કર્યું.
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી સિદ્ધચક્ર
તા.૩૧-૧૨-૩૩ પ્રશ્ન ૬૦% દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રવૃત્તિ તે પાંચઈદ્રિય અને મનદ્વારા એ છે, અને તે સાધનો નાશવંત છે; અને તે (ઈદ્રિયો) બધાને તો તમે જડજીવન કહો છો તો નાશવંત જડજીવન ઉપર આ ધમાલ શી?
સમાધાન- એક ચિતારો ચિત્ર ચિતરે છે, ચિત્ર કાગળ પર અગર ભીંત પર ચિતારો ચિતરશે, ચિત્રમાં રંગ પીંછીથી પુરશે, પણ કાગળ ભીંત, રંગ, પીંછી એ બધામાંથી કોઇપણ ચિત્રામણ કરતાં નથી; અર્થાતુ બધાં સાધનો હોવા છતાં ચિતારાની ગેરહાજરીમાં ચિત્રામણ થતું નથી, તેથી ચિત્રામણનો કર્તા ચિતારો છે, તેવી રીતે પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાનાં સાધનો પાંચઈદ્રિય અને મનરૂપ જડજીવન છે, પણ તે જડજીવનોમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાની શક્તિ નથી, પણ પ્રવૃત્તિ નિવૃત્તિ કરનાર આત્મા છે. અર્થાતુ નાશવંત સાધનો છોડીને બીજા ભવમાં જાય પણ જ્યારે જડજીવનરૂપ સાધનો મળે ત્યારે તે આત્મા તે દ્વારાએ પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ લાભ મેળવી શકે છે.
પ્રશ્ન ૬૦૮- શ્રી આચારંગ સૂત્રના પૃષ્ટ નં ૧૪૬ પુઠી ૧-લીટી સાત ઉપર ટીકામાં આવેલા નીચેના શ્લોકનો પારમાર્થિક અર્થ જણાવવા કૃપા કરશો ?
दशसूनासमश्चक्री, दशचक्रिसमो ध्वजः । दशध्वजसमा वेश्या दशवेश्यासमोनृप ॥१॥
સમાધાન- ઉપરના શ્લોકનો અર્થ દશ કસાઇખાના સરખો ચક્રી (તેલી), દશચક્રીસમો એક કલાલ (દારૂવાલો), અને દશકલાલ સરખી એક વેશ્યા અને દશ વેશ્યા સરખો રાજા છે; અને પારમાર્થિક અર્થ એ છે કે વિષયભોગમાં અત્યંત આસકત દશવેશ્યા સમાન રાજા ગણાય છે, તેમજ આ શ્લોક અન્ય મતનો છે, અને અન્ય મતાવલંબીઓ પણ રાજાનું દાન પણ તે કારણથી લેતા નથી ને આપણે પણ રાજપિંડ તે છોડવા યોગ્ય જ ગણીએ છીએ તે તમારી લક્ષ્ય બહાર નહિ હોય. પ્રશ્ન ૯૦૯- કોઇ આત્મા કોઇકની બહારની કરણી દેખી તેને મિથ્યાત્વિ માનવાના કારણોના જ્ઞાનને અભાવે
માની ભક્તિઆદિ કરે. અગર તેવીજ રીતે અસાધતા માનવાના કારણોના જ્ઞાનને અભાવે સાધના વ્યવહાર આચાર વિચારથી ગુરુ માને તો પૂજા ભક્તિ કરનારને મિથ્યાત્વ લાગે કે નહિ?
સમાધાન- ના, મિથ્યાત્વ ન લાગે જેમ ઝવેરી કસોટીના પત્થર પર સોનાનો લીટો કર્યા પછી સોનું દે અને દૈવયોગે સોનાને બદલે બીજી ધાતુ નીકળે તો ઝવેરીને કોઇ ઓલંભો દે નહિ, તેમ શાસ્ત્રકારે બતાવેલા સાધન પ્રમાણે જેણે પરીક્ષા કરી હોય તેને દોષ લાગતો નથી; પણ આરાધકપણું જ થાય છે.
પ્રશ્ન ૬૧ સાજા અથવા માંદા સાધુઓને અનુકંપાથી દાન દેવાય કે નહિ?
સમાધાન- માંદા અથવા સાજા સાધુઓને હીનતા (તુચ્છતા) બુદ્ધિ રાખ્યા સિવાય અનુકંપાદાન બને છે, ને તેથી બાલ, ગ્લાન અને વૃદ્ધાદિ સાધુઓને અનુકંપનીય માન્યા છે.
પ્રશ્ન :૧૧- આત્મામાં સમ્યકત્વ થયું છે કે નહિ તે શાથી જણાય?
સમાધાન- પોતાના આત્મામાં સમ્યકત્વ થયું છે કે નહિ તેને માટે શાસ્ત્રકારોએ સમ્યકત્વના પાંચ લક્ષણ જે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકયતા જણાવ્યા છે, તે પ્રગટ થયાં હોય તે ઉપરથી જાણવાનું છે, અને બીજા આત્માને માટે ત્રણલિંગ શુશ્રુષા-ધર્મરાગ અને દેવગુરૂના વૈયાવચ્ચમાં યથા સમાધિ નિયમિત પ્રવૃત્તિ એ ત્રણલિંગથી જણાય છે.
પ્રશ્ન ૬૧૨- ક્ષાયોપથમિક સમ્યકત્વનું સ્વરૂપ કેમ અસ્થિર હોય છે?
સમાધાન- મોટું તળાવ છે. તેમાં શેવાલ વેતવેત બાઝી છે, તેમાં કોઈ વખત સજ્જડ પવન આવવાથી ફાટપડી અને તેથી ચંદ્ર કે સૂર્યનું અજવાળું પાણીને લાગ્યું એ ફાટ કેટલો કાલ ટકે? જ્યાં સુધી પ્રતિકુળ પવનનો ઝપાટો લાગે નહીં તેટલી ઘડી, તેવી રીતે આત્મા દર્શન મોહનીયથી ચારે બાજુ ઘેરાઇ રહ્યો છે. આત્માના એકએક પ્રદેશ અનંત દર્શન મોહનીયથી છવાયો છે, તેમાં શ્રી જીનેશ્વર ભગવાનની વાણી આદિ રૂપ અનુકૂલ પવનના ઝપાટામાં ફાટપડી ને ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત થયું, તે જ્યાં સુધી કુગુરૂ, કુશાસ્ત્રના પરિચયરૂપી મોહરાજાના સુભટોનો પ્રતિકૂલ ઝપાટો ન વાગે ત્યાં સુધી ટકી રહે.
s1 બાય
Page #237
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૩૩.
શ્રી સિદ્ધચક્ર
૧૧
સેવેગની સમરાંગણ ભૂમિ યાને સમરાદિત્ય ચરિત્ર.
(ગતાંકથી ચાલુ. તંત્રી) અનુવાદક “મહોદયસાવ” ___ रुद्रदेवस्तु दुष्कर्मा दोषात्मद्वेषमावहन उचे धर्ममिमं मुञ्च मूढेविषयविध्नदः ॥१६४॥ સમ્યકત્વને આજ્ઞાપાલકત્વ
અવધિજ્ઞાની મુનિમહારાજા પોતાના પૂર્વભવનું વર્ણન કરતાં પ્રથમભવ સોમા નામે બ્રાહ્મણીનો ભવ જણાવ્યો તે ભવમાં સોમા જીનેશ્વરદેવના ધર્મમાં દઢ હતી. જ્યારે તેને પતિ-રૂદ્રદેવ નામનો મહામિથ્યાત્વી મલ્યો હતો, રૂદ્રદેવ ધર્મને ધતિંગ અને વિષયજન્ય સુખો મળેલાં ભોગવી લેવા એવું માની પતિ તરીકે પોતાની સ્ત્રીને પણ તેમ કરવા ફરમાવ્યું, છતાં પણ સોમા ધર્મમાં રક્ત બની હતી, તેથી તેના પતિની દુષ્ટ ઇચ્છાને આધીન બની નહી, પતિની મોહમયી ઇચ્છાને આધીન થઈ. પતિભક્તિના બહાના હેઠળ આજે કેટલાક ધર્મથી વિમુખ રહેવાની સલાહ આપનારાઓએ આ દ્રષ્ટાંત મનન કરવા લાયક છે. ઉત્તમ સ્ત્રીપુરૂષોના એક પણ દષ્ટાંતમાંથી એવું નહીં નીકળે કે-મોહને આધીન થઈ પતિભક્તિ કે માબાપની ભક્તિ કરવી. સીતા સતીના દ્રષ્ટાંતમાં પણ સીતા અગ્નિદીવ્ય કરી વૈરાગ્ય શ્રેણીએ ચઢતાં રામચંદ્રની ના છતાં અને વિયોગના ભયે મૂચ્છત સ્થિતિમાં થઈ જવા છતાં સીતા તે તરફ બેદરકારી કરી જયંભૂષણ નામા કેવળી ભગવાન પાસે ચારિત્ર અંગીકાર કરે છે. આથી શું સીતાની પતિભક્તિમાં કે સતીપણામાં ખામી આવી ? બલ્ક નહીંજ. અહીં સોમા પણ પતિની વિષયવાસનાને આધીન થતી નથી, અને તેના અંગે રૂદ્રદેવ બીજી પરણવા તૈયાર થાય છે; પરંતુ એક કન્યા જીવતી હોવાથી તેને કોઈ કન્યા આપતું નથી. આથી કન્યાની પ્રાપ્તિની માટે સોમાને મારી નાખવા ઉપાયો વિચારવા લાગ્યો. એક દિવસ તેણે એક કુમ્ભમાં ફણીધર સર્પને મુકી સોમાને કહ્યું. કે પેલા કુમ્ભમાંથી કુલની માલા લઇ આવ. સોમા ધર્મપરાયણને નિઃશંક હોવાથી પતિની આજ્ઞા મુજબ કુમ્મમાંથી પુષ્પમાલા લેવા જાય છે,
જેના હૃદયમાં માતાપિતા પતિ કે સ્વામીની ભક્તિ વસેલી છે તે પોતાના પૌદગલિક ગમે તે સ્વાર્થના ભોગે આજ્ઞા ઉઠાવવા તૈયાર હોય છે. ધર્મી આત્માઓ આજ્ઞા આગળ સંસારના સુખોની પરવાવાળા હોતા નથી; કારણ કે સમ્યકત્વવાન આત્મા શરીરને પણ પોતાનું માનતો નથી પરંતુ આજ્ઞા કે ધર્મની ખાતર શરીર હોમાઈ જાય તો પણ તેની પરવા હોતી નથી કિન્તુ તેમાં આનંદ માને છે.
આજ માન્યતાના કારણે પાણીમાં પલાતાં ને ચામડી ઉતરતાં પૂર્વ મહાપુરૂષોએ કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી છે, એ જૈન શાસનના ધર્મકથાનુયોગ જાણનારથી ભાગ્યેજ અજાણ્યું હશે પણ અત્યારે જડવાદના પ્રવાહમાં તણાઈ રહેલાઓજ સંસારમાં નજીવા સ્વાર્થની ખાતર માબાપ કે પતિની ભક્તિને ઠોકર મારે છે. તેની સામે ટીકા ન કરતાં ભક્તિના બહાને ધર્મકરણીમાં રોકવા માટે આડી દિવાલ ધરે છે આજ ખરેખર અજ્ઞાનતા છે.
અહીં સોમા વગર આનાકાનીએ પતિદેવ સામે પણ એક અક્ષર ઉચ્ચાર્યા વિના સરલ હૃદયે ઘડામાં પુષ્પની માળા લેવા જાય છે, ત્યાંજ સર્પ તેને ડંશ કરે છે ને કરડતાની સાથે તે મૃત્યુને શરણ થાય છે. સમ્યકત્વનો અપૂર્વ પ્રભાવ
ઉપર આપણે જોઈ ગયા કે પતિની કુરતાથી સોમાનું અકાલ મૃત્યુ થાય છે. આ વખતે મનની સ્થિતિ કેવી થાય ? યુવાવસ્થામાં જે વખતે રોગનો પ્રાદુર્ભાવ નથી, અને એકદમ પોતાનાજ પતિ
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શ્રી સિદ્ધચક
તા.૩૧-૧૨-૩૩ તરફથી ઉભી કરેલી આપત્તિથી મૃત્યુ અચાનક થાય ત્યાં ધર્મ ન પામેલા આત્માને કેવું આ અને રૌદ્રધ્યાન થાય, પણ શાસ્ત્રકાર મહારાજા જણાવે છે કે સોમાનો જીવ શુભધ્યાનમાં મરણ પામીને સખ્યત્વના પ્રભાવે સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમના આયુષ્યવાન દેવ ઉત્પન થયો, ધર્મને પામેલો આત્મા અકાલ મૃત્યુથી પણ ગભરાતો નથી.
એ પ્રમાણે સોમા ધર્મ આરાધન કરી દેવલોકે જાય છે, ત્યારે રૂદ્રદેવ નાગશ્રી કન્યાને પરણી વિષયસુખ ભોગવી મરણ પામી પ્રથમ નારકીમાં નારક તરીકે ઉત્પન્ન થયો.
સોમાં દેવલોકમાંથી ચ્યવી સુસુમાર પર્વત ઉપર હાથી થયો ને રૂદેવ નારકમાંથી ચ્યવી તેજ પર્વત ઉપર પોપટ તરીકે ઉત્પન્ન થયો.
એક દિવસ તે પોપટે હાથીને હાથણી સાથે વિષયસંભોગ કરતો જોઈ તેના ઉપર દ્વેષ ધારણ કરતા તેને પૂર્વભવનું જાતિ સ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું ને પૂર્વ ભવનું વૈર યાદ આવવાથી તેને મારી નાખવાનો ઉપાય વિચારવા લાગ્યો. હાથીનો પર્વત ઉપરથી ભ્રગુપાત.
એક દિવસ ત્યાં લીલારતિ નામનો વિદ્યાધર મૃગાંકસેન નામના રાજાની પુત્રી શ્રીમતી ચન્દ્રરેખાને ઉપાડીને આવ્યો.
તે વિદ્યાધર પોપટને કહેવા લાગ્યો કે “હે પોપટ? તું મારો ઉપકારી છું માટે કોઇ વિધાધર અહીં આવે તો મારા સમાચાર તારે તેને કહેવા નહીં” એમ કહી તે પેલી સ્ત્રીને લઇ કુંડમાં ગયો. - પેલા પોપટે આ સમય જોઈ હાથી પાસે જઈ કહ્યું કે “આ ઝાડથી ડાબી બાજુ એક શિલા છે ત્યાંથી જો કોઇ પડે તો તે દેવ થાય છે માટે તિર્યંચમાં દુઃખ વેઠવું તેના કરતાં દેવ બનવું શું ખોટું.” આવી રીતે પોપટના કહેવાથી હાથીએ તે શિલાથી ભ્રગુપાત કર્યો ને અકામ નિર્જરાને યોગે વ્યંતર થયોને પોપટ પણે અનુક્રમે મરણ પામી નારક થયો.
(અપૂર્ણ.) ગ્રાહકોને અમુલ્ય લાભ. અમારા તત્વજીજ્ઞાસુ ગ્રાહકોને દીનપ્રતિદીન પ્રભુમાર્ગપ્રણિત આગમના તત્વોનું, નહિ શ્રવણ કરેલી ગુઢતાત્વિક ફલ્યુફનું યુક્તિપ્રયુક્તિનું અજોડ જ્ઞાન શ્રી સિદ્ધચક્ર પાક્ષિકદ્વારા અર્પવા તનતોડ પ્રયત્નો ચાલુ છે, બે અંકથી પૂજયપાદ અખંડ આગમાભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ અમારી આગ્રહભરી વિનંતિ સ્વીકારી પ્રથમ શ્રીનંદી આગમ ઉપર ભૂતકાળે કદીપણ પ્રગટ ન થયેલ એવી સારભૂતઅવતરણા, તેના પર અનેક તર્કવિતર્ક યુક્તિપ્રયુક્તિ સહિત સમાધાન આપવા અમારા પર મહાન ઉપકાર કર્યો છે. ચાલુ વાતાવરણના અંગે વિખવાદયુક્ત વિષયને ન ચર્ચતા, લખાણદ્વારા દ્વેષ અને કુસંપના બીજ ન વાવતાં, અને વર્તમાનના વિષય વાતાવરણમાં વધુ વિષ ન ભેળવતા અમારું શ્રી સિદ્ધચક પાક્ષિક જડવાદના અજ્ઞાન વાતાવરણમાં જ્ઞાનનો ઉદ્યોત કરવામાં જ્ઞાનની ન્યુનતાને અંગે ફ્લાતા અજ્ઞાનના સમુહનો નાશ કરવામાં અને શાસન સામે થતા અજ્ઞાન હુમલાઓની જ્ઞાનના વિકાસથી સચોટ પ્રતિકાર કરવા નિરંતર ઉદ્યમશીલ રહેશે.
છતાં કોઈને કોઈપણ જાતની શંકા ઉદ્ભવે નવિન જાણવાની જીજ્ઞાસા થાય, વાતો કાંઇપણ અમારા તરફથી અસંતોષ જેવું લાગે તો તુરત જણાવવાની અમારી આગ્રહભરી વિનંતી છે. જુના અંકો સીલકમાં રહેતા નથી માટે નામ નોંધાવવાનું ભૂલતા નહીં.
તંત્રી.
Page #239
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર
૧૬૩
- સમાલોચના. .
તંત્રી.
નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિક ને અંગે
કરેલ પ્રશ્નો, અને આક્ષેપોના સમાધાનો અત્રે અપાય છે. ૧. શાસ્ત્રોમાં ગૃહસ્થોની હાજરીમાં સ્થડિલચર્યાદિની મનાઈ કરી, ને તે કરનારને પ્રાયશ્ચિતના ભાગીદાર
કહ્યા છે, છતાં તે (સ્થડિલચર્યાદિ) ગૃહસ્થો ને દર્શનીય છે એમ માનનાર શું ધારતા હશે? સાવધ પરિહાર પછી સાવધપરિહારથી થતી પરીક્ષાને સાવધનો ત્યાગ કરવા પહેલાં કરવાનું કહેનારા પ્રભુમાર્ગ પ્રણીત પ્રવચન કે યુક્તિને કેમ સમજતા હશે ? આશાને પરમ માન્ય કરી ભગવાનના વર્તનને ઉત્તમોત્તમ ગણી તેનું કરવા લાયકપણું ગણનારાઓને પોતાના કદાગ્રહને પોષવા આજ્ઞા નહિં માનનારા તરીકે કહેનારા કેવા ગણાય ? અશક્તિવાળાથી સશક્તનું અનુકરણ ન હોય, પણ અનુકરણીયતા જરૂર હોય એ વાત સમજાઓને સમજવી ઘણી હેલી છે. મિથ્યાત્વી, અધર્મી, સ્વેચ્છાચારી, ઉત્સુત્રભાષી વિગેરે ખોટાં બિરૂદોને આપનારા પોતાની અવસ્થાને જોઈ શકતા નથી તે અજ્ઞાનાદિનો પ્રબળ પ્રભાવ છે. શાસ્ત્રોમાં સેંકડો સ્થાને વૈરાગ્યની ઉત્પત્તિ સાથે દીક્ષા લીધી અને દીક્ષા લીધાના દાખલા છે. “સમરાઇચકહા”ના પ્રથમભવના અધિકારમાં અગ્નિશમ જેવા વિરૂપને તાપસ દીક્ષા અપાઈ તે જૈનદર્શનનું શું અનુકરણ છે? શુભમુહર્તાદિકની જરૂરી માનવા છતાં ઉત્સાહની સર્વોત્તમતા જે આરંભ સિદ્ધિના વાક્ય મુજબ માને અને વિસંવાદિત ધાગાપંથીઓના આધારે ન રહે તેઓને મનમાન્યા ખરાબ શબ્દોથી નિંદનારા ધાગાપંથીઓના ધોરીજ હોય !! વર્તમાન શાસ્ત્રોમાંથી એકપણ દાખલો ન જણાવતાં દીક્ષા દેવા પહેલાં સામાન્ય પણે છ માસ
ગૃહસ્થ પણે રાખી પરીક્ષા કરવાની વાહાત વાતોને જણાવનારા કઈ કોટીમાં હશે? ૧૦. અગ્નિશમના અધિકારમાં પરીક્ષા શબ્દજ નથી, છતાં તે જોવાનાં ચમાં જુદાં હશે ? ૧૧. કેટલાક દિવસ પછી તાપસે આચાર કહ્યો છે ત્યાં પરીક્ષા કયાંથી લેવાય? ૧૨. “અશક્તોને આચારમાં ન મુકવાનું” હોવા માત્રથી અનુકરણીયતા ઉડાવનાર વસ્તુત
તત્ત્વતરંગીશિકારના આશયને સમજતો નથી. શ્રીવિજયસિંહ આચાર્યે શિખિકુમારને અનુગ્રહ કર્યા પછી કેટલા દિવસ ગૃહસ્થપણામાં રાખ્યા, ને કઈ પરીક્ષા કરી તે જણાવ્યા સિવાય તેમના પિતાની રજાથી તરત આપેલ મહોત્સવપૂર્વકની
દીક્ષામાં કઈ રીતે અનુક્ત પરીક્ષાનો પ્રવેશ થયો ? ૧૪. શાસ્ત્રાધારે કરાયેલ પ્રવૃત્તિ છે એમ જાણ્યા છતાં સહસાત્કાર અને આચરાઈ ગયેલી હતી ઇત્યાદિ
કહી શા માટે માયામૃષાવાદ સેવતા હશે ? ૧૫. “બાલક અને સુપરિચિત આત્માની દીક્ષાની વિધિની મર્યાદા જૂદી છે” એમ
કહી શ્રીપંચવસ્તકની વિધિ ખસેડાય એ માટે શાસ્ત્રીયપાઠની જરૂર છે. ૧૯. “પરીક્ષામાં જો અયોગ્ય જણાય તો તેને દીક્ષા આપવાની ના પણ પાડી શકાય છે” આ વાક્ય પણ શાસ્ત્રીય પાઠની અપેક્ષા રાખે છે.
જૈન-પ્રવચન. ૫-૩૦, ૩૧.
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૪
તા.૩૧-૧૨-૩૩
શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર
નોંધઃ- શ્રીસિદ્ધચક્રના પ્રથમ વર્ષના પ્રથમ અંકના સાગર-સમાધાન તથા સુધા-સાગરના વિભાગમાં અનુક્રમે નંબર પાંત્રીસ તથા એકત્રીસથી શરૂ કરેલ હોવાથી સમાધાન આદિના અર્થી ગ્રાહકો માટે પ્રશ્ન-સમાધાન વિગેરે જે શ્રીમુંબઈ જૈનયુવક મંડળ પત્રિકામાં છપાઈ ગયા હતા તેની માંગણી કરવાથી તે અત્રે અપાય છે.
તંત્રી.
'સાગર-સમાધાન. પ્રશ્ન ૨૭- એ બને દીક્ષાઓમાં યોગોહન કરી આચારાંગનું પહેલું અધ્યયન અથવા દશવૈકાલિકનાં ચાર અધ્યયન ભણવા ઉપરાંત બીજો વાસ્તવિક તફાવત શું છે ?
સમાધાન- બન્ને દીક્ષાની વયમાં તફાવત કંઈ નથી, ફક્ત કાયની શ્રદ્ધા, તેની જયણા અને આહારાદિ દોષોનું જ્ઞાન થાય.
પ્રશ્ન ૨૮- એ બન્ને દીક્ષા વચ્ચે કેટલો કાળ થવો જોઈએ ?
સમાધાન- જધન્યથી સાત દીવસ તે પણ પતિતો માટે, મધ્યમ ચાર માસ, ઉત્કૃષ્ટ છ માસ પણ કંઇક તેવાઓ માટે બાર વર્ષ પણ છે.
પ્રશ્ન ૨૯- જો દીક્ષા લેવાને અને પાળવાને યોગ્ય છે કે કેમ તેની તપાસ કરવા માટે નાની અને મોટી દીક્ષા આપવામાં આવે, તે પહેલાં પણ અમુક મુદત રાખવામાં આવે તો વાંધો શું?
સમાધાન- મોટો વાંધો છે, કારણ સાધુ ગૃહસ્થને આવ બેશ ન કહે, આદેશ પણ ન દે, ગ્લાનપણામાં વૈયાવચ્ચ ન કરે, ભૂખ કે તૃષામાં પાણી પણ ન આપી શકે, શીતમાં વસ્ત્ર પણ ન આપે, ભોજનની પણ ચિંતા ન કરે, યાવતું સાથે પણ ન રાખી શકે તો બીજી યતનાની તો વાત શી? પરીક્ષા અંડિલાદિકના ગમનથી કરવાની છે તે શી રીતે કરી શકાય, બલ્ક, ગૃહસ્થપણામાં પરીક્ષાદિ માટે સાધુથી રાખી શકાય નહીં.
પ્રશ્ન ૩૦- આચારાંગના પ્રથમ અધ્યયનને બદલે દશવૈકાલિકના ચાર અધ્યયન ભણાવવામાં હાલની પ્રવૃત્તિ છે તેનું કારણ શું?
સમાધાન-દશવૈકાલિકની રચના નહોતી થઈ ત્યારે છ કાયના જ્ઞાન માટે આચારાંગસૂત્રનું પહેલું અધ્યયન ભણાવવામાં આવતું હતું, હાલ દશવૈકાલિકના ચોથા અધ્યયનથી તે સહેલાઇથી જાણી, માની એ આચરી શકાય છે, માટે તેવી રીતે દશવૈકાલીકના ચાર અધ્યયન કહ્યાં તે જ્ઞાન કરવા માટે છે. પ્રશ્ન ૩૧- આચારાંગને બદલે દશવૈકાલિકના અધ્યયન ભણાવવા માટે કયા શાસ્ત્રમાં વિધાન છે? સમાધાન- આવા ફેરફાર માટે શ્રી વ્યવહારભાષ્ય વગેરેમાં હકીકત છે. પ્રશ્ન ૩ર- ભણવા પહેલાં યોગોદ્રહનાદિ કરવાં જોઈએ તેવું ક્યા શાસ્ત્રમાં છે ?
સમાધાન- પંચવસ્તુ ગા. પ૭૦ ઉપધાનાદિકપૂર્વકજ સૂત્રાદિ દેવાનો અધિકાર છે, તેમાજ યોગોહન કર્યા સિવાય ભણાવાય નહિ તે માટે-જુઓ. શ્રી નિશીથસૂત્ર અને શ્રી દશવૈકાલિક સૂત્ર.
Page #241
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૩૩
૧૫
શ્રી સિદ્ધચક પ્રશ્ન ૩૩- પહેલી દીક્ષામાં સામાન્ય સાવઘયોગનું પ્રત્યાખ્યાન અપાય છે, અને વડી દીક્ષા વખતે દરેક મહાવ્રતનું ઉચ્ચારણ કરી પ્રત્યાખ્યાન અપાય છે એમ હોવાનું વિશેષ કારણ શું?
સમાધાન- છકાય વિગેરેની શ્રધ્ધા થવાથી વિભાગે મહાવ્રતની પ્રતિજ્ઞા કરવાની લાયકાત થાય છે. બાવીશ જિનને વારે પહેલેથી બુદ્ધિશાળી હોવાથી સમજતા હતા તેથી તે અવસરે વડી દીક્ષાની જરૂરજ નહોતી.
પ્રશ્ન ૩૪- સોળ વર્ષ પછી સંમતિની જરૂર નથી એવું ક્યાં શાસ્ત્રોમાં છે. સમાધાન- શ્રી પંચકલ્પભાષ્ય.
"भयणा तेणगसद्दे होती इणमो समासेणं ॥ जो सो अपडिपुण्णो बिर?वरिसूण अहव अणिविट्ठो । तं दिक्खिन्तऽविदिण्णं तेणो परतो अतेणो तु ॥
તેના સ્તન (નિષ્ફટિકા) શબ્દમાં સંક્ષેપથી આ ભજના હોય છે, જે અપ્રતિપૂર્ણ એટલે બે અષ્ટક (સોળ વર્ષ) અથવા અવિવાહિત (કન્યા) હોય તેને દીક્ષા આપે તો ચોર કહેવાય, પણ સોળથી આગળ ચોર નહિં. એજ. પ્રમાણે નિશીથભાષ્યમાં પણ સોળવર્ષ પછી શિષ્યાચોર નહિ એમ જણાવે છે. વધુમાં શ્રીબૃહત્કલ્પ ટીકાઃ__नीएहि उ अविदिन्नं अपत्तवयं पुमं न दिक्खिन्ति । अपरिग्गहो उ कप्पति विजढो जो सेसदोसेहिं । _ निजकैः- मातापितृप्रभृतिभिः स्वजनैरवितीर्णम्-ॐ प्राप्तवयसम् - अव्यक्तं पुरुषं न दीक्षयंतिनप्रव्राजयंति, यदि पुनरपरिगृहीतो - व्यक्तः स शेषदोषैः- बालजड्डव्याधितादिभिर्विप्रमुक्तः प्रवाजयितुं कल्पते ॥
પોતાના માતાપિતા વિગેરે સ્વજનોએ નહિ દીધેલ; અને નથી થઈ વ્યક્ત ઊંમર જેની એવા પુરૂષને દીક્ષા આપે નહિ, એટલે સોળવર્ષ પછીજ વ્યક્તિ તે બાલ, જહુ વ્યાધિવાળો આદિ દોષોથી રહિત હોય તો તેને દીક્ષા વગર રજાએ પણ આપી શકાય છે.
જાહેર ખબર ૧. પ્રથમ વર્ષના ૧, ૫, ૨૧ અંકો જે કોઈ સમિતિને મોકલી આપશે તેને દોઢી કીંમત આપવામાં આવશે.
૨. સુરતના જે ગ્રાહકોએ હજુ પૈસા ભર્યા નથી, તેઓએ તુરત દેવચંદ લાલભાઈ પુસ્તકાલયમાં ભરી જવા નહીતો મુંબઇથી વી. પી. કરવામાં આવશે.
સિ. સા. પ્ર. સમિતિ.
સુધારો ટાઇટલ પેઇજ ચોથું ચાલુ વર્ષ અંક ૯ છો. સમાલોચના નં. ૫-“જનમત” ને બદલે “જૈનમત”. સમાલોચના નં. ૧૦-“તપ ન કરવારૂપ છે” ને બદલે “તપ નકરવા રૂપ છે ?”
ચાલુ વર્ષના છઠ્ઠા અંકમાં “પ્રથમ વર્ષના ૧૯મા અંકથી અનુસંધાન” તેને બદલે “ગતાંકથી આગળ” સુધારી વાંચવું.
તંત્રી.
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૬
શ્રી સિદ્ધચક્ર
તા.૩૧-૧૨-૩૩
માંગણીનો સ્વીકાર
સુધા-સાગર
૧૪ સ્વસમયના ગુણો અને પર સમયના દોષો બડબડાટ કરવા માટે સમજાવતા નથી, પણ દર્પણમાં
પડેલા પ્રતિબિંબને દેખીને જે સતુ ઉઘમ કરતાં શીખ્યા છો, તેવો સફળ ઉદ્યમ કરવા માટે
સમજાવાય છે. ૧૫ દર્શનમોહ નામનું કર્મરૂપી કાળકૂટઝેર પીધેલ આત્મા હીત માર્ગ દેખી શકતો નથી. ૧૬ કર્મશત્રુઓના સંહાર માટે ધર્મીઓએ ધર્મ અને ધર્મના સાધનોનો સત્વર ઉપયોગ કરવો ઘટે છે. ૧૭ સમ્યકત્વ પહેલો પામેલ હોય તેના કરતાં નવો સમ્યકત્વ પામે તે વખતે કર્મ ઉપર સર્ણ દ્વેષ
હોય છે. ૧૮ ચોથા ગુણસ્થાનકવાળા કરતાં પાંચમાવાળાને અસંખ્યાત ગુણી, અને તે કરતાં છટ્ટાવાળાને
અસંખ્યાત ગુણી અને તે કરતાં અનંતાનુબંધીની જડ જે ખપાવે તેની અસંખ્યાત ગુણી નિર્જરા
થાય. ૧૯ સાડાત્રણ ક્રોડ રૂંવાડામાં રૂંવાડે રૂંવાડે થાય કે કર્મને ફાડી નાંખું, ચીરી નાંખ્યું ત્યારે જે નિર્જરા
થાય તેને શાસ્ત્રકારો અનંત નિર્જરા કહે છે. ૨૦ આજકાલમાં ધર્મપ્રવૃત્તિ પ્રાય, વરરાજા વિનાની જાન જેવી છે. ૨૧ કર્મની નિર્જરા, કર્મનો ક્ષય એજ મુદ્દાએ ધર્મ પ્રવૃત્તિમાં આગળ વધો. ૨૨ નુકશાન કરનારા વસ્તુતઃ નિર્જરા કરાવનાર હોવાથી આપણા મિત્રોજ છે, અર્થાત્ રૂપિયા દેતાં
છતાં પણ ભુંડું કરનાર જગતમાં કોઈ શોધ્યો જડે તેમ નથી. ૨૩ જે લડાઇમાં તું સામેલ હોય તે લડાઈ થઈ રહે પછી નિરાંતે બેસી વિચાર કરીશ તો તને ભુલ
માટે પશ્ચાતાપ થશે, સામો માણસ ગુન્હેગાર હશે તો પણ તું માફી આપવામાં મગરૂરી
માનીશ. ૨૪ માફી અને મહેતલ (અમુક મુદત)માં મહાન અંતર છે, તેવું દ્રવ્યદયા અને ભાવદયામાં અંતર
છે; એટલે દ્રવ્યદયા એ અમુક કામ માટેની હેતલ છે, જ્યારે ભાવદયા એ સર્વદાની માફી છે. ૨૫ સાચું માનેલું જાડું ઠરી જાય તેટલા માત્રથી સાચા પ્રત્યે અનાદર ન કરો, તેમ જૂઠ પ્રત્યે
આદરવાળા ન થાઓ.
Page #243
--------------------------------------------------------------------------
________________
તા. ૩૧-૧૨-૩૩
૧કo
શ્રી સિદ્ધચક્ર ર૬ જુઠું બોલીને સત્યમાં ખપવાવાળા પ્રત્યે અનુકંપા રાખતાં શીખો, પરંતુ તેમની વાહવાહ તમે
કરો નહિ. ૨૭ ખરાબ પદાર્થો પોતાની ખરાબ ગંધથી જગતને જાહેરાત કરે છે, તો પછી સારા સજ્જન
પુરૂષોએ પોતાની સજ્જનતાથી સમગ્ર સૃષ્ટિને સુગંધમય કરવા પ્રયત્ન કરવો જોઇએ. ૨૮ દી ઉગે દેવાળું કાઢનાર દેવાળીઆઓને દેખીને શાહુકારો હિંમતભર આગળ વધે છે, તેવી રીતે
હોફાટે પતિતોના પડવાના પ્રસંગો પેપરમાં પેખીને પુણ્યાત્માઓ (તીવ્રસંવેગી)ઓ પવિત્ર (સંયમ) માર્ગમાં આગળ ધસે છે; બલ્ક પતિતોની પામરતા માટે પલકભર હસે છે ! એટલે
હૃદયથી વિચારે છે કે બિચારો પામીને હારી ગયો !! ૨૯ શૂરવીરોનું જીવન શત્રુઓ વચ્ચે જીવાય છે, તેવી રીતે સજ્જન પુરૂષોની સજ્જનતા
દુર્જનોની અનેકવિધ દુર્ભેધ દુર્જનતા વચ્ચે અપ્રતિહત રહે તો તે કીંમતીપણે પ્રકાશિત થાય છે. જેમ સુવર્ણ ખાણમાંથી નીકળી માલ વગરની માટી સાથે ગધેડે બેસીને આવે, અગ્નિનો તાપ સહન કરે, લોખંડના એરણપર હથોડાના માર સહન કરે, (ચણોઠી) કાળા મોઢા સાથે સરખામણી કરે અને કાળા પત્થર સાથે ઘર્ષણ પરીક્ષામાં પાસ થાય તો તે સાચું
સુવર્ણ થઈ શકે. ૩૦ નિર્બળપર એક એકનો હલ્લો હોય, બળવાન પર સમુદાયનો હલ્લો હોય, શુરવીરનાજ શત્રુઓ
હોય, અને શુરવીરોએ આખા જૂથને પાણી પાવાનું હોય; તેવી રીતે આત્માએ શુરવીર થવું ઘટે છે, કારણકે એકએક પ્રદેશપર કર્મની અનંતી વર્ગણાઓનો હલ્લો છે અને બળથી કામ ન લેવાય તો કળથી (પુણ્યને પક્ષમાં રાખી) પાપને નાશ કરવારૂપી ભેદ નીતિથી કામ લેવું જ પડશે.
(પાના ૧૬૮નું અનુસંધાન) ૯૨૭ સ્પર્શનઈદ્રિયના સ્વપ્નવત્ સુખમાં સપડાયેલાઓને બ્રહ્મચર્યની કિંમત સમજાતી નથી. ૯૨૮ વિષયવાસનાથી વિંધાયેલો અબ્રહ્મની આંધળી રમતમાં કેટલા જીવોનું ખુન કરે છે, તેની નોંધ
રાખનારું ખાતું આ જીવે ખાતાવહીમાં ખોલ્યું જ નથી. ૨૯ શીયળવંતીની પાછળ પડેલા સેંકડો ગુંડાને પવિત્ર શીયળની કિંમત સમજનારી શીલવંતી ધુળ
ફકાવે, તો પછી દીક્ષાદેવીની પાછળ પડેલા પાપાત્માઓને દીક્ષાની કીંમત સમજનારા દીક્ષાર્થીઓ
પોક મુકાવે તેમાં તમારું હૃદય શું કહે છે? ૯૩૦ સુરતનો વાંદરો મુંબઇ, મુંબઇનો વાંદરો કલકત્તા વિગેરે સ્થાને જાય, પણ મનમર્કટની મુસાફરી
એવી તો અજબ છે કે તેનું માપ કાઢવું ઘણું મુશ્કેલ છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૧-૧૨-૩૩
. સુવા-સાગર |
નોંધઃ-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક
પૂ. શ્રીઆચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમદશનામાંથી ઉદ્ભૂતકરેલ કેટલાક સુધાસમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ પૂ. શ્રીચંદ્રસાગરજી મહારાજજી પાસેથી મેળવી ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ.
તંત્રી. ૯૧૭ જે ક્ષણે સમ્યકત્વ તેજ ક્ષણે જ્ઞાન, અને જે ક્ષણે મિથ્યાત્વ તેજ ક્ષણે અજ્ઞાન એ નિયમને
સ્વીકારનારાઓ સમ્યકત્વનું સારી રીતે રક્ષણ કરી શકે છે. ૯૧૮ શાસનની વફાદીરી જૈન શાસ્ત્રોને અવલંબેલી છે એ ભૂલતા નહિ ! ૯૧૯ પૂર્વે તીર્થકરો હતા, ગણધર ભગવંતો હતા, પૂર્વધરો હતા, શાસનના ધુરંધરો હતા, શાસનના
સંચાલકો હતા, શાસનના સુભટો હતા. તે બધાની ખાત્રી કરવી હોય તો શાસ્ત્રોને સ્વીકારવાં
પડશે. ૯૨૦ ચોર, લુંટારૂ અને ધાડપાડુઓની ચાલાકી, અક્કલ અને હુશીયારી શ્રાપ સમાન હતી, છતાં તેજ
વ્યક્તિોની ચાલાકી, અક્કલ અને હુંશીયારી જગતને આશીર્વાદરૂપ થઈ, તે કારણને તમારા
હૃદયકમળમાં દઢીભૂત કરો. ૯૨૧ સર્વજ્ઞપણે પ્રસિદ્ધ થયેલાને પંચાવન વર્ષે પોતાની પ્રવૃત્તિ છોડતાં શરમ ન લાગે, તે આજે દશ
વિશવર્ષ,ની પ્રવૃત્તિના પવનમાં ઘસડાયેલાઓને ખોટી જાણવા છતાં ગોંદાઈ રહેવું ગમે તે પણ
કર્મની બહુલતાને આભારી છે. ૯૨૨ લાખરૂપિયા ખર્ચીને લીધેલો હીરો એ કાચ છે, એમ માલમ પડે ત્યારે સાચો ઝવેરી બજારમાં
તે કાચને હીરો કહેવરાવવા માટે ન મથે. ૯૨૩ ખોટો રૂપિયો, ખોટી નોટ માલમ પડે એટલે ચલણ તરીકેનો વ્યહાર હરકોઈ ન સ્વીકારે તેવી
તેની દશા કરો, નહિં તો આજની દુનિયામાં સરકારના ગુન્હેગાર થશો, તેવી જ રીતે સમ્યકત્વથી સરકેલાઓને શાસન સેવકો સ્વીકારે નહિ તેવી પ્રવૃત્તિને અમલમાં મુકો, નહિ તો શાસનના
ગુન્હેગાર થશો. ૯૨૪ પૂર્વભવમાં અણસમજથી પણ દર્શન, જ્ઞાન ચારિત્રની આરાધના કરનારા અજાણ આત્માઓ
તમારે ત્યાં જન્મ્યા છે તેનો વિશ્વાસઘાત ન કરો. ૯૨૫ પૂર્વભવના પુરાઅભ્યાસી અને પૂર્વ ભાગ્યશાળીઓ પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ રત્નત્રયીના આચારને
હેજે સ્વીકારે છે. ૯૨૬ ચક્રવર્તીના ચોપડામાં ‘હાર' શબ્દ ન હોય છતાં બહાર’ શબ્દ શ્રવણ કરવા ચક્રવર્તીભરત મહારાજા હરદમ તૈયાર હતા એ બિના યાદ રાખી છે ?
(અનુસંધાન પા-૧૬૭)
Page #245
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જૈન-પુo ફંડ તથા શ્રીઆગમોદય
'સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક પંડના ગ્રંથ. મુલ્ય અંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ હું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાધ).૪-૦-૦ | ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાધ). ૬-૦-૦ ૫૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર ૨ત્નાકર.
૩-૦-૦.
નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બ્રહવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફિલોસોફ અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જ. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૭૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર.પ-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજાષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રી બપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રીકૃષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજેન-ધર્મ-વર સ્તોત્ર .
૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-પ-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ પં. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયગ્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #246
--------------------------------------------------------------------------
________________
(મિથ્યાત્વની મર્યાદા સમજવાની જરૂર !!!
ભવ્યજીવોના કલ્યાણ માટે અનેક શાસ્ત્રોની રચના કરનાર, અને સ્વાર કલ્યાણના ઈચ્છક શાસકારોએ મિથ્યાત્વના લક્ષણમાં અપવાદ નહિં જણાવેલ છતાં સમ્યકત્વ શિરોમણી ન મહારાજા અને પ્રતિવાસુદેવ રાવણ વિગેરેના કૃત્યોને અપવાદ છે એવું કથન કરનાર મનુષ્યશ્રી અર્થદીપિકાકાર અને ચૌદશોગુમાલીશ ગ્રંથના પૂ. પ્રાતઃ સ્મરણીય પ્રણેતાના પારમાર્થિક પ્રવચનને ઉલ્લંઘન કરવાનું સાહસ ખેડે છે તે વિચારવા જેવું છે ! અપવાદનો અર્થ અલ્પસંખ્યા કરવો એ જેમ ઠીક નથી, તેમ ઉત્સર્ગમાર્ગની સાથ્થતા કે રક્ષણ સિવાયના કૃત્યોને અપવાદ કહેવો તે પણ ઠીક નથી.
તાત્ત્વિકપણે તત્ત્વની શ્રદ્ધા હોવા છતાં આ લોકના ફલ માટે આરાધનાને મિથ્યાત્વ કહેનારા પૂર્વસંગતિકદેવ માટે ચાર બુદ્ધિના નિધાન અષ્ટમ પૌષધ કરનાર અભયકુમારને શું મિથ્યાત્વી માને છે ? તેવીજ રીતે
દેવકીજીના સંતોષને ખાતર દેવતાને આરાધવા અષ્ટમ પૌષધ કરનાર ક્ષાયિક સમ્યકત્વના માલીક કૃષ્ણ મહારાજાને શું મિથ્યાત્વી ગણે છે?
ગુટિકાદેનાર દેવતાને આરાધનારી સમ્યકત્વપરાયણ સુલતાને શું મિથ્યાત્વવાળી ગણવી. પખંડસાધનાર, સર્વોપરિસત્તાનો પ્રથમસૂર કાઢનાર ભરત મહારાજા વિગેરે ચક્રવર્તીઓ તથા ત્રણખંડ સાધનાર વાસુદેવો વિગેરે જે અષ્ટમપષધ કરે છે તે બધાને શું મિથ્યાત્વી ગણે છે? અકસ્માત આવેલી આપત્તિમાંથી મુક્ત કરાવવા માટે કાઉસ્સગ્ન કરનાર પતિવ્રતાધર્મ પરાયણ
સુદર્શન શેઠની પત્નીને શું મિથ્યાત્વવાળી ગણવી? ક્ષેત્રના અવગ્રહ માટે કાઉસ્સગ્ન કરનાર સમસ્ત સાધુઓને શું મિથ્યાત્વી ગણે છે ? રથાવર્તગિરિની અધિષ્ઠાત્રીદેવતાનો અવગ્રહ માટે કાર્યોત્સર્ગ કરનાર શાસનપ્રભાવક સૂરિપુરંદર ભગવાન વજસ્વામીજીને કેવા ગણવા?
કોઢરોગ ટાળવા માટે શ્રીપાળમહારાજને શ્રીનવપદનું આરાધન બતાવનાર ભગવાન મુનિચંદ્રસૂરીશ્વરજીને, તથા તે આરાધન કરનાર શ્રીપાળમહારાજા એ કરાવનાર પ્રભુમાર્ગ ધર્મ પરાયણ વિદુષીમયણાને કયા જૈનો મિથ્યાત્વી ગણે ?
આ હકીકત લોકોને આ લોકની ઈચ્છાએ દોરવવા કે તેમાં પ્રોત્સાહન આપવા માટે નથી, પણ દ્રવ્ય ક્રિયાપણાને લોકોત્તર મિથ્યાત્વમાં ભૂલ ન થાય તે યાદ રાખવા માટે જરૂરી છે.
વસ્તુતઃ શાસકથિત ઉપર મુજબ અનેકાનેક દષ્ટાંતો અને તે દષ્ટાંતોમાં રહેલ પરમાર્થને દીર્ઘ દર્શીઓ જરૂર અવલોકી શકે છે, જંગલમાં જઈ ચઢેલો મુસાફર જીવન ટકાવવા લોટા પાણી માટે મોંઘામોતીનો હાર આપનાર જગમશહુર ઝવેરીને ઝવેરી બજારમાં બે બદામના બોરા પેટે સોનાની કલ્લી કાઢી આપનાર છોકરા જેવા ગણવો, માનવો અગર કહી દેવો તે વચન વિધાનપરિષદમાં લાંબો કાળ ટકી શકતું નથી; માટે કલ્યાણકાંક્ષી આત્માઓએ આગમજ્ઞાનીઓ પાસે મિથ્યાત્વ અને મિથ્યાત્વી ગણવાની મર્યાદા સમજવાની આવશ્યકતા છે.
“આગમોદ્ધારકની ઉપાસનામાંથી”
Page #247
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
6I9I6I9I
—••—•|
આગમ-રહસ્ય
··
5શ્રી સિદ્ધચક્ર.
દ્વિતીય વર્ષ મુંબઇ, તા. ૧૫-૧-૩૪ સોમવાર અંક ૮ મો પોષ વદ ૦))
{
વીર સં. ૨૪૬૦
વિક્રમ સં ૧૯૯૦
यद् देवैरनिशं नतं गणभृतो ध्यायन्ति यत् सर्वदा
येनाप्येत गुणावली शिवपदं यस्मै सदा स्पर्धते । यस्मात्तीर्थमलं गुणा निरवमा यस्यास्ति यस्मिन् वृषोऽनन्यः सेव्यपदं सदाऽव भविनः श्रीसिद्धचक्रांगिनः ॥
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ. તરફથી
ઝવેરી પાનાચંદ રૂપચંદ (તંત્રી) •—• •—• ||
逛逛逛逛逛逛
•1•D
Page #248
--------------------------------------------------------------------------
________________
(ભગવાનનો ભવ્ય ઉપકાર.) ભવિકા ભજો ભગવંતને જે તારતા ભવિસિંધુથી-એ આંકણી.
નહિં આત્માન રસે ચઢયો મિથ્યાત્વ મોહે રાચિયો, મનોવાચા કાય મળિયો ઈદ્રિયો રસ રાચિયો, ગંધ-રૂપ-રસે સ્પર્શી શબ્દ-ગુણમાં ગાજિયો; સ્વપર ભાન ન સ્વપ્નમાં હતું કેવલી (હિ રાજિઓ. ના ભ. II
દેહ-દારા-દારકો ને પિતા કાકા ભાતમાં, માત સાસુ સાસરા ને મૂઢ માસી જાતમાં, મેળવ્યા એ મહેલવાના નથી સાથ ભવાંતરે ભગવંતની જે રત્નરાશિ તે સદા રહે અંતરે. રી ભ |
શૈશવે નહિં ભાન છે વસવંદનું જિમ લેશથી, બાળકોને શાન નહિ હત-આબરૂના કલેશથી, પુદ્રલાનંદે રમતા લહે નહિં નિજ-ભાવને; જિનરાજ-વચન વિવેક પામી લાહો નિજપરભાવને. IIકા ભ //
ભાવથી વ્રત-તત્ત્વને સમજે ભવી નિજભાવમાં, હિંસાદિ ભાવ વિચિત્રતા છે કઠિન કર્મ સ્વભાવમાં, ક્રોધાદિ કમલ-ભાવના નિજકર્મની છે કાલિમા; સાધુધર્મજ લઈ હણો રહિ આત્મગુણની આલિમાં. Iકા ભ.
સકલગુણની શ્રેણીને જો ઈહો આત્મ-નિવાસમાં, સકલગુણથી પૂર્ણ પ્રભુને ધરો તો નિજ-ભાસમાં, ગુણવત શરણે પામિયે ગુણશ્રેણીને શુભ ચિત્તથી; ભવિકા સદા તદ્રુપ રહિને ભજે યોગપવિત્તથી. પ . ભ. I
જિનરાજ આણ અભ્યાસ કરતાં રહો કર્મની કાલિમા, પ્રગટ વધતો આતમા લહે સઘ શુભની શાલિમા, યોગ ઈચ્છા શાસનો કરતો વહે સામર્થ્યને; પ્રતિપત્તિ રૂપે પામિયો આનન્દ પામે સત્યને llcl ભ. /
Page #249
--------------------------------------------------------------------------
________________
થી કિ
(પાક્ષિક)
કર
- ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૭-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામાન્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. 0 મુંબઈ, તા. ૧૫-૧-૩૪ સોમવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૮ મો.
પોષ વદ ૦)) ( વિકમ , ૧૯૯૦
૦ આગમ- ચ. ૦ સ્થાપનાદ્વારા એ સાધુશ્રાવકને લાભ સંપાદન કરવાના માર્ગો ભિન્ન ભિન્ન છે. પોતાની પૂજા માટે બારેભાગોળ ખૂલ્લી” એવા આક્ષેપો જિનેશ્વરદેવપર ન નંખાય. સામુદાયિક નિરૂપણમાં વ્યક્તિ માટેનું પ્રવર્તકપણું માનવું તે અસ્થાને છે. ભાવપણે પરિણમન તે દ્રવ્યપૂજન. નિસીમબહુમાનની પરાકાષ્ઠાએ પહોંચેલા પુણ્યાત્માઓ !! પૂજન માટે વિચારણા.
કેટલાક લોકો સ્થાપના નિક્ષેપાની સત્યતા તેની વંદનીય, નમનીય અને પૂજનીયતા વિગેરે શાસ્ત્ર અને યુક્તિથી સાબીત થવાથી તે બાબતમાં કંઇપણ બોલવાની જગ્યા નથી રહેતી, ત્યારે ભદ્રિકલોકોને ભરમાવવા એવા મુદ્દા આગળ કરે છે, કે જો સ્થાપનાની સત્યતા હોવાથી વંદનીય નમનીય અને પૂજનીયતા હોય તો સાધુઓ શા માટે ભગવાનની મૂર્તિની તે સર્વ આરાધના કરતા નથી? આ મુદ્દાનું પોકળ એટલાજ ઉપરથી જણાશે કે દરેક સાધુ કે સાધ્વી જિનેશ્વર ભગવાનની સ્થાપના નિક્ષેપા તરીકે સત્યતા માની તેમની મૂર્તિને વંદન અને નમન તો કરે જ છે તો તેટલા માત્ર ભગવાનની મૂર્તિના વંદન, નમનને ઉપરના મુદ્દાવાળાઓ કેમ સ્વીકારતા નથી? વાસ્તવિકરીતિએ સાધુ કે સાધ્વી ભગવાનની
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૦૦
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર મૂર્તિનું પૂજન ન કરે અને તેટલા માત્રથી જો શ્રાવકોને તેનો ઉપદેશ દેવો અયોગ્ય ગણી તે મુદ્દાવાળા પૂજાથી દૂર રહેતા હોય તો સાધુઓ અને સાધ્વીઓ ભગવાનની પ્રતિમાને વંદન નમન કરે છે અને તેનો ઉપદેશ જે શ્રાવકશ્રાવિકાઓને આપે છે તે તો તે મુદ્દાવાળાઓએ અંગીકાર કરવો જોઇએ, છતાં પણ સાધારણ એવો ઉભયવર્ગ કરાતું અને કહેવાતું એવું પ્રતિમાનું વંદન નમન ઉપરના મુદ્દાવાળાને અંગીકાર કરવું નથી, તો પછી પૂજન નહિ કરતાં, પૂજનનો કરાતો ઉપદેશ અનર્થક હોઈ અમે તેને માનતા નથી એમ કહેવું કોઈપણ પ્રકારે યુક્તિ સંગત નથી, કેમકે યુક્તિ દ્વારાએ સાધુઓથી કરાતો અને કહેવાતો શ્રી જિનમૂર્તિના વંદન નમનનું વિધાન પોતે આચરીને પછીજ પૂજા સંબંધી નહિ કરાતાં છતાં કેમ કહેવાય છે એ મુદ્દો ઉઠાવવો જોઇએ, પણ ખરીરીતિએ તેઓને ભગવાનની મૂર્તિનું ઉત્થાપન જ કરવું છે, તેથી કરાતું અને કહેવાતું વંદન, નમન અંગીકાર નહિ કરતાં કેવળ પૂજનનો સવાલજ ખડો કરેલો છે. દ્રવ્યપૂજાનું રહસ્ય.
આ મુદ્દાના કહેનાર પ્રમાણે વિચારીએ તો કોઇપણ દરદીએ કોઈપણ દરદ ઉપર વૈદ્ય કે ડૉકટર જે ઔષધ ખાતો હોય તેજ લેવું જોઇએ. અર્થાત્ જે ઔષધ સાજો એવો વૈદ્ય કે ડૉકટર ન ખાતો હોય તે ઔષધ દરદીએ પણ લેવું જોઈએ નહિ. આવી રીતિએ કરવું જો ન્યાયયુક્ત હોય તો એમ કહી શકાય કે સાધુઓ શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિનું પૂજન કરે તોજ તેમના ઉપદેશથી શ્રાવકોએ તે પૂજન આદરવું જોઇએ, પણ ઉપર જણાવેલા ઔષધનાં દૃષ્ટાંતે કોઇપણ મનુષ્ય પોતાના દરદને મટાડવા માટે વૈદ્ય ડૉકટરે આપેલા ઔષધને વૈદ્ય ડૉકટરને ખવડાવવા માંગતો નથી, તેવી રીતે શ્રધ્ધાસંપન્ન મનુષ્યો પોતાના આરંભ પરિગ્રહના દોષમાં થયેલી તન્મયતાના દરદથી બચવા માટે સાધુ મહાત્માઓએ અપાતી પૂજારૂપ ઔષધી આદરવામાં કોઈપણ પ્રકારની હરકત ગણી નથી. યાદ રાખવું જોઇએ કે જિનેશ્વર મહારાજની મૂર્તિનું પૂજન આરંભ પરિગ્રહ આસકત મનુષ્યોને આરંભ પરિગ્રહના વિચાર અને વર્તનોથી દૂર રાખી સર્વથા આરંભ પરિગ્રહથી મુકાવવા માટેજ છે, અને તેથીજ શાસ્ત્રકારો વાસ્તવિક દ્રવ્યપૂજા તેનેજ ગણે છે કે જે પૂજા આરંભ પરિગ્રહથી સર્વથા વિરમવા માટે હોય, એટલે કે જે પૂજા કરનારાઓનું ધ્યેય આરંભ પરિગ્રહની આસકિતના સર્વથા ત્યાગ તરફ ન હોય તે મનુષ્યોની કરેલી ભગવાનની દ્રવ્યપૂજા તે વાસ્તવિક દ્રવ્યપૂજા નથી, કારણ કે દ્રવ્ય તેનેજ કહેવાય કે જે ભાવપણે પરિણમે, પણ જે ભાવપણે પરિણામે નહિ તેને વાસ્તવિકરીતિએ દ્રવ્યપૂજા કહી શકાય નહિ. પૂજકનું નિસીમ બહુમાન.
જો કે દ્રવ્યશબ્દનો કારણ અર્થ ન લેતાં આર્દિકકુમારના નિક્ષેપાની જગા પર જેમ આદાને દ્રવ્યાÁક ગણાવતાં માત્ર લોકવ્યવહારથી દ્રવ્યનિક્ષેપો અપ્રધાનપણાને લીધે જણાવ્યો છે, તેવી રીતે દ્રવ્ય શબ્દનો અપ્રધાન એવો અર્થ લઇને આરંભ પરિગ્રહની આસકિતના ત્યાગના મુદ્દા સિવાય કરેલા પૂજનને લોકવ્યવહારથી દ્રવ્ય શબ્દનો અપ્રધાન અર્થ લઈને દ્રવ્યપૂજા કહી શકાય તો પણ વાસ્તવિકરીતિએ તો તેવાની કરેલી પૂજાને દ્રવ્યપૂજા કહી શકાય નહિ. આ સ્થળે એ શંકા જરૂર થશે કે પૃથ્વીકાય
Page #251
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧-૩૪
૧૦૧
શ્રી સિદ્ધચક્ર આદિકના આરંભમય પૂજનથી નિરારંભમય સર્વવિરતિનું ધ્યેય કેવી રીતે સિદ્ધ થઈ શકે ? આવી શંકા કરનારે સમજવું જોઇએ કે જેમ જેમ ગુણવાનની ભક્તિ વધારે થાય તેમ તેમ ગુણવાન પ્રત્યે આદરની દશા પણ ઉચ્ચ ઉચ્ચતર થતી જાય, અને જેમ જેમ ગુણવાન પ્રત્યે આદરની દશા ઉચ્ચ ઉચ્ચતર થતી જાય, તેમ તેમ તે ગુણો ગુણવાનના વચનો તરફ શ્રદ્ધાની તીવ્રતા પ્રગટ થાય, અને જેમ જેમ ગુણવાનના વચનો તરફ પૂજકની શ્રદ્ધા તીવ્ર તીવ્રતર થતી જાય તેમ તેમ તે પૂજક તે ગુણવાનના વચનો પ્રમાણે વર્તવાને કટિબદ્ધ થાય અને વચન પ્રમાણે વર્તવાને કટિબદ્ધ થયેલો પુરુષ, વચનમાં તન્મય થવાથી તન, મન, ધન, કુટુંબ,
સ્ત્રી, પુત્ર, માતા, પિતા વિગેરે સર્વના ભોગે પણ ગુણવાનના વચન પ્રમાણે વર્તવા તૈયાર થાય અને તેજ સર્વવિરતિનું સ્વરૂપ છે, એટલે ભગવાનની મૂર્તિના પૂજનથી સર્વવિરતિરૂપ ધ્યેયને પહોંચવાનું બની શકે છે. જો કે જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજન કરનારા સર્વ મનુષ્યો તેજ ભવમાં સર્વવિરતિના ધ્યેયને પહોંચી જતા નથી, તો પણ જે કાળમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી તે કાળમાં પણ મોક્ષના સાધનરૂપ સમ્યગુદર્શન જ્ઞાનચારિત્ર આદરનારા મહાનુભાવો પોતાના સમ્યગુદર્શન આદિને નિષ્ફળ ગણતા નથી, કારણકે તે મહાત્માઓ સારી પેઠે સમજે છે કે અનેક ભવસુધી આવા સમ્યગુદર્શન આદિનો અભ્યાસ કરવાથીજ, ઘણા ભવો પછીજ મોક્ષ મળશે, પણ તે ઘણા ભવો પછી મળવાવાળો મોક્ષ આ ભવમાં આદરતા સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રને જ આભારી છે, તેવી રીતે આ દ્રવ્યપૂજા પણ ઘણા ભવો સુધી કરવામાં આવે અને પછી સંસ્કારની પરંપરા વૃદ્ધિ પામતાં, સર્વવિરતિનો લાભ ભવાંતરે થાય તો તેથી સમ્યગુદૃષ્ટિ જીવ નાસીપાસ થાય જ નહિ. યાદ રાખવું જોઈએ કે સર્વવિરતિ પણ કાંઇ તેજ ભવે મોક્ષ આપી દેતી નથી, પરંતુ ઘણા ભવો સુધી વિરાધનાનું સર્વથા વર્જવું, અને આરાધનાનું સંપાદન કરવું બનતું રહે તોજ સર્વવિરતિ પણ ભવાંતરે મોક્ષ આપે છે. તેવી રીતે અવિધિના વર્તનોને દૂર રાખતો, તેમજ વિધિના વર્તનોની પિપાસા ધરી તેને માટે અત્યંત ઉદ્યમ કરનારો, દ્રવ્યપૂજા કરનાર જીવ ભવાંતરે સહેલાઇથી સર્વવિરતિને પામી શકે છે. સાથે એ પણ યાદ રાખવાની જરૂર છે કે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને પૂજન કરનારો મનુષ્ય જિનેશ્વર ભગવાનના રાજવૈભવને કે સુખ સમૃદ્ધિને આગળ કરીને પૂજન કરતો નથી, પણ ભગવાન જિનેશ્વરદેવે આરંભ, પરિગ્રહ, વિષય, અને કષાયનો સર્વથા ત્યાગ કરી છે અનગારિતા વિગેરે પ્રાપ્ત કર્યા, અને અજ્ઞાન વિગેરે અઢારે દોષોએ રહિત થયા, એ ગુણને આશ્રીને શ્રદ્ધાસંપન્ન મનુષ્યો ભગવાન જિનેશ્વરની મૂર્તિનું પૂજન કરે છે. એટલે જે સર્વવિરતિ વિગેરે ગુણો ધારીને ભગવાનની મૂર્તિનું પૂજન કરવામાં આવે છે તે ગુણો તરફ તે પૂજકનું નિઃસીમ બહુમાન હોય તે સ્વાભાવિકજ છે, અને શાસ્ત્રીય નિયમ પ્રમાણે જે ગુણો તરફ જે મનુષ્યનું નિઃસીમ બહુમાન હોય તે મનુષ્ય તે ગુણોને પ્રાપ્ત કરવાના શુભ અધ્યવસાયવાળોજ હોય, અને તે શુભ અધ્યવસાય સમયે સમયે અનંતી નિર્જરા કરાવનાર થાય તેમાં બે મત હોઈ શકે જ નહિ, અને તેવી નિર્જરાથી આત્મા નિર્મળતા પામીને પોતાના લાયોપથમિક કે ક્ષાયિક ગુણોને પ્રાપ્ત કરે તેમાં આશ્ચર્યજ નથી.
Page #252
--------------------------------------------------------------------------
________________
૧ર
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર સાધુ શ્રાવકને લાભ સંપાદન કરવાના અનેકવિધ માર્ગો.
ઉપર પ્રમાણે આરંભ પરિગ્રહમાં આસક્ત પ્રાણીઓને જ્યારે આરંભ પરિગ્રહથી વિરક્તતારૂપ સર્વવિરતિ માટે ભગવાન જિનેશ્વરની મૂર્તિની દ્રવ્યપૂજા જરૂરી છે તો પછી જેઓને તે સર્વવિરતિરૂપ કાર્યની પ્રાપ્તિ થયેલી છે, તેવા સાધુ મહાત્માઓને દ્રવ્યપૂજાની જરૂર ન હોય તે સ્વાભાવિકજ છે. જગતમાં જે કુંભારને ઘડો કરવો હોય તેને દંડ ચકાદિરૂપ કારણો મેળવવાં પડે છે, પણ જેને ઘડારૂપી કાર્ય થઈ ગયું હોય છે તેવા કુંભારને દંડ ચક્ર આદિ કારણો મેળવવાં પડતાં નથી. કુંભારનો છોકરો ઘડો કરતાં શીખતો હોય, તેને ઘડો કરી લીધો છે એવો કુંભાર દંડથી ચક્ર ફેરવતાં શીખવે, તે વખત તે કુંભારનો છોકરો, કોઈ દિવસ પણ એમ ન કહી શકે કે તમે તૈયાર ઘટને ચક્ર ઉપર મેલો અને ચક્ર ફેરવ. તો પછી સર્વવિરતિની સિદ્ધિવાળાને સર્વવિરતિના કારણરૂપ દ્રવ્યપૂજાનો ઉપદેશ આપતાં કયો અકકલવાળો મનુષ્ય એમ કહે કે તમે દ્રવ્યપૂજા કરો. ને વળી કેટલાકો સ્થાપનાની સત્યતા, માન્યતા, પૂજનીયતા વિગેરેને સશાસ્ત્ર જાણ્યા છતાં લોકોને અવળે માર્ગે દોરવા એમ પણ કહેવા તૈયાર થયા છે કે જે કાર્યમાં સાધુને લાભ હોય, તેજ કાર્યમાં શ્રાવકને પણ લાભ હોય, અને જે કાર્યમાં શ્રાવકને લાભ હોય તે કાર્યમાં સાધુને પણ લાભજ હોય, એટલે કે જિનેશ્વર ભગવાનની મૂર્તિના પૂજનમાં શ્રાવકને લાભ થતો હોય, તો સાધુને પણ તે ભગવાનની મૂર્તિના પૂજનમાં લાભજ હોવો જોઈએ, અને સાધુને જો ભગવાનની મૂર્તિના પૂજનમાં ગેરલાભ હોય તો શ્રાવકને પણ ભગવાનની મૂર્તિના પૂજનમાં ગેરલાભ થવો જોઈએ. તત્ત્વ એટલું જ કે શ્રાવક અને સાધુ બંનેને એકસરખોજ લાભ કે ગેરલાભ હોવો જોઈએ. તો પછી ભગવાન જિનેશ્વરની મૂર્તિના પૂજનથી શ્રાવકને લાભ થાય તો સાધુને લાભ કેમ નહિ? અને સાધુને ગેરલાભ થાય તો શ્રાવકને ગેરલાભ કેમ નહિ ? આવી રીતે બોલનારાઓએ વિચારવું જોઇએ કે સાધુ અને શ્રાવકોની પ્રતિજ્ઞા એક સરખી છે કે નહિ, અને જ્યારે બંનેની પ્રતિજ્ઞા એક સરખી નથી, તો પછી બંનેને એક સરખો લાભ કે ગેરલાભ કેમ થાય? તેઓએ વિચારવું જોઈએ કે કોઈક સ્થાને મોટા ગીતાર્થ સાધુ વ્યાખ્યાન કરી રહ્યા છે, અને તે વ્યાખ્યાનના મકાનથી થોડે દૂર, બીજા મકાનમાં અન્ય અગીતાર્થ કે સામાન્ય ગીતાર્થ સાધુઓ રહેલા હોય, તેઓ તે મોટા ગીતાર્થ સાધુઓના વ્યાખ્યાનને સાંભળવા વરસતા વરસાદમાં આવે કે કેમ? કદાચ કહેવામાં આવે કે અપકાય આદિની વિરાધનાના ભયથી તે સાધુઓ મોટા સાધુઓનું વ્યાખ્યાન સાંભળવા આવી શકે નહિ અને કદાચ આવે તો તે આવનાર સાધુઓને મહાનદોષ લાગે તો આવી વખતે તે વ્યાખ્યાનના સ્થાનથી ઘણે દૂર રહેલા શ્રાવકો તે વ્યાખ્યાન સાંભળવા વરસતા વરસાદમાં આવે કે નહિ ? જે શ્રાવકો તે વ્યાખ્યાન સાંભળવા વરસતા વરસાદમાં આવે, તેઓને સાધુઓની માફક માર્ગના વિરાધક ગણવા કે આરાધક ગણવા? શાસ્ત્રાનુસારે કહેવું જ પડશે કે વરસતા વરસાદમાં પણ વ્યાખ્યાન સાંભળવા આવનારા શ્રાવકો, વરસતા વરસાદમાં વ્યાખ્યાન સાંભળવા આવતા સાધુની માફક પ્રભુ માર્ગના વિરાધક નથી, પણ આરાધક છે. તો કહો કે શંકાકારના મુદ્દા પ્રમાણે શ્રાવક અને સાધુને આરાધક વિરાધકપણું જુદા જુદા સ્વરૂપે છે. તેવીજ રીતે શ્રાવક અફાસુ અણેશણીય વહોરાવે તો પણ બહુનિર્જરા, દીક્ષાનો મહોત્સવ કરે તો પણ બહુ લાભ, સાધુના મૃતકને ઉઠાવીને લઈ જાય, તેની દહનક્રિયા કરે તો તે
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૦૩
તા. ૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર ગુરૂભક્તિ શ્રાવકને અંગે ગણાય છે, તેમ સાધુએ કોઈ દિવસ એ કાર્ય કર્યા છે? અને તેમાં બહુ લાભ માન્યો છે ? આ બધી બાબતનો ઉત્તર નકારમાં આવે તો સ્પષ્ટપણે કહી દો કે સાધુ અને શ્રાવકને લાભના માર્ગ જુદા જુદા છે, અને જો તેમ હોય તો પછી આ દ્રવ્યપૂજાને અંગે સાધુ અને શ્રાવકના માર્ગ જુદા જુદા માનવામાં શા માટે સંકોચ થાય છે ? આક્ષેપો આપતાં શા તરફ નજર ફેંકો ?
કદાચ એમ કહેવામાં આવે કે જે જિનેશ્વર ભગવાન પ્રાણીના અભયદાનને માટે એટલે કે સર્વજીવોની હિંસા વર્જવા માટે સાધુઓને આખા સંસારનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે, હિંસાની અનુમોદના પણ ન લાગે તેટલા માટે આધાકર્મીને ઔદેશિક વિગેરે દૂષણોવાળો આહાર લેવાની સાધુઓને મનાઈ કરે, પૂર્વકર્મ, પશ્ચાત્ કર્મના દોષના પરિવાર માટે લોચાદિક જેવા તીવ્ર કષ્ટ વેઠવાના કહે, યાવત્ સાધુઓનો સમસ્ત આચાર કોઇપણ પ્રકારે પ્રાણીને બાધા ન થાય તે માટે કષ્ટમય બતાવે, યાવતું પ્રાણીની વિરાધનાના પ્રસંગે અપકાય જેવા જીવોના પણ બચાવ માટે સાધુઓને પોતાનું જીવન ત્યાગ કરવાનો ઉપદેશ આપે એવા જિનેશ્વર ભગવાન પોતાની પૂજા અને માન્યતા માટે સ્થાપના (મૂર્તિ) દ્વારાએ આવી રીતે હિંસા કરાવી પૂજા કરાવે અને તેનું એકાંત નિર્જરારૂપી મોટું ફળ બતાવે તે સંભવેજ કેમ ? આવું કહેનારે પ્રથમ વિચારવું જોઈએ કે ભગવાન જિનેશ્વરદેવે પોતાની પૂજા માન્યતા માટે આ પૂજા પ્રવર્તાવી નથી. યાદ રાખવું કે જિનેશ્વર દેવો કેવળજ્ઞાન ઉપાર્જન કરીને જગતને ધર્મોપદેશ દેનારા બન્યા પણ ન હતા તેની પહેલાં તેઓશ્રીના જન્મનીજ વખતે સકલઈદ્રોએ મેરૂ પર્વત ઉપર જન્માભિષેકનો મહોત્સવ અને પૂજન કરેલાં છે, અને તેજ દેવેન્દ્રની પૂજાની રીતિને અનુસરીને ભવ્યો ભગવાન જિનેશ્વરદેવના સ્નાત્રપૂજન વિગેરે કરે છે. કદાચ કહેવામાં આવે કે ભગવાન જિનેશ્વરદેવના પૂજનથી થતો નિર્જરારૂપી લાભ દેવો કે ઈદ્રો પોતાના જ્ઞાનથી જાણી શકતા ન હતા, તેમજ અન્ય શ્રાવકશ્રાવિકાઓ પણ ભગવાન જિનેશ્વરદેવના પૂજનથી થતો નિર્જરારૂપી લાભ સ્વયં જ્ઞાનથી જાણી શકતા નથી, પણ તે લાભનું જ્ઞાન ભગવાન જિનેશ્વર દેવોના વચન દ્વારાએજ થાય છે, અર્થાત્ જિનેશ્વરદેવો પોતાની પૂજાના સાક્ષાત્ પ્રવર્તક ન હોય તો પણ ફળનિરૂપણ દ્વારાએ જરૂર પ્રવર્તક ગણાય. આ કહેવાવાળાએ પ્રથમ એ સમજવું જરૂરનું છે કે બીજા મતોની પેઠે જૈનમતમાં જિનેશ્વર એવી કોઈ એક વ્યક્તિ નથી, પણ અનંતી થઈ ગઈ, કંઈ થાય છે, અને અનંતી થશે, એટલે એક ઇશ્વરવાદમાં જૈનોની માન્યતા ન હોવાથી સામુદાયિક નિરૂપણમાં વ્યક્તિનું કોઈપણ પ્રકારે પ્રવર્તકપણું થતું નથી. ખરી રીતે તો સમુદાયની અપેક્ષાએ વ્યક્તિએ કરેલું કથન સત્ય ઉપદેશરૂપજ ગણાય છે. જેમ કોઇપણ સજ્જન દુર્જનના સંસર્ગથી થતા અવગુણો અને સજ્જનના સંસર્ગથી થતા ફાયદાઓ કોઈપણ શ્રોતાને સમજાવે તેમાં તે ઉપદેશક સજ્જન પોતાની મહત્તા કરે છે એમ કહી શકાય નહિ. જો કે તે સજ્જનના સમુદાયની અંતર્ગત તો જરૂર છે, પણ તેટલા માત્રથી તે સજ્જનને પોતાની મહત્તા જણાવનારો નહિ ગણતાં સર્વથા સત્ય ઉપદેશક ગણવામાં આવે છે. વળી સાધુ મહારાજાઓ પણ સુપાત્રદાનનો ઉપદેશ દેતાં યાવતું સાધુ મહાત્માઓને સુપાત્ર મનાવવાથી પોતેજ સુપાત્રમાં આવી જાય છે, અને પોતાને દેવાતું દાન પણ મહાલાભદાયી છે એમ અર્થપત્તિથી ચોકખું સિધ્ધ થાય છે, તો પણ તે સુપાત્રદાનના ઉપદેશક
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૦૪
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર સાધુમહાત્માને લાલચુ કહી શકીએ જ નહિ. જ્યારે રાગદ્વેષે ભરેલા સજ્જનો અને સાધુ મહાત્માઓ સજ્જનગણ અને સાધુ મહાત્માઓના સમુદાયના સંસર્ગ અને દાનના ફળોને બતાવતા દૂષિત કે અભિમાની ગણી કે માની શકાતા નથી, તો પછી જેઓ ક્ષીણ મોહનીયવાળા હોઈ વીતરાગ થઈને સર્વજ્ઞ થયેલા છે તેવા જિનેશ્વરદેવોના સમુદાયની પૂજાના ફળને જણાવે તેમાં સત્ય ઉપદેશ સિવાય બીજું કહી કે માની શકાયજ કેમ? જેમ એક સાધુ મહાત્મા ઉપદેશ દેતાં જણાવે કે સાધુ મહાત્માઓના નામગોત્રને શ્રવણ કરવા માત્રમાં પણ ઘણું જ ફળ છે અને તેના કરતાં સાધુ મહાત્માના સ્પામાં જવું, તેઓને વંદન કરવું, નમન કરવું, સુખશાતા પૂછવી અને ત્રિવિધ પર્યાપાસના કરવી તેમાં તો અનહદ લાભ છે. આવો ઉપદેશ કરનાર સાધુ મહાત્મા જેમ પોતાની એક વ્યક્તિને અંગે આ ઉપદેશ નહિ દેતો હોવાથી મહત્વાકાંક્ષાવાળા છે એમ જેમ કહી શકાય નહિ તેમજ તે ગૃહસ્થોનું સ્વામાં આવવા વિગેરેમાં થતું પ્રાણીનું નુકશાન કરાવનાર તે સાધુ મહાત્માજ છે એમ કહી શકાય નહિ, કારણ કે તે સાધુ મહાત્માનો ઉદ્દેશ પ્રાણીઓની બાધા માટે અંશે પણ નથી, પરંતુ માત્ર તે શાંતાઓના આત્માનું કલ્યાણ થાય તેજ તે સાધુમહાત્માના ઉપદેશનું તત્વ છે. તેવીજ રીતે સાધુ મહાત્માઓને પણ ભગવાન જિનેશ્વરદેવે સંયમપાલન માટે વિહાર અને નદી ઉતરવા વિગેરે કહેલાં છે તેમાં પણ જો કે અનેક પ્રાણીઓની વિરાધના રહેલી છે, છતાં ભગવાન જિનેશ્વરદેવના ઉપદેશનું તત્વ તે પ્રાણીઓની બાધાને અનુલક્ષીને નથી પણ માત્ર સાધુ મહાત્માઓના સંજમના પાલનને અનુલક્ષીનેજ છે.
ગ્રાહકોને અમુલ્ય લાભ. અમારા તત્વજીજ્ઞાસુ ગ્રાહકોને દીનપ્રતિદીન પ્રભુમાર્ગ પ્રણિત આગમના તત્વોનું, નહિ શ્રવણ કરેલી ગુઢતાત્વિક ફલ્યુફીનું-યુક્તિપ્રયુક્તિનું અજોડ જ્ઞાન શ્રી સિદ્ધચક્ર પાક્ષિકદ્વારા અર્પવા તનતોડ પ્રયત્નો ચાલુ છે, ત્રણ અંકથી પૂજ્યપાદ અખંડ આગમાભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ અમારી આગ્રહભરી વિનંતિ સ્વીકારી પ્રથમ શ્રીનંદી આગમ ઉપર ભૂતકાળે કદી પણ પ્રગટ ન થયેલ એવી સારભૂતઅવતરણા, તેના પર અનેક તર્કવિતર્ક યુક્તિપ્રયુક્તિ સહિત સમાધાન આપવા અમારા પર મહાન ઉપકાર કર્યો છે. ચાલુ વાતાવરણના અંગે વિખવાદયુક્ત વિષયને ન ચર્ચતા, લખાણદ્વારા ઠેષ અને કુસંપના બીજ ન વાવતાં, અને વર્તમાનના વિષમય વાતાવરણમાં વધુ વિષ ન ભેળવતા અમારું શ્રી સિદ્ધચક પાકિ જડવાદના અજ્ઞાન વાતાવરણમાં જ્ઞાનનો ઉદ્યોત કરવામાં જ્ઞાનની ન્યુનતાને અંગે ફેલાતા અજ્ઞાનના સમુહનો નાશ કરવામાં અને શાસન સામે થતા અજ્ઞાન હુમલાઓની જ્ઞાનના વિકાસથી સચોટ પ્રતિકાર કરવા નિરંતર ઉદ્યમશીલ રહેશે.
છતાં કોઈને કોઈપણ જાતની શંકા ઉદ્દભવે કાંઈપણ નવિન જાણવાની જીજ્ઞાસા થાય, વાતો કાંઇપણ અમારા તરફથી અસંતોષ જેવું લાગે તો તુરત જણાવવાની અમારી આગ્રહભરી વિનંતી છે. જુના અંકો સીલકમાં રહેતા નથી માટે નામ નોંધાવવાનું ભૂલતા નહીં.
તંત્રી.
Page #255
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચ્ચક
૧૦૫
(9D
(
8 )
W
WWવ
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
( ) વ ) વ ) વ ) ( ર ) B ( 5 ) . . . . . !
ગુલામી જીંદગી ગુજારનારાઓને માલીકીપણાનું મહત્ત્વ સમજાતું નથી. દોષની કબુલાતમાં ધર્મપણાનો સદ્દભાવ, અને દોષના ઈન્કારમાં અધર્મીપણાનો આવિર્ભાવ. આંખમાં રહેલી એબને અનુસરનારા આત્માઓ !! પારકી પંચાતમાં પડેલા ઉત્તમપણામાં, અને અધમપણામાં રહેલા વાસ્તવિક ગુણદોષો જોઇ શકતા નથી. “જમવામાં જગલો ફુટવામાં ભગલો” એ ભાંગીતૂટી કહેવતને ભરોસે ભુલુંપડેલું જગત! આત્મસમર્પણને ગુલામી કહેનારા વસ્તુતઃ આત્મ દુશમનો છે ! આત્મસમર્પણની બાંધેલી હદમાં શાસનની વાસ્તવિક વફાદારી. धर्मो मंगलमुत्कृष्टं, स्वर्गापवर्गदः ॥ धर्म संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ મહેનતનો માલીક કોણ?
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, કલ્યાણાર્થે ભવ્યાત્મવૃંદને ધર્મોપદેશ દેતાં પ્રથમ સૂચવી ગયા કે અનાદિકાલથી આ સંસારમાં રખડી રહેલો આ જીવ કોઇપણ જન્મમાં બનતી મહેનત કર્યા વગર રહ્યો નથી. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં (બેઈદ્રિય, તેઇદ્રિય ચૌરિંદ્રિયમાં), મનુષ્યપણામાં, દેવપણામાં કે નારકીપણામાં, દરેક સ્થળે મહેનત કર્યા વગર આ જીવ રહ્યો નથી. કયાંક આહાર માટે, કયાંક શરીર માટે, કયાંક ઈદ્રિયો માટે એના વિષયો, વિષયોના સાધનો માટે, અથવા એ બધા (પાંચ) માટે, યથાસ્થિતિ મુજબ, યથાશક્તિ મહેનત કર્યા વગર આ જીવ રહ્યો નથી, જન્મોજન્મ આ પાંચ માટે કરેલી મહેનત સર્વથા નિષ્ફળ નથી ગઈ એ પાંચે (આહાર, શરીર, ઈદ્રિયો વિષયો અને તેનાં સાધનો) મેળવ્યા, મહેનત પ્રમાણે ફળ પણ મેળવ્યું. ડુબકી મારનારાઓ દરીયામાં ડુબકી મારીને જે ચીજ કાઢે તેના માલીક તે ડુબકી મારનારાઓ નહીં, માલીક બીજોજઃ સોનાની ખાણમાંનો મજુર ખાણમાંથી સોનું કાઢે તે એનું ક્યાં સુધી ? જ્યાં સુધી ખાણના માલીક કે ઈજારદારને આપે નહિ ત્યાં સુધી મહેનતનું એ ફલ મજુરના ભાગ્યમાં ભોગવવાનું નથી, તેવી રીતે આ જીવ મહેનતથી જે મેળવે છે તે તેનો માલીક ક્યાં સુધી? આંખ ઊઘાડી છે ત્યાં સુધી અર્થાત્ નાશવંત પદાર્થો માટે મહેનત કરી, પણ માલીકીપણામાં મીઠું એટલે વસ્તુતઃ મહેનતના માલીક નથી.
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી સિદ્ધચક
તા.૧૫-૧-૩૪
સ્વપ્નાની સુખડલી ભૂખ ભાંગે નહીં.
સ્વપ્નામાં કોઈ મનુષ્યને દેવતા પ્રસન્ન થયો, અને વરદાન માંગવા કહ્યું, એણે રાજ્ય માંગ્યું, દેવતાએ તે આપ્યું, પણ રિદ્ધિ વગરનું રાજય કામનું શું? એટલે ફરી રિદ્ધિ માંગી અર્થાત્ રાજય રિદ્ધિથી ભરેલું રાજય માગ્યું, દેવે તે આપ્યું; પણ પડોશના રાજ્યોના આવતા હુમલા હઠાવવાનું બળ ન હોય તો આ ટકે કેટલા દિવસ ? જંપીને ઊંઘી ન શકાય, એ વિચારથી પોતે તેવું બલ માંગ્યું, દેવતાએ તે પણ આપ્યું; યાદ રાખો કે આ બધો સ્વપ્ન-વ્યતિકર છે. આ જીવ સ્વપ્નમાંયે કયાં ઓછી ધાંધલ કરે છે ! આટલું મળ્યાબાદ બીજાની કીર્તિ સાંભળીને ઈર્ષ્યા આવી. વરસાદને કહેવામાં આવે છે કે તું કાળો તો અમે ઉજળા, તું ધોળો તો અમે કાળા.' ઇર્ષાળુઓ બીજાની પડતીમાંજ સુખ પામે છે, જો બીજા સુખી દેખાય તો અઢળક સુખ છતાં પોતે દુઃખી થાય છે, બીજાની સંપત્તિ ઈર્ષાળુઓને અંગારારૂપ ભાસે છે, જ્યારે બીજાની વિપત્તિ ઠંડક રૂપ લાગે છે. વસ્તુતઃ ઉંધીપુતળીની કાર્યવાહી કરનારાઓ ઈર્ષાળુઓ હોય છે. સ્વપ્નમાંયે (સ્વપ્નમાં સુતેલા મનુષ્યને) રાજ્ય રિદ્ધિ મળ્યાં, શત્રુઓ તાબે થયા છતાં ચેન ન પડ્યું, ત્યાંયે બીજાની કીર્તિ સહન ન થઈ ત્યારે એણે બીજાની કીર્તિ પોતાની કીર્તિથી વધે નહીં, એવું પેલા દેવતા પાસે માંગ્યું. આથી દેવતાએ એને ચક્રવર્તિપણું આપ્યું. સ્વપ્નમાં આ ભાઈ સાહેબ છખંડનો માલીક ચક્રવર્તિ થયો, ચોમેર એનીજ કીર્તિ ગવાય એવો થયો, નવનિધાનનો ધણી થયો, બત્રીસહજાર રાજાનું આધિપત્ય ભોગવનારો થયો પણ આ બધું ક્યાં સુધી? આંખ ઉઘડે (ખુલે) નહીં ત્યાં સુધી. આંખ મીંચાયેલી છે ત્યાં સુધી, આંખ ખુલ્યા પછી એમાંનું કાંઇજ નહીં ! તેવીજ રીતે આ જીંદગીમાં ચક્રવર્તિપણું વિગેરે મેળવીયે તે ક્યાં સુધી ટકે? આંખ મીંચાય નહીં ત્યાં સુધી. કોઈ મહાજ્ઞાની એમ કહે કે મહારાણી વિકટોરીયા મરીને આ છોકરી થઈ છે અને એ નીર્ષિત થાય તેવી વાતો સાંભળવામાં આવે તો પણ એને આજે કોઈ રાજગાદી પર બેસવા દેશે ? નહીંજ આંખ મીંચાયા પછી કશીજ માલીકી નથી. કોના હિસાબે અને કોના જોખમે? વિચિત્ર વેપાર !
દુનિયામાં કેટલાક એવા કાર્યપ્રસંગોમાં સામાને તમે સાફ સાફ કહી દો છો કે-“આ વાત તમારા હિસાબે અને જોખમે છે.” આપણે જે મહેનત કરી રહ્યા છીએ તેમાં શું છે? એ બધું આપણા જોખમે અને કુટુંબાદિકના હિસાબે થાય છે. જો આપણા હિસાબે થતું હોય તો આપણું મેળવેલું આપણે જ્યાં જઇએ ત્યાં તે મળવું જોઈએ. આખા ઘર માટે શાક સમારવા બેસીએ, તેમાં આંગળી કપાય તો દુઃખ (વેદના) કોને થાય? સમારનારને કે આખા કુટુંબને ? ચોરી કરીને અમુક દલ્લો ઉઠાવી લાવ્યા તો એનો માલીક કોણ? આખું કુટુંબ. વડીલોપાર્જિત મિલકત કહી આખુ કુટુંબ હઠ કરે પણ ચોરી પકડાય તો સજા કોણ ભોગવે? ત્યારે મહેનત માત્ર થઈ કુટુંબના હિસાબે, અને આપણા જોખમે શું? મહેનત કરી કરીને આપણે જે માલમિલકત મેળવીએ છીએ “તે મેળવીએ છીએ” આપણા જોખમે; પણ એ બધા ઉપર માલીકી થાય છે કુટુંબની ઉપાર્જન કરનાર છતાં આપણે એના ખરેખર માલીક નથી.
Page #257
--------------------------------------------------------------------------
________________
૧eo,
તા. ૧૫-૧-૩૪
શ્રી સિદ્ધરાક ગુલામીખત કે આશાવર્તિતા?
જ્યારે આપણે ખરેખરા માલીક નથી તો કહેવું પડશે કે આપણે ટ્રસ્ટી છીએ, માટે એની વ્યવસ્થા તથા સદુપયોગ કરવાનો હક છે, પણ દુરૂપયોગ કરવાનો હક નથી. આથી એકવાત નક્કી થઈ કે કહેવાતો માલીક છતાં વ્યવસ્થા તથા સદુપયોગ કરી શકે ત્યાં સુધી એના કબજામાં એ મિલકત રહી શકે, એ તાકાત ચાલી જાય, માનો કે કોઈ ચક્રમ મગજવાળો બની જાય તો પછી લેણુંદેણું એના (ચક્રમના) વ્યવહારે થાય ? એ દશામાં એણે કરેલો દસ્તાવેજ મનાય ? નહીંજ. દુરૂપયોગથી બચે ત્યાં સુધી એ પેદા કરેલી ચીજનો માલીક ગણાય, એજ ન્યાય આત્મા માટે પણ સમજવો. આત્માની મિલકત અપૂર્વ પણ એની વ્યવસ્થા તથા સદુપયોગ ન કરી શકે ત્યાં સુધી એ તેમ કરવાને સ્વતંત્ર નથી. દુરૂપયોગમાં ન જાય, નુકશાન ન પામે એવી સ્થિતિ સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્મા પોતાનો છતાં તેના ઉપર હક આત્માનો-પોતાનો નથી. જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું નથી, અને છઘસ્થાવસ્થા છે ત્યાં સુધી મન, વચન, કાયા એ ત્રણે યોગોને જ્ઞાનીના ચરણે સમર્પ-સોંપી દેવા જોઇએ. સાધુઓ તથા પૌષધ કરનારાઓ “બહુવેલ સંદિસાહું, બહુવેલ કરશું” એમ આજ્ઞા માંગે છે એમાં “બહુવેલ'નો અર્થશો? આ આત્મા હવે દેવગુરૂને સમર્પીયો છે, તેથી પોતાથી સ્વતંત્રપણે કશું ન કરી શકાય. આજ્ઞા વિના કાંઈપણ થાય નહિ. આપણું ઘર પણ કોઇને અર્પણ કર્યા પછી જાળી કે પગથીયું ફેરવવાનો હક્ક આપણો રહેતો નથી. એજ રીતે આત્મા (મન, વચન, કાયા સમસ્ત) જ્ઞાનીને અર્પયા પછી તેમાં કાંઈ પણ પ્રવૃત્તિ કરવાનો હક પોતાનો રહેતો નથી. આથી દરેક ક્રિયા આજ્ઞા લઈને જ કરાય, પણ શ્વાસનું ચાલવું, આંખનો ટમકારો વિગેરે કેટલીક ક્રિયા એવી ચંચલ છે કે જેમાં આજ્ઞા માંગવાનો અવકાશજ નથી, એ ક્રિયા વિચારથીજ થાય છે તેમ નથી, રોકવા ધારે તો રોકાય તેમ નથી, વારંવાર થતી એવી ચાલુ ક્રિયાઓ માટે બહુવેલ સંદિસાહુ, બહુવેલ કરશું' એ સૂત્રથી અગાઉથી રજા લઈ લીધી આવી ક્રિયાઓમાં પણ આજ્ઞાની જરૂર ? હા ! રોકયું રોકાય નહી સહેજે થાય તેવા પ્રસંગે પણ આત્મ-સમર્પણની હદ જ્ઞાની પુરૂષોએ કેટલી બધી રાખી છે, તે આપણે “બહુવેલ સંદિસાહુ અને બહુવેલ કરશું” એ સૂત્રથી આજ્ઞાધીનતાદ્વારા હેજે સમજી શકીશું.
ત્યારે શું આ ગુલામીખત છે ? ગુલામીખતમાં પણ શ્વાસ લેવાની, આંખ મટમટાવવાની રજા લેવાની હોતી નથી, તો આ તો એથીયે વધ્યું ! ગુલામી અને આજ્ઞાવર્તિતામાં ફરક છે. પોતે કરવાધારે તોયે માલીકની સત્તાના જોરે તે ન કરી શકાય એનું નામ ગુલામી, પણ પોતાના રક્ષણ માટે બીજાની આધીનતા સ્વીકારાય તે ગુલામીપણું નથી. ધનાઢય ગૃહસ્થનો સિપાઈ પગારથી રોકેલ છે તે પોતાની પ્રવૃત્તિ રોકવા માટે નથી, પણ પોતાની સાહ્યબી ખાતર છે; પણ કેદીની પાછળના સિપાઇઓ તો એની પાપમય પ્રવૃત્તિને રોકનારા છે. પોતાની પ્રવૃત્તિને ઇચ્છા વિરૂદ્ધ
જ્યાં રોકવામાં આવે ત્યાં ગુલામી પોતેજ પ્રવૃત્તિમાં અનર્થ દેખે તે વારંવાર માટે સ્વંય બીજને આધીન થાય એ ગુલામી નથી. દરદ થાય ત્યારે ડૉકટરની ટ્રીટમેંટમાં રહેનારો, “આ ન ખાવું, આ ન પીવું, આમ વર્જવું વિગેરે ડૉકટરના હુકમને માનનારો શું ડૉકટરનો ગુલામ છે? નહીં.
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૦૮
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર ડૉકટર કહે કે “વાલની દાળ ન ખાવી, તેલને અડવું નહી, ખાવી તો મગની દાળ ખાવી, હમણા મુંબઈ છોડી અગાશી હવાફેર માટે જવું” આ બધું આપણે કરીએ તો શું ગુલામ કહેવાઈયે? નહીં. આપણી ઇચ્છા છતાં લાભદાયક પ્રવૃત્તિ જ્યાં આપણે ન કરી શકીએ ત્યાં ગુલામી; પણ લાભનેજ માટે આપણે અમુક પ્રવૃત્તિથી પાછા હઠીએ, રોકાઈએ ત્યાં ગુલામી નથી. જેમ ખાવાપીવા હરવા ફરવામાં ડૉકટરની આધીનતામાં ફાયદો માન્યો, માટે તેમ કરવામાં ગુલામી નથી. એજ રીતિએ દેવગુરૂધર્મને આપણે આપણો આત્મા આધીન બનાવીએ છીએ-સોંપી દઈએ છીએ, તે આત્માનાપોતાના રક્ષણની બુદ્ધિએ છે, માટે ગુલામી નથી. જે પદાર્થને જાણે તેજ એના ગુણો જાણી શકે. '
આંખ આખા જગતને દેખે છે, પણ પોતાને દેખાતી નથી. તેમજ આ આત્મા આખા જગતની પંચાતમાં પડે છે, પણ પોતાના ઉત્તમપણા કે અધમપણાનો લેશ પણ વિચાર કરતો નથી; પણ કરે ક્યાંથી? વિચાર થાય કોનો? જે વસ્તુ જાણવામાં આવે તેનો વિચાર થાય, પણ વસ્તુ જણાય નહીં તેનો વિચાર આવે નહીં. આત્મા પોતાને જાણે તો સારાનરસાપણાનો વિચાર આવેને ! હજી તો આત્માએ પોતાને જાણ્યોજ નથી. આત્મા જણાય કોનાથી? સર્વજ્ઞથી, આત્મા કોઇ રૂપ, ગંધ, રસ, સ્પર્શ કે શબ્દવાળી ચીજ નથી, કે દેખાય, જણાય. જગત આખું આ પાંચ વસ્તુ જાણે, આ પાંચ વસ્તુમાંથી આત્માને કાંઈપણ વસ્તુતઃ લાભ નથી. આ પાંચ વગરની વસ્તુ યંત્રથી પણ ન જણાય. જ્યારે આત્મા આ પાંચમાંથી કાંઈ નથી તો એ જણાય શાથી? આત્માથી. આત્મા અતીન્દ્રિય હોવાથી એને જાણનાર જોનાર કેવલજ્ઞાન કેવલદર્શનના માલીક શ્રી સર્વજ્ઞ ભગવાનજ છે, એ વિના એને જાણનાર કે જોનાર જગતમાં કોઈ નથી. જ્યારે આત્મા આત્માનેજ ન જાણે તો તેનું ઉત્તમ અધમપણું કયાંથી જાણે ? પદાર્થ જાણ્યા વગર તેના ગુણો જણાતા નથી. આંધળો દીવાને દેખેજ નહીં તો પછી તે ખુલ્લો છે કે પડદામાં? એ વાત તે ક્યાંથી કહી શકે? એ તો દેખાતો આદમી કહી શકે. જેને દાહ ન માલુમ પડે તે અગ્નિ તપાસી શકે નહીં એજ રીતે જે આત્માને જાણેજ નહીં, તે તેના ગુણો શાથી ઢંકાયા છે (અવરાયા છે,) તે શી રીતે પ્રગટ થાય? એ બધું તે કયાંથી જાણી શકે? આત્માનું આશ્રવયુક્તપણું ફીટાડીને નિર્જરાયુક્તપણે કયારે થાય ? કેવળજ્ઞાન થાય-સર્વજ્ઞપણું આવે ત્યારેજ જાણી શકાય. સમકિતી અને મિથ્યાત્વીમાં ફરક ક્યાં? વર્તનમાં કે વિચારમાં ?
દરેક મતવાળા પોતપોતાના દેવને સર્વજ્ઞ માને છે, કોઇપણ મતવાળો પોતાના દેવને મૂર્ખ કે અલ્પજ્ઞ માનવા તૈયાર નથી. ઘાલી જવાની કે ચોરી કરવાની દાનતથી તમારી પાસે આવેલો મનુષ્ય પણ વચન તો શાહુકારીનાંજ બોલવાનો. કોર્ટના પીંજરામાં પુરાવા માત્રથી ગુન્હેગાર સાબીત થયેલો હોય તો પણ એ પોતાને નિર્દોષ જણાવે છે. કોઈપણ મનુષ્ય પોતાનો ગુન્હો (દોષ) કબુલ કરવા તૈયાર નથી. અહીં પોતાના દોષ કબુલવા ત્યાં શાસકાર મહર્ષિઓ ધર્મીપણું કહે છે, દોષને દબાવવા માટે અનેક દોષોની પરંપરા વધે તેવી કાર્યવાહીમાં અધર્મીપણું આવિર્ભાવ પામે છે. દોષ
Page #259
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-
૧૪
૧૭૯
શ્રી સિદ્ધચક્ર બે રીતે કબુલાય. આત્માની સાક્ષીએ, ગુરૂની સાક્ષીએ. “કરેમિ ભંતે' સૂત્રમાં નિંદામિ, ગરિયામિ' એમ બે પદ આવે છે. પોતે કરેલું ખરાબ પોતાની મેળે માનવુ તે નિંદા, અને એ નિંદા કર્યા છતાં ધર્મીને એક ડગલું આગળ વધવાનું રહે છે. જ્યારે પોતે પોતાનું કાર્ય ખરાબ થયું માને છે, તો પછી બીજાની સમક્ષ એને ખરાબ તરીકે જાહેર કરવામાં અડચણ શી? એટલે એજદોષોની ગુરૂસમક્ષ નિંદા કરે તે ગહ. બીજાની સમક્ષ દૂષ્કતની નિંદા કરવી તે ગહ. આજના (જૈન સમાજના) બે વર્ગમાં ફરક અહીં છે. શાસનરસિક વર્ગવાળાઓ કાંઈ બાયડી, છોકરાં, રિદ્ધિ, સ્મૃદ્ધિનો ત્યાગ કરીને નથી બેઠા, મતલબ કે જેઓ યુવકસંઘવાળા કહેવરાવે છે, તેમના અને શાસન રસિકવર્ગનાઓના વર્તનમાં ફરક નથી; ફરક ક્યાં છે? મમતા તથા આરંભમાં ડુબેલા છતાં શાસન પ્રેમીઓ એને પાપગણે છે, તથા પાપ તરીકે જાહેર કરે છે, જ્યારે કહેવાતા યુવક વર્ગમાં તેથી વિપરીત દશા છે. શાસનપક્ષવાળાઓ પોતે પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યાં માને છે કે આ બધું મોહનીયના ઉદયથી રાગવશાત્ કરીએ છીએ, બાકી કરવું જોઇએ એમ નથી માનતા; અર્થાત્ કરવું ન જોઈએ એમ માને છે. જ્યારે યુવકસંઘવાળાઓ પોતાની તે તે પ્રવૃત્તિઓને (તમામને) કરણીય માને છેકરવું જોઈએ એમ માને છે. શાસનપ્રેમી સંસારની પ્રવૃત્તિમાં પાપોદય, કર્મોદય, ચારિત્રમોહનીયનો ઉદય માને છે, પાકી સપડામણ માને છે, થવું જોઇએ :હિતપણું પણ તે નથી થતું એથી ખેદ પામે છે, મોહોદયથી રાગ જાગે છે, અને તેથી સંસારને ખરાબ માન્યા છતાં તેમાં રાગ થયાથી પોતે ન છૂટકે રહ્યો છે એમ એ માને છે. સંસારપરત્વે એની આસકિત ચારિત્ર મોહનીયને લીધે છે, પણ તે આસકિત મુલતત્વ ન હણાય તેવી છે, કેમકે એ આસકિત એ આત્મ-ધર્મ નથી એ વાત એને લક્ષ્યમાં રહે છે. અત્ર પ્રશ્ન થશે કે આસકિત થાય અને વળી આવું લક્ષ્ય રહે એ બે સાથે કેમ બને? એક મનુષ્ય સપડાઈને ગુન્હેગાર જાહેર થયો, કોર્ટે એને પાંચ રૂપિયા દંડ કર્યો, પોતાની પાસે તે રકમ તે વખતે હાજર ન હોવાથી કોઈ પાસે કરગરીને ઉછીના માગે, આપનાર મોં માગ્યું વ્યાજ માગે, તે પણ એ કબુલે, છ આપવાના કબુલ કરીને પણ પાંચ રૂપિયા લે, અને દંડભરે અંતઃકરણ આ રીતે દંડ ભરવાનું સારું માને છે? નહીં, પોતાની સ્થિતિ પાંચની આપવાની પણ નહિ છતાં છ રૂપિયા આપવાનું કબુલ કરી દંડ ભરે છે, એનું કારણ? જો તેમ ન કરે તો જેલમાં જવું પડે, માટે એજ રીતે સમકિતીજીવ પણ મોહોદયને ખરાબ સમજે છે પણ “આટલું ન કરું તો પરિણામે મોટો જુલમ છે' એમ માની પ્રવૃત્તિ કરે છે. એની પ્રવૃત્તિ મોટા જુલમથી બચવાને માટે છે. આરંભ પરિગ્રહની પ્રવૃત્તિ કરે છે, છતાં સમકિતી એને ખરાબ માને છે, જ્યારે મિથ્યાત્વી એને ખરાબ માનતો નથી. આસકિતમાં મિથ્યાત્વજ હોય એમ નથી, કારણકે શાસ્ત્રકારો આસકિતના ઉંડાણનું અવલોકન કરાવતાં જણાવે છે કે આરંભ સામગ્રીમાં આસકત બનેલાઓ પણ ચતુર્થગુણસ્થાને રહી પ્રભુમાર્ગની આરાધના કરે છે, માટે આસકિત અને અશક્તિનું સ્વરૂપ અવશ્ય વિચારવું જરૂરી છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧૫-૧-૩૪ ચક્રવર્તિઓ, વાસુદેવો વિગેરે પ્રવજ્યા મહોત્સવો શાથી કરતા?
આ વાત ધ્યાનમાં લઈશું ત્યારેજ આપણને બરાબર સમજાશે કે ચક્રવર્તિઓ, વાસુદેવો વિગેરે પોતાના પુત્રપુત્રી પરિવાર વિગેરેને દીક્ષા કેમ ઠાઠમાઠથી લેવરાવતા હતા. આપણો પુત્ર દીક્ષા લેતો હોય તો એને રોકવાનું આપણું જોર કેટલું? કોર્ટ સુધીનું જ. ચક્રવર્તિ વિગેરેને તો કુલ સત્તા, બળ પોતાના હાથમાં છે. કૃષ્ણ વાસુદેવ કેવા? સ્ત્રીઓ માટે યુધ્ધમાં હજારોનો સંહાર કરનારા! સત્યભામા, રુકિમણી વિગેરેને કેવી રીતે લાવ્યા છે ! આવાઓ પણ પોતાના પુત્રપુત્રી આદિ પરિવારની દીક્ષા વખતે ધામધૂમતી પ્રસન્નતા પૂર્વક મહોત્સવ કરતા હતા. તે કયારે થાય? વિચારો ! શું તેમને સ્ત્રી પુત્રાદિ પરિવાર અળખામણો હતો? ગજસુકુમાળ, રાણી, વિગેરે પરિવાર અપ્રિય નહોતો. થાવસ્ત્રાપુત્ર પ્રત્યે અપ્રીતિ નહોતી. આ બધાને એમણે વાજતે ગાજતે દીક્ષા કેમ અપાવી ! જો તેઓ આડે આવે તો આમને કોઈ દીક્ષા દઈ શકે તેમ હતું નહીં. અત્યારે તો દીક્ષિત થનારને સહાયકો પણ છે, પણ ચક્રવર્તિ વિગેરેના ઘેર દીક્ષા પ્રસંગમાં જો તે રોકે તો સહાયક કોણ ? તેઓ કાંઈ હાર્યા દીક્ષા દેવરાવતા નથી, પણ પ્રભુમાર્ગના રંગથી રંગાઈને ઉત્સાહથી દેવરાવે છે. ચક્રવર્તિ ચક્રવર્તિપણામાં રહેતો નક્કી નરકગામી ગણાય. ભરતજી મોક્ષે ગયા, સનતકુમાર દેવલોક ગયા, ચક્રીઓમાંના કંઈ મોક્ષે, કંઈ દેવલોક અને બેચક્રી નરકે ગયા. જે જીંદગીપર્યત ચક્રવર્તિપણામાં રહ્યા તે નરકે ગયા, જેણે ચક્રવર્તિ પણાનો ત્યાગ કર્યો તેઓજ દેવલોકે અગર મોક્ષે ગયા. ચક્રવર્તીપણામાં મરનાર દેવલોકે કે મોક્ષે ગયો એવું એક પણ દ્રષ્ટાંત છે ? નહીં. ચક્રવર્તીપણા ઉપર થુંકનારાઓ દેવલોકે અગર મોક્ષે ગયા. આથી સિદ્ધ થયું કે ચક્રવર્તિપણું દૂર્ગતિદાયક છે, અને એને એવું ગમ્યું તોજ તેઓ સદ્ગતિના ભાજન થયા. દુનિયાદારી અને ધર્મ વચ્ચેનું અંતર.
હવે આજના યુવકો દુનિયાને રિદ્ધિસિદ્ધિ પમાડવામાં ધર્મ માને છે. નવેનિધાનથી, ચૌદરત્નથી દુનિયાની સામગ્રી પૂર્ણ કરનાર, તેઓના હિસાબે દુનિયાનું દારિદ્ર દફે કરનાર હોવાથી, મોટો ધર્મી કહેવાય. એમની ગણત્રીએ નવનિધાન એટલે નાણાંનું વૃક્ષ ! હજારો દેવતાઓ જેને આધીન હશે, એ રાજ્યની સમૃદ્ધિ કેવી સલામત હશે, શાંતિ કેવી નિર્વિઘ્ન હશે છતાં એ ચક્રવર્તિ નરકગામી નક્કી ! શાથી? ધર્મ એ જૂદી જ ચીજ છે. દુનિયાદારીને અને ધર્મને પૂર્વ પશ્ચિમનું અંતર છે, બેયની દિશાજ ભિન્ન છે, સામસામે છે. ચક્રવર્તિપણામાં કાળકરનારો ચક્રી નક્કી નરકેજ જાય; ભરતાદિ મોક્ષે ગયા અગર બીજા ચક્રિઓ દેવલોકે ગયા તે તે પાપમયસ્થિતિ છોડવાના પ્રતાપે; નહિ કે ચક્રવર્તિપણાના પ્રભાવે ! વાસુદેવો તો પૂર્વે કૃતનિયાણાના યોગે તથા વિધ આયુષ્ય બાંધવાથી નક્કી નર્કગામીજ છે. આવા જીવો પણ આ ધર્મને, દીક્ષા વિગેરેને શ્રેષ્ઠ ગણે છે, અને તેથી દુન્યવી સંપૂર્ણસત્તા ધરાવતા છતાં એમાં આડે આવતા નથી, બલકે મહોત્સવપૂર્વક એની પ્રભાવના કરે છે, એનો પ્રચાર કરે છે. યુદ્ધ કરીને, હરણ કરીને લાવેલી રાણીઓ, પરમપ્રીતિપાત્ર પુત્રો પણ જ્યાં પ્રવ્રજ્યા લેવા તૈયાર થાય, ત્યારે આ મહાપુરૂષો આડે આવતા નથી. પ્રભુમાર્ગના આરાધકોની આરાધનાઓ અજબ છે !!!
Page #261
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧-૩૪
૧૮૧
શ્રી સિદ્ધચક્ર ત્યાગમાર્ગમાં ઉપદ્રવ કરનારના પાપની તુલના, શ્રીગણધરદેવની હત્યા કરનારના પાપ સાથે.
શ્રીસમવાયાંગસૂત્રમાં ભવાંતરમાં ધર્મ પ્રાપ્તિની દુર્લભતાના ત્રીસ કારણો જણાવ્યા છે, તેમાં અઢારમાં કારણમાં સ્પષ્ટતયા જણાવે છે, કે ત્યાગમાર્ગમાં જતાંને જે અંતરાય કરે, અગર એ પૂનિતપંથે સંચરેલાને જે ઉપદ્રવ કરે, એ રીતે ત્યાગના ઉમેદવારને કે ત્યાગીને જે માર્ગભ્રષ્ટ-સ્થાનભ્રષ્ટ કરે તેને મહામોહનીયકર્મ બંધાય. શાસનના સ્થાપક શ્રીતીર્થંકરદેવ છે, પણ નેતા કોણ? સંચાલક કોણ? શાસનના સૂબા કોણ? શ્રીગણધર મહારાજા ! આવા શ્રીગણધર ભગવાનની હત્યા કરનારો મનુષ્ય જેવી રીતે સંસારમાં અનંતકાલ રખડે, દુર્લભબોધિ થાય; તેજરીતિએ ત્યાગી થતા અગર થયેલાને ત્યાગમાર્ગથી ખસેડનારો અનંતકાલ રખડાવનાર મહામોહનીય કર્મ બાંધે. ચક્રવર્તિ તથા વાસુદેવો વિગેરે પણ દીક્ષા લેનારને ધન્ય માનતા અને વંદન કરતા. એવું માનતા હતા, માટેજ એ પ્રસંગે મહોત્સવો કરતા હતા. કૃષ્ણજીનો જાહેર કંઢેરો! એવો ઢોરો કયારે પટાવાય?
ગજસુકુમાલજી (પોતાના પરમ સ્નેહાળ બંધુ)નો દીક્ષા મહોત્સવ કૃષ્ણજી પોતે કરે છે એમની દીક્ષામાં સ્ત્રીને કેટલો કલેશ થયો હશે ! સસરાએ તો લાગ મળવાથી અંગારા મસ્તકે મુકી એમને ભસ્મિભૂત કર્યા. કલેશ કેટલો જાગે ત્યારે આવું થાય! જો ગજસુકુમાલની સ્ત્રીનો કલેશ શમ્યો હોત તો સસરાનો (સોમિલનો) કલેશ જરૂર શમી જાત. જે દીક્ષામાં આવો કલેશ હતો તેવી દીક્ષા દ્વારિકામાં વરઘોડો કાઢીને શ્રીકૃષ્ણજીએ પોતે અપાવીને? હા આ ઉપરથી એ સાબીત થાય છે કે પ્રભુમાર્ગના અજાણો આજે દીક્ષાનો વિરોધ કરીને પોતાના પાપમય માનસનું જૈન જગતને દર્શન કરાવે છે. કોઈ મનુષ્ય પાપોદયે પોતે દારૂડીયો થાય, પોતે નુકશાન સમજે છતાં વ્યસન ટાળી ન શકે એટલે શું પોતાનો દીકરો દારૂબંધ કરે તે વખતે શોક કરે ખરો ? નહીં જ. દારૂમાં નુકસાનને માનનારો પોતે દારૂડીયો છતાં પણ એ પોતાના પુત્રને દારૂડીયો નહિ જ થવા દે. એવી જ રીતે ધર્મને રસ્તે આવેલો મનુષ્ય પાપ માને છે; યદ્યપિ પોતે પાપ કરે છે તથાપિ એની નિંદા ગહ કરે છે, અને તેથી એનો પુત્રાદિ પરિવાર પાપ છોડનાર થાય તો તે તરફ તેની સહાનુભૂતિ હોય છે.
છપન કુલ કોટિયાદવોથી વસેલી, બાર જોજન લાંબી અને નવ જોજન પહોળી, ભરચક વસ્તીવાળી દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ મહારાજાએ ઢંઢેરો પીટાવ્યો હતો કે-“દીક્ષાના ઉમેદવારને જે કાંઇ અડચણ હોય તે દૂર કરવા હું તૈયાર છું. વર્તમાન વિઘ્નો દૂર કરી, પાછળની (પરિવારના પાલનપોષણ વિગેરેની) તમામ ફીકર મારે શિરે છે, માટે આખીએ દ્વારિકામાંથી જેને જેને દીક્ષા લેવી હોય, ભગવાન શ્રીનેમિનાથ સ્વામીને શરણે જવું હોય તેણે તેણે નિઃસંકોચપણે વિના વિલંબે બહાર આવવું.” આ વાત શ્રીઅંતગડ અને શ્રીજ્ઞાતાસૂત્રના મૂળમાં જણાવેલ છે. આ ઢંઢેરો પીટાવતી વખતે અંતઃકરણ કઈ સ્થિતિમાં હોવું જોઇએ! અહીં કોઈ પૂછે કે ત્યારે પોતે દીક્ષા કેમ લેતા નથી? પોતાને રાજ્ય ન મળે એથી શું રાજ્ય પામનારને રાજા ન કહેવો? પોતાથી લઈ ન શકાય માટે વસ્તુનું ઉત્તમપણું ઉડી જતું નથી, એ વસ્તુ બગડી જતી નથી. કૃષ્ણજી પોતે તદૃન અવિરતિ હતા એ જ્યારે આવો ઢંઢેરો પીટાવે ત્યારે પોતે દીક્ષા લેતા નથી અને બીજાને લેવરાવવા નીકળ્યા છે. એવું બોલનારા
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૮૨
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર લોકો શું તે વખતે નહિ હોય? સમકિતી જીવ પોતે પાપ કરે તે નિંદે અને ગુરૂની સમક્ષ ગહેં. આરંભ પરિગ્રહ વિષયકષાદિની અનુમોદના સમકિતીના મુખમાંથી કદી નીકળેજ નહીં, અર્થાત્ પોતાના દોષને સમકિતી ખરાબજ માને. આત્મ-સમર્પણને ગુલામી કહેનારા આત્માના દુશ્મનોજ છે.
હવે મૂળ વાત પર પાછા આવીએ. આત્મા પોતાને જ્યારે દૂષિત થયેલો દેખે ત્યારે દૂષણ ટાળવાની બુદ્ધિવાળો થાય; પણ લાયકાતના અભાવે પોતાના આત્માને જ્ઞાનીને સમર્પે, એમાં ગુલામી નથીજ. બાહ્ય રોગ નિવારવા, ડૉકટરની ટ્રીટમેંટમાં જવું તથા એના અગર પરિચારિકા નર્સના કહ્યા મુજબ ચાલવું એમાં જેમ ગુલામી નથી, તેમ આંતર રોગ નિવારણાર્થે ભાવવૈદ્ય શ્રી સર્વશદેવ કે સદગુરૂને આપણે આત્મા સમર્પયે તેમાં જરાપણ ગુલામી નથી. જો એમાં ગુલામી નથી, પણ એમાં ગુલામી માનીયે, તો વર્ગમાં ભણનારા વિદ્યાર્થીઓને, તથા ડૉકટર કે નર્સને તાબે થનારા દર્દીઓને ગુલામ કહેવા જોઇએ! વિદ્યાર્થીઓને જેઓ શિક્ષણના શત્રુઓ હોય તેઓ ગુલામ કહે, બંધારણવાળા રાજ્યને કાયદાના કાશત્રુઓજ બેડીવાળું રાજ્ય કહે, ડૉકટર કે નર્સ કહે તેમ ચાલવામાં મૂર્ખતા તો દરદીના દુશમનોજ બોલે; તેવી જ રીતે સર્વશ ભગવાનને તેમજ પંચાચારે પવિત્ર મોક્ષમાર્ગના સાર્થવાહ એવા ગુરૂને આત્મસમર્પણ થાય ત્યાં ગુલામી છે એવું કોણ બોલે? આત્માના શત્રુઓજ ! આત્માને ઉન્માર્ગથી હટાવી લેવાની, સન્માર્ગમાં સ્થાપવાની, એટલે કે એની યોગ્ય વ્યવસ્થા કરવાની તાકાત જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણી એ ફરજ છે, અને એજ હિતાવહ છે કે આપણા આત્માને મહાપુરૂષને તાબે કરી દેવો. વસ્તુની માલિકી માત્ર ઉપાર્જન કરવાથી મળતી નથી, પણ સદુપયોગ કરવાના સામર્થ્યથી મળે છે. આ દુનિયામાં આપણે જે મેળવીએ છીએ તેની માલીકી આંખ મીંચાય નહી ત્યાં સુધી, એટલે મેળવવાનું આપણા જોખમે પણ માલીકી કુટુંબની એટલે કે કુટુંબના હિસાબે મેળવાતા પદાર્થોમાં ઉપાર્જન થતા કર્મો ભોગવનાર આ આત્મા પોતેજ ! તેમાં કોઇનો ભાગ લાગ નહીં ! આ કેવો વેપાર ! તુરકીના મુલકો જે લે તે તુરકીનું દેવું આપે કે નહીં ? આપે. અહીં કુટુંબ ખાવા તૈયાર છે, દેવું ભરવા તૈયાર નથી. ત્યારે થયું શું? જમવામાં જગલો અને કુટવામાં (માર ખાવામાં) ભગલો. આ વાતનું ભાન હજી આત્માને થયું નથી, માટે જ અવળી મહેનત કર્યા કરે છે. બે ઘડી પણ એવી મહેનત કરો કે જે સફળ થાય, એમાં મળેલી મિલકત કોઈપણ પડાવી શકે નહીં.
આ જીવ અનાદિથી આ રીતે ભવભ્રમણ કરી હેરાન પરેશાન થઈ રહ્યો છે, એવું માને તો શુધ્ધ દેવાદિનું આરાધન, કથંચિત્ અશુદ્ધ દેવાદિને માને તો પણ આરાધન સફળ થાય. શુધ્ધદેવાદિ માન્યા છતાં અભવ્યનું કલ્યાણ નથી થતું, એ આપણે પ્રસંગોપાત સમજ્યા, અને આ સમજ મગજમાં પુરેપુરી ઠસશે, ત્યારે જ શાસન મહેલની સીડી એ તે સીડીના પગથીયાંઓનું પારમાર્થિક અવલોકન થશે. હવે શાસન મહેલ એટલે શું ? શાસન મહેલની સીડી એટલે શું ! અને તેના પગથીયાનું પારમાર્થિક અવલોકન અને ત્યારબાદ ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે એ પણ હવે આપણે વિચારશું.
Page #263
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧-૩૪
૧૮૩
શ્રી સિદ્ધચક્ર સંવેગની સમરાંગણ ભૂમિ યાને સમરાદિત્ય ચરિત્ર.
(ગતાંકથી ચાલુ) અનુવાદક “મહોદયસા.” श्रुत्वेत्यहं सपौरोऽपि तस्मादेवाभवं व्रती । अयं विज्ञेषहेतुर्मे निर्वेदे नृपनन्दन ? દુર્જનની દુર્જનતાનો સાક્ષાત્કાર
ગતાંકમાં આપણે જોઈ ગયા કે સોમાનો જીવ જે હાથી તરીકે હતો તે મરી અકામનિર્જરા યોગે વ્યંતર થયેલ છે તે સોમા વ્યંતરપણામાંથી ચ્યવીને કોઈ બીજા વિજયમાં ચક્રવાલ-નામા નગરની અંદર અપ્રતિહતસક સાર્થવાહના ચક્રદત્ત નામના પુત્ર તરીકે ઉત્પન્ન થઈ. રૂદેવ પણ નારકમાંથી ચ્યવી તેજ નગરમાં રાજાના પુરોહિતનો યશદત્ત નામે પુત્ર થયો.
ભાગ્યયોગે યશદત્ત ને ચક્રદત્તની સાથે મિત્રતા થઇ પરંતુ યશદત વારંવાર ચોદત્તના છિદ્ર જોતો તે તેના ઉપર દ્વેષ રાખતો.
એક દિવસ યાદત ચન્દન નામના સાર્થવાહની માલમિલ્કત બધી ઉપાડી ચક્રદત્તના ઘરમાં મુકી કહ્યું કે-મિત્ર તું આ ધન તારા પ્રાણસમાન ગણીને યત્નથી સાચવજે ચકદેવે પણ ભદ્રિકભાવથી પોતાના ઘરમાં તે ધન મુકયું.
સવારે લોકાપવાદ થવા લાગ્યો ત્યારે ચહદને પૂછ્યું કે તું આ ધન ક્યાંથી લાવ્યો ? ત્યારે યાદને સાચે સાચું કહ્યું કે-મેં, ભયથી અહીં સાચવવા તને આપ્યું છે તે કોઈપણ જાતનો ભય રાખીશ નહીં, એમ જ્યારે યશરતે કહ્યું ત્યારે તે નિઃશંક થયો, ચન્દન સાર્થવાહ, પ્રાતઃકાલે જઈને રાજાને નિવેદન કર્યું, રાજાએ પણ તેને પૂછયું કે ધન કેટલું હતું? ત્યારે તેણે જેમાં પોતાની માલમિલ્કત લખી હતી તે કાગળ બતાવ્યો.
ભૂપતિએ પણ નગરમાં ઉદ્ઘોષણા કરાવી કે “ચન્દ શ્રેષ્ઠીનું જે દ્રવ્ય જેણે લીધું હોય તેણે આપી જવું નહીંતર જો રાજ જાણશે તો તે કોપાયમાન થશે. ને ઘણો દંડ કરશે.”
આ પ્રમાણે ઉદ્ઘોષણા પાંચ દિવસ સુધી થઈ તો પણ કોઈ આવીને ધન આપી ગયું નહિ, ત્યારે વિશ્વાસઘાતી યશદતે રાજા આગળ આવી કહ્યું- હે રાજનું માણસે મિત્રના દોષની વાત કહેવી ન જોઈએ, પરંતુ રાજાના અપથ્યની ઉપેક્ષા કરવી જોઇએ નહીં એમ વિચારી હું કહું છું-કહ્યુંચંદનસાર્થવાહની સર્વ માલમિલ્કત ચકદેવે લુંટી છે એવું મેં તેના કુટુંબથી જાણ્યું છે.
રાજાએ કહ્યું કે-એ કુલીનપુરૂષમાં ચક્રદત્તમાં એવું દુરિત ઘટતું નથી તેણે કહ્યું કે શું પુષ્પ ઉત્તમ છે તો પણ તેમાં શું કીડાની ઉત્પત્તિ થતી નથી ? તેવી રીતે તે પણ બનવા જોગ છે. માટે યેનકેન પ્રકારે પણ તેનું ઘર તપાસરાવો. ખોટી દાક્ષિણ્યતાથી નુકશાન
કષાયો આત્મા ઉપર કેવું સામ્રાજ્ય જમાવે છે તે વિચારવાનું છે. આ ભવમાં ચક્રદત્ત અને યજ્ઞદર ગાઢ મિત્રો હોવા છતાં અને મિત્રતાનોજ ખોટો લાભ લઈ ભટ્રીક પરીણામી ચક્રદત્ત ઉપર યજ્ઞદત્ત ખોટું તહોમત મૂકે છે. પૂર્વભવમાં પતિ તરીકે પોતાના વિષયભોગમાં ખામી આવવાને કારણે થયેલો લેષ ભવાંતરમાં પણ મિત્ર તરીકે ઉત્પન્ન થઈ વિના કારણે હેરાન કરે છે અને પૂર્વપ્રેમના યોગે
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૮૪
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર ચક્રદત્ત આવા મિત્રની દાક્ષીયતા પણ રાખી પોતે સંકટ વહોરી લે છે. સ્થાને દરેક ગુણ શોભે છે. અધર્મને રસ્તે રાખેલી દક્ષીણ્યતાએ દક્ષીણ્યતા નથી પણ દોષ છે. રાજાએ પણ પોતાના માણસોને પત્ર લખીને મોકલ્યા તેમણે જઈ ચક્રદત્તને કહ્યું કે પત્રમાં લખેલી કોઈ વસ્તુ તારા ઘરમાં છે? તેણે નિઃશંક થઈ કહ્યું કે ના ત્યારે તેમણે જડતી લીધી ત્યારે ધન નીકળ્યું ને તેના ઉપર ચંદનસાર્થ વાહનું નામ લખેલું હોવાથી તેઓએ પૂછયું કે-આ શું? ચક્રદત્તે કહ્યું કે એ તો મારું બીજું નામ છે ને એ ધન માર્જ છે. તેમણે ફરી પૂછયું કે-એ ધન કેટલું છે? ત્યારે તેણે કહ્યું-હું જાણતો નથી એમ કહેવાથી ને પત્રમાં લખેલ પ્રમાણવાળું ધન હોવાથી તે સૈનિકોએ ચક્રદત્તને પકડી રાજા આગળ લઈ ગયા. ઉત્તમ કુળની છાપ કેવી હોય ?
રાજા-જો કે પ્રચણ્ડ હોય છે તો પણ શાન્તિથી ચક્રદત્તને રાજાએ પૂછયું કે-ભો ચક્રદત્ત તારા જેવા ઉત્તમ પુરૂષમાં આવું અકૃત્ય શોભે નહીં. માટે જે વસ્તુ સ્થિતિ હોય તે સાચેસાચી કહી દે આવા પ્રકારનું રાજાએ સ્પષ્ટ કહેવા છતાં પણ ચક્રદત્તે મિત્રના સ્નેહને લીધે કંઇપણ અક્ષર ઉચ્ચાર્યો નહીં ને ત્યાં રોવા લાગ્યો.
રાજા પણ વિચારે છે કે ઉત્તમ કુળવાળા ચક્રદત્તનું આવું કૃત્ય સંભવીત નથી અને છે પણ તેમજ ચક્રદત્ત પોતે નિર્દોષ છે પણ મિત્રની દક્ષીણ્યતાના અંગેજ પોતે હોરી લીધું છે. શાસ્ત્રકારોએ ઉત્તમકુલની મહત્તા ગાઇ છે તે આજ કારણે છે. ઉત્તમકુલના સંસ્કાર મનુષ્યને સહેજે ધર્મની સામગ્રીમાં જોડી દે છે અને આવું કુલસંસ્કાર હોય તેજ આત્મા આગળ વધી શકે છે. શ્રાવકકુલની પ્રાપ્તિ સમ્યદ્રષ્ટિ દેવો આજ કારણે ઈચ્છે છે કે જેથી વિરતિથી આત્મા વંચિત રહે નહિ. એટલે શ્રાવક કુલ વિરતિથી વાસીત હોયજ. સંસારની અસારતાની ખાત્રી ગળથુથીજ થઈ જાય અને ઉત્તમ એવો દુર્લભ મનુષ્યજીવન પામ્યાની સાર્થકતા કરવાના વિચારો ગુંજારવ કરી રહ્યા હોય. આજે તેનાથી વિપરીત દશા જ્યાં જ્યાં દેખાતી હોય તેઓએ જરૂર વિચારવું જોઇએ અને જૈનકુલના સામાન્ય આચાર વિચારોથી વાસીત પોતાનું કુટુંબ બનાવી દેવું જોઇએ. જેથી કોઈપણ વખતે શ્રાવક તરીકેની પોતાની જાહેરાતને સાર્થકજ ઈતરની દ્રષ્ટીએ પણ દેખાય આજે આ સંસ્કાર તરફ જે જે કુટુંબોમાં દુર્લક્ષ્ય અપાય છે તેવાઓ અને તેમના કુટુંબીઓ ઓઘે શ્રાવકકુલ પામ્યા છતાં જીનેશ્વર ભગવાનના શાસનની, આગમની, તીર્થોની, ને સંયમમાર્ગની આશાતના કરી જડવાદના પ્રવાહમાં તણાઈ પોતાના અમુલ્ય જીવનને બરબાદ કરી રહ્યા છે તેવાઓએ ઉત્તમ કુલના સંસ્કારોની છાપ કેવી હોવી જોઈએ અને પોતાની કઇ સ્થિતિ છે તેનો ઉહાપોહ આત્મા સાથે કરી વિચારે તો ઘણું સમજવાનું છે અને આવા દ્રષ્ટાંતો વિચારી પોતાની સ્ત્રીને ધર્મમાર્ગમાં અંતરાય કરનાર રૂદ્રદેવ એક ભવમાં નહિં પણ કેટલાએ ભવોમાં દુઃખી થાય છે. તો આજે પ્રભુશાસનમાં કહેલી વિરતિનો ધોરી માર્ગ રોકનાર કે તેમાં સહાનુભુતિ આપનાર આત્મા કર્મનો કેટલો બંધ કરાવનાર છે તે સહેજે વિચારી શકાય તેવું છે.
પછી રાજાને શંકા પડવાથી તેને નગરબહાર લઈ જવા પોતાના માણસોને કહ્યું: રાજપુરૂષોએ પણ ચક્રદત્તને નગરબહાર દેવીના મંદિર પાસે મૂકીને નગરમાં પાછા આવ્યા. સત્યતાનો પ્રભાવ? ને અપકારી પર ઉપકાર
રાજપુરૂષોના ચાલ્યા ગયા પછી ચક્રદત્તે વિચાર કર્યો કે આવા અપમાને હવે જીવીને શું કરવું છે માટે આ વનદેવીના વડ વૃક્ષથી ફાંસો ખાઈ મરી જાવું? ચક્રદત્ત જેટલામાં વડ પાસે ફાંસો ખાવા જતો હતો તેવામાં વનદેવતાએ અવધિજ્ઞાનના ઉપયોગથી તે વાત જાણીને રાજાની આગળ જઈ બધી સાચે
Page #265
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧-૩૪ શ્રી સિદ્ધચક્ર
૧૮૫ સાચી યજ્ઞદતે કરેલા કપટની વાત કહી ને કહ્યું કેઃ હે રાજનું તમે જલ્દી જાવ ને તેને મરણથી બચાવો?
તે સાંભળી રાજા સૈનિકોને યજ્ઞદત્તને બાંધી લાવવાનું કહી વનમાં ચક્રદત્તની પાસે જાય છે. આ બાજુ ચક્રદત્ત જેટલામાં વન ઉપર લટકી ગળે ફાંસો નાખી ખેંચવા જાય છે તેવામાં રાજાએ આવી તેનો હાથ ઝાલી લીધો. પછી સૈનિકો યજ્ઞદત્તને પકડી લાવ્યા. ત્યારે રાજાએ કહ્યું કેઃ “એની જીભ ખેંચી ઠાર દઈ એને મારી નાખો.”
આવા પ્રકારની નરેન્દ્રની આજ્ઞા થવાથી કરૂણાથી જેનું હૃદય પીગળ્યું છે તેવા ચક્રદત્તે રાજાને કહ્યું કેઃ હે રાજન્ કૃપા કરી આ યજ્ઞદત્તને છોડી દો ? રાજા કહે કેઃ ભો ચક્રદત્ત તારે બીજાં કાંઇ માંગવું હોય તો માગ. પરંતુ આવા પાપિઇને નહીં છોડું !!!
ત્યારે ઘણી આજીજી કરતાં ચક્રદત્તની યાચનાથી રાજાએ યજ્ઞદત્તને મૂકી દીધો. સજ્જન પુરૂષો પોતાની સજ્જનતાને કદી છોડતા નથી. દુર્જન કે સજ્જન મનુષ્યપણે તો સરખા દેખાય છે પણ તેમના કાર્યોથીજ તે ઓળખાય છે અને એટલા માટેજ સજ્જનને ચંદનની ઉપમા અપાય છે તે સાર્થકજ છે. ચંદનને ઘસો, છેદો-બાળો તો પણ તે એક સરખી સુગંધીજ આપ્યા કરશે. તેવી રીતે સજ્જન પુરષો પોતાના અપકારીના તરફ પણ હંમેશાં ઉપકારજ કરતા રહે છે. ચકદત્તની સંયમયાત્રા
અસ્તુ પછી રાજાએ મહામહોત્સવપૂર્વક ચક્રદત્તને નગરમાં પ્રવેશ કરાવ્યો કેટલાક એક દીવસથી ચક્રદત્ત યજ્ઞદત્તનો જનાપવાદ સાંભળી વૈરાગ્યવાન બન્યો ને તેના પ્રતાપે તેણે નમૂતિ નામના ગણધર ભગવંતની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. વિધિપૂર્વક ચારિત્રપાળી ચક્રદત્ત બ્રહ્મનામના દેવલોકમાં નવ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો યજ્ઞદત્ત પણે બબ્બેવાર નારકમાં છ છ સાગરોપમના આયુષ્યવાળો નારક થઈ તિર્યંચમાં થઈ સંસારમાં રખડવા લાગ્યો. અવધિજ્ઞાની મુનિનો વર્તમાન ભવ
દેવલોકમાંથી ચ્યવીને ચહદત્ત ચંપાવાસ નામની નગરીમાં મણિભદ્ર શેઠનો પુર્ણભદ્ર નામે પુત્ર થયો તેજ હું હાલ અમરગુપ્ત નામથી ઓળખાવું છું.
યદત્ત પણ તિર્યંચમાં ભમી તેજ નગરમાં નન્દાવર્ત શ્રેષ્ઠીની નન્દયતી નામની પુત્રી તરીકે ઉત્પન્ન થયો ને તેની જ સાથે પુર્ણભદ્રનો વિવાહ થયો તેઓ બંનેને અત્યંત સ્નેહ હતો. આવા પ્રકારનો પુર્ણભદ્રનો તેના ઉપર પ્રેમ હોવા છતાં પૂર્વભવના વૈરના યોગે તેને ઘણીવાર તે (નર્દયતી) ઠગતી હતી તે વાતનો સાક્ષાત્કાર કરાવતા સૂરીશ્વર જણાવે છે કેअन्यदा तु स्वयं हृत्वा सा कुण्डलयुगं गतम् । सर्वसारं ममाचख्यौ, बाष्पाविलविलोचना ॥१॥ - ભાવાર્થ- એક દિવસ તે નદયયિની પોતે કુડલને સંતાડીને પોતાના પતિને કહેવા લાગી કે મારું સર્વસારભૂત એવું કુણ્ડલયુગલ ખોવાઈ ગયું છે ? એમ કહી રોવા લાગી. કર્મ વશ બનેલો આત્મા પામર બનતો જાય છે. અત્રે પતિપત્નિનો એમ સંબંધ હોવા છતાં પૂર્વ બાંધેલા કર્મથી કષાયની પરીણતિમાં રૂદ્રદેવનો (વર્તમાન નન્દયતી) આત્મા ઘસડાતો જાય છે. માટે જ કર્મ ન બંધાય તેવી સાવચેતી દરેક આત્માએ રાખવાની જરૂર છે.
| ધિક્કાર છે !!! સ્ત્રી ચરિત્રને કે પતિનો જેના ઉપર પ્રેમ હોવા છતાં પણ તે પ્રેમને પણ ગણકાર્યા વિના ઠગવાના પ્રયત્નો જે કરે છે. પુર્ણભદ્ર પણ તેના ઉપર અત્યંત પ્રેમવાન હોવાથી તેને કહ્યું કે બીજું તને હું કુંડલ યુગલ કરાવી આપીશ તું શોક કર નહીં !
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૮દ '
તા.૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર એક દિવસ પૂfબદ્દે પોતાની વીંટી સાચવવા પોતાની સ્ત્રીને આપી ને તેણીએ પોતાના ખાનગી આભરણના કરંડીયામાં સંતાડી રાખી તે પુર્ણભદ્ર જોઈ હતી પછી થોડીવારે પુર્ણભદ્ર કરંડીયામાંથી પોતાની વીંટી લીધી પણ તેમાં કુંડલયુગલ જોયા ને હાથમાં લઈ જોવા લાગ્યો ને વિચાર્યું કે આ કુંડલ ખોવાઈ ગયા હતા ને ક્યાંથી આવ્યા હશે? તેવામાં તેણીએ કુંડલ હાથમાં લીધેલા મને જોઈ શરમાઈ ગઈ ને હું પણ તેના મનનો ભાવ જાણી બહાર નીકળી ગયો. આ બાજુ તેણીએ મને મારી નાખવા ઝેરભેળવી ભોજન તૈયાર કર્યું એવામાં કાલાસર્ષે આવી તે નદયતીને ડંશ કર્યો ને તે મરી ગઈ. તે વાત મારા જાણવામાં આવવાથી મેં નિર્વેદ પામી દીક્ષા અંગીકાર કરી.”
આ પ્રમાણેનું તે અવધિજ્ઞાની મુનિનું ચરિત્ર સાંભળી તે નિર્વેદના કારણે તે સિંહકુમાર ! મેં ચારિત્ર અંગીકાર કર્યું છે ત્યારબાદ ધર્મધોષ સૂરીજી ફરી પણ કેવી રીતે સિંહકુમારને ધર્મ સંભળાવે છે તે હવે પછી
સુધારો ચાલુ વર્ષના ૭મા અંકમાં પા. ૧૫૬ લીટી ૮ “ચૌદરાજ”ને બદલે “રાજ” સુધારી વાંચવું. પરચકખાણ પારવાના કોઠામાં મહાસુદ ૧૫ ભોમે રોહિણી છે, તેને બદલે મહા સુદ ૧૧ને શુકરે રોહિણી છે.
ગ્રાહકોને સુચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ આવી છે કે “તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાનાં છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી; તેમજ બાઈડીંગ પણ બેદરકારને લઈને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું.
લી. તંત્રી. | (સમાલોચના પા. ૧૮૭નું અનુસંધાન) ૧ આચારાંગાદિસૂત્રો કે તેના અર્થને વાંચવા ભણવાનો પણ જેઓને અધિકાર નથી તેવાઓનો અવાજ શ્રમણગણસંઘમાં ન હોય તેટલું પણ જેઓ ન સમજે તેઓની સમજની બલિહારી !
૨ પૂ. શ્રીદેવર્કિંગણિક્ષમાશ્રમણે સિદ્ધાંત પુસ્તકારૂઢ કર્યો તેમાં કુંવરજીભાઈ શા આધારે કહે છે કે શ્રાવકો તેમાં સામિલ હતા? તેમાં શું શાસ્ત્રધાર દેખાડવાની જરૂર નથી ? - ૩ ડાહ્યા. શ્રાવકો તો પોતાની ઉપાસક તરીકેની ફરજ સમજે છે, તેઓના તો મનમાં પણ ન હોય કે અમારા વિના મુનિસંમેલન નકામું તેઓ તો મુનિ વિના અમેજ નિરર્થક છીએ એમ માનનારા હોય.
૪ મુનિ સંમેલનમાં શાસ્ત્રાનુસાર કાર્યોને સ્થાન જરૂર હોય, પણ સામાજિકકાર્યોને તેમાં ઘુસેડવા મથનારા ભીંત ભૂલે છે.
૫ આરંભ પરિગ્રહમાં આસકતોની સત્તા ત્યાગમયપ્રવચનમાં ચાલી નથી, ચાલતી નથી અને ચાલશે પણ નહિં શ્રમણગણરૂપી સંઘે તો શાસનને ચલાવ્યું છે, ચલાવે છે અને ચલાવશે, તેમાં શંકાને સ્થાન નથી.
જૈન- તા. ૭-૧-૩૪
Page #267
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧-૩૪
શ્રી ત્રિક
૧૮e
સમાલોચના | જ
નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો, અને આક્ષેપોના સમાધાનો અત્રે અપાય છે.
તંત્રી. ૧. ભગવાન શ્રીમહાવીરદેવ ગર્ભથી વિશિષ્ટ મતિ શ્રત અને અવધિજ્ઞાનવાળા હતા, જ્ઞાનને લીધે
માતાપિતાની સ્થિતિ જાણી હતી, અને તેથી તેઓશ્રીએ કરેલા અભિગ્રહમાં મોહનો ઉદય કારણ નહોતો એવું કથન કરનારે ગૃહાવસ્થાનના અભિગ્રહને ઔદયિક ને મહોદયથી ન ગણવો તો શું ક્ષાયોપથમિક ગણવો ? શાસ્ત્રકારો તો સ્પષ્ટ મહોદયથી દર્શાવી ઔદયિક
જણાવે છે. ૨. સોપક્રમકર્મનો ઉદય પણ રહેવા દેવો એ ઔદયિકભાવ નથી, એમ કહેનારે ઔદયિકભાવ
જાણવા માટે કંઇક નવું શીખવું જોઈએ. ૩. શ્રીકલ્પસુબોધિકા અને શ્રીકકિરણાવલી વિગેરેમાં તો અચેનાપ-ર્તવ્યો તથા કચેષાં વિધેયતયા
એમ કહી તે અભિગ્રહનું અવસ્થાન દ્વારા નહિં પણ ભક્તિ દ્વારા અનુકરણ કરવા જણાવે છે, માટે સુજ્ઞોને શાસ્ત્ર પંક્તિઓ વિચારવી જરૂરી છે, અવસ્થાન જો મહોદયજન્ય ન હોતો તો તેને
કર્તવ્ય તરીકે દર્શાવત, ભક્તિઅંશને જુદો પાડીને તેને વિધેયપણે કહેત નહિ. ૪. સૂત્રકારમહર્ષિઓ તથા શ્રી તીર્થકર ભગવાન પણ નિર્ગથમહાત્માઓને તપઉપધાનમાં ને આચાર્ય
મહારાજને કેવલ અર્થવ્યાખ્યામાં તારકદેવનું અનુકરણ કરવા જણાવે તો પણ અનુકરણીયતા માનવાના ખોટા વિરોધના જોરે અનુકરણીતા નજ દેખે, અને એકલી આજ્ઞાજ દેખે તેમાં આશ્ચર્ય શું ?
જૈન-પ્રવચન. ૧. મુનિ સંમેલનમાં પૂ. મુનિ મહારાજાઓ પધારે એવા નિમંત્રણથીજ પાટણ અને જામનગરનો
જમાનાવાદ જમીનદોસ્ત થયો છે. કેમકે તે શાસ્ત્ર, મુનિસમુદાય, ઈતર સ્થાનના શ્રાવકસંઘોને
સત્તાથી દૂરજ હતો. ૨. શાસન સંચાલક નિઃસ્પૃહ ત્યાગી મહાત્માઓને જડવાદની વૃદ્ધિની આશામાં જકડાયેલો જાવાન
જે પોપશાહી કહે છે તે તેની આશાજ તે વ્યક્તિને ઓળખાવવા માટે બસ છે. તરૂણ જૈન. ૧. કઈ વર્ષોથી અને આચાર્યોએ મુનિસંમેલનનો નિર્ણય કરેલો જાહેરજ છે. ૨. મુનિસંમેલનની તારીખ પહેલાં ક્યા આચાર્યો એકઠા થશે, અને ચર્ચવા લાયક વિષયો નક્કી
કરશેજ. ૩. મુનિસંમેલન શાસનના ઉદ્ધાર માટેજ થશે. આધિપત્ય, કલ્પના, વાહ્યાતવાતો અને શાસનને
નહિં માનનારાનું ત્યાં સ્થાન જ નહિ રહે. તેનું કાર્ય શાસ્ત્રધારે નિરભિમાનપણેજ થશે. ૪. શાસનહિતૈષીયો પોતાના મતભેદોને શાસ્ત્રાધારે સંમેલનમાં એકાંતમાં કે પછી પણ નિવારવા તૈયાર જ હોય. મુંબઈ સમા. તા. ૧૦-૧-૩૪
(અનુસંધાન પા. ૧૮૬)
Page #268
--------------------------------------------------------------------------
________________
તા.૧૫-૧-૨૪
#
# #
શ્રી સિદ્ધચક # # # # # વો
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
તો
ન જ
સાગર સમાધાન ( વિ . . . . . . # #
સમાધાનાર- સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી. આગમના અખંડઅભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ. '
પ્રશ્નકાર-ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર પૂ. મુનિવર્ય શ્રીચંદ્રસાગરજી મહારાજ.
પ્રશ્ન ૬૧૩- શ્રાવકોને સાતલાખમાં ચાર લાખ દેવતા અને ચાર લાખ નારકીની યોનીની હિંસા આ વલોવવાની છે તો તે પ્રત્યક્ષપણ નથી તો તે હિંસા મનવચન કે કાયાથી કેવી રીતે લાગે?
સમાધાન- તે તે ગતિમાં ગયેલા જીવોને પૂર્વભવને અંગે થતા વિચારોને આશ્રીને તે ઘટે, અથવા આ જીવના તેની સાથેના પૂર્વભવના સંબંધોને આશ્રીને ઘટે તેમ છે; અંતમાં અવિરતિરૂપકારણ તો સર્વને માટે ચાલુજ છે.
પ્રશ્ન ૬૧૪- શ્રીશાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં પાને ૧૨ શ્લોક ૭પમાં ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વ્યાસને મહર્ષિ લખે છે તેમાં વિરોધ ખરો કે નહિ? કારણ કે મિથ્યાદષ્ટિની પ્રશંસા થઈ, અને તત્ત્વાર્થમાં તો મિથ્યાષ્ટિની પ્રશંસા નહીં કરવાનું જણાવે છે, તેમજ ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજજી કૃત અષ્ટકમાં પણ મિથ્યાદષ્ટિની પ્રશંસાયુક્ત શબ્દ છે; માટે સમજવું શું?
સમાધાન- અન્યમતવાળા કે મધ્યસ્થોને અદ્વેષ ગુણ જણાવવા માટે છે, તેમજ ‘મહાત્મા’ “મહર્ષિ આદિ શબ્દોથી બોલાવાય છે તે તેમના મતના અનુવાદની અપેક્ષાએ છે.
પ્રશ્ન ૬૧૫- ઘણા સારા ગુણવાળા મિથ્યાદષ્ટિની જનતા સન્મુખ તેની પ્રશંસા થાય કે મનમાં થાય ?
સમાધાન- લાકોત્તર માર્ગને અનુસરતી ક્રિયાના વખાણ તો સમ્યકત્વવાળાના થાય, પણ મિથ્યાત્વનો નિશ્ચય ન થયો હોય તેવાની પણ લોકોત્તર ક્રિયાના વખાણ થાય, અને લૌકિક ક્રિયા સારી હોય છતાં પણ તેના વખાણ મિથ્યાત્વની વૃદ્ધિ વગેરેના કારણથી જાહેર ન જ થાય.
પ્રશ્ન ૬૧૬- શ્રી આનંદધનજી મહારાજ વિરચિત શ્રી અજીતનાથજીના સ્તવનમાં લખે છે જે- “પુરૂષ પરંપરા મારગ જોવતારે અંધો અંધ પુલાય” આ સ્તવન પૈકી ગાથા અર્થમાં ચમકેવળી ભગવંત શ્રીજંબુસ્વામીજી પછી જે જે પુરૂષો થયા તે તમામ આંધળા છે આવો ભાવ નીકળે છે તો તે અર્થ શાસ્ત્રસંગત કેવી રીતે કરવો? કારણ કે સુવિહિત આચાર્યો ઉપાધ્યાયો અને મુનિવરો તમામ અંધકોટીમાં આવે છે માટે આ બાબતમાં ખુલાસો સમજવો ? “
સમાધાન- શાસન સંસ્થાપક તીર્થકર દેવના અર્થ રૂપ ત્રિપદી પામીને શાસન સંચાલક ગણધર ભગવંત ગુણિત સૂત્રો અને તદનુસાર રચિત તે પછીના પૂર્વધરાદિના શાસ્ત્રો, અને તે શાસ્ત્રમાં રહેલા પરમાર્થથી નિરપેક્ષ રહેનારા પુરૂષોની પરંપરા સૂચક તે સ્તવનની ગાથાનું કથન છે, આથી એ સ્પષ્ટ થાય છે કે વિદ્યમાન સૂત્ર-ભાષ્ય-ચૂર્ણિ ટીકા અને નિયુક્તિને અનુસરનારાઓ સર્વજ્ઞદેવની પરંપરાને અનુસરનારા છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
- ૧૮e
તા. ૧૫- ૧૪
શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર,
નોંધઃ- શ્રી મુંબઈ જૈન યુવક મંડળની પત્રિકામાં પૂર્વે છપાઈ ગયેલી શરૂઆતની દેશનાઓ વાંચવાને ઉત્સુક બનેલા ગ્રાહકોએ વારંવાર માંગણી કરેલી હોવાથી તે અત્રે અપાય છે. તંત્રી.
'આગમોદ્ધારકની અમોઘદેશના. જૈનદર્શનનું આતિય. સુવાસના નિઝરણાં. નિમાજ પઢતાં વળગી પડેલી મસજીદ. સળગતા અગ્નિમાં સંડોવાયેલા આત્માઓ. મફત મકાનની જાહેરાત. અનિચ્છાએ વળગેલા ભુત જેવું શરીર. जिनोक्तमितिसद्भक्तया ग्रहणे द्रव्यतोऽप्यद : । बाध्यमानं भवेद्भावप्रत्याख्यानस्य कारणम् ॥८॥ નિમાજ પઢતાં વળગી પડેલ મજીદ.
ચૌદસો ચુમ્માલીશ ગ્રંથના પ્રણેતા ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના હિતને માટે ધર્મોપદેશ દેતાં થકાં પ્રથમ સૂચવે છે કે આ જીવ અનાદિકાળથી આ ચાર ગતિરૂપ સંસારમાં રખડી રહ્યો છે. રખડવાનું કારણ શું? અને એવું શું કર્યું કે રખડયો !!
જેમ જનાવર ધણીને ત્યાં જન્મ લે, આહાર લે, શરીર પોષે, માલીકનું કામ કરે અને આયુષ્ય પુરૂં કર ચાલ્યો જાય; તેમ આ જીવ પણ દરેક દરેક ભવમાં અમુકને ત્યાં જન્મ્યો હાર લીધો, શરીર પોષ્ય, માલીક (અમુક)નું કામ કર્યું અને આયુષ્ય પૂરું થયું એટલે ચાલતો થયો.
અનાદિ કાળથી રખડવાનું મન નહીં હોવા છતાં રખડપટ્ટીનાં કારણોનું વારંવાર સેવન કરવાથી આ જીવ રખડી રહ્યો છે.
કોઈપણ ભવમાં શરીર પ્રાપ્ત કરવાની બુદ્ધિથી આ જીવે ખોરાક લીધો નથી. આહાર સંજ્ઞાથી ખોરાક લેતો ગયો, ખોરાકના રસ અને મળ બનતાં ગયાં, મળ નીકળતો ગયો અને રસ જામતો ગયો; વધેલા રસનું શરીર ઉભું થયું, શરીરમાં ઈદ્રિઓ ફૂટી, ઈદ્રિયોમાં વિકાર સ્કૂર્યો, વિકારની તૃપ્તિ માટે વિષયો અને વિષયોની તૃપ્તિ કરવા માટેના સાધનોની દોડધામ !
ખરેખર! દુનિયાની ચાલુ કહેવત પ્રમાણે “નિમાજ પઢતાં મજીદ કોટે વળગી પડી” તેમ ખોરાક લેવા ગયા અને વળગી પડયું શરીર !!
સળગતા અગ્નિની સઘડીમાં સંડોવાયેલ આત્મા. '
અનાદિકાળની આ કુટેવની સાબિતી માટે અગ્નિનું દૃષ્ટાંત સ્મરણપથમાં લાવવા જેવું છે. બાળવા લાયક પદાર્થોને સર્વસ્વ બાળે, અને નવું બાળવા માંગે, ન મળે તો અગ્નિ અગ્નિ તરીકેની અવસ્થામાં રહી શકતો નથી.
આપણે કોણ છીએ તે હૃદયને પૂછો? ખરેખર ! જાજ્વલ્યમાન સળગતા અગ્નિની સઘડીમાં સંડોવાયેલા આત્માઓ.
ચાર ગતિરૂપ સંસારમાં રહેલ સર્વ જીવો તેજસવાળા છે, જેને તમો જઠરાગ્નિવાળા છે એમ કહો છો તે અગ્નિ (તેજસ) મળેલ ખોરાક પચાવે છે અને નવો પકડે છે એવી રીતનું કાર્ય હરદમ ચાલ્યા કરે છે. જો આ તેજસુને અનાદિનો ન માનીએ તો દાહ્ય પદાર્થ વગર અગ્નિ ટકયો, અગર અગ્નિ (તેજસુ) વગર દાહ્ય પદાર્થની પાચનક્રિયા થઈ ગઈ, પરંતુ તે બેમાંથી એકે કબુલ કરી શકીએ તેમ નથી. આ ઉપરથી તેજસૂનો આ ચાલુ અગ્નિ અનાદિનો માન્યા વગર છૂટકો નથી અને એ સળગતા અગ્નિની સઘડીમાં સંડોવાયેલો આ આત્મા છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૦.
શ્રી સિદ્ધચક
તા.૧૫-૧-૩૪ ચાલુ અગ્નિમાં દાહ્ય પદાર્થોની કેટલીક થાય રાખ અને કેટલાક થાય કોલસા, પ્રથમની (રાખ) કંઈક અસાર અને પાછળની (કોલસા) કંઇક સાર તેવી રીતે શરીરરૂપ સઘડીમાં સળગતો તેજસ્ અગ્નિ પણ ખોરાકનો મળ અને રસ કરે. મળને મૂકવો પડે છે અને રસનું શરીર બને છે. અનિચ્છાએ વળગેલા ભૂતની જેમ આ શરીર છે. હવે વળગેલા ભૂતને કાઢવું જોઇએ કે ન જાય તેવી કાર્યવાહી કરવી? દીન પ્રતિદિન મન માને તેમ બકવું કે શાણપણું રાખવા ઉદ્યમ કરવો? હરદમ જુલમ ગુજારે તો એ તેની પાછળ ફરનારાઓ દુર્લભ માનવજીવનની બરબાદી કરે છે તે નિઃશંક છે. મફત મળતું મકાન લેવા તૈયાર નથીજ
એક રાજા પ્રજાની સુખાકારી માટે એક નવું શહેર વસાવે છે, અને મકાન વ્યવસ્થાપક મંડળ લોક સમક્ષ જાહેરાત બહાર પાડે છે કે નવીન શહેરમાં વસવાની ઇચ્છાવાળાઓને નીચેની શરતોથી જમીન આપવામાં આવશે.
મકાન મંડળોની શરતો નીચે મુજબ :નકશા નં. ૧ માં દેખાડલ આકાર પ્રમાણે તમારે મકાન બાંધવું પડશે. , નં. ૨ તમારે અમારા કહ્યા મુજબ વર્ષોવર્ષ વધારવું પડશે. , નં. ૩ ,, તમારે જોખમે તે ,, સાચવવું પડશે. , નં. ૪ ,, જેટલા વર્ષ રાખવું હોય તેનું કુલ ભાડું અમારા મકાન વ્યવસ્થાપક મંડળમાં જમા કરાવવું પડશે.
, નં. ૫ , કોઈપણ કારણવશાત્ મકાનમાં થતાં નુકશાન બદલ દંડ કરી ભાડાની રકમમાંથી મકાન વ્યવસ્થાપક મંડળ વસુલ કરશે, પણ તે બાબત તમને મકાન વ્યવસ્થાપક મંડળ બિલકુલ જણાવશે નહિ.
, નં. ૬ બાકી રકમ પુરી થયે તુરત તમને નોટીસ આપ્યા વગર તે મકાન એકદમ ખાલી કરાવશે એટલે મકાનમાં દેવું કરીને વસાવેલ સર્વ સરંજામને આધો પાછો કર્યા વગર વિના સંકોચે નીકળવું પડશે. ઉપર મુજબની શરતો કબુલ કરીને જમીન રાખવા કેટલા તૈયાર છો? (સભામાંથી કોઈ નહિ !!! હસાહસ.) ઠીક, મકાન તૈયાર કરીને વગર ભાડે તદ્દન મફત આપે તો રાખવા કોઇપણ તૈયાર છો? સભામાંથી જવાબ-નાજી.
કર્મરાજાએ નામ કર્મ નામના મકાન મંડળ) મંડળદ્વારાએ જમીનનો નકશો (પ્લોટ) બહાર પાડ્યો અને તે માતાના ગર્ભસ્થાનના ભાગમાં નકશા નં.-૧લા મુજબનું મકાન (શરીર) બાંધવું પડશે. નકશા નં. ૨ બીજા મુજબ ખોરાક લેવો પડશે અને મળ મુકીને રસથી શરીર વધારવું પડશે. નકશા નં. ૩ ત્રીજા પ્રમાણે સાચવવું પડશે (અનેક પ્રકારના કુટુંબ-કબીલા-માવજત-કપડાં-આહાર-હવાપાણીથી,) નકશા નં. ૪ ચોથા પ્રમાણે ગયા ભવનું બાંધેલું આયુષ્ય જમે કરાવવું પડશે એટલે દરેક ભવમાં પૂર્વના ભવનું આયુષ્ય લઈને આવવું પડે ત્યારેજ બીજા ભવમાં કર્મરાજાનું નામકર્મ નામનું મંડળ કબુલ રાખે છે; નકશા નં. ૫ પ્રમાણે વધુ દોડધામ હદ વગરનું જુઠું બોલવાથી ખરાબ ચેષ્ટાઓ વિગેરેથી જમા કરેલ આયુષ્યરૂપી રકમમાંથી દંડ કરી નિયમિત આયુષ્યમાંથી ઘટાડો કરવામાં આવશે પણ જણાવવામાં આવશે નહિ અને છેવટે નકશા નં. ૬ પ્રમાણે આયુષ્ય રૂપી ભાડાની રકમ પુરી થયે તુરતજ શરીરરૂપી મકાનમાં જીંદગીની જહેમત ઉઠાવીને વસાવેલો સર્વ સરંજામ મુકીને નીકળવું પડશે.
હવે બાકી રહેલ મનોરથ અગર કુટુંબની કાર્યવાહી બૈરાંઓ પાછળ રોવાકુટવામાં ગાશે. વર્તમાનમાં મરીજનારની પાછળ કુટુંબીઓ ઘરને રૂએ છે, છોકરા છોકરીના વિવાહ રહી ગયાં તેને રૂએ છે, કુટુંબકબીલાને રુએ છે પોતાની નિરાધાર જાતને રૂએ છે, પણ તમો દીવો લઈને ઉઘાડી આંખે કુવામાં પડયા, મનુષ્ય જીવન પણ હારી ગયા, જૈન કુળમાં પામવા લાયક ન પામી ગયા, ચારિત્ર માટે મળેલું મનુષ્ય જીવન ઝેર જેવું બનાવ્યું આ વાત કોઈ સંભારતા નથી, ભૂતકાળમાં સંભારી નથી અને ભવિષ્યકાળમાં સંભારશે પણ નહિં.
Page #271
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર
સુધા-સાગર |
નોંધ - સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રીઆચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃયયંગમ દેશનામાંથી ઉદ્ભૂતકરેલ કેટલાક સુધાસમાન વાક્યબિંદુઓનો સંગ્રહ પૂ. શ્રી ચંદ્રસાગરજી મહારાજ પાસેથી મેળવી ભવ્યજીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ. તંત્રી. ૯૩૧ મોહને માહિત કરનાર મહારથીઓની અલ્પસંખ્યા પણ આજે કોઇકને અકળાવી રહી છે, તેનું
વાસ્તવિક કારણ તપાસો ? ૯૩૨ વિસ નંબરના સુતરને પહેરવાવાળો એસીનંબરના સુતરને સુતર ન કહે, ત્યારે સમજવું કે
વિસ નંબર અને એંસી નંબરનો તફાવત પહેરનાર સમજ્યોજ નથી, તેવી રીતે ધર્મની સામાન્ય બાબત સમજનારાઓ ધર્મની બારિક વાતોનો સર્વથા ઇન્કાર કરે તે વખતે ધર્મી તરીકે દાવો
કરનારને શાસ્ત્રના જ્ઞાતાઓ ધર્મસ્વરૂપના અજાણ કહીદે તેમાં નવાઈ નથી !! ૯૩૩ સ્થાપનાને ઉઠાવનાર ચિત્રામણો દેખાડી શ્રોતાઓને ફસાવે છે, પરંતુ વસ્તુતઃ સ્થાપનાનો સ્વીકાર
કરે છે, છતાં તે શ્રોતાઓ સમજી શકતા નથી એ પણ વકતાઓની ભેદી જાળ છે. ૯૩૪ ભાષાભણ્યા પછી વાંચતાં, લખતાં અને બોલતાં આવડે પણ ભગવાન ભાષ્યકારાદિના ભાવોનું
સ્પર્શન ભાગ્યશાળીઓ પામે છે. ૯૩૫ શાસ્ત્રના એકવિભાગનું વ્યાખ્યાન કરતાં વ્યાખ્યાતાએ શાસ્ત્રના સમસ્તવિભાગને લક્ષ્યમાં રાખવાની
જરૂરીયાત છે. ૯૩૬ શાસ્ત્રના એકવાકયને શાસ્ત્રધારે સમજાવતાં વ્યાખ્યાનકારો શાસ્ત્રના બીજા વાક્યો, અને
શાસ્ત્રકારોના આશયને લેશભર બાધા પમાડતા નથી. ૯૩૭ નિર્વેદની નિર્મળ વિચારણમાં ઝોકાં આવે, તેને સંવેગના સૂરની કિંમત સમજાતી નથી. ૯૩૮ જે વસ્તુ કારણ વગર બનવાવાળી હોય તેનો નાશ ત્રણકાળમાં થઈ શકતો નથી, અર્થાત્
નિત્ય છે. ૯૩૯ છદ્રવ્યો કોઈપણ કારણથી બનેલા નથી, માટે તે નિત્ય છે. ૯૪૦ મોક્ષ પામ્યા, પામે છે અને પામશે એજવાક્ય આત્માની રખડપટ્ટીની સાબીતિ કરે છે. ૯૪૧ મોક્ષ નામનું તત્વ માન્યું તે સકારણ છે, માટે તે સકારણ સમજતાં શીખો. ૯૪૨ જીવનું વાસ્તવિક સ્વરૂપનું નામ મોક્ષ કહેવામાં લેશભર અતિશયોક્તિ નથી. ૯૪૩ સઘળી ધાર્મિક પ્રવૃત્તિઓ મોક્ષપર અવલંબેલી છે. ૯૪૪ લૌકિક આસ્તિકર્યો અને લોકોત્તર આસ્તિક્યમાં આસ્માન જમીન જેટલું અંતર છે. ૯૪૫ જીવને માનવા માત્રથી, પુણ્ય-પાપ પિછાણવા માત્રથી, નર્મ-સ્વર્ગને સમજવા માત્રથી જૈન
આસ્તિકય નથી. ૯૪૬ ભાવદયાના નિર્મળનિઝરણાં ઝરાવવા માટે જૈનદર્શન જગતમાં જન્મે છે, એ વાતને વિસારતા નહીં.
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૫-૧-૩૪ ૯૪૭ ભૂખ લાગી હોય ત્યારે ભૂખ્યા રહેજો, દુઃખના દરિયામાં ડૂબી મરજો, દુશ્મનની સામે ઊંચી
નજરે નિહાળશો નહિ, ઉઘાડા પગે ગમન કરજો, અમ્બલિ વિહાર ચાલુ રાખજો, અંતસમયે અણસણ કરજો આવી અનેકવિધ કાર્યવાહી જુલ્મગાર નથી ગણાતી તેનું કારણ ફક્ત ભાવદયાની
ભાવવાહી કાર્યવાહી અજબ અને અમોઘ છે. ૯૪૮ ભાવદયાનું તત્ત્વ ખસી જાય તો જૈનદર્શન જુલ્મગાર ઠરે. ૯૪૯ દ્રવ્યદયા એ સ્વાભાવિકચીજ છે, અને તેનો ઇજારો કોઇએ રાખ્યો નથી. ૯૫૦ સ્વાભાવિક દ્રવ્યદયાને દફનાવનાર જગતભરમાં તે તેરાપંથીઓ છે. ૯૫૧ દ્રવ્યદયા અને ભાવદયાની હરિફાઈમાં દ્રવ્યદયા જો ભોગ આપી ભાવદયાનું અને ભાવદયાના
ભવ્યકારણોનું રક્ષણ કરતાં શીખો. ૫ર ભવાભિનંદી જીવોને દુઃખવેઠીને પણ ચારગતિના ચકડોળ પર ચઢવું ગમે છે. ૯૫૩ ચારગતિનું ચકડોળ ફરતું ત્યારેજ બંધ થાય છે, કે જ્યારે આ આત્મા કર્મરૂપી કળને ઓળખી
શકશે, અને તદનંતર તે કર્મરૂપીકળને કાઢી નાંખશે. ૯૫૪ ચારગતિના ચકડોળ પૈકી એક મનુષ્યગતિના ચકકરપર મહાલતા, એ મૂછ મરડતા મનુષ્યને
કારમી કર્મસત્તાનું ભાન રહેતું નથી. ૯૫૫ સંયમધરો સંયમાદિના રક્ષણ માટે અભેધ કિલ્લારૂપ અપવાદનો આશ્રય કરે છે. ૯૫૬ અપવાદમાર્ગના જાણકારો અને અપવાદમાર્ગ આચરનારાઓ પણ પ્રભુમાર્ગના અવિહડરાગી
હોય, માટે અપવાદમાર્ગની અવગણના સ્વપ્નમાં પણ ન થવી જોઇએ. ૯૫૭ અપવાદમાર્ગને સગવડીઓ પંથ કહી દેવો એ પ્રભુમાર્ગની અવગણના છે. ૯૫૮ જગતભરમાં એવો એક પણ ગુણ નથી કે જે ગુણને દુર્જને દુષિત ન કર્યો હોય ! ૯૫૯ જગતવંધ સાધુગણને માનનારાઓની સંખ્યા ઘણી અલ્પ હોય છે, કારણકે ખાણમાં રત્ન કરતાં • પત્થર વિગેરે વધુ હોય, છતાં મોટી સંખ્યા સમજીના મગજને મુંઝાવતી નથી. ૯૬૦ દુષ્કાળ એ ખરાબમાં ખરાબ કાળ છે, પણ ભાગ્યવાનોને દાનાદિદ્વારાએ પુણ્યભંડાર ભરવાનો
એ સોનેરી અવસર છે. ૯૬૧ કંગાલો પોતાના કૃતકર્મથી રિબાય છે, પણ આપણે માટે તો તે સંસાર સમુદ્રથી તરવાના તુંબડા
છે; માટે દાન કરો ! દાન કરો !
જાહેર ખબર. ૧. પ્રથમ વર્ષના ૧, ૫, ૨૧. અંકો જે કોઈ સમિતિને મોકલી આપશે તેને દોઢી કીંમત આપવામાં આવશે.
૨. સુરતના જે ગ્રાહકોએ હજુ લવાજમ ભર્યું નથી, તેઓએ તુરત દેવચંદ લાલભાઈ પુસ્તકાલયમાં ભરી જવું, નહી તો મુંબઈથી અંક વી. પી. કરવામાં આવશે.
૩. અંક ૧, ૫, ૨૧ સિવાય જે કોઈને બીજા અંક જોઈતા હશે તો પોસ્ટેજ બીડવાથી સમિતિ મોકલી આપશે.
સિ. સા. પ્ર. સમિતિ.
Page #273
--------------------------------------------------------------------------
________________
મુલ્ય
૩-૦-૦
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-પુo ફંડ તથા શ્રીઆગમોદય
'સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ.
મુલ્ય અંક ફંડના ગ્રંથ. ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ :
૦-૧૨-૦ પ૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાધી.૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
પપ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦
નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બ્રહવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફ્ર અંગ્રેજી.
૧-૦-9 યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રી યોગ ફિલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફિલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ
૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર. ૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રી પ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજાષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રી ચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મનવર સ્તોત્ર ... પ-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-૫-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયત્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુત્ર ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #274
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ *
શાસથી નિરપેક્ષ રહેનારાઓ વ્યાખ્યાનપીઠ-સ્યાદ્વાદસિદ્ધાંત પ્રતિપાદનની પીઠપર બેસીને પણ વાસ્તવિક જવાબદારીઓ ભૂલી જાય છે.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ વ્યાખ્યાનવાણી દ્વારા મનઘડત સિદ્ધાંતોને સાચા ઠરાવવા માટે કારમો કોલાહલ કરે એમાં નવાઈ નથી. !
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ પૂર્વપુરૂષોના કથનાનુસાર શાસ્ત્રસિદ્ધપદાર્થોનો અનુવાદ કરવા જેટલી ઉદારતા દર્શાવી શકે નહિ.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ આગમ-આસ્નાયથી અલગ રહીને ભાષ્યકારાદિના ભવ્યસિદ્ધાંતોનો અનાદર કરીને વ્યાખ્યા કરવામાં કળાકૌશલ્યતા કેળવે છે, તે વસ્તુતઃ પોતાના અધ:પતનનું પ્રદર્શન કરાવે છે.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ તારકદેવતીર્થકરોની, સૂત્રસંદર્ભક ગણધરાદિ ભગવંતોની, નિર્યુકિતકાર નિષ્ણાતોની, ભાષ્યકારભગવંતોની અપભાજનાકરી અધોગતિના ભાગીદાર થાય, તેવાઓને બચાવી લેવા માટે શાસ્ત્રના પારંગતોએ કમર કસવી જ જોઈએ.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ પોતાના પક્ષની જમાવટ માટે અનેકવિધ લડાયક લડવૈયાની જેમ વ્યુહરચના કરે છે, પણ શાસસિદ્ધાંતના પારગામીઓ તે વ્યુહરચનાને શાસપંકિત રૂપ વજ દ્વારાએ વિખેરી નાંખે છે. એવી અનેકશાસ્ત્ર નિરપેક્ષ ઘૂહરચનાને વિખેરી નાંખનારાઓ ભૂતકાળમાં હતા, અને આજે પણ શું નથી?
શારાથી નિરપેક્ષ રહેનારાઓને હતાશ કરનાર સેંકડો શાસન પ્રભાવકોની નોંધ શાસકારોએ સ્યાદ્વાદસિદ્ધાંતમાં સુવર્ણાક્ષરે લીધી છે, કે જે નોંધ નિરખીને કંઈક ભાગ્યશાળીઓ શાસા પ્રદેશમાંજ વિરહવાનું શુરાતન મેળવી શકે.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ શાસનું, શાસના વાકયોનું શાસ્ત્રની પંકિતઓનું, શાસના પદનું, શાસાના પદાર્થનું, શાસના પૂર્વાપર સંબંધનું બધે શાસના પારમાર્થિક રહસ્યનું પણ નિરીક્ષણ કરી શકે નહિં.
શારાથી નિરપેક્ષ રહેનારાઓ ખોટાને સાચું ઠરાવવા મથે તે જેટલું ભયંકર છે, તેથી કંઈક ગુણું ભયંકરપણું સાચાને ખોટું ઠરાવવામાં છે, અને તેથીજ ખુદ ભગવાનનો શિષ્ય અગીયારસંગનો પાઠી ને પાંચસો શિષ્યનો માલીક એવો જમાલી પણ આસનોપકારી ચરમતીર્થંકર પ્રભુમહાવીરદેવને અને તેમના સિદ્ધાંતને ખોટા ઠરાવવા માટે આકાશ પાતાળ એક કરતો પ્રભુમાર્ગ - પ્રવચન આદિનો પ્રત્યેનીક ગણાયો.
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓના મુખમાંથી નીકળતા ઉલ્લંઠાઈના ઉકળાટ, સ્વેચ્છાચારીના સૂર, ઉસૂત્રભાષીપણાની ઉંચીબદબોઈ ભરપુર વાહ્યાતવાતો સાંભળીને મૂર્ખાઓ મહાલે, અને જગમશહૂર શાસનઝવેરીઓ ઘડીભર હસે તો શું અસ્થાને છે?
શાસ્ત્રથી નિરપેક્ષ રહેનારાઓ માર્ગ દીપક શાસ્ત્રોના વાસ્તવિક પ્રકાશન કરવામાં કેમ બેદરકારી રાખે છે? દીપક સમ્યકત્વધારી અભવ્યો પણ પ્રભુમાર્ગને વાસ્તવિક પ્રકાશન કરવામાં તો બેદરકારી રાખતા નથી.
શાસ્ત્રથી નિરપક્ષ રહેનારાઓ પુરાવાને સ્થાને “હું કહું છું, અમે કહીએ છીએ, અમારા ગુરુ કહે છે,” ઇત્યાદિ શબ્દો આગળ ધરીને દીપક સમ્યકત્વનો પણ દીવો કેમ બુઝવી નાંખતા હશે? ચંદ્રસા
Page #275
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
આગમ-રહસ્ય. સ્થાપનાલારાએ દર્શનવંદન-પૂજનાદિનો સ્વિકાર
EF શ્રી સિદ્ધચક્ર.
| દ્વિતીય વર્ષ
અંક ૯ મો
2 મુંબઈ, તા. ૩૦-૧-૩૪ મંગળવાર | વીર સં. ૨૪૬૦
મહા સુદ ૧૫ ( વિક્રમ સં ૧૯૯૦
0
-ol૦-૦૯-0.
8 यद् देवैरनिशं नतं गणभृतो ध्यायन्ति यत् सर्वदा
येनाप्येत गुणावली शिवपदं यस्मै सदा स्पर्धते । यस्मात्तीर्थमलं गुणा निरवमा यस्यास्ति यस्मिन् वृषोऽनन्यः सेव्यपदं सदाऽव भविनः श्रीसिद्धचक्रांगिनः ॥
强强强强强
-0TIT
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
તરફથીઝવેરી પાનાચંદ રૂપચંદ (તંત્રી)
-~ા — IE
Page #276
--------------------------------------------------------------------------
________________
(ટાઇટલ પાના ૪ નું અનુસંધાન.) વળી આ રાજમંદિરમાં ગણી વચ્છેદકરૂપ ગણચિંતકો સેવકો તરીકે લેવા, કારણ કે તેઓ બાલ, વૃદ્ધ, ગ્લાન, પરોણા વિગેરે અનેક પ્રકારના અસમર્થ પરિપાલન કરવાને યોગ્ય સાધુ પુરૂષોથી વ્યાપ્ત કુલ ગણ સંઘરૂપ કોડોનગરો અને ગચ્છરૂપ અસંખ્ય ગામોને ગીતાર્થ હોવાથી ઉત્સર્ગ અને અપવાદના માર્ગ સ્થાપનમાં નિપુણ (ગણચિન્તકો) પ્રાસુક એષણીય (અચિત્ત, દોષરહિત) ભોજન પાણી ઔષધ વસા-પાત્રાદિ ઉપકરણ ઉપાશ્રય મેળવી આપવાની વિધિ વડે સમગ્ર કાલ નિરાકુલ (આકુલ વ્યાકુલતાથી રહિતપણે) પાલન કરવાને સમર્થો છે.
तलवर्गिकाः पुनस्त्र जैनेन्द्रशासनभवने सामान्यभिक्षवो ज्ञातव्याः । વળી આ જૈનેંદ્રશાસનરૂપ રાજમંદિરમાં તલાટીઓ સામાન્ય સાધુઓ જાણવા.
यतश्चेदं मौनीन्द्र शासनभवनमनुज्ञातं सूरिणा चिन्त्यते सदुपाध्यायै रक्ष्यते गीतार्थवृषभैः परिपुष्टिं नीयते गणचिन्तकैर्विहित निश्चिन्त समस्तव्यापार सामान्य साधुभिरतस्तैरधितिष्ठितमित्युच्यते ।
જે કારણ માટે આ મૌનીજ શાસનરૂપ રાજમંદિર આચાર્ય વડે અનુશા કરાયેલું, સદુપાધ્યાયો વડે ચિત્તવન કરાય છે, ગીતાર્થવૃષભો વડે રક્ષણ કરાય છે, ગણચિત્તકો વડે અત્યંત પુષ્ટ કરાય છે, સામાન્ય સાધુઓ વડે ચિંતા રહિતપણે સર્વ કાર્ય નિષ્પત્તિવાળું (રાજમંદિર) છે, આથી તેઓ (આચાર્યો, ઉપાધ્યાયો, ગીતાર્થવૃષભો, ગણચિન્તકો અને સામાન્ય સાધુઓ) વડે તે રાજમંદિર ભરચક રહેલું છે એમ કહેવાય છે.
स्थविराजनाः खल्वार्यालोका मन्तव्याः । સાધીઓના સમુદાયો આ મંદિરમાં નિલે સ્થવિરાજન માનવા.
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્વી રૂા. ૭-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદેશાનાદિસંગ્રહ ૧૮-૦ શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂા. ૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.
Page #277
--------------------------------------------------------------------------
________________
પર થી સિદ્ધય
(પાક્ષિક)
- ઉદેશ - વાર્ષિક લવાજમ રૂા. ર-૦૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-
સિત્યક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૩૦-૧-૩૪ મંગળવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૯ મો. } મહા સુદ ૧૫
વિકમ . ૧૯૯૦
• આગામહય. • સ્થાપનાકારા એ દર્શનવંદન-પૂજનાદિનો સ્વિકાર દેશવિરતિની ભૂમિકા ઉપર આરૂઢ થયેલાઓ પણ સર્વવિરતિના ધ્યેયને વિસરી જતા નથી. જિનેશ્વરના પૂજનમાં સર્વવિરતિનું ઓતપ્રોતપણું લુંટફાટ, ચોરી, જારીઆદિકારાએ પ્રાપ્ત કરેલાં સાધનથી પ્રભુ પૂજકોને સમજવા લાયક હિતશીલા. સાવભીરૂપણું એ વસ્તુ સર્વમાન્ય સિદ્ધાંત છે. આરંભવર્જન નામની પ્રતિમાને વહન કરનારાઓ પ્રભુપૂજા કરતા નથી તેનું વાસ્તવિક કારણ. સોયના અગ્રભાગ પર રહેલા જીવો અને જગતના
જીવોની ગણત્રી. અપવાદપદે સ્વરૂપહિંસાની વહેંચણ. પ્રભુપૂજનથી ચારિત્ર મોહનીય વિગેરે તુટે છે. ભવાંતરવેદ્ય, ક્રિયાકાળ અને ફળકાળ એ ત્રણ વિભાગમાં દર્શન-વંદન પૂજનનું સમર્થન. હિંસા થયા વિના પણ હિંસાત્મક વચનો અને વિચારોના વમળમાં વલોપાત કરનારા વકતા અને વિચારકો આ હિંસાના કારણ તરીકે પ્રવૃત્તિ કરનારા જરૂર હિંસકજ બને છે. મુદ્દતના હફતાથી પગભર થયેલાં રાજ્યોનાં વાસ્તવિક કારણ સમજનારાઓ દ્રવ્યદયાને સમજી શકે છે.
(ગતાંકથી ચાલુ)
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૯૪
તા.૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર ધ્યેયને અનુસરનારાઓ
કદાચ કહેવામાં આવે કે નદી ઉતરવા આદિનું વિધાન અપવાદ પદે છે, અને તેથીજ નદી ઉતર્યા વગર થતા વિહારને શાસ્ત્રોમાં મુખ્ય સ્થાન આપેલું છે. આ કહેનારે પણ સમજવું જોઇએ કે સાધુમહાત્માઓને માસિકલ્પાદિ મર્યાદામાં વિહાર કરવો તે ઉત્સર્ગજ છે. કોઇપણ દિવસ એમ નહિ કહેવાય કે રહેવાનું ન મળે તો સાધુ મહાત્માએ વિહાર કરવો, અર્થાત્ વિહાર કરવો એ તો ઔત્સર્ગિકજ વિધાન છે અને વિહારમાં જંતુબાપાનો સર્વથા અસંભવજ છે એમ કોઈપણ કહી શકે નહિ. વળી અપવાદ પણ નદી ઉતરવાનું વિધાન સ્વચ્છંદપણે કે અન્ય કોઇ તેવા મનુષ્ય કરેલું કે કલ્પેલું નથી, પણ ખુદ્દે જિનેશ્વરદેવોએ નદી ઉતરવાનું વિધાન કરેલું છે અને સાધુમહાત્માઓને માટે ઉપદેશેલું છે. તો પછી અપવાદપદે પણ શું જિનેશ્વરદેવો હિંસાનો ઉપદેશ દઇને હિંસા કરાવવાદ્વારા એ અને સાધુમહાત્માઓ તે નદી ઉતરવા આદિનું વિધાન કરીને હિંસા કરવાદ્વારા એ પોતાના મહાવ્રતોનો ભંગ કરે છે એમ કહેવાની કોઇપણ અકકલવાળો મનુષ્ય હિંમત કરશે ખરો? નહીંજ અર્થાત્ આ સ્થળે જો એમ કહેવામાં આવે કે વિહાર અને નદી ઉતરવા આદિકથી પણ સંયમનું પાલન કરવું અને કરાવવું એજ શ્રેષ્ઠ ગણેલું છે, તો પછી તેમ કરનાર અને કરાવનારા મહાવ્રતથી દૂર ગયા નથી એમ માનવામાં કયો મુદ્દો આગળ કરાય છે ? અલ્પબહુ નુકસાન અને ફળની વિચારણા એ બને જો આવા ઉપદેશો અને વિધાનોદ્વારા એ કરવામાં આવે તો સમજવું ઘણુજ સહેલું પડશે કે હિંસાની સર્વથા પ્રતિજ્ઞા કરનારા, પોતાની પ્રતિજ્ઞામાં ન્યૂનતા કરતાં અલ્પબહુ નુકસાન ને ફળની વિચારણા કરે તો પછી શ્રાવકશ્રાવિકા કે જેઓ સ્થાવર જીવોની હિંસાની પ્રતિજ્ઞાવાળા નથી, તેઓ પોતાની ત્રસજીવોની હિંસાની પ્રતિજ્ઞાને પાળતાં છતાં જે જિનેશ્વર ભગવાનના ભક્તિ, બહુમાન અને પૂજન આદિનો લાભ મેળવવા તૈયાર થાય તેમાં આશ્ચર્યજ શું? યાદ રાખવું જોઇએ કે કોઈપણ શ્રાવક કે શ્રાવિકા પોતાના ગુણઠાણાને ઉચિત વ્રત નિયમોને બાધ લગાડીને પૂજા આદિ કરતોજ નથી, અને કોઈક ભદ્રિકશ્રાવક પોતાના વ્રતનિયમને તેમજ ગુણઠાણાને બાધ કરી અભક્ષ્ય પદાર્થો નૈવેદ્ય તરીકે ધરાવતો કે અપેયથી પ્રક્ષાલન આદિ કરતો કે બલિદાન આદિથી ભગવાનની આરાધના માનતા હોય તો તેમાં કોઈપણ દિવસ કોઈપણ ગ્રંથકાર કે સાધુ મહાત્મા અગર સમા એવો શ્રાવક કે શ્રાવિકાવર્ગ મહાફળ માનતો કે કહેતો નથી, એટલું જ નહિ પણ મોટાં જૂઠાં બોલીને કે મોટી ચોરી કરીને જે દ્રવ્ય મેળવવામાં આવે તેવા દ્રવ્યથી કરાતા જિનેશ્વર ભગવાનના પૂજનમાં પણ કોઇએ કદીપણ મહાફળ કહેલું નથી. સાવધભીરુતા સર્વમાન્ય સિદ્ધાંત, અને અવિવેકીપણાની હદ.
વાસ્તવિકરીતે સર્વવિરતિના ધ્યેયને અંગે કરાતું જિનેશ્વર ભગવાનનું પૂજન પોતાને પ્રાપ્ત થયેલી દેશવિરતિ ભૂમિકાને પાડનારું તો હોવું જોઈએ નહિ એ સર્વમાન્ય સિદ્ધાંત છે અને તેથીજ દેશવિરતિના ગુણઠાણે રહેલો મનુષ્ય પણ કદાચ સાવધભીરૂ હોઈને સચિત પાણીને અડવામાં, વાયરો વિંઝવામાં, અગ્નિના સમારંભમાં, વનસ્પતિને ભક્ષણ આદિ કરવામાં યાવતું માટી મીઠાંને અડવામાં પણ દયાથી કંપિત હૃદયવાળો થતો હોય તો તેવા ભાગ્યશાળીને પૂનના વિધાનમાં પણ પ્રવર્તવાનું
Page #279
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧-૩૪
૧૫
શ્રી સિદ્ધચક્ર હોતું નથી, અને તેથીજ શ્રાવકની અગીયાર પ્રતિમાઓ પૈકીની આઠમી આરંભવર્જન નામની પ્રતિમાને વહેનારા ભાગ્યશાળીને પૂજાના વિધાનનો નિયમ નથી, પણ જેઓ અર્થ ઉપાર્જન માટે કે પોતાના શરીરની શુશ્રુષા માટે લેશ પણ દયાના વિચાર વિના વગર સંકોચે પ્રવર્તવાવાળા હોઇ ને તેમજ કેટલાકો અભય અને અનંતકાયના ભક્ષણ કરનાર અને કરાવનાર હોઇને માત્ર જિનેશ્વર ભગવાનની પૂજામાં વપરાતા કૂલ અને જલને અંગે વિરાધનાનું મોટું રૂપ આપે છે તેઓ તો મહામિથ્યાત્વી અને કદાગ્રહીજ ગણવા. યાદ રાખવું કે જગતભરમાં જેટલા પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાઉકાય, પ્રત્યેક વનસ્પતિમાં કુલ, ફળ, બીજ, બેઇદ્રિય, તેઈદ્રિય, ચૌરેંદ્રિય, પંચેદ્રિય તિર્યંચ, નારકી દેવતા અને મનુષ્યના સર્વ જીવોને એકઠા કરવામાં આવે તેના કરતાં એક સોયના અગ્રભાગમાં પણ રહેનારા લસણ, ડુંગરી વિગેરે અનંતકાયના જીવો અનંતગુણા છે. આવી રીતે અનંતગુણ જીવમય અનંતકાયને ભક્ષણ કરનારા મનુષ્યો ભગવાન જિનેશ્વરદેવની પૂજામાં થતી પૃથ્વી આદિની અનંતભાગની સ્વરૂપહિંસાને જે ધિક્કારવા જાય તે તો ખરેખર વેશ્યાપણામાં રહેલી વારાંગના કોઇક સતીને પોતાના પતિ સાથે વાત કરતાં ધિક્કારે તેના જેવું અત્યંત અવિવેકીમય અને શોચનીયજ ગણાય. અપવાદપદે સ્વરૂપહિંસા.
આ સ્થળે એ પણ સમજવાની જરૂર છે કે ચૌદરાજલોકના સર્વજીવોને અભયદાન દેવારૂપ સર્વવિરતિની પ્રાપ્તિ માટે આ એકેંદ્રિયની સ્વરૂપહિંસાવાળું પૂજન હોવાથી અધિકનો લાભ નિયમિત છે. કેમકે એકેંદ્રિય કરતાં ચઢિયાતો બેઈદ્રિયાદિકનો વર્ગ રસ્ય હોવા સાથે તે એકેંદ્રિય વર્ગ પણ સર્વવિરતિની પ્રાપ્તિમાં રહ્યા છે. આજ કારણથી ઉત્કૃષ્ટ વર્ગમાં રહેલા પંચેદ્રિય એવા બકરા આદિના હોમથી પ્રાપ્ત કરાતી દુન્યવી સમૃદ્ધિના યાજ્ઞિકોના વિધાન કરતાં આ વિધાન સર્વથા જુદું પડે છે. પ્રથમ તો પંચેંદ્રિય જીવો કરતાં કોઈ પણ તેવો છ ઈદ્રિયવાળા જીવોનો વર્ગ નથી કે જેની રક્ષણીયતાને અંગે પંચેંદ્રિય વર્ગમાંથી કોઈપણ જીવ વધ પામે તેના નુકસાનને અલ્પ ગણી શકાય. એ પણ યાદ રાખવાનું છે કે જે કાર્યમાં બેઈદ્રિય, તે ઈદ્રિય, ચૌરેંદ્રિય કે પંચેદ્રિય જીવોનો વધ હોય તેવું કાર્ય ધર્મને સમજનારો કોઇપણ મનુષ્ય કોઇપણ કાળે કરી શકે નહિ, તો પછી પોતાની પ્રતિજ્ઞા અને માણસાઈને અનુચિત એવી ત્રસજીવની હિંસાના કાર્યમાં કોઈપણ વિવેકી સંકલ્પ સરખો પણ કરે નહિ, અર્થાત્ ભગવાન જિનેશ્વરદેવના પૂજનના કાર્યમાં એકેંદ્રિયની થતી સ્વરૂપહિંસા અપવાદપદે આવી શકે, પણ બકરાં વિગેરે પંચેદ્રિયની હિંસા અપવાદપદે આવી શકે નહિ. પૂજનમાં પણ ભાવદયા.
વળી ભગવાન જિનેશ્વરદેવનું પૂજન સર્વવિરતિના ધ્યેયથી એટલે અનાદિકાળથી આત્માના આવરાયેલા ચારિત્રગુણની પ્રગટતાને માટે છે, તેથી તે પૂજનમાં થતી સ્વરૂપહિંસા અપવાદપદમાં આવી શકે કારણકે હિંસાથી ચારિત્રય મોહનીય વિગેરે બંધાય છે, જ્યારે પૂજનથી ચારિત્ર મોહનીય
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૯૬
તા.૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક વિગેરે તુટે છે, એટલે એકજ ધ્યેયથી તે ઉત્સર્ગ અપવાદ બની શકે છે, પણ સ્વર્ગાદિની બાહ્ય સમૃદ્ધિ કે જે કેવળ આત્માને અધોગતિ પમાડનારી છે તેને માટે પંચેદ્રિય આદિ જીવોની હિંસા કરી આત્માને મલિન કરવામાં આવે તે કોઈપણ પ્રકારે અપવાદરૂપ થઇ શકે નહિ, કારણ કે પરિગ્રહ અને હિંસા બંનેથી પાપનુંજ પોષણ થાય છે, એટલે પંચેદ્રિય અને સ્વર્ગ પ્રાપ્તિ એ બંનેમાં એકપણ અપવાદ કે ઉત્સર્ગ થઈ શકે નહિ. વળી હિંસાનો સર્વથા ત્યાગ કરનારા મહાવ્રતધારીઓને જેમ નદી ઉતર્યા વગર વિહાર ન થાય તો નદી ઉતરવાનું વિધાન છે એમ કહેવાય છે તેવી રીતે અહીં પણ સર્વવિરતિ અંગીકાર કરી છએ કાયના જીવોનું અભયદાન કરવાને જેઓ શક્તિમાન ન થાય તેઓનેજ આ પૂજનના વિધાનમાં પ્રવર્તવાનું છે એમ કહેવામાં પણ શું ખોટું છે ? વળી નદી ઉતરીને જેમ પ્રાપ્ત કરેલા સંજમને પાલન કરવાનું હોવાથી નદી ઉતરતાં પણ સાધુને તો નિર્જરાનો મહાન લાભ છે, તેવી રીતે નહિ પ્રાપ્ત થયેલી સર્વવિરતિની પ્રાપ્તિ માટે ભગવાન જિનેશ્વરદેવોના પૂજનમાં સ્વરૂપહિંસા છતાં પણ પ્રવર્તવાવાળો મનુષ્ય કેમ એકાંત નિર્જરા પ્રાપ્ત કરે નહિ ? યાદ રાખવું કે ભગવાન જિનેશ્વરદેવના પૂજનની વખતે કર્મક્ષય થવા પૂર્વક આત્મગુણોની પાપ્તિનુંજ ધ્યેય છે અને તેમની સ્તુતિ કરતાં પણ ચૈત્યવંદનને અંતે સંસારથી થવો જોઇતો વૈરાગ્ય સમ્યગુદર્શનશાન ચારિત્રરૂપ માર્ગને અનુસરવાપણું વગેરે આત્મકલ્યાણકારક વસ્તુઓનું ધ્યેય છે અને તેથીજ તેવા ધ્યેયને અંગે થતા કાર્યને આત્માની ઉચ્ચતર ભાવદયા ગણવામાં કોઈપણ જાતની હરકત નથી અને ભાવદયાની પ્રાપ્તિ અગર રક્ષણ માટે દ્રવ્યદયાનો કથંચિત્ ભોગ આપવો એ વિવેકીઓ માટે હિતાવહ છે. દ્રવ્યદયા અને ભાવદયાનું સ્વરૂપ અને તેમાં ભાવદયાની ઉત્કૃષ્ટતા જાણવાની આ સ્થળે સહેજે સર્વ કોઈને જિજ્ઞાસા થાય તે સ્વાભાવિકજ છે અને તેથી પ્રાસંગિકપણે આપણે દ્રવ્યદયાના અને ભાવદયાના
સ્વરૂપને વિચારવા આગળ વધીએ તો તેમાં કોઈપણ પ્રકારે અપ્રાસંગિક ગણાશે નહિ. હિંસક વકતા અને હિંસક વિચારક.
ઉપર જણાવ્યા પ્રમાણે સ્થાપનાની સત્યતા વિગેરે જણાવી તેની પૂજામાં કહેવાતી હિંસા તે હિંસાના લક્ષણવાળી નથી અથવા તો ભવાંતરે વેદવાલાયક અલ્પ પાપવાળી નહિ પણ ક્રિયાકાળે કે ફળકાળમાં તેમાં થતી સ્વરૂપહિંસાનું અલ્પપાપ નાશ પામી જાય છે એમ જણાવ્યું, છતાં કેટલાકો સ્થાપના નહિ માનવાના દુરાગ્રહને લીધે કે પૂજાના વિરોધીપણાને લીધે ભાવ દયાની ધારણાથી થતી જિનેશ્વર ભગવાનની પૂજાને નિષેધવા તૈયાર થાય છે તેઓને દ્રવ્યદયા અને ભાવદયાનો પ્રસંગ જણાવવો કોઈપણ પ્રકારે અપ્રસ્તુત ગણાશે નહિ. દ્રવ્યદયા કરતાં ભાવદયાનું અત્યંત ગૌરવ જણાવવા પહેલાં તે બંનેનું સ્વરૂપ જાણવાની જરૂર છે. પ્રથમ દ્રવ્યદયા એ ચીજ છે કે એકેંદ્રિય આદિ જીવોને પ્રાપ્ત થયેલા સ્પર્શનઈદ્રિય આદિ દ્રવ્ય પ્રાણોનો નાશ ન કરવો, નાશ અન્ય કરતા હોય તેને રોકવા કે નાશ થતો હોય તેને બચાવવા પ્રયત્ન કરવો. આ સ્થળે એટલું યાદ રાખવાની જરૂર છે કે એકેંદ્રિય આદિ જીવો પોતાના સ્પર્શન ઇદ્રિય આદિ પ્રાણોને પોતાના આયુષ્ય કે પર્યાપ્તિ આદિ નામકર્મના ઉદય સુધી ધારણ કરવાના છે. તેના આયુષ્ય કે પર્યાતિ આદિ નામકર્મનો નાશ થતાં કોઇપણ મનુષ્ય કે સાધુ
Page #281
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧-૩૪
૧૯o
શ્રી સિદ્ધચક મહાત્મા તેના મરણ, કે પ્રાણનાશના દુઃખના કારણથી બચી શકવાના નથી. આજ અપેક્ષાએ એમ કહેવાય છે કે મરનારના કર્મનો વિપાક જો મરવા રૂપ છે અને કર્મના વિપાકનો અંત થયા વિના કોઈ મરતું જ નથી તો પછી હિંસા નામની ચીજ સંભવિતજ નથી. સહેજ પણ વિચાર કરવાથી સમજાશે કે જ્યાં સુધી આયુઃ કર્મનો સિદ્ભાવ હોય ત્યાં સુધી કોઇપણ પ્રાણી મરે નહિ (યાદ રાખવું કે આયુઃ કર્મ ગતિ, જાતિ આદિ કર્મોની પેઠે અનેક ભવ કરવાથી વેદ્ય નથી પણ દરેક ભવમાં જુદું જુદું વેદાતું હોઈ પ્રત્યેક ભવથીજ વેદ્ય છે.) અને આયુષ્યનો નાશ થયા વિના કોઈપણ પ્રકારે મરતોજ નથી.
આ અપેક્ષાએ કોઇપણ પ્રાણીની હિંસા કોઇપણ પ્રાણી દ્વારા એ થવી શકયજ નથી. આવું કહેનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે જેઓ કાયાથી માત્ર પ્રાણના નાશને હિંસા તરીકે માનતા હોય તેઓનેજ કથંચિત્ આ પ્રકારે બોલવું શોભશે, પણ જેઓ પ્રાણીઓના પ્રાણનો કાયાદ્વારા એ નાશ ન થયો હોય તો પણ વચનદ્વારા એ કહેવામાં મનદ્વારા એ વિચારવામાં જેઓ પ્રાણીઓના પ્રાણનો નાશ થયા વિના પણ હિંસા માનનારા છે તેઓને ઉપર પ્રમાણેનું બોલવું શોભશે નહિ, કારણકે હિંસા થયા વિના પણ તેના વચનો અને વિચારો હિંસાત્મક હોય તો તે વક્તા અને વિચારકને હિંસાના દોષમાં ભાગીદાર ગણવામાં આવે છે એટલે મરનારા પ્રાણીના આયુ અને પર્યાપ્તિ આદિના નાશનો પ્રેરક પોતે ન બને અને મરનાર પ્રાણી પોતાનાજ આયુઃ અને પર્યાતિ આદિના અભાવથી મરી જાય અગર ન પણ મરી જાય તો પણ તેવા હિંસાત્મક વચનો અને વિચારવાળો પ્રાણી જરૂર હિંસક છે.
આ વિચાર જેનું આયુષ્ય વિગેરે અનપર્વતનીય અને નિરૂપક્રમ એટલે ઘટાડી કે નાશ નથી કરી શકાતું તેવા પ્રાણીઓને અંગે સમજી શકાય, પણ તેવા પ્રાણીઓના તેવા અનપર્વતનીય અને નિરૂપક્રમપણાનો નિશ્ચય તેવા વિશિષ્ટ જ્ઞાનીઓજ કે જેઓ પોતે સ્વતઃ અહિંસકજ છે તેઓ કરી શકે તેમ છે, કારણકે સામાન્ય મનુષ્યો કે મહાત્માઓ કર્મવર્ગણાને કે તેના આયુઃ નામ આદિ ભેદોને સાક્ષાત્ જાણી શકતા નથી, તો પછી તે આયુષ્ય વિગેરેના અનપર્વતનીયપણા કે નિરૂપક્રમપણાને તો જાણી શકે કેમ ? અર્થાત્ અનપર્વતનીય કે અપર્વતનીય સોપક્રમ કે નિરૂપક્રમ એમાંથી કોઈપણ પ્રકારનું આયુષ્ય હોય તો પણ તેના નિશ્ચિત જ્ઞાન વિના નિરપેક્ષપણે પ્રવર્તનારો મનુષ્ય પ્રાણના વિયોગ રૂપ હિંસા ન બને તો પણ કાયા, વચન અને મનદ્વારા એ હિંસાના કારણ તરીકે પ્રવૃત્તિ કરનારો જરૂર હિંસકજ બને છે. આવી રીતે જ્યારે અનપવર્તનીય અને નિરૂપક્રમ આયુષ્યવાળાને અંગે નિરપેક્ષપણે પ્રવર્તનારો મનુષ્ય હિંસક બને તો પછી જેઓનું આયુષ્ય, અધ્યવસાય નિમિત્ત આદિ સાત કારણોથી અપવર્તન થવાવાળું કે ઉપક્રમથી ઘટવાવાળું હોય છે તેઓને અંગે હિંસાત્મક મન, વચન કે કાયાના યોગને પ્રવર્તાવનારા કેમ હિંસક બને નહિ ? જેમ એક ઘડીયાળની ચાવી નિયમિત રીતે ઘડીયાળ ચાલે તો તે ઘડીયાળને છત્રીસ કલાક ચલાવનારી હોય તો પણ તે ઘડીયાળની ઠેસ ખસી જાય કે સ્કુ ઢીલાં થઈ જાય તો તેજ ચાવી એક સેંકડમાં ઉતરી જઈ ઘડીયાળ બંધ પડે છે, એટલે કે ઘડીયાળને છત્રીસ કલાક ચલાવવાવાળી ચાવી છતાં પણ તે ચાવી એક સેંકડમાં ઉતરી જાય છે, તેવી રીતે શાસ્ત્રકારોના જણાવવા મુજબ ત્રણ પલ્યોપમ જેવું મોટામાં મોટું મનુષ્ય તિર્યંચનું
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રી સિદ્ધચક્ર
તા.૩૦-૧-૩૪ આયુષ્ય પણ એકજ અંતર્મુહુર્તમાં ભોગવાઈ જાય અને તેવા મોટા આયુષ્યવાળો પણ એકજ અંતર્મુહર્ત જીવી મરણ પામે. આવું લાંબુ આયુષ્ય અસંખ્યાતા વર્ષોનું હોવાથી તેનું અપવર્તન કે ઉપક્રમ નહિ માનનારાઓ યુગલિક મનુષ્યો કે તિર્યંચોની સ્ત્રીઓના ગર્ભમાં નવ લાખ ગર્ભજોની હિંસા કેવી રીતે માની શકશે? અર્થાતુ જ્યારે એવા લાંબા આયુષ્યવાળાના આયુષ્યનો અપર્વતનને ઉપક્રમથી નાશ (જલદી ભોગવવું) થાય છે, તો પછી સામાન્ય મનુષ્ય તિર્યંચોના આયુષ્યનું અપવર્તન કે ઉપક્રમ થાય તેમાં આશ્ચર્યજ શું?
આગમાભ્યાસિયો માટે અમોધ લાભ. પ્રભુ માર્ગ-તત્ત્વજિજ્ઞાસુ ગ્રાહકોને દિનપ્રતિદિન પ્રભુમાર્ગ પ્રણિત આગમના તત્વોનું નહિ શ્રવણ કરેલી ગુઢતાત્વિક ફીલ્સફીનું-યુક્તિપ્રયુક્તિનું અજોડજ્ઞાન શ્રી સિદ્ધચક્ર પાક્ષિકદ્વારા આગમરહસ્યના વિભાગમાં સમર્પણ કરાય છે. સકલશાસ્ત્ર પારંગત આગમના અખંડઅભ્યાસી શાસનપ્રભાવક સમર્થ શાસન સંરક્ષક આગમોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ભાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ અમારી આગ્રહ ભરી વિનંતી સ્વીકારી પ્રથમ શ્રીનંદી આગમ ઉપર ભૂતકાળ કદીપણ પ્રગટ ન થયેલ એવી સારભૂત અવતરણા, તેમજ તેના પર અનેક તર્કવિતર્ક યુક્તિ પ્રયુક્તિ સહિત સમાધાન આપવા અમારા પર મહાન ઉપકાર કર્યો છે. શ્રીસિદ્ધચક્ર પાક્ષિક જડવાદના અજ્ઞાન વાતાવરણમાં જ્ઞાનનો ઉદ્યોત કરવામાં, શાસ્ત્રના પાઠોને સંગતિપૂર્વક સમજાવવામાં, જ્ઞાનની ન્યૂનતાને અંગે ફેલાતા અજ્ઞાનના સમૂહનો સર્વથા નાશ કરવામાં, જૈન સાહિત્યને વિકારી બનાવવાની ઉમેદોને ઉન્મેલન કરવામાં, અને શાસન-સામ્રાજ્ય સામે થતાં અજ્ઞાન હુમલાઓની અનેકવિધ શાસ્ત્રસંગત યુક્તિપ્રયુક્તિથી પ્રતિકાર કરવામાં નિરંતર ઉદ્યમશીલ રહ્યું છે, રહે છે અને રહેશે એમ સમિતિ ઇચ્છે છે. કોઈપણ જાતની શંકા ઉદ્ભવતી હોય, કાંઇપણ નવીન જાણવાની જીજ્ઞાસા થતી હોય, યા તો કાંઈપણ અમારા તરફથી અસંતોષ જેવું લાગતું હોય તો તુરત જણાવવા અમારી આગ્રહ ભરી વિનંતી છે, કે જેનું નિવારણ કરવા સમિતિ હરહંમેશ કટીબદ્ધ રહી હતી, રહે છે અને રહેશે.
જુના અંકો સીલકમાં નથી, માટે નવિન ગ્રાહકોને જુના અંકો આપવા સમિતિ બંધાતી નથી, અને સીલકમાં રહેલા જુના અંકો જે ગ્રાહકને મોકલવામાં આવશે તે ગ્રાહકોનું લવાજમ તે તારીખે ગણી લેવામાં આવશે. નમુના માટે એક વખત અંક મફત મોકલવામાં આવશે. તંત્રી.
Page #283
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક
૧૯
નવી વિના
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
ફિ વફા કા તો હા હા હી હો હો હો હો હો હો હો ( 8 )
રખડપટ્ટીનું વાસ્તવિક કારણ એ છે કે “પોતે પોતાને અને પોતાના ગુણોને તે દેખી શકતો નથી ?” ક્રોડપર્વની જીંદગીઓ ફોગટ ગઈ !!! આત્મોન્નતિ માટે ચાર પૈસાની નોંધપોથી રાખતાં શીખો. કર્મરૂપી મદોન્મત્ત મેનેજરના હાથમાં કાયર બનેલ જીવ એકટર. કર્મશોષણની ધારણાવાળાએ પણ ધ્યેયની સીઢીપર સ્થિર રહી શકતા નથી. ઉદ્દેશના ઉભરાતા ઉમળકામાં પ્રવૃત્તિના ફાંફા !! ઉદ્દેશ પ્રમાણે વર્તનારા હજારે-લાખે બ્લકે ક્રોડે એક! આજના ઉદ્દેશો કેવળ સભારંજન માટે છે! કર્મશોષણના સિદ્ધાંતોથી ભરપૂર જૈનશાસન. તપાવેલ લાલચોળ લોખંડના ગોળા પર બાવનાચંદનના છાંટણા !!! હિત પ્રાપ્તિનો આધાર પ્રાયઃ પ્રારબ્ધ ઉપર છે. સન્માર્ગદર્શક સર્વજ્ઞ-સિધ્ધાંતોને સમજવાની અનિવાર્ય જરૂર ! કર્મની અનુકુળતામાં અટવાયા કરે, અને પ્રતિકુળતામાં પોકાર મુકનારાઓનું દિગ્દર્શન છે!
धर्मोमंगलमुत्कृष्टं, धर्म:स्वर्गापवर्गद धर्मः संसारकान्तारोल्लंधने मार्गदशकः ॥१॥ કોડપૂર્વની જીંદગીઓ એમને એમ ચાલી જાય છે.
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી શ્રીમદ્ ધર્મઘોષ સૂરિ ધનવાહનને ધર્મોપપોદેશ આપે છે તે જણાવતાં કહી ગયા કે આ જીવ અનાદિકાળથી રખડે છે રખડવાનું એકજ કારણ છે. અંદર શું રહ્યું છે તે આખી જીંદગીની આંખની મહેનત કરે તો પણ દેખાય નહીં કેમકે ચક્ષુ બાહ્ય તરફ ધ્યાન રાખે છે, એનું ધ્યાન અંદર જતું નથી. તેત્રીસ સાગરોપમની સ્થિતિમાં પણ ચક્ષુએ અંદર દેખ્યું નહીં. નારકી તિર્યંચ વિગેરે દેખનારા છે, પણ બીજાને બહારનાને દેખનારા નથી. પડની અંદર પણ ચક્ષુ દેખાતી નથી. ક્રોડપૂર્વની જીંદગીઓ એમને એમ ચાલી જાય છે, તેવી રીતે આ આત્મા ચક્ષુની માફક દરેક જીંદગીમાં બહાર દેખી રહ્યો છે, પોતાને કે પોતાના ગુણ ને દેખતો નથી. ચક્ષુ પોતાનેજ દેખે તો અંદરના ભાગમાં રહેલી વસ્તુને ક્યાંથી દેખે ! પારકા માટે એટલે કે ધન મિલકત માટે મુનીમો રાખ્યા, એ મુનીમો હજારના પગાર લે તે કબુલ, તેને માટે હાથ હાથ લાંબા ચોપડા રાખે
Page #284
--------------------------------------------------------------------------
________________
તા.૩૦-૧-૩૪
૨૦૦
શ્રી સિદ્ધચક્ર પણ આત્મા માટે ચાર પૈસાની પણ નોંધ પોથી રાખી ? કયા ગુણો પ્રગટ થયા નથી, કયા અવગુણો છે, અને તે કયે રસ્તે દૂર કરાય એ માટે કાંઈ નામું રાખ્યું ? અત્યારે તો ઉત્તમ કુલ વિગેરે પામ્યા પણ બીજી ગતિમાં આવી સ્થિતિ નહી મળે તો શું કરશું એ વિચાર કર્યો ? અનાદિકાલની રખડપટ્ટીમાં આ જીવે પોતાનો કે પોતાના ગુણોનો વિચાર કર્યો નથી. કર્માધિન રહેલ આત્માનો સ્વભાવ અંદર દેખાવાનો છેજ નહીં, તો બીજી વખતે કર્મ પોતાનું હથિયાર નહીં અજમાવે એની શી ખાત્રી? અત્યારે આપણી આટલી ઉંચી સ્થિતિમાં પણ કર્મ આપણને નચાવે છે ને ! આપણે કર્મના નોકર છીએ એવા થયા છીએ? થીએટરમાં માલીક જેમ હુકમ કરે તેમ નટ સ્વાંગ ભજવે છે, રાજા થવાનું કહે તો રાજા થાય, ઢેડ થવાનું કહે ત્યાં તેવો થાય, હસવાનું કહે ત્યાં હસે, રોવાનું કહે ત્યાં રૂએ, તેવી રીતે આ જીવ પણ કર્મ રૂપી મેનેજરના તાબામાં છે. તિર્યંચમાં મોકલે તોયે તૈયાર, નારકીમાં મોકલે તોયે જવા તૈયાર ! ક્રોધાદિક ચાર સિવાય આપણો વખત તો કાઢો ! આખી જીંદગીમાં આ સિવાયનો આપણો ટાઈમ નથીઃ ભવો ભવ આ રીતે કર્મ આપણને નચાવી રહેલ હોય, છતાં અત્યારે આવી સ્થિતિમાં પણ આપણે એ ન સમજીએ તો તિર્યંચમાં, વિકલેંદ્રિયમાં, નિગોદમાં, માનો કે ત્યાં આપણે આત્માને ઓળખ્યો પણ હોય તો પણ શું કરીએ? તમે નાટક કરો, નાચો તેમાં કર્મનું શું જાય? નટ નાટયકળામાં ખુબ કમાલ કરે એમાં થીએટરના મેનેજરને જાય શું? એકટર જેમ વધારે એકટીંગ કરે તેમ એ તો વધારે રાજી થાય. એ રીતે જીવ જેમ કર્મનું પોષણ વધારે કરે તેમ કર્મ તો વધારે રાજી થાય. કર્મના શોષણનો એક જ ઉપાય.
કર્મનું શોષણ થાય શી રીતે ? એકજ ઉપાય છે. બીજા બધા રસ્તા નકામા છે, માત્ર હૃદયમાં નક્કી કરો કે કર્મનું શોષણ કરવું જ છે. કર્મ વસ્તુ સમજીને કર્મનું શોષણ હૃદયમાં નથી આવતું તો આપણી દશા શી થાય? તમે ભગવાનનું અંગલુંછણું કર્યું, પૂજા તમારે કરવી છે પણ એટલામાં બીજો ભાઈ આવીને પ્રથમ પૂજા કરી ગયા, એમાં આંખો ચડી ગઈ શાથી? કર્મ શોષણમાં કયો વાંધો આવ્યો? કર્મક્ષયના ભાવમાં અડચણ કઈ આવી? જો લાભ લેતાં આવડે તો તે સીધી વાત છે કે ભગવાનની પૂજા જ કરવાની હતી, તો એમાં વાંધો શો? ગમે તે ફૂલ ચઢાવે પણ હેતુ ભક્તિનો જ છે. પહેલાં બીજા ભાઈએ એ લાભ લીધો તો કરવાનું તેણે કર્યું અને ધર્મીની પણ સગવડ સચવાણી, એની પણ ભક્તિ થઈ, ગયું શું? આતો ઉલટું દહેરાને પણ મૂકી દે, દશા કઈ? દહેરાંનું દૃષ્ટાંત દીધું એ રીતે બધે સમજી લેવું. કર્મ શોષણની ક્રિયામાં પણ આપણે સાવચેત નથી. એ મુદ્દો ઘણો ખસી જાય છે. ધારણા કર્મશોષણની ભલે હોય પણ ધ્યેય સ્થિર રહેતું નથી. આજની સભાઓ તરફ જુઓ તો જણાશે કે ઉદ્દેશ પત્રો વાંચતાં જામે ન્યાલ કરી દેશે એમ લાગે, પણ પ્રવૃત્તિમાં આવવું મુશ્કેલ પડે છે; અર્થાત્ હેતુસર પ્રવૃત્તિ નથી. જેઓએ ઉદ્દેશક રાખ્યો નથી, તેના કરતાં પણ ઉદ્દેશ રાખનારા સારા છે, પણ ઉદ્દેશ પ્રમાણે ચાલનાર હજારે એક, જ્યારે ૯૯૯ ઉદ્દેશ પ્રમાણે ચાલનારા નથી. એજ રીતે કર્મથી કયારે છુટું એવું મનમાં થાય છે, તે પેલા સભારંજન કરવા માટેના ઉદ્દેશપત્ર જેવું છે. માટે જો કર્મનું શોષણ કરવું જ હોય તો કર્મશોષણનું ઉદ્દેશપત્ર હંમેશાં નજર આગળ રાખો.
Page #285
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧-૩૪
શ્રી નિત્યક
૨૦૧
મુશ્કેલી વગર કામ થાય નહીં.
કામ કરનારને મુશ્કેલી કેટલી પડે છે આપણામાં તીર્થકરોએ પણ એમ નથી માન્યું કે અજવાળું થઈ જાઓ કહેવા માત્રથી થઈ જાય. ઈશ્વરને જે ઇચ્છા માત્રથી નથી મળેલ, તે અહીં મહેનત માત્રથી મળેલ છે. મહાવીરદેવને કેવળજ્ઞાન માટે કેટલી મહેનત કરવી પડી? એક બાઇએ પોતાના જમાઇને જમાઇરાજ કહ્યા તેથી જોડેવાળો કહી દે કે-“મને જમાઇરાજ કહ્યા” તો તેની અક્કલ કેવી ગણાય? તેવી રીતે તીર્થકર મહારાજને માટે કહીએ છીએ કે ઉપસર્ગની ફોજનો ઘસારો સહન કર્યો છે, કેમકે ગોવાળીઆએ ખીલા ઠોકયા, સંગમે ઉપસર્ગો કર્યા વિગેરે તમામ સહન કર્યું ત્યારે કેવળજ્ઞાન મળ્યું છે. હવે તમે ઇચ્છા કઈ અપેક્ષાએ કરો છો? ધારણા કઈ રાખો છો? તીર્થકરને પણ આ સ્થિતિએ સહેવું પડે છે. દરેક પજુસણમાં મહાવીર જીવન સાંભળીએ છીએ. તેઓ જન્મથી ત્રણ જ્ઞાની દીક્ષાથી ચારજ્ઞાની હતા તેવાઓને આવી મુશ્કેલી આવી તો તમે દહીંથરા ખાઈને મોક્ષ મેળવશું એમ કહો છો તે શી રીતે મેળવશો? આત્મગુણની ઉન્નતિનો મુદ્દો એક ક્ષણ પણ નજરથી ખસવો ન જોઈએ. આ સમજીએ છીએ, માનીએ છીએ, પણ ક્યાં સુધી? હીસ્ટીરીયા ન આવે ત્યાં સુધી. કર્મના ઉદયરૂપી હિસ્ટીરીયા આવે, ત્યારે ભૂલી જઈએ છીએ. રાજા હો કે રંક હો, કર્મના ઘેરામાં ઘેરાયો એ તે વખતે હિસ્ટીરીયાની માફક ભાન ભૂલી જાય છે. તે વખતે ધર્મ રદીને બહાર નીકળીએ તોયે ધર્મની વાત કડવી લાગે છે, સાવચેતીનો ઉપાય ત્રાસ સરખો લાગે છે. ધર્મસ્થાનથી નીકળ્યા તે વખતે ધર્મ કરવો ઠીક લાગે છે, પણ બહાર નીકળ્યા ને ઘેર ગયા પછી ધર્મ સાંભળવાની પણ ઈચ્છા થતી નથી. વગર પૈસાની દવા લેવાતી નથી!
આપણે હીસ્ટીરીયા છે એમ જાણીએ છીએ ઉપાય જાણીએ છીએ, પણ કર્મ હીસ્ટીરીયા ટાળવાનો ઉપાય કડવો લાગે છે. પૈસા આપીને કવીનાઈન, સોમલ, અફીણ લાવો છો, પણ વગર પૈસે ધર્મ થતો નથી. પૈસા રાખ્યા છે માટે પૈસા ખરચવાની ફરજ પડી, પણ જો ત્યાગી હો તો એક પણ કોડી રાખી શકત નહિ; બલ્ક કોડી ખરચત પણ નહીં. તમને અધર્મી નથી કહેતા પણ પૈસા છતાં ખરચતા નથી માટે કંજુસ કહેવા પડે. એકે અંગભૂંછણું કર્યું, ત્યાં બીજાએ પૂજા કરી તેમાં કયા પૈસા લૂંટાઈ ગયા?
જ્યાં મૂડી લૂંટાય તેવા સ્થાન વિના ક્રોધ કરવો નહીં. આ તો પૂજાદિને અંગે વાત થઈ, પણ વિષયોને અંગે આના કરતાં વધારે ક્રોધ થાય છે. આવી ઉંચી દશામાં આવેલા હીસ્ટીરીયા વખતે દવા વગર પૈસે છતાં એનો ઉપયોગ કરતા નથી, તો જ્યાં બીજા ભવમાં એ દવા નહીં મળે-ધર્મ નહીં મળે ત્યાં ઉપાય કેવી રીતે કરી શકશો? દવા વિના દર્દ નજ મટે. અનાદિકાલના દર્દવાળા, દવા મળી નહીં, દવા થઈ નહીં; પછી કેમ રખડયા એ પ્રશ્ન જ કેમ થાય? દવા મેળવી શકાય, કરી શકાય એ બધું આ મનુષ્ય ભવમાં બને. દેવતાના ભાવમાં પણ એ દવા નથી તો નારકી તિર્યંચના ભવમાં તો મળેજ કયાંથી? એ દવા કઈ? ધર્મ ! અનૂપમ દવા ધર્મજ છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી સિદ્ધચક
તા.૩૦-૧-૩૪
પૌગલિક પદાર્થો માટે ધર્મ હોય તો એની કિંમત શી?
કેટલાક એવી સ્થિતિમાં હોય છે કે જેમને “ધર્મએ શબ્દ પણ કડવો લાગે છે, તેવાઓને કોરાણે મૂકો. કેટલાક એવા છે કે એમને ધર્મ કડવો નથી લાગતો, પણ તેઓ ધર્મ એ શરીરને પોષવા માટે હોય તો ધર્મની કિંમત કેટલી? ધર્મનો ઉપયોગ શરીર માલ મિલકત વિગેરેને પોષવા માટે થાય તો, શરીર તથા માલ મિલકતની કિંમત વધારે થઈ ! થેંસ માટે બાવનાચંદન કોણ સળગાવે? બાવનાચંદનથી પૅસની કિંમત જેઓ વધારે ગણે તેજ એમ કરે. ગમે તેવા અગ્નિમાં હજારો મણનો લોઢાનો ગોળો તપાવો, કણીયેકણીયો તપાવો, હવે વધારે તાપ લાગવાથી ઓગળી જશે એવું લાગે ત્યારેજ બંધ કરો, આટલી હદ સુધી તપાવવામાં આવેલા ગોળા ઉપર બાવાનાચંદનનો એકજ છાંટો નાંખો તો બીજી મિનિટે એ ગોળો હાથમાં લઈ શકાશે. ઠંડક કરવાના આવા સ્વભાવથીજ બાવનાચંદનની કિંમત છે. એવાં લાકડા ઘેસ માટે બાળે તો કિંમત વધી શાની? તેવી રીતે અનાદિના જન્મમરણના ફેરા ટાળી નાખનારા ધર્મને, બાયડી છોકરાં તથા માલમિલકત માટે ઘસડી જઇએ છીએ, અર્થાત્ ધર્મથી પૌગલિક ચીજ વધે એવી શંકા, કે કલ્પના આવે તે પણ અધર્મ કહેવાય. હીરો કે કાચ?
ભરત ચક્રવર્તીને એક બાજાથી ભગવાનના કેવલજ્ઞાનની વધામણી મળે છે, બીજી બાજુથી ચક્ર પ્રગટયાની વધામણી મળે છે. બેય વાતને એકી સાથે સાંભળે છે, પછી વિચાર કરે છે કે કોનો મહોત્સવ કરવો? કેવળજ્ઞાન એમને પોતાને નથી થયું. ભગવાન શ્રી ઋષભદેવજીને થયું તેની વધામણી મળી છે. ભરત મહારાજા વિચારે છે કે “ક્યાં જ્યોતિ સ્વરૂપ કેવળજ્ઞાન અને ક્યાં સંહાર સ્વરૂપ થકી વીરો અને કાચ તેમાં પહેલાં કયું લઉં એ વિચાર કેમ આવે? દુર્ગતિના કારણભૂત ચક એના મહોત્સવનો વિચાર અત્યારે કર્યો, શંકા કરી, ખરેખર! હું અધમ છું ! વિચારો ! બત્રીસ હજાર રાજના સેવા જે ચકની અપેક્ષા હતી, તેના અંગે ઓચ્છવનો (ઉત્સવનો) આટલો વિચાર આવ્યો, આટલી જરા શંકા થઈ તેમાં અધમપણું માન્યું તો ધર્મને અંગે પુદ્ગલની વિચારણા કરનારા, પુદ્ગલ માટે ધર્મ એવી વિચારણા કરનારા આપણે કેવા ગણાઈએ ? દેહ ઉપરના ભરતચક્રના વિચારની તુલનાની (સરખામણી) વિચારણા કરો! તો પછી આપણને "દેહરે જાઉં કે દુકાને? તેવો વિચાર આવે તો દશા શી થાય?" કેવળજ્ઞાન તો ભગવાનનું હતું, ચક્ર પોતાને અંગે હતું, પણ મહોત્સવ ભગવાનના કેવળજ્ઞાનનો કરવાનો, તેમાં પોતાના ચક્રના મહોત્સવને અંગે આટલી શંકામાં પણ અધમપણું માન્યું! ભરતજીની કથા કોણે નથી સાંભળી? છતાં તાત્ત્વિક વિચારણાને વશ કેટલા થયા !!!
કાચ તથા હીરાની કિંમત વખતે, વચ્ચે “કે” શબ્દ ઝવેરી વાપરે ? નહીંજ ! તો પછી આત્માની કિંમત તથા જડની કિંમતની વાતમાં વચ્ચે કે’ શબ્દ કેમ વપરાય?
Page #287
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-
૧૪
૨૦૩
શ્રી સિદ્ધયક ધર્મ એજ ઉતાછમાં ઉત્કૃષ્ટ મંગળ છે.
માટે શ્રીધર્મઘોષસૂરિજી ઘનાસાર્થવાહને સમજાવે છે કે ધર્મ એ જ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગળ છે. હિત પ્રાપ્ત કરવાનું સાધન એનું જ નામ મંગલ છે. બે રાજા લઢે તેમાં પોતાથી બનતા ઉદ્યમની ખામી કોણ રાખે ? ત્યાં એકને જીત તથા એકને હાર શાથી ? કહેવું પડશે કે જેની જીત થઇ તેનું પુણ્ય વધારે હતું, પુણયને અંગે એને બળ, સાધન, અનુકુળતા વિગેરે સંયોગો સારા (જીતાવનારા) સાંપડ્યા હતા. દવા પણ નશીબ સીધું હોય ત્યાં સુધી જ સીધી પડે, હુશીયાર ડાકટરે દવા લખી આપી, લેવા ગયા પણ હડતાળ હોવાથી મળતી નથી, શાની ખામી? ઉદ્યમની ખામી નથી પણ પ્રારબ્ધની ખામી છે. એક વેપારીને નફો મળે છે, એકને ખોટ જાય છેઃ ઉદ્યમની ખામી બેમાંથી એકકેમાં નથી, પણ લાભ થવો-હિત પ્રાપ્તિ થવી એનો આધાર નશીબ ઉપર છે. નશીબ કાંઈ લુહાર સુથાર નથી ઘડતો. કદાચ નશીબને ઘડનાર ઈશ્વરને માનીએ તો જગતમાં પાંચ સાત જણાએજ ઈશ્વરની પૂજા કરવી જોઈએ. નશીબ પોતેજ ઘડે છે, ઇશ્વર તો નશીબ ઘડવાના રસ્તા બતાવે છે તેનો અમલ કરો તો નશીબ ઘડાઈ જાય, ઈશ્વરે સન્માર્ગ બતાવ્યો, તેનું આલંબન ન લ્યો, એથી દુઃખી થાઓ તેમાં ઇશ્વર શું કરે? જેનો ઈશ્વરને નશીબ ઘડનાર નથી માનતા, પણ સન્માર્ગ બતાવનાર માને છે. ડાકટરે ચશ્મા આપ્યા પણ દેખવું (જોવું) એ કામ ચશમા ઘાલનારનું છે. તીર્થકર ભગવાને કહેલો ધર્મ સર્વ શ્રેષ્ઠ છતાં તમે અમલ ન કરો તો શું વળે ? ચશમા ઉભા ન કરી , પણ ચશમા મળ્યા પછી જોવાનું કામ તમારું પોતાનું છે. પરમેશ્વર સન્માર્ગ બતાવશે પણ નશીબ પરમેશ્વર નહીં આપે, ધર્મ એજ ઉત્કૃષ્ટ મંગળ છે. ધર્મ એ દેવલોક તથા મોક્ષને દેનારો છે. કડવી મીઠી દવા ?
અહીં કદી શંકા થાય કે ધર્મ એ મોક્ષ દેનારો એમ કહ્યું એ તો વ્યાજબી, એમાં વાંધો નથી પણ સ્વર્ગ દેનાર છે એ વાત ખોટી ! સ્વર્ગને સારું માનો કે ખોટું? જો સ્વર્ગને સારું માનતા હો, તો ભોગને ખરાબ નથી માનતા એમ થયું, કેમકે પાંચે ઈદ્રિયોના વિષયોને સારા માનો તોજ સ્વર્ગને સારું કહેવાનો હક છે,' એનું સમાધાન એક દરદી દુઃખથી (દર્દથી) હેરાન થાય છે, અને દવાથીયે હેરાન થાય છે, દવા એવી કડવી છે કે મોટું સુધરેજ નહીં, અને એક દવા એવી છે કે દવાની સાથે સાકર મિશ્ર કરેલી છે. આ બે દવામાં ફરક ખરો કે? બને દવાથી દર્દ મટવાનું છે. પણ લેનારને તો ફરક ઘણો છે. કડવી દવા લેવી મુશ્કેલ પડે છે, મીઠી દવામાં મુશ્કેલી નથી. સ્વર્ગના સુખ ભોગવનારને ઈષ્ટ લાગે છે, નરકની વેદના ભોગવવી ઈષ્ટ લાગતી નથી, અને કર્મના કારણે છે, પણ નારકી તિર્યંચનું કર્મ પ્રતિકુળતાથી ભોગવાય છે, જ્યારે સ્વર્ગનું કર્મ અનુકુળતાથી ભોગવાય છે. રોગ કાઢવા માટે મીઠી તથા કડવી બેય દવા હોય છે. મીઠી દવા સારી લાગે, કડવી દવા ખરાબ લાગે તેવી રીતે દેવગતિ તથા મનુષ્યગતિમાં કર્મ ભોગવાય તે ગળી દવા જેવા છે, જ્યારે નરક તિર્યંચમાં કડવી દવા ખાવી પડે છે. દેવગતિ મનુષ્યગતિમાં કમસુખે વેદાય છે, જ્યારે નારકી તિર્યંચમાં પ્રતિકુળતાએ-દુઃખે વેદાય છે માટે એ દેવની તથા મનુષ્યની ગતિ ઉત્તમ (સારી) ગણી છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૦૪
તા.૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર ઉત્તમ ચીજ મોક્ષજ સ્વર્ગની કિંમત એની પાસે કોડીની છે.
શંકા કરનારને શંકા લેવા જવી પડતી નથી અહીં હજી કદાચ કોઈ શંકા કરે કે દેવલોકમાં દેવલોકના સુખ જેવાં કે આરંભ પરિગ્રહ વિષય કષાયાદિ છે એ જો ધર્મથી મળતા જણાવો છો તો ધર્મ આવાજ ધંધા કરે છે ને ! અહીં ઝૂંપડાં, ત્યારે ત્યાં જંબુદ્વીપ જેવડાં મોટાં વિમાનો, અહીં પહેરવાને વસ્ત્રો પણ પૂરાં નહીં, જ્યારે ત્યાં આખું શરીર હીરાથી ઢંકાઈ જાય, આવા ભોગો વધારનાર દેવલોકને ધર્મના ફળ તરીકે શી રીતે કહેવાય ? સમાધાન- અહીં દેવલોકના આરંભ પરિગ્રહના વખાણ નથી, પણ અનુકુળતાએ વેદાય એટલા પુરતા માત્ર એના વખાણ છે. બાકી પોતે એને કેવું ગણે ? "સુરનર સુખને દુઃખ કરી લેખવે આ માનવાનું પોતાને બીજો મનુષ્ય બીજાના સુખોને દુઃખો માનેજ નહીં, પણ પોતેજ પરિણામની ભયંકરતા માની પોતાના સુખને દુઃખ માને. પ્રમોદભાવનાનો પહેલો વિષય એ છે કે અનુકુળતા એ વેદે તેમાં પ્રમોદ?
મુનિના ઉપસર્ગમાં મુનિ સંતોષ શી રીતે માને? યાદ રાખો ! મુનિ પોતે માને એ વાત છે, તમે માનો એમ નહીં રસ્તામાં વિહરતા કાંકરા આવે ત્યારે-ઠીક નિર્જરાનું કારણ મળી ગયું” એમ સાધુ માને પણ તમારાથી મનાય? નહીં! ભગવાનને સંગમ ઉપસર્ગ કરે છે, ત્યારે ઈદ્ર દેવલોકને દુઃખરૂપ પોતે દેખે છે, પણ એ દેવલોક બીજાને દુઃખરૂપ નથી. લેવાદેવાના કાટલાં જુદા ન હોય પણ બાજુ જુદી ! તેવી રીતે પોતાની નિર્જરા જુદી, સમ્યકત્વવાળો દેવલોકનાં તથા મનુષ્યનાં સુખોને પોતે દુઃખરૂપ માને, પણ ધર્મ સ્વર્ગ દેનાર છે એમ કહેવું ત્યાં દેવલોકના વિષય કષાયની અનુમોદના નથી, પણ સ્વર્ગની અનુકુળતા અનુમોદાય છે. જેને સંનિપાત થયો હોય તે સાકર ખાય ત્યારે પ્રમોદ ભાવનાવાળાએ શું વિચારવું ? સાકર ખાધી એ પ્રમોદનો વિષય પણ એના કરતાં સાકરીયા મીઠી દવા ખાઈને આનંદ માન્યો હોત તો ઠીક હતું. જ્યાં કારણ સારા હોય ત્યાં આનંદ માને. એના ચાર પગથીયાં છે. દેવલોક એ પણ પ્રમોદ ભાવનાના વિચાર માટે છે, અર્થાત્ ધર્મ સ્વર્ગ દેનાર છે એમાં વાંધો નથી પણ એકલીજ સાકરીયા દવા ખાઈએ તો પુષ્ટી ન મળે અભવ્યને ધર્મથી દેવલોક મળ્યો, તે સહેતુ છે છતાં એ મોક્ષ મેળવી ન શકયો માટે કહો કે એ તત્ત્વમાં આવ્યો નથી. ભવિષ્યમાં દુઃખ થાય નહીં આવું સુખ લે તે કેવળ મોક્ષમાંજ છે. આથી મોક્ષ એ ઉંચી ચીજ છે, તેની આગળ સ્વર્ગ એ કોડી જેવી ચીજ છે. શાસ્ત્રકાર સંસારને અરણ્ય, જંગલ, દાવાનળ વિગેરે કહે છે ત્યારે આજકાલ અજ્ઞાત જનસમૂહ દીક્ષાને દાવાનળ કહે છે, દરીયામાં ડુબાડનાર ગણે છે. શાહુકાર ચોરી ઓછી થાય તેમાં રાજી થાય, ચોરની ટોળી બે ખાતર પડે તેમાં વધારે રાજી હોય તેવી રીતે ધર્મીષ્ઠોને દીક્ષા, દેવું વિગેરે ધર્મ તારનાર લાગે છે, જ્યારે બીજાને દાવાનલ લાગે છે, તે ઉપરથી સાવચેત થવાનું છે. જેટલું ખરાબ ગણો તેનાથી ખૂબ સાવચેતી રાખો. ખરાબ સંસ્કાર, ખરાબ વચનને જેટલા અધમ ગણો તેટલી ઉત્તમતા. સંસારકાંતાર ઉલ્લંઘવો મુશ્કેલ છે, તેમાં માર્ગ દેખાડનાર ધર્મ છે. ધર્મને શરણે ચાલનારો માર્ગે ચઢી ઈષ્ટ સ્થાને પહોંચી શકશે. એ પહોંચવામાં કેટલી મુશ્કેલીઓ છે તે હવે પછી.
Page #289
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક
૨૦૫
સમાલોચના || જ
૧. એક વખત તારક દેવના કૃત્યોની અનુકરણીયતા ન હોય એમ કહેવું, વળી અનુકરણ ન હોય એવું કથન કરવું, ફેર આજ્ઞાને અનુસરતું અનુકરણ હોય એમ કહી છેવટ આજ્ઞાને બાધ આવે તેવું અનુકરણ ન હોય એમ કહી પ્રસંગે પ્રસંગે જુદું જુદું બોલવામાં અને લખવામાં શ્રોતા અને વાંચનારાને અન્યાય આપ્યો છે કે નહિ? તે તેઓએ સ્વયં વિચારી લેવાની જરૂર છે.
૨. શાસનપ્રભાવક આચાર્ય શ્રીમાનું રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ તથા શાસન ધુરંધર મહોપાધ્યાય શ્રીમાનવિજયજી મહારાજ શ્રી અર્થદીપિકા અને ધર્મસંગ્રહમાં સ્પષ્ટપણે જણાવે છે કે અદેવ, અગુરૂ અને અધર્મને, દેવ, ગુરૂ ધર્મપણાની બુદ્ધિથી આરાધન કરે તોજ પરમાર્થ દષ્ટિએ મિથ્યાત્વ ગણાય.
૩. “અપવાદપદે છે” એ વાકય મિથ્યાત્વના લક્ષણ માટે નથી, પણ મિથ્યાત્વ વર્તન માટે છે, કારણકે લક્ષણ અને વર્તનના પારમાર્થિક ભેદને સમજવાની જરૂર છે.
૪. મિથ્યાત્વિયાદિનું આરાધન મિથ્યાત્વની વૃદ્ધિ અને તેના સ્થિરીકરણના પ્રસંગવાળું છે, અને તેથી થતા દુર્લભબોધિપણા માટે વર્જવાનું છે, આ ઉપરથી મિથ્યાદષ્ટિયક્ષાદિની પણ આરાધના વખતે શ્રદ્ધાવાળાને મિથ્યાત્વ થવાનું જણાવતા નથી અને જૈનધર્મની ઇતરધર્મોથી અતિશયિતા નહિં હોવાને લીધે મિથ્યાત્વવૃદ્ધિ વિગેરે પણ કાલદોષથી કહે છે.
૫. સમ્યદૃષ્ટિદેવતાનું કે શ્રી જીનેશ્વરભગવાનનું ઈહલોક ફળની પ્રાપ્તિ માટે આરાધન કરતાં તત્ત્વની શ્રદ્ધાવાળાને પણ દ્રવ્યક્રિયાપણું નથી, પણ મિથ્યાત્વ લાગે, એવાં વાક્યોમાં શાસ્ત્રીય પાઠની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે.
૬. મિથ્યાત્વના લક્ષણમાં અપવાદ ન હોય એ વાતને ન સમજતાં, મિથ્યાત્વ વર્તનના અપવાદને આગળ કરે, અને મિથ્યાત્વ વર્તનના અપવાદના બહાના હેઠળ મિથ્યાત્વના નિરપવાદ લક્ષણને ઉથલાવવા મથે તેઓ લક્ષણ અને વર્તનના વાસ્તવિક તફાવતને સમજતા નથી એમ કહેવું આવશ્યક છે; કારણ કે રાજાભિયોગાદિક છ આગારો તો મિથ્યાત્વ વર્તન માટે પ્રસિદ્ધ છે.
૭. લોકોત્તર મિથ્યાત્વ સેવનારા શ્રદ્ધાળુ તે કાલે મિથ્યાદૃષ્ટિ ન કહેવાય, તો પણ લોકોકિક ફલથી શુદ્ધ દેવ, ગુરૂને શ્રધ્ધાપૂર્વક આરાધનારને અતિચાર હોય તો શંકાદિક પાંચ અતિચારોમાંથી કયો અતિચાર સમ્યકત્વને લાગે? તે શાસ્ત્રોક્તિથી જણાવવું આવશ્યક છે.
૮. દ્રવ્યક્રિયા અને લોકોત્તરમિથ્યાત્વના ભેદને નહિ સમજતા છતાં “મિથ્યાદષ્ટિ કહેવામાં પણ કશીજ હરકત નથી” એમ બોલનારા પોતાના આત્માને મિથ્યાત્વમાંથી કેમ બચાવતા હશે?
૯. પૂર્વાપરના વિચાર રહિત થઈને ભરતાદિક મહાપુરૂષો પણ મિથ્યાત્વી ગણાય એવું ખોટી રીતે લક્ષણ બોલનારાઓ પોતાને કેવી રીતે બચાવશે એ તેઓએજ સમજવાનું છે.
૧૦. “ગર્ભ પ્રયત્નકરણેન' આ પદ “ગર્ભની રક્ષા પોષણ આરિરૂપ માતપિતાના પ્રયત્ન દ્વારા એવા અર્થ માટે શાસ્ત્રકારોએ કહેલ છતાં તે ન સૂઝે ને “ગર્ભની અંદર પ્રયત્ન કરવા દ્વારા” અને “ગર્ભમાં રહીને
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૩૦-૧-૩૪
પ્રયત્ન કરવાદ્વારા” આવા આવા અર્થો કરનારા તેમજ પ્રકરણને ઉથલાવવા પૂર્વક બદ્ધાગ્રહ બાલીશતા અને નાક કાપીને અપશુકન કરવાની રીતિ વિગેરે અસભ્ય શબ્દ ઉચ્ચારનારાઓ પોતાની દશાનું દિગ્દર્શન કરાવે છે.
૧૧. જ્ઞાનત્રયોપેતત્વીદૂ એ હેતુ સ્નેહ જાણવા માટે સ્પષ્ટપણે છતાં અને અભિગ્રહમાં માતપિતા સ્નેહ હેતુ છે એમ સ્પષ્ટ જણાવ્યા છતાં હેતુને ઉથલાવીને અભિગ્રહમાં તે (હેતુને) લેનારો કેવો ખોટે રસ્તે જાય છે તે હેજે સમજાય તેમ છે.
જૈ.પ.વ.પ.અં.૪૫ ૧. સમ્યગુદષ્ટિ ગુરૂકુલવાસી શાસનહિતૈષી શાસનપ્રેમિયો તો સદાકાલ શાસ્ત્રાનુસારેજ બોલે છે, પણ ઇતરોએ દીક્ષા વિરોધને લીધે મૂઢ, વાત્ર, નિરિવા, મા વગેરે અનેક વાકયો અને પ્રકરણોનો દુરપયોગ કર્યો છે તે જૈનજનતાની જાણ બહાર નથી.
૨. જૈનશાસ્ત્રો સાધુસમુદાયને સંઘ તરીકે જણાવીને તેનેજ મેરૂ પદ્મ વગેરેની ઉપમા આપે છે, શ્રાવકોને તો મોર અને ભમરા જેવા ગણ્યા છે. માટે તેઓની સત્તાનો મદ કે પ્રવાદ ખોટો જ છે.
જૈન.વર્ષ ૩૨ અં. ૨ ૧. એકાંતે જન્મથી આઠ વર્ષ પછીજ દીક્ષા થાય એમ માનનારે અનુત્તરનું નવ વર્ષનું આંતરૂં ને નવ વર્ષના આયુવાળાને થતો મોક્ષ વિચારવો, કેમકે બાર માસના પર્યાયે કેવલ અને અનુત્તર મળે છે એટલે પોણાદશ વર્ષેજ તેઓના મતે તે બે થશે.
૨. આઠમાને સ્થાને આઠ સમજનાર કેવા અજાણ ગણાય? ને ગર્ભથી આઠમું જન્મથી દર વર્ષે (સવા છ) થાય કે નહિ?
૩. બાલકપણામાં ચારિત્ર લેવાનો યોગ પૂર્વભવના સંસ્કારથીજ હોય છે એમ ન માનનારા પૂર્વભવ ઉદય અને ક્ષયોપશમાદિ કેમ માનતા હશે?
(જૈ. ધ. પ્ર.)
| (સુધા સાગર પાન ૨૧૯ નું અનુસંધાન). ૯૮૪ ક્ષયોપશમની મદદથી અને કર્મના ઉદયથી જ્ઞાન પુત્રની ઉત્પત્તિ માત્રથી એ રાજી થાઓ નહિ, કારણ
કે પુત્રની ઉત્પત્તિમાં માતપિતાની જરૂર પણ સુપુત્ર બનાવવામાં સુશિક્ષકની જરૂર છે. ૯૮૫ બારે દેવલોક, નવગ્રેવયક અને પાંચ અનુત્તર તેમજ સિદ્ધશીલાના એ સમર્થ સ્થાનો સંજ્ઞ પંચેન્દ્રીયોએ
ભરી દીધાં છે. ૯૮૬ રોગી વૈદ્યની અત્યંત ચાહે તેવી રીતે અજ્ઞાની જ્ઞાનની ચાહના રાખે છે. ૯૮૭ લાંબી મુદત સુધી જ્ઞાની જ્ઞાન અને જ્ઞાનના સાધનોની અનુમોદના કરવાવાળા અજ્ઞાનીઓ પણ જ્ઞાની
થઈ ગયાના સેંકડો દષ્ટાંતો શાસ્ત્રમાં છે. ૯૮૮ બહુમતિવાળા સમુદાયના બાહુનું જોર તેમજ અલ્પમતિવાળાઓની આડખીલી પ્રભુશાસનમાં લેશભર
ચાલતી નથી અને ચાલશે પણ નહિં, કારણ કે વિદ્યમાન આગમની નિશ્રા સ્વીકારનારો ચાહ્ય અલ્પ
સમુદાય કે મોટો સમુદાય હોય તો પણ સર્વત્ર સર્વદા આગમની નિશ્રાએ કોણ એ જોવાની જરૂર છે. ૯૮૯ નાટ્યકારોએ નાટકને દુનિયાના દર્પણ તરીકે ભલે જાહેરાત કરી હોય પણ વસ્તુતઃ તે બદીની
નિશાળ છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર
Rolo
(
વ તો હો હો હો
હો
હો
હો હો હશે
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન િ િ
) સમાધનાર-સકલશાસ્ત્રપારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડઅભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ. પ્રશ્નકાર ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર પૂ. મુનિવર્ય શ્રીચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન ૬૧ શ્રીપાલચરિત્રમાં “આસો સુદી ૮ થી ઓળી કરવાનું જણાવે છે અને વદી ૧ સ્નાત્ર ભણાવવું” આ હિસાબે નવ આંબીલની ઓળીના આઠ આંબીલ સમજવાં કે વળી ભેળી ગણી નવ આયંબીલ સમજવા ? શા કારણથી ૮
સમાધાન- અષ્ટાબ્લિકા-અટ્ટાઇના હિસાબે આઠ દિવસ ગણી આઠમથી નવમો દિવસ પડવો લીધો છે, હાલમાં સુદ ૭ થી પૂર્ણિમા સુધીના નવ દિવસ આંબીલની ઓળી માટે લેવાય છે,
પ્રશ્ન ૬૧૮-છ અઠ્ઠાઈ ઘણા શ્રાવક શ્રાવિકાઓ કરે છે તે બાબતમાં હાલમાં સુદી ૭ થી અઠ્ઠાઈયો બેસાડે છે, તો સુદી ૭ થી ૧૪ સુધીના ૮ આઠ દિવસ લેવા કે સુદ-૮ થી સુદ-૧૫ સુધી આઠ દિવસ લેવા કદાચ બે તેરશ આવે તો સુદ ૯ ને રોજ આઠમનો ઉપવાસ કરે કે આઠમથી ઉપવાસ કરી સુદ ૧૫ ના રોજ પારણું કરે ?
સમાધાન- અઠ્ઠાઈ તપશ્યા કરનારે પૂર્ણિમાએ અઠ્ઠાઈ સંપૂર્ણ કરવી, અને પારણું તો એકમ એટલે પડવાને દિવસે કરવું તે વ્યાજબી છે,
પ્રશ્ન ૬૧૯- અઠ્ઠાઈના આઠ ઉપવાસ સુદ ૮ થી કરે, તો સુદ ૭ અઠ્ઠાઇમાં જાહેર થયેલ છતાં, તે દિવસે વાપરે કે કેમ?
સમાધાન- પૂર્ણિમા પહેલાના દિવસો ગણી તે હિસાબે આઠ ઉપવાસ લેવા ઠીક છે.
પ્રશ્ન ૬૨- શાસ્ત્રોમાં સાત ક્ષેત્રોનો અધિકાર આવે છે, અને તે સાત ક્ષેત્રોમાં “શ્રાવક ક્ષેત્રનું પોષણ કરવું” એવું જણાવ્યું છે તેમાં શ્રાવક સમકિત દ્રષ્ટિ લેવા કે જે અવસરે જે મળે તે લેવા?
સમાધાન- વ્યવહારથી સમકિતદ્રષ્ટિ હોય તે શ્રાવકક્ષેત્ર તરીકે ગણવામાં શાસ્ત્રીયબાધ નથી.
પ્રશ્ન દ૨૧- વ્યવહારથી સમકતદૃષ્ટિ શોધવા જઈએ તો ખાત્રી શી? માટે ધર્મકરણી કરતા હોય તેજ લેવો કે કેમ?
સમાધાન- “વિદ્યમાન શાસ્ત્રીય માન્યતાથી વિરૂદ્ધતાવાળો છે” એ રૂપે જે જાહેર થયો ન હોય તે સિવાયના વ્યવહારથી સમકતદ્રષ્ટિ માનવામાં વાંધો નથી.
પ્રશ્ન ૨૨૨-શ્રાવક ક્ષેત્ર પોષણ કરવાનો ઉપદેશ સાધુ આપે છે, પછી શ્રીમંત શ્રાવકો તેને વ્યાપારમાં
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૦૮
તા.૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર જોડે ધંધા રોજગારમાં લગાડે ઈત્યાદિક ક્રિયા કરાવીને શ્રાવક ક્ષેત્રનો ઉદ્ધાર કરે તો ઉપદેશથી મુનિને દોષ લાગે કે કેમ?
સમાધાન- ધર્મના ઉદ્દેશથી ધર્મોપદેશ આપેલ છે એટલે ધર્મોપદેશકને દોષ નથી.
પ્રશ્ન ૬૨૩- ધાર્મિક ક્રિયાથી રહિત કંદમૂલાદિક ભક્ષણ કરનારને શ્રીમંત શ્રાવક આર્થિક આદિ મદદ કરે તો પાપબંધ કે લાભ ?
સમાધાન- વ્યવહારને અનુસરતી શ્રદ્ધાથી ધાર્મિક હોય તો મદદ કરનારને લાભ છે. પ્રશ્ન ૨૨૪- અસતિપોષણમાં કુતરા બિલાડા વિગેરે જેવાં કે ઢુંઢીયા તેરાપંથી સાધુઓ પણ લેવા, કારણ કે ધર્મથી રહીતને પોષણ કરવાથી અસતિપોષણ ખરું કે નહિ?,
સમાધાન- અસતિપોષણ નામનો અતિચાર-કર્મ થકી ભોગોપભોગ પરિમાણમાં છે, અને તે અતિચાર હોવાથી તે દ્વારા (કુટ્ટ નખાના વિગેરેથી) આજીવિકા કરે તો તે ઉપર્યુક્ત અતિચાર લાગે છે, અન્યથા નહિં; અર્થાત્ દયાદિભાવે ધર્મરહિતને દેવાથી અસતિપોષણ નામનો અતિચાર લાગતો નથી.
પ્રબ ૨૨૫- શ્રીચરમતીર્થંકર પ્રભુમહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ, વિરતિના પરિણામ કોઈના ન થયા, તો તેમાં એકીલા દેવતાજ જો હોય તો તો પરિણામ થાયજ નહિં, જેથી દેવતા સિવાય બીજા મનુષ્યો પણ સમજવા કે કેમ?
સમાધાન- એકલા દેવતાજ પ્રથમના સમવસરણમાં આવ્યા તે પણ આશ્ચર્યજ છે, અને કેટલાક આચાર્યો જણાવે છે કે તે દેશના અવસરે મનુષ્યો પણ હતા, છતાં દેશના નિષ્ફળ ગઈ તેથી આશ્ચર્ય એમ જણાવે છે. ઉપર્યુક્ત બને બિના શાસ્ત્રસંગત છે, તત્વ કેવલીગમ્ય છે.
પ્રશ્ન ૬૨- વીરસ્વામિ મોક્ષે જતાં પંચાવન પુણ્ય ફલ અધ્યયન પંચાવન પાપફલ અધ્યયન કહી ગયા તો તે અધ્યયન કોઈપણ સૂત્રમાં હાલ નંખાયાં છે કે નહિ?
સમાધાન- સ્પષ્ટ શાસ્ત્રિય ઉલ્લેખ જોવામાં આવ્યો નથી, પણ તે અધ્યયનના ભાવ શાસ્ત્રોમાં છે. પ્રશ્ન દર દેવતાને નિદ્રાનો ઉદય હોય કે નહિ? હોય તો તે નિદ્રા કોઈપણ ટાઈમે લે કે બિલકુલ ન લે, જો ન લે તો પછી ઉદય કેવી રીતે સમજવો. પાંચ નિદ્રામાં દેવતાને કઈ નિદ્રા હોય?
સમાધાન- આપણને જાગતાં જેમ પ્રદેશોદય હોય છે તેવી રીતે દેવતાને પ્રદેશોદય તીવ્ર હોય, અર્થાત્ રસઉદય મંદ હોય તેથી આંખ ઉઘાડી રહે છે; અને પાંચે નિદ્રા સંભવી શકે છે.
પ્રશ્ન ૬૨૮- તીર્થકર મહારાજનો આહાર વિહાર કોઈ ન દેખે, પરંતુ જ્યારે બાલ્યાવસ્થામાં પ-૬-૮ વરસના થાય, ત્યારે તેમનાં માતા પિતા આહાર કરાવે નિહાર કરાવે તે વખતે માતા પિતા પણ દેખે કે નજ દેખે?
સમાધાન- આહાર નિહારનો વિધિ અદશ્ય છે, પરંતુ આહાર નિહાર અદશ્ય નથી, અર્થાત્ આહાર ચાવવાનો વિધિ વિગેરે અદશ્ય છે.
પ્રશ્ન :૨૯- તીર્થકર મહારાજ છદ્મસ્થાવસ્થામાં જ્યારે પાણી પાત્ર એટલે હાથમાં આહાર કરે પાતરા વિગેરે રાખેજ નહિ તો પછી ઠંડીલ જગ્યા ત્યારે શુદ્ધી કેવી રીતે કરે.
સમાધાન- કંકપક્ષીના જેવી સ્પંડીલની જગ્યા હોવાથી નિર્લેપતાજ હોય. પ્રશ્ન ૩૦- તીર્થકરના ડીલમાં મનુષ્યની માફક બેઘડીમાં સમુછિમ ઉત્પન્ન થાય કે નહિ? સમાધાન- થાય તેમાં બાધ નહિ, પણ શુષ્ક ચંડીલ હોય તેથી સંભવ ઓછો છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧-૩૪
૨૦૯
શ્રી સિદ્ધયક પ્રશ્ન ૬૩૧- આચાર પ્રકલ્પ નામ શાસ્ત્રમાં લખ્યું છે તો તે આચારાંગ સમજવું કે બીજું? સમાધાન- આચાર પ્રકલ્પનું નામ શ્રી નિશિથસૂત્ર કહેવાય છે, અને પાક્ષિમાં તે બિના પૂર્વે આવી ગઈ છે.
પ્રશ્ન ૬૩૨- સંજમનું સ્વરૂપ ન સમજે, તેમજ શ્રાવકને ફુલાચારથી નવમુકકારશી સિવાય બીજું જ્ઞાન ન હોય તેવા જીવને સંજમ આપી શકાય કે નહિ ?
સમાધાન- અપાય, કારણકે કુલાચારવાસિત શ્રાવકનો છોકરો સાધુઓના રિવાજ સમજેજ છે.
પ્રશ્ન ૬૩૩- બકુશ કુશીલ ચારિત્રવાલો પરિગ્રહ ઘણો રાખે, અને બીજા વ્રતો પાલે તો દેવ આયુષ્ય બાંધે કે બીજું?
સમાધાન- ધનધાન્યાદિ કીંમતિ ચીજો રાખવારૂપ પરિગ્રહની છુટ બકુસ કુશીલ સંયમમાં નથી. ફક્ત સાફસુફ, અધિક ઉપકરણ અને મમત્વ ભાવાદિ બકુસ કુશીલમાં સંભવે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે પરિગ્રહ રાખવાથી પાંચમું મહાવ્રત જાય. છતાં ભાવનાની વિચિત્રતા હોવાથી દેવ આયુષ્ય નજ બાંધે, અગર બાંધે એમ એકાંત કહી શકાય નહિ, પણ અસુરાદિકની ગતિ જે આસુરી આદિક ભાવનાવાળાઓને માની છે, તે પણ ચારિત્ર સહિતને અંગે કહી છે તે વિચારવું જરૂરી છે.
પ્રબ ૬૩૪- નવ અંગે પૂજા કરતી વખતે પ્રથમ જમણા પગને અંગુઠે પૂજા કરવાનું કારણ શું?
સમાધાન- કારણ એ છે કે તેઓશ્રીના યોગ્ય એવાજ જધન્ય અંગની પણ પૂજ્યતા છે, ને તેજ અનુક્રમ છે માટે જીનેશ્વરદેવના જમણા પગના અંગુઠેથી પ્રથમ પૂજા કરવાની રીતી છે.
પ્રશ્ન ૩પ- શ્રીમહાવીર પ્રભુના જન્મકલ્યાણક વખતે આટલો બધો અભિષેક પ્રભુનું નાનું શરીર કેમ સહન કરી શકે, તેવો મન સંબંધી ઈદ્રનો વિચાર ભગવાને કેવી રીતે જાણ્યો, કારણકે તે વખતે તેમને ત્રણ જ્ઞાન છે મન:પર્યવજ્ઞાન તો નથી ?
સમાધાન- રૈવેયકાદિ દેવતાઓ અવધિજ્ઞાનથી પણ મનને જાણે છે, પણ અવધિથી મન:પર્યવજ્ઞાન જેવું વિશિષ્ટપણે ન જાણે.
પ્રશ્ન ૬૩૬- ઋજુમતિ મન:પર્યવજ્ઞાનમાં વિશેષ જ્ઞાનનો વિષય કહ્યો તો તેમાં દર્શન કેમ નહિ જેટલો જ્ઞાનાવરણીનો ક્ષય થયો તેટલો દર્શનાવરણીયનો ક્ષય ખરો કે નહિ?
સમાધાન-ના, સાક્ષાત્ વિચારોજ જાણવાના હોવાથી દર્શન નથી. પ્રશ્ન ૬૩ જીનેશ્વર ભગવાનના અનુષ્ઠાન વખતે કેવા કેવા અધ્યવસાય વર્તતા હોય તો તે આત્મા તે દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુંબંધપાપ અને પાપાનુંબંધી પાપનો બંધ કરે ?
સમાધાન- સર્વજ્ઞકથિત હરકોઈ આરાધના કરતી વખતે આરાધક આસંશાવગર આરાધના કરે તો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જીત કરે, નિદાનયુક્ત આરાધના કરે તો પાપાનુંબંધીપુણ્ય બંધાય, અતિચારસહિત આરાધના કરે તો પુણ્યાનુબંધીપાપ અને અવજ્ઞા અને અનાદરપણે આરાધના કરે તો પાપાનું બંધી પાપનો બંધ થાય.
પ્રશ્ન ૬૩૮- જે છખંડને સાધતા ભરત મહારાજાને છ હજાર (૬૦૦૦) વર્ષ લાગ્યા, ને તેજ છ ખંડને સાધતા બ્રહ્મદત્ત ચક્રવર્તિને છ (૬) મહિના લાગ્યા ત્યારે શું તે ખંડ નાના મોટા હશે ?
સમાધાન- દરેક ચક્રવર્તીના વખતમાં છ ખંડ સરખા પણ દેવતાની મદદે જલ્દી સાધ્યા, તેથી ઓછો વખત લાગે તે બનવા જોગ છે.
પ્રશ્ન ૪૩૯- કર્મબંધના ચાર કારણ છે,મિથ્યાત્વ અવિરતિ, કષાય અને યોગ એ ચાર કારણ હોવા છતાં આપ (કર્મબંધનના કારણ તરીકે) એક કહો છો તેનું કારણ શું?
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રી સિદ્ધચક્ર
તા.૩૦-૧-૩૪. સમાધાન- કર્મગ્રંથકારે કર્મબંધના ચાર કારણ કહ્યા છે, તે બરાબર છે પણ એક અપેક્ષાએ વિચારીએ તો કેવળ યોગથી જે કર્મબંધ થાય છે તેથી સંસાર ભ્રમણ થતું નથી, તેથી તે કારણે બાદ કરીએ તો બાકી ત્રણ કારણ જે રહ્યા તે કષાયના કૌટુંબિકો છે, એટલે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની અને સંજવલન કષાય અનુક્રમે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય તે બધા કષાયસ્વરૂપ હોવાથી કષાય એજ કર્મબંધન છે એમ કહેવામાં, સમજવામાં કે માનવામાં લેશભર સંકોચને સ્થાન નથી.
પ્રશ્ન ૯૪૦ - દ્રવ્યદયાની વાસ્તવિક વ્યાખ્યા શી?
સમાધાન- કર્મથી આવી પડેલા દુઃખો દેખીને તે દુઃખો ટાળવાનું મન થાય, ટાળવાના પ્રયત્ન થાય અને તે દુઃખો સર્વથા દૂર કરવાને તન, મન અને ધન સમર્પણ કરવા કટીબધ્ધ થવું તે દ્રવ્યદયા છે.
પ્રશ્ન ૬૪૧- ભાવદયાની વાસ્તવિક વ્યાખ્યા શી?
સમાધાન- શીતાદિ દુઃખોને આવર્ભાવ કરનાર કર્મની જડને ભસ્મીભૂત કરવા પૂર્વક રત્નત્રયી મેળવવાનું મન થાય, તે મેળવવા માટે પ્રયત્નાદિકરાય તે વસ્તુતઃ ભાવ દયા છે.
શ્રીગૌતમ સ્વામિને નમઃ
શું આગમોની જરૂર છે ?
હા, ... તો નીચેની બિના વાંચી-વિચારી વર્તનમાં મુકવાનું ભૂલતા નહિ ... ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોએ અર્થથી નિરૂપણ કરેલ, અને સૂત્રથી ભગવાન ગણધરદેવોએ ગુણ્ડિત શ્રી આચારાંગ આદિ અંગો, ઉવવાઇઆદિ ઉપાંગો અને આવશ્યકાદિ મૂલ સૂત્રો કે જે પ્રથમ શ્રીમતી આગમોદય સમિતિએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને જેની નકલો ચોગુણી કિમ્મતે પણ મળતી નથી; તેથી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ તેનો પુનરૂદ્ધાર કરવો શરૂ કર્યો છે.
માટે જ તેના ગ્રાહક થનાર દરેક નકલ દીઠ રૂપિયા પાંચ એડવાન્સ તરીકે નીચેને સરનામે ફાગણ વદ ૧ પહેલાં ભરી દેવાં.
હાલ આચારાંગ અને દશવૈકાલિક છપાવવાં શરૂ થશે, આ આગમોની મૂલ-કિમ્મત રહેશે, અને ત્યારબાદ બાકીના આગમો પણ ક્રમસર શરૂ કરાશે.
તા. કડ- આ વખતે કોઈ સંસ્થાદિને પણ ભેટ આપવામાં આવશે નહિ, માટે તેઓએ તેમજ બીજાઓએ એડવાન્સ મોકલી પોતાનાં નામો જલ્દી નોંધાવવા. ગ્રાહકોની સંખ્યા જેટલીજ નકલો છપાવવાનો આ સમિતિનો ઇરાદો છે, જેથી ઉપરની મુદત વિત્યાબાદ નામ નોંધવામાં આવશે નહિ. સુરત મુકામે પ્રથમની જાહેરાતથી જેઓએ એડવાન્સ તરીકે નાણાં ભર્યા છે, તેઓને રીતસરની પહોંચ ટુંક સમયમાં સમિતિ તરફથી મોકલી આપવામાં આવશે. નાણાં ભરવાનું સ્થાન ) શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ.
ભૂલેશ્વર, લાલબાગ મુંબઈ. નં. ૪
Page #295
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૧૧
માંગણીનો સ્વીકાર,
નોંધ - શ્રી મુંબઈ જૈન યુવક મંડળની પત્રિકામાં પૂર્વે છપાઈ ગયેલી શરૂઆતની દેશનાઓ વાંચવાને ઉત્સુક બનેલા ગ્રાહકોએ વારંવાર માંગણી કરેલી હોવાથી તે અત્રે અપાય છે. (ગતાંકથી ચાલુ) તંત્રી.
| આગમોદ્ધારકની અમોઘ દેશના. આ ઉપરાંત સંબંધીઓને ઓછું પડયું તેને રૂએ છે પરંતુ જનાર આશામીને ઓછું પડયું તેના માટે આજે રોવાતું નથી. આહારની ઈચ્છા સાથે ઉત્પન્ન થયેલ શરીરના સંપૂર્ણ ધર્મને નહિ પિછાણનારા કુટુંબીઓ તો આડા પગે જનારની પાછળ પણ રડે છે, અને ઉભા પગે જાય તેની પાછળ પણ રડે છે. હવે ઊભા પગે જવાય અને રડે તેમાં લાભ છે કે આડા પગે જવાય અને રડે તેમાં લાભ છે; તે તપાસો કારણકે બેમાંથી એક રસ્તે ગયા વગર છુટકો નથી. રાજીનામું કે રજા
સમજા નોકરો માલીકની મહેરબાની કમી થાય તે વખતે રજાની રાહ જુએ છે કે રાજીનામું આગળ ધરે? રજાની રાહ જોવા કરતાં રાજીનામું આગળ ધરવું એ બાબતમાં હરકોઇપણ કબુલ કર્યા વગર રહેશે નહિ. તેવીજ રીતે કર્મરાજાની રજા નિર્ણિત સમયે નક્કી થઈ ગઈ છે, છતાં “રજા મળશે ત્યારે જઇશું, રજા મળશે ત્યારે જઇશું એ વાત પર રસિક બનીને રંગરાગ ઉડાવવા કરતાં ચેતીને, અવસર પામીને સદ્દગુરૂના સંજોગ વિચારીને સંસારમાં કુટુંબ કબીલારૂપ પેઢીમાં પેટભરીને રોટલા, જોડી કપડાં અને સાડાત્રણ હાથ જગાની માલીકી માટે જે નોકરો તે પેઢી પ્રત્યે રાજીનામું બતાવનારા છે તે મોંઘા માનવજીવનને સફળ કરે છે. રાજીનામું આપી જનાર નોકર બીજે સ્થાનમાં આબરૂ પગાર વિગેરેની પોતાની (માણસાઈની) કિમતમાં વધારો કરે છે. રજા પામી નીકળેલ નોકરને ઠામ ઠામ ઊભા રહેવાની જગ્યા પણ મળતી નથી, તેવીજ રીતે રાજીનામું આપનાર આત્મા સારી ગતિ આદિ સંજોગ પામીને ઉચ્ચ સ્થિતિઓ, કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતચારિત્ર અનંતવીર્યની એવી રીધ્ધિસિધ્ધિને અનુભવનારા બને છે, જ્યારે રજા પામી નીકળેલ આત્માઓ ચારગતિરૂપ સંસારમાં રખડયા કરે છે. પરાધિનતાના પિંજરમાં.
રાજીનામું આપી રાજી થાઓ નહીં તો રજા પાસી સંસારમાં સડવું પડશે !!! ગુમાન હોય તો કાઢી નાંખજો ! હજુ ગુમાન હોય તો તમારી લાખરૂપિયાની મિલ્કતમાંથી તમારા બે પુત્ર પૈકી એકને ચાલીસ હજાર અને બીજાને સાઠ હજાર આપો, પછી જુઓ ! કોર્ટના પગથીયાની રમુજ, કેસ મંડાય ત્યારે બન્ને ભાઈ પોતપોતાના હકની વાત કરે ત્યારે તમે કોણ? હાલી મવાલી કે માલધણી? ઉપકારને સમજનાર એવી અન્ય વ્યક્તિને પાંચ હજાર આપો તો જે શરમ રાખે છે તેટલી શરમ હકદાર પુત્રો તમારી પ્રત્યે રાખતા નથી, ભલે તમે તમારા મનમાં માલીક થઇ મહાલો !!
મિનિટભર મહાલવું તે પણ તમારા માટે વ્યાજબી નથી. યજ્ઞદત્ત પાસેથી એક ઘર દેવદત્તે વેચાતું લીધું પરંતુ તે સ્થાન (મકાન) અપાય પરંતુ જે શેરીમાં તે મકાન આવેલું છે તે શેરીના ભંગીઓનો હક ફેરફાર કરાતો નથી. એટલું જ નહિ પણ તે શેરીના કુતરાને બદલાવાતા નથી, અને તે ઘરમાં પક્ષીઓના માળા હોય તે પણ ફેરફાર કરાવાતા નથી. તમે પણ માલીક, ભંગીઓ પણ માલીક, કુતરો પણ માલીક, પક્ષી
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૧૨
તા.૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક્ર પણ માલીક, વસ્તુતઃ તમે માલીક નથી નોકર નથી પણ ગુલામ છો. મનની માલીકી ભલે માની પરંતુ કુટુંબકબીલા માટે તમારી પોતાની ગુલામી છે.
નોકરી અને ગુલામીમાં લાખ ગાડા જેટલું અંતર છે; નોકર નોકરીમાંથી છૂટવા માંગે તો છૂટી શકે છે, જ્યારે ગુલામ ગુલામીમાંથી છૂટવા મહેનત કરે તો પણ તે છુટી શક્તો નથી. સ્વતંત્રપણે છુટવાવાળાઓજ ખરેખરા માલીક છે. કાલાવાલા કરીને છૂટનારા નોકર છે, નહીં છુટવાવાળા કે જેઓ છુટવા જેવું છે એવું માને છે છતાં છોડી શકતા નથી તે ગુલામ છે; અને છુટવા જેવું છે એવું માનતા નથી તેઓ અધમ ગુલામ છે એટલું જ નહીં પણ ગુલામીમાં પોતાનું જીવન સર્વથા વેડફી નાંખે છે.
મુંબઇ જવું હોય તો પણ તમો સરખા ઘેર કહ્યા વગર જઈ શકો નહીં અને જાઓ તો અણધાર્યો ઝઘડો અને ધમાધમ. સંસારના મોહાંધની કાર્યવાહી તપાસો. સ્ત્રીને પતિ કહેવરાવે, સ્ત્રી ધણીને કહેવરાવે, પિતા પુત્રને, પુત્ર પિતાને, નોકર શેઠને, શેઠ નોકરને આ બધી વાતો ગુલામીના કોલકરાર સાથે થયેલા ખત દસ્તાવેજ રૂપ છે. ખેદની વાત છે કે કુરકુરીયું કુતરીને ન પૂછે, કુતરી કુરકુરીયાને ન પૂછે, કુતરો કુતરીને ન પૂછે, કુતરી કુતરાને ન પૂછે, ઘોડી ઘોડાને ન પૂછે, ઘોડો ઘોડીને ન પૂછે, ભેંશ પાડાને ન પૂછે, પાડો ભેંશને ન પૂછે, જગતનાં જાનવરો પણ સ્વાશ્રયી છે ત્યારે મનુષ્ય થઈ પરાધીનતામાં પિંજરમાં પૂરાઈ ગુલામીમાં ગુંગળાય છે !!
શંકાકાર-તિર્યંચ કરતાં માણસ વધુ સમજણવાળા ખરા કે નહિ ?
સમાધાન- હા સમજણના સંગીન સડામાં સડતો શયતાના કહીએ તો અતિશયોકતી નહિ ગણાય. પાછળ વળગતા રહ્યા ત્યારે રાજીનામું દઈને નીકળ્યા, અને નીકળો નીકળો કહે ત્યારે નીકળે એટલે રજા આપી આડા પગે નીકળ્યા. આડા પગે નીકળનારાઓને કાઢો કાઢો કહે અને ઊભા પગે જનારાઓને રહો રહો એમ કહે.
તમારે શું કહેવરાવવું છે તે કહો? હૃદયપર હાથ રાખી વિચાર કરી બોલો. આપણે નીકળ્યા, નીકળવા માટે પગ ઉપાડ્યો ત્યારે નીકળ્યા અને બીજો પકડીને કાઢે ત્યારે કાઢયો કહેવાય, કે જે વખતે આત્માની ગેરહાજરી છે. મનુષ્ય બની મડદા જેવી મહેનત કરવા ફાંકા ન મારો. આટલું હોય તો હજુ પાલવે અને મન વાળીએ કે એક વેપલો ઓછો કર્યો હતો પણ નવું દેવું કરીને વધારેલ સરંજામ મુકીને જવું અને તે બદલ આવતી જીંદગીમાં તે બદલ વ્યાજના વ્યાજ સાથે તે મંડળ આપણી પાસેથી ભરપાયા કરે. મૂર્નાઇમાં મૂઢ બનેલો મનુષ્ય પરાધિનતાના પિંજરમાં આવી ગુલામી એક ભવની નથી, બે ભવની નથી, પણ અનંતાકાળની અનંતભવમાં આવી ગુલામી ગુજારે છે છતાં ભાન નથી !
આ બાલકનીયા લડાઈ નથી કે જે જીતે તે રાજ્ય અને તે રાજ્યનું દેવું પણ લે એવું નથી. દુનિયાની સાદી કહેવત પ્રમાણે જમવામાં જગલો અને કુટવામાં ભગલો તેવી રીતે માલ મારવામાં આખુંયે કુટુંબ અને માર ખાવામાં ભાઈસાહેબ પોતે. મમતાની કારમી કુટેવ
ગાયને વાછરડું શું દાણા પુરૂ કરવાનું છે, કુરકુરીઆ કુતરીને ભોજન અપાવનાર છે કે તે કુરકુરીઆ પર મરી ફીટે છે, ભેંશ પાડા પાડી પરસ્પર એક બીજાની પાછળ ઘેલાં બને છે, તાજી વીઆયેલી ગાયને અડવા જાઓ તો શીંગડાવતી તમને મારવા ધસશે, કુતરીને અડવા જાઓ તો ફાફડી ખાશે અને તેવી રીતે ભેંશ વિગેરે બધા જાનવરોને મમતાની કુટેવનું કારમું વ્યસન પડયું છે. તે મમતામાં વાસ્તવિક તત્વ નથી છતાં દરેકે દરેક મોહનીય કર્મના ઉદયથી મમતામાં મુંઝાયા છે અને ફોગટ મારું મારું કરી મરી પડે છે. હવે વિચારો કે તમારી છોકરી પણ નવ માસ અધિક માતાના ગર્ભમાં રહે છોકરો પણ નવ માસ અધિક માતાના ગર્ભમાં રહે. રાખ્યા પછી જન્મ ન થાય ત્યાં સુધી બન્નેના ગર્ભને એકસરખા વધારવા પુરતું રક્ષણ કરવાનું, બન્નેના જન્મ આપતી વખતે જમદારનું દુઃખ દેખવાનું, અને ત્યાર બાદ દૂધ પીવરાવવામાં, દુઃખથી બચાવવામાં, ટાઢ તાપથી રક્ષણ કરાવવામાં,
Page #297
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧-૩૪ શ્રી સિદ્ધચક્ર
૨૧૩ અનાજ ખવડાવવામાં, લુગડાં પહેરાવવામાં ક્રમસર દુઃખ બન્નેમાં પુત્ર પુત્રી) સરખું છે છતાં એકમાં દેવાની બુદ્ધિ અને એકમાં જીવના જોખમે રાખવાની બુદ્ધિ છે.
છોકરીના લગ્ન વખતે સગાંવહાલાંને નોતરે, લોકોના મોં મીઠા કરાવો તાસાં વાજાંને ઢોલ વગડાવો, વગડાવીને આપો નહિ ત્યાં સુધી બાઈ મોંઘી મોતીલાલની પુત્રી અને દીધા પછી બાઈ મોદી ફલાણાની ઓરત અને ધણી મરે તો પણ ફલાણાની વિધવા ઓરત લખાવવાની છે શું થયું ! તમારા નામ પર કુચડો ફેરવનાર માટે, ઘરથી કાઢી મુકવા માટે શું જોઇને હર્ષઘેલા થાઓ છો, અને આટલો બધો થનથનાટ મચાવો છો, શું જોઇને વાજાં વગાડો છો, શું જોઈને સરણાઈના સૂર પૂરો છો, અને ગોળધાણા અને મિષ્ટાન ઉડાવો છો.
પરણ્યા પછી અહીં રહે તો તમો શું કહો કેમ ચોંટી રહે છે, શું દેખ્યું છે તારા ઘેર ખાવા છે કે નહિ, વેવાઈને કહેવરાવો, ન લઇ જાય તો તમો કુટુંબના બધા મળી ટાંગાટોળી કરી ઝીંકી આવો છો આમાં શું સમજ્યા છોકરી એટલે પારકું ધન અને વ્યાજમાં દશબાર વર્ષ સુધી એકસરખું મારું તન સમજી ભરણપોષણ કરવું, અને છેવટે દેવાની ઉતાવળ. દેવા માટે તાકીદે જમાઇને શોધો, અને મારે ત્યારે જમને વગર આનાકાનીએ દો ત્યારે જતી (સાધુને)ને દેવામાં વાંધો શો? ખરેખર માલ વગરની મમતાની આ મહાન મુંઝવણ છે અગર મમતાની કારમી કુટેવ છે.
ચંદન છેદતાં સુગંધ આપે, બાળતાં પણ સુગંધ આપે, ઘસતાં પણ સુગંધ આપે તેવી રીતે સમ્યકત્વીની સમજણ (સમદ્રષ્ટિ) પણ જનસમાજમાં છેદતો, ભેદતો, અપમાન પામતો, હેરાન થતો હોય તો પણ સર્વ સ્થળે સુગંધ આપે એટલે હરકોઈ આત્માને આનંદજનક બને. નાશવંત પદાર્થો અંતે તમારું પોતાનું ધન માન્યું છે, વાસ્તવિક તે તમારું ધન નથી પણ ધર્મનું ધન છે એટલું ? પણ પિતા, પત્ની, છોકરાં, છોકરી વિગેરે સર્વ પ્રકારની સ્થાવર જંગમ મિલકત એ ધર્મની છે. પણ તમારા બાપની નથી. માટેજ મમતાની કારમી કુટેવોથી દૂર ખસો. શબ્દશ્રવણ રસિકમુગ્ધજનો સારા શબ્દો માંગે છે, આસ્તિક કહીને બોલાવે તે ગમે છે, નાસ્તિક શબ્દ કર્ણમાં કટુતા ઉત્પન્ન કરે છે પણ આસ્તિક સદ્ગતી દુરગતિમાને; મોક્ષ અને મોક્ષના રસ્તામાને, મોક્ષમાર્ગના સહાયક, પ્રેરક અને પોષકોને જગતના સર્વ નાશવંત પદાર્થો કરતાં અધિક માને પણ ઇજ્જત, કુટુંબકબીલા, લાડી, વાડી, ગાડી, ઇજ્જત આબરૂ મળે તો પણ તેને તત્વરૂપ ન માને.
છોકરા શું ભણ્યો છે? તે તપાસવા તમોએ છોકરાને પૂછયું! કે બેટા પાંચ પંચા કેટલા? જવાબ-પાંચ પંચા પાંત્રીશ !
સાંભળતાંની સાથે તમને પગથી માથા સુધી કેવી ઝણઝણાટી ઉત્પન્ન થાય છે છોકરાએ નિશાળમાં શું ઉકાળ્યું. પૈસાનું પાણી કર્યું એમ કહેવા તત્પર થાઓ પણ પુજ્યને પાપ, આશ્રવને સંવર, અને સંવરને આશ્રવ કહી દે, જાહેર કરે, પ્રવૃત્તિ શરૂ કરે છતાં તમારા પેટનું પાણી હાલતું નથી તેનું કારણ શું! ખરેખર સમ્યત્વની સાચી સમજણ હૃદયમાં વસી નથી. - આ ફાની દુનિયામાં સંસાર પોષક દરેક દરેક વૃત્તિઓ પાપમય છે, એ માનવું અને તે પાપમય માર્ગમાં પ્રવર્તેલાઓ તમારા આશ્રિતો હોય તો કાનપટી પકડીને પણ ઠેકાણે લાવવા તમારું હૃદય હરદમ ઝુરે તેવા પુણ્યાત્માઓનેજ તત્વ દૃષ્ટિ થાય. તમારા છોકરાને કોઈ દેવ રાજા બનાવી દે તો તમને આનંદ થાય કે અફસોસ?
ત્યાં તો આનંદજ અનુભવાય, અને છોકરો પુણ્યશાળી છે એવું બહાર બોલો કે પાપ શાળી-અગર એ શું સમજે, રાજ્યમાં રહેશે તો મદમાં આવી પાપના પોટલા બાંધી દુર્ગતિ જશે, બિચારો છોકરો રાજેશ્વરીની કહેવતને અનુસરી મુસીબતમાં પડશે તેવા ઢોલ પીટાવો કે બોલો શું? તે વિચારો ! (સભા દિમુઢ)
આ જીવને ભૌતિક સમૃદ્ધિ તરફ જેવી ચોકક્સ દૃષ્ટિ છે, તેવી દષ્ટિ આશ્રવ સંવર-નિર્જરાદિ તત્વો તરફ આવી નથી. પુણ્ય માનવા તૈયાર, કર્મ માનવા તૈયાર, પાપ માનવા તૈયાર, ધર્મ અને ધર્મના સાધનો ઉત્તમ
Page #298
--------------------------------------------------------------------------
________________
તા.૩૦-૧-૩૪
૨૧૪
શ્રી સિદ્ધચક્ર માનવા તૈયાર પણ વર્તમાનમાં હેય પદાર્થ મુકવાનો અવસર આવે ત્યારે જીવને ગભરામણ થાય છે. જૈન-દર્શનનું આસ્તિક્ય જુદું છે.
આસ્તિક કહેવાતા લોક પણ નાસ્તિકના ભાઈ છે. કહેવાતો આસ્તિક આ લોકના દુઃખથી ડરે, ઈહ લોકના સુખને ઇચ્છે આવતા ભવના નરકાદિ દુઃખોથી ડરે, દેવલોકના દિવ્ય સુખો વસ્તુતઃ દુસહ દુઃખોને ઇચ્છે એવા આસ્તિકોને જૈન દર્શનમાં સ્થાન નથી. અન્યદર્શન શાસનું આસ્તિકપણું જુદું છે અને જૈન દર્શનનું આસ્તિકપણું જુદું છે.
પુણ્ય, પાપ, પરભવની, માન્યતાઇતર દર્શનકારો એ પણ સ્વીકારી છે અને જીવ છે, જીવ નિત્ય છે, પોતે કર્મ નો કર્તા હોવાથી ગુન્હેગાર છે, પોતે કર્મના ભોકતા છે કર્મની સજાને પાત્ર છે એમ પણ માને છે, તેટલા માત્રથી જૈનદર્શનનું આસ્તિકય કહેવાય નહી. પણ ઉપરના ચારસ્થાન ઉપરાંત મોક્ષ અને મોક્ષના ઉપાય (સાધનો)એ છ સ્થાનની માન્યતા સ્વીકારે ત્યારેજ જૈન દર્શનનું આસ્તિક્ય આવ્યું સમજવું. સુવાસના નિઝરણાં જ જે કસ્તુરીમાંથી લસણની ખુશબો નીકળે તે કસ્તુરીની યથાર્થતામાં ખપવાને લાયક નથી તેવી રીતે આસ્તિકપણું આવ્યા પછી આસ્તિક તરીકે ગણાયા પછી સંસારના હેતુ સ્વરૂપ ધન કુટુંબ કબીલા-બાયડી છોકરાં ભાઇભાડું સંબંધી લસણની દુર્ગધ સમ્યગદષ્ટિના સુધામય સદ્વિચારમાં સહજ પણ વાસીત ન હોય.
જમાઇ નિહવ પાકયો, છોકરી નિન્દવને અનુસરી, તે તરફ લોકનો લાંબો સમૂહ ઢળ્યો પણ પ્રભુ મહાવીરદેવને હૃદયમાં એજ રહ્યું કે હું માર્ગે સ્થિત છું અને બીજાને માર્ગે લાવું અને તાલાવેલી તેઓશ્રીની તેજ હતી, એટલું જ નહિ પણ માર્ગસ્થ મુનીવરો અને શ્રાવકોની પણ તેવીજ રીતિ હતી. પેટશાસ્ત્રમાં પોલાણ પડે તો લેશભર ફિકર નથી, પેટલાદ પુરીના રક્ષણ માટે રાત ન જોવાય, દિવસ ન જોવાય, ધર્મ ન જોવાય, સગાંવહાલાં ન જોવાય, દેવ-ગુરૂ અને ધર્મ ન જોવાય અનેકેન પ્રકારે પેટલાદપુરીની આબાદી રહેવી જોઈએ પણ આત્મપુરીની અખંડ જમાવટ માટે સંવરનો સતતુ પ્રયત્ન કરવો જરૂરી છે, નિર્જરાની નિરંતર આચરણીયતા છે, મોથા માર્ગની સર્વ મુરાદાબર લાવવા સર્વ સમર્પણીય છે એ વિચારતું નથી કારણ જૈન દર્શનમાં એકી અવાજે પંકાયેલ સમ્યગુદર્શનની ગેરહાજરી છે.
ચંદન-કસ્તુરી વિગેરે સુગંધી પદાર્થોના લેનારાઓ, છેદનારાઓ, છોડનારાઓ, કાપનારાઓ અને બાળનારાઓને પણ સુગંધી આપવી તે જેમ તેનો ધર્મ છે, તેવી રીતે નાશવંત શરીરની અસારતા ધન-કુટુંબ વિગેરેમાં કારમી મમતા આદિના સ્વરૂપને સમજનાર સખ્યદ્રષ્ટિ સર્વત્ર સુવાસનાં નિઝરણાં અઅલિત ઝરાવે છે. જ્યારે આસ્તિકતામાં જીવ આવ્યો એટલે શત્રુને પણ સુગંધ આપવી જોઇએ. દષ્ટાંત તરીકે નાક કપાવી ચૂનો ચોપડાવનાર સ્ત્રી લંપટી ચંwોધતન અને કૌશામ્બી નગરીના શતાનીક (ઉદાયનનો પિતા)ની શીલવંતી રાણી લાવણ્યથી ભરપુર અત્યંત રૂપવાન રાણી કે જે ચેડા મહારાજાની પુત્રી મૃગાવતીના નામે શાસ્ત્રમાં મશહૂર થયેલ છે તે પ્રસંગ વિચારવા જેવો છે. જે લોક કામાંધ હોય તે નિતિ અનિતિ ધર્મ અધર્મ યોગ્યાયોગ્ય દેખી શકતાં નથી, ઘુવડ દિવસે પણ દેખી શકતો નથી. નાતરીયાની જન
ચંડપ્રઘોતરાજા શતાનીકરાજા પર દૂત મોકલે છે, કહેવરવ્યા મુજબ દૂત મૃગાવતી રાણીનું માંગુ કરે છે, માંગુ કરનાર સાટુ (સાળીનો વર) છે, ચંડપ્રદ્યોતનની રાણી તે પણ ચેડા મહારાજની પુત્રી છે એટલે પરસ્પર સગી બહેનનો સંબંધ છે, છતાં કુલાંગાર કમાંધો જગતમાં કાળો કેર ક્યાં સુધી વર્તાવે છે ! ખરેખર ! શાસકારોએ સ્ત્રી મમત્વ આગળ પિતૃમમત્વ, ભાd મમત્વ, માd મમત્વાદિ સર્વ તુચ્છ જણાવ્યાં છે. (ચાલુ)
Page #299
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧-૩૪
શ્રી સિદ્ધચક
૧૫
( સુવા-સાગર છે
નોંધ - સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રીઆચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયગમ દેશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધાસમાન વાક્યબિંદુઓનો સંગ્રહ પૂ. શ્રીચંદ્રસાગરજી મહારાજજી પાસેથી મેળવી ભવ્યજીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ. તંત્રી. ૯૬૨ “પઢમંના તોલ” એ પદનો પારમાર્થિક ભાવ જાણવામાં આવે તો ક્રિયાની અવગણના
પણ ન થાય. ૯૬૩ “પહેલું ઝાડ અને પછી ફળ” એ જગપ્રસિદ્ધ નિયમને નિહાળનારો ખેડુત કેવળ ઝાડની ઝંખના
કરતો નથી, તેવી રીતે “પહેલું જ્ઞાન અને પછી ક્રિયા” એ સાંભળીને આત્માર્થી જ્ઞાનની ઉપયોગીતા
સ્વીકારીને સ્વપ્નમાં પણ દયાને દફનાવે નહીં. ૯૬૪ વર્તનના યથાર્થ ફળની પ્રાપ્તિ માટે જ્ઞાનની અત્યંત ઉપયોગીતા શાસ્ત્રકારોએ સ્વીકારી છે એ ભુલવા
જેવું નથી. ૯૬૫ ક્રિયા એવી કરો કે તે દ્વારા મળેલું ફળ જાય જ નહિ. ૯૬૬ ચરમાવ અને ચરમભવ વિગેરેના નિર્ણય વગરની કરાતી ક્રિયાઓ નિષ્ફળ છે એવું બોલનારાઓ
વસ્તુતઃ શાસ્ત્રથી નિરપેક્ષ છે. ૯૬૬ તિજોરીમાં ભરેલો માલ શરીર કરતાં વધુ કીમતી ગણ્યો છે, પણ તિજોરીને કે તિજોરીમાં રહેલા
માલને શેઠ કહેનાર જગતમાં કોઈ નથી; તેવીજ રીતે ભાંગ્યુ તુટયું જ્ઞાન, નાશવંત શરીર કરતાં
કીમતી છે છતાં તે બન્ને (જ્ઞાન-શરીર) આત્મા નથી. ૯૬૭ સંસાર રસિક આત્માઓ સાંસારિક ફળ પ્રાપ્તિ માટે જ્ઞાનને ઉપયોગી માને છે, તેવી રીતે સ્વર્ગ
અપવર્ગાદિની પ્રાપ્તિનું સાધન જ્ઞાન છે એ કહેવામાં લેશભર અતિશયોક્તિ નથી. ૯૬૮ પ્રકૃષ્ટપુણ્યનો સંભાર ચ્યવન કલ્યાણકથી છે, પણ સંપૂર્ણ ભોગવટો કેવળીપણામાં છે. ૯૬૯ “કરવા ગયો તેથી નિqહ થયો” એમ કહેવામાં શ્રી ચરમકવલી જંબૂસ્વામી પછીના સંખ્યાબંધ
જનકલ્પીઓને નિહવપણાની નામોશી આપતાં પહેલાં “શક્તિ નહિ છતાં કરવા ગયો તેથી
નિહવ થયો” એ કહેવું તેજ શાસ્ત્રસંગત છે. ૯૭૦ ધર્મ ધર્મીમાં રહે છે માટે ધર્મીની અવગણના કરવાની શાસ્ત્રકારો મનાઈ કરે છે. ૯૭૧ જૈનશાસનકીડ એટલી બધી વિશાળ છે, કે જેની વ્યાખ્યામાં પૂર્વમહર્ષિઓએ પોતાના સમગ્ર જીવન
સમર્પણ કર્યા છે. ૯૭૨ સંસારની રખડપટ્ટીથી બચાવનાર ધર્મ છે માટે ધર્મ-ધર્મ અને ધર્મના સાધનોની પાછળ તમારી
જીંદગી સમર્પણ કરો. ૯૭૩ દેવ, ગુરૂ એ બે તત્ત્વ રખડપટ્ટીથી બચાવનાર ખરાં, પણ સીધા હાથ ઝાલીને બચાવતા નથી, જેમ
ચક્રવર્તી અને વાસુદેવાદિ વિગેરે દારિદ્ર ફટાડનાર ખરાં પણ ધનદ્વારાએ દારિદ્ર ફિટાડે છે તેમ
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૧૬
શ્રી સિદ્ધચક
તા.૩૦-૧-૩૪ દેવાધિદેવો અને ત્યાગી ગુરૂવર્યો પણ ધર્મકારા એ (શ્રુતચારિત્ર રૂપ ધર્મકારાએ) રખડપટ્ટીરૂપ દારિદ્રને
નાશ કરે છે. ૯૭૪ આંધળા ઇચ્છિત નગરે પહોંચે તેમાં મહિમા દેખવાવાળાનો છે, તેવી રીતે ઇચ્છિત સ્થાનરૂપ મોક્ષે
જવામાં તે તારકદેવોનો મહિમા છે; એવું કહેવામાં જેને સંકોચ થાય તેઓ પરોપકારને પિછાણાં
નથી. ૯૭પ “ વિના નિત્યં નિયં” એ વાકયને વિચારીને શ્રમકો પાસકવર્ગ વર્તનમાં મુકે તો શ્રમણ સંઘ
પ્રત્યેનો અણગમો હેજ દૂર થાય. ૯૭૬ “શ્રમણ સંઘના વિચ્છેદ સાથે શાસનનો વિચ્છેદ થશે”એ વાક્યના પરમાર્થથી સમગ્ર જનતાના ઝેરનું
| નિવારણ કરો. ૯૭૭ ત્યાગીને તિરસ્કારનારાઓ ત્યાગને તિરસ્કારે છે એટલું તેઓને યાદ કરાવો. ૯૭૮ જગતના જુગારખાના, ચોરી, દોંગાઇ, ધાડપાડવી વિગેરે કામો અસ્મલિત ચાલે છે તે ઉંડી સમજણને
આભારી છે, માટે સંસારસાગરમાં ડુબાડનાર (જ્ઞાન છે) પાપમય સમજણ છે, અને તેથી વિમુખ થનારાઓ સંસાર સાગરનો પાર પામે છે તે પણ તાત્ત્વિક સમજણને આભારી છે, આથીજ ડુબાડનાર જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધન અને તારનાર જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનના સાધનોનો પ્રથમ સમ્યક
વિવેક કરવો તેજ આવશ્યક છે. ૯૭૯ પાંચ અનુત્તર અને સિધ્ધી એ બે સ્થાનો જ્ઞાની માટે રજીસ્ટર છે, અર્થાતુ અજ્ઞાની હાયે જેટલી
ઉથલપાથલ કરે પણ તે બે સ્થાનોએ જઈ શકે નહિ. ૯૮૦ અજ્ઞાનીઓ નવ ગ્રેવયેક સુધી જઈ શકે છે, પણ તેઓ ઉપરના સ્થાનોમાં કેમ જઈ શકતા નથી તેનું
વાસ્તવિક કારણ તપાસતાં શીખો. ૯૮૧ જ્ઞાનીઓ જ્ઞાન દ્વારા એ અજ્ઞાનનો અંધાપો દુર કરી, બીજા અનેક ફાયદાઓ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય
કેળવે તેમાં શંકાને સ્થાન નથી. ૯૮૨ પુત્રની જરૂરીયાત સ્વીકારનારા પિતાઓ જ્યારે સુપુત્ર બનાવવા માટે હરદમ ઉધમી હોય છે, તેવી
રીતે જ્ઞાનની જરૂરીયાત સ્વીકારનારા આત્માર્થીઓ પણ જ્ઞાનને સમ્યકજ્ઞાન બનાવવા માટે હરદમ - ઉધમી હોય છે. ૯૮૩ પુત્રને સુપુત્ર બનાવવા માટે માસ્તરની જરૂર છે, જ્યારે જ્ઞાનને સમ્યકુશાન બનાવવા માટે મહાત્માની અનિવાર્ય જરૂરીયાત સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. (અનુસંધાન પા. ૨૦૬)
ગ્રાહકોને સુચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ આવી છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાનાં છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી; તેમજ બાઈડીંગ પણ બેદરકારને લઇને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું.
લી. તંત્રી.
Page #301
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
'સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ. મુલ્ય અંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયન્નાછાયાયુક્ત
૨-O-0 ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-0 ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીગંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યક સૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બ્રહવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ થીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું.
૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજેન ફિલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફલોસોફ અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર.પ-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રી પ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજૂષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ પ૩ શ્રી ચતુર્વિશતિકા સચિત્ર શ્રી બપ્પભટ્ટી સૂરિકત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મનવર સ્તોત્ર ... પ-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. O-૫-0 પ૯ ચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ પં. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયત્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #302
--------------------------------------------------------------------------
________________
'સાર્વભોમ સર્વજ્ઞમહારાજના શાસનમન્દિરનું સ્વરૂપ. |
એકવીસ વખત શાસનને સ્વીકારીને મૂકનાર અને ચૌદશો રુમાલીશ ગ્રંથરત્નોના રચયિતા પ્રાતઃસ્મરણીય ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીએ કરેલ લલિતવિસ્તરવૃત્તિથી અનેકાનેક શંકાસંદોહનું પ્રક્ષાલન કરી શાસન પ્રત્યે અવિહડ રાગ ધરાવનાર ગણિપુરંદર સકળસિદ્ધાંતપારગામી શાસન પ્રભાવક પરમ મહર્ષિ ભગવાન સિદ્ધર્ષિ મહારાજ અનેકવિધ ઉપમાઓથી ભરપૂર ભવપ્રપંચ નાટકનું દિગ્દર્શન “ઉપમિતિ ભવ પ્રપંચા કથા” નામના ગ્રંથ દ્વારા એ કરાવે છે અને તે ગ્રંથ જૈન જૈનેતર વર્ગમાં અત્યંત ઉપકારનું કામ કરી રહ્યો છે એમ કહેવું તે સ્થાને છે. તે ઉપમિતિ ૦ પ્રથમ પ્રસ્તાવમાં શાસનને રાજમંદિરની ઉપમા આપી છે અને તે રાજમંદિરમાં પ્રભુમાર્ગના પૂજારીઓને કયા કયા સ્થાને નિયુક્ત કરેલા છે તે સારું નીચેની ઘટનાઓ અવશ્યમેવ વિચારણીય છે.
भगवच्छासनमन्दिरे राजानः सूरयो विज्ञेयाः । ભગવંતના શાસનમંદિરમાં રાજા તરીકે આચાર્યો જાણવા. मन्त्रिणोऽत्रोपाध्याया द्रष्टव्याः । આ રાજમંદિરમાં ઉપાધ્યાયો અમાત્યો છે. महायोधाः खल्वत्र गीतार्थवृषभाः दश्याः । આ રાજમંદિરમાં સૂત્ર-અર્થને ધારણ કરવામાં ગીતાર્થવૃષભો મહાન લડવૈયાઓ છે.
गच्छकुलगणसङ्घानां द्रव्यक्षेत्रकालापत्तिमग्नानां परपराकरणद्वारेण निस्तारकारिण इति हेतोर्महायोघा प्रोच्यन्ते ।।
એક આચાર્યના સાધુઓનો સમુદાય તે ગચ્છ, ઘણા ગચ્છોનો સમુદાય તે કુલ, ઘણા ફુલોનો સમુદાય તે ગણ, ઘણા ગણોનો સમુદાય તે સદ, એવા ગચ્છ, કુલ, ગણ અને સંઘ જો દ્રવ્ય ક્ષેત્ર કે કાલ સંબંધી આપત્તિમાં ડુબેલો હોય તો તે આપત્તિને વિરોધીઓને દૂર કરી વિસ્તાર કરવાવાળા હોવાથી ગીતાર્થ સાધુઓજ મહાયોધા કહેવાય છે. ___नियुक्तकाः पुनस्त्र गणचिन्तका ग्राह्याः, तएव यतो बालवृद्धग्लानप्राघूर्णकाघनेकाकारा सहिष्णु परिपाल्यपुरुषसमाकुलाः कुलगणसङ्घरूपाः पुरकोटीकोटीर्गच्छरूपांश्चासङ्घयग्रामाकरान् गीतार्थतयोत्सर्गापवादयोः स्थानविनियोगनिपुणाः प्रासुकैषणीय भक्तपानमैषज्योपकरणोपाश्रय संपादन द्वारेण सक्लकालं निराकुला: पालयितुं क्षमाः ।
(અનુસંધાન ટાઇટલ પા. ૨ પર)
Page #303
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
આગમ-રહસ્ય. સ્થાપનાકારાએ દર્શનવંદન-પૂજનાદિનો સ્વિકાર
શ્રી સિદ્ધચક્ર.
દ્વિતીય વર્ષ અંક ૧૦ મો
] મુંબઈ, તા. ૧૩-૨-૩૪ મંગળવાર 1 વીર સં. ૨૪૬૦ છે મહા વદ ૦)) { વિક્રમ સં ૧૯૯૦
|0
यद् देवैरनिशं नतं गणभृतो यन्ति यत् सर्वदा येनाप्येत गुणावली शिवपदं यस्मै सदा स्पर्धते ।। यस्मात्तीर्थमलं गुणा निरवमा यस्यास्ति यस्मिन् वृषोऽनन्यः सेव्यपदं सदाऽव भविनः श्रीसिद्धचक्रांगिनः ॥
强强强强强
olle=0
-0TTO-OT
તરફથી
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
ઝવેરી પાનાચંદ રૂપચંદ (તંત્રી) EI - I -IN
Page #304
--------------------------------------------------------------------------
________________
(ટાઇટલ પાન ૪ નું અનુસંધાન) ત્યાર પછી નેપાળ દેશના માર્ગમાં (નેપાળના પ્રદેશમાં) રહેલા શ્રી ચૌદ પૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામી પાસેથી વાચના લેવાને (મેળવવાને) તે શ્રી સંઘે બે મુનિને શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે મોકલ્યા પેલા તેમણે ત્યાં જઈ, બે હાથ જોડી, શ્રી ભદ્રબાહુ સ્વામીને વિનંતિ કરીને કહ્યું કે આપને શ્રી સંઘ બોલાવે છે. //૬ol ભદ્રબાહુ સ્વામીએ જણાવ્યું કે હાલ મેં મહાપ્રાણ નામનું ધ્યાન આરંભ્ય છે અને તે બાર વર્ષે પુરૂં થાય છે માટે હાલ તો મારાથી આવી શકાય નહિં Il૯૧ તે મહાપ્રાણ ધ્યાન પ્રાપ્ત થયે છતે કોઈ કારણ પ્રસંગે ચૌદ પૂર્વ સૂત્ર તથા અર્થસહિત એક મુહૂર્ત માત્રમાં ગણી લેવાય તેવી શક્તિ પ્રાપ્ત થાય છે. દરા આમ સાંભળી તે બન્ને મુનિએ જઇને શ્રી સંઘને કહ્યું જે સાંભળીને સંઘે બીજા બે મુનિને બોલાવીને ફરીથી આદેશ કર્યો કહ્યું કે તમે જઇને શ્રી ભદ્રબાહુ સ્વામીને કહો કે જે શ્રી સંઘનો હુકમ માન્ય ન કરે તેને શું દંડ હોય તે અમોને કહો ૬૪ આચાર્ય મહારાજ જ્યારે એમ ફરમાવે છે કે એને સંઘ બહાર કરવો (ત્યારે તે મુનિઓએ કહ્યું કે) તે દંડને યોગ્ય તમોજ છો .પા. આથી આચાર્ય મહારાજે કહ્યું કે ભગવાન શ્રીસંઘ એમ ન કરો પણ આ (હવે હું જે કહેવા માગું છું તે) કરો દદી મારા ઉપર પ્રસાદ કરતો શ્રી સંઘ પોતાના બુદ્ધિમાન શિષ્યોને વાંચના લેવા અત્રેજ મોકલો જેથી હું તેને સાત સાત વાંચના આપીશ .
ll વિગેરે વિગેરે. ઉપર પ્રમાણેજ તેમજ આવશ્યક સૂત્રની પૂર્વર મહારાજકૃત ચૂર્ણિ, હારિભદ્રીયવૃત્તિ તથા પરિશિષ્ટ પર્વના સ્પષ્ટ લખાણો છતાં કેટલીક સંસ્થાઓ શ્રી સ્થૂલભદ્રની સંસારનૌકા જેવી નવલકથાઓનાં જૂઠાં અને સત્ય ઇતિહાસોનાં સર્વથા ખૂન કરનારા જેવાં ઉડાઉ લખાણો પ્રગટ કરે અને તે સમાજમાં સ્થાન પામે એ ઓછું તો શોચનીય નજ ગણાય! આથી પણ વિશેષે ખેદ તો એને માની શકાય કે અત્યારના જૈન જગતનાં શ્રાદ્ધ સંઘમાં સંસ્કૃતાદિ જ્ઞાન ધરાવનાર વૃદ્ધ પત્રકાર શ્રાવક પણ તેને આગળ કરે છે ! કેટલું અંધેર! માલુમ નથી પડતું કે શ્રદ્ધા કયા ખૂણામાં વાસ કરે છે. સાધુ ઉપર સત્તા સ્થાપવાની ધૂનમાં ઘેલા બનેલા આત્માઓ આગળ પાછળનો કશા સંબંધ તપાસ્યા અને વિચાર્યા વિના જ પોતાને જરૂરી મનાતી આરાધક વસ્તુને તેના સ્થાનથી ભ્રષ્ટ કરવા મહાપુરૂષોની આશાને કેવી આબાદ ઠોકરે મારી શકે છે તેનો અજોડ નમુનો વૃદ્ધ શ્રાવકજીએ ખડો કર્યો છે એ જોઈ કોને ખેદ ન થાય? પૂજાવાની ભાવના હોય તેણે પૂજ્ય બનવાના એકેએક પ્રયાસોનો અમલ કરવો જ જોઇએ? આમ કરવાને અશક્ત એવા કર્માધીન કાયર બનેલા આત્માઓએ એ ભયંકર કાયરતાને દૂર કરી પોતે પણ પૂજનીક બનવા પૂજ્ય મુનિવરોની સર્વમાન્ય સત્તાને નિઃશંકપણે સ્વીકાર્યા સિવાય જૈનદર્શનનો કોઈપણ આદમી આરાધક કોટિમાં ટકી શકતો નથી અને એ શુભ અવસર આ બૃહતુ. સંમેલનમાં શ્રાદ્ધ વર્ગને અવશ્યમેવ પ્રાપ્ત થશે !
લિ. ચંદ્રસા૦
Page #305
--------------------------------------------------------------------------
________________
- શ્રી સિદ્ધચક -
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાલ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્વારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૧૩-૨-૩૪ મંગળવાર ના વીર સંવત ૨૪૬૦.
મહા વદ ૦))
{ વિકમ , ૧૯૯૦
અંક ૧૦ મો.
}
૦ આમ-હય. ૦ બચાવવામાં પાપ માનનારાઓ પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞા પર પાણી ફેરવે છે. વર્તમાન આસ્તિક દર્શનકારોથી જૈનદર્શનનું હેતુ પુરસ્સર આસ્તિકપણું સૈકાલિક દ્રવ્યજીવનની માન્યતા સાથે સમ્યગદર્શનનાદિરૂપ ભાવજીવન જીવનાર જીવ શબ્દનું યથાસ્થિત સ્વરૂપ. દ્રવ્યપ્રાણી અને ભાવપ્રાણોની દલીલપુરસ્સર સમજાવટ. સર્વપણાનો સ્વભાવ સ્વીકાર્યા વગર હરકોઈ દર્શનકાર સર્વજ્ઞ સ્વીકારી શકતો નથી. જ્ઞાનને ઉત્પન થતું માનનારા પક્ષોને આપત્તિરૂપ સર્વશપણું. ઉત્પાદ્યાન અને શાનાધાર આત્મા સ્વીકારનારા દર્શનકારોની વ્યુહરચનાને જમીનદોસ્ત કરનાર જૈનશાસન. અનુભવસિદ્ધ સ્મરણાદિભાવો. સ્મરણાદિને રોકનારા કર્મો સ્વીકારવાની અનિવાર્ય જરૂર. જ્ઞાનાધિકરણ આત્મા સ્વીકારનારા તૈયાયિકોની દલીલોનો હેતુ પુરસ્સર જવાબ. (ગતાંકથી ચાલુ) બચાવવાનું ન માને તે પાંચમહાલતને માનતો નથી.
આ ઉપરથી જેઓ સર્વથા એમ માને છે કે પ્રાણી પોતાનાં કર્મોથીજ જીવે છે અને મરે છે, પણ તેને 'કોઇપણ મનુષ્ય બચાવી કે મારી શકતો નથી. આવું બોલનારા સૂત્ર વિરૂદ્ધજ બોલનારા હોઇ મહામૃષાવાદી
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૧૮
તા.૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક છે એટલું જ નહિ પણ તેઓના મતે તો હિંસા જેવી કોઈ ચીજ રહેતી નથી અને જ્યારે તેઓના મતે હિંસા જેવી કોઈ ચીજ નથી તો પછી તે હિંસાથી વિરમવા રૂપ પ્રાણાતિપાત વિરમણ નામનું મહાવ્રત તો હોયજ કયાંથી ? અને તેમના મત પ્રમાણે તેઓને વસ્તુતાએ પ્રાણાતિપાત વિરમણરૂપ મહાવ્રત ન હોય તો મૃષાવાદ વિરમણ આદિ બીજાં મહાવ્રતો કે જેઓ પ્રાણાતિપાત વિરમણરૂપ મહાવ્રતની રક્ષા માટેજ છે તેનો સંભવજ કયાંથી હોય? અર્થાત્ હિંસાના બચાવને અકર્તક માનનારા પોતાનાજ મહાવ્રતોની પોતાનાજ વચને જલાંજલિ આપે છે. ઉપરની હકીકતથી સ્પષ્ટ થશે કે આયુષ્ય આદિનો ઉપક્રમ ન લાગે તો જેટલું આયુષ્ય હોય તેટલો કાળ તે પ્રાણી જીવી શકે અર્થાત્ આપણા કાયા, વચન કે મનોયોગથી તેના આયુષ્યના ઉપક્રમો ન કરવા, ન કરાવવા અગર થતા હોય તેની ઉપેક્ષા ન કરવી તેજ ઉચિત છે અને તેનું નામજ દ્રવ્યદયા છે. પૂર્વે આવી રીતે જણાવેલી દ્રવ્યદયાથી બચેલા પ્રાણીઓ પોતાનાં આયુષ્યને ભોગવીને અંતે મરણને શરણ થાય છે, એટલે કે ઉપક્રમ ન કરવાથી અથવા તો ઉપક્રમનાં કારણો દૂર કરવાથી બચાવેલા પ્રાણીનું અંતે મરણ થાય છે માટે બચાવનારે કે હિંસા નહિ કરનારે મરણની માફી કરાવી નથી, પણ માત્ર મરણની મુદત આગળ હેલેલી છે, અને તેવીજ રીતે સ્પર્શ ઈદ્રિય આદિ પ્રાણોનો પણ સર્વકાળને માટે બચાવ કર્યો નથી પણ તેના નાશને હમણાં નહિ થવા દેતાં ભાવિ ઉપરજ ધકેલ્યો છે એટલે કે લેણાંની રકમને ઉભી રાખી માત્ર જેમ મુદતનો વધારો કરી આપી દેણદારને કેટલીક મુદતનું આશ્વાસન કરાય તેવી રીતે અહીં દ્રવ્યદયામાં પણ માત્ર જીવનની મુદત સુધી નિર્વિદનપણે જીવવા દેવાનીજ માત્ર સવડ થાય છે, પણ જેમ લેણદાર લેણી રકમને માંડીવાળીને ફારગતી આપી દઈ દેણદારને સર્વથા છૂટો કરે છે, તેમ આ દ્રવ્યદયામાં કોઈપણ પ્રાણીને સર્વથા મરણથી બચાવતો નથી, કે જીવનનું સ્થાયીપણું કરતો નથી. જો કે આ ઉપરથી અમે દ્રવ્યદયાની કિંમત ઘટાડવા માગતા નથી કેમકે મોટાં મોટાં રાજ્યો પણ દેવાના વ્યાજની માફીથી કે દેવાની રકમની મુદતના હફતા નહિ લેવા દ્વારા એ કરાતા વધારાથી પગભર થયાં છે, તેવી રીતે આ પ્રાણી પણ કોઈપણ પ્રાણીના આયુષ્ય અને સ્પર્શન ઈદ્રિયના નાશની મુદતને કાળાંતરને માટે લંબાવે તો તે પણ ઘણુંજ ભાગ્યશાળીપણાનું કર્તવ્ય છે, પણ આવી દ્રવ્યદયા કરતાં મહા ભાવદયા અપૂર્વ ચીજ છે એમ જણાવવા માટેજ ઉપર દ્રવ્યદયાની વાસ્તવિક સ્થિતિ જણાવી છે. સિધ્ધમાં જીવત્વ.
હવે ભાવદયા શી ચીજ છે એ જાણવાની દરેક વાંચકને જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. ઉપર જણાવેલ દ્રવ્યદયાના સ્વરૂપથીજ સુજ્ઞ વાચકવર્ગ ભાવદયાનું સ્વરૂપ સમજી ગયો હશે, છતાં બધા વાંચકો તેવા સુજ્ઞ હોય તેવો સંભવ ન હોવાથી તેવા વાંચકોની સમજણને માટે ભાવદયાના સ્વરૂપને સમજાવવાની જરૂર છે. ભાવદયાના સ્વરૂપને સમજવા પહેલાં સુજ્ઞ વાંચકોએ એ ધ્યાનમાં રાખવું કે જેવી રીતે આયુષ્ય અને સ્પશન ઇકિય વિગેરે જીવોના બાહ્ય પુગલોની મદદદ્વારા એ ધારણ થતા હોવાથી દ્રવ્યપ્રાણ છે, તેવી રીતે બાહ્ય પુગલોની મદદ સિવાય જીવમાત્રથી ધારણ કરાયેલા સમ્યગદર્શન, સમ્યગુશાન અને સમ્યફચારિત્ર વિગેરે રૂપી ગુણો તેજ જીવના આત્મીય ભાવ પ્રાણો છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૨-૩૪
૨૧૯
શ્રી સિદ્ધચક્ર આજ કારણથી પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈપણ ઈદ્રિય, મન આદિ ત્રણ બળોમાંથી કોઈપણ બળ કે શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણોમાંથી એક પણ પ્રકારનો પ્રાણ નહિ છતાં સંસારથી મુક્ત થયેલા સિદ્ધોને જીવ તરીકે ગણી શકાય છે. જો સમ્યગદર્શન આદિ ભાવપ્રાણોને વાસ્તવિક પ્રાણ છતાં પ્રાણરૂપે ન ગણીએ તો પ્રાણધારણના અર્થમાં વપરાતા જીવ ધાતુથી બનેલો જીવ શબ્દ સંસારથી મુક્ત થયેલા અને ઈદ્રિય આદિ કે રહિત એવા સિદ્ધ મહારાજામાં વાપરી શકીએજ નહિ. સૈકાલિક જીવન જીવનાર જીવ.
વળી વર્તમાનમાં શ્રોત્ર ઈદ્રિયઆદિક પ્રાણોનું ધારણ કરવા રૂપ જીવપણું તો નાસ્તિકો પણ વાવષ્યવેત્સુd ગીતા એમ કહી કબૂલ કરે છે. અર્થાત્ નાસ્તિકો કરતાં આસ્તિકોની ભિન્નતા તેટલીજ હોય કે નાસ્તિકો જ્યારે વર્તમાન જીવનથી જીવ માને ત્યારે આસ્તિકો સૈકાલિક દ્રવ્યજીવનથી જીવ માને, અને જૈનો એવું નૈકાલિક જીવન માનવા સાથે સમ્યગુદર્શન આદિ ભાવપ્રાણોના જીવનથી જ જીવ તરીકે માને અને તેથીજ શાસ્ત્રકારો પણ શ્રોત્ર આદિ ઈદ્રિયોને જીવોના મુખ્ય લક્ષણ તરીકે નહિ જણાવતાં ના વંસ વેવ ઇત્યાદિક કહી જ્ઞાનાદિ ભાવપ્રાણોના જીવનને વાસ્તવિક જીવન તરીકે જણાવે છે, એટલે કે ભાવદયા જેટલી શ્રોત્ર ઈદ્રિયઆદિના બચાવની સાથે સંબંધ રાખતી નથી તેના કરતાં સમ્યગદર્શન આદિરૂપ ભાવપ્રાણોની પ્રગટતા, સ્થિતિ, વૃદ્ધિ, પરાકાષ્ઠા અને સર્વકાળ સ્થાયીપણાની સાથે સંબંધ રાખે છે અને તેવા ગુણોના તેવા પ્રકાર સાથેજ સંબંધ રાખતી હોવાથી ભાવદયા પૂર્વે જણાવેલી દ્રવ્યદયા કરતાં તાત્ત્વિક અને અનંતગુણ વિશિષ્ઠતાવાળી હોય તેમાં આશ્ચર્ય શું! કેવળજ્ઞાન સ્વભાવવાળા સર્વજીવો છે.
જગતના દરેક જીવો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખવાળા સ્વભાવથીજ છે. સિદ્ધિ દશાને પામેલા જીવોનો તે સ્વભાવ સકલ કર્મક્ષયને લીધે પ્રગટ થયેલો છે, અને બાકીના સંસારી જીવોનો તે સ્વભાવ કર્મને લીધે આવરાયેલો છે, જો કે સંસારી જીવોમાં પણ જે જીવો ચઢતે ગુણઠાણે ગયેલા છે તેઓએ જે કર્મોનું ક્ષય કર્યું છે તે તે કર્મોને લીધે રોકાયેલો સ્વભાવ તે તે જીવોને પ્રગટ થયેલો છે, પણ સર્વથા આત્મસ્વભાવનું અનાવૃતપણે કેવળ સિદ્ધ દશામાંજ છે, પણ સંસારીદશાના આત્માઓમાં એ કેંદ્રિય હોય કે યાવતુ પંચેંદ્રિય હોય, મિથ્યાત્વવાળો હોય કે સમ્યકત્વવાળો હોય, ભવ્ય હોય કે અભવ્ય હોય, પણ તે સર્વે અનંત જ્ઞાનાદિ સ્વભાવવાળાજ છે. જો એમ માનવામાં ન આવે તો કેવળજ્ઞાની સિવાયના સર્વ જીવોને પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય, ચારે પ્રકારનું દર્શનાવરણીય, છવ્વીસ પ્રકારનું મોહનીય અને પાંચ પ્રકારના અંતરાય કર્મનો ઉદય માની શકીએજ નહિ, અર્થાત્ અભવ્ય અને મિથ્યાદૃષ્ટિ આત્માઓનો સ્વભાવ જો અનંત જ્ઞાનાદિરૂપ ન માનીએ તો તેઓને લાગેલા કેવળજ્ઞાનાવરણીય આદિ કર્મો કોનું આચ્છદાન કરે? જગતમાં સામાન્ય નિયમ છે કે વિદ્યમાન દ્રવ્ય કે ગુણોનું જ આચ્છાદન હોય, એટલે મિથ્યાષ્ટિ તથા અભવ્ય જેવામાં પણ અનંત જ્ઞાનાદિ સ્વભાવ માનીએ તોજ તેઓને કેવળજ્ઞાનાવરણીય આદિ કર્મોનો બંધ વિગેરે માની
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૨૦
તા.૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર શકીએ. આટલાજ માટે શાસ્ત્રકારો પણ આત્માને ચંદ્રમાની ઉપમા આપીને તેના જ્ઞાનને પ્રભા જેવું ગણી, જ્ઞાનાવરણીય કર્મને વાદળ જેવું આચ્છાદક ગણે છે. આ હકીકત સમજતાં એ વાત સહેજથી સમજાશે કે જૈન શાસ્ત્રકારો જ્ઞાનને ઉત્પાદ નહિ માનતાં અભિવ્યંગ્ય તરીકે માને છે તે વ્યાજબીજ છે. જ્ઞાનમય આત્માને સ્વીકારવાની જરૂર.
જો કે કેટલાક મતવાળાઓ વિષયના સંયોગે આત્મામાં જ્ઞાન સમવાય સંબંધથી ઉત્પન થતું માને છે, પણ તેઓને વર્તમાનકાળના પણ અનંતા વિષયોનો સંબંધ અસંભવિત હોવાથી તેમજ સંભવિત માન્યા છતાં એક કાલે સંયોગ અસંભવિત હોવાથી સર્વ પદાર્થનું વર્તમાનકાળ વિષયક પણ જ્ઞાન થઈ શકે નહિ અને અતીત અને અનાગત કાલના પદાર્થોનો તો નાશ અને અનુત્પાદ હોવાથી સંનિકર્ષ (સંબંધ) હોઇ શકે જ નહિ, એટલે જ્ઞાનને ઉત્પન્ન થતું માનનારાના પક્ષમાં કોઇપણ જીવનું કે ઈશ્વરનું સવર્ણપણું સંભવી શકે નહિ. કોઈપણ જીવ કે ઈશ્વરનું સર્વશપણું તો જીવને સર્વજ્ઞના સ્વભાવવાળો માને તોજ સંભવીજ શકે. વળી દરેક વિચારક મનુષ્યોના ખ્યાલ બહાર એ વાત નહિ હોય કે એકજ માસ્તરના કલાસમાં શિખતા સર્વ વિદ્યાર્થીને માસ્તર સરખું શિખવે છતાં સર્વ વિદ્યાર્થીઓ સર્વ વિષયના સરખું સમજનારા થતા નથી. જેમ માટીથી ઘડો બનાવવામાં કુંભાર જે જે વખત જેટલી જેટલી માટી લે તે તે વખતે તેટલા તેટલા પ્રમાણનો ઘડો થાય છે, તેવી રીતે જ્યારે જ્યારે માસ્તર જે જે વિદ્યાર્થીઓને કહે છે તે વિદ્યાર્થીઓને ત્યારે ત્યારે જ્ઞાન થવું જ જોઈએ, પણ તેમ થતું નહિ હોવાથી જ્ઞાનને ઉત્પાદ્ય નહિ માનતાં અભિવ્યંગ્ય માનવાની ફરજ પડે છે. વળી અભ્યાસીઓના ખ્યાલમાં હશે કે એક વસ્તુ ગોખતાં પ્રથમ મગજમાં આવી પણ જાય છે, તો પણ પછી તેને જેટલા પ્રમાણમાં ગોખવામાં આવે તેટલા પ્રમાણમાં તે વધારે દઢ બને છે અને દીર્ધકાળ સુધી તેજ વસ્તુ ટકી શકે છે. અનુભવસિદ્ધ આ હકીકત વિચારતાં આત્માને શાનમય નહિ કે શાનાધાર આપણને માનવાની ફરજ પડે છે. યુક્તિ પુરસ્સર ભાવપ્રાણોનું દિગ્દર્શન.
અલ્પ મહેનતે વધારે ક્ષયોપશમ થાય અગર વધારે મહેનતે અલ્પ ક્ષયોપશમ થાય તે પણ આત્માના જ્ઞાનસ્વભાવનેજ સૂચવે છે. વળી એક વસ્તુનું જ્ઞાન થયા પછી અમુક કાળે તે વસ્તુના ઉપયોગની જરૂર હોય, અને તે યાદ કરવા માટે પ્રયત્ન પણ કરવામાં આવે તો પણ તે વખતે તે વસ્તુ કદાચિત યાદ આવતી નથી, આ સ્થળે પણ જો જ્ઞાનને ઉત્પાદ્ય માનીએ પણ તેને અભિવ્યંગ્ય માનીને તેના આવરણોને ન માનીએ તો ઉત્પન્ન થયેલા ઘટનો નાશ થવા સુધી જેમ પ્રત્યક્ષ ભાવ હોય છે તેમ ઉત્પન્ન થયેલા જ્ઞાનનો પણ સ્મરણભાવ હંમેશાં રહેવો જ જોઇએ, પણ તેવો સ્મરણભાવ હંમેશાં નથી રહેતો એ અનુભવસિદ્ધ હોવાથી તે સ્મરણને રોકનારા કર્મો માન્યા સિવાય બુદ્ધિમાનોને માટે બીજો રસ્તોજ નથી. વળી કાળાંતરે તે નહિ યાદ આવેલી વસ્તુનેજ તેને યાદ લાવવાનો પ્રયત્ન અને ઉપયોગ નહિ છતાં તે વસ્તુ સ્વાભાવિક રીતે યાદ આવી જાય છે. આ હકીકત વિચારતાં પણ આત્માનો જ્ઞાનસ્વભાવ અને તેને રોકનારા કર્મો તથા ઉપયોગથી કે બીજા કારણથી તે કર્મોનો
Page #309
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૨૧
ક્ષયોપશમ થવાથી તે જ્ઞાનનું અભિવ્યક્તપણું થયું એમ માન્યા સિવાય બુદ્ધિમાન પુરૂષો રહી શકેજ નહિ. જેવી રીતે ઉપરની હકીકત વિચારતાં આત્માનો જ્ઞાનસ્વભાવ માનવો પડે અને આત્માને જ્ઞાનાધિકરણ નહિ માનતાં જ્ઞાનમયજ માનવો પડે, તેવીરીતે દર્શન, સશ્રદ્ધા, વીતરાગતા, દાનાદિ શક્તિ એ સર્વ પણ આત્માના સ્વભાવજ છે એમ માન્યા સિવાય છૂટકો જ નથી. આવી રીતે સર્વ સંસારી જીવો તેમજ સિદ્ધના જીવો પણ જીવ તરીકે ગણાતા હોઇ સર્વ ઉપર જણાવેલા જ્ઞાનાદિ સ્વભાવવાળા છે, અને તેથીજ તે જીવ કહેવાય છે એમ સ્હેજે સમજી શકાશે.
ભાવદયાની અનંતગુણી અધિકતા.
આ જ્ઞાનાદિ ગુણોનેજ જૈનશાસ્ત્રકારો ભાવપ્રાણ તરીકે ઓળખાવે છે, અને તેજ ભાવ પ્રાણોની અપેક્ષાએ સિદ્ધદશામાં પણ જીવોનું જીવપણું માનવામાં આવેલું છે. અન્યથા મુક્ત થયેલા જીવોમાં આયુષ્ય ન હોવાથી શરીર હોતું નથી અને શરીરના અભાવે શ્રોત્રંદ્રિયઆદિ પાંચ ઇંદ્રિયોના બળ, તે મનયોગઆદિના બળ ન હોવાથી સિદ્ધોમાં જીવપણું કહી શકાતજ નહિ એટલુંજ નહિ પણ સંસારી જીવોમાં એ દરેક જીવ પૂર્વભવ છોડતી વખત તે ભવના પ્રાણોને છોડી દે છે અને બીજી ગતિમાં જતાં શ્વાસોશ્વાસ આદિક પ્રાણોમાંથી કોઈપણ પ્રાણને જોડે લઈ જતો નથી અને તેથી તેને જીવ તરીકે ગણવો મુશ્કેલ થઇ પડે, અર્થાત્ આ શ્વાસોશ્વાસઆદિક પ્રાણો દરેક ભવમાં થવાવાળા જુદા જુદા છે અને તેથી તે દ્રવ્યપ્રાણ કહેવાય છે, પણ સર્વભવમાં સર્વદા જીવની સાથે રહેનારા જ્ઞાનાદિકપ્રાણોને ભાવપ્રાણ કહેવાય છે. આ હકીકતથી ભાવપ્રાણોની કિંમત દરેક વાંચકના ખ્યાલમાં આવશે અને તેથીજ આગળ જણાવવામાં આવતી ભાવદયાની અનંતગુણી અધિકતા દ્રવ્યદયા કરતાં છે એમ સહેજે સમજાશે. આગળ આપણે જણાવી ગયા છીએ કે દ્રવ્યદયા કરવાથી દુ:ખીપ્રાણીને માત્ર દુ:ખની મહેતલજ મળે છે, પણ દુઃખનો નાશ થતો નથી. આ ઉપરથી તે પ્રાણીઓની અજ્ઞાનતા ખુલ્લી થશે કે જે પ્રાણીઓ બીજા રીબાતા પ્રાણીઓને મારવામાં ધર્મ ગણે છે, કારણ કે રીબાતા પ્રાણીઓના આ જન્મનો નાશ કરવાથી આપણી નજરે માત્ર તેના દુઃખોનો નાશ દેખાય પણ વાસ્તવિકરીતે તે રીબાતા પ્રાણીઓના દુઃખોના કારણભૂત કર્મોનો નાશ ન થાય ત્યાં સુધી તે રીબાતા પ્રાણીઓના દુઃખનો નાશ તેઓ પોતે કે બીજો કોઇ કરી શકેજ નહિ.
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણા રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદેશનાદિસંગ્રહ ૦-૮-૦
શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂ. ૦-૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૨-૩૪
(
$
$ $
$
$ $ $ $ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
धर्मोमंगलमुत्कृष्टं, धर्म:स्वर्गापवर्गदः । धर्म:संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ સમ્યકત્વ અને મિથ્યાત્વ એ બે ચીજમાં સ્વતંત્ર વિરોધીપણું, શબ્દાદિ વિષયરૂપ સમ્યકત્વ નથીજ. ભવ્ય, અભવ્ય, સમકિતી, મિથ્યાત્વી, સંસારી અને મોક્ષે ગયેલા બધા આત્માઓના આત્મસ્વરૂપમાં અંશમાત્ર તફાવત નથી !! “સર્વજીવોને સમ્યકત્વ છે” એજ માન્યતા સ્વીકારનારા આ દર્શનમોહનીય માની શકે છે ૧ ખસેડી શકતોજ નથી, ૨ ખસેડી શકયો નથી અને ૩ ખસેડીને પ્રગટ કરી શકે છે એ વાક્યોને વિચારનારાઓ અભવ્ય, મિથ્યાત્વી અને સમ્યકત્વીના સ્વરૂપને સ્વીકારી શકે છે. દર્શનમોહનીય ખસેડવાનો રાજમાર્ગ. મોક્ષ મહેલ માટે ચૌદ અને નિગ્રંથ પ્રવચનના સ્વીકાર માટે ત્રણ સોપાન. પદાર્થના નિર્ણય સાથે પ્રભુમાર્ગની પ્રવજ્યાનો ગાઢ સંબંધ. ત્યાગ રૂછ્યા વગર અને સ્વીકાર્યા વગર નિગ્રંથ પ્રવચનની ઉત્પત્તિ નથી. ત્યાગની પ્રતિજ્ઞા વગરના છે તેથીજ શ્રમણોપાસકોને સૂત્રાથદિનો નિષેધ. વફાદારીના સોગન વગર સર્વજ્ઞા શાસનમાં સ્થાન નથી. ત્યાગની રૂચિ વગર વફાદારી નથીજ. ત્ર-સ્થાવર સૂમ બાદરને નુકશાન પહોંચે તેવા વિચાર-વાણી-વર્તન પર અંકુશ. “છકાયની શ્રદ્ધા એજ સમ્યકત્વ” એ વ્યાખ્યાશ્રી સિદ્ધસેન દિવાકરજીએ કરી છે. સ્થાવર જીવોનું યથાસ્થિત સ્વરૂપ જૈનદર્શન સિવાય અન્યદર્શનમાં નથીજ. વિચાર અને આચારમાં અનુક્રમે સામ્યતા અને ભિન્નતા. આચારની ભિન્નતાએ ગુણઠાણાઓના વિભાગ. “નિશાળ એ પણ નાશનો પાયો છે” એવું કથન કરનારાઓ વીસમી સદીમાં છે ! સત્તાદ્વારા એ ગુન્હાની અટકાયત નહિ કરનારાઓ સ્ફલાદિતવારા એ અટકાયત કરવાની આંધળી દલીલોનો દરોડો પાડે તે જગતના અવ્યાહત નિયમોને સમજતો નથી, તો પછી જૈનશાસનના જગત હિતકારી કાયદાઓને કેમ સમજશે? નિગ્રંથ પ્રવચનનો નિગ્રંથપણા સાથે ગાઢ સંબંધ ! પાંચ પ્રતિજ્ઞાલોપકોના હાથમાં શાસન અને શાસ્ત્રની લગામ ન સોંપાય ! શાસનની ઉન્નતિ માટે શાસનસેવકોની ભરતી કરો ! શાસનસેવકો માટે
Page #311
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૨-૩૪
૪૩
શ્રી સિદ્ધચક્ર સર્વવિરતિ ધરોની શિક્ષક તરીકેની નિમણુંક N હાજત બહારની વસ્તુ માટે ગુનો ગણનાર જૈનશાસન એ સર્વશના શુદ્ધ કાયદા ફરજીયાત નથી પણ મરજીયાત છે ! હાજત બહારના ગુન્હાઓ જૈવંશાસન રોકે છે, તો પછી બીજા ગહન ગુહાને ગુંગળાવી નાંખે તેમાં તો આશ્ચર્ય શું ! સમ્યકત્વને રોકનાર દર્શનમોહનીય શી રીતે ખસે ?
પરમોપકારી શાસ્ત્રકાર મહર્ષિ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વર મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે ધર્મદેશના દેતાં એમ સૂચન કરી ગયા કે, આ જીવને પોતે અનાદિકાલથી આ ભયંકર સંસારમાં રખડી રહ્યો છે. આ વાતનો ખ્યાલ થાય નહીં ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમ્યકત્વ એ રૂપ, રસ, ગંધ, શબ્દ કે સ્પર્શરૂપ નથી, અર્થાત્ તેનો અગર પાંચ ઈદ્રિયનો પણ વિષય નથી. એ તો આત્મીય ચીજ છે, તો પછી પ્રશ્નને સ્થાન છે કે આત્માની સાથે એ કાયમ કેમ ન હોય? વસ્તુની સાથે તેનો સ્વભાવ પણ હોય જ, એ રીતે દેવતા, નારકી, તિર્યંચ કે મનુષ્યગતિના આત્મામાં સમ્યકત્વ કેમ ન હોય? દરેક જીવ કોઇપણ વખત સમ્યકત્વ વગરનો હોય જ શી રીતે ? અને જો એમ છે તો પછી અમુકને મિથ્યાત્વી કેમ મનાય? સમ્યકત્વ અને મિથ્યાત્વ બેય ચીજ સ્વતંત્ર વિરોધી છે. એકત્ર થઈ શકતી નથી, તેથી મિશ્રગુણસ્થાનક માનવું પડે છે. જો બેય સ્વતંત્ર વિરોધી છે તો બેય એક સ્થાને મનાય શી રીતે ?' સમકિતીને સમ્યકત્વ, મિથ્યાત્વીને મિથ્યાત્વ માનીએ છીએ પણ જો જીવ માત્રને સમકિતવાળા માનીએ તો એ માન્યતા ટકે શી રીતે ? અભવ્ય પણ સમ્યકત્વ વગરના નજ મનાય, કેમકે એમ માનીએ તો તો એને આત્મા વગરના માનવા પડે. મિથ્યાત્વી તથા અભવ્યોનું સમ્યકત્વ રોકાયેલું છે પણ હોયજ નહીં તો રોકાય શું ? આત્મામાં દર્શન છે જ નહીં તો એ મુંઝવશે કોને ? બધા આત્મા સ્વરૂપે સમ્યકત્વવાળા ન હોય તો દર્શન મોહનીય માનવાનો અવકાશજ નથી ! એ ઉપરથી નિશ્ચિત થાય છે કે ભવ્ય, અભવ્ય, સમકિતી, મિથ્યાત્વી, સંસારી કે મોક્ષે ગયેલા દરેક આત્મા સમકિત સ્વરૂપ છે. મિથ્યાત્વી દર્શનમોહનીયને ખસેડી શકયો નથી, અભવ્ય એને ખસેડી શકતો નથી માટે સમ્યકત્વ ગુણને પ્રગટ કરી શકાયો કે કરી શકાતો નથી, ભવ્ય એને ખસેડીને સમકિત પ્રગટ કરી શકે છે. સમકિતી અને મિથ્યાત્વીમાં ફરક આત્માના સ્વભાવમાં નથી, ફરક કયાં છે? ઉપર જણાવ્યું તેમ દર્શનમોહનીયને ખસેડી શકવા તથા ન ખસેડી શકવામાં ફરક છે. આ ઉપરથી સમ્યકત્વ એ બહારથી લાવવાની ચીજ ન રહી, જો તેમ હોય તો એ આત્માનો સ્વભાવ ન ગણાય. જેમ કેવલજ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. સર્વજ્ઞનો આત્મા તેમજ છાસ્થના કેવલજ્ઞાન સ્વભાવવાળા છે, ફરક આવરણને દૂર કર્યા, ન કર્યાનો છે. સમ્યકત્વ કે કેવલજ્ઞાન નવું ઉત્પન્ન કરવાનું નથી પણ આત્મામાં તૈયાર છે, અર્થાત્ ઉત્પન કરવું પ્રગટ કરવું એ બેમાં ફરક ન સમજનાર જૈનદર્શનની વિશાળતાને સ્પર્શી શકતો નથી. સમ્યકત્વને રોકનાર દર્શનમોહનીયને ખસેડવાનો રસ્તો કયો ? ત્રણ પગથીયાં ચઢે, ત્રીજે પગથીયે આવે ત્યારે એ ખસે. જેમ માક્ષ માટે ચૌદગુણસ્થાનક કહ્યા તેમ દર્શનમોહનીય તોડવા માટે ત્રણ પગથીયાં ચઢવાં જોઇએ.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૪
તા.૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર નિગ્રંથ પ્રવચન એજ અર્થ, એજ પરમાર્થ, શેષ તમામ અનર્થ.
રૂમેવ નિર્થ પવિયાં ગટ્ટ, પાછું, મન ! આ સૂત્રમાં ત્રણ પગથીયાં જણાવ્યાં. “નિગ્રંથ પ્રવચન એજ અર્થ” એ માન્યતા એ પહેલું પગથીયું, “એજ પરમાર્થ” એ માન્યતા એ બીજું પગથીયું તથા “બાકીના બધા પદાર્થોએ અનર્થો” એવી માન્યતા એ ત્રીજું પગથીયું. આ પગથીયે ચઢનારને પ્રથમ ત્યાગ રૂચે. અહીં “વીરપ્રવચન” કે “ઋષભપ્રવચન' નથી કહેતા પણ નિગ્રંથ પ્રવચન કહે છે તે પ્રભુમાર્ગની સુંદર વ્યવસ્થા ધ્વનિત કરે છે, બલ્ક અનાદિની અવિચ્છિન્ન ધર્મ સંસ્થાપના એક સરખી છે તે સાબીત થાય છે. ધનધાન્યાદિ બાહ્ય-પરિગ્રહથી તથા કોધાદિક અંતર પરિગ્રહથી રહિતપણું એનું નામ નિગ્રંથપણું. આ નિગ્રંથપણા માટે કહેવાતું પ્રવચન, નિગ્રંથપણે રચાયેલું પ્રવચન નિગ્રંથપણે પ્રવર્તી રહેલું પ્રવચન એજ અર્થ, એજ પરમાર્થ, એના વિનાના તમામ પદાર્થો અનર્થ આ માન્યતા એજ ત્રણ પગથીયાં. શ્રીગૌતમાદિ ગણધર મહારાજાઓ શ્રીતીર્થકર ભગવાન પાસે આવ્યા, શંકા ટળી, બોધ થયો પણ અહિં સાધુપણાને શો સંબંધ? શંકાનો છેડો પદાર્થના નિર્ણયની કબુલાત એટલે કે સમાધાને હોય પણ એને બદલે એ છેડો ત્યાગમાં કયાંથી (શાથી) આવ્યો ? એ નિર્ણય એવો હોવો જોઈએ કે જે ત્યાગને ખેંચે. જો એમ ન હોત તો નિર્ણયે આવીને વાત અટકત, પણ નિર્ણયની સાથે નિગ્રંથ પ્રવચનની પ્રવજ્યાનો સ્વીકાર કર્યો. શ્રીગણધરદેવોએ ચૌદપૂર્વ, બાર અંગ પહેલાં કેમ ન રચ્યા? ત્યાગ રૂચ્યા વગર, ત્યાગ કર્યા વગર પ્રવચનની ઉત્પત્તિ નથી. પ્રવચન ટકે
ક્યાં? જ્યાં ત્યાગ હોય ત્યાંજ પ્રવચન ટકે. આ વાત ખ્યાલમાં લેવાથી, સૂત્ર વાંચવાની શ્રાવકોને આશા કેમ નથી તે બરાબર સમજાશે. જેમાં સરકારી નોકરીમાં રહેવાવાળાને, વફાદારીના સોગન ન લે ત્યાં સુધી, ઓફીસમાં ચઢવાનો હક નથી તેમ અહીં પણ ત્યાગની રૂચિ અને પ્રતિજ્ઞા ન થાય ત્યાં સુધી આ જ્ઞાન મેળવવાનો હક નથી. આ પ્રતિજ્ઞાઓ કેવી ? ચાહે પોતાનો સ્વાર્થ હો કે ન હો, દુનિયાદારીના પદાર્થોનું શું થાય એનો વિચાર કરવાનો નહીં, પણ પોતાના વિચાર, ઉચ્ચાર અને આચાર એવાજ રાખવાના કે જેથી સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર કોઈપણ જીવ હણાય નહીં. આ પહેલી પ્રતિજ્ઞા. જીંદગીના ભોગે પણ ત્રસ કે સ્થાવરની વિરાધના નહિ કરવાની પ્રતિજ્ઞાએ પહેલીજ પ્રતિજ્ઞા. દુનિયાની સામાન્ય દશા એ છે કે જીવપણું માત્ર હાલતા ચાલતા જીવોમાં માનવામાં આવે છે, જીવપણાની બુદ્ધિ ત્યાં રહી છે, પૃથ્વીકાયાદિ પાંચે સ્થાવરોમાં જીવપણાની બુદ્ધિ મજબૂત થવી જોઇએ તે થઈ નથી. એક અપેક્ષાએ એમ પણ કહ્યું છે કે એ કાયની શ્રદ્ધા એજ સમ્યકત્વ, એમ શ્રી સિદ્ધસેન દિવાકરે કહ્યું છે. જીવને સ્વતંત્ર માનવાનું કારણ નથી કેમકે શ્રી જિનેશ્વરદેવના વચનો માને નહિ ત્યાં સુધી પૃથ્વીકાયાદિ સ્થાવરોમાં જીવ માનવાનો વખત આવે નહીં. રાતદિવસ પોતાના ઉપભોગમાં આવતા સ્થાવર જીવોની હિંસામાં પાપ માનવામાં જેને આંચકો ન હોય તેજ એમાં જીવ માની શકે. જૈનશાસન સિવાય જગતમાં આટલા બધા મતો છે પણ એકપણ મતમાં સ્થાવર જીવોનું વર્ણન નથી, કેમકે એના પાપમાં પાપ માનવું નથી અને જો એમાં જીવ મનાય તો પાપ માન્યા વિના છુટકો નથી, માટે શ્રીસિદ્ધસેન દિવાકરે કહ્યું કે એ કાયની શ્રદ્ધા એજ સમ્યકત્વ.
Page #313
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૨-૩૪
૫
શ્રી સિદ્ધચક્ર. અહીં પણ ત્રણ પગથીયાં. પહેલે પગથીયે ધનકણ કંચન કામિનીની જેવી કિમત ગણે તેવી કમત નિગ્રંથ પ્રવચનની ગણે તે બધા પાપને પાપ માને અને સ્વાર્થનું રક્ષણ કરે અને તેવી જ રીતે નિગ્રંથ પ્રવચન પ્રણીત અનુષ્ઠાનોનું પણ રક્ષણ કરે. પાપ છોડે અગર ન છોડે પણ પાપને માને તો પાપજ કદાચ કોઈ પૂછે કે “પાપ માનવું છતાં ન છોડવું' એના કરતાં ન માનવું ખોટું શું? શું ચોરી કરવી એટલે ખરાબ ન માનવી? શું અવિવેક કરાતો હોય માટે ખરાબ ન માનવો ? અર્થાત્ કહેવું પડશે કે માનવો જોઈએ તેવી રીતે સમકિતી જીવ ભલે પાપ છોડી ન શકયો હોય, પાપથી પોતે ખસી ન શકયો હોય, પણ પાપને પાપ માન્યા સિવાય રહી શકે નહીં. દરેક પાપને પાપ માનેજ. બીજે પગથીયે ધન, કણ, કંચન, કામિની આદિ લાભ પ્રસંગોના ભોગે પણ નિગ્રંથ પ્રવચનનું રક્ષણ કરવાની ટેવ અને ત્રીજે પગથીયે કાયા, કંચન, કામિની, અને કુટુંબ વિગેરે જગતના તમામ પ્રસંગો અનર્થકારી લાગે અર્થાત્ તરણતારણહાર નિગ્રંથ પ્રવચન સિવાય જગતના બધા પ્રસંગો જpલ્મનાર જણાય. આ ઉપરથી અર્થ પરમાર્થ અને અનર્થ એ સમજવા મુશ્કેલ છે, અને ત્રણની આચરણા જીવનમાં ઉતરે તોજ સમ્યકત્વ છે એમ સમજવું અને સમકિતી સમ્યકત્વ સહિત દેશવિરતિ અને સર્વવિરતિમાં આ વિચારણાના અવકાશની જરૂર છે. પોતાના દુનિયાદારીના નિભાવને ધ્યાનમાં રાખી એને અંગેના આવશ્યક પાપને છુટું રાખી અનાવશ્યક પાપને છોડવાં તે સમ્યકત્વ સહિત દેશવિરતિપણું. સમકિતવાળાને, વ્રતધારી શ્રાવકને, અને સર્વવિરતિવાળાની ત્રણ પગથીયા પૈકીની વિચારણા એક સરખી હોય ફક્ત ૪-૫ અને ૬ઠ્ઠા ગુણઠાણાના ફરક આચારની તરતમતાને લીધે છે એ સ્વીકારવું પડશે, અર્થાત્ સાધુઓની માન્યતા અને શ્રાવકોની માન્યતામાં લેશભર ફેર નથી. આખુ જગત સાધુ થઈ જશે તો એમની ભક્તિ કોણ કરશે? આવી શંકા કરનારનું સમાધાન
એક ગામમાં સ્કુલ (નિશાળ)ના મકાનનો પાયો નંખાતો હતો. ત્યાંના અમુક આગેવાનોએ પૂછયું કે-“આ થાય છે? જવાબ મળ્યો કે-“આ નિશાળ થાય છે, આમાં છોકરાંઓને અનીતિથી દૂર રહી નીતિથી વર્તવાનું ભણાવવામાં આવશે.” પેલા આગેવાનો ઘેર ગયા તથા સરકારના, પોલિસોના, ચોકીદારના, લુહારના, ચોરના, લુંટારૂઓના અને સુથારના દરેક આગેવાનોને એકઠા કરી કહેવા લાગ્યા કે, જુઓ છો શું? હવે તમારું આવી બન્યું ! તમારા નાશના પાયા ખોદાય છે ! તમે તમારી જીંદગીમાં ભૂખે મરશો, નહિ તો છેવટે તમારાં બાળબચ્ચાં તો ભૂખે મરવાનાંજ ! આજે મકાન ચણાય છે તે નિશાળ થવાની-તેમાં છોકરાઓને શું ભણાવાશે તે જાણું? નીતિનું શિક્ષણ ! એટલે ? જાડું ન બોલવું, ચોરી ન કરવી વિગેરે શિક્ષણ અપાશે” પેલા ચોકીદાર વિગેરેના આગેવાનો પૂછવા લાગ્યા કે તેમાં નુકશાની શું? પેલા આગેવાનો સ્પષ્ટીકરણ કરી સમજાવવા લાગ્યા-અરે ! તમે તો ભોટ છો! જરા સમજો તો ખરા ! લોકો તાળાં, કળો, નકુચા વિગેરેના ઉપયોગ શાથી કરે છે? ચોરો છે માટે, જો ચોરોજ નહી હોય તો એ બધું કોણ લેશે ! તિજોરી કોણ કરાવશે? લુહાર માત્ર ભીખ માગશે ભીખ ! ચોરો નહીં હોય તો ચોકીદારોનો ભાવ પૂછશે કોણ? સુથાર પાસે ગુપ્ત પેટીઓ, કબાટો વિગેરે કરાવશે કોણ?
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૨-૩૪
હવે માનો કે બધા નિતીવાળા થશે તો લુહાર વિગેરેને બીજો ધંધો નહી મળે ? ગુન્હાઓ બંધ કરવા માટે (અટકાવવા માટે) સજાઓ અપાય છે છતાં ગુન્હાઓ કેમ અટકતા નથી ? રાજાઓ સત્તા દ્વારા પણ જો ગુન્હાઓ અટકાવી શકતા નથી તો આ નિશાળ કેવી રીતે ગુન્હાઓ બંધ કરી શકવાની? આ ઉપરથી દુનિયામાં ગુન્હા હાજતની બહારના ન ગણાય. ઝાડથી પાંદડી તોડો તો ગુન્હો નથી. હાજતની બહારની વસ્તુઓ લાખ્ખો સ્કુલોથી, કરોડો પુસ્તકોથી કે લાખો શિક્ષકોથી તમે રોકી શકયા નથી. સ્કુલોમાં અનીતિ કોને ગણાય ? હાજતની ચીજને અનીતિ ગણાતી નથી.હાજતની બહારની અનીતિ રોકવા કાયદાથી રાજસત્તા પણ સજાઓ કરે છે છતાં એ બધી રોકાઇ ગઇ ? નહીંજ.
રાજાના કાયદાઓ, રાજાની સજાઓ હાજત બહારની અનીતિ રોકી શકયા નથી, તો વગર સત્તાનો જેનો કાયદો કે જે દુનિયા મુશ્કેલીથી કબુલ કરી શકે છે તેનાથી એ શી રીતે રોકાય ? આ કાયદો તો જેની મરજી માને તે કબુલ કરે; આ કાયદાને ન માને તો સજા કઈ છે ? રાજાનો કાયદો ન માને તો ત્યાંજ સજા થાય છે. કોર્ટનો કાયદો ન માનનારને પહેલી સજા તો કાયદો નહિ માનવાના ગુન્હાની; ગુન્હાના કેસની સજા તો પછીઃ કાયદાઓ કેવા અપૂર્ણ છે તે આપણે જાણીએ છીએ. કાયદામાં સુધારાને એટલું બધું સ્થાન છે કે ન પૂછો વાત ! એવો ચુંગાલવાળો કાયદો જે ન માને તે શિક્ષાપાત્ર ! જેમાં ચુંગાલનું નામ નિશાન નથી એવો સર્વજ્ઞ ભગવાનનો કાયદો ન માને તેને શું કરવું ? એનો પોતાનો આત્મા ભારે થવાનો એ વાત ખરી, પણ બીજો કોઇ એને દંડ દેવાનો નથી, જ્યારે સરકારી કાયદો તોડનારને તો તરત બીજો મનુષ્ય દંડ દે છે. પેલો સરકારી કાયદો ફરજીયાત, સર્વશ ભગવાનનો કાયદો શુદ્ધ ને મરજીયાત. આ કાયદાનો અમલ તમારી જરૂરિયાતો પર અંકુશ મેલવાનો; તમારી હાજતો પર પગ મુકવાનો છે. વિચારો ! આપણે વિચારી ગયા કે હાજત બહારના ગુન્હાઓ લાખો શિક્ષકોથી, લાખ્ખો શાળઓથી, કરોડો પુસ્તકોના પ્રચારથી, કે રાજસત્તાથી રોકાયા નહીં તો આ કાયદાથી તો જ્ઞાનીઓ હાજતના ગુન્હાઓ રોકવા માગે છે. ભૂખ લાગે એટલે ખાવું, તરસ લાગે તો પાણી પીવું, ટાઢ લાગે તો તાપણી કરી તાપવું એ તમારી જરૂરિયાત પણ અહીં જૈન શાસનમાં એ ગુન્હોઃ આવો કાયદો અને તે પણ મરજીયાત. ત્યાં ‘આખી દુનિયા દીક્ષા લઈ લેશે' એવો મૂર્ખાઈ ભર્યો વિચાર થાય શી રીતે? અહીં તો હાજતને પણ ગુન્હો ગણાવે છે તે આખી દુનિયા માની જશે શી રીતે ? છોડવા તૈયાર થશે શી રીતે ? પાપના પ્રસંગ હોય તો હાજત પણ છોડી દેવી એજ સર્વવિરતિ. આ ત્રણ પગથીયાથી પાવન થયેલા ગણધરોએ શા મુદ્દે નિગ્રંથ પ્રવચન લીધું ?
ને
શ્રુતજ્ઞાનનો અધિકારી કોણ ?
શ્રુતજ્ઞાનનો અધિકારી કોણ ? આવી પ્રતિજ્ઞા કરનારો ! પોતાની હાજત પુરી પડે કે ન પડે પણ પાપ કરવું નહીં, સ્થાવર કે ત્રસની હિંસા કરવી નહીં, એ પહેલી પ્રતિજ્ઞા. પણ એની કિંમત કયારે ? પ્રતિજ્ઞા કરનારો જો સત્યપર નિર્ભર રહે તો; નહિ તો એ પ્રતિજ્ઞાની કિંમત નથી. પોતાની હાજત પુરી થાય કે ન થાય પણ હાસ્ય, ક્રોધ, લોભ કે ભયથી પણ જુઠ્ઠું બોલવું નહીં, બોલાવવું નહીં, કે એને અનુમોદવું નહીં, આ બીજી પ્રતિજ્ઞા આ પછી જો ચોરી કરે તો એ બેય પ્રતિજ્ઞાની કિંમત નથી,
Page #315
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૨-૩૪.
૨૨૦
શ્રી સિદ્ધચક્ર કેમકે ચોરી કરવાથી બીજાને દુઃખ થાય છે. વારું ! સફાઇથી બીજાને માલુમ ન પડે એવી રીતે ચોરી કરે તો? કોટિધ્વજને ત્યાંથી કોદાળી લાવવાથી અગર ખેડુતને ત્યાંથી ઘાસનું તણખલું લાવવાથી (ઉઠાવી લાવવાથી) એને નુકશાન નથી, એને એનો હિસાબ નથી તો પાપ નહીં ? કહેશો કે પાપ છે તો પાપ શામાં ત્યાં માન્યું ? વગર દીધેલું લેવામાંજ શાસ્ત્રકારોએ પાપ માન્યું છે, તો પછી એ પ્રશ્ન અહીં રહેતો નથી. વગર દીધેલી કોઈ પણ ચીજ લેવી નહીં એ ત્રીજી પ્રતિજ્ઞા. આ ત્રણે પ્રતિજ્ઞા ટકે ક્યાં સુધી ? પાયો નાખ્યા વિના ભીંત ચણી, કાચનું કામ કરાવ્યું, એમાં ચિત્રામણ પણ કરાવ્યું પણ એ ટકે ચોમાસું ન આવે ત્યાં સુધી વરસાદ આવે કે ભીંત ઘસે, કાચના કકડા અને ચિત્રામણ ચુંથાવાનું, આ ત્રણે પ્રતિજ્ઞા કરી પણ પોતેજ પલટાઈ જાય તો ? ચોથી પ્રતિજ્ઞા થાય તોજ આ ત્રણે પ્રતિજ્ઞા ટકે. સ્ત્રીનો સંસર્ગ નહિ કરવાની ચોથી પ્રતિજ્ઞા છે. એ ન હોય તો પ્રથમની પ્રતિજ્ઞાઓમાંથી એક પણ ટકે નહીં. આ ચારે પ્રતિજ્ઞાના ટકાવના સંયોગો ટકાવવા માટે પાંચમી પ્રતિજ્ઞા છે. જેને માટે રક્ષણના પ્રયત્ન કરવા પડે એવી કોઈપણ ચીજ સંઘરવી નહીં એ પાંચમી પ્રતિજ્ઞા. આ પાંચે પ્રતિજ્ઞા જે કરે તેનેજ શાસની દોરી સોંપાય, એ વગરનાને એ દોરી સોંપવાથી પરિણામ વિપરીત આવે. પ્રતિજ્ઞાવાળો તો યથાશાસ્ત્ર પ્રરૂપણા કરે, હવે પ્રતિજ્ઞા વગરનો છએ કાયની દયાનું નિરૂપણ તો કરે પણ પોતે પુરી ત્રસની દયા પણ પાળતો નથી એ બીજાને છએ કાયની દયા માટે કહી શકે શી રીતે? ડાહી સાસરે જાય નહિ અને ગાંડીને શિખામણ દે તે :” ? શાસ્ત્ર માત્ર ઉપદેશ માટે નથી. શ્રી તીર્થકર ભગવાને દેશના દીધી, ગણધરોએ સૂત્ર રચ્યાં પણ શા માટે ? પાપના પરિવાર માટે. એ તરફ દુર્લક્ષ્ય રહે તો શાસ્ત્રનું કશું તત્વ નથી. વિદ્યાર્થીને જેવી સ્થિતિમાં લાવવા હોય તેવાજ માસ્તરો (શિક્ષકો) નિશાળમાં રખાય. શિક્ષક સારા છતાં પણ જો વિદ્યાર્થી ખરાબ નીવડે તો શિક્ષકજ ખરાબ હોય તો પછી વાતજ શી કરવી ! એજ રીતે આ શાસનના વિદ્યાર્થીઓ માટે સર્વથા પાપ છોડનારાજ શિક્ષકો હોય. પ્રવચનનો આધાર નિગ્રંથપણા ઉપર છે, માટે કહ્યું કે,
ન વિના સિદ્ઘ નિયંકે એ વાકયને વિચારનારો શ્રમણોપાસક વર્ગ સાધુ સંસ્થાની અનિવાર્ય જરૂર છે એમ હૃદયગત સ્વીકારે છે, સાધુ સંસ્થાની અવગણના કરનારો નિગ્રંથ પ્રવચનની અવગણના કરનારો છે એ કહેવું તે યુક્તિયુક્ત છે. સંઘ કયારે કહેવાય? કોને કહેવાય ?
નિગ્રંથ વિના તીર્થ નથી, અધુ વિના શાસન છે જ નહીં. સંઘ પણ ચાર પ્રકારનો કહીએ છીએ, તેમાં પહેલો નંબર સાધુનો કેમ? જ્યાં સાધુ મુખ્ય હોય ત્યાંજ સંઘ શબ્દની યોજના છે. જ્યાં સાધુની મુખ્યતા નથી ત્યાં શ્રમણોપાસક=શ્રાવકવર્ગ એમ કહેવાય. પેલા રાજાએ પૂજામાં ફુલો બંધ કર્યા હતાં, શ્રાવકો પોતા માટે ફૂલો લાવતા, તે દેહરે ચઢાવતા, તે પણ રાજાએ બંધ કર્યા, ત્યારે એ બધાએ શ્રીવજસ્વામીજીને યોગ્ય કરવાની વિનંતી કરી ત્યાં શાસ્ત્રકાર એ ઘટનાના વર્ણનમાં “સંઘ' શબ્દ નથી વાપરતા પણ લખે છે કે-“શ્રાવકના સમુદાયે વજસ્વામીને વિનંતિ કરી’ ગોષ્ઠામાહિલના વાદને અંગેની વાતમાં પણ શાસ્ત્રકાર કહે છે કે નિર્ણય કર્યા પછી શ્રાવકોએ વિનંતિ કરી' શ્રાદ્ધ શબ્દ કયો ઓછો
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૨.
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૨-૩૪
છે ? શાસનને અંગે વિરૂદ્ધ કરવામાં પાંચ પાઘડીવાળા મળ્યા એટલે ‘સંઘ’ એમ ? તરત બોલી નાંખે છે કે ‘સંઘ’ તો તીર્થંકરને પણ પૂજ્ય' ! પણ તે કયો સંઘ ? ચારિત્રના ગુણવાળો વિગેરે વિશેષણોવાળો સંઘ, એક પણ ગુણનું ઠેકાણું છે ? ગુણની અપેક્ષાએ પણ સંઘ છે ? સંઘમાં નિર્મલજ્ઞાન, સમ્યક્ત્વ, ચારિત્ર હોવું જોઇએ. સ્વરૂપની અપેક્ષાએ ગુણ નહીં, પણ ભેદની અપેક્ષાએ સાધુ વિગેરે ચાર ન મળે ત્યાં સુધી સંઘ નહીં. મુખ્ય એકડા વિના મીંડાં ભેળા થઈ સો ગણાવવા માગો છો ? સંઘત્વમાં એકડા રૂપ સાધુઓ છે. આયરિય ઉવઝઝાયની ગાથા વિચારો- ‘સવ્વસ્ત્ર સમજસંધસ્ય' જેમાં શ્રમણ હોય નહીં તેને સંઘ શી રીતે કહેવો ? જ્યાં ચતુર્વિધ સંઘ નથી ત્યાં નિર્મલજ્ઞાન, સમ્યક્ત્વ, ચારિત્ર એ ત્રણ ગુણો લાવવાના કયાંથી ? સાધુ સિવાય શાસન કે સંઘ જેવી ચીજજ નથી. આ ઉપરથી સમજાશે કે શાસનની ઉત્પત્તિ પણ નિગ્રંથથી, ટકવું પણ નિગ્રંથથી, અને વહેવું પણ નિગ્રંથથી છે. શાસનનો છેડો પણ દુપ્પસહસૂરિથી છે. શાસનને ઉત્પન્ન કરનાર ટકાવનાર, વધારનાર, શોભાવનાર અને ચલાવનાર નિગ્રંથોજ. શાસનની હયાતી નિગ્રંથોની હયાતી સુધી જ. આથીજ નિગ્રંથ પ્રવચન કહેવામાં આવે છે. સમ્યક્ત્વના ત્રણ પગથીયામાં નિરૂપણ કર્યું કે આ નિગ્રંથ પ્રવચન એજ અર્થ ગણે ત્યાં પહેલું પગથીયું, એજ પરમાર્થ ગણે ત્યાં બીજું પગથીયું અને ત્રીજે પગથીયે તો એના વિના આખા જગતને જુલમગાર ગણે !
સમકિતી નિગ્રંથ પ્રવચનને કેવું ગણે ?
સંઘ શબ્દના પરમાર્થને ભૂલી જનારા શ્રાવકોએ આ શબ્દથી શાસનમાં કારમો કોલાહલ કર્યો છે, અને તે સંઘ શબ્દ શ્રમણોપાસકે વિચારવો જરૂરી છે. દુનિયાદારીમાં માબાપ, ધન વિગેરે વસ્તુઓ છે તેવી રીતે નિગ્રંથ પ્રવચન પણ એક વસ્તુ છે; જેવું આ તેવું આ; આ પ્રવચનને પણ એની જોડમાં ગણે તે પહેલું પગથીયું અને તેથી બાયડી છોકરાં પર જેટલો રાગ તેટલોજ રાગ આ પ્રવચન પર ધરાવે. હવે બીજે પગથીયે ‘પરમાર્થ' પોતાને એમ લાગે કે જગતની તમામ ચીજ આંખ મીંચાય એટલે નકામી છે જ્યારે આ પ્રવચન તો મોક્ષે ન પહોંચ્યું ત્યાં સુધી જવાબ દેનાર છે, પરમ ઉપયોગી છે; સંસારની ચીજ રખડપટ્ટી કરાવનારી છે જ્યારે નિગ્રંથ પ્રવચન સદ્ગતિ તેમજ પ્રાંતે મોક્ષ દેનાર છે માટે એજ પરમાર્થ. આવું માન્યા પછી શું થાય ? દુનિયાની કોઇપણ ચીજનો એના માટે ભોગ દઇ દે. એમ કરવામાં એ સંકોચાય નહીં. ચક્રવર્તી તેમજ વાસુદેવ વિગેરે આથીજ રાણી વિગેરે પરિવારને ઠાઠમાઠથી વરઘોડા કાઢી દીક્ષા અપાવતા હતા. હવે ત્રીજું પગથીયું ‘મેસે અનફ્રે’ આના વિના જગતના તમામ પદાર્થો અનર્થકારી છે ફાયદો ન કરે એટલુંજ નહીં પણ અનર્થ કરનારી છે. આટલે આવે ત્યારે સમ્યક્ત્વ દર્શન મોહનીય કર્મને હઠાવનાર આ ત્રણ પગથીયાં છે. દર્શન મોહનીય હઠે એટલે સમ્યક્ત્વ ગુણ પ્રકટ થાય. પોતાની અનાદિની દશા ધ્યાનમાં આવે અનાદિથી ભવ પરિભ્રમણનો ભય ન જાગ્યો હોય, એનાથી ઉદ્વેગ ન થયો હોય તો શુદ્ધ દેવાદિને માને, અશુદ્ધ દેવાદિને વર્ષે તો પણ સમ્યક્ત્વ નથી, કેમકે શુદ્ધ દેવાદિથી કરવાનું શું છે એ વસ્તુનો તો ખ્યાલજ નથી; અને એ અનાદિના ભવભ્રમણનો ભય જાગ્યો હોય તો શુદ્ધ દેવાદિની બુદ્ધિએ અશુદ્ધ દેવાદિને
Page #317
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૨-૩૪
૨૨૯
શ્રી સિદ્ધચક્ર આરાધે તો સમ્યકત્વને અડચણ આવતી નથી. ભગવાનની મૂર્તિ પાસે સંબરિસી વિગેરે બોલો છો તો મૂર્તિસર્વજ્ઞ સર્વદર્શી છે? આરોપ કર્યો ! તત્ત્વથી જુઠું હોય તો આરોપ કર્યો કહેવાય? ના, અર્થાત્ આરોપ કરતાં પણ શીખવું જોઈએ. તીર્થંકરની આરાધના વગર વિસ્તાર નથી. વિસ્તાર કયારે? તીર્થકરની ભક્તિથી. વિસ્તાર કરનાર ભક્તિ. વસ્તુતઃ પાષાણ મૂર્તિ છતાં સત્ય વસ્તુ સ્વરૂપે સર્વજ્ઞનો આરોપ કર્યો છે તેથી મોક્ષ મળી શકે છે. ભગવાને ભક્તિ કરવાનું પોતાના બહુમાન માટે કહ્યું? નહીંજ- (સભામાંથી). અનંત સંસારથી બચવા માટે ભક્તિનું વિધાન છે. ભવભ્રમણથી બચવા માટે તીર્થકરની મૂર્તિની પૂજા કરવાની. અભવ્ય કે મિથ્યાદેષ્ટિ સ્વરૂપે કુગુરૂ છતાં, એમ (કુગુરૂ રૂપે) માલુમ ન પડે ત્યાં સુધી સુગુરૂ માનો તો સમ્યકત્વ કે મિથ્યાત્વ? કહેવું પડશે. કે સમ્યકત્વ. ભવભ્રમણથી બચાવે એ સુગુરૂ, આ મુદ્દાએ સુગુરૂ ખોળતાં કુગુરૂ આવી ગયા છતાં સમ્યકત્વને અડચણ નહીં આવે. અનાદિથી ભવભ્રમણના ભયના અભાવે શુદ્ધ દેવાદિથી પણ લાભ ન થયો. પૂજામાં હિંસા છતાં ધર્મ સ્થાપ્યો. અનાદિ ભવભ્રમણનો ભય હશે તોજ યેન કેન પ્રકારેણ સમ્યકત્વના મૂળ પાયામાં આવી શકાશે, અને અનુક્રમે આત્માનો ઉદ્ધાર થશે અને તે બીનાઓ સ્પષ્ટ કરતાં પહેલાં ધર્મ ઉત્કૃષ્ટ મંગલ સ્વરૂપ છે એ વિચારવું આવશ્યક છે તે હવે પછી.
એક સમાલોચના
:
નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો, અને આક્ષેપોના સમાધાનો અત્રે અપાય છે.
૧ કોઇપણ પત્ર અગર પત્રકાર વગેરેની સમાલોચના કરાય તેમાં તેઓને અમો અન્યાય આપીએ છીએ કે ઉતારી પાડીએ છીએ એમ સમજવાની ભૂલ ન થવી જોઈએ.
૨ સમજ ફેર બાબતોને સુધારવી તે તો દરેકની અનિવાર્ય ફરજ છે.
૩ શાસ્ત્રકારોના આશયવિરૂદ્ધ પ્રગટ થતાં સાહિત્યની સમાલોચના કરવી તે આવશ્યક છે છતાં સમાલોચનામાં શાસ્ત્ર વિરૂદ્ધ લાગે તો ખુશીથી જણાવવું. (પત્ર શ્રી પુન્ય વિ. વઢવાણ)
૧ શ્રી તત્ત્વાર્થમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓને અનપવર્તનીય આયુષ્યવાળા જે માન્ય છે, તે બીના પર્યાપ્તપણું પ્રાપ્ત થયા પછી માટે સમજવાની છે; કારણ કે તેઓ (અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓ)નું આયુષ્ય ઘટે તો અપર્યાપ્તપણામાંજ ઘટીને અંતર્મુહૂર્ત જેટલું રહે છે.
૨ “સાધુ સમુદાય રૂપી શ્રી સંઘમાં શાસનપ્રેમી કોઈપણ મુનિરાજ અમૂક સવાલ ચર્ચવો નહિં એવી શરત કરે નહિ, તેઓ તો પોતાની તરફના કે જવાબદારીના શાસ્ત્રીય સવાલો શ્રી સંઘમાં ચર્ચવા તૈયાર
હોય.”
નવ. ભા. ૪-૨-૩૪
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
ૐ સુધા-સાગર જે
નોંધઃ-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રીઆચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમદેશનામાંથી ઉષ્કૃત કરેલ કેટલાક સુધાસમાન વાકય બિંદુઓનો સંગ્રહ પૂ. શ્રીચંદ્રસાગરજી મહારાજજી પાસેથી મેળવી ભવ્યજીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ.
તંત્રી.
૨૩૦
૯૯૦ પ્રભુમાર્ગનો પૂજારી પ્રશ્નકાર કૃષ્ણ મહારાજા પોતાની છોકરીને પૂછે છે કે “રાણી થવું છે કે દાસી’’ એ ભેદી પ્રશ્ન પૂછનારા પિતાઓની પુરી જરૂરીયાત છે.
તા.૧૩-૨-૩૪
૯૯૧ દીક્ષાપ્રદાન કર્યા બાદ સૂત્રાનુસાર શિષ્યોનું પાલન કરનારા પ્રભુમાર્ગના પૂજારીઓ પ્રત્યનિક થતા નથી.
૯૯૨ પરમાર્થને નહિ સમજનારા શિષ્યો આલોક અને પરલોક સંબંધી વિરૂદ્ધ આચરણ કરે છે, અને તેથી જે સ્વપર નુકશાનની પરંપરા વૃદ્ધિ પામે છે તે માટે આચાર્યો પણ જવાબદાર છે.
૯૯૩ અધમકાર્યને આચરનારા શિષ્યોની આચરણા અવલોકીને જૈનશાસનની અપભ્રાજના થતી હોય, તો તે દૂર કરવા ગચ્છાનાયકોએ કટિબધ્ધ થવાની જરૂર છે.
૯૯૪ શિખામણ પામેલા શિષ્યો ઉત્કંઠ થઇને પાપ કાર્યવાહી કરે તો તે દોષના લવલેશ ભાગીદાર આચાર્યો નથી.
૯૯૫ ઉત્સર્ગપદે અને અપવાદપદે દીક્ષાદાતાઓ દીક્ષા આપી શકે છે તે શાસ્ત્રવચનના રહસ્યને સમજતાં શીખો !
૯૯૬
“સમાગમ એ અવશ્યમેવ વિયોગ થવાવાળો છે” છતાં વિયોગ પ્રસંગમાં વિકરાળ બની હાયવોય કેમ કરો છો !
૯૯૭ ધન-કણ-કંચન પુત્ર-પરિવાર-આબરૂ વિગેરે જગતની બધી ચીજો સંસ્કારથી સુધરવાવાળી છે, પણ આયુષ્ય સંસ્કારથી સંરક્ષિત થતું નથી એ ઘડીભર ભૂલશો નહિ.
૯૯૮ અસંસ્કારિત જીવન જાણીને જીવજીવન જીવતાં શીખો.
૯૯૯ ગુણસંપન્ન જીવોજ ગુણની અધિકતાને સાધનારા હોય છે.
૧૦૦૦ ભવાભિનંદીજીવોને ભગવંતનું હિતકારક વચન હિતકર થતું નથી.
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૩૧
તા. ૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર
૧૦૦૧ મેલાવસ્ત્રમાં કંકુનો રાગ પરિણમતો નથી, તેવી રીતે ભારે કર્મી જીવોમાં જિનવચનના પરમાર્થ પરિણમતાં નથી.
૧૦૦૨ દીક્ષાના રાગ માત્રથીજ દીક્ષાને લાયક ગણેલા છે એવું ધર્મસંગ્રહકાર કહે છે.
૧૦૦૩ ધર્મબિંદુ-પંચવસ્તુક અને ધર્મસંગ્રહના વાકયો પરસ્પર વિરોધી ન બને, અને શાસ્ત્રકારના ઉંડા આશયને સ્પર્શન કરે તેવી સાવધનતાપૂર્વક વિચારો અને તદનંતર વાણીમાં અને વર્તનમાં મુકો. ૧૦૦૪ અસાધ્ય રોગથી રીબાતા રોગીની દવા કરનારો વૈદ્ય પોતાના આત્માને અને રોગીને દુઃખમાં પાડે છે; તેવી રીતે ભવરોગ અસાધ્ય છે એમ કહીને ખોટો બચાવ ન કરો !
૧૦૦૫ શરિણ ઉપર ચઢેલા હીરા મુગટની શોભામાં વધારો કરે છે, તેવી રીતે પરિસહ અને ઉપસર્ગની કસોટીમાં પસાર થયેલા આત્માઓ શાસનની શોભામાં વધારો કરે છે.
૧૦૦૬ રજોહરણ, મુહપત્તિ આદિ ધર્મસાધન સિવાયની વસ્તુમાં મૂર્છા તે બાહ્યપરિગ્રહ.
૧૦૦૭ મિથ્યાત્વ એ પણ વસ્તુતઃ અત્યંતર પરિગ્રહ છે.
૧૦૦૮ “પરિગ્રહ” શબ્દમાં પરિ ઉપસર્ગના પરમાર્થને નહિ પિછાણનાર દિગંબરમતાવલંબીઓ ઉપકરણોને અધિકરણો તરીકેની જાહેરાત કરી વિદ્વત્પરિષદમાં હાંસીપાત્ર ઠરે તેમાં નવાઇ નથી !
૧૦૦૯ પ્રવ્રજ્યા, નિષ્ક્રમણ, સમતા, ત્યાગ, વૈરાગ્ય, ધર્માચરણ, અહિંસા અને દીક્ષા એ પાવનકારી પ્રવ્રજ્યાના એકાર્થિક નામોના પરમાર્થને પકડનાર દીક્ષાનો વિરોધ કરી શકતો નથી.
૧૦૧૦ શિષ્યના પ્રમાદ કાર્યોને દૂર કરનારા પરમ ગુરૂવર્યો ગુરૂપદને શોભાવે છે.
૧૦૧૧ સંસારમાં અનાદિકાળના પ્રમાદમય અભ્યાસતી થતી સ્ખલનાઓના સપાટામાં શિષ્યવર્ગ સપડાયો છે.
૧૦૧૨ સ્ખલના માત્ર નિમિત્તરૂપ ગણી શિષ્યના દુષ્ટપણા પર ભવભીરુ ગુરૂવર્યોએ ઉદ્વેગ કરવો તે અસ્થાને છે.
૧૦૧૩ સારા-જાતિવંત ઘોડાને કેળવવાવાળા સેંકડો સારથિઓ સંસારમાં છે, પણ દુષ્ટ-હીણ જાતિવંત ઘોડાને કેળવવાવાળા સહનશીલ અને સમજી સારથિઓ ઘણીજ અલ્પ સંખ્યામાં હોય છે; તેવીજ રીતે અણસમજી સામાન્ય કુળમાં ઉત્પન્ન થયેલા, અજ્ઞાન અને અણસમજી હોવા છતાં તે પ્રવ્રુજિત શિષ્યોને કેળવણી આપનારા સહનશીલ સમર્થજ્ઞાતા અને સ્વપર હિત ચિંતક સારથિઓ અલ્પસંખ્યામાં હોય તેમાં આશ્ચર્યને સ્થાન નથી !
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૨-૩૪
૧૦૧૪ વિનીત શિષ્યોને પ્રભુ માર્ગમાં પ્રયાણ કરાવવાના કાર્ય કરતાં પ્રમાદી શિષ્યોને પ્રભુ માર્ગમાં પ્રેરણા પૂર્વક પ્રયાણ કરાવવાનું કાર્ય ઘણુજ કપરૂં અને કઠણ છે, અને તેથી જ તે શાસનહિતચિંતક આચાર્યો તીર્થંકર તુલ્ય ભાવાચાર્યની ભાવવાહી કાર્યવાહીને કુશળતા પૂર્વક કરી રહ્યા છે એવું યશોગાન અનેક પૂર્વાચાર્યોએ કર્યું છે, તેમજ જગા જગા પર કહ્યું છે.
શ્રીગૌતમસ્વામિને નમઃ
શું આગમોની જરૂર છે ?
હા.
તો નીચેની બિના વાંચી-વિચારી વર્તનમાં મુકવાનું ભુલતા નહિં..........
ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોએ અર્થથી નિરૂપણ કરેલ, અને સૂત્રથી ભગવાન ગણધરદેવોએ ગુમ્મિત શ્રી આચારાંગ આદિ અંગો, ઉવવાઇઆદિ ઉપાંગો અને આવશ્યકાદિ મૂલ સૂત્રો કે જે પ્રથમ શ્રીમતી આગમોદય સમિતિએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને જેની નકલો ચોગુણી કિમ્મતે પણ મળતી નથી; તેથી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ તેનો પુનરૂદ્ધાર કરવો શરૂ કર્યો છે.
માટેજ તેના ગ્રાહક થનારે દરેક નકલ દીઠ રૂપિયા પાંચ એડવાન્સ તરીકે નીચેને સરનામે ફાગણ વદ ૧ પહેલાં ભરી દેવાં.
હાલ આચારાંગ અને દશવૈકાલિક છપાવવાં શરૂ થશે, આ આગમોની મૂલ-કિમ્મત રહેશે, અને ત્યારબાદ બાકીના આગમો પણ ક્રમસર શરૂ કરાશે.
તા. કેઃ- આ વખતે કોઇ સંસ્થાદિને પણ ભેટ આપવામાં આવશે નહિ, માટે તેઓએ તેમજ બીજાઓએ એડવાન્સ મોકલી પોતાનાં નામો જલ્દી નોંધાવવા. ગ્રાહકોની સંખ્યા જેટલીજ નકલો છપાવવાનો આ સમિતિનો ઇરાદો છે, જેથી ઉપરની મુદત વિત્યાબાદ નામ નોંધવામાં આવશે નહિ. સુરત મુકામે પ્રથમની જાહેરાતથી જેઓએ એડવાન્સ તરીકે નાણાં ભર્યાં છે, તેઓને રીતસરની પહોંચ ટુંકસમયમાં સમિતિ તરફથી મોકલી આપવામાં આવશે.
નાણાં ભરવાનું સ્થાન. )
શ્રીસિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, ભૂલેશ્વર, લાલબાગ મુંબઇ. નં. ૪
Page #321
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૨-૩૪
૨૩૩
શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર,
નોંધઃ- શ્રી મુંબઈ જૈનયુવક મંડળની પત્રિકામાં પૂર્વે છપાઈ ગયેલી શરૂઆતની દેશનાઓ વાંચવાને ઉત્સુક બનેલા ગ્રાહકોએ વારંવાર માંગણી કરેલી હોવાથી તે અત્રે અપાય છે. (ગતાંકથી ચાલુ) તંત્રી.
'આગમોદ્ધારકની અમોઘ દેશના. પિતા, માતા અને પુત્ર ઉપર પણ સ્નેહ ક્યાં સુધી ? કહો કે પારકા ઘરની (બેરી) ન મળે ત્યાં સુધી??? અહિયાં રાજા શતાનિકનું પણ તેમજ બન્યું? પોતાની માનીતી રાણી મૃગાવતીના રૂપ લાવણ્યમાં તે એટલો તો પ્રેમઘેલો અને વિષયાંધ બન્યો હતો કે તેનાથી મેળવાતા ભોગોને સાટે જગતના દરેક સ્નેહાળ અને ભોગ્ય પદાર્થોને તૃણવત્ માનતો. કાળે કરીને સશકત દુશ્મનના હલ્લાથી એ મૃગાવતીના વિરહની સંભ્રમણ માત્રથીજ એનું મરણ નિપજ્યું. અગ્નિમાં પતંગીયાની માફક વિષયાંધોની દશા તો ખરેખર બુરીજ છે ! વિષયમાંજ અંધ બનેલા પામરો સામાન્ય સ્ત્રીમાં પણ સરાગ દૃષ્ટિ રાખે તો પછી મહાસતી મૃગાવતી સમાન સ્વરૂપવાન દેવી ઉપર મમત્વભાવ ધારણ કરી પોતાના અમૂલ્ય જીવનને (રાજા શતાનિકની જેમ) અકાળે અગ્નિમાં હોમે તેમાં નવાઈ પણ શી છે!
એકાને અન્યાયને જ સેવી રહેલા આત્માઓને નહિં આદરવા જેવું કશુંજ હોતું નથી. અનીતિવાન આત્માઓ કઈ હદે પહોંચે છે તે ધ્યાનમાં લઈ અત્યારની પરિસ્થિતિ પણ વિચારો ! પોતાની અનેકાનેક જુલ્મી પ્રવૃત્તિઓને પણ ન્યાયરૂપ મનાવવા કોટીગમે પ્રગટ દુષ્પવૃતિઓ સેવતાં છતાં એવાઓ આજે સુજ્ઞ જગતમાં પણ ઉજળે મુખે ફરી શકે છે એ એક અજાયબી નહિં તો બીજું શું?
પગમાં બળતું તપાસો! આજે અમર્યાદિત છતાંએ ધર્મ ઉપર ભયંકર આક્રમણો લાવનારા જડાનંદિઓ સમ્ર મિથ્યાત્વ ફેલાવી એકલા આત્મકલ્યાણને જ રૂંધવા મથે છે, તેમ નહિં પણ યેનકેન પ્રકારે ધર્મની આંખમાં ધુળ નાંખી (ધર્મ ધનનો જ મૂળમાંથી નાશ કરવા) વીતરાગ પ્રણીત ખુદ ધર્મને એ કલંકિત કરવા ઇતર દર્શનકારોની પણ મદદ લઈ મેદાને જંગમાં કુદી રહેલા છે. ધર્મીઓ જીવતાં છતાં એવા પ્રસંગ બને તે શું ઓછું શોચનીય છે !
અનેક ધર્મી આત્માઓના પુણ્ય માર્ગને રોકનારા એ જાલીમ જુલ્મગારોના જુલ્મો તમે વર્તમાનપત્રોમાં પણ અનેકવાર વાંચ્યા વિચાર્યા છતાં પણ યોગ્ય તપાસને અને તેવા પ્રસિધ્ધ પવિત્ર પુણ્યવાનોનો માર્ગ નિષ્કટક કરવા કેટલાઓએ કમર કસી? કહો કેટલી બેદરકારી !! - વઢવાણના રહીશ પ્રાણલાલ (પદ્મસાગર) સંયમની ભાવનામાત્રથી લઈ પ્રાપ્તિ પર્યત એ જડાનંદિઓ દ્વારા કેટલું કષ્ટ પામ્યા? પરમ તારક ભાગવતી દીક્ષા જેવા ઉત્તમોત્તમ આત્મ કલ્યાણના સાધનને માટે એ પુણ્યવાન આત્માએ એના અસહ્ય એવા કેટલા જુલમો સહન કર્યા? અને સ્વવીર્યબળે પણ સંયમ તો પામ્યાજ પણ તેમાં તમારો ફાળો શું ? સીતમોની અવધિ
અમદાવાદ હાજા પટેલની પોળમાં રામજી મંદિરની પોળની વતની બાઈ કમુ! જેની ત્રણ ત્રણ વર્ષથી સંયમની તૈયારી હતી, તેનેજ માટે પરણી નથી અને ભવિષ્યમાં પરણવા માગતી પણ નહોતી; છતાં એ
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૨-૩૪
સુશીલ યુક્ત બાળાને યેનકેન પ્રકારે મુંઝવણમાં નાખી તેના સંબંધીઓ તેની અનિચ્છાએ પણ બળજબરીથી પરણાવવા મથે, લગ્નની તૈયારી કરી તેનું ધર્મધનરૂપી બ્રહ્મચર્ય લુંટી લેવા બિહામણા પ્રસંગો અનુભવાવે, ઘેર સામાયિક કરે તો માતા મુહપત્તિ ખેંચી લે, આયંબિલાદિવ્રત તપશ્ચર્યા કરે તો પચ્ચખાણ ભંગાવવાની હદે પહોંચે, ચોવિહાર કરે તો રાત્રિને વિષે પણ મ્હોંમાં પાણી નાખે અને વધારામાં તેને રસ્તા વચ્ચે મારી કુટીને પણ તેઓએ પુણ્યવાનના સજ્જડ ફાંસલારૂપ બની તેને મૃગશિકારીવત્ દશાનું ભાન કરાવે; એ વિકરાળ સ્થિતિ ! શું મોહમાં અંધ બની એકાંતે અધર્મે વળેલા અને પોતાની સંતતિના આત્મ કલ્યાણને ગુંગળાવી મારનારા મૂર્ખ માતાપિતાઓ દીક્ષા જેવા ઉત્તમ પ્રસંગ વખતે પોતાની રજાનીજ અભિલાષા રાખે છે એમ સમજો છો ? નહિં, નહિં કદિજ નહિં !!! એ પામરાત્માઓ તો પોતાના તુચ્છ સ્વાર્થની ખાતરજ અન્યનો આત્મમાર્ગ રૂંધે છે; અને એટલાજ માટે મોહના નિશામાં ચકચૂર રહેલા માતપિતાઓને માપિતા મનાવવાનો લેશમાત્ર હક રહેતો નથી તે નથીજ. આત્મકલ્યાણની તીવ્ર અભિલાષાવાળા આત્માઓ તેવા માવિત્રોની લેશપણ દરકાર રાખ્યા વિના પોતાના આત્મ કલ્યાણનો માર્ગ સત્વર અંગીકાર કરેજ !!! અને એજ મુજબ દીક્ષાર્થી બાઇ કમુ પણ એ જુલ્મોથી છૂટવાને દરેક ઉપાય કરી છુટી !!! વિશાશ્રીમાળીની નાતના આગેવાન પર મોકલવા એક અરજી ઘડી તેમાં પોતાના દુઃખની કહાણી વર્ણવી પોતાનું રક્ષણ માગ્યું નાત ભેગી થઇ, તેના સંબંધીઓને બોલાવી ઘટતો દરેક બંદોબસ્ત કર્યો બીજી બાજુ કમીશનરની ઉપર સુલેહ ભંગની અરજી મોકલી, ત્યાંથી પણ પુરતો બંદોબસ્ત મળ્યો, પરિણામે તેની દીક્ષા તેનાજ ઘરની પાસે ધામધુમ પૂર્વક થઇ. અતએવ આપણે એ વિચારવાનું છે કે આવા અર્થકામીઓના સકંજામાં સપડાયેલા દરેક આત્માર્થીઓનું આવું વીર્યબળ નજ હોય ! જેથી તે આત્માની દશા શી ? ભયંકરતાનું પરિણામ શું ?
આય તેવા વિષમ પ્રસંગે પણ ધર્મીઓમાં તો શાન્તિજ અનુભવાણી છે અને અનુભવાય છે, એ બિના હેરત પમાડે તેવી છે ! નહિં તો એ જાલીમ જીલ્મગારોના જુલ્મો તો ધર્મીઓના હૃદયને હચમચાવી અનેરો ઉલ્કાપાત મચાવે.
પ્રભુ માર્ગના રસીયા ધર્મના ધોરી ધુરંધરો, એકાન્તે આત્મકલ્યાણના એ ધાર્મિક ઉત્સવોને તો (ગમે તેવા વિરોધની વચ્ચે પણ) અપૂર્વભૂત આદરવામાં અને ઉજવવામાં જરા પણ કમીના નજ રાખે ! મોહની વિકળતાના પ્રસંગે !
અર્થહીણા મોહાધિનો, મોહને લીધે મ્હોંકાણ માંડીને મ્હોં વાળવા ભેળા થાય તે ટાઇમે આત્માર્થીજનો અકળાય ખરા ? દિજ નહિં ! એ તો એવી એની અગાધ અજ્ઞાનતા ઉપર આમંદિત એરે અપૂર્વ હસે. એવા મિથ્યાપ્રલાપોને આત્મહિતનાશકજ માને અને એના સંયોગે તો આત્મધ્યાનમાંજ સ્થિર થઇ એવાઓના કૃત્રિમ રૂદનો અને વડે ઉદય પામવાના ભાવિ ઉપસર્ગોથી જલ્દી નાશી છુટે !!! ચાલો મૂળ વાત ઉપર
રાજા શતાકનિને ત્યાં રહેવાવાળી મૃગાવતીજીની માંગણી કરવામાં કશી રીતે વ્યાજબીપણું નહોતું, છતાં તેને મેળવી આપવાને, (એક વખતે સલાહ આપી શકે એવા નીતિવાન) ચૌદ મુકુટબંધ રાજાઓ, તે ચંડપ્રદ્યોતનની મદદે ચડયા, પોતાના સકળ સૈન્ય સાથે મળી કૌશામ્બીને ઘેરો ઘાલ્યો; વિચારો કે કેટલો કપરો પ્રસંગ ??? આ વખતે એક નીતિકારના શબ્દો વિચારવા જેવા છે. તેણે કહ્યું છે કે, “અન્યાયની દુરીથી, ગરદન ન્યાયની છેદાય છે છળબળના કત્લખાનામાં, નિર્દોષ માર્યા જાય છે.” ખરેખર તેમજ બન્યું !
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૩૫
તા. ૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર અન્યાયમાં અંધ બનેલ રાજા ચંડપ્રઘાતન સ્ત્રી લંપટી છતાં તેના પાસમાં સપડાયેલા એવા ચૌદ મુકુટબંધ ન્યાયી રાજાઓએ પણ તેની પામરતાને સાથ આપી મહાન અધર્મ આદરી તે આદર્શ જોડાને અન્યાય આપવામાં કશી કમીના નજ રાખી. આનું નામજ નાતરીયાની જાન કે જે નાતરીયાઓને જગતે કદી નીહાળ્યાજ નહોતા. અધર્મીઓનું છેલ્લું આક્રમણ !
આની માફક એવા સંસારીઓ દ્વારા અનુભવાતી, દીક્ષાર્થીઓની મહાન વિપત્તિઓને પણ બહુજ લક્ષ પૂર્વક વિચારવાની છે. દીક્ષા માટે તૈયાર થયેલા એવા એકાન્ત વૈરાગ્ય ભાવનામાંજ રકત બનેલા આત્માઓમાં, એ સંસારના પિપાસુઓના ઉપદ્રવોથી બચવાને, મુખેથી માંખ ઉડાડવા જેટલી પણ હીંમત હોતી નથી. એવા એક સંસારભરૂની પાછળ સેંકડો પુગલાનંદિઓ પડે ત્યાં દશા શી? સિંહના પંજામાંથી શિયાળ, અને બિલાડીના પંજામાંથી ઉંદરનું છુટવું હજી સહેલું છે, પણ આ જડાનંદિઓના ભયંકર સાણસામાં સપડાયેલ આત્માર્થીઓને છુટવું ભારી મુશ્કેલ છે! આ ટાઇમે ધર્મી આત્માઓ જેમ સિંહ અથવા બિલાડીના પંજામાંથી શિયાળ અથવા ઉંદરને બનતી શક્તિ વાપરી છોડાવવામાં પુણ્ય માને છે; તેમજ એવાઓના ફાંસામાં સપડાયેલા દીક્ષાર્થીને પણ ગમે તે ભોગે મૂકત કરવામાં એકલું પુણ્ય જ નહિ પણ એકાન્ત નિર્જરાજ માને તેમાં કશો વાંધોજ નથી.
એક તો કોશમ્બી દેશ, તેમાંએ રસાળ ભૂમિ નહિ; તેવા સ્થાન ઉપર ચડાઈ કરવાનો ચંડuધોતનનો હેતુ સ્પષ્ટ હતો કે તેને તો યેનકેન પ્રકારે મૃગાવતીજીને ભ્રષ્ટ કરવા છે. છતાં નગરીનો નાશ તો સહેજે થવાનો જ છે; તેવી રીતે ચારિત્રની ભાવનાવાળા ભાગ્યવાનોના મનમાં, સંસાર એ કારાગાર અને સંબંધીઓ બેડી સમાન છે. તેવા પર એ અધર્મીઓ અસહ્ય જુલ્મ ગુજારે છે; તેમાં પણ હેતુ તો દીક્ષાઓની ભ્રષ્ટાતાને અને સંયમના મૂળ ઉખેડી નાખવાનો જ છે.
સમ્યકત્વવ્રતધારી ચેડા મહારાજાની સાત પુત્રીઓ મહાન સતી છે; એવું ભગવાન શ્રી મહાવીરસ્વામીના સ્વમુખે શતાનિક રાજાએ વારંવાર સાંભળેલું છે, અને તે વચનો ઉપર દઢ શ્રદ્ધા છે; છતાં પણ ભોગાસકિતની પ્રબળતાને અંગે પોતાની નિર્બળતાને ખ્યાલમાં લઈ “લોખંડ બળાત્કાર ન કરે ત્યાં સુધીજ સુવર્ણનું અખંડપણું જળવાઈ શકે એ નિયમને અનુસરી,” પોતાની માનીતી રાણી મૃગાવતી પર આવેલી આફત નિવારવાને પોતે અશકત હોવાથી તેની છાતી ફાટી અને તે મરી પણ ગયો; એવીજ રીતે દીક્ષાર્થીઓનું પણ બનેલું હોવાના કંઈક દાખલાઓ મળી શકે તેમ છે. અધર્મીઓનું છેલ્લું આક્રમણ સમજ? અન્તમાં છેલ્લો ઉપાય મરણ” કેટલી ગજબજનક ઘટના !!! પરલોક માનવાવાળાને તો આવી અવસ્થાનું મરણ એ પણ ઉત્તમ શરણભૂત છે; પણ એવે અવસરે તમારે શું કરવું ઘટે ? મરણ કોને મુંઝવે ?
- પૂરણ આસ્તિકતાવાળાને તો (મનુષ્ય ભવરૂપી) એક દુકાનેથી લીધેલા (ધર્મરૂપી) માલનો તેના અકાળ મરણને અત્તે પણ (ધર્મના પસાયે મળેલી પુણ્યાનુબંધી પુણ્યરૂપી) બીજી દુકાનેથી નફા સાથે વધારે માલ મળે છે. જેથી તેવા ધર્મીઓને ગભરામણ શી? ગભરામણ તો તેને છે કે શ્રીજીનેશ્વર ભગવાનની શુદ્ધ દયાના નિર્ઝરણાઓની તથા સંવરના સુધા વરસાદની જેને સ્પર્શના માત્ર નથી ! એટલે જેઓને તત્વશ્રદ્ધાન નથી! તેવાઓજ મરણથી મુંઝાય ધર્મના વિરોધીઓને આપણે તેવાજ માનતા હોઈએ તો તેવા જડવાદીઓની સાથે આપણે સંબંધ પણ શું !
નાસ્તિકો તો સ્ત્રી, ધન અને કુટુંબ એનેજ તત્વરૂપ માને છે, જ્યારે આસ્તિકયને મન તે સઘળું મિથ્યાત્વજ છે. અને જેથીજ “નિનોdfમતિ સ ત્ય” શ્રીજીનેશ્વર દેવોએ કથન કરેલું સમ્યકત્વ રૂપી
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૩૬
તા.૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર શુદ્ધ તત્વ સદ્ભક્તિ વડે “પર” પ્રાપ્ત થયું છે જેને એવી, અને જિનાજ્ઞાનુસારજ વર્તનારી તે મૃગાવતીજીએ, આ આ વિષમ પ્રસંગે સંયમની રક્ષા કરવાને કળથી કામ લેવાનું ધાર્યું મતલબ એક વિષમ પ્રસંગે પણ પોતાના માલીકનું મરણ તે ધર્મિષ્ઠ મૃગાવતીજીને મુંઝાવી શક્યું નહિ. સંયમ સારુ સર્વ કાંઈ કરી છુટાય.
રાજા શતાનિકના અકાળ મરણ પછી મહાસતી મૃગાવતીજીએ સ્ત્રીલંપટી ચંડપ્રદ્યોતનને કહ્યું કે હું તમારે આધીન જ છું, જેથી હું તમારી સેવામાં એ આવું પણ મારો છોકરો ઉદયન હજુ બાળક છે ! રક્ષણ કરનાર આપ ભલે ગમે તેટલા જબરદસ્ત હો, પણ નજીકના “મગધ” અને અપરદેશના રાજાઓ બહુજ બળવાન અને ભયંકર છે, જેથી આપના પરાક્રમથી પતિ; તેમ તેના પરાક્રમ વડે છોકરો ગુમાવવાનું થાય; માટે અઢાર ગણ રાજાઓ આક્રમણ ન કરી શકે તેમ કરી આપો; અને તેમ ન બને તો છેવટે તેના ઘેરા વખતે સંપૂર્ણ બચાવ થાય તેવું તો કરી જ આપો.
વિષયાંધ ચંડપ્રદ્યોતને તે વાત કબુલ કરી અને ઉજ્જયનથી ઈટ ચૂનો વિગેરે કિલ્લાનો દરેક સામાન મંગાવવાની આજ્ઞા થતાં, એ નાતરીયાની જાનમાં જોડાયેલા ચૌદ મુકુટબંધ રાજાઓએ પોતાના સૈન્ય સહિત સામાન્ય કિંકરની માફક દોડધામ કરી; ટુંક સમયમાંજ એ કોશમ્બીના ફરતો મજબુત કિલ્લો ખડો કર્યો. ધનધાન્યથી આખી નગરી ભરપૂર કરી. હવે રાણી નિર્ભય બની ! “બાપ દેખાડ પછી શ્રાદ્ધ સરાવ” “મહાન આત્માની મોટી મૂરાદો પણ તુરતજ ફળે” એ કહેવત અનુસાર હવે મૃગાવતીજી મનોરથ કરે છે કે ભગવાન મહાવીર સ્વામી પધારે તો સંયમ અંગીકાર કરી મારા આત્માનું જલદી કલ્યાણ કરું. “જરા થોભો.” શ્રોતાજનોએ અત્રે સમજવા જેવું છે કે આ મૃગાવતીએ પોતાની રક્ષા માટે પ્રચંડ સેનાયુક્ત ચૌદ રાજા સહિત ચંડપ્રદ્યોતનને, તેનાજ તન, મન અને ધનના ભોગે, તેની દરેક ઇચ્છાઓને ભૂકો કરી ભસ્મિભૂત બનાવવાનું ભયંકર તર્કટ રચ્યું. તેનીજ આજ્ઞા ઉઠાવનારા રાજાઓ દ્વારા નોકરી માફક કામ કરાવી, કિલ્લો બનાવરાવ્યો, અને પોતાને મળેલા તેજ રક્ષણ વડે રાજા ચંડપ્રદ્યોતનને જબરી થાપ આપી ધુળ ફકાવી !! અહીંયા કહો કે ભાવ થાય તો પણ આવા આત્માને ચારિત્ર અપાય ખરું? હા. અપાય! સંયમ સારુ સર્વ કાંઇ કરી છૂટનારાઓ પણ સર્વશ શાસનમાં સર્વવિરતિને લાયક છે. કાતિલ ભયંકરતા કેમ ન સંભવે ?
ચાલો આગળ ત્યારપછી પ્રબળ પુણ્યના શુભ સંયોગે (વિશુધ્ધ મનોરથવાળી તે મૃગાવતીજીની શુદ્ધભાવનાને સફળ કરવાનેજ પધાર્યા હોય નહિ શું તેમ) પરમાત્મા શ્રી મહાવીરદેવ પધારવાના સમાચાર પણ મળ્યા. પ્રભુને વાંદરા અને ભવનો વિસ્તાર કરનારી તેમની વાણી સાંભળવાને માટે નગરલોક સહિત મૃગાવતીજી પણ તાત્કાલિક જાય છે. સહુ કોઈ કહીશું કે ભગવાનના સમવસરણ માટે તો કોઈ પણ જૈનને વાંધો હોયજ નહિં. જ્યારે આજે કેટલાક પાટણના પામર આત્માઓ કહે છે કે “રથ એટલે તાબુત” તેનું દર્શન કરે તેને અટ્ટમનું પાપ. કેટલી નરાધમતા !!! આમ છતાં જૈન કહેવરાવવાની ઘેલછાવાળા તેઓને જીનેશ્વરના સંઘમાં ગણાવવાના થતા કોડમાં કાતિલ ભયંકરતાનો સંભવ કેમ ન થાય? હૃદયવાળા બુઝાઈ !
ભગવાન મહાવીરની ત્યાગમય દેશના સાંભળ્યા પછી ચંદ્રપ્રદ્યોતનની સન્મુખ પોતાના પુત્રને ધરીને મૃગાવતીજી કહે છે કે “ઉદયન તમારે ખોળે ! અને હું દીક્ષા લઉં છું” એમ કહી સ્નેહના બદલામાં પુત્ર
Page #325
--------------------------------------------------------------------------
________________
૨3o
તા. ૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર ગળે વળગાડીને નાક કાપ્યું (એટલે માગતો હતો. મૃગાવતી અને સાથે મળી ઉપાધિ.) શાસ્ત્રકારો કહે છે કે સમ્યત્ત્વનું એક બિન્દુ માત્ર ભયંકર દાવાનળને હોલ” તેવી રીતે પોતાને બનાવી જનાર મૃગાવતીજીના છળને વિષયાંદ છતાં સમ્મદષ્ટિ રાજા ચંદ્રપ્રદ્યોતન બરાબર સમજ્યો! ઉત્પન્ન થયેલા વિકારની આધીનતામાં અંધ બની ચૌદ મુકુટબંધ રાજા અને સમગ્ર સેનાની ચાકરી તથા ધન, ધાન્ય અને દીલ વિગેરે સર્વ કાંઈ અર્પણ કર્યું, પોતે જબરદસ્ત રાજા છતાં પોતાની સાળી મૃગાવતીજી જેવી સ્ત્રીના સપાટામાં સપડાઈ સંપૂર્ણ બન્યો એવી લોકહેલના સહન કરવી, તેના હાથે થયેલો કોશમ્બીનો કાળોકેર જગતભરમાં ગવાય, એટલુંજ નહિં પણ પોતાને પાળવા આપેલો છોકરો (ઉદયન) ભવિષ્યમાં પોતાનો કટર શત્રુ થવાનો છે તેમ ખબર છતાં તેને પોષવા તૈયાર થવાનો અવસર ઉભો થયો, અને અને જેના ઉપર પૂરણ આસકિત છે એવી રાણી મૃગાવતીજીની દીક્ષામાં પણ ભાગ લીધા વિના છૂટકોજ નથી. આ દરેક સંકલનાઓ હૃદયમાં ઝાળ ઉત્પન કરી તેને મુંઝવવા લાગી.
સમ્યગદર્શનની તો ખરેખર બલિહારીજ છે” રાજા ચંડપ્રદ્યોતન કામાંધ છતાં સમ્યકષ્ટિ હતો એ આપણે જણાવી ગયા છીએ. અનેક પાપ અને કલંકાનો ભોકતા બનવાથી ભયંકર રોષમાં તરબોળ બનેલા તે ચંડપ્રદ્યોતના હૃદયમાં “હાય તેવા સ્નેહીની પણ દીક્ષામાં તો ના કહેવાયજ નહિ” એ વિચાર કોણે હુર્યો? કહેવુંજ પડશે કે દર્શનપુરઃસરના સમ્યગુજ્ઞાને !!! અને એ સમ્યગદર્શનના પ્રભાવે તે રાજાની ભયંકર હૃદયજવાળા પણ બુઝાઈ ગઈ.
ધર્મને તસ્વરૂપે સમજ્યા વિનાના જીવો, ધાર્મિક કાર્યોમાં જંગમ દાવાનળરૂપી દુનિયાના ફાસા, મોહપાસ અને એવીજ કોઈ અનેરી દરીયા જેવી આફતો લાવા આસ્તિકાનો ખરેખર નાશ કરે છે.
અહિંયાં પ્રભુ મહાવીર પરમાત્માએ (ચંડપ્રદ્યોતને સતતું છળ વડે ઠગનારી) મૃગાવતીજીને પણ દીક્ષા તો આપીજ. એ તો જાણો છોને? હવે કહો કે પરમાત્મા પણ તમારી દ્રષ્ટિએ માની લીધેલી અયોગ્ય દીક્ષાના પોષકજ હતા, અગર તો એમ કહો કે પરમાત્માએ પણ ભૂલ કરી! “આવે પ્રસંગે “કૌન બન્નતિ” અને એજ પ્રમાણે પાખંડને સહેજે પારખી શકાય એટલા માટેજ હરિભદ્ર સૂરિ મહારાજાએ પણ ફરમાવ્યું છે કે “વિનોમિતિ સમwત્યા” એટલે આ શ્રી જીનેશ્વર મહારાજે કહ્યું છે તેજ પ્રમાણે છે. એમ ધારવું તેનું નામ સદ્ભક્તિ અને તે વડે “પ્ર” ધારણ કર્યા છતાં દ્રવ્યોથઃ વાદ્ધમાનં દ્રવ્યથી પડવાનું થતાં પણ પદ્ધીવ પ્રત્યારોની વરણમ્ તે લીધેલું પ્રત્યાખ્યાન ભવિષ્યમાં ભાવનું કારણ છે. અટકાવવા લાયક છું!
સાધુ પતિત થઈ જશે એવા ભયથી દીક્ષા અટકાવવા મથતા મૂર્ણાનંદિઓને અનાચારના દરેક આરંભો અવિચ્છન્ન રાખવા છે, અરે એટલુંજ નહિં પણ તેને દિનપ્રતિદિન વિશેષ પ્રકારે પોષી વૃદ્ધિગત બનાવવાના હેતુ માત્રથીજ સદાચારોને તો નષ્ટ પ્રાય:જ કરવા છે. આવી દુર્ભાવનાવાળા પગલાનંદિઓએ હજુ પણ સમજવું ઘટે છે કે જેટલા પરણે છે તેટલા બધાએ અખંડ સૌભાગ્યવાળા હોતા નથી ! રંડાવાના ભયથી પરણવાનુંજ બંધ કરવા કરાવવા કેમ કમર કસતા નથી; કારણ કે કોઈ નહીંજ પરણે તો રંડાવાનું પણ રહેશેજ નહિં “ત્યાં તો કહેશે કે કુંવારી કન્યાને દુનિયા અખંડ સૌભાગ્યવંતી માનેજ નહિં; એટલે લાચાર! જેમ ચૂડો ભાંગવાના સંભવને લીધે ચૂડો પહેરાવવાનું બંધ રખાતું નથી; મરણ પ્રમાણ દેખીને સુવાવડ પ્રાપ્તિના કાર્યો અટકાવવામાં આવતા નથી; કરવા મથો તો? દુનિયા દિવાનાઓની હોસ્પીટલમાં દાખલ કરે કે નહિ ? તેમ અહિંયાં પણ કોઇ સાધુના પડવાના ભયે સંયમ અટકાવવાની મૂર્ખાઇની અવધિને સુજ્ઞજનો જગતમાં તેજ હાલતમાં ઓળખે તેમાં અચકાવા જેવું પણ શું છે? વિધવા અને મરણના
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૨-૩૪ પ્રમાણની સાથે પતિત સાધુઓના આંકડાની સરખામણી કરો પછી અટકાવવા જેવું શું છે અને તમો કેટલા ભૂલા ભમ્યા છો તેનું સ્વતઃ ભાન થશે ! ધમાધમ શી?
તેઓની દરેક વ્યાખ્યાઓ તપાસો! એમ કહેવાય છે કે “વ્રત ના લે તે પાપી ખરો પણ વ્રત લઈને ભાંગે તે મહાપાપી” આમ કહી કર્મ સંયોગે વ્રતથી પતિત થતા આત્માઓને ધૂતકારી એકાન્ત અવૃતિનેજ પુષ્ટિ આપનારાઓ પોતાની આસકિત પૂર્ણ અસકિતના પાસમાં ગુંગળાઇને વ્રતથી તદન વંચિત રહે છે, છતાં પણ એ સ્થાનમાં પોતે વ્યાજબીજ છે એમ અને મનાવવા પ્રયાસ કરે છે. કેટલું હીણભાગ્ય! આવા પામર આત્માઓ કપટને કેળવનાર તરીકે પ્રસિદ્ધિ પામેલ મૃગાવતીજીની દીક્ષાનું અને ઉત્તરોત્તર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી અષ્ટકજીમાં બનાવેલા નિનોfમતિ સ ત્ય, હળ દ્રવ્યતોડણઃ એ આઠમા શ્લોકનું મનન કરે તો તેની શુદ્ધ બુદ્ધ જરૂર ઠેકાણે આવે છે! આ મૂર્ખાઓનો તો એવો સિદ્ધાંત છે કે “વિશ્વાસઘાતી એ એ મહાપાપી” માટે કોઈએ કોઈનો પણ વિશ્વાસ ન કરવો !
કહો કેટલી અજ્ઞાનતા? એની ખરી વ્યાખ્યા એમ છે કે વિશ્વાસ વિચારીને કરવો અને એવો વિશ્વાસ મેળવ્યા કે આપ્યા પછી તેવા વિશ્વાસીનો ઘાત કરવો તે મહાપાપી; એમજ વ્રતમાં પણ લીધા જેવું છે. જેથી વ્રતના ફાયદા, કર્મબંધનનું રોકાણ વિચારીને લેવું અને લીધા પછી તે ભાંગવા માટે લઈને ભાંગે તો મહાપાપી પણ કર્મવશાત્ પડી જનાર તેજ મહાપાપી કહી વ્રતથી દૂર રહેનારા અગર દૂર રાખવા માટે પ્રયત્ન કરનારા તો ધોબીના કૂતરા જેવાજ છે ! પણ તે સમજાય કયારે !!! - વિશ્વાસ વિના તો અંધાધુંધીજ ચાલે-ફાયદા પણ વિશ્વાસ બેઠા પછીજ. “વિશ્વાસઘાતી એ મહાપાપી” તો એ વાતને વળગીને બિલકુલ વિશ્વાસ જ નહિ કરનારાને કેવા ગણવા? વ્રત લેતી વખતે તેનાથી થતા ફાયદા, આત્માને વળગતા કર્મબંધનની ભીતિ, કર્મ તૂટવાની રીતિ અને તેમાં રહેલી ઉત્તરોત્તર મોક્ષ મેળવી આપવાની વિશિષ્ટ શક્તિને વિચારો અને પછી વ્રત લેવાય એ બધું ક્ષયોપશમથી થાય છે પણ દુષ્કર્મના ઉદય તે તૂટવાના પ્રસંગોએ ઉત્પન્ન થાય અને તૂટે પણ ખરું ! તેમાં આટલી ધમાધમ શી? શા ઉપયોગની ?
એટલાં જ માટે ફરી ફરીને કહીએ છીએ કે પાખંડોને વિચારો. અધર્મે વળેલા આત્માઓ લોકોત્તર સમાજના શ્રેષ્ઠ નાવને ઉંડા ખાડામાં ધકેલે, તે પહેલાં તેની જરૂરીયાતવાળા સતતુ સાવધાન થાઓ ! દુનિયાની દૃષ્ટિએજ તપાસીએ તો ભાગીદારી સેંકડોએ કરી અને તોડી, સમાજના સજ્જડ બંધારણ સાથે સમજણપૂર્વકના સ્નેહલગ્નો પણ સેંકડોએ તોડયા અને જોડ્યા, નોકરોને પ્રમાણિક માનીને પોષ્યા પછી હજારોએ રજા આપી, નજીવી બાબતોમાં પણ ક્રોડો કોર્ટે ચડ્યા! આવી અશાશ્વત સ્થિતિઓને અનેકવાર અનુભવી, તેના ભયંકર પરિણામો ભોગવ્યા, છતાં ભોગવનાર હજા પણ તેનો અટકાવ કેમ કરતા નથી? ત્યારે તો કહેશે કે સંસાર જ એવો છે. અમો પણ એ અનભિજ્ઞોને કહીએ છીએ કે ચડવાની ભાવનાવાળા ચડતાં ચડતાંએ પડી જાય એવો વૈરાગ્ય પણ તીવ્રતર છે. ઉંચા અને તદ્દન સાંકડી પગથીયાવાળા પર્વત ઉપર યાત્રાને માટે ચડનારો માણસ આજુબાજુ પૂરતી સંભાળ રાખીનેજ ચડે ! એમ છતાંએ કયાંક પગ ખસી જાય અને પડે. ત્યારે આ અજ્ઞાનીઓ એમ ઠરાવવા મથે છે કે પર્વત ઉપર કોઇએ ચડવું જ નહિ! કેટલી હાસ્યાસ્પદ ઘટના ! રાસભ પણ ડફણા ખાધા પછી તો ઘણીની આજ્ઞાનુસાર જ વર્તે તદ્દનુસાર તેવાને સુધારવાની સુજ્ઞોને જિજ્ઞાસા રહે તે ઠીક છે પણ અનેકવાર આદરેલી ભયંકરતાનો ભોગ બન્યા છતાં શ્વાનની પૂછડી માફક ટેવાઈ ગયેલા અજ્ઞાતોમાં હજુ પણ તેવી આશા રાખવી તે બુદ્ધિનો દુરૂપયોગ કરવા
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૩૯
તા. ૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર બરાબર છે. તદ્દન સહેલી અને સાદી વાત છે કે નહીં પરણનારીને સૌભાગ્ય શું ! અને દુર્ભાગ્ય શું! બબ્બે તે કુંવારી જ હોવાથી એકે સ્થિતિને યોગ્ય નથી તેમ અહિંયાં પણ ચડનારો પડે, પણ પડવાની બીકે નહીંજ ચડનારા એકે સ્થાનમાં નહિ હોવાથી વંધ્યાપુત્રવત્ છે ! એવી પણ સમજ એ હૈયા વગરનાઓના હૃદયમાં હરદમ નહિંજ વસે છે!
તમારી બુદ્ધિ તો તમારાજ કાર્યો સાધવાના સ્નેહભૂત કારણોને પણ કલહકારી બનાવે છે. તે ઉપરના કારણોથી સમજી શક્યા હશો કારણકે તમારે તો પહેલાં બે સગાભાઈ અને ભાગ વખતે પાકી દુશમનાઈ, પહેલાં બે ભાગીયા અને કોર્ટે ચડે ત્યારે બાપા માર્યાનું વૈર. માતા પિતા ભાઈ બહેન ઉપર ઘણોજ સ્નેહ અને
સ્ત્રી આવેથી પ્રતિકૂળતાએ તેનોજ બહિષ્કાર કરો ! એવી જડ બુદ્ધિ સંતોને શા ઉપયોગની ? માતાનો માર
સબુદ્ધિ સાંપડી હોય તો યોગી અને ભોગીના ભેદો સમજો તમારા અવ્યવસ્થિત વાતાવરણોને અવ્યાબાધ રાખી ત્યાગીના વ્યવસ્થિત બંધારણને ભેદવા જતાં પર્વતને દેખીને ગર્વમાં ચડેલા હસ્તીના દાંતની દશા અનુભવશો. જેઓના આખાએ જીવનમાં “જ્યાં સ્નેહના ઝરણાં ત્યાંજ વેરના ઢગલા” અને ફરી ફરીને પણ તેને તે દિશામાં પ્રવૃતિ મુકરર થયેલી છે એવા શુદ્ધજીવી આત્માઓને આત્માર્થીઓના માર્ગ સામે આંગળી ચીંધવાનો પણ અધિકાર નથી. મર્યાદા બાંધવાને બહાને દારૂડીયાની જેમ ફાવે તેમ બોલવા અને લખવા ટેવાયેલાઓએ પોતાની જાતને વિશેષે ખુલ્લી કરવા અગાઉ પોતાના આખાએ મર્યાદિત જીવનને ઉકેલી જવા ખાસ ભલામણ છે.
અમે પણ એટલું તો સ્વીકારીએ છીએ કે દીક્ષાનો પ્રસંગ મોહમાં મશગુલ બનેલા માનવોને મહાન મુંઝવણમાં મૂકનારો છે. પણ તેની સાથે એટલું પણ વિચારવાની ભલામણ કરીએ છીએ કે ઘણાંએ કાર્યો એવાં હોય છે કે વર્તમાનમાં નુકશાન પણ ભવિષ્યમાં ફાયદો. જેમ ઘરમાં ચોર પેઠો તેની સામે જવું તે ભયંકર પણ જવાય તો મિલકત બચે; એક મકાન બાંધવું છે, વર્તમાનમાં ખરચ પણ ભવિષ્યમાં ફાયદોઃ આકરી ભૂલ થાય ત્યારે માતા કાંકરી મારે, માથું ફૂટે પણ તેના ભયથી ભવિષ્યમાં ભયંકર ભૂલોથી જરૂર ભડકે; વ્રતોની સ્થિતિ પણ આજ છે. વ્રત તો ખાંડાની ધાર જેવા છે. એક વખતે શાસનના અમૂલ્ય કોહીનૂર ગણનારાઓના પણ વ્રતો કર્મવશાતુ તૂટી તો ગયાંજ અને જેથી દુર્ગતિમાં પણ ગયા અને જવાના પરંતુ તે માતાનો માર છે. માતા માટે તેમાં... લોહી નીકળે, સોજો ચડે, રૂએ, રીસાય વિગેરે બધુએ બને પરંતુ તેમાં બાળકનું એકાન્ત હિતજ છે. પરમ કારણ છે
વ્રત લઇને ભાંગવાવાળા કેટલાક ભવો સુધી રખડવાના છે, તેમાં ના નથી; પણ તે એકવાર લીધેલ વ્રતમાં તો એકાન્ત હિતજ સમાયેલું છે સમ્યકત્વની ફરસના માત્રથી પડેલા, સમ્યકત્વ સહિત શાનથી પડેલા અને સભ્યત્વ શાન ચારિત્રથી પડેલા પણ એ નિગોદડાં જાય તો ત્યાં તો તેની સ્થિતિ બીજ નિગોદીયા સમાનજ છે. પણ તે અવસ્થા ભોગવાઈ રહ્યા બાદ તે ભાગ્યવાનો અન્ય નિગોદીયાના કરતાં સામગ્રીઓની સુલભતાને અંગે અલ્પકાળે મોક્ષે જાય; કારણ કે કર્મવશાત્ ગમે ત્યાં ભટકે તો પણ એકવાર લીધેલ વ્રતના પ્રભાવે તેની ભવ સ્થિતિ તો અર્ધ પુદ્ગલ પરાવર્તનની જ રહે છે. માટેજ કહીએ છીએ કે માતાના મારથી વર્તમાનમાં નુકશાન છતાં અન્ને ફાયદો, તેવીજ રીતે વ્રતથી પડેલો વર્તમાનામાં દુર્ગતિરૂપી નુકશાન પામે તેમાં ઇન્કાર નથી પણ લેવાયેલા તેજ વ્રતથી અર્ધ પુદ્ગલ પાર્વતન બાકી રહેવા રૂપી ફાયદો પણ અવશ્યમેવ છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે વ્રત લઇને ભંગ નજ થાય તેને માટે પૂરતા સાવચેત રહેવું કારણ કે પરિણામે દુર્ગતિ છે, છતાં પડી જવાય તોએ અર્ધ પુલ પરાવર્તનની ચિંતા પણ વ્રત લીધા પછી “પડી જવાય તો મહા પાપી થવાય” તેવા ભયથી વ્રત નહીંજ લેવાની વાતો કરનારાઓને તો અનંતોકાળ સંસારમાંજ ભટકવાનું છે !
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૪૦
તા.૧૩-૨-૩૪
શ્રી સિદ્ધચક્ર વ્રતની વિરાધનાને લીધે મંગુ નામના આચાર્ય અનાર્યમાં ઉત્પન્ન થયા છતાં તેજ વ્રતના પ્રભાવે ફરીથી સદ્ગતિ પણ પામ્યા, કે નહિ? પામ્યા એટલાજ માટે ભગવાનશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે વાપ્યમાન મદ્ભાવ પ્રત્યારવ્યાનસ્ય વારy{ તૂટી જાય, નુકશાન થાય, એટલે જેનું કારણ તુટતું છે એવું વ્રત પણ ભવિષ્યમાં ભાવપ્રત્યાખ્યાનનું પરમ કારણ થાય છે. વ્યવહારિક અપેક્ષાએ પણ ભાગેલી એવી લાકડી હાંલ્લા ફોડવામાંથી જતી નથી, ખોડી બિલાડી પણ અપશુકન કર્યા વિના રહેતી નથી તેમજ કર્મવશાતુ ખંડેલ વ્રત પણ કર્મનું નિકંદન કરવાના કારણભૂત છે. એમ સમજી સૌ કોઈ આત્મા પોતાના આત્મ કલ્યાણને માટે વ્રત નિયમોને જિનેશ્વરની આજ્ઞાનુસાર આરાધશે તે જીવો આ ભાવ પરભવ મહાવિદેહાદિની પરંપરારૂપ કલ્યાણ માંગલિક માળાઓને પામી સિદ્ધિસ્થાનમાં અવ્યાબાધ સુખના ભાગી થશે પ્રથમ-દેશના બાજી બંધ
જીવ છે તેમ બધા શાસ્ત્રકારો માને છે, તમારી અને તેઓની માન્યતામાં ફેર શો? કહો કે ત્યાંજ ફરક, એટલે આત્માની ઋદ્ધિ આપણે જેવી માનીએ છીએ, તેવી તેઓ માનતા નથી, જ્યાં જીવને માનવાની તૈયારી થાય ત્યાં જીવનું સ્વરૂપ તમારી (જૈનશાસનની માન્યતાવાળાજ) સન્મુખ નજરે તરે !! કૈવલ્ય સ્વરૂપ દરેક સમયે અતીત અનાગત અને વર્તમાનના ભાવો, લોકોલોકના પદાર્થો, ઈદ્રિય અને મનની મદદ વગર જાણી શકે આવી શ્રદ્ધા જૈન શાસનની માન્યતાવાળા દરેકે દરેક સમ્યકત્વીઓને સમ્યકત્વથી શરૂ થાય છે, ત્યારે ગતિમાં કંટાળો છે; ચારે ગતિમાં દરેક જીવ મહેનત કરે છે, કોઇપણ ગતિમાં કોઇપણ સમય મહેનત વગરના નથી. કંચન કામિની-કુટુંબ અને કાયાની મહેનત બાજુ ઉપર મુકીએ તે ઉપરાંત આહાર લેવો, શરીર બાંધવું તે કઈ ગતિમાં નથી? વસ્તુતઃ દરેક ગતિમાં છે. એકએક ગતિમાં નથી તેમ નથી.
આખી જીંદગી મહેનત કરી મેળવેલ સામગ્રીને જતાં ટાઇમ એકજ સમયનો. વિચારો મરણના એકજ સમયમાં આખી જીંદગીના જોખમે તૈયાર કરેલું શરીર, મેળવેલી મિલ્કત, વધારેલો વૈભવ, ભેગી કરેલી ભોગ સામગ્રીઓ એકજ સમયમાં વિના સંકોચે છોડીએ છીએ. સ્વપ્નની બાજીની રમત આંખ ઉઘાડયા પછી કાંઈ નહિ તેમ આંખ મીંચાયા પછી સંસારની સર્વ બાજી બંધ. શું કરવું જોઇએ?
આય તેટલી મહેનત કરી હોય તો પણ છોડતાં સમયથી વધારે વાર થતી નથી એવીજ રીતે સ્થાવરજંગમ મિલ્કતની માલિકી પણ સમયમાત્રમાં તૂટે છે-એકજ સમયમાં મીંડું વળી જાય છે. અપૂર્ણ
ગ્રાહકોને સુચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ આવી છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાનાં છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી, તેમજ બાઈન્ડીગ પણ બેદરકારીને લઈને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું.
લી. તંત્રી.
Page #329
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
'સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ. મુલ્ય અંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો
૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યક સૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦
નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બ્રહવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૦૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફીલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૭૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર.૫-૦-૦ ટકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રી પ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજાષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રી બપ્પભટ્ટી સૂરિકત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-O-0 ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર ... પ-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથા મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-પ-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયગ્નો.
૦-૬-૦ ૬૦ શ્રી સ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઇપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું:શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રી દ્વાદશાંગી-શાસનના અનુસંધાન માટે મળેલ મુનિસમુદાય (સંઘ)
જૈનદર્શનમાં ઠેરઠેર શ્રી શ્રમણસંઘનીજ સત્તા સર્વોપરિ સ્વીકારાયેલી છે.
——
આસન્નોપકારી ચરમ તીર્થંકર ભગવાન વીર પરમાત્માની અમોઘ વાણી પામવા છતાં મહારાજા શ્રેણીકથી પણ જે ન બન્યુંતેવું દયાનું અભૂતપૂર્વ કાર્ય પરમાર્હત્ કુમારપાળ ભૂપાળદ્વારા બનાવવા સમર્થ એવા અને સાડાત્રણ ક્રોડ ગ્રંથના રચયિતા શાસનપ્રભાવક કલિકાલ સર્વજ્ઞ સૂરિપુરંદર ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરિશિષ્ટ પર્વના નવમા સર્ચમાં ૫૫ માં શ્લોકથી શરૂ કરતાં ચૌદ પૂર્વધર ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામી દ્વારા સ્પષ્ટ ફરમાવે છે કે ભગવાન શ્રમણસંઘની આણા નહીં માનનારો ગમે તેવો સમર્થ આત્મા પણ સંઘ બહાર હોઈ શકે છે. વાંચો
इतश्च तस्मिन्दुष्काले कराले कालरात्रिवत् । निर्वाहार्थं साधु सङ्घस्तीरं नीरनिधेर्यौ ॥ ५५ ॥ अगुण्यमानं तु तदा साधूनां विस्मृतं श्रुतम् । अनभ्यसनतो नश्यत्यधीतं धीमतामपि ॥ ५६॥ सोऽथ पाटलिपुत्रे दुष्कालान्ते ऽखिलोमिलत् । यदङ्गाध्ययनोदेशाघासीघस्यतदाददे ॥५७॥ ततश्चैकादशाङ्गानि श्रीसंङ्घोऽमेलयत्तदा । दष्टिवादनिमित्तं च तस्थौ किंचिद्विचिन्तयन् ॥५८॥ नेपालदेशमार्गस्थं भद्रबाहुं च पूर्विणम् । ज्ञात्वा सङ्घः समाह्यतुं ततः प्रैषीन्मुनिद्वयम् ॥५९॥ गत्वा नत्वा मुनी तौ तमित्यूचाते कृताञ्जली । समादिशति वः सङ्घस्तत्रागमनहेतवे ॥६०॥ सोऽप्युवाच महाप्राणं ध्यानमारब्धमस्ति यत् । साध्यंद्वादशभिर्वर्षैर्नागमिष्याम्यहं ततः ॥६१॥ महाप्राणे हि निष्पन्ने कार्ये कस्मिश्चिदागते । सर्वपूर्वाणि गुण्यन्ते सूत्रार्थाभ्यां मूहूर्ततः ॥६२॥ तद्वचस्तौ मुनी गत्वा सङ्घस्याशंसतामथ । सङ्घोऽप्यपरमाहूयादिदेशेति मुनिद्वयम् ॥६३॥ गत्वा वाच्यः स आचार्यो यः श्रीसङ्घस्य शासनम् । न करोति भवेत्तस्य दण्डः कइति शंस नः ॥६४॥ सङ्घबाह्यः स कर्तव्य इति वक्ति यदासतु । तर्हि तद्दण्डयोग्योऽसीत्याचार्यो वाच्य उच्चकैः ॥६५॥ ताभ्यां गत्वा तथैवोक्त आचार्योऽप्येवमूचिवान् मैवं करोतु भगवान्सङ्घः किं करोत्वदः ||६६ ॥ मयिप्रसादं कुर्वाणः श्रोसङ्घः प्रहिणोत्विह शिष्यान्मेघाविनः सप्तदास्यामिवाचनाः ॥६७॥
તે કાળ રાત્રિ સમાન ભયંકર દુષ્કાળને વિષે (ક્ષુધાથી પીડાતો) સાધુસંઘ નિર્વાહાર્થે સમુદ્ર તીરે ગયો ॥૫॥ (નબળાઇના કારણે) નહી ગણી શકાતું તથા નહીં ભણી શકાતું એવું શ્રુતજ્ઞાન બુદ્ધિમાનોએ કંઠસ્થ કરેલું પણ વિસરાવા લાગ્યું ।।૫।। દુષ્કાળને અંતે તે સકળ સંઘ એકઠો થયો અને જેને જેને જેટલાં જેટલાં અધ્યયનો અને ઉદ્દેશાઓ યાદ રહ્યા તે એકબીજાએ આપસઆપસમાં લીધા દીધા ! પણા તે વખતે અગીયાર અંગ તો શ્રીસંઘે મેળવ્યા, પણ દ્રષ્ટિવાદ નિમિત્ત નામે બારમું અંગ અસ્તવ્યસ્ત થયેલું હોઇ (વિસ્મૃત પ્રાયઃ થયેલું હોઇ) તે શ્રીસંઘ વિચાર કરતો ઉભો ૫૮॥
(અનુસંધાન ટાઇટલ પાનું ૨ )
Page #331
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
આગમ-રહસ્ય. સ્થાપનાકારાએ દર્શનવંદન-પૂજનાદિનો સ્વિકાર
RF શ્રી સિદ્ધચક્ર.
દ્વિતીય વર્ષ અંક ૧૧ મો
મુંબઈ, તા. ૧-૩-૩૪ ગુરુવાર
ફાગણ સુદ ૧૫
વીર સં. ૨૪૬૦ વિક્રમ સં ૧૯૯૦
ઈ
盤發發
र यद् देवैरनिशं नतं गणभृतो ध्यायन्ति यत् सर्वदा 8 येनाप्येत गुणावली शिवपदं यस्मै सदा स्पर्धते ।
यस्मात्तीर्थमलं गुणा निरवमा यस्यास्ति यस्मिन् वृषोऽनन्यः सेव्यपदं सदाऽव भविनः श्रीसिद्धचक्रांगिनः ॥
TTOO TITHOUT
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
તરફથીઝવેરી પાનાચંદ રૂપચંદ (તંત્રી) - -01-0E
Page #332
--------------------------------------------------------------------------
________________
(ટાઇટલ પાના ૪ અનુસંધાન)
તેને નિષેધનારા હોઈ તેવા મહાપુરુષોને વંદનીય નહિ ગણનારા ચક્રવર્તી રાજા જેવા મહાપુરુષને પણ સમ્યક્ત્વનું હોવું કોઇપણ પ્રકારે સંભવિત નથી. પૂર્વે જણાવેલું સમ્યક્ત્વ જો કે ભક્તિ, માન્યતા અને વંદનીયતાની બુદ્ધિરૂપ હોઈ દર્શનમોહનીયના ક્ષયોપશમાદિવાળા આત્માના પરિણામરૂપ છે અને તેથી પરજીવમાં કે સ્વમાં થયેલું હોય તો પણ તે જાણવું મુશ્કેલ પડે પણ અન્ય ગૃહમાં પણ અપ્રત્યક્ષપણે રહેલો અગ્નિ જેમ ઘૂમાડારૂપી બાહ્ય ચિહ્નથી જણાય છે તેવીજ રીતે આ સમ્યક્ત્વરૂપી ગુણ પણ અનંતાનુબંધીનો તે કષાયનો શમ હોવાથી મોક્ષની અદ્વિતીય અભિલાષાથી દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકરૂપી ચારે ગતિથી સર્વથા ઉદ્વેગ થાય તેનાથી સંસારભરના જીવોની ઉપર દ્રવ્ય ને ભાવથી અનુકંપા હોવાથી અને જીવની અસ્તિતા વિગેરે માનવા આદિ ચિહ્નોથી આ સમ્યક્ત્વ સ્વ કે પરમાં થયેલું જાણી શકાય છે. જે જીવો પોતાના આત્માનો સમ્યગ્દર્શન છે એવું પ્રશમાદિ ચિહ્નોથી સમજતા હોય તેઓએ જીવ માત્રને વિષે હિત બુદ્ધિ, ગુણવાનને દેખી આનંદ અને ખેદાતાઓને દેખી કણ્ણા અને જેઓને સન્માર્ગે ન લાવી શકાય તેવાઓમાં જરૂર માધ્યસ્થ્ય (ઉદાસીનભાવ) કરવો જોઇએ. આવું સમ્યક્ત્વ અંગીકાર કરેલું હોય, પ્રશમાદિ પ્રગટ થયા હોય અને મૈત્રી આદિ આચરાતા હોય, તો પણ માર્ગમાં સ્થિરતા, જીનેશ્વરના મંદિરાદિ પવિત્ર સ્થાનોની સેવા, શાસકથિત પદાર્થોની સમજવાની કુશળતા, સમ્યગ્દર્શનાદિ મોક્ષ માર્ગ ધારણ કરનારાઓની ભક્તિ અને શાસનની ઉન્નતિ એ પાંચ વસ્તુઓ જ્યારે જ્યારે પણ કરવામાં આવે ત્યારે ત્યારે તે કરનારના સમ્યગ્દર્શનને જળહળતું બનાવે છે. આવા આત્મપરિણામવાળા, પ્રશમાદિલિંગવાળા, મૈત્રી આદિના આચરણવાળા તેમજ સ્થિરતાદિક પાંચ ભૂષણવાળાઓએ જીનેશ્વરના વચનોમાં અંશે પણ શંકા કરવી, અન્ય મતોના તત્ત્વો તરફ લેશે પણ ઇચ્છા કરવી, જીનેશ્વર મહારાજાઓએ દર્શાવેલા મોક્ષ માર્ગના અનુષ્ઠાનોમાં સંદિગ્ધ થવું, આરંભપરિગ્રહમાં આસક્ત પાખંડીઓની પ્રશંસા કરવી અને તેવા આરંભીપરિગ્રહીના પરિચયમાં રહેવું એ કોઈપણ પ્રકારે સમ્યક્ત્વવાળાને યોગ્ય નથી, માટે સકલ કલ્યાણને કરનારા દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલા આત્મપરિણામરૂપી વિશુદ્ધ સમ્યગ્દર્શનને ધારણ કરનારાઓએ સતત સાવચેતીથી કલ્યાણમાર્ગમાં પ્રવર્તવાની જરૂર છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
- શ્રી સિયક -
(પાક્ષિક)
- ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂ. -૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપ પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોહારક.” દ્વિતીય વર્ષ. 0 મુંબઈ, તા. ૧--૩૪ ગુરુવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૧ મો. }
૧ વિકમ , ૧૯૯૦
ફાગણ સુદ ૧૫
૦ આગમ-
રર. ભાવદયાનું સ્વરૂપ
આસ્થાને એ પણ યાદ રાખવાની જરૂર છે કે અત્યંત દુઃખે ઘેરાયેલો મનુષ્ય કે કોઈપણ પ્રાણી ખરાબ વિચારોમાંજ હોય અને તેવા ખરાબ વિચારોની વખત મરણ પામતો પ્રાણી ભવિષ્યની ખરાબ જિંદગીનેજ મેળવે અને મરણ પામતા પ્રાણીને ખરાબ જિંદગીમાં ધકેલનાર ખરી રીતે તે મારનારોજ થાય છે, અર્થાત્ રીબાતા પ્રાણીને મારવાથી ફાયદો કહેનાર મનુષ્ય આત્મા, કર્મ કે જન્માંતર ન માને તો જ રીબાતા પ્રાણીને મારવામાં ફાયદો કહી શકે, પણ જો તે મનુષ્ય આત્મા, પરભવ કે કર્મને માનતો હોય તો કોઈપણ પ્રકારે રીબાતાને મારવામાં ફાયદો કહી શકે નહિ. જે મનુષ્ય આત્મા, પરભવ ને કર્મ માનતો હોય તે મનુષ્ય જો રીબાતાને મારવામાં ફાયદો માને તો તેની અપેક્ષાએ સુખી પ્રાણીઓને મારવામાં વધારે મોટો ફાયદો માનવો જોઇએ, કારણકે મોટે ભાગે સુખી પ્રાણીઓ ઉદાર અને સંતોષ પરિણામમાં હોય છે અને તેવા ઉદાર અને સંતોષ પરિણામવાળા પ્રાણીઓ તેવી અવસ્થામાં જો મરણ પામે તો ઘણે ભાગે સદ્ગતિના ભાગી થાય છે, અને તેથી તેવી સુખી અવસ્થામાં તે સુખીઓને મારનારો તેની આવતી જિંદગીને ઘણી સારી કરી દે છે તો તે આવતી જિંદગી સારી કરવાનો ઉપકાર કાંઈ નાનો સુનો ગણાય નહિ, અને તેથી રીબાતાને મારવામાં લાભ ગણવાની અપેક્ષાએ તેઓને સુખીઓને મારવામાં વધારે લાભ ગણવો પડશે. વસ્તુતઃ નથી તો સુખીપણાની
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૪૨
તા.૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર અપેક્ષાએ મારવામાં લાભ કે નથી તો દુઃખીપણાની અવસ્થાએ મારી નાખવામાં લાભ થતો. પ્રાણીઓની ત્રિવિધ હિંસા એટલે કે પ્રાણીના ભવનો નાશ, પ્રાણીને દુઃખ દેવું કે તેના ભવના નાશ કે દુઃખના પરિહારના વિચારો ન રાખવાથી થયેલો પાપબંધ કોઇપણ પ્રકારે તેના ભવના નાશના પ્રયત્ન, દુઃખ ઉત્પત્તિના પ્રયત્ન, કે મારવાના વિચારોથી નાશ પામે નહિ તેમજ ઓછું પણ થાય નહિ, પણ તેવી રીતની ત્રિવિધ હિંસાથી થયેલું પાપ પ્રાણીઓને બચાવવાના વિચારો, ઉચ્ચારો, અને આચારોથીજ ઓછું થઈ શકે કે નાશ પામી શકે, કે રોકી શકાય જો કે તેવી રીતના રક્ષણના પ્રયત્નોથી માત્ર પ્રાણીઓના દ્રવ્યપ્રાણનો બચાવ જ કથંચિત થઈ શકે છે, એટલે કે તેને થતા કે થવાના દુઃખોમાં તે રક્ષક મનુષ્ય માત્ર કારણ બને નહિ, પણ તે દુઃખી થતા મનુષ્યને પોતાના કર્મ પ્રમાણે પોતાની મેળે તો દુઃખો વર્તમાનકાળે કે કાળાંતરે ભોગવાનાંજ રહે છે. તે દુઃખનાં કારણભૂત કર્મોનો ભોગવટો અને તેનાથી થતા દુઃખોનું વદન તો ત્યારેજ બંધ થાય કે જ્યારે તે કર્મોના નાશનાં કારણો તેને પોતાને સ્વતઃ મળે કે કોઈ ધર્માત્મા મનુષ્ય મેળવી આપે. આનું નામ જ ભાવદયા કહેવાય છે. આવી ભાવદયાથી એકલા દુઃખોનો નાશ અને તેના કારણભૂત કનોજ નાશ ચિંતવાય છે તેમ નહિ પણ જે કર્મોએ તે આત્માના સમ્યગુદર્શન આદિ ગુણોને રોકી દીધા છે તે કર્મોનો નાશ કરવામાં તેને તૈયાર કરવો અને તે નાશ ન કરે ત્યાં સુધી તેની દરેક ઉન્નતિની અવસ્થામાં સહાયકારક અને અનુમોદક થવું એ ખરેખર ભાવદયાનું સ્વરૂપ છે. યાદ રાખવાની જરૂર છે કે દરેક સંસારી પ્રાણી અનાદિકાળથી કર્મથી વિંટાયેલો હોઈ મિથ્યાત્વજ્ઞાન અને અવિરતિના પંજામાં સપડાયેલો રહે છે, અને તે પંજામાંથી છૂટવું તે ઘણુંજ દુઃસંભવિત છે, પણ આત્માની વિચિત્ર શક્તિ હોવાથી તે સમ્યગુદર્શન આદિમાંથી કોઈપણ એક કે અલ્પગુણની પ્રાપ્તિ કરે તો તે પ્રાણી અનુક્રમે તે ગુણોને જરૂર તે કાળે કે ભવિષ્યમાં વધારનારો થાય છે, એટલું જ નહિ પણ જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપો
જ્યાં સર્વથા નથી, તેમજ જ્યાં ગયા પછી તે તાપો કોઈપણ દિવસ કોઈપણ જીવને થવાના નથી, તેમજ કોઈપણ કાળે કોઇપણ પ્રકારે પ્રગટ થયેલા સંપૂર્ણ જ્ઞાનાદિકમાંથી એક અંશ પણ ઓછું થવાનું નથી અને સર્વગુણો સંપૂર્ણપણે સર્વદા નિશ્ચિતપણે રહેવાનું નિમિત્ત થયેલું છે તેવા મોક્ષપદને તે અલ્પગુણવાળો કે એક અંશવાળો મનુષ્ય સાધી શકે છે. ભાવદયામાં અધિકપણું
આવી ભાવદયા તરફ લક્ષ રાખવાવાળો મનુષ્ય આ ભાવદયાના ફળો ગુણો અને સ્વરૂપનો હિસાબ કરે તો અનુભવાતા દ્રવ્યદયાના ગુણો આદિ કરતાં અનંતગણું અધિકપણું ભાવદયામાં માને તેમાં આશ્ચર્ય નથી. આ ઉપરથી એ પણ સમજી શકાશે કે દ્રવ્યદયા કરનારો મનુષ્ય માત્ર કેટલાક પ્રાણીઓના કેટલાક દુઃખોનો વિલંબમાત્ર કરી શકે તે રૂ૫ દ્રવ્યદયા કરતાં સમ્યગુદર્શન આદિ પામીને મોક્ષે ગયેલો જીવ સર્વજીવો માટે સર્વકાલના દુઃખો દૂર કરનારો કે તે દુઃખોને નહિ કરનારો થાય છે, અને તેથીજ આખી જિંદગીમાં કરાતી દ્રવ્યદયા કરતાં પણ એક ક્ષણની ભાવદયાની ધારણા અનંતગુણ ફળવાળી માનવી પડે તેમ છે. આજ કારણથી એક પણ જીવને સમ્યકત્વ આદિ પ્રાપ્ત કરાવનાર મહાપુરૂષને ચૌદ રાજલોકમાં અભયદાન દેવડાવનારો અને પ્રાપ્ત કરનારને ચૌદ રાજલોકમાં અભયદાન દેનારો ગણવામાં આવે છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૪૩
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર ઉપરની બધી હકીકત બારીકીથી વિચારનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ભાવદયાના સાધનોને દ્રવ્યદયાના નામે કે દ્રવ્યહિંસાને બહાને ઉઠાવનારો મનુષ્ય બુદ્ધિ વગરનો કે શાસ્ત્રના તત્ત્વને નહિ સમજનારોજ છે, અને આ ઉપર જણાવેલા ભાવદયાના મુદ્દાથીજ શાસ્ત્રકારો, પ્રતિમા, ચેત્ય અને પૂજન આદિમાં ફળ જણાવતાં સ્પષ્ટપણે એજ ધારણા રાખવાનું જણાવે છે કે આ મનોહર ચિત્ય, સુંદરમૂર્તિ, અને પરમ રમણીયપૂજાને દેખીને અન્ય ભવ્ય જીવો સમ્યકત્વની પ્રાપ્તિ કરશે અને પરંપરાએ સકલ લોકના સર્વ જીવોને સર્વ પ્રકારે અભયદાન દેનારા થશે, તેમજ એ પણ ધારણા જોડેજ રાખવાનું કહે છે કે રમ્યચૈત્ય, મનોજ્ઞમૂર્તિ અને પરમ આલ્હાદક પૂજાને અંગે પરમપવિત્ર પૂજ્યપાદ મહાત્માઓનું અત્રે આવાગમન થશે અને તેમના મુખકમળથી જગતઉદ્ધારક, અકલંક, ભગવાનશ્રી જિનેશ્વરદેવની વાણીનું શ્રવણ અનેક ભવ્યજીવો પામશે અને તેથી પણ તે ભવ્યજીવોનો ભવિષ્યમાં કે તત્કાલ સર્વવિરતિમય પરિણામથી પરમ શુદ્ધિમય સિદ્ધપદને પામવાની યોગ્યતા મેળવશે. આવી રીતે જણાવેલી અને રખાતી ધારણાને ભાવદયા કહેવી તેમાં કોઈપણ પ્રકારે અતિશયોક્તિ નથી અને આવી ભાવદયાની ઉત્પત્તિ સ્થિતિ અને વૃદ્ધિને માટે વર્તમાનમાં જે કાંઈ દ્રવ્યદયાનો ભોગ આપવો પડે તે અપવાદપદે હોવાથી ક્ષમ્ય ગણવાને માટે કોઈપણ બુદ્ધિશાળી અચકાશે નહિ. દોષો વર્જવાને માટે કરાતી દ્રવ્યદયા પોતાના કરતાં અધિક દોષો વર્જવા માટે ઉપયોગી થતી ભાવદયાને અંગે કાંઈક અંશે ક્ષતિ પામે તો તે કોઈપણ પ્રકારે ન્યાયબહાર થતોજ નથી. યાદ રાખવું કે મૂર્તિ આદિકના સંબંધને અંગે દ્રવ્યદયાની કાંઈક અંશે થતી ક્ષતિ પણ શ્રાવકપણાની અનુવ્રતાદિ ધર્મની મર્યાદા બહારની તો હોયજ નહિ, અને તેથીજ અભક્ષ્ય, અપેય કે અનંતકાયઆદિથી ભક્તિ કરવાનું કોઈપણ શાસ્ત્રકારે કોઇપણ કાળે વિધાન કર્યું જ નથી, એટલે પંચંદ્રિયની હિંસા કરીને કરાતા યજ્ઞની સમાનતા અહિં કોઇપણ પ્રકારે લાવી શકાશે નહિ, કેમકે જગતભરમાં પાંચ ઈદ્રિયોવાળા પ્રાણીઓ કરતાં વધારે ઈદ્રિયોવાળા કોઈપણ પ્રાણીઓ નથી કે જેની રક્ષાના પરિણામે પંચેદ્રિયની હિંસા અપવાદપદમાં આવે. વળી તે યજ્ઞાદિક દુન્યવી સમૃદ્ધિને માટે હોવાથી પણ અપવાદપદમાં આવી શકતા નથી, વળી તે પંચેદ્રિયની હિંસા પરમ પુરૂષના કોઈપણ પ્રકારના બહુમાન આદિને માટે ઉપયોગવાળી નથી. તેમજ કોઇપણ ધર્મિષ્ઠ મનુષ્ય તેવા કતલખાના જેવા દેખાવને દેખીને પૂજતા હૃદયવાળો થઈ જવાથી આત્મા કે પરમાત્માની ભાવનામાં જઈ શકતો નથી. ઉપર જણાવેલી હકીકતથી દરેક સુણ મનુષ્યને સ્થાપનાની પૂજ્યતા છે અને તે આત્મગુણોને આપનારી, વધારનારી અને ટકાવનારી છે એમ સહેજે સમજવામાં આવશે. સ્થાપનાનંદી - સ્થાપનાની સત્યતા, દર્શનીયતા, પૂજ્યતા જણાવવા સાથે સ્થાપનાના પૂજનમાં થતી હિંસાનું માત્ર સ્વરૂપ હિંસાપણું હોઈને અનુબંધ હિંસાપણું નથી એમ સાબીત કરવા સાથે સ્થાપનાની આરાધનાથી સ્થપાતા મહાપુરૂષનું આદર્શ જીવન અને તત્ત્વદૃષ્ટિ ઉત્પન્ન કરવા સાથે ભવતારક ઉપદેશમાં આરાધકની તલ્લીનતા થવાથી, તેમજ તે સ્થાપનાદ્વારા એ તેના દર્શન પૂજન આદિ કરવાવાળાઓને અપૂર્વ સન્માર્ગનો સત્સમાગમ દ્વારા એ લાભ થાય એ વિગેરે ભાવથી સ્વપર દયા કે જે દ્રવ્યદયાથી અનંતગુણી અધિક સાબીત કરવામાં આવી છે તેનો લાભ આગળ જણાવી ગયા, પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સ્થાપ્ય પુરૂષની સત્યતાને મહત્તાને આધારે જ સ્થાપનાની સત્યતા ને મહત્તા રહેલી હોય છે, તો સ્થાપનાનંદીની જગા ઉપર
Page #336
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૩-૩૪
મૂળ નંદી કો લેવો કે જેને આધારે સ્થાપનાનંદીની પૂજ્યતા થાય આગળ ભાવનંદીના પ્રકરણમાં જ્ઞાનપંચકરુપી ભાવનંદી કહેવામાં આવશે અને તેજ ભાવનંદીની અપેક્ષાએ અહીં સ્થાપનાનંદી લેવો જરૂરી છે, પણ કોઈપણ ચીજની સ્થાપના કરવામાં તે મૂળ ચીજના આકારનીજ મુખ્યતા હોય છે, અને જ્ઞાનપંચકરૂપ નંદીનો અરૂપી હોવાને લીધે તેવો કોઈપણ આકાર નથી, કે જે આકારની આપણે સરખાવટ કરીને સ્થાપના કરી શકીએ, પણ પ્રથમ આપણે સ્થાપનાની સિદ્ધિના અધિકારમાં જણાવી ગયા છીએ તેમ તેવા અરૂપી ગુણાદિની સ્થાપના વખતે આપણને તેના આધારભૂત દ્રવ્યના આકારની સરખી આકૃતિવાળી સ્થાપના લેવી પડે છે, તેવીજ રીતે અહીં પણ જ્ઞાનપંચકનો કોઇપણ આકાર ન હોવાથી તેમજ અરૂપી હોવાથી તેની સ્થાપના સ્વતંત્રપણે શકય નથી તે સ્વાભાવિકજ છે, પણ તે જ્ઞાનપંચકવાળા સાધુ વિગેરેની સ્થાપના કરવી ને તેનેજ સ્થાપનાનંદી માનવી એજ બંધબેસતું થશે. એમ નહિ કહેવું કે જ્ઞાનપંચકની સ્થાપના કરવાને અંગે કરેલી જ્ઞાનપંચકવાળા સાધુની સ્થાપનાને સ્થાપનાસાધુ કહેવા કે સ્થાપનાનંદી કહેવી ? એમ નહિ કહેવાનું કારણ એજ કે સ્થાપના કરાતા ભાવસાધુ અને ભાવનંદીમાં કોઇપણ પ્રકારે વિરૂદ્ધતા નથી. જેમ સ્થાપના કેવળજ્ઞાન અને સ્થાપન કેવળદર્શનને અંગે બંને ગુણરૂપ ભાવ જુદા છતાં પણ તે બંને ગુણ અવિરોધી હોવાને લીધે, તે બંને કેવળજ્ઞાન અને કેવળદર્શનનું સ્થાપન એકજ કેવળીના જીવથી મળેલા શરીરદ્વારા એ કરાય છે, તેવી રીતે અહીં પણ સાધુપણું અને જ્ઞાનપંચક પરસ્પર વિરોધી નહિ હોવાથી જ્ઞાન પંચકવાળા સાધુની સ્થાપનાને જેમ સ્થાપના સાધુ કહેવાય તેમ સ્થાપનાનંદી પણ કહી શકાય, અને તેથીજ ભાવનંદી રૂપ જ્ઞાનપંચકવાળા સાધુ આદિકની સ્થાપનાનેજ શાસ્ત્રકારો સ્થાપનાનંદી હે છે. કદાચ એમ કહેવામાં આવે કે જ્યારે સ્થાપનાના સદ્ભાવ સ્થાપના અને અસદ્ભાવ સ્થાપના એવા બે પ્રકારે ભેદો જણાવી આકારસહિતપણું અને આકારરહિતપણું જણાવે છે તોપછી આ સ્થાપનાનંદીને આકારરહિતપણારૂપ અસદ્ભાવ સ્થાપનામાં કેમ નહિ લઇ જવો ?
સદ્ભાવસ્થાપના અસદ્ભાવસ્થાપના
આ શંકાના સમાધાનમાં જણાવવાનું કે સદ્ભાવ સ્થાપના અને અસદ્ભાવ સ્થાપનામાં જણાવેલો આકારનો સદ્ભાવ અને અસદ્ભાવ સ્થાપનાના સ્વરૂપની અપેક્ષાએ છે, એટલેકે સ્થાપ્યનો આકાર જો સ્થાપનામાં હોય તો તેને સદ્ભાવ સ્થાપના કહેવાય, અને જે સ્થાપનામાં સ્થાપ્ય વસ્તુનો આકાર ન હોય છતાં સ્થાપ્યની સ્થાપના કરાય તો તેને અસદ્ભાવ સ્થાપના કહેવામાં આવે છે, અર્થાત્ સ્થાપ્યનો આકાર સ્થાપનામાં હોય તેથી સદ્ભાવ અને તેમાં તેનો આકાર ન હોય તેથી અસદ્ભાવ સ્થાપનાપણું છે આ ઉપરથી જેઓ સદ્ભાવ અને અસદ્ભાવ શબ્દો દેખીને સદ્ભાવનો અર્થ સાચો અને અસદ્ભાવનો અર્થ જૂઠો એમ કરતા હોય તેઓએ પોતાનો ભ્રમ છોડી દેવાની જરૂર છે, કેમકે અહીં તો સ્થાપ્યના આકારનો સદ્ભાવ અને અસદ્ભાવ લઇનેજ સદ્ભાવ અને અસદ્ભાવ શબ્દો વાપરેલા છે, એટલે સ્થાપ્યના આકારના સદ્ભાવવાળી સ્થાપના તે સદ્ભાવ સ્થાપના, અને સ્થાપ્યના આકારના અસદ્ભાવવાળી સ્થાપના તે અસદ્ભાવ સ્થાપના ગણાય છે. ઉપરની હકીકત વિચારનારને સહેલાઈથી સમજાશે કે સદ્ભાવ સ્થાપનાપણું અને અસદ્ભાવ સ્થાપનાપણું છે, પણ સ્થાપ્યનો આકાર હોય તો તેની સ્થાપનાને સદ્ભાવ સ્થાપના કહેવી, અને સ્થાપ્યનો આકાર ન હોય તો તેની સ્થાપનાને અસદ્ભાવ સ્થાપના કહેવી, એવું છે નહિ, એટલે જ્ઞાનપંચકરૂપ નંદી પોતે આકાર રહિત હોવાથી તેની કોઇપણ સ્થાપના તે અસદ્ભાવ સ્થાપના
Page #337
--------------------------------------------------------------------------
________________
ર૪૫
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર કહેવાય, અર્થાત્ તેની સદ્ભાવ સ્થાપના હોઇ શકે જ નહિ એમ માનવું વ્યાજબી નથી, પરંતુ તે જ્ઞાનપંચક આદિ ગુણરૂપ છતાં તેવાળાથી તે કથંચિત્ અભિન્ન હોઈ તે જ્ઞાનપંચકથી અભિન્ન એવો સાધુ આદિનો આત્મા પણ શરીરથી કથંચિતું અભિન્ન છે, માટે તે સાધુ આદિના શરીરનો જે આકાર છે તે વાસ્તવિક રીતે જ્ઞાનપંચકનો આકારજ છે, અને તેના આકાર પ્રમાણે આકારવાળી જે સ્થાપના કરવામાં આવે તે સદ્ભાવ સ્થાપનાજ કહેવાય, કોઈપણ પ્રકારે તે સાધુઆદિના આકારવાળી સ્થાપનાને અસદ્ભાવ સ્થાપના કહી શકાયજ નહિ. સ્થાપનાનંદીમાં અસદ્ભાવવાળી સ્થાપના તો ત્યારેજ કહી શકાય કે જ્યારે સ્થાપના તરીકે સ્થપાતી ચીજમાં જ્ઞાનપંચકવાળા સાધુ આદિનો કોઈપણ પ્રકારે આકાર ન છતાં તેને નંદી તરીકે સ્થાપવામાં આવે. જૈન ધર્મને જાણનારા ને માનનારાઓ જેમ જિનેશ્વર મહારાજના ચૈત્યમાં જિનેશ્વર મહારાજાઓ આદિની સભાવ સ્થાપનાઓથી પરિચિત છે, તેવી જ રીતે ગુરૂમહારાજની પાસે હરેક ક્રિયાકાંડમાં આચાર્યની સ્થાપના તરીકે રહેતા અક્ષ આદિથી સારી રીતે પરિચિત હોય છે, જો કે તે અક્ષમાં કોઈપણ પ્રકારે આચાર્યનો કે પંચપરમેષ્ઠીનો આકાર નથી, તો પણ તે અક્ષાદિને પ્રતિક્રમણ આદિમાં દેવવંદન કરતી વખતે પંચપરમેષ્ઠી તરીકે અને વંદન આદિ આવશ્યકમાં ગુરુ (આચાર્ય) તરીકે માનીને તેમની સમક્ષ કરાતી હોય તેવી રીતે ક્રિયા કરવામાં આવે છે. જો કે કેટલાક અજાણ મનુષ્યો આ અક્ષ આદિ કે જે સ્થાને સ્થાન પર શાસ્ત્રમાં અસભાવ સ્થાપના તરીકે ગણાય છે તેમાં પણ આચાર્ય આદિના ઢીંચણનો આકાર છે એમ કહેવા તૈયાર થાય છે, પણ અક્ષાદિના અભાવ સ્થાપનાપણાને જો તેઓ નિષ્પક્ષપણે વિચારશે તો તેઓને પોતાની ભૂલ સુધારવાનો રસ્તો મળશે. ચાલુ સ્થાપનાનંદીના અધિકારમાં પણ કોઈ અક્ષાદિને ભાવનંદીવાળા સાધુ તરીકે સ્થાપવામાં આવે તો તેને અસદ્ભાવ સ્થાપનાનંદી તરીકે કહી શકીએ, પણ જ્ઞાનપંચકમાં આકાર નથી એમ ધારી જ્ઞાનપંચકવાળા સાધુ આદિની આકારવાળી સ્થાપનાને અસદ્ભાવ સ્થાપના તરીકે કહી શકાય નહિ. આ ઉપરથી ભાવનંદીની સ્થાપના, સદ્ભાવ અને અસદ્ભાવ એમ બે પ્રકારે થાય છે એમ નક્કી થયું, અને તેથી જ્ઞાનપંચકરૂપ ભાવનંદીવાળા સાધુ આદિની સદ્ભાવ અને અસભાવરૂપી સ્થાપના તે સ્થાપના નંદી તરીકે ગણવાનું નક્કી થયું.
હવે જે શબ્દ એકલા લોકોત્તરમાર્ગની સાથે સંબંધ રાખતો હોય તે શબ્દના વાચ્યાર્થના આકારની સ્થાપના કરવાથી જેમ લોકોત્તર માર્ગવાળા ભાવના પ્રતિબંબ તરીકે તે સ્થાપનાને માન્ય ગણે તેમ લૌક્કિ રીતિએ વપરાતા નામના વાચ્યાર્થીની સ્થાપનાને લોકની રીતિએ લોકોત્તર માર્ગવાળાએ પણ સ્થાપના ગણવી પડે અને તેથીજ વ્યવહારનયની અપેક્ષાએ સત્યની પ્રરૂપણા કરતાં સ્થાપના સત્યને પણ સ્થાન આપેલું છે. જો કે પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્થાપનાની દર્શનીયતા આદિ તો ભાવની દર્શનીયતા આદિને આધારેજ હોય છે, પણ ભાવની દર્શનીયતા આદિ ન હોવાને લીધે લૌકિકભાવોની સ્થાપના દર્શનીયતા આદિ ગુણવાળી ન ગણાય તે સહજ, છે, પણ દર્શનીયતા આદિના અભાવને લીધે તેની સ્થાપના સત્યતા ઉડી જતી નથી. આજ કારણથી સમ્યકત્વ અંગીકાર કરનારા મહાપુરુષોને અન્યમતના દેવ આદિની મૂર્તિઓના પૂજા સત્કાર આદિ બંધ કરવા પડે છે, અને તે કરવાથી સમ્યકત્વને દૂષણ લાગવાનું માનવું પડે છે. જો તે અન્યદેવ આદિની મૂર્તિમાં સ્થાપના સત્યતા ન માનીએ અને બીજા ધાતુ કે પત્થર આદિ સામાન્ય પદાર્થોની માફકજ તે મૂર્તિઓને ગણીએ તો તે મૂર્તિઓના વંદનાદિ પરિહારનું કાંઇપણ કારણ રહે નહિ, અને તે મૂર્તિઓના વંદન આદિ કરવામાં સમ્યકત્વને દૂષણ લાગવું જોઇએ નહિ, પણ સામાન્ય ધાતુપાષાણ આદિકથી તે આકારવાળા
Page #338
--------------------------------------------------------------------------
________________
૪૬
તા.૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર ધાતુપાષાણ આદિનું મૂર્તિ તરીકે સ્થાપના સત્યપણું માનીએ તોજ પરિહાર અને દૂષણ ઘટી શકે. કદાચ કહેવામાં આવે કે તે સ્થાપનાજ અસત્ય ચીજ છે, અને તેથી તે અન્યદેવની મૂર્તિને, અન્યદેવની સ્થાપના તરીકે માનવી તેજ અસત્ય છે, અને તેથી જ તેનો પરિહાર અને દૂષણ છે. આમ નહિ કહેવાનું કારણ એ જ કે, એવી રીતે તો સર્વ વસ્તુમાં પરિવાર અને દૂષણનો પ્રસંગ આવે તો પછી કેવળ અન્યમતની મૂર્તિઓને અંગે પરિવાર અને દૂષણ કહેવાયજ કેમ? વળી શાસ્ત્રોમાં ખુદ્દે ગણધર મહારાજાઓએ અન્યદેવની મૂર્તિઓને પ્રભાવ અને ચમત્કારી વર્ણવી છે, તો જો તેના સ્થાપ્યો તેજ સ્થાપના ઉપરે અપેક્ષાવાળા ન હોત અને તે સ્થાપનાને પોતાની સત્ય પ્રતિકૃતિ તરીકે ગણતા ન હોત તો તે મૂર્તિઓ સપ્રભાવ અને ચમત્કાર કરનારી હોતજ નહિ. તત્ત્વ એટલુંજ કે ગોશાલાના મતને અનુસરનારાઓ જેમ ગોશાલાની મૂર્તિને સ્થાપના સત્ય ગણે તેવી જ રીતે ભગવાન મહાવીર મહારાજના અનુયાયીઓને પણ તે ગોશાલાદિની મૂર્તિને સ્થાપના સત્ય તરીકે ગણવાની તો ફરજ છે. ફરક એટલોજ કે ગોશાલાના મતને અનુસરવાવાળાઓ જેમ ગોશાલાને દર્શનીયતા આદિ ગુણોયુક્ત માનતા હતા, અને તેથી ગોશાલાની મૂર્તિને પણ દર્શનીયતા આદિ ગુણોયુક્ત માને પણ ભગવાન મહાવીર મહારાજના અનુયાયીઓ ખુ ગોશાલાદિને દર્શનીયતા આદિ ગુણોયુક્ત ન માનતાં અદર્શનીયતા આદિવાળો માનતા હતા, અને તેથી તે ગોશાલાદિની મૂર્તિને સ્થાપના સત્ય તરીકે માનવા છતાં પણ દર્શનીયતા આદિ ગુણોયુક્ત ન માનતાં અદર્શનીયતાદિ ગુણોયુક્ત માને. આજ કારણથી શાસ્ત્રકારોએ નાગ, ભૂત, યક્ષ આદિની પૂજા આદિને અંગે થતો આરંભ અર્થદંડમાં ગણાવ્યો, પણ જિનેશ્વર ભગવાન આદિની પૂજામાં થતી સ્વરૂપ હિંસાને અર્થદંડમાં પણ સ્થાન આપ્યું નહિ. વાસ્તવિક રીતે જોતાં પણ જણાશે કે જ્યાં દર્શનીયતા આદિ ગુણો હોય ત્યાંજ આત્મોદ્ધાર, અને સ્વપર ભાવદયાનો પ્રસંગ હોય અને તેથી જ તે સ્થાને થતી હિંસાને કેવળ સ્વરૂપ હિંસા તરીકે કહી શકાય, પણ જે સ્થાને અદર્શનીયતા આદિ ગુણોવાળાની સ્થાપના હોય ત્યાં આત્મોદ્ધાર વિગેરેનો અંશ પણ ન હોય અને તેથી તેવાઓની પૂજા વિગેરેમાં થતી હિંસા મિથ્યાજ્ઞાન તેમજ લૌક્કિ ફળ અપેક્ષાવાળી હોવાથી અર્થદંડમાં લેવીજ પડે. એવી રીતે દર્શનીયતા અદર્શનીયતા આદિનો લોકોત્તર અને લૌકિક સ્થાપનામાં ફરક હોઈ તેમાં થતી હિંસાને દંડ કે અદંડ તરીકે ભલે ગણાવાય તો પણ તેથી લૌકિક સ્થાપનાની સત્યતાને કોઈપણ પ્રકારનો બાધ આવતો નથી.
જેમ અન્ય મતોના દેવોની સ્થાપનાને અંગે સત્યતામાં બાધ નથી તેવી રીતે લોકવ્યવહારના પદાર્થોની સ્થાપનાને અંગે પણ સ્થાપના સત્યતાનો બાધ નથી એમ સહેલાઈથી સમજી શકાશે. ચાલુ અધિકારમાં જેમ લોકોત્તર માર્ગવાળાઓ જ્ઞાનપંચકને નંદી તરીકે માને છે, અને તેથી તે જ્ઞાન પંચકવાળા સાધુ આદિના આકારને સ્થાપના નંદી તરીકે માને છે. તેમ લોકવ્યવહારથી બાર પ્રકારના વાજીંજ્ઞોને નંદી તરીકે ગણવામાં આવતાં હોવાથી તે બારે પ્રકારના વાજીંત્રોની સ્થાપનાને લોકવ્યવહારની અપેક્ષાએ સ્થાપનાનંદી કહેવામાં આવે એમાં કોઇ પ્રકારની પણ હરકત નથી, અને તેથીજ શાસ્ત્રકારોએ શંખ આદિ બાર પ્રકારના વાજીંત્રો કે જેને લોકોએ ભાવનંદી તરીકે માન્યા છે તેને અવાસ્તવિક હોવાથી દ્રવ્યનંદી તરીકે જણાવી, તેજ શંખઆદિ બાર પ્રકારનાં વાજીંત્રોની સ્થાપનાને સ્થાપનાનંદી તરીકે જણાવેલ છે એટલે કે લોકોત્તરદૃષ્ટિએ જ્ઞાનપંચકરૂપ ભાવનંદીવાળા સાધુ આદિની સભાવ કે અસદ્ભાવ સ્થાપનાને સ્થાપનાને સ્થાપનાનંદી તરીકે જણાવ્યો છે, તેવી રીતે લોકદષ્ટિએ શંખ આદિ બાર પ્રકારના વાજીંત્રોની સ્થાપનાને પણ સ્થાપનાનંદી તરીકે જણાવેલ છે. હવે દ્રવ્યનંદીનું સ્વરૂપ આવતા અંકમાં.
Page #339
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૪o .
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
( ો ો ા ા હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો ,
કલ્પવૃક્ષ આપે શું?
કલ્પવૃક્ષનો સ્વભાવ એજ કે જે માગો તે મેળવી દે (આપે). માગણી કેવી હોવી જોઇએ એ વિચારવાનું. સિદ્ધિ તથા રિદ્ધિ નામની બે સ્ત્રીનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. બન્નેએ દેવતાને આરાધન કરેલ છે અને વરદાનમાં ક્રમસર સિદ્ધિ કરતાં બમણું રિદ્ધિએ તથા રિદ્ધિ કરતાં બમણું સિદ્ધિએ માંગેલ છે. દેવશક્તિથી એ બધું બને છે, પણ ઈર્ષ્યા એ બહુ બૂરી ચીજ છે. પરસ્પર આ રીતે બમણું બમણું માગે જવાથી કાંઈ છેડો આવે નહિ એથી સિદ્ધિએ વિચાર્યું કે હવે તો એવું બમણું મગાવું જોઇએ કે હેજે બીજીને નુકશાન થાય. અપૂર્ણાકનો ગુણાકાર ઘટજ બતાવે, કાંઇપણ પૂર્ણ રહે તો બમણામાં ફાયદો રહે. હવે સિદ્ધિએ દેવી પાસે પોતાની એક આંખ ફોડવાનું માગ્યું. એમ બન્યું અને ઘરમાં બેસી રહી. રિદ્ધિએ અનુમાન કર્યું કે એ દેખાતી નથી, જરૂર કાંઈક નવું માગ્યું છે; તરત તેણીએ પણ દેવીને આરાધીને માગ્યું કે સિદ્ધિને મળ્યું હોય તેનાથી બમણું તેને મળે. તરત તેણીની બને આંખો ફૂટી ગઈ. દેવતાને આરાધતાં પ્રસન્ન થવાથી તેની પાસે જે માગીએ તે મળે, એજ રીતિએ ધર્મ પણ કલ્પવૃક્ષ છે. દેવ, ગુરુ તથા ધર્મનું આરાધન એ કલ્પવૃક્ષ છે. કેટલાક કહે છે કે – વીતરાગ સ્વરૂપ ભગવાન પાસેથી શું મળે? બહુ તો રાગદ્વેષનો ઝઘડો મળે, પણ સ્વયં વીતરાગ તેની પાસેથી દેવલોક, સુકુલ, રિધ્ધિસ્મૃધ્ધિ એ બધું શી રીતે મળે? દીવામાંથી થોડું પણ અજવાળું મળે પણ અંધારું કયાંથી મળે? દેવગુરુ સંવર તથા નિર્જરાના માર્ગવાળા તથા ધર્મ પણ સંવરનિર્જરા સ્વરૂપ તેનાથી પુણ્યબંધની ઉત્પત્તિ કયાંથી થાય?' આના સમાધાનમાં એજ કે એથીજ આપણે કલ્પવૃક્ષની તુલના કરી છે. માંગણીમાં ભૂલ ક્યાં છે?
કલ્પવૃક્ષ કે દેવતાઓ પોતે કાંઈ આપી જતા, પુરી જતા નથી પણ માગનાર જેવો સંકલ્પ કરે તે પ્રમાણે મનોરથ પૂર્ણ થાય. આ વાત લક્ષ્યમાં લઈશું ત્યારેજ સમજાશે કે અનંતી વખતની સમ્યત્ત્વની કરણી તથા દેવગુરુનું આરાધન શાથી નિષ્ફળ ગયું? એ બધામાં દેવલોક, સુખ, રદ્ધિસ્મૃદ્ધિનીજ મનોવૃત્તિ હતી, માગણી હતી, એજ મુદ્દાથી એ તમામ થયું હતું, મોક્ષની બુદ્ધિનું બીજ વવાયું હતું નહીં. અનંતી વખતે દેવગુરુને સેવ્યા, ચારિત્ર આરાધ્યું પણ મોક્ષ ન થયો કારણકે ઈદ્રિયોના સુખોની લાલસાએજ એ થયું હતું. એકજ કલ્પવૃક્ષની પાસે ક્રોડો વખત બોરની માગણી કરીએ તો કાયમ બોરજ મળે એમાં
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૪૮
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર નવાઈ શી? રાજ્યની માગણી કર્યા વગર રાજ્ય તે મને શી રીતે ? સમજાશે કે ભૂલ માગણીમાં હતી. દેવગુરુનું આરાધન, શ્રાવકપણું યાવત્ સાધુપણું વિગેરે અનંતી વખત લીધું, આરાધ્યું પણ માત્ર પૌલિક સુખની ઇચ્છાએ તેથીજ આત્માનો મોક્ષ ન થયો જે ઇચ્છા હતી તે મળી ગયું. શાસ્ત્ર એ શસ્ત્ર શાથી થાય છે? “શા'માંથી કાનો કાઢી નાખવાથી. તેજ રીતે ઉપરોક્ત તમામ કરણીમાંથી મોક્ષની ધારણા કાઢી નાખી પછી કલ્યાણ થાય કયાંથી?
મોક્ષનેજ આપવાવાળા દેવગુરુ ધર્મને અનંતી વખત પામવા છતાં આરાધવા છતાં અનાદિનું ભવભ્રમણ રોકાણું નહિ કારણકે એ માગણી જ નહોતી એજ રીતે આ વખતે પણ પ્રાપ્ત થયેલાં એજ સાધનોમાં સંવર, નિર્જરા તથા આત્મકલ્યાણની-મોક્ષની ધારણા નહિ રાખો તો અનંતી વખતની જેમ આ વખત પણ કચરાપેટીમાં જશે, રખડપટ્ટી ચાલુ રહેશે-અનંતામાં આ ભવ પણ વધારામાં ભળશે. આ આરાધન કચરાપેટીમાં ન જાય તે માટે શાસ્ત્રનો ઉપદેશ છે.
અનંતી વખત સંઘ કાઢયા, ગુરુને પ્રતિલાલ્યા, શ્રી તીર્થંકરદેવની સેવા કરી, યાવતું મેરૂ પર્વત જેટલા ઓઘામુહપત્તિ કર્યા દેરાસરે અને મૂર્તિ કરાવ્યા, આ બધું અનંતી વખત કરવાથી કાંઈ ન વળ્યું તો હવે શું વળશે ?' આવું પણ કહેનારા કહે છે પણ એમાં ભેદ છે. શાસ્ત્રકારે કયા મુદ્દાએ આ કહ્યું હતું? જે કારણથી અનંતી વખતે આ આરાધન રદબાતલ થયું હતું તે પૌલિક ઈચ્છાની બુદ્ધિ ફેરવીને મોક્ષની બુદ્ધિ રાખવાના મુદ્દાએજ; પણ વસ્તુનેજ ઉઠાવનારાઓ તો આ બધું નકામુંજ કહેવા માગે છે. જે કિયા અનંતી વખત સફળ ન થઈ તો ફેર કરવી શા માટે ?” એમ કહી કરણીનેજ દૂર કરવા માગે છે,
ઓઘામુહપત્તિનેજ નકામા કહેવા માગે છે. શાસ્ત્રકારે ઓઘામુહપત્તિને નકામા નથી કહ્યા પણ તેમાં રહેલી પદ્ગલિક ઇચ્છાને નકામી કહી છે, અને માટે એને વર્જવાનું કહ્યું છે. ભગવાને જેને મોક્ષ દેવાની તાકાતવાળા જણાવ્યા છે તેજ ઓઘામુહપત્તિ વિગેરે ઉત્તમ સાધનો પૌદ્ગલિક બુદ્ધિના કારણે મોક્ષ માટે નકામા આ જીવે કર્યા છે, અને માટેજ શાસ્ત્રકાર દેવગુરુ ધર્મના આરાધન વખતે પૌગલિક ઈચ્છામાં ન જવાની ચેતવણી વારંવાર આપે છે અને સાફ જણાવે છે કે જો તેમ કરશો તો અનંતી વખતની માફક આ પણ નકામું જશે પણ વસ્તુ ઉઠાવનારાને તો એ પદ્ગલિક લાલસાની બુદ્ધિ છોડવી છોડાવવી નથી પણ ધર્માચરણ છોડવું છોડાવવું છે, અને તેથી ઓઘામુહપત્તિને છોડવાનું કહે છે, જ્યારે કહેવું જોઈએ જે કારણથી અનંતી વખત ફળ ન આપી શકયા તે પૌલિક લાલસાની બુદ્ધિ છોડવાનું. સ્વ-લિંગની મહત્તા સ્વયંસિદ્ધ છે.
ઓઘામુહપત્તિમાં ઉન, સુતર ને લાકડું છે, એ મોશે પહોંચાડનાર ? હા, શાથી? વિચારો ! સિદ્ધ પંદર ભેદે થયા છે એ તો સાંભળ્યું છે ને! એમાં સ્વલિંગે સિદ્ધ એ પણ એક ભેદ છે. સ્વલિંગ એટલે પોતાનું અર્થાત્ મોક્ષનું લિંગ (ચિહ્ન) ઓધામુહપત્તિને શાસ્ત્રકાર સિદ્ધના લિંગ તરીકે જણાવે છે. મોક્ષનું લિંગજ આ ભરત મહારાજા સરખાને, વલ્કલચરી સરખાને કેવલજ્ઞાન થયા પછી પણ આ લેવું પડયું. વારૂ ! આનાથી જે મેળવવાનું (કેવલજ્ઞાન) તે તો પહેલાંજ મળી ગયું પછી બાકી શું મેળવવાનું રહ્યું કે જેથી આ ઓઘો મુહપત્તિ લેવા પડે? કેવળજ્ઞાન થયા પછી પણ આ ચીજ ગ્રહણ કરવા લાયક છે. જો આયુષ્ય માત્ર બે ઘડીનું જ હોય તોજ ન લે, એથી વધારે હોય તો કેવળજ્ઞાન થયા પછી પણ ઓઘો મુહપત્તિ જરૂર લેવાનાજ ગુણસાગર તથા પૃથ્વીચંદ્ર માતાપિતાના આગ્રહથી પરણે છે ત્યાં ચોરીમાં પણ તેઓ કયો
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૪૯
તા. ૧-૩-૩૪
| શ્રી સિદ્ધચક વિચાર કરે છે? ક્યારે પ્રભાત થાય ! કયારે ચારિત્ર લઇશું ! કયારે ઉપસર્ગ, પરિષહ સહીશું!” ચોરીમાં આ વિચારોની તાલાવેલીમાં-આવા આકસ્મિક સંયોગમાં-સ્વલિંગની ભાવનામાં ત્યાંજ કેવળજ્ઞાન થયું. સ્વલિંગ એટલે ત્યાગ કરવો અને ત્યાગનું ચિહ્ન અંગીકાર કરવું. આ ભાવના વગર કોઈ દિવસ કેવળજ્ઞાન થયું નથી. ઘેર રહેવાની ભાવના વખતે કેવળજ્ઞાન તો શું પણ સમકિત પણ થાય નહીં. વસ્તુને ઉઠાવનારાઓ મુખ્ય મુદ્દાને ગૌણ કરીને બોલે છે કે-ભલે, એ મોક્ષનું લિંગ હોય પણ ગૃહીલિંગે, અન્યલિગે પણ સિદ્ધ થાય છે ને! ગૃહસ્થાશ્રમમાં રહ્યા થકાં પણ આત્માનું કલ્યાણ થાય છે ને! તો પછી સ્વલિંગનો આગ્રહ શો? મોક્ષના ત્રણ રસ્તા થયા. સાધુલિંગ, ગૃહસ્થલિંગ અને અન્યલિંગ. જો એમજ છે તો સાધુલિંગનો આગ્રહ શા માટે? એકલું પહેલાને પકડી બીજા બેને ધક્કો કેમ મારો છો?' પણ વિચારો કે સ્કંધક ઋષિ પહેલાં સંન્યાસી હતા અને પછી સાધુના વેષમાં આવ્યા છે તો ભગવાન મહાવીરદેવે પોતે અન્યલિંગ કેમ છોડાવ્યું? ભગવાન ઋષભદેવજીના સાધુઓ જે તાપસી થઈ ગયા હતા તેમનો તે વેષ (૩૩૯૮ તાપસીને) ભગવાને છોડાવ્યો કે નહિ? શ્રી ગૌતમસ્વામીજીએ પણ તાપસીનો વેષ છોડાવ્યો છે, એ શાથી? એમણે ખોટું કર્યું? નહિ. અન્યલિંગે પણ સિદ્ધ થાય છે તો તેઓએ વેષ છોડાવ્યો કેમ? કહો કે અન્યલિંગ છોડવા લાયક, દરેક તીર્થકર તથા મુનિઓ દીક્ષાઓ લે ત્યારે શું કહે છે? “ઘેરથી નીકળી અણગારપણું લીધું' જો મોક્ષ મેળવવામાં ગૃહીલિંગ નડતું નથી તો તે છોડવાનું કારણ શું? ગૃહીલિંગે વેષ છોડવાનું તથા તાપસોએ વેષ છોડવાનું, તથા ભગવાન વિગેરે એ વેષ છોડાવવાનું કારણ શું? વિચારો ! કોઈ મનુષ્ય મકાનમાં બેઠો હોય, તે વખતે અગ્નિ, પાણી કે હવાનો ઉત્પાત થયો અને તેમાંથી જ્યાંથી બચવાનો માર્ગ દીઠો ત્યાંથી તે નાઠો અને બચ્યો એ શી રીતે બચ્યો એ જણાવવા કોઈ કહે કે-બારીએથી ભૂસકો મારી નીકળી ગયો.' અહીં “બારી' શબ્દ શા માટે વાપરવો પડ્યો ? બારીએ નીકળવાનો રસ્તો નથી માટે એ શબ્દ વાપરવો પડ્યો. જો ભીંત તોડીને નીકળી ગયો હોય તો તેમ જણાવવું જ પડે કેમકે ભીંત તો રોકનારી છે. આપણે ભલે બારીથી નીકળી ગયા પણ નીકળવાનો મુખ્ય રસ્તો બારી નથી. માર્ગ માટે સુભમે શીલા ઉપર લાત મારી તોડી નાખી પણ એથી એ મુખ્ય રસ્તો કહેવાય? નહિ. “શીલા તોડી નાખી' એ શબ્દોજ એ પુરવાર કરે છે કે એ મુખ્ય રસ્તો નહોતો. જ્યાં રજોહરણની વાત આવી ત્યાં શ્રી તીર્થંકરદેવોએ, શ્રી ગણધરદેવોએ જણાવ્યું કે એજ મોક્ષનો રસ્તો; ગૃહીલિંગ, અન્યલિંગ એ મોક્ષનો રસ્તો તો નહીં, પછી ભલે કોઈ એ દ્વારા કૂદી પડો પણ તેથી એ રસ્તો ન કહેવાય, રસ્તો માત્ર સ્વલિંગ એટલે મોક્ષનું લિંગ જ્યારે પેલા લિંગો તો મોક્ષ સિવાય રખડવાના રસ્તાઓ, એ તો આરંભ સમારંભ, વિષયકષાયના માર્ગો. ત્યારે શંકા થશે કે જો એમ છે તો એમાં મોક્ષે પણ જવાય છે શાથી? એનું સમાધાન શું? આ ત્યાગ, સંયમ સિવાય મોક્ષ થતો નથી, થયો નથી તેમજ થશે નહીં. ગૃહીલિંગે સિદ્ધનો અર્થ એ કે સાધન હતું ડુબવાનું પણ એનાથી એ તરી ગયો. હોડી તૂટી ગઈ ને કોઈ તરી ગયો તેમાં હોડીનું તૂટવું તે કાંઈ તરવાનું સાધન ન ગણાય. ત્યાં બચવાનાં કારણમાં પોતાનું ભુજાબળ, તરવાની કલામાં નિપુણતા અગર આવી મળેલા અન્ય સંયોગો છે. સ્વલિંગ એ હોડી રૂપ છે જ્યારે ગૃહલિંગ, અન્યલિંગ એ તૂટેલી હોડી તુલ્ય છે. એટલા માટે લિંગની આગળ "અન્ય" તથા "ગૃહી" શબ્દ યોજવા પડ્યા, કેમકે એ લિંગો (એ માગ) ડુબાડનારા છે. ગૃહલિંગે તથા અન્ય લિંગે તર્યા ત્યાં પણ ભાવના સ્વલિંગની છે. સ્વલિંગની ભાવનામાં પણ આટલું સામર્થ્ય છે તો પછી સ્વયમ્ લિંગના સામર્થ્યનું પૂછવું જ શું? ગૃહીલિંગે પણ તર્યા એ વાત
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૫૦
તા.૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર ખરી પણ કોણ તર્યા ? ત્યાગની બુદ્ધિવાળા તર્યા છે, કાંઈ આરંભ પરિગ્રહની બુદ્ધિવાળા તર્યા નથી. સ્વલિંગ નથી જોઈતું એમ ધારનારો તરતો નથી, ત્યારે તત્ત્વથી શાસ્ત્રકારોએ ચારિત્રને ખુદ મોક્ષનું લિંગ કહ્યું એવું ચારિત્ર, એવા ઓધામુહપત્તિ અનંતી વખત લેવા છતાં ન વળ્યું એ ઉપરથી હવે લીધાથી શું વળશે એમ નહિ ધારવું પણ અનંતી વખત કારણથી કાંઈ ન વળ્યું તે કારણજ દૂર કરવા (પદ્ગલિક લાલસાનો ત્યાગ કરવા) શાસ્ત્રકારો ભારપૂર્વક કહે છે-ચેતવે છે. દેવગુરુની આરાધનામાં, ચારિત્ર પાલનમાં, દરેક ધર્મક્રિયાના સેવનમાં એક રૂઆડે પણ પીદ્ગલિક સુખની ઈચ્છા રાખવી નહીં. જેઓ એમ કહે છે કે-“અનંતી વખત ઓધામુહપત્તિ લીધા છતાં કાંઈ ન વળ્યું તો હવે શું વળશે? તથા શાસ્ત્રના “કાનાને દૂર કરીને શસ્ત્ર બનાવનારાઓને શાસ્ત્ર અનંતી વખત ન ફળ્યું તેથી તેવાઓ કહે કે “હવે એ શાસ્ત્રથી શું વળશે?” તેવાઓને પૂછીયે કે- “આ સંસારમાં તે ઓઘામુહપત્તિ અનંતી વખત લીધા કે બાઈડીઓ? ધન વધારે વખત રાખ્યું કે અકિંચનપણું? છોકરાં છેયાં, હાટહવેલી વિગેરે વધારે વખત મેળવ્યાં-ભેળાં કર્યા કે ત્યાગ? આના જવાબમાં ઓઘામુહપત્તિ, ત્યાગ, અકિંચનત્વ વધારે વખત સ્વીકાર્યું એમ કોઈજ નહિ કહી શકે કેમકે દ્રવ્ય ચારિત્રની પ્રાપ્તિ પણ મહા મુશ્કેલ છે, અનંતે ભવે મળે છે. હવે ઉપરોક્ત ચીજોમાંથી જે વધારે વખત મેળવી તેનું ફળ શું મળ્યું? બાયડી વિગેરે મેળવ્યા તેનું ફળ મેળવ્યું શું? આરંભ વિષયાદિકનું ફળ દુર્ગતિ છે. અનંતાનંત વખત જે મળ્યું, જેનાથી ખાસડાં ખાધેજ ગયા તેનાથી હજી ખસવાનું મન થતું નથી! ઓછામુહપત્તિ દ્રવ્ય ચારિત્ર) નિષ્ફળ નથીજ.
આ જીવે અનંત વખત ઓઘામુહપત્તિ લીધા એમ જેમ શાસ્ત્રકાર કહે છે તેમ એજ શાસ્ત્રકારો એ પણ કહે છે કે આ જીવ અનંતી વખતે નરક જઈ આવ્યો છે. શાસ્ત્રને શસ્ત્ર બનાવનારાઓ આ કેમ ભૂલી જાય છે ? એ નરકથી કંટાળો કેમ નથી આવતો? અનંતાનંત વખત ભૂલ કરી પરિણામમાં જુતીયાં ખાધાં છતાં હજી ભૂલ કરતાં અટકવાનો વિચાર સરખો નથી આવતો? અનંતી વખત જે વધારે મેળવ્યું તેનું ફળ તો આ નર્કાદિક ગતિ એજને ! કાયમ રખડપટ્ટીજને ! હવે ઓઘામુહપત્તિ નકામા ગયા એ વાત વિચારીએ. મોક્ષની અપેક્ષાએ એ નકામા ગયા એમ કહેવાય, ભલે મોક્ષ ન મળ્યો એ કબુલ પણ જે મળ્યું તે શું મળ્યું? દ્રવ્ય ચારિત્ર દેવલોકની ઈચ્છાએ પાળ્યું તો દેવલોક મળ્યો. શ્રાવકપણું જો ભાવથી પળાય તો તેનાથી ચઢીયાતો દેવલોક દ્રવ્ય ચારિત્રવાળાને મળે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રાવક બારમા દેવલોક જાય. ભાવથી ઉત્કૃષ્ટ સમ્યકત્વનું પાલન કરનારો જે ગતિ (સદ્ગતિ) પામે તેના કરતાં દ્રવ્ય ચારિત્રવાળો ઉત્કૃષ્ટ ગતિ પામે. મોક્ષને અંગે સમ્યકત્વ ચઢીયાતું, ઘણુંજ જરૂરી, પ્રથમ અને પરમ આવશ્યક એ વાત બાજુ પર રાખીએ. સમ્યકત્વે તથા દેશવિરતિએ જે ન કર્યું તે આ દ્રવ્ય ચારિત્રે કરી દીધું. જેણે નરક નિવારી એને નકામું કહો છો? જેણે અનંતી વખત નરક નિગોદમાં નાખ્યા તેની તો વાતજ કરતા નથી ! આ તો પેલી દેરાણી જેઠાણીના દષ્ટાંત જેવું કરો છો. જેઠાણી દેરાણીને કહે છે કે-“તારો ભાઈ તો અહીં પડ્યો પાથર્યોજ રહે છે, ઓણ આવે ને પોર પાછો આવ્યો છે, આવ્યો છે જ્યારે મારો ભાઈ તો બિચારો આજ ગયો ને પાછો કા....લે આવશે ! એ આજ ને કા...લમાં છેટું કેટલું? તેવીજ રીતે બાયડી છોકરાં, પૈસા ટકા, રાજ્યરિદ્ધિ, સત્તાસંપત્તિ, વિષયકષાયો અનંતી વખત મળ્યા જેના લીધે નરક નિગોદ મળ્યાં તેની તો વાત સરખી
Page #343
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૩૪
૨૫૧
શ્રી સિદ્ધચક કરતા નથી અને જે ચારિત્રે અનંતી વખત નવરૈવેયકાદિ સ્વર્ગસુખ આપ્યાં તે નકામા ? શાસ્ત્ર નકામા કહ્યા કબુલ પણ તે મોક્ષની અપેક્ષાએ એ વિચારવું જ નથી ? આ તો ગૃહસ્થાશ્રમમાં રહેવાની બુદ્ધિથી ચારિત્રનેજ ખસેડવું છે એમને ! મોકા મળે શી રીતે ?
હવે ફરીને મૂળવાત પર આવીએ. મોક્ષને આપનાર ચારિત્રનું આરાધન અનંતી વખત કર્યું છતાં મોક્ષ કેમ ન મળ્યો? કલ્પવૃક્ષને ક્રોડો વખત આરાધીયે પણ બોરાંજ માગીએ તો એ આપણને કોટિધ્વજ કરે ક્યાંથી ?એજ રીતે દેવગુરુ ધર્મનું આરાધન પૌગલિક સુખો મેળવવાની બુદ્ધિએ કર્યું તેથી તે કલ્યાણનું કારણ એટલે કે શિવપદ પ્રદાયક ન થયું. સેંકડો વર્ષ વરસાદ થવા છતાં બીડમાં કાંઈ ન ઉગે, ન ફળે માટે શું વરસાદ નકામો ? જમીન નકામી ? તેમ નથી; વાવ્યું નથી માટે ઉગ્યું નથી, કાંઈ ફળ્યું નથી. ચારિત્રરૂપી વરસાદ અનંતી વખત થવા છતાં, આત્મ-ક્ષેત્રમાં મોક્ષની ઇચ્છારૂપી બીજ વાવેલું ન હોવાથી ત્યાં મોક્ષવૃક્ષ ઉગે કેવી રીતે ? એજ રીતે બીજી તરફ પણ વિચારો. સારી જમીનમાં યદ્યપિ સારું બીજ વાવ્યું પણ હોય, તથાપિ વરસાદ વગર શું થાય ? એવીજ રીતે ભવ્યજીવ હોય તથાપિ ચારિત્રરૂપી વરસાદ વિના, બીજ વપન છતાં, મોક્ષવૃક્ષ ઉગે નહીં. દેવગુરુ ધર્મની આરાધનામાં મોક્ષની બુદ્ધિ હોય તો મોક્ષ મળે અને પૌદ્ગલિક સુખની બુદ્ધિ હોય તો તે મળે પણ ગમે તે બુદ્ધિથી થયેલી એ આરાધના નિષ્ફળ તો નથી જ. મોક્ષ જોઇએ તો ઇચ્છા મોક્ષની કરો. ભગવાને દેવ, ગુરુ, ધર્મ એ ત્રણે તત્ત્વોનું નિરૂપણ શું જીવોને બાયડી છોકરાં, પૈસાટકા વિગેરે મળે તે માટે કર્યું છે? નહિ જ. જાતના જીવો જન્મ, જરા, મરણ, રોગ, શોક વિગેરેના ચક્કરમાંથી નીકળી પોતાના સ્વરૂપમાં લીન થાય-મોક્ષ મેળવે તે માટેજ ભગવાને એ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે. આ બુદ્ધિ આવે તો સમ્યકત્વ. હૃદયમાં તેનાથી ઉલટા ફળની આશા રાખીએ એટલેકે પૌદ્ગલિક સુખની સ્વર્ગાદિક ગતિની ઈચ્છા રાખીએ તો યથાસ્થિત ફળ ધ્યાનમાં નજ રહ્યું એ સિદ્ધજ છે. જ્યાં લગી આરાધના આ રીતે યથાસ્થિત નહીં ત્યાં સુધી સમ્યકત્વ નહીં. આ ઉપરથી આપણે ગઈ કાલે કહ્યું હતું કે આ આત્માને જો અનાદિનું ભવભ્રમણ ખટકે નહીં, મોક્ષ મેળવવાની બુદ્ધિ જાગે નહીં, તો શુદ્ધ દેવગુરુ ધર્મની આરાધના ચાલુ છતાં ત્યાં સમ્યકત્વ ન ગણાય આ વાત નક્કી થઈ. દેવલોક માટે ચારિત્ર લેનારને ચારિત્રમાં કેવી રીતે વર્તવું પડયું હશે ! કુદેવાદિને માને તો-આરાધે તો શુદ્ધ ચારિત્ર રહે ? અનંતી વખત નવરૈવેયકે ગયો તે વખતે પણે માન્યા તો છે શુદ્ધ દેવાદિને, અશુદ્ધ દેવાદિતત્વોને નથી માન્યાં છતાં સમ્યકત્વ નહિ, કારણકે યદ્યપિ શુદ્ધ દેવગુરુ ધર્મને માન્યા, કુદેવ, કુગુરુ, કુધર્મને છોડયા પણ એ શાથી? આ લોક પરલોકનાં સુખ (પૌદ્ગલિક) મેળવવાના ઇરાદાથી એટલેકે રાજાપણું, દેવલોક વિગેરે મળવાના (મેળવવાના) મુદ્દાથી, વર્ષો સુધી દ્વારિકાનો બચાવ આયંબિલથી થયો માટે એ ઉપયોગી, બીજાં વ્રતો નકામાં ? હવે રખડપટ્ટીનું કારણ સમજો કે રખડપટ્ટીની બીક વગર, મોક્ષપ્રદાયક શુદ્ધ દેવગુરુ ધર્મને માનવા છતાં તથા કુદેવાદિને છોડવા છતાં, સમ્યકત્વ નથી, મોક્ષ મળતો નથી આત્માનું કલ્યાણ થતું નથી, અનાદિના ભવભ્રમણથી આત્મા હજી ઉગર્યો નથી. આ રખડપટ્ટીની બીક લાગે તો અશુદ્ધ દેવાદિને માનતો હોય છતાં સમ્યકત્વ આવી જાય અગર ત્યાં સમ્યકત્વ રહે કલ્યાણનીજ આકાંક્ષા હોય તો બુદ્ધિનો પલટો કરો, પૌદ્ગલિક સુખની બુદ્ધિને પાણીચું પરખાવી મોક્ષનીજ બુદ્ધિને હૃદયમાં સ્થાપન કરો, દઢીભૂત કરો.
Page #344
--------------------------------------------------------------------------
________________
રિસ્પર
શ્રી સિદ્ધચક
તા.૧-૩-૨૪
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
વિશ્વ ને
તે સમાધાન- સકલશાસ્ત્ર પારંગત,સ્યાદ્વાદસિદ્ધાંત સુધા- સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ,
પ્રશ્નકાર - ચતુવિધસંઘ (રૂબરૂ અગર પત્ર દ્વારા એ પૂછાયેલા પ્રશ્નો.)
પ્રશ્ન ૬૪૨- કુંભકારકટક નગરને બાળવાનું નિયાણું કરવાનું કારણ, તે નિયાણાનું સ્વરૂપ અને તે નિયાણું કરનાર આચાર્યનું નામ શું?
સમાધાન- નિયાણું કરનાર આચાર્યનું નામ અંદાચાર્ય અને અને તેઓને પોતાના શિષ્યોને યંત્રથી પડવાનું દેખીને નિયાણું કરવાનું થયું અને બળ, વાહન, રાજધાની સહિત પુરોહિતનો નાશ કરવાનું નિયાણું કર્યું. તેઓએ અગ્નિકુમારમાં ઉપજી તે સ્થાનનો નાશ કર્યો અને તેનું દંડકારણ્ય નામ થયું.)
પ્રશ્ન ૬૪૩- નય fજ પિિસદ્ધવાવિ fજળવરદિા મોતું મેદુળભાવે વિણા રોહિં . આ ગાથાના ભાવથર્ગે આગળ કરીને મૈથુન સિવાય કશી પણ જ્ઞાનાદિક કે હિંસાદિક વસ્તુ ભગવાને કરવી કહી નથી કે નિષેધી પણ નથી એમ કહેવાય છે તે ખરું? | સમાધાન-મૈથુનની માફકજ હિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહનો પણ જીનેશ્વરદેવોએ નિષેઘ કરેલો જ છે, માત્ર અકથ્ય એવાં હિંસાદિકને સર્વથા આચારવાની આજ્ઞા કરી નથી,તેમજ જ્ઞાન દર્શન ચારિત્ર વિગેરેના આલંબન માટે તેનો સર્વથા નિષેદ પણ કર્યો નથી, અર્થાત્ સંયમનું લક્ષ્ય રાખી માયા રહિત થઈ પ્રવર્તવું એવો આ ગાથાનો ભાવાર્થ છે, એટલે કે દ્રવ્ય ભાવ આશ્રય રોકાય ને જ્ઞાનાદિકની વૃદ્ધિ થાય તેમ પ્રવર્તવું એ જણાવનારી આ ગાથા છે અને તે આશ્રવનું રોકાણ ને જ્ઞાનાદિકનું વધવું મૈથુનથી કદી પણ થતું ન હોવાથી તે સર્વથા નિષેધ્યું છે.
પ્રશ્ન ૬૪૪- કેટલાકો કહે છે કે મૈથુનમાં સ્યાદ્વાદ નથી ત્યારે કેટલાક તેમાં પણ સ્યાદ્વાદ માને છે.આમાં તત્વ શું? - સમાધાન- મૈથુનના વિષયમાં સ્યાદ્વાદ નથી જ એટલે કે જીનેશ્વર મહારાજે કોઈપણ પ્રકારે તેને આચરવાની છૂટ આપી નથી. તત્ત્વ એ છે કે હિંસાદિકનું આચરવું જો જ્ઞાનાદિક આલંબને થયું હોય તો તેમાં પ્રાયશ્ચિત લેવું પડતું નથી પણ મૈથુનની પ્રવૃત્તિ તો કોઈ પણ સંયોગે થઈ હોય તો તેની શુદ્ધિ કરવી જ પડે છે, એટલે પ્રાયશ્ચિત કરવું જ પડે છે, એટલે પ્રાયશ્ચિત કરવું પડે ને ન કરવું પડે એ પુરતું સ્યાદ્વાદ નથી અને છે એમ સમજવું, એટલે હિંસાદિકના દોષોની શુદ્ધિ જ્ઞાનાદિકની વૃદ્ધિના પરિણામથી થઈ શકે પણ મૈથુનના દોષની શુદ્ધિ જ્ઞાનાદિકના પરિણામથી થતી નથી પણ પ્રાયશ્ચિત આચારવાથી જ તેની શુદ્ધિ થાય છે એ તત્ત્વ છે અને આજ કારણથી સંસારના જેટલા કારણો તેટલા મોક્ષના કારણો કહેવાય છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
ર૫૩
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર પ્રશ્ન ૬૪૫- બાહુબળજીએ નાના ભાઈઓને વાંદવા પડશે માટે કેવળજ્ઞાન ઉપજાવવા કાઉસગ્ગ કર્યો એમ કહેવાય છે તો દીક્ષિત એવા મોટા ભાઈને દીક્ષિત એવા નાનાભાઈને વાંચવાનું હોતું નથી. એ વ્યવસ્થા તે વખતે શું નહિ હોય? - સમાધાન- દીક્ષિત એવો મોટાભાઈ દીક્ષાપર્યાયે નાનો છતાં પણ દીક્ષિત એવા પર્યાયથી મોટા એવા નાનાભાઈને વંદણા કરે નહિં, એ વ્યવસ્થા ભગવાન ઋષભદેવજીના શાસનમાં પણ હતી કારણ કે પ્રથમ તીર્થકરના શાસનમાં દશે કલ્પની વ્યવસ્થા નિયમિત જ છે. તત્વથી નાનાભાઈઓને કેવળજ્ઞાન થઈ ગયું હશે તેથી તેવા નાનાભાઈઓને હું તેવા જ્ઞાન વગરનો છદ્મસ્થ છતો કેમ દેખું? એમ ધારી પોતાની મહત્તા જાળવવાના અભિમાનથી કેવળજ્ઞાન સુધી કાઉસગ્ગ રહેવાનો વિચાર કર્યો છે, માટે માનમાં બાહુબળજીનું દાંત દેવાય છે, આ વાત આચારાંગ ૧૩૩માં પત્રના લેખનથી સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન ૨૪૬- ૧૪ ઉપકરણ સિવાયના ઔપગ્રહિક ઉપકરણો રાખવાનું મૂળ અંગમાં વિધાન છે?
સમાધાન- ભગવતી સૂત્રમાં સંથાર, દાંડો વિગેરેનું જે વિધાન છે તે ઓપગ્રહિક ઉપકરને સૂચવનારું છે, વળી આચારાંગમાં પણ ૩૪ia એ પદની સાથે કહેલા કટાસન શબ્દ પણ ઔપગ્રહિક ઉપકરણો સિદ્ધ થાય છે.
પ્રશ્ન ૬૪૭ - હિંસાદિક પાપસ્થાનકોમાં ઉપસર્ગ નહિ રાખતા પરિગ્રહ નામના પાપસ્થાનકમાં ઉપસર્ગ રાખવાનું કારણ શું?
સમાધાન - જેમ હિંસા, જૂઠ ચોરી, મૈથુન આ પાપસ્થાનકોમાં પ્રાણ વિયોગાદિ માત્રને હિંસા કહેવામાં આવે છે. તેમ અહીં વસ્તુ લેવા માત્રને પરિગ્રહ કહેવામાં આવતો નથી. જ્ઞાનાદિમાં ઉપકાર કરનાર વસ્તુરૂપ ઉપકરણ લેવાય તેને પરિગ્રહ કહેવાતો નથી અને તેવા ઉપકરણમાં પણ આ આચાર્યનું છે અને ગચ્છનું છે એમ નહીં ધારતાં જે મારાપણું ધારે તે પરિગ્રહ છે, જે જણાવવા માટે પરિ’ ઉપસર્ગની જરૂર છે અર્થાત્ ધર્મોપકરણો પણ નિર્મમત્વ બુદ્ધિથી જ્ઞાનાદિકની વૃદ્ધિના ઉદ્દેશથી જ ધારણ કરાય તે પરિગ્રહ નથી. બાકી ધપકરણ સિવાયની વસ્તુ લેવી તે તો પરિગ્રહ જ છે.
પ્રશ્ન ૬૪૮ - અવગ્રહ કેટલા પ્રકારના છે? તેનો બાધ્યબાધક ભાવ ને શબ્દાર્થની ઘટના શી રીતે ?
સમાધાન-દેવેન્દ્ર-૧, રાજા (ચક્રવતિ)૨, ગૃહપતિ (સામાન્ય રાજા)૩, શય્યાતર (મકાનો માલીક)૪, સાધર્મિક (સાધુ)પ એવી રીતે પાંચ અવગ્રહો હોય છે. તે પાંચ અંગ્રહોમાં પૂર્વ પૂર્વના અવગ્રહો પાછળ પાછળના અવગ્રહોથી બાધિત થાય છે એટલે દેવેન્દ્ર અવગ્રહ આપ્યા છતાં ચક્રવર્તિનો અવગ્રહ ન મળ્યો હોય તો દેવેન્દ્ર અવગ્રહ મળેલો પણ નકામો ગણાય, એવી રીતે યાવતું સાધુનો અવગ્રહ ન મળ્યો હોય તો દેવેન્દ્ર વિગેરેના અવગ્રહો મળેલા હોય તો નિરર્થક ગણાય.
(પ્રાચીન કાળમાં જગાની માલીકી કેવળ રાજાની જ રહેતી હતી પણ સામાન્ય ગૃહસ્થો જગાની માલીકી ધરાવતા ન હતા, તેથી ગૃહપતિ શબ્દથી અહીં રાજા લીધેલો છે.) | (શય્યાતર કરતાં સાધર્મિક જુદા લીધેલા હોવાથી શાસ્ત્રોમાં જ્યાં જ્યાં સાધર્મિક શબ્દ વપરાય છે ત્યાં
ત્યાં સાધુઓ જ લેવાય છે. આ વાત સહેજે સમજાય તેવી છે, માત્ર શ્રાવકને ઉદ્દેશીને કહેવાતા અધિકારમાં સાધર્મિક શબ્દથી શ્રાવકો લઈ શકાય પણ સાધુના અધિકારમાં વપરાયેલા સાધર્મિક શબ્દથી શ્રાવકો ન લેવાય. આયરિય ઉવજઝાએમાં પણ સાહસ્મિએ એ શબ્દથી સાધુઓ જ લેવાયેલા છે.
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૩-૨૪
સમાલોચના |
નોંધ - દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો, અને આક્ષેપોના સામાધાનો અત્રે અપાયા છે.
તંત્રી
ભગવાન મહાવીરે માતા પિતાના સ્વર્ગ ગમન પછી પોતાની દીક્ષા તરત થાય તો નંદીવર્ધનાદિ પરિજન મરણ પામશે એમ અવધિથી જાણ્યા છતાં પરિવારે કહેલી બે વર્ષની મુદત અવધિજ્ઞાન કારણથી ન હતી, અને તે બે વર્ષની મુદતનો અંગીકાર સાવદ્ય મોહરૂપ ન માનતા જ્ઞાનકારણ જ કેવળ માનવો એ જ્ઞાનની ધૂનનેજ આભારી ગણાય.
સૂત્રકાર એ વૃત્તિકારકો વગેરેએ સ્પષ્ટ શબ્દોમાં જ્યારે ભગવાન તીર્થકરોએ ધારણ કરેલ દેવદૂષ્યમાં અણુધર્મચારિતા માનેલી છે ને પર્યુષણા કલ્પવૃત્તિ વિગેરેમાં સપાત્ર સવસ્ત્રપણામાં તેવો ધર્મ કહેવાનો હેતુ જણાવેલ છતાં આચરવાથી નિષેધ કરતા હોય. તેને પૂછવાનું કહેવું તે મર્યાદાવાળું ન ગણાય.
આજ્ઞાને નામે જે અશક્તો શ્રી તીર્થકરાદિના નામે અનુકરણ કરવા તૈયાર થાય તેને સમજાવવા કહેલા શાસ્ત્ર વાક્યોને ઉક્ત યોગ્ય અનુકરણ અને અનુકરણીયતાના નિષેધમાં ગોઠવવા એ શાસ્ત્રના શ્રદ્ધાળુને શોભતું નથી.
જૈન પ્રવ.
ગ્રાહકોને સૂચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી.પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ આવી છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાન છે, અને કેટલાકમાં અનુક્રમે પાના નંબરો નથી, તેમજ બાઈન્ડીગ પણ બેદરકારીને લઈને બગાડી નાખ્યું છે,” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈ પણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું.
લી. તંત્રી.
Page #347
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૫૫
T સુધા-સાગર | ક
નોંધ - સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક
શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમદશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધાસમાન વાક્યબિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ.
તંત્રી. ૧૦૧૫ દુઃખ ડરવાવાળા અને સુખની ઇચ્છાવાળા તો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો હોય છે
પણ સમકિતિ જીવ દુઃખને છોડવાને અને સુખની પ્રાપ્તિનું ધ્યેય ગૌણ કરી બાહ્ય સુખનો ત્યાગ
કરી બાહ્ય દુઃખ વેઠવા માટે પણ તૈયાર થાય છે, તેમાં આત્મસ્વરૂપનો વિકાસ જ ધ્યેય હોય છે. ૧૦૧૬ સમ્યગુષ્ટિ જીવ પરમાર્થને જાણનાર હોવાથી અઘાતિ કર્મ બાંધે કે જે સુખદુઃખની સદ્ગતિ દુર્ગતિ
આપે છે તેવાથી તેઓ ડર રાખતા નથી તે ઘાતકર્મો ખુદ આત્માના ગુણોને વિનાશ કરે છે તેનાથી
ભય રાખે છે. ૧૦૧૭ અઘાતિકર્મનો ઉદય માત્ર પુગલમાંજ ફાયદો કે નુકશાન દેખાડે છે. (આત્મામાં ક્વચિત્ ફેરફાર
થાય પણ સીધો તેનો વિપાક પુદ્ગલ ઉપરજ છે.) ૧૦૧૮ ઘાતિ કર્મનો ઉદય આત્માના ગુણ ઉપર અસર કરે છે (આત્મામાં અસર કર્યા પછી કથંચિત
પુગલ પર પણ અસર થાય પણ ધાતિની સીધી અસર તો પુદ્ગલ ઉપર જ છે.) ૧૦૧૯ “ઘાતિ' વિશેષણ જ જ્ઞાનાવરણીયાદિ જ કર્મોનું ભયંકરપણું જણાવવા પુરતું છે. ૧૦૨૦ તત્ત્વથી વિચારીએ તો વેદનીયાદિક કર્મને લાગેલું “અઘાતિ' એવું વિશેષણ નિર્વિષ સર્પની માફક
નિર્ભયતા જણાવનારું છે. ૧૦૨૧ જ્ઞાનાદિક ગુણો રોકવાવાળા ઘાતિ કર્મના બંધાદિ કરતાં અઘાતિના ઉદયથી થતાં દુઃખાદિકથી
સમ્યગુદૃષ્ટિને તેવો ભય હોતો નથી એ સ્વાભાવિક છે. ૧૦૨૨ ઘાતિ શબ્દ ન ધાતુ ઉપર બિન લાવીને બનાવેલો હોઈ ધાતિક આત્માના ગુણોને તે પણ જરૂરી
ઘાત કરવાવાળા જ છે એમ જણાવે છે. ૧૦૨૩ પાટલીપુત્રમાં “શ્રુત સંમેલન માટે એકઠો થયેલો સંઘ તે કેવલ શ્રમણોનો સમુદાય હતો. ૧૦૨૪ વજસ્વામીજીએ પુરિકાપુરી નામની સુકાળવાળી નગરીએ લઈ જવાયેલો સંઘ શ્રમણ (સાધુ)ના
સમુદાયરૂપજ હતો. તેવી જ શય્યાતર કુંભકારને તે પટ ઉપર ચઢવા માટે ચોટલી કાપી સાધુતા
સ્વીકારવી પડી. ૧૦૨૫ ગોષ્ઠા માહિલને વંદનાદિ બાર પ્રકારના રિવાજને બંધ કરી સંઘ બહાર મેલનારો સંઘ પણ સાધુના
સમુદાય રૂ૫ હતો.
Page #348
--------------------------------------------------------------------------
________________
૫૬
તા.૧-૩-૩૪
શ્રી સિદ્ધચક ૧૦૨૬ જીનેશ્વર ભગવાનની આજ્ઞાને અનુસરવાવાળો શ્રાવકનો સમુદાય તે ચતુર્વર્ણ સંઘના હિસાબે એક
ભાગ છે પણ તેઓ તો શ્રમણ સમુદાયની સેવાથી જ પોતાની કૃતાર્થતા માનનારો હોય અને તેથી પોતાને શ્રમણોપાસક ગણાવવામાં જ પોતાના જન્મને કૃતાર્થ માનનારો હોય છે તેવા કદાપિ
ભયંકર સર્પ જેવા કે હાડકાના માળા જેવા ગણાતા નથી. ૧૦૨૭ કોઈ પણ શાસ્ત્રમાં એવો લેખ નથી કે કોઈપણ શ્રાવક સમુદાયે કેવળ પોતાને જ સંઘ માની કાર્ય
કર્યું હોય, સંઘપતિ વિગેરે શબ્દો સંશની રક્ષાને લઈને જ પ્રવર્તેલા છે પણ સંઘની સ્થાપના કે
માલિકીની અપેક્ષાએ તે શબ્દ પ્રવર્તેલો નથી. ૧૦૨૮ વંદનાદિ બાર પ્રકારના વ્યવહારથી રહિત શ્રાવકને પણ સંઘ બહાર કરવાનું કાર્ય તો ચાલુ કામમાં
પણ સાધુઓની આજ્ઞાથી જ થયેલું છે.
શ્રીગૌતમસ્વામિને નમઃ શું આગમોની જરૂર છે ?
વા, તો નીચેની બિના વાંચી-વિચારી વર્તનમાં મુકવાનું ભૂલતા નહિ ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોએ અર્થથી નિરૂપણ કરેલ, અને સૂત્રથી ભગવાન ગણધરદેવોએ ગુણ્ડિત શ્રી આચારાંગ આદિ અંગો, ઉવવાઈઆદિ ઉપાંગો અને આવશ્યકાદિ મૂલ સૂત્રો કે જે પ્રથમ શ્રીમતી આગમોદય સમિતિએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને જેની નકલો ચોગુણી કિમતે પણ મળતી નથી, તેથી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ તેનો પુનરૂદ્ધાર કરવો શરૂ કર્યો છે.
માટેજ તેના ગ્રાહક થનાર દરેક નકલ દીઠ રૂપિયા પાંચ એડવાન્સ તરીકે નીચેને સરનામે ફાગણ વદ ૧ પહેલાં ભરી દેવાં.
હાલ આચારાંગ અને દશવૈકાલિક છપાવવાં શરૂ થશે, આ આગમોની મૂલ-કિમ્મત રહેશે, અને ત્યારબાદ બાકીના આગમો પણ કમસર શરૂ કરાશે.
તા. કા- આ વખતે કોઈ સંસ્થાદિને પણ ભેટ આપવામાં આવશે નહિ, માટે તેઓએ તેમજ બીજાઓએ એડવાન્સ મોકલી પોતાનાં નામો જલ્દી નોંધાવવા. ગ્રાહકોની સંખ્યા જેટલીજ નકલો છપાવવાનો આ સમિતિનો ઇરાદો છે, જેથી ઉપરની મુદત વિત્યાબાદ નામ નોંધવામાં આવશે નહિ. સુરત મુકામે પ્રથમની જાહેરાતથી જેઓએ એડવાન્સ તરીકે નાણાં ભર્યાં છે, તેઓને રીતસરની પહોંચ ટુંક સમયમાં સમિતિ તરફથી મોકલી આપવામાં આવશે. નાણાં ભરવાનું સ્થાન.) * શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ.
ભૂલેશ્વર, લાલબાગ મુંબઈ. નં. ૪
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૫૭ :.
તા. ૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર,
નોંધઃ- શ્રી મુંબઈ જૈનયુવક મંડળની પત્રિકામાં પૂર્વે છપાઈ ગયેલી શરૂઆતની દેશનાઓ વાંચવાને ઉત્સુક બનેલા ગ્રાહકોએ વારંવાર માંગણી કરેલી હોવાથી તે અત્રે અપાય છે. (ગતાંકથી ચાલુ) તંત્રી.
આગમોદ્ધારકની અમોઘ દેશના. એક પક્ષ-આખી જીંદનીગી મહેનત બલ્ક અનંતકાળની મહેનત એક જ સમયમાં નાશ પામે છતાં વિરામ પામતો નથી. બીજો પક્ષ એકજ સમયની મહેનત કોઈપણ કાળે નાશ પામે નહિ એવો ઉદ્યમી પગભર થતો આગળ વધે છે.આ બે પક્ષમાંથી તમો કયો પસંદ કરો છો? વેપારી છો વિચાર કરી બોલો? શાણા વેપારી વધુ લાભ તરફ ઢળે અને તમે પણ તે લાભદાયી પક્ષને જ અનુસરશો.
કારણ સમજો. કેવળજ્ઞાન પ્રાપ્તિને સમય કેટલા? એક જ સમય. બારમા ગુણઠાણાના છેડે મતિ-શ્રત હોય અવધિ મન:પર્યવજ્ઞાન હોય કિંવા ન પણ હોય અને તેરમાના પ્રથમ સમયની શરૂઆતમાં કેવળજ્ઞાન હવે જવાનું ક્યારે !! કોઈ કાળે નહિ.
બે પક્ષની દલીલ પુરસ્સરની વાત સાંભળવા છતાં મુંઝાયેલા આ જીવનું ધ્યેય નક્કી થતું નથી કે મારે શું કરવું જોઈએ? મુશ્કેલ છે
પચાસ વરસ વેપાર કરનારને એક વરસ ખાલી જાય, નફો ન મળે, ખરચ માથે પડે તો પાલવે, પણ વરસે વરસે ખોટ જાય તો તિજોરીનું તળીયું સાફ થાય છતાં તે વેપાર કેમ કરાય !!!
હજુ સુધી જાણીને ખોટના વેપારમાં પ્રવૃત્તિ કરનાર આપણા જેવા બીજા મૂર્ખ કોણ?
આપણા આત્માને પૂછો કે કાળજુ છે કે નહિ? છેવટે કહેવું પડશે કે ખરેખર આપણે કાળજા વગરના છીએ અને તેમ ન હોય તો અનંતી વખતની મહેનત નકામી ગઈ અને હજુ તેને તેજ રસ્તે ફેર ફેર નકામી મહેનત કેમ કરીએ છીએ !
મનુષ્યપણામાં કંચન - કામિની-કાયા-અને કુટુંબ એ ચારે મેળવ્યા; પણ તે બધા એક જ સમયમાં છોડ્યા. એ વાત જાણીએ છીએ છતાં ત્યાંના ત્યાંજ, રસ્તો ક્યારે પલટાવશો ? જન્મોજન્મની મહેનત નકામી ગઈ છતાં નકામી મહેનતથી પાછા કેમ હઠતા નથી. નાસ્તિક પણ સગિત-દુર્ગતિ પુણ્ય-પાપ માટે શંકાવાળો હોય પણ મરણ માટે જગતભરમાં કોઈ નાસ્તિક નથી. નાસ્તિકપણું જીવની માન્યતા માટે છે. મોતની માન્યતાવાળા કોઈ નાસ્તિક નથી. જ્યારે છેલ્લા સમયે મહેનત બરબાદ જવાની છે તો પછી અનંતી વખતની મહેનત બરબાદ કરવા બેઠા છો તે તમને શોભતું નથી.
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૫૮
તા.૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર એકજ સમયમાં મેળવી શકીએ અને કોઈ કાળે નાશ ન પામે તે તરફ લક્ષ્ય બાંધો. કોડની સંખ્યાને ભણવા, જાણવી અને માનવી જેટલી સહેલી છે તેટલી ક્રોડ મેળવવામાં સહેલાઈ નથી.
તેજ પ્રમાણે વસ્તુને ભણવી, જાણવી અને માનવી જેટલી સહેલી છે તે કરતાં તે વસ્તુને અમલમાં મુકવી તે કંઈક ગુણી મુશ્કેલ છે. પરમ બાધિકતા
જિનેશ્વરના વચનામૃત શ્રવણ કરનાર દરેક શ્રોતાઓને મહેનત નકામી થાય છે એ વાત સારી રીતે તેઓ જાણે છે પણ અમલમાં મુકી શકતો નથી. એવી રીતે આત્માની ઋદ્ધિ કેવળજ્ઞાન-દર્શન-અનંતવીર્યસુખ આદિ જાણવા માનવા સહેલા છે પણ તે મેળવવા માટે મથવું ઘણું જ મુશ્કેલ છે. જીનેશ્વરના વચનને નહિ માનનાર અને નહિ સમજનારને આત્માની ઋદ્ધિનો ખ્યાલમાં ન હોય અને તેથી મેળવવામાં બેનસીબ રહે એ બનવા જોગ છે પણ જેઓએ રિદ્ધિ જાણી છે તેવાઓને પણ મેળવવી તે ઘણી કઠણ વાત છે.
કારણ એકજ, એ મેળવે કોણ? કોડોની મિલ્કત મેળવે કોણ? જાણ્યા પછી કેડ બાંધી મહેનત કરે તે મેળવે, તેવી રીતે આત્માની ઋદ્ધિ જાણીને પણ મેળવે ક્યારે? કેડ બાંધીને ઉદ્યમ કરે ત્યારે.
સર્વશપણે એકજ સમયમાં. એકજ સમયમાં લાવે કોણ ! વીતરાગપણે આવ્યા સિવાય સર્વશપણું સીધી રીતે આવતું નથી. જૈનશાસન વીતરાગપણું પ્રાપ્ત કરાવવા માટે જ જન્મે છે, સર્વશપણું વીતરાગપણની વાંસે પડેલું છે.
પ્રશ્ન - ઉદ્યમ શાના? સર્વજ્ઞપણાનો કે વીતરાગપણાનો?
સમાધાન - વીતરાગપણાનો જ ઉદ્યમ હોઈ શકે અને તેટલા જ માટે તીર્થંકર મહારાજને વીતરાગ કહીએ છીએ, અને તેજ મુદ્દાસર બોલાવીએ છીએ.
સર્વજ્ઞપણાથી ઓછી અવસ્થા વીતરાગપણામાં છે. શાસનનું ધ્યેય વીતારાપણું છે. જીનેશ્વર શબ્દ શા માટે ? આખા મતને જૈન મત નામથી સંબોધાય છે સર્વજ્ઞમત તરીકે કેમ નહીં? સર્વશ્વર કેમ ન કહ્યાં? જવાબ એકજ દેવો પડશે કે સર્વાપણું એ ધ્યેય નથી પણ વીતારાપણું તેજ ધ્યેય છે.
વીતરાગ વીર વિભુના શાસનમાં જ્ઞાનની મહત્વતા વધારે ગણી પણ કયા જ્ઞાનની વધારે ગણી? જે જ્ઞાન વીતરાગપણાની આડે ન આવે. માટે વીતરાગપણાને ન પમાડે તે જ્ઞાન નહિ પણ અજ્ઞાન.
તીર્થકરોની પર્ષદામાં ગણધરો આગળ બેસે અને કેવળીઓ પાછળ બેસે.ગણધરો સર્વજ્ઞ નથી છતાં પાછળ કેમ બેસે તે કારણ તપાસીએ. કેવળીઓ પોતાના આત્મ અપેક્ષાએ અધિક છે. પણ આખા જગતને વીતરાગ માર્ગદર્શક હોવાથી આ મહાપુરુષો (ગણધર ભગવંતો)ની પ્રભુ શાસનમાં પરમ અધિકતા છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૩૪
૨૫૯
શ્રી સિદ્ધચક્ર વીતરાગ માર્ગની પ્રણાલિકાને અખ્ખલિત વહન કરાવવામાં ગણધર ભગવંતોનો જે પ્રયાસ છે તેટલો પ્રયાસ કેવળી ભગવંતોનો નથી અને તેથી જ સમવસરણમાં તેમનું સ્થાન તીર્થકર ભગવંત પછી બીજું જ છે. બલ્ટે શાસન સંચાલકોની પરમ અધિકતા છે. સાચો ચારિત્ર્યો કોઈ નહીં !
આ વાત ધ્યાનમાં લેશો એટલે તુરત લક્ષ્યમાં આવશે કે જૈન મત શું કહે છે. સર્વશપણું એક સમયમાં મળે તેમ વીતરાગપણું અનંતા જન્મોની મહેનતે મળે છે.
શંકા મઝુમવાર ત્તેિ શાસ્ત્રાકારે ભાવચારિત્ર આઠ વખત જ હોય, માટે તમારે આઠ ભવની મહેનત કહેવી જોઈએ તેની જગાએ અનંતભવની મહેનત કેમ કહો છો?
સમાધાન - એકડો શીખ્યા પછી એક વરસમાં આંકનું ધોરણ પુરું થાય અને સાત વરસમાં સાતે ધોરણ પુરાં કરી શકાય પણ એકડો સાચો કરવા માટે ખોટા લીટા કરતાં કેટલા દિવસ થાય, સાચો એકડો કોના પ્રતાપે? ખોટા લીટાના પ્રતાપે. સ્લેટો ભાંગી નાંખવી અને પેનો ખોઈ નાંખવી અને લીટા કાઢીને વખત પુરો કર્યો છતાં સાચા એકડા માટે તે નકામું ન ગમ્યું, પણ એમ કરતાં કરતાં આવડે, ગર્ભમાં કોઈ . શીખીને આવ્યું નથી, એવાં દિલાસાના વચન તે અવસરે બાળકને દેવાય છે પણ ભાવચારિત્ર માટે દેવા યોગ્ય દિલાસાના દાન વસ્તુ સ્થિતિને નહિ સમજનાર દરિદ્રીઓથી (દ્રવ્ય) દેવાતા નથી.
ખોટા ચારિત્રના પ્રતાપે ભાવચરિત્ર થાય અને તેનું ચારિત્ર સાત આઠ ભવમાં મોક્ષ અપાવે, લીટા કર્યા વગર એકડા કરનાર કેટલા? કોઈ નહિ, તેવી રીતે ખોટા ચારિત્ર વગરનો સાચો ચારિત્રીયો કોઈ નહીં એકજ દાણો
કદાચ કહેશો કે મરૂદેવા ખોટા (દ્રવ્ય) ચારિત્રમાં ક્યારે રહ્યાં? ત્રસપણું પામ્યા નથી. પંચેદ્રિય થયા નથી, વનસ્પતિ સિવાય બીજો ભવ દેખ્યો નથી તો તેમને ખોટું (દ્રવ્ય) ચારિત્ર ક્યાં કર્યું, ત્યારે તેમને તો લીંટા વગર એકડો કર્યો એટલે ખોટું ચારિત્ર કર્યા વગર નિરતિચાર ભાવચારિત્રનું સેવન કર્યું, તો પછી પ્રશ્ન - ખોટા વગર સાચું ચારિત્ર ન હોય તેમ તમે કહો છો તેનું શું? જવાબ - આછેરું.
શંકાકાર - કલ્પસૂત્રમાં દશ અછરાં (આશ્ચર્ય) સાંભળ્યા છે પણ આ તમે કીધું તે અગીયારમું આછેરું સાંભળ્યું નથી.
સમાધાન - પંચવસ્તુકાર ભગવાન શ્રી હિરભદ્રસૂરીશ્વરજી મહારાજા પા. ૧૪૧ ગા. ૯૨૪મીમાં કથન કરે છે કે મરૂદેવાને દ્રવ્ય ચારિત્ર વગર નિષિત ભાવચારિત્ર આવ્યું તે આશ્ચર્ય છે, દશ આશ્ચર્યમાં નથી પણ ઉપલક્ષણથી તે વાત ગણી લેવી.
Page #352
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૩-૩૪
મરૂદેવાના સંબંધમાં જે બન્યું તે આશ્ચર્ય એ નક્કી કર્યું, એટલે હવે નક્કી થયું કે બીજા બધા જીવોને ખોટા (દ્રવ્ય) ચારિત્ર આવ્યા પછી સાચાં ચરિત્રો આવે.
૨૦
આ જીવ અનંતી વખત નવગ્રેવેયકમાં જઈ આવ્યો. તમામ જીવો અનંતી વખત નવગ્રેવયકમાં ગયા; પણ જાય ક્યારે ? ચારિત્રથી બલ્કે ભાવસિહત ચારિત્ર હોય તો આઠ ભવથી વધારે ભવ ન થાય ત્યારે, અનંતી વખતના ચારિત્ર કયા ખોટા ? (દ્રવ્ય) ઘઉંમાંથી કાંકરી વીણવાના નથી, સીમમાંથી દાણા વીણવાના છે અને તે પણ આખી સીમમાંથી એક જ દાણો. આખી સીમમાં રખડી રખડીને થાકો ત્યારે એકજ દાણો. તેજ પ્રમાણે અનંતા દ્રવ્ય ચારિત્રે એક ભાવ ચારિત્ર.
ખોટી છાપ
હજુ વાત ધ્યાનમાં લો. મોક્ષમાં જીવો કેટલા ? અનંતા એટલે એક નિગોદનો અનંતમો ભાગ. ત્રણે કાળના મોક્ષે ગયેલા જીવો એકઠા કરીએ તો પણ એક નિગોદનો અનંતમો ભાગ ! અને તે સર્વ જીવો ભાવચારિત્રમાં આવ્યા ક્યારે ? અનંતી વખત ખોટા (દ્રવ્ય) ચારિત્ર કર્યાં ત્યારે. આ ઉપરથી એ નિયમ થયો કે એક નિગોદના અનંતમાં ભાગમાં રહેલ સિદ્ધિએ એક નિગોદ જેટલા (દ્રવ્ય) ખોટા ચારિત્રો ઉભા કર્યાં !!!
જે વ્યવહાર રાશિમાં અનંતાનંત જીવો છે તેઓએ અનંતી વખત દ્રવ્ય ચારિત્રો લીધા છે.
વાદી શંકા કરે છે કે શું ત્યારે તમો ખોટાં (દ્રવ્ય) ચારિત્રની મહત્વતા ગણાવો છો ?
સમાધાનકાર - બેશક ! અને એજ કહેવા માંગીએ છીએ કે દ્રવ્ય પણ ચારિત્ર પ્રાપ્ત થાય. કહેવાનું તત્વ એજ છે કે પાપારંભ કરતાં દ્રવ્ય ચારિત્ર ઉત્તમોત્તમ છે. સમ્યક્ત્વ, સમ્યક્ત્ત્તી, અને બારવ્રતીને પણ આત્મ કલ્યાણ સિવાયના લાભની અપેક્ષાએ દ્રવ્ય ચારિત્ર વધારે ઉત્તમ છે. મોક્ષના લાભની વાત બાજુએ મુકી સમ્યક્ત્વવાળો, દેશિવરતિવાળો, નિરતિચાર આરાધાન કરે ને વધુમાં વધુ ક્યાં સુધી જઈ શકે. બારમાં દેવલોક સુધી; જ્યારે દ્રવ્ય ચારિત્રીયો નવચૈવેયક સુધી જાય. દેવતાઈ સુખ-સાહ્યબી - ઇંદ્રિયજન્ય સુખ વિશુદ્ધ લેશ્યામાં અનંત ગુણો ફેરફાર છે. મોક્ષની અભિલાષા, સમ્યક્ત્વાદિ ન હોય છતાં દ્રવ્ય વ્રતધારીને (ચારિત્રીયાને) લેશ્યાદિક પૌદ્ગલિક સુખો અધિક પ્રમાણમાં છે.
આપણી આરાધના મોક્ષ માર્ગ પ્રત્યે છે અને સમ્યક્ત્વને વધારે ઉત્તમ ગણીએ છીએ, સંવર-નિર્જરાદિ ઉત્તમ લાભો થાય છે તેમાં બે મત નથી; પણ જે પુણ્યની પ્રબળતા સમ્યક્ત્વ નથી મેળવી આપતું તે દ્રવ્ય ચારિત્ર મેળવી આપે છે. દુઃખગર્ભિત વૈરાગ્ય અને મોહગર્ભિત વૈરાગ્યની છાપ મારતાં ક્યાંથી શીખ્યા ?
ચાર્ટર બેંક જેમ સોનાની લગડીઓ પર છાપ મારે છે તેમ વૈરાગ્યવાન પુરુષો પર તમે છાપ મારવા તૈયાર થાઓ છો. છાપ મારનાર આંધળો હોય તેણે મારેલી છાપની કિંમત શી ? ખરી રીતે જેલની સજા ભોગવવાને લાયક. તેવી રીતે દુઃખગર્ભિત; અને મોહગર્ભિતની છાપ મારનારની વલે શી ? કારણ ધુતવા માટે લોકને ઉન્માર્ગે મોકલવા માટે ખોટી છાપ મારતાં જરા વિચાર કરો ?
Page #353
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૩૪
૨૧
શ્રી સિદ્ધચક્ર શું આ જ્ઞાનગર્ભિત?
તપાસ કરતાં કન્યા મળી નહીં, તેથી દીક્ષા લીધી, વેપારમાં પૈસા ગયા, મુશ્કેલીમાં આવી ગયો અને નોકરી ન મળી તેથી દીક્ષા લીધી તો તમારા હિસાબે તો તમો દુઃખથી કંટાળેલા બધાને દુઃખગર્ભિતની છાપ આપવા તૈયાર થયા છો, અને તેવા બોલનારા-લખનારાઓની અપેક્ષાએ તો સનકુમાર ચક્રવર્તી બાહુબળજી વિગેરેની દીક્ષાઓ દુઃખગર્ભિતમાં ગણવી પડશે.
સાઠ હજાર પુત્રો હુંકાઈ ગયા ત્યારે બાવા બનાવાનું મન સગર ચક્રવર્તીને થયું. જ્યાં સુધી શરીર સારું લાગ્યું, થુંકદ્વારા એ પ્રત્યક્ષ ક્રીડા નજરે નિહાળ્યા ત્યારે દીક્ષાનો વિચાર થયો. આજના કયા દીક્ષિતો એ ક્રિીડાનો અનુભવ શરીરદ્વારા એ કરી દીક્ષા લીધી. મીયાંજી પડ્યા તો પડ્યા પણ ટાંગ ઉંચી રાખવી, કારણ ચક્રવર્તી જીત્યો જીવાતો નથી, અને હાર કબુલ થતી નથી. કયો વૈરાગ્ય અહીં હતો તે તપાસો, તમો આવા માણસ માટે કઈ છાપ અને કયું સર્ટીફીકેટ આપો તે બોલો. આપણે હિસાબે જેટલા સિદ્ધો થયા તે બધા દુઃખગર્ભિત સંસારથી નિર્વેદ પામે, દુખથી કંટાળે એ ખગર્ભિત, નિર્વેદ વગર સમ્યકત્વ હોય નહીં અને તે વગર કોઈ મોક્ષે ગયેલ જ નથી - દુઃખગર્ભિતનું લક્ષણ શું તે જાણવાનો વિચાર કરતા નથી. માટે પ્રથમ તે સમજો; જેને મોક્ષની સમજણ નથી, મોક્ષ સાંભળ્યો નથી, ચારિત્ર આત્માનું વ્યાણ કરનાર છે એમ જાણ્યું નથી તેવાઓને દુઃખનો પ્રસંગ આવી પડે અને તે દુખમાંથી ચારિત્ર લે તો જ છૂટી શકાય, એટલે સીધી રીતે ચારિત્ર સાથે જરાકે નિસ્બત નથી પણ જીંદગી અગર પૌગિલક સાધન સામગ્રીના સીધા સંરક્ષણ માટે તાલાવેલી લાગી છે તે દુખગર્ભિત, દષ્ટાંત તરીકે વાઘર વીંટીને મેતારજ ઋષિના પ્રાણ હરણ કરનાર સોની સમજે છે કે ધર્મપરાયણ રાજા છે, ધાર્મિષ્ઠ કુટુંબ-રાજ-જીવન-ભોગ સામગ્રી આદિ સર્વસ્વ પૌગિલક સાધનો કરતાં ધર્મને અધિક પદ સમર્પણ કરનાર સમ્યકત્વ શિરોમણિ શ્રેણિક મહારાજા છે. આ વાત સોનીના ધ્યાનમાં છે, ક્રોધના આવેશમાં મેતારજને મારી નાંખ્યા; મરણ પામ્યા પછી ખ્યાલ આવ્યો કે મહાત્માનું ખૂન થવાથી શ્રેણિક મને અને આખા કુટુંબને અવળી ઘાણીએ પોલી નાંખશે જેથી બચવાનો રસ્તો શું તે હૃદયમાં વિચારે છે ! મેતારજ મુનિ છે એક રીતે શ્રેણિકના જીવન કરતાં અધિક પદસ્થ ગુરુ છે અને સંસારની અપેક્ષાએ પોતાનો જમાઈ છે, જેથી મરણની વાત સાંભળવા જેટલી પણ સમતા રાખી શકશે નહીં, માટે એક જ રસ્તો યાદ આવે છે કે ધર્મને અંગે શ્રેણિક બધું સહન કરે છે, કર્યું છે અને કરશે. જે શ્રેણિક મહારાજાની સહનશીલતા માટે શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં ઠેર ઠેર યશોગાન કર્યા છે તે સાંભળશો એટલે બહુમાન થયા વગર રહેશે જ નહિં. ગુન્હેગાર નથી
દીક્ષાના લીધે જ રાજા શ્રેણિકનું રાજ્ય ગયું, દીક્ષાના લીધે કેદમાં સડવું પડ્યું, રોજના સો સો કોયડા ખાવા પડ્યા, હીરો ચુસી મરવું પડ્યું, તો પણ દીક્ષા પ્રત્યે છાંટો પણ અરુચિ ન થઈ !!! કદાચ શંકા થશે કે આ શું? દીક્ષાના લીધે આ બધું શું થઈ ગયું !!!
Page #354
--------------------------------------------------------------------------
________________
૬૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧-૩-૩૪
એ સાંભળી કદાચ આશ્ચર્ય થશે પણ થોડા શબ્દોમાં સમાધાન શાંતિથી સાંભળો ! અભયકુમારની દીક્ષા !!
હવે જરા મગજને ઠેકાણે લાવો અને હૃદયથી વિચારો કે અભયકુમારની હયાતિમાં કોણિકની કઈ તાકાત કે શ્રેણિકનો વાળ વાંકો તે પોતે કરી શકે ? અને કોયડા તે કઈ રીતે મારી શકે !!! અભયની દીક્ષા થઈ ને બધું બન્યું, ખરું કહીએ તો ન બનવાના સર્વ બનાવો બન્યા, અભય દીક્ષા લેશે એટલે મારા રાજ્યની, મારી,મારા વૈભવની, પાટનગરની, પ્રભુતાની, અને આબરૂની પાયમાલી થઈ એ વિચાર હોય જ ક્યાંથી ? તેમજ અભયને માલુમ પણ નહોતું કે આવું બનશે. આવી શંકા તમો સર્વ સાંભળનારને થાય એ સંભવિત છે.
ચેલાને માલુમ નહોતું, ભક્તને માલુમ નહોતું પણ ગુરુને તો માલુમ હતું કે નહિ ? કહેવું પડશે કે પ્રભુ મહાવીરદેવને માલુમ હતું કે અભયને દીક્ષા દેવી એજ શ્રેણિકની બુરી દશાનું દશે દિશામાં દિગ્દર્શન !!!
જગતભરમાં તે દીક્ષાની જાહેરાત થવા માત્રથી મારી હેલના થશે. પણ હેલના કરવાવાળા આજના કોહી ગયેલા કાળજાવાળા કમનસીબો તે સમયમાં નહોતા. પ્રભુ મહાવીરનું કાળજું કેવું કે ચૌદ હજારમાં એક આવ્યો હોય તોયે શું ને ન આવ્યો તોયે શું એવું પણ ન થયું. ભક્ત રાજ્યથી ભ્રષ્ટ થશે, ખાવાપીવાના તેને ફાંફા પડશે, સો કોયડાના માર ખાવા પડશે, પરાધીનતાથી પિંજરમાં પુરાવું પડશે, આ બધું પ્રભુ મહાવીર સર્વજ્ઞ ત્રણ કાળની બીના હસ્તામલકવત્ દેખી રહ્યા છે તો શું જોઈને દીક્ષા આપી હશે ? પોતાના ભક્તના છોકરાને દીક્ષા આપી એટલે તો ખાધું એનું ખોદ્યું એ બોલે કોણ ? (સભામાંથી) અણસમજું.
ખરી રીતે તો પ્રભુ મહાવીરે કોને ત્યાં ધાડ પાડી ? (સભામાંથી) ભક્તને ઘેર. એવું તમારાથી ન બોલાય, ક્વચિત્ બોલશો કે અદ્વિતીય ભક્તને ત્યાં દીક્ષા દીધા પછી નુકશાન ન થયું હોત તો ઠીક પણ નુકશાન હદપારનું કર્યું !!!
પ્રશ્ન - તીર્થંકર તો સર્વજ્ઞ હતા પણ તમો આપો છો તે શાથી ?
.
સમાધાન - આટલું બધું નુકશાન થશે તે જાણવા છતાં પણ દીક્ષા થાય તેનો હિસાબ સર્વજ્ઞ ન ગણે તો, અમારે બે જ્ઞાનનું પુરૂં ઠેકાણું નહિં અને પ્રવૃત્તિમાં સંભવ માત્ર લાગે તેથી અમારે તો દીક્ષા આપતાં ડરવાનું કોઈપણ કારણ નથી.
એક આત્માના કલ્યાણ માટે ચારિત્ર આપ્યું અને ચારિત્ર લેનારની પાછળ રહેલ કુટુંબ કુવામાં પડે અને ડુબીને મરી જાય તેમાં અમે લેશભર ગુન્હેગાર નથી. દૃષ્ટાંત તરીકે એક છોકરો ત્રણ વરસથી લાગલગાટ નાપાસ થાય છે, માબાપ તેના હિતની ખાતર સજ્જ ઠપકો વારંવાર આપે છે, ઠપકો સાંભળી વારંવાર કંટાળે છે, અંતે છોકરો કુવામાં પડે છે, અને મરણ પામે છે તો પણ ડાહી દુનિયામાં મા-બાપ ગુન્હેગાર થતાં નથી. તેવી રીતે અમે પણ ગુન્હેગાર નથી.
સલાહ કે સત્તા
ગુન્હાને ગુન્હા તરીકે સમજ્યા નથી કરાણ એક છોકરો મેટ્રિક ભણે છે, બાપ મરી ગયો છે, ઘર
Page #355
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૩૪
૨૬૩
શ્રી સિદ્ધચક ગીરવે મુક્યું છે, ખાવાપીવાનું સાધન પણ દેવું કરીને થાય છે, અત્યારે પરીક્ષામાં પાસ થઈ જાય તો પચીસ ત્રીસ રૂપિયા મળે ને નાપાસ થાય તો કોઈ ઉભું રાખતું નથી બલ્ક આખું કુટુંબ રખડી મરે છે.
હવે જો તે છોકરાને પરીક્ષક માર્ક ઓછા આપે તો ગુન્હેગાર ખરો કે નહિ? જવાબમાં - ના, કારણ અભ્યાસના હિસાબે જ માર્ક અપાય. એ નિયમ પ્રમાણે વર્તવું તે ગુન્હો નથી, પણ આફતને પ્રસંગ દેખી નીતિવિરૂદ્ધ નાલાયકને પાસ જેટલા માર્ક આપે તો બેવડો ગુન્હેગાર થાય. કેળવણી ખાતામાં જાણ થાય તો પરીક્ષકને ઘેર બેસવું પડે. તેવી રીતે દીક્ષાના પરિણામવાળાં હોય તેને દીક્ષા દેવી, પણ તેની પાછળના કુટુંબનું શું થશે તે જોવાનું કામ ગુરુઓનું નથી જ !! પ્રશ્ન - પાછળથી નાસી જાય છે તેનું કેમ? જવાબ- પરીક્ષા દીધા પછી ગાંડો થઈ જાય તો પરીક્ષક ગુન્હેગાર ખરો કે નહિ? (સભામાંથી) ના જી.
સાધુઓનું વર્તન- તમારો નાનામાં નાનો છોકરો પણ જાણે છે કે સાધુપણામાં કઈ રીતે રહેવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે હરાય, કઈ રીતે ફરાય, વિગેરે આચારોથી વાકેફગાર હોય છે, અને એ જોઈને લેવા તૈયાર થાય છે. પરીક્ષામાં પ્રસંગપર પૂછેલા સવાલના જવાબ ઉપરજ માર્ક આપવા પડે છે, પણ ચોરી ન પકડાય તો શંકા માત્રથી માર્ક કાપી શકાતા નથી, સાબીત ન થાય ત્યાં સુધી માર્ક આપવા પડે છે; તેવી રીતે જ્યાં સુધી દાનત ખરાબ છે એમ સાબીત ન થાય ત્યાં સુધી વ્રત-નિયમ આપવા જ પડે. ચારિત્ર લીધેલ હોય તો સાવચેતી રાખવી પણ અઢાર દોષપૈકી દોષ તપાસવા માટે નથી પણ માલુમ પડે તો દીક્ષા ન આપવા માટે તે વિધાન છે. તપાસવા જવાનું નથી, તેમ તપાસવા માટે થોભવાનું પણ નથી, કેટલાક દોષો એવા છે કે સાધુને માલમ પડે તો જ ઉતરવા જેવું છે અને એ માટે જ દીક્ષાર્થીને ગીતાર્થ જણાવે કે અમે આ દોષવાળાને દીક્ષા આપતા નથી એમ શાસ્ત્રો જણાવે છે.
અભયની દીક્ષાથી કરોડો મનુષ્યો માર્યા ગયા, અઢારગણ રાજા અને રાજ્યો ખેદાનમેદાન થઈ ગયા, ચેડા મહારાજનું પણ હૃદય ચીરાઈ ગયું અને તે વાવમાં પડીને મરી ગયા, રથ મુશલયુદ્ધ અને મહાશીલાકંટક યુદ્ધ પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધિને પામ્યા છે!
સમાજના સંરક્ષણની વાટ્યાત વાતો કરનારા, અંદરથી સમાજને સડાવવાની તેજારી રાખવાવાળા, મોઢેથી દીક્ષાના હિતેચ્છુ અને બહારથી દીક્ષાના દુશમનો અભયકુમારની દીશાને આજના સમયમાં કઈ રીતિએ ચિતરે તે વિચારવા જેવું છે # કારણ કે વિશ્વવંદ્ય વિભવીરના વિસ્તાર પામેલા શાસનમાં અદ્યાપિપર્યત એક પણ અનિર્વચનીય નાશવંત નુકશાનવાળી દીશા અભયકુમારના જેવી હજુ સુધી થઈ નથી ! પ્રશ્ન - દીક્ષા માટે અમારે વાંધો નથી પણ શ્રાવકની સલાહ લે કે નહિ?
જવાબ- સલાહ કે સત્તા, કારણ કે સલાહ તો અત્યારે લેવાય છે પણ યુવકોના નિવેદન નિહાળશો તો માલમ પડશે કે સલાહનો અંશ નથી, પણ એક પૂજ્ય સંસ્થા પાસેથી ન સાંભળી શકાય, ન લખી શકાય
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૪
તા.૧-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર અને ન કથન કરી શકાય તેવા પ્રકારની હીલચાલ તે પૂજયો પાસે કરાવવા મથે છે, પણ તેવા પ્રકારના મુડદાલ મનોરથો વંધ્યાઓના કોડની જેમ કોઈપણ કાળે ફળીભૂત થયા નથી, થતા નથી અને થશે પણ નહિ
સલાહ એ જુદી વસ્તુ છે અને સત્તા એ જુદી વસ્તુ છે, વિનંતિ કરવાનો હક્ક દરેકને છે, અને તે દર્શાવેલ રીતસરની સૂચનાઓનો અમલ પણ અનેકાનેક વખત થયો છે, થાય છે, અને થશે, પણ સત્તાનું ઉંડું તત્ત્વ રહસ્ય તપાસીએ તો ખુલ્લી રીતે તેમના તરફથી જાહેર થયેલ નિવેદનો છે, કે જે નિવેદનોની અંદર દીક્ષાનો ખુલ્લો અટકાવ છે; દીક્ષાની અટકાયત કરનારાઓના હાથમાં સત્તા અને સલાહ તે વાંદરાના હાથમાં દારૂ ને તલવાર સોંપવા જેવું છે. દુખ ગર્ભિત વૈરાગ્ય પણ વંદનીય છે!
દીક્ષાની પરીક્ષા કરવા માટે દરેક ગામના સંઘ એક સંપીપણ તૈયાર છે ? (સભામાંથી) ના જી. ગાયકવાડી રાજ્યમાં જાહેર રસ્તા પર ચાલ્યાં જતાં ગાંડા પર ટોલની ચીઠ્ઠી હોવી જોઈએ, કે જ્યાં ટોલવાળાને કાયમ હાજર રહેવું પડે છે, ન હાજર રહે તો ગુન્હેગાર થાય, પણ દીક્ષા દેવા સંબંધમાં
વ્યવસ્થા ના કરે તો દંડ કયો રાખ્યો છે? કોઈ ગાડાવાળો અરજી કરે કે ચીઠ્ઠી મેળવવા કયા સ્થાનમાં, ટોલવાળો કયા ટાઈમે બેસશે, અને તે પ્રમાણે તે અરજીદ્વારાએ પુછાવે તો જવાબમાં કંઈ સંતોષકારક જવાબ ન મળે, તો ચીઠ્ઠી રાખવાનો કાયદો એ કાયદો છે કે ગાડાવાળાને હેરાન કરવાની કનડગત છે !!!
દીક્ષાની ના કહેવામાં તમારું જવાનું શું? ના કહેવામાં જેને લેશભર નુકશાન જવાનું નથી, ભાવિ નુકશાનની માલમ નથી તેવાઓની હા અગર ના પર દોડધામ કરનારા મુર્ખ શિરોમણિ છે, બલ્ક તેવાઓની જૈન શાસનમાં ફૂટી કોડીની પણ કિંમત નથી !! અભયકુમારે દીક્ષા લીધી ત્યારે શ્રેણિકે સીંચાણો હાથી હલ્લવિહલ્લને આપ્યો, દીક્ષાના પ્રતાપે એકતાર બનેલી અભયની માતા નંદાએ પણ સાથે દીક્ષા લીધી, અને પોતાની પાસેના દિવ્યકુંડલ અઢાર સેરોહાર અને દેવદુષ્ય એ બધું હલ્લવિહલ્લને આપ્યાં, રાણીઓ દાગીના પહેરી હરેફરે છે, હલ્લવિહલ્લ સાથે દિવ્યકુંડલ અઠાર સરોહાર અને દેવદુષ્યથી સુશોભિત એવી તેની રાણીઓને પદ્માવતી (કોણિકની સ્ત્રી) એ દેખી, દેખવાની સાથે અદેખાઈ આવી, તુરત પતિ પાસે માગણી કરી. પત્નીના સંતોષની ખાતર કોણિક ચેડા મહારાજ પાસે તે વસ્તુઓ માંગી, આપવા તાકીદ કરી જણાવ્યું. ચેડા મહારાજે જવાબમાં ના કહેવરાવી. અંતે કોણિકે લડાઈ લડવા કહેણ મોકલ્યું. ભયભીત થયેલ હલ્લવિહલ્લ ચેડા મહારાજને ત્યાં શરણે ગયા. પૂર્વે જણાવેલ રથમૂશળ અને મહાશીલાકંટક સંગ્રામ શરૂ થયો. કોડો માણસ મરી ગયા અઢાર ઓગણીશ રાજ્ય પાયમાલ થઈ ગયાં આ બધા વિનાશના વાયરાના કારણની જડ અભયકુમારની દીક્ષા !!
(અપૂર્ણ).
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદશાનાદિસંગ્રહ ૦-૮-૦ શ્રી. ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂા. ૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.
Page #357
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ. મુલ્ય અંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિતક ૬ ઠું.. 0-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયન્નાછાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક ' ૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશના ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહદ્વૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રી આનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફૂલોસોફ અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ
૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર.૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજૂષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ પ૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મનવર સ્તોત્ર ... ૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ મુલ્ય. મુનિ કત ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-પ-૦ ૫૯ શ્રી ચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયનો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ -શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" બી.એ.કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #358
--------------------------------------------------------------------------
________________
એક સમ્યકત્વનું સ્વરૂપ છે જૈન શાસનરૂપી વૃક્ષના મૂળ તરીકે, શાસનરૂપી મંદિરના દ્વાર તરીકે, શાસનરૂપી મહેલના પાયા તરીકે, શાસનરૂપી ગુણોના આધાર તરીકે અને શાસનરૂપી રત્નોના નિધાન તરીકે કોઈપણ ચીજ સર્વજ્ઞ ભગવાને જણાવી હોય તો તે કેવળ સમ્યકત્વજ છે. સમ્યકત્વનો મહિમા એવો અદ્વિતીય છે કે સત્તર વાપસ્થાનકથી એક પણ અંશથી નહિ વિરમેલો મનુષ્ય થોડા ભવમાં સર્વ પાપ વર્જીને મોક્ષ પામી શકે છે, જ્યારે સમ્યકત્વના અભાવે મિથ્યાદર્શનમાં રહેલો શેષ સત્તર વાપસ્થાનોના વિરમણ અને વિવેકવાળો હોય તો પણ સમ્યકત્વ પામ્યા સિવાય કોઈ કાળે પણ મોક્ષ પામી શક્તો નથી. અર્થાત્ સમ્યકત્વવાળો પુરુષ મહેલને ચણનારા કડીયાની માફક નિયમિત ઉર્ધ્વગામી હોય છે. જ્યારે સમ્યકત્વ વગરનો સત્તર પાપસ્થાનક વર્જનારો છતાં કુવાને ચણનારા કડીયાની માફક અધોગામી હોય છે. તેથી દરેક મોક્ષની ઈચ્છાવાળાઓએ તેમજ ધર્મની ધગશવાળાઓએ સમ્યકત્વને આદિમાંજ આદરવું જોઈએ. આજ કારણથી શ્રાવકના વ્રતોના અબજો ભાંગા છતાં પણ એક પણ ભાંગો સમ્યકત્વ વગરનો ગણ્યો નથી. એટલે કે સમ્યકત્વરહિત કોઈપણ મનુષ્ય કે અન્ય જીવ શ્રાવકપણામાં ગણવાને લાયક હોય નહિ. આ વાત સ્થળ બુદ્ધિથી શાસ્ત્રો જોનારને પણ નવી લાગે તેવી નથી. પૂર્વે જણાવેલું સમ્યકત્વ જેને પ્રાપ્ત થયું હોય તે જીવ હંમેશાં રાગદ્વેષ અને મોહાદિ દૂષણોએ રાહત અનંત એવા શાનદર્શનવીર્ય અને સુખને ધારણ કરવાવાળા સકળ જગતના જીવોને સંસાર સમુદ્રથી તારવારૂપી ઉપકારમાં પ્રવર્તેલા, સર્વથા દૂષણરહિત શુદ્ધ આત્મસ્વરૂપને વિષેજ લીનતાવાળા, એવા પરમ પુરુષનેજ તત્વથી દેવબુદ્ધિએ માને અને ત્રિવિધ ત્રિવિધ તેમની ભક્તિ કરવામાંજ લીન થાય.
વળી એજ પરમાત્માએ યથાસ્થિત પણે પ્રગટ કરેલા જીવાદિક નવપદાર્થોને સત્ય તરીકે, વ્યાપક તરીકે, નિસંદેહ પણે માનવા તત્પર રહે, વળી તેજ પરમાત્માએ કહેલા સમ્યગદર્શન નશાનચારિત્રરૂપી મોક્ષમાર્ગમાં જે બાળ, જુવાન કે વૃદ્ધ, સધન કે નિધન, સ્ત્રી કે પુરુષ, સકુટુંબ કે નિષ્કુટુંબ, જીવો પ્રવર્તે, તેઓનેજ સાધુતાવાળા માની વંદનાલાયક ગુરુપદવાળા માને તેનું જ નામ સમ્યગુદર્શન છે, અર્થાત્ જેઓ ભગવાનની ભક્તિ કરવામાં પ્રતિકૂળતા ધારણ કરનારા, વળી પરમાત્માએ નિરૂપણ કરેલા નવતત્ત્વોની ખામી કલ્પી તેનેજ જોનારા તથા ત્યાગમાર્ગમાં પ્રવર્તતા તેનો ઉપદેશ કર્તા સાધુઓ ગૃહસ્થ સમાજના કાર્યથી વિમુખ રહેનારા અને
(અનુસંધાન ટાઈટલ પા. ૨)
Page #359
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
Registered No. 2007—0
10-
આગમ-રહસ્ય. દ્રવ્યનંદીનું સ્વરૂપ
Hક શ્રી સિદ્ધચક્ર.
દ્વિતીય વર્ષ અંક ૧૨ મો
] ઇ
મુંબઈ, તા. ૧૫-૩-૩૪ ગુરુવાર
ફાગણ વદ ૦))
ળ વીર સં. ૨૪૬૦ 1 વિકમ સં ૧૯૯૦
यद् देवैरनिशं नतं गणभृतो ध्यायन्ति यत् सर्वदा । येनाप्येत गुणावली शिवपदं यस्मै सदा स्पर्धते । यस्मात्तीर्थमलं गुणा निरवमा यस्यास्ति यस्मिन् वृषोऽनन्यः सेव्यपदं सदाऽव भविनः श्रीसिद्धचक्रांगिनः ॥
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ.
તરફથીઝવેરી પાનાચંદ રૂપચંદ (તંત્રી) - - -
Page #360
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પાન ૪નું અનુસંધાન.) અંગ તૈયાર કર્યા. જેઓને દેવતાઓએ ઘેવર અને કોળાપાક જેવી બાળકને લોભાવનારી ચીજોથી નિમંત્રણ કરી નિશ્વળ જણાતાં વૈકીય લબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી. જેઓના ગંભીરતાપૂર્વકના શાનથી આશ્ચર્ય પામેલા આચાર્ય મહારાજે તેમના જ્ઞાનની જાણ માટે ગ્રામાન્તરે જવાની જરૂર જણાઈ. જેઓની વાચનાથી શીઘજ્ઞાન પામતા, તુષ્ટ થયેલા શ્રમણવર્ગે ગુરુમહારાજના આગમનનો વિલંબ ઇચ્છયો.
તેવા ગુણવિધાયુક્ત ભગવાન વજસ્વામી પૂર્વ દેશમાંથી વિહાર કરી ઉત્તર દેશમાં પધાર્યા. તે વખતે ઉત્તર દેશમાં દુષ્કાળ પડયો. એ વાત સાધુઓના વિહારને લાયકના રસ્તા પણ બંધ થઈ ગયા ત્યારે સાધુ સમુદાયરૂપ સંઘે વજસ્વામીજીને વિસ્તાર કરવાની વિનંતિ કરી. ભગવાન વજસ્વામીએ પટવિદ્યાર્થી અભિમંત્રી પટ ઉપર સંઘને આરોહણ કર્યો. તે વખતમાં ભગવાન વજસ્વામીનો શય્યાતર જે ચારી માટે ગયો હતો તે આવતો હતો. તેણે તે વજસ્વામીજી વિગેરે શ્રમણ સંઘને ઉડતો જોયો. તેથી પોતે દાતરડાથી પોતાની ચોટલી કાપીને કહેવા લાગ્યો કે “ભગવાન, હું પણ (શીખારહિત હોવાથી) તમારો સાધર્મિક છું.” (અગીયારમી પ્રતિમાનું વહન કે શ્રમણપણાનો અંગીકાર કરવાના પ્રસંગ વગર ચોટલી રહિતપણું હોતું નથી.) પછી સવર્મિક વાત્સલ્યમાં ઉદ્યમવાળા જેઓ હોય છે, તેઓ સ્વાધ્યાયમાં, ચરણકરણમાં અને તીર્થની પ્રભાવનામાં ઉઘમવાળા જ છે આવું સૂત્ર યાદ કરતાં ભગવાન વજસ્વામીએ તે મુંડિત થયેલા શય્યાતરને પણ પટ ઉપર લઈ લીધો. પછી ત્યાંથી ઉડેલા વજસ્વામી પુરિકા નામની નગરી પધાર્યા. ત્યાં સુકાળ હતો. ત્યાં શ્રાવકો ઘણા હતા. ત્યાંનો રાજા બૌદ્ધની શ્રદ્ધાવાળો હતો. ત્યાં જૈન શાસનના શ્રાવકોને અને બૌદ્ધના શ્રાવકોને માલ્યઆરોહણમાં વિરૂદ્ધતા ચાલતી હતી. સર્વસ્થાને તે બૌદ્ધ મતવાળા હાર પામતા હતા. તે બૌદ્ધ મતવાળાઓએ રાજદ્વારાએ પાસણમાં પણ શ્રાવકોને ફૂલ મળતાં બંધ કર્યો. પાસણમાં પણ ફૂલ નહિ મળવાથી શ્રાવકો ખેદવાળા થયા. બાળવૃદ્ધ સહિત સર્વ (શ્રાવકો) વજસ્વામી પાસે આવ્યા. આ વિગેરે બૌદ્ધ રાજાને જૈની કરવા સુધીની હકીકત તો ઘણીજ પ્રસિદ્ધ છે.
ઉપરના દાતમાં માર્ગનો વિચ્છેદ થવો, શય્યાતરને ચોટલી કાપવી, સાધર્મિક વાત્સલ્યનું સૂત્ર યાદ કરવું અને પુરીકાપુરીના શ્રમણોપાસકનું શ્રાવક શબ્દથી વર્ણન થવું, ફૂલની પ્રાપ્તિ ન થવાથી ખેદના અધિકારમાં પણ શ્રાવક શબ્દનું વપરાવવું, બૌદ્ધના શ્રાવકોને જીતવાની જગા પર અમારા શ્રાવકો જીતતા હતા. એ વિગેરે વસ્તુઓ તત્ત્વ દૃષ્ટિથી જોનારને સ્પષ્ટપણે સમજાશે કે પુરિકાનગરીએ લઈ જવામાં આવેલો સંઘ એ કેવળ શ્રમણ સમુદાયરૂપ સંઘ હતો એમ માનવુંજ પડશે.
Page #361
--------------------------------------------------------------------------
________________
* શ્રી સિદ્ધચક્ર +
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચકની આરાધના અને શ્રીઆચામાલ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
__ अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપ પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્રસિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. 0 મુંબઇ, તા. ૧૫-૩-૩૪ ગુરુવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૨ મો.
ફાગણ વદ )) 1 વિકમ , ૧૯૯૦
૦ આગમ-રહય. •
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ દરેક તત્ત્વની ચાર પ્રકારની ઘટના હોવાથી જિનેશ્વર મહારાજે કહેલ પદાર્થની ચાર પ્રકારે શ્રદ્ધા કરવાથીજ સમ્યકત્વ થાય છે તે માટે તેમજ કંઈપણ વિશેષ હકીકત માલમ ન પડે તે જગ્યા ઉપર પણ ચાર નિક્ષેપાથી તો વ્યાખ્યા કરવી જ જોઈએ, એ નિયમને અનુસરીને નંદીને અંગે નામ અને સ્થાપનાનું નિરૂપણ આગળ જણાવ્યા પ્રમાણે કર્યા પછી ભાવનંદીના નિરૂપણ પહેલાં દ્રવ્યનંદીના નિરૂપણની આવશ્યકતા છે એમ માનવામાં કોઈપણ જાતની હરકત નથી. વસ્તુતત્ત્વના નિયમ પ્રમાણે નામને અંગે જે બે પદાર્થો અભિધેય અને અભિધાન નિશ્ચિત માનવા લાયક છે તે બંને પદાર્થો દ્રવ્યનો એક વિભાગ છે એમ માનવુંજ પડશે, કારણકે અભિધાન એટલે પાંચેક ભાવે પરિણમેલું જ્ઞાન કહેવાય અને તે મુખ્યતાએ ભાષાવર્ગણાના પુદ્ગલોની પરિણતિ છે. ભાષાવર્ગણારૂપી દ્રવ્યની સત્તા ન સ્વીકારીએ તો તે નામનો સ્વીકાર ગુણી વગર ગુણના સ્વીકારની પેઠે કે ઉપાદાન વિના કાર્યના સ્વીકારની પેઠે અયોગ્ય જ ગણાય, એટલે અભિધાનરૂપી નામને સ્વીકારવાવાળાએ ભાષાવર્ગણારૂપ દ્રવ્યનો સ્વીકાર કરવો જોઈએ. તેમજ અભિધેય વસ્તુ પણ જો કે દ્રવ્ય, ગુણ, પર્યાયરૂપે હોઈ ત્રણ પ્રકારે હોય છે તો પણ ગુણ અને
Page #362
--------------------------------------------------------------------------
________________
ક
શ્રી સિદ્ધચક્ર
તા.૧૫-૩-૩૪
પર્યાયનો આધાર દ્રવ્યજ માનવું પડે છે તેથી અભિધેયરૂપ પદાર્થને માનનારે પણ દ્રવ્ય પદાર્થને માન્યા સિવાય છૂટકો નથી. આવી રીતે દ્રવ્યની જરૂરીયાત જણાવીને તેનો શબ્દાર્થ વિગેરે જણાવવાપૂર્વક નંદીના પ્રકરણને અંગે દ્રવ્યનંદીનું સ્વરૂપ જણાવવું જરૂરનું છે.
દ્રવ્યની વ્યુત્પત્તિનું સ્વરૂપ.
દ્રવ્ય શબ્દ દુધાતુના સમાન અર્થવાળા દુધાતુથી બનેલો છે. દુધાતુ ગતિ અર્થમાં હોવાથી અને તેને કર્તામાં પ્રત્યય લાવવાથી તે તે પ્રર્યાયોને પામનારી ચીજને દ્રવ્ય કહેવાય છે અને તેથીજ શબ્દપ્રાભૂતને જાણનારાઓ દ્રવ્ય શબ્દથી ભવ્ય અર્થ જણાવે છે, એટલે જે કોઇપણ મનુષ્યત્વાદિક અને સંસ્થાનાદિકના પર્યાયોને પામનારી ચીજ હોય તેને દ્રવ્ય કહી શકાય છે, પછી તે ચીજ ચાહે તો જ્ઞાનાદિક ગુણવાળી હોય, વર્ણાદિક ગુણવાળી હોય કે તે સિવાયની પણ હોય, તો પણ તે બધી દ્રવ્ય શબ્દથી જણાવી શકાય છે, જો કે ‘દ્રોર્ભવ્યે’ એવા તધ્ધિતના સૂત્રથી ક્રુશબ્દનો અર્થ સામાન્ય પદાર્થ માત્ર છે એમ ગણી તેનો એક ભાગરૂપી અવયવ અગર તેવા સામાન્યનો વિકાર હોય તેને પણ દ્રવ્ય કહેવાય, એ રીતે દુશબ્દ ઉપરથી પણ દ્રવ્ય શબ્દ બનાવાય છે પણ તેવી રીતે બનાવેલો દ્રવ્ય શબ્દ સામાન્ય ધર્મની મુખ્યતા વિશેષ ધર્મની ગૌણતા માનનારાને અંગે વિશેષ અનુકૂળ હોય પણ નિક્ષેપાની અપેક્ષાએ દ્રવ્ય શબ્દ લેતી વખતે તે તદ્ધિતની વ્યુત્પત્તિ કરતાં પૂર્વે જણાવેલી કૃદંતની વ્યુત્પત્તિ અનુકૂળ ગણાય. શબ્દશાસ્ત્રને જાણનારો કોઇપણ મનુષ્ય વ્યુત્પત્તિના નિયમમાં માન્યતાવાળો હોઈ શકે નહિ, કેમકે શબ્દશાસ્ત્રની અપેક્ષાએ નામ માત્રની વ્યુત્પત્તિઓ અનિયમિતજ છે અને તેથીજ કમ્ ધાતુ છતાં કંસ શબ્દ ગ્રહણ કરવાની જરૂર પડી છે એમ શબ્દ શાસ્ત્રકારો કહે છે. પૂર્વે જણાવેલી કૃદંતવાળી વ્યુત્પત્તિ અનુકૂળ એટલાજ માટે ગણવામાં આવી છે કે નિક્ષેપાના અધિકારમાં દ્રવ્ય શબ્દનો અર્થ કરતાં શાસ્ત્રકારો ભૂત કે ભાવિ પર્યાયોના કારણભૂત વસ્તુને દ્રવ્ય ગણવા જણાવે છે એટલે કે અતીત, વર્તમાન કે અનાગત કાળના સર્વ પર્યાયો (અવસ્થાઓ) જે ભાવરૂપ છે તેના આધારભૂત જે વસ્તુ છે તેને જ દ્રવ્ય કહેવાય છે, તેથી જ દ્રવ્યને ત્રિકાળાબાધિત ગણવામાં આવે છે અને ઉત્પાદવ્યયૌવ્યરૂપી સરૂપ ત્રણ અંશોમાં પણ ધ્રોવ્ય અંશ દ્રવ્યરૂપે ગણાય છે.
દ્રવ્ય શબ્દનો અપ્રધાન અર્થ
જગતમાં જેવી રીતે મુખ્ય ધર્મવાળી વસ્તુને મુખ્ય નામે બોલાવવામાં આવે છે તેવીજ રીતે તેવા મુખ્ય ધર્મો વિનાની ઉપચરિત ધર્મવાળી વસ્તુને પણ તેવા મુખ્ય નામે જ બોલાવવામાં આવે છે. જેમ ઝવેરીની અપેક્ષાએ મુખ્ય તેજવાળા પદાર્થને હીરો ગણવામાં આવે છે તેવીજ રીતે સામાન્ય ચળકતા કાચના કટકાને પણ સામાન્ય જ્ઞાનવાળી અવસ્થાવાળો મનુષ્ય હીરો કહેતાં અચકાતો નથી, અથવા તો નિરૂપરિત શબ્દોની માફક ઉપચારથી પણ શબ્દોની ઘણી વખત પ્રવૃત્તિ હોય છે, અને તેથી તેવી પ્રવૃત્તિને અનુસરીને ઉપચરિત શબ્દોની બહુધા પ્રવૃતિ થઇ જાય છે, અને તેવી ઉપચરિત પ્રવૃત્તિને
Page #363
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક
૨૬૦
પણ દ્રવ્ય શબ્દ આભારી હોઈ દ્રવ્ય દેવમાં (જે ભવનપતિ આદિ) દેવ શબ્દની પ્રવૃત્તિ અસ્મલિત થઈ જાય છે તેવીજ રીતે બાહ્યથી સાધુનો સમુદાય જ્ઞાનાદિકની સંપદા અને ગુરૂદત્ત આચાર્યપદાદિના કારણથી શુદ્ધ પરિણતિ ન હોય તો પણ વ્યવહારથી જે આચાર્ય ગણાય તે દ્રવ્યાચાર્ય કહેવાય ને તે જગા પર દ્રવ્ય શબ્દનો અર્થ ભૂતકાળના ભાવાચાર્યવાળો કે ભવિષ્યકાળના ભાવાચાર્યવાળો એવો અર્થ ન કરતાં અપ્રધાન આચાર્યવાળો એવોજ અર્થ કરવો પડે છે અને તેવી જ રીતે ભગવાન જીનેશ્વરની સ્નાત્રાદિક પૂજા કરનારો મનુષ્ય તેમને આચરવા લાયક જણાવેલા સંસારત્યાગરૂપ સર્વવિરતિના ભાવથી શૂન્ય હોય તો તેની કરેલી આરાધના પણ સર્વવિરતિની ભાવનાવાળાની આરાધનાની માફક દ્રવ્ય આરાધનાજ કહેવાય છે, કારણ કે સર્વવિરતિની ભાવનાવાળાની આરાધનામાં ભાવ આરાધનાની કારણતા હોવાથી જેમ દ્રવ્ય આરાધના કહેવાય છે તેમ સર્વવિરતિની ભાવનાથી રહિત મનુષ્ય કરેલી પણ જીનેશ્વર ભગવાનની સ્નાનાદિક આરાધના કારણ રૂપે નહિ હોવા છતાં પણ અપ્રધાન આરાધના જરૂર છે અને તેથી તે પણ દ્રવ્ય આરાધના, દ્રવ્યસ્તવ કે દ્રવ્યપૂજા કહી શકાય છે. ઉપર લખેલી હકીકત પરથી સ્પષ્ટ થશે કે દ્રવ્યશબ્દ જેવી રીતે કારણમાં વપરાય છે તેવી રીતે અપ્રધાનમાં પણ વપરાય છે. નિપાની જગા પર દ્રવ્ય શબ્દનો અર્થ કયો?
ચાલુ પ્રકરણમાં દ્રવ્ય શબ્દ બંને અર્થવાળો લેવાની જરૂર છે, અને તેથીજ આગમ અને નોઆગમ એવા રૂપે દ્રવ્યનિક્ષેપાના બે ભેદો પડી નોઆગમમાં પણ શરીર અને ભવ્ય શરીર ભેદોની સાથે વ્યતિરિકત નામનો ભેદ પડી શકે છે. જો એકલા કારણને અંગેજ દ્રવ્ય શબ્દનો વ્યવહાર કરીએ તો તે વ્યતિરિકત નામનો ભેદ દ્રવ્યનિક્ષેપામાં આવી શકે નહિં. કદાચ એમ કહેવામાં આવે કે વ્યતિરિકત નામનો ભેદ ખુદ પરિણામી કારણ સિવાયના બીજા કારણોને લાગુ પડતો હોઇ, અપ્રધાનતારૂપ દ્રવ્ય શબ્દનો અર્થ લાગુ પાડવાની જરૂર નથી તો તે કથન સર્વથા ઉચિત છે એમ કહી શકાય નહિ, કારણકે પરિણામીપણા સિવાયના કારણો જેમ વ્યતિરિક દ્રવ્ય તરીકે લેવાય છે તેવી જ રીતે અપ્રધાનપણે રહેલી વસ્તુઓને પણ વ્યતિરિકત દ્રવ્યપણામાં લેવી પડે છે, અને તેથીજ વીર શબ્દના નિક્ષેપામાં વ્યતિરિકત દ્રવ્યવાર તરીકે શૂરા સરદારો લેવામાં આવે છે, અને આદ્રીય અધ્યયનના અધિકારમાં નિક્ષેપાના અધિકારે આદ્રક (આદુ)ને વ્યતિરિકત દ્રવ્યઆદ્રક લેવામાં આવે છે. આ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે નિક્ષેપાના અધિકારમાં મુખ્યતાએ તશ્ચિત સૂત્રથી થયેલો દ્રવ્ય શબ્દ નહિ લેતાં કૃદંતસૂત્રથી બનેલો કારણતા અને અપ્રધાન અર્થને જણાવવાવાળો દ્રવ્ય શબ્દ લેવો વાજબી છે. નિપાના અધિકારમાં દ્રવ્યની જરૂર.
ઉપરની હકીકતમાં જણાવી ગયા છીએ કે ભાવ (અવસ્થા)નો આધાર દ્રવ્યજ છે પણ તે ભાવ વર્તમાનમાં આવે ત્યારે તેની પૂર્વ અને પશ્ચિમ અવસ્થાની હૈયાતી હોવી જ જોઈએ, કેમકે જો વર્તમાન ભાવની પૂર્વ, પશ્ચિમ અવસ્થા અને તે ત્રણેના આધારભૂત દ્રવ્ય ન માનવામાં આવે તો અવસ્થાનો સદ્ભાવજ ન હોય કેમકે તેવા તેવા રૂપે દ્રવ્યોનું વર્તવું તેનેજ ભાવ અથવા અવસ્થા કહેવાય છે. ભૂત
Page #364
--------------------------------------------------------------------------
________________
.
તા.૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર ભવિષ્યના પર્યાયોને ન માનનારા અગર તેનો નિરન્વય એટલે પરંપરા વગરનો નાશ માનનારા તો કેવળ ક્ષણિકવાદીજ હોય ને તે ક્ષણિકવાદ કોઇપણ પ્રકારે નિરૂપાદાન હોવાથી ઘટી શકે તેમ નથી, માટે ભાવને માનનારાએ દ્રવ્યને માનવાની પ્રથમ નંબરે જરૂર છે, કેમકે દ્રવ્યવસ્તુ સિવાય અવસ્થાની ઉત્પત્તિ કે ફેરફારી માની શકાય તેમ નથી. આ વાત દ્રવ્યને ભાવની ભિન્નતાની અપેક્ષાએ તેમજ દરેક નિક્ષેપાના જુદા જુદાપણાની અંગે જણાવી પણ નિક્ષેપાના એકઠાપણાની અપેક્ષાએ વિચારીએ તો અવસ્થા એટલે પર્યાયરૂપી ચીજ દ્રવ્ય સિવાય હોઇ શકે નહિ, કેમકે જેમ દ્રવ્ય વિનાની અવસ્થા ન હોય તેમ અવસ્થા એટલે પર્યાય વગરનું દ્રવ્ય હોય નહિ માટે નિક્ષેપાના સમુદાયની અપેક્ષાએ એટલેકે એકજ વસ્તુ જે ઘટાદિક હોય તેમાં ઘટ નામની પ્રવૃત્તિ, પૃથુબુઘ્નોદરાદિ આકાર અને જળધારણાદિરૂપી ભાવ વિદ્યમાન છે તેમ તેજ વસ્તુમાં મૃત્તિકારૂપી દ્રવ્ય પણ વિદ્યમાન છે, જો કે સમવાય સંબંધથી કાર્યકારણ ભાવ માનનારા કારણનો નાશ માની કાર્યની ઉત્પત્તિ માને છે પણ પરિણામી કાર્યકારણભાવ માનનારાને તેવું માનવાની ફરજ પડતી નથી, અને તેથીજ વસ્ત્રમાંથી પણ તંતુનું કાર્ય કરાય છે તેમાં વિરોધ નહિ આવે તેમજ માટીના ઘડામાં ઘડાપણાના કાર્ય સાથે મૃત્તિકાનું શીતલપણારૂપી કાર્ય થાય તેમાં પણ વિરોધ નહિ આવે અને જેમ સમવાય સંબંધે કાર્યકારણ ભાવ માનનારને છિદ્રઘટ અને ખંડવસ્ત્ર વિગેરેની ઉત્પત્તિમાં ઇશ્વરની કૃતિની અંધશ્રદ્ધા કરવી પડે છે તેવી કરવી પડશે નહિં. તત્ત્વ એજ કે પરિણામી ભાવ માનનારાને નામ, સ્થાપના અને ભાવની સાથે દ્રવ્યનું સંમીલિતપણું માનવામાં ઘણી જ અનુકૂળતા રહેશે. નામથી અભિધેય, આકારથી નિર્દેશ્ય, અને ભાવનું સ્થાન ખરેખર રીતિએ દ્રવ્યજ હોઇ શકે માટે દ્રવ્યનિક્ષેપો માનવાની જરૂર છે. વળી કંચિત્ સદસત્ કાર્યવાદ માનનારાઓને ભાવની નિષ્પતિ માટે યોગ્ય દ્રવ્ય લેવું પડે તે માટે પણ દ્રવ્ય નિક્ષેપાની જરૂર છે. જગતના વ્યવહારથી પણ ધારેલા ઘટાદિક કાર્યની ઉત્પતિ પહેલા પણ હું ઘટાદિક કરું છું એમ કહેવાય છે. જો તે ક્રિયાની વખત ઘટાદિક વિદ્યમાનજ હોય તો તેને કરવાનું હોય નહિ અને અવિદ્યમાન એવા જ ઘટાદિક જો થતા હોય તો ઘટાદિકની નજીકની પ્રાક્ અવસ્થામાંજ કપાલાદિના પછીની ક્રિયામાં ઘટાદિક કરું છું એમ કહી શકાયજ નહિં, અર્થાત્ ઘટાદિકના થવા પહેલા અને કપાલાદિની પછીમાં કોઈક એવી સ્થિતિ માનવી જોઈએ કે જેમાં ઉત્પન્ન થનારા કાર્યની કારણતા છતાં તે કાર્યરૂપેજ ગણી શકાય તેનું જ નામ છેલ્લું કારણપણું અને દ્રવ્યપણું કહી શકાય અને જેવી રીતે છેલ્લા કારણને દ્રવ્યપણે કહી શકીએ તેવી જ રીતે છેલ્લા કારણના કારણોને પણ કારણપણે ગણીને દ્રવ્યપણે કહેવામાં હરકત નથી. જેમ એક કારણ કારણાન્તરનું વિરોધી નથી તેમ ભવિષ્યની અવસ્થાની કારણ પરંપરા પણ વિરોધવાળી નથી, અને તેથી શરૂઆતથી પણ દ્રવ્યપણું ગણવામાં અડચણ આવતી નથી, અને તેથીજ શાસ્ત્રકારો જુદી જુદી અપેક્ષાએજ એક ભવ, બદ્ઘાયુષ્ક અને અભિમુખનામગોત્ર એ ત્રણેને દ્રવ્યરૂપે માને છે. પૂર્વભવ એ ઉત્તરભવનું કારણ છે તેના કરતાં આયુષનું બાંધવું તે સમજાતીય મૂળ કારણ હોઇ વિશેષ નજીક છે, અને તેના કરતાં પણ પહેલાનો ભવ પુરો કરી વિક્ષિતભવમાં જવાવાળો જીવ ત્યાં જતી વખતે ઘણુંજ નજીકનું કારણ છે માટે તેની શુદ્ધ અપેક્ષાએ ભવિષ્યના ભવની અપેક્ષાએ દ્રવ્ય ગણવામાં આવે છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૯
તા. ૧૫-૩-૨૪
શ્રી સિદ્ધચક્ર આ ઉપરથી વાંચકોને ભૂતકાળને અંગે દ્રવ્યનિક્ષેપો માનવાની સહેજે સમજણ પડશે. જેવી રીતે ભૂતકાળની અપેક્ષાએ વ્યવહારને અનુસરીને દ્રવ્યનિક્ષેપો માનવાની જરૂર પડે છે, તેવી જ રીતે વિવક્ષિત પર્યાયના નાશ પછીની અવસ્થા માટે પણ દ્રવ્ય શબ્દ વાપરવાની જરૂર પડે છે; કેમકે જેવી રીતે ઘટ ઉત્પત્તિની નજીકના પહેલા ક્ષણોમાં ઘટ કરું છું એમ કહેવાય છે તેવી જ રીતે ઘટની અખંડ અવસ્થાનો નાશ થઈ ખંડ ઘટમાં પણ ઘટપણું અને સમગ્ર વસ્ત્રનો નાશ થઈ ખંડિત વસ્ત્રમાં પણ વસ્ત્રપણું સર્વથા નાશ પામેલું ન માનતા ઘટપણું અને વસ્ત્રપણું માનીએ છીએ તો તે માન્યતા પૂર્વપર્યાયને અનુસરીને જ છે, અને તે દ્રવ્યનિક્ષેપાનેજ આભારી છે. આનેજ આધારે પૂર્વકાળે તીર્થંકરાદિ અવસ્થામાં થઈ ગયેલા અને વર્તમાનમાં તે અવસ્થાથી રહિત થઇને સિદ્ધાદિની અવસ્થા છતાં પણ તીર્થકરાદિની અવસ્થાએ સ્તુતિ વિગેરે થઈ શકે છે. જો ભૂતકાળની અવસ્થાને સર્વથા નષ્ટ થયેલી માનીએ તો સિદ્ધાદિની અવસ્થામાં રહેલા જીવોની તીર્થંકરાદિપણે સ્તુતિ થઈ શકે નહિ. અતીતકાળે થયેલા તીર્થકરાદિ મહાપુરુષોની સ્તુતિમાં તે તીર્થંકરાદિપણાનું કે અભિધેય આકાર કે ભાવપણું એકે ન હોવાથી દ્રવ્યપણા સિવાય સ્તુતિની વાસ્તવિકતાનો એક બીજો આધાર નથી. આજ કારણથી નમુથુણં દંડકથી ભાવજીવની સ્તુતિ કર્યા છતાં લોગસ્સથી કરાતી સ્તુતિ નિરર્થક થતી નથી. જો કે લોગસ્સસૂત્રમાં વર્તમાનકાળ દ્રવ્ય તીર્થકરોની સ્તુતિ છે તો પણ ચોવીશીમાં થયેલા તીર્થકરોનું નામ દ્વારા એ કીર્તન હોવાથી તેને નામસ્તવ કહેવામાં આવે છે પણ તેથી તેનું દ્રવ્ય જીવ સ્તવપણું સર્વથા ઉડી જતું નથી, તીર્થકર મહારાજાની હૈયાતીના કાળમાં લઈએ તો પણ જે જે તીર્થકર વિદ્યમાન હોય તેમની તેમની અપેક્ષાએ ભાવ જીવની સ્તુતિ થાય છતાં ભૂત અને ભવિષ્યના તીર્થકરની અપેક્ષાએ તો તે લોગસ્સની અંદર કરાતી સ્તુતિ દ્રવ્ય જીવની સ્તુતિ કહેવાય. આ ઉપરથી જેઓ કેવળ ભાવનિક્ષેપોજ માનનારા છે તેઓને તીર્થકરના વિરહકાળમાં કે હૈયાતી કાળમાં લોગસ્સ બોલવાનો હક રહેતો નથી. સર્વકાળમાં લોગસ્સ બોલવાનો હક તેઓને જ રહે છે કે જેઓ ભાવનિક્ષેપાની માફક દ્રવ્ય નિક્ષેપાને પણ માનનારા હોય છે. વળી તે દ્રવ્યપક્ષની મુખ્યતા ગણવામાં ન આવે તો વર્તમાનમાં સિદ્ધપણું પામી સર્વગુણ સંપન્ન થયેલા મહાપુરુષોને ભવોપગ્રાહિ કર્મ સહિતપણામાં રહેલા તીર્થકરાદિ ગુણોથી સ્તુતિ યોગ્ય ગણાયજ કેમ? અર્થાત્ દ્રવ્ય નિક્ષેપાને માનનારોજ પુરુષ પોતાની ઇષ્ટ એવી તીર્થકરાદિ અવસ્થાથી સિદ્ધપણું પામેલા તીર્થકરાદિની સ્તુતિ કરી શકે. દ્રવ્યનંદીનું સ્વરૂપ કહેવા પહેલાં દ્રવ્ય નિક્ષેપાના ભેદો અને તેના કારણો જાણવાની ઘણી જરૂર ગણી તે બાબત કંઈક વિચાર કરીએ. નામ અને અપ્રધાન દ્રવ્યની ભિન્નતા
દ્રવ્યનિપાના નિરૂપણમાં અપ્રધાનને પણ ભૂત ભવિષ્યના કારણ પેઠે દ્રવ્ય માન્યું તો નામનિક્ષેપો પણ ગુણ વગરમાં હોય છે અને અપ્રધાન દ્રવ્યપણું પણ ગુણશૂન્યમાં હોય છે તેથી તે બેનો વિભાગ શી રીતે સમજાય ? કેમકે અપ્રધાન દ્રવ્યમાં અને નામમાં ગુણરહિતપણું તો સરખું જ છે, જો કે સ્થાપનામાં સાક્ષાત્ ગુણસહિતપણું નથી હોતું પણ સ્થાપનામાં રહેલા આકાર વિગેરેથી જેવું ગુણીમાં સાક્ષાત્ ભાન થાય છે, તેવું નામ અને દ્રવ્યમાં નથી થતું તે તો સહેજે સમજાય તેવું છે, પણ સ્થાપના
Page #366
--------------------------------------------------------------------------
________________
તા.૧૫-૩-૩૪
૨૦૦
શ્રી સિદ્ધચક્ર સિવાયના ગુણહીનને અપ્રધાન દ્રવ્ય ગણવું કે નામ ગણવું એ સમજવાની જરૂર છે. ધ્યાનમાં રાખવું જરૂરી છે કે નામસ્થાપનમાં કેવળ સ્થાપનારની ઇચ્છાને જ મુખ્યપણું મળે છે અને તેથી તે સંકેત જાણનારા તે પદાર્થનો તે શબ્દથી વ્યવહાર કરે છે, જેમકે જે કીડાને ઈન્દ્રગોપક નામથી ઓળખાવવામાં આવે તે કીડાને તે નામ જાણનારો તે નામથીજ ઓળખી શકે, પણ તેજ કીડામાં જે લોકો ને બીજા નામે વ્યવહાર હોય અને ઇન્દ્રગોપક નામે વ્યવહાર ન હોય તો તે મનુષ્ય તે કીડાને ઇન્દ્રગોપક નામથી ઓળખી શકતો નથી. એટલે કેવળ સ્થાપનારની ઇચ્છાથી અને વ્યવહારની ખાતરજ નામની પ્રવૃત્તિ હોય છે. ત્યારે અપ્રધાન દ્રવ્યપણાની સ્થિતિ તેઓમાં જ હોય છે કે જેઓ ભાવના સ્વરૂપને બાહ્યથી જે રૂપે માનતી હોય તે રૂપ બાહ્યથી જેમાં હોવા છતાં કોઇપણ કારણથી આંતર સ્વરૂપ નથી એમ નિશ્ચિત થાય, તો ત્યાંજ માત્ર અપ્રધાન દ્રવ્યપણું ગણાય છે; અથવા તો તાત્ત્વિક ગુણવાળા પદાર્થનો જે નામે સકળ લોકમાં વ્યવહાર થતો હોય તેજ નામ જે વસ્તુને અંગે જગતના આખા વ્યવહારમાં વાપરવાનું થાય તો તે વસ્તુને અપ્રધાન કે વ્યતિરિકત દ્રવ્ય કહેવું પડે છે; કારણ કે ભાવનિક્ષેપા તરીકે તેમાં તાત્ત્વિક સ્વરૂપ નથી. નામનિક્ષેપા તરીકે કેવળ એ એકજ વસ્તુને ઉદ્દેશીને નામનું સ્થાપન કરવામાં આવ્યું નથી અને ભાવનિક્ષેપાના ગુણવાળી વસ્તુનો તેમાં આકાર વિગેરે નથી તેથી તેને અપ્રધાન દ્રવ્ય કહેવાય છે.
અસદ્ભાવની સ્થાપનાની ભિન્નતા.
ઉપરની હકીકતથી એમ માલમ પડે છે કે સ્થાપનામાં તાત્ત્વિક વસ્તુનો આકાર હોવાથી એ અપ્રધાન દ્રવ્યથી ભિન્ન પડે તે માની શકાય પણ અસદ્ભાવસ્થાપનામાં આકાર હોતો નથી કેમકે જે વસ્તુમાં તાત્ત્વિક પદાર્થનો આકાર ન હોય અને તે વસ્તુ તાત્ત્વિક પદાર્થ તરીકે જે વસ્તુ જગતમાં ઓળખાતી હોય તે તરીકે સ્થાપવામાં આવે ત્યારે તે અસદ સ્થાપના કહેવામાં આવે છે, તો ગુણ અને આકાર વગરની વસ્તુને તાત્ત્વિક પદાર્થના નામે ઓળખતા તેને અપ્રધાન દ્રવ્ય કહેવું કે સ્થાપના કહેવી તે વિચારવા જેવું છે. સ્થાપનાનું સ્વરૂપ સમજનારો મનુષ્ય જાણે છે કે સ્થાપનાનું અલ્પકાલીનપણું છે અને તેથી વિવક્ષાને લીધે જુદા જુદા કાળે જુદા જુદા રૂપે સ્થાપનારો મનુષ્ય સ્થાપી શકે છે જ્યારે અપ્રધાન દ્રવ્યપણું તો નિયમિત યાવત્ દ્રવ્યભાવી હોવા સાથે તાત્ત્વિક પદાર્થના બાહ્ય ગુણક્રિયાનું સત્ત્વ હોય તો જ હોય છે માટે અસદ્દભાવસ્થાપના અને અપ્રધાન દ્રવ્યની ભિન્નતા ઉપર જણાવેલી રીતિએ સ્પષ્ટપણે સમજી શકાય તેવી છે.
દ્રવ્યના ભેદો અને તેનું કારણ.
દ્રવ્યનિક્ષેપાનું નિરૂપણ કરતાં ઉપર આપણે જોઈ ગયા કે ભૂતકાળ કે ભવિષ્યકાળનું જે પરિણામી કારણ હોય એટલે કે જે પૂર્વકાળે કે ભવિષ્યકાળે ભાવપણે પરિણમવાનું હોય તેને દ્રવ્ય કહેવું પણ જ્યાં સુધી ભાવનિક્ષેપાનું સ્વરૂપ માલમ પડે નહિ ત્યાં સુધી ભાવને ઓળખી શકાય નહિ અને જ્યાં સુધી તાત્ત્વિક ભાવસ્વરૂપને ઓળખી શકાય નહિ ત્યાં સુધી તેના ભૂત કે ભવિષ્યના કારણરૂપ દ્રવ્યને આપણે ઓળખી શકીએ નહિ માટે ભાવનું સામાન્ય સ્વરૂપ જાણવાની જરૂર અસ્થાને નથી. ભાવ
Page #367
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩-૩૪
૨૧
શ્રી સિદ્ધચક્ર તેનુંજ નામ કહેવાય છે કે વકતા કહેવા ધારેલી ક્રિયા અને અનુભવ યુક્ત હોય કે તે ક્રિયા અને અનુભવ બંને યુક્ત હોય. સામાન્ય રીતે અચેતન કે સચેતન ભાવપદાર્થમાં કહેવા ધારેલી ક્રિયાનો અનુભવ એટલે તે તે ક્રિયામાં વર્તવું તેને ભાવ કહેવાય છે, જેમકે જીનેશ્વરપણાને સાક્ષાતુ અનુભવતા જીનેશ્વર મહારાજાઓ અને ઘટાદિપણામાં વર્તતા ઘટાદિ પદાર્થો પોતપોતાની અપેક્ષાએ ભાવ કહેવાય છે. એવી રીતે વિવક્ષિત ક્રિયામાં વર્તવારૂપ ક્રિયાના અનુભવને લઈને ભાવની જે વ્યાખ્યા કરી તે સમજવી સહેલી છે અને તેના પૂર્વપશ્ચિમ ભાવોને તે મુખ્ય અવસ્થાની દ્રવ્યપણે સમજવું મુશ્કેલ નથી, પણ ક્રિયા અને અનુભવ બંને જુદા જુદા લઈએ અને તે બંનેને ભાવ ગણી તેના કારણો તપાસીએ તો દ્રવ્યમાં પણ તેવા ભેદો માનવા જરૂર પડે. જે સ્થાને ભાવનિક્ષેપો એકલી ક્રિયાની અપેક્ષાએજ હોય ત્યાં તે ભાવના ક્રિયા અને અનુભવ એવા બે ભેદો કરવા અને તેને આધારે દ્રવ્યના પણ ભેદો પાડવા તે તાત્ત્વિક છતાં પણ કદાચ અનાવશ્યક ગણાય, પણ જ્યાં ભાવવસ્તુ ક્રિયા અને જ્ઞાન ઉભયવાળી હોય ત્યાં ભાવના એકલા અનુભવથી અને એકલી ક્રિયાથી જુદા ભેદો પાડવા તે આવશ્યક ગણાય અને એવી રીતે ભાવના ભેદો આવશ્યક થાય તો તેના કારણ તરીકે રહેલા પદાર્થોના ભેદો આવશ્યકજ ગણાય. જેવી રીતે ક્રિયા અને અનુભવ એ ઉભયવાળી વસ્તુને અંગે ભાવના ભેદો પાડવાની જરૂર ગણાય તેવીજ રીતે એકલી ક્રિયાવાળા પદાર્થરૂપી ભાવને અંગે પણ ક્રિયા અને તેને જાણવારૂપ અનુભવના બે ભેદો પાડવા તે આવશ્યક છે. જેવી રીતે કર્મના ઉદયથી થતા પરિણામોને આત્મા વેદે છે અને તેને ભાવઅવસ્થા કહેવામાં વાંધો નથી, તેવીજ રીતે તે તે વસ્તુના જ્ઞાનને પણ આત્મા અનુભવે છે, અર્થાત્ આત્મા જે જે વસ્તુના જ્ઞાનપણે પરિણમે તે તે વસ્તુનું જ્ઞાનપણે પરિણમન આત્મામાં થાય અને તેથી જ તે તે આત્માને તે તે વસ્તુના જ્ઞાનરૂપી પરિણમન ભાવ માનીને ભાવ માનવામાં કશી હરકત જણાતી નથી. સાક્ષાત્ પદાર્થ હોય તો પણ તેનું વેદન જેને થાય છે તેનેજ ક્રિયાના અનુભવવાળો ગણી ભાવ ગણવામાં આવે છે અને તેથી જ જડ પદાર્થને મળેલા સુખદુઃખના કારણોને પુન્ય ને પાપથી થયેલા માનતા નથી, અર્થાત્ આત્મા જેવી ચૈતન્યવાળી વસ્તુને મળેલા સુખદુઃખના સંજોગો જ પુન્યપાપના ઉદયથી થયેલા મનાય છે અને તેથીજ નરકાદિક ગતિઓમાં રહેલા જીવોનેજ નારકી પણા આદિક અશુભ અને શુભ પરિણામ મનાય છે પણ ત્યાં રહેલા જડ પદાર્થોને નારકી આદિ પણે ગણવામાં આવતા નથી. આ હકીકતથી એટલું તો સ્પષ્ટ થાય છે કે જીવોમાં વેદનસ્વભાવ હોવાથીજ નારકી આદિક ભાવઅવસ્થા ગણવામાં આવે છે પણ કર્મોદય સિવાયના પદાર્થોમાં જીવને લગતી ભાવઅવસ્થા ગણાતી નથી, તેવી રીતે અજીવ પદાર્થમાં પણ જે જે અવસ્થા કોઈપણ જીવના કર્મોદયને લીધે બને છે તેને તેને ભાવ કહેવામાં આવે છે, તો ત્યાં પણ તાત્ત્વિક દ્રષ્ટિએ તો વેદનનીજ સહકારિતા રહે છે. આ બધુ સમજનારો મનુષ્ય એકલા જ્ઞાનમાત્રરૂપ વેદનને અંગે તે તે ભાવ માનવામાં હરકત જોશે નહિં. આજ નિયમને અનુકૂળ નીતિનો પણ નિયમ છે તે અથfપ્રથાનપ્રત્યથાસ્તુત્યનાથેયા ભવતિ | એટલે કે જેવી રીતે પદાર્થ અને તેનો વાચક શબ્દ એક નામે બોલાવાય છે તેવીજ રીતે તે તે પદાર્થોનું જ્ઞાન પણ તે તે નામે જ બોલાવાય છે એટલે કે પદાર્થના જ્ઞાનને પણ પદાર્થની માફક મૂળ નામેજ બોલાવાય છે. વિશેષ જે આત્મા જે પદાર્થના જ્ઞાનના ઉપયોગમાં પરિણમ્યો હોય તે આત્મા તે પદાર્થની તન્મયતાવાળો
Page #368
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૫-૩-૩૪ ગણાય છે. અગ્નિ કે ઘટપટાદિક પદાર્થોમાંથી જે પદાર્થના જ્ઞાનમાં આત્મા પરિણમ્યો હોય તો તે પદાર્થમય તે આત્મા થયો છે એમ માનવું પડે, કારણકે આત્મા સર્વાંશે એક ઉપયોગવાળો છે અને તેથી જ્ઞાન ઉપયોગપણે પરિણમતો આત્મા જ્ઞાનમાં એકાંશે રહેલો છે એમ કહી શકાય નહિ, પણ સર્વાશે પરિણમેલો છે અને સર્વાશે જે પદાર્થપણે પરિણમેલો છે તે આત્માને તે પદાર્થપણે જ્ઞાનતારાએ માનવામાં યુક્તિસંગતપણું છે અને તેથીજ અનુભવરૂપ જ્ઞાનદ્વારાએ ભાવપણું માનવાની જરૂર રહે છે. અલબત ક્રિયાયુક્ત અનુભવ અને એકલો અનુભવ આ બે જરૂર જુદા પડે છે તો પણ અવસ્થારૂપ ભાવની અપેક્ષાએજ તે બંનેને એટલે કે એકલું જ્ઞાન અને ક્રિયાયુક્ત જ્ઞાન એ બંનેને ભાવ તરીકે માનવામાં યુક્તિ વિરોધ જણાતો નથી. આજ કારણથી શાસ્ત્રકારોએ પણ ભાવના બે ભેદ આગમ અને નોઆગમરૂપે જણાવેલા છે અને નોઆગમ નામના બીજા ભેદમાં સર્વ જગા પર મિશ્ર અર્થ લેવામાં આવેલો છે. બીજી જગા પર જો કે નો શબ્દનો અર્થ દેશનો નિષેધ કે સર્વથા નિષેધ એવો કરવામાં આવે છે તો પણ ભાવનિક્ષેપાના નોઆગમ નામના ભેદમાં તે દેશનિષેધ કે સર્વનિષેધ રૂપી અર્થ લેવામાં આવતો નથી.
શ્રીગૌતમસ્વામિને નમઃ
શું આગમોની જરૂર છે ?
વા. ... તો નીચેની બિના વાંચી-વિચારી વર્તનમાં મુકવાનું ભુલતા નહિં ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોએ અર્થથી નિરૂપણ કરેલ, અને સૂત્રથી ભગવાન ગણધરદેવોએ ગુણ્ડિત, શ્રી આચારાંગ આદિ અંગો, ઉવવાઈઆદિ ઉપાંગો અને આવશ્યકાદિ મૂલ સૂત્રો કે જે પ્રથમ શ્રીમતી આગમોદય સમિતિએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને જેની નકલો ચોગુણી કિસ્મત પણ મળતી નથી; તેથી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ તેનો પુનરૂદ્ધાર કરવો શરૂ કર્યો છે.
માટે જ તેના ગ્રાહક થનારે દરેક નકલ દીઠ રૂપિયા પાંચ એડવાન્સ તરીકે નીચેના સરનામે ફાગણ વદ ૧ પહેલાં ભરી દેવાં.
હાલ આચારાંગ અને દશવૈકાલિક છપાવવાં શરૂ થશે, આ આગમોની મૂલ-કિમ્મત રહેશે, અને ત્યારબાદ બાકીના આગમો પણ ક્રમસર શરૂ કરાશે.
તા. ક- આ વખતે કોઈ સંસ્થાદિને પણ ભેટ આપવામાં આવશે નહિ, માટે તેઓએ તેમજ બીજાઓએ એડવાન્સ મોકલી પોતાનાં નામો જલ્દી નોંધાવવા. ગ્રાહકોની સંખ્યા જેટલીજ નકલો છપાવવાનો આ સમિતિનો ઇરાદો છે, જેથી ઉપરની મુદત વિત્યાબાદ નામ નોંધવામાં આવશે નહિ. સુરત મુકામે પ્રથમની જાહેરાતથી જેઓએ એડવાન્સ તરીકે નાણાં ભર્યા છે, તેઓને રીતસરની પહોંચ ટુંકસમયમાં સમિતિ તરફથી મોકલી આપવામાં આવશે. નાણાં ભરવાનું સ્થાન.) શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ.
ભૂલેશ્વર, લાલબાગ મુંબઈ. નં. ૪
Page #369
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
o
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના. # # # # # # # #
# # # ૧
दया भूतेषु वैराग्यं, विधिवद् गुरुपूजनम् । विशुद्धा शीलवृत्तिश्च पुण्यं पुण्यानुबन्थ्यदः ॥१॥
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે દરેક પ્રાણીને હું સુખી છું કે દુઃખી છું તેવા પ્રકારની પ્રતીતિ સ્વાભાવિક હોય છે. તે માટે કોઇને શીખવા સ્કૂલમાં મોકલવા પડતા નથી. ગર્ભમાં રહેલું બચ્યું સુખીપણું, દુઃખીપણું પોતાની મેળેજ જાણી શકે છે. દુઃખ થતાં સાથે રડવા મંડી પડે છે, અને આથી જીવને સાબીત કરવાની વધારે મહેનત પડતી નથી. જીવ સાબીત કર્યા પછી જીવ એકજ રૂપમાં હોય તો વધારે વિચાર કરવાની જરૂર નથી, પણ જીવની અવસ્થા માં ફેરફાર થાય છે એ વાત અનુભવસિદ્ધ છે. પહેલાં સુખી હોય પછી સંજોગના પલટાથી પાછળથી દુઃખી થાય છે. બાહ્યસંયોગ ઉપર સુખદુઃખનો આધાર રાખી શકાતો નથી.
કેટલીક વખત તેવા સંજોગ અનુકૂળ છતાં મોજમાંથી ઉદાસીનતામાં અને ઉદાસીનતામાંથી મોજમાં આવે છે. હંમેશાં સુખ કે દુઃખ અનુભવે તેવો નિયમ નથી. આત્માને સુખદુઃખવેદનની સ્થિતિ પલટાતી અનુભવાય છે. એક કુટુંબમાં રહેલા, સમાન સંયોગ છતાં સર્વે સુખી કે દુઃખી હોતા નથી. ચાર ભાઈના કુટુંબમાં ધન, માલમિલકત, સ્ત્રી, દાગીના, બાહ્યસંયોગ સમાન હોવા છતાં કોઈક ભાઈ બળતરાવાળો ૨૪ કલાક દુઃખ ભોગવે છે. એક ૨૪ કલાક સંતોષમાં રહી મોજ ભોગવે છે. એક દરિદ્ર કુટુંબમાં ચાર છોકરા સરખા પ્રતિકૂળ સંજોગ હોવાથી બે છોકરા અરર અમે આવું દરિદ્રપણું કયાં પામ્યા ત્યારે બે વિચારે છે કે હતું શું? આમ સંતોષ, માની સુખ અનુભવે છે. પ્રતિકૂળ સંજોગ છતાં સંતોષવાળા મોજમાં જીવન ગુમાવે છે, અનુકૂળ સંયોગ છતાં બળતરા કરનારા દુઃખ અનુભવે છે. આથી બાહ્ય સંયોગ ઉપરજ સુખદુઃખનો આધાર રાખી શકાતો નથી.
નિર્ધન કુટુંબમાં આહારાદિકની સામગ્રી બધાને સરખી છે. સધન કે નિર્ધન કુટુંબમાં બંનેને આહારની સ્થિતિ સરખી છે. બંને કુટુંબમાં ફકરવાળા અને નિષ્કીકરવાળા આત્માઓ છે. બાહ્ય સંયોગથી સુખ માનીએ તો ધનવાન કુટુંબમાં નિષ્ફીકર અને ફીકરવાળા એવા બે ભાગ ન પડવા જોઈએ. તે ધન વગરના કુટુંબમાં પણ તેવા બે ભાગ પડવા ન જોઈએ.
Page #370
--------------------------------------------------------------------------
________________
૨૦૪
તા.૧૫-૩-૩૪.
શ્રી સિદ્ધચક્ર શાથી ભાગ પડે છે? ભાગ પડવાનું અંદર બીજું કોઈ કારણ છે. બાહ્યસંયોગ સિવાય બીજાં કારણ હોવું જોઈએ. જગતમાં દેખીએ છીએ કે ખાંડમાં ઉપજેલી ઇયળ અત્યંત અનુકૂળ સંયોગવાળી છે ને? ઝેરમાં ઉપજેલો કીડો પ્રતિકૂળ સંયોગમાં છે ને? ખાંડની ઇયળ ઘેર મારતી હશે ને ઝેરનો કીડો તરત મરી જતો હશે કેમ? કહો ખાંડમાં ઉપજેલી ઇયળ પણ તરફડીયા મારતી હશે, ઝેરનો કિડો સ્થિર પણ દેખાશે. બાહ્યસંયોગથી સુખદુઃખની વ્યવસ્થા કરીએ તો ઈયળ અને કીડાની વ્યવસ્થા કંઈપણ હોવી જોઈએ. પણ તેમ નથી. કારણ? હર્ષનું કારણ ભલે અનુકૂળ સંયોગ દેખાય, ખેદનું કારણ પ્રતિકૂળ સંયોગ દેખાય પણ તે કારણ વાસ્તવિક નથી. હર્ષ અને ખેદનું વાસ્તવિક કારણ કોણ?
આંબાની ગોટલો વાવેલો હોય તેમાંથી આંબોજ ઉગે. લીંબોડી વાવીએ તો લીંબડોજ ઉગે, પણ જોડે પાણી ભૂલનારો ભીંત ભૂલે. પાણી સીંચવાનું જો ભૂલી જાય તો ખરેખર ભૂલ થઈ જાય છે. ગોટલાથી થતા આંબામાં, લીંબોડીથી થતા લીંબડામાં પાણીનું પોષણ ભૂલનાર મોટી ભૂલ કરે છે. તેમ અનુકૂળ સંયોગ ને તેથી સુખ થવામાં, પ્રતિકૂળ સંયોગ ને તેથી દુઃખ થવામાં, અનુકૂળ સંયોગ છતાં દુઃખ થવામાં, પ્રતિકૂળ સંયોગ છતાં સુખ થવામાં કારણ તરીકે જેમ ત્યાં “પપો' હતો તેમ અહીં પણ પપોજ છે. અનુકૂળ સંયોગ મેળવી આપવા, તે છતાં મોજમાં રાખવો તે કામ પુન્યનું છે. પ્રતિકૂળ સંયોગ થવા, તેવા સંયોગમાં જે ચિંતાની સગડી સળગવી તે પાપનું કામ છે. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગ લાવવા, તે સંયોગ લાવ્યા પછી હર્ષ થવો કે ખેદ થવો, તે બંનેમાં પુન્ય કે પાપનો પપોજ મુખ્ય ભાગ ભજવે છે. જગતમાં કાર્યની વ્યવસ્થા તરફ ધ્યાન દઇશું તો અદેશ્ય તેવી પાપને પુન્યની ચીજ માનવી પડશે. તેટલાજ માટે શાસ્ત્રકારોએ ખરા આસ્તિક કોને ગણ્યા? નાસ્તિકને કૃત્રિમ રીતે જીવ તો માનવો પડે છે. આસ્તિકનાસ્તિક જીવ કેવો માને છે તે વિચારતાં પહેલાં આ વાત નક્કી કરવી પડશે. જેમ આસ્તિક જીવ માને છે તેમ નાસ્તિક પણ જીવ માને છે. હવે જો જીવ માને તો નાસ્તિક શી રીતે કહેવાય? નાસ્તિક કેમ બોલે છે તે સમજો. નાસ્તિક જીવને શી રીતે માને છે?
આ શરીર પુતળામાં જીવ ઉત્પન્ન થયો અને આ પુતળા પાછળજ એ નાશ પામવાનો. જેનું તેઓ પાણીના પરપોટાનું દૃષ્ટાંત દે છે. પાણીમાં થયેલો પરપોટો ભલે નવો આકાર, નવી સ્થિત ધારણ કરે, પણ તેમાં જ થયો તેમાં જ સમાવાનો. આથી પાણીમાં પરપોટો છે તેમ કહેવું જ પડે. સમાવાનો તેમાં તે કબુલ કરવું પડે. તો શું ગયું ને શું આવ્યું? પરપોટો થયો ત્યારે બહારનો પદાર્થ આવ્યો નથી, ફૂટયો ત્યારે કોઇ પદાર્થ ચાલ્યો ગયો નથી. તેમ આ શરીરરૂપી પુતળામાં જીવરૂપી પરપોટો ઉત્પન થયો, તેમાંજ સમાઈ જવાનો છે. વસ્તુતાએ જીવ શરીરથી જુદી વસ્તુ નથી, પાણી ને પરપોટાની માફક. તેમ આ ખોળીયામાં જીવ જુદો દેખાય પણ જીવ જેવી જુદી ચીજ આવેલી નથી.
Page #371
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩-૩૪
ર૦૫
શ્રી સિદ્ધચક આ કહી નાસ્તિક શું જણાવે છે? જીવ છે તેમ માન્યું તેથી જ્ઞાન, સુખ, દુઃખ તે કબુલ. જીવ માન્યો છતાં પરપોટા માફક ઉત્પન્ન અને નાશ પામનારો માન્યો, તેમ જ્ઞાની, સુખી, દુઃખી જણાવનારો માત્ર જીવ છે. આસ્તિક માફક ચેતના, સુખ, દુઃખ માને, પણ અહીં માન્યતામાં ફરક છે. કયો ફરક? નાસ્તિક જીવ થયેલો માને છે, આસ્તિક આવેલો જીવ માને છે. નાસ્તિકો પરપોટાની ઉત્પત્તિ માને છે, તેમ જીવની પણ ઉત્પત્તિ માને છે અને ખોળીયામાં જ સમાવાવાળો માને છે. આસ્તિકો પરભવથી આવેલો જીવ માને છે. હવાના જોગે પરપોટો થયો. હવા નીકળી ગઈ ત્યારે પરપોટો બેસી ગયો. એકલા પાણીનો પરપોટો થતો નથી. પાણીમાં હવા મળે ત્યારેજ પરપોટો થાય છે. હવા હોય ત્યાં સુધી જ ટકે છે. હવા નીકળવાથી પરપોટો નાશ પામે છે. તેમ આ ખોળીયામાં પરભવથી જીવ આવે છે, ત્યારે ચેતના, સુખ, દુઃખ થઈ શકે છે. પરભવથી આવે ત્યારે આ ખોળીયાદ્વારાએ સુખદુઃખનો અનુભવ હોય છે. આથી આસ્તિકે પરભવથી આવેલો જીવ માન્યો. નાસ્તિકે નવો ઉત્પન્ન થયેલો જીવ માન્યો. તેમ આસ્તિકે ગયો જીવ, નાસ્તિકે મર્યો જીવ એમ માન્યું. આવ્યો અને ગયો તે આસ્તિકની માન્યતા, ઉત્પન્ન થયો ને મર્યો તે માન્યતા નાસ્તિકની. આ વાકયોમાં મોટો ફરક છે.
હવે આપણે વિચાર કરવાનો કે આપણે આસ્તિક છીએ તો બે વિચારો મગજમાં રમી જવા જોઇએ. આવ્યો છું ને જવાનો છું. નાસ્તિકો ઉપજ્યો છું ને નાશ પામવાનો છું. હવે જો આપણે આસ્તિક છીએ, આપણી માન્યતા સાચી છે તો આવ્યો છું ને જવાનો છું એ વિ: ક્ષણ પણ થયા વગર ન રહે. ભાડુતી મકાનમાં રહેતો હોય તે સ્વપ્નમાં પણ બાપીકું ઘર ધારે નહિ. ૨૪ કલાક ધ્યાન રાખે કે આ ભાડુતી ઘર છે. પ્રથમ અમુક જગાએ રહેતા હતા અત્યારે અહીં રહ્યા છીએ, માલીક કહેશે ત્યારે ખાલી કરી ચાલ્યા જઈશું. આસ્તિક ભાડતી ઘરને બાપુકું ગણે નહિ.
આ શરીર, આ ઘર, આ કુટુંબ બધા ભાડુતી ઘર ને તેના ફરનીચર છે. આથી જીવ આવ્યો જીવ બીજે જવાનો. આ બે વાત નક્કી થઈ તો પછી કેટલાક ભાડુતી મકાનમાં પલંગ, ખુરશી, ટેબલ, મેજ, ઝુમ્મર, હાંડી, તકતા પણ ભાડે આપે છે. ભાડુ ભરીએ તો પલંગ વિગેરે વાપરીએ, ભાડું પુરું થાય તો મકાન અને ફરનીચર છોડી દેવાનું. એ વખતે મકાન છોડી દેવાનું તે વખતે ફરનીચર પણ છોડી દેવાનું. જરૂર વિચાર તો કરે કે અહીંથી નીકળી બીજે ઘેર જવાનું છે તો તે વખતે ભાડું જોઇશે. બીજી જગા પર ભાડુતી મકાન મળી શકે તેટલી સગવડ પહેલાં જરૂર તૈયાર રાખવી જોઇએ. શહેરમાં રહેતા હોઈએ ત જગા ખાલી કરવી પડશે તે બીજી ઓરડી માટે કંઈક રકમ બચાવવી જોઈએ. ભાડુતી ઓરડીમાં રહી નવી ઓરડીની સગવડ સમજી જરૂર લે. ત્યારે ઘરનું ઘર કયું? ઘરનું ઘર મોશ. તે સિવાયના ભાડુતી ઘર.
ઘરનું ઘર તૈયાર ન કરી શકો તો ભાડુતી મકાન માટે તૈયારી કરો. આસ્તિક માત્ર આ શરીરને ભાડુતી ઘર માને અને આવતા ભવ માટે ભાડાના ઘર માટે સગવડ રાખે. આટલા માટે જીવ પરભવથી આવ્યો
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૦૬
તા.૧૫-૩-૩૪.
શ્રી સિદ્ધચક્ર છે ને પરલોક જવાનો છે તેમ માને તે આસ્તિક એવું ન માને તે નાસ્તિક. આથી શાસ્ત્રકારોએ વ્યુત્પત્તિ કરતાં જણાવ્યું કે ‘તિ પરોવર મિિતિ' પરલોક, આદિ શબ્દથી જીવ પુચપાપ વિગેરે છે એવી બુદ્ધિવાળો આસ્તિક પરલોક વિગેરે છે એવી બુદ્ધિ ન હોય તે નાસ્તિક. ૨૪ કલાકમાં આપણે આસ્તિક કેટલો વખત ? અને નાસ્તિક કેટલો વખત ? પરલોક વિગેરે છે એવી બુદ્ધિવાળાને આસ્તિક કહ્યો પરલોક નથી એવી બુદ્ધિ જેની હોય તે આમ નથી કહેતા. ૨૪ કલાકમાં કે પરભવ કેટલો વખત વિચારીએ છીએ ? પરભવ ને પરલોકના વિચાર વગરનો કેટલો વખત જાય છે ? તે વિચારો !! માન્યતા અંદર ભલે હોય પણ અત્યારે વિચાર પર આવીએ છીએ? વિચારી પ્રવૃત્તિ કેટલી કરીએ છીએ ? બીજા ભાડાના ઘર માટે ભાડાની પણ તૈયારી કરતા નથી. પરભવ માટે નવું પુન્ય ઉપાર્જન કરતા નથી. આ પુન્ય તેજ ભાડું. પરભવ માટે પાપ એકઠું કર્યું તો રખડપટ્ટીની દશા આવવાની. આસ્તિકની માન્યતા આ જગા પર જુદી પડે છે. ભાડું તૈયાર નહિ કરું તો શી વલે થશે? આવી વલે ન થાય માટે આસ્તિકે પરભવ માટે પુન્ય જરૂર પેદા કરવું જોઈએ. આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા.
નાસ્તિકને મર્યા પછીનો વિચાર કરવાનો હોતો નથી કદાચ કહેશો કે આપણે તો ભવનું કામ નથી. સારો કે નઠારો ભવ તેનું અમારે કામ નથી. અમારે તો ફક્ત મોક્ષનું કામ છે. અમારે સુંદર ભવની સહેલ કરવી નથી. ખરાબ ભવના ખાબોચીયામાં ખદબદવું નથી. અમારે તો માત્ર મોક્ષ જોઇએ છે. આ તમારી વાતમાં બે મત છે જ નહિ. પણ એક નવી વહુ ઘરમાં આવી. ઘરમાં રસોઈ થતી દેખી, રસોડામાં ધૂમાડો નીકળવા લાગ્યો. ધૂમાડો આંખમાં પેસી ગયો. આંખે પાણી આવ્યાં. રસોઈ થઈ ગઈ, બધા જમ્યા. બીજે દહાડે વહુને રસોડામાં રસોઈ કરવા કહ્યું. ત્યારે વહુએ કહ્યું કે આપણે ખાવાથી કામ છે ચુલો સળગાવવાની જરૂર નથી. ખાવાથી કામ છે તેમાં બે મત નથી. ચુલો સળગાવવો ધૂમાડો ખાવો તેમાં કંઈ મતલબ નથી. આમ નવી વહુ જેવા મૂર્ખ અજ્ઞાની ચાહે તેમ કહે. તેમ આપણે મોક્ષથી મતલબ છે, ચુલો સળગાવવાથી ને ધૂમાડાની માફક પુન્યની કંઈ મતલબ નથી. ખાવાની વાત રાખવી. ધૂમાડો વેઠવાની વાત રાખવી નહિ. ખાવામાં વધુ એક મત થઈ તેમાં શું વળ્યું? ચુલા ને ધૂમાડા વગર ખાવાનું શું? તેમ અહીં માત્ર મોક્ષની મતલબ છે તેમ કહેનારા શાસ્ત્ર તરફ ધ્યાન દેતા નથી. શાસકારો પુન્ય કર્મ છતાં તેને નાશ કરવાનું જણાવતા નથી.
શાસ્ત્રકાર ધર્મિષ્ઠોના વ્યાન વખતે પુJUવા... તેમના મત પ્રમાણે તસ્સ ઉત્તરીમાં ગણધર મહારાજા ભૂલ્યા. પાવાણું કમાણે નિાયણાએ પુન્ય કમ્માણે નિશ્થાયણટ્ટાએ કહેવું હતું. તમારું જેમ પાપે બગાડયું છે તેમ પુજે પણ બગાડયું છે પાપકર્મના નાશ માટે કહ્યું પુન્યકર્મના નાશ માટે ન કહ્યું. નરકગામી વિગેરે અધમનું વર્ણન કર્યું ત્યાં પાપરતિ વિગેરે વિશેષણ દીધાં. હેલણા, નિંદાની જગાપર પુન્યને નિયું નથી. જેવું પાપ તેવું પુન્ય, પુન્ય તેવું પાપ બે સરખા ગણાવા જોઇએ. પુન્ય કે પાપ જે કોઈ કર્મ હોય તેના નાશ માટે બોલી દે, નવકારમાં પણ ભૂલ થઈ. સવ્વપાવપ્પણાસણો
Page #373
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૦૦
સર્વપાપનો નાશ કરનાર નવકાર, સવ્વકમ્મપણાસણો સવ્વપુર્ણાપણાસણો કહી દો ! તે કેમ નથી કહેતા ? તમારે તો પુન્ય પણ નાશ કરવા લાયક ગણવું છે. કેટલાક તેરાપંથીઓની આ માન્યતા છે. પણ નવી વહુને રસોઇના નામે ચુલો સળગાવવો નથી પણ તેમને પૂછી લો કે મોક્ષમાં ૧, ૨, ૩, ૪, ઇંદ્રિયવાળા કે જાનવર કે તિર્યંચ જાય ખરા કે ?
પુન્યની સહાયતાથી મોક્ષ મળે છે.
માત્ર મનુષ્યજ મોક્ષે જાય છે તો જીવપણું બધામાં સરખું છે. દેવતા, મનુષ્ય, તિર્યંચ કે નારકી બધામાં મનુષ્યપણું સરખું છે છતાં બધામાં મોક્ષની લાયકાત કેમ નહિ ? આ ફરક પુન્યનો છે. એક ઇંદ્રિયવાળા કરતાં બે ઇંદ્રિયવાળાનું પુન્ય વધારે, એથી ત્રણ ઇંદ્રિયવાળાનું પુન્ય વધારે, એથી ચાર ઇંદ્રિયવાળાનું, એથી જાનવરનું વધારે, પુન્યની રચનાનું તમારે કામ નથી તો એકેંદ્રિયમાં મોક્ષ કેમ નથી માનતા ? હવે છેલ્લી હદમાં જઇએ. પંચેંદ્રિયપણું, આર્યક્ષેત્ર, ઉત્તમકુળ, પ્રથમ સંઘયણ વિગેરે સામગ્રી હોય તોજ મોક્ષ મળે. આમાંથી એકપણ ચીજ ઓછી હોય તો મોક્ષ ન મળે, આ બધી સામગ્રી પુન્યથીજ પ્રાપ્ત થાય છે. જગતના તમામ ધર્મગુરુઓ પાપથી બચાવે. આ બિચારા મુન્યથી લોકોને હઠાવે. એ જો વાસ્તવિક હોય તો પાવપ્પણાસણોની જગા પર પુછ્યાંણું પણાસણો પણ કહેવું હતું, પુર્ણનિગ્ધાયણ્ણાએ કહેવું હતું. શાસ્ત્રકારો જણાવે છે કે દરેક આસ્તિકો મોક્ષ પ્રાપ્તવ્ય છતાં મોક્ષ પુન્યની મદદ વગર કોઇ દિવસ મેળવાતો નથી પુન્યના કારણ છોડવા હોય તો સાધુને દાન દેનારો શ્રાવક વધારેમાં વધારે ક્યાં જાય ? બાર વ્રતધારી શ્રાવક, સમ્યક્ત્વધારી શ્રાવક ક્યાં જાય ? બારમે દેવલોકે જાય. વ્રતોના, દાનના, સમ્યક્ત્વના પ્રભાવે બારમાથી આગળ કોઇ જઇ શકતો નથી. પહેલાના તપ સંયમે કરી દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થાય છે. હવે જો તમારું તપ, સંયમ પુન્યનું કારણ થશે માટે વ્રત, નિયમ, સંયમ, ઓઘાને કોરણે મૂકો. તમારે પુન્યના કારણને દેશવટો દેવો છે. વ્રત મહાવ્રત, સમકિત, દાન વિગેરેને દેશવટો દો, તમારી અપેક્ષાએ સાધુપણું નકામું, કારણ એથી પુન્ય બંધાશે. સાધુપણામાં જે ઉત્તમતા તે હિંસા, જાઠ, ચોરી, સ્ત્રી, પરિગ્રહના ત્યાગથી, તમે ૫૦ કે ૧૦૦ વરસ કે દેશોના ક્રોડ પૂરવ સુધી બ્રહ્મચર્ય પાળ્યું. નિષ્પરિગ્રહી રહ્યા. પરિણામે દેવલોક ગયા. બ્રહ્માનું ફળ અબ્રહ્મ, ત્યાગનું ફળ ભોગ, સાગરોપમ સુધી અબ્રહ્મ. જેમ જેમ વધારે સાધુપણું પાળે તેમ તેમ ભોગી વધારે થવાના. જેમ સાધુપણાનો પર્યાય વધારે તેમ દેવલોકની સંપત્તિ વધારે. પર્યાય ઓછો તેમ સંપત્તિ ઓછી. જેમાં પરિણામે અબ્રહ્મ આવવાનું, જે ત્યાગના પરિણામે ભોગ આવવાના તે ત્યાગને, બ્રહ્મને તિલાંજલી આપો. કાંકરા છોડી કોહીનૂર લેવાના. કોહીનૂરના કારણ સારા ન લાગે તો કાંકરા પકડી રાખવા વધારે સારા છે. પુન્યને ખરાબ ગણનારાએ સાધુપણું કોરણે મૂકવાનું. પુન્ય પવિત્ર કાર્યથી થાય તે કાર્ય છોડવાનું નથી. આ સિદ્ધાંત હોવાથી સાધુપણાથી ભલે દેવલોક થશે, ભલે દેવલોકની રિદ્ધિ મળે તેથી સાધુપણું છોડવા લાયક નથી. આ સ્થિતિ કબુલ કરાય તો ફલાણાથી પુન્ય બંધાય છે માટે એ કામ ન કરવું તે વાતને જૈન શાસનમાં રહેનારો અનુસરે નહિં. હજી પુન્યબંધને અંગે બેદરકારી રાખવી હોય તેવો કોણ ?
Page #374
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૫-૩-૩૪ ટોચે ચઢેલો, રસોઈની તૈયારીવાળો રસોઈ તૈયાર થયા પછી ચુલો કોણ સળગાવે કે ધૂમાડો કોણ ખાય ? આમ ટોચે ચડેલો કહે તો હજુ શોભે, મોક્ષ કે ભવમાં સરખી બુદ્ધિવાળા તેવા જીવો પુન્યની દરકાર ન કરે તે વ્યાજબી છે એવી નિસ્પૃહ દશાવાળાની વાત જુદી છે પણ ખલાસીને અથાગ પાણીમાં દેખી અણઘડ પાણીમાં ભુક્કો મારે તો શી દશી થાય? તેમ અહીં ક્ષીણ કષાયી, શાંત કષાયી, જગત તેમજ જીવન માત્રથી બેદરકારીવાળા તેવાને દેખી જેમનું કશું ઠેકાણું નથી તેવા તેવા પ્રકારના વિચારમાં જાય તો શું થાય ! તે માટે ભગવાન હરિભદ્રસૂરિ જણાવે છે કે ધર્મસંચય, પુન્યસંચય કરવો. પુન્ય કેવા પ્રકારનું મેળવવું
જે પુન્ય પાછળ રખડાવી મારનાર હોય તેવું પુન્ય મેળવવા લાયક નથી. આગળ પુન્ય બંધાવનારું હોય તેવું પુન્ય તેનો સંચય કરવો. કોયલા ચાવવા પડે તેવા પાન ચાવનારને કોઈ શાબાશી આપતું નથી. આગળ પાનની લાલાશ વધતી જાય તેવા પાન ચાવવા. તેમ અહીં પુન્યાનુબંધી પુન્ય તેવી રીતે કરો જેથી આગળ કુશળાનુંબંધી, નિરનુબંધી, પુન્યનો વખત આવે. આ બંનેનો વખત લાવનાર પુન્યાનુંબંધી પુન્ય. સારો પદાર્થ ગમે બધાને પણ મેળવવો મુશ્કેલ. સારું સાંપડવું સહેલું નથી. એવું પુન્યાનુબંધી પુન્ય સારું કહેવું સહેલું છે પણ તે લાવવું ઘણું મુશ્કેલ છે તે સાંભળી પ્રશ્ન થશે કે ક્યા કાર્યથી પુન્યાનુંબંધી પુન્ય બંધાય? પુન્યાનુબંધી પુન્ય મેળવવાનાં કારણો ક્યાં?
તે જણાવતાં હરિભદ્રસૂરી પુન્યાનુબંધી પુન્યના અધિકારમાં જણાવે છે કે જગત માત્રના જીવોમાં દયા. દયા કઈ? તીર્થકર ભગવાને જે ધર્મ કહ્યો તે ધર્મ પણ શાથી કહેવો પડ્યો ? મેલરહિત શુદ્ધ સોનું ને માટીવાળું સોનું બેનો એક ભાવ હોય તો સોનાની શુદ્ધિ કોણ કરે? કર્મો જકડાયેલાને નુકશાન ન હોય તો તેના ઉપર ઉપકાર કરવાનો વખત નથી. કર્મ, જન્મ જરા મરણ છોડવાનાં ન ગણ્યાં હોય તો તેને અંગે દયાનો અવકાશ નથી. તીર્થકર મહારાજ મોક્ષનો ઉપાય બતાવે તેથી ઉપકારી. જેને સંસારનો માર્ગ મળે તે જન્મ મરણાદિના ચકરમાં પડવાનો. જન્મ જરા મરણાદિ ખરાબ ન ગણે, તેમાંથી જીવ બચાવવો તેમ ન ગણે, તેમને મોશે પહોંચાડવાનો ઉપદેશ નકામો છે. જગતને જન્મ મરણથી પીડાયેલું દેખી દયાથી શાસનની પ્રવૃત્તિ કરે છે. આથી તીર્થકરો મોક્ષે જાય ત્યારે જાતિ, જરા મરણના બંધનથી મુક્ત થાય. આ ત્રણ ચીજો જીવમાત્રને બંધનરૂપ છે એમ જીનેશ્વરદેવોએ દેખ્યું તેથી જગતને મુક્ત કરવા માટે ઉપદેશ કર્યો.
જન્મ જરા મરણના કારણરૂપ કર્મો તપાસવાં નથી તો તીર્થકરને તે કર્મનો નાશ કરવા માટે ઉપદેશ દેવાની જરૂર નથી.
Page #375
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩-૩૪
ર૯
શ્રી સિદ્ધચક્ર ભાવદયાનું મૂળ ક્યાં છે ?
જન્મ જરા મરણ કરે છે તે ખરાબ છે. તે તત્ત્વ ઉપર ભાવદયાનું મૂળ છે. તીર્થકર મહારાજા જગતના જીવોને જન્મની જંજીરમાં, જરાની જક્કડમાં, મરણના મોઢામાં મુકાતા જીવને દયાપાત્ર ગણે છે. આથી સર્વ જીવોને વિષે એના જન્મ જરા મરણના દુઃખો દેખી દયા આવી. આ ભાવદયા એ પ્રથમ પુન્યાનુબંધી પુન્યનું કારણ છે. હવે તે દયા સ્વાર્થવાળી હોય તે દયા નથી. વાઘણ પોતાના બચ્ચાને બચાવવા માટે આકાશપાતાળ એક કરી દે તેથી દયાની ટોચે ચડતી નથી. જગતના જીવો પોતાના બચ્ચાનું દુઃખ, ઘડપણ, મરણ ટાળવા કટિબદ્ધ રહે છે તેથી કાંઈ ભાવદયા ગણાય નહિં. સર્વ જીવોમાં નિર્વિશેષપણે દયા થાય. તે કયારે થાય? અનિત્ય પદાર્થો ઉપરથી, ભાડુતી મકાનના પદાર્થો ઉપરથી વૈરાગ્ય થાય તે બીજું કારણ. અહીં કેટલાકો દયા થાય ત્યાં રાગદેષ્ટિ કહે છે. શી રીતે ?
કસાઈખાને ગયા. ૫૦ ગાયો ઉભી છે પાંચ ગાયો છોડાવી. તેમાં આ પાંચજ કેમ છોડવી? માટે તમારે પહેલા ભવનો સંબંધ હતો તેથી તમે છોડાવી. તેમ કહી તેમાં દયાને અવકાશ નથી. જેમ છોકરા છોકરીને છોડાવો તેમ પહેલા ભવના સંબંધને લીધે છોડાવ્યા છે આમ કહી દયાના દુશમનો બને છે. ૫૦ સાધુ બેઠા છે પાંચને દેખી ઉલ્લાસ આવ્યો, પાંચ સાધુનેજ પ્રતિલાવ્યા. પચાસને પ્રતિલાભવાની શક્તિ છે તો પાંચનેજ પ્રતિલાભ્યા તે પૂર્વભવના સંબંધથી જ હશેને! માટે તે દાન ઉલ્લાસ ઉપર મીંડી કબુલ કરો. આ સંબંધને અંગે રાગથી જાનવરને છોડાવતો નથી. માત્ર સાધુપણાની દ્રષ્ટિથી દાન દે છે.દેવાવાળો સાધુપણાની બુદ્ધિથી દાન દે છે. પાંચ સાધુને વહોરાવતાં કે વંદન કરતાં પૂર્વભવનો સંબંધ ખ્યાલમાં લીધો નથી. તેને તો વંદનનો, દાનનો લાભ છે. તેમ અહીં જીવ મરણથી બચે તે ધારી જીવો છોડાવ્યા છે. વાસ્તવિક વૈરાગ્યની સ્થિતિ બતાવી હતી તેને અવળાએ અવળી ગોઠવી. તીર્થકર સરખાને ખેડૂતનો, વેર વિરોધનો સંબંધ હતો. ભગવાનને દેખતા સાથે ભાગ્યો. ગૌતમસ્વામી સાથે રાગ ધર્યો. જેઓ પૂર્વભવનો સંબંધ છતાં પણ જીવ બચાવવાની બુદ્ધિથી બચાવે તો દયા છે. આથી આવી ભાવદયાની ઉત્તમતા બતાવનાર, સ્થિર કરનાર ગુરુ હોવાથી વિધિપૂર્વક ગુરુની સેવા બતાવી. શ્રાવક અને સાધુની ભૂમિકા સરખી નથી.
જેને લાયક જે સ્થિતિ સામાન્યથી એ તેરાપંથીઓ ગૃહસ્થને સાધુ સરખી લાઇનમાં લઈ જાય છે. નોકારવાળીના બધા મણકા સરખા. સાધુ શ્રાવક બધા સરખા છે. શ્રાવક વરસતા વરસાદમાં આવી વખાણમાં બેઠો લાભ કે નુકશાન? કહેશો કે રસ્તામાં આવ્યો તેમાં નુકશાન સાંભળ્યું તેમાં લાભ આ વાતો ન સમજનારા કબુલ કરી લે છે, પણ તેઓ અજ્ઞાન છે. હવે રસ્તામાં આવતા મરી ગયો તો! દુર્ગતાનારી પૂજા કરવા ફૂલ લાવી. રસ્તામાં મરી ગઈ તો દુર્ગતિએ જવાનીને? પાપની ક્રિયા માની તે વખતે ધારણાથી ધરમ માન્યો. એની ધારણા વ્યાખ્યાન સાંભળવાની હતી તેથી રસ્તામાં આવતી
Page #376
--------------------------------------------------------------------------
________________
૨૮૦
તા.૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક વખત પણ ધરમ છે. હવે સામા મકાનમાં રહેલા સાધુ વરસાદમાં ગુરુવંદન કરવા આવે તો ધરમ ખરો કે નહિ? ના સાધુને પ્રતિજ્ઞા છે માટે સાધુ પ્રતિજ્ઞા વિરૂદ્ધ કરી શકે નહિ. શ્રાવકને પ્રતિજ્ઞા નથી તો ન કરી શકે તે વાત કબુલ કરે તો આખા મતમાં ભમરડો ફરી વળે. સાધુ ભગવાનની પૂજા ન કરે. શ્રાવકને છકાયની પ્રતિજ્ઞા ન હોવાથી તે પૂજા કરે તો પણ લાભ છે. સ્વરૂપહિંસા થાય તેટલા સ્વરૂપે ભલે મેલાપણું લઇએ પણ ફળે મેલાપણું નથી.
પૂજા છોડવા માટે સામાયિક કરે તો પૂજા નથી કરવા માટે સામયિક કરું પછી આખો દહાડો શું કરે ? આ તો દગલબાજ દોના નમે ચીતા ચોર કમાન. તેમ દેવના દુશ્મનો દયા તરફ બમણા જોર શોર કરે. અંદરથી દયાની લાગણી નથી પણ દેવ તરફ દુશ્મનાવટ છે. સાધુને બાળવા જાવ છો તે કરતાં સામાયિક કરો. સાધુ સામા જાવ વખાણમાં જાવ તે કરતાં સામાયિક લઈ બેસી જાવ. પૂજા વખતે સામાયિક આગળ કરાય છે. કહો દગલબાજ દોને નમે તેમ દયાના દુશ્મનોને દેવ તરફ દુશ્મનાવટ છે. મૂળ વાતમાં આવો.
શ્રાવકને અંગે જે નિર્જરાના સ્થાનો તેજ સાધુને અંગે હોય તેમ બનતું નથી, ને શાસ્ત્રકાર માનતા પણ નથી. ભૂમિકાની અપેક્ષાએ તે પ્રમાણે બંધ અને નિર્જરા છે તે કારણથી ગુણઠાણાની શ્રેણી ઉપર બંધના જુદા જુદા સ્થાનો છે માટે ભૂમિકા પહેલી સમજવી જરૂરી છે. તે સમજાય ક્યારે? વિધિપૂર્વક ગુરુની સેવામાં લીન હોય ત્યારે. તે લીન બને કોણ? જે સદાચારમાં વર્તનારો હોય, આચારમાં ઠેકાણા વગરનો ન હોય તે. વેશ્યા સતીનું સખીપણું ન ઇચ્છે. તેમ નિર્મળતાના ધ્યાન વગરના ગુરુ મહારાજની સેવા કરવા ઇચ્છે નહિં. પવિત્ર આચારમાં વર્તવું. જીવ માત્રમાં દયા, વૈરાગ્ય, વિધિપૂર્વક ગુરુપુજન, નિર્મળ આચારવૃત્તિ, આ બધા પુન્યાનુબંધી પુન્ય નિકટના કારણમાં કાર્યનો ઉપચાર થાય છે તે માટે પુન્યાનુબંધી પુન્ય કહ્યું. રૂપિયો ભોજનનું અનંતર કારણ હોવાથી તમે રૂપિયો ખાઈશું એમ બોલો છો પણ ભોજનનું મુખ્ય કારણ હોવાથી રૂપિયાને ભોજન કહ્યું તેમ દયા, વૈરાગ્ય, ગુરુપૂજન, નિર્મળ આચાર એવા નજીકના કારણ છે જેથી આચાર ને પુન્યાનુંબંધી પુન્ય કહ્યું. આથી આ રસ્તાને જાણી તેમાં જે કોઈ આત્મા પ્રવૃત્તિ કરશે તે કલ્યાણ પામી અનુક્રમે પોતાનું ઘર જે મોક્ષ તેને પ્રાપ્ત કરશે.
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષીયદેશાનાદિસંગ્રહ ૦૮-૦ શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂા. ૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈને આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.
Page #377
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩-૨૪
શ્રી સિદ્ધચક
હો
હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો હો
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
જીવનું અનાદિથી વિષયોનું સમજવું-મૂર્ણિત થયેલા આત્માની દશા, સમ્યગુર્દષ્ટિની જુદી લાઇન, મરણથી બચાવનાર કોઈ નથી-જગત અશરણની શંકા-મરણથી ન બચનાર બીજને કેવી રીતે બચાવે? જીનેશ્વરના વચનનું શરણ શાથી? મરણથી ભડકવું અને જન્મથી રૂંવાડે ભય નહિ, સમ્યકીને તે ભવમાં વિરતિ ન હોય તો બીજો મનુષ્યનો ભવ વિરતિ વિનાનો હોય નહિ, વિરતિ ન લે તો સમકિતનું રાજીનામું સમકિતિ મરણને મહોત્સવ માને, ધર્મ કરણી કરનારને સાધુ સંસર્ગની જરૂર, ઉપદેશકોએ કંટાળવાનું ન હોય, કિયાથી સંસ્કારનું ટકવું. - શાસ્ત્રકાર મહારાજ શ્રીમાનું યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે જ્ઞાનસાર પ્રકરણને કરતા થકા જ્ઞાન અને ક્રિયાની મહત્ત્વના વિસ્તારથી સમજાવતા થકા જણાવે છે કે સંસારમાં જીવનનું ટકવું તેમજ શાસનની સ્થાપના, પ્રવૃત્તિનું ટકવું, પણ જ્ઞાનદ્વારા એ હોવાથી જ્ઞાનની ઉપયોગિતા માની શકાય. તેવીજ રીતે ભોજનથી તૃપ્ત, પાણીથી, સંતોષ ઔષધના સેવનથી રોગનો નાશ વિગેરે સંસારીયો અનુભવે છે, તેમજ કર્મનું આવવું પણ અવિરતિદ્વારા એ હોવાથી એ સર્વ ક્રિયાને અંગેજ છે, એટલું જ નહિ પણ સર્વ સંવર પ્રાપ્ત થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થયા છે. આ ધ્યાનમાં લેતાં ક્રિયાની ઉપયોગિતા પણ એટલીજ માની શકાય. બેમાંથી એકની પણ નિષ્ફળતા કહી શકાય નહિ. આથી જ્ઞાન અને ક્રિયાને ધર્મિષ્ઠોને દુનિયાને માનવાં પડે છે. મછિત આત્માની દશા
ઇન્દ્રિયો દ્વારા થતા વિષયોનું જ્ઞાન આ જીવ અનાદિ કાળથી ધરાવે છે. કોઇપણ ગતિ ઇન્દ્રિયો વગરની હોતી નથી એટલે ઈન્દ્રિયો દ્વારા એ વિષયનું જ્ઞાન આ જીવ દરેક ભવમાં કરતો રહ્યો છે. આથી જ્ઞાન રહિત જીવ માન્યો નથી. અર્થાત્ અજીવનો જીવ જાય તેમ થતું નથી, જીવપણાની જે ચેતના પણ અનાદિની છે, જેથી વિષયોનું જ્ઞાન પણ અનાદિજ છે. છતાં ઇષ્ટની સિદ્ધિ થઇ નહિ શાથી ? જેમ નાનાં બચ્ચાંઓ ખાવાપીવામાં સમજે પણ પોતાની ખુદ સ્થિતિ સમજે નહિ, સુંવાળા, ઉના, ટાઢા, ખાટા, મીઠા સારાનરસાપણું સમજે, પણ પોતાની શારીરિક સ્થિતિમાં શાથી નુકશાન ફાયદો થાય તે સમજે નહિ, તેમ આ જીવ અનાદિથી વિષયોને સમજતો રહ્યો છે પણ ખુદ પદાર્થ પોતે સમજયો નથી. આ જીવ પોતે કોણ છે તે કોઈ દિવસ જાણ્યું નહિ. પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે. જેમ ડૂબેલો મનુષ્ય જીવતો છતાં હું કોણ અને કયાં છું તે સમજતો નથી તેમ આ આત્મા પુદ્ગલોના મોહમાં ડૂબેલા વિષયોમાં મૂછિત થઈ ગયેલો પોતાની સ્થિતિનું ભાન કરતો નથી. જેમ રોગીને થયેલો રોગ પોતાના અનુભવમાં
માં નિદાન સ્વરૂપ, પરિણામ રોગ જાણનાર વૈદ્ય જણાવે છે. વૈદ્યને રોગ નથી, રોગનું ભયંકરપણું નથી, છતાં વૈદ્ય રોગીને તો બધુ જણાવે છે. રોગ ફલાણો છે અને આથી બનવા પામ્યો છે અને દર ન કરાશે તો અમુક પરિણામ આવશે. વૈદ્યના વચનના ભરોસે દરદી ઇન્દ્રિયોના વિષય પર કાપ મૂકવા તૈયાર થાય છે અને તે જે કહે તે સાચું માને છે, પણ આત્માને ઓળખાવનાર, પીડાને સમજાવનાર, ભયંકર પરિણામ સાક્ષાત્ દેખાડનાર એવા વૈદ્ય પર ભરોસો શાથી નથી ? એવો ભરોસો આવ્યો હોત તો કુપથ્ય જણાવેલ વસ્તુને વળગત કેમ ? પથ્ય જણાવેલ વસ્તુથી છેટો રહેત કેમ? કહો કે જડ જીવનની જંજીરમાં જકડાયેલાને જડના મટાડનાર વૈદ્ય તરફ જેટલો
Page #378
--------------------------------------------------------------------------
________________
૨૮૨ શ્રી સિદ્ધચક્ર
તા.૧૫-૩-૨૪ ભરોસો છે તેટલો આત્માના વૈદ્ય પ્રત્યે નથી. મૂછિત મનુષ્યને વેદના કે દરદ માલમ પડે નહિં, તેથી તે દૂર કરનાર વૈદ્ય તરફ મૂછિત દરદીને લક્ષ કે ભરોસો હોતાં નથી, તેમ આપણે મોહ માયામાં મૂર્શિત થયેલા, વિષયોમાં ડૂબી ગયેલા એવાને આત્મા વૈદ્ય પ્રત્યે એજ દશા છે. શરણ રહિત જગત
જન્મ કે મરણમાં કોઈને વિવાદ નથી, કોઈ દિવસ જન્મની વેદનાનો વિચાર થયો કે? ભયંકર વેદનાઓ જાણ્યા વિચાર્યા પછી ફરીથી જન્મ ન કરવા પડે તેવો ઉદ્યમ કરવાની ઇચ્છા પણ થઈ ખરી કે? મરણનો ડર પણ સારા જગતને છે. નાના મોટા, સમજુ અણસમજુ દરેકને મરણનો ડર છે. છતાં ફરીથી મરવું ન પડે તે માટે કાંઈ
કાંઇજ નહિ. કારણકે “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા' તે અનુસાર મોહમાયારૂપી મદિરાના ઘેનમાં પડેલા આત્માને જન્મ મરણની વેદનાનું ભાન હોતું નથી, પણ સમ્યગુદષ્ટિ માટે જુદીજ લાઇન છે. તે મરણથી ન ડરતાં જન્મથી ડરે છે. તે સમજે છે કે જન્મ લેનારને મોત છે. તો જન્મથી ન ડર્યો અને મરણથી ડર્યો શા કામનો? આપણે મરણથી બચવાના નથી, બચાવનારો કોઇ જગતમાં નથી તેથી ડર રાખવો તે કઈ અકલનું કામ ? તીર્થકર, ગણધર કે કેવળીયો કોઇપણ મરણથી બચ્યા નથી. તેથી અશરણની ભાવનાની જગ્યા પર વાદીએ શંકા કરી હતી, કે મેળવેલું મેલીને જઈએ તે વખતે કોઇનું શરણ નથી. ચક્રવર્તીના છ ખંડ, કરોડો પાયદળ, લાખો હાથી, કરોડો ગામો, છતાં મરણ વખતે તે શરણ અર્પનાર નથી. જગતમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ, સમૃદ્ધિ રાજ્ય, જેને સોળ હજાર દેવતાઓ સેવામાં હાજર એવા ચક્રવર્તીને પણ મરણ વખતે કોઈ બચાવનાર હોતો નથી, તો પછી આપણને બચાવનાર કોઈ હોયજ નહિ તે નક્કી છે. માટે આખું જગત શરણ રહિત છે. ખરી આપત્તિ વખતે કોઈ શરણ ન થાય તો અશરણ કેમ ન કહેવું? માટે આ જગત અશરણ છે તો તેને માટે મરી ફીટવું નકામું છે. શરણ કોનું?
જન્મ મરણના જાપો, વ્યાધિ વેદનાઓ કરી વ્યાપ્ત એવા જગતમાં જીનેશ્વરદેવના વચન સિવાય કોઈ શરણ નથી. જગત અશરણ છતાં જીનેશ્વરના વચન શરણનું સ્થાન ગયું છે. જીનેશ્વરો પોતે તેમજ ગણધરો જે ગણપદ પામી અંતરમુહૂર્તમાં બાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરે, તેઓ પણ મરણથી બચ્યા નથી, તો તેમનાં વચનથી અમે બચશું તે માનવું શી રીતે ? જેમ તે માન્ય રાખીએ તો પુરાણની વાત માનવી પડે કે એક જણ બિલાડીને વેચવા આવ્યો, કિમત ઘણી માંગી, કારણકે તેની ગંધમાં બાર યોજન સુધી ઉંદર આવે. બિલાડીનો કાન ઉંદર કરડી જાય તો બાર યોજનની વાત શી રીતે માનવી? તો જીનેશ્વરો, ગણધરો પોતે મરણથી બચ્યા નહિં તો અમને મરણથી બચાવશે તે શી રીતે માનવું ? વાત ખરી, પણ ઇજીનમાં જે સળીયો હોય છે તે પાટા નીચે આવે તો ભુકા થઈ જાય, પણ તેનાજ દ્વારા આખી ગાડી ચાલે છે. પહેલી વસ્તુ ધ્યાનમાં લો તો માલમ પડશે કે મૂળ વસ્તુ આગળ ક્રિયામાં વધારો થયો તો જોસ આવ્યું, તેમ જીનેશ્વરનું વચન સીધું મરણ હઠાવતું નથી. ત્યારે શરણ કંઈ રીતે ? એકજ રીતે કે જન્મ બંધ કરાવવાધારાએ. જીનેશ્વરના વચન જન્મોના કારણભૂત કર્મોને તોડી જન્મોને બંધ કરે છે. એટલે મરણથી બચાવે છે, એથીજ “ધર્મ મરણને ધકકેલે છે' માટેજ જીનેશ્વર વચનનું શરણ છે. સમકિત એજ આત્માનું પરિપકવાણું
મરણનું કારણ જન્મ તો મર્યા પછી જન્મવાનું તરત અને જન્મેલાને મરવાનું નક્કી છે પણ મરણના ભયમાં ભડકી રહીએ છીએ, જ્યારે જન્મના માટે એક રૂંવાડે ભય ઉભો થયો? તો કોઈ પ્રશ્ન કરે કે મરણના દુઃખ પરોક્ષ છે માટે અનુભવ્યાજ માલમ પડે. જો બીજા માણસના મરણનું દુઃખ આપણે દેખતા નથી તો મરણથી ડરવાનું પ્રયોજન શું? જ્યારે જન્મને અંગે નવ માસ પેટમાં રહ્યા, બાદ તે પહેલાને દેખીએ છીએ, જન્મ વખતની દશા દેખીએ છીએ છતાં તેનો ભય નથી લાગતો. એટલા માટે જણાવ્યું કે સમ્યગુદૃષ્ટિ મરણને ઓચ્છવ માને અને જન્મને ભય માને. જેમ રાજ્યાભિષેક માટે ઘરમાંથી નીકળતો હોય તો તેને ઘરમાંથી નીકળવું તે ઉત્સાહનું કારણ હેય છે. ભલે બહાર જવામાં આપત્તિ હોય તો તે ઉત્સાહ તેને હઠાવે છે. તેમ સમ્યગુદષ્ટિ આત્માને તે કલ્યાણ થવાનો અભિષેક છે, તેથી વિદન હઠાવે અને મોહરાજાની ભેદી વજની સાંકળને તોડી નાખે છે. સમ્યગુદૃષ્ટિ
Page #379
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩-૩૪
૨૦૩
શ્રી સિદ્ધચક્ર સમ્યક્ત્વ પામે તે ભવમાં કદી વ્રતપચ્ચખાણ વગરનો હોય તો પણ બીજા ભવમાં તેમ હોય નહિ. પહેલાના સંસ્કારો, આદતો પડી રહ્યા હોય તે ખશી ન શકે પણ બીજો ભવ મનુષ્યનો આવે તેમાં મોહની જંજીરમાં જકડાયલો તે હોય નહિં, તે શાસ્ત્રકારે નિયમ રાખ્યો છે, પૂર્વ ભવની આદતો, સંસ્કારોને લીધે તે ભવમાં કદી વિરતિ ન મળે પણ બીજો મનુષ્યનો ભવ કદી વિરતિ વગરનો હોય નહિં. ક્યાં તો વિરતિ લે કાં તો સમકિતનું રાજીનામું આપે. અર્થાત્ સમકિત કર્યું હોય તો બીજા મનુષ્યના ભવમાં વિરતિ લેવીજ પડે. ન લે તો વિરતિ ટકેજ નહિ, અવિરતિને મરણ વખતે શું થાય ? વિરતિની નજદીકમાં હું જાઉં છું અને અમુક મોતમાંથી એક ઓછું થયું. વિરતિ, દેશવિરતિ અને સમ્યક્ત્વવાળાને મરણ ઓચ્છવ હોય છે પણ જન્મ ઓચ્છવ હોતો નથી. જન્મ એ કર્મપરિણતિનું ફળ છે. તીર્થંકરનો જન્મ બીજાને ઓચ્છવનું કારણ પણ જીવની પોતાની અપેક્ષાએ જન્મ મહોત્સવ તરીકે ન ગણાય. સમિતિઓ મરણને મહોત્સવ ગણે અને મરણથી નિર્ભય રહે છે.
આત્મસ્વરૂપ વિચારો
હવે વિચારો કે આત્માનાવૈધ પર ભરોસો આવતો નથી અને જડજીવનના બચાવનાર વૈદ્ય તરફ કેટલો ભરોસો છે. કારણકે મરણના સોમાં ભાગે હજી જન્મથી નથી ડર્યો. હજી આત્મા ચીજ પીછાણી નથી. જો તે જાણતો હોત તો મરણ ઓચ્છવ લાગત. ઉપદેશક આપણને મલ્યા છતાં જ્યારે આત્માને પીછાણવાની આટલી મુશ્કેલી તો ન મલ્યા હોત તો કઈ દશા હોત ? તો આ આત્મા અનાદિથી રખડે તેમાં નવાઇ નહિં. આવી ઉંચસ્થિતિમાં ઉપદેશક મલ્યા છતાં પોતાના સ્વરૂપને વિચારવા અવકાશ નથી, તો બીજા ભવમાં તેની અસર કયાંથી હોય ? ને જાણવું કયાંથી હોય? સાધુના સંસર્ગ વગર ધર્મકરણીની કરનારો છતાં મિથ્યાત્વમાં જાય છે. નંદમણીયાર ઉનાળામાં ચોવિહાર અઠ્ઠમ કરી ત્રણે દિવસ પોસહ કરનાર તેવો પણ સાધુ સંસર્ગ વિના મિથ્યાત્વમાં ગયો. જીનેશ્વર દેવોના ઉપદેશને પામ્યા થકા પણ પોતાના આત્મસ્વરૂપનો ખ્યાલ આવવો મુશ્કેલ પડે છે. તો જીનેશ્વરનાં વચનો ન સાંભળ્યા હોય ત્યાં જન્મને ખરાબ ગણવામાં આવે ક્યાંથી ? આ જીવે અનંતી વખતે જીનેશ્વરને દેખ્યા, સાંભળ્યા છતાં જન્મનો ભય લાગ્યો કયારે? મરણથી ભય લાગવો સર્વ સિદ્ધ છે. એ વૈદ્યના વિશ્વાસે નથી. સંજોગો મળ્યા છતાં આપણે કર્મોને તોડી ન શકયા. મિથ્યાત્વ, અવિરતિ, કષાયથી આપણે કર્મ બાંધ્યાં છે. આપણેજ વિરતિ સમ્યક્ત્વ ક્ષમાદિકથી છોડી પણ શકીએ છીએ. માકડો પોતે મુઠ્ઠી ઢીલી ન કરે તો છૂટે યારે ? તે રીતે આપણે કર્મોને ઢીલાં ન કરીએ તો શી રીતે છૂટીએ ? માટે આત્માને ક્ષયોપશમિક કરવાની પ્રથમ જરૂર છે.
ક્રિયા સંસ્કારનું મૂળ છે
આત્માનું યથાસ્થિત જ્ઞાન વધવું ટકવું તે બધું જ્ઞાન અને જ્ઞાનીની આરાધના કરવાથી વિરાધના ટાળવાથી થાય છે. તેમજ સમ્યક્ત્વનું ટકવું વધવું થાય છે. આત્માના શાનને અંગે ક્રિયાની જરૂર છે અને ચારિત્ર તો ક્રિયારૂપ છે એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન બધું ક્રિયા પર આધાર રાખે છે પણ બચ્ચાંઓ ભણે છે તેમને એકજ વખત સાંભળવું જીંદગી માટે યાદ રહી જતું નથી. સેંકડો વખત ભૂલે, પાછા સમજાવો ત્યારે જ ટકવાનો વખત આવે ને સ્થિરતા પ્રાપ્ત થાય, પણ આ બચ્ચું અસંખ્યાત વખત ભૂલે અને ન સમજાવો તો કેમ ઠેકાણે આવે. આ જીવ સમકિત પામીને ભૂલ્યો, આત્માનું ભાન કરીને ભૂલ્યો. પામેલા અસંખ્યાતી વાર ભૂલે તો પણ ઉપદેશકોએ કંટાળવાનું ન હોય. એકજ ભવમાં નવહજાર વખત આવે ને જાય. આથી એકજ વાત સમજવી કે આ જીવને એક ઠેકાણે ટકવું મુશ્કેલ છે, માટે આ જીવનમાં સાર્થક શું ? પણ છોકરાને બીજી ત્રીજી વાર ભૂલ કહીએ છીએ તો પછી ભણેલાના સંસ્કાર સ્મરણમાં રાખે છે અને બીજી વખત મહેનત પડતી નથી. તેમ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારને અંગે ક્રિયા કરનાર થઇએ અને કદાચ તેમાંથી ખસી જઇએ તો પણ નાસીપાસ થવાનું નથી. સમ્યગ્દર્શનાદિ ત્રણની જે આરાધનાની ક્રિયા ક્ષયોપશમિક ભાવની ચાલી જાય તો પણ તેના સંસ્કાર જરૂર રહે છે, છોકરો ભૂલી શકે તેમ ક્ષાયોપશમિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં આવે છે તો પણ પરાવર્તન કરવાથી ભણાય છે તેમ ક્ષાયોપમિક ભાવનાની ક્રિયા ચાલી જાય તો પણ સંસ્કાર રહે છે. જે ભવિષ્યમાં ઘણોજ ફાયદો કરે છે પણ એકલું જ્ઞાન તેટલો ફાયદો કરતું નથી કારણ કે ક્રિયાના ફળ રૂપે જ્ઞાન છે. જ્ઞાન એકલું સાધ્યને મેળવી શકતું નથી પણ ક્રિયા દ્વારાએ જ સાધ્ય સાધી શકાય છે.
Page #380
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧૫
-
૪
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
સમાધનાર-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડઅભ્યાસી આગમોદ્વારકા આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ. પ્રજ્ઞાકાર-ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો.) પ્રશ્ન ૬૪૯-સંધિ શબ્દનો અર્થ સાંધવું, મેળવવું એવો સંધાન : એવી વ્યુત્પત્તિ કરીને જેમ સમજાવાય છે તેમ સાંધ એટલે તડ (રેખા) એ અર્થને જણાવવાવાળો સંધિ શબ્દ હોય કે નહિ? અને હોય તો તેના દ્રવ્યભાવ ભેદો કેવી રીતે સમજવા ? સમાધાન-પ્રસિદ્ધ વ્યાકરણ આદિને આશ્રીને પ્રસિદ્ધિથી સાંધવું એવો અર્થ થાય છે પણ ભાષાની ઉત્પત્તિ પ્રથમ હોય છે અને તેને આધારે જ વ્યાકરણની ઉત્પત્તિ હોય છે એ દઢ નિયમને અનુસરીને સંધિ શબ્દનો અર્થ છિદ્ર એવો કરવામાં અડચણ નથી, અને તેથીજ શીલાંકાચાર્ય મહારાજે સંધિ શબ્દની વ્યાખ્યા કરતાં ભીંતાદિના છિદ્રને દ્રવ્યસંધિ તરીકે અને કર્મના વિચ્છેદને ભાવસંધિ તરીકે જણાવી સ્પષ્ટ જણાવ્યું છે કે કેદમાં પડેલાને ભીંત કે બેડી તૂટવાની રીતિ કે છિદ્ર માલમ પડે તો કોઇપણ બુદ્ધિશાળી પ્રમાદ કરે નહિ તેવી રીતે મોક્ષાર્થીએ કર્મનો ક્ષયોપશમરૂપસંધિ પામીને પુત્ર,
સ્ત્રી કે સંસારના સુખનો મોહ કરવો તે કલ્યાણકારી નથી. પ્રમ ૬૫૦-લજ્જા, ભય કે મોટાઈને લીધે જે આધાકર્મી આદિ દોષનો ત્યાગ કરે અને પડિલેહણ આદિ ક્રિયા કરે તેમાં મુનિપણું માની શકાય ખરું? સમાધાન-નિશ્ચયનયની અપેક્ષાએ આત્મકલ્યાણની દૃષ્ટિએ છાંડવાલાયક વેપારનો ત્યાગ કરવો અને આદરવા લાયક વસ્તુઓ આદરવી તેજ મુનિપણું છે, પણ વ્યવહારનયની અપેક્ષાએ મોક્ષનો અર્થી તત્ત્વની શ્રદ્ધાવાળો અને પંચમહાવ્રતધારી કોઈપણ જીવ તે મોક્ષમાર્ગમાં પ્રમાદી થતો બીજા સરખા સાધુની લાજથી, આચાર્યાદિ આરાધ્ય પુરુષોના ભયથી કે મોટાઈને અંગે આધાકમદિને છોડતો પડિલેહાણાદિક ક્રિયા કરે અથવા તો તીર્થની ઉન્નતિ માટે માસખમણ આતાપના વિગેરે લોકોમાં જાહેરાતવાળી ક્રિયા કરે તેમાં તેનું મુનિપણુંજ કારણ છે. (તેવી ક્રિયાથી પરંપરાએ શુભ અધ્યવસાય જરૂર ઉત્પન્ન થાય છે માટે તેમાં મુનિપણાનું કારણ માનવાથી વ્યવહાર દ્રષ્ટિએ અડચણ નથી.)
Page #381
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક
૨૦૫
પ્રશ્ન ૬૫૧ શરીરમાથું હતુ ધર્મસાધન એ વચનને આગળ કરીને જેઓ ધર્મની ઉપેક્ષા કરવા પૂર્વક શરીરના પોષણ માટે ખાનપાન, વિલેપન વિગેરે મોજમજાહ કરવાનું કહે છે તે શું વ્યાજબી છે ? સમાધાન-સૂક્ષ્મર્દષ્ટિવાળા મનુષ્યો જો આ વાક્યનો વિચાર કરે તો તેઓને પ્રથમ નજરેજ માલમ પડશે કે શરીર જેવી પૌદ્ગલિક વસ્તુ કોઇપણ પ્રકારે ધારણ કરવી પણ યોગ્ય નથી તો પછી તેના પોષણની બુદ્ધિએ પ્રવર્તવામાં વિવેકીપણું હોયજ કયાંથી ? વ્યવહારથી શરીરનું ધારણ કરવું કે તેને ટકાવવું એ પણ ધર્મને સાધ્ય તરીકે ખ્યાલમાં રાખીને તેનો બાધ ન આવે તેવી રીતેજ કરવાનો છે. કેમકે ધર્મનું પાલન તે સ્વાભાવિક છે અને શરીરનું પાલણપોષણ સ્વાભાવિક નહિ છતાં ધર્મપ્રાપ્તિના કારણરૂપ ઉપાધિથી થયેલું છે તો ધર્મને બાધ થાય અગર તેની નિરપેક્ષતા થાય તેવી રીતે શરીરનું પાલન અને પોષણ પણ ધર્માર્થીઓને ઉચિત નથી તો પછી ઇંદ્રિયોના વિષયોમાં આસકિત કરવી એ મોજમજાહ કરવી અને આવા પારમાર્થિક વચનોને નામે લોકોને ઉંધા માર્ગે દોરવવા એ કોઇપણ ધર્મિષ્ઠને લાયક નથી. શાસ્ત્રકારો પણ એજ કહે છે કે સંયમયાત્રાના નિર્વાહ માટે શરીરને તેવી રીતે ધારણ કરે કે જેથી વિષયવાંછા ન થતાં સંયમના આધારભૂત દેહનું દીર્ધકાલ પાલન થાય.
પ્રશ્ન ૬૫૨-અસંયમમાં અરિત અને સંયમમાં આનંદ રાખવો એ સર્વ દશામાં ઉચિત છે કે કેમ ? સમાધાન-ઇષ્ટની પ્રાપ્તિ ન થાય કે તેનો નાશ થાય ત્યારે મનમાં જે વિકાર થાય તેનું નામ અરિત છે અને ઇષ્ટ અર્થની પ્રાપ્તિ થવાથી જે મનનો વિકાર થાય તેનું ના. ાનંદ છે, આ અતિ અને આનંદની વ્યાખ્યા સમજનારો પુરુષ એટલું તો સહેજે સમજશે કે અરિત અને આનંદ એ બંને મનના વિકારોજ છે અને ધર્મ તથા શુકલ ધ્યાનના તીવ્ર પરિણામથી ધ્યેયમાં રોકાયેલું યોગીનું ચિત્ત સ્થિરતામય હોવાથી તે વિકારો (અરતિઆદિ) તેમાં હોતા નથી, તેમજ ઉત્પન્ન થતા પણ નથી. અસંજમમાં અરિત અને સંજમમાં આનંદના વિચારનો શાસ્ત્રકારોએ નિષેધ કરેલો છે, પણ પ્રસંગપ્રાપ્ત અર્પિત અને આનંદ રોકેલા નથી અને રોકી શકાતા નથી. તેથીજ શાસ્ત્રકારો ફ૨માવે છે કે અસંયમની અતિમાં અને સંયમના આનંદમાં સાધુઓનું તાત્પર્ય હોય નહિ એટલેકે જ્યાં સુધી શુકલ ધ્યાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અસંયમ કે સંયમરૂપ કારણથી અરિત અને આનંદ બને તો પણ તેના આગ્રહમાં તત્વ ન રાખતાંજ સ્વસ્થ રહેવું જોઇએ.
પ્રશ્ન ૬૫૩-મિત્ર અને અમિત્રનું લક્ષણ અને તે કોને ગણવા ?
સમાધાન-ઉપકાર કરનારો મિત્ર કહેવાય છે અને અપકાર કરનારો શત્રુ કહેવાય છે એ સ્વાભાવિક છે પણ તાત્ત્વિક સર્વથા અને સાર્વત્રિક એવા ગુણને કરવાવાળો જે હોય તે વાસ્તવિક મિત્ર કહેવાય છે અને તેવો મિત્ર સર્વને પોતાનો આત્માજ થઇ શકે, તેમજ સંસારમાં સહાય કરવારૂપ ઉપકારથી જે મિત્ર તરીકે માનવામાં આવે છે તે મોહોદયનુંજ કાર્ય છે; કેમકે વાસ્તવિક રીતિએ સંસારમાં સહાય કરનારો મનુષ્ય દુઃખના દરીયારૂપ સંસારમાં પાડવાની મદદ કરનાર હોવાથી શત્રુરૂપજ છે, અર્થાત્ સન્માર્ગમાં રહેલો આત્મા કે આત્માને સન્માર્ગે લાવનાર મહાપુરુષો એજ આત્માના સાચા મિત્ર છે અને સ્ત્રી, પુત્ર, કણ, કંચન આદિ સાંસારિક કાર્યમાં મદદ દેનારો, સનેપાતવાળાને સાકર દેનારની માફક શત્રુરૂપજ છે; માટે મોક્ષાર્થી આત્માઓએ સાચા મિત્ર અને શત્રુની ઓળખાણ કરી પ્રવર્તવાની જરૂર છે. (વ્યવહારથી સાંસારિક
Page #382
--------------------------------------------------------------------------
________________
૨૮૭
તા.૧૫-૩-૩૪
શ્રી સિદ્ધચક કાર્યોમાં ઉપકાર કરનાર મિત્ર અને વિદન કરનાર શત્રુ તરીકે જે ગણવામાં આવે છે તે પોતાના શુભાશુભ ઉદયના કારણરૂપ હોવાથી ઔપચારિક છે.) પ્રશ્ન ૬૫૪-જેવી રીતે સાપ અને અગ્નિ દેખતાં સાથે ભયંકર લાગે છે, સુવર્ણાદિક દેખતાં સાથે મનોહર અને ગ્રાહ્ય લાગે છે અને તેથી હઠવાનું અને ગ્રહણ કરવાનું તત્કાળ થાય છે, તેવી રીતે આશ્રવ કે પાપથી હઠવાનું તથા સંવરનું ઉપાદેયપણું જાણું માન્યું છતાં સાપ અગ્નિની માફક તત્કાળ તેની હેયતા સુવર્ણની માફક ઉપાદેયતા આશ્ચવ અને સંવરની કેમ થતી નથી? સમાધાન-સાપ અને અગ્નિનો ભય નિરંતર તેનો અભ્યાસ હોવાથી તથા સુવર્ણાદિકનો મનોહરપણાનો અભ્યાસ હંમેશા સ્મૃતિપથમાં હોવાથી તત્કાળ હઠી જવાય છે તથા ગ્રહણ કરાય છે જ્યારે આશ્રવ સંવર ભયંકર અને મનોહર જાણ્યા છતાં, માન્યાં છતાં, સાપ, અગ્નિ કે સુવર્ણની માફક ભયંકરતા અને મનોહરતા થતાં વાર લાગે છે કારણકે સાપ અને અગ્નિની ભયંકરતા અને સુવર્ણની મનોહરતા આત્મામાં ઓતપ્રોત થઈ ગઈ છે જ્યારે પાપ અને આશ્રવની ભયંકરતા સંવરની મનોહરતા અથવા પર ઈષ્ટ પરિણામોનું ઓતપ્રોતપણું થયું નથી; કારણકે સાપ અને અગ્નિને દેખતાં સાથે તેના ભયંકર પરિણામો અને સુવર્ણાદિક દેખતાં સાથે તેના ઇષ્ટ પરિણામો સીધા ખ્યાલમાં આવે છે ત્યારે આશ્રવના ભયંકર પરિણામો અને સંવરના ઈષ્ટતર પરિણામો શાસ્ત્ર વચનો તેના અર્થો તેની શ્રદ્ધા ધારાએ તેમજ તેના નિરૂપણ કરનાર મહાપુરુષની પ્રમાણિકતાદ્વારા એ ખ્યાલવા પડે છે અને તેથી તે બેનો હેયોપાદેયપણાનો ફરક પડે છે.
ગ્રાહકોને સુચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બકીમાં આખા શરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલા પાના છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી, તેમજ બાઈન્ડીગ પણ બેદરકારીને લઇને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મલ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું.
લી. તંત્રી
Page #383
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૩-૩૪
શ્રી હિચક
માં સુધા-સાગર |
નોંધઃ-સકલશાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોતારક શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્દ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમદશનામાંથી ઉદ્ભૂતકરેલ કેટલાક સુધાસમાન વાયબિંદુઓનો સંગ્રહ ભવ્યજીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અમે અત્રે આપીએ છીએ.
તંત્રી. ૧૦૨૯ આચારાંગાદિ બારે અંગો અને તેના અધ્યયનો વિગેરે અર્થથી શાશ્વતા છે. જે જે તીર્થમાં
ગણધર મહારાજ દ્વાદશાંગી રચના કરે છે તે તીર્થમાં અધ્યયનોમાં આવતાં દષ્ટાંતો ત્યાં સુધી પહેલા તીર્થનાજ ચાલુ રહે કે જ્યાં સુધી તે તીર્થમાં તેવાં તેવાં દૃષ્ટાંતો બને નહિં. આજ કારણથી વિર ભગવાનના તીર્થની દ્વાદશાંગીમાં કેટલાંક વીર મહારાજના તીર્થના દષ્ટાંતો
અને કેટલાંક બીજા પાર્શ્વનાથ આદિક તીર્થના દષ્ટાંતો દેખાય છે. ૧૦૩૦ પંચનમસ્કાર મંત્ર શબ્દ અને અર્થ બંનેથી શાશ્વતો માનવા યોગ્ય છે, કારણકે જો તેમ ન
માનીએ તો પૂર્વના ભવમાં થયેલો નમસ્કારનો સંસ્કાર પાછળના સાગરોપમ પછી થયેલા ભવમાં તીર્થાન્તરમાં નમસ્કારને પામ્યા છતાં પણ જાતિસ્મરણદ્વારા ઉભૂત થાય નહિ, તેમજ દેવ, દાનવ, મનુષ્યો કે તિર્યચોમાં એક સરખી આરાધના ને તેની મદદ કે સંસ્કારોનો સુધારો બની શકે નહિ, માટે પંચનમસ્કારને શબ્દ અને અર્થ બંનેથી નિત્ય માનવો એ શાસ્ત્ર વિરોધ
ન હોય તો યુક્તિસંગત માલમ પડે છે. ૧૦૩૧ શ્રાવક અને શ્રાવિકાનો વર્ગ સાધુપણાની ઉંચી શિક્ષામાં પ્રવેશ કરવાની ઇચ્છાવાળો બાળવર્ગ છે. ૧૦૩૨ સામાયિક વિગેરે શિક્ષાવ્રતોનું નામ શિક્ષાવ્રત એટલા માટેજ રાખવામાં આવ્યું છે કે તેમાં
વારંવાર પ્રવૃત્તિ કરવી અને દિન પ્રતિદિન તેની શુદ્ધતા કરવી એમ પણ કહી શકાય કે સંયમની શુદ્ધકળા પ્રાપ્તિ માટે આ ચાર વ્રતોનું શિક્ષણ તે અભ્યાસ રૂપ છે અને તેથી પણ તે
શિક્ષાવ્રતો ગણી શકાય. ૧૦૩૩ સર્વવિરતિની અભિલાષાવાળા જીવોનેજ સમ્યગુદર્શન કે દેશવિરતિ ગુણઠાણા હોય છે. ૧૦૩૪ સર્વવિરતિની અભિલાષા વગરના જીવો જો કે શુદ્ધ દેવ, ગુરુ ધર્મને માનનારા હોય છે અને
સામાયિક પૌષધાદિ આચરનારા હોય છે તો પણ તેઓ ગુણઠાણાની પરિણતિમાં ગયેલા નથી પણ વ્યવહારથી ધર્મમાં શુદ્ધ પ્રવર્તેલા છે એમ કહી શકાય.
Page #384
--------------------------------------------------------------------------
________________
૨૮૮
તા.૧૫-૩૪
શ્રી સિદ્ધચક ૧૦૩પ જીનેશ્વર ભગવાન વિગેરેની સ્નાત્રાદિક દ્વારા કરાતી આરાધનાને કારણભૂત દ્રવ્યસ્તવ ત્યારેજ
કહેવાય કે તે આરાધના કરનારને સર્વવિરતિનું ધ્યેય હોય એટલે કે સર્વવિરતિના ધ્યેય
વિનાની તે આરાધના અપ્રધાન ભાવે દ્રવ્ય આરાધના છે પણ કારણ ભાવે દ્રવ્યસ્તવ નથી. ૧૦૩૯ દ્રવ્યસ્તવ કરતાં થતી સ્વરૂપ હિંસાનો બચાવ જગત માત્રના જીવોને અભયદાન દેવારૂપ
અનુબંધ દયાને અંગેજ થઈ શકે પણ તે અધ્યવસાય વિના માત્ર તીર્થકર બહુમાનાદિના
વિચાર માત્રથી તે સ્વરૂપ હિંસાનો બચાવ યુક્તિવાદીઓને પણ યોગ્ય લાગશે નહિ. ૧૦૩૭ સમદષ્ટિને અજ્ઞાનાદિ અઢાર દોષની ભયંકરતા ઘણીજ તીવ્ર લાગવી જોઇએ અને તેથીજ
તેને રોકનાર અને રોકાવનાર એવા અરિહંત ભગવાનોને તે દેવ તરીકે માનવા તૈયાર થાય. ૧૦૩૮ અજ્ઞાનાદિ અઢાર દોષોથી નિવર્તીને બીજા ભવ્ય જીવોને તે દોષોથી નિવર્તાવનાર જો કોઈ
પણ મહાપુરૂષ હોય તો તે તીર્થકર મહારાજાઓજ છે અને તેથી તેઓજ મુમુક્ષુઓને આરાધ્ધ,
પૂજય, અને ધ્યેય છે એવું સમ્યગુદ્રષ્ટિનું અંતઃકરણ પ્રવૃતિ રહેલું હોવું જોઇએ. ૧૦૩૯ શાસ્ત્રોનું યથાસ્થિત તત્ત્વનિરૂપણ જેમ મિથ્યાદર્શનના સંસ્કારવાસિત આત્માઓને શલ્યરૂપ
થાય છે, તેવી જ રીતે જૈનદર્શનમાં પણ નિcવ અને યથાશૃંદીઓને પણ જૈનદર્શનનું યથાસ્થિત
વાક્ય શલ્ય રૂપ થાય છે. ૧૦૪૦ શાસ્ત્રોને વાંચનારા અને જાણનારા દુનિયામાં ગણાતા વિદ્વાનો પણ ઐહિકફળની ઇચ્છાઓ
કે લોકસંજ્ઞા તરફ દોરાઈને પૌગલિક પદાર્થોમાં ઉપદેશેલો સમભાવ આગળ કરીને ગુણી અને અવગુણી, દેવ અને કુદેવ વિગેરેમાં પણ સરખાપણું રાખવા સૂચવે તો તે ઓછું ભયંકર
નથી. ૧૦૪૧ જીનેશ્વર મહારાજાઓએ ભયંકર સંસાર સમુદ્રથી તરવાનો કે તારવાનો કોઇપણ રસ્તો દેખ્યો
હોય તો તે સંયમાદિ દસ પ્રકારનો શ્રમણ ધર્મજ છે. સ્થૂલવિરતિ પણ તે શ્રમણાદિ ધર્મના
અંશ રૂપે હોઇ તેના સાધન રૂપજ છે. ૧૦૪૨ શ્રમણોપાસકપણામાં જો કે હિંસાદિથી વિરતિ ઘણા થોડાજ પ્રમાણમાં છે અને તેની અવિરતિ
ઘણાજ મોટા પ્રમાણમાં છે તો પણ તે શ્રમણોપાસકપણામાં હિંસાદિની રહેલી ઘણી અવિરતિને અધર્મ માનેલો હોવાથી શ્રદ્ધાનદ્વારાએ તે માન્યતારૂપ ધર્મને અવલંબીને દેશવિરતિરૂપ શ્રમણોપાસક આચારને શાસ્ત્રકારો કથંચિત્ ધર્મપક્ષમાં ગણે છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જૈન-પુ ફંડ તથા શ્રીઆગમોદય સમિતિના હાલમાં મળતા ગ્રન્થો.
નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. કુંડના ગ્રંથ.
અંક
ફંડના ગ્રંથ.
૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૫૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૬૨ શ્રીસુબોધા સમાચારી, ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત).
૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ ૪૬ શ્રીદશપયન્નાછાયાયુક્ત ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦
૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા યુક્ત (પૂર્વાર્ધ).
૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ. ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક. ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૭૨ શ્રીવિચાર રત્નાકર. ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહવૃત્તિ. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો.
હું. ૦-૧૦-૦
૦-૧૪-૦
૭૫ શ્રીમહાવીર ચરિત્ર પ્રાકૃત. ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા યુક્ત ઊત્તરાર્ધ.
***
મુલ્ય અંક
અંક સમિતિના ગ્રંથ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૩૬ શ્રીગચ્છાચાર પયત્નો.
૦-૮-૦
૧-૪-૦
૫૦ શ્રીજીવસમાસ સટીક
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૬-૦-૦ ૫૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ ૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો૩-૮-૦૦ ૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા આપવામાં આવશે.
૩-૮-૦
૧-૮-૦
૩-૦-૦
કમીશન
૪-૦-૦
૨-૮-૦
૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮
૪-૦-૦
૩૯ શ્રીજૈન ફીલોસોફી અંગ્રેજી.
૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો.
૧-૮-૦
૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૯ શ્રીભક્તામર કલ્યાણમંદિર નમિઉણ સ્તોત્ર.૫-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા. ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજીષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૮૩ શ્રીઋષભ પંચાસિકા પ્રેસમાં.
૪૦ શ્રીયોગ ફીલોસોફી અંગ્રેજી. ૪૧ શ્રીકર્મ ફીલોસોફી અંગ્રેજી. ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૫૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિષ્કૃત ટીકા ભાષાંતર યુક્ત. ч-0-0 ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત.
૩-૮-૦
૧૨-૦-૦ ૪-૦-૦
૬-૦-૦
૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર
૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર
૨-૦-૦
૬-૦-૦
૨-૦-૦
૨-૦-૦
૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો
મુલ્ય. ૦-૫-૦
૦-૮-૦
૦-૬-૦
મુલ્ય
૦-૧૨-૦
૨-૦-૦
૨-૮-૦
૩-૦-૦
૧-૮-૦
૨-૦-૦
૪-૦-૦
નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઇપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
૧-૮-૦
૧-૮-૦
૧-૦-૦
૦-૧૪-૦
૦-૧૨-૦
૩-૦-૦
૬-૦-૦
૬૦
પં. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦
મળવાનું ઠેકાણું:શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ૦ ફંડ. ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #386
--------------------------------------------------------------------------
________________
સંઘ (સાધર્મિક)ની પરંભક્તિ કોણે કેવી રીતે કરી ?
सो भगवं एवं गुणविज्जाजुत्तो विहरंतो पुव्वदेसाओ उत्तरावहं गओ, तत्थ दुभिक्खं जायं, पंथावि वोच्छिण्णा, ताहे संघो उवागओ नित्थारेहित्ति, ताहे पडविज्जाए संघो चडिओ, तत्थ य सेज्जायरो चारीए गओ एइ, ते य उप्पतिते पासइ, ताहे सो असियएण सिंहे छिदित्ता भणतिअहंपि भगवं ! तुम्ह साहम्मिओ, ताहे सोऽवि लइओ इमं सुत्तं सरंतेण-'साहम्मियवच्छलंमि उज्जुया उज्जुया य सज्झाए । चरणकरणंमि य तहा, तित्थस्स पभावणाए य ॥१॥' ततो पच्छा उप्पइओ भगवं पत्तो पुरियं नयरिं, तत्थ सुभिक्खं, तत्थ य सावया वहुया, तत्थ राया तच्चण्णिओ सडओ, तत्थ अम्हच्चयाणं सड्ढयाणं तच्चण्णिओवासगाण य विरुद्धण मल्लारुहणाणि वटृति, सव्वत्थ ते उवासगा पराइज्जंति, ताहे तेहि राया पुष्पाणि वाराविओ पज्जोसवणाए, सड्डा अद्दण्णा जाया नत्थि पुष्पाणित्ति, ताहे सबालवुड्डा वइरसामि उवट्ठिया,
(આવશ્યક પૂર્વાર્ધા, હારિભદ્રીયવૃત્તિ, પ્રથમ વિભાગ, પા. ૨૯૫ આગમોદય સમિતિ) ભગવાન વજસ્વામી જેઓએ દીક્ષા શબ્દ માત્રના શ્રવણથી જન્મ વખતે જતિસ્મરણશાન મેળવ્યું હતું. જેઓએ દીક્ષા લેવા માટે માતાને હેરાન કરવા લાગલગાટ રુદન રાખ્યું હતું. જેઓને સ્ત્રીઓનાજ કહેવાથી સાક્ષીઓ રાખવા પૂર્વક છ માસની વયે માતાએ તેમના પિતા ધનગિરિને આપી દીધા હતા. જેઓ શય્યાતરના કુળોમાં લઘુ અને વડી સંશાના કલેશ દીધા વગર સાધુની માફક ફાસુક ઉપચારથી ઉછર્યા હતા. જેઓની માગણી તેમની માતાએ શય્યાતરો પાસે કરવી શરૂ કરી હતી. જેઓને શય્યાતરોએ ગુરુની થાપણ હોવાથી અમે ન દઈ શકીએ એવો ઉત્તર વાળી રાખ્યા હતા. પુનઃ ગુરુનું તે નગરમાં આવાગમન થતાં માતાએ પાછા લેવાનો ઝગડો શરૂ કર્યો. કેવળ સંઘ (શ્રમણવગ) તે વજસ્વામીરૂપી બાળકની દીશાની અભિલાષા પૂરવા તરફ રહ્યો. સમગ્રનગર સાક્ષી પૂર્વક માતાએ પિતાને દીક્ષિતપણામાં રહેવા આપેલા પુત્રને સંસારમાં ખેંચવા તૈયાર થયેલ. જેઓને માટે રાજાએ પણ અર્પણકિયા, સાક્ષીઓની હૈયાતી, શય્યાતરોની ગુરુથાપણ તરીકેની જાહેર કરેલી હકીકત વિગેરે ઉપર કંઇ પણ ધ્યાન ન આપતાં ન્યાયના નામે દખલગીરી કરવાનું બીડું ઝડપ્યું. જેઓ માટે ખરી રીતે હકદાર પિતાને પહેલું બોલાવાનું પણ સમગ્રનગરે રાજા પાસે નિષેધાવ્યું. બાળપણાની સ્વને ઉત્પન્ન કરનાર અને પોષનાર એવા રમકડાથી તે બાળકને લોભાવી બોલાવવાનું મંજૂર કર્યું. વળી જેઓએ માતાએ ત્રણ ત્રણવાર બોલાવ્યા છતાં માતાના હિતને અને પોતાના હિતને ધ્યાનમાં રાખીને આખી રાજસભામાં અપમાન તથા કલ્પાંતનો હિસાબ ગણ્યો નહિ. જેઓને તે વિવાદની અનંતરજ ત્રણ વર્ષ સરખી લઘુવયમાં દીક્ષિત થવાનું થયું. જેઓને દીક્ષિત થયા છતાં પણ સાધ્વીના ઉપાશ્રયે પારણામાં રહેવું પડયું. જેઓએ પારણામાંજ સૂતાં સૂતાંજ ભણતી સાધ્વીઓનાજ શબ્દોથી અગીયાર
(અનુસંધાન ટાઇટલ પા. ૨)
Page #387
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
/25
27/12
Page #388
--------------------------------------------------------------------------
________________
(ટાઇટલ પા. ૪નું અનુસંધાન) સકલ ભવ્ય જીવોએ અન્ય નિમિત્તે ભગવાનની આરાધનાની પ્રવૃત્તિ કરવા પહેલાં ત્રિજગતના નાયક ભગવાન તીર્થકરોના ગભદિક કલ્યાણક દિવસોમાં દ્રવ્ય ભાવભક્તિ વિગેરેથી આરાધના કરવા તત્પર રહેવું જોઇએ.
કેટલાક વ્યાખ્યાતા અને ઉપદેશકો વર્તમાન શાસનના અધિપતિ ભગવાન મહાવીર મહારાજનો ચૈત્ર સુદિ તેરસને દિવસે જન્મ કલ્યાણકનો દિવસ ઉજવતાં મહાવીર જયંતીનો દિવસ કહી ભગવાનના મહિમા વિગેરેનું સભા સમક્ષ ગાન કરે છે તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે કલ્યાણક સરખા ફક્ત દેવદાનવથી પૂજિત એવા તીર્થકરોને લાગતા પવિત્ર શબ્દને છોડીને જયંતી સરખા હર કોઈ ઐતિહાસિક સારા મનુષ્યને અંગે વપરાતો શબ્દ ગોઠવીને ત્રિલોક પ્રભુના સન્માનમાં શબ્દથી પણ અવનતિ કરવી નહિ.
પરમ તારક જિનેશ્વરદેવોના કલ્યાણકોનું આરાધન કરવાવાળા ભવ્ય આત્માઓએ પોતપોતાના સ્થાને પણ વિશેષથી પૌષધાદિક ધર્મકિયા અને રથયાત્રાદિક ભક્તિ કરવામાં આદરપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ અને તેમ કરવામાં આવે તોજ યથાર્થ રીતે કલ્યાણકની આરાધના કરી ગણી શકાય.
જો કે આ અવસર્પિણીને અંગે અનંતર કે પરંપર ઉપકાર દ્વારાએ ચોવીસે તીર્થકરો જગતમાત્રના ઉપકારી છે અને આત્માના અવ્યાબાધ ગણાદિકની અપેક્ષાએ ચોવીસે તીર્થકરોમાં કોઇપણ પ્રકારે તારતમ્યતા નથી, તો પણ નજદીકમાં વર્તમાન શાસનને સ્થાપનાર જિનેશ્વર ભગવાન મહાવીરદેવનો અનહદ ઉપકાર આ શાસન ઉપર રહેલો છે. વાસ્તવિક રીતિએ તો ભગવાન મહાવીર મહારાજની ત્રિકાલાબાધિત વાણીના પ્રભાવથીજ જીવાદિક તત્ત્વોના શાનની માફક ભગવાન ઋષભદેવઆદિક ત્રેવીસ તીર્થકરોના યથાવત વૃતાંતને ભવ્યો જાણી શકે છે, તેથી વર્તમાન શાસનના અધીશ્વર ભગવાન મહાવીર મહારાજના કલ્યાણક દિવસને આરાધવાની દરેક ભવ્ય જીવોને જરૂર છે. સમજવાની જરૂર છે કે ભગવાન મહાવીરદેવે કરેલું તત્ત્વનિરૂપણ અને તીર્થકરોનું ઇતિવૃત્ત બીજાકારાએ કે બીજાના ઉપદેશે જાણેલું ન હતું, પણ તે સ્વયંભૂ મહાત્માએ પોતાના શાનથીજ અવલોકીને નિરૂપણ કરેલું હતું, માટે આચાર્યાદિકની માફક ભગવાન તીર્થકરો કથિતના કથકો નથી પણ સ્વયંભૂ કેવળજ્ઞાનથી જાણેલા તત્ત્વોના કથક છે, માટે તેઓના અપ્રતિમ ઉપકારને અને પરાકાષ્ઠા પ્રાપ્ત ગુણોને સંભારીને દરેક ભવ્યોએ એમના કલ્યાણક દિવસે તો એમની આરાધનામાં જરૂર પ્રવૃત્ત થવું જોઇએ.
Page #389
--------------------------------------------------------------------------
________________
श्री
| સાયકો
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ।।१।। અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૩૦-૩-૩૪ શુક્રવાર 1 વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૩ મો.
ચૈત્ર સુદ પૂર્ણિમા | વિક્રમ ,, ૧૯૯૦
આગમ-રહય. •
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ પરંતુ મિશ્ર અર્થમાં નોશબ્દ ભાવનિક્ષેપાના નોઆગમ વખતે લેવામાં આવે છે. કવનિપાના ભેદોઃ- આગમ અને નોઆગમ.
ઉપરની હકીકત ઉપરથી જ્યારે ભાવનિપાના બે ભેદો આગમનો આગમરૂપે છે તો પછી તે ભાવનાભૂત કે ભવિષ્યના કારણરૂપ દ્રવ્યનિક્ષેપોમાં આગમ અને નોઆગમ ભેદ હોય તેમાં કોઇપણ જાતનું આશ્ચર્ય
Page #390
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૩-૩૪
ર૦.
શ્રી સિદ્ધચક્ર નથી. એટલે કે ભાવના આગમ ભેદના કારણ તરીકે દ્રવ્ય આગમ હોય અને ભાવ નોઆગમના કારણ તરીકે દ્રવ્ય નોઆગમ હોય તે સહેજે સમજી શકાય તેમ છે. અર્થાત્ દ્રવ્યના આગમ અને નોઆગમ એવા ભેદો માનવા આવશ્યક હોઈ તે ભેદોના સ્વરૂપ તરફ હવે આપણે નજર કરીએ. દ્રવ્ય નિપાના ભેદોનું સ્વરૂપ.
જો કે આગમ શબ્દથી શ્રુતજ્ઞાનજ લેવાય છે અને તેથી જ્ઞાન તે દ્રવ્ય ન હોય અને દ્રવ્ય તે જ્ઞાન ન હોય, એટલે દ્રવ્યનો આગમભેદ ઘટી શકે નહિં. પણ દ્રવ્યશબ્દનો અર્થ દ્રવ્યનિક્ષેપાના અધિકારમાં ગુણપર્યાયવાળો હોય તે દ્રવ્ય કહેવાય એવો કરવામાં આવતો નથી, પણ આગળ જણાવ્યા પ્રમાણે દ્રવ્યનિપાના અધિકારમાં દ્રવ્ય શબ્દનો અર્થ માત્ર ભૂત અને ભવિષ્યનું કારણજ લેવાય છે અને તેથી આગમને દ્રવ્યનો એક ભેદ કહેવામાં અડચણ આવતી નથી. દ્રવ્ય આગમનું સ્વરૂપ.
હવે આગમ અને નોઆગમ એ બે ભેદ દ્રવ્યનિપાના છતાં પણ પહેલા આગમ નામનો ભેદ વિચારવાની જરૂર એટલીજ છે કે ભાવનિપામાં તાત્વિક ભેદ નોઆગમનો હોઈ આગમ નામનો ભેદ સામાન્ય રીતે છે અને તેથી તેમાં આગમ નામનો ભેદ પહેલો કહેવાનો હોઈ નોઆગમ નામનો ભેદ પછીજ કહેવાનો હોય છે, અને તેથી દ્રવ્યનિક્ષેપો કે જે ભાવના કારણરૂપે છે તેના પણ આગમ નોઆગમમાં પહેલો આગમ, નામનો ભેદ કહેવો વ્યાજબી છે. વળી આગમ નામના ભેદનું સ્વરૂપ માલમ પડે પછી નોઆગમનું સ્વરૂપ જાણવું સહેલું પડે અને આગમનું સ્વરૂપ જાણ્યું હોય તોજ નોઆગમનું સ્વરૂપ જણાવતી વખતે નોશબ્દ સાથે હોવાથી આગમનો દેશથી કે સર્વથી નિષેધ કેવી રીતે લેવો તે સમજી શકાય, માટે દ્રવ્ય નિપાના આગમ અને નોઆગમ ભેદમાં પહેલો આગમભેદ લીધો છે તેજ વ્યાજબી જણાય છે.
ઉપર આગમશબ્દથી પાંચ જ્ઞાનોમાંથી શ્રુતજ્ઞાનને લીધું છે અને શ્રુતજ્ઞાન તો વાટ્યપદાર્થને જણાવનારા નામોથી વાગ્યનો બોધ થવો તેનું નામ કહેવાય છે. એટલેકે આગમના સ્વરૂપને અંગે સામાન્ય રીતે વક્તાનો ઉપયોગ તે ભાવશ્રુત અને વક્તાનો શબ્દ તે દ્રવ્યશ્રુત ગણાય એ સ્વાભાવિક છે, અને તેથી દ્રવ્ય શબ્દનો કારણ અર્થ કરીને ઉપયોગના કારણરૂપ શબ્દને માની દ્રવ્યના આગમભેદમાં શબ્દ કહેવો જોઈએ અને તેથી અનુપયોગી વક્તાને આગમથી દ્રવ્યના ભેદમાં લેવો જોઈએ એટલે કે દ્રવ્ય થકી આગમભેદ તેનેજ કહેવાય કે ઉપયોગરહિતપણે બોલવું. જો કે આગમરૂપ જ્ઞાનને અંગે લબ્ધિ અને ઉપયોગ એ બે ભેદ હોઈ, લાંબા સાગરોપમના કાળ સુધી પણ શક્તિનો ટકાવ હોવાથી જ્ઞાનની હયાતી સાગરોપમ સુધી હોય પણ ભાવનો ભેદ વિચારતાં કે ક્ષયોપશમને પ્રધાનપદ ન આપતાં ઉપયોગને પ્રધાનપદ આપવામાં આવે છે અને તેથીજ ભાવના આગમભેદની વખતે જાણનાર અને ઉપયોગવાળો ભાવ આગમ ગણાય એમ કહેવાય છે, કારણકે સાગરોપમ સુધી શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ
Page #391
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રી સિદ્ધચક્ર
તા.૩૦-૩-૩૪ ટકવાથી જાણપણું તો સાગરોપમ સુધી હોય છે અને તેથી જાણવા માત્રથી જો આગમથી ભાવનિક્ષેપો માનવામાં આવે તો સાગરોપમ સુધી ભાવનિક્ષેપો માનવો પડે એટલું જ નહિ પણ મતિ આદિ જ્ઞાનોના જે જે વિષયો છે તે બધાને અંગે સાગરોપમ સુધી ભાવનિક્ષેપો માનવો પડે, માટે એકલા જાણકારને જો કે લબ્ધિરૂપે જ્ઞાનવાળો છે તો પણ ઉપયોગરૂપે જ્ઞાનવાળો ન હોવાથી આગમ થકી ભાવનિપામાં ગણતા નથી. આગમ થકી ભાવનિક્ષેપો તેને જ ગણવામાં આવે છે કે ક્ષાયોપથમિક લબ્ધિની અપેક્ષાએ જાણપણારૂપ આગમ હોય અને તે જાણેલી વસ્તુમાં ભાવરૂપ ઉપયોગ હોય. અર્થાતુ આગમની અપેક્ષાએ જાણપણું અને ભાવની અપેક્ષાએ ઉપયોગ સહિતપણું લઈને જાણકાર હોવા સાથે ઉપયોગવાળો હોય તેને જ આગમ થકી ભાવનિક્ષેપો કહેવાય છે.
કદાચ કહેવામાં આવે કે ઉપયોગવાળો હોય તે જરૂર જાણનાર હોય છે, તો પછી જાણવાવાળો અને ઉપયોગવાળો એમ બે કહેવાની જરૂર શી? એકલું ઉપયોગવાળો કહેવાથી જાણવાવાળો આવી જાય છે. જો કે નિયવિશેષની અપેક્ષાએ ઉપયોગ વિનાના મનુષ્યને જાણકાર જ માનવામાં આવતો નથી અને તેથી જ નિયવિશેષવાળા કહે છે કે જાણકાર અનુપયુક્ત હોય એ વાત બનેજ નહિ પણ દ્રવ્યાર્થિક નયોની અપેક્ષાએ તો જાણકાર છતાં પણ અનુપયોગી બને છે માટે બંને પદની જરૂર છે. જો કે સામાન્ય દૃષ્ટિએ ઉપયોગવાળા જેટલા હોય તેટલા બધા જાણકાર જ હોય એમ ગણી શકાય નહિ કેમકે જે જે મનુષ્ય જે જે વસ્તુનું જાણપણું કરવા માટે જ્યારે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે ત્યારે તે મનુષ્ય તે વસ્તુ વિષયક ઉપયોગવાળો થાય છે પણ તે વસ્તુનું જાણપણું તો કેટલીક મુદતે થાય છે. એટલેકે સામાન્ય દ્રષ્ટિએ એમ કહી શકીએ કે જાણપણું છતાં ઉપયોગસહિતપણું ન પણ હોય અને ઉપયોગસહિતપણું છતાં જાણપણું ન પણ હોય અને તેથી આગમ થકી ભાવનિક્ષેપાના નિરૂપણમાં જાણપણા સાથે ઉપયોગસહિતપણું લેવાની જરૂર જ રહે. જ્યારે આગમ થકી ભાવનિક્ષેપામાં જાણકાર હોવા સાથે ઉપયોગસહિત એવા મનુષ્યને લેવા તો તેના કારણ તરીકે આગમ થકી દ્રવ્યનિક્ષેપામાં કયો પુરુષ લેવો તે હવે વિચારીએ.
ઉપર આપણે જોઈ ગયા કે આગમ થકી ભાવનિક્ષેપમાં ભાવશબ્દનો અર્થ ઉપયોગ કરેલો છે અને આગમ શબ્દનો અર્થ જ્ઞાન કરેલો છે. તો હવે જ્ઞાન અને ઉપયોગ બંને વસ્તુના કારણ તરીકે જે પદાર્થ હોય તેને આગમ થકી દ્રવ્ય કહી શકીએ, તેમાં પણ ભાવશબ્દથી ઉપયોગ લીધેલો હોવાથી ઉપયોગના કારણરૂપ જે વસ્તુ હોય તેને આગમથી દ્રવ્ય કહેવું વ્યાજબી ગણાય, અને તેથીજ અનુમોનો એમ કહી દ્રવ્યનિક્ષેપોમાં ઉપયોગનો અભાવ જણાવે છે, પણ ઉપયોગનો અભાવ એ દ્રવ્યશબ્દનો અર્થ નથી. દ્રવ્યશબ્દથી તો ઉપયોગનું કારણ લેવાની જરૂર છે અને ઉપયોગનું કારણ જ્ઞાન હોય એ સ્વાભાવિક છે પણ ઉપયોગ સિવાયનો અને જ્ઞાનવાળો મનુષ્ય જે આગમ થકી દ્રવ્ય તરીકે ગણાય તેને જાણવાનું અસંભવિત નહિ તો મુશ્કેલ તો થાય જ. માટે શાસ્ત્રકારોએ આગમ થકી દ્રવ્યના ભેદની વ્યાખ્યા કરતાં અનુપયોગી વકતાને આગમ થકી દ્રવ્યભેદ તરીકે જણાવ્યો છે, એટલે અનુપયોગપણું હોવાથી ભાવરહિતપણું સમજાવ્યાં છતાં જાણકારપણું જણાવવા માટે વકતાપણું લેવું
Page #392
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૩-૩૪
૨૯૨
શ્રી સિદ્ધચક્ર પડયું, કેમકે જે જે મનુષ્ય જે જે પદાર્થને કહેનારો હોય તે તે મનુષ્ય તે તે પદાર્થને જાણનારો તો જરૂર હોય. અર્થાત્ પદાર્થના કથનથી તેના આત્મામાં રહેલો તે પદાર્થનો ક્ષાયોપથમિકભાવથી રહેલો બોધ જાણી શકાય. જો કે શાસ્ત્રને કહેનારા પદોમાં આખા શાસ્ત્રને જાણનારા અને ઉપયોગવાળા આગમથી ભાવ અધિકારમાં લેવાય તો આગમ થકી દ્રવ્ય અધિકારમાં અનુપયોગથી આખા શાસ્ત્રને કહેનાર લેવા પડે, અને જો ભાવ અધિકારમાં એકલા તે પદના અર્થને જ આગમથી લેવામાં આવે તો તે પદ માત્રના અર્થને અનુપયોગથી બોલનારો આગમથી દ્રવ્યમાં લેવો. શાસ્ત્રકાર મહારાજા પણ આવશ્યકના અધિકારમાં માવત્તિ પIિR આદિ કહીને તે તે પદનો અર્થ અને તે તે સૂત્રનો અર્થ જણાવે છે. અર્થાત્ દ્રવ્યના આગમભેદમાં જો કે ઉપયોગ તે તે વસ્તુનો કે પદાર્થનો નથી, તો પણ ઉપયોગના કારણરૂપ જ્ઞાન છે એમ તેના બોલવા ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે. નંદીની અપેક્ષાએ દ્રવ્ય આગમનો ભેદ.
ઉપર પ્રમાણે દ્રવ્ય આગમનું સ્વરૂપ જાણ્યા પછી હવે ચાલુ અધિકારમાં જે નંદીના નિક્ષેપા વિચારાય છે તેમાં આગમથક દ્રવ્યનંદી કોને કહેવાય તે વિચારવું જોઇએ. શાસ્ત્રકારોની અપેક્ષાએ વાસ્તવિકનંદી પાંચ જ્ઞાનરૂપ છે, અને તેથી અનુપયોગપણે પાંચે જ્ઞાનના સ્વરૂપને એટલેકે નંદીઅધ્યયન આદિને કહેનારો આગમ થકી દ્રવ્યનંદી કહી શકાય, પણ જગતની અપેક્ષાએ ભંભા આદિ બાર પ્રકારના વાજીંત્રોને નંદી માનેલો હોવાથી તે બાર પ્રકારના વાજીંત્રના સ્વરૂપને અનુપયોગપણે કથન કરનારો મનુષ્ય પણ જગતની અપેક્ષાએ આગમ થકી દ્રવ્યનંદી કહી શકાય, કેમકે તે ભંભાદિક બાર પ્રકારના વાજીંત્રના સ્વરૂપને પણ તેજ કહી શકે કે જે તે વાજીંત્રના સ્વરૂપને જાણનારો હોય, એટલે તે અપેક્ષાએ આગમ થકી દ્રવ્યનંદી કહેવામાં અડચણ નથી. પણ એકલા નંદી શબ્દના અર્થને પણ અનુપયોગ પણે કહેનારો તે આગમ થકી દ્રવ્યનંદી કહી શકાય. લોકોત્તર દૃષ્ટિથી જ્ઞાનપંચકનું નિરૂપણ જેમ અપૂર્વ આનંદનું કારણ છે અને તેથી તેને ભાવનંદી કહેવામાં આવે છે તેવી રીતે લૌકિકદષ્ટિએ ભંભાદિક બાર પ્રકારના વાજીંત્રોનું એકી સાથે વાગવું તે આબાલગોપાલને પરંઆનંદનું કારણ હોઈ તેને તાત્વિકનંદી ગણવામાં આવે અને તેથી તેના સ્વરૂપને અનુપયોગપણે કહેનારો દ્રવ્ય થકી આગમનંદી લૌકિક અપેક્ષાએ ગણાય એમાં આશ્ચર્ય નથી.
ગ્રાહકોને સૂચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાનાં છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી, તેમજ બાઈન્ડીગ પણ બેદરકારીને લઈને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું.
લી. તંત્રી.
Page #393
--------------------------------------------------------------------------
________________
મધદેટના
આગમઘાર
દેશનાકાર)
ભગવતી
Siz
તો
leverne
(95)
Eds.
પાંત્રીસ માર્ગાનુસારીના ગુણના અને શ્રાવકના એકવીસ ગુણના કુટુંબ તેમજ આત્માને સંસ્કાર પાડવાની જરૂર, માર્ગાનુસારીના ગુણો વિના ધર્મ પામેલો ખોટો ન ગણાય, અનુકરણવૃત્તિથી કરાતા ધર્મથી મહાન લાભ, જુગારીનું અધમ જીવન, ધર્મ એજ રત્ન, ધર્મ રત્નજ છે એજ નિશ્ચય, ચક્રવર્તીની રિદ્ધિના સામા ત્રાજવામાં કુલાચારે જૈનપણું, જૈનધર્મ પામ્યાનો કેટલો આનંદ.
શાસ્ત્રકાર મહારાજ શ્રીમાનું શાંતિસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે “ધર્મરત્ન પ્રકરણ' કરતા થકા આગળ શ્રાવકને લાયક એકવીસ ગુણ તથા તેના દષ્ટાંતો કહી શ્રાવકનું કર્તવ્ય જણાવે છે. આ સાંભળી શ્રાવકના ગુણ એકવીસ ગણવા, માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ ગણવા, સમ્યકત્વને અનુવ્રત ગણવા, ગણવું શું? વાત ખરી. જે વ્યવસ્થાપૂર્વક વસ્તુ સ્થાપી શકે તેને અડચણ આવતી નથી. પાંત્રીસ માર્થાનુસારીના ગુણો આખા કુટુંબને મારગને લાયક બનાવી દેવા માટે જરૂરી છે. ખેડૂત ખેતર ખેડી તૈયાર કરે. વરસાદનો સંજોગ જે વખતે થાય તે વખતે ખેડની મહેનત સફળ તથા તેમ દરેક શ્રાવકે પોતાના કુટુંબને પાંત્રીસ માર્ગાનુસારી ગુણોમાં તૈયાર કરવાનું છે. જે કુટુંબ તેવું તૈયાર થયું હોય તેને જે વખતે ગુરુ આદિની સામગ્રી મળે, ધર્મની સામગ્રી મળે, તે જેમ ખેડાયેલી જમીનમાં પાણી ઉપયોગી થતું જાય, વગર ખેડાયેલીમાં પાણી આવે પણ નીકળી જાય, ખેડાયેલીમાં પાણી પચે ને તે પાણી ઉપયોગી થાય છે, અંદર પચે છે ને ખેતીમાં ઉપયોગી થાય છે, તેમ આપણા કુટુંબને તે વખતે ગુરુનું એક વચન પરિણમવાવાળું થાય. વગર ખેડાયેલા ખેતરમાં પાણી આવે ઉપરની જમીન લીલી થઈ પાણી વહેવા લાગે છે પણ અંદર પરિણમતું નથી. તેને ગુરુ મોક્ષ, ક્ષપકશ્રેણી, દેશવિરતિ, સર્વવિરતિનો ઉપદેશ આપે, પણ માત્ર કાનને સારો લાગે અંદર રમે નહિ. ખેડ્યા વગરના ખેતરમાં પાણી પચતું નથી, અંદર કોરી જમીન રહે છે, તેમ આપણા કુટુંબને માર્ગાનુસારી ગુણથી સંસ્કારિત કર્યું ન હોય તો ગુરુ ઊંચો ઉપદેશ આપે છતાં તે વખતે સાંભળી ખુશ થાય પછી કાંઇ નહિ. હજુ આત્મા ખેડાયો નથી, ખેડાયો હોય તો એકેએક વચન રમવાવાળું થાય.
Page #394
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૩-૩૪
૨૯૪
શ્રી સિદ્ધચક્ર ખેડાયેલી જમીનમાં બબ્બે ઈંચ વરસાદ થાય તો પણ કચરો થતો નથી, કારણકે પાણી ઝીલી શકે છે, ઉતર્યું જ જાય. જેટલું ઉતરે તેટલું ખેતીમાં ઉપયોગી થાય. તેમ જીનેશ્વરનાં વચનો, ગુરુનાં કથનો, ધર્મનાં આચરણો સાંભળે તે વખતે પરિણમે, કચરો ન થાય. આપણે બે વચન સાંભળીએ તો ડહાપણ ગણીએ, કે બે વચન બોલતાં આવડ્યાં તો બહાદુરમાં ગણાવા માગીએ. ખેડાયેલી જમીનમાં કચરો મુશ્કેલીથી થાય છે, માટે પાંત્રીસ માર્ગાનુસારીના ગુણ કુટુંબને ખેડવા માટે છે, આથી પાંત્રીસ ગુણ ન હોય તો ધર્મ પામે નહિ એમ કહેવું નહિ. કેટલાકોને માર્ગાનુસારી ગુણો લાવવા નથી ને બીજા તે ગુણ વગર ધર્મ પામે તેને ખોટા ગણાવવા છે. અહીં મુદ્દો ધર્મ પોતાને કરવો નથી ને બીજા કરે તે ધર્મને વગોવવો છે.જેમ સ્વાતિ નક્ષત્ર વખતે છીપોલી ખુલ્લી હોય, પાણીનો છાંટો પડયો કે તેનું મોતી થાય છે તેમ આવું સંસ્કારી કુટુંબ હોય તો એક ગુરુનું વચન, તીર્થકરનું કથન, એક ધર્મનું આચરણ બધાને આચરવા, અનુમોદવા લાયક બની જાય. આથી એ અર્થ ન લેવો કે માર્થાનુસારીના ગુણ ન હોય તો ધર્મ કરે છે તે ખોટો છે. માર્ગાનુસારીના ગુણ ન હોય ને સમ્યકત્વ પામેલા હોય, અનુવ્રતો પામેલા હોય, મહાવ્રતો પામ્યા હોય એવાં સેંકડો દષ્ટાંતો જોઈએ છીએ. પ્રભવો ચોર, સ્થૂલભદ્ર, ઈલાચીકુમાર કયા માર્ગાનુસારી ગુણોથી તૈયાર હતા? અનુકરણની પ્રથા
ચોરોને, લંપટીને, ઘાતકીને ધર્મ કઈ રીતિએ મળ્યો છે ? આ ધારણા વાસ્તવિક નથી. પણ આપણા કુટુંબમાં ધર્મનાં બીજ અચલ ફળીભૂત કરવાં હોય તો માર્ગાનુસારીના ગુણથી સંસ્કારિત કરવાની જરૂર છે. ચક્રવર્તીના ચર્મરત્નમાં બળદ જોડવા પડતા નથી. હળથી ખેડવું પડતું નથી. સવારે વાવે ને સાંજે ઊગે. તે ઉપરથી એમ ન કહેવાય કે એ અનાજ નકામું છે. વગર ખેતી, વગર હળ કે બળદે સવારે વાવેલું સાંજે ઊગે તે ઊગેલું ખોટું નથી. આપણે ખેડૂત હોઈ એને વાવીએ તે પણ ખોટું નથી. તો તત્ત્વ એ છે કે ચર્મરત્નમાં વગર ખેતીએ, વગર બળદે કે હળે એકજ દિવસમાં ભલે ખેતી થઈ જતી હતી હોય તે ખેતીને ખોટી કહેવા તૈયાર નથી. પણ અમારે અનાજ ઊગાડવું હોય તો અમારી ફરજ છે કે બળદ, હળ, લાવી ખેડવું આથી વગર પાંત્રીસ ગુણે ધર્મ પ્રાપ્ત કર્યો હોય તેને ધર્મ નથી પામ્યા એમ કહી ન શકાય. એટલું ચોકસ છે કે જીવમાત્ર પોતે ધારી શકતા હો, વગર ધારે કરતા હોય પણ અનુકરણ પોતાના સહચરોનુંજ કરે છે. ઘાંચી ગોલાના છોકરાને રમતા જોશો તો મોટા જે કરતા હશે તેનું અનુકરણ છોકરા કરતા હશે. તમે કલમ બોળીને નામું લખો એટલે તમારાં છોકરાં ગાદી ઉપર બેઠા હોય તો કલમ બોળી ઊંઊં કરતા લીટા કરે છે. તેને અનુકરણ કરવું છે. તો જેમ તમારાં બચ્ચાંઓ આ દુનિયાદારીનું તમારું અનુકરણ કરે છે તેમ ધર્મના સંસ્કાર કુટુંબમાં એવા નાખવા જોઇએ, જેથી તે અનુકરણ કર્યા જ કરે. તમારાં છોકરાં સાધુને દેખી હાથ જોડે છે. તે શાથી? તમારા અનુકરણથી. તેથી કુટુંબ સંસ્કારિત હોવું જોઈએ.
Page #395
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
તા.૩૦-૩-૩૪
૨૦૫
જુગારીની ભાવી દશા.
પાંડવ વિગેરે તો મેલો જુગાર રમતાં તમે સફાઇનો જુગાર કાઢયો, ધોયેલો, સટ્ટો. તેમાં આદમીનું અનુકરણ બૈરાંઓ પણ કરે. એથી શી દશા થાય છે તે વિચારજો. તમારું અનુકરણ તમારાં બાળબચ્ચાં કરવાનાં. તેનું ફળ, તમારાં ઘરેણાં ચોરીને એજ ચાલે ચાલવાનાં. મહેતાજી શીખવે તેવુંજ વિદ્યાર્થી બોલવાનો. તમે છક્કાપંજામાં ઉતરો છો, તમે એકલા જુગારમાં નથી રહેતા, પણ આગળ ધ્યાન દેજો. એક જગ્યા ઉપર એક મનુષ્ય જાળ લઇને જાય છે. માથે કાંઇ નથી. શરીરે બીજું કાંઇ નથી. છેટેથી કોઇકને સંતપુરુષ લાગ્યો. પેલો કહે છે, હે આચાર્ય, તમારું લુગડું જીર્ણ થયું છે. આટલું છતાં, આ સાતે વ્યસનનો પૂરો છતાં સાચું બોલનાર હતો. તેણે કહ્યું, આ મારી કંથાગોદડી નથી, પણ માછલાં મારવાની જાળ છે. પેલાએ દેખ્યું કે આ સાચું બોલનાર છે. ભલે જાળ છે. અરે ! તું મત્સ્યો, માંસ ખાય છે ? એકલાં માછલાં નથી ખાતો પણ દારૂમાં બોળી દારૂના ઘુંટડા સાથે ખાઉં છું. અરર ! તું દારૂ પીએ છે ? એકલો નથી દારૂ પીતો, વેશ્યા સાથે રહું છું ત્યારે પીઉં છું. અરે ! વેશ્યાગમન કરે છે ? શત્રુના ગળે પગ દઇને જાઉં છું. પેલાને અત્યંત આશ્ચર્ય થયું કે આટલામાંથી મત્સ્યમાંસ ખાનારો, વેશ્યાને ત્યાં જનારો, શત્રુને મારનારો થયો.
તારા જેવાને શત્રુતા કોની સાથે હોય ? વિજાતીયમાં શત્રુતા મિત્રતા શોભતી નથી. તારી તરફ શત્રુવટ રાખે કોણ ? સરકાર ફાંસી દે તો મરે ત્યાં સુધી, મરી ગયા પછી ફાંસીથી ઉતારી મેલે છે. આ કર્મની કટારમાં કપાઇ મરેલાને શત્રુતાની ફાંસી પર કોણ રાખે ? જેને જેને ઘેર ખાતર પાડું તે વખતે તો મારી પર શત્રુતા ધરેને ? તું ચોર જણાય છે. તો કહે છે કે છે તો ખરું. માંસ દારૂ સાથે ખાવું છે, કફન પહેરવી છે તો ચોરીનુ શું કામ છે ? તો કહે છે કે, હું જુગાર રમું છું, જુગારમાં આઘુંપાછું થાય તો ભરવું કયાંથી ? સટ્ટો કરવા માંડે, જાય, પછી દેવા કયાંથી ? ઉઠાવી લીધી, ફલાણો આવ્યો હતો ઢીંકણો આવ્યો હતો એમ કહે. જુગારને અંગે કઈ દશામાં જઈ પડે છે ? જુગારને ચોરીને બહેનપણું છે. ચોરી સાથે લુચ્ચાલફંગાની સોબત થવાની. ઉત્તમ સોબત જુગારીને ગમવાની નહિ. હંમેશા બધાની સ્થિતિ સરખી નથી તે કબુલ કરશું, પણ તે પહેલાંના અંતરાયને લીધે તેવી સ્થિતિ છે, પણ તે હાથચાલાકી તે અંતરાય તોડવાનો રસ્તો નથી.
તમારી આબરૂ ખાતર લોકો આબરૂ, ચોરી, ખરાબીને સહન કરશે, પણ કયાં સુધી ? છેવટે આબરૂ જુગારમાં જવાની. સાચુ ચોરશે કોથળીમાંથી તો વહુ ચોરશે સાસુમાંથી. જુગાર, ચોરી ઘરમાં ઘાલવી હોય તો જુદી વાત, નહિતર માર્ગાનુસારીના ગુણ આખા કુટુંબને સંસ્કારિત કરવા માટે છે, ઘરમાં સાપ પેઠો કે ડર લાગ્યો. એ જુગારને લીધે આવતી બદબો નજરે જોવી પડે. તે પહેલેથી આવતો કુસંસ્કાર ન રોકયો તેથી, માટે પાંત્રીસ ગુણથી કુટુંબ એવું ખેડી નાખો કે જેથી એક નાનું બચ્ચું એક ગુણવગરનું ન હોય. તેવા વખતમાં ગુરુનું એક વચન અસર કરનારું થાય. જે સાંભળી ખંખેરી નાંખો છો તેનું એકજ કારણ કે માર્ગાનુસારીના ગુણના સંસ્કાર કુટુંબમાં પેઠા નથી. ઘરમાંથી ચીજ
Page #396
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૩-૩૪
૨૬
શ્રી સિદ્ધચક્ર જાય તો ઊંચાનીચા થાઓ છો, ઘરમાંથી ગુણ ગયા તો કશું થતું નથી. પચાસ સો રૂપિયાની ચીજ જાય તો આખા કુટુંબની જડતી લઈ નાખો છો. આ ગુણ ગયા તે ખટકે છે? ગુણની કિંમત ન હોવાથી આવતા અવગુણ તિરસ્કારપાત્ર નથી. તેથી આંખ મીંચી જોઈ રહેવાય છે. આખા કુટુંબને પાંત્રીસ માર્ગાનુસારી ગુણથી હજા સંસ્કારિત કરતા નથી. એકવીસ શ્રાવકના ગુણ પોતાના આત્માને તૈયાર કરવા માટે છે. જ્યાં સદગુરુનાં વચનો, જીનેશ્વરના વચનો સાંભળવામાં આવે તરત. કપડું ખટાઈએ તૈયાર હોય તે ઉપર રંગ પડે તો ચોળ મજીઠ થાય. વસ્ત્ર ખટાઈવાળું કરાય છે તેમ પોતાના આત્માને એકવીસ ગુણથી એવો તૈયાર કરે. પણ ગુણો છે એજ છે. જો કપડું ખટાઈવાળું ન કર્યું હોય તો રંગ એજ છે રંગમાં ફરક નથી, પણ એમાં ફરક પડે છે. એકવીસ ગુણથી સંસ્કારવાળો થયો હોય તે ઉપર ધર્મનો રંગ એવો નિશ્ચળ થાય કે મરણ પર્યત ખસે નહિ. એક વચનની મહત્તા
પ્રાચીન કાળમાં એક વચન જીંદગીના ભોગે કબુલ થતા. એક વાત, જીંદગીનો ભોગ કબુલ પણ આ નહિ ! હંસ કેશવે એક રાત્રિભોજનનો ત્યાગ ગુરુ મહારાજના અકસ્માત જોગે લીધો છે. એક રાત્રિભોજનનો ત્યાગ નભાવવા માટે કઈ દશા ભોગવવી પડી ! એના નિયમભંગની ખાતર એના માબાપ દિવસે રાંધે નહિ ને દિવસે ખાય પણ નહિ. છોકરાને ભુખ્યા મેલી માબાપને ખાવનો વખત છે. સંસ્કાર નહિ પામેલું કુટુંબ તેની અંદર ઉપવાસ કેટલી ભારે ચીજ? તેવા વખતમાં સાત દિવસ સુધી ભૂખ્યા રહેવાનું થાય છે. એકજ ગુરુનું વચન કેવું અહીં ચોંટી ગયું છે ! ખટાઈ લગાડી હોય ત્યાં ભૂલેચૂકે લાગેલો ડાઘ સાબુએ ધોવાથી પણ જાય નહિ. તેમ એકવીસ ગુણથી સંસ્કારિત આત્માને શાસ્ત્રની એક વાત લાગી જાય તો હજારો ઉપાયે ખસે નહિ. છેવટે માબાપ ઘરમાંથી નીકળી જવાનું કહે છે. આજકાલની પેઠે સંતતિને નિર્બળ કરનારા, માલદારની આંખમાં મરચાં નાખનારા કાયદા તે વખતે ન હતા. આજે બાપ મિલ્કતનો માલિક ગણાય, પણ વડીલોપાર્જિત મિલ્કતની વ્યવસ્થા કરવાનો હક બાપનો નથી. છોકરાને કોડી નથી આપવી એમ કહે તો આજ ન ચાલે. છોકરો કામ પડે તો મર્યાદા છોડીને બોલી શકે કે ખાસડાં મારીને લઇશ. કોર્ટથી આપવુંજ પડે. કુટુંબની ટ્રસ્ટી જેવી સ્થિતિ છે. ખાસડાં ખાઈ તેની મિલ્કતનું રક્ષણ કરવાનું છે. બે છોકરાને બરોબર સરખા ભાગે આપવું જ પડે. પરિણામ એક બાપથી જુદો રહે. બાપ મર્યા પછી બમણા આપીશ એમ લખી આપે. તે દહાડે એજ મિલ્કત ફનાફાતીયા કરે. આવી નિર્માલ્ય દશા તે વખતે નહતી. તેવો વખત પહેલાંના કાળમાં ન હતો. બાપે ઘરમાંથી નીકળી જવાનો હુકમ કર્યો. શા ઉપર મિલ્કતનો હક છોડી દેવાનું થાય છે? એક વચન ઉપર. ગુરુ મહારાજ પાસે રાત્રિભોજન ન કરવું તે વચનની ખાતર મા કલેશ કરે છે, બહેન રૂવે છે, બાપ કાઢી મૂકે છે. કુટુંબ, માલમિલ્કતને છેલ્લી સલામ કરી નીકળી જવું પડે છે. એક વચનનો રંગ ભૂલાતો નથી. એકજ વચન ખાતર મા બહેન કલ્પાંત કરે તેની દરકાર નહિ, બાપ કાઢી મેલે તેની દરકાર નથી. તમામને લાત મારી એકી સાથે નીકળી જવું તે એકવચનની ખાતર. જે
Page #397
--------------------------------------------------------------------------
________________
૨૯૦
તા.૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક આત્માના ગુણો આત્માએ પ્રગટાવ્યા, તે સંસ્કારપૂર્વક પ્રગટાવ્યા હોય તો ખટાઇવાળા લુગડામાં પડેલો ડાઘ સાબુએ પણ ન જાય, તેમ એકવીસ ગુણથી જેણે આત્માને સંસ્કારિત કર્યો હોય તેને એકવચન આવી જાય તો દુનિયાના હજારો નુકસાનથી તે ખસે નહિ. આ બે વસ્તુમાં જરૂર બે મત નથી, પણ તેને ઉલટા રૂપમાં ન પરિણમાવો. એકવીસ ગુણવાળો ઉત્તમ, પંદરવાળો મધ્યમ, અગીયાર ગુણવાળો જઘન્ય જાણવો. આપણા આત્માને તૈયાર કરવા માટે સમજવું જરૂરી છે તેથી એ ગુણવગરના ધર્મરત્ન પામી ગયા, તો ધર્મરત્નની કિંમત ઘટાડવા માટે એવા દાખલાની જરૂર નથી. ઝવેરી બજારમાં જાવ, કોઈ પૂછે, ગજવામાં ચેકબેક છે? લાખનો ચેક દેખાડો તો બરોબર, દસ વીસ હજારનો ચેક દેખાડો તો ઠીક, પાંચસાત હજારનો હોય તો ઠીક, પણ મુદ્દલ ખાલી હોય તો? ચેક લખવાની તાકાત ન હોય તે માલ કાઢો, દેખાડો કહે તો દેખાડો? વ્યવહારિક રીતિએ ઝવેરી તેજ લાયક કે જેની પાસે નાણાંની સગવડ હોય. તેજ વેપારને લાયક. ભલા ભાગ્યશાળી હોય ને ઠેસ વાગે, ઈટ ઉખડે ને હીરો મળી જાય તો? એની પાસે પાંચપચીસ હજાર ન હોય તો તે હીરો તે હીરો ન કહેવાય? નસીબદારીના જોરે બહાર ઝાડ નીચે સૂતા ને રાજ્યાભિષેક થયા. વ્યવહારથી રાજ્યની લાયકાત કહેવાય? લશ્કરનું જોર હુશીયારી ઉપર રહે છે, તેથી તે વસ્તુ ન હોય, કોઈ પુન્યાર્ચ સરખા, મૂળદેવ સરખાને રાજ્યપ્રાપ્તિ થાય તો તે રાજ્ય ન કહેવાય તેમ નહિ. રાજપના પૂર્વ કારણ ન હોય તેથી મળેલા રાજ્યને અયોગ્ય કહી શકાય નહિ. તેમ એકવીસ, પંદર, અગીયાર ગુણવાળા અનુક્રમે ઉત્તમ, મધ્યમ, જઘન્ય ગુણવાળા તે અધિકારીરૂપે નિર્ણય કરનારા છે તેથી તે ગુણ ન હોય તો ધર્મરત્ન માનવાનું નથી તેમ બની શકતું નથી. નદીના પથરા જેના ધર્મના પ્રભાવે રત્ન થયા છે. બહાર ઝાડ નીચે સૂઈ ગયા, પાંચ દિવ્ય આવી અભિષેક કરી રાજ્ય આપી ગયા. આથી મળેલું રાજ્ય ખોટું છે તેમ કહી શકાય નહિ. કારણથી રાજ્ય મેળવવું હોય તેને લશ્કર, ત્રિજોરી ને ચાલાકી હોવી જોઇએ. તેમ આપણા આત્માને ધર્મથી સંસ્કારિત કરવો હોય તેણે એકવીસ ગુણો મેળવવાનો ઉદ્યમ કરવો જ જોઈએ. આથી પાંત્રીસ માર્ગાનુસારીના ગુણો કુટુંબને એકવીસ ગુણ આપણા આત્માને સંસ્કારિતા કરવા માટે છે. એ વચનો બીજાના ધર્મના લોપ માટે કેમ વાપરો છો ?
રકમ ભૂલી જશો તો જેટલો ગોટાળો છે તે કરતાં રકમ ઉલટી લખી તો બમણો ગોટાળો, પાંચસો જમાને બદલે ઉધારમાં લખ્યા તો હિસાબમાં ડબલ ગોટાળો. પાંત્રીસ ગુણ ન જાણ્યા તે કરતાં બીજાના ધર્મરત્નને લોપવામાં લો તો બેવડું નુકસાન છે. તમારા કહ્યાથી પેલાનો ધર્મ જતો નથી. તમારા નહિ ગણવાથી એના આત્માને નુકસાન નથી. બેવડા નુકસાનમાં આવી ન પડો તેટલા માટે આ વિભાગ જણાવવાની જરૂર પડી. એકવીસ ગુણો પોતાના આત્માને ધર્મ માટે તૈયાર કરવાને અંગે છે.
હવે આ સાંભળ્યા પછી જો એક વસ્તુ ન આવી તો દસ્તાવેજમાં આખી ઈમારત લખી, પણ એક . નામ ફરી જાય તો તમારું લેણું કેટલું રહે? તેમ અહીં પાંત્રીસ માર્ગાનુસારીએ તથા શ્રાવકના એકવીસ
Page #398
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
૨૯૮
ગુણોએ અનુક્રમે કુટુંબ ને આત્માને સંસ્કારિત કર્યા, છતાં ધર્મ એજ રત્ન છે આ વસ્તુ તમારા ને આખા કુટુંબને હોય તો તે ગુણોને અંગે તમે લાભ મેળવી શકશો. દીવાળી, ચોમાસી, સંવત્સરી સાચવવાં જોઇએ એ દૃષ્ટિ આવી જાય તો, આ એક વ્યવહાર છે, ત્યાં ભવાંતર માટે જે આત્માને માર્ગની અંદર દોરી જવાનો તેમાંનું કાંઇપણ બની શકે નહિ. એકજ મુદ્દાની ખામીથી. ધર્મ એજ રત્ન છે, ધર્મ રત્નજ છે, ધર્મ સિવાય બધી ચીજ ગળે પડેલી ઉપાધિ છે. આ રત્ન તરીકે અને દુનિયા ઉપાધિ તરીકે આ શબ્દ બોલવો સહેલો છે. છોકરાને સારી નોકરી મળે ત્યારે જેવો ઉલ્લાસ થાય છે તેવો ઉલ્લાસ ધર્મ કરવામાં આવ્યો ? ચક્રવર્તીના સામા ત્રાજવામાં કુલાચારનું જૈનપણું લેવું છે ને તે પણ ભારે ગણવું છે. ચક્રવર્તીની રિદ્ધિના સામા ત્રાજવામાં કુલાચારે જૈનધર્મપણું મૂકવું છે. ચાકર, ગુલામ, દરિદ્ર થાઉં, ધર્મનો ધોરી નહિ. માત્ર અધિવાસનાની સાથે, જૈની કહેવડાવવાની સાથે બીજા કાંટામાં ચક્રવર્તીપણું તુચ્છ ગણવું છે. નામ જૈન આગળ ચક્રવર્તીપણાની રિદ્ધિને તુચ્છ માને તે જગા પર જૈનધર્મ પામ્યા તો કેટલા આનંદમાં હોવા જોઇએ ! આપણને પૌદ્દગલિક વસ્તુના લાભથી જે આનંદ થાય ને ધર્મના આનંદને તપાસી લો (અધિવાસિત એટલે દીક્ષાના આગલા દહાડે કપડાં અધિવાસિત કરવાં પડે છે.) છોકરાને સારો શેઠ મળે તે વખતે જે આનંદ થાય છે તે આનંદ અહીં ધર્મમાં તપાસો. ઉપધાનમાં પેઠા હશે, તેને ઘરમાંથી પહેલાં ના કહી હશે. પછી પેસી ગયા હશે તો કહેશે કે માનતો નથી. સારી નોકરીની સંભાવના હોય તો કંકુનો ચાંલ્લો કરી નાળિયેર આપીએ છીએ. કમાવાના ચાન્સ હોય તો રાતના સ્વપ્ન પણ સેવાય છે આમાં રોકાતો રહેતો નથી. કરે તે કરવા દો. કયાં ખોટું કામ છે ? પહેલું કર્યું છે તેને થાબડવા માટે આ કહે છે. નહિતર પહેલાં થયું કેમ ? કેટલાક હિતશત્રુઓ કહે છે કે બને નહિ માટે એમ કહીએ છીએ. ઘર કરી ન શકું પણ તોડી તો શકીશ. હું ઉપધાન ત્યાગ ધર્મ કરી શકીશ નહિ પણ તોડી તો શકીશ. આવી સ્થિતિવાળા ધર્મને રત્ન ગણે છે એ શા ઉપર ? માટે પ્રથમ ધર્મજ રત્ન છે ને ધર્મ રત્નજ છે. આ બે નિશ્ચયો પાકા કરી લો એટલે આ કૃત્ય પણ ઉદય કરનારું થશે. હવે ધર્મરત્નના અર્થીએ કઇ રીતિ અખત્યાર કરવી તે અગ્રે.........
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણા રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદેશાનાદિસંગ્રહ ૦-૮-૦
શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂા. ૦-૮-૦
તા. કે. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.
Page #399
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક
તા.૩૦-૩-૩૪
જીવન વિતાવી નવો
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના. . જો કે
છે
धर्मोमंगलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः ॥ धर्मः संसारकान्तारोल्लंधने मार्गदेशकः ॥१॥ શ્રી જીનેશ્વરદેવોએ ધર્મ કહો શા મુદાએ?
શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં એમ જણાવી ગયા કે ધર્મને બે પ્રકારના જીવો ગ્રહણ કરે છે. (૧) પૌગલિક સુખની લાલસાવાળા (૨) આત્મકલ્યાણની ઇચ્છાવાળા. શ્રી જીનેશ્વરદેવોએ ધર્મ શા મુદ્દાઓ કહ્યો? દુનિયામાં પણ જે વાકય જે મતલબથી કહેવામાં આવ્યું હોય, તે વાકયનો બીજો અર્થ થતો હોય તો પછી પેલી મતલબને કોરાણે કરી બીજો અર્થ આગળ કરનાર મૂર્ખ બને છે; જેમકે એકે કહ્યું કે દેવદત્ત નવકંબલ (નવી કાંબળી) ઓઢીને આવ્યો છે.” બીજો માણસ નવકંબલ' શબ્દનો તે પ્રસંગનો ‘નવી કાંબળી’ એવો અર્થ જાણવા છતાં પેલાને કહે છે કે તું જૂઠું બોલે છે, દેવદત્તે માત્ર એકજ કાંબળી ઓઢી છે, નવ કાંબલી ઓઢી નથી,” તો એને સમજુ માણસ તો કજીયાખોર અગર લુચ્ચો કહે. એજ રીતે શ્રી જિનેશ્વરદેવે આત્મકલ્યાણને માટે કહેલા ધર્મને રિદ્ધિ સમૃદ્ધિ માટે કહેલો કહેવો તે તેવા છળી (કપટી) મનુષ્યનું કામ છે. એવાઓ કહે છે કે “શાસ્ત્ર તો કહે છે કે “ધર્મ સ્વર્ગ પણ આપે છે, મોક્ષ પણ આપે છે, સરાગસંયમ (વીતરાગતા ન આવે ત્યાં સુધીનું સંયમ), દેશવિરતિ, અકામનિર્જરા, બાલતા વિગેરે દેવલોકનાં કારણ છે; જ્યારે શાસ્ત્રકાર આ રીતે બેય ફળ જણાવે છે ત્યારે તમે ધર્મ મોક્ષ માટેજ કહ્યો છે એમ નિશ્ચયથી કેમ કહો છો?” અનાજ વાવવાથી ઘાસ અને ધાન્ય (અનાજ) બન્ને થાય છે આ વાત જગતમાં સૌ જાણે છે, પણ ઘાસ માટે અનાજ વાવવું એમ કહેનાર કેવો ગણાય? મૂર્ણોજ ગણાય; કારણકે ફળ હંમેશાં બે પ્રકારનાં હોય. (૧) આનુષંગિક (૨) મુખ્ય. સુગંધી લેવા માટે કસ્તુરીનો વેપાર કરવાનું કહેનારને કેવો ગણવો? સુગંધ તો આનુષંગિક ફલ છે. સુગંધ માટે એ વેપાર નથી, વેપાર તો કમાણી માટે છે, મુખ્ય ફળ તો કમાણીજ છે, એ વેપારમાં સુગંધી આવે ખરી પણ તે આનુષંગિક ફળ છે, તેવી રીતે ધર્મનું મુખ્ય ફળ તો મોક્ષ છે; દેવલોક વિગેરે તો આનુષંગિક ફળ છે. જેમ અનાજ કાંઈ ઘાસ માટે ન વવાય તેમ દેવલોક માટે, પૌલિક સુખની પ્રાપ્તિ માટે ધર્મ ન કરાય. ધર્મ મોક્ષ ફલદાયક ન માનતાં પૌલિક ફળ માટે માને, મુખ્ય ફળની અવજ્ઞા કરી આનુષંગિક ફળ માટે ધર્મ કરે ત્યાં મિથ્યાત્વ છે. મોક્ષનું ફળ માની
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૦૦.
તા: ૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર કરાતી ધર્મક્રિયામાં બીજાં ફળ મળે જાય તેમાં મિથ્યાત્વ નથી; ધર્મ મોક્ષદાયક છે એવી માન્યતા રૂંઆડે રૂઆડે વસેલી હોય તો સમ્યકત્વ, ધર્મ આત્માનું કલ્યાણ કરનાર છે, ધર્મનું ફળ મોક્ષજ છે એ ધારણા ન હોય ત્યાં કેવળ મિથ્યાત્વ છે. આજ કારણે અનંતી વખતે દ્રવ્યચારિત્ર પાળ્યા છતાં જીવ સમકિતિ ન ગણાયો, કેમકે ધર્મથી મોક્ષનુજ ફળ અંતઃકરણમાં વસવું જોઈએ તે વર્યું નહિ.
સમકિતિને સંપત્તિ વિપત્તિરૂપ થાય ચક્રવર્તીપણું આવ્યું હોય તો એને વધારે ભય લાગે, કેમકે બાવીશ જણા ટાંગાટોળી કરીને નરકે લઈ જનાર છે એમ સમજે છે. સાધુઓની ફેકટરીની સંસ્થા.
ભરત ચક્રવર્તી પોતાને હાર્યો' કહેનારા શાથી રાખતા એ આથી સમજાશે. ચક્રવર્તીના કોશમાં હાર” શબ્દ ન હોય. વાત તદ્દન સાચી છે. દેવતાઓ પણ એને હરાવી શકતા નથી, કેવળ ભુજાબળ પર તેઓ મુસ્તાક છે એવા ચક્રવર્તીઓ પણ હાર્યો શબ્દથી હાર સાંભળવા શી રીતે તૈયાર થયા હશે! અરે ! ચક્રવર્તીને “હાય” એવું કોણ કહે? તમે તમારા નોકરને તમને મૂર્ખ કહેવા કહો તો કહે ખરો? ત્યારે એ ચક્રવર્તી બીજા પાસે પોતાને હાર્યો શી રીતે કહેવરાવી શકતા હશે ! એ વિચારો ! ભરતા ચક્રવર્તીને, તેઓએ તેટલાજ માટે નીમેલાઓ શું સંભળાવતા હતા? “તમે હાર્યા! ભય વધી રહ્યો છે, તમારા માથે ભયનાં વાદળ ઝઝૂમી રહ્યાં છે. ચક્રવર્તી પાસે આવું કોણ બોલે? આવું કહેનાર જગતમાં કોઈ ન મળે. સૌ કોઈ એને રાજી કરી રિદ્ધિ મેળવવાની ઇચ્છાવાળા હોય. સિંહનું નાનું બચ્યું પણ ધડાકો કરે. એજ રીતે એમને એવું કહી શકે એવાની એવું કહેવા માટે નીમણુંક કરી હતી અને એ માટે તો એક સંસ્થા ખોલી હતી. કહોને કે સાધુ ઉત્પન કરવાની ખાણ અગર નિશાળ ખોલી હતી. શ્રાવક બે પ્રકારના હતા. શ્રાવક તથા અભિગમ શ્રાવક. અભિગમ શ્રાવકો માટે એ સંસ્થા હતી, તેઓ એમાં રહે, ચક્રવર્તીને રોજ જ્યાં મળે ત્યાં પેલો શ્લોક સંભળાવે, અને બ્રહ્મચર્ય પાળે, અગર તેમ કરવા અસમર્થ હોય તો પોતાને જે સંતાન થાય તેને આઠ વરસની વય થતાં છોકરાને સાધુ પાસે મોકલે તથા છોકરીને સાધ્વી પાસે મોકલે. એ સંતાનમાં જેઓ દીક્ષા લે તેઓ તો ગયા, તરી ગયા, ઉત્તમ પણ દીક્ષા લેવા અસમર્થ હોય તેનું શું? કેમકે બધા જીવો સરખા પરિણામવાળા હોતા નથી. અરે ! તમારા ઘરમાં જુઓને! એક છોકરો શહેરે ગયા વગર ખાતો નથી જ્યારે બીજાને દહેરે જવાનું મન થતું નથી. ત્યાં કર્મ પ્રચ્છન્નપણે કાર્ય કરી રહેલ છે.જગત આખામાં, સગાંસંબંધીમાં, લેવાદેવામાં, સર્વત્ર કર્મસંસ્કારજ કામ કરે છે. કમળા ગામમાં રહેલા તેઓએ ગાયકવાડ થવામાં કયો ઉદ્યમ કર્યો હતો? મોટા રહ્યા, નાના રહ્યા ને વચલા શાથી ગાયકવાડ સરકાર થયા? માટે એમાં કર્મજ કારણભૂત છે. રોગીપણું, નીરોગીપણું, સંયોગોની અનુકૂળતા, પ્રતિકૂળતા વિગેરે કર્માનુસાર થયા કરે છે, તેથી કેટલાક કર્મવશા દીક્ષા લેવા તૈયાર ન થાય તેઓ પાછા અભિગમ શ્રાવક તરીકે એજ સંસ્થામાં જોડાતા, અને એમનો પણ એજ કાર્યક્રમ, એમને માટે પણ એજ નિયમો, એ પણ
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૦૧
શ્રી સિદ્ધચક્ર
તા.૩૦-૩-૩૪
પાછા પોતાનાં સંતાનોને સાધુ પાસે મોકલેજ. આવા અભિગમ શ્રાવકો ચક્રવર્તીને રોજ ઉપર કહ્યા મુજબ સંભળાવતા, એમાં દબાવાનું કે ડરવાનું નહોતું. ચક્રવર્તી પ્રસન્નતાપૂર્વક એ સાંભળતા. એ હૃદય કયું ! આ શ્રાવકોનું ભરત મહારાજા સ્વામિવાત્સલ્ય કરતા કેમકે આવા તમામ શ્રાવકોને જમવાનું એમના રસોડેજ હતું. આ સ્વામિવાત્સલ્ય કોનું હતું ? કહોને ! સાધુની ખાણનું કે સાધુની નિશાળનું ! ભોગવે છે ચક્રવર્તીપણું પણ પોતાની આત્મજાગૃતિ માટે આવી કાયમ ખર્ચાળ યોજનાખર્ચાળ માત્ર નહિ પણ ખટપટવાળી યોજના-જેની પાછળ ખૂબ ધ્યાન દેવું પડે, રોકાણ થાય, તેવી યોજના રાખનારનું અંતઃકરણ કયી દશામાં હશે ! પોતાની હાર સાંભળવા માટે આ બધું ! અરે ! રસોઇયાઓ આવીને કહે છે કે-“હવે ત્યાં ઘણા ભરાય છે માટે સાચાને રાખો, બીજાને કાઢી મૂકો,” તેથી જૂઠાથી બચવા માટે, સાચાની ઓળખ માટે ભરત મહારાજાએ સાચાઓને કાંકિણી રત્નથી અંકિત કર્યા. ચક્રવર્તીને પણ આવી નિશાનીઓની યોજના યોજવી પડે ત્યારે કટેલા જૂઠાઓ ભરાઇ જતા હશે ! સાચાની ઓળખાણ તરીકે આવું ચિહ્ન રાખ્યા પછી સોનારૂપાની જનોઇ કરી હતી. સાચાની નિશાની તરીકે આ ચિહ્ન નથી પ્રવર્ત્ય પણ જૂઠાથી બચવા માટેની એ નિશાની છે. ચક્રવર્તી જેવા આટલું બધું કયારે કરે ! વાદ લાગ્યા વિના ? નહિજ ! તેઓ એ સમજ્યા હતા કે અનાદિકાલથી સંસારમાં પોતાની રખડપટ્ટીનું કારણ આરંભપરિગ્રહ, વિષયકષાય છે તેમાં વળી ચક્રવર્તીપણાનો થયો વધારો, પછી બાકી રહી શી ? જો પોતાને ચક્રીપણા પ્રત્યે અરુચિ ન હોત તો, સર્વને જીતનાર એવા પોતે પોતાની હાર સાંભળવા તૈયાર ન થાત, પોતાને કાયમ ‘હાર્યો' કહેનારાઓની યોજના ન રાખત, પોતે નિર્ભય છતાં ‘તારા માથે ભયનાં વાદળ ઝઝુમી રહ્યાં છે,' એવું હરરોજ ન સાંભળત. વિચારો કે એ આત્માની દશા કેવી ! ચક્રવર્તીપણું એ નિર્ભયતાનું કારણ નથી. એમ તેઓ બરાબર સમજતા હતા. આત્મકલ્યાણની ઇચ્છાવાળાનેજ આ દૃષ્ટિ આ બુદ્ધિ આવે.
સાચા શત્રુઓ કોણ ?
સંસારની ઘટમાળ વિચિત્ર છે. આ ભવમાં શત્રુ હોય તે ભવાંતરે મિત્ર થાય, મિત્ર શત્રુ થાય, માબાપ હોય તે સ્ત્રીપુત્રાદિ થાય. આ શત્રુતામિત્રતા તો ચોમાસાનાં અળસીયાંની ઉત્પત્તિ જેવી છે. અળસીયાં ચોમાસામાં થાય, પછી પાછા ખલાસ. આ શત્રુતા, મિત્રતા એવી છે. દુનિયાદારીના શત્રુ તે એક ભવનાં પણ પુરા શત્રુ નહિ, કેમકે જે એક વખત શત્રુ હોય તે બીજી વખતે મિત્ર પણ થાય છે. આત્માના સાચા અને નિયમિત શત્રુઓ આરંભ, પરિગ્રહ, વિષય, કષાય એ ચાર છે. આ ચાર દુશ્મન કેવા ? મહા જબ્બર ! ભવોભવના વેરી. એક પણ ભવમાં એ વેર વાળ્યા વગર રહ્યા નથી. નિયમિત શત્રુ તરફનો ભય ન સમજે અને કૃત્રિમ, અનિયમિત શત્રુનો ભય સમજે એના જેવો મૂર્ખ કોણ ? આવા વિચારે એ ચક્રવર્તી પોતાની હાર જણાવનાર તથા શિર પર લટકી રહેલ ભય સૂચવનાર ચેતવણીને રોજ-વારંવાર સાંભળતા હતા. દુનિયાના શત્રુઓને જેઓ ગૌણ ગણે તથા આરંભાદિ દુશ્મનોને મુખ્ય ગણે તોજ અને તેઓજ આવું સાંભળી શકે. આવું સંભળાવનારને ચક્રવર્તી તરફથી મળવામાં માત્ર ખોરાક અને પોષાક !
Page #402
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
૩૦૨
તા. ૩૦-૩-૩૪ સંસ્કારનો પ્રભાવ
ઢંઢેરો શહેનશાહનો પણ શહેરમાં જાહેર કોણ કરે? શેરીફ ! એવી રીતે ચક્રવર્તીને પણ ઉપર કહ્યા મુજબનું સંભળાવી કોણ શકે? જેઓ પોતે આરંભાદિકથી દૂર થયા હોય તેઓજ એવું સંભળાવી શકે; અહીંથી લઉં તહીંથી લઉં એવું કરનારા, આરંભાદિમાં ડૂબેલા એવું કદી સંભળાવી શકે નહિ. એ વર્ગના સંસ્કારજ એવા હતા કે તેવાને સાધુપણું લેવું કે અપાવવું મુશ્કેલ પડતું જ નહિ. જેમ તમારાં છોકરાંઓને સંસ્કાર હોવાથી રાત્રિભોજન, કંદમૂળભક્ષણ છોડવું મુશ્કેલ પડતું નથી તેવીજ રીતે ભરત મહારાજે રાખેલા એ માહણના છોકરાઓને ચારિત્ર લેતાં મુશ્કેલી પડતી જ નહિ.
તમારે ઘેર સાધ્વી વહોરવા આવે તો છોકરો એકદમ ખસી જશે, સાધુ વહોરવા આવે તો છોકરી ખસી જશે કેમકે છોકરાથી સાધ્વીને તથા છોકરીથી સાધુને અડાય નહિ એવા એને સંસ્કાર પડેલા છે. સાધુથી રાત્રે ખવાય પીવાય નહિ, ગાડીમાં ન બેસાય, નાટકસિનેમા વિગેરે ન જોવાય, પગેજ ચાલવું પડે વિગેરે વાતો તમારાં દરેક છોકરાંઓ પણ જાણે છે. સાધુએ દાબડા ભરવાના નથી, ગોચરીમાં મળે તેજ ખાવાનું છે, અચિતજ ખવાય, સ્નાન થાય નહિ, લોચ કરવો પડે, જમીન પર સૂવું પડે આટલી વાત દીક્ષા લેનારની ધ્યાનમાં લાવવામાં આવે છે. કયાં? જે છોકરો શ્રાવકકુલ સિવાયનો હોય ત્યાં શ્રાવક હોય તે તો આ બધું જાણતો હોય. અજાણ-અણસમજી સંતાન પ્રત્યે માબાપની ફરજ શી ?
કોઈ કહે કે નાની ઉંમરનો છોકરો અજાણ હોય. કબુલ કરીએ, તો પછી આંધળાને આવતો દેખી એના માર્ગમાં કોઇ ખાડો ખોદે તે વધારે ગુન્હેગાર કે દેખતાના માર્ગમાં ખાડો ખોદનાર ? આંધળાના માર્ગમાં ખાડો ખોદનારજ વધારે ગુન્હેગાર છે. જ્યારે તમારા બાળબચ્ચાં અજાણ અને અણસમજુ છે તો એની આગળ સંસારનો ખાડો કેમ ખોદાય છે? એ ખાડામાં આંધળો ન પડે છતાં ધક્કો મારી એને ખાડામાં નાખનારને કેવો ગણવો? કહેવાનો મતલબ એ કે જ્યારે છોકરાં અજાણ છે ત્યારે તમારી ફરજ એને ઉત્તમ રસ્તો સમજાવવાની કે અધમ રસ્તો સમજાવવાની? જેઓ ત્યાગને ઉત્તમ માને છે તેઓની ફરજ કઈ? જેઓ દેવગુરુધર્મને ન માનતા હોય તેને અલગ રહેવા દઇએ પણ જેઓ એને શ્રેષ્ઠ માને છે, સંસારને દરીયો, કીચડ, દાવાનળ, જાળ વિગેરે માને છે તેવો મનુષ્ય છોકરાને એ તરફ ધક્કો શી રીતે મારે ? ફરજ તો એ છે કે સારો રસ્તો બતાવવો, એ રસ્તો જાય તેવો ઉપાય કરવો. એમ કરતાં એની કમનસીબીથી એ ન જાય ત્યાં તમારો ઉપાય નહિ, પણ અજાણ માન્યા પછી પહેલી ફરજ તો ઉત્તમ રસ્તે ચઢાવવાની છે. વળી બચ્ચાં અજાણ ગણીએ તો એની ભવિષ્યની જીંદગીની જોખમદારી આપણા માથે હોય; તો પછી જેને અસાર ગણીએ તેમાં એને કેમ નાખીએ? છોકરાને કોઇને ત્યાં દત્તક આપવામાં, ભલે એ અહીંનું નામ, ભાગ, લાગ છોડી દે, પણ ત્યાં સુખી થશે કે નહિ, સુખી થાય એવી ત્યાં સારી સ્થિતિ છે કે નહિ એ તો પહેલેથી તપાસો છો ને! એજ રીતે દુનિયાને દાવાનળ સમજ્યા પછી બચ્ચાંને એમાં ફસાવવા શી રીતે ઇચ્છો ? કૃષ્ણજી પોતાના પુત્રપુત્રીને શાથી અને શી રીતે દીક્ષા અપાવતા હતા એ બરાબર સમજાશે.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૦૩
તા.૩૦-૩-૩૪
શ્રી સિદ્ધયક રાણી થવું છે કે દાસી? ભેદી પ્રશ્ન !
માતાઓ સભામાં પોતાની પુત્રીઓને કૃષ્ણ પાસે મોકલતી હતી તે શા માટે? સારા વરની પ્રાપ્તિ માટે. કૃષ્ણજી ત્યાં પૂછે છે કે રાણી થવું છે કે દાસી? દાસી થવાનું કોણ માગે? સીધી વાત છે કે હરકોઈ રાણી થવાનું જ પસંદ કરે અને એજ માગે. કોઇપણ છોકરાને પૂછો કે તું ડાહ્યો કે ગાંડો ?' તો ડાહ્યોજ કહેશે. આવા પ્રશ્નો પોતાનો ધારેલો ઉત્તરજ અપાવનારા છે. રાણી થવાનું કહેશે એ ઉત્તર પોતાનો પ્રથમથીજ નિશ્ચિત હોય; એ ઉત્તર એનાજ મોઢેથી કબુલ કરાવી (કઢાવી) તરત કૃષ્ણ મહારાજા કહેતા કે-રાણી થવું હોય તો ભગવાન નેમનાથ સ્વામી પાસે દીક્ષા લ્યો. વિચારો કે માતાએ વર માટે મોકલી છે, પોતે વર માટે આવેલ છે, કૃષ્ણજીના પિતાના) પ્રશ્નના જવાબમાં પોતે રાણી થવાનું કહ્યું છે, આમાં ધર્મનો-ત્યાગનો-વૈરાગ્યનો-દીક્ષાનો કાંઈ સંબંધ છે? છતાં કૃષ્ણજી આ રીતે ભગવાન પાસે દીક્ષા લેવાનું શી રીતે કહે છે ? ત્રણે ખંડના સોળ હજાર મુકુટબદ્ધ રાજાઓ, ભલે પોતપોતાના દેશના રાજા છે પણ પોતાના (કૃષ્ણજીના) તો તાબેદાર (દાસ) છે ને માટે ગમે ત્યાં પરણાવે તો પણ એ દાસીપણું જ છે એમ વિચારી કૃષ્ણજી આગળ વિચારે છે કે ત્યારે રાણીપણું કયાં?
જ્યાં હું પણ હાથ જોડું ત્યાં એવું સ્થાન કયું? દીક્ષા. ભગવાન પાસે દીક્ષા લે પછી તો પોતાને પણ હાથ જોડવાનાજ છે, શિર નમાવવાનું જ છે. આ રીતે કૃષ્ણજી કહેતા કે રાણીપણું માગ્યું છે તો રાણીપણાના માર્ગે જાઓ-ભગવાન પાસે દીક્ષા લ્યો. દીક્ષાનો પ્રસંગ ઉભો કોણે કર્યો? કૃષ્ણ મહારાજા માનતા હતા, સમજતા હતા કે જે પોતાને વહાલાં હોય તેને ઉત્તમ ચીજો આપવી તો પુત્રીઓ વહાલી છે માટે એને ઉત્તમ એવી દિક્ષા અપાવવી. આ રીતે પોતે છ છોકરીને દિક્ષા અપાવી. પછી સાતમીનો વારો આવ્યો ત્યારે એ છોકરીને એની માતાએ એવું શીખવીને મોકલી હતી કે રાણી થવાનું માગવું નહિ, દાસી થવાનું માગી લેવું. એ છોકરીએ એવી માગણી કરી; અહીં પોતાનો ઘડેલો ઉત્તર ઉડી ગયો, કેમકે બીજાની શીખવણી આમાં ભળી છે. હવે શું કરવું? આ વાત જાણીતી છે. કૃષ્ણજીએ વિરાસાળવીને ઉભો કર્યો, કૃષ્ણની પુત્રી સાથે પોતાનાં લગ્ન થાય એવી એને સ્વપ્નામાં આશા કયાંથી હોય? તો ઈચ્છા તો હોયજ શાની? અને જ્યાં આશા કે ઈચ્છાની સંભાવના ન હોય ત્યાંથી એ વાત નીકળે કયાંથી? પિતાનો આ બળાત્કાર કેવો?
કૃષ્ણજીએ બળાત્કારે એ વાત ઉભી કરી. વિરાસાળવીને એકાંતમાં લઈ જઈને કૃષ્ણજીએ પૂછયું કે જીંદગીમાં કોઈ પણ પરાક્રમ કર્યું છે? વીરાસાળવીની ખોટું પરાક્રમ કહેવાની તાકાત શી? સ્પષ્ટ કહ્યું કે મેં કાંઇપણ પરાક્રમ કર્યું નથી. વાસુદેવે જેને પોતાની દીકરી દેવી તેનાં પરાક્રમો તો જાહેરમાં જણાવાં અગર જણાવવાં જોઇએને ! ફરી વાસુદેવે પૂછયું કે-“સવારથી અત્યાર સુધી શું શું કર્યું તે કહે ! વીરાસાળવીએ કહ્યું: “સવારના જંગલ ગયો હતો તે વખતે પાળ ખસી ગઈ હતી તે બરાબર કરી, કાચંડો આવ્યો હતો તેના પર પથરો ફેંકયો જેથી એ મરી ગયો અને ઘડામાં માખીઓ ભરાયેલી હતી તેના ઉપર હાથ મૂક્યો તો ઉડીને ગણગણાટ કરવા લાગી.” કૃષ્ણજીને તો પોતાની એ છોકરીને
Page #404
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૩-૩૪
૩૦૪
શ્રી સિદ્ધચક શિક્ષા માટેજ વીરાસાળવીને દેવી હતી એટલે આ વાતોને પણ પરાક્રમનું રૂપક આપેજ છૂટકો. કૃષ્ણજીએ ભરસભામાં વિરાસાળવીની ક્ષત્રિવટનાં, એના પરાક્રમનાં વર્ણન કરતાં કહ્યું કે આ વિરોસાળવી મહાપરાક્રમી છે, ચક્રવડે કરીને ખોદાયેલી ગંગા જેણે ડાબા પગે રોકી રાખી, બદરી વૃક્ષપર રહેનાર લાલ માથાવાળા નાગને જેણે પાર્થિવ શસ્ત્રથી મારી નાખ્યો, એ ધંધુવાતી સેનાને જેણે એકજ હાથે રોકી દીધી માટે એ મહા પરાક્રમી છે, માટે એને હું કન્યાનું દાન દઉં છું.’ આ રીતે ભરસભામાં પોતાની એ છોકરીને વીરાસાળવી સાથે પરણાવે છે. કોઇની શિખવણીથી દાસીપણું માગનારને એ કેવી ભયંકર સ્થિતિમાં મૂકે છે ! એ ભયંકર સ્થિતિનો પોતાને ખ્યાલ નથી એમ નહિ. ખોટી શિખવણી દેનાર માતાની ધ્યાનમાં એમને લાવવું છે. વિરોસાળવી ત્રણ ખંડના માલીક વાસુદેવ કૃષ્ણની પુત્રીને આ રીતે પરણી જાય છે. કૃષ્ણજી એટલેથી અટકતા નથી. પરણાવ્યા માત્રથી હજી છેડો નથી. સુરસુંદરીને એના બાપે કોઢીયા અવસ્થામાં શ્રીપાલ સાથે પરણાવી, ભલે, પણ પછી એની વધારે પંચાત કરી નહોતી; વાસુદેવ તો બીજે દિવસે બધા સમાચાર પૂછે છે. વીરોસાળવી પણ કહે છે કે- મજેથી એ પલંગપર (માંચા પર) બેઠી છે. વાસુદેવ સમજ્યા કે પોતાની (વાસુદેવની) શરમની ખાતર વીરો એ સ્થિતિ નિભાવે છે તેથી એમણે વીરાને કહ્યું કે- “માંચે બેસાડવા માટે મેં તને કુંવરી નથી આપી!” વિચારો! છોકરીને ઘેર હોળી સળગાવવાનાજ આ શબ્દો છેને! હવે વિરોસાળવી કમી ના રાખે? એણે તો ઘેર જઇને હુકમો છોડવા માંડ્યા- “ઉઠ! ઉઠ ! બેસી કેમ રહી છે? પાણી તૈયાર કર વાસુદેવતનયાએ જીંદગીભરમાં આવું કોઈનું સાંભળેલું? નહિજ એ વીરાને કહેવા લાગી, ‘ભાન છે કે નહિ? જેમ તેમ નહિ બોલવાનું બોલો છો? જરા જાત સંભારીને બોલો.' વીરાએ તરતજ ચાર પાંચ લપડાકો ખેંચી કાઢી. કૃષ્ણજી તરફનો તો ડર હતો નહિ. એ છોકરી રોતી રોતી પિતા પાસે આવી અને પતિના જુલમને વર્ણવવા લાગી. પિતા કહે છે-ત્રણ ખંડના અધિપતિ પોતાની રોતી પુત્રીને કહે છે કે- “બેટી ! દાસીપણામાં બીજાં શું હોય ?' પુત્રીથી કાંઈ બોલાય? આ દાહમાં કાંઈ કમી ના છે? પોતાની દીકરીને વીરાસાળવી સાથે દેનાર પોતે, કામ કરાવવાની ફરજ પડાવનાર પોતે, જોડે રહી માર મરાવનાર પોતે અને પેલી રોતી આવે ત્યારે પેલી શિખવણીથી બોલાયેલા શબ્દો આગળ ધરે છે કે-“દાસીપણું માગ્યું, હવે એમાં બીજાં શું હોય ?' છોકરીને હવે ભાન થાય છે કે પોતાની માતાએ અવળી શિખામણ આપી ખરેખર કુવામાં નાખી છે. છોકરી પિતા પાસે ખુલાસો કરે છે- પૂજ્ય બાપુ! આ દશા તો માતાની શિખવણીના પ્રતાપે છે, હાય ! મારી ભૂલ થઈ, ક્ષમા કરો, મારે દાસી નથી થવું, રાણી થવું છે,' તરત વીરાસાળવી પાસેથી છોડાવી એને કૃષ્ણજીએ દીક્ષા દેવરાવી. પોતાને ઘેર આવેલું સંતાન રખડી ન જાય આ ભાવના જયારે આવી પ્રબલ છે ત્યારે એમને સંસાર કેવો લાગ્યો હોવો જોઈએ ! શ્રીતીર્થકરનો જન્મ, કલ્યાણ કરનાર ધર્મીને, પણ અધર્મીને અકલ્યાણનું કારણ. કૃષ્ણજીથી પોતાનાથી સંસાર છોડાયો નથી, એક વ્રત સરખું પણ તેઓ કરતા નથી, છતાં એનો આત્મા કેવો રંગાયો હશે ! સંસારને દરીયો કે દાવાનળ માન્યા પછી, એમાં પડતાં પોતાનાં બચ્ચાંને કયો માબાપ બચાવે નહિ?
Page #405
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
સમકિત પોતાનાં સંતાનનાં ન છૂટકે લગ્ન કરે તે પણ કયારે અને ક્યા મુદ્દાએ ? સમિતિ જીવ પોતાના છોકરાને ત્યાગમાર્ગે દોરે છતાં એ ન દોરાય તો એ કોઇ આડે માર્ગે ન જાય માટે લગ્ન કરે કે જેથી એ મર્યાદામાં રહે અને મર્યાદામાં રહેશે તો કોઇ દિવસે ત્યાગને રસ્તે જશે એ ભાવના તો ત્યાં છેજ. કહેવાય શું ? લગ્ન કર્યાં પણ મુદ્દો ક્યાં ? ભલે આજે એ મુદ્દો કોઇનો ન હોય પણ વસ્તુતઃ ખરો કે નહિ ? આજના કાલમાં બકુશ, કુશીલ સાધુ છે, પુલાક, નિગ્રંથ, સ્નાતક એ સાધુ છે નહિ, કષાય વગરનો સાધુ એકે નથી, કેવળી કોઇ નથી, વીતરાગ કોઇ નથી પણ પ્રરૂપણા કરાય ત્યારે તો ખરેખરું કહેવું પડેને ! સાધુપણું કર્યું કહીએ ? નિરતિચાર, કષાય વગરનું સાધુપણું કહેવું પડે. તેવી રીતે ઉપર જણાવી ગયા તેમ ભરત મહારાજા કે કૃષ્ણજીની સ્થિતિનું કોઇ ન હોય પણ મૂળ સ્થિતિ જણાવવીજ જોઇએ.
૩૦૫
તા.૩૦-૩-૩૪
સમજુ મુખ્ય ફલને જ વળગે, આનુષંગિક ફલને વળગે તે મૂર્ખ, એ અધવચ લટકે.
ધર્મ બે ફળ આપે છે. મોક્ષ તથા દેવલોકાદિક. શ્રી જિનેશ્વરદેવે મોક્ષ માટેજ ધર્મ કહ્યો છે; બીજા કશા માટે ધર્મ નહિ કહેલો હોવાથી ચક્રવર્તીઓ અને વાસુદેવો પોતાની સ્થિતિ ભયંકર માને છે. જો પૌદ્ગલિક સુખ, રિદ્ધિ સમૃદ્ધિ વિગેરે માટે ધર્મ કહેવામાં આવ્યો હોય તો એમને પોતાને ચક્રીપણું, વાસુદેવપણું વિગેરે મળી ગયું પછી અફસોસ, ખેદ શા માટે ? પોતાની જાતને હલકી ગણવાનું કારણ શું ? જેમ રાડાં માટે, ઘાસ માટે અનાજ વાવનાર સમજી કહેવાય નહિ (ભલે ઘાસ પણ થાય છે) તેવી રીતે ધર્મથી આનુષંગિક ફળમાં ચક્રવર્તીપણું, વાસુદેવપણું, દેવલોકપણું વિગેરે મળે બધું પણ એને માટે ધર્મ કરનાર સમજુ નથી. ધર્મથી મોક્ષ થવાનો, મોક્ષ માટે ધર્મ એમ માને તે સમિતિ, પૌદ્ગલિક સુખો માટે ધર્મની જરૂરીયાત માને અને કરે તે મિથ્યાત્વી. આત્મકલ્યાણ માટે ધર્મ કરવાનો એ મુદ્દો કયારે આવે ? કોને આવે ? અનાદિના ભવભ્રમણનો જ્યારે ખ્યાલ થાય ત્યારે તેને આવે. અનાદિનું ચાલુ ભવપરિભ્રમણ કેમ ટળે એ ધારણાથી શુદ્ધ દેવાદિને આરાધે તે સમ્યક્ત્વના ઘરમાં આવે. અનાદિના ભવભ્રમણના ખ્યાલ વિના, મોક્ષની ધારણા વિના, શુદ્ધ દેવાદિનું આરાધન છતાં મિથ્યાત્વ.
ભગવાનની દ્રવ્યપૂજાનો હેતુ શો ?
ભગવાન મહાવીર દેવ વિહાર કરતા હતા. પાંચસે સાધુઓને સખત તૃષા લાગી હતી. માર્ગમાં આવેલા સરોવરનું જળ પ્રખર તાપ તથા તથાવિધ સંયોગોથી અચિત્ત બની ગયું હતું, પણ એ નિશ્ચયનયથી અચિત્ત કહેવાય, વ્યવહારનયથી સચિત્ત ગણાય માટે ભગવાને એ પાણી પીવાની આજ્ઞા ન આપી અને પાંચસો સાધુઓ અનશન કરી કાળધર્મ પામ્યા. પાણી માટે પાંચસે સાધુઓની જીંદગી જવા દીધી ! એજ રીતે તલ અચિત્ત લાગ્યા છતાં શાસ્ત્ર નહિ લાગેલું માટે વ્યવહારથી સચિત ગણાય તે કારણે એના ઉપયોગની પણ ભગવાને આજ્ઞા ન આપી અને સાધુઓની જીંદગી જવા દીધી. આવા મહાપુરુષો પોતાના શરીર પર કળશો ઢોળવા દે અને એમાં લાભ જણાવે-ગણાવે એનો અર્થ શો ? જોજનના નાળવાવાળા, પચીસ જોજન ઊંચા, બાર જોજન પહોળા એક ક્રોડને આઠલાખ કળશોનો
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૦૬
તા. ૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર એક અભિષેક જે અભિષેકથી અહીંના નદી સરોવરો વિગેરે ભરાઈ જાય તેવા કળશો. એક બાજુ પાણી માટે સાધુની જીંદગી જવા દે તે, બીજી બાજુ પોતાની ભક્તિ માટે પાણી ઢોળાવે એનું કારણ? જરા વિચારો ! વિચારસરણીને જરા પલટાવો ! એ પૂજા કરનારનું અનાદિનું ભવભ્રમણ ટાળવા માટે છે, નહિ કે પોતા માટે. પૂજા કરનાર કોઇપણ પ્રકારે મોક્ષે પહોંચે તો જીવમાત્રનો અભયદાતા થાય. ત્યાગ કરી જગતને અભયદાન દેનાર થવાની ભાવનાએ પૂજા કરવાની છે. રખડાવનારી, આત્માને ભારે કરનારી હિંસાને, હાનિકર હિંસાને અહીં આ કારણે પૂજામાં લાભદાયક ગણી. જેને અનાદિના ભવભ્રમણનો ડર લાગ્યો તેને આવી દ્રવ્યપૂજા કરણીય. એવો ભય રાખનાર સમકિતિ.
શ્રીગૌતમસ્વામિને નમઃ
શું આગમોની જરૂર છે ?
” તો નીચેની બિના વાંચી-વિચારી વર્તનમાં મુકવાનું ભુલતા નહિ ... ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોએ અર્થથી નિરૂપણ કરેલ, અને સૂત્રથી ભગવાન ગણધરદેવોએ ગુણ્ડિત શ્રી આચારાંગ આદિ અંગો, ઉવવાઇઆદિ ઉપાંગો અને આવશ્યકાદિ મૂલ સૂત્રો કે જે પ્રથમ શ્રીમતી આગોદય સમિતિએ છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને જેની નકલો ચોગુણી કિમતે પણ મળતી નથી, તેથી શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ તેનો પુનરૂદ્ધાર કરવો શરૂ કર્યો છે.
માટેજ તેના ગ્રાહક થનારે દરેક નકલ દીઠ રૂપિયા પાંચ એડવાન્સ તરીકે નીચેને સરનામે ફાગણ વદ ૧ પહેલાં ભરી દેવાં.
હાલ આચારાંગ અને દશવૈકાલિક છપાવવાં શરૂ થશે, આ આગમોની મૂલ-કિમ્મત રહેશે, અને ત્યારબાદ બાકીના આગમો પણ ક્રમસર શરૂ કરાશે. - તા. કઃ- આ વખતે કોઈ સંસ્થાદિને પણ ભેટ આપવામાં આવશે નહિ, માટે તેઓએ તેમજ બીજાઓએ એડવાન્સ મોકલી પોતાનાં નામો જલ્દી નોંધાવવા. ગ્રાહકોની સંખ્યા જેટલીજ નકલો છપાવવાનો આ સમિતિનો ઇરાદો છે, જેથી ઉપરની મુદત વિત્યાબાદ નામ નોંધવામાં આવશે નહિ. સુરત મુકામે પ્રથમની જાહેરાતથી જેઓએ એડવાન્સ તરીકે નાણાં ભર્યા છે, તેઓને રીતસરની પહોંચ ટુંક સમયમાં સમિતિ તરફથી મોકલી આપવામાં આવશે.
નાણાં ભરવાનું સ્થાન.)
શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ.
ભૂલેશ્વર, લાલબાગ મુંબઈ. નં. ૪
Page #407
--------------------------------------------------------------------------
________________
3os
શ્રી સિદ્ધચક
તા. ૩૦-૩-૨૪
પ્રશ્નકાર:ચતુર્વિધ સંઘ,
માધાનકાર: ક્ષકca@eત્ર ઘાટંગત આગમોધ્ધારક શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
પ્રશ્ન ૬પપ-ઠાણાંગજી વિ-૨ અંગ ઉપર કાઢયાવાય મહા૨ો ૪ ટીકા :ો હતો એ - ' ' ની ' 1 સત્ય છે ?
સમાધાન-આચાર્ય મહારાજ શ્રીમાનું અભયદેવસૂરિ સ્થાનાંગસૂત્રની વ્યાખ્યા કરતાં જણાવે છે કે विविधार्थरत्नसारस्य देवताधिष्ठितस्य विद्याक्रियाबलवतापिपूर्वपुरुषेण केनापि कुतोऽपि कारणात् अनुन्मुद्रितस्य એટલે અનેક પ્રકારના અર્થરૂપી રત્નો સારભૂત છે જેમાં અને દેવતાથી જે અધિષ્ઠિત છે એવા (સ્થાનાંગસૂત્રના) વિદ્યા અને ચારિત્રરૂપી બળવાળા પણ કોઇપણ પહેલાના પુરુષે કોઇપણ કારણથી નહિ બોલેલા (સ્થાનાંગસૂત્રનો અનુયોગ શરૂ કરાય છે). આ વચનથી સ્પષ્ટપણે એમ જણાય છે કે સ્થાનાંગસૂત્રની વ્યાખ્યા આચાર્ય મહારાજ અભયદેવસૂરિજી પહેલાં કોઇએ કરેલી નથી. આવી જ રીતે સમવાયાંગ વિગેરેની વૃત્તિમાં પણ ઉલ્લેખ હોવાથી પહેલા કોટયાચાર્યની વ્યાખ્યાઓ સ્થાનાંગાદિ અંગો ઉપર હતી એમ કહેવું તે માત્ર પ્રઘોષ જણાય છે. ભગવતીજીની વ્યાખ્યા અને ચૂર્ણ જો કે અભયદેવસૂરિજી મહારાજની પહેલાં હતાં પણ તે કોટયાચાર્યના હોય એવો ઉલ્લેખ નથી.
પ્રશ્ન ૬૫૬-શ્રાવક શ્રાવિકા વર્ગને ચારિત્રનું અંશ દેશ થકી હોય પણ સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનનો અધિકાર ઓછો ન હોવાથી અંગાદિસૂત્રો વાંચવાનો અધિકાર કેમ નહિ ?
સમાધાન- આચારાંગાદિ શાસ્ત્રો વડી દીક્ષા, ગીતાર્થપણું, સ્થવિરપણું, ગણીપદવી વિગેરેને અંગે લાયકાત આપવાવાળા હોવાથી તેનો અધિકાર સાધુઓનેજ હોય તે સ્વાભાવિક છે અને તેથીજ આચારાંગનું પહેલું અધ્યયન ભણ્યા પછી જ વડી દીક્ષાનો અધિકાર હતો (દશવૈકાલિકની રચના થયા પછી તેનું ચોથું છ જવનિકા અધ્યયનના યોગ અને અધ્યયન પછી વડી દીક્ષા દેવાય છે.) આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધની પાંચમી ચૂલા જે નિશીથા અધ્યયન તેનો અભ્યાસ થયા પછીજ ગીતાર્થપણું ગણાય છે અને તેથી જ તે નિશીથાધ્યયનને ભણેલા સાધુનેજ ધર્મ દેશનાનો અધિકાર છે અને તેથીજ ધુમનપિન્નતો પપ્પના હેન્રી એટલે આચાર પ્રકલ્પને ભણેલા (ગીતાર્થ) સાધુએ જીનેશ્વર મહારાજાએ કહેલા ધર્મનો ઉપદેશ કરવો. તેવી રીતે ઠાણાંગ અને સમવાયાંગ સૂત્રને ધારણ કરનારા સાધુઓ શ્રુતસ્થવિરો કહેવાય છે અને શ્રીભગવતીજી અંગના યોગ અને અધ્યયનથી ગણીપદવી
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૦૮
તા. ૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર દેવાય છે તે વાત યોગોના બે પ્રકારના વિભાગ કરતાં ભગવતીજીસૂત્રના યોગને ગણીયોગ કહેવાય છે તેથી તેમજ નવપદ પ્રકરણના ભાષ્યની વ્યાખ્યામાં ભગવતીજીના યોગવહનથી શ્રી જીનચંદ્રજીને ગણીપદ મળ્યું હતું એવું જણાવેલ હોવાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે આચારાંગાદિનો અધિકાર સાધુઓ સિવાયને નથી. વળી વ્યવહારસૂત્રમાં સૂત્રોની વાંચનાના અધિકારમાં સાધુઓને પણ નિશીથાદિ અધ્યયનનો અધિકાર તત્કાળ દીક્ષાની સાથે ન આપતાં ત્રણ આદિ વર્ષોનો પર્યાય થયા પછીજ અધિકાર આપેલો છે તે પણ સ્પષ્ટ જણાવે છે કે સાધુઓનેજ સૂત્ર અધ્યયનનો અધિકાર છે. વળી શ્રીનિશીથસૂત્રમાં ગૃહસ્થ કે અન્ય તીર્થીને સૂત્રોનું અધ્યયન કરવા કરાવવા કે તેમાં સામેલ થનારાને પ્રાયશ્ચિત કહ્યું છે. એ ઉપરથી પણ શ્રાવકને સૂત્રનો અધિકાર ન હોય એમ સ્પષ્ટ થાય છે. વળી સ્થાનાંગ આદિ સૂત્રોમાં જ્યાં અસ્વાધ્યાય વર્જવાનો અધિકાર છે, ત્યાં પણ સાધુને ઉદ્દેશીનેજ અસ્વાધ્યાય વર્જવાનો કહેલ હોવાથી સૂત્રના અધિકારી સાધુઓજ હોય એમ સ્પષ્ટ થાય છે. વળી ધર્મદેશના દેવામાં મુખ્યતાએ છજીવનિકાયની દયા ધ્યેય તરીકે રહેવી જ જોઇએ અને ગૃહસ્થ ત્રસકાયની પણ યથાયોગ્ય સંપૂર્ણ દયા ન કરી શકનારા હોઈ જે છકાયની દયાની વાત કરે તે કેવળ હાંસીને પાત્ર જ થાય અને જો છકાયની દયાના ધ્યેયને ગૌણ કરીને ધર્મકથન કરે તો જીનેશ્વર મહારાજનું શાસન જ વિપરીત ધ્યેયવાળુ ગણાઈ જાય. તેવી રીતે સર્વ પાપને વર્જવાનો પ્રથમ ઉપદેશ દેવો યોગ્ય હોઈ આશ્રવમાં પ્રવર્તેલો તે સર્વ પાપના ત્યાગનો ઉપદેશ ગૌણ કરી દે તે સ્વાભાવિક છે. આજ કારણથી આજકાલના નવયુવકો ચાલુ જમાનાને સમ્યગુદર્શન જ્ઞાનચારિત્રરૂપી ત્રણે રત્નની પ્રધાનતાવાળો ન કહેતા જ્ઞાનોદ્યોતનો બુદ્ધિવાદનો યુગ છે એમ કહેવા બહાર પડે છે અને તેજ ધ્યેય રાખીને દીક્ષાની વિરૂદ્ધતા યેનકેન પ્રકારેણ કરવા તૈયાર થાય છે. મોક્ષનું ધ્યેય સિદ્ધ કરવા માટે ચારિત્રયજ
અદ્વિતીય સાધન છે અને તે ચારિત્રના પાલન માટે જ્ઞાનની જરૂર છે. એવી માન્યતાવાળાઓ ત્રણે રત્નની સરખી રીતે આરાધના કરી શકે છે. માટે દીક્ષિતોને જ આચારાંગાદિ સૂત્રોનો અધિકાર હોય તે સ્વાભાવિક છે.
પ્રશ્ન ૬૫૭-યથાખ્યાત ચારિત્રનું લાયકપણું તો કર્મગ્રંથ અને બીજા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે પણ પ્રાણાતિપાત વિરમણ વિગેરે મહાવ્રતો પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ હોઇ સંકલ્પ વિકલ્પરૂપ ગણાય અને તેથી સોળે કષાયના ક્ષયરૂપ ચારિત્રના ક્ષાવિકભાવમાં સંકલ્પવિકલ્પ હોવાનો અસંભવ ગણી મહાવ્રતોનું તે દશામાં અવસ્થાન કેમ મનાય ?
સમાધાન- મહાવ્રતો પ્રત્યાખ્યાનમય હોઈ તે આત્મસ્વરૂપે છે અને તેથીજ ત્રીજી ચોકડીનું નામ પ્રત્યાખ્યાનાવરણ એવું રાખવામાં આવ્યું છે. જો પ્રત્યાખ્યાન આત્મસ્વરૂપ ન હોય અને તે આત્માના ગુણરૂપ ન હોય તો ત્રીજી ચોકડી કોનો ઘાત કરે ? અને અભવ્ય મિથ્યાર્દષ્ટિને પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયની સત્તા કે ઉદય માનવાની જરૂર રહે નહિ તેથી મહાવ્રતરૂપી પચ્ચકખાણ આત્માના ગુણરૂપે માનવા જોઇએ અને તેથી તે મહાવ્રતોનો સદ્ભાવ ક્ષાયિક ભાવમાં માનવામાં અડચણ નથી અને આચાર્ય શ્રીમાનું અભયદેવસૂરિજી પણ જણાવે છે કે “મહાવ્રતાનાં ક્ષયિકાઃ ભાવતા મંતવા' એટલે મહાવ્રતો પણ ક્ષાયિકાદિ ભાવરૂપ છે અને તેથી તે મહાવ્રતો મંગળ સ્વરૂપ છે. વળી કેવળીને જાણવાના ચિહ્નોમાં પણ પ્રાણનો અતિપાતન કરનાર ન હોય વિગેરે મહાવ્રતોને જણાવવામાં આવે છે અને કેવળી મહારાજને ચારિત્રનો તો ક્ષાયિકમાવજ હોય છે. તેથી પણ ક્ષાયિકભાવે મહાવ્રતો માનવામાં અડચણ લાગતી નથી.
પ્રશ્ન ૬૫૮-ઘણે સ્થાને જે હકીકત મૂળ ગ્રંથમાં કે સૂત્રમાં નથી હોતી માત્ર તેની ટીકામાં જ હોય છે છતાં તે હકીકતને તે તે ગ્રંથની કે સૂત્રની વૃત્તિઆદિને નામે ન કહેતા મૂળ ગ્રંથને નામે કહેવામાં આવે છે તે સાચું કેમ ગણાય?
સમાધાન- આવશ્યકાદિ શાસ્ત્રોમાં મૂળગ્રંથ અને તેની વ્યાખ્યારૂપ અનુયોગને કથંચિત્ અભેદરૂપે જણાવે છે, તેથી મૂળગ્રંથ કે સૂત્રના નામે વ્યાખ્યામાં કહેલી હકીકત મૂળસૂત્ર કે ગ્રંથને નામે કહેવામાં અડચણ નથી.
પ્રશ્ન ૬૫૯-વર્તમાન કાળમાં સૂત્રોની વ્યાખ્યા કરતાં નયોદ્વારા વ્યાખ્યા કરી શકાય કે નહિ? અને કરી
Page #409
--------------------------------------------------------------------------
________________
તા.૩૦-૩-૩૪
૩૦૯
શ્રી સિદ્ધચક્ર શકાય તો કેટલા નથી અને કેવા પુરુષને આશ્રીને અને કોણ કરે?
સમાધાન- સૂત્રની વ્યાખ્યાના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય એવા ચાર દ્વારો છે. જીનેશ્વર મહારાજના શાસનમાં કોઇપણ સૂત્ર કે અર્થ નયઅપેક્ષા વગરનો નથી, અને તેથી દરેક સૂત્રની વ્યાખ્યામાં નય નામનો અનુયોગ હોવો જ જોઈએ, પણ આર્યવજસ્વામીજી સુધી અપૃથકત્વપણે અનુયોગ હોવાથી નયની વ્યાખ્યા સંપૂર્ણ હતી, પણ આર્યરક્ષિતસૂરિજી પછીના કાળમાં પૃથકત્વઅનુયોગ હોવાને લીધે કાલિકાદિ શાસ્ત્રો નય વ્યાખ્યા શૂન્ય માનવામાં આવેલા છે અને તેથીજ શીલાંકાચાર્ય અને વાદિવેતાલ શાંતિસૂરિજી સરખા ધુરંધર આચાર્યો ચારાંગ અને ઉત્તરાધ્યયનની ટીકા વિગેરેમાં દરેક સૂત્રે નયની વ્યાખ્યા કરતા જ નથી અને અધ્યયન અને શ્રુતસ્કંધ કે શાસ્ત્રની સમાપ્તિમાં માત્ર જ્ઞાન ક્રિયા રૂપી બે નયદ્વારાએ જ નયનો અનુગમ કરે છે. છતાં પણ પૃથકત્વાનુયોગમાં પહેલા ત્રણ નયે કરીને પ્રચુરતાએ અધિકાર વ્યાખ્યા ગણવામાં ગણાય છે. પણ તે અધિકાર વ્યાખ્યા કરનારો નયવાદમાં અત્યંત કુશળ હોય અને વ્યાખ્યા સાંભળનારો પણ નય અધિકારમાં મુંઝાય એવો ન હોય તોજ તે ત્રણ નયેપણ સૂત્રની વ્યાખ્યા કરવાનો અધિકાર શાસ્ત્રકાર જણાવે છે.
પ્રશ્ન ૬૬૦-શુકલપાક્ષિક જીવોને કેટલો સંસાર અવશેષ હોય ?
સમાધાન- સ્થાનાંગસૂત્રની ટીકા વિગેરેમાં જીવોના કૃષ્ણપાક્ષિક અને શુકલપાક્ષિક એવા બે વિભાગ પાડતા જે જીવોને અપાઈ પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી હોય તેઓને શુકલપાક્ષિક ગણાવ્યા છે. જો કે સમ્યકત્વની પ્રાપ્તિ પછી પણ અપાઈ પુદ્ગલ પરાવર્ત સંસારજ શેષ હોય છે તો પણ શુકલપાક્ષિકપણાના અંગે કોઇ પણ જાતિમાં કે કોઈ પણ ગતિમાં જીવ રહ્યો હોય છતાં કેવળી મહારાજની દૃષ્ટિએ અપાઈપુદ્ગલમાં મોક્ષે જવાનો હોય તો તેને શુકલપાક્ષિક કહી શકાય, અને સમ્યકત્વની પ્રાપ્તિ તો સંક્ષિપંચેન્દ્રિયપણામાંજ હોય, અને સમ્યકત્વની પ્રાપ્તિ પછી ઉત્કૃષ્ટો કાલ અપાઈ પુગલ પરાવર્ત જેટલા સંસારનો છે અને તેટલો બધો કાળ સમ્યકત્વ પામ્યા પછી કોઈકજ જીવ રખડે છે. કેટલાક જીવો તો સમ્યકત્વની પ્રાપ્તિના જ ભવમાં કે સાત આઠ ભવમાં મોક્ષે જાય છે, પણ શુકલપાક્ષિક જીવ તો નિયમિત અપાઈ પુગલ પરાવર્ત સંસાર બાકી રહે ત્યારથી જ ગણાય છે. એટલે સર્વ શુકલપાક્ષિક થતા જીવોને નિયમિત અપાઈ પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી હોય છે. ક્રિયાવાદી એટલે યથાસ્થિત નવતત્વને ન માનનાર છતાં પણ જૈનદર્શનની ક્રિયામાં નહિં આવ્યો છતાં પણ જે મોક્ષની ઇચ્છાવાળો હોય તેને તે ઇચ્છાએ ક્રિયા કરનારને જે શુકલપાક્ષિક કહેવાય છે તે એક પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી હોય તેની અપેક્ષાએ કહેવાય છે. એટલે ક્રિયાવાદીની અપેક્ષાએ કહેવાતા શુકલપાક્ષિકને એક પુલ પરાવર્ત સંસાર શેષ હોય એમ માની શકાય અને તેથીજ ભગવાન હરિભદ્રસૂરિજી પણ જણાવે છે કે એક પુગલ પરવ્રતથી વધારે શેષ સંસાર જે જીવને બાકી હોય તે જીવને મોક્ષની ઇચ્છા થાયજ નહિં. અને તેથી જ મોરવાસગોવિ નન્નત્થ એ વિગેરે વચનો કહેવામાં આવેલા છે.
પ્રશ્ન ૬૬૧-આદેશ શબ્દનો અર્થ શો ?
સમાધાન- પડિલેહણાના અધિકારમાં જે રેખા દેખવાદિક ત્રણ વ્યાખ્યાઓ છે તેને આદેશ કહેવામાં આવે છે તથા અપકાયની મિશ્રિતાના અધિકારમાં પરપોટા શમવાઆદિક ત્રણ આદેશો કહેવામાં આવે છે. તે જગા પર આદેશત્રિક શબ્દનો અર્થ ત્રણ મત એવો કરવામાં આવે છે, અને તેજ જગા પર અનાદેશ શબ્દનો અયોગ્ય મત એવો અર્થ કરવામાં આવે છે. એવી રીતે મતિશ્રુતજ્ઞાનના અધિકારમાં આદેશ શબ્દથી સૂત્ર અથવા પ્રકાર એવો અર્થ કરવામાં આવે છે અને ઓધ આદેશ પદની વ્યાખ્યા કરતાં આદેશ શબ્દનો અર્થ પ્રકાર એવો કરવામાં આવે છે. તેવી રીતે આવશ્યક નિયુક્તિમાં પાંચસે આદેશો અબદ્ધ સૂત્ર તરીકે ગણાવેલા છે તેમાં આદેશ શબ્દનો અર્થ હકીકત એવો કરવામાં આવેલો છે. આ ઉપરથી આદેશ એટલે વ્યાખ્યા, મત, સૂત્ર, પ્રકાર અને હકીકત વિગેરે કરવા યોગ્ય જણાય છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર
૩૧૦
8 સુધા-સાગર ,
(નોંધ :- સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી ઉદ્ભૂતકરેલ કેટલાક સુધાસમાન વાકયબિંદુઓનો સંગ્રહ ભવ્યજીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે આપીએ છીએ.
(તંત્રી)
૧૦૪૩ જન્મ લેવો એ બાવળના રોપવા સરખું છે. મૃત્યુ વેરાયેલા કાંટા સમાન છે. જન્મરૂપી બાવળ
રોપ્યાજ કરવા અને મૃત્યરૂપી કાંટાથી ભય પામવો એ એક બાલિશતા છે. ૧૦૪૪ અનંતા વખતથી આ જીવ રખડયા કરે છે તેનું કારણ એકજ છે કે તે મૃત્યુથી ડરે છે, પણ જન્મથી
ભય પામતો નથી. હજુ સુધી જન્મથી ડર્યો નથી. ૧૦૪૫ મરણથી ડરેલો માર્ગ ભૂલેલો છે જ્યારે જન્મથી ડરનારો માર્ગ પર આવેલો છે. ૧૦૪૬ નવપદમાં રહેલા પાંચ પરમેષ્ઠીઓ સંસારી નથી પણ સંસારનો સર્વથા ત્યાગ કરી દીક્ષિત થયેલા
પરમતારક મહર્ષિઓ છે. ૧૦૪૭ દીક્ષા એ સર્વ ભયથી મુક્ત કરાવનારી અને એકાત્તે નિર્ભયસ્થાન અને શાશ્વત સુખ સમર્પનારી
ચીજ છે. ૧૦૪૮ આધિને અટકાવનારી, વ્યાધિને વિદારનારી, ઉપાધિને ઉચ્છેદનારી, સંતાપને શમાવનારી મદોન્મત્ત
એવા જૂર કર્મરાજાને પલકારામાત્રમાં નમાવનારી એ પરમ પવિત્ર દીક્ષાજ છે. ૧૦૪૯ દ્રવ્યથી એટલે બાહ્ય ઘર છોડયા વગર તીર્થકરોને પણ સાધુપણું શાસ્ત્રકારે માન્યું નથી. ૧૦૫૦ જન્મ, જરા, મૃત્યુ આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરપુર એવા અનાદિઅનંત સંસારમાં જીનેશ્વરોએ
આચરેલી અને કહેલી એવી પવિત્ર પ્રવ્રજ્યા પ્રાણીઓને ઘણીજ દુર્લભ છે. ૧૦૫૧ જ્યાં સુધી આ જીવ કર્મની સત્તામાં જકડાઈ રહ્યો છે ત્યાં સુધી અનંતા દુઃખો ભોગવી રહ્યો
છે અને ત્યાં સુધી રાગ, દ્વેષ અને મોહની શ્રેણી ચાલુ છે અને ત્યાં સુધી જન્મમરણની પરંપરા
પણ ચાલુજ છે. ૧૦૫ર અહીં સંસારમાં રહ્યા છતાં મોક્ષ સુખની વાનગી પ્રશમ અને સમતા રસમાં તરબોળ થયેલા એવા
મુનિઓજ અનુભવી રહ્યા છે. ૧૦૫૩ જીનેશ્વર મહારાજની પરમ પવિત્ર દીક્ષા કોઈ અધમ પુરુષો કે હીણભાગીજ પામી શકતા નથી.
ભાગ્યશાળી પુરુષો તે દીક્ષાનો સહેલાઈથી પાર પામી શકે છે. ૧૦૫૪ સાધુને દાનમાં અપાતો રોટલીનો ટૂકડો કે વાટકી પાણી તે નિગ્રંથપણું પ્રાપ્ત કરવાના દસ્તાવેજ
ઉપરની સહી છે. ૧૦૫૫ અહીં મેળવેલા પદાર્થો મરતી વખતે સાથે લઈ જઈ શકાય તેવા પ્રકારની શોધ હજુ સિદ્ધ થઈ નથી
કદાચ સિદ્ધ થઈ જાય તો માતા પિતા, પુત્ર, પુત્રી સ્ત્રી માટે કંઈ રાખતો જાય ખરો?
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૧૧
તા.૩૦-૩-૩૪
શ્રી સિદ્ધચક્ર માંગણીનો સ્વીકાર,
નોંધઃ- શ્રી મુંબઈ જૈનયુવક મંડળની પત્રિકામાં પૂર્વે છપાઈ ગયેલી શરૂઆતની દેશનાઓ વાંચવાને ઉત્સુક બનેલા ગ્રાહકોએ વારંવાર માંગણી કરેલી હોવાથી તે અત્રે અપાય છે. (અગીયારમાં અંકથી ચાલુ) તંત્રી.
'આગમોદ્ધારકની અમોઘ દેશના. શંકા-આવી એક દીક્ષા ન થઈ હોત તો શું હતું? અને કદાચ થઈ તો તે જ્ઞાની હતા?
સમાધાન-આજની દીક્ષામાં જે બને છે તે જ્ઞાનીએ દીઠેલું કે નહિ અને છે તો તમારો બચાવ ચાલી શકશે નહિ. કારણ એક દીક્ષાની પાછળ આટલું વિપત્તિનું વાદળ તૂટી પડશે એવું જાણીને તે ડુંગરા જેટલી વિપત્તીઓની દરકાર કર્યા વગર પ્રભુ મહાવીરદેવે દીક્ષા આપી છે, તો પછી ભયંકર બનાવો બનશે અગર ભયંકર બનાવો નહિ બને તે વાતની અમને માલમ નથી તો પછી અનેક આફતો ભવિષ્યમાં આવી પડશે તે સંભવ માત્રથી સબુરી કરવી તે પાપશ્રમણપણું છે.
શ્રેણિકના એક પણ રૂંવાટાંમાં થતું નથી કે મહાવીરે નખોદ વાળ્યું, વચન માત્રથી નથી બોલતો કે વૈભવરૂપી લીલા વનમાં લાહ્ય મૂકી, મનમાં સંકલ્પ સરખો પણ નથી આવતો કે અપૂર્વ ભક્તિનો બદલો ભગવાને વાળ્યો વિગેરે આત્મઘાતક અધ્યવસાયને ઘડીભર હૃદયમાં સ્થાન નથી.
સર્વસ્વના ભોગે પણ તત્વ ઉપર સમકિતિને અરૂચિ નજ થાય. આટલા જુલ્મમાં દીક્ષા ઉપર અરૂચિ ન થઈ તે મનુષ્ય સાધુ ઉપર કેટલો રાગી હશે, અને સાધુની હિંસામાં તે કેટલો વેષી બનતો હશે ? સોનીની ધ્યાન બહાર શ્રેણિકની આ દશા નહોતી રહી પણ સન્મુખ તરી રહી હતી. સોનીએ દેખ્યું કે એકજ રસ્તો છે. અને તે એ કે પડી રહેલ ઓધો, અને મુહપત્તિી પકડી લઉં એવો વિચારના વમળમાં વધ્યો !!! બીજું કંઈ નહિ. પરિણામની પરાકાષ્ટાએ પહોંચ્યો અને અંતે લીધો, સાધુ બન્યો. એટલામાં સાધુના નાશની વાત સાંભળી ઘરતીને કંપાવતો શ્રેણિક ત્યાં આવ્યો અને એકજ વચન કહે છે કે જો છોડયું તો તને અને તારા કુટુંબના એકેએકને અવળી ઘાણીએ પીલી નાખીશ. દુખગર્ભિત વૈરાગ્યમાં ડુબેલ છે તે શ્રેણિક સમજી શકયો છે કારણકે નહિ તો ઉપરના ઠપકાપાત્ર વચન બોલે નહિ. ધનભાગ્ય! મહાભાગ્યશાળી ઈત્યાદિ વચનો દ્વારા એ અનુમોદના નહિ કરતાં આ છોડયું તો આખા કુટુંબને અવળી ઘાણીએ ઘાલીને પીલી નાંખીશ. એ જે કહ્યું છે તે સાધુપણું પણ દુઃખગર્ભિત. આવી દુઃખગર્ભિત દીક્ષાને પણ આવશ્યક ચૂર્ણાના કર્તા શાસકાર મહારાજા પણ વંદન નમસ્કાર કરે છે. ધર્મસારથિ.
ચડાય તો અન્યાયથી અગર ન્યાયથી મહાવીરનો ધ્વજ (રજોહરણ) આવ્યો તેનો વાંકો વાળ થાય તેમ નથી તેથી પકડયો છે, જો છોડયું તો ફેર ગુન્હેગાર છે આનું નામ દુઃખગર્ભિત તમારામાંથી મોક્ષ શું ચીજ છે તે કોણે સાંભળ્યું નથી.
Page #412
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૩-૩૪
૩૧
શ્રી સિદ્ધચક્ર સંસાર એ દુઃખ છે એ કોણ નથી સમજતું, સંવર નિર્જરાથી જલ્દી મોક્ષ થાય છે એ પણ કોણ નથી સમજતું, બલ્ક જૈન કુળમાંથી ઘણાઓ સમજે છે. દુનિયાદારીના દુઃખો એ પણ શાનગર્ભિત વૈરાગ્યને જગાડનાર છે; અને તેથી દુનિયાદારીના દુઃખોથી ત્રાસ પામીને કલ્યાણ માર્ગે સંચરનારાઓ પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાનો છે અને તેઓ નિઃશંકપણે પ્રભુ શાસનમાં પરમ પદના સ્થાનની શોભારૂપ છે.
સનકુમારને રોગ થયો તે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યને જગાવનાર બન્યો. દુઃખથી દુભાયેલાઓને દેખીને દુઃખગર્ભિત વૈરાગ્યવાન કહેવા લલચાઓ નહિ કે જે લાલચની પાછળ અગર વાણીના વિલાસની વાંસે લખલૂંટ ચારિત્રાવર્ણી આદિ કર્મના બંધનો છે !!! પંચાગ્નિ તપે, તે રાજરિદ્ધિ માટે, ઘોર તપસ્યા તપે તે દેવલોક આદિની રિદ્ધિ માટે, અભવ્યો વિના કષ્ટાદિ તપ તપતા તપસ્વીઓ બધા દ્રવ્ય ચારિત્રીયા કહેવાય, અને મિથ્યાત્વીના તપ વિગેરે તે મોહગતિ વૈરાગ્ય.
ત્યાગમાર્ગમાંથી ભોગમાર્ગ પ્રત્યે ઇચ્છાપૂર્વક જવાવાળાઓને પણ પરાણે યુક્તિ કરીને રાખ્યા, મેઘકુમાર એક રાતમાં કંટાળ્યો, પ્રભુ પાસે આવી ઉભો રહ્યો, જવાની માંગણી કરે તે પહેલાં પ્રભુ કહે છે કે ભો ! મેઘકુમાર ! આજ રાત્રે તને આવો વિચાર થયો ? અસીલની આજીજી વગર ન્યાયમંદિરમાં ન્યાયધીશો પણ ધ્યાન આપતા નથી પણ આ નિર્મળ ન્યાયમંદિરની નીતિ રીતિ દુનિયાથી ઉલટીજ છે, ભગવાને કીધું તે સાંભળ્યું પણ સાંભળતાની સાથે તારા ભાવ નથી, માટે તારી ઇચ્છામાં આવે તેમ કર તેવું વચન ન કીધું.
પૂર્વ જન્મમાં તે સામાન્ય દયા માટે આટલું સહન કર્યું છે તો આ ભવમાં ધર્મના અંગે તારા આત્મા માટે સહન કર, નજીવા વર્તમાન દુઃખ દેખી દુઃખી થઈશ નહિ પણ ભાવિમાં અનર્ગળ લાભ તરફ નજર કર વિગેરે વિગેરે વધુ પ્રેમાળ ધર્મ વચનોથી સ્થિર કર્યો કે જે સ્થિરતાને પરિણામે ચક્ષુ વગર સર્વ શરીર વોસરાવવા તૈયાર થયો.
ઉન્માર્ગમાં ધસી પડતાં હરકોઈ જીવ માટે ધર્મી જીવ તે જીવને ધર્મમાં સ્થિર કરવા માટે પોતાથી બનતું બધું કરી શકે, પ્રભુ શાસનના પૂજારીઓને પતિતો પ્રત્યે પાટુ મારવાનું ન હોય, પણ પ્રભુ માર્ગથી પડતા પ્રત્યે પવિત્ર વૈરાગ્ય માર્ગનું આલંબન ટેકારૂપે ધારણ કરવાનું હોય, બલ્બ તે ન બની શકે તો વિનીત વચનનોરૂપવારથી નવપલ્લવિત કરવા ચૂકવું નહિં, અને તેથીજ પ્રભુએ ઉન્માર્ગે જતાં તે મેઘકુમારને ઠેકાણે લાવ્યા અને તેથીજ ધમ્મુ સરહi એ સાર્થક બિરૂદને ધારણ કરવાવાળા ધર્મ સારથિ તીર્થંકરદેવો અખિલ વિશ્વમાં અધાપિ પર્યત વિજયવંત વર્તે છે.
(અનુસંધાન માટે જુઓ સિદ્ધચક પ્રથમ વર્ષ પાને ૩૩)
Page #413
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
' સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ. મુલ્ય અંક પંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રીશ્રીપાલ ચરિત્ર (પ્રાકત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમૂલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો
૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાધ). ૬-૦-૦ ૫૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ પ૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહદ્રવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફ અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઉત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૭૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર. ૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજાષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રી ચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર .. ૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-પ-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયગ્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
• ૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઇપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #414
--------------------------------------------------------------------------
________________
શ રૈલોકયનાથ ભગવાન મહાવીર જ
જે મહાપુરુષના અવ્યાબાધ પ્રભાવશાળી વચનથી વર્તમાનકાળમાં ભવ્ય પ્રાણીઓ હેયઉપાદેયનું ભાન કરી વર્જવાલાયક આરંભપરિગ્રહ તથા વિષયકષાયથી વિરમવાપૂર્વક આત્માના સ્વરૂપમય સમ્યગુદર્શનશાન અને ચારિત્રને પરમ શ્રેયસ્કર હોઈ આદરે છે અને અનંત દુઃખમય સંસાર સમુદ્રથી પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે તે બીજા કોઇજ નહિ પરંતુ ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર મહારાજા વર્તમાન શાસનના માલિક જ છે.
યાદ રાખવાની જરૂર છે કે બુદ્ધિશાળી મધ્યસ્થ પુરુષોએ પરમેશ્વરને ભૌતિક પદાર્થના અવનવા ઉત્પાદ, સ્થિતિ કે નાશને અંગે પૂજ્ય માનેલા હોતા નથી પણ જગતભરના દુઃખાર્ત અશરણ આત્માઓને આત્માનું અવ્યાબાધ સ્વરૂપ જણાવી, તેના માર્ગો સમજાવી, તેને અમલમાં મેલવા સાધનો બતાવી કોઇપણ પ્રકારના તફાવત વિના અવ્યાબાધ મોક્ષપદને પ્રાપ્ત કરાવવા તૈયાર થનાર પરમ જ્ઞાની યથાર્થ તત્વ ઉપદેશક મહાપુરુષને પરમેશ્વર તરીકે માનેલા હોય છે, અને એવાજ મહાપુરુષ વર્તમાન શાસનના પ્રણેતા ભગવાન મહાવીર છે.
સામાન્યદૃષ્ટિએ અનાદિકાલના મહાબળવાન કર્મપટલના આવરણથી જીવોમાં ગુણનો આવિર્ભાવ નથી હોતો છતાં પૂર્વભવના પુણ્યના યોગે જેઓને મનુષ્યત્વાદિક સામગ્રી મળી છે તેઓને મહાપુરુષોના વચનોનું શ્રવણ મળતાં આત્માના અવ્યાબાધ ગુણોનું ભાન થવા સાથે તેની પરાકાષ્ઠાપ્રાપ્તિને પરમ પુરુષાર્થ તરીકે માનવાનું થાય છે, છતાં તે પરાકાષ્ઠા પામવાનું સામર્થ્ય તે જ્ઞાનાદિકની પરાકાષ્ઠાને પામેલા મહાપુરુષોની દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારની ભક્તિરૂપી ગંગાપ્રવાહથી કર્મપટલ તણાઈ જવાને જ લીધે મેળવી શકાય છે અને તે ભક્તિનો પરમ પ્રકર્ષ તે મહાપુરુષના ગર્ભાદિક કલ્યાણક દિવસોને ઉદ્દેશીને અવિચ્છિન્નપણે વહે એ હકીકત વાચકોના અનુભવથી બહાર નથી. આજ કારણથી અસંખ્યાત કોડાકોડ જોજન દૂર રહેલા અને વિષયમાં અત્યંત આસકત એવા પણ ઈદ્રાદિક દેવો ભગવાનના ગર્ભજન્માદિકને ઉદ્દેશીને અહીં નંદીશ્વરદીપે અઠ્ઠાઈ મહોત્સવ કરવા આવે છે.
ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી પંચાશકશાસ્ત્રની અંદર સ્પષ્ટપણે ફરમાવે છે કે સૈલોકય પૂજિત ભગવાન તીર્થકરોના કલ્યાણક દિનોને ઉદ્દેશીને દરેક ભવ્યોએ દ્રવ્યભાવભકિત વિગેરેમાં જરૂર પ્રવૃત્ત થવું જોઈએ. જે મનુષ્યો ભગવાનના કલ્યાણક મહોત્સવના દિવસોએ દ્રવ્યભાવભક્તિ વિગેરેથી ભગવાનની આરાધનામાં વિશેષ પ્રવૃત્ત થતા નથી, અને સાંસારિકના જન્મ વિવાહ આદિ જેવા કૃત્યને અંગે ભગવાનની આરાધનામાં વિશેષ પ્રવૃત્ત થાય છે તેઓ વસ્તુતઃ ભગવાનની સાચી આરાધનામાં પ્રવર્તેલા નથી એમ સમજવા કે કહેવામાં બાધ નથી. આજ કારણથી વર્તમાન સમયમાં પણ
(અનુસંધાન ટાઈટલ પા.૨)
Page #415
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
27/12ER215
MOTEC
Page #416
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પેજ ૪નું અનુસંધાન)
સમસ્ત કુટુંબનો કારભાર ચલાવનાર એવા રાગને વૈરાગ્યરૂપી યંત્રથી ચરી નાખે છે, એ રાગના સગાભાઇ દ્વેષને મૈત્રીરૂપી બાણથી હણી નાખે છે, રડતા એવા ક્રોધને ક્ષમારૂપી કરવતથી વહેરી નાખે છે, ક્રોધનો ભાઈ એવો જે માન અને જે દ્વેષનો પુત્ર છે તેને કોમળતારૂપી કરવાલે મારી નાખી હાથ પણ ધોતા નથી, માયારૂપી જોગણને સરળતારૂપી દંડે દળી નાખે છે, ભયંકર એવા સાધુઓ નિર્લોભતારૂપ કુહાડાથી લોભના કટકે કટકા કરી મૂકે છે, રાગ બંધાવામાંજ તત્પર એવા કામને માકડની માફક દાબીને મારી નાખે છે, જબરદસ્ત ધ્યાનરૂપી અગ્નિથી શોકના સંયોગને બાળી મૂકે છે, નિડર એવા મુનિઓ અત્યંત પ્રેમ ધરાવનાર ભયને ધીરતારૂપ બાણે કરી ભેદી નાખે છે, હાસ્ય, રતિ, દુગંછા અને અતિરૂપી ફોઇઓને વિવેકશક્તિથી સાધુઓ પહેલે નંબરે ફાડી નાખે છે.
વળી કર્મના કુટુંબી તરીકે રહેલી પાંચ ઇંદ્રિયોને સંતોષરૂપી મોગરે કરી સાધુઓ નાશ કરે છે. તત્ત્વથી કર્મકુટુંબના જે જે સંબંધીઓ જન્મે છે તેઓને જન્મવાની સાથે જ કર્મને દારવામાં કઠિન કાળજાવાળા સાધુઓ મારી નાખે છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી અંતરંગ પ્રધાન કુટુંબમાં આ સાધુઓ હંમેશાં બળ વધારે છે અને બલિષ્ઠ થયેલા તે અંતરંગ સૈન્યથી ધ્રૂજી ઉઠેલું આ કર્મકુટુંબ આ સાધુઓને તથા તેના ભકતોને કોઇ દિવસ પણ નુકસાન કરી શકતું નથી. વળી તે કર્મકુટુંબને પોષનાર છે એમ જાણી દુનિયાદારીનું માતપિતા વિગેરે કુટુંબ સાધુઓથી હંમેશાં છોડાયેલું રહે છે. જ્યાં સુધી માતપિતાદિક ત્રીજાં કુટુંબ છોડાતુ નથી ત્યાં સુધી પુરુષાતનવાળા પણ સાધુથી કર્મરૂપી બીજું કુટુંબ જીતી શકાતું નથી, માટે જે કોઇની પણ ઈચ્છા ભયંકર સંસાર કારાગારથી છૂટી જવાની હોય તેણે આ તીર્થંકર મહારાજે આચરીને પ્રરૂપેલું અને પૂર્વકાલિન મહાપુરુષોએ કરેલું ભયંકર યુદ્ધ અવગાહવુંજ જોઇએ.
Page #417
--------------------------------------------------------------------------
________________
*
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखै : सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. તે મુંબઇ, તા. ૧૩-૪-૩૪ શુક્રવાર | વીર-સંવત્ ૨૪૬૦
વિક્રમ , ૧૯૯૦ ૦ આગમ-રહય. •
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ દ્રવ્યમાં નોઆગમ ભેદની તથા તેના પેટા ભેદોની જરૂર.
કોઈપણ વસ્તુના નિક્ષેપ કરતાં તેના અભિધાનને અંગે નામનિક્ષેપો, આકારને અંગે સ્થાપના નિક્ષેપો કર્યા પછી ભાવના કારણ તરીકે કે અપ્રધાનપણા તરીકે દ્રવ્યનિક્ષેપો જાણતાં અનુપયોગની અપેક્ષાએ ઉપયોગ વગરનો તે તે વસ્તુના સ્વરૂપને કે વસ્તુને કથન કરનારો મનુષ્ય આગમથકી દ્રવ્યનિક્ષેપો હોય તે
અંક ૧૪ મો.
}
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૧૪
તા.૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર ઉપરના વિવેચનથી સ્પષ્ટપણે સમજી શકાય તેવું છે, પણ ખુદ તે વસ્તુની અપેક્ષાએ જ્યારે દ્રવ્યપણાનો વિચાર કરીએ તો વસ્તુનું ભૂત અને ભવિષ્યનું સ્વરૂપ વિચારવું જોઇએ. તેમજ તે વસ્તુનો ઉત્પાત થવાનાં કારણો તપાસવાં જોઈએ અને જગતના તે રૂપે અને તે નામે કહેવાતા પદાર્થોનો વિચાર કરવો જોઇએ, અને તે સર્વ વિચાર દ્રવ્યથી નોઆગમના ભેદમાંજ કરી શકાય, કારણકે પૂર્વકાળ અને ભવિષ્યકાળના જે પર્યાયો થવાના હોય કે થયા હોય તે પર્યાયોની વિદ્યમાનતા હોય તો તે પદાર્થને દ્રવ્યરૂપ ન ગણી શકીએ પણ ભાવરૂપજ ગણવો પડે. અર્થાત્ દ્રવ્યપણાની વખતે ભૂત ભવિષ્યના પર્યાયો ન હોય પણ પૂર્વકાળે થઈ ગયા હોય કે ભવિષ્યકાળ થવાના હોય અને તેથી જ તેને દ્રવ્ય તરીકે કહેવું પડે.
આ ઉપરથી ભૂતકાળે થયેલા પર્યાયોની અપેક્ષાએ એક ભેદ અને ભવિષ્યકાળ થવાના પર્યાયોની અપેક્ષાએ બીજો ભેદ ગણીને શાસ્ત્રોમાં જે જ્ઞશરીર અને ભવ્યશરીર ભેદ કહે છે તે ભેદો માનવાની જરૂર સમજાશે. mશરીર અને ભવ્ય શરીરનો અર્થ અને તેની ભિન્નતા.
જે વસ્તુ જે પર્યાયના આવવાથી ભાવરૂપે ગણી શકાય છે તે વસ્તુ પૂર્વની વ્યવહારિક અવસ્થાને છોડી દે અને વિવક્ષિત ભાવઅવસ્થાને ન પામે તે વખતે તે વસ્તુને સામાન્ય દૃષ્ટિથી ભાવની નજીકતાની અપેક્ષાએ જ્યારે કારણ તરીકે માની દ્રવ્યપણે માનવી પડે તો તે વિવક્ષિત ભાવ સિવાયના બીજા પર્યાયો છતાં પણ વ્યવહારિક દૃષ્ટિએ તે ભાવની યોગ્યતા શરૂ થાય ત્યાંથી કારણપણું માની દ્રવ્યપણું શા માટે નું માનવું? અને જો તેવી રીતે વ્યવહારિક યોગ્યતા સુધી પૂર્વકાળમાં કારણતાની અપેક્ષાએ દ્રવ્યપણું માનવામાં આવે તો પછી વિવક્ષિત પર્યાયોનો નાશ થયો છતાં પણ વ્યવહારિક વસ્તુ કારણપણે વિદ્યમાન રહેલી હોય ત્યાં પણ દ્રવ્યપણું માનવામાં કોઈ જાતનો બાધ જણાતો નથી અને તેથી ભૂત અને ભવિષ્યમાં જે અવસ્થા હોય તેને દ્રવ્ય તરીકે ગણવામાં કોઈ અડચણ આવે નહિ. જો કે વર્તમાન ભવની અપેક્ષાએ શરીરનું યોનિ બહાર નીકળવું થાય તે વખતથી જ્યાં સુધી તે શરીરવાળો વિવક્ષિત અવસ્થાને ન પામે ત્યાં સુધી ભવિષ્ય પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય તરીકે ગણી શકાય, પણ એકલી શારીરિક દૃષ્ટિ નહિ લેતાં જેઓ ભવના કારણ તરીકે તે તે ભવના આયુષ્યને લે છે તેઓ આયુષ્યના બંધનને પણ દ્રવ્ય તરીકે લઈ પહેલાના ભવને તેમજ તે તે ભવના આયુષ્યના બંધન ને અને યાવતું આયુષ્યવેદનના અભિમુખપણાને ભાવી ભવરૂપી પર્યાયની અપેક્ષાએ દ્રવ્યપણે લઈ એક ભવિક બદ્ધાયુષ્ક અને અભિમુખ નામ ગોત્રપણાને દ્રવ્યપણે લે તેમાં કોઈપણ જાતનો બાધ કહી શકાય નહિ, પણ વ્યવહારિક દૃષ્ટિએ આખા ભવમાં રહેતો પર્યાય ભાવરૂપે ન લેવાય અને ભવના અમુક ભાગમાં થવાવાળો પર્યાય લેવાય ત્યારે વર્તમાન ભવમાં કારણપણે પરિણમવાવાળા શરીરની અપેક્ષાએજ દ્રવ્યપણું લેવું પડે અને તેથી જ શાસ્ત્રકારો નોઆગમથી દ્રવ્યનિપાના ભેદો જણાવતાં શરીરપદને આગળ કરે છે. શરીરપદને આગળ કરીને જ શાસ્ત્રકારો જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા શરીરપદે કરીને સહિત એવા દ્રવ્યથકી નોઆગમના ભેદો જણાવે છે એટલે કે જીવ, આયુષ્ય, ગતિ વિગેરે જો
Page #419
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૩૪
૩૧૫
શ્રી સિદ્ધચક્ર કે વિવક્ષિત પર્યાયના કારણો છે પણ વ્યવહારિક દૃષ્ટિ શરીરને આશ્રીને જ વધારે પ્રવર્તતી હોવાથી શરીરની અપેક્ષાએ નોઆગમથી દ્રવ્યનિપાનો વિચાર કરેલો જણાય છે. નિક્ષેપો કરનારના અગર સાંભળનારના પરિણામની ઉન્નતિ માટે કે સમજણ માટે નિક્ષેપાની પ્રરૂપણા જરૂરી ગણાય અને તેમાં મુખ્ય ભાગ તે કરનાર અને સમજનારની બુદ્ધિ જ ભજવે છે અને સામાન્ય રીતે નિક્ષેપો કરનાર કે સમજનાર વ્યવહારિક સ્થિતિએ વધારે પ્રવર્તેલો હોય તેથી તેને વ્યવહારિક સ્થિતિથી જ નિક્ષેપ કરવાનું કે સમજવાનું થાય અને તેથી જો કે આગમથકી ભાવરૂપ ઉપયોગનું કારણ જે જ્ઞાન તે અનુપયોગ છતાં આત્મામાં જ રહેલું હોય, તેમજ નોઆગમ ભાવમાં લેવાતા પર્યાયોનું અનુભવન કરનાર આત્મા હોવાથી તેનું પણ મૂળ કારણ આત્મા હોવો જોઇએ, અને ભૂત અને ભવિષ્ય કારણ તરીકે ભૂત અને ભવિષ્યકાળના પર્યાયમાં રહેલો આત્મા જ લેવો જોઇએ. છતાં એકલા આત્માથી વ્યવહાર નહિ કરતાં શાસ્ત્રકારોએ વ્યવહાર તરફ લક્ષ રાખનારા નિક્ષેપો કરનાર અને સમજનારની અનુકૂળતાએ ભૂત ભવિષ્યના પર્યાયવાળા આત્માની સાથે શરીરપદ આપી ભૂત ભવિષ્યની કારણતારૂપ દ્રવ્યપણું જણાવ્યું છે, અને તેથી જ નોઆગમથકી દ્રવ્યનિક્ષેપામાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા બે ભેદો વ્યતિરિક્તની સાથે રાખેલા છે. જો કે જ્ઞાન પર્યાયના કારણ તરીકે આત્માની માફક શરીર પણ ઉત્પાદન અંગે ઉપયોગી છે. છતાં વાસ્તવિક રીતિએ આત્માનો સ્વભાવજ જ્ઞાન છે, કોઈપણ પ્રકારે જ્ઞાન એ શરીરનો સ્વભાવ થઈ શકતું નથી અને તેથી જ્ઞાનના પૂર્વાપર કારણ તરીકે આત્માને જ લેવો જોઇએ. છતાં પૂર્વે જણાવેલ ઉત્પાદની અપેક્ષાએ શરીર કારણ હોવાથી તેને મુખ્ય ગણવું. નોઆગમ દ્રવ્યનિપામાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા શરીરની મુખ્યતાવાળા ભેદો લેવામાં આવ્યા. ભૂત અને ભવિષ્યના કારણોને નોઆગમ દ્રવ્ય તરીકે સરખા માન્યા છતાં પણ ભૂતપર્યાયની અધિકતા ગણી તેનેજ પ્રથમ સ્થાન આપ્યું હોય તેમાં આશ્ચય નથી અને તેથી જ્ઞશરીરનો ભેદ દ્રવ્ય થકી નોઆગમમાં લેવામાં આવ્યો હશે. ભૂતકાળનો પર્યાય જેણે જેણે જાણ્યો હોય તેને તેને તે પર્યાય ચાલ્યો ગયો હોય છતાં તે પર્યાય વગરની પણ પૂર્વની શરીરઅવસ્થા દેખીને પણ જે ભાવનો ઉલ્લાસ જાગે છે અને શીઘ્રતાએ જ્ઞાન થાય છે તે ભાવોલ્લાસ અને જ્ઞાન ભવિષ્યમાં થવાવાળા પર્યાયના કારણ તરીકે રહેલું સજીવ શરીર હોય તો પણ થતું નથી. એટલેકે તીર્થંકર મહારાજ, આચાર્ય મહારાજ કે સાધુમહારાજની તાત્ત્વિક દશાનો અનુભવ કરનાર મનુષ્ય શરીર આયુષ્યને ક્ષયે અચેતન થઈ ગયું હોય તો પણ તે વસ્તુને યથાસ્થિત રીતે જાણનાર અને માનનાર તે અચેતન શરીરને પણ દેખીને અપૂર્વ ભાવોલ્લાસમાં આવે છે, અને તેથીજ તીર્થંકરાદિના કલેવરોની પણ દેવ, મનુષ્ય અને વિદ્યાધરો વિગેરે અપૂર્વ ભાવોલ્લાસથી ભક્તિ કરે છે. તત્ત્વદૃષ્ટિએ વિચાર કરીએ તો ઉપકારની અપેક્ષાએ પૂજ્ય પુરુષોનું સ્મરણ કરી આરાધન કરનારને ઉપકારી પુરુષના સચેતન, અચેતનપણામાં કંઇપણ ફરક હોતો નથી, અને તેથીજ તીર્થકર મહારાજ વિગેરેની સચેતન અવસ્થામાં જેવી દર્શનીયતા, પૂજ્યતા અને આરાધ્યતા હોય છે તેવીજ દર્શનીયતા, પૂજ્યતા અને આરાધ્યતા મહાપુરુષોની અચેતન અવસ્થામાં પણ હોય છે. આજ કારણથી સમવસરણમાં પણ બારે પર્ષદાની વ્યવસ્થા ચારે ખુણામાં બરોબર થઇ શકે છે. જો
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૧
તા.૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર એમ ન હોય તો પૂર્વ દિશા સન્મુખ જ તીર્થંકરનું બેસવું થાય છે એમ જાણનારા અને દેખનારા જીવો નૈઋત્ય અને વાયવ્ય ખુણામાં કોઇપણ પ્રકારે બેસી શકત નહિ. અન્ય પુદ્ગલથી નિષ્પન્ન થયેલ એવું પ્રતિબિંબ જ્યારે મૂળ પર્યાયવાળી વસ્તુની માફક દર્શનીય, પૂજ્ય અને આરાધ્ય હોય તો પછી મહાપુરુષના ગુણોને લીધે દશ્યપણે જે શરીરની સેવા ભક્તિ કરી હોય તે શરીર ચેતના રહિત થાય તો પણ તેમાં દર્શનીયતા આદિ ન રહે એમ કેમ માની શકાય? કેમકે જ્ઞાનાદિક ગુણો જો કે આત્મામાં રહેવાવાળા હોય છે તો પણ તે જ્ઞાનાદિક ગુણોવાળો આત્મા કથંચિત અભેદપણે શરીરમાં રહેલો હોવાથી જ્યારે જ્યારે ગુણવાન આત્મા જોવાનો અને ઓળખવાનો પ્રસંગ પડ્યો ત્યારે ત્યારે તે શરીરધારા એજ તે આત્માને દેખ્યો, માન્યો, આરાધ્યો હતો. એટલે આત્માની સ્વતંત્ર આરાધના કોઈ દિવસ કોઈ ભક્તથી થતી નથી. જે કોઈપણ જ્ઞાનાદિયુક્તપણાને લીધે આરાધના થાય છે તે જ્ઞાનાદિવાળા આત્માના આધારભૂત શરીર દ્વારા એ થાય છે, અને તેથી જ ગુણવાન આત્માના ગુણોનું સ્મરણ, બહુમાન વિગેરે શરીરદર્શન દ્વારા એ જ કરી શકાય અને કરેલું હોય છે. વાસ્તવિક રીતિએ ગુણવાનોના ગુણો એ આરાધકમાં કલ્યાણ કરનારા જેટલે અંશે છે તેના કરતાં અધિક અંશે તે ગુણોનું જ્ઞાન, સ્મરણ અને બહુમાન કલ્યાણ કરનારા હોય છે, અને ગુણવાન આત્માના આધારભૂત શરીરને દેખવાથી તે ભાગ્યશાળી આત્માના જ્ઞાનાદિક ગુણોનું સ્મરણાદિ થઈ આરાધક બને તેમાં આશ્ચર્ય નથી, અર્થાત્ સચેતન એવા આરાધ્ય પુરુષના દર્શનાદિથી તેના સમ્યગદર્શનાદિ ગુણોનું જેમ જ્ઞાનાદિ થઈ આરાધકપણું થાય છે તેવીજ રીતે ચેતના રહિત એવા પણ મહાપુરુષોના શરીરને દેખવાથી તેમના સમ્યગુદર્શન આદિ ગુણોનું જ્ઞાનાદિ થાય અને તેથી કલ્યાણ સાધનારો મનુષ્ય તેવા કલેવરને પણ આરાધ્ય ગણે તેમાં આશ્ચર્ય નથી. પરમાર્થથી જ્ઞાનાદિ ગુણોના જાણવાપણા આદિથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને તે માત્ર આરાધક આત્માના પરિણામને આશ્રીને બને છે, અને તેના પરિણામ ચેતનાવાળા મહાપુરુષના શરીરને દેખીને કે ચેતના વગરના શરીરને દેખીનેજ કેવળ બને છે એમ નહિ પણ સચેતન કે અચેતન એ બેમાંથી એક પ્રકારનું શરીર ન દેખવામાં આવે અને અન્ય કોઈપણ કારણથી આરાધવા લાયક ગુણોનું જ્ઞાનાદિ થાય તો પણ આરાધના બની શકે છે, પણ આલંબન વિના જેમ પ્રાથમિક દશામાં ધ્યાનની ધારા થઈ શકતી નથી તેમ સામાન્ય પુરુષોને સચેતન કે અચેતન શરીર જેવા આલંબન સિવાય આરાધવા લાયક ગુણોના જ્ઞાન, સ્મરણ અને આરાધનાદિ બની શકતા નથી. માટે સચેતન કે અચેતન બંને પ્રકારના મહાપુરુષના શરીરો સમ્યગુદર્શનાદિના જ્ઞાન વિગેરેમાં આલંબનભૂત બને છે, અને તેથી આરાધ્યતમ એવા મહાપુરુષના અચેતન એવા પણ શરીરને દેખીને તેના સમ્યગુદર્શનાદિ ગુણો યાદ આવતાં તે અચેતન શરીર તરફ પણ કારણતાની બુદ્ધિએ નોઆગમ દ્રવ્યનિક્ષેપોમાંની પૂજ્ય ભાવના રહે છે તે અનુભવ સિદ્ધ છે. જો કે મહાપુરુષની કરવામાં આવેલી સ્થાપનામાં મહાપુરુષના ગુણોનું આરોપણ હોય છે તેવીજ રીતે મહાપુરુષના અચેતન શરીરમાં પણ આરાધ્ય
Page #421
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૩૪
૩૧૦.
શ્રી સિદ્ધચક્ર પુરુષના આરાધ્ય ગુણોનું આરોપવું થાય તે સ્વાભાવિક જ છે. ફક્ત ફેર એટલો જ છે કે સ્થાપનામાં સમાન આકૃતિદ્વારા આરાધ્ય ગુણોનો આરોપ થાય છે અને દ્રવ્યનિક્ષેપમાં નોઆગમ ભેદમાં કારણપણાને લીધે આરોપ કરી સ્મરણાદિ કરાય છે. કોઈપણ મનુષ્ય સ્થાપનામાં કે જ્ઞશરીર નામના દ્રવ્યનો આગમના ભેદમાં સર્વથા અભેદપણે આરાધ્ય પુરુષને માનેલો હોતો નથી, અને તેથીજ અદેવમાં દેવસંજ્ઞાનો અને અજીવમાં જીવસંજ્ઞાનો સદ્ભાવ માન્યો નથી. અને તેથી અદેવને દેવ માનવાનો અને અજીવને જીવ માનવાનો પ્રસંગ આવી મિથ્યાત્વ થવાનો અંશે પણ સંભવ નથી. કારણકે આરોપ કરનાર મનુષ્ય બંનેનું સ્વરૂપ લક્ષમાં રાખી હેતુ અને પ્રયોજનને અંગેજ આરોપ કરે છે. આરોપ બે પ્રકારના હોય છે. એક આરોપ ભ્રમ ઉત્પન્ન કરી જ્ઞાતાને અવળે માર્ગે દોરે છે. જેમ સીપોલીને રૂપાપણે જાણી જે પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાતાને સીપોલીને જ રૂપા તરીકે મનાવી મિથ્યા બુદ્ધિ કરાવે છે અને બીજો આરોપ મિથ્યા બુદ્ધિ ઉત્પન્ન કરતો નથી, પણ જ્ઞાતાને ઈષ્ટ સિદ્ધિના રસ્તામાં જોડે છે. આ આરોપમાં જ કાર્યમાં કારણનો આરોપ, કારણમાં કાર્યનો આરોપ વિગેરે અનેક પ્રકારના આરોપ થાય છે. અહીં દ્રવ્ય નિપાના અધિકારમાં વાસ્તવિક રીતિએ તો દ્રવ્યનિક્ષેપો માનવાથી આરોપ નથી. આરોપ તો ત્યારે જ થાત કે મહાપુરુષના શરીરમાં મહાપુરુષના વિશિષ્ટ જ્ઞાનાદિ ગુણયુક્તપણે માનત અને જો તેવી રીતે આરોપ કરીને જ માત્ર તે પુરુષના શરીરને માનવામાં આવે તો તે ભાવનિપામાં જ જાય પણ નિક્ષેપો કરનાર મનુષ્ય સ્પષ્ટપણે તે મહાપુરુષના શરીરને મહાપુરુષના જ્ઞાનાદિકની ઉત્પત્તિનું કારણ માનીને નોઆગમથકી જ્ઞશરીર નામનો દ્રવ્યભેદ માને છે. અગર મહાપુરુષની સ્થાપના માને છે, પણ નિક્ષેપાની રચના જાણ્યા પછી ભક્તિની તીવ્રતાવાળો મનુષ્ય તે કારણભૂત શરીરની કે તેના આકારની મહત્તા ધ્યાનમાં લે ત્યારે તે સ્થાપનાને તથા તે શરીરને આરાધવા તત્પર થાય છે. તે વખત આરાધના કરનારો તે સ્થાપનાને અચેતન શરીરમાં તે તે મહાપુરુષનો આરોપ જરૂર કરે છે અને તેથીજ શ્રીરાયપશેણી વિગેરેમાં ભગવાનની પ્રતિમાની પૂજાના અધિકારમાં “પુર્વ વાઝા નારંવા' એમ કહી આરાધક પુરુષે સ્થાપનાજીનમાં પણ સાક્ષાત્ જીનપણાનો આરોપ કરેલો સૂચવ્યો છે અને જંબુદ્વીપ પન્નત્તિ વિગેરેમાં કાળધર્મ પામેલા જીનેશ્વર મહારાજના શરીરની શુશ્રુષાને જીનભક્તિ તરીકે જે જણાવવામાં આવેલ છે તે પણ આરાધક પુરુષોની આરોપબુદ્ધિ ધ્વનિત કરે છે; અર્થાત્ આરોપ કરે ત્યારે સ્થાપના અને જ્ઞશરીર બંને ભાવરૂપ થાય છે અને આરોપ ન કરે ત્યારે તે સ્થાપનાને જ્ઞશરીર નામનો દ્રવ્યભેદ રહે છે.
આ બધી હકીકત વિચારતાં ભાવ તરીકે વિવક્ષિત વસ્તુના કારણ તરીકે ગણાતા દ્રવ્યનિપામાં ચેતના રહિત હોવાથી તે ભાવવસ્તુના જાણનારનું શરીર જેને જ્ઞશરીર કહેવામાં આવે છે તે ઉપયોગી છે એમ સ્પષ્ટ માલમ પડશે.
Page #422
--------------------------------------------------------------------------
________________
૧૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૪-૩૪
ગ્રાહકોને સૂચના.
અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા શરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાનાં છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી; તેમજ બાઈન્ડીગ પણ બેદરકારીને લઈને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મલ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તુરત લખી જણાવવું.
લી. તંત્રી
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો.
શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂ. ૩-૮-૦ શ્રી ત્રિષદીયદશાનાદિસંગ્રહ ૯-૦ શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂા. ૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.
Page #423
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર
આગમોધ્ધારકની અોધ દેશના
ભગવતી સૂત્ર
Pacy
આયર
*$p3 Vadale
૩૧૯
આગમોધ્ધારક.
प्रतिष्ठां यन्निष्ठां नयति नयनिष्ठां विघटयत्यकृत्येष्वाधत्तेमतिम तपसि प्रेम तनुते । विवेकस्योत्सेकं विदलयति दत्ते च विपदं पदं तद्दोषाणां करणनिकुरंबं कुरु वशे ॥१॥
"
ઇષ્ટ વસ્તુના જૂઠા શબ્દો પ્રિય લાગે છે, તેમજ અનિષ્ટના જૂઠા શબ્દો અપ્રિય લાગે છે.
શાસ્ત્રકાર મહારાજ આચાર્ય સોમપ્રભસૂરીશ્વરજી ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપ્રદેશ દેતા થકા સૂચવી ગયા કે આ સંસારમાં દરેક વિવેકી જનને ધર્મ ઇષ્ટ છે, કારણ જગતમાં જે વસ્તુ ઇષ્ટ છે તેના જૂઠા શબ્દો પણ સારા લાગે. અનિષ્ટના જૂઠા શબ્દો પણ ખરાબ લાગે. ધન વિગેરે ઇષ્ટ છે. કોઈ આશીર્વાદ દે કે તું ચિરંજીવી, કુટુંબવાળો, ધનવાળો, આબરૂવાળો થા. આવી ઈષ્ટ વસ્તુનો આશીર્વાદ મળે તો સંતોષ થાય. કહેનારના કહેવાથી આ ધન, કુટુંબ, આબરૂ મળી જવાનું નથી, છતાં કોઇ આમ કહે ત્યારે આંખ લાલ થતી નથી. આ શબ્દો પર તત્વ નથી. અમર થા કહે તો એ શબ્દોમાં સત્યતા નથી. એના કહેવાથી ચિરંજીવી, અમર કોઇ થયા નથી, થવાના નથી. કોટિધ્વજ થા કહેવાથી કોટિધ્વજ કોઇ થઇ જતું નથી, છતાં આંખમાં અમી ભાસે છે; અર્થાત્ ઇષ્ટ વસ્તુના જૂઠા શબ્દો ઇષ્ટ લાગે છે, અનિષ્ટના જૂઠા શબ્દો સાંભળવા માત્રથી અનિષ્ટ લાગે છે. નખોદ જાય એમ ગાળ દે તે વખત આંખ લાલ કેમ થાય છે ? અનિષ્ટ વસ્તુના જૂઠા શબ્દો ઇતરાજી કરે છે. આ વાત લઇને ધર્મમાં આવીએ. ધર્મ આખા જગતના તમામ મનુષ્યોને ઇષ્ટ છે. ધર્મી હોય કે ન હોય પણ આપણને કોઈ ધર્મી કહે તો આનંદ થાય છે. ‘અપ્પવિશ્વો ધો' ધર્મ આત્માની સાક્ષીએ છે. બીજો ધર્મ જાણે કે ન જાણે તેની જરૂર હોતી નથી.
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૨૦
તા.૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર ચક્રવર્તી સરખો નરકનો દૂત. બીજાને અંગે નરકનો નિયમ નહિ પણ ચક્રવર્તી અને વાસુદેવ નિયમો નરકે જ જાય.
અહીં સહેજે શંકા ઉત્પન થશે કે જો ચક્રવર્તીઓ નિયમા નરકે જ જાય તો ભરત સનકુમારદિ દસ તો દેવલોક કે મોક્ષમાં ગયા છે. નરકમાં તો સુભમ અને બ્રહ્મદત્ત બેજ ચક્રવર્તી ગયા છે. અહીં ચક્રવર્તી માટે નરકનો નિયમ ન રહ્યો. અહીં વિચારવું જોઈએ કે ચક્રવર્તી કોને ગણવા? જેમને ચૌદ રત્નો હોય, ચતુરંગ સેના હોય, છખંડ સાધ્યા હોય, હજારો મુકૂટબદ્ધ રાજાઓ જેમની સેવામાં હાજર હોય, આ સિવાય અનેક પ્રકારના ઐશ્વર્યવાળો હોય તે ચક્રવર્તી. આ બધું ઐશ્વર્યાદિક જેણે છોડી દીધું પછી ચક્રવર્તી ક્યાં રહ્યો? અર્થાત્ ચકવર્તી ચક્રવર્તીપણામાં કદી મોશે અગર દેવલોક જતો નથી.
કોઈકે ૨૫-૫૦ વરસ લગી આરંભ, પરિગ્રહ, વિષયોમાં પ્રવૃત્તિ કરી પછી ત્યાગી થઈ દેવલોક ગયો તો તે ફળ આરંભાદિકનું કે ત્યાગનું? મુખ્યતાએ બાળપણમાં ત્યાગી થાય તે નિર્લેપ. આથમ્યા પછી આહુર શું? લુંટાયા પછી ભો શો? ભલે જગતમાં લુંટાયા પછી ભય નથી પણ અહીં તેમ નથી. પાછલી અવસ્થામાં પણ જેને એ વિવેક જાગે તે સદ્ગતિ મેળવી શકે છે. પાઘડી અને બોતાણું તેમાં ફરક કેટલો? તાલો કસબી હોય છેલ્લો ભાગ આખું સુરત. કસબ માત્ર પાંચ કે છ આંગળમાં, પણ તેને પાઘડી કહીશું, અને કસબ ન હોય તો બોતાણું કહીશું. તેમ અહીં જીંદગીના છેલ્લા ભાગમાં જો ધર્મની આરાધના કરવામાં આવે તો સદ્ગતિ મેળવી શકે. છેલ્લી અવસ્થામાં જાગેલો પણ દુર્ગતિથી જરૂર બચી શકે. અહીં આરંભાદિક જે આગલી અવસ્થામાં કર્યા તેથી સદ્ગતિ નથી પ્રાપ્ત કરતો પણ પાછળ ચેત્યો, ત્યાગ કર્યો તેથી સદ્ગતિ મેળવી શકે છે.
આખો દસ્તાવેજ તૈયાર કર્યો પણ સહી ન કરી તો દસ્તાવેજ ગણાય નહિ તેમ છેવટ સુધી આરંભાદિકમાં રહ્યા તો નરકાદિકનો દસ્તાવેજ તૈયાર થયો છતાં તેમાં સહી ન થઈ છેવટનો ભાગ સુધાર્યો તો સદ્ગતિ મેળવી શકે છે.
બાર બાર વરસ સુધી ઘોર યુદ્ધ કરનારા, રોજ સાત સાત મનુષ્યોના પ્રાણ લેનારા જેવા કે અનમાલી તેમજ બાળ, સ્ત્રી, ગૌ અને બ્રાહ્મણ આવી દુનિયાએ પણ આચાર હત્યા દુષ્ટમાં દુષ્ટ ગણી છે એવા હત્યારા એવા પણ તર્યા. શાથી? રોગનો સદ્ભાવ ઔષધને મનાઈ કરનારો ગણાય ખરો કે?
ઘણા વરસનો રોગ હોય તો ઓસડ સાવચેતીથી કરવું એ અર્થ લેવાય કે ઓસડ નહિ લેવું એ અર્થ લેવાય? જેણે પોતાની જીંદગીમાં વિષયાદિકમાં વધારે પ્રવૃત્તિ કરી હોય તેને પવિત્ર થવાને ધર્મની વધારે જરૂર છે.
Page #425
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૧૪
૩૨૧
૩૨૧
શ્રી સિદ્ધચક્ર પાપો કરવા માત્રથી ધર્મને અંગે નાલાયક થઈ જતો નથી. પાપો કરવા માત્રથી ધર્મને અંગે નાલાયકી ગણી લઈએ તો ધર્મની શક્તિ કઈ?
લાખો ભવોના કર્મોને મથી નાખે. ગયા ભવમાં સહીસિક્કા થઈને સીલ થયેલો તેનો આ ભવમાં રસ્તો લઈ શકીએ. જેને અંગે ક્રોધાદિક કર્યા હોય તેની માફી માગીએ તો આ ભવને અંગે સહીસિક્કા થયા નથી પણ પહેલા ભવના વેર, વિરોધ, ચોરી, વિગેરે સીલ થઈ ગયાં છે. આ ભવનું પાપકૃત્ય સીલ વગરનું છૂટું છે. ગયા ભવનાં પાપો સીલ થઈ ગયાં છે પણ ધર્મના પ્રભાવથી આ ભવનાં પાપ તોડે એમાં નવાઈ નથી પણ લાખો ભવનાં સીલ સિક્કાવાળાં પાપો તોડવાની તાકાત ધર્મમાં છે. एगदिवसंपि जीवो पव्वज्जमुवागओ, अणन्नमणो जइ नवि पावइ मुक्खं अवस्स वेमाणिओ होइ.
એક દિવસ એટલે વધારે ન કરવું તેમ નહિ પણ આટલો એક દિવસનો પણ ધર્મ આટલી તાકાતવાળો છે, જે શબ્દનો અર્થ એ જ કે એક દિવસનો પણ ધર્મ, (અહીં સર્વવિરતિરૂપ ધર્મ લેવાનો છે) કદાચ મોક્ષ ન પમાડે તો પણ નિયમા વૈમાનિકપણું પ્રાપ્ત કરાવે છે. ગૃહસ્થ ધર્મ (દશવિરતિરૂપ) તે તો ખાળે ડૂચા ને દરવાજા ખુલ્લા જેવો છે.
ગૃહસ્થ બાર વ્રતધારી પણ કીડીની વિરાધના ન કરે. મંકોડી સરખાની વિરાધના ટાળવા કુમારપાળ સરખા ચામડી કાપી નાખે છે. તેજ મનુષ્ય પોતાના બાયડી છોકરાંના કેસ વખતે બચાવવા જાય કે શિક્ષા થવા દે. પોતે માત્ર કાયાથી દયા પાળી પણ પોતાના સ્નેહીઓ, સંબંધીઓને અંગે પોતે ખોટો બચાવ કરવા તૈયાર છે. પોતે પાંચસો રૂપીયાનું નુકસાન હોય તો જૂઠું ન બોલે પણ છોકરો ચોરીના ગુનામાં સપડાયો તો બચાવવામાં પુરેપુરી કાળજી રાખે ત્યાં ચોરી કરી છે માટે શિક્ષા થવી જ જોઇએ એમ કહી ઉભો નહિ રહે. ખોટી સાક્ષીમાં ભાઇભાંડું સપડાયો હોય તો બચાવ કરવા ઉભો રહે. માત્ર પોતાના શરીરે પોતે ન કરવું.
સંસારમાં જ્યાં સુધી રહેવાનો ત્યાં સુધી એ ફરજ આવી પડવાની. અઢાર પાપસ્થાનકનું રાજીનામું તેનાથી બનતું નથી. પોતે જાતે ન કરવું તેટલુંજ જાળવે. પોતાને બ્રહ્મચર્ય હોય. છોકરો વ્યભિચાર કરતાં સપડાયો તો છોકરાને કયે રસ્તે બચાવું? અધિકારી કેમ ફોડું? સાક્ષીઓ લાવું. આથી સંસારમાં
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૨૨
તા.૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર રહેલો પાપસ્થાનક છોડે તે ખાળે ડૂચા સરખું છે. આ ખોટું થાય છે મોહને આધીન થઈ બચાવવા પ્રયત્ન કરુ છું. છોકરાએ અપકૃત્ય કર્યું. કુટુંબની આબરૂ જાળવવા માટે આ કરવું પડે છે. આ બધું ધર્મ સમજેલાને રહે છે. આથી પોતે બિનજવાબદાર અગર બચી જઈ શકતો નથી. એ માટે સંસારરૂપ કમિટિમાંથી જ્યાં સુધી રાજીનામું આપતો નથી ત્યાં સુધી અવિરતિરૂપ પાપની જોખમદારીમાંથી છૂટી શકતો નથી.
જેમ એક કંપની ખોલી તેમાં મેમ્બર તરીકે દાખલ થયા, તો તેમાં નફાનુકસાનને અંગે તમે ભાગીદાર છો તેમ અહીં અઢાર પાપસ્થાનકરૂપ કંપનીના તમે ભાગીદાર છો. જ્યાં સુધી તે પાપરૂપ કંપનીમાંથી રાજીનામું નહિ આપો ત્યાં સુધી પાપના ભાગીદાર છો. આથી કIRTગો સર્વિ પદ્ગા ઘરથી નીકળવું ને નીકળીને સાધુપણું લેવું આ બે વાત કરવી પડે છે. અણગારીપણું લીધું એટલે સાધુપણું આવી ગયું. અહીં બે વાત જુદી કેમ કહેવી પડી? પહેલા રાજીનામું દે પછી નવી કંપનીમાં દાખલ થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર અંગીકાર કરવાના અને સાવઘયોગ ત્યાગ કરવાના આ બે પચખાણ રાખીએ છીએ. તીર્થકર સરખાને પણ આ બે વાત કરવી પડે. આ સમજી અઢાર પાપસ્થાનકરૂપ કંપનીમાંથી નીકળી, એટલે રાજીનામું આપી એક દિવસ પણ તેમાંથી રાજીનામું આપ્યું હોય અર્થાત્ જેનું મન સંસારથી નિવૃત્ત થઈ સંયમમાં અનન્યપણે રહ્યું હોય એવા કદાચ અભવ્ય કે મિથ્યાદેષ્ટિ જીવો હોય તે દ્રવ્યચારિત્રના ફળ તરીકે નવરૈવેયક સુધી પહોંચી શકે છે. ત્યાં કર્મક્ષયની બુદ્ધિ હોતી નથી, પૂજાની, માનતાની, દેવલોકાદિકની ઇચ્છાએજ સાધુપણું લે છે. તેવા પ્રકારના સાધુપણાથી તેવા અભવ્ય કે મિથ્યાષ્ટિ જીવો નવરૈવેયક સુધી પહોંચે છે. અશાને, અજાણપણે, અન્ય ઇચ્છાએ, વિરૂદ્ધ ઇચ્છાએ, બળાત્કારે કરેલું પાપ ભોગવવું જ પડે છે તેમ તેનો અન્નાનાદિકથી કરેલો પરિવાર તેથી પણ ફાયદો થાય છે.
અજ્ઞાને, અન્ય ઇચ્છાએ, અણસમજથી, વિરૂદ્ધ ઇચ્છાએ કરેલું પાપ પણ જીવને ભોગવવું પડે છે. વગર ઇચ્છાએ, બળાત્કાર કરેલો, અણજાણપણે કરેલો અબ્રહ્મવ્રતનો નાશ દુર્ગતિ દે છે. તેથી સપુરુષોને જીવનના ભોગે બ્રહ્મચર્ય પાળવું પડે છે. બીજો ફોસલાવી પતિત કરી નાખે તો પતિતપણું ન થયું તેમ નહિ. અગર પાપ બળાત્કારે, અજ્ઞાનતાથી, લાલચથી થાય તો તે ભોગવવું પડે છે. તે પાપનો પરિહાર અન્ય ઈચ્છાએ હોય તો પણ તે આત્માને ફાયદો કરે છે.
Page #427
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર
૩૨૩
અભવ્ય મિથ્યાર્દષ્ટિ ચારિત્રપાલન કરે તે માનતા રિદ્ધિ સમૃદ્ધિ મહાવ્રતની અપેક્ષાએ વિરૂદ્ધ ઇચ્છા છે એ વિરૂદ્ધ ઇચ્છાએ કરેલો પાપનો પરિહાર નવપ્રૈવેયક સુધીની સ્થિતિ પ્રાપ્ત કરાવે છે.
અબ્રહ્મનો વખત આવે તો જીભ ચાવીને મરવું. તેમ મરી અનંતા મોક્ષે ગયા. બળાત્કારે થતા અબ્રહ્મમાં આટલો દોષ માન્યો હોય ત્યારે આવું વિધાન કરવું પડયું. અભવ્ય ચારિત્રપાલન કરે પણ ઇચ્છા બીજી જ છે. હજુ મોક્ષની કે કર્મક્ષયની ઇચ્છા તેમજ ચડતા ગુણસ્થાનની ઈચ્છા નથી. એકજ ઈચ્છા છે.
દવા પી જા તો લાડવો આપું. મન ઓસડમાં નથી. ઓસડમાં ક્રિયા છે તેમ અભવ્ય જાણે છે કે ક્રિયામાં ગરબડ થઈ તો દેવલોક નહિ મળે. વિરૂદ્ધ ઇચ્છાએ ક્રિયા થઇ તો નવપ્રૈવેયક મળે. અનિચ્છાએ અકામનિર્જરા એ દેવપણાનું કારણ. સસંયમસંયમાસંયમાળામનિર્ઝા વાતતપાંસિ વૈવસ્ય આ દેવતાના આયુષ્ય બાંધવાના કારણો. અહીં મારા કર્મક્ષય થાય એ બુદ્ધિ ન હોય, એટલુંજ નહિ પણ વિરૂદ્ધ ઇચ્છા. મને ખાવાનું મળે. શૂલપાણી યક્ષનું દૃષ્ટાંત. ત્યાં બળદ શું ધારી રહ્યો છે. આ ખાવાનું આપશે. પાણી ભરીને આવતી બાઇઓને દેખી આ પાણી આપશે એમ ધારી ભૂખતરસ સહન કરે છે. આ ચારો નાખશે, આ પાણી પાશે. આવી અનિચ્છાવાળી સહનશક્તિથી અકામનિર્જરા થાય ને દેવલોક મળે. અરે આપણે પ્રથમ તો નિગોદમાં હતાને ? ત્યાંથી ચડતા ચડતા આટલા ઊંચા આવ્યા તે કોના પ્રતાપે ? બાદરમાંથી ત્રસમાં, ત્રસમાંથી પંચેદ્રિયપણામાં, તેમાંથી મનુષ્યમાં તે પણ આર્યક્ષેત્રાદિ યુક્ત. આ બધી ઊંચી સ્થિતિએ આવવાનું મૂળ કારણ કયું ? નિગોદમાંથી અહીં સુધી અકામનિર્જરાથી આવ્યો છે.
નિગોદથી માંડી તિર્યંચના ભવ સુધી કયારે નિર્જરા સમજતા હતા ? તો અહીં પણ ઊંચે આવવાનું મુખ્ય કારણ અકામનિર્જરા માનવી પડશે. અકામનિર્જરા શુભ ન કરતી હોત તો કોઈ મનુષ્યમાં આવી શકત નહિ. કેવળ અકામનિર્જરાથી નિગોદાદિથી જીવો ઊંચા આવે છે, જો પરિણામ ખરાબ ગણીએ તો ઊંચો આવત નહિ. અકામનિર્જરાએ જે મેળવીએ તે કોડી એટલી જ સકામનિર્જરા કરીએ તો ક્રોડ, પણ વાત જમેની છે ઉધારની વાત નથી.
આથી વિરૂદ્ધ ઇચ્છા વગર ઇચ્છા બંનેથી કરેલો પાપનો પરિહાર તે પણ ફાયદો કરે છે. હવે અજ્ઞાનમાં આવીએ.
અજ્ઞાનતાથી પણ પાપ ન થાય તો દુર્ગતિથી બચાય છે. અજ્ઞાનતાથી પાપ ન થાય તો કર્મરાજાની તાકાત નથી કે તમને દુર્ગતિમાં મોકલે.
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય નરકમાં જાય ખરા ? કેમ નહિ ? ન જવાનું કારણ શું ? શું જ્ઞાન થયું છે ? મહારંભપરિગ્રહ છોડ્યા છે ? તેની શક્તિ નથી, જ્ઞાન નથી પણ પાપ ન કરે તેથી દુર્ગતિ ન
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૪
તા.૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક જાય. નરહેતૂનાં તેવુ અમાવાન્ ! એકેન્દ્રિય, વિકલેન્દ્રિયમાં નરકના કારણો નથી. પાપ ન કર્યું તો દુર્ગતિ રોકાઇ. અજ્ઞાનથી, અશક્તિથી પાપ ન કર્યું તો દુર્ગતિ રોકાઈ. આપણે જ્ઞાનદશા ક્યાં કામ કરનારી છે? મોહનીય કર્મની સિત્તેર કોડાકોડ સાગરોપમની સ્થિતિ. તેમાં જ્ઞાનદશા એક કોડાકોડની અંદર કામ કરે છે. અગણોતેર અજ્ઞાન દશા તોડે. યથાપ્રવૃત્તિ એટલે અજ્ઞાન પ્રવૃત્તિ. મોક્ષ છે તે મેળવવો છે તેવો વિચાર કે જ્ઞાન હોતું નથી. કર્મ, જીવ, આશ્રવસંવર, બંધમોક્ષ તેના સ્વરૂપનું જ્ઞાન હોતું નથી. તેથી યથાપ્રવૃત્તિને અનુપયોગ અનાભોગકરણ માનીએ છીએ. અગણોતેર કોડાકોડી તૂટી તે અજ્ઞાને પણ કર્મના કારણોથી દૂર રહ્યો. અજ્ઞાને પણ ધર્મના કારણમાં પ્રવર્યો તે યથાપ્રવૃત્તિકરણ કરે તે કરણથી અગણોતેર કોડાકોડ તોડી નાખે. જીવ, તેનું સ્વરૂપ, કર્મ, મોક્ષ તેના સ્વરૂપનો ઉપયોગ નથી. તે ઉપયોગ થયો તો આગળ વધ્યો.
જ્ઞાન એ તો સડક ઉપરનો દીવો છે. અજવાળું કરે, અમુંઝવણ ઓછી કરે. ઘોર જંગલમાં અંધારી રાત્રિએ ભટકતો દીવાવાળી સડક ઉપર ચઢી જાય તો દીવાની કિંમત કેટલી કરે? આ માટે જ શંકા કરી છે. અનુપયોગે અગણોતેર તોડી નાખી. માત્ર એક કોડાકોડ સ્થિતિ બાકી રહી તો અગણોતેર અજ્ઞાનપણે તોડી નાખી તો એક તોડતાં વાર શી ? અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સમ્યગુદર્શન, દેશવિરતિ, સર્વવિરતિ, તપસ્યા, વિનય, વૈયાવચ્ચ વિગેરેના હક શા માટે કરવા? માત્ર એક માટે આટલી મહેનત કરવાનીને? વાત ખરી. મહાનુભાવ, રાત્રિના આઠ વાગ્યાથી અંધારૂં ખસવા માંડયું, સાડાપાંચ સુધી ખસ્યું. હવે પા કલાકની સૂર્યોદયને વાર છે પણ અનુક્રમે અજ્ઞાન પ્રવૃત્તિથી અગણોતેર તૂટી પણ તે વખતે આપો આપ સમ્યકત્વનો વખત અને સમ્યકત્વ થયું એટલે આપો આપ જ્ઞાન થયું. એ બે થયા તો ચારિત્ર તરત મળે. રાત્રિનું અંધકાર જવાથી અરૂણોદય અને અરૂણોદય થયો એટલે આપો આપ સૂર્યોદય થવાનો. સૂર્યોદય પહેલાં અરૂણોદય જરૂર હોય. તેમ કેવળ અગર લાયક ગુણ થવા પહેલાં બીજા જ્ઞાન અને ગુણો જરૂર થાય. તેની જરૂર એવી રીતે માની છે કે પાછળના કર્મ ખસેડવા બહુ મુશ્કેલ છે. અગણોતેરની સ્થિતિ ખસેડવી સહેલી છે તે સ્થિતિ અનંતી વખત ખસી ને પાછી આવી. હવે બાકી રહેલી એકમાંથી કંઈપણ ખસે તો પછી પાછી આવવાનો વખત નથી. એ ખસેડવા માટે ગ્રંથભેદ શબ્દ છે. ગ્રંથીભેદ ચીજ શી? ગ્રંથીનો ભેદ થાય ત્યારે જ સમ્યકત્વ. અર્થાત્ દુનિયાદારીની આખી બાજી પલટાવો તે જ ગ્રંથીભેદ.
અનાદિથી આ જીવ પૌદ્ગલિક વસ્તુઓમાં, વિષયોમાં લીન થયો છે તેમાં જ સુખ બુદ્ધિ તેના વિયોગમાં દુઃખ બુદ્ધિ આ બધું પલટાઈ જાય, કયારે પલટાઈ જાય? સમ્યકત્વ થયા પછી વિશ્રામનું
Page #429
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૩૪
૩૫
શ્રી સિદ્ધચક્ર સ્થાન આરાધવાલાયક ઈચ્છવાલાયક, ફક્ત દેવગુરુ ને ધર્મ, અંતઃકરણથી સુખનું કારણ દેવાદિકનું આરાધન. દુનિયાદારીને વેઠ માને. જેને અનાદિથી તત્વ ગણતો હતો તેને વેઠ માને. આ સ્થિતિ આવે ત્યારે ગ્રંથી ભેદ. દેવાદિકને જ તત્ત્વ ગણે. પરમપદ સિવાય એકે ધ્યેય નહિ. તેથી તેને જ ધ્યેય ગણે. હવે મૂળ વાતમાં આવીએ. માટે અગણોતેર તૂટી એ અજ્ઞાનમાં તૂટી, સમજે શું? તેનો સવાલ કયાં છે ?
ગામડીઆઓ કાયદામાં શું સમજે છે? આથી કાયદા વિરૂદ્ધ ન વર્તે તો શિક્ષા કરો ખરા? ગુનાહિત કાર્યોથી દૂર રહે તો સજાથી બચી જાય છે.
વકીલો, બેરિસ્ટરો ગુનાથી બચે તો કાયદા ન સમજનારા ગુનાથી બચે તેને શિક્ષા થતી નથી. આથી ઝવેરી સિવાય બીજા પાસે ઝવેરાત હોય તો ફેંકાવી દેવું? આ ઝવેરાતમાં સમજતો નથી માટે અણસમજુ પાસે ઝવેરાત હોય તેની કિંમત નથી? અણસમજનો અર્થ એ નથી કે પાપનો પરિહાર નકામો છે. પાપના પરિહારથી ફાયદો જ છે. શાલિભદ્રજીએ રિદ્ધિ શાથી મેળવી? દેવતાને ચાકરી કરવી પડે. જેની રિદ્ધિથી મગધ દેશનો રાજા શ્રેણિક પણ આશ્ચર્ય પામે. આવી જાતની રિદ્ધિ પ્રાપ્ત શાથી થઈ? કહો આગલા ભવમાં ગોવાળ હતા ત્યારે દાન, તેનું ફળ, પાત્ર, ભાવ વિગેરે કશું સમજતા ન હતા. તેવું વિશિષ્ટ જ્ઞાન પણ ન હતું કે આવા પાત્રમાં દાન દેવાથી સ્વર્ગાદિક રિદ્ધિ પ્રાપ્ત થાય છે. છતાં અણસમજમાં પણ કરેલું દાન ફાયદો આપનાર થાય છે. આપણે પુન્ય મેળવીએ તેમાં કર્મની વર્ગણા કેટલી સમજ્યા? અજ્ઞાનતાનો અર્થ એ નથી કે ખોટું છોડાતું હોય તે છોડવા ન દેવું. જ્ઞાન મેળવવાની જરૂર પણ જ્ઞાન જોઇએ એનો અર્થ એ નથી કે જ્ઞાન વગર પુન્યનું કાર્ય ન કરવું તેમ નહિ. અજ્ઞાનપણે ધર્મના કાર્યોમાં પ્રવૃત્તિ થઈ હોય તો લાભ જરૂર છે. હવે વિરૂદ્ધ ઇચ્છા ઉપર આવીએ. વિરૂદ્ધ ઈચ્છાએ કરેલું ધર્મકાર્ય સદ્ગતિ જરૂર આપે છે.
શ્રીયકનો દાખલો લઈએ. સ્થૂલભદ્રજીના નાનાભાઈ શ્રીયકજી. સંવચ્છરીનો દહાડો છે. તેમની મોટીબેન યક્ષા સાધ્વીજી નાનાભાઈ શ્રીયકને કહે છે, “ભાઈ, આજે આપણો વાર્ષિક તહેવાર સંવત્સરીનો દિવસ છે, માટે નોકરી કર, પરાણે નોકારશી પૂરી કરાવી. હવે કહે છે, “ચાલો ભાઇ, આજે ચૈત્યપરિપાટી કરીએ એટલે પોરશીનો વખત સહેજે થઈ જશે,' એમ કહી પોરસી કરાવી, હવે એમ કરતાં બપોરના કહ્યું કે હમણાં સંવત્સરી પ્રતિક્રમણ કરશું એટલે આપો આપ રાત્રિ પડી જશે.” એમ સમજાવી ઉપવાસ ખેંચાવ્યો. રાત્રિએ પ્રાણ ચાલ્યા ગયા. એકજ ઉપવાસની વાત છે. શ્રીયકને ઉપવાસ
Page #430
--------------------------------------------------------------------------
________________
૩૨૬
શ્રી સિદ્ધયક
તા.૧૩-૪-૩૪ કરવાનો વિચાર ન હતો. યક્ષાએ હિતબુદ્ધિથી કરાવ્યો. હવે અહીં યક્ષાસાધ્વીને માનવું પડયું કે મેં ઋષિ હત્યા કરી. મંદિર સ્વામી પાસે પ્રાયશ્ચિત માટે જાતે ગયાં. મંદિર સ્વામીએ ના કહી “તે ઋષિ હત્યા નથી કરી,' એમ કહી કક્ષાની શંકા દૂર કરીને કહ્યું કે આ ઉપવાસના પ્રતાપે મરીને દેવલોક ગયા છે. જો અંત્યઅવસ્થા જેવું દેખે તોજ ખાવાનું આપવાનું. અહીં સુધારવા માગીએ છીએ. માટે છેલ્લી અવસ્થાએ રજુ કરવું. આથી અજ્ઞાનપણે, અનિચ્છાએ, વિરૂદ્ધઈચ્છાએ કરેલો પાપનો પરિહાર દુર્ગતિથી બચાવે છે. બળાત્કારે પણ કરેલું ધર્મનું કાર્ય સદ્ગતિ મેળવી આપે છે. તેથી વગર મને કરેલી દીક્ષા વૈમાનિકપણું જરૂર મેળવી આપે છે. અનન્ય મન કેમ કહ્યું? દીર્ધ કાળ પાપનો પરિહાર ધર્મનો સંચય તે વગર ઈચ્છાદિકનો હોય તો તે સદ્ગતિ મેળવી આપે છે પણ એક દિવસ માત્ર પાપનો પરિહાર અનન્ય મનવાળો હોય તો જ સદ્ગતિ મેળવી આપે. દીક્ષા સિવાય બીજી બાજુ મન નહિ. અહીં ગાથામાં મુખ્ય પક્ષે મોક્ષ અને ગૌણ પક્ષે વૈમાનિકપણું લેવું છે.
મોક્ષ એવી ચીજ છે કે અન્ય મનમાં મળે જ નહિ. ઉત્સર્ગ પક્ષમાં વિધાન કરવા માટે અનન્ય મન મુકવું પડ્યું. બે ઘડી પણ પ્રવજ્યા પામ્યો હોય તો મોક્ષ પામે. અગર વૈમાનિક જરૂર થાય. ભાવસ્તવથી અંતર મુહૂર્તમાં મોક્ષ છે પણ અપવાદપદમાં સામાન્ય દેવતાપણું નથી લેવું પણ વૈમાનિકપણું લેવું છે. અનન્યપદ મોક્ષ માટે છે અને એક દિવસ મોક્ષ માટે છે. સંભાવના કરીએ કે મોક્ષ ન પામે તો વૈમાનિક જરૂર થાય. આથી એક દિવસની દીક્ષા જીંદગીના પાપના પોટલાને પલાયન કરાવી દે તો ચક્રવર્તીઓ ચક્રવર્તીપણું છોડી દીક્ષા લેતાં પાપના પોટલાને પલાયન કરાવે તેમાં નવાઈ શી? ચક્રવર્તી કહેવાય નરકનો દૂત પણ જ્યારે તે નિખાલસ થયો, પુલને દુઃખમય, અનિત્ય માનવા લાગ્યો તે વખતે આત્મામાં ધર્મવૃક્ષ ઉત્પન્ન થયું. ધર્મ એ આત્મસાક્ષીએ થનારી વસ્તુ છે. બીજો ધર્મ કહી દે તેથી આપણે ધર્મી થઈ જતા નથી, પણ બીજો ધર્મી કહે તો આંખ નમણી થઈ જાય છે અને પુરેપુરો ધર્મ કરતા હોઈએ અને કોઈ અધર્મી કહે તો આંખો લાલચોળ થઈ જાય છે. આથી નક્કી થયું કે ઈષ્ટ માનેલી વસ્તુના જૂઠા શબ્દો પણ ઈષ્ટ લાગે છે. આ સિદ્ધાંતથી ધર્મ દરેકને ઈષ્ટ છે. તો ધર્મના રસ્તે કેમ જતા નથી? મન મંદરાચલ દોડયું છે પણ પગ થકવે છે.
તેમ અહીં દરેક જીવને ધર્મ ઈષ્ટ છે. ધર્મ કરવાની ઇચ્છા થાય. પાપથી ડરવાવાળો થાય છે. ધર્મ કરવા માગે છે, પણ તે કરવા વખતે ટાંટીયા ભરાઈ જાય છે. આ પાંચ ઈદ્રિયો વચમાં નડે છે. પાંચ ઈદ્રિયોથી નિરપેક્ષ થાય તો લગીર પણ મોક્ષ મેળવવામાં અડચણ આવે નહિ. જગતમાં નીતિમાં એકો ગણાતો હોય પણ ઈદ્રિયને આધીન હોય તો નીતિ કોણે મૂકવી પડે.
Page #431
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૩૪
૩૨૦
શ્રી સિદ્ધચક્ર અપકૃત્ય લાગે ખરાબ નહિ કરવા લાયક માને. પાંચ ઈદ્રિયના વિષયોમાં ઉતર્યો. તેને વિવેક સારો લાગે. વિવેકની ઇચ્છા રહે. અર્થાત્ જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષયોમાં રાચ્યો નથી ત્યાં સુધી નયની નિષ્ઠા પ્રતિષ્ઠા છે. આ સંસારમાં દુઃખો ભોગવ્યાં, ભોગવે છે, અગર ભોગવશે તો તેનું કારણ પાંચ ઈદ્રિયો છે. આથી સોમપ્રભઆચાર્ય કહે છે કે જગતમાં દોષોનું સ્થાન હોય તો ઈદ્રિયોનો સમુદાય છે. અગ્નિને દૂર રાખ્યો ન પાલવે ખોળામાં રાખવો ન પાલવે. તેને સગડીમાં રાખવો પાલવે. તેમ ઈદ્રિયો વગર તમે રહેવાના નથી. તે ઈદ્રિયો તમારા વગર રહેવાની નથી પણ તમારે તેને જરૂર આધીન કરવી જોઈએ. તારી ઇચ્છાએ ઈદ્રિયો પ્રવર્તે. તું ઈદ્રિયોને આધીન ન થા. મારું મન આમ થયું છે. તે બધું ગુલામીપણું છે એને તું આધીન કર. આ સમજી પાંચ ઈદ્રિયો પોતાને આધીન જે કોઈ મનુષ્ય કરશે તે આ ભવ પરભવ કલ્યાણ મંગલિકમાળા પહેરી મોક્ષસુખ સ્વાધીન કરશે.
(પાના ૩૩૦ નું અનુસંધાન.) વચનો હોવાથી પ્રવર્તનારના હૃદયમાં વકતાનું બહુમાન હોય અને એ વકતાના વચનને આધારે પ્રવર્તે તો ત્યાં આજ્ઞા શબ્દનો અર્થ બળાત્કાર પૂર્વકનો અભિયોગ હોતો નથી, પણ જે સ્થાને પ્રવર્તનારની મરજી ન છતાં બળાત્કારે હુકમ દેવાય છે તે સ્થાને આજ્ઞાપનને દોષ તરીકે ગણવામાં આવે છે. આ જ કારણથી સાધુઓની દશા સમાચારીમાં ઈચ્છા કરનારની સમાચારી નિરૂપણ કરી મુખ્યતયા શાસનમાં બળાત્કારે હુકમ દેવાનો નથી એમ સ્પષ્ટ કર્યું છે.)
જીવો ઉપર બળાત્કાર કર્યા વગર પણ બૃત્ય, દાસ કે દાસી આદિપણે જે મમત્વ રાખીને જીવોને તાબે કરવામાં આવે તે પરિગ્રહણ કહેવાય છે. (ગુરુઆદિક મોક્ષમાર્ગની પ્રાપ્તિ અને વૃદ્ધિના હેતુથી જે શિષ્યને વસ્ત્રાદિનો સંગ્રહ કરે તે પરિગ્રહ નથી, પણ તેમાં મમત્વ ન જોઈએ એ તો જરૂરી છે.) શરીર અને મનની પીડા ઉપજાવવી તેનું નામ પરિતાપન છે. (લોચ અને તપ વિગેરેથી જો કે શરીરની પીડા કથંચિતું થાય છે પણ તપ અને લોચ વિગેરે કરનારને તે ઈષ્ટ સિદ્ધિનું સાધન અને અરુચિ વિનાનું હોવાથી તેને પરિતાપન ગણાતું નથી) શ્રોત્રક્રિયાદિ પ્રાણોનો નાશ કરવો એ અપદ્રાવણ કહેવાય છે. (પ્રાણનો વિજોગ તે અપદ્રાવણ કહેવાય અને તે અપદ્રાવણ તો ધર્મતત્ત્વના જાણકારને સ્વ અને પરવિષયમાં વર્જવાનું છે તો પણ જે સંલેખના વિગેરે કરવામાં આવે છે તે અપદ્રાવણ નથી; કારણકે સમ્યગુજ્ઞાનાદિની વૃદ્ધિ થતી અટકે અને આયુષ્યની ક્ષિણતા નિકટમાં થવાની માલમ પડે ત્યારે જ સંલેખના કરવા પૂર્વક અણશણ કરાય છે, એટલે આયુષ્યનો સ્વાભાવિક થતો અંત માત્ર સુધારવાનો હોય છે, પણ ઉપક્રમ કરીને આયુષ્યનો અંત લાવવાનો હોતો નથી. આ જ કારણથી અયોગ્ય વખતે કરાતા અણશણને પણ શાસ્ત્રકારો આર્તધ્યાનના ભાગ રૂપે ગણાવે છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૨૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૪-૩૪
સમાલોચના |
તંત્રી
નોંધ - દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો, અને આક્ષેપોના સમાધાનો અત્રે અપાય છે. ૧ ભગવાન મહાવીર મહારાજાના જીવે મરિચિના ભવમાં ‘તમારા મનમાં શું સર્વથા ધર્મ નથી” એવા
કપિલના પ્રશ્નની વખતે દીધેલો “રૂપ રૂર્યાપ' એવો જે ઉત્તર છે તે જીનેશ્વર મહારાજના ધર્મમાં સંપૂર્ણ ધર્મ છે અને અમારા પરિમિત જળથી સ્નાનપાનાદિક કરવું વિગેરે રૂપ પરિવ્રાજક ધર્મમાં કંઇક ધર્મ છે એવો ઉત્તર આવશ્યક મલયગિરિ વૃત્તિમાં સ્પષ્ટપણે જણાવેલો છે, માટે કેવળ “હા” નો ઉત્તર લખનારે અને કહેનારે સમજવો જોઇએ. ૨ દીક્ષાની બાબતમાં ગર્ભ અને જન્મથી આઠમું અને જન્મ પછી આઠ થયા પછી યોગ્ય થાય એ વાત કોઇએ નવી કલ્પી નથી પણ શ્રીનિશીથચૂર્ણ, પ્રવચન સારોદ્ધાર અને ધર્મસંગ્રહ વિગેરેમાં સ્પષ્ટપણે
જણાવેલ જ છે. ૩ શ્રમણ સંઘની વ્યાખ્યામાં આરંભક અવયવો લઈએ તો મુનિનો સમુદાય ગચ્છ અને ગચ્છનો સમુદાય
કુળ અને કુળનો સમુદાય ગણ અને ગણનો સમુદાય સંઘ એમ કહેવાતો હોવાથી કેવળ મુનિગણ આવે પણ સંઘના ચાર ભેદો શ્રીસ્થાનાંગ સૂત્ર, ભગવતીજી વિગેરેમાં જણાવેલા હોવાથી આજ્ઞાવર્તી પરિવાર પણ અંદર ગણી શ્રમણ પ્રધાન છે જેમાં એવો સપરિવાર સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર
પ્રકારનો સંઘ કહેલો છે. ૪ શાસ્ત્રદૃષ્ટિએ તો સોળ વરસની ઉંમર સુધી દીક્ષા દેવી હોય તો માત્ર માતાપિતા અગર તેના વાલીની ઉત્સર્ગ માર્ગે તેની રજાની જરૂર હતી, પણ પૂર્વકાળમાં વકતાઓ જેવી વચનની દઢતા રાખતા હતા અને તેથી એકવચનીપણું નિયમિત હતું તેવી સ્થિતિ આજકાલ ન હોવાથી માતાપિતા કે વાલીની સંમતિના પુરાવા માટે વિશેષ પ્રયત્નની જરૂર રહે તે સ્વાભાવિક છે અને આ જ કારણથી ધનગિરિ
મહારાજે સાક્ષીઓ રાખી વજસ્વામીને લીધા છે. ૫ પૂર્વકાળમાં પણ તે તે દ્રવ્યમુનિઓની અત્યંત અનુચિત પ્રવૃત્તિઓ દેખીને તે કાળના પુરુષોએ ઉચિત
કરેલું જ છે તેમાં શાસ્ત્રના જાણકારનો મતભેદ નથી. ૬ અવિદ્યમાનદોષોનું જાહેરપણે આરોપણ કરવું તે અભ્યાખ્યાન એટલે કલંકદાન નામનું મોટું પાપ છે. તેમજ પ્રછન્નપણે વિદ્યમાન કે અવિદ્યમાન દોષોને પ્રગટ કરવા તે પૈશુન્ય નામનું પાપસ્થાનક છે, અને બીજાઓને જાતિ, કર્મ આદિક જણાવી અધમતા દર્શાવવી તે પરપરિવાદ નામનું પાપસ્થાનક કહેવાય. આટલા માટે જ સાધુપણામાં વર્તતા શિષ્ય સિવાયને ઉદ્દેશીને આકુશીલ છે એમ કહેવાનો નિષેધ કર્યો અને દોષ વિદ્યમાન છતાં બીજાને ક્રોધ થાય તેવું બોલવાની મનાઈ થઈ.
Page #433
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર
૩૨૯
પ્રશ્નફાર: ચતુર્વિધ સંઘ
#માધાનશ્રાદ: ક્ષકારત્ર ઘટિંગત ગમોધ્ધારક_ શ્રીસાગરાનંદ સૂરીશ્વરજી મ.
Hoe
પ્રશ્ન ૬૬૨-સમ્યગ્દષ્ટિ વિગેરેમાં જે સંખ્યાતગુણી નિર્જરા કહેવાય છે તેમાં સંખ્યત્વથી દેશવિરતિ વિગેરેમાં અસંખ્યાતગુણી નિર્જરા સમ્યગુષ્ટિ વિગેરેની અપેક્ષાએ લઈ શકાય પણ સમ્યગૃષ્ટિપણામાં અસંખ્યાતગુણી નિર્જરા કોની અપેક્ષાએ ગણવી ? સમાધાન- ગ્રંથી આગળ રહેલા દેશોનકોટાકોટિ કર્મની સ્થિતિવાળા મિથ્યાષ્ટિજીવોને કર્મની નિર્જરા સરખી હોય છે, તેના કરતાં ધર્મનું સ્વરૂપ પૂછવાના વિચારવાળાને અસંખ્યાતગુણી નિર્જરા હોય છે, તેના કરતાં ધર્મસ્વરૂપને પૂછવાની ઈચ્છાએ સાધુ પાસે જવાની ઈચ્છાવાળાને અને જનારને અસંખ્યાતગુણી નિર્જરા ોય છે, અને તેના કરતાં પૂછવાની ક્રિયાવાળો અસંખ્યાતગુણી નિર્જરાવાળો હોય છે, તેના કરતાં પણ ધર્મને લેવાની ઈચ્છાવાળો અસંખ્યાતગુણી નિર્જરાવાળો હોય છે, તેના કરતાં ધર્મ અંગીકાર કરવાની કિયાવાળો અસંખ્યાતગુણી નિર્જરાવાળો હોય છે, અને તેના કરતાં પણ ધર્મ પામેલો અસંખ્યાતગુણી નિર્જરાવાળો હોય છે. આ બધી નિર્જરા સમ્યગ્દષ્ટિ શબ્દથી લીધેલી છે અને તે ગ્રંથિક મિથ્યાષ્ટિ જીવો કરતાં અનુક્રમે અસંખ્યાતગુણી જાણવી અને તેથી જ નિયુકિતકાર મહારાજે સમ્યગુદૃષ્ટિ શબ્દને સ્થાને સમ્યકત્વ ઉત્પત્તિ કહેલી છે. પ્રબ ૬૬૩- સમ્યગુદર્શનની ઉત્પત્તિને અંગે જેમ ધર્મપૃચ્છાના વિચારવાળા જીવો વિગેરે ભેદો છે તેવી રીતે સમ્યગદષ્ટિ કરતાં અનુક્રમે અસંખ્યાત સંખ્યાતગુણ નિર્જરાવાળા શ્રાવકપણામાં ને સાધુપણામાં પેટાભેદો છે કે નહિ ? સમાધાન-શ્રાવક અને સાધુપણામાં પણ તે તે વિરતિને લેવાની ઈચ્છાવાળો, લેતો અને લીધેલો એ ત્રણ પણ પૂર્વ સ્થાનની અપેક્ષાએ અસંખ્યાતગુણી નિર્જરાવાળા છે. એવી રીતે અનંતાનુબંધીનું ખપાવવું, દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિનું ખપાવવું, ઉપશમ શ્રેણીમાં રહેવું, ઉપશાંત મોહપણું, ચારિત્રમોહનીયનું ખપાવવું અને ક્ષીણમોહનીયપણું એ બધામાં અભિમુખપણું, ક્રિયા કરવા પણું અને સંપૂર્ણપણું એ ત્રણ વાનાં જોડવાં એટલેકે પૂર્વ સ્થાન કરતાં અભિમુખને અસંખ્યાતગુણી નિર્જરા અને અભિમુખ કરતાં ક્રિયારૂઢને અસંખ્યાતગુણી નિર્જરા અને તેના કરતાં પણ સંપૂર્ણવાળાને અસંખ્યાતગુણી નિર્જરા હોય છે.
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૪-૩૪ પ્રશ્ન- ૬૬૪-સમ્યગુદષ્ટિ આદિને પૂર્વપૂર્વથી જે અસંખ્યાતગુણી નિર્જરાવાળા માન્યા છે તેઓ કાળની અપેક્ષાએ કેટલા ગુણ હોય છે? સમાધાન-કર્મનિર્જરાના વિષયમાં સમ્યગુદૃષ્ટિ આદિ સમુદાયને આશ્રીને પશ્ચાનુપૂર્વી સંખ્યાતગુણા કાળની લેવી, એટલે કે અયોગીકેવળી મહારાજ વિગેરે જેટલાં કર્મ જેટલા કાળે ખપાવે તેટલાં જ કર્મ સંયોગી કેવળી વિગેરે પહેલાના સ્થાનવાળા તેના કરતાં સંખ્યાતગુણા કાળે ખપાવે, એટલે છેવટે ધર્મ પૂછવાની ઈચ્છાવાળો જતો જીવ જેટલાં કર્મ જેટલા કાળે ખપાવે તેના કરતાં ધર્મ પૂછવાના વિચારવાળો સંખ્યાતગુણો કાળ થાય ત્યારે તેટલાં કર્મ ખપાવે. પ્રશ્ન-૬૬૫-તપજ્ઞાનને ચારિત્રના ફળની પ્રાપ્તિમાં કઈ કઈ વસ્તુઓ વિદન કરે ? સમાધાન-આહાર, ઉપકરણ, પૂજા, બહુમાન, આમર્ષ, ઔષધિ આદિ લબ્ધિ અને રિદ્ધિ શાતા આદિ ગારવને લીધે જે જ્ઞાનચારિત્ર કે બારે પ્રકારના તપમાંથી કોઈપણ પ્રકારનું તપ કરવામાં આવે તો તે અનુષ્ઠાન કૃત્રિમ કહેવાય છે અને તે કૃત્રિમ અનુષ્ઠાનનું ગુણવાનપણું હોતું નથી. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે તપ, જ્ઞાન અને ચારિત્રમાં આદર કરતાં છતાં પણ આહારાદિકની ઇચ્છા તેના ફળમાં વિઘ્નરૂપ છે. પ્રશ્ન ૬૬૬-અઢીદ્વીપમાં તીર્થકરોની કયા પદે કેટલી સંખ્યા સમજવી? સમાધાન-અઢીદ્વીપમાં ઉત્સર્ગથી એટલે ઉત્કૃષ્ટપણે એકસો સિત્તેર તીર્થકરો હોય તેમાં કોઈ જાતનો મતભેદ નથી પણ જઘન્યપદ એટલે ઉત્સર્ગથી વિપરીત પદે કેટલાકો શીતા અને શીતોદાના ઉત્તરદક્ષિણના ભાગની વિજયોમાં એકેક તીર્થકરનું વિચારવું માની પાંચે મહાવિદેહમાં મળીને વીસ તીર્થંકરનું વિચરવું માને છે
ત્યારે કેટલાક આચાર્યો પૂર્વપશ્ચિમ મહાવિદેહમાં માત્ર એકએક તીર્થકર માની જઘન્યથી દસ તીર્થકરનું વિચરવું માને છે.
(જેમ સર્વ બહુ મનુષ્ય હોવાનો વખત માત્ર અજીતનાથજી મહારાજની વખતે જ માનવામાં આવ્યો છે તેવી રીતે કોઈક અવસર્પિણીમાં કોઈક વખતે સર્વ અલ્પ મનુષ્યપણાનો વખત થતો હોય ને તેવે સમયે દરેક મહાવિદેહમાં ચાર તીર્થકરોની હૈયાતી ન માનતાં માત્ર બે બે તીર્થકરોની જ હૈયાતી માની હોય તો અસંભવિત નથી, પણ તેવો પ્રસંગ કોઇક જ વખત હોવાથી દરેક મહાવિદેહમાં બે બે તીર્થકરનો પક્ષ ઘણો અલ્પ ગણાયેલો હશે. દરેક વિજયમાં તીર્થકર હોય અને ભરત એરવતમાં પણ તીર્થકર હોય અને તેથી ઉત્સર્ગ પક્ષે જે એકસો સિત્તેર તીર્થકરની હૈયાતી મનાય છે તે કંઈ મનુષ્યની ઉત્કૃષ્ટ સંખ્યાને આભારી નથી, અને તેથી મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા ભગવાન અજીતનાથજીના વારામાં હોય તો પણ એકસો સિત્તેર તીર્થકરોની હૈયાતી એ કંઈ અજીતનાથજી ભગવાનના વારામાં જ હોય એમ કહી શકાય નહિ. તેથી ઉત્સર્ગે એકસો સિત્તેર અને જઘન્યપદે વીસ તીર્થકરોની હૈયાતી માનવાવાળો પક્ષ વધારે પ્રચલિત લાગે છે) આ સ્થાને ઉત્કૃષ્ટ પદને ઉત્સર્ગ તરીકે ગણવામાં આવેલ છે ને તેથી જઘન્યને અપવાદ પદ લે તેમાં આશ્ચર્ય નથી, પણ શાસ્ત્રમાં રૂઢિથી જે નિષ્કારણ વિધિને ઉત્સર્ગ કહેવાય છે અને સકારણ હોવા પૂર્વક ઉત્સર્ગના રક્ષણ માટે કરાતા વિધિને જે અપવાદ કહેવાય છે તે ઉત્સર્ગ અપવાદ અહીં સમજવા નહિ. પ્રશ્ન ૬૬૭-હનન, આજ્ઞાપન પરિગ્રહણ, પરિતાપન અને અપદ્રાવણથી શું શું ગ્રહણ કરવું ? સમાધાન-લાકડી, ચાબખા વિગેરેથી હનન લેવું. (અપદ્રાવણનો અર્થ પ્રાણવિયોગ કરવાનો છે માટે હનન શબ્દથી પ્રાણવિયોગ ન લેતાં લાકડી, ચાબખા વિગેરેથી મારવું લેવું) બળાત્કારે હુકમથી જે કામ કરાવાય તેનું નામ આજ્ઞાપન કહેવાય. જો કે આજ્ઞા શબ્દથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને તીર્થકર મહારાજના વચનો કે આગમ વિગેરેનું જ્ઞાન લેવાય છે તો પણ કેટલેક સ્થળે “બાળ વર્તામયો' વિગેરે
(જુઓ અનુસંધાન પાનું ૩૨૭)
Page #435
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર
રાજેશ્વરો તે નરકેશ્વરો કેમ?
****
૩૩૧
આ જગતની અંદર અનાદિકાળથી આ જીવ ઇંદ્રિયોના વિષયોની અને તેના સાધનોની તૃષ્ણાથી દોરાયેલો છે. જ્યારે આ જીવ એકેન્દ્રિયપણામાં હતો ત્યારે એને કેવળ સ્પર્શ ઇંદ્રિયની પ્રાપ્તિ હતી, અને તેથી તે માત્ર સ્પર્શ ઇંદ્રિયના સ્પર્શ નામના વિષયને અંગે અનુકૂળતા અને પ્રતિકૂળતાએ સુખ અને દુઃખને માનતો હતો. ભવિષ્યતાએ અકામનિર્જરારૂપી સાધનથી પુન્યાદિકરૂપી પવિત્રતાને પ્રાપ્ત થયો અને બે ઇંદ્રિયપણામાં આવ્યો ત્યારે સ્પર્શ અને રસના ઇંદ્રિયોની પ્રાપ્તિ થઇ અને તેથી સ્પર્શ અને રસ નામના વિષયોને અંગે સુખદુઃખ અનુભવવા લાગ્યો, એવી રીતે ભવિતવ્યતા અને અકામનિર્જરારૂપ પવિત્રતાના યોગે ત્રણ ઇંદ્રિય, ચાર ઇંદ્રિય અને અસંશી પંચેન્દ્રિયપણામાં અનુક્રમે પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર ઇંદ્રિયને અધિક અધિક પામીને તેના ગંધ, રૂપ અને શબ્દરૂપી વિષયોમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાએ સુખદુઃખ માનવા અને વેદવા લાગ્યો. આ બધી સ્થિતિમાં તે માત્ર વર્તમાનકાળ પુરતું જ વિષયોનું મનન ચિંત્વન કરતો હતો, પણ ભૂત અને ભવિષ્યના વિષયો સંબંધી તેને સર્વથા ચિંત્વન કે મનન હતું નહિ પણ સંશી પંચેદ્રિયપણામાં જ્યારે આ જીવ આવાગમન કરે છે ત્યારે તેને મનના સામર્થ્યની પ્રાપ્તિ હોવાથી પૂર્વે જણાવેલા પાંચે વિષયોની પ્રાપ્તિના ત્રણે કાળના વિચારો સતત ઘોળાયા કરે છે અને તેથી તે વિષયોના સાધનોની પ્રાપ્તિ તરફ અત્યંત દોરાઈ જાય છે અને તે એટલે સુધી કે વિષયોના ભોગે પણ વિષયોના સાધનો મેળવવા કટિબદ્ધ થાય છે અને એવી દશા થતાં જીવ વિષયોના ભોગવટાની કિંમત કરતાં પણ વિષયોના સાધનોની કિંમત અત્યંત અધિક ગણે છે અને તેનેજ પ્રતાપે લોભનો સજ્જડ પ્રવાહ સંજ્ઞી પંચેદ્રિયપણામાં મનુષ્યપણું આદિ પ્રાપ્ત થતાં પ્રવર્તે છે. તે વિષય સાધનોના લોભ પ્રવાહમાં એટલો બધો તણાય છે કે જે જે પ્રાણીઓને વિષયના સાધનવાળા દેખે છે તેની પાસેથી તે તે વિષયોના સાધનને મેળવવા સતત પ્રયત્ન કરે છે. અંતરાયના ઉદયે કદાચિત્ ન મળે અગર અંતરાયના ક્ષયોપશમે કદાચિત્ કિંચત્ મળે પણ તે જીવને તે સાધનસંપન્ન જીવોની તરફ ઈચ્છાબુદ્ધિ હંમેશા પ્રવર્તતી રહે છે.
આ વિષયોના સાધનની અધિક કિંમતના અને સાધનો મેળવવાની અધિક ઇચ્છાના પ્રતાપે જ જગતમાં રાજાની અધિકતા ગણવામાં આવી છે પણ જ્યારે ઇંદ્રિયસુખના અર્થીઓ માત્ર ઇંદ્રિયસુખના સાધનની અધિકતા દેખી રાજેશ્વરને આરાધ્ય, સેવ્ય માની તેમની દશાને પ્રાપ્ત થવા લાયક માને છે, ત્યારે પુદ્દગલમય ઇંદ્રિયોદ્વારા વિષયો અને તેના સાધનોની સંપત્તિથી થતાં સુખોને જેઓ પુદ્દગલજન્ય
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૩૨
તા. ૧૩-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર અને વિપાક વિરસ તરીકે સમજી શકે છે તેમજ તેના ઉપાર્જનને અંગે કરાતી અધમ પ્રવૃત્તિઓ, તેના ભોગ કાળની વખત થતું આત્માનું અસ્વાસ્થ તેના પોષક તરફ થતી સ્નેહદૃષ્ટિ, તેના ઘાતક તરફ થતી જૂરદ્રષ્ટિ અને આખા ભવમાં સતત મહેનત કરીને મેળવેલા ભોગોના સાધનોને અંત અવસ્થાએ એકી વખતે સર્વ મેલી દેવા પડે છે એવું સમજનારા વિવેકી જીવો જેઓને શાસ્ત્રકારો તત્વદૃષ્ટિએ વિચારવાળા ગણે છે તેઓ તો પૂર્વે જણાવેલા બાહ્યભોગ અને તેના સાધનની સર્વ સામગ્રી ધરાવનારા રાજાધિરાજોને ભોગ અને તેના સાધનની પ્રાપ્તિ માટે તેમજ તેના રક્ષણ અને વધારા માટે કરાતા પાપમય પ્રયત્નોને વિચારી એવા રાજામહારાજાઓને પૂર્ણ દયાની દૃષ્ટિથી દેખે છે અને તેથી જ તે વિવેકી પુરુષો સભા સમક્ષ સામાન્ય રીતિએ ઉપદેશ દેતાં જણાવે છે કે રાજેશ્વર તે નરકેશ્વર અર્થાત્ ઈદ્રિયોના ભોગો અને તેના સાધનોની ઉત્કૃષ્ટ પ્રાપ્તિવાળા, નવા પ્રાપ્ત કરવા માટે તેની ઉત્કૃષ્ટ લિપ્સાવાળા, તેની પુષ્ટિ કરનારા તરફ પ્રેમ કરનારા અને તેની અંશે પણ ક્ષતિ કરવાવાળા તરફ ક્રોધે ધમધમીને ક્ષતિ કરનારના અને તેના સંબંધીઓના પ્રાણોનો નાશ થાય ત્યાં સુધીના પ્રયત્નો કરવાવાળા જગતમાં ગણાતા રાજાધિરાજો નરકગામી કેમ ન બને તેમજ ક્યા પુન્યયોગે આત્માને નિર્મળ કરી સદ્ગતિગામી બને કેમકે વિષયમાં રાચેલો અને તેની આકાંક્ષાવાળો મનુષ્ય આત્મામાં રમણતા કરનાર વિષયને વિષસમાન સમજનાર, વિષયના સાધનરૂપ સ્ત્રી અને ધન આદિને બેડસમાન માનનાર, યાવત્ સંસારમાત્રને કારાવાસ તરીકે ગણનાર એવા ત્યાગી પુરુષો તરફ અંશે પણ ઉત્તમતાની બુદ્ધિ હોઇ શકતી નથી, અને તેવી ઉત્તમતાની બુદ્ધિ ન હોવાથી વિષય અને તેના સાધનોના ત્યાગને અમલમાં મેલવાથી કેટલો બધો અનિષ્ટનો બચાવ અને ઈષ્ટની પ્રાપ્તિ થાય છે એ તેને શ્રવણગોચર પણ થતું નથી, એ કદાચિત્ શ્રવણગોચર થાય છે તો પણ વિષય અને તેના સાધનની આસકિતને લીધે વિષયના ત્યાગને ઉત્તમ માનવામાં તથા આત્માના અવ્યાબાદપદની માન્યતા તેની પ્રાપ્તિના સાધનોનું જ્ઞાન તે પ્રાપ્ત કરવાની આકાંક્ષા અને તે આકાંક્ષામાં થવી જોઇતી તીવ્રતા તેવા જીવોને પ્રાપ્ત થઈ શકતી નથી અને તેનેજ પ્રતાપે રાજેશ્વર છતાં પણ રાજાધિરાજોને નરકગામી બનવું પડે છે.
આવીજ હકીકતને ઉદ્દેશીને ભગવાન ગણધર મહારાજા પણ નરદેવ (રાજાધિરાજ)ની ગતિ કેવળ નરકનીજ બતાવે છે અર્થાતુ સ્પષ્ટપણે જણાવે છે કે વિષયની આસકિત અને તેના સાધનોની પ્રાપ્તિમાં લીન બનેલા રાજાધિરાજો ઉત્તમ ધર્મથી વિમુખ જ રહે છે અને તેને પ્રભાવે તેઓ નરકગામી બને છે.
ઉપર જણાવ્યા પ્રમાણે એકલી વિષયની આસકિત અને વિષયના સાધનો લોભીદશાને લીધે જ રાજેશ્વરો નરકેશ્વરો એમ નહિ પણ તે આસકિત અને લોભીદૃષ્ટિને લીધે પોતાના શરણે રહેલી જેનું હિત કરવાને પોતે બંધાયેલો છે એવી પ્રજાના સુખો અને દુઃખોની દરકાર નહિ કરતાં માત્ર પોતાની જ ઇચ્છા તૃપ્ત કરવાને તેવી પ્રજાને અનેક પ્રકારે પીડવામાં તત્પર રહે છે અને તે આસકિત, લોભ, અને પ્રજાપીડાના કારણે રાજાધિરાજો એક ભવે નરકના દુઃખો ભોગવવાથી પણ ઉપાર્જન કરેલી પાપની પીડાથી છૂટી શકતા નથી અને તેથી કોઈક તેવા કર્મયોગે મળેલા મનુષ્યભવમાં તે પહેલાના રાજ્યપતિઓ જન્માંધપણાં આદિની સ્થિતિને અનુભવે છે. આ હકીકત જાણવાની ઇચ્છાવાળાએ વિપાકનામના અંગના પહેલા શ્રુતસ્કંધના મૃગાપુત્રીય નામના અધ્યયનને વિચારવું યોગ્ય છે.
Page #437
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૩૪
૩૩૩
તો તો જો
જો હો
શ્રી સિદ્ધચક્ર હો હો હો હો હો હો હો હો હો તો
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
ફિ છે . છે વિ) તો તે
જો
. क्षायोपशमिके भावे, या क्रिया क्रियते तया । पतितस्यापि तद्भावप्रवृद्धिर्जायते पुनः ॥१॥
શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રીમાનું યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા, જ્ઞાનસાર પ્રકરણમાં ક્રિયા-અષ્ટક રચતા થકા જણાવે છે કે જગતના જીવો જગતના અનુભવથી ને ધાર્મિક જીવો શુદ્ધ માન્યતાથી જ્ઞાનને આધારે જ સારી પ્રવૃત્તિ થવાનો સદ્ભાવ હોવાથી જ્ઞાનને નિષ્ફળ માની શકે જ નહિ, તેમ જ્ઞાનજ ફળ દે છે તેમ પણ માની શકે નહિ. ધર્મશાસ્ત્રની રીતિએ જ્ઞાનમાત્ર જ ફળ દેનાર છે ને ક્રિયા નકામી છે તેમ માની શકાય જ નહિ, તેમ ક્રિયામાત્ર જ ફળ દે છે ને જ્ઞાન નકામું છે તેમ પણ માની શકાય નહિ.
જેમ આહારપાણી ઔષધાદિકને જોવા માત્રથી રાંત "વો, રોગનું જવું વિગેરે બનતું નથી, તેમ સમ્યગદર્શન શાન થવા માત્રથી સિદ્ધિ જૈનશાસ્ત્રકારે માની નથી. અર્ધપગલપરાવર્તમાં એકલા સમ્યકત્વવાળો જરૂર મોક્ષે જાય આવો નિયમ કરી શકાય નહિ. સમ્યકત્વ થયા પછી મોક્ષ થાય છે. આ વાત ખરી, છતાં એમાં વિચાર કરવાની જરૂર છે. કોઈપણ શાસ્ત્રકાર સમ્યકત્વ પામ્યા પછી ચાહે તેજ ભવમાં કે કોઈ અન્ય ભવમાં કે ચાહે અર્ધપુદ્ગલના છેડાપરના ભવમાં એકલા સમ્યકત્વથી મોક્ષ થાય છે તેમ માનતા નથી. સમ્યકત્વ મળ્યું પછી સમ્યગુજ્ઞાન કે ચારિત્ર ન મળે ને એકલા સમ્યકત્વથી મોક્ષ પામે તેમ કોઈ શાસ્ત્ર કહેતું નથી. સમ્યક્ત્વ પામેલો સમ્યગુજ્ઞાન જોડે પામે છે. જે ક્ષણે મિથ્યાદર્શન મટી સમ્યગુદર્શન થાય તેજ સમયે સમ્યગુજ્ઞાન થાય. જેટલું મતિધૃત અજ્ઞાન ને વિભંગ હોય તેટલું જ મતિશ્રુતને અવધિ થાય, તે બધું જ્ઞાનપણે પરિણમે છે. તે પરિણામ સમ્યગુદર્શન પામે તેજ સમયે. તેમાં સમયનો પણ ફેર નહિ. એક સમય પણ સમ્યગૃષ્ટિ અજ્ઞાની ન હોય. જે સમયે મિથ્યાત્વનું સમ્યકત્વ થાય તેજ સમયે મતિ, ચુત, વિભંગ, અજ્ઞાન મટી મતિ, શ્રુત, ને અવધિજ્ઞાન થાય. એમ ન ધારવું કે આ તો મારા વાડામાં આવે તો શાહુકાર, ન આવે તો ચોર. જ્ઞાનમાં શું ફરક? ઈદ્રિયો કેમ નથી? જે પહેલા સ્પર્ધાદિ પદાર્થો જાણે તે સમ્યગ્ગદર્શન પછી પણ જાણે છે. તો પહેલાં અજ્ઞાન હતું ને હવે જ્ઞાન થયું, તો મારા વાડામાં આવ્યો તે સાચો, બહાર રહ્યો તે ખોટો એમજ થયુંને ? પણ લગીર ઊંડા ઉતરી વિચારો.
એક માણસ ચોરીનો ધંધો કરે છે. હવે ચોરીના ધંધાવાળાને જે અક્કલ મળી છે, જે ચાલાકી મળી છે, જે ચોપડીઓ વાંચવાથી હુશિયારી મળી છે, તે કેવી ગણાય? શ્રાપસમાન. કોઈ કારણ સંયોગે તેજ ચોર રક્ષક બન્યો. તો તે વખતે તેની અક્કલ, હશિયારી ને ચાલાકી કેવી ગણાય? જગતને આશીર્વાદ સમાન.
એનો એજ શક્તિસિંહ મેવાડ ઉજ્જડ કરવા માંગતો હતો અને એજ શક્તિસિંહ જ્યારે પ્રતાપ ઉપર
Page #438
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૩૪
૩૩૪
શ્રી સિદ્ધચક્ર હલ્લો થાય છે. રણસંગ્રામમાંથી નીકળી જાય છે, ને મરણના સંકટમાં પડે છે તે વખતે મેવાડ ઉજ્જડ કરવાની બુદ્ધિવાળો મટી મેવાડના મહારાજાને બચાવવા તૈયાર થયો છે, પણ એ બચાવવા તૈયાર થયેલો શક્તિસિંહ અત્યારે અક્કલ, ચાલાકી, હુશિયારીનો ઉપયોગ કયાં કરે છે? હિતમાં. પહેલાં તે નાશમાં ઉપયોગ કરતો હતો. મેવાડની અપેક્ષાએ તે અભિપ્રાય શ્રાપસમાન હતો. અભિપ્રાય પલટયો એટલે તેજ બુદ્ધિ આશીર્વાદ સમાન થઈ. શક્તિસિંહની પહેલાંની જે અક્કલ, હશિયારી ને ચાલાકી તે શ્રાપ સમાન હતી ને પછી તેજ રક્ષણ કરનારી થઈ. વિચારો જે બાદશાહના મારાને મારી નાખ્યા. ઘોડો આપ્યો. આ વખતે અસલ બુદ્ધિમાં રહ્યો હતે તો શી દશા થતું? ધારણા કરવાથી જ આશીર્વાદ સમાન થઇ, જગતમાં દુર્જનને મળેલી અક્કલ, ચાલાકી ને હુશિયારી તે શ્રાપ સમાન છે, તેજ સજ્જન બને તો તેની અક્કલ, ચાલાકી ને હુશિયારી જ જગતને આશીર્વાદ સમાન થાય છે.
આમાં વાડાબંધી કઈ ? જેને વસ્તુતત્ત્વની ખબર ન હોય તે પત્થર મારે કે-વાડાબંધી. આજકાલ સાચાને પણ ખોટાની સાથે નિંદવા તેનો રસ્તો એકજ. કયો? વાડાબંધી. તે નામથી ખોટા સાથે સાચાને નિંદવા છે. ત્રીજા કાઢવાની ફાવટ માટે બંનેથી લોકોને ખસેડે છે. નહિ તો પૂછો કે બેએ જૂઠા છે કે એકેજ સાચો છે? તેને માત્ર લોકોને ભડકાવવાથી મતલબ છે. અહીં સખ્યત્વની વાડાબંધી નથી. સમ્યકત્વ એ આત્માના શુદ્ધ પરિણામ. હું ગુરુ જેમાં ગણાઉં તેનું નામ સમકિત, આ કથન તો મિથ્યાત્વનો મુગટ. મને માને તો જ સમકિત. મારે ચોથમલજી, મનાલાલજીનું સમકિત છે, આ માન્યતા મિથ્યાત્વનો મુગટ. સમકિત હોય તો શાસ્ત્રાનુસારી જે કાંઈ હોય તે માન્ય. સમકિત કોનું? એવા ચોથમલજી, મનાલાલજીનાં સમકિત નહિ. આમાં કાલુજીનું ભીખમજીનું સમકિત તે મિથ્યાત્વના મુગટો જ છે. સમ્યકત્વ ચીજ કઈ? શાસ્ત્રાનુસારી પરિણતિ. આથી જિનપન્નવંતા એટલે જીનેશ્વરે કહેલું તે તત્વ. ડેલાનું, વિદ્યાશાળાનું કે ધર્મશાળાનું સમકિત તેવું ઉચરાવતા પણ નથી. પાંજરાપોળનું સમકિત નથી. બધા એકજ રીતે સમ્યકત્વ ઉચરાવશે. કયું? જિનપન્નાં તત્ત. જિનેશ્વરે કહેલું તે તત્વ એમાં ડેલા વિગેરેને ઘુસાડવાનું હોતું નથી. સમ્યકત્વ એક ઉચરી લીધું કે ફલાણાને પકડયો તેથી સમ્યકત્વ આવતું નથી, પણ મિથ્યાત્વનો મુગટ લવાય છે. શાસ્ત્રાનુસારી કાંઈપણ હોય તે સમ્યકત્વ કંબૂલ છે. જે વખત દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય, જે વખતે ગ્રંથિભેદ થાય, અંતરકરણાદિ કરવાથી ઉપશમ સમ્યકત્વ આવે, ક્ષાયિક કે ક્ષાયોપથમિક સમ્યકત્વ આવે તે સર્વ વખતે એકજ સિદ્ધાંત થાય કે જીનેશ્વર કહે તેજ તત્વ છે. આપણામાં એક વસ્તુ પ્રચલિત થઈ હોય ને કદાચ એનાથી વિરૂદ્ધ શાસ્ત્રમાં માલમ પડે તો શાસ્ત્રીયવસ્તુ તમારી પાસે રહેવા દો. શાસ્ત્રમાં નીકળ્યા પછી નિર્ણય કરવાનો હક છે. આટલા વરસ સુધી આમ કર્યું, હવે કેમ કરીએ એમ ધારવું તે તો મિથ્યાત્વનો મુગટ છે, તેમાં બચાવ નથી. ગૌતમસ્વામીએ પચાસ વર્ષ યજ્ઞ કર્યા, પણ તત્ત્વ જાણ્યું એટલે પચાસ કે પંચાવન વર્ષની પણ પ્રવૃત્તિ નડી નહિ. સર્વજ્ઞપણે પ્રસિદ્ધ થયેલા ને યજ્ઞના અધિપતિ ને સામા પક્ષમાં આગેવાન થયેલા તે કેવી રીતે મૂછ નીચી કરતા હશે?
એક વખત લાખ રૂપિયા ખરચી હીરો લીધો હોય પછી કદાચ તે સાકર છે એમ નિર્ણય થાય તો બજારમાં દેખાડવા જાવ ખરા? નિર્ણય થયા પછી લાખ ખરચ્યા હોય તો પણ સાકર માલમ પડે તો ફેંકી દઈએ છીએ. ખોટો રૂપિયો માલમ પડયો પછી કાપી ન નાખો તો ગુનેગાર, રદ ન કરો તો ગુનેગાર, તો પછી અહીં ખોટું, શાસ્ત્રથી વિરૂદ્ધ, ખરાબ, માલમ પડયું તે મનાય કેમ? ખોટો રૂપિયો કારણે કે ગોખલામાં
Page #439
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૪-૩૪
૩૩૫
શ્રી સિદ્ધચક્ર રાખે તો પણ સજાપાત્ર થાય છે ને તેમાં બચાવ ચાલતો નથી. જ્યારે આમ ખોટો રૂપિયો ગોખલામાં રાખીયે તો પણ ગુનેગાર, તો અસત્ય ને ખોટું માલુમ પડયું તે ફોડી ન નાખીએ તો શાસનને અંગે ગુનેગાર છીએ. આપણને કશું તે કામ ન લાગે. એક રૂપિયા જેવી ચીજ ખોટી રાખવી પાલવતી નથી. વ્યવહારમાં લેવી તે વાત જુદી. તો ખોટી ચીજ જાણવામાં આવે તેને તમારી કોથળીમાં રાખો. ચાલુ તે ક્રિયાની વાત. અંધારી રાતે ૯-૧૦-૧૧ વાગ્યા સુધી બાયડીને બેસાડે. અંધારું તો હોયજ, વળી તેમાં સાડાત્રણ હાથનું પણ છેટું નહિ. રાત્રે નવદસ વાગ્યા સુધી બાયડી મકાનમાં રહે તેનો અર્થ શો ? તદ્દન ખરાબ. તેમજ મધ ખાવાવાળા અર્થાત્ મધ જેવી અભક્ષ્ય ચીજ. ઔષધને માટે ખાધેલું પણ જે મધ નરકનું કારણ છે તેમાં પ્રવર્તનારા બીજાની વાત શું જોઇને કરે ? તેઓમાં પૂજ્યોની સંથારો પાથરવાની ક્રિયા આરજા (સાધ્વી) કરે છે. આવા કોઇને કહે તો કહે કે અમે ઉત્કટા છીએ, પણ ઉટકટા છીએ એમ કહોને. મૂળ વાતમાં આવો આ તમને જણાવવું પડે છે તેનું કારણ એ કે તેઓ ભોળા લોકોને ભરમાવે છે કે તમારા સાધુ આમ કહે છે, તેમ કહે છે. બોલતાં મોઢે વસ્ત્ર સાધુએ રાખવું તેવું ૩૨ સૂત્રમાંથી કાઢો તો ખરા. બોલતાં મોઢે મુહપત્તિ ન રાખવી તેમ અમે માનનારા નથી. હવે ભગવતીજીમાં લખ્યું છે કે ઈદ્ર સૂમકાયને બચાવી બોલે તો નિરવધ ભાષા ગણવી, સૂમકાયને બચાવ્યા વગર બોલે તો સાવદ્યભાષા. ઈદ્ર નિરવદ્યભાષા બોલે તો ધર્મી કે અધર્મી? નિરવદ્યભાષા બોલનાર ધર્મ કે અધર્મી ? ઈદ્રને અંગે કહેલું નિરવ સાધુ શ્રાવકને અંગે લગાડે તો સૂર્યાભનું દૃષ્ટાંત કેમ કબુલ કરતા નથી? ચુપ. બીજી વાત, તેમના સૂત્રોમાં જ્યાં વાઉકાયનો અધિકાર ચાલ્યો ત્યાં ફૂંક ન દેવી વગેરે કહ્યું તે જગા પર ઉઘાડા મુખે ન બોલવું તેમ કહ્યું હોય તો કાઢો. તમારા શાસ્ત્રથી કાઢો. અમે તો મુહપત્તિ રાખવાનું ચૂર્ણિ આદિથી માનીએ છીએ. ઈદ્રનો દાખલો તમારાથી દેવાય તેમ નથી. હવે બીજી બાજુ ઉથલાવો.. કદી કોઈક સાધુ ઉઘાડા માંથી બોલ્યા, ભલા બાંધી રાખો ને તેમાં સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થઈ નાશ પામે તેનું શું? સંમૂર્ણિમ મનુષ્યને ક્ષણે ક્ષણે મારનારા તે અનુપયોગ વાઉકાયના મારનારને શી રીતે કહી શકે? અનુપયોગે થતી વાઉકાયની વિરાધનાને શી રીતે આગળ કરી શકે? સંમૂર્ણિમ મનુષ્યોને મારનારો અનુપયોગે થતી નિંદવા યોગ્ય વાઉકાયની હિંસાને શી રીતે આગળ કરે છે? નાક સુધી ને મોંઢાના ભાગ સુધી બાંધવાનો પુરાવો તેઓ બતાવે છે? મુહપત્તિ પડિલેહે ત્યાં કાયા પડિલેહે એમ સ્થાન સ્થાન પર છે. મોંએ બાંધવાનો વિધિ કોઈ જગાએ નથી. વળી ત્યાં મુહપત્તિ છોડી અગર પડિલેહી બાંધી તેવો અધિકાર જ નથી. ભોળાની આગળ પત્થર રગડાવવા છે. તેઓ અભક્ષ્ય એવા મધને ભક્ષણ કરનારા થઈ મુસલમાનને માંસના અભક્ષ્યપણાની વાત કરે તો માંસમાં શી અડચણ? એમજ તે કહે, કારણ તેને માંસ ખાવું છે, વળી તેઓ કહે છે વાસી મલઇ, મધ ખાવામાં શી અડચણ? કંદમૂળ, મધ વાસી ખાનારા શું મુખ લઇને પૂજા વગેરેથી વિરૂદ્ધ બોલે છે?
જૂઠી જાણી પછી કોરણે મૂકવી પડેને તેને રદ કર્યો જ બચી શકો. તે વાત રહેવા દો. મૂળમાં આવો. સમ્યક્ત થયા પછી હું કેમ વર્તુ છું? તે વાતને સંબંધ નથી. આરંભાદિકમાં તમે વર્તેલા છો. અમારા આરંભ, પરિગ્રહ ને વિષયકષાયનો બચાવ નીકળે છે? એમ ધારો તેનો અર્થ મિથ્યાત્વ. આરંભાદિકમાં ડૂબી ગયા તો તેમાં ખરાબ બુદ્ધિ રાખવી જ જોઇએ. અમારી આસકિત છૂટતી નથી, મોહમમતા છોડી શકતા નથી, પણ રસ્તો આ છે. સમ્યકત્વ પછી પોતાના આચરણને સ્થિતિનો બચાવ હોય નહિ. પોતાની પ્રવૃત્તિ તરીકે બચાવ હોય નહિ. આ તો અશકય છે માટે કેમ કરીએ ? અમારે કુટુંબ પૈસા છોડવા
Page #440
--------------------------------------------------------------------------
________________
339
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૪-૩૪
પાલવતા નથી, એમ બચાવ ન ચાલે. તમારી અશકયતાને, પ્રવૃત્તિને વચમાં લાવવાનો તમને હક નથી. વચમાં લાવો તો ત્યાં મીંડુ છે. સમકિતમાં શૂન્યતા છે. ચલણમાં ખોટો સિક્કો રહેજ નહિ. તેમ જાઠાને ખુલ્લા કરો કે તેમની સામા થૂંકવા પણ તૈયાર ન થાઓ. તેમ ન કરો તો સમ્યક્ત્વને અંગે શિક્ષાપાત્ર છો. લેનારો જોઇને લે એવો બચાવ તેમાં ન ચાલે. ખોટા રૂપિયાની માફક ખીલી કેમ ન મારો ! ત્યાં ખીલી મારવી એ એકજ સવાલ રહે છે. તેમ અહીં જેને સમ્યક્ત્વ થયેલું હોય તે ખોટાને ખીલી ઠોકી જાહેર ન કરે તો ગુન્હેગાર છે. સમ્યક્ત્વ અહીં કોઇના ઉપાશ્રયનું કે ઘરનુ નથી. તેથી ‘જિનપન્નાં તત્ત’ કહે છે. એ લોકોને સારા તરીકે અંગીકાર કરાવવું છે. જ્યાં સમ્યક્ત્વ થઇ પરિણતિ સુધરી. જેમ ચોર મટી રક્ષક થાય, દેશદ્રોહી મટી દેશભકત થાય તે વખતે ચાલાકી, અક્કલને હુંશિયારી જે શ્રાપ સમાન હતાં તેજ આશીર્વાદ સમાન થાય. સમ્યક્ત્વ પહેલાં જે અક્કલનો ઉપયોગ આરંભાદિકમાં થતો હતો તેજ સમ્યક્ત્વ પામે પછી પોતાની અક્કલ, હુશિયારીનો ઉપયોગ આત્મકલ્યાણ માટે કરે. સમ્યક્ત્વ થાય એટલે ધ્યેય કર્મક્ષય, કેવળજ્ઞાનાદિક પ્રાપ્તિનું જ ધ્યેય હોય. તેવા જ્ઞાનને શુદ્ધ જ્ઞાન કહેવું તેમાં નવાઈ શી ? સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના ક્ષણે પૂર્વે જે અજ્ઞાન હતું તે જ્ઞાન થયું. અહીં સમ્યક્ત્વ પામે તે વખતે અક્કલ, ચાલાકી ને હશિયારી આત્માને આશીર્વાદરૂપ થાય છે. એક શાહુકાર ને દેશરક્ષક અનુક્રમે ચોર ને દેશદ્રોહી થાય તો તેની અક્કલ વિગેરે પૂર્વે જે આશીર્વાદ સમાન હતાં તે શ્રાપ સમાન થયાં. તેમ સમકતવાળો હોય તે મિથ્યાત્વમાં જાય તો તેનાં શાનો પણ શ્રાપ સમાન થાય. આત્માનો ક્ષયોપશમ થાય ત્યારે મતિ, શ્રુત, અવઘિ તે હિત કરનાર થાય. એના એજ પલટાઇ જાય તો શ્રાપ સમાન. જે ક્ષણે મિથ્યાત્વ તે ક્ષણે અજ્ઞાન. સમ્યક્ત્વના ક્ષણે જ જ્ઞાન. આથી સમ્યક્ત્વને જ્ઞાન એ બે તો એકજ સાથે હોય. વફાદારી ને આશીર્વાદપણું જોડે હોય. દ્રોહબુદ્ધિ ને શ્રાપ જોડેજ હોય. દ્રોહવાળો થયો ને શ્રાપ સમાન નથી તેમ નહિ બને. વફાદારી સાથે જ આશીર્વાદપણું હોય. જે વખતે જે જિનેશ્વરના કથનોને વફાદાર થાય તેને તે વખતેજ સમ્યક્ત્વ. આથી સમ્યક્ત્વ હોય તોજ જ્ઞાન. મિથ્યાત્વ હોય તો અજ્ઞાન. આ હકીકત તત્ત્વથી સમજો. હવે સમ્યક્ત્વ ને જ્ઞાન એ બે સાથે જ છે. મિથ્યાત્વી સમ્યજ્ઞાનવાળો ન હોય. હવે સમ્યક્ત્વને જ્ઞાન તે બે ને સંબંધ છે ને તેથી સમ્યક્ત્વ સાથે જ્ઞાન માનવું જ પડે, તો પણ દેશવરિત અને સર્વવિરતિની ક્રિયા આવવી તેમાં નવ પલ્યોપમ અને સંખ્યાતા સાગરોપમનો આંતરો છે, પણ તેટલા વખતમાં જરૂર વિરતિમાં દાખલ થાય.
બીજે મનુષ્ય ભવે જરૂર વિરતિ મળે, તેથી શાસ્ત્રકાર એકથી બીજો મનુષ્યભવ અવિરતિમાં રાખતા નથી. કાંતો વિરતિ લો કાંતો મિથ્યાત્વ લો. એ સિવાય બીજો રસ્તો નથી. બીજો મનુષ્યનો ભવ વિરતિવગરનો ચાલુ સમકિતવાળાને હોય નહિ. આથી બીજા ભવે વિરતિ જરૂર. સમ્યક્ત્વ જવાથી માનો કે ન થાય તો પણ અર્ધપુદ્ગલપરાવર્તે પણ મોક્ષ મળવાનો હોય તો વિરતિ આવ્યા પછીજ મોક્ષ મળે. આથી સમ્યગ્દર્શનને મોક્ષ વચ્ચે આંતરૂં નિયમિત કર્યું, પણ તેમાં સમ્યક્ચારિત્ર જરૂર આવી જાય. આથી સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનનું જ ફળ મોક્ષ કહી શકાય નહિ. એકલા ચારિત્ર માત્રથી પણ મોક્ષ થતો નથી. ત્યારે સમ્યગ્દર્શનને જ્ઞાન પછી થાય તેથી જ, સમ્યક્ચારિત્ર પણ સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વકવાળું જ હોય. એકલું જ્ઞાન, એકલી ક્રિયા સંપૂર્ણ ફળ દેતાં નથી, તાકાત હોય તો સંમીલિત દર્શન જ્ઞાનાક્રિયાનીજ છે. સંપૂર્ણ ફળ કરવાની તાકાત બે કે ત્રણમાંથી એકેમાં નથી. સમ્યજ્ઞાન એટલે આત્માનો ક્ષાયિક ગુણ. તે પછી ઉપદેશનું કામ નથી. ઉપદેશનું કામ ક્ષાયોપશમિક જ્ઞાન હોય ત્યાં સુધીજ છે. વળી ક્ષાયોપશમિકજ્ઞાન ક્ષાયિકચારિત્ર થયા પછી પણ ઉપદેશનું કામ નથી. ને ક્ષાયોપશમિક જ્ઞાન, દર્શન, ચારિત્ર તે ક્રિયાને આધીન જ છે. હવે તે ક્રિયા કેમ કરવી ને શું ફળ મળે તે અગ્રે.........
Page #441
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જૈન-પુ ફંડ તથા શ્રીઆગમોદય સમિતિના હાલમાં મળતા ગ્રન્થો.
નીચેન ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. જડના ગ્રંથ. ખંડના ગ્રંથ.
અંક
૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌષ્ટિક ૬ ઠું. ૦-૧૦-૦ ૫૬ શ્રી શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૬૨ શ્રીસુબોધા સમાચારી.
૦-૧૪-૦ ૦-૮-૦
૪૬ શ્રીદશપયન્નાછાયાયુક્ત ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૬૩ શ્રી શ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત).
૧-૪-૦
૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું
૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦
ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો
૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો.
૨-૦-૦
૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા યુક્ત (પૂર્વાર્ધ). ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ. ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક. ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૭૨ શ્રીવિચાર રત્નાકર. ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહવૃત્તિ. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો.
૭૫ શ્રીમહાવીર ચરિત્ર પ્રાકૃત. ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા યુક્ત ઊત્તરાર્ધ.
મુલ્ય અંક
990
અંક સમિતિના ગ્રંથ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૩૬ શ્રીગચ્છાચાર પયત્નો.
૩-૦-૦
૧-૮-૦
૨-૦-૦
૬-૦-૦
૪-૦-૦
૩-૦-૦
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ
૩-૮-૦
૧-૮-૦
૨-૮-૦
૩-૦-૦
નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા આપવામાં આવશે.
૪-૦-૦
૨-૮-૦
૪-૦-૦
૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭
૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૩૯ શ્રીજૈન ફીલોસોફી અંગ્રેજી.
૪૦ શ્રીયોગ ફીલોસોફી અંગ્રેજી. ૪૧ શ્રીકર્મ ફીલોસોફી અંગ્રેજી.
૩-૮-૦
૬-૦-૦
૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૫૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂકૃિત ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત. ૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૦-૫-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર પં. ભૈરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. È-૦-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૬-૦-૦
નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઇપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ. મળવાનું ઠેકાણું:શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ૦ ફંડ. ગોપીપુરા, સુરત. (ગુજરાત)
૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો.
૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૭૯ શ્રીભક્તામર કલ્યાણમંદિર નમિઉણ સ્તોત્ર.૫-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા. ૧-૮-૦ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજીષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૮૩ શ્રીઋષભ પંચાસિકા પ્રેસમાં. ૮૪ શ્રીજૈન-ધર્મ-વરસ્તોત્ર
૧૨-૦-૦
૬-૦-૦
૨-૦-૦
૨-૦-૦
મુલ્ય
૦-૧૨-૦
: 0-0
૨-૮-૦
૫૦ શ્રીજીવસમાસ સટીક
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૫૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૦-૮-૦ ૦-૬-૦
કમીશન
૧-૮-૦
૧-૮-૦
૧-૦-૦
૦-૧૪-૦
૦-૧૨-૦
૩-૦-૦
૮-૦-૦
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #442
--------------------------------------------------------------------------
________________
'ભયંકર સંગ્રામમાં સાધુઓએ સાધેલું શૌર્ય. જૈનજનતાને ધ્યાન બહાર નથી કે જૈનશાસનમાં કોઇપણ ચીજ જાણવાલાયક માની હોય તો તે બીજી કોઈ નહિ પણ માત્ર કઠોર કાલુષ્યને વધારનાર કર્મકરજ છે અને કઠોરતામાં કટિબદ્ધ થયેલા કુટિલ કર્મ સિવાય બીજા કોઇને પણ જૈનશાસનને જાણનારા શત્રુ તરીકે માનતા નથી. આ જ કારણથી જૈનશાસનમાં સદા માટે શાશ્વતા ગણાતા પંચપરમેષ્ઠી મંત્રમાં આદ્યપદ તરીકે અરિહંત એટલે શત્રુને હણનારને નમસ્કાર કરેલો છે. જો જૈનશાસનમાં બીજા કોઈને શત્રુ તરીકે માનવામાં આવ્યો હોત તો જરૂર સાથે વિશેષ જોડવું પડત, પણ જૈનશાસનમાં ઉપર જણાવ્યા પ્રમાણે કર્મ સિવાય બીજો કોઈ શત્રુ માનવામાં આવ્યો નથી, તથા કોઇપણ જાતના કર્મને મોક્ષને સાધનાર ગણી અનુકૂળ ગણવામાં આવ્યું નથી. તેથી કર્મ અને શત્રુ એ બંને પદો પરસ્પર અવ્યભિચારીપણું હોવાથી પરમાણુ કહો કે અપ્રદેશ કહો એ બંનેમાંથી કોઈપણ જેમ કહી શકાય છે તેમ અહીં પણ અવ્યભિચારીપણું હોવાથી કર્મ અગર અરિ બેમાંથી કોઈપણ શબ્દ વાપરી શકાય છે જો કે પુચકર્મની પ્રકૃતિ બાદરગ્રસપહાદિકની જે છે તે મોક્ષના સાધનો મેળવી આપવામાં મદદગાર થાય છે પણ મોક્ષની પ્રાપ્તિ તો પાપના ભયની માફક પુન્યનો પણ ક્ષય થાય ત્યારે જ થાય છે.
આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે નમો અરિહંતાણંના નિરૂકિતઅર્થમાં કર્મ માત્રને શત્રુ તરીકે ગણી તેને હણનારા ત્રિજગદગુરુ ભગવાન અરિહંતો જ હોય છે. (બીજાઓ જો કે કર્મશત્રુને હણીને સિદ્ધિપદને પામે છે અને તેથી તેઓ પણ અરિહંત કહી શકાય છતાં તેઓ પ્રાયે પરોપદેશથી જ સાધનો મેળવીને કર્મશત્રુઓને હણે છે જ્યારે ત્રિલોકગુરુ ભગવાન અરિહંત મહારાજ બીજાના ઉપદેશ વગર સ્વયં ચારિત્રાદિકની પ્રાપ્તિ કરી કર્મશત્રુઓને હણે છે અને બીજા ભવ્ય જીવોને પણ કર્મશત્રુઓને હણવા માટે સાધન તરીકે શાસનની સ્થાપના કરે છે.)
આ ઉપરથી જેઓ અરિશબ્દની શત્રુ એવી સામાન્ય વ્યાખ્યા કરી શત્રુને હણનારાને આ પદથી નમસ્કાર કર્યો છે એવું બોલતા હોય તેઓ જૈનશાસનને જાણતા-માનતા નથી અને અર્થનો અનર્થ કરનારા છે એમ સ્પષ્ટ થાય છે. જેવી રીતે ભગવાન તીર્થંકર મહારાજાઓએ કર્મશત્રુઓની સામા ભયંકર યુદ્ધ કર્યું અને તેમાં સરસમાં સરસ જીત મેળવી સિદ્વિપદ અંગીકાર કર્યું તેવી રીતે તેજ મહાપુરુષોના સેવક એવા સાધુ મહાત્મા પણ કર્મશત્રુને હણવા માટે તૈયાર થાય છે. તે સાધુ મહાત્માઓ સમ્યગદર્શન શાન અને ચારિત્રને જ્યારે પ્રધાન અંતરંગ કુટુંબ ગણે છે ત્યારે મોહ વિગેરે જે અનાદિકાળથી વળગેલા છે તેને ભવસંસારના કુટુંબ તરીકે માનતા છતાં પણ તેનો નાશ કરવા કટિબદ્ધ થાય છે. તેમ મહાપુરુષો શાનદ્વારાએ મહા મોહરૂપી દાદાને મારે છે
(જુઓ ટાઇટલ પાનું બી)
Page #443
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
22/12/25
Page #444
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ ૪ નું અનુસંધાન) વિચારીને પ્રપંચ જલને મહત્તા આપે છે પણ તેજ માયિતાના માર્ગમાં મહાલનારા લોકો પોતે જ
જ્યારે તેવા ચાણક્યનીતિની ચતુરાઇવાળાની જાળમાં આવી જાય છે અને અચિત્તિત આપત્તિ કે ધનાદિના નુકશાનને પામે છે ત્યારે સરલતાની સુંદરતા અને માયિતાની આપાત મનોહરતાને જરૂર સમજે છે અને ચાણકયની ચંચલતાને ધિક્કારવામાં તથા સરલતાની નીસરણીને સત્યરૂપે નિરૂપણ કરવાનું ચૂકતા નથી. અર્થાતુ અનુભવની અનુપમ આંખો તેઓને તત્ત્વદૃષ્ટિની જબરી ઝાંખી કરાવે છે.
એવી જ રીતે લોકોત્તર માર્ગની અપેક્ષાએ વિચાર કરનારને સ્પષ્ટ માલમ પડે છે કે સરલતા ધારણ કરનારાના આત્માને જ નિર્મળતા મળી શકે છે અને નિર્મળતા ધારણ કરનારને જ ધર્મની પ્રાપ્તિ થાય છે, અર્થાત્ સરળતાની પ્રાપ્તિ સિવાય કોઇપણ મનુષ્ય ધર્મ પામી કે પાળી શકતો નથી અને તેથી ધર્મપ્રરૂપણાની અપેક્ષાએ માયારહિતપણાની એકારિક સ્થિતિ માનવામાં આવી છે.
આવી રીતે સરળતાનો મહિમા દરેક મનુષ્ય ચાહે તો તે વ્યવહારિક દૃષ્ટિવાળો હોઈ લૌકિક માર્ગને અનુસરનારો હોય કે પારમાર્થિક દૃષ્ટિને આરાધ્ય ગણીને લોકોત્તર માર્ગને આરાધનાર હોઇ લોકોત્તર પથનો પ્રવાસી હોય તો પણ તે ઉભયને માયાનો ત્યાગ કરવા રૂપ સરલતાની અનિવાર્ય જરૂર છે.
આજ સરલતાના પ્રભાવને લીધેજ અદેવ, અગુરુ, અધર્મને દેવ, ગુરુ, ધર્મ તરીકે માનનારા મિથ્યાત્વીને શાસકારોએ તેવી ભદ્રિકતાની અપેક્ષાએ ગુણસ્થાનકવાળા માનેલા છે. જો કે પહેલે ગુણસ્થાનેક અનન્તાનુબંધીના ક્રોધ, માન અને લોભ પણ પાતળા જ હોય છે તો પણ શાસકારોએ ભદ્રકપણાની અપેક્ષાએ ગુણસ્થાનક માનેલું છે તે માયાના હાસમય ભદ્રકપણાને જ અગ્રપદ આપીને જ કહેલ છે. ભગવાન શ્રી મહાવીરે મરીચિના ભવમાં કપિલના કરેલા ધર્મવિષયના પ્રશ્નના ઉત્તરમાં ‘ત્યપિ રૂપિ' એવો જવાબ આપી યથાર્થ પદાર્થ પ્રરૂપણારૂપી ભદ્રકતાને તિલાંજલી આપી તેનાજ પ્રભાવે કોડાકોડ સાગરોપમ સંસાર ભટકવો પડયો.
વળી કરેલા પાપની આલોયણ પણ લેવા આવેલો મનુષ્ય પણ સરલતાથી યથાર્થ આલોયણ ન લેતાં જો માયાપ્રપંચ કરી આલોયણ લે તો તેને ઘણું પ્રાયશ્ચિત આવે છે. તેટલા જ માટે આલોયણ લેનારને માટે શાસકારોએ બાલકની માફક સરલપણે જ આલોવવાનું જણાવેલ છે.
આ બધી હકીકત વિચારનારા મનુષ્ય માત્ર સરલતાને ઉત્તમોત્તમ ગણી તેને આદરવા તથા આદરેલી સરલતાને વધારવા ચાહના કરે તે સ્વાભાવિક જ છે પણ તે સરલતાનો આદર ઉપરની હકીકત વિચારનાર જરૂર કરશે પણ તે સરલતાને વધારવા માટે કયા કયા સાધનોની જરૂર છે તે વિચારવાનું અતિ આવશ્યક હોઇ તે સરલતાને વધારનાર કારણો કયાં કયાં છે, તે કેટલાં જરૂરી છે તે વિચારીએઃ
(અપૂર્ણ)
Page #445
--------------------------------------------------------------------------
________________
શિવકો
(પાક્ષિક)
- ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप मुखैः सिद्धं भव्यौधहल्लीनम् ।।१।। અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીયવર્ષ. તે મુંબઈ, તા. ૨૯-૪-૩૪ રવિવાર ઈ વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૫ મો. પ્રથમ વૈશાખ સૂદિ પૂર્ણિમા
વિકમ ,, ૧૯૯૦ ૦ આગમ-રહસ્ય. •
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ શરીરને પહેલું લેવાનું કારણ.
જો કે જ્ઞ એટલે જાણકારનું શરીર ચેતનારહિત છે અને કોઇપણ પ્રકારના સમ્યગદર્શનાદિ ગુણો તે શરીરમાં હોતા નથી અને તેથી આરોપની અપેક્ષાએ કે કારની અપેક્ષાએ માત્ર તેને નિક્ષેપોમાં ઉપયોગી તરીકે ગણવામાં આવે છે તો પણ ગુણસ્મરણ કરીને આરાધના કરનાર મનુષ્યને તે પરિચિત એવું શરીર
Page #446
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક
૩૩૮
જોવાથી ગુણવાન પુરુષ વિદ્યમાન હોય અને જેવી ભાવના આવે તેવીજ ભાવના અનિત્યતા અને આશ્ચર્યભાવની સાથે આવે છે એટલું જ નહિ પણ જે સ્થાને તે મહાપુરુષનું શરીર રહ્યું હોય છે તે સ્થાનને પણ આરાધક પુરુષો પૂજ્ય તરીકે ગણે છે. એ જ કારણથી જ્યાં તીર્થંકરાદિ મહાપુરુષો મોક્ષે જતાં શરીરને છોડી ગયા હોય છે, તે શિલાપહાડાદિસ્થાનોને પણ શાસ્ત્રકારો સીધી શિલાતલ તરીકે ગણે છે. શાસ્ત્રોને જાણનાર હરેક કોઈ સમજી શકે છે કે યથાર્થ આરોપરહિતપણે કહેવાથી સિદ્ધશિલા તીચ્છ લોકથી કંઈક ન્યૂન સાતરાજ ઉર્ધ્વલોકમાં છે અને તેથી તે સિદ્ધશિલાનો સંભવ તિર્યલોકમાં કોઈપણ પ્રકારે બની શકે તેમ નથી અને જો કે સિદ્ધશિલાનો તિર્યલોકમાં સંભવ નથી તો પછી સિદ્ધશિલા ઉપર અણશણ કરી સાધુનું આરાધકપણું તો સંભવે જ કયાંથી? અને આરાધક સાધનો સદ્દભાવ તિર્યલોક અને અઢી દીપ સિવાય બને જ નહિ, તો પછી સિદ્ધશિલાતલમાં રહેલા આરાધક સાધુના નિર્જીવ શરીરને દેખવાનું અને તેને લીધે ભાવના, અનુકંપા અને આશ્ચર્ય ઉત્પન્ન થવાનું થાય જ કયાંથી? અને શાસ્ત્રકારોએ તો સ્પષ્ટપણે સિદ્ધશિલાતલમાં રહેલા આરાધક મહાત્માના શરીરને દેખવાથી ભક્તિ, અનુકંપા અને આશ્ચર્ય થાય એમ જણાવેલું છે. અર્થાત્ આરાધક પુરુષની મહત્તાને અંગે તેના નિર્જીવ શરીરની પણ ઘણીજ ઊંચી કીંમત ગણવાવાળાની તેમજ જે સ્થાને તેઓએ શરીર છોડયું તે સ્થાનની પણ અનહદ કીંમત ગણવામાં આવી છે.
આ હકીકત વિચારતાં સુજ્ઞ મનુષ્યો જ્ઞશરીરની જગતના જીવોએ અને શાસ્ત્રકારોએ કેટલીક મહત્તા આંકી છે તે સ્પષ્ટપણે સમજી શકશે. જો કે જ્ઞશરીરને પહેલું સ્થાન આપીએ તે કરતાં ભવ્ય શરીરને પહેલું સ્થાન આપવું એ બાહ્યદૃષ્ટિએ ઘણું વ્યાજબી લાગશે; કારણકે જ્ઞશરીરમાં ચૈતન્યાદિક અનેક ગુણો યાવત્ કોઈ કોઈ આત્મામાં તો સમ્યગુદર્શન અને અવધિજ્ઞાનાદિમાંના મહત્તમ ગુણો પણ હોય છે. છતાં જ્ઞશરીર જેવું પહેલું સ્થાન ભવ્ય શરીરને કેમ ન હોય? વાચક સહેજે સમજી શકશે કે જ્ઞશરીરની મહત્તા જગતના દરેક અનુભવી આબાળગોપાળ સમજી શકે છે, ત્યારે ભવ્ય શરીરની મહત્તા અવધિઆદિક અતિશય જ્ઞાનવાળા સમજી શકે છે. શાસ્ત્રોમાં પણ જ્ઞશરીરપણે તીર્થકર, ગણધરમહારાજ વિગેરેના નિર્જીવ શરીરોની આરાધના જેવી સ્થાને સ્થાને જોવામાં આવે છે તેવી કે તેનાથી ઘણા ઓછા અંશે પણ ભવ્ય શરીરની આરાધના જોવામાં આવતી નથી. વિચારવા જેવું છે કે ભગવાન રૂષભદેવજીની પર્ષદામાં ભરત ચક્રવર્તીએ કરેલા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન રૂષભદેવજીએ મરીચિ પરિવ્રાજકને ભગવાન મહાવીર મહારાજના જીવને ભવિષ્યના ચરમ તીર્થકર તરીકે જણાવ્યા
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૩૯
તા.૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર છતાં કેવળ ભરત મહારાજ સિવાય કોઇપણ જીવે મરીચિને વંદન કર્યું નહિ અને તે ભરત મહારાજે તે અવસ્થામાં મરીચિને કરેલું વંદન પણ મરીચિની તે અવસ્થાની અપેક્ષાએ પણ સંપૂર્ણ તિરસ્કારવાળું હતું, કેમકે ભરત મહારાજે મરીચિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હું તારા પરિવ્રાજકપણાને કે આ જન્મને વાંદતો નથી પણ ચરમ તીર્થકર ભગવાન મહાવીરપણે તું વૈઇશ તેથીજ હું વાંદુ છું. આ વસ્તુમાં પરિવ્રાજકપણું અને તે જન્મને અવંદનીય ગણાવી દીધા તે મરીચિની અપેક્ષાએ તિરસ્કારનું સ્થાન ઓછું ગણાય નહિ. એવી જ રીતે શ્રેણિક મહારાજને ભવિષ્યની ચોવીશીના પહેલા પદ્મનાભ નામના તીર્થંકરપણે થવાના સકળસંઘે જાણ્યા છતાં કોઇપણ સુજ્ઞપુરુષે શ્રેણિક મહારાજને દ્રવ્યતીર્થંકરપણે વંદન કર્યું હોય તેમ શાસ્ત્રોમાં જણાવ્યું નથી. વળી ભગવાન નેમનાથજી મહારાજે કૃષ્ણ મહારાજને આવતી ચોવીશીમાં તીર્થકર થવાના છે એમ જણાવ્યા છતાં પર્ષદામાંથી કોઈપણ વિવેકી કે સમ્યગુદૃષ્ટિએ તેઓને વંદન કર્યું નથી.
આ બધાં દૃષ્ટાંતો વિચારતાં સ્પષ્ટપણે સમજાશે કે જગત શાસ્ત્રકારો અને તેને અનુસરનારાઓ અતીત કાળના પર્યાયને આશ્રીને જેવી મહત્તા અને પૂજ્યતા માને છે તેવી મહત્તા અને પૂજ્યતા ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ માનતા નથી. જો કે ઉપર જણાવેલાં દષ્ટાંતો અન્ય અન્ય ભવોની અપેક્ષાએ, ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ દ્રવ્યનિપામાં આવે અને તેમાં સર્વ સાધારણ પૂજ્યતા આદિ ન હોય તો પણ ખુદ તીર્થકર, ગણધર મહારાજાદિના ભવોમાં પણ તીર્થકર, ગણધર મહારાજ આદિની આરાધ્યતા જન્મથી તેવી તો ગતતીર્થના ચતુર્વિધ સંઘમાંથી કોઈપણ ગણતો નથી. કોઈપણ શ્રમણ કે શ્રમણીએ રાજ્યાવસ્થામાં કે બીજી કોઇપણ છવસ્થ અવસ્થામાં ભગવાન તીર્થંકર વિગેરેને તીર્થકર વિગેરેપણે વાંદેલા નથી. જો કે તીર્થકરના દીક્ષા મહોત્સવની વખતે પહેલાના તીર્થકરોના સાધુઓ તે તે સ્થાને આવેલા હોય છે અને ભગવાન મહાવીર મહારાજા વિગેરેની છઘસ્થ ચર્ચામાં અનેક સ્થાને પૂર્વના તીર્થકરના સાધુઓનો સમાગમ થયેલો છે છતાં પણ કોઇપણ પૂર્વ તીર્થકરના તીર્થવાળા સાધુએ ભગવાન મહાવીર મહારાજા આદિને વંદન કર્યું હોય તેમ શાસ્ત્રકારો જણાવતા નથી. આ ઉપરથી પણ સ્પષ્ટ થશે કે ભવિષ્ય પર્યાયની મહત્તા અતીત પર્યાયના જેટલી ગણવામાં આવેલી નથી.
વળી કેટલેક સ્થાને તો પાર્શ્વનાથજી મહારાજના સાધુઓએ ગોશાળાદિકને અંગે ભગવાન મહાવીર મહારાજની વચનથી અવજ્ઞા પણ કરી છે છતાં શાસ્ત્રકારોએ તે અવજ્ઞાને તેવી દુષિત ઠરાવી નથી કે ભગવાન મહાવીર મહારાજના મોક્ષે જતાં મેલેલા નિર્જીવ શરીરની અવજ્ઞાને પણ દુષિત ઠરાવત.
આ બધી હકીકતથી સ્પષ્ટ થશે કે જ્ઞશરીર કરતાં ભવ્ય શરીરની આરાધ્યતા ઓછી ગણવામાં આવી છે અગર તેવી આરાધના કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો નથી. જો કે દરેક ચોવીશીના પહેલા તીર્થકરની વખતે ચતુર્વિશતિસ્તવ ગણતા ત્રેવીશ આદિ તીર્થકરોની આરાધના તેઓના ભવિષ્યના
Page #448
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૪-૩૪ શ્રી સિદ્ધચક
૩૪૦ પર્યાયની અપેક્ષાએજ છે તેમજ દરેક તીર્થંકરના શાસનમાં તીર્થકર ભગવાનના મોક્ષે ગયા પછી સર્વ તીર્થકરોની આરાધના દ્રવ્યરૂપે જ છે અને ભવિષ્યની ચોવીશીના તીર્થકરોની આરાધના પણ સહસ્ત્રકૂટાદિ એ મહાપ્રતિષ્ઠાદિમાં સ્થાને સ્થાને થાય છે અને તેમાં ઘણો ભાગ ભવિષ્ય પર્યાયની અપેક્ષાએ જ હોય છે તો પણ તે સર્વ આરાધના વર્તમાન પર્યાયની અપેક્ષાએ નથી એટલું જ નહિ પણ વર્તમાન પર્યાયોની નિરપેક્ષતા રાખી તેનાથી શૂન્ય કેવળ ભવિષ્યના ઉત્તમ પર્યાયોથી અપેક્ષાએ જ તે તે આરાધના થાય છે પણ અત્રે તો ભવ્ય શરીર નામના દ્રવ્ય નિક્ષેપાના ભેદમાં વર્તમાન પર્યાયની નિરપેક્ષપણું ન રાખતા તેજ વર્તમાન પર્યાયને આગળ કરીને ભવિષ્યના પર્યાયની અપેક્ષાએ ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપો માનવામાં આવેલો છે. યાદ આપવાની જરૂર નથી કે કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી જે આરાધના કરાય તે જ્ઞશરીરની આરોપવાળી આરાધનાની માફક ભાવ આરાધનાજ ગણાય. દ્રવ્યનિક્ષેપાદ્વારાએ આરાધના તો કાર્ય અવસ્થાનો આરોપ કર્યા સિવાય કેવળ કારણ અવસ્થાની અપેક્ષાએ રહેલી દ્રવ્યતાને ઉદ્દેશીને જ છે. જીવ નહિ લેતાં ભવ્ય શરીર લેવાનું કારણ.
જો કે જ્ઞશરીર નામના નોઆગમ થકી દ્રવ્યનિપાના ભેદમાં મહાપુરુષનું શરીર નિર્જીવ હોવાથી શરીર પ્રધાનતાએ નિક્ષેપો કર્યા સિવાય છૂટકો ન હતો, પણ ભવિષ્યના તે જન્મના પર્યાયની અપેક્ષાએ કરાતા ભવ્ય શરીરરૂપી નોઆગમ દ્રવ્યનિક્ષેપામાં શરીરની નિર્જીવતા ન હોવાથી તેમજ ભવિષ્યના પર્યાયના કારણપણે પરિણમનારો ભવ્ય શરીરપણે ગણાતા શરીરનો અધિષ્ઠાયક આત્મા હોવાથી ભવ્ય શરીરના નામે નિક્ષેપો કરવા કરતાં ભવ્ય આત્માના નામે નિક્ષેપો કરવો તે સ્કૂલ દૃષ્ટિએ વ્યાજબી ગણાય. ભવિષ્યના પર્યાયની વખત શરીરપણે પરિણમનારા પુગલનું જો તેઓને જીવે ગ્રહણ કરેલા ન હોત તો ભવ્ય શરીરપણે કોઈ સ્થાને કહેવામાં આવ્યું નથી. માટે ભવ્ય શરીર નામનો નોઆગમ દ્રવ્યભેદ કરવા કરતાં બીજો કોઇ ભવ્ય પર્યાય ભવ્ય આત્મા ભવ્યાવસ્થા થાય કે એવો બીજો ભેદ કરવો જોઈએ, પણ આત્મા વિદ્યમાન છતાં તે આત્માને ભવ્ય શરીર ભેદમાં ન લેતાં તેના શરીરની મુખ્યતાની અપેક્ષાએ ભવ્ય શરીર નામનો ભેદ કરવો તે કેમ ઉચિત ગણાય? આ વસ્તુના સમાધાનમાં એટલુંજ કહી શકાય કે જેમ ભૂતકાળના સમ્યગદર્શનાદિક વિશિષ્ટ પર્યાયોનું કારણ કે તે મહાપુરુષોના આત્મામાં છતાં જ્ઞશરીર નામના નોઆગમ ભેદના દ્રવ્યનિક્ષેપામાં વ્યવહારિક દૃષ્ટિને આગળ કરી વાસ્તવિક અને અંતરંગ કારણ આત્માને મુખ્ય ન ગણતાં તે પર્યાયના કારણભૂત શરીરને જ મુખ્ય ગણ્યું છે તેવી રીતે અહીં ભવ્ય શરીર નામના નોઆગમ દ્રવ્યનિપામાં પણ વ્યવહારિક દૃષ્ટિથી શરીરને જ મુખ્યપદ આપવામાં આવે અને ખરું તેમજ અંતરંગ કારણ એવો આત્મા તેને ગૌણ પદ આપી નિક્ષેપો ગણતાં ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપો ભવ્યના શરીરની અપેક્ષાએજ કહે તો તેમાં આશ્ચર્ય નથી.
Page #449
--------------------------------------------------------------------------
________________
૩૪૧
શ્રી સિદ્ધચક્ર
તા.૨૯-૪-૩૪
આમોઘદેશના
મૌધાર,
(દેશનાકાર)
:
Wiel
ની
વેક,
સરસ
અસરક.
જન્મ અને કર્મ અનાદિ તત્ત્વ
શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન્ ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે “જ્ઞાનસાર પ્રકરણ' કરતા થકા જણાવી ગયા કે-જીવ આ સંસારમાં અનાદિ કાળથી રખડે છે. જીવનું રખડવું એ આપણા અનુભવ બહાર નથી, પણ તે રખડવાનો વખત કયારથી શરૂ થયો ? કયા મારે દાણો લણ્યો, કયા ખેડુતે વાવ્યો, પાછો કયાએ લણ્યો વિગેરે હકીકત માલમ ન હોવા છતાં, આ દાણાને કોઇકે લણ્યો અને કોઈકે વાવેલો છે, વિગેરે સમજી શકીએ છીએ. જેમ આ વસ્તુ (લણવા અને વાવવા) વગર દાણાનું અસ્તિત્વ હોય નહિ, તેમ આ શરીરના જન્મને પ્રત્યક્ષ દેખીએ છીએ જન્મનાં કારણો કેવી રીતે મેળવ્યાં એ વિગેરે કશું આપણે જાણતા નથી, પણ દાણાનો સ્વભાવ તપાસતાં બધું માલુમ પડે છે તેમ મનુષ્ય જન્મનાં કારણોને આપણે જાણતા નથી છતાં એટલું જરૂર જાણવું પડે છે કે-કોઈ કારણભૂત કર્મ જરૂર છે. જેમ ત્યાં બીજને કારણ તરીકે માન્યા પછી, એ બીજની કલ્પના ક્યાંથી કરી, એ વિચાર કરતી વખતે પાછા એને એ (અંકુર-બીજની) કલ્પનામાં જઇએ છીએ તેમ અહીં પણ એ પૂર્વભવમાં મનુષ્યપણાને લાયક કર્મો બાંધ્યાં તેથી જન્મ થયો. મનુષ્યપણાને લાયક કર્મ લાગવાનું કારણ તપાસીએ તો પહેલાનો જન્મ કારણભૂત બને છે. આ પ્રમાણે પહેલાં કર્મ પછી જન્મ, પછી કર્મ પછી જન્મ એ પ્રમાણે પરંપરાનો વિચાર કરતાં છેવટે બીજ, અંકુરની માફક અનાદિ પરંપરા માનવી પડે છે. જેમ બીજને પહેલું માનીએ તો એ ખોટી રીતે માનવું પડે કારણકે અંકુર વગર બીજ ન સંભવી શકે અને અંકુરને પહેલો માનીએ તો એ પણ એટલું જ ખોટું છે કારણકે બીજ વગર અંકુરની સંભાવના પણ આકાશકુસુમ જેવી છે, તેમ અહીં પણ જો આપણે જન્મ વગર કર્મ માનીયે તો કર્મને આદિ વસ્તુ તરીકે
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૪૨
તા. ૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર માનવું પડે અને કર્મ વગર જન્મ માનીયે તો જન્મની આદિ માનવી પડે તેથી જેમ બીજ અને અંકુરની પરંપરા અનાદિ માનવી પડે છે તેમ જન્મ અને કર્મની પરંપરાને પણ અનાદિ માન્યજ છૂટકો છે.
આ સ્થાને કદાચ કોઈ એવી શંકા કરે કે જે વસ્તુનો છેવટે નાશ જ કરવો છે તે વસ્તુ અનાદિ હોય કે સાદિ હોય એ બન્ને સરખું છે. જેમ એક વસ્તુ ખાવી છે તો તેની પરંપરા અનાદિ હોય કે ન હોય છતાં તે ખાવામાં કશી હરકત નથી આવતી, કારણકે ખાનારને તો વર્તમાન ધાન્ય સાથે જ સંબંધ છે. તેના ભૂતકાળના ધાન્યના પર્યાય સાથે ખાનારને લેશ પણ સંબંધ નથી. તેવી જ રીતે જેને જન્મ-કર્મનો નાશ કરવો છે તેના માટે વર્તમાન જન્મકર્મનું સ્વરૂપ જાણવું જ બસ છે. અહીં જન્મ-કર્મનો જેને નાશ કરવો છે તેને વર્તમાન જન્મકર્મથી જ મતલબ છે અને તેથી તેને અતીત જન્મ-કર્મ સાથે કંઇપણ મતલબ ન હોવી જોઇએ, અને પરિણામે એ જન્મકર્મને અનાદિ સાબીત કરવું પણ નિરર્થક છે. આ શંકાનું સમાધાન એ છે કે-ઉપર પ્રમાણે શંકા કરતી વખતે એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે જે કોઈપણ જન્મ અનાદિના કર્મને બંધાવાના સંબંધવાળો ન હોય તો તે જન્મથી ડરવાનું કંઈપણ કરાણ નથી, અને તેવી જ રીતે જે કોઇપણ કર્મ જન્મ ન આપતું હોય તો તે કર્મથી પણ કંઈ ડરવાપણું નથી. માત્ર જન્મ એ કર્મ બંધાવનાર હોવાથી જ તેથી ડરવાનું છે અને તેવીજ રીતે કર્મ પણ જન્મને લાવનાર હોવાથી જ તેથી ડરવાનું છે, અને ખરી રીતે જન્મ અને કર્મ પરસ્પરને ઉત્પન્ન કરે જ છે અને તેથી અનાદિ માનવા જ પડે છે. કર્તવ્ય દિશા
જેમ મહાપુરુષોને જન્મ હોવા છતાં જન્મના કારણભૂત કર્મ બંધાતાં નથી અને તેથીજ તેવા મહાપુરુષોને (ભવસ્થ કેવળીને) ચાર કર્મ હૈયાત હોવા છતાં આપણે “તય' કહીએ છીએ અને તેથી તેમને તિન્નાઇ તારયા એ વિશેષણોથી વિભૂષિત કરીએ છીએ. ખરી રીતે તેઓ હજુ તર્યા કયાં છે? કારણકે હજુ તેઓ (ભવસ્થ કેવળીઓ) જન્મ અને કર્મની વચમાં જ બેઠેલા છે, અને ચાર અઘાતી કર્મ હજુ એમના એમ એમને વળગેલાં છે એટલું જ નહિ પરન્તુ મરણ પણ માથા ઉપર છે. કોઈપણ કેવળી મરણ વગરના નથી હોતા. કોઈ પણ ભવસ્થ કેવળી જન્મના સંબંધ વગરના નથી હોતા છતાં આપણે તેમને તિન્ના તારથvi, મુન્ના મોમાં કહીને સંબોધીએ છીએ. આ વિશેષણો ભવસ્થ કેવળીના અને શ્રીજિનેશ્વર ભગવાનની ભવસ્થ અવસ્થાના છે. જો મુક્ત અવસ્થા સાથે આ વિશેષણો જોડવામાં આવે તો તે અડધા સાચા અને અડધા ખોટા ગણાય, કારણકે મોક્ષમાં બોધકપણું નથી હોતું. તેથી જો જાપક, તારક અને બોધક માનીએ તો એમને મુકત અને તીર્ણ ન માની શકીએ; છતાં
Page #451
--------------------------------------------------------------------------
________________
૩૪૩
તા.૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર ઉપરના ભવસ્થ કેવળીને આપવામાં આવેલા વિશેષણો પ્રમાણે તો એમને ચાર અઘાતી કર્મના અસ્તિત્વમાં પણ મુક્ત અને તીર્ણ કેમ માન્યા ? કારણકે એમણે જન્મ છતાં નવા જન્મના કારણો તોડી નાખ્યાં છે, અને કર્મ હોવા છતાં નવો જન્મ લેવો પડે એવા કર્મ રાખ્યાં નથી. જો એ પ્રમાણે ન હોત તો એમને તીર્ણ અને મુક્ત નજ કહી શકાત. આ ઉપરથી આપણે એટલું તો જાણ્યું કે એવું પણ જન્મ કર્મ હોય છે જ કે જે નવા જન્મના કારણભૂત કર્મને ઉત્પન્ન કરતું નથી, પણ આ શા કારણે બન્યું ? જે જન્મ-કર્મની પરંપરા જે રૂપને ધારણ કરતી હતી તે રૂપને પલટાવી નાખવા માત્રથી આ બનવા પામે છે, બાકી આવેલો જન્મ નાશ કરવાની કોઈની પણ શક્તિ નથી. પ્રાપ્ત થયેલ જન્મ અને કર્મ એ બન્નેનો કદી નાશ થતો નથી. મહાપુરુષો પણ એ નથી કરી શકતા. વળી સામાન્ય પુરુષો-જેઓ ચરમ દેહવાળા ન હોય તેવાઓ તો કદાચ પોતાના હાથે કરીને (અકાળ મૃત્યુદ્વારા) પોતાના જન્મનો નાશ કરી શકે છે પણ ચરમ શરીરી અને ત્રેસઠ શલાકા તરીકે મનાતા ઉત્તમ પુરુષો તો પોતાના જન્મનો (આયુષ્ય પૂર્ણ થયા પહેલાં) નાશ નથી કરી શકતા, કારણ કે ચરમ દેહવાળાનું આયુષ્ય અનપર્વતનીય અને નિરૂપક્રમ હોય છે.
હવે કર્મને અંગે વિચારીએ. વર્તમાન ભવનો નાશ કેમ નથી થઈ શકતો ? કારણકે અમુક આયુષ્યના કર્મોને એ વ્યક્તિ ખસેડી શકતી નથી. ચરમ શરીરી પોતાના જન્મ આયુષ્ય કર્મનો નાશ કરી શકતા નથી. માત્ર એટલું જ કે એ જન્મ એવો હોય છે કે એ નવા જન્મના કારણભૂત કર્મને નથી બાંધતો. હવે એ વિચારવાનું રહે છે કે આ કર્તવ્ય કયારે નિશ્ચિત થાય ? અમુક સંયોગો મેળવવામાં આવે તો આ જન્મ બીજા જન્મના કારણભૂત કર્મો બંધાવે છે, કારણકે દરેક કર્મ એવા સંયોગોમાં મૂકાયેલું હોય છે કે એ નવા કર્મ અને જન્મને ઉત્પન્ન કર્યા વગર રહી શકતું નથી. જન્મ અને કર્મ પરંપરાએ એવી શક્તિવાળા છે કે જેનાથી નવા જન્મ અને કર્મને મેળવી લે છે. જ્યારે વસ્તુસ્થિતિ આવી છે તો આપણું એ જ કર્તવ્ય છે કે એને એવા સંયોગોમાંથી ખસેડી લેવું. જો આપણે એને ખસેડીએ તો આ સંસારની રખડપટ્ટીને રોકી શકીએ. ધર્મિષ્ઠ અને મોક્ષાર્થી તરીકે જો આપણું કોઈ કર્તવ્ય હોય તો એ જ છે કે આ જન્મને નવા જન્મનું કારણ બનતાં અટકાવવો.
જ્યાં સુધી આપણને આ જન્મ-કર્મની સ્થિતિ ભયંકર નહિ લાગે ત્યાં સુધી આ રખડપટ્ટી મટવાની નથી, એ ધ્યાનમાં રાખવું. મિથ્યાત્વઃ અજોડ દુશમન.
હવે એ વિચારીએ કે-જન્મ કયા રૂપે કર્મને બંધાવે છે? જન્મ પડયો પડ્યો નવા કર્મને પકડતો નથી, કારણકે જો જન્મ નવા કર્મોને આપોઆપ પોતાની મેળે જ લઈ લેતો હોય
Page #452
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૪-૩૪
૩૪
શ્રી સિદ્ધચક તો આ ફેરામાંથી બચવાનો વખત જ આવે નહિ. તો પછી એનાથી બચાય કેવી રીતે ? એકજ માર્ગ કે જે સંયોગના લીધે જે કાર્ય બનતું હોય તે સંયોગોને દૂર ખસેડવા, એટલે કાર્ય આપોઆપ બનતું અટકી જશે. અનાદિકાળથી આપણા આત્માની માફક બીજા દરેકનો આત્મા જન્મ કર્મની અરઘટ્ટમાળામાં ફર્યા કરતો હતો. એ ફેરામાંથી બચવા માટે બીજાઓએ શું કર્યું? પહેલાં જન્મની સાથે કર્મના કારણો વળગે છે. જન્મની સાથે કર્મના જે કારણો વળગે છે તે મિથ્યાત્વ-અવિરતિ પ્રમાદ કષાય અને યોગ છે. કર્મનું બંધન જન્મથી થાય છે પરતુ જો એ આ મિથ્યાત્વાદિની જોડે ન મળે તો-એટલેકે-કર્મની સાથે મિથ્યાત્વ આદિનો સહકાર ન હોય તો-એજ કર્મો આપો આપ નબળા પડે. મિથ્યાત્વ આદિની શક્તિ તોડો એટલે તેજ વખતથી તમે એ વાતનો નિશ્ચય કરી લ્યો છો કે પહેલાં કરતાં ૭૦મા ભાગ જેટલો પણ બંધ હવે પછી નહિ બાંધો. વળી મિથ્યાત્વ આદિની શક્તિ તોડતી વખતેજ સમ્યકત્વની પણ પ્રાપ્તિ થઈ સમજવી, ગ્રંથિભેદ કર્યા પછી (સમ્યકત્વની પ્રાપ્તિ કર્યા પછી) અંતઃસાગરોપમ કોટાકોટીથી અધિક બંધ, કોઇપણ કર્મનો થતો જ નથી. કેવળ મિથ્યાત્વના અસ્તિત્વની મોકાણના કારણે જ ૭૦ સાગરોપમ જેટલા બંધને અવકાશ હતો. હવે એ ખસ્યું એટલે એટલો લાંબો બંધ પણ ખસ્યો.
એક મનુષ્ય અઢાર પાપસ્થાનકમાંથી મિથ્યાત્વ સિવાયના બીજા સત્તરનો ત્યાગ કરે અને માત્ર એક મિથ્યાત્વને જ રાખે છતાં એ કેવળ એક માત્ર પાપસ્થાનક રૂપ ગણાત એ મિથ્યાત્વના કારણે જે ૭૦ કોડાકોડી સાગરોપમનો બંધ બંધાઈ જતો જ્યારે બીજી તરફ મિથ્યાત્વ સિવાયના બીજા સત્તરે પાપસ્થાનકને સેવવા છતાં અને જન્મ તથા પ્રવૃત્તિ પણ એની એજ હોવા છતાં પણ માત્ર મિથ્યાત્વ એકલાના જ અભાવે એક કોડાકોડી સાગરોપમની અંદર અંદરનો જ બંધ થઈ શકે.
એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે મિથ્યાત્વ એક વખત દૂર થયા પછી અને સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી ગમે તે કારણ મળે છતાં એમાં પરિવર્તન થતું નથી. જેમકે - સોનું ખાણમાંથી બહાર નીકળ્યું, એને શુદ્ધ કરવામાં આવ્યું, એની લગડી પણ બનાવી લીધી. પછી કોઈ સંયોગના પ્રાબલ્યના કારણે કદાચ પાછું ખાણમાં ચાલ્યું જાય, માટીમાં મળી જાય છતાં પણ ખાણમાંથી બહાર નીકળ્યા પહેલાં ખાણમાં જે સંયોગ હતો તે તો ફરીથી નહિ જ થવાનો. મોતી એક વખત વિંધાયું તે વિંધાયું. પછી કદાચ ફરી દરિયામાં પડે તો પણ એનું વિંધ તો કાયમ જ રહેવાનું એમજ કોઈપણ જન્મમાં શુભસંયોગોના જોરે કરી મિથ્યાત્વ હઠાવ્યું તે હઠાવ્યું જ. પછી ભલેને એ મિથ્યાત્વનો નાશ કરનાર જીવ નિગોદમાં જાય, તો ત્યાં પણ એ વિચિત્રતા (સમ્યકત્વજન્ય નવાપણું) તો કાયમ જ રહેવાની.
Page #453
--------------------------------------------------------------------------
________________
૩૪૫
તા.૨૯-૪-૩૪
શ્રી સિદ્ધયક સમ્યકત્વ પ્રાપ્તિ અનુપમ આનંદ
ભલા સમ્યકત્વ પ્રાપ્તિમાં એટલી બધી શી વિચિત્રતા છે કે જેને લઈને જીવને આટલું બધું આશ્ચર્ય થાય છે? જેમ કદી નહિ જોયેલ અને અપૂર્વ એવી વસ્તુને જોવાથી હૃદયપટ ઉપર એના આનંદની એવી સચોટ છાપ પડી જાય છે કે એ વસ્તુ જોવાનું બંધ થઈ જવા છતાં એ આનંદની મીઠી લાગણીની ઊર્મિઓ હૃદયમાં ઉડ્યા જ કરે છે અને એથી એ વસ્તુના સ્મરણમાત્રમાં વારંવાર આનંદનો આસ્વાદ મળે છે. તેવીજ રીતે જે આત્માએ પહેલાં કદી પણ પોતાના સત્ય સ્વરૂપનું દર્શન નથી કર્યું તેને જ્યારે મિથ્યાત્વના નાશ અને સમ્યકત્વની પ્રાપ્તિના કારણે પોતાના સાચા સ્વરૂપનું ભાન થાય છે ત્યારે એક અપૂર્વ વસ્તુ જોવામાં આવવાથી એવો વિચિત્ર રસ ઉત્પન્ન થાય છે કે એનો નાશ નિગોદમાં પણ થવા સંભવ નથી. એ વખતે આત્માનું અનાદિ અનંતનું ચક્કર બંધ થાય છે એટલું જ નહિ પરંતુ કદાચ સંયોગવશાતુ પોતાની સ્થિતિથી પાછો પડે તો પણ તેને પોતાની સમ્યકત્વ પ્રાપ્તિરૂપ સ્થિતિનો નાશ થવાનો ભય રહેતો નથી.
હવે આપણે મિથ્યાત્વનો નાશ અને સમ્યકત્વની પ્રાપ્તિ-એ વખતે કઈ સ્થિતિ હોવી જોઇએ એનો વિચાર કરીએ. શાસ્ત્રકાર તો જે નયે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય એ સમયની અપેક્ષાએ તો એ જીવને એટલો બધો ભાગ્યશાળી ગણે છે કે જેથી એની-સમ્યકત્વ પામતાં જીવની-આગળ સર્વવિરતિવાળા (સાધુને) પણ એટલા ભાગ્યવાન નથી ગયા અને તો પછી સમકિત પામેલા ચોથા ગુણઠાણાવાળા અને પાંચમા ગુણઠાણામાં વર્તમાન દેશવિરતિની તો વાત જ શી કરવી ? શાસ્ત્રકાર તો સાફ શબ્દોમાં કહે છે કે સમકિત પામેલ (ચોથા ગુણસ્થાનકમાં વર્તમાન) કરતાં પાંચમા ગુણસ્થાનકવાળાની, પાંચમા કરતાં છટ્ટાવાળાની, અને છઠ્ઠાવાળા કરતાં પણ અનંત વિયોજકવાળા (સમકિત પામતાં) જીવની નિર્જરા ઉત્તરોત્તર અસંખ્યાતગણી હોય છે. જેમ તમે ચોપડો તપાસવા બેઠા અને એકદમ ૨૫૦૦૦) જેવડી રકમ ખતવ્યા વગરની તમારા જોવામાં આવી. આવડી મોટી રકમ અને તે પણ પાછી તમારે બીજાની પાસેથી ન્યાયદષ્ટિએ વસુલ કરવાની. ભલા એ વિચારમાત્રથી જ તમારું હૃદય કેવા અપૂર્વ આનંદના આવેશમાં નાચી ઉઠવાનું એ આનન્દનું માપ એક પલ્લામાં મૂકો અને પછી તમે એ રકમની ઉઘરાણી કરી, દાવો માંડયો, હુકમનામું પણ થયું અને છેવટે એ આખીયે રકમ અણીશુદ્ધ વસુલ પણ થઈ ગઈ. એ રકમ વસુલ થવાનો આનંદ બીજા પલ્લામાં મૂકો અને પછી તમારા હૃદય ઉપર હાથ રાખીને જવાબ આપો કે એ બન્ને પલ્લામાં કયું પલ્લું નીચે બેસે છે? તમારે કબુલ કરવું પડશે કે પહેલા પલ્લાનો આનંદ બીજાના કરતાં કેટલાય ગણો અધિક હતો. તેજ પ્રમાણે આત્મા પણ જે સમયે
Page #454
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૪-૩૪
૩૪૬
શ્રી સિદ્ધચક્ર (સમ્યકત્વ પ્રાપ્તિના સમયે) પોતાના આત્માને પ્રાપ્ત થઈ શકે એવી મોક્ષની મહાન રકમ જુએ છે અને પોતાના સત્ય સ્વરૂપનું ભાન કરે છે એ વખતે એને કેવો આનંદ થતો હશે એ હવે હેજે સમજી શકાય એમ છે. જીવમાત્ર સિદ્ધસ્વરૂપ.
જીવતત્ત્વ માનવાની દૃષ્ટિએ તો મુસલમાનો અને ખ્રિસ્તીઓ પણ જીવને માને જ છે પરન્તુ આપણે માનેલા જીવમાં અને તેમણે માનેલા જીવમાં જે ફરક છે એ એક મૌલિક ફરક છે. આપણે માનેલ જીવ એ સિદ્ધનો સમવડીયો અને અવસર આવ્ય સિદ્ધ થઈ શકે એવો છે. આપણે માનેલા સંસારી જીવમાં અને સિદ્ધ થયેલ જીવમાં અંતર માત્ર એટલુંજ છે કેપહેલો કર્મથી વિંટાયેલ છે જ્યારે બીજો કર્મથી મુક્ત છે, પણ કર્મથી વિટાયેલ જીવ પણ કર્મથી મુક્ત થઈ શકે છે જ્યારે બીજાના મતોમાં જીવને ઇશ્વર સમાન શક્તિવાળો માનવામાં નથી આવ્યો. આ તફાવત એ કંઈ સાધારણ તફાવત ન ગણાય.
એ વાત સાવ સાફ છે કે જ્યાં સુધી અમુક રકમ માટે માણસને પોતાપણાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી એ રકમ મેળવવા વિગેરે માટે પ્રયત્ન ન જ કરે. એજ પ્રમાણે જ્યાં સુધી
જીવને જીવતત્ત્વનું ભાન ન થયું હોય, અનંતદશન, વીતરાગપણું, અનંતવીર્ય, અનંતસુખ વિગેરે રૂપ પોતાની રકમનું ભાન ન થયું હોય, ત્યાં સુધી એ સંસાર વ્યવહારમાં ખાવાપીવા આનંદ લૂંટવારૂપ ખાતાઓ ભરવામાં જ પોતાના સમયનો વ્યય કરે અને પોતાની સાચી રકમની ઉઘરાણી વિગેરે ન કરે એ સાવ સ્વાભાવિક છે, પરંતુ જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થઈ ત્યારે એને પોતાની સાચી રકમનું ભાન થયું અને એને લાગ્યું કે મારો આત્મા પણ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધના જીવ કરતાં કોઈપણ રીતે ઉતરતો નથી, અને આવું ભાન થવું એનું નામજ સાચી સમ્યકત્વની પ્રાપ્તિ. વિરતિઃ આત્મસ્વરૂપ.
જે લોકો જીવને માને છે તે કોઈપણ જીવને જડસ્વરૂપ કે અદર્શનરૂપ નથી જ માનતા. કેટલાક લોકો જીવને શુદ્ધ ચિદાનંદસ્વરૂપ માને છે. આ તો બધું ઠીક, પરંતુ ખરેખર મહત્વની વાત તો જીવને વિરતિસ્વરૂપ માનવામાં છે. જ્યાં વિરતિ મેળવવા માટે આતુરતા જ ન બતાવી હોય ત્યાં જીવને વિરતિસ્વરૂપ માનવાની વાતજ કયાંથી હોય ? જૈન શાસકારની જીવને વિરતિસ્વરૂપ માનવામાં જ ખાસ વિશિષ્ટતા છે કારણકે જો આત્માને વિરતિસ્વરૂપ માનવામાં ન આવે તો અભવ્ય મિથ્યાષ્ટિને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણી કષાય છે એમ ન માની શકાય, અને જો જીવને સ્વભાવે વિરતિવાળો ન માનીયે તો તેના આવરણવાળો પણ કઈ રીતે માની શકાય ? જો પ્રત્યાખ્યાનસ્વરૂપજ નથી તો પછી પ્રત્યાખ્યાનાવરણો રોકવાનું પણ કયાંથી કરી શકે ? “મૂનં નાપ્તિ હતઃ શારી" ? તેથી જો આત્માને
Page #455
--------------------------------------------------------------------------
________________
૩૪છે.
શ્રી સિદ્ધચક
તા.૨૯-૪-૩૪
વિરતિસ્વરૂપ માનીયે તોજ એ કષાયોને અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણી-માની શકાય. વળી આત્માને વિરતિસ્વરૂપ ન માનીયે ત્યારે અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણની ચોકડી પણ માનવાને અવકાશ રહેતો નથી. આત્મા જેટલો પ્રત્યાખ્યાન વગરનો તેટલો વિકારવાળો. એટલેકે જેટલો છૂટો-મોકળો-તેટલો વિકારી, અને વિકારી થવાના કારણે એનો (આત્માનો) વિરતિસ્વભાવ પ્રકાશમાન થઈ શકતો નથી અને એને દુનિયામાં દરેક ઠેકાણે પોતાનો સ્ત્રીપુત્રાદિ પરિવાર જ મહત્વવાળો લાગે છે, અને સદાકાળ એનો જ રંગ લાગે છે. આ પ્રમાણે આરંભમાં, પરિગ્રહમાં અને કુટુમ્બાદિકમાં ચિત્ત પરોવાય છે એટલા અંશે એ આત્માને ડુબાડનારું છે.
પરમાત્મા મહાવીરદેવ પ્રતિજ્ઞા કરે છે કે-મારા માતાપિતા જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી હું દીક્ષા નહિ લઉં. આ ઠેકાણે સમજવાની વાત એ છે કે જો પુત્રીને મિલ્કત આપવી હોય તોજ દસ્તાવે જ કરવાની જરૂરત રહે છે કારણકે છોકરીનો મિલ્કત ઉપર વાસ્તવિક હક નથી ગણાતો. જ્યાં હકપૂર્વકની માલિકી હોય ત્યાં દસ્તાવેજની જરૂર જ ન હોય. કદી પણ પુત્રને વારસો આપવા માટે દસ્તાવેજ કર્યાનું આપણે સાંભળ્યું નથી. તેવીજ રીતે જો માબાપના કલ્પાંતના કારણે દીક્ષા ન લેવાતી હોત તો ભગવાન મ.રદેવને દસ્તાવેજ કરવાની શી જરૂર હતી? માબાપની રજા વગર દીક્ષા ન લેવાતી હોત તો પરમાત્મા મહાવીર સ્વામીને અભિગ્રહ કરવાની જરૂર ન હતી. માતાની ભક્તિ એ દુનિયાદારીથી લૌકિક છે. ચારિત્ર લેવાને માટે તો જ્યારે ભગવાનની દ્રવ્યપૂજાની બાધાનો પણ હિસાબ ગણવામાં નથી આવતો તો માતાની ભકિતની તો વાતજ શી. સાધુપણાની આગળ તો ત્રણ લોકના નાથની પૂજાની કે જે આત્માનું હિત કરનારી, શાસ્ત્ર વિહિત છે-તેની પણ કોડી જેટલી પણ કીંમત કરવામાં નથી આવતી; કારણકે ત્યાં સંયમની ધારણાનું જ મહત્વ છે. અહીં ભગવાન મહાવીરસ્વામીએ ચારિત્રમોહનીય તોડયું નથી, તે વખતે માબાપની દરકાર કરવાની જરૂર ન હતી. જો માબાપની રજા વગર દીક્ષા ન લેવાતી હોત તો એમને અભિગ્રહ કેમ લેવો પડત? પ્રભુ મહાવીરદેવે અભિગ્રહ કરવાનું જાહેર કર્યું તેજ કહી આપે છે કે આત્મકલ્યાણ કરનારે માબાપની દરકાર કરવાની નથી હોતી. વળી જ્યારે ભગવાન મહાવીરદેવે ચારિત્ર અંગીકાર કર્યું અને ત્યાર પછી સંગમદેવે ઉપસર્ગ કર્યો અને એ ઉપસર્ગ ભગવાનના મનને ચલાયમાન કરવાને વધુ સફળ નીવડે એ ઇચ્છાએ એણે ભગવાનની સમક્ષ ત્રિશલામાતા અને સિદ્ધાર્થરાજાના બનાવટી રૂ૫ ખડાં કર્યા અને નંદીવર્ધને અમને આમ હેરાન કર્યા છતાં તું તારા માબાપની સામે પણ જોતો નથી. કયાં ગઈ તારી અમારા પ્રત્યેની ભક્તિ? વિગેરે વિગેરે વચનો પણ એમના દ્વારા બોલાવ્યાં છતાં વિરતિપણામાં દાખલ થયેલા પ્રભુ જરાપણ ચલાયમાન થયા
Page #456
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૪-૩૪
૩૪૮
શ્રી સિદ્ધચક નહિ, કારણકે જેટલી અવિરતિ તેટલોજ વિકાર, અને એ અવિરતિને તો ભગવાને હવે ફેંકી દીધી હતી, એટલે એ કયાંથી ચલાયમાન થાય ?
અવિરતિને વિકારસ્વરૂપ અને વિરતિને સ્વ સ્વરૂપ ગણવું એ બહુજ અઘરું છે, કારણકે જ્યારે જીવ પોતાના આત્માને સંયમરૂપ દેખે ત્યારે જ આ બની શકે છે. શ્રી અરિહંતદેવ અઢાર દોષોથી રહિત છે. એ દોષો હોય ત્યાં સુધી તેને શુદ્ધ દેવ તરીકે કેમ માની શકાય? કારણકે એ અઢાર દોષમાંનો એક પણ દોષ જેનામાં હોય તેને કુદેવ તરીકે ગણવામાં આવે છે. રાગ-દ્વેષ-પ્રેમ-ક્રીડા એ બધાનો સમાવેશ અઢારની અંદરજ થઈ જાય છે. જ્યારે (આ દોષો હઠી શકે છે) એવી વસ્તુસ્થિતિ છે તો આત્માને વિરતિસ્વરૂપ માનવામાં અડચણ શી? અવિરતિ એટલે આત્મામાં રહેતો દોષ. આ પ્રમાણે આત્માને વિરતિસ્વરૂપ પ્રરૂપનાર દેવજ શુદ્ધ દેવ છે, અને જ્યારે તમે બધા એ દેવના ઉપાસક છો તો પછી તમારા માટે ત્યાગ એ અવગુણ અને ભોગ એ ગુણ એ કેમ હોઈ શકે? જો ભોગને ગુણ માનીયે તો આત્માને છોડાવનાર જે દેવ તે કેવા હોવા જોઇએ? અને તીર્થકરની ઉત્તમતા તો ભોગને છોડવાના કારણે છે નહિ કે ત્યાગને છોડવાના કારણે. સાધુપણું આત્મકલ્યાણનો જ માર્ગ.
હવે આપણે એ વિચારીએ કે આપણે ગુરુને શા માટે માનીએ છીએ? શું તેઓ આપણા વિવાહ આદિ કરાવી આપે તેથી કે આપણો વ્યાપાર વિગેરે ચલાવી દે તેથી ? ગુરુ માનવામાં આપણો આમાંથી કોઇ પણ હેતુ નથી હોતો, પરંતુ માત્ર તેઓ ત્યાગમાર્ગના ઉપાસક છે તે માટે આપણે તેમને ગુરુ તરીકે માનીએ છીએ. જ્યારે આપણે આપણા સ્વભાવધર્મમાં જવું હોય ત્યારે ત્યાગની જ કિમત છે. જૈનધર્મ તો સાધુને આત્મકલ્યાણ કરનાર એક ત્યાગની આદર્શ મૂર્તિ તરીકે જ માને છે. આપણે જે શુદ્ધદેવને માનીએ છીએ તે પણ ત્યાગના અંગેજ. સંવર અને નિર્જરાઃ ધર્મનાં મુખ્ય અંગ..
હવે અંતમાં આપણે ધર્મ શી ચીજ છે એ મહત્વનો પ્રશ્ન વિચારીએ. ટૂંકમાં સમજવું હોય તો આના માટે એટલું જ કહેવું જોઈએ કે જે સંવર અને નિર્જરા એ બે તત્વોને ઉત્પન્ન કરે અને એનું પોષણ કરે તે ધર્મ. શુભ આશ્રવને પણ ધર્મ તરીકે નથી માનવામાં આવતા, પરન્તુ નિર્જરાની સ્થિતિમાં જે બને તે ધર્મ ગણાય. એકલા પુણ્યને ધર્મ નથી કહેતા, કારણકે એ પુણ્ય પ્રકૃતિબંધનો ઉદય તો સર્વને હોઈ શકે છે. શાસ્ત્રકારનું કથન છે કે જે નિર્જરારૂપ પ્રવર્તિ હોય તેને અકષાયદશા કહે છે અને આશંશા, અતિચારવાળી દશા હોય તેને આશ્રવ નામનો ધર્મ કહે છે. ખરી રીતે તો ધર્મની દૃષ્ટિમાં તો સંવર અને નિર્જરા એ બેજ ધર્મ છે. આત્મા જેટલા અંશે સંવર અને નિર્જરામાં જાય એટલો સ્વભાવવાળો. જેટલો બહાર આવે
Page #457
--------------------------------------------------------------------------
________________
૩૪૯
તા.૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર તેટલો વિકારદશાવાળો. આથીજ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે-સંયમાત્મા જ્યારે એ સંયમસ્વરૂપથી પોતાને સંયમ-વિરતિસ્વરૂપ ગણશે ત્યારે જ આત્માની શુદ્ધસ્થિતિ મેળવવાને શક્તિમાન થઈ શકશે. આત્માનું શુદ્ધસ્વરૂપ જ્ઞાન-દર્શન સ્વરૂપ છે અને તે તો વગર દેવાની ટીપ છે, પણ જેટલા રૂપિયા ભરવાના હોય તેટલા દેવા પડે ત્યારે હાથ ધ્રૂજે છે, એવીજ રીતે જ્ઞાનદર્શન એ બે ગુણો એટલી ઉંડી મુશ્કેલી નથી ખડી કરતા પણ ખરી કંપારી તો સંયમસ્વરૂપ માનીયે ત્યારે જ થાય છે. ભોજનપાન વિગેરેનો ત્યાગ કરવો આ બધા સંસારને ઉપાધિરૂપ અને ફસાવનાર માનવો એ કલ્પના માત્રજ જ્યાં અસત્ય લાગે છે ત્યાં એનું યથાસ્થિત પાલન કરવું એ કેટલું મુશ્કેલી ભર્યું હશે ? અને આટલા જ માટે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, દર્શનસ્વરૂપ છે વિગેરેની વ્યાખ્યા કરવાનું મૂકી દઈને આત્માનું સંયમવિરતિ-સ્વરૂપ-જે આત્માને સમજવું અને પાળવું બહુજ મુશ્કેલી ભર્યું છે-તેનું વિવરણ કર્યું. બાકી આત્માને જ્ઞાનદર્શન સ્વરૂપે તો આબાળગોપાળ દરેક જૈન સમજે છે.
(૩૫૦ પાનાનું અનુસંધાન) ૧૨ જૈનધર્મ પણ સંવર અને નિર્જરાની ક્રિયાની સાધ્ય દૃષ્ટિવાળો જ છે તે ધર્મક્રિયાનો
નિષેધ નથી કરતો પણ આશ્રવ અને બંધના કારણભૂત ક્રિયાનો નિષેધ કરે છે. ૧૩ ભગવાન મહાવીર અનેક વખત વિષ્ણુ, બલભદ્ર વિગેરેના મંદિરોમાં રહેલા છે એ
હકીકત સમજનારો વિષ્ણુ આદિ માટે નવી કલ્પના કરતાં જરૂર થોભશે. ૧૪ કોઈપણ જૈન તીર્થકરોની મહત્તા ઋદ્ધિ, સમૃદ્ધિથી કે દેવતાઈ સાન્નિધ્યથી માની નથી.
જો એમ હોત તો વાસુદેવ, પ્રતિવાસુદેવ અને ચક્રવર્તીઓની અપરિમિત ઋદ્ધિ,
સમૃદ્ધિને અંગે દેવતાઈ ચમત્કારને સેવા આદિ કહેવાનો જૈન પ્રસંગ રાખત જ નહિ. ૧૫ પ્રશ્નવ્યાકરણ નામના અંગમાં સીતાને અંગે થયેલ યુદ્ધથી, ચર્ચાથી તેમજ સમવાયાંગમાં I શલાકા પુરુષ તરીકે રામચંદ્રજીના નિરૂપણથી જૈન અંગો રામચરિત્રને નથી પ્રકાશમાં
તે કહેવું અસ્થાને છે. બુદ્ધ શલાકા પુરુષ નથી એથી તેને ન કહે તે સ્વાભાવિકજ છે. ૧૬ જિન પ્રમાણ યજ્ઞમાં કરવી એ વાલ્મીકિ રામાયણમાં લેખ પુરાણ કાલનો નથી. ૧૭ ભોગવતાં શેષ રહેલા નીચગોત્રને લીધેજ શ્રીવીર બ્રાહ્મણકુલે આવ્યા. ૧૮ ભગવાન મહાવીરે શક્તિનો પરિચય આપવા મેરૂ કંપાવ્યો નથી. ૧૯ શાસ્ત્રકારો સાતતાલ જેટલું શરીર કહે છે. ૨૦ ભગવાન મહાવીરને સર્ષે ભરડો દીધો નથી. ૨૧ ભગવાન મહાવીરને ચંડકૌશિકે ઘણા ડંખ માર્યા જ નથી.
(જૈ. પ્રકાશ. સુખ૦)
Page #458
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર
૩૫૦
સમાલોચના :
નોંધઃ-દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ-પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને આક્ષેપોના સમાધાનો અત્રે અપાય છે.
તંત્રી. ૧ બાલદીક્ષા વિરલવિષયક અને કદાચિત્ક હોય તેથી તો તે અત્યન્ત દુર્લભ ઠરી કિંમતી ઠરે છે,
ને તેથી ભાગ્યશાળીઓ બાલ્યકાળમાં દીક્ષિત ન થવાથી પોતાને ઠગાયેલા માને છે. ૨ ત્યાગના પરિણામ થયા છતાં ત્યાગને રોકવાની આવશ્યકતા માનનારો સંયમને ભોગથી ઠગાવવું
માનતો હશે ને કામને પુરુષાર્થ માનતો હશે.
શાસ્ત્ર અને સંયમને સરકાવીને ઉદારતા મનાવનારા હોડી સળગાવીને સમુદ્રમાં સધાવનારા છે. ૪ અનુમતિની વાત આખ્યાતને અવમાત નામની દીક્ષાને કથંચિત્ લાગુ પડે છે તે ન જાણતાં
અનુમતિ વિના દીક્ષા બનવાનું ન કહે તે શાસ્ત્ર જુવે તો સારું. ૫ જીનેશ્વર ભગવાનને આશ્રીને દેવદ્રવ્યની વૃદ્ધિ માટે કરાતી બોલીનું દ્રવ્ય તેનાથી ઉતરતા જ્ઞાન
આદિ ક્ષેત્રમાં ને શ્રીસંઘની માલીકીમાં સોંપનારો મનુષ્ય કેવી દાનત ને સમજણમાં હશે તે વિચારકોએ સમજવું.
(ચાળ) જેમ જૈનશાસ્ત્રકારોએ ગુણહીનપણું છતાં જાતિમદ કરનારને શિક્ષિત કર્યા છે તેવીજ રીતે શ્રીજીનેશ્વર મહારાજ, ગણધર મહારાજ આદિના ગુણોનું વર્ણન કરતાં જાતિ અને કુલની વિશિષ્ઠતા સ્વીકારી છે તથા અમૂક જાતિ અને કુલોને જ માત્ર આર્ય તરીકે શેષ જાતિ, કુલોને અનાર્ય તરીકે ગણેલા છે તે સ્પષ્ટજ છે. ધર્મરૂપ જલાશયના બ્રહ્મરૂપ ઘાટે સ્નાન કરવાની વાત સર્વવિરતિ માટે છે તેથી દેશવિરતિવાળાને
પવિત્ર તીર્થોના પવિત્ર સ્થાનોનાં સ્નાનનો નિષેધક વસ્તુસ્થિતિ વિચારે તો ઠીક થાય. ૮ દિશાઓની પૂજ્યતારૂપે વિધાન ન છતાં તેમાંની પૂર્વઉત્તર અને પૂર્વોત્તરની પ્રશસ્તતાનો સ્થાન
સ્થાન પર મૂલ સૂત્રકારો સ્પષ્ટપણે સ્થાનાંગાદિમાં જણાવેજ છે. ૯ જૈનોમાં પહેલાં ગર્ભાધાનને અંગે ચ્યવન કલ્યાણક તેમજ જન્માદિક કલ્યાણકો માનવાથી દેવી
પૂજાને મુખ્ય સ્થાન મળ્યુંજ નથી. ૧૦ સ્થાપનાદિ નિપાએ થતી આરાધના ભાવનિપાને અંગેજ હોવાથી જૈનદર્શન હંમેશાં ગુણને
ગુણવાનને જ પૂજનાર છે. ૧૧ ચરણકરણસત્તરિની આરાધનાને તેનું પાલન સંવર અને નિર્જરા માટે હોવાથી તે ક્રિયાને અદશ્ય દેવાદિની માન્યતાનો આધાર ગણવો તે જૈનદર્શન જાણનારને શોભે નહિ.
(જુઓ પાનું ૩૪૯).
Page #459
--------------------------------------------------------------------------
________________
૩૫૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૪-૩૪
પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ
માધાનકાર: ક્ષકાષ્ટાત્ર સ્વાગત બાગમોધ્ધાર.
Iછે.
શ્રીસાગરાનંદસૂરીશ્વરજીમ.
RATE
પ્રશ્ન ૬૬૮- શાસ્ત્રકાર મહારાજાઓ સુબોધિકા વિગર વ્યાખ્યાગ્રંથોમાં જયારે ગણધર મહારાજા દ્વાદશાંગીની રચના કરતાં પ્રથમ ચૌદપૂર્વોની રચના પ્રથમ કરે છે માટે તેને પૂર્વો કહે છે એમ જણાવે છે ત્યારે ભગવાન મદ્રબાહુસ્વામીજી શ્રી આચારાંગની નિયુકિતમાં તથા શ્રી શીલાંકાચાર્ય મહારાજ તેની વ્યાખ્યામાં સ્પષ્ટપણે જણાવે છે કે સર્વ તીર્થકર મહારાજના તીર્થમાં આચારાંગજ આદિમાં થાય છે અને ગણધર મહારાજાઓ પણ આચારાંગાદિકના અનુક્રમે જ સૂત્રોની રચના કરે છે અર્થાત્ શ્રીતીર્થકર ભગવાન આદિમાં આચારાંગાર્થ કહે છે અને ગણધરો સૂત્રોની રચનાં કરતાં પણ પ્રથમ આચારાંગના જ સૂત્રો રચે છેઆ બંનેનો વિરોધ કેમ પરિહરવો ?
સમાધાન-દ્વાદશાંગીની અનુક્રમે સ્થાપના કરવારૂપ દ્વાદશાંગીની રચનાની અપેક્ષાએ આચારાંગ નામનું પહેલું અંગ પ્રથમ જ સ્થપાય છે ને પછી જ બાકીનાં સૂત્રો અંગોસ્થ થાય છે માટે સ્થાપનાની અપેક્ષાએ શ્રી આચારાંગ સૂત્ર સર્વ અંગોની આદિમાં છે અને સૂત્રોની રચનાની અપેક્ષાએ તો ચૌદપૂર્વોની જ રચના પ્રથમ થાય છે. વળી અનાબાધ મોક્ષપદની પ્રાપ્તિ માટે જ્યારે શ્રી જીનેશ્વર ભગવાન આગામાર્થનું નિરૂપણ કરે છે અને ગણધર મહારાજા તેજ માટે દ્વાદશાંગી રચે છે તો તે મોક્ષપદની પ્રાપ્તિ કરાવનાર, સાધુ જીવનને ટકાવનાર એવો આચાર પ્રથમ જણાવે ને રચે તેમાં આશ્ચર્ય શું? વળી આચારાંગનું જે અભિધેય શસ્ત્ર પરિજ્ઞાદિ છે તેમાં વ્યવસ્થિત હોય તેનેજ શેષ સૂત્રકૃતાંગાદિ અંગો અપાય છે તેથી પણ આચારાંગજી પહેલા અંગ તરીકે સ્થાપના થાય તેમાં પણ આશ્ચર્ય નથી. જો કે આચારાંગાદિ સર્વ શ્રુત દૃષ્ટિવાદના ઉદ્ધારરૂપ છે અને સર્વ સિદ્ધાંતોનો અવતાર દ્રષ્ટિવાદમાં છે પણ આબાલવૃદ્ધોને મોક્ષની ઈચ્છા અને યોગ્યતા હોય તે સ્વાભાવિક હોઇ મોક્ષનો ઉપાય જે આચાર તે બાલવૃદ્ધાદિને જણાવવો જોઇએ ને તે આચાર આચારાંગમાં હોવાથી અત્યંત વિસ્તારવાળા પૂર્વોની રચના પહેલી કરી પછી તેના ઉદ્ધારરૂપ શેષ અંગોની સ્થાપના અને રચના કરતાં પ્રવચનના સારભૂત અને મોક્ષનો અસાધારણ ઉપાય એવો જે આચાર તેને જણાવનાર શ્રી આચારાંગ તેને પ્રથમપણે સ્થાપન કરે છે ઉદ્ધારરૂપે રચે તે વાસ્તવિકજ છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
૩૫ર
તા. ૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર પ્રશ્ન ૬૬૯-આચારાંગ સૂત્રનું પદની અપેક્ષાએ શ્રીસમવાયાંગ અને નંદીસૂત્રમાં અઢાર હજાર પદ જેટલું પ્રમાણ જણાવેલ છે તો તે પ્રમાણે માત્ર ગણધર મહારાજે રચેલ નવ અધ્યયન પ્રમાણ આચારાંગનું સમજવું કે શ્રુત સ્થવિરોએ પાંચ ચૂલા સહિત આચારાંગનું તે પ્રમાણે સમજવું?
સમાધાન- આચારાંગ સૂત્રનું અઢાર હજાર પદનું જે પ્રમાણ શાસ્ત્રોમાં કહેલ છે તે કેવલ નવબ્રહ્મચર્યમય જે પહેલો શ્રુતસ્કંધ છે તેનું જ સમજવું ને શ્રુત સ્થવિરોએ કરેલી જે પાંચ ચૂલાઓ છે તેને જો સાથે લઇએ તો શ્રીઆચારાંગ સૂત્રોનું બે શ્રુતસ્કંધની અપેક્ષાએ અધિકઅધિક પદપ્રમાણ જાણવું એટલા જ માટે ભગવાન નિર્યુક્તિકાર મહારાજ એમ કહે છે અર્થાત્ એકેક ચૂલા વધારતા જઈએ તો પદનું પ્રમાણ પણ બહુ બહુતર થતું જ જાય આજ કારણથી શ્રીનિશીથસૂત્રમાં નવબ્રહ્મચર્યને વંચાવ્યા સિવાય શેષ ઉપરનું અંગાદિ શ્રત વંચાવે તો પ્રાયશ્ચિત જણાવતાં શ્રી આચારાંગજીને નવબ્રહ્મચર્યના નામે ઓળખાવ્યો છે.
પ્રશ્ન ૬૭૦-અસંખ્યાતાં સંયમસ્થાનોમાં પહેલું પણ સંયમસ્થાન જ્યારે સર્વ આકાશના પ્રદેશો કરતાં અનંતગણું પર્યાયવાળું છે તો પાંચ મહાવ્રતોને પર્યાયોના અનન્તમા ભાગે જણાવે છે તેનું શું
કારણ ?
સમાધાન-સમ્યકત્વ જેને ન હોય તેને જ્ઞાન ન હોય અને જ્ઞાન જેને ન હોય તેને ચારિત્ર ન હોય એટલે જઘન્ય સંયમ સ્થાનમાં સમ્યકત્વ અને જ્ઞાનના પર્યાયો પણ સાથે લઇ ચારિત્રના પર્યાયોની ગણતરી કરી છે ને તેથી તે જઘન્ય સંયમ સ્થાનના પર્યાયો સ્વીકાર કરતાં અનન્ત ગુણા છે પણ પાંચ મહાવ્રતોપર્યાયો ગણતાં કેવલ મહાવ્રતોના જ પર્યાયો લીધેલા હોવાથી પર્યાયોના અનંતના ભાગે કહેલા છે.
પ્રશ્ન ૯૭૧- હિંસા વગેરેથી વિરમવારૂપ પાંચ મહાવ્રતો હોવાથી તે મહાવ્રતોનો વિષય સર્વક થો કેમ બને ?
સમાધાન-આચારાંગજી બીજા શ્રુતસ્કંધવાળી ચાર અને આચાર પ્રકલ્પ જેનું બીજું નામ C શીથ હોવા સાથે તે પૃથક હોવાથી જે નિશીથ સૂત્રરૂપે કહેવાય છે તે પાંચમી એમ પાંચ ચૂલાને આ વારાંગ કહેવાય છે ને તેનો સમવતાર પ્રથમ શ્રુતસ્કંધ જે નવઅધ્યયન પ્રમાણ અને સાધુઓના આચારમય હોવાથી નવબ્રહ્મચર્ય નામે ઓળખાય છે તેમાં થાય છે અને સમગ્ર સાધુ આચાર છ જવનિકાયની વિરાધનાના પરિહાર અર્થે હોવાથી નવબ્રહ્મચર્યનો સમાવતાર શસ્ત્રપરિજ્ઞા નામના પ્રથમ અધ્યયનમાં થાય છે ને વિરાધનાનો ત્યાગ છ જવનિકાય વિષયક હોવાથી તે શસ્ત્રપરિજ્ઞાનો પમવતાર છ જીવનિકાયમાં થાય છે અને છ જવનિકાયનું પાલન કરવાનો યથાર્થ રસ્તો પાંચ મહ' તો હોવાથી છ જીવનિકાયનો સમવાતર પાંચ મહાવ્રતોમાં થાય છે અને તે પાંચ મહાવ્રતોનો વિષય સર્વદ્રવ્ય હોવાથી તેનો સમવતાર સર્વદ્રવ્યોમાં થાય છે એમ કહી નિયુક્તિકાર મહારાજ સમુચ્ચ . પાંચ મહાવ્રતોને સર્વદ્રવ્યવિષયક જણાવે છે છતાં જુદાં જુદાં મહાવ્રતો લઈએ તો પ્રાણાતિપાત વેરમણમાં હિંસાથી વિરતિ હોવાને લીધે સર્વજીવોજ વિષયભૂત છે. બીજા અને પાંચમા મહાવ્ર જૂઠ અને મમત્વનો ત્યાગ હોવાથી સર્વદ્રવ્યો વિષયભૂત થાય છે અને ત્રીજા મહાવ્રતમાં નહિ દ લ એવા ગ્રહણ કરવા ને ધારણ કરવા યોગ્ય દ્રવ્યને ત્યાગ કરવાનું તથા દેવતાઈ અને મનુષ્ય તિર્યર સંબંધી સ્ત્રીઓનો ત્યાગ હોવાથી માત્ર પુદ્ગલ દ્રવ્યને અંગે હોય છે ને તેથી તે ત્રીજ અને ચોથું . વહાવ્રતો પુદ્ગલ દ્રવ્યના પણ એક ભાગને જ અંગે છે. આવી રીતે જુદાં જુદાં મહાવ્રતો જુદા જુદા વિષયવાળાં છે પણ સમુચ્ચયે પાંચ મહાવ્રતો સમ્યકત્વને અંગે છે તે સ્પષ્ટ સમજાય તેમ છે.
Page #461
--------------------------------------------------------------------------
________________
૩૫૩
શ્રી સિદ્ધચક્ર
તા.૨૯-૪-૩૪
વિક જ છે તો હો તો
તેને
વાત
છે
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આગમોદ્ધારકની અમોઘ દેશના.
જો જ
ક ા ાા ા ા તીર્થકરો ધર્મ પ્રરૂપે છે પણ નવો ઉત્પન્ન કરતા નથી.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા “અષ્ટકજી પ્રકરણમાં પ્રત્યાખ્યાન અષ્ટક”માં પ્રત્યાખ્યાનનું સ્વરૂપ જણાવતાં પહેલાં સૂચવી ગયા કે દરેક ધર્મના કાર્યો ધર્મના પ્રયોજનથી કરવામાં આવે તો સાર્થક ગણી શકાય. પહેલાં તો ધર્મ કહેનાર કોણ ? એમણે શા મુદ્દાથી ધર્મ કહ્યો તે જાણવું જરૂરી છે. જગતની ચીજ હોય તો બનાવનાર કોણ અને બનાવી શા માટે એ વિચાર કરવો પડે પણ ધર્મચીજ બનાવેલી નથી. મકાન, પાટ, પાટલા વિગેરે ચીજ કોઇએ બનાવી છે તેમ ધર્મચીજ બનાવેલી નથી. તીર્થંકર મહારાજા કે ગણધર મહારાજા કે કેવળી મહારાજા ધર્મ બનાવતા નથી. જેમ દીવો હીરો, મોતી, સોનું વિગેરે બનાવતો નથી માત્ર દેખાડી આપે છે, જેમ અજવાળું એ વસ્તુને માત્ર જણાવે છે, પણ બનાવતું નથી, તેમ તીર્થકર મહારાજા, કેવળી મહારાજા, ગણધર ભગવાન માત્ર ધર્મ, અધર્મનું સ્વરૂપ જણાવે છે પણ નવું સ્વરૂપ ઉભું કરતા નથી. હિંસાદિથી પાપ અને તેની વિરતિથી ધર્મ થાય તે સ્વાભાવિક છે.
હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહાદિથી વિરમવું તે ધર્મ. તો તે ધર્મ થયો તીર્થકરની આજ્ઞાથી, પણ તીર્થકરની આજ્ઞાથી હિંસાદિકથી પાછા હઠો એટલે ધર્મ નવો ઉત્પન થાય છે એમ નથી. હિંસાદિકથી પાપ થવું અને હિંસાદિકથી વિરમવું તેથી ધર્મનું બનવું તે જગતમાં સ્વાભાવિક છે. હિંસા કરતો ન હતો તેને પાપ રોકાતું ન હતું ને તીર્થકરે રોકાતું કર્યું તેમ નથી. તીર્થકર મહારાજાની હૈયાતિનો વખત હોય કે અગર તેમનો વિરહકાળ હોય, કોઇપણ ક્ષેત્ર હોય કે કોઇપણ કાળ હોય, પણ જે વખતે હિંસાદિક પાપો થતાં હતાં તે વખત પાપકર્મ બંધાતાં હતાં, અને જે વખતે હિંસાદિક રોકાતાં હતાં તે વખતે પાપો રોકાતાં હતાં; અર્થાત્ પાપ ઉપર તીર્થંકરની આજ્ઞા નથી. ધર્મ ઉપર તેમની આજ્ઞા નથી. અહીં તીર્થકરની આજ્ઞાની શી જરૂર છે એમ કદાચ શંકા થશે. જો પાપ કે ધર્મ ઉપર આજ્ઞા નથી તો તેમની આજ્ઞાની મતલબ શી ? પણ સમજવું જોઈએ કે દીવા ઉપર હીરા, મોતી, સોનું વિગેરેની જડ નથી. દીવો હીરા, મોતી, સોનું વિગેરે કરી દેતો નથી તેમ પત્થરા, ફટકિયા, કલાઈ
Page #462
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૪-૩૪
૩૫૪
શ્રી સિદ્ધચક્ર કરી દેતો નથી. જો તીર્થકર મહારાજની આજ્ઞા પાપપુન્ય ઉપર નથી તેથી તેમની આજ્ઞા નિરૂપયોગી ગણો તો દીવાના આધાર ઉપર હીરા, મોતી વિગેરેપણું નથી એટલે દીવો બિન જરૂરી છે એમ માનવું ?
પદાર્થમાં સ્વરૂપ રહ્યા છતાં એ પદાર્થનો હેય, ઉપાદેય તરીકે ઉપયોગ કયારે થાય ? વસ્તુનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે. અંધારામાં હીરો કે પત્થરો પડયો હોય, મોતી કે ફટકિયું પડયું હોય, સોનું કે પિત્તળ હોય, ચાંદી કે કલઈ હોય તો તે માલમ પડતાં નથી, માટે ઉપયોગ કરનારને પહેલાં તે વસ્તુથી વાકેફ થવાની જરૂર છે, અને વાકેફ થાય ક્યારે ? અજવાળું હોય તો. તેમ અહીં પુન્ય ને પાપ થવામાં તીર્થકરની આજ્ઞા કારણરૂપ નથી, તો પણ પાપનો પરિહાર કરવો હોય, ધર્મને ગ્રહણ કરવો હોય તો તે કયારે બને ? દીવા વગર અંધારામાં હીરો અને પત્થર સરખા જણાય છે, તેમને ખરા સ્વરૂપમાં જાણી શકતા નથી, તેમ તીર્થંકર મહારાજની દેશના, વચન, આશા, શાસન વગર આપણે પુન્ય અગર પાપને પારખી શકીએ નહિ. આંખો મીંચીને અંધારે રહેલો હાથી નાંખી જે હોય તે લે તો કોઈ વખત હીરો આવે ને કોઈ વખત પત્થરો આવે. હીરો તો કોઈક જ વખત આવે, તેમ તીર્થંકર મહારાજના વચન, આજ્ઞા, શાસન એ રૂપી દીવો હોય તો પાપના સ્વરૂપને પાપરૂપે જાણી છોડી શકીએ ને ધર્મનાં કારણો ધર્મનાં કારણપણે જાણી આદરી શકીએ. કેવળી અગર તીર્થકર મહારાજના વચનો દીપકમાફક અનહદ ઉપકાર કરનારાં છે. જોશે આંખ પણ દીવા વગર આંખ નકામી છે. તીર્થકર મહારાજની આજ્ઞારૂપી અજવાળું ન હોય તો આપણી સ્થિતિ કઈ? અંધારામાં બાચકા ભરનાર ઘણે ભાગે પત્થરજ મેળવે, તેમ તીર્થકરની આજ્ઞાથી નિરપેક્ષ જે બુદ્ધિ તે સન્માર્ગે ન લઈ જાય. જીવાદિક પદાર્થો આશાગ્રાહ્ય છે.
તીર્થકરનાં વચનો પુચપાપ, ધર્મ અધર્મ, સંસાર અને મોક્ષનાં કારણો જણાવનારાં છે, પણ ચાલુ પ્રસંગ કયો ? હીરા, મોતી, સોનું, ચાંદી દીવો બનાવતો નથી પણ જણાવે છે. આટલા માટે “માસથી ગવાદ્રિ પાથર્ ૩૫ત્ન' આજ્ઞાથી જીવાદિક પદાર્થો જાણવાના છે નહિ તો આત્મા સપ્રદેશ છે, કેવો છે તે વિગેરે શાના આધારે જાણી શકીએ ? યાવતું કેવળજ્ઞાનસ્વરૂપ આત્મા છે તે શી રીતે જાણીએ ? જ્યારે તીર્થકર મહારાજે કેવળજ્ઞાનથી જીવાદિક પદાર્થોનું સ્વરૂપ જાણ્યું અને જ્યારે આપણને એ સ્વરૂપ સમજાવ્યું ત્યારે આપણે જીવને જાણ્યો. જીવને કેવા સ્વરૂપે આપણે જાણ્યો ? ચૈતન્યસ્વરૂપ, સિદ્ધ સમાન કેવળ જ્ઞાનદર્શનવાળો વિગેરે સ્વરૂપવાળો આત્મા જાણ્યો.
મારી વસ્તુ માલમ પડે તો ગઈ કયાં એ તપાસવા મંડાય. મારી હતી એમ માલમ પડે ત્યારે ખોળ કરવા મંડાય. મારી હતી એ માલમ ન પડે તો તપાસવા કોઈ જાય નહિ. સમ્યકત્વ પામતી વખતે છઠ્ઠા ગુણઠાણાવાળા કરતાં અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.
આત્મા કૈવલ્યસ્વરૂપ સિદ્ધસમાન જાણવામાં આવે તો ઉત્કંઠા થાય કે હું કૈવલ્યસ્વરૂપ
Page #463
--------------------------------------------------------------------------
________________
૩૫૫
તા.૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર છું તો મારી દશા આમ કેમ છે? અહીં એક વાત સમજવાની છે. શાસ્ત્રકારો ફરમાવે છે કે સમ્યગુદૃષ્ટિને જે આનંદ કે ઉલ્લાસ ન હોય, દેશવિરતિ, બારપ્રતિમા વહન કરનારને જે ઉલ્લાસ અને નિર્જરા ન હોય; ક્રોડપુરવ સુધી ચારિત્ર પાળનાર સાધુને મધ્યમ પરિણતિએ જે નિર્જરા ન હોય, તેના કરતાં અસંખ્યાતગુણી નિર્જરા સમ્યકત્વ પામતી વખતે હોય. ચોથે, પાંચમે, છઠ્ઠ રહેલો જે કર્મ તોડે તે બધા કરતાં સમ્યકત્વ પામતી વખતનો જીવ તે અસંખ્યાતગુણા કર્મ તોડે. એમાં એવું શું થાય છે ? તત્ત્વત્રયી પામી ગયો, હેયાદિકનો વિવેક થયો, સાચી શ્રદ્ધા થઈ, દેશથી પાપનાં પચ્ચખ્ખાણ કર્યા, યાવત્ નિર્ચથપણું લીધું, એને જે કર્મનિર્જરા નહિ તેના કરતાં અસંખ્યાતગુણી નિર્જરા સમ્યકત્વ પામતી વખતે થવાનું કારણ શું ?
એક દરિદ્ર મનુષ્ય જે પાંચ પાસે પોક મેલે ત્યારે પૈસો મેળવે, આવા દરિદ્રને કોઇ પરોપકારી મળ્યો. એ પરોપકારીએ દરિદ્રના બાપના ચોપડા જોયા. ચોપડા તપાસતાં એક જગાએ એક લાખ રૂપિયાની રકમ અનામત પડી છે એમ દરિદ્રને જણાવ્યું ત્યારે તેના અંતઃકરણમાં કેટલો આનંદ થાય? કયા ઉલ્લાસમાં હોય ? હજુ તો માત્ર રકમ માલમ પડી છે, ઉઘરાણી જશે, વખતે આપવામાં આનાકાની કરશે, કેસ કરવો પડશે, હુકમનામું થશે, એટલે લાખ મળશે, આસામી સદ્ધર છે; પણ લાખની રકમ દેખતી વખત જે આનંદ થયો છે તે આનંદ અરજી વખત કે કેસ વખત કે હુકમનામા વખતે હોતો નથી. હુકમનામું બજાવતી વખત ભલે આનંદ હોય પણ રકમ દેખી તે વખત જે આનંદ તે આનંદ બીજી વખત આવતો નથી.
જો અપૂર્વ તરીકે માલમ પડી તે વખત જે આનંદ થયો તે આનંદ તેના સાધન વખતે થતો નથી, તેમ આ એક દરિદ્રમૂર્તિ આ પાંચ ઇન્દ્રિયો આગળ પોક મૂકે ત્યારે એક વિષયનું જ્ઞાન થાય. એવા દરિદ્રનારાયણને પરોપકારી મહાપુરુષ લાખની રકમ તરીકે કેવળ જ્ઞાનાદિરૂપ પોતાનું સ્વરૂપ બતાવે છે. તીર્થકર મહારાજાએ ચોપડા બતાવ્યા તેમાં જો તું કૈવલ્યસ્વરૂપ છે વિગેરે આત્માની ઓળખ કરાવે તે વખતે જડમાં મુંજાયેલો આત્માનો અનુભવ કે ઓળખ ન હોય તેવાને સિદ્ધ સમાન ઓળખાવે તે વખતે અનહદ આનંદ થાય તેમાં આશ્ચર્ય શું ?
એ આનંદ સમ્યકત્વ થતી વખતે હોય. આત્મા તરફ દૃષ્ટિનું જવું, પોતાની સ્થિતિ જાણવી તે બધું ત્યાં બને છે. અહીં કૈવલ્યસ્વરૂપ છીએ એમ નક્કી થયું એટલે હવે ધ્યેય તે મેળવવામાં આસામી સદ્ધર દેખ્યો પછી ૯૯૯૯૯ની આશા હોય ? તેમ અહીં ભવ્યપણું મોક્ષની ઇચ્છા હોવાથી નક્કી થયું છે કે આત્મા કેવળ મેળવશે ને મેળવશેજ. શાહુકાર છે, બેસી ગયો નથી. જો ભવ્ય છે મોક્ષની ઇચ્છાવાળો છે તો સદ્ધર આસામી છે લહેણું ચોકખું છે. પછી મનમાં શંકાને કારણ નથી. આ વાત ધ્યાનમાં લેશો તો નિશ્ચય થશે કે સમ્યકત્વ પામતાંની સાથે પહેલો મુદ્દો કૈવલ્યોતિ પ્રગટાવવાનો હોય તો તે કેમ રોકાઈ છે? એ સિવાય બીજો વિચાર આવે નહિ.
Page #464
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૪-૩૪.
૩પ૬
શ્રી સિદ્ધચક્ર 'नरविबुहेसरसुक्खं दुक्खं चिय मन्नइ धीरो'
સમકિતિ જીવ એ રાજા, મહારાજા, વાસુદેવ, ચક્રવર્તી યાવત્ દેવતાને ઈદ્રો આ બધાને મહા દુઃખી માને.
નારકીને દુઃખરૂપ મિથ્યાત્વી પણ માને છે, વાગે ને લોહી નીકળે તો ચીતરી મિથ્યાત્વીને પણ ચડે છે. દુઃખો દેખી દીલ ગભરાય તે એકલા સમકિતિને થતું નથી એ તો મિથ્યાત્વીને પણ દુઃખ થાય. દ્રવ્ય દુઃખ દેખી બંને ગભરાય પણ મિથ્યાષ્ટિ સુખમાં લલચાય, સમકિતિ સુખમાં લલચાય નહિ. સમકિતિ, નારકી અને તિર્યંચોને ગળતા કોઢવાળા અને મનુષ્ય અને દેવતા એ ઢાંકયા કોઢવાળા
માને.
તમારા આત્માને પૂછો કે આ વાત મગજમાં કેટલી ઉતરી ? અનુત્તરના દેવતાથી માંડી સૌધર્મના દેવતા સુધી અને રંકથી માંડી ચક્રવર્તી મનુષ્યોની દશા રક્તપિત્તિયા જેવી લાગી ખરી ? તિર્યંચ નારકીના દુઃખથી જે અસર થાય તે કરતાં દેવતા અને મનુષ્યોના સુખ સાંભળી આનંદ ન માનતાં ઘણોજ ઉગ થવો જોઈએ. આવો ઉગ કોઇ દિવસ થયો ?
આપણી દશા તો ઉલટી છે. દેવતા અને મનુષ્યની ગતિ તરફ ઉદ્વેગનો છાંટો નથી તેના સંજોગો તરફ બહુમાનની નજરથી જોવાય છે. તેને અપમાનથી જોવાનો વખત કયાં છે ? એ દશાને દુઃખરૂપ ધારશો શી રીતે ?
આથી શાસ્ત્રકારોએ તિર્યંચને નરકને દુઃખ માને તેમાં નિર્વેદ ન રાખ્યો. નિર્વેદમાં શું રાખ્યું ? રાજા, મહારાજા, ચક્રવર્તી અને ઈદ્રોના સુખોને પણ દુઃખ માને. આ જગતના મનુષ્યના દેખાતા રિદ્ધિસિદ્ધિ, કુટુંબકબીલો એ દુઃખરૂપ કયારે ભાસ્યાં ? ચાણક્યના પિતાની પુત્રના જન્મ વખતે મનોદશા.
આ વાત ધ્યાનમાં લેશો ત્યારે માલમ પડશે કે સમકિતિને પુત્રપ્રાપ્તિ વખતે કઈ જાતનો હર્ષ થાય ? ચાણકયનો પિતા બ્રાહ્મણ છે, છતાં સમકિતિ ધર્મને જાણનારો. એમના જોડેના ઘરમાં સાધુ આવ્યા છે. પોતાને ત્યાં ચાણકયનો પ્રસવ થયો છે. ચાણકય દાંતસહિત જમ્યો છે. બાળક દાંતસહિત જન્મતું નથી. અહીં દાંત સહિત બાળક અવતરવાથી બાપને આશ્ચર્ય થયું. આચાર્યને પૂછયું કે દાંત સહિત જમ્યો તેનું ફળ શું? આચાર્ય જ્ઞાની છે. તેથી ઉત્તર આપ્યો કે રાજા થશે. તમે તે જગાપર હતું તો ઢોલ વગડાવત. મારો પુત્ર રાજા થશે એ સાંભળનારા તમે હો તો શું કરો ? આચાર્ય સરખા સમર્થજ્ઞાની છોકરાને અંગે નિમિત્ત કહે છે. તેને પણ ભરોસો છે. કલ્પક જે ચાણકયના પિતા તેને ભરોસો છે, કે આચાર્ય સમર્થશાની છે. હવે ચાણકયના પિતાને આનંદનો પાર ન રહે તેમ તમે દેખી શકો છો.
જ્યારે અહીં કલ્પકને રાજા થશે એ સાંભળી અફસોસનો પાર ન રહ્યો. અરર ! દયાળુ ક્ષત્રિયના ખોળામાં આવેલી બકરી કસઈ લઈ જઈને કાપી નાખશે તો ક્ષત્રિયના હૃદયમાં શું થાય ? તેમ ચાણકય બાપના હૃદયમાં આવ્યું કે પવિત્ર જૈનકુળમાં આવેલો બાળક
Page #465
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શ્રી સિદ્ધચક્ર
તા.૨૯-૪-૩૪ નરકાદિક ગતિમાં રખડનારો થશે. જન્મેલો બાળક કેટલી કુમળી અવસ્થામાં હોય, તેવી બાળક સ્થિતિમાં ઘસવાની કાનસ મંગાવી દાંત ઘસી નાંખ્યા. છોકરો રાજા થવાનો સાંભળી અફસોસ થાય છે, કારણ ઘણે ભાગે રાજાઓ ઘણા આરંભ પરિગ્રહમાં રક્ત હોવાથી નરકે જાય છે. બાળકની અવસ્થા જોયા વગર બાળકનો દુઃખને ગણકાર્યા વગર દાંત ઘસી નાંખે છે. આ વખતે આ શ્રાવક સમકિતિના અંતઃકરણની મનોદશા કયાં હશે ? અહીં ચાણકયના પિતા સમજતા હતા કે શ્રાવકના કુળમાં આવી રખે ભવ હારી ન જાય. આવી ભાવદયા હોવાથી દાંત ઘસી નાખ્યા, કે જેથી રાજાપણું ન મેળવે અને દુર્ગતિનો ભાગીદાર ન થાય. શ્રાવકપિતા તરીકે દરેકની ફરજ છે કે સદ્ગતિ પ્રાપ્ત કરાવી ન શકાય તો દુર્ગતિથી બચાવવાની જરૂર પ્રયત્ન કરે. દરરોજ અઢાર પાપસ્થાનક બોલતા હતા તે તેમને જ શોભતું હતું. તમને મિચ્છામિ દુક્કડં ક્યાં ભાસ્યું છે ? આથી રખડનારા, રાત્રે ખાનારા, અભક્ષ્ય નહિ ઓળખનારા પડિકમણા કરનારની હાંસી કરે તે અર્થ નથી. દેવાળીયો, બટક બોલનારો સીધું બોલવા જાય તે લાયક નથી તું રોજ વાયદા કરે છે પણ મેલને તે શાહુકારીથી ઉત્તર દે તેને કહેવાય. તેમ શાસનમાં ચાંદા પડેલા, બટકબોલા, જેમને નથી કરવું પડિકમણું એવાને આ વચન સાંભળવાનો અધિકાર નથી. આ વાત જેઓ વ્યવહારથી પ્રતિક્રમણ કરે છે તેવાને કહું છું. મિચ્છામિ દુક્કડ પછી પણ પહેલા પાપને પાપ તરીકે માનો તો ખરા. છાતીપુરમાંથી નાકપુરમાં ન જાવ.
પચીસ હજારના લાખ થયા. છાતીપુર પાણીમાં હતો ત્યાંથી નાકપુર પાણીમાં આવ્યો એમ ભાન થયું ? માત્ર ફોનોગ્રાફની ચુડી ચાલે છે. ચુડીમાં ઉતારેલા ગાયન સાથે ચુડીને સંબંધ નથી. તેમ આપણે ચુડીમાં ઉતારેલા અઢાર વાપસ્થાનક છે આપણે સંબંધ નથી. જો સંબંધ હોય તો પૌદ્ગલિક સુખોનો વિયોગ કરાવનાર, અશુભ મુગલોને મેળવી આપનાર એવા અઘાતિ પાપોથી કંટાળ્યા છો એ ભંયકર લાગે છે પણ ઘાતિપાપો ભયંકર રૂંવાડે પણ ભાસતા નથી. ધાતિ અઘાતિરૂપ પાપ બે પ્રકારના. આત્માના ગુણોને ઘાત કરનાર ચાર ઘાતિ કર્મ. વેદની, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર અઘાતિ એમાં ખરાબ આવે તે ખટકે છે. જડને અડચણ કરનાર તમને ખટકે છે. જ્ઞાનાવરણી આદિ ઘાતિ પાપો તમને ખટકતા નથી. જો તે ખટકતા હોય તો ખરેખર ઘાતિ પાપનો ડર થવો જોઈએ. અઘાતિ પાપોદય તો તમારો મિત્ર છે. ઘાતિ પાપોદય દોસ્તીનું કામ કરતો નથી. જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય કે અંતરાય એ હિત કરતા નથી. હજુ અનિષ્ટ સંયોગો, દરિદ્રતા વિગેરે કલ્યાણ કરી દેશે આ વાત સમજવા માટે એક વસ્તુ સમજો. કુટુંબાદિક ન મળે એવા નિયાણા.
મહાવીર મહારાજાના કાળમાં કેટલાક એવા પ્રસંગો આવ્યા કે સાધુપણું લઈ પાળ્યા છતાં સાધુપણું લેતી વખતે જે અડચણ વેઠવી પડેલી તે જીંદગીમાં પણ ભૂલી ન શક્યા. જીંદગીને છેવટે નિયાણું કરવા લાગ્યા. બહારના શત્રુને પહોંચાય પણ ઘરના શત્રુને પહોંચવું મુશ્કેલ
Page #466
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૪-૩૪
૩૫૮
શ્રી સિદ્ધચક્ર છે. તેમ દીક્ષિતો રિદ્ધિ, કુટુંબકબીલો, ધનમાલ, બાયડી છોકરાંને ઘરના શત્રુ ગણે. નિયાણું કરે કે બીજા ભવે એવી જગાપર જળ્યું કે જ્યાં રિદ્ધિ, કુટુંબાદિક ન હોય. શા માટે આ નિયાણું કરે છે ? બીજા ભવે રિદ્ધિ, કુટુંબાદિક ન હોય તો જલદી સાધુપણું મળી જાય. તે વખતે સાધુ થનારાને પોતાના આત્માના ચારિત્ર મોહનીય નાશ પામ્યા છતાં અંતઃપ્રતિબંધકોથી કેટલું વેઠવું પડતું હશે? ભગવાન મહાવીરે જણાવ્યું કે કે તમારા આત્માને બળવાન સમજો છો કે નિર્બળ. તો આત્મા ઉપર મજબુત રહો. આટલી તમારામાં મજબુતી છે તેટલી ન્યૂનતા છે કે નિયાણું કરો છો. આવું નિયાણું કરશો તો મોક્ષ દૂર જશે. જો કે નિયાણું ત્યાગ, સંયમ માટે કર્યું છે. નિર્વેિદનપણા માટે કર્યું છતાં આત્માએ મજબુતી રાખવી જોઈએ. જો કુદરત ઉપર આધાર રાખવા ગયો તો મોક્ષ મળે નહિ.
પ્રાચીનકાળમાં સાધુઓ સંયમને પ્રતિબંધ કરનારી ચીજોથી કેવા કંટાળ્યા હશે કે આવા નિયાણાના પ્રસંગો ઉભા થયા હશે. જ્યારે પુરા કંટાળ્યા હોય, આખી જીંદગી એ પ્રસંગ ભૂલ્યા ન હોય ત્યારે એવું નિયાણું કરવાનો વખત આવે. ચાલુ પ્રસંગમાં એટલા પુરતી વાત લેવી છે કે કથંચિત્ તે મદદગાર થઈ શકે છે.
પુન્યોદયથી જે થાય તેની પ્રતિજ્ઞા કરો. પ્રતિજ્ઞા ન કરો તો પાપ લાગવાનું. પુન્યોદયથી મળેલી ચીજના પચ્ચખાણ મળી હોય તો પણ પચ્ચખાણ કરવા લાયક, ન મળી હોય તો પણ પચ્ચખ્ખાણ કરવા લાયક. પુન્યના ઉદયથી પ્રાપ્ત થનારી દરેક ચીજ પચ્ચખ્ખાણ કરવા લાયક.
પાપના ઉદયે થવાવાળી ચીજના પચ્ચખ્ખાણ હોય નહિ. ભૂખ્યા રહેવાના પચ્ચખાણ કરો. મારે દરેક મિનિટે ખાવું એવા પચ્ચખ્ખાણ કરાય? ખાવાનું પ્રાપ્ત થાય તે શાતા વેદનીના ઉદયનું, પ્રાપ્ત ન થાય તે અંતરાયના ઉદયનું. જે શાતા વેદનીના ઉદયથી પ્રાપ્ત થવાનું હતું તેના પચ્ચખ્ખાણ જણાવ્યા પણ ભૂખ્યા રહેવાનું જે પાપના ઉદયથી તેનું પચ્ચખાણ જણાવ્યું નહિ.
શાસ્ત્રકારો કહે છે કે પાપનો ઉદય પ્રેરણા કરી કરો પુન્યનો ઉદય ધક્કો મારી ખસેડો. આ વચનો તમને નહિ ગમે. પાપનો ઉદય પરાણે લાવો, પુન્યનો ઉદય પલટાવી નાખો આનું નામ ધર્મ. બહાર તડકો પડી રહ્યો છે, તેમાં ઉભા રહી આતાપના કરો તો ધર્મ. લોચ કરતાં ધર્મ થયો. કુટુંબાદિક પુન્યથી મળ્યા તેને છોડો તો ધર્મ થયો, પાપને પરાણે ઉદયમાં લાવો તો ધર્મ મનાય. આ વાત કબુલ કરવા અંતઃકરણ તૈયાર છે? માને છે, બોલે છે, હજુ આવી માન્યતા થતી નથી. ચાણકયના બાપને છોકરો દાંતવાળો જભ્યો તેમાં ભયંકરતા કેમ ભાસી ? અમે શ્રાવક એમ કહેનારાએ આ દશા ખ્યાલમાં રાખવી. રાજ્ય પામવાની વાત ભયંકર ગણે છે. રાજયાદિકને ભયંકર ગણનારાઓ જ શ્રાવકો. તેવા શ્રાવકો રાજ્ય સાંભળી કંપી ઉઠે છે. તાજા જન્મેલા બચ્ચાના દાંત કાનસથી ઘસી નાખ્યા એટલે છોકરાની પીડાની ગણતરી ખરી? એ છતાં ઘસી નાખ્યા. ફેર આચાર્ય પાસે ગયો. હવે તો નરકે નહિ જાયને? આચાર્ય ભગવંતે ઉત્તર આપ્યો કે સાક્ષાત્ રાજા નહિ થાય પણ
Page #467
--------------------------------------------------------------------------
________________
૩૫૯
તા.૨૯-૪-૩૪
શ્રી સિદ્ધચક્ર રાજ્ય પુતળા સરખા રાજાને બેસાડી વહીવટ એજ કરશે. જેને રાજ્ય ભયંકર લાગતું હતું તે પુત્ર રાજ્યથી કેમ ખસે? કેમ આ બાળકને દુર્ગતિથી બચાવું, આ સ્થિતિ શ્રાવકોની હતી. આવા સુખોથી પણ જે ડરનાર હોય તેને નિર્વેદવાળા કહીએ. ચક્રવર્તી કે ઈદ્રના સુખને દુઃખરૂપ ગણે. નિર્વેદમાં ચારે ગતિથી કંટાળો હોવો જોઇએ. એની દૃષ્ટિ પોતાના કૈવલ્યાદિક સ્વરૂપે પ્રગટ કરવા તરફ જ હોય. સમકિત મોક્ષ સિવાય બીજી પ્રાર્થના કરે નહિ.
નાગસારથિની સ્ત્રી સુલસા શ્રાવિકા. કોઈપણ પ્રકારે સંતાન થયું નથી. ઉંમર વીતી જવા આવી છે. ભરતાર અફસોસ કરે છે. તુલસા કહી દે છે કે હું સંસારને ફાંસારૂપ માનું છું, તમે ખુશીથી બીજી સ્ત્રી પરણો. ત્યારે નાગસારથિ જણાવે છે કે પુત્ર થાવ કે ન થાવ બીજી
સ્ત્રી કરવી નથી. સુલતાને કેટલાક કાળે દેવતા તુષ્ટમાન થયો. ઘરમાં પુત્ર પ્રાપ્તિ વગર પતિ ઝુર્યા કરે છે. આવા વખતે દેવતા તુષ્ટમાન થયો છે. દેવતા માગવાનું કહે છે. માગે તે આપવાનું કહે છે. મારું માગ્યું તારાથી આપી શકાય તેમ નથી. તું આપે એવી વસ્તુની મને ન્યૂનતા નથી. દેવતા બોલાવેલો નથી. હાજર થયેલો છે. વરદાન માગવાનું કહે છે ત્યારે શ્રાવિકા જણાવે છે કે મોક્ષમાર્ગ માહેલું તારાથી આપી શકાય તેમ નથી. તે વખતની શ્રાવિકાઓ પણ આટલી દઢ હતી. છેવટે દેવતાએ કહ્યું કે દેવનું દર્શન નિષ્ફળ ન જાય માટે પતિને સંતોષ થાય તેવું આપ. હું માગતી નથી. આ પરિણતિ શાના અંગે ? એકજ વસ્તુને અંગે. સમકિતદષ્ટિને મોક્ષ સિવાય બીજા મનોરથ હોય નહિ. બીજી આવી પડેલી ગણાય. - હવે મૂળ વાતમાં આવીએ. જે આ તીર્થકર મહારાજા વિગેરેના વચન રૂપી દીવાએ આ કેવળજ્ઞાન અને મોક્ષની ચીજ દેખાડી તે તરફ ધ્યાન લાગ્યું છે, તે કેવળજ્ઞાન સિદ્ધ સમાનપણું તે સમ્યકત્વ ઉત્પન્ન થાય તે વખત જે આનંદ થાય, જે ઉલ્લાસ થાય તે બીજી વખત હોય નહિ. એ વખતે એટલી નિર્જરા એટલો ભાવોલ્લાસ કેમ ? ચોપડામાં રકમ દેખી તે વખતનો આનંદ લાખ મળ્યા તે વખતના આનંદ જેટલો હોતો નથી. આટલી બધી નિર્જશ, ભાવોલ્લાસ શાથી ? આત્મામાં રત્ન દેખાડયું દેખ્યું ને માન્યું. આ આત્માના ચોપડામાં પૈસાના માટે પાંચની ખુશામત કરે, તેમ સ્પર્શ જાણવા માટે સ્પર્શેન્દ્રિયની ખુશામત કરવા લાગ્યો પણ કેવળજ્ઞાન રૂપી રકમ દેખે તે વખતનો આનંદ બીજી વખત આવતો નથી. કેવળજ્ઞાન જાણ્યું માન્યું ઉત્પન્ન થવાના સાધનો હાથમાં આવ્યા ઉપાયો જાણ્યાં. જ્યાં રકમ જાણી આવા દરિદ્રનારાયણે લાખની રકમ જાણી તેના મેળવવાનાં સાધનો જાણ્યાં, આ વખત અપૂર્વ આનંદ થાય તેમાં નવાઈ શી ? પણ આ બધાનો આધાર વચન દીપક, નથી આત્માને આપણે જોયો, આશ્રવ કે સંવર આપણે જોયા નથી, માટે તીર્થંકરની આજ્ઞાથી પુન્યપાપ બનતા નથી પણ જાણવાના તેમની આજ્ઞાકારાએ પછી હેય, ઉપાદેય તરીકે જાણી વિભાગ કરવાના.
હીરા અને પત્થરાના ઢગલામાંથી હીરાપન્થરા જુદા કરવામાં અજવાળાની જરૂર. હેયને
Page #468
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-૪-૩૪
૩૬૦
શ્રી સિદ્ધચક્ર છાંડવાનું, ઉપાદેયને આદરવાનું, જીવાદિક જાણવાના. આ સૂર્યના કે દીવાના પ્રતાપે જાણી શકાય છે તે માત્ર વિદ્યમાન વસ્તુને દેખાડવા તરીકે, બનાવનાર તરીકે નહિ. તીર્થકરો અધર્મને ધર્મ બનાવી દેતા નથી.
જે આત્માને જાણ્યો ન હતો તે તેમણે ઓળખાવ્યો. તીર્થકરો ધર્મ અધર્મ બનાવનાર નથી, પણ જણાવનાર છે. જિનપન્નૉ તૉ જીનેશ્વરોએ કહેલું, જિનપન્નત્તો ધમ્મો જીનેશ્વરે કહેલો ધર્મ. અધર્મને ધર્મ કરી શકતા હતે તો આખા જગતને ધર્મમય બનાવી નાખતે. તીર્થકરનો કહેલો જણાવેલો ધર્મ છે. તો ધર્મ સર્વ કાળમાં સ્વાભાવિક રીતિએ છે તો તેમાં ફેરફાર કરવાનું કોઈના હાથમાં નથી. હીરાનું કદ વધારવું, તેજ વધારવું એ દીવાના હાથની વસ્તુ નથી. માત્ર દીવો હીરો ઓળખાવે છે. ખોવાયેલો હીરો દીવાથી જડે. હીરો મેળવી દીધો એ પ્રતાપ દીવાનો. એમ આત્માનું સ્વરૂપ ખોવાઈ ગયું છે એ કયાંથી જાણ્યું? હીરો, મોતી અંધારામાં ખોવાઈ ગયા હોય ત્યારે દીવાની કિમત કેટલી ? તેમ આત્મા પોતાના આત્મસ્વરૂપને ખોળે તે વખત તીર્થંકર મહારાજરૂપી દીવાની કીંમત અનહદ છે, કેમકે અનાદિથી સંસારમાં રખડી રહ્યો છે. પોતાનું સ્વરૂપ ખ્યાલમાં લીધું નથી. તેનું સ્વરૂપ બતાવનાર તીર્થકર મહારાજા હોવાથી અનહદ ઉપકારી છે. હવે અનાદિ હોય તે નાશ ન પામે ને નાશ પામે તે અનાદિ નહિ, તો અનાદિથી કર્મથી અવરાયેલો છે તો તે કર્મ અનાદિના હોવાથી નાશ નહિ પામે એવી શંકા થાય તેના સમાધાનમાં જણાવવાનું જે અનાદિ બે પ્રકારના છે.
જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય દ્રવ્યો અનાદિ છે, પણ એનો છેડો નથી. કેટલાક પદાર્થો અનાદિ છતાં તેનો છેડો હોય જેમકે અનાદિનું એકેન્દ્રિયપણું, નિગોદપણું, ભવભ્રમણ, અજ્ઞાન, મિથ્યાત્વ એ બધા અનાદિના છતાં એ પદાર્થો એવા નથી કે જેનો નાશ ન હોઈ શકે. નાશ થઈ શકે એવા પદાર્થો છે. આથી અનાદિનું ભવભ્રમણ નાશ થઈ શકે તેવું છે. માટે તીર્થકર મહારાજાએ તેમના વચન રૂપી દીવો પ્રગટાવ્યો, જેમાં આપણા આત્મારૂપી હીરો અજ્ઞાનરૂપી અંધકારમાં ખોવાઈ ગયો હતો તે જડયો. હવે આત્માનું સાચું સ્વરૂપ સિદ્ધ સમાન સ્વરૂપ જો જાણ્યું તો તે પ્રગટ કરવા માટે તેમની આજ્ઞાઓ ધ્યાનમાં લઈ હરેક જીવોએ યથાશક્તિ તેમાં પ્રયત્ન કરવો એ દરેક ભવ્યાત્માનું કર્તવ્ય છે.
**
Page #469
--------------------------------------------------------------------------
________________
૨-O-0
' જાવા વિધાનકમ
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જૈન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
'સમિતિના હાલમાં મળતા ગ્રન્યો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ.
મુલ્ય આંક ફંડના ગ્રંથ. | મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ ૫૬ શ્રી શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયન્નાછાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રી શ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો
૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
પપ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ યુક્ત (પૂર્વાધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યક સૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહદ્રવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રીમહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું.
તિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફીલોસોફ અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ શલોસોફ્ર અંગ્રેજી.
O-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૭૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર.૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજાષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ પ૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર ,,. પ-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
| મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-પ-૦ ૫૯ શ્રી ચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ પં. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયગ્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રી કલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઇપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બકમીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #470
--------------------------------------------------------------------------
________________
9 સરલતાનો સ્વાભાવિક સૂર્યોદય 9, આ જગતમાં વર્તતા દરેક વિચારવાન જીવો પોતાને ઉત્તમ કોટિમાં સ્થાપિત કરવાને તેમ થયેલા કહેવડાવવા માગે છે. કોઈપણ વિચારવાન પુરુષ પોતાને અધમ કોટિમાં દાખલ થયેલો કે તેમ થયેલો કહેવડાવવા માગતો નથી, પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે માત્ર મનોરથમાં મહાલવાથી મનડકામના ફલતી નથી, કારણકે કારણ સિવાય કોઇપણ કાર્યની નિષ્પતિ થતી નથી, ને મન કામનાને ફલિભૂત કરવાનું કે થવાનું કારણ એકલા મનોરથો નથી. જો એકલા મનોરથોથી કાર્યસિદ્ધિ થઈ જતી હોત તો સર્વ મનુષ્યોને ધનધાન્ય, કુટુંબ, રાજ્ય દ્ધિ, સમૃદ્ધિની ઇચ્છા હોવા સાથે બુદ્ધિમત્તાને કવિરાજપણાની ઈચ્છા સ્વાભાવિક હોવાથી કોઈપણ મનુષ્ય ધનધાન્યાદિથી રહિત હોવો જોઈએ નહિ પણ જગતમાં તેમ થતું નથી. તેથી માનવું જ જોઇએ કે કેવલભનોરથ માત્રથી કોઇપણ કાર્યની સિદ્ધિ થઈ શકે નહિ. જો કે દેવતાઓને મનોરથ માત્રથી કાર્યસિદ્ધિ થાય છે એમ કહેવાય છે પણ તે મુખ્યત્વે આહારની અપેક્ષાએ ઇચ્છા માત્રથી આહારના પુદ્ગલોના પરિણમનની અપેક્ષાએજ સમજવું ને તેથીજ દેવતાઓ મનોબક્ષી તરીકે પ્રસિદ્ધ છે. બાકી છદ્ધિ, સમૃદ્ધિ આદિ પ્રાપ્તિની અપેક્ષાએ તો દેવતાઓ પણ મનોરથ માત્રથી સિદ્ધિ પામનારા નથી અને જો તેમ ન હોય અને તિ, સમૃદ્ધિ આદિની સિદ્ધિમાં પણ જો દેવતાઓ મનોરથ માત્રથી સિદ્ધિ પામતા હોય તો સર્વ દેવો સમાન અદ્ધિ, સમૃદ્ધિવાળા થઈ જાય પણ તેમ નથી, કિંતુ દેવતાઓમાં આગળ આગળના દેવતાઓ આયુષ્ય અને અદ્ધિ, સમૃદ્ધિથી અધિક અધિક હોય છે.
આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે ઉત્તમ કોટિમાં દાખલ થવાની ઇચ્છાવાળાએ એકલી ઇચ્છા થવાથી સંતુષ્ટ થવાનું નથી પણ ઉત્તમ કોટિના કારણો મેળવવાની આવશ્યકતા છે. જો કે ઉત્તમ કોટિને પ્રાપ્ત કરવાનાં અનેક સાધનો છે છતાં સર્વ સાધનોમાં સરલતાનો પહેલો નંબર લૌકિક અને લોકોત્તર દષ્ટિથી માનવો પડે છે, કારણકે તે સરલતા એવી ચીજ છે કે જે સર્વ શેષસાધનોનો સદ્ભાવ ન હોય તો પણ સાવ કરી શકે છે અને જે તે સરલતા ન હોય તો શેષસાધનોનો સદ્ભાવ હોય તો પણ કાર્યસિદ્ધિ નથી થતી અને મળેલ શેષસાધનોની નિષ્ફળતાજ થાય છે. જો કે કેટલાકો પોતાના અનુભવ ઉપર લક્ષ નહિ આપતાં કોઈ કોઈ વખત માત્ર વર્તમાનકાળમાંજ થતી કાર્યસિદ્ધિને આગળ કરીને તથા ભવિષ્યના વિષમ વિપાકને નહિ
(અનુસંધાન ટાઈટલ પા. ૨)
Page #471
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
27 225
Page #472
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ ચોથાનું અનુસંધાન) કેટલીક વખત શ્રોતાની અજ્ઞાનતાને લીધે વિપરીત બુદ્ધિને કરનારી થાય પણ તેટલા માત્રથી તે વિવેકી જનને માયાવી કહી શકાય નહિ. જેવી રીતે માયાવી પુરુષે શ્રોતાના ઉપઘાતકપણે કરેલી મન, વચન, કાયાની પ્રવૃત્તિ ભાગ્યશાળી શ્રોતાને ઉપઘાતક કે વિપરીત પરિણામવાળી ન થાય તો પણ ઉપઘાતક બુદ્ધિથી માયાપૂર્વક પ્રવૃત્તિ કરવાવાળો જેમ માયાના દોષને પાત્ર થાય છે તેવીજ રીતે ઉપઘાતક બુદ્ધિ વિનાના સરળતાવાળા વકતાને કોઇપણ પ્રકારે માયાવીતાનો દોષ દઈ શકાય નહિ.
ઉપર જણાવેલી સરળતા કેટલાક ભાગ્યશાળી જીવોને પ્રાપ્ત થયેલી હોય છે. છતાં તેઓ તેના ટકાવને માટે ઉપઘાતકપણાના દોષોને હંમેશાં દૃષ્ટિ નીચે રાખે નહિ તો જગતના માયાવી જીવોના સંસર્ગથી ઉપઘાતક બુદ્ધિવાળા થઈ સરળતાને સરકાવી દેવાવાળા થાય છે.
જેવી રીતે ઉપઘાતક બુદ્ધિ સરળતાને સરકાવનાર થાય છે અને ઉપઘાતક બુદ્ધિની પૃષ્ટતાની અહોનિશ રખાતી ભાવના સરળતાને ટકાવનાર થાય છે તેવીજ રીતે સરળતાને વધારનાર સાધનોની તપાસ કરવાની ઓછી જરૂર નથી. ઈદ્રિયસંશાને ગૌરવને જીતવાનો જેમ એ નિયમ છે કે તે કષાયાદિકની પ્રવૃત્તિથી થતા ઐહિક અને પારિત્રિક અનર્થો વિચારવા તેવી રીતે માયાના ઘાતથી થતી સરળતાને વધારવા માટે પ્રતિક્ષણ માયાના અનર્થો વિચારો જે ઐહિક અને પારત્રિક હોય તે વિચારવા જોઇએ. તેમજ માયા કરવાવાળા મહાબળ સરખા મહાપુરુષોને થયેલું અનિવાર્ય નુકસાન વારંવાર ધ્યાનમાં લેવું જોઇએ. એ બધું કરવા સાથે માયાપ્રધાન પુરુષોનો સંસર્ગ સર્વથા ત્યજવો જોઈએ, કારણકે શિક્ષાના સો વાક્યોની અસર કરતાં દલીલવાળું એક વાકય ઘણી અસર કરે છે, અને સેંકડો દલીલોનાં વાક્યો કરતાં એકપણ પ્રસિદ્ધ દ્રષ્ટાંત હૃદયને હચમચાવી મૂકે છે, અને તેવાં સેંકડો દ્રષ્ટાંતો કરતાં પણ સંસર્ગ એવી જબરદસ્ત અસર કરે છે કે જેનો મહિમા સર્વને અનુભવસિદ્ધ છે. જો એમ ન હોત તો કરોડો નિશાળો, માસ્તરો અને પુસ્તકો છતાં અને લાખો શિક્ષા કરનારી કોરટો છતાં જગતમાં નીતિનું કે પ્રમાણિકતાનું સામ્રાજ્ય સ્થપાયા સિવાય રહેત નહિ.
આ ઉપરથી સ્પષ્ટ થશે કે આખું જગત નીતિ અને પ્રમાણિકતા માટે માત્ર પોથીના રીંગણા ગણનારી છે, પણ પવિત્ર પુરુષોના સંગમમાં રહેલો મનુષ્ય સંસ્કારના પ્રભાવે ઉત્તરોત્તર સારી સ્થિતિમાં આવે છે, માટે સરળતાને વૃદ્ધિગત કરવાની ઇચ્છાવાળા પુરુષે માયાપ્રધાન પુરુષનો સંસર્ગ સર્વથા વર્જવો જોઇએ. આવી રીતે વિચારી જે સરળતાને વૃદ્ધિગત કરશે તેઓજ કલ્યાણની નિસરણી પામી શકશે.
Page #473
--------------------------------------------------------------------------
________________
')
-
ક
"
સિંચકો )
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्ह द्दष्टिप्रमुखै : सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્ય દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ.
મુંબઈ, તા. ૧૩-૫-૩૪ રવિવાર વીર-સંવત ૨૪૬૦ અંક ૧૬ મો. U પ્રથમ વૈશાખ વદ ૦))
વિકમ ૧૯૯૦
આગમ-રહયા
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ પ્રભુની પ્રતિમા જડ છે એમ કહી અનાદર કરનારાઓને ચેતવણી.
કેટલાક લોકો ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને શાંતતા આદિ ગુણો સહિત છતાં પણ માત્ર અચેતનપણાને લીધે માનતા નથી. તેઓએ ઉપર જણાવેલા જ્ઞશરીર નામના નોઆગમ દ્રવ્યનિપાનો વિચાર કરવાની જરૂર છે. ભગવાનની પ્રતિમાને અચેતન એટલે નિર્જીવપણાને લીધે નહિ માનનારા
Page #474
--------------------------------------------------------------------------
________________
૩૬૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૫-૩૪
પુરુષો કાળધર્મ પામેલા તીર્થકર, ગણધર મહારાજાઓના નિર્જીવ શરીરનો સંસ્કાર જે શાસ્ત્રોમાં ભક્તિપૂર્વકનો સ્પષ્ટ અક્ષરે જણાવેલો છે તે ધ્યાનમાં કેમ નહિ લેતા હોય વળી પોતાના આચાર્યાદિક જ્યારે કાળધર્મ પામે ત્યારે તેમના નિર્જીવ શરીરને ઈતર મનુષ્યોના નિર્જીવ શરીરની માફક જ તેઓ કે તેમના મતને અનુસરવાવાળા કોઈ દિવસ ગણે છે ખરા ? તેઓની જ પ્રવૃત્તિ એવી છે કે કાળધર્મ પામેલા મુનિના નિર્જીવ શરીરના દર્શન કરવા સંખ્યાબંધ લોકો આવે છે, એટલું જ નહિ પણ એ નિર્જીવ શરીરની દહનક્રિયા કરવા પહેલાં તે નિર્જીવ શરીરને સુંદર માંડવી વિગેરેની રચના કરી તેમાં બિરાજમાન કરે છે અને વાજાગાજાની સાથે જ્યજયનંદા-જ્યજ્યભટ્ટા સરખા ઉત્તમ ગુણવાન મનુષ્યને યોગ્ય એવા સંબોધનો પગલે પગલે બોલવાપૂર્વક મોટો મહોચ્છવ કરતા શહેરના મુખ્ય સ્થાનોમાં ફેરવે છે, અને ઉત્તમ મનુષ્યોને લાયક એવા ઘી અને ચંદનાદિથી સંસ્કાર કરી તે નિર્જીવ શરીરની દહનક્રિયા કાળધર્મ પામેલા મહાત્માના ગુણોને અનુસરી કરે છે.
આ પૂર્વે જણાવેલી નિર્જીવ શરીરની સત્કારક્રિયામાં જ્ઞશરીર દ્રવ્યનિક્ષેપાનું કેટલું પ્રાબલ્ય છે તે એટલા જ ઉપરથી સમજાશે કે કાળ કરનાર મહાપુરુષ આચાર્ય, ઉપાધ્યાય કે સામાન્ય મુનિપણાની સ્થિતિમાંથી જે કાળ કરનારો જે સ્થિતિમાં હોય તે આચાર્યાદિક સ્થિતિને અનુસરીને જ ઉત્તમ કે મધ્યમ સંસ્કાર કરવામાં આવે છે. શાસ્ત્રકારો પણ તીર્થકર ભગવાન અને ગણધર ભગવાનને સામાન્ય અણગાર જેવાની પણ ચિતાઓ જુદી જુદી કહે છે અને તેઓને અગ્નિ પણ ઉંચા નંબરની નીચા નંબરમાં સંક્રમી શકે, પણ નીચા નંબરની ચિતાનો અગ્નિ પણ બીજી ચિતાઓના અગ્નિમાં ન સંક્રમી શકે એમ જણાવી જ્ઞશરીરની મહત્તાને અંગે તેની ચિતાના અગ્નિની પણ કેટલી બધી મહત્તા જણાવે છે તે વિચારવા જેવું છે. અર્થાત્ નિર્જીવપણાને લીધે જેઓ પ્રતિમાજીની ભક્તિને દૂર કરાવે છે તેઓએ પોતાની જ નિર્જીવ શરીરને અંગે થતી પ્રવૃત્તિ અને શાસ્ત્રકારોએ તેનેજ અંગે કહેલી સ્થિતિ અને ભક્તિને વિચારવી જરૂરી છે. જો તેઓ સમ્યગુદર્શનાદિ ગુણોને અને તેના આશ્રયભૂત આત્માને જ આરાધ્ય ગણતા હોય તો તે મતવાળાઓએ નિર્જીવ શરીરને સત્કાર સન્માનપૂર્વક પ્રશસ્ત શબ્દ ઉચ્ચારણપૂર્વક દહનક્રિયા કરવી જોઈએ નહિ પણ તેઓ ભગવાનની પ્રતિમાને નિર્જીવપણાને આશ્રી જે પાષાણાદિક શબ્દો વાપરે છે તે અપેક્ષાએ તેઓને સ્પષ્ટપણે કોઈ એમ કહે કે દીન અનાથના મડદાની માફક કે ઢોરઢાંકરના કલેવરની માફક માત્ર તમારા કાળ કરેલા આચાર્યાદિકને ઢહડીને બહાર નાખી દઈ ગામમાં દુર્ગધ ફેલાતી દૂર કરવી જોઇએ. જો કે કોઈના પણ પ્રત્યાઘાત તરીકે કહેલા આ શબ્દો સ્થાપનાનિક્ષેપો નહિ માનનારને અત્યંત ખોટું લાગશે પણ તેઓએ શબ્દોની કટુકતા તરફ નહિ વિચાર કરતાં પોતાના શબ્દો અને પોતાની મંતવ્યતાનો વિચાર કરવાની જરૂર છે. એવો ન્યાય કોઈ દિવસ ન હોઈ શકે કે સ્થાપના
Page #475
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક
૩૬૩
નહિ માનનારા લોકો શાસ્ત્રાનુસાર સ્થાપનાને સત્ય માનનારાઓની સત્ય માન્યતા તોડી પાડવા તેમને આરાધવા લાયક માનેલા જિનેશ્વર ભગવાનની પાષાણ વિગેરે શબ્દ બોલી અવજ્ઞા કરે અને તેના પૂજકોને પાષાણપૂજક વિગેરે શબ્દોથી નવાજે તેમાં સત્ય માન્યતાવાળાએ દુઃખ ન લગાડતાં સંતોષ માનવો અને પોતે ભગવાનની પ્રતિમાને નિર્જીવપણાને નામે ન માનતાં પોતાના જ આચાર્યાદિકોના મડદાનો સત્કાર સન્માન કરી માનવા છતાં સત્ય પક્ષવાળા તેઓને મડદાના કે હાડપિંજરના પૂજારી ન કહે એમ બને જ નહિ. વળી જે કેટલાકો ભગવાનની પ્રતિમાને સત્ય અને દર્શનીય માન્યા છતાં ભક્તિલાયક માનતા નથી તેમજ તે પૂજામાં થતી સ્વરૂપહિંસાને પણ અનુબંધ હિંસા જેવી ગણાવી હિંસાનો ભય આગળ કરે છે તેઓએ પણ પોતાના આચાર્યાદિકના નિર્જીવ કલેવરની ભક્તિમાં હિંસાનો બાહુ કેમ આગળ કર્યો નથી? અને ભગવાનની પ્રતિમાની ભક્તિ હિંસાના નામે પોતાના મતમાંથી દૂર કર્યાને કંઈ સદીઓ થઈ ગઈ છતાં આચાર્યાદિકને અંગે થતી હિંસા કેમ દૂર થવા પામી નથી ? બારીક દૃષ્ટિથી જોનારો સ્પષ્ટ રીતે કહી શકશે કે ભગવાનની પ્રતિમાના વેરધારાએ તેઓ ભગવાનના જ વૈરી બની રહ્યા છે પણ જો આચાર્યાદિકના કલેવરનો પણ થતો સત્કાર રોકવામાં આવે તો પોતાના કલેવરની શી દશા થાય એ ભયથી તેઓએ મૃતઆચાર્યાદિકના કલેવરનો સત્કાર અને દહનક્રિયા તેઓના મતે હિંસામય છતાં પોતાના ઉપાશ્રયે તથા નજરે થવા દીધી છે થવા દે છે અને થવા દેવાને લાયક ગણી છે. જો એમ ન હોત તો નિર્જીવપણા અને અચેતનને નામે ભગવાનની પ્રતિમાની પૂજા ભક્તિનો જે નિષેધ સેંકડો વર્ષોથી ચલાવેલો છે તે ચાલતા નહિ અને નિર્જીવ કલેવરની ભક્તિ સત્કાર વિગેરે જે મૂળથી તેમના મતમાં પ્રવર્તેલાં છે તે પ્રવર્તિ રહેત નહિ. વાસ્તવિક રીતે જેમ પ્રતિમા નહિ માનનારાની સભામાં સેંકડો ટીલાવાળા હોય, આડકરવાવાળા હોય, સિંદૂરનો ચાંલ્લો કરવાવાળા હોય, તો પણ તે ઉપદેશકના હૃદયમાં તેવી અગ્નિ પ્રજવલિત થતી નથી કે જેવી અગ્નિ જિનેશ્વર મહારાજની પૂજાના ચિહ્ન તરીકે કરાતા કેસરના તિલકને દેખીને થાય છે. અર્થાત્ અન્ય મતની મૂર્તિના પૂજકપણાને અંગે જેટલી અરુચિ આ લોકોને નથી તેટલી બબ્બે તેથી પણ ઘણે દરજે વધેલી અરુચિ ભગવાન જિનેશ્વર ભગવાનની પ્રતિમાના પૂજકોને અંગે છે. તેવીજ રીતે પોતાના આચાર્યાદિકના કલેવરને અંગે નિર્જીવપણું છતાં પણ ભક્તિધારાએ કરાતો આરંભ આ લોકોથી એક અંશે પણ નિષેધાયેલો, રોકાયેલો કે વગોવાયેલો નથી, પણ ભગવાન જિનેશ્વરની મૂર્તિને અંગે કરાતી ભક્તિમાં નિર્જીવપણું સારંભપણું વિગેરે જણાવી નિષેધવામાં, રોકવામાં કે વગોવવામાં ખામી રહેતી નથી. તત્ત્વથી તેઓએ કાં તો ભગવાન જિનેશ્વરની મૂર્તિ નિર્જીવ છતાં પણ શાંતતા આદિના સદ્ભાવને અંગે માનવી જોઇએ, કાં તો જિનેશ્વરની મૂર્તિની પૂજાના નિષેધાદિની પેઠે આચાર્યાદિના કલેવરના
Page #476
--------------------------------------------------------------------------
________________
૩૬૪
તા.૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક સત્કારાદિનો પણ નિષેધ વિગેરે કરવો જોઇએ. જો આવી રીતે ન થાય અને સેંકડો વરસથી તેઓમાં ચાલ્યું આવ્યું છે તેમજ ચાલ્યા કરે અને ભગવાન જિનેશ્વરની પ્રતિમાની પૂજાદિકનો નિષેધ થયા કરે અને આચાર્યાદિના કલેવરનો પણ સત્કાર પ્રવર્યા જ કરે તો સ્પષ્ટપણે કહેવું જોઈએ કે તે મતવાળાઓની માન્યતા અર્ધજરતીય ન્યાયને અનુસરતી હોઈ કોઇપણ બુદ્ધિશાળીને તે આદરવાલાયક થઈ શકે નહિ. જ્ઞશરીરના સત્કાર આદિને અંગે થતી હિંસા તે માત્ર સ્વરૂપહિંસા છે પણ અનુબંધે તેજ ભાવદયારૂપ છે. આ હકીકત સમજવા માટે સ્થાપના નિક્ષેપાને અંગે કરેલું આ બાબતનું વિવેચન ફરી ધ્યાનમાં લેવું એટલું જ બસ છે. આરાધના કરવા લાયક ગુણોના સ્મરણદ્વારાએ ભક્તિ, બહુમાન થવા એજ જો આરાધનાનું પ્રયોજન હોય તો આરાધ્ય ગુણોના સ્મરણાદિક જેવા ભાવનિક્ષેપાને અંગે થાય છે તેવાજ સ્મરણાદિક આ જ્ઞશરીરના નિક્ષેપાને અંગે સ્પષ્ટ તરીકે અનુભવવામાં આવે છે. ભાવનિક્ષેપામાં પણ રહેલા સમ્યગ્દર્શનાદિક આરાધ્ય ગુણો કાંઈ આરાધ્યમાં સંક્રાન્ત થતા નથી પણ તે આરાધ્ય પુરુષના ગુણોના સ્મરણ અને બહુમાન આદિથી પોતાના આત્મામાં કર્મથી આવરાઈ રહેલા તે ગુણો પ્રગટ થાય છે અને તેવા આરાધ્ય ગુણો આરાધકના આત્મામાં પ્રગટ થવાનું કારણ આરાધ્ય પુરુષના આત્માના ગુણોનું સ્મરણાદિક જ છે એ વાત જૈનશાસનને માનનારો જ્યારે એકી અવાજે કબુલ કરે છે ત્યારે તેને નામસ્મરણતારાએ, આકૃતિ દેખવાધારાએ કે તેના નિર્જીવ કલેવરને દેખવાદ્વારા એ આરાધ્ય પુરુષના આત્માના આરાધ્ય એવા સમ્યગુદર્શનાદિ ગુણોના સ્મરણાદિક થવાથી સર્વત્ર એક સરખા પરિણામ રહી શકે છે, અને તેથીજ પૂર્વે સ્થાપના નિક્ષેપામાં જણાવ્યું તેમ સમવસરણમાં જિનેશ્વરનું પૂર્વાભિમુખ બીરાજવું છતાં પણ બાકીની દિશાઓમાં ભગવાન જિનેશ્વરની પ્રતિમા બીરાજેલી હોય છે છતાં તેની સન્મુખ પણ પર્ષદા સરખી રીતે બેસી શકે છે. કેટલાકો સ્થાપના નિક્ષેપાનો અનાદર જણાવતાં ભાવનિક્ષેપાની પ્રાધાન્યતા ગણવા તૈયાર થાય છે તેઓએ સમજવાનું કે ગણધરાદિક ભગવંતો ભાવનિક્ષેપો બિરાજમાન હતા છતાં પણ ઈદ્રનરેન્દ્ર વિગેરે જિનેશ્વર ભગવાનના નિર્જીવ શરીરના સત્કાર સન્માનમાં કેમ લીન બન્યા હશે ? અને ગણધર મહારાજાઓ કે જેઓ ખુદ ભાવનિક્ષેપારૂપ હતા તેઓની આરાધના કરવામાં તેટલો વખત કેમ ગાળ્યો નહિ હોય ? આ વસ્તુના તત્વને સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ગણધરાદિ ભગવંતોના ભાવનિપાના આરાધન કરતાં પણ શ્રી જિનેશ્વર ભગવાનના જ્ઞશરીરરૂપી દ્રવ્યનિક્ષેપાનું આરાધન ઘણુંજ આદરવા લાયક ગણાયું હશે અને જો તેમ માને તો સ્પષ્ટ થયું કે વિશિષ્ટ ગુણવાળાની સ્થાપના અગર જ્ઞશરીરપણાનો દ્રવ્યનિક્ષેપો આરાધવાથી જે અપૂર્વ લાભ થાય તે લાભ તેમનાથી ઉતરતા પણ ઘણાજ ઉત્કૃષ્ટા ગુણવાળાના ભાવનિક્ષેપાના આરાધનથી થતો નથી એમ છૂટકે કે વિના છૂટકે માનવું જ પડશે.
Page #477
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૫-૨૪
૩૫
શ્રી સિદ્ધચક્ર તત્ત્વથી વિચારીએ તો સૂર્યાભદેવતાએ તેમજ બીજા દેવોએ પણ પોતાની ઉત્પત્તિની વખતે પોતાને અનુપમ ઉપકાર કરનાર એવા પૂર્વભવના ધર્માચાર્યને વંદનાદિક કરવાનો ઉદ્યમ જાણ્યા છતાં પણ ન કર્યો અને જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું પૂજન વિગેરે કર્યું અને ખુદ જિનેશ્વર મહારાજનું આરાધન પણ તે ભગવાનની પ્રતિમાના પૂજન પછી જ કર્યું, એટલે જિનેશ્વર ભગવાનની અને તેમની પ્રતિમાની આરાધનામાં સમવસરણમાં બેસતી પર્ષદાની રીતિએ કોઈપણ જાતનો ફરક ન ગણ્યો અને ઉપકારી મુનિ મહારાજ કરતાં પણ જિનેશ્વર ભગવાનની સ્થાપનાને પણ મહત્તાવાળી ગણી. આજ કારણને ઉદ્દેશીને ભગવતીજી સૂત્રમાં પણ અસુરોને ઉર્ધ્વલોકમાં જવાના ત્રણ કારણો બતાવતાં ભાવિત મુનિમહારાજાઓ કરતાં પણ અરિહંત મહારાજાઓના ચૈત્યોને અગ્રસ્થાન આપવામાં આવેલું છે. જ્યારે ભગવાનની મૂર્તિને ભાવિતાત્મા અણગારો કરતાં અગ્રપદ આપવામાં આવે તો જિનેશ્વર ભગવાનનું નિર્જીવ શરીર કે જેના આલંબને જિનેશ્વર ભગવાનોએ કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરી છે, તેને ભાવિત અણગારો કરતાં અગ્રપદ અપાય તેમાં આશ્ચર્ય જ શું ?
ગ્રાહકોને સુચના. અમે ગત અંકોમાં કરેલી જાહેરાત મુજબ અમે ગ્રાહકોને ભેટનું પુસ્તક વી. પી. કરવું શરૂ કર્યું હતું, પણ તે ભેટ પુસ્તક માટે ઘણા ગ્રાહકોની ફરીયાદ છે કે તેમાં પ્રેસવાળાએ કેટલીક બુકોમાં આખા ફરમાઓ ગેપ કર્યા છે, કેટલાકમાં ડબલ પાનાં છે, અને કેટલાકમાં અનુક્રમે પાનાના નંબરો નથી; તેમજ બાઈન્ડીગ પણ બેદરકારીને લઇને બગાડી નાખ્યું છે.” જેઓને વી.પી. મળ્યું છે તેમને ઉપરમાંની કોઈપણ ફરીયાદ હોય તો તરત લખી જણાવવું.
લી. તંત્રી
મારા
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો. શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદેશનાદિસંગ્રહ -૮-૦ - શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો શાસ્ત્રીયપાઠ સહિત રૂા. -૮-૦
તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી ઋષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈન આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.
Page #478
--------------------------------------------------------------------------
________________
૩૬૬
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૫-૩૪.
મૌધારકનીસમોવકિ
આગમવારે
(દેશનાકાર
વ
/
'ભગવતી
ના
*Sp3
અ૮૮es.
દેવપૂજા આત્મશુદ્ધિનું પ્રથમ સોપાન.
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે જીવ આ સંસારમાં અનાદિ કાળથી રખડે છે. તો જ્યારે જીવનું આ સંસારમાં રખડવું અનાદિ કાળથી કહેવામાં આવે છે તો તેનો અંત કદી પણ આવવાનો નથી; અને તેથી શુદ્ધ દેવાદિનું આલંબન લેવું વિગેરે એ બધું નકામું થાય; કારણકે ગમે તેટલો ધખધખતો અગ્નિ હોય અને પાણી પણ હાંડાઓ ભરીને હોય છતાં કોરું અનાજ સીજવવાના બધા પ્રયત્નો નકામા જ જાય છે, અને એ અનાજ કદી પણ સીજવાતું નથી. તેવી જ રીતે આ સંસાર અનાદિનો છે, અને એમાં ભટકવાનું પણ અનાદિ છે અને તેથી તેનો જો છેડો ન આવે તો શુદ્ધ દેવાદિને શા માટે માનવા-પૂજવા ? આપણે જે શુદ્ધ દેવની ઉપાસના કરીએ છીએ તે એકજ ભાવનાથી કેએમણે પોતાનું ભવ-ભ્રમણ ટાળ્યું છે અને બીજાનું ભવ-ભ્રમણ દૂર કરવાનો માર્ગ બતાવ્યો છે. ધર્મનું પાલન કરતી વખતે શરીરને તકલીફ થાય, મન માંકડા જેવું છતાં એના ઉપર કાબુ મેળવવો પડે; આ બધું જ કરવામાં આવે છે તે ભવ-ભ્રમણ ટાળવા માટે જ. જો દેવાદિક ફળ આપનારા ન હોય તો પેટમાં રહેલા બાળકની આશાએ કેડમાંના છોકરાને ફેંકી દેવાની જેમ પ્રત્યક્ષ ફળને મૂકીને પરોક્ષ ફળ માટે કોણ પ્રયત્ન કરે? તેમજ જો દેવાદિક ભવભ્રમણ ટાળનાર ન હોય તો આવતા ભવમાં આપણે કયું સુખ મેળવવા માગીએ છીએ ? કારણકે દેવાદિની ઉપાસના કરવાથી અહીંનું સુખ છોડવા છતાં જો આવતા ભવમાં પણ સાંસારિક સુખ મળતું હોય તો ઓલામાંથી ચુલામાં પડયા જેવું થાય; કારણકે અત્યારે એ જે
Page #479
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૫-૩૪
૩૬૦
શ્રી સિદ્ધચક્ર આરંભાદિકમાં પડેલ છે તેના કરતાં વધારે આરંભાદિમાં એને આવતા ભવે પડવું પડશે, અને આનું પરિણામ એ આવે કે ભવિષ્યમાં અધિક ધનમાલ મેળવવાની ઈચ્છાએ અત્યારે થોડું પણ છોડવામાં આવે, આથી ત્યાગ થયો અને તેનું ફળ આગલા ભવમાં ભોગમાં આવી ફેર પાપમાંજ પડવાનો દેવલોકમાં વધારે ઋદ્ધિ મળશે એ આશાએ અહીં ૧૦૦ ખરચવા, વધારે સુખ મળે એ ઇચ્છાએ પાંચેક દિવસના સુખનો ત્યાગ કરવો, એટલે ટૂંકમાં ભવિષ્યમાં વધારે પાપ કરવાની ભાવના સાથે અત્યારનું થોડુંક પાપ છોડવું; એમ પહેલાં કહ્યું તે પ્રમાણે ઓલામાંથી ચુલામાં પડવા કરતાં જરા પણ સારું પરિણામ ન જ આવે. એટલા માટે એવા દેવાદિની ઉપાસના કરતાં જો મહાપાપમાં પડાતું હોય તો તેના કરતાં થોડું પાપ ન છોડવું એજ બેહત્તર છે, પરંતુ આ બધી પંચાત તો તેજ માણસોને નડે છે કે જેઓ દેવાદિનું આરાધન ભવ-ભ્રમણના નિવારણ માટે કરવાના બદલે પરલોકના સાંસારિક સુખ માટે માને છે. આ થઇ એક વાત.
બીજું-જો દેવાદિનું આરાધન દુનિયાદારીના ઉદય માટે કરવામાં આવતું હોય તો ઇદ્રોને કદાપિ તીર્થકર મહારાજની સેવા-ઉપાસના કરવાની જરૂર ન પડત; કારણકે ૩૨ લાખ વિમાનોના માલિક જે સૌધર્મ ઈદ્ર જેને અખૂટ સંપત્તિ, ઠકુરાઈ અને સત્તા પોતાની મેળેજ મળેલી છે એમાં તીર્થકર ભગવાન લેશ માત્ર પણ વધારો કરતા નથી. ઇદ્ર મહારાજ તીર્થંકર ભગવાનની ગમે તેટલી સેવા-ભક્તિ કરે છતાં કદી પણ તેના ૩૨ લાખ વિમાનના ૩૩ લાખ વિમાનો નથી જ થવાનાં. વળી આ સાંસારિક બાહ્ય ઋદ્ધિની અપેક્ષાએ તો તીર્થકર મહારાજ પાસે ઈંદ્ર મહારાજની સમૃદ્ધિનો લાખમો હિસ્સો પણ નથી. અરે ! કંઈ પણ નથી એમ કહેવામાં પણ કંઈ અતિશયોક્તિ નથી. આથી આપણે સમજી શકીએ છીએ કે દેવાદિનું આરાધન દુનિયાદારીના ઉદય જેવા અતિ તુચ્છ ફળ માટે નથી કરવામાં આવતું પરન્તુ ભવભમણ હઠાવવાના પવિત્ર ઉદ્દેશથીજ કરવામાં આવે છે, અને એટલા જ માટે દેવતાઓ, કે જેઓ કોઈપણ પ્રકારનું વિરતિ પાલનરૂપ કાર્ય નથી કરી શકતા તેઓ શ્રી જિનેશ્વર મહારાજની પવિત્ર વાણી સાંભળવા માટે હંમેશાં અનેક પ્રયત્નો કરે છે. ઈદ્ર મહારાજનું આયુષ્ય બાવીસ સાગરોપમનું છે અને એ ૨૨ સાગરોપમના અતિ લાંબા સમય દરમ્યાન અસંખ્યાત તીર્થંકર ભગવાનના વ્યાખ્યાનો સાંભળે છે, અને પોતાનું કલ્યાણ કરે છે, પણ આટલા વ્યાખ્યાનો સાંભળવા છતાં એણે જે પોતાનો મોક્ષમાર્ગ ગીરવે મૂકયો છે તે દેણામાંથી એને શ્રી તીર્થકર મહારાજ પણ નથી છોડાવી શકતા. દેવતાઓ માટે મોક્ષમાર્ગ ગીરવે મૂકેલોજ હોય છે; કારણકે કોઇપણ દેવને કદાપિ મોક્ષ મળ્યો નથી, મળતો નથી એ મળશે પણ નહિ, અને સમ્યગુદષ્ટિ દેવતાઓ આ વાત જાણે પણ છે. છતાં તીર્થકરમહારાજની પવિત્ર વાણી દ્વારા પોતાની હલકાઈ સાંભળવા આદિનો તો ઉદ્યમ કરે જ છે.
Page #480
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૫-૩૪
વજસ્વામી : બાળદીક્ષાનો આદર્શ.
મનુષ્યપણામાં આવેલો પ્રાણી જેને ઉપદેશથી વિરતિની પ્રાપ્તિ થઈ હોય તે આઠ નવ વરસમાં પણ મોક્ષ તરફ પ્રયાણ કરે અને કેટલીક વખત મેળવી પણ લે. વળી જે મનુષ્યો પહેલાંથી જ ભવાંતર જ્ઞાનવાળા હોય, અવધિજ્ઞાનવાળા હોય અને કુળ સંસ્કારવાળા હોય તેવાઓ તો ઉપર કહેલ (આઠ વર્ષની) ઉંમર પહેલાં પણ વિરતિપણાને પામે છે. શ્રી વજસ્વામીને જન્મતાંની સાથે જાતિસ્મરણ ઉત્પન્ન થયું હતું અને તેથી તેમની ઇચ્છા દીક્ષા લેવાની થઈ. તેમણે વિચાર્યું કે સાધુપણું લેવામાં કોઈપણ વ્યક્તિનો પ્રતિબંધ નથી. અગર કોઇનો હોય છે તો તે કેવળ માતાનો જ હોય છે, પણ માતા એ પ્રતિબંધ શા કારણે-શીઇચ્છાથી-કરે છે એ જરૂર વિચારવું જોઈએ. વિચાર કરતાં એ સાફ જણાઈ આવે છે કે એ પ્રતિબંધ કેવળ સાંસારિક સુખને અંગે જ હોય છે. જો એ માતાની સુખની ઇચ્છા તોડી નાખવામાં આવે તો મારા ઉપરનું મમત્વ આપોઆપ ઉતરી જશે. આ બધા વિચારો શ્રી વજસ્વામી જેવાને આવે છે. મહાનુભાવો! વિચાર કરો કે આ પ્રમાણે વિચાર કરવા માટે વજસ્વામીને કેવા ગણવા? વળી એમને વિચાર થાય છે કે એ સુખની ઇચ્છાનો ધ્વંસ કરવા માટે મારે મારી માતુશ્રીને દુઃખી કરવી જોઈએ જેથી એની સુખની આશા શૂન્ય જેવી થઈ જાય, અને આમ થાય તો જ મારા ઉપરનું માતાનું મમત્વ ગળી જાય, અને છેવટે મને મારું મનગમતું ચારિત્ર મળી જાય ! પણ આ યુક્તિનો અમલ કેવી રીતે કરવો ? વજસ્વામી વિચારે છે અને ખૂબ વિચારે છે છતાં એમના જેવું હાનું બાળક માતાને કંટાળો-અત્યંત કંટાળો આવે એટલી હદ સુધીનું દુઃખ આપવાનો ઉપાય કયાંથી શોધી કાઢે ? પણ છેવટે એમની બાળબુદ્ધિ એમની મદદે આવી અને એમને એક સરસ ઉપાય સૂઝી આવ્યો. એમણે વીનાનાં નિત વન” એ ચાણકયમુનિના વાકય પ્રમાણે ખૂબ રોઇને પોતાનું કાર્ય સફળ કરવાનો નિર્ણય કર્યો અને એ યોજનાનો અમલ પણ કરી દીધો. પોતાના પ્રાણપ્રિય બાળકની ચીચીયારીઓ સાંભળીને માતાનું હૈયું ચીરાવા લાગ્યું. અનેક આડોશીપાડોશીઓને ભેગા કર્યા. અનેક વૈદ્યોની સલાહ લીધી અને તેમણે બતાવેલા બધા ઉપચારો હૃદયની સાચી લાગણીથી કર્યા; પણ જેમ “ઊંઘતાને સૌ કોઈ ઉઠાડી શકે પણ જાગતાને કોણ જગાડી શકે?” એ પ્રમાણે શરીર સંબંધી કોઈપણ રોગ વગરના વજસ્વામીનો રોગ કોણ મટાડી શકે અને એમને રોતા કોણ બંધ કરી શકે? શરીરનો રોગ હોય ત્યાં દવા કામ કરે પણ જ્યાં મનમાંજ માંદગીએ ઘર કર્યું ત્યાં કોની દવા કામ લાગે? વજસ્વામીનું રૂદન ચાલુ જ રહ્યું અને તે પણ થોડા ઘણા વખત માટે નહિ પણ અવિચ્છિન્ન છ મહીના જેટલા લાંબા સમયપર્યત. છેવટે એમની યુક્તિ સફળ થઇ. માતાને ખાત્રી થઈ કે હું આ પુત્રને દુનિયાદારીના સ્વાર્થની
Page #481
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૫-૩૪
૩૯
શ્રી સિદ્ધચક્ર ખાતર “મારો છોકરો', “મારો છોકરો” એમ કર્યા કરતી હતી પણ આ પુત્ર મારું કંઈ લીલું કરે એવો નથી. છોકરો માથા ઉપર ચીસેચીસ પાડીને રોતો હોય ત્યાં માતાને ઊંઘજ કયાંથી આવે ? કંસારાની પાડોશમાં ઊંઘવા માંગીએ તો ત્યાં નથીજ ઊંઘી શકાતું. દિવસો ઉપર દિવસો વીત્યા. રોજ ઊંઘ બગડે અને તેથી ભોજન પણ ભાવે નહિ.
પેલા-સગાસંબંધી પાડોશીઓએ દીક્ષાને હલકી ગણીને કહ્યું હતું કે જો આના પિતાએ દીક્ષા ન લીધી હોત તો અત્યારે (વજસ્વામીના જન્મ પ્રસંગે) મહોત્સવ થાત. વજસ્વામીએ દીક્ષા શબ્દને પકડી લીધો અને એ શબ્દ અસર કરનારો પણ થયો. તેમને વિચાર આવ્યો કે “આવો દીક્ષા' શબ્દ મેં પહેલાં કયાંક સાંભળેલો છે.” આવો પૂર્વભવનો વિચાર કરવાની શક્તિ સામાન્ય સ્થિતિવાળા જીવોમાં નથી હોતી પણ જેમને પૂર્વભવનું જ્ઞાન હોય તેઓ માટે કંઇપણ નવાઈ જેવું નથી ! જો આમ ન થતું હોય તો અભિષેક કરતી વખતે મહાવીર સ્વામી ભગવાન ઈદ્રમહારાજનો વિચાર કઈ રીતે જાણી શકત? દેવાનંદાને દુઃખ થયું, ત્રિશલામાતાને (ગર્ભમાં) દુઃખ થયું એ પણ કેવી રીતે જાણી શકત ? એથી શાસ્ત્રકાર આપણને કહે છે કે પરમાત્મા મહાવીરને અવધિજ્ઞાન હતું. વળી તીર્થકર ભગવાનની માફક બીજા જીવોમાં પણ ભવપ્રત્યયિક જ્ઞાન હોવામાં કોઈપણ અડચણ નથી કે બીજા જીવોને અવધિજ્ઞાન ન જ હોઈ શકે એવો નિયમ નથી. તીર્થકર મહારાજને તો અવશ્ય કરીને અવધિજ્ઞાન હોય છે; એટલે શ્રીવજસ્વામીને “દીક્ષા”નું સ્મરણ થયું. દીક્ષા શબ્દથી જેને ભવાંતરનો સંબંધ હોય અને એને ન ઓળખે તો પણ તેના ઉપર રાગ થાય. આમ થવાનું કારણ શું? પૂર્વના ભવના સંસ્કારો. પૂર્વના ભવના સંસ્કારના કારણે એક વસ્તુના જાણ્યા વગર પણ એના ઉપર રાગ છે. જ્યારે પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ લોકપાળને પુંડરિક અધ્યયન સંભળાવ્યું ત્યારે વજસ્વામીના જીવે પોતાના પૂર્વભવમાં એ અધ્યયન સાંભળ્યું હતું અને પછી એનું પાંચસો વખત અધ્યયન કરી નાખ્યું હતું. આ બધાં કારણે એમને દીક્ષા ઉપર રાગ થયો અને માતાને એમાં પ્રતિબંધ સમજીને એ પ્રતિબંધ દૂર કરવા માટે ઉપર કહ્યા પ્રમાણે રોવાનું શરૂ કર્યું, અને એની અસર માતા ઉપર થઈ પણ ખરી. ઊંઘ ગઈ એટલે ભોજન બગડયું અને છેવટે એની અસર શરીર ઉપર પણ થઈ. એ માતાની એવા વખતે કેવી અવસ્થા થઈ હશે? પિયરમાં કોઈ ભાઈ વિગેરે નહિ, સાસરામાં કોઈ સાસુસસરા વિગેરે નહિ. પતિદેવે પણ દીક્ષા અંગીકાર કરેલ. આવા નિરાધાર જણાતા સંસારમાં “અંધાની લાકડી' સમો કેવળ એકનો એક જ પુત્ર અને તે વજસ્વામી. એને સોંપી દેવાનો વિચાર સરખો પણ ક્યાંથી આવે? એ વિચાર એવો નથી કે કોઈ અકસ્માતમાંથી ઉઠી આવે. છતાં ઘણા ઘણા વિચારો કર્યા બાદ એકાદ વખત એ માતાને એવો વિચાર આવી જતો કે “એને આપી દેવો.” છતાં
Page #482
--------------------------------------------------------------------------
________________
૩૦૦
તા.૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક્ર આનો એકદમ અમલ કરવો સહેલો ન હતો. પોતાની સહીયરોની પણ સલાહ લીધી. ઘણી ઘણી મંત્રણાઓ થઈ. સહીયરોએ પણ “સોંપી દેવાની સલાહ આપી. સહીયરોએ આપેલી આ સલાહથી એ વાત સમજી શકાય છે કે એ બાળકના રોવાથી નિદ્રાદિક ન આવવાના કારણે કેવળ માતા જ લાચાર નહોતી થઈ પરન્તુ સહીયરો ઉપર પણ એની કંઈક અસર જરૂર થઈ હશે. નહિ તો પોતાનો પુત્ર સોંપી દેવાની' સલાહ એ કદાપિ ન આપત. એક વખત “દીક્ષા ન થઈ હોત તો મહોચ્છવ થાત’ એમ કહેનાર સહીયરો આજે “સોંપવાની સલાહ આપે છે. બસ ખતમ ! મા અને સહીયરો એકમત થયાં, અને વજસ્વામીને પોતાનું મનગમતું મેળવવાનો સુઅવસર નજીકમાં આવી લાગ્યો. જ્યારે ધનગિરિ વહોરવા પધાર્યા ત્યારે માતાએ પુત્રનું દાન કર્યું. ધણી ધણીયાણીમાં પુત્રનો સોદો થયો. સહીયરો એ સોદાની સાક્ષીભૂત બની અને શ્રી વજસ્વામી આજથી માતાના મટીને પિતાના થયા. સંસારી મટી વૈરાગી થયા. ભોગી મટીને ત્યાગી થયા. મોક્ષનો માર્ગ એમનો રાજમાર્ગ બન્યો.
આ પ્રસંગમાં એકજ વસ્તુ મુદ્દાની છે કે-જે માતા પુત્ર પ્રાપ્તિ માટે પત્થર એટલા પૂજે દેવ' કરવામાં પણ ખામી નથી રાખતી, પોતાના પ્રાણ આપવા પણ કબુલ કરે છે તેજ માતા પોતાના એકના એક દીકરાને, સાક્ષી કરી સોંપે છે એ બતાવે છે કે માતા અને સહીયરો હેરાનગતિના શિખરે પહોંચેલાં હોવાં જોઇએ, અને વજસ્વામીએ જાણી જોઇને ઈરાદાપૂર્વક આવી સ્થિતિ પેદા કરેલી. તો મહાનુભાવો ! વિચાર કરો કે આવું કામ કરવા માટે વજસ્વામીને કેવા ગણવા જોઇએ? કોઈપણ શાસ્ત્રકાર, ગ્રંથકાર કે ચરિત્રકાર વજસ્વામીના એ કાર્યને અંશમાત્ર પણ ઓછું ગણતા નથી ! તો પછી તમે કહો છો એવા પ્રકારની માતૃભક્તિ, પિતૃભક્તિનો સવાલ જ કયાં રહ્યો ? લૌકિક અને લોકોત્તર પૂજા.
માતાપિતાની ભકિતના પ્રસંગે એક વાત ધ્યાન રાખવી જોઇએ કે-માતાપિતા એઓ લૌકિક દૃષ્ટિએ ઉપકારી છે અને શ્રી જિનેશ્વર તીર્થકર મહારાજ લોકોત્તર દષ્ટિએ ઉપકારક છે. શાસ્ત્રકારો માતાપિતાની ભક્તિનું પ્રતિપાદન અનુવાદ તરીકે કરે છે પરતુ વિધાન તરીકે એનું પ્રતિપાદન નથી કરતા.શ્રી ગૌપાતિવા સૂત્રમાં માતાપિતાની ભક્તિનો અધિકાર ચર્ચવામાં આવ્યો છે છતાં જ્યારે એ પ્રશ્ન કરવામાં આવે છે કે માતાપિતાની ભક્તિ કરનાર આરાધક ગણાય કે નહિ ત્યારે જવાબ આપ્યો કે માતાપિતાની ભક્તિને અંગે માતાપિતાનું વચન ન ઓળંગાયું હોય તેટલા માટે એમાં આરાધકતાનો અંશ નથી આવી જતો. જો એ કાર્યને આરાધકતાનો અંશ ગણ્યો હોત તો તેથી એ માણસને દેશ આરાધક તરીકે માન્યો હોત, પણ શાસ્ત્રકાર એ વાતનો ઈન્કાર કરે છે. આથી સાફ સાફ સમજાય તેવું છે કે
Page #483
--------------------------------------------------------------------------
________________
૩૦૧
તા. ૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક્ર માતાપિતાને અંગે જે કહેવામાં આવ્યું છે તે અનુવાદ તરીકે જ કહેવાયું છે. વિધાનમાં અત્યંત અપ્રાપ્તિ હોય તે કરવાનું કહેવાય એનું નામ વિધિ. તે વિધિનું જો પાલન કરવામાં ન આવે તો દોષ લાગે. લોકમાં થતી પ્રસિદ્ધ વસ્તુઓનું કથન એનું નામ લૌકિક. તેજ હિસાબે અહીં લોકમાં કરવામાં આવતી માતાપિતાની ભક્તિ એ પણ અનુવાદ તરીકે જ જણાવી. જ્યારે તીર્થંકર મહારાજની સેવા-ભક્તિ એ લોકોત્તર છે અને તેથી એ શ્રીજિનેશ્વર દેવની સેવાઉપાસના કરતાં ધૂપ-દીપ-પુષ્પ વિગેરે ચઢાવવામાં આવે છે તે વિધિ ગણાય છે. જ્યારે બીજી તરફ માતાપિતાની ભક્તિનો નિયમ તે લૌકિક અને તેથી અનુવાદ છે. ધર્મ પ્રતિબોધઃ ઉપકાર વાળવાનો અદ્વિતીય માર્ગ.
આખા જગતમાં માતાપિતાએ કરેલો ઉપકાર એ દુષ્પતિકાર છે, અને તેવીજ રીતે સ્વામી (શેઠ) અને ગુરુમહારાજનો ઉપકાર પણ દુષ્પતિકાર ગણવામાં આવે છે. પ્રતિકાર એટલે બદલો વળતર. દુષ્પતિકાર એટલે જેનો બદલો વાળવો અતિઅતિ કઠિન હોય યા અશક્ય હોય છે. આ બધાના ઉપકારોને સામાન્ય રીતે દુષ્પતિકાર બતાવ્યા છે છતાં ગુરુ સિવાયના બીજાના ઉપકારોનો બદલો વાળી શકાય છે અને એ બદલો વાળવાનો એકનો એક અને સર્વોત્તમ માર્ગ છેઃ એ આપણા માતાપિતા રબા લિક (શેઠ)ને વીતરાગ કેવળી મહારાજે પ્રરૂપિત ધર્મને સમજાવવો તે. આ પ્રમાણે એમને ધર્મ સમજવીને ધર્મોન્મુખ બનાવી શકાય તો સમજવું કે એમણે આપણા ઉપર કરેલા મહાન ઉપકારનો જવાબ આપણે એમને વાળી દીધો. મહાનુભાવો ! આ સ્થાને એક વાતનો વિચાર કરો કે એક તરફ માતાપિતા અને માલિકના ઉપકારને દુષ્પતિકાર કહ્યો અને બીજી તરફ એ દુષ્પતિકાર ઉપકારના ઉચિત બદલાના ઉત્તમ ઉપાય તરીકે ધર્મનો બોધ કહ્યો. તો એ ધર્મ કેટલો મહામૂલ્યવાન હોવો જોઇએ કે જે સમજાવવા માત્રથી આપણે દુષ્પતિકાર ગણાતા એવા ઉપકારના ભારથી મુક્ત થઇ શકીએ છીએ ? એ વાત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે એ ધર્મની કીંમત આગળ એ માતાપિતાની કિમત કોઈપણ રીતે વધી શકે એમ નથી જ ! આ કથન મારા પોતાના ઘરનું કે કોઈ કલ્પનામગ્ન માણસની કલ્પનાનું પરિણામ નથી પરંતુ સૂત્ર બનાવનારનું છે. ધર્મની સાથેની સરખામણીમાં તો માતાપિતાનો ઉપકાર લાખમાં ભાગમાં પણ નથી આવી શકતો.
ગુરુમહારાજે આપણા ઉપર કરેલા ઉપકારનો બદલો તો આ લોક અને પરલોકમાં પણ આપણે વાળી શકીએ નહિ. લોકોત્તર માર્ગના ઉપદેશક શ્રી તીર્થંકર મહારાજે જે માર્ગનું વિધાન કર્યું તે લોકોત્તર માર્ગ, અને એ લોકોત્તર માર્ગના મહાન પ્રરૂપક તીર્થકર મહારાજની અષ્ટપ્રકારની ત્રિકાલિક પૂજા તે લોકોત્તર પૂજા. આ લોકમાં આપણા સંસારમાં ઉપકારક એવા માતાપિતાની સેવા એ લૌકિક સેવા. પરમ ઉપકારી ગુરુ, લોકોત્તર માર્ગ પ્રરૂપક દેવ કે ધર્મને
Page #484
--------------------------------------------------------------------------
________________
૩૦૨
તા.૧૩-૫-૩૪.
શ્રી સિદ્ધચક આશ્રીને જે પ્રતિજ્ઞા લેવામાં આવે તે લોકોત્તર પ્રતિજ્ઞા. સાધુમાર્ગ લોકોત્તર પ્રતિજ્ઞાથી પણ વધુ મૂલ્યવાન વસ્તુ
હવે અહીં આપણે એ વાત વિચારીએ કે એક માણસે લોકોત્તર પ્રતિજ્ઞા લીધી કે મારે રોજ શ્રીજિનેશ્વર ભગવાનનું ત્રિકાળ પૂજન કરવું, ગુરુ મહારાજનું દર વરસે એક વખત દર્શન કરવું, ધર્મના ઉદ્યોત અને પાલન માટે અમુક દાન દેવું, અમુક જિનાલય બંધાવવા વિગેરે. હવે એ માણસને આ દેશવિરતિપણાનો ત્યાગ કરીને સર્વવિરતિપણું-સાધુપણું-ચારિત્ર અંગીકાર કરવાનો પરમ પવિત્ર મનોરથ જાગ્યો. હવે એણે શું કરવું ? પહેલાં લીધેલી લોકોત્તર પ્રતિજ્ઞા પાળવા માટે એ બંધાયેલો છે. બીજી તરફ દીક્ષા અંગીકાર કર્યા બાદ એ સમગ્ર લોકોત્તર પ્રતિજ્ઞાનો નાશ થઈ જવાનો છે. તો હવે એણે દીક્ષા લેવી કે એ પ્રતિજ્ઞાઓને વળગી રહીને દીક્ષા લેવાનું માંડી વાળવું ? મહાનુભાવો ! શાસ્ત્રકાર મહારાજ તો આ માટે સાફ રીતે ફરમાવે છે કે-એ એક વખત લીધેલી લોકોત્તર પ્રતિજ્ઞાઓ પણ એક માણસને સર્વવિરતિપણાનો ઉપાસક બનતાં અટકાવી શકે નહિ. એ સર્વવિરતિપણાની પરમ પવિત્ર દશાના મહામૂલ્ય આગળ એ લોકોત્તર પ્રતિજ્ઞાઓ કોડીની કીંમતની નથી. એ પ્રતિજ્ઞાઓના ભોગે પણ સાધુપણું લેવામાં કશી હરકત નથી, અને એ પ્રતિજ્ઞાઓના ઉદ્દેશની દૃષ્ટિએ તો, સાધુ બનવા છતાં, એનો દેખાતો નાશ એ સાચો નાશ નથી, પણ છાશમાં રહેલ છૂટા ઘીના કણના બદલે એ સાવ ચોખ્ખું તન ઘી જ છે. ફરક એટલો જ કે પહેલાં બાહ્યરૂપ જુદું હતું હવે જુદું બની ગયું છે છતાં એની પાછળ રહેલ ભાવનામય આત્મા તો એકજ અને વધારે ઉન્નત છે.
ભલા શાસ્ત્રકાર મહારાજે આમ કેમ-કઈ દૃષ્ટિએ કહ્યું? એકજ દૃષ્ટિએ કે એ લોકોત્તર પુરુષના આરાધનની પાછળ કયો મુદ્દો સમાયેલો હતો એ વિચારવું જોઈએ. એ લોકોત્તર પુરુષનું પૂજન વિગેરે દ્વારા કરાતું, આરાધન પણ સર્વવિરતિપણાની પ્રાપ્તિ માટે જ કરવામાં આવતું હતું. આ વસ્તુ લક્ષ્યમાં આવતાં આપણને તરત સમજાઈ જશે કે શાસ્ત્રકાર મહારાજનું ઉપર પ્રમાણેનું (આપણને ઉપલક દૃષ્ટિએ વિચિત્ર લાગતું) ફરમાન એ બરાબર યથાર્થ જ છે. શાસ્ત્રકાર મહારાજ તો સર્વવિરતિપણાની પ્રાપ્તિ માટે જ પૂજન કરવું જોઇએ એ વાતને વધુ ભારદાર બનાવવા માટે કહે છે કે જે માણસ “હું આ તીર્થકર ભગવાનનું અષ્ટપ્રકારી, સત્તર ભેદી પૂજન ધ્યાન વગેરે બધું સર્વવિરતિપણાની પ્રાપ્તિ માટે જ કરું છું” એમ માન્યા વગર કેવળ કરવાની ખાતર જ દ્રવ્ય પૂજન કરે તો એ વાસ્તવિક નથી. આજ હેતુથી દ્રવ્યપૂજાના બે ભાગ કરવામાં આવ્યા છેઃ- (૧) ભાવ પૂજાને લાવનાર પૂજા અને (૨) કહેણા મામા જેવી માત્ર નામ માત્રની પૂજા. આ બીજા પ્રકારની પૂજામાં સર્વવિરતિપણાનું લેશ માત્ર પણ ધ્યેય નથી હોતું. શ્રીમાન્ હરિભદ્રસૂરિ મહારાજ પણ કહી ગયા છે કે સર્વવિરતિપણાના ધ્યેય
Page #485
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૫-૩૪
૩૦૩
શ્રી સિદ્ધચક્ર વગરના પૂજનને વાસ્તવિક પૂજન ન ગણવું એને તો “નિઘા રૂવ વિશ:” જેવું કે આત્મા વગરના શરીર જેવું નામધારી પૂજન ગણવું. જેમ અંગારમર્દક આચાર્ય એ નામ માત્રના દ્રવ્ય આચાર્ય જ હતા અને એ દ્રવ્ય આચાર્યપણું એમને ભાવઆચાર્યપણાને ઉત્પન્ન કરનારું ન હતું તેની માફક. ભવનિર્વેદઃ સર્વનું મૂળ
શ્રીજિનેશ્વર ભગવાનનું પૂજન કર્યા બાદ આપણે માગીએ છીએ કે- ‘નવીયર નપુર રોડ - તુદ માવો મયવં ' હે પરમાત્માનું ! મને આપના પ્રભાવથી તમારી પોતાની શક્તિથી નહિ) થાઓ (મળો.) શું ? “અવનવ્હેમો' આ સંસાર ઉપર અભાવકંટાળો. ભલા કરીએ છીએ તો ત્રણ લોકના નાથ સમા પરમોપકારી, અનંત ચતુષ્ટય ધારક જિનેશ્વર મહારાજનું ભાવપૂર્વકનું પૂજન, અને એ પૂજાના અંતે (એ પૂજાના ફળ તરીકે) માગીએ છીએ “આ સંસાર ઉપર કંટાળો.” કેવું વિચિત્ર ! પણ એ સમગ્ર પૂજન અને ઉપાસનાનું રહસ્ય જ અહીં સમાયેલું છે. ભવનિર્વેદ (સંસાર ઉપર કંટાળો) મેળવીને જ એ પૂજ્ય પુરુષો મહાન થયા છે તો આપણે પણ જો મહાન થવું હોય તો એમણે ખેડેલ માર્ગે જ પ્રયાણ કરવું રહ્યું. તો એ ચીજ એ ભવનિર્વેદ કેટલી કીંમતી વસ્તુ હોવી જોઈએ એ હવે સહેલાઈથી સમજી શકાય એમ છે. એ ભવનિર્વેદની ભાવના વગરની અષ્ટ પ્રકારી, સત્તર પ્રકારી કે એકવીશ પ્રકારી એ બધી પૂજાઓ પેલા કહેણામામા જેવી જ છે.
વળી આપણે માનેલું સાધ્ય સિદ્ધ થતું હોય તો તે માટેના સાધનો વેડફાઈ જાય કે એની ગમે તે સ્થિતિ થાય તો પણ ડરવાનું કંઈ કારણ નથી. અહીં પૂજન વિગેરેનું સાધ્ય છે ભવનિર્વેદ એ સાથે જો સર્વવિરતિ સાધુપણાનો અંગીકાર કરવામાં સિદ્ધ થતું હોય (અને વાસ્તવિક રીતે સિદ્ધ થાય જ છે) તો પછી સાધનરૂપે કરાતી દ્રવ્યપૂજા-ગુરુદર્શન-દાન વિગેરેનો નાશ થતો હોય તો પણ કંઈ હરકત જેવું નથી. લોકોત્તર (દ્રવ્ય) પૂજાઃ સર્વવિરતિનું એક સાધન.
અહીં સવાલ એ થાય છે કે-જો દ્રવ્ય પૂજા કરવામાં લાભ થતો હોય તો સાધુ મહારાજ પોતે એ પૂજા કેમ નથી કરતા ? વળી જે પૂજા-દ્રવ્યપૂજા-કરવાથી પોતાને (સાધુ મહારાજને) લાભ નથી થતો તેનો બીજાને માટે ઉપદેશ કેમ આપ્યો ? શંકા ઠીક છે છતાં સાવ જલ્દી સમાધાન થઈ શકે એવી છે. માનો કે બે માણસો એક ઠેકાણે ભેગા થયા છે. બન્ને ભિન્ન ભિન્ન જાતિના છે. કોઈ કોઈનું ખાતાપીતા નથી. એક વહેલો આવ્યો તેણે પોતાની રસોઈ બનાવી લીધી હતી. બીજો હજી એમને એમ બેઠો હતો. ત્યાં એક ત્રીજો માણસ આવ્યો અને એને કંઈક કહેવાનું મન થયું. એણે જોયું કે પહેલાની રસોઈ બની હતી છતાં ચૂલો સળગતો
Page #486
--------------------------------------------------------------------------
________________
૩૦૪
તા.૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક્ર હતો, અને બીજાને રસોઈ બનાવવી હતી, છતાં ચૂલાનું કંઈ ઠેકાણું ન હતું. એ ત્રીજા માણસે કોને શું કહેવું એ સાફ સમજાય તેવું છે. એણે પહેલાને ચૂલો ઠારવા અને બીજાને સળગાવવા કહ્યું, અને આમાં ખોટું કે વિરૂદ્ધ શું હતું? રસોઈ બન્યા પછી ચૂલો સળગતો રાખનાર અને રસોઈ બનાવવાની હોવા છતાં ચૂલો નહિ સળગાવનાર બને ભૂલ ભરેલા હતા. એ માણસે એમની ભૂલ સમજાવી અને સુધારી. એજ પ્રમાણે જેને હજી સર્વવિરતિરૂપ ધ્યેય મેળવવાનું છે તેને સાધન તરીકે દ્રવ્ય પૂજા કરવી, એવું અને જેણે એ ધ્યેયને મેળવી લીધું છે અને એ નકામા સાધનને હવે હઠાવી દેવાનું કહેવામાં શું વાંધાભર્યું છે ? કશુંય નહિ. ભોજન થઈ ગયા બાદ તો પત્રાવળી દૂર જ કરવી જોઇએ. ભોજન તૈયાર થવા છતાં ચૂલો સળગતો રાખતાં જેમ રસોઈ દાઝી જાય છે તેમ સર્વવિરતિ થવા છતાં દ્રવ્યપૂજન રાખવામાં કેવળ દોષનું જ પોષણ થાય છે.
એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે કે શ્રી તીર્થંકર મહારાજે પૂજા કરવામાં લાભ બતાવ્યો એ કઈ દૃષ્ટિએ? શું તે માણસો (પૂજા કરનારા) આગળ ઉપર પૂજા કરવાના ફળરૂપે છકાયની રક્ષા કરનારા વિરતિને પાળવાવાળા થાય એ દષ્ટિએ કે પોતાની પૂજા જગતમાં વધે એ દૃષ્ટિએ ? તીર્થકર ભગવાન એ વાત સારી રીતે જાણે છે કે આ પ્રમાણે દ્રવ્યપૂજા કરવામાં સ્થાવર જીવોની વિરાધના થાય છે. જે તીર્થકર મહારાજે સાધુઓને એ પ્રમાણે આજ્ઞા ફરમાવી છે કે થોડું પણ કાચું પાણી પીવાથી તમારા પ્રાણ બચતા હોય તો પણ તે વખતે પાણી ન પીશો અને એ ધર્મપાલન વખતે તમારા પ્રાણની પણ દરકાર ન કરશો. તેવીજ રીતે અગ્નિકાય, વાઉકાય, પૃથ્વીકાય, વનસ્પતિકાય અને ત્રસકાય વિગેરેને માટે પણ પ્રાણની કીંમત ન ગણવી. આ પ્રમાણે છકાયના જીવોની રક્ષા માટે સાધુ મહારાજના જીવનની કોડી સરખી પણ કીમત નથી ગણતા. તેજ તીર્થકર મહારાજ પોતાના માટે યોજના પ્રમાણ માપના નાળચાવાળા મહાન કળશો દ્વારા થતા (દેવોના) અભિષેક માટે કેમ કંઈ કહેતા નથી ? આનો અર્થ એ થયો કે “આપણી એટલી લાપશી અને પરાઈ એટલી કુશકી.” સાધુ પોતાનો જીવ બચાવવા થોડું પણ કાચું પાણી વાપરે તેમાં પાપ અને ભગવાનના પોતાના માટે યોજન માનવાળા ૧ કરોડ ને ૬૦ લાખ કળશો ભરીને પાણી ઢોળાય એમાં પુણ્ય ! કેવો ન્યાય ? એક તરફ અતિ જરૂર હોવા છતાં છાંટો પાણી વાપરવામાં પણ નુકસાન અને બીજી તરફ કોઇપણ મતલબ વગર અઢળક પાણી વેરવામાં આવે છતાં લાભ ! ભલા આવા હિસાબનો મેળ કેવી રીતે મળે? આનો ટૂંકો પણ સચોટ જવાબ એજ છે કે એ માનવામાં આવેલ નુકસાન અને એ માનવામાં આવેલ લાભ-એ બન્નેમાં ઉદ્દેશ એકજ છે, અને તે સંયમ ટકાવવાનો. જયાં ઉદ્દેશ એકજ હોય ત્યાં કદાચ કોઈ
Page #487
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૫-૩૪.
૩૦૫
શ્રી સિદ્ધચક્ર વખત બાહ્ય દૃષ્ટિએ પરસ્પર વિરૂદ્ધ લાગતી ક્રિયાનો પણ ઉપદેશ અપાય તો એમાં કંઈ વાંધા ભર્યું નથી. જો સંયમનું ધ્યેય ખસેડી લેવામાં આવે તો બધું ઉલટું થઈ જાય એ નિર્વિવાદ છે, અને આજ કારણથી એકેન્દ્રિયની હિંસા થવા છતાં પણ શ્રાવકને લાભ થાય છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે શ્રાવક માત્રને રીંગણા-બટાટા-થી પૂજાનો નિષેધ કરવામાં આવ્યો છે અને તે એટલા માટે કે કોઈપણ રીતે કયારે પણ શ્રાવકધર્મને અંગે અનિવાર્યપણે પાળવાની અહિંસાને ફટકો ન લાગવા પામે.
પહેલાં કહેવામાં આવ્યું તે પ્રમાણે સર્વવિરતિ માટે જે પૂજા કરાય તે દ્રવ્યપૂજા, અને સર્વવિરતિની પ્રાપ્તિ માટે શ્રીજિનેશ્વર ભગવાન જેવા લોકોત્તર પુરુષની પણ પૂજા દૂર કરવામાં કંઈ હરકત નથી. સર્વ વિરતિની સોના મહોર આગળ તો લોકોત્તર પુરુષોની પૂજા પણ સવાકા (પૈસા) બરાબર છે. જ્યાં સર્વવિરતિની દૃષ્ટિએ લોકોત્તર પુરુષોની પૂજા પણ મહોર આગળ પૈસા જેવી ગણાય છે ત્યાં લૌકિક અને અનુવાદ રૂપે માનતી એવા માતાપિતાની ભક્તિની તો વાત જ શી કરવી? વજસ્વામી જેવાએ પણ ચાહ્યું કે મારી માતા મારા ઉપરની મમતા છોડે તે માટે મારે એનું સુખ દૂર કરવું. એ ધારણાને પાર પાડવા છ માસ સુધી અખંડ રોતા રહ્યા અને માતાને હેરાન કરી મૂકી. છેવટે એમને પોતાને ગમતી વસ્તુ છએ મહીને મળી અને છ મહીનાની ઉંમરમાં છકાયની યતનાવાળા થયા. તેઓ ભવાંતરીયજ્ઞાનજાતિસ્મરણ-જ્ઞાનવાળા હતા એટલે એમના માટે આમ બનવું અશકય ન હતું. નાગકેતુએ પણ જન્મતાંની સાથે અટ્ટમનું તપ કર્યું ! આમાં જન્માષ્ટમ કે ગર્ભાસ્ટમ એ બેમાનું એકે કયાં હતું? આ નિયમ તો જેમને અવધિ-જાતિ સ્મરણ કે મૂળ પ્રત્યયક સંસ્કાર ન હોય અને જેઓ ગુરુ ઉપદેશથી ઉપદેશ પામે તેવાઓ માટે આ (વયનો) નિયમ છે. “જીવોથ'માં ખુલ્લું લખ્યું છે કે “આ નિયમ ગુરુ ઉપદેશની મુખ્યતાએ કરવામાં આવેલો છે. જે સ્વતંત્ર રીતે ધર્મ સમજે, અને વ્રત લેવા તૈયાર થાય તે તો આથી ઓછી ઉંમરે પણ દીક્ષા લઇ શકે. ભવ-ભમણ ટાળવાની ભાવના ધર્મનું મૂળ.
દ્રવ્યપૂજાની દૃષ્ટિએ મૂળ વાત એ છે કે જ્યાં સુધી આ ભવભ્રમણ અનાદિકાળનું છે અને એ ટાળવું જોઇએ. એવી ભાવના ન થાય ત્યાં સુધી દેવાનું કે ગુરુનું આરાધન, એ ઓલામાંથી ચૂલામાં પડવા બરાબર છે. આ વાત પહેલાં પણ બતાવી ગયા છે.
ટૂંકમાં, સાર એ છે કે અનાદિ ભવભ્રમણ ટાળવાની ભાવના એજ ધર્મ આરાધનનું મૂળ છે. ભવભ્રમણ અનાદિ હોવા છતાં અનાદિકાળના જીવના નિગોદાણા અને એકેન્દ્રિયપણાની માફક-નાશ થઈ શકે છે, અને તેથી તેનો નાશ કરવા માટે દરેક મનુષ્ય સદાય ઉદ્યમશીલ રહેવું જોઇએ.
Page #488
--------------------------------------------------------------------------
________________
૩es
શ્રી સિદ્ધચક્ર
તા.૧૩-૫-૩૪
પ્રશ્નકાર:ચતુર્વિધ સંઘ,
માધાનકાસ્ટ: સ્પકલઠ્ઠાટત્ર પાટંગત આાગમોધ્યા શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
E
Hallo
પ્રશ્ન ૬૭૨- જ્ઞાનાવરણી વિગેરે કમાંના ઉપક્રમ (નાશી જેમ જ્ઞાન. જ્ઞાની અને જ્ઞાનના સાધનાની ભક્તિ આદિ દ્વારા કરી શકાય છે તેવી રીતે આયુષ્યને અંગે જેટલું બાંધ્યું હોય તેટલું જ ભોગવાય છે કે તેમાં ઓછાપણું થાય છે ?
સમાધાન- જ્ઞાનાવરણીઆદિક કર્મો જેમ નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકારનાં હોય છે અને અનિકાચિત એવા જ્ઞાનાવરણીઆદિકનો જ્ઞાનાદિની ભક્તિ આદિદ્વારાએ નાશ થાય છે, અને નિકાચિત એવા જ્ઞાનાવરણીમાં ભક્તિ આદિદ્વારાએ નાશ નહિ થતાં કેવળ ભોગવવાદ્વારા એ જ નાશ થાય છે, તેમ આયુષ્ય કર્મને પણ અનપવર્તનીય (નિકાચિત) હોય તો પુરું ભોગવાય છે પણ અપર્વતનીય (સોપક્રમ, અનિકાચિત) હોય તો રાગદ્વેષાદિદ્વારાએ જલદી ભોગવાઇ ટૂંકા વખતમાં પણ સમાપ્તિ થાય છે; અર્થાત્ આઠે કર્મોને ઉપક્રમ લાગે પણ છે ને નથી પણ લાગતો. પ્રશ્ન ૬૭૩-એક ભવમાં આયુષ્ય કેટલી વખત બંધાય છે અને કયારે બંધાય છે ?
સમાધાન-તત્ત્વાર્થ ટીકાકાર મહારાજ ફરમાવે છે કે નિરૂપક્રમ આયુષ્યવાળા પંચેંદ્રિય જીવો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે જ આવતા ભવનું આયુષ્ય બાંધે છે પણ સોપક્રમ આયુષ્યવાળા પંચેદ્રિયજીવો અને પૃથ્વી, અપ, તેલ, વાયુ અને વનસ્પતિ, બે, ત્રણ, ચાર ઇંદ્રિયવાળા જીવો મુખ્યતાએ પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે, અને તે વખતે જો ન બાંધે તો બધા આયુષ્યનો નવમો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. નવમો ભાગ બાકી રહેતાં પણ જો ન બાંધ્યું હોય તો. સત્તાવીસમો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. દરેક જીવ પોતાના મરણની અંતર્મુહૂર્ત પહેલાં તો જરૂર આયુષ્ય બાંધે છે. આયુષ્યનો બંધ આખા ભવમાં એકજ વખત હોય છે. (ચાર આયુષ્યોમાંથી આયુષ્ય આખા ભવમાં એકજ વખત એકજ પ્રકારનું બંધાય છે પણ ગતિ, જાતિ વિગેરે નામ કર્મો તો ભિન્ન ભિન્ન જાતિના અને ઘણી વખત બંધાય છે, પણ જે ગતિનું આયુષ્ય બાંધે તે ગતિમાં ગતિ, જાતિઆદિ કર્મો તે ગતિ બાંધતી વખતે મજબુત કરે, અને તેથીજ શાસ્ત્રકારો શરૂનામ નિધત્તારૂ નાનામ નિધત્તા૩’ વિગેરે શબ્દોથી આયુષ્યને વિશિષ્ટ જણાવે છે; અર્થાત્ જે ગતિનું આયુષ્ય ન બંધાયું હોય તે ગ ગતિ, જાતિ વિગેરે કર્મો સામાન્ય બંધમાં રહે છે પણ નિધત્ત થતાં નથી.)
પ્રશ્ન ૬૭૪- આયુષ્ય જલદી ભોગવાઇ જાય અગર તૂટે એમ માનવામાં કરેલા કર્મનો વગર ઉપભોગે નાશ થયો એમ માનવું પડે કે નહિ ?
Page #489
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૫-૩૪
૩૦૦
શ્રી સિદ્ધચક્ર સમાધાન- આયુષ્ય તો શું પણ આઠે કર્મો બાંધેલાં હોય તે ભોગવવાં તો પડે જ છે, બાંધેલા કોઇપણ કર્મનો નાશ થતો જ નથી, પણ જ્ઞાનાવરણીઆદિકનો ભક્તિ આદિ ધારાએ અને આયુષ્યનો ઉપક્રમ દ્વારાએ જે નાશ કહેવાય છે તે માત્ર તેના ભોગને જલદી કરવાને અંગે અને તેના રસના નાશને અંગે છે, એટલેકે કર્મબંધ બે પ્રકારે છેઃ એક રસબંધ અને બીજો પ્રદેશબંધ. તેમાં જેવા રસથી કર્મ બાંધ્યું હોય તેવા રસથી જ તે ભોગવવું પડે એવો નિયમ નથી, કેમકે રસને અંગે બાંધ્યા જેવો ભોગવવાનો નિયમ રાખીએ તો નિંદન, ગહણ, પ્રાયશ્ચિત, ક્રિયા નિષ્ફળ થવા સાથે સર્વ ધર્મક્રિયા પણ નિષ્ફળ ગણવી પડે, એટલું જ નહિ પણ જ્ઞાનાદિકને માટે અભ્યાસ વિગેરેની જરૂર રહેજ નહિ, અને તે નિંદનાદિક બધા નિષ્ફળ હોય તો કર્મના અટલ સિદ્ધાંતને જાણનાર અને પ્રરૂપનાર મહાપુરુષો તે નિંદનાદિ કરવાનો ઉપદેશ અને તે દ્વારાએ કર્મ નાશ થવાના કહેતે જ નહિ, બીજો બંધ જે પ્રદેશદ્વારાએ કહ્યો છે તે તો જેવો પ્રદેશબંધ થયો હોય તેવો ભોગવવો જ પડે, તત્ત્વ એ છે કે રસબંધ ભોગવવો અનિયમિત છે, પણ પ્રદેશબંધનું ભોગવવું નિયમિત છે.
પ્રશ્ન ૬૭૫- રસ અને પ્રદેશના ભેદમાં કોઇ દષ્ટાંતથી સમજણ દઇ શકાય ખરી?
સમાધાન-કોઇક મનુષ્ય વગર વિચાર્યે વધારે કેરીઓ ખાધી હોય અગર કેળાં ખાધાં હોય અને પછી તેના પેટમાં દુઃખાવો થતાં વૈદ્યને તે દુઃખાવો ટાળવા માટે પૂછવામાં આવે ત્યારે વૈદ્ય તે દુઃખાવાની શાંતિ માટે કેરી ખાનારને સુંઠ અને કેળાં ખાનારને એલચી ખાવાનું જે જણાવે છે તે સુંઠ અને એલચી ખાધા પછી માત્ર કેરી અને કેળાંના વિકારને તોડે છે, પણ કેરી અને કેળાંના પુદગલો જે પેટમાં રહેલા છે તેનો નાશ કરતાં નથી, તે પુદ્ગલો તો જઠરમાં જ રહે છે, તેવી રીતે જ્ઞાનાવરણી આદિકના જ્ઞાન રોકવા આદિકના વિકારોને ભક્તિ આદિની ક્રિયા તોડી શકે છે પણ તેના નીરસ પુદગલો તો આત્માને ભોગવવા પડે છે.
પ્રશ્ન ૬૭૯-આયુષ્ય વિગેરે કર્મોના ઉપક્રમ થાય અને તેથી તે જલદી ભોગવાય છતાં તેમાં કરેલા કર્મનો નાશ ન માનવો તે કેમ બને ?
સમાધાન-એક મનુષ્ય પ્રતિદિન શેર અનાજ ખાતો હોય અને તેને જો મણ અનાજ આપવામાં આવે તો તેનો ચાલીસ દિવસનો ખોરાક છે એમ કહી શકાય, છતાં તે મનુષ્યને કોઈક એવો જબરો ભસ્મક જેવો વ્યાધિ થાય અને તે ચાલીસ દિવસનો ખોરાક દસ દહાડામાં ખાઈ જાય તેમાં આહાર જલદી ખાધો કહેવાય, પણ આહારનો નાશ થયો કહેવાય નહિ, તેવીજ રીતે બાંધેલાં કર્મો પણ અનુક્રમે ભોગવતાં જેટલા વખતે ભોગવી લેવાવાનાં હોય તેના કરતાં થોડા વખતમાં જે કર્મ ભોગવી લેવાય તેનું નામ ઉપક્રમ (નાશ) કહેવાય છે. ઘડીયાળની કુંચી ઘડીયાળ રીતસર ચાલે તો છત્રીસ કલાક પહોંચવાની હોય છતાં જો તેની ઠેસ ખસી જાય કે ખીલી ઢીલી થાય તો તે ચાવી જલદી ઉતરી જાય તેમાં ચાવીનો નાશ થયો કહેવાય નહિ, તેવી રીતે અનુક્રમે ભોગવાતું આયુષ્ય સો આદિ વરસ ચાલવાનું હોય છતાં રાગદ્વેષાદિકારાએ જલદી અંતર્મુહૂર્તથી માંડીને કોઈપણ વખતમાં ભોગવાઈ જાય તેમાં કર્મ ઉડી ગયું કહેવાય નહિ.
પ્રશ્ન ૬૭ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય, તિર્યંચનું આઉખું ઉપક્રમવાળું હોતું નથી એમ ખરું?
સમાધાન- અસંખ્યાત વરસ આયુષ્યવાળા મનુષ્ય, તિર્યંચનું આયુષ્ય નાશ પામતું નથી એમ જે કહેવાય છે તે પર્યાપ્ત અવસ્થા થયા પછી સમજવું, કેમકે અપર્યાપ્ત અવસ્થાવાળા જીગલીઆઓનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય તો તે ઘટીને અંતર્મુહૂર્ત જેટલું થઈ જાય છે. એમ જો ન માનીએ તો જીગલીયાઓનું સ્ત્રીઓને નવ લાખ જીવોની ઉત્તિ મનાય નહિ અથવા તો અકર્મભૂમિના ક્ષેત્રમાં સંખ્યાતા વરસનું ભાવતું અંતર્મુહૂર્તના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યો માનવા પડે, પણ તે બનતું નથી, માટે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અપર્યાપ્ત અવસ્થામાં ત્રણ પલ્યોપમનું આયુષ્ય પણ અપવર્તનીય થાય છે.
Page #490
--------------------------------------------------------------------------
________________
Re૮
તા.૧૩-૫-૨૪
છે
છે તે
છે
શ્રી સિદ્ધચક્ર કે છે श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
આ
આગમોદ્ધારકની અમોઘ દેશના.
ગર્ભની અનુભવેલી અવસ્થા બીજાના કહેવાથી જણાય છે.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્રસૂરીશ્વજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા પ્રત્યાખ્યાન અષ્ટક'ને અંગે આગળ સૂચવી ગયા કે આ જીવ અનાદિકાળથી રખડે છે. આ પ્રકારની જે શ્રદ્ધા થવી તેજ મુશ્કેલ છે, પણે ભરોસાવાળા હોય તે વિશ્વસ્ત મનુષ્યોના કહેવાથી માની શકે છે. મનુષ્ય ડૂબી ગયો હોય, પાણીમાંથી બહાર કોણે કાઢ્યો વિગેરેનો ખ્યાલ ભલે ન હોય પણ બીજાની કહેલી હકીકત ઉપરથી ડૂબનાર જાણી અને માની શકે છે. દારૂ પીનારને પોતાને મદઅવસ્થામાં પોતાની ખરાબ અવસ્થા ખ્યાલમાં હોતી નથી, પણ મદ ઉતર્યા પછી કોઈ કહે તો તે માને છે. ડૂબેલો અથવા તો દારૂડીયો પોતપોતાની ડૂબતી અથવા ઘેનવાળી અવસ્થામાં સાવધાન ન હોવાથી જે કંઇ તે અવસ્થામાં બન્યું તે બીજાના કહેવાથી તેમના ભરોસા ઉપર બધી વીતેલી હકીકત માને છે. તે વખતે બિલકુલ ખ્યાલ ન છતાં વાત કબુલ કરી લે છે. તો આ જીવ મોહમાદરાએ છાકેલો અનાદિકાળથી છે. અજ્ઞાનના પુરમાં તણાઈ ગયેલા તેવાને આગલા ભવોનો ખ્યાલ ન આવે. આપણે સવાનવ મહીના ગર્ભમાં રહ્યા પણ આપણને બીજો કહે તો માની લેવાનું પણ આપણે ખ્યાલ કરવા જઈએ તો એ માંહેલું કંઈ યાદ ન આવે. આ ભવની બાળપણાની અવસ્થાઓ પણ ખ્યાલમાં આવતી નથી. નાસ્તિકો પણ આ ભવની હકીકત બીજાના કહેવાથી માને છે.
ગર્ભમાં રહેવું, માતાને ધાવવું, ધૂળમાં રમવું આ વિગેરે બાળપણામાં અનુભવ્યું છે છતાં ખ્યાલમાં નથી પણ નાસ્તિકો આ બીજાના કહેવાથી કબુલ કરે છે. એટલે આ ભવની હકીકત નાસ્તિકોને પણ માન્ય. પહેલા ભવની હકીકત અનુભવમાં, મગજમાં ઉતરતી નથી. પહેલા ભવની હકીકત અનુભવમાં આવે તો જ માને એ શી રીતે બનવાનું ? અનુભવમાં આવવાનું નહિ તેથી માનવું નહિ? પણ જેઓ હલુકર્મી છે ભૂલા પડેલા બધા સરખા નસીબવાળા હોતા નથી. કોઇને પોતાની મેળે રસ્તો મળે તેવા હોય છે, કોઈને બીજાના કહેવાથી રસ્તો મળે છે, તેમ આપણે તેવા જ્ઞાની નથી. તમારી પોતાની મેળે ડૂબેલાની માફક પૂર્વ અવસ્થા જાણી
Page #491
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૫-૩૪
૨૯
શ્રી સિદ્ધચક્ર શકતા નથી. જેમ માર્ગ ભૂલેલો બીજાને પૂછવાથી અગર ભૂલો પડેલો હોય તેને સાચો માર્ગ બતાવે તો માર્ગે ચઢી જાય છે, તેમ આપણે અજ્ઞાની છીએ. આપણને આપણા પોતાનું જ્ઞાન નથી. તમારી પોતાની શી દશા એનો કોઈ દિવસ ખ્યાલ લાવ્યા ? શાસકારો આપણને વિચારશૂન્ય માને છે, અસંશી માને છે.
જેને પોતાનો વિચાર ન હોય તેવાઓ આખા જગતનો વિચાર કરે તો મનોવર્ગણાના પુદ્ગલની અપેક્ષાએ ભલે તે સંજ્ઞી હોય પણ તત્ત્વથી વિચારીએ તો તેઓ અસંશી છે. હેતુવાદોપદેશિકી સંજ્ઞા વિકસેન્દ્રિયમાં પણ માની. દીર્ઘકાલિકી સંજ્ઞા પંચેન્દ્રિયમાં માની. હાથમાં રહેલી સાકરને તમે ન જાણો, કીડી તમારા પહેલાં જાણે. તમે ગામમાં જે રસ્તે ગયા હો તેજ રસ્તે તમારે પાછા ફરવું મુશ્કેલ પડે, કુતરૂં સીધું ચાલ્યું જાય. કેટલીક વખત હેતુપાદોપદેશીવાળાને દીર્ઘબુદ્ધિ હોય, સંગીપંચેન્દ્રિયને કેટલીક દીર્ઘબુદ્ધિ હોય પણ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞામાં ન આવ્યો ત્યાં સુધી શાસ્ત્રકારો સંજ્ઞી માનવા તૈયાર નથી. દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ હેતુવાદોપદેશિકી, દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તો પણ તે અસંગી છે. આત્મકલ્યાણના માર્ગમાં ફુરસદ નથી.
દુનિયામાં વિચાર વગરના તમને કોઇ કહે તો કેવા તપી જાઓ છો. જેમ દુનિયામાં વિચારશૂન્ય કહેવો તે હલકાઈ છે. એજ શબ્દ શાસ્ત્રકારો તમને કહે છે. જેમને પોતાનું ભાન નથી તેઓ ભલે હેતુવાદોપદેશિકી, દીર્ઘકાલિકી સંજ્ઞા ધરાવતા હોય તો પણ તે તાત્વિકસંજ્ઞી કહેવાય નહિ. શાસ્ત્રકારો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળાને એટલે પોતાની અવસ્થાનું પોતાને ભાન હોય તેવાને સંજ્ઞી કહે છે.
આપણને ભાન માત્ર જડનું છે. જન્મ્યા ત્યારથી ખાઉં ખાઉં. બાળક લાકડાના ચુસણીયા ચુસ્યા કરે છે, તેમાં કયો રસ છે ? જન્મ લેતાં સાથે આખો દિવસ અમુક મુદત સુધી ચુસ્યા કરવું, કહો આ આહાર સંજ્ઞા, આહારનો સંસ્કાર તેને આહારનું અર્થપણું એટલું જબરદસ્ત જેને આહાર સિવાય બીજું જગતમાં કંઈ નથી. સોના, ચાંદી,હીરાની ગમે તેવી કીમતી ચીજ બાળકના હાથમાં આપો તો બાળક તે વસ્તુઓ મોંમાં નાખશે. માત્ર આહારનોજ અર્થી. આમ ચાર પાંચ વરસનો થાય ત્યાં સુધી આહાર સિવાય બીજે લક્ષ નથી. ત્યારપછી ગોઠીયા સાથે ધૂળમાં, ત્યારપછી નિશાળે ભણવા મોકલો તો ભણવાનું કે સરખા ભાઇબંધ સાથે હરવા ફરવાનું, તે સિવાય બીજું લક્ષ નથી. ત્યાં ભણવાનું પૂરું થયું એટલે પૈસા કમાવામાં, પછી પરણવામાં, ત્યાર પછી બાયડી છોકરાંમાં, આમ વખત જતાં ઘરડો થયો એટલે મારી આંખે દેખાતું નથી, શરીર કામ આપતું નથી એમ શરીરચિંતા, આમ આખી ઉંમર પુરી થવા આવી ત્યાં સુધી જડની ચિંતા. આખી ઉંમરમાં આત્માનો વિચાર કયારે કર્યો ? હું કોણ ? મારું
Page #492
--------------------------------------------------------------------------
________________
_૩૮૦
તા.૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક્ર શું થશે? કઈ સ્થિતિમાંથી આવ્યો છું? કયાં જવાનો છું? ભવિષ્યમાં કઈ સ્થિતિ થશે? સાવચેત થાઉં તો કેવી સ્થિતિ આવે ? એ વિચાર કરવાનો વખત પણ આ જીવે કાઢયો નથી. આત્મકલ્યાણના માર્ગમાં આપણને ફુરસદ નથી. આખી જીંદગી આ જડ શરીર કુટુંબાદિક તેના વિચારમાં પુરી થાય છે આ બધું કાર્ય જડનું થાય છે. આત્માનું કામ કઈ વખત કરે છે ? આત્મા એ મારું ઘર ને શરીર એ ભાડૂતી ઘર.
આ જડ વહાલું, આત્મા અળખામણો. જ્ઞાન ભણવાની, શંકા ટાળવાની, વ્રતપચ્ચખાણ કરવાના, સામાયિકાદિ આત્મ હિતના કાર્યો માટે ફુરસદ નથી. જડ માટે, શરીર, કુટુંબ, ધન માટે આખો દિવસ અને આખી રાત્રિ અર્પણ. આત્મા માટે બે ઘડીની ફુરસદ કાઢવી પડે તો તે પણ કચવાતે મને. આથી આત્માને જાણ્યો છે કે નહિ ? શાસ્ત્રકારો કહે તેથી ના કહો તો દુનિયા નાસ્તિક કહે, તેથી હા કહો છો કે બીજા કોઈ કારણથી? અંતઃકરણમાં ખાત્રી થઈ હોય તો અહીં ફુરસદ નથી એ બોલાય કેમ ? આત્મા એ મારું ઘર, શરીર, કુટુંબાદિક ભાડૂતી ઘર એ અંતઃકરણથી કયારે સમજ્યા? બોલવાથી તત્ત્વમાર્ગ આવતો નથી. શરીરાદિ ભાડૂતી ઘર માટે ચોવીસ કલાક મથો છો ને ખુદ આત્મા જે પોતીકું ઘર છે તે માટે બીજો પ્રેરણા કરે તો પણ દુર્લક્ષ્ય થાય છે. ભાગ્યોદય કહેનાર મળે તો પણ આ જીવ એ રસ્તે જવા તૈયાર નથી. ધર્મનાં કાર્યો, આત્માના હિતનાં કાર્યો આ શરીરાદિ જડને લીધે મેલા કરાય છે પણ આત્મા મેલો થયેલો છે તેને નિર્મળ કરવા દિવસનો ચોવીસમો ભાગ પણ નક્કી કર્યો છે ? જિનમંદિરમાં પૂજા કરવા ગયા. કોઇક વખત ઉલ્લાસ આવ્યો તે વખત મન કયાં દોડે છે ? અમુક વેપાર કર્યો છે, અમુક સમાચાર મંગાવ્યા છે. આજે સમાચાર આવશે. આત્માની પવિત્ર ગંગામાં ગટર ખાલી કરી.
આત્મકલ્યાણ માટે જે કરવાનું કાર્ય તેમાં પણ જડની ઇચ્છા. ગટર ધોવા માટે જે ગંગાનો ઉપયોગ કરવાનો હતો તેને બદલે ગંગામાં ગટર વહેતી મૂકી. ખાવા બેસો ત્યારે વિચારવું જોઈએ કે શા માટે શરીરને દઉં છું? એકજ મુદ્દાથી, આ મનુષ્યભવ દુર્લભતાથી મળ્યો છે. તેમાં સમ્યગુદર્શનાદિની આરાધના માટે આને કંઈક ભાડું આપું. આ મુદ્દાથીજ શરીરને આહારાદિ આપવા જોઇએ. “શરીરમાં રજુ થર્મલાથન' આનો અર્થ આપણે શો કરીએ છીએ? શરીર પહેલું ધર્મનું સાધન, શરીરને ધર્મસાધન તરીકે રાખવું આવો મુદ્રાલેખ નક્કી કરો. શરીર એ ધર્મનું મૂળ સાધન. શરીરનું રક્ષણ કઈ દૃષ્ટિએ ? ધર્મના સાધનની દૃષ્ટિએ. ધર્મનો ઘાત થાય તો વોસરાવવાલાયક. ધર્મમાં બાધક થાય તો પછી પોષવા લાયક નથી. આ તો ધર્મના નામે ધતિંગ ચલાવવું છે. અભક્ષ્ય ખાવા છે, પુષ્ટિકારક વસ્તુઓ ખાવી છે,
Page #493
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૫-૩૪
૩૮૧
શ્રી સિદ્ધચક્ર અને ધર્મ કરવો નથી. ધર્મ આત્મીય વસ્તુ તે શરીરાદિક યુગલ વસ્તુથી શી રીતે બની શકે?
શરીર ધર્મનું સાધન છે એમાં કોઈ ના નહિ કહી શકે; કેમકે શરીરથી જ ધર્મ છે. એટલા માટે શરીર છે ત્યાં સુધી મહાવ્રત અને ચારિત્ર માને છે. શરીર ન હોય તો મહાવ્રત તથા ચારિત્ર માનતા નથી. આ સિદ્ધોને નોત્તિ નો રિત્તિ કહે છે, સિદ્ધો ચારિત્રવાળા નહિ તેમ અચારિત્રવાળા નહિ. સિદ્ધોને શરીર ન હોવાથી ચારિત્રી મનાય નહિ તેમ ચારિત્ર મોહનીય ન હોવાથી અચારિત્રી મનાય નહિ.
તેમ ચારિત્ર એ આત્માનો ગુણ. શરીર એ પૌલિક જડ પદાર્થ, આત્માના ગુણમાં જડ પદાર્થનું કારણ હોય નહિ, છતાં “ચેન વિના મવતિ' જેની વગર જે ન થાય, એટલે ચારિત્ર એ આત્માનો ગુણ, પણ તે ચારિત્રનું પ્રગટ થવું, આચરવું, તે શરીર વગર થાય નહિ. આત્માના ગુણો તેમાં નરગતિ, પંચેન્દ્રિયપણું, ત્રયપણું, વિગેરેનું શું કામ ? ખરેખર કેવળજ્ઞાન આત્માનો ગુણ હોવાથી, પુદ્ગલથી આત્માનો ગુણ બનવાનો નથી, નરગતિ વિગેરે બધું પૌદ્દગલિક તેથી આત્માના ગુણોને કંઈ સંબંધ નથી, છતાં આત્માના ગુણો તે નરગતિ વિગેરે કારણોથી બનવાવાળા હોવાથી કથંચિત્ અપેક્ષાકારણ કહીએ તો અડચણ નથી. કારણપણે સંબંધ ન હોવા છતાં ક્ષાયક - કારણ ઔદારિક, વૈક્રિય વર્ગણા ન કહી શકીએ, પણ કારણ ન છતાં આ પુલ વગર ચત્ એટલે જે સમ્યગુદર્શનાદિ થતા નથી તેથી તેને કારણપણે ભલે ન ગણવામાં આવે તો પણ તે વ્યવહારથી તેનું કારણ ગણાય.
આ શરીર ધર્મનું સાધન અને શરીર તે પુદ્ગલ અને પુદ્ગલ પર વસ્તુ, ધર્મ આત્મીય વસ્તુ છતાં જે વગર જે ચીજ ન બને તો તેનું કારણ ન ગણાતું હોય તો પણ તેને કારણ કહી શકીએ. આ પુદ્ગલ ચૈતન્યસ્વરૂપ હોવું જોઇએ. જેમ વાદળાંને દૂર કરનાર વાયરો એ તડકાનું કારણ નથી. તડકાનું કારણ વાયરો ન કહી શકીએ તો પણ વાદળરૂપી જે તડકાને રોકનાર પદાર્થ તેને દૂર કરનાર વાયરો તડકાનું કારણ ન હતો પણ પ્રતિબંધને દૂર કરનાર હોવાથી વાયરાને કારણ તરીકે ગણ્યો, તેમ જ્ઞાનાદિક બહારથી લાવવાના નથી, છતાં જ્ઞાન ગુણને રોકનાર જે કર્મો તેનો ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ કરવામાં આ પુદ્ગલ મદદગાર, ગુણમાં મદદગાર નહિ, પણ પ્રતિબંધને દૂર કરનાર, તડકો સૂર્યની સ્વાભાવિક ચીજ, પણ સૂર્યની વચ્ચે વાંદળાં આવી ગયાં હોય તો વાયરો નિમિત્ત બની જાય તેમ જ્ઞાનાદિક કેવળ આત્માના ગુણ તેમાં પુગલને સંબંધ નથી છતાં તે આત્માના ગુણને રોકનાર તેના ક્ષયોપશમાદિમાં પુગલ કારણ બને છે. તે અપેક્ષાએ શરીર ધર્મનું મૂળસાધન. આ શરીર ધર્મના સાધન તરીકે જ ધાર્ય છે. શરીર ધર્મસાધનના મુદ્દાએ જ ધાર્ય. એ વકાર વિપક્ષનો વ્યવચ્છેદ કરે. શરીરને કર્મ સાધન કોઈ દિવસ થવા દેવું નહિ. આવો મુદ્રાલેખ કરો. જે
Page #494
--------------------------------------------------------------------------
________________
૩૮૨
તા.૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક્ર કંઈ પૌગલિક સ્થિતિની પોષણક્રિયા તે કરતી વખતે તમારું ધ્યેય ત્યાં રહેવું જોઇએ. ખાઉં, પીઉં, હj, ફરું, સૂવું, બેસવું વિગેરે ક્રિયામાં ધર્મસાધનનો ખ્યાલ રાખો તો ગંગાએ ગટર ધોઈ નાખી. તમે ગટરને ગંગાથી ધોવો છો કે ગંગામાં ગટર મેળવો છો?
પૂજા કરતાં કોઇક વખત આલ્હાદ આવી ગયો તો આજે જરૂર વેપારાદિકમાં લાભ થશે એમ પવિત્ર આત્મધર્મરૂપી ગંગામાં પૌલિક ઈચ્છારૂપી ગટરની ગટરો વહેતી મૂકી દેવાય છે. જે ખાવુંપીવું, પહેરવું, ઓઢવું, તે વખતે ધર્મના સાધન તરીકે આ ખાવાપીવાદિક કરું છું આ બુદ્ધિ કાયમ રહે છે ? જો તેવી બુદ્ધિ નથી રહેતી તો ધર્મના નામે ધૂર્તતા કરીએ છીએ. કહેવું છે ધર્મસાધન, કરવું છે કર્મસાધન. આખી જીંદગી પરમાં ને પરમાં પૂરી કરાય છે.
જેઓને ધર્મનાં સાધન ન મળ્યાં હોય, જેઓએ ધર્મનું સ્વરૂપ ન જાણ્યું હોય, ધર્મના પ્રકારો ન જાણ્યા હોય તે કરવાથી ફળ, ન કરવાથી ગેરફાયદો વિગેરે ન જાણ્યા હોય તેમને બાજુ પર રાખો, પણ ધર્મના સ્વરૂપને, પ્રકારને, ફાયદાને, ગેરફાયદાને જાણ્યા પછી માન્યા પછી કર્મના કાર્યમાં રંગીલા થાય ને ધર્મસાધનનો મુદ્દો ન રાખે તો ? શાસ્ત્ર દૃષ્ટિથી ખરેખર તેને અસંશી ગણવા પડશે. ધર્મના સાધનનો મુદ્દો હશે તો એવી એકે ક્રિયા નથી જેમાં ધર્મસાધનનો મુદ્દો ન રાખી શકાય. જે ગંગાથી ગટર ધોવાવાળો છે તેને ઘર બંધાવતાં પણ મારે આ આરંભપરિગ્રહમાં ઉતરવું પડે છે, પણ ખરેખર આત્માનું શ્રેય આમાં કહ્યું? નિષ્ફટક સ્થિતિ મારા આત્માની અત્યારે હું કરી શકતો નથી. મોહનીય રહિત હજુ હું થયો નથી. અશકત છું ત્યારે જ આ પંચાત મારે કરવી પડે છે. પહેલા આ વિચાર આવ્યો હું નિર્મમત્વ થઈ શકયો નહિ. એમ છતાં પણ આવી રીતે નહિ કરું તો બાયડી છોકરાંને અગવડ આવશે, મને કલેશ કરાવશે, માટે મને આગળ કલેશ ન થાય, મને આર્તધ્યાનનો પ્રસંગ ન આવે માટે આટલું કાર્ય કર્યા સિવાય છૂટકો નથી. થોડું પણ પાપ કરવાનું સાધુઓ નહિ કહે.
છોકરા છોકરીને પરણાવે તે તદ્દન જુદી ચીજ છે છતાં પણ મારે પોતાને આ હકીકતથી દૂર થવું જોઈતું હતું છતાં પણ હું એવો ગળીયો કે સાધનો મળ્યા છતાં મોહનીય તોડી ન શકયો. આમાં ફસાયો. હવે આમાં નિયમિત વ્યવસ્થા કરી આમને રાખીશ તો બિચારા ધર્મને લાયક રહેશે. તો આ દર્શન મોહનીયમાં તણાઈ ન જાય માટે આટલી કરવાની જરૂર. વધારે પાપ રોકવાનો ઉપદેશ સાધુ દે. થોડું પણ પાપ કરવાનું સાધુ નહિ કહે. તેમ અહીં પણ સંસારમાં રહી મોજ કરો એમ નહિ કહે. કુળાચારની મર્યાદા બહાર જઈ ધર્મ તથા પુરુષના સંગથી વંચિત ન થાય માટે આટલું કરવાની જરૂર. આમ ગટરને ગંગાથી ધોતો રહ્યો.
Page #495
--------------------------------------------------------------------------
________________
તા. ૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક્ર
૩૮૩
કેવું દાન કરનાર એકાંત નિર્જરા કરે ?
તપસ્યા, દાન, શીલ, ભાવ બધામાં જઇને વળગો છો કયાં ? દઈશું તો પામીશું. દાનપુન્ય કર્યા હશે તો આગળ લીલાલહેર રહેશે. લીલાલહેરની ગટર દાનરૂપી ગંગામાં છોડી દો છો. આથી પામશો તેમાં હરકત નથી. એથી વેદની અંતરાયનો ક્ષય થશે પણ ગંગા પવિત્રપણે વહેતી હોવી જોઇએ તે સ્થિતિનો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે ગૃહસ્થ છકાયનો કુટો કરનાર એવી કઈ ક્રિયા કરે છે કે જેમાં એકાંત નિર્જરા થાય. દાનક્રિયા કરતાં એકાંત નિર્જરાવાળો હોય. કયા દાનવાળો એકાંત નિર્જરા કરે ? સાટા તરીકે દાન કરે તે એકાંત નિર્જરા કરે. - સાધુને વહોરાવતી વખતે ચાહે રોટલીનો ટૂકડો, ચાહે લોટી પાણી વહોરાવે. કેટલું આપ્યું તે જોવાનું નથી. સાર્થવાહ મૂછનો એક વાળ કાઢી આપ્યો. આબરૂદાર માટે સાટામાં શું આપવું તેનો નિયમ નથી. રોટલાનો ટુકડો સાધુને વહોરાવવો એ સર્વવિરતિનું સાટું. એક લોટી પાણી વહોરાવવું તે પણ સર્વવિરતિનું સાટું. હું મોહમાં ફસાયેલો, મોક્ષમાર્ગથી દૂર પડેલો, મારું ભાગ્ય ઓછું કે જેથી મને હજા વર્ષોલ્લાસ થતો નથી, આ મહાત્મા ભાગ્યશાળી, પોતાનું વીર્ય ફોરવીને મોક્ષમાર્ગ પ્રત્યે પ્રયાણ કરી રહ્યા છે, માટે મારે પણ મોક્ષમાર્ગે પ્રયાણ કરવું છે, માટે તે માર્ગને જેમણે સ્વીકાર્યો હોય તેવા મહાત્માનું આરાધન કરવાથી તે માર્ગ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. જે ગુણ આપણામાં ન હોય ને આપણે મેળવવો હોય તો તે ગુણવાળાનું આરાધન કરવું એજ રસ્તો. આ ભવમાં ન મળે તો ભવાંતરમાં જરૂર આ મહાત્માના આલંબનથી સર્વવિરતિ મેળવીશ. ચારિત્રરૂપી પ્રભાત થયા વગર મોરૂપી સૂર્યોદય થતો નથી.
આ ભાગ્યશાળી એ માર્ગે ચાલી રહ્યા છે, તેમને મોક્ષમાર્ગના ગમનમાં મદદ કરું જેથી મને તે મળે. જેઓ ચારિત્ર મને મળે એ બુદ્ધિથી સર્વવિરતિવાળાને મદદ કરવા જાય, મદદમાં માત્ર રોટલીનો ટૂકડો કે લોટી પાણી આપે તે તો સર્વવિરતિનું સાટું છે. આમાં નિયાણું ગયું નથી.
પ્રશ્ન-જિનેશ્વર થાઉં એવી ભાવનાથી વાસસ્થાનકનું આરાધન થાય તો નિયાણું કહેવાય કે નહિ ?
જવાબ-મોક્ષમાર્ગ બતાવું, પ્રતિબોધ કરું, આ ભાવના હોય તો નિયાણું નથી, પણ દેવતાઓ આવે, સમોવસરણ થાય, ઈદ્રો આવી મારી સેવા કરે, આવી પૌદ્ગલિક ઈચ્છાઓ થાય તો તેને નિયાણું કહી શકાય. મૂળ વાત પર આવીએ. મોક્ષની પોતાને તીવ્ર ઇચ્છા, સમ્યગુદર્શનાદિની ઇચ્છા, તે ન મળવાથી થતી બળતરા, તે બળતરા ટાળવાનું એકજ સાધન. એ માર્ગનું પોષણ દાન, સત્કાર, સન્માન દ્વારાએ, તેથી રોટલીનો ટૂકડો કે લોટી પાણી દઉં છું તે સર્વવિરતિ મેળવવા માટે. આ ધારણાવાળો સુપાત્ર દાનમાં એકાંત નિર્જરા મેળવે,
Page #496
--------------------------------------------------------------------------
________________
૩૮૪
તા.૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક સર્વવિરતિનું પોષણ કરી મારે સર્વવિરતિ મેળવવી છે. આ વાત ખ્યાલમાં આવશે ત્યારે ભગવતીજીમાં જણાવ્યું છે કે સુપાત્રદાન દે તો શું કરે છે? ને શું છોડે છે ? તો કે દુષ્કર કરે છે અને દુષ્યજ છોડે છે. અહીં છોડવું અને કરવું એમાં અશકયતા કઈ છે? લોટી પાણી કે રોટલીનો ટુકડો સાધુને વહોરાવે તે દુષ્કર અને દુન્યજ છે.
સહી કરો તેમાં કાગળ, સહી કે કલમની કીંમત નથી, કિમત દસ્તાવેજમાં લખેલી હકીકતની છે. દસ્તાવેજમાં દસ હજારની રકમ લખી હોય તો તેની તેટલી કિમત. લાખનો દસ્તાવેજ હોય તો લાખની કિમત. અહીં દસ્તાવેજમાં લખેલી રકમ ઉપર સહીની કિમત છે. કાગળ સહીની કિમત નથી તેમ લોટી પાણી કે ટૂકડો રોટલો તેની સાથે એકાંત નિર્જરાનો સંબંધ નથી. સંબંધ સર્વવિરતિ મેળવવા માટે આ આપું છું. આ સર્વવિરતિનું ધ્યેય હોય તો દુષ્કર અને દુષ્યજ છે. આજ કારણથી એકાંત નિર્જરાની જગા પર મનોજ્ઞ ભોજન હો કે અમનોજ્ઞ ભોજન હોય. સહી ગમે તેવી શાહીથી કરો. શાહીના ચળકાટ સાથે દસ્તાવેજની કીંમતનો સંબંધ નથી. તેમ મનોજ્ઞ હો અમનોજ્ઞ હો તે સાથે સંબંધ નથી, માટે આવા સાટાવાળું જે દાન તે દુષ્કર અને દુર્યજ છે.
આ કુટુંબાદિક મને સંસારમાં ડૂબતાને ગળે શિલા સમાન વળગેલા છે. આ શિલા છૂટી જાય માટે આપું છું. તમોને દાન દેતી વખતે હું ફસાયેલો છું. આ ફાંસામાંથી છૂટી ગયા છે એ રૂવામાં પણ આવે છે? જેને આ આવે તેને શાસ્ત્રકાર દુષ્કર, દુષ્યજ કર્યું કહે છે. તેમાં આશ્ચર્ય નથી.
જાળમાંથી માછલું છૂટે ને આનંદ પામે તેમ છૂટવાથી આનંદ થાય તેને દુષ્કર અને દુષ્યજ છે કે નહિ ? છકાયનો આરંભથી બનેલો આહાર આ ભાવનાથી આપે તો ગંગાથી ગટર ધોવાશે.
ચાલુ વાતમાં આવીએ. આખા જન્મમાં હું કોણ, મારી દશા કઈ હતી, કઈ છે. આમને આમ રહીશ તો કઈ દશા થશે વિગેરે વિચારો આત્મા કરતો નથી. આ ભવોભવમાં હેરાન કરનારું શરીર તેની પાછળ ભવ કેમ બગાડું? પણ આ બધા વિચારો તેને થઇ શકે જેને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય, માટે શાસ્ત્રકારો પંચેંદ્રિય મનુષ્ય સંજ્ઞી છતાં ઉપરના વિચારો ન કરે તો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ અસંશી કહે છે. તત્ત્વ દૃષ્ટિએ વિચાર શૂન્ય, આંખ આખા જગતને જુએ પણ પોતાને પોતે ન જુએ, તેમ આત્મા પોતાના સ્વરૂપને જાણી શકતો નથી, માટે આ આગમરૂપી અરીસો તે દ્વારાએ આત્માનું સ્વરૂપ જાણી તેનું ભવભ્રમણ કેમ ટળે એ માટે વિતરાગ કથિત હરકોઈ પ્રયત્ન દરેક ભવ્ય આત્માએ કરવા જોઇએ.
Page #497
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-પુo ફંડ તથા શ્રીઆગમોદય
' સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ. | મુલ્ય અંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મોકિતક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રી શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રી શ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યક સૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦
નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહદ્વૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફિલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૭૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર.પ-૦-૦ ટકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રી પ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજુષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ પ૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત. ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર ,
૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. O-૫-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયનો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
મુલ્ય.
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #498
--------------------------------------------------------------------------
________________
સરલતાનો સ્વાભાવિક સૂર્યોદય ફક
(અનુસંધાન ગતાંકથી) ગતાંકના લેખ ઉપરથી સરળતા નામના ગુણની ઉત્તમતા અને જરૂર કેટલી છે તે વાચકના ખ્યાલમાં આવી હશે. જો કે જગતમાં કોઇપણ ગુણ દુર્જનોએ દૂષિત કર્યો ન હોય એવું બનતું નથી તેવી રીતે સરળતાના ગુણને પણ દુર્જનો દૂષિત ગણી સરળતારૂપી ગુણવાળાને દુર્જનો અક્કલ વગરનો, ગાંભીર્ય ગુણ વગરનો, તુચ્છ વિગેરે ઉપનામો આપી નિંદે તે સ્વાભાવિક છે, પણ સરળતા જ્યારે ઉત્તમ ગુણ તરીકે અનુભવસિદ્ધ છે એટલેકે સરળતાવાળો મનુષ્ય દરેક પ્રસંગોમાં હૃદયને ચોખ્ખું રાખી મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરી શકે છે, પણ માયાની જાળમાં ફસાઇને સરળતાનું સત્યાનાશ વાળનારો મનુષ્ય પોતાના મન, વચન કે કાયાના એકપણ પ્રવર્તનને શુદ્ધપણે કરી શકતો નથી. માયાવી મનુષ્યોના વિચારો કેટલા બધા ઘાતક હોય છે, વચનો કેવાં આંટીકુટીવાળાં હોય છે, અને પ્રવૃત્તિની દિશા કેવી ઉલટપાલટવાળી હોય છે તે કોઈપણ વિવેકી, પુરુષથી અજાણ્યું નથી. એટલી બધી માયાવી પુરુષની હકીકત સમજીનેજ સુણ પુરુષો સરળતાનો શણગાર પોતાના આત્મામાં સજે છે. શરીર ઉપર સજેલાં ઘરેણાં કોઈ લઈ જાય નહિ એની સાવચેતી જેમ મનુષ્યો રાખે છે તેવી રીતે સરળતાનો સજેલો શણગાર પણ આત્મા ઉપરથી ઉતરી ન જાય એવી સાવચેતી દરેક વિવેકીએ રાખવાની જરૂર છે.
સરળતાને ગુણ તરીકે દેખાડવાનો એ ભાવાર્થ તો નથી કે જેમ આવે તેમ સંકલ્પો કરવા, બાળકની માફક જેમ આવે તેમ અણસમજુપણે બોલવું, અને ગાંડાની માફક વિચારશૂન્યપણે પ્રવૃત્તિ કર્યા જવી; કેમકે વિવેકી પુરુષોને માથે એ તો ફરજ તરીકે રહેલું છે કે વિચાર કરવા પહેલાં પરોપઘાતક કે આરૌદ્રાદિકના વિચારો ન આવવા જોઇએ.
સપાપ, નિષ્ફર, અસભ્ય કે અનવસરનું વચન ન બોલાવું જોઇએ, તથા કોઈપણ પ્રાણીને ઉપઘાત કરનારી કે લોકલોકોત્તરમાર્ગથી વિરૂદ્ધપણાવાળી પ્રવૃત્તિ હોવી જોઇએ જ નહિ, પણ જેના હૃદયમાં સરળતાએ નિવાસ કરેલો હોય તેવો મનુષ્ય પોતાની મન, વચન, કાયાની પ્રવૃત્તિને તેવી રીતે ન કરે જેથી બીજાને યથાસ્થિત વસ્તુના સ્વરૂપથી વિપરીત ધારણા કરવાનું કારણ મળે. વિવેકી પુરુષોએ ઉપધાતક બુદ્ધિ છોડીને શ્રોતાના ઉપકારને માટે કરેલી પ્રવૃત્તિ
(અનુસંધાન ટાઈટલ પા. ૨)
Page #499
--------------------------------------------------------------------------
________________
Registered No.B 3047
223EE215
LOTUS
Page #500
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ ૪નું અનુસંધાન). કારણરૂપ અને ત્યાગધર્મના પ્રાણભૂત પ્રવ્રયાને અંગીકાર કરે છે.
ઉપરની વાત વાંચી વિચારીને સત્ય રસ્તે શ્રદ્ધા કરવાની જરૂર છે ને તે એ કે દુનિયાદારીના કોઈપણ દુઃખદ પ્રસંગને અંગે સંસારથી થતો વૈરાગ્ય અને પ્રવજ્યા પ્રત્યે થતો અનુરાગ એ આત્મકલ્યાણનો માર્ગ હોઇ શાનગર્ભિત વૈરાગ્યથી વિરોધી નથી પણ તેને પોષનાર જ છે. કેટલાક અજાણ અને સાચી શ્રદ્ધાથી દૂર રહેલા મનુષ્યો સંસારના તેવા દુઃખદ પ્રસંગના બહાને થયેલા સંસારવૈરાગ્ય અને પ્રવજ્યા અનુરાગને દુખગર્ભિત વૈરાગ્ય તરીકે ઓળખાવે પણ તે વાત વસ્તુતત્વ અને શાન સમજનારાઓએ અંશે પણ માનવા જેવી નથી. દુઃખગર્ભિત વૈરાગ્યના
સ્થાનો તો વિધવા થયેલી સ્ત્રી જેમ શરીર વસા અને આભુષણના શણગારને ચાહનારી છતાં માત્ર ધણીના વિયોગથી તે શણગાર કરવાનું મન કરતી નથી, સાતિભોજનમાં જવાની અભિરુચિ છતાં પણ ધણીના મરણથી થયેલા ઉદ્વેગની ખાતર તે જાતિભોજનમાં જતી નથી. બાળ વિધવાની સાસુ અગર માતા પણ પુત્રી અગર વધૂની વિષમ દશાને અંગે સંસારી મોજશોખના સાધનોથી મન ખર્યું નથી તો પણ તે સાધનોથી દૂર રહે છે. યાત્ર તારના મરણને અંગે સતી થવાના નામે ચિતામાં બળીને મરી જાય, પાણીના પ્રવાહમાં તણાઈને મરી જાય, અંગ ઉપર ઘાસતેલ છાંટી લુગડાં સળગાવી મરી જાય એ વિગેરે કાર્યો સંસારની અસારતાના અંગેના નહિ પણ સંસારની પ્રીતિ છતાં માત્ર બચ્ચાને એક ઈષ્ટ પદાર્થ ન મળે તો બીજા મળેલા ઈષ્ટ પદાર્થોને પણ લાત મારવા જેવી રીસાવાવાળી અજ્ઞાન દશા પ્રગટ કરવામાં આવતી હોય તેવીજ દશાને દુઃખગર્ભિત દશા કહેવાય પણ સંસારની વિચિત્ર દશા દેખતાં સંસાર ઉપરનો મોહ છૂટીને યથાસ્થિત આત્મકલ્યાણ અને તેનાં સાધનોની પ્રાપ્તિ તરફ જે વૈરાગ્યથી જવાય તેને શાનગતિજ કહેવો જોઈએ.
એમ ન માનીએ તો નારક કે તિર્યંચ ગતિના દુઃખો અગર ચારે ગતિની આપત્તિઓને વિચારવાથી થતો નિર્વેદ લક્ષણ સમ્યકત્વનો જે ગુણ તે પણ શાનગર્ભિતને અનુસરતો ગણાશે નહિ, માટે કોઈપણ બાહ્ય અગર અત્યંતર કારણોથી ચેતીને કર્મના શાયના કારણ તરીકે પ્રવજ્યાને આદરનારો મનુષ્ય શાનગર્ભિત વૈરાગ્યવાળીજ છે એમ માનનારી અને જાણનારોજ સમ્યગદર્શન અને સગુણાનવાળો છે એમ કહી શકાય.
Page #501
--------------------------------------------------------------------------
________________
હકક ર શ ક ક કિ હિત
છે
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ર-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्ह द्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલ તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્વારક.” દ્વિતીયવર્ષ. તે મુંબઈ, તા. ૧૨-૬-૩૪ મંગળવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૭ મો જ હિસીય વૈશાખ વદ ૦)) ( વિક્રમ , ૧૯૯૦
૦ આાગમ-હરણ, ૦.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ ભવ્ય શરીર નોઆગમ દ્રવ્યનિપાને માનવાની જરૂર. | નિક્ષેપો કરનારો કે માનનારો જેમ નામ અને સ્થાપનાથી વાસ્તવિક વસ્તુ અને તેના સ્વરૂપને યાદ લાવી શુભ ભાવનામાં લીન થાય છે, તેવી જ રીતે જ્ઞશરીર તરીકે જણાવેલા નોઆગમ ભેદને એટલેકે તાત્વિક વસ્તુને તાત્વિક વસ્તુપણાનો પર્યાય ચાલ્યો ગયો હોય તો
Page #502
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૩૪
૩૮૬
શ્રી સિદ્ધચક પણ તેના કારણપણા તરીકે જણાયેલી અને ઓળખાયેલી શરીર જેવી જડવસ્તુને દેખીને પણ શુદ્ધ ભાવયુક્ત થવાય છે. જેવી રીતે મહાપુરુષના નિર્જીવ કલેવરને દેખીને કે જાણીને શ્રદ્ધાયુક્ત સુજ્ઞ પુરુષ ભાવયુક્ત થાય છે તેવીજ રીતે જે શરીરમાં વાસ્તવિક પર્યાયને પ્રાપ્ત થનારો આત્મા વસ્યો હોય તે શરીરને દેખીને પણ શ્રદ્ધાયુક્ત સુજ્ઞ મનુષ્ય શુભ ભાવવાળો થાય છે એ વાત જગતમાં અનુભવસિદ્ધ છે. જો કે જ્ઞશરીર અને ભવ્ય શરીરમાં એટલો ફરક જરૂર પડે છે કે જ્ઞશરીરની આરાધના વખતે તે વાસ્તવિક ભાવપદાર્થના ગુણોનો પોતાને અનુભવ હોવાથી અને તે અનુભવ તે મહાપુરુષના શરીરદ્રારાએ જ થયેલો હોવાથી જ્ઞશરીરની આરાધનામાં વિશેષ બીજા કારણોની જરૂર રહેતી નથી, અને ભવિષ્યમાં વાસ્તવિક પદાર્થના પર્યાયને પામનારો જીવ અથવા તેનું શરીર એ બેમાંથી એકે વસ્તુનિક્ષેપો કરનાર કે માનનારની અનુભવદશામાં આવેલો નથી અને તેથીજ શરીરથી થતી ભાવના જેવી સ્ફર્તિ ભવ્ય શરીરને દેખીને તેને અંગે થતી ભાવનામાં આવતી નથી, અને તેથી જ્ઞશરીર નિક્ષેપાની જગતમાં જેટલી આરાધના પ્રવર્તે તેટલી ભવ્ય શરીર નામના નિક્ષેપાની આરાધના પ્રવર્તતી નથી, પણ જ્ઞશરીર જેવી ભવ્ય શરીરની આરાધના નહિ પ્રવર્તાવવામાં અગર તે બંનેની આરાધનામાં ફરક પડવામાં કારણપણા તરીકે દ્રવ્યનિપપામાં કોઈ જાતનો ફરક નથી; કેમકે જેવી રીતે અતીત પર્યાયોનું કારણ વર્તમાન દ્રવ્ય છે તેવીજ રીતે ભવિષ્યના પર્યાયોનું પણ કારણ વર્તમાન દ્રવ્યજ છે અને તે અપેક્ષાએ જ્ઞશરીર અને ભવ્ય શરીરના દ્રવ્યનિક્ષેપપણામાં કોઈ જાતનો ફરક નથી, તો પણ આરાધકની અજ્ઞાનતા જ્ઞશરીરપણામાં ન હોય તો પણ ભવ્ય શરીરપણામાં ઘણા ભાગે હોય છે, અને તેથી જ મૂળ વસ્તુના જ્ઞાનના પૂજ્યપણાને લીધે તેને કારણની પૂજ્યતા જે જ્ઞશરીરમાં આવે છે તે પૂજ્યતા ભવિષ્યના પર્યાયોનું જ્ઞાની પુરુષના વચનથી ભવિષ્યના પર્યાયોની ઉત્તમતા જણાય તો તેવી વખતે ભવ્ય શરીરરૂપી દ્રવ્યનિક્ષેપા તરફ પણ ભાવોલ્લાસ થયા વિના રહેતો નથી. તે જ ભવની અપેક્ષાએ ભવિષ્યની અવસ્થામાં કારણપણું જાણવાથી ભાવોલ્લાસ થાય છે, એટલું જ નહિ પણ ભવાંતરે થવાવાળી તેવી ઉત્તમ અવસ્થાના કારણપણાને જ્ઞાની ગુરુના વચનથી જાણનારો મનુષ્ય જરૂર ભાવોલ્લાસમાં આવે છે, અને તેથી જ ભગવાન મહાવીર મહારાજે મરીચિના ભવમાં ભવિષ્યમાં તીર્થંકરપણાની સ્થિતિ જાણીને હદ બહારનો હર્ષ ધર્યો હતો. વળી જંબુસ્વામીજીના ભાવમાં થવાવાળી ચરમ કેવળીપણાની દશાને જંબુસ્વામીજીનો જીવ દેવપણામાં હતો તે વખતે ભગવાન મહાવીર મહારાજે શ્રેણિક આગળ જણાવેલી સાંભળીને જંબુસ્વામીજીના પિતા રિખભદત્તના ભાઈ જે જંબુદ્વિીપના અધિષ્ઠાયક તરીકે અનાદત નામે દેવ તરીકે હતા તેઓએ પણ અપૂર્વ હર્ષ ધારણ કર્યો હતો. અર્થાતુ પહેલાંના એક કે અનેક ભવોમાં પણ
Page #503
--------------------------------------------------------------------------
________________
૩૮૦
તા.૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર ભવિષ્યના ભવોની ઉત્તમ દશા જાણવામાં આવતાં દરેક સુજ્ઞ શ્રદ્ધાવાન મહાપુરુષો હર્ષને ધારણ કરે છે, અને તેથી કદાચ એમ લાગે કે ભવ્ય શરીર નામનો દ્રવ્યનિક્ષેપો કરવા કરતાં ભવ્ય પર્યાય નામનો દ્રવ્યનિક્ષેપો કરવો તે અત્યંત યુક્ત હતું પણ ભવિષ્યના ભવોની સ્થિતિને વર્તમાન ભવોની સ્થિતિ સાથે મોટું આંતરૂં હોવાથી તેમજ સાંભળનાર કે જાણનારને તેવું નિયમિત સતત આરાધન કરવું અસંભવિત કે અશકય હોવાથી ભવ્ય પર્યાય નામનો નિક્ષેપો કર્યો નથી, પણ જે ભવમાં તેવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થવાની હોય છે તે ભવમાં જીવ જયારથી દાખલ થાય ત્યારથી તે ભવિષ્યના ઉત્તમ પર્યાયની અપેક્ષાએ આરાધક થાય છે. તેમજ ભવિષ્યના ઉત્તમ પર્યાયોના આરાધ્યપણાને લીધે તે ઉત્તમ પર્યાયોની પ્રાપ્તિ થવા પહેલાં પણ તેવાઓને મહાપુરુષ ગણી આરાધના કરવામાં આવે છે. આ જ કારણથી સમસ્ત ઈદ્ર મહારાજાઓ જિનેશ્વર ભગવાનના ગર્ભ, જન્મ અને દીક્ષારૂપી ત્રણ કલ્યાણકોની આરાધના સંપૂર્ણ ભાવથી કરે છે, એટલું જ નહિ પણ જિનેશ્વર ભગવાનના માતપિતાની પણ ભક્તિ ઈદ્રો તરફથી જે કરવામાં આવે છે તે પણ ભવ્ય શરીર નામના દ્રવ્યનિક્ષેપાને જ આભારી છે.
આ ઉપરથી જેઓ જિનેશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી ફળસાધક તરીકે તીર્થકર નામનો ઉદય થતો જાણીને કૈવલ્ય સિવાયની ભગવાન તીર્થંકરની ગર્ભથી કૈવલ્ય સુધીની અવસ્થાને દેવ તરીકે માનવા તૈયાર ન થતા હોય તેઓએ જિનેશ્વર ભગવાનના નિર્જીવ શરીરની થતી ભક્તિમાં દેવતત્વની આરાધ : ગણવી જોઈએ નહિ, બારીક બુદ્ધિથી જોનારને તો સ્પષ્ટ માલમ પડશે કે જ્ઞશરીરની અવસ્થા વખતે તો તીર્થકર નામકર્મ સર્વથા નાશજ પામેલું છે તેથી તે જ્ઞશરીરપણાની વખત તો તીર્થંકરપણું માનવું કેવળ કારણદ્વારાએ જ થાય છે, જે મારે ભવ્ય પર્યાયની અપેક્ષાએ તો ગર્ભાવતારથી તો શું પણ તેના ઘણા પૂર્વકાળથી તીર્થકર નામકર્મનો પ્રદેશોદય રહેલો જ છે, તો ભવિષ્યના પર્યાયને પામવાવાળા ઉત્તમ જીવના આધારભૂત ભવ્ય શરીરના આરાધનમાં ઘણીજ શ્રેષ્ઠતા માનવી જોઈએ, અને આજ કારણથી ગર્ભાવતાર, જન્મ અને દીક્ષા એ ત્રણ કલ્યાણકો પણ કેવળજ્ઞાન અને નિર્વાણની માફક અરિહંત દેવના જ કહેવાય છે, જો ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપાને ન માનીએ અને કેવળ કેવળજ્ઞાનીપણામાં ભાવ તીર્થકર માનીએ તે અવસ્થામાં જ દેવપણું માનીએ તો ભગવાન અરિહંત દેવના પાંચ કલ્યાણકો કહી શકાય જ નહિ, શાસ્ત્રકાર મહારાજાઓ તો ગર્ભ અવસ્થાની વખતે વર્ણન કરતાં જ કહે છે કે “સંયoff aઉમે ઋસિ મહાયો રા' એટલે કે મહાયશસ્વી અહંનું ભગવાન જે રાત્રિએ માતાની કુક્ષિમાં પધારે છે તે રાત્રિ સર્વ તીર્થકરની માતાઓ ગજવૃષભાદિક ચૌદ સ્વપ્નો દેખે છે, આ ઉપરથી ગર્ભાવતારની વખતે પણ શાસ્ત્રકારો પણ તીર્થકરની વખતે જણાવે છે. વળી “સમને ભાવે મહાવીરે વંવદત્યુત્તરે
Page #504
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૩૪
૩૮૮
' શ્રી સિદ્ધચક્ર ટોસ્થા' વિગેરે વાકયોથી શાસ્ત્રકાર દરેક તીર્થકરોને ગર્ભાદિક બધી અવસ્થામાં તીર્થકર તરીકે જણાવે છે એ સ્પષ્ટ છે, જેવી રીતે ભવ્ય શરીર દ્રવ્યનિપાની આરાધના કરવાનું કલ્યાણક, સ્વપ્ન, સ્વપ્ન સંબંધી નિર્દેશ અને જઘન્ય વિગેરે વાચનાના નિર્દેશોથી આરાધ્યતા માત્ર નક્કી થાય છે એમ નહિ પણ તેમની વિરાધના કે આશાતનાને અંગે પણ ભયંકરપણું દેખાડવામાં તીર્થકર કે તીર્થંકરની માતાનું પ્રતિકૂળ ચિંતવનારનું મસ્તક આર્યમંજરીની માફક સાત કટકાવાળું થશે એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે, એટલે ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપો જેવી રીતે તેની આરાધ્ય છે તેવી રીતે તેની આશાતના પણ વર્જવાની છે.
કદાચ એમ કહેવામાં આવે કે ગર્ભ અવસ્થાથી જો દેવ તરીકે માનવામાં આવે તો ભગવાન રિખવદેવજી મહારાજ વિગેરે આપેલા દેશરાજ્ય વિગેરે લેનારા તેઓના કુમારો તેમજ સર્વ તીર્થકર મહારાજાએ આપેલા સંવચ્છરી દાન વખતે તે દાનને લેનારા દેવો અને દાનવો અને માનવો દેવદ્રવ્યના ભોગી બની દોષપાત્ર કેમ ન બને ? આવું કહેનારાઓએ સમજવું જોઇએ કે ખુદ ભાવઅવસ્થામાં પણ અનેક અપેક્ષાએ અનેક સંબંધો રહી શકે છે તો પછી ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપાની વખતે ભિન્નભિન્ન સંબંધો રહે તેમાં આશ્ચર્ય શું છે ?
જો એમ માનવામાં ન આવે તો પંચમહાવ્રતપાલક અને શુદ્ધ સાધુતામાં રમણ કરી કેવળજ્ઞાનાદિક ગુણો પ્રાપ્ત થયે મહાપુરુષો મોક્ષે જાય ત્યાર પછી તેમના નિર્જીવ કલેવરને સાધુપણાને અનુચિત એવા સ્નાનાદિક સંસ્કારોથી કેમ શોભિત કરી શકાય ? અર્થાત્ જેમ જ્ઞશરીરમાં દેવ અને સાધુપણાની બુદ્ધિ છતાં પણ નિર્જીવપણાની સ્થિતિ ધ્યાનમાં રાખી સ્નાનાદિક સંસ્કારો કરી શકાય છે, તેમ ભવ્ય શરીરપણાની વખતે પણ તેવી રીતે અનેક સંબંધો ધ્યાનમાં રાખી દેવપણાને અંગે આરાધન કરવા પૂર્વક વિરાધનાનો ત્યાગ થાય અને સાંસારિક ફરજ તરીકે રાજ્યરિદ્ધિબાદિનું અર્પણ તથા સંવત્સરી દાનનું દેવું લેવું થાય તેમાં કોઈપણ જાતનું આશ્ચર્ય નથી, વળી ખુદ તીર્થકરોથી અનુજ્ઞાત થયેલા ઉપકરણાદિક વાપરવામાં આવે તેમાં ખુદ ભાવ તીર્થકરપણું છતાં પણ દેવદ્રવ્ય ભોગનો દોષ નથી.
વસ્તુતઃ જિનેશ્વર ભગવાનની પ્રતિમાની ભક્તિને ઉદ્દેશીને કરેલું, કહેલું, કલ્પેલું કે આવેલું દ્રવ્યજ દેવદ્રવ્ય કહેવાય છે અને તેના જ ભક્ષણને અંગે ચૈત્યદ્રવ્ય કે દેવદ્રવ્યના ભક્ષણ તરીકેનો દોષ ગણાય છે. એમ ન માનીએ તો ખુદ તીર્થંકર મહારાજના માટે બનાવેલા સમવસરણમાં કે દેવછંદામાં કોઈથી બેસી શકાશે નહિ.
ઉપરની હકીકતથી વિવેકી જ્ઞાનવાળો અને શ્રદ્ધાવાળો મનુષ્ય જ્ઞશરીર દ્રવ્યનિપાની માફક ભવ્યશરીર દ્રવ્યનિપાને પણ માનવાની જરૂર જોશે તે સ્વાભાવિક છે.
Page #505
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર
૩૮૯
- પૂર્વાચાયોંના ઉત્તમ ગ્રંથો મેળવવાનો અપૂર્વ અવસર.
. વિષષ્ઠીય દેશના સંગ્રહ... ૦- ૮-૦ ૨૦. પયરણ સંદોહ
...૧૨-૦ ૨. દશવૈકાલિક ચૂર્ણિ. .૪-૦ ૨૧. અહિંસાષ્ટક, સર્વશસિદ્ધિ, ઐન્દ્ર ૩. ઉત્તરાધ્યયન ચૂર્ણિ ૩- ૮-૦
સ્તુતિ ૪. અનુયોગ શૂર્ષિ હારિભદ્રવૃત્તિ...૧-૧૨.૦ ૨૨. પરિણામમાળા (લેજર પેપર પર) ૫. નંદી ચૂર્તિ હારિભદ્રવૃત્તિ ૧-૪-૦ ૨૨ પરિણામમાળા (હોઈગ પેપર પર) ...૧૦ ૬. નવપદ પ્રકરણ બૃહદ્વૃત્તિ ૩-૦ ૨૩ ૧૨૫, ૧૫૦, ૩૫૦ સ્તવન ૭. પ્રવચન સારોદ્વાર (પૂર્વાધ) ૩-૦૦ સાણી સહિત ૮. પ્રવચન સારોદ્વાર (ઉત્તરા) ૩-૦૦ ૨૪ રષિ ભાષિત ૯. પંચાશકાદિ મૂળ
૩-૦૦ ૨૫ પ્રજ્યા વિધાન કલકાદિ ૧૦. પંચાશકાદિ અકારાદિ -૩-૮-૦ ૨૬ પ્રત્યાખ્યાનાદિ વિશેષણવતી ૧૧. જ્યોતિષ્કકરંડક ૩- ~
વીશ વીશી ...૧-૪-૦ ૧૨. પંચ વસ્તુ
--૪-૦ ૨૭ વિશેષાવશ્યક ગાથાનકમ - ૩-૦ ૧૩. દ્રવ્યલોક પ્રકાશ
૧- ૮-૦ ૨૮ બારસાસૂત્ર (સચિત્ર) - ૧૨-૦૦ ૧૪. શોત્રલોક પ્રકાશ
૨-૦ ૨૯ સાધુ આવશ્યક ક્રિયાનાં સૂત્રો ૧૫. યુક્તિ પ્રબોધ
૧-૮-૦ ૩૦ આચારાંગ સૂત્ર... ૧૯. દશ પયશા
..૧-૮-૦ પુસ્તકાકાર. ૧૭. નંદી આદિ અકારાદિકમ - ૩૧ શ્રાદ્ધવિધિ (હિન્દી)
તથા વિષયકમ ...૧-૮-૦ ૩૨ જિનસ્તુતિ દેશના (હિન્દી) ૧૮. વિચાર રત્નાકર ...૨-૪-૦ ૩૩ મધ્યમસિહપ્રભા વ્યાકરણ ૧૯. વંદારૂવૃત્તિ
...૧-૪-૦ ૩૪ વસાવ સિદ્ધિ
ઃ કમિશન : ૧૦૦ -૧૨ાા ટકા. ૫૦. ૭ ટકા ૭૫ .૧૦ ટકા ૨૫.૫ ટકા
તુર્ત લખો - જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત, (ગુજરાત)
Page #506
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક
360
અમોઘદેશના
આગમોહ્યા
દેશનાકાર)
word ન્દિી
નાથજી
દdE..
of sel
સદણs.
દેવ, ગુરુ અને ધર્મ.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન હરિભદ્રસૂરિજી ભવ્ય જીવોના ઉપકાર માટે “અષ્ટકજીપ્રકરણ” કરતાં થકા જણાવી ગયા કે-આ જીવ અનાદિકાળથી સંસારરૂપ મહાન અટવીમાં રખડયા કરે છે. એ મહા ભયંકર સંસાર અટવીના ભ્રમણમાંથી બચવા માટે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રિપુટીની સાધના એજ સર્વોત્તમ ઉપાય છે. દેવને આલંબનરૂપ માનવા, ધર્મમાં પ્રવર્તતા અને ધર્મમાર્ગનું દર્શન કરાવતા ગુરુને પણ આલંબનરૂપ માનવા અને ધર્મને મુખ્ય સાધનરૂપ માનવો. જ્યાં સુધી આવા પ્રકારની દૃષ્ટિપૂર્વક એ પરમ પવિત્ર ત્રિપુટીની આરાધના કરવામાં ન આવે ત્યાં લગી દેવાદિને સામાન્ય રીતે બાહ્ય રીતે-માનનારો હોવા છતાં વાસ્તવિક રીતે એનો માનનારો નથી થઈ શકતો. સોનાને સોનું માને અને પિત્તળને પિત્તળ માને, પિત્તળના પીળા ચળકાટથી અંજાઇને સોનું માનવાની ભૂલ ન કરે એટલેકે શુદ્ધ દેવાદિને શુદ્ધ-સાચા-તરીકે માને અને કુદેવાદિકને કુદેવસ્વરૂપે ઓળખે એનું નામ સાચી દૃષ્ટિવાળો કે સમકિતિ. સાચાને સાચું માનવું અને ખોટાને ખોટું માનવું અને આ પ્રમાણે માનનાર જ સાચો માણસ ગણાય એ વાતમાં કોઇના પણ બે મત હોય જ નહિ. ખરી વાત તો એ છે કે સાચું શું અને ખોટું શું ? અને એ સાચા અને ખોટામાં-એ શુદ્ધ દેવાદિમાં અને કુદેવાદિકમાં ફરક શો ? આ પ્રશ્નો ઉત્તર મેળવવા માટે આપણે એ વસ્તુઓ પરત્વે જ વિચાર કરીએ કે -સુદેવાદિકને સુદેવાદિક તરીકે શા માટે માનવામાં આવે છે ? અને કુદેવાદિકને કુદેવાદિ તરીકે કેમ ગણવામાં આવે છે ? કારણ એકજ કે-સુદેવમાં જે જેનું અસ્તિત્વ મળે છે એ બધા ગુણ છે અને જેટલી વસ્તુઓ એમનામાં નથી મળતી એટલે કે જે એમણે ટાળી દીધી છે એ બધી અવગુણરૂપે હતી. જ્યારે કુદેવમાં આ પ્રમાણે એકાંત ગુણોનું જ દર્શન નથી થતું, અને આજ એ સુદેવાદિમાં અને કુદેવાદિકમાં મહાન-મૌલિક-ફરક, અને એ ફરકમાં જ એમના મહત્વની રક્ષા છે.
Page #507
--------------------------------------------------------------------------
________________
૩૯૧
તા.૧૨--૩૪
શ્રી સિદ્ધચક સુદેવ.
ઉપર કહ્યા પ્રમાણે સુદવેમાં જે છે તે બધું ગુણરૂપ અને જે એમણે ટાળી દીધું છે એ અવગુણરૂપ છે એમ માનવા વગર જો એમની ઉપાસના કરવામાં આવે તો તે હોળીનો રાજા ઉભા કર્યા જેવુંજ લેખાય, કારણકે એમણે છોડેલા આરંભાદિકને ખરાબ ન માનીયે તો એમને તન્નાઇ તારા વિગેરે શાથી માનવા ? વળી શ્રી તીર્થકર ભગવાનની, તેમને સુદેવ માનીને, પૂજા, ભક્તિ કરીએ છીએ તે શું ધારીને? કેવળ એક જ કારણને લીધે કે-એમણે જે અઢાર વસ્તુઓને દૂર કરી હતી તે મહાભયંકર હતી અને ભવભ્રમણરૂપ કાર્યને કરવામાં મુખ્ય હાથારૂપ હતી. એ અયારે ભયંકર વસ્તુઓ એમણે ટાળી દીધી એટલે એ સુદેવ થયા. એમણે એ હાથો ભાંગ્યો અને ભવભ્રમણનો નાશ થયો, અને એ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયા અને સુદેવ થયા. ત્રણે જગતમાં આ પ્રમાણે એ મહા ભયંકર અઢાર દોષોને ટાળનાર મહાપુરુષ જ બીજાઓને એ દોષો ટાળવાનો માર્ગ બતાવી શકે બીજો નહિ. ભલા સ્વયં ડૂબનાર માણસ બીજાને તારી પાર ઉતારે એ વાત કદી બને ખરી કે ? રોગની ભયંકરતાઃ-વૈદ્યની મહત્તા.
વળી જ્યાં સુધી આપણને રોગની ભયંકરતાનું ભાન નથી હોતું ત્યાં લગી એ રોગને હઠાવનાર વિદ્યની ખરી કિંમત આપણે નથી જ આંકી શકતા. એ જ પ્રમાણે એ અઢાર દોષની ભયાનકતા આપણા ખ્યાલમાં ન આવે ત્યાં સુધી એ દોષાને દૂર કરનાર દેવની પણ કોડી જેટલી જ કિંમત ગણાય. જે દેવાધિદેવે દૂર કરેલા એ અઢાર દોષો ભયાનક ન હોય તો એ દેવ પણ તે જ વગરના હીરા બરોબર-પત્થર બરાબર કે પાણી વગરના મીણીયા મોતી બરોબર જ છે. શત્રુના બળવાનપણામાં જ જિતનારના વિજયની મહત્તા સમાયેલી હોય છે. એટલે ટૂંકમાં, એ અઢાર દોષની મહાભયંકરતામાં જ દેવાધિદેવની મહત્તા સમજવી.
આ જગતમાં એવા માણસો મળી આવે છે કે જે અનંતયોધી ગણાય છે, કેટલાક સહસ્ત્રયોધી લેખાય છે, ત્યારે કેટલાક શતયોધી લેખાય છે, પરન્ત દેવાધિદેવ શ્રીતીર્થકર મહારાજે જે અઢાર દોષોને હઠાવ્યા છે એ એક એક દોષને હઠાવવાનું બળ પણ એ શોધી સહસ્ત્રયોથી અને અનંતયોધી કરતાં કયાંયગણું અધિક છે.
સુદેવની મહત્તા કયાં?
આવા મહાન અતિ પરાક્રમી અને પરમ પવિત્ર દેવને માનવા છતાં પણ જો આપણા હૃદયમાં એ મહાન શત્રુસ્વરૂપ અઢાર દોષોમાંના એકાદ દોષ માટે પણ જો સારાપણાની લાગણી રહે તો એમાં આપણા દેવનું મુંડાપણું છે. આપણા તીર્થકર દેવની ખામી છે. એ તમામ દોષો માટે આપણા હૃદયમાં અણગમાની લાગણી પેદા કરવી અને એ દોષોમાં પડતાં
Page #508
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૩૪
૩૯૨
શ્રી સિદ્ધચક્ર આપણને બચાવી લેવા એમાં જ આપણા દેવનું દેવત્વ, પણ આ તો થઈ દેવના દેવત્વની વાત. આમાં આપણા માટે પણ એક કાર્ય કરવું બાકી રહે છે અને તે એ કે એ અઢાર દોષની મહા ભયંકરતા સમજવી. સમજો કે એક મનુષ્યને કોર્ટ તરફથી ફાંસીની સજા થઈ, એ માણસે એ સજા સાંભળી લીધી, અને કોઇપણ પ્રકારની બચવાની ભાવનાની લાગણીઓ ન બતાવી; છતાં એક બાહોશ વકીલે પોતાના યશની ખાતર ઉપરની કોર્ટમાં કેસ લઈ જઈને પોતાના પાંડિત્યથી એ સજા રદ કરાવી. ખરેખર આવો પ્રસંગ એક અપૂર્વ અને અતિ આનંદનો પ્રસંગ લેખાય ! છતાં એ પેલા સજા પામેલા માણસને લેશ પણ આનંદ નથી થતો; કારણકે એને જીવન શું એનું ભાન નથી. જિંદગીમાં શું સુંદરતા છે એનો કદી એણે અનુભવ કર્યો નથી. આ મનુષ્યદેહ કેટલો અમૂલ્ય છે એ વાત એ જાણતો નથી, અને મૃત્યુ એ કેવી ભયંકર વસ્તુ છે એ પણ એને ખબર નથી. જ્યારે ખરી જીવનની મહત્તા તો મૃત્યુની ભયંકરતામાં જ છે. ઠીક એજ પ્રમાણે એ અઢાર દોષોની ભયંકરતા સમજવામાં જ એનાથી છોડાવનાર દેવાધિદેવની પણ આપણે મહત્તા સમજી શકીએ છીએ. જ્યારે સ્વપ્રમાં પણ એ અઢાર દોષો પ્રત્યે આપણે તિરસ્કારની લાગણીઓજ અનુભવીયે તો સમજવું કે આપણું સમ્યકત્વ એ સાચું સમ્યકત્વ છે અને જો સ્વપ્નામાં પણ એ દોષમાંના એકાદ દોષનું સેવન કરતાં પણ જો આપણે આનંદ અનુભવીએ તો સમજવું કે આપણું સમ્યકત્વ એ સાચું સમ્યકત્વ નથી પણ એ સમ્યકત્વનો પડછાયો છે અને સાચા સમ્યક્ત્વમાં ને આપણામાં હજુ છેટું છે. માનો કે તમારા ઘરે એક પુત્રરત્નનો જન્મ થયો. એની ઉંમર સાત વરસની થઇ. એ તમારા કુટુંબના સંસ્કારના આધારે હંમેશાં શ્રીજિનેશ્વર ભગવાનને દેવ તરીકે અને સાધુ-મુનિરાજને ગુરુ તરીકે માને-પૂજે છે; મહાદેવ આદિક અન્ય દેવોને નમસ્કાર કરતો નથી; સંન્યાસી આગળ માથું નમાવતો નથી; મિથ્યાત્વીઓએ પ્રરૂપેલા વ્રતવ્રતોલા કરતો નથી; સુદેવને માને છે; કુદેવને નથી માનતો; આટલું બધું છે છતાં જ્યાં સુધી એ અઢાર દોષની ભયંકરતા, ભવભ્રમણના કાર્યમાં એ હાથરૂપ છે એ વાત, અને એ મહાઅનર્થકારી દોષો હઠાવવાના કારણે દેવમાં દેવત્વ આવ્યું છે એ વાત એ બાળક જ્યાં સુધી બરાબર નથી સમજતો ત્યાં સુધી એનું સમ્યકત્વ સાચું અને પાકું ન કહેવાય, અને એ તીર્થકર મહારાજનું સાચું મહાભ્ય ન સમજી શકે. તીર્થકર મહારાજાઓના કુળને આશ્રીને એવો નિયમ છે કે એમના કુળમાં કોઇપણ અભવ્યનો જન્મ ન જ થાય પરંતુ આપણા જેવા સાધારણ મનુષ્યો માટે એવો નિયમ નથી. આપણે ત્યાં જન્મેલું બાળક આપણી દેખાદેખી દેવદર્શન વિગેરે ધાર્મિક ક્રિયાઓ કરે અને આપણે કહેલા દેવને સુદેવ માને છતાં એટલા માત્રથી એ અભવ્ય ન જ હોઈ શકે અને આપણે ત્યાં જન્મેલ બાળક પણ ભવ્યજ હોય એવો નિયમ નથી થઈ શકતો. જ્યાં સુધી એ બાળક ઉપર કહ્યા પ્રમાણે ભવની ભયંકરતા અને એના મુખ્ય કારણરૂપ અઢાર દોષને
Page #509
--------------------------------------------------------------------------
________________
૩૯૩
શ્રી સિદ્ધચક
તા.૧૨-૬-૩૪
ન માને, અને એ અઢાર દોષ દૂર કરવાને કારણે જ તીર્થકર ભગવાન સુદેવ તરીકે મનાય છે એ વાત ન સમજે ત્યાં લગી એનામાં સમકિતની ભજન જ કહેવી. દેવની પૂજા શા માટે?
આ સ્થાને એક વસ્તુ જરૂર વિચારણીય છે કે સંસારનો એ નિયમ છે કે “કરે તે પામે” જે માણસ કાર્ય કરે તે કાર્યનું ફળ પણ એજ માણસને મળે છે. તો પછી એ તીર્થકર, ગણધરોને શા માટે માનવા? ભલે એઓ પોતે અનંત ગુણના ધારક હોય છતાં જ્યારે એક બીજાના ગુણોનું સંક્રમણ નથી થઈ શકતું તો એમના એ અનંતગુણોમાં આપણું શું વળવાનું? અને તો પછી એમની પૂજા-સેવા પણ શા સારુ કરવી ? વળી મહાવીર ભગવાન સિવાયના બીજા ત્રેવીસ તીર્થકરોને આપણે પણ શું લાગે વળગે ? મહાવીર પરમાત્માએ તો આપણને ધર્મનો માર્ગ બતાવ્યો અને આપણા છેલ્લા ઉપકારી તરીકે એઓ છે અને તેથી તેમની પૂજાસેવા કરીએ એ તો ઠીક પણ બીજા ત્રેવીસ તીર્થકરોએ કયાં આપણા ઉપર કોઇપણ માર્ગ બતાવીને સીધો ઉપકાર કર્યો છે કે જેથી એમની પૂજા વિગેરે કરીએ? આ બધી શંકાઓનું સમાધાન એક વાતમાં જ આવી જાય છે કે આપણે સંસાર વ્યવહારમાં પણ એક વીર પુરુષનું વીર તરીકે બહુમાન કરીએ છીએ તે કોઈ વ.ત્તિથી દોરાઈને નહિ પણ એના એ વિરતાના ગુણથી આકર્ષાઈને. માનસશાસ્ત્રના અભ્યાસીઓ એ વાત સાફ રીતે જાહેર કરે છે કે મનુષ્ય માત્રમાં અરે (કદાચ) પ્રાણીમાત્રમાં ગુણ પ્રત્યે આકર્ષણની ઉચ્ચ વૃત્તિ રહેલી છે. ઠીક આ જ વૃત્તિના લીધે આપણે એ મહાપુરુષોને મહાન માનીને એમની દેવ તરીકે પૂજા કરીએ છીએ. એમની પૂજા કરીને સીધી રીતે એમની પોતાની પાસેથી આપણે આપણી સ્વાર્થવૃત્તિનું પોષણ કદી માંગતા જ નથી. આપણે સમજીએ છીએ કે એ અઢાર દોષો મહાન ભયકંર દુશ્મન છે અને શ્રીતીર્થકર ભગવાને એ મહાન દુશ્મનને મારી હઠાવ્યો છે, અને તેથી એમની આત્મિક મહત્તા સમજીને આપણે કુદરતી રીતે એમની પ્રત્યે આકર્ષાઇએ છીએ અને એમને આપણા પરમ તારક દેવાધિદેવ માનીને એમની પૂજા, સેવા કરીએ છીએ. જ્યારે વસ્તુ સ્થિતિ આવી છે તો એ તીર્થકર દેવો આપણું સીધું ભલું કરે યા ન કરે છતાં આપણે એમને પૂજવાના જ અને તેથી જ આપણે કેવળ મહાવીર દેવની જ આપણા સીધા ઉપકારી તરીકે પૂજા ન કરતાં પોતાના આત્માના અસલી સ્વરૂપને મેળવનાર દરેક તીર્થકર મહારાજની પૂજા કરીએ છીએ. ગુણપૂજાઃ અનાદિ તત્વની મુદ્રા.
આ પ્રમાણે વ્યક્તિપૂજાના બદલે ગુણપૂજા માનવામાં જ જૈનશાસનની ખરી મહત્તા અને વિશેષતા છે. કોઈપણ વ્યક્તિ વિશેષ પરત્વેના પક્ષપાતને જૈનશાસન સારો નથી જ
Page #510
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૩૪
૩૪
શ્રી સિદ્ધચક્ર ગણતું. એણે તો હમેશાં ગુણવાન પુરુષોની જ પૂજાનો આદેશ કર્યો છે. નમો અરિહંતાઈ જૈનોનું એ મહાન સૂત્ર આ વાતની સાક્ષીરૂપ છે. કદી પણ “નમો શ્રેષમ' કે “નમો મહાવીરસ' નથી લખ્યું, પરંતુ અરિહંત માત્રની ઉપાસનાનો આદેશ કર્યો. જ્યારે બીજા દર્શનોમાં તો ‘નો મહાદેવાય' વિગેરે વાક્યો લખીને વ્યક્તિપૂજાને મહત્વ આપ્યું છે. ગુણનિષ્પન્ન નામ કોઇપણ માણસને કોઇપણ કાળમાં લાગુ થઈ શકે છે જ્યારે વ્યક્તિવાચક નામ એક વ્યક્તિને જ અને અમુક સમયમાં જ લાગુ થઈ શકે છે. “નમો અરિહંતા” એ ગુણનિષ્પન્ન વ્યક્તિઓની પૂજાનો આદેશ કરતું એ પરમ પવિત્ર વાકય જૈનધર્મના અનાદિતત્વને બહુ સારી રીતે બતાવી શકે છે. અરિહંતના ગુણ ધારક વ્યક્તિ ગમે તે હોઈ શકે છે અને એ ગમે તે કાળમાં થઈ શકે છે. એના માટે કોઈ વ્યક્તિ વિશેષ કે કાળની મર્યાદા હોતી જ નથી અને એવી મર્યાદા જ્યાં ન હોય ત્યાં અનાદિ તત્ત્વ આપોઆપ આવી જાય છે. વિષ્ણવે નમ:' કે “મહાદેવાય નમઃ” જેવાં વાકયો કહ્યા પછી બધા કાળમાં વિષ્ણુ અને મહાદેવ કયાંથી લાવવા ? અરિહંત તો કોઈ વ્યક્તિ કે તીર્થંકર વિશેષનું નામ નથી એટલે એ તો ગમે ત્યારે મળી શકે. વ્યક્તિ અને જાતિના આધારે અનાદિ તત્વની વિચારણામાં તો અતિવાળાજ અનાદિ સિદ્ધ થાય.
આ સ્થાને જરૂર કોઈક એ પ્રમાણે પૂછે કે-જૈનધર્મ અનાદિ કેમ? ત્યારે આ પ્રશ્ન કોર્ટના ફરીયાદી ને આરોપીના જેવો થઈ જાય છે, કોર્ટની લડાઈમાં પુરાવા રજુ કરવાનો બોજો ફરીયાદી માથે જરૂર રહે છે, પરંતુ કેટલાક એવા પુરાવાઓની જરૂર રહે છે કે જેનો બોજો આરોપી માથે જ હોય છે. હું અમુક સ્થાનમાં અમુક સમયે હાજર ન હતો એ વાત પુરવાર કરવા માટે એણે અનેક પ્રમાણો આપવા પડે છે. એ જ પ્રમાણે જેનધર્મ અનાદિ નથી એ પ્રમાણે કહેનારે સાબીત કરવું જોઇએ કે આ ચોવીશી પહેલાં કે અમુક સમય પહેલાં એટલે કે જ્યારથી તે જૈનધર્મની આદિ થયેલી માનતો હોય તે પહેલાં કોઈપણ વ્યક્તિ રાગદ્વેષથી રહિત થઈ નથી, અને સાથે સાથે અમુક સમયથી જ દેવોને પણ પૂજ્ય એવી વ્યક્તિ જન્મવા માંડી; અમુક કાળથી જ કર્મનો નાશ કરનાર પુરુષ પેદા થવા લાગ્યો; એ સમય પહેલાં કોઈએ પોતાનાં કર્મોનો નાશ કર્યો નથી; આ અને આવી અનેક બાબતો પહેલાં નક્કી કરવી પડે છે. જ્યારે બીજી તરફ આપણે એ પરધર્મી વ્યક્તિને વિષ્ણુની ઉત્પત્તિનો સમય પૂછીએ તો એણે જવાબ આપવો પડે છે કે અમુક કાળમાં અમુક દિવસે અમુક ક્ષણે વિષ્ણુ ભગવાનનો જન્મ થયો હતો અને એ સમય પહેલાં વિષ્ણુ હતા નહિ. નો રિહંતાપ નો ઉચ્ચાર કરતાં કોઈપણ વ્યક્તિ વિશેષની આદિ માનવી પડતી નથી, એટલે જૈનધર્મનું અનાદિપણું સ્વયંસિદ્ધ બની જાય છે.
Page #511
--------------------------------------------------------------------------
________________
૩૫
શ્રી સિદ્ધચક્ર
તા.૧૨-૬-૩૪
જૈનધર્મ સ્વભાવ ધર્મ.
બીજું જૈનધર્મ એ કોઈ નવી ચીજ નથી. જીવને જીવ, અજીવને અજીવ, બંધને બંધ અને મોક્ષને મોક્ષ માનવો એનું જ નામ જૈનધર્મ, અને આ વસ્તુઓ જ્યારે સ્વાભાવિક જ છે તો પછી એ સ્વભાવ ધર્મને માનનાર જૈનધર્મ એ નવી ચીજ કેવી રીતે હોઈ શકે? એ તો વસ્તુઓના સ્વભાવમાં જ માનનારો છે. જ્યારથી સ્વભાવનું અસ્તિત્વ છે ત્યારથી જ જૈનધર્મનું પણ અસ્તિત્વ છે. એવો કોઇપણ સમય ન હતો કે જ્યારે જીવને જીવરૂપ અને આશ્રવને આશ્રવરૂપ ન માનવામાં આવતા હોય. એ તો સદાકાળમાં જીવ જીવરૂપ જ હતો અને આશ્રવ આશ્રવરૂપે જ મનાતો એ જ પ્રમાણે એ અઢાર મહાભયંકર દોષોને ભયંકર માનનાર અને એ દોષોને હઠાવનાર પણ એ દોષોના જેટલા જ પુરાતન છે. એ અઢાર દોષને હઠાવનાર કોઈ વ્યક્તિ થઈ જ નથી એમ તો ન જ કહી શકાય; કારણકે બંધને બંધસ્વરૂપ અને મોક્ષને મોક્ષસ્વરૂપ માનવા છતાં એ અઢાર દોષોનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ ન માનવામાં આવે તો વસ્તુસ્થિતિથી ઉલટું માન્યું કહેવાય, કારણકે જ્યાં બંધાવાનું હોય છે ત્યાં મૂકાવાનું પહેલાં હોય છે અથવા તો મૂકાવાના આધારે જ બંધાવાના બંધાવા તરીકે ઓળખવામાં આવે છે, કારણકે દરેક શબ્દો સાપેક્ષ રહીને જ ૨ ના વૃતિ કરે છે. એટલે મોક્ષને નહિ માનવામાં વસ્તુસ્થિતિથી ખસી જવાય છે અને પહેલાં સિદ્ધ કરેલ અનાદિ તત્વને માનવામાં અડચણ ઉભી થાય છે. વસ્તુસ્થિતિ ઉપર કાયમ રહીએ તોજ આપણે ધર્મને માની શકીએ છીએ. એટલા માટે સર્વ ચોવીશીના અને સર્વવીશીના તીર્થકરોએ, એ અઢાર દોષોનો નાશ કરીને મુક્તિને મેળવી છે અને એટલા જ માટે આપણે એમને સુદેવ તરીકે માનીએ-પૂજીએ છીએ. સાચી ભક્તિ.
અ સુદેવની પૂજા-ભક્તિ કોઇપણ પ્રકારના સ્વાર્થથી દોરાઈને નથી કરવામાં આવતી. મને કંઈક ફળ આપે’ એ આશાએ પૂજા કરવામાં આવે તો એ સાચી પૂજા જ ન ગણાય. પૂજા તો હંમેશાં ગુણોની જ હોય છે અને ગુણોની પૂજામાં કદીપણ સ્વાર્થવૃત્તિની ગંધ સરખી પણ નથી આવી શકતી; કારણકે પોષણના આલંબનની ભક્તિ એ ભક્તિ નથી પણ ભક્તિનો આભાસ છે. ગુણના આલંબનની ભક્તિમાંજ સાચું ભક્તિપણે રહેલું છે, અને એટલાજ માટે “નમો અરિહંતા” ના બદલે “નમો વ સવા” “નો ધમ્મકથા” વિગેરે ન કહ્યું.
તીર્થકર ભગવાનને નમસ્કાર કરતી વખતે “એમણે સાચા માર્ગનો ઉપદેશ કર્યો” એ વાત ભાવવાની હોય છે; સિદ્ધ ભગવાનના નમસ્કારમાં એમના અવિનાશીપણાનો વિચાર કરવાનો હોય છે. આચારોનો ઉપદેશ આપવા માટે આચાર્યને નમસ્કાર, અધ્યયન-અધ્યાપન કરાવવાના લીધે ઉપાધ્યાયને નમસ્કાર, સહાય કરનાર હોવાના લીધે સાધુને નમસ્કાર, એ પ્રમાણે
Page #512
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક
૩૬
નમસ્કારમાં તો નમસ્કાર કરનારની સ્વાર્થવૃત્તિ આવી જાય છે એવું કેમ ? મહાનુભાવો !
જ્યાં કોઈપણ ઠેકાણે “મમ” શબ્દ ન આવતો હોય ત્યાં મમત્વ કે સ્વાર્થવૃત્તિ કેમ આવી શકે? “મને માર્ગ બતાવ્યો”, “મને અવિનાશીપણું મળે”, “મને આચાર બતાવે”, “મને ભણાવે” કે “મને સહાય કરે” એમ પોતાપણું બતાવીને કોઈપણ સ્થાને નમસ્કાર નથી કરાતો, પણ એ કાર્યરૂપ એમનામાં ગુણ હોવાના લીધે આપણે એમના એ ગુણને લઇને એમને નમસ્કાર કરીએ છીએ, અને ગુણના પૂજનમાં તો સ્વાર્થવૃત્તિ હોઇજ કેમ શકે?
દેવાધિદેવની ભક્તિ એ ગુણના આલંબનની જ હોય છે એ વાત ખુબ સાફ રીતે બતાવી છે છતાં એ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાય એટલા માટે એક વધુ ઉદાહરણ લઈને આપણે એનો વિચાર કરીએ. એ વાત આપણે પહેલાંજ કહી ગયા કે તીર્થકર ભગવાન દેવાધિદેવ અનાદિ કાળના છે, અને આપણો આત્મા પણ આ સંસારચક્રમાં અનાદિ કાળથી ફેરા મારી રહ્યો છે. આપણે જ્યારે “નમો અરિહંતા” કે એવું કોઇપણ ગુણનિષ્પન્ન નામ બોલવા પૂર્વક કોઇને નમન કરીએ છીએ તો એ નમન એવા ગુણવાળી અનાદિ કાળની દરેક વ્યક્તિને લાગુ પડે છે. જ્યારે બીજી તરફ આપણે ઘણા કાળ સુધી નિગોદમાં હતા અને આપણને દેવ-ગુરુ-ધર્મનું નામમાત્રનું ભાન પણ ન હતું, અને એ વખતના વર્તમાન તીર્થકરોએ આપણા ઉપર કોઇપણ પ્રકારનો સીધો ઉપકાર પણ નથી કર્યો. છતાં આપણે એમને કેમ નમસ્કાર કરીએ છીએ ? એટલા માટે જ કે આપણા નમસ્કાર તે સ્વાથશ્રિત નથી પણ ગુણાશ્રિત છે અને એવી ગુણવાન વ્યક્તિ ગમે ત્યારે થઈ હોય છતાં આપણે તેને નમસ્કાર કરીએ છીએ. વળી બીજી તરફ એક એકાવતારી આત્મા આખી ચોવિશી પર્યત સંસારમાં રખડવાનો નથી એ વાત બિલકુલ સાચી છે છતાં એ ભવિષ્યકાલીન તમામ તીર્થકરોને શા માટે નમસ્કાર કરે છે ? આપણે કહેવું પડશે કે એમના ગુણોનો વિચાર કરીને જ એ એમને નમસ્કાર કરે છે. ગૌતમસ્વામી ઉપર પરમાત્મા મહાવીર દેવનો ઉપકાર હતો એટલા માટે ત્યાં આરાધ્યતા નથી પરંતુ પરમાત્માએ સંસાર આખાને મોક્ષનો માર્ગ બતાવ્યો એ એમના ગુણ માટે આરાધ્યતા છે. કર્મરાજાના હથિયાર.
આપણે પહેલાં કહી ગયા કે રોગની ભયંકરતામાં જ વૈદ્યની મહત્તા છે તેમ અઢાર દોષની ભયંકરતામાં જ અરિહંત ભગવાનની મહત્તા છે. એ ભયંકરતાના ભાન વગર અરિહંત ભગવાનનું સાચું મહત્વ આપણે સમજી શકતા નથી, અને જ્યાં સુધી એક વસ્તુનું સાચું મહત્વ શામાં છે એ વાત લક્ષ્યમાં ન આવે ત્યાં સુધી બધું છાર ઉપરના લીંપણ જેવું જ સમજવું, પણ એ અઢાર દોષો આવ્યા ક્યાંથી? આપણે જાણીએ છીએ કે આ સંસારલીલા
Page #513
--------------------------------------------------------------------------
________________
૩૯૦
શ્રી સિદ્ધચક
તા.૧૨-૬-૩૪
એ આખી કૃતિ કર્મરાજાની છે. જ્યાં સુધી આત્મસ્વરૂપ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને કર્મરાજાના હુકમને આધીન રહીને એ જેમ નચાવે એમ નાચવું પડે છે. આ અઢાર દોષો પણ એ કર્મનું જ પરિણામ છે. જેમાં હથિયાર વગરનું લશ્કર નકામું છે એ પ્રમાણે કર્મરાજા પણ પોતાના મુખ્ય પાંચ હથિયારો ન હોય તો બવહીન બની જાય છે. એ પાંચ હથિયારોના બળે કરીને જ એ જીવને પોતાને આધીન રાખે છે અને પોતાના મનમાં ફાવે એ રીતે ખેલ કરાવે છે. એ પાંચ હથિયાર કયાં? હિંસા, અસત્ય, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહ. ક્રોધ, માન, રાગ, દ્વેષ વિગેરે બધાય દોષરૂપ છે ખરા, પરંતુ એ બધાય હિંસાદિકદ્વારા જ પોતાનું ફળ મેળવે છે. એટલે કે એ ક્રોધ, માન વિગેરે બધા માત્ર પરિણામરૂપ જ છે જ્યારે કર્મરાજાના મહાન હથિયારરૂપ આ પાંચ તો પરિણામ અને પ્રવૃત્તિ ઉભયરૂપ છે. એટલે એ અનર્થ કરવામાં ખામી જ શા માટે રાખે? વિચાર કરવાની સ્વતંત્રતા હોય અને એ વિચારને અમલમાં મૂકવાની પૂર્ણ છૂટ હોય એટલે પછી પૂછવું જ શું? અને એટલા જ માટે હિંસાદિક પાંચને કર્મરાજાના મુખ્ય હથિયાર કહ્યા. દુશ્મનના મુખ્ય હથિયાર પડાવી લ્યો એટલે પત્યું. પછી ભય રાખવાને કંઈ કારણ નથી. બસો હથિયાર વગરનાને એક વાડામાં પુરો અને એ બસો જેટલાના રક્ષણ માટે માત્ર બેજ હથિયારબંધ માણસો ગોઠવી દ્યો. એ બસોય માણસો ઉપર એ બે માણસો સત્તા જમાવી દેવાના. આ ઉપરથી હથિયારમાં કેટલું મહત્વ છે એ બહુ સારી રીતે સમજી શકાય એમ છે. કર્મરાજાના હથિયાર ગયા એટલે એ પણ બિચારો-બાપડો કંગાળ બની જવાનો. સત્તાવીશમાંથી સાત જતાં બાકી રહે મીઠું
શાસ્ત્રકાર મહારાજા કહી ગયા કે અઢાર મહા ભયંકર દોષોમાં હિંસાદિક પાંચજ મુખ્ય હથિયારરૂપ છે અને એ પાંચના અભાવમાં બીજા બધાય સેનાપતિ વગરના સૈન્ય જેવા સાવ નકામા થઈ જાય છે, અને એટલા જ માટે માત્ર આ પાંચજ ત્યાગ કરવાથી પંચમહાવ્રત ધારીને નિરાશ્રવ કહેવામાં આવે છે. નિરાશ્રવનો જો આપણે અર્થ કરીએ તો “જેને આશ્રવ નથી, અર્થાત્ “આશ્રવ વગરનો” એવો થાય છે, અને કુલ આશ્રવના દ્વાર બેતાલીશ છે. જેમાં હિંસાદિક પાંચનો પણ સમાવેશ થાય છે, અને તેથી જે બેતાલીશ આશ્રવને દૂર કરે એને જ નિરાશ્રવ કહી શકાય. છતાં માત્ર આ પાંચજ ત્યાગ કરવાથી બીજા સાડત્રીસ આશ્રવ હૈયાત હોવા છતાં સાધુને નિરાશ્રવ કહી દીધા એ ઉપરથી આ પાંચમાં કેટલું બળ રહેલું છે એ આપણે બરાબર સમજી શકીએ છીએ. બેતાલીશમાંથી પાંચ ગયા એટલે લગભગ બધા ગયા જેવા જ સમજવા. આ તો પેલા સત્તાવીશમાંથી સાત જતાં બાકી રહેલ મીંડા જેવું થયું. અકબર અને બીરબલના આપણામાં પ્રચલિત બુદ્ધિ-ચાતુર્યના ટૂચકાઓ આપણે બધા સારી
Page #514
--------------------------------------------------------------------------
________________
૩૯૮
તા. ૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક રીતે જાણીએ છીએ. એક વખત સમ્રાટ અકબર બીરબલને પૂછી બેઠા કે “કહો બીરબલ ! સત્તાવીશમાંથી સાત જાય તો બાકી કેટલા રહે ?” કેવો સીધો પ્રશ્ન ? હાનો બાળક પણ આંગળીના ટેરવાં ગણીને ઘડીકમાં ઉત્તર આપી દે, પણ બીરબલ સમજ્યો કે આ પ્રશ્ન દેખાય છે એવો સીધો નથી. એમાં કંઈક ગુહ્યાર્થ જરૂર રહેલો હોવો જોઈએ, નહિ તો અકબર જેવો બુદ્ધિશાળી માણસ આવો પ્રશ્ન કરે જ નહિ. મોટાઓની સામાન્ય જણાતી વાતોમાં પણ કંઈક ઉંડુ રહસ્ય છુપાયેલું હોય છે. બીરબલે ક્ષણભર વિચાર કર્યો. એ બુદ્ધિશાળી હતો. એને લાંબો વિચાર કરવાની જરૂર ન હતી. અકબરને એ ઘડીભરમાં રાજી કરવાની સાથે ચૂપ કરી શકતો હતો. એણે તુર્ત પોતાની હાજર જવાબીનો ઉપયોગ કરીને જવાબ આપ્યો કે “સરકાર! સત્તાવીશમાંથી સાત જાય તો બાકી રહે મીંડું” કુલ નક્ષત્ર સત્તાવીશ. એમાંથી સાત નક્ષત્રોજ જો વરસાદ વગરનાં-ખાલી જાય તો દુનિયા માટે બાકી બીજાં નક્ષત્રો ત્રિશંકુ જેવા નકામાંજ સમજવાં ! એજ પ્રમાણે બેતાલીશ આશ્રવમાંથી આ મોટા પાંચજ ચાલ્યા જાય તો બીજા બિચારાઓ બુઠી તલવાર જેવા નામ માત્ર રૂપજ રહે છે. સુગુરુ.
સાધુ મુનિરાજમાં પણ આ પાંચ મુખ્ય આશ્રવોના અભાવના કારણેજ સુગુરુપણું માનવામાં આવે છે. એમણે કર્મરાજાના મુખ્ય હથિયારરૂ૫ એ પાંચ દોષોનો બોરકુટો કર્યો છે તેથી જ એ સુગુરુ છે. એ વાત તો સાવ દીવા જેવી છે કે સાધુ મુનિરાજે એ પાંચ હથિયારને ભાંગી નાખ્યા છે એ એકાંત સારું જ કર્યું છે, કારણકે કોઇપણ ઠેકાણે હિંસા, અસત્ય, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહને સારા ગણવામાં આવ્યા જ નથી.
ભલા સાધુને આરાધ્ય કયારે મનાય? જ્યારે આપણને હિંસા વિગેરે વસ્તુઓ દુનિયાદારીની બીજી ચીજો કરતાં પણ વધારે ભયંકર લાગે તો જ એ ભયંકર વસ્તુઓથી બચવાના ઉપાય તરીકે આપણે સાધુઓનો આશ્રય લઇએ છીએ અને આવી રીતે સાધુમાં આરાધ્યપણું આવે છે. સખત તાપથી ત્રાસ થયો હોય ત્યારે જ આપણને વડલાની શીતળ છાયંડીની મહત્તા માલમ પડે છે. સુદેવને સુદેવની માફક, સુગુરુને સુગુરુરૂપ ત્યારે જ માન્યા કહેવાય કે જ્યારે આપણે એમની મહત્તાનું રહસ્ય સમજી શકીએ. એ મહત્તાનું રહસ્ય આ અનાદિ ભવભ્રમણનો અંત લાવવાના ઉપાયમાં છે. ટૂંકમાં કહીએ તો આપણે એમ જ કહી શકીએ કે ભવની ભયંકરતાના ભાન સાથે ભવભીરતાની ભાવના થાય ત્યારે જ સુગુરુને આપણે ખરા સુગુરુ તરીકે માની શકીએ. એક વસ્તુની સાચી મહત્તા જાણ્યા વગર એ વસ્તુના ખરા ઉપાસક આપણે નથી જ થઇ શકતા. ધર્મલાભ :
સમજો કે એક બાહ્મણ તમારા ઘરે ભિક્ષા માંગવા આવ્યો. તમે એને ચપટી ભરીને લોટ
Page #515
--------------------------------------------------------------------------
________________
૩૯
શ્રી સિદ્ધચક્ર
તા.૧૨-૬-૩૪
આપ્યો અને એ ચપટી લોટના બદલામાં એણે તમારા ઉપર આશીર્વાદનો વરસાદ વરસાવ્યો. ધનવાન, પુત્રવાન, આયુષ્યમાન, પુત્રીવાન, બુદ્ધિમાન એ પ્રમાણે તમને અનેક માન અને વાનના ટાઈટલો આપ્યા. તમે એ સારી રીતે જાણો છો કે એના આશીર્વાદમાં કંઈપણ સત્યાંશ નથી. એ તો માત્ર વાણીનો વિલાસ જ છે. છતાં તમને એ આશીર્વાદ સાંભળવા શું નથી ગમતા ? એવા ખોટા આશીર્વાદો સાંભળીને શું તમારા મનમાં મીઠી મીઠી લાગણીઓ નથી થતી ? તો પછી એક સાધુમુનિરાજ તમને આ અસાર સંસારમાંથી પારકરનાર “ધર્મ લાભ” કહીને ધર્મના લાભ થવારૂપ પરમ પવિત્ર આશીર્વાદ આપે તો તમને તે કેમ નથી ગમતો ? ધર્મનો લાભ એટલે આશ્રવોનો નાશ. એમાંય આ મુખ્ય પાંચ મહા બળવાન આશ્રવોનો નાશ. એ આશ્રવોના નાશમાં જ ધર્મની પ્રાપ્તિ છે. તમારે ધ્યાન રાખવું જોઇએ કે સાધુમુનિરાજે આપેલું વસ્તુ એ એક આશીર્વાદ છે નહિ કે વરદાન; કારણકે શાસ્ત્રકારનું વચન છે કે “વાં પત્નત્યેવ” “માશી નતિ વા ન વા” વરદાન હોય તે અવશ્ય ફળે છે જ્યારે આશીર્વાદ એ અંતઃકરણની શુભ લાગણીઓનું ઘાતક હોઇ ફળ આપે પણ ખરું અને ન પણ આપે. સાધુ મુનિરાજે તમને એ પાંચ હથિયારથી ગળુ બચાવવાનો આશીર્વાદ આપ્યો. પછી તમે એ પાંચથી તમારું જીવન બચાવો કે નહિ એ વાત જુદી છે, પણ એવો પવિત્ર આશીર્વાદ મેળવીને તમારે આનંદિત તો થવું જ જોઈએ. નહિ તો મહાનુભાવો ! માનજો કે તમારે અને ધર્મને હજી ઘણું છેટું છે. એક માણસ નદીમાં નહાવા પડયો. એ ધારતો હતો કે પાણી થોડું છે પણ કમભાગ્યે પાણી પ્રમાણ કરતાં વધુ નીકળ્યું અને એને તરતાં આવડતું નથી, એ ડૂબવાની તૈયારીમાં છે. એટલામાં એક વહાણ આવતુ એની દૃષ્ટિમાં આવે છે. મહાનુભાવો ! વિચાર કરો કે એ વહાણને જોવાની ક્ષણે એ માણસનું હૃદય કેટલું બધું હર્ષથી નાચી ઉઠવાનું ! હોડીને જોવા માત્રથી એ ડૂબતો બચી જશે એ નક્કી નથી છતાં એ ક્ષણ માટે તો એ પાણીમાં ડૂબતાં પહેલાં આનંદ સાગરમાં ડૂબકી મારી જ લે છે. ઠીક એવો જ અપૂર્વ આનંદ આપણને ગુરુમહારાજના “ધર્મલાભ” રૂપ પવિત્ર આશીર્વાદથી થવો જોઈએ.
સુધર્મ.
ગુરુમહારાજ આપણને જે આશીર્વાદ આપે છે એ ધર્મ એ કંઈ ખાવાપીવાની વસ્તુ જેવી કોઈ પાર્થિવ વસ્તુ નથી કે એ કોઈપણ જાતની આપણી દુન્યવી આવશ્યકતાને પુરી પાડે. તો પછી એની પ્રાપ્તિનો માર્ગ પણ કોઈપણ રીતે શરીરના પોષણરૂપ તો ન જ હોઈ શકે. એની પ્રાપ્તિ માટે તો શરીરનું દમન કરવું પડે. એ દમન જેટલા અંશે વધુ જોરદાર એટલા અંશે ધર્મની પ્રાપ્તિ વધારે. શ્રીકૃષ્ણ મહારાજે રાણીઓને માટે અનેક પરિશ્રમ ઉઠાવ્યા, અરે! એના માટે અનેક યુદ્ધો પણ કર્યા. કોઈકના હરણ પણ કર્યા. માત્ર રાણી મેળવવાની ખાતર
Page #516
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૩૪
૪૦૦.
શ્રી સિદ્ધચક્ર જ અનેક મનુષ્યોના પ્રાણોનો ભોગ લેવામાં પણ પાછી પાની ન કરી. ધન, પૈસો મેળ વા માટે અનેક પરિશ્રમ ઉઠાવ્યા. આ કાયાના પોષણ માટે અનેક ઉદ્યમો કર્યા. આ બધું કરવા છતાં એ સંસારથી બચવાની સાચી ચાવીને ભૂલી હોતા ગયા. એ દશામાં પણ એમને આત્મશુદ્ધિ માટે દેહદમનનું ભાન હતું, અને તેથી જ અનેક કષ્ટો વડે મેળવેલ રાણીઓને પણ એમણે આનંદપૂર્વક ભગવાનને અર્પણ કરી દીધી. મહાનુભાવો કૃષ્ણ મહારાજ જેવો મહાશક્તિશાળી અને મહદ્ધિક વ્યક્તિને પણ છેવટે આ રસ્તો જ ગ્રહણ કરવો પડયો તો પછી સાધારણ માણસો માટે તો કહેવું જ શું? અને એ કાયાના દમનમાં પણ એજ ભવભીરૂતાનો મહાન ઉદ્દેશ સમાયેલો છે. જયાં સુધી ભવભમણ અને ભવભીરુતાની ભાવનાપૂર્વક ધર્મને માનવામાં ન આવે ત્યાં સુધી સુધર્મને સુધર્મ તરીકે માન્યો ન ગણાય. અન્ય દેવગુરુને નાટક કરતાં પણ ન આવડયું.
ભલા સુદેવાદિકે પોતાનું કલ્યાણ કરવાની સાથે તમારા ઉપર ઉપકાર કર્યો હોવાના કારણે એના ગીતો ગાઓ કે એમની સ્તુતિ કરો એ ઠીક છે, પરંતુ એ પ્રસંગે કુદેવનું નામ ઉચ્ચારવાનું અને એમની નિંદા કરવાનું શું કામ? ફલાણી વ્યક્તિ કુદેવ છે, ફલાણો સાધુ કુગુરુ છે કે ફલાણો ધર્મ એ કુધર્મ છે એવી પારકી પંચાયત કરવાની શી જરૂર? આ પ્રશ્નનું સીધું સમાધાન આપવા પહેલાં એટલું જાણવું જરૂરી છે કે સંસારમાં જે સુદેવ નથી તે કુદેવ કે જે સુગુરુ નથી તે કુગુરુ જ અને જે સુધર્મ નથી એ કુધર્મ જ એમ અમે અહીં કહેતા નથી.
અમારો કહેવાનો મુખ્ય મુદ્દો જે લોકો સરાસર કુદેવરૂપ, કુગુરુરૂપ કે જે વસ્તુ કુધર્મરૂપ હોવા છતાં સુદેવ, સુગુરુ કે સુધર્મપણાનો ખોટો દાવો કરે છે એમના પ્રત્યે જ છે. એક ચોર પોતાની જાતને ચોરરૂપે જ માનીને સભામાં એકાદ ખુણામાં પડયો રહે તો એમાં કંઈ હરકત નહિ અને એને નિરર્થક ચોરરૂપે ઓળખાવીને જાહેર કરવાની પણ જરૂર ન હોય, પણ જે ચીનના શાહુકારની માફક સ્વયં ચોર હોવા છતાં પોતાના શાહુકારપણાની છાપ બીજાઓ ઉપર બેસારવા માગતો હોય તે વખતે તો સાચા શાહુકારોના રક્ષણ માટે પણ એ ઢોંગી શાહુકારને ચોર તરીકે ઓળખાવવો જ જોઈએ. નહિ તો પરિણામ લાભ કરતાં હાનિકારક જ આવે. એક માણસ જ્યારે બીજાનું નામ ધારણ કરીને એના નામની સહી કરવાની ધૃષ્ટતા વાપરીને પૈસા હડપ કરવા માંગતો હોય તો એનું પાપ ઉઘાડવું જ જોઈએ. ઠીક એ જ પ્રમાણે સુદેવાદિ હોવાનો ઢોંગ કરનારાઓ માટે પણ માનવું. અરે જે લોકો પોતે સુદેવાદિ હોવાનો ઢોંગી દાવો કરે છે. એ લોકો પોતાનો બાહ્ય વેશભૂષાદિનો વ્યવહાર પણ જ્યારે સુદેવાદિકને છાજતો નથી રાખી શકતા તો અંદરની તો વાત જ શી કરવી ? નાટકનો એક નટ પણ જ્યાં સુધી જે પાર્ટીમાં હોય ત્યાં સુધી પોતાનો બાહ્ય દેખાવ તો એ પાત્રને અનુકૂળ જ રાખે છે.
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૦૧
તા.૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર આ ઢોંગી સુદેવો તો એમાંથી પણ ગયા. તો પછી એમને ઉઘાડા પાડવામાં શું હરકત ?
वपुश्च पर्यङ्कशयं लथं च, दशौ च नासा नियते स्थिरे च ।
न शिक्षितेयं परतीर्थनाथै जिनेन्द्र ! मुद्रापि तवान्यदास्ताम् ॥१॥ હે ભગવન ! આ પરતીર્થિક દેવો તમારા જેવી શાંત મુખમુદ્રા ન રાખી શકયા, તમારા જેવું પર્ઘકાસન ન રાખી શકયા, તમારી માફક સ્ત્રી અને હથિયારથી રહિતપણું ન કેળવી શકયા. આવી રીતે તમારા દેવપણાના બાહ્ય ભેખને પણ ન રાખી શકયા. એમને મુખથી દેવ કેમ કહેવા? આત્માન કર્તા.
આ અનાદિ સંસારભ્રમણ એ અતિ ભયંકર વસ્તુ છે. એનાથી બચાવવાની શક્તિ એ કુદેવ, કુગુરુ અને કુધર્મમાં છે જ નહિ. એટલા જ માટે એ ભવભ્રમણનો અંત લાવનાર સુદેવને, એ ભવભ્રમણના અંત લાવવા માટે રાત દિવસ ઉદ્યમ કરતા સુગુરુને અને એ ભવભ્રમણનો અંત લાવવાને સાચા માર્ગરૂપ સુધર્મને માનીએ છીએ. ભવભ્રમણ એ અનાદિ હોવા છતાં અનંત નથી. એનો અંત આવી શકે છે. એનો અંત લાવવો એ દરેક પ્રાણીના પોતાના હાથમાં છે. પોતે ન સમજે ત્યાં સુધી બીજો કોઈ છોડાવી ન શકે. થાંભલાને બાથ ભીડીને પકડી રાખવાની બૂમો મારનારને કોણ છોડાવી શકે? આત્મા સમજશે ત્યારે સ્વયં એના માટે પ્રયત્ન આદરશે અને એ સુદેવાદિને સાધનરૂપ માનીને પોતાના પરમ ધ્યેયને પ્રાપ્ત કરશે.
નવીન પ્રસિદ્ધ થયેલા ગ્રંથો. શ્રી ઉત્તરાધ્યયન ચૂર્ણ રૂા. ૩-૮-૦ શ્રી ત્રિષષ્ટીયદશાનાદિસંગ્રહ ૦-૮-૦
શ્રી ઉપાધ્યાયજીના ૩૫૦, ૧૫૦, ૧૨૫ નાં સ્તવનો, શાસ્ત્રીયપાઠ સહિત રૂ. ૦૮-૦ - તા. ક. આગમોદયસમિતિ, અને શેઠ દેવચંદ લાલભાઈ અને શ્રી રાષભદેવજી કેશરીમલજી તરફથી પ્રગટ થયેલાં, ને વર્તમાનમાં મળતાં પુસ્તકો અહીં મળશે.
શ્રી જૈને આનંદ પુસ્તકાલય-ઠા. ગોપીપુરા-સુરત.
Page #518
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૩૪.
શ્રી સિદ્ધચક્ર
૪૦૨
સમાલોચના છે
૧. ભગવાન મહાવીર મહારાજે માતાપિતાની અનુકંપા માટે જ માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા નહિ
લેવાનો અભિગ્રહ કર્યો છે એ વાત ચૂર્ણિકાર અને ટીકાકારોના લખાણથી સ્પષ્ટ છે છતાં તે અભિગ્રહને માતાપિતાની અનુંકપાથી નહિ માનનારા શાસ્ત્રોના સ્પષ્ટપાઠોને શા માટે નહિ જોતા હોય ? આવા આગ્રહથી શો ફાયદો ? ભગવાન મહાવીર મહારાજે માતાપિતાની હૈયતિ સુધી દીક્ષા નહિ લેવાનો કરેલો અભિગ્રહ સોપક્રમ એવા પણ મોહના ઉદયને લીધે હતો એમ શ્રીહરિભદ્રસૂરિજીના અષ્ટકજીની વૃત્તિ અને મહોપાધ્યાય શ્રીમાનું યશોવિજયજીની બત્રીશોના પાઠથી સ્પષ્ટ છતાં તે અભિગ્રહને મોહજન્ય કે ઔદયિક ન
માનનારા ઔદયિકના સ્વરૂપને પણ શું નહિ સમજતા હોય? ૩ સમ્યગુજ્ઞાનથી બનેલા અને મોહ કારણ સિવાયના અભિગ્રહને શા માટે લાયોપથમિક કોટિમાં લાવતા
નથી ? ઔદયિક શા માટે ગણે છે? ૪ શાસ્ત્રોના ખુલ્લા પાઠો અને જાહેર પ્રશ્નોનાં સમાધાનો ન આપતાં ઉદ્ધત યુવકોની માફક શાસનના
ઇજારદાર મુનિ પણ પોતાનો કક્કો ખરો કરવા જાહેર પેપરમાં આગ્રહ કરે તો ધર્મની ધગશ તેમનામાં
કેટલી ગણવી? ૫ નવપૂર્વ આદિ આગમોને આધારે વસ્તુ જાણનારને આગમવિહારી (વ્યવહાર) ન માનવાનું કહેનાર
શાસ્ત્ર વાંચતા હશે કે કેમ ? ૬ શ્રુતવ્યવહારી આદિ માટે ગર્ભાષ્ટમ એટલે જન્મથી સવા છ વર્ષે દીક્ષા દેવાનો ચોખ્ખો પાઠ છતાં જેઓ
મહા અધર્મ જ છે એમ કહે તેવાઓને વાચાલ, અભિનિવેશી કહેતાં પણ દયાભીનું અંતઃકરણ જ
અટકાવે છે. ૭ આગમ શબ્દથી શાસ્ત્રકારો કેવલ આદિની માફક ચૌદ પૂર્વથી નવપૂર્વો કહે છે. છતાં તે પૂર્વોને આગમ
તરીકે ન ગણનારની શ્રદ્ધા કેવી હશે ? ૮ જન્માષ્ટ, જન્માષ્ટમ અને ગર્ભાષ્ટમ એ ત્રણે પક્ષો માન્ય છે અને તે ત્રણે પક્ષોને ધ્યાનમાં રાખીને જ
આઠથી અત્યંત વૃદ્ધ ન થાય ત્યાં સુધી એ વાકય લખ્યું છે એમ ચોખ્ખો ખુલાસો થયા છતાં ગર્ભાષ્ટમ
આદિને મહા અધર્મ કહેનાર મનુષ્ય પોતાની શાસ્ત્રશ્રદ્ધાને અને મૃષાવાદ વિરમણને કેમ ટકાવતો હશે? ૯ બાર માસના દીક્ષા પર્યાય સિવાય જઘન્ય વયવાળાને કેવલજ્ઞાન થતું નથી ને કેવલીપણાનો પર્યાય
આઠ વર્ષથી શરૂ થાય છે એમ શાસ્ત્રાધારે માનવા છતાં આઠ (જન્મથી આઠ થયા) પહેલાં દીક્ષા નહિ
માનનારા પૂર્વાપર વિચાર કરીને બોલે તો અધર્મ અને મહા અધર્મના ખોટા ઈજારા ન રાખવા પડે. ૧૦ સંસારમાં આસકત છતાં પણ સભ્યત્વવાલા જીવો નિરપેક્ષ ન હોઈ વિરકત હોય તેમાં મોહનો ઉદય નથી કે તેમાં મોહ કારણ નથી એમ માનતાં કાર્યકારણ વિચારવું જરૂરી છે.
જૈ૦ પ્રવચન
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૦૩
શ્રી સિદ્ધચક
તા.૧૨-૬ ૩૪
પ્રશ્નફાર ચતુર્વિધ સંઘ.
#માધાન®ા: સકલારત્ર પ્રાદંગલ આગમોધ્ધાટ9_ શ્રીસાગરાનંદસૂરીશ્વરજીમ.
*
ન
RE
પ્રશ્ન ૬૭૮-લવણસમુદ્રમાં મનુષ્યના જન્મમરણ થાય કે નહિ ? સમાધાન-લવણસમુદ્રમાં અંતદ્વીપમાં મનુષ્યના જન્મમરણ થાય છે, વળી તે અંતર્લીપ સિવાય બીજા નાનામોટા બેટો તેમજ પ્રવાહણાદિક સ્થાનોમાં મનુષ્યનું રહેવું, જવું થાય અને ત્યાં મનુષ્ય જન્મ કે મરણ પામે તેમાં કોઈ જાતનો બાધ દેખાતો નથી. પ્રશ્ન ૬૭૯-ાલમાં જે વાતે ઓ ગોરજીઓ વર્તે છે તે રીતે તે યતિ તથા ગોરજીનું કયું ગુણસ્થાનક માનવું ? સમાધાન-જિનેશ્વર મહારાજની સાચી શ્રદ્ધા અને પ્રરૂપણા જેઓમાં હોય તેઓમાં ચોથું, અગર વાર તહેવારે વ્રત, નિયમ, પચ્ચખાણ કરતા હોય અગર અમુક અણુવ્રતો ધારણ કરતા હોય તો પાંચમું ગુણસ્થાનક પણ કહી શકાય અને જેઓની શ્રદ્ધા, પ્રરૂપણા માર્ગને અનુસરતી નથી તેઓને વ્યવહારથી પણ ચોથે પાંચમે ગુણઠાણે કહેવાનું મુશ્કેલ પડે અર્થાત્ પહેલે ગુણઠાણે પણ હોય. પ્રશ્ન ૬૮૦- તમસ્કાય વસ્તુ શી? તથા તે કયાંથી આવે છે ? તેમજ દરરોજ નિયમિત ટાઈમે જ આવે છે તેનું કારણ ? સમાધાન- તમસ્કાય એ અપુકાયનો વિકાર છે, તથા અરૂણોદ નામના સમુદ્રના મધ્ય ભાગમાંથી તમસ્કાયની શ્રેણી નીકળે છે અને સૂર્ય વિગેરેના કારણથી તેનો ધ્વંસ થાય છે. પ્રશ્ન ૬૮૧- ભરતની જે શાશ્વતી ગંગા નદી છે તે હાલ છે તે કે બીજી ? સમાધાન- દિલ્હી, કાનપુર, કાશી થઇને બંગાળાના અખાતમાં મેળવેલી જે આધુનિક ગંગા છે તે અષ્ટાપદથી વાળીને સમુદ્રમાં મેળવેલી ગંગા છે એમ અજિતનાથજીના ચરિત્રના આધારે જણાય છે. પ્રશ્ન ૬૮૨- સૂર્યના ઉદય થયા પછી નવકારશી આદિનું પચ્ચખ્ખાણ લેવાય કે નહિ? સમાધાન-મુખ્યવૃત્તિએ સૂર્યોદય પહેલાં ધારવું ન લેવું જોઇએ છતાં હંમેશા પચ્ચખાણ કરનારાઓને માટે પછી પણ લેવા ધારવામાં અડચણ નથી.
Page #520
--------------------------------------------------------------------------
________________
e૪
તા. ૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર પ્રશ્ન ૧૮૩- સિદ્ધચક્રજીના જુદા જુદા વર્ગ રાખવાનું કારણ શું? સમાધાન- જુદા જુદા પદોનું સહેલાઈથી ધ્યાન થઈ શકે છે. પ્રશ્ન ૬૮૪- સંકળતીર્થ કયા આવશ્યકમાં ગણાય? સમાધાન- રાઈ પ્રતિક્રમણમાં છ આવશ્યકની સમાપ્તિ તથા પચ્ચખાણ લેવાની શરૂઆતમાં કહેવામાં આવતું હોવાથી પચ્ચખ્ખાણ નામના છઠ્ઠા આવશ્યકમાં ગણવામાં આવે તો હરકત લાગતી નથી. પ્રશ્ન ૧૮૫- પોષહમાં શ્રાવકથી વાસક્ષેપથી જ્ઞાનપૂજા થાય કે નહિ? સમાધાન- દ્રવ્યસ્તવ હોવાથી ઉચિત નથી એમ સેનપ્રશ્નમાં પૌષધવાળા માટે દીધેલા ઉત્તરથી જણાય છે. પ્રશ્ન ૬૮- છઠ્ઠા ગુણસ્થાને ચાર ધ્યાનમાંથી કર્યું ધ્યાન હોય? સમાધાન- પ્રમત્ત દશા હોવાને લીધે આર્તધ્યાનનો સંભવ છતાં પણ વ્રતની પરિણતિને લીધે ધર્મધ્યાનનો પણ સંભવ છે એટલે પ્રમત્ત સંયત ગુણસ્થાનકે મુખ્યતાએ આર્તધ્યાન હોવા છતાં પણ ગૌણપણે ધર્મધ્યાન હોય એમ શાસ્ત્રકારો જણાવે છે. પ્રશ્ન ૧૮૭-પરમાધામી દેવોની ગતિ અગતિ કેટલા જીવ ભેદોમાં હોય? સમાધાન-પરમાધામી દેવતા મરીને અંડગોળીયા મનુષ્યપણે થાય છે જે અંડગોળીયાપણામાં મહીનાઓ સુધી વેદના ભોગવવી પડે છે, પણ તે અંડગોળીયામાંથી પણ નીકળીને બીજી દુર્ગતિઓમાં પરમાધામીનો જીવ ઘણું રખડે છે અને પરમાધામીપણામાં ઉપજનારા જીવો સંકલિષ્ઠ પરિણામ સાથે જેઓ દેવતાના આયુષ્ય, ગતિઆદિ પુન્ય ઉપાર્જન કરે તેવાજ મનુષ્ય અગર તિર્યંચ હોય. પ્રશ્ન :૮૮- જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં ચોવીશમી તથા પચીશમી વિજય છેવટ એક હજાર યોજના નીચે ગયેલ છે તો તેવી રીતે દરેક વિજયોમાં ઉંડી છે કે કેમ? સમાધાન-પુષ્કરાર્ધ ને ધાતકી ખંડના પૂર્વ પશ્ચિમ થઈને ચારચાર મહાવિદેહોમાં બત્રીશ બત્રી વિજયો સરખી સપાટીએ હોઈ તેમાં ચોવીશમી પચીશમી વિજયો કુબડી વિજયો તરીકે ગણાતી નથી પણ જંબુદ્વીપના મેરૂપર્વતની પશ્ચિમે રહેલા મહાવિદેહ ક્ષેત્રની સપાટી સરખી ન હોવાથી ધીમે ધીમે ઉતરતી છેવટે હજાર જોજન ઉંડી થઈ જાય છે, તેથી માત્ર જંબુદ્વિીપની જ ચોવીશમી પચીશમી વિજય તે કુબડી વિજય તરીકે કહેવાય છે. પ્રશ્ન ૯૮૯- નિહાર (સ્પંડિલ) સ્થાનના માટે કુલ કેટલા ભેદ અને તે કેવી રીતે? ને કયો લેવો? સમાધાન-અનાલોક, અસંપાતિ, અનુપઘાત, સમ, અશુષિર, ત્રસપ્રાણબીરહિત, વિસ્તીર્ણ, દૂર અવગાઢ, અચિરકાળકૃત, એમ દસ પ્રકારના દૂષણોમાં એ દસના એકાદિ સંયોગથી ૧૦૨૩ ભાંગા થાય છે. આ બધા ભાંગા વર્જીને ૧૦૨૪મો ભાંગો અંડિલાદિ માટે ઉપયોગમાં લઈ શકાય છે. પ્રશ્ન ૯૯૦-પરમાધામીની કરેલી વેદના કેટલી નરક સુધીમાં હોય? સમાધાનતત્ત્વાર્થ સૂત્રના આધારે ત્રણ નરક સુધી પરમાધામીકૃત વેદના હોય છે ને કેટલાક પ્રાયે ત્રણ નરક સુધી દેવતાની વેદના માને છે ને આગળ પણ કોઈક વખત કથંચિત્ દેવતાની કરેલી વેદના હોય છે એમ માને છે.
Page #521
--------------------------------------------------------------------------
________________
You
શ્રી સિદ્ધચક્ર
તા.૧૨-ક૩૪
માં સુધા-સાગર
છે
૧૦૫ સમ્યકત્વ પામતી વખતનો આનંદ કેવલજ્ઞાની મહાત્માઓથી આખી જીંદગીના પ્રયત્નથી પણ
સ્પષ્ટપણે કહી શકાતો નથી. ૧૦૫૭ આત્મકલ્યાણનો માર્ગ ચારિત્ર સિવાયનો બીજો કોઈ નથી અને તે સર્વદા હું આદરૂં એવી
સમ્યકત્વવાળાને હંમેશાં બુદ્ધિ હોવી જોઇએ. ૧૦૫૮ અવધિજ્ઞાનથી અલંકૃત દેવતાઓ પરમેષ્ઠી કે વંદનીય તરીકે ગણાતા નથી પણ અષ્ટ પ્રવચનમાતાને
ધારણ કરનાર સાધુ પરમેષ્ઠી ને વંદનીય તરીકે ગણાય છે. ૧૦૫૯ ભાવક્રિયા તેનું નામ ગણાય કે જે કર્મક્ષયના મુદ્દાથી નિરતિચારપણેજ કરાય. ૧૦૬૦ જૈનશાસનમાં સમ્યગુદર્શન જ્ઞાન, ચારિત્ર સિવાય પરમ મંગળ પદાર્થો બીજા નથી. ૧૦૬૧ દયાના પરિણામ વગરનો જીવ બલ્લે ચૌદ રાજલોકના જીવોના ઘાતની અનુમોદના કરનાર છે. ૧૦૨ ભાવદયા સમ્યકત્વવાનું, દેશવિરતિ તથા સર્વવિરતિ વિગેરે તમામની ગણાય છે. ૧૦૬૩ સમગ્ર રાગાદિક દોષોનો પ્રચાર કરનાર હોય તો માત્ર ભોગતૃષ્ણા છે. ૧૦૬૪ કાષ્ઠાદિકથી જેમ અગ્નિ અને પાણીના પૂરથી જેમ તનુદ્ર તૃપ્ત થતો નથી તેમ ગમે તેટલા ભોગો
ભોગવ્યા છતાં ભોગતૃષ્ણાવાળો આત્મા કદી સંતોષ પામતો નથી. ૧૦૬૫ ભોગ ભોગવવા ધારાએ ભોગતૃષ્ણાને તૃપ્ત કરવા ધારવું એ જળમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબને
બાળક પકડવા જાય તેના જેવું છે. ૧૦૬૬ અધમ પુરુષો મોહ અને અજ્ઞાનથી ભોગતૃષ્ણાને આધીન થઈ ભયંકર ભવઅરણ્યમાં ભટક્યા કરે
છે, જ્યારે ઉત્તમ પુરુષો આ ભોગતૃષ્ણાને દોષવાળી ગણીને પોતાના શરીરરૂપી મકાનમાંથી
બહાર કાઢી સંતોષમાંજ લીન રહે છે. ૧૦૬૭ ત્યાં સુધી જ મોક્ષમાં અપ્રીતિ અને સંસારમાં પ્રીતિ ભાસે છે જ્યાં સુધી ચિત્તમાં આ અધમ ભોગતૃષ્ણાએ
ઘર ઘાલ્યું છે. ૧૦૬૮ કોઈપણ પ્રકારે જ્યારે આ ભોગતૃષ્ણા ઓસરી જાય છે ત્યારે ભાગ્યશાળીઓને ભવ કાંકરા સરખો
ભાસે છે. ૧૦૬૯ ભોગતૃષ્ણાને આધીન થયેલો અજ્ઞાની નરજ અશુચિથી ભરેલા ટોપલા સરખા સ્ત્રીઓનાં અંગોમાં
સુગંધી અને મનોહર કમળની તથા નિર્મળ ચંદ્રની કલ્પના કરે છે. ૧૦૭૦ જ્યારે આ ભોગતૃષ્ણા સર્વથા ચાલી જશે ત્યારે સ્ત્રીઆદિક, જે પાંચ ઈદ્રિયોના શબ્દાદિક વિષયો
તે સ્વપ્નમાં પણ દેખાવ દેશે નહિ. ૧૦૭૧ જે મહાત્માઓના શરીરમાંથી આ ભયંકર ભોગતૃષ્ણા ભાંગી પડી છે તે ભિક્ષુક કે દરિદ્રનારાયણ
હોય તો પણ ઇદ્રાદિકથી અધિક સુખી છે.
Page #522
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક
૪૦
કિ સજેશ્વરી લે લઠેશ્વશે કેમ ? 9
(અનુસંધાન પા. ૩૩૨)
ઉપરની હકીકતથી સ્પષ્ટ માલમ પડયું હશે કે ઇન્દ્રિયોના વિષયો અને તેના સાધનોની લોલુપતાનું પરમસ્થાન અને તેને લીધેજ આરંભ પરિગ્રહ અને વિષયકષાયનું ઉત્કૃષ્ટધામ તેજ રાજેશ્વરપણું છે અને તેવી રીતનું મેળવેલું રાજેશ્વરપણું જીવને આત્મદશાનું ભાન થવા દેતું નથી અને આ જ કારણથી વિષયાદિકોની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ દુર્ગતિના કારણભૂત કર્મોનું ઉપાર્જન માની શકાય છે. જો કે કેટલાક મહાનુભાવોને પૂર્વભવમાં આચરેલા દાનાદિક પુણ્ય કર્મોથી રાજ્યની કે શ્રીમતાની પ્રાપ્તિ થાય છે અને તેઓ તે રાજ્યઋદ્ધિમાં જન્મેલા અને ઉછરેલા હોવા છતાં ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોના અબાધિત વચનોને જાણીને તેમજ સંસારની અનિત્યતા અને અશરણતાનો વિચાર કરી વિષયની વિપાક કટુકતાનાં વિષમ પરિણામોનો વિમર્શ કરી સંસારમાત્રને છોડવાલાયક માને છે, પણ ચારિત્રમોહનીયના ઉદયથી વિપાક કટુક એવા વિષયોથી આસકિત છૂટતી નથી અને તે જ કારણથી પરમ સાધ્યતર તરીકે ભાસે નહિ, અને અનગાર દશાને અંગીકાર કરી શકતા નથી. તેવો રાજવી પાંજરામાં રહેલા સિંહની માફક પોતાના કર્મને પરાધીન બનતો છતાં જેમ પાંજરામાં પણ રહેલો સિંહ તૃણભક્ષણ કરે નહિ તેવી રીતે સંસારની જાળમાં ઝકડાયેલો, વિષયના વ્યામોહમાં મૂઢ બનેલો છતાં પણ ભગવાન જિનેશ્વર મહારાજે કહેલા તત્વોની પ્રતીતિને આધારે છાંડવાલાયક ને આદરવાલાયક પદાર્થોની છાંડવા ને આદરવાલાયકપણાની બુદ્ધિને નહિ છોડતો શક્તિ અને વર્ષોલ્લાસ હોય તો અનુવ્રતાદિને આદરતો રાજવી કોઈ દિવસ પણ નરકેશ્વર થતો નથી પણ તેવું રાજવીપણું ત્રણ ખંડના માલીક વાસુદેવ, પ્રતિવાસુદેવોને અગર છ ખંડના માલીક ચક્રવર્તીઓને કોઈ કાળે પણ થતું નથી અને તેથી ચક્રવર્તીઓ તો ચાહે જેટલા લાંબા કાળ ચક્રવર્તીપણું ભોગવ્યા છતાં તથા સમ્યકત્વ જેવી અમૂલ્ય ચીજ ધારણ કર્યા છતાં પણ જો ઉંમરના અન્ય ભાગે અનગારિતા સ્વીકાર કરે તો ચક્રવર્તી રાજવી દેવલોક અગર મોક્ષને મેળવી શકે છે પણ સાધુતાને નહિ સ્વીકારનારા વાસુદેવ અને પ્રતિવાસુદેવો તથા કેટલાક ચક્રવર્તીઓ અશરણપણે મરણને શરણ થઈ પોતાની જિંદગીમાં વિષયકષાય ને આરંભ પરિગ્રહને અંગે ઉપાર્જન કરેલાં કર્મોને લીધે લાંબા આયુષ્યવાળા નારકીમાં ઉત્પન્ન થાય છે.
આ વાત લક્ષ્યમાં લેતાં રાજેશ્વર તે નરકેશ્વર થાય એમ કહેવામાં ભૂલ થાય છે એમ કહી શકાય નહિ. બિલાડી જેમ દૂધને દેખે છે પણ ડાંગને દેખતી નથી તેવી રીતે વિષયમાં આસકત બની મદોન્મત્ત હાથીની પેઠે ભાન ભૂલેલા રાજવીઓ પોતાની ઋદ્ધિસમૃદ્ધિની વૃદ્ધિ જ કરવાના લક્ષ્યથી પ્રજાના
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૦૦
શ્રી સિદ્ધચક
તા.૧૨-૬-૩૪
સુખની હાનિને કે દુઃખની વૃદ્ધિને લક્ષ્યમાં લેતા નથી અને તેને જ લીધે તેવા રાજવીઓ પ્રજાજનને કરના બોજાથી ત્રાયત્રાય પોકરાવી પોતાના અલ્પકાલના સંતોષની ખાતર ઋદ્ધિસમૃદ્ધિને વધારી તે પ્રજાની પીડાના ભારે કર્મોથી પણ પરભવે નરકાદિકની પીડા ભોગવવા નરકના પરોણા થાય છે.
આ વસ્તુ કેવલ આનુમાનિક અગર વિધિ માત્રથી સમજાવવાની નથી પણ ખુદ ભગવાન મહાવીર મહારાજાના વખતે દૃષ્ટાંતાદિ સાથે મૃગાપુત્રનો પૂર્વ ભવ જે ઈક્કાઇ રાઠોડનો હતો તે દ્વારા સર્વ કાલને માટે સિદ્ધ તરીકે સમજી શકાય તેવી છે. તે ઇક્કાઈ રાઠોડનું દૃષ્ટાંત સ્પષ્ટપણે હેતુ અને ફલ પુરસ્સર સમજાય માટે પ્રથમ શ્રી વિપાક સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનને વિચારીએ.
ગણધર મહારાજા સુધર્માસ્વામી ચરમ કેવળી થનારા જંબુસ્વામીજીને જણાવે છે કે તે અવસર્પિણીના ચોથા આરામાં ભગવાન મહાવીર મહારાજાના વખતમાં વર્ણન કરવા યોગ્ય એવું મૃગગામ નામનું નગર હતું. તે મૃગગામ નગરની બહાર ઇશાન ખુણામાં ચંદનપાદપ નામનો બગીચો હતો. તે બગીચો સર્વ તુના ફૂલફલાદિ સમૃદ્ધિવાળો અને વર્ણન કરવા લાયક હતો. તે બગીચામાં સુધર્મા નામના યક્ષનું યક્ષાયતન ઘણા લાંબા કાળનું ઉવવાઇસૂત્રમાં વર્ણવેલા પૂર્ણભદ્ર નામના યક્ષના મંદિર જેવું છે. એ મૃગગામ નગરમાં વર્ણન કરવા લાયક વિજય નામે ક્ષત્રિય વંશનો રાજા રાજ કરે છે. તે વિજય ક્ષત્રિય વંશના રાજાની મૃગા નામની મહારાણી છે. તે મહારાણી હીન નહિ અને સંપૂર્ણ પાંચ ઈદ્રિયોયુક્ત શરીરવાળી છે વિગેરે જે વર્ણન વિવાદમાં કહેલું છે તે વર્ણન યુક્ત છે.
તે વિજય ક્ષત્રિય રાજાનો પુત્ર અને મૃગાદેવી નામની મહારાણીનો આત્મા જ (દેવીના શરીરથી થયેલો) મૃગાપુત્ર નામનો કુમાર હતો. તે કુમાર જન્મકાળથી જ આંધળો, મુંગો, બહેરો, પાંગળો અને સર્વ અવયવમાં પ્રમાણ વિનાનો તથા વાયુના રોગવાળો હતો, એટલું જ નહિ પણ તે બાળકને હાથ, પગ, આંખ, કાન કે નાસિકા વિગેરે અંગોપાંગો પણ ફુટ થયેલાં નથી. માત્ર તે મૃગાપુત્રને તે હાથપગાદિ અંગોપાંગોની સ્થિતિ દેખાય તેટલો માત્ર આકાર છે, એટલેકે આકૃતિમાત્ર પણ સુંદરરૂપે નથી. આવા કારણથી તે મૃગાદેવી મહારાણી તે મૃગાપુત્ર નામના કુંવરને મહેલમાં રહેવાવાળા કે બિહારના લોકોથી જાણવામાં નહિ આવેલા એવા ગુપ્ત ભૂમિગૃહમાં રાખે છે, અને કોઈ ન જાણે તેવી રીતે ગુપ્તપણે ખાનપાનથી તે બાળકની પાલન કરે છે. સૂ. ૨.
તે મૃગગામ નગરની અંદર જન્મથી અંધ એવો કોઈ બીજો પુરુષ રહેતો હતો. તેજ જન્માંધ પુરુષને એક ચક્ષુવાળો પુરુષ દોરતો હતો, તે આંધળો લાકડીને આગળ કરીને ચાલનારો, માથાના વાળ છૂટા થઈ ગયેલા, માખીનો મોટો વિસ્તાર જેની સાથે ગુમગુમ કરતો ચાલી રહ્યો છે એવો હતો, (કોઈપણ આજીવિકાનો અન્ય ઉપાય ન મળવાથી તેમજ તેને લાયક ન હોવાથી) મૃગગામ નામના
Page #524
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૬-૩૪
૪૦૮
શ્રી સિદ્ધચક નગરમાં ઘેરઘેર મહેરબાનીની રાહથી મળતી ભિક્ષાથી નિર્વાહ કરતો ફરે છે.
તે વખતે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા અનુક્રમે ચાલતાં અને ગામગામ વિચરતાં ત્યાં સમોસર્યા છે. યાવતુ ગામમાંથી ધર્મ સાંભળવા માટે બધી પર્ષદા આવી. તેવા વખતમાં મૃગગામ નગરનો રાજા વિજય ક્ષત્રિય પણ ભગવાન મહાવીર મહારાજાના આગમનની હકીકત જાણીને ઉવવાઇસૂત્રમાં જેવા આડંબરથી કોણિક રાજા નીકળ્યો જણાવ્યો છે તેવીજ રીતે નીકળ્યો, ને થાવત્ ભગવાનની ત્રણ પ્રકારે પર્યાપાસના શરૂ કરી. તે વખતે તે જન્મથી આંધળો પુરુષ મનુષ્યોના મોટા શબ્દને, મનુષ્યોનાં ટોળાંને અને મનુષ્યોના કોલાહલને સાંભળીને પોતાને દોરનાર પુરુષને એમ કહે છે કે હે દેવાનુપ્રિય! આજ મૃગગામ નગરમાં શું ઈદ્રનો મહોચ્છવ, સ્કંધનો મહોચ્છવ, રૂદ્રનો મહોચ્છવ કે વાવતુ ઉજાણી છે કે જેને અંગે આ ઘણા ઉગ્ર ભોગ રાજનું અને ક્ષત્રિય મૂળના મનુષ્યો એકજ દિશાએ અને એક સ્થાનની સન્મુખતાએ જાય છે? જન્મ અંધના આવા પ્રશ્ન પછી તે દોરનારો પુરુષ તે જન્માંધને એમ કહે છે કે હે દેવાનુપ્રિય! આજ ઈદ્રમહ વિગેરે કંઈ બીજું વિશેષ કારણ નથી કે જેને લીધે આ લોકોનું એક દિશાએ એક સ્થાન તરફ જવું થતું હોય પણ તે દવાનુપ્રિય! શ્રમણ ભગવાન મહાવીર મહારાજા આ નગરના ચંદનપાદપ નામના આરામ (મૃગવન)માં સમવસર્યા છે અને તેથી આ બધા ઉગ્ર વિગેરે કૂળના લોકો એક દિશાએ એક સ્થાન સન્મુખ જાય છે. આ હકીકત જાણીને તે જન્માંધ પુરુષ તે દોરનાર પુરુષને એમ કહે છે કે હે દેવાનુપ્રિય ! આપણે પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને વંદન, નમસ્કાર કરી તેમની સેવા કરીએ. તે દોરનારાની સંમતિથી તેને સાથે લઈ જન્માંધ પુરુષ લાકડીને આગળ ટેકવતો ટેકવતો જે સ્થાને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સમોસર્યા છે ત્યાં આવીને ત્રણ વખત પ્રદક્ષિણા ફરીને વંદન, નમસ્કાર કરવા પૂર્વક સેવા કરવા લાગ્યો. તે વખતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ ક્ષત્રિય રાજા વિજયની તેમજ તે મોટી પર્ષદાને અનેક પ્રકારનો ધર્મ જીવોને થતા કર્મબંધ, નિર્જરાદિદ્વારાએ જણાવ્યો, યાવત્ સર્વ પર્ષદાએ ધર્મ સાંભળી અપૂર્વ આનંદ મેળવી શહેરમાં પાછી ગઈ. રાજા વિજય ક્ષત્રિય પણ ગામમાં પાછો ગયો. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના જેષ્ઠ શિષ્ય ઈદ્રભૂતિ નામે અણગાર કે જેઓ પ્રથમ ગણધર ગણાય છે તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા તે ભગવાન ગૌતમે નગરથી આવેલા જન્માંધ પુરુષને દેખ્યો અને તેથી તે સંબંધી પ્રશ્ન કરવાની ગણધર મહારાજને ચાહના થઈ અને ભગવાન મહાવીર મહારાજા આગળ પ્રશ્ન કર્યો કે જન્મથી આંધળાં અને માત્ર જન્મથી અવ્યવસ્થિત આકૃતિવાળા એવા પુરુષો જગતમાં હોય છે?
- અપૂર્ણ
Page #525
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-૫૦ ફંડ તથા શ્રીઆગમોય
સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. ફંડના ગ્રંથ. મુલ્ય અંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રી શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રી શ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રી પ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો
-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
પપ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યક સૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક. ૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦
નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહદુવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રીમહાવીર ચરિત્ર પ્રાકત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય સં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન લોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફિલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફૂલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ
૯ શ્રીભક્તામર કલ્યાણમંદિર નમિઉણ સ્તોત્ર૫-૦-૦ ટકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજૂષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ પ૩ શ્રી ચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
- ૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર . પ-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ. મલ્ય. મુનિ કત ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-૫-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયનો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઇપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલાભાઈ જૈન પુરુ ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
૮
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #526
--------------------------------------------------------------------------
________________
કક વૈરાગ્ય વાસનાના વિવિધ કારણો. કડ
જિનેશ્વર ભગવાનના વચનના આધારે સંસારનું સ્વરૂપ વિચારનાર વિજ્ઞપુરુષોને સંસાર કારાગારથી કૃત્સા થાય તેમાં આશ્ચર્ય નથી છતાં કદાચિનુ મોહની પ્રબળતાથી વિષયમાં આસકત થવાને લીધે સંસારનો મોહ ખરાબ જાણ્યા છતાં છૂટે નહિ અને અસાર લાગેલા સંસારને પણ જે જીવ વળગવા જતો હોય તો પણ કોઈક હળુકર્મીને સંસારની વિચિત્ર લીલા પણ વૈરાગ્યનું કારણ બને છે અને તેથીજ સિદ્ધર્ષિ મહારાજ વૈરાગ્યનાં કારણો જણાવતાં નીચે જણાવેલાં પણ કારણો જણાવે છે :
ભાર્યાવિપરીતપણાને આચાર, પુત્ર અવિનીતપણું કરે, છોકરી મર્યાદાને ઓળંગે, બહેન કુળની મર્યાદાને પ્રતિકૂળપણે આચરણ કરે, ધર્મદ્રારાએ ખરચાતા ધનને અંગે ભાઈઓ (કુટુંબીઓ) અનુમોદના નહિ કરતાં અપમાન કરે, ઘરના કામોમાં આ ઢીલો છે એમ કહી દુનિયાદારીના સ્વાર્થમાં રાચેલા માતપિતા લોકોની સમક્ષ પણ તિરસ્કાર કરે, કુટુંબવર્ગ સ્નેહને લાયકના કોઈપણ સંસ્કાર આચારે નહિ, પણ વિરૂદ્ધ પુરુષના જેવા જ આચારો આચારે, દાસદાસી આદિ પરિવાર પણ આજ્ઞા પ્રમાણે વર્તે નહિ, અત્યંત લાલનપાલન કરીને પોષાયેલું પણ શરીર અધમ મનુષ્યની માફક સર્વ ઉપકારને ભૂલી જઈ રોગાદિક વિકારોને જ આગળ કરી જીવને પરાધીન કરે, અથવા તો કોઈ તેવા લાભાન્તરાયના ઉદયથી પોતાનો કે વડીલોનો ઉપાર્જન કરેલો ધનસંચય વિજળીના વિલાસની માફક અકાળે જ નાશ પામી જાય, ત્યારે આવી રીતનાં દસ કારણો એકી સાથે અગર ઓછાવત્તા બને તે સિવાયનું બીજાં તેવું રાજરોગ પરાભવ વિગેરેનું આકસ્મિક કાર્ય બની જાય ત્યારે પણ સંસારની અસારતા સમજનાર ભાગ્યશાળી જીવને ખીર ખાઈને નૃત્ય થયેલા મનુષ્યને ખાટી, ઠંડી અને દુર્ગધી એવી રાખ જેવી અરુચિ કરનારી થાય તેવી રીતે આ આખો પણ સંસારનો પ્રપંચ જે મોહના ઉદયના લીધે અસાર છતાં સારરૂપ લાગતો હતો, તે જ અત્યારે મોહરૂપી મદિરાના છાટકાપણાનો નાશ થવાથી યથાવસ્થિતરૂપે મનમાં ભાસે છે અને તેથી સંસાર એટલે માતાપિતા, કુટુંબકબીલો અને આરંભ પરિગ્રહનો ત્યાગ કરી આત્મકલ્યાણના
(અનુસંધાન ટાઈટલ પા. ૨)
Page #527
--------------------------------------------------------------------------
________________
태
Registered No. B 3047
Page #528
--------------------------------------------------------------------------
________________
(ટાઇટલ પા. ૪નું અનુસંધાન) ૬. (માવ. ૭રૂ૭ પત્ર) વિવો સંપ ર પઢિયં એ વાકયથી સ્પષ્ટપણે માત્ર અભ્યાસરૂપ
પાઠનો નિષેધ છતાં જેઓએ આવશ્યક ક્રિયાનો દૃષ્ટાન્તદ્વારા નિષેધ કર્યો હતો તેઓ સ્પષ્ટ
પોતાની ભૂલ સમજી શકે તેમ છે. ૭. બુદુગ્રહ નામની અસ્વાધ્યાયમાં તો ધીમે સ્વરે સ્વાધ્યાય કરવાનું પણ શાસ્ત્રકાર જણાવે છે
એટલે એમાં તો આવશ્યક ક્રિયાની અકરણીયતા કે અવશ્ય કારણે કર્તવ્યતા છે એવું કંઈ
રહેતું જ નથી. ૮. આખું પાનું ભર્યું છતાં ક્ષત્રિયં ચ પઢિM એટલે સંયમઘાતક સિવાયની ચાર અસ્વાધ્યાયમાં
ઉત્કાલિક સૂત્ર તો ભણાય છે એ વાકય ખોલ્યું જ નથી. આવશ્યકાદિ ક્રિયામાં બોલવારૂપે ભણવું એમ લેનારો મનુષ્ય આવશ્યકાદિની ક્રિયાની સાથે જે છૂટ આપી છે તેનો અને ત્ર શબ્દનો ભાવાર્થ સમજ્યો નથી તેમજ આવશ્યક એકલું ન કહેતાં ઉત્કાલિક કહ્યું તે
ઉત્કાલિક શબ્દ જ નકામો પડે છે તે પણ વિચાર્યું નથી. ૯. ચઉમાસી આદિની અસ્વાધ્યાય છતાં તેમાં ઉપદેશમાલાદિને ભણવાની છૂટ સમજનારે
આવશ્યક ક્રિયાની અવશ્ય કર્તવ્ય તરીકે જ શેષ ચાર અસ્વાધ્યાયમાં છૂટ છે એમ કહેતાં
વિચારવું જોઇએ. ૧૦. ઉત્કાલિકની છૂટ આપી, એ અવશ્ય કર્તવ્ય તરીકે જ છૂટ છે એમ કહેનારે કાલિક સૂત્ર
(કલ્પસૂત્ર)ની તો અવશ્ય કર્તવ્ય તરીકે પણ છૂટ નથી એમ માનવું પડશે. ૧૧. કાલ અશુદ્ધ હોય તો આવશ્યકાદિ કરે એ હકીકત ક્રિયાને ન લાગુ કરતાં અધ્યયનને લાગુ કરનારે પાઠ તપાસવો.
(વી. શા. વિ. પ્ર.)
: જાહેર ખબર ? શ્રી સિદ્ધચક્રના માનવંતા ગ્રાહકોને જણાવવાની રજા લઇએ છે કે આ વરસમાં અધિક માસ હોવાથી અને વરસમાં કુલ ૨૪ અંકો આપવાના હોવાથી બીજા વૈશાખ સુદ ૧૫નો અંક બંધ રાખ્યો હતો એ વાત અગાઉ જણાવવાની રહી ગઈ હોવાથી આ અંકમાં જણાવી છે તથા જેઓને નિયમિત અંકો ન મળતા હોય તેઓએ તથા પૂજ્ય મુનિવરોએ પોતાના સ્થાન નિયમિત થયા જણાવવાથી યોગ્ય સ્થળે અંક રવાના કરવામાં આવશે.
તંત્રી.
Page #529
--------------------------------------------------------------------------
________________
જેક્ટ
(શકે
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૨૭-૬-૩૪ બુધવાર ના વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૮ મો. 9 જેઠ સુદિ પૂર્ણિમા
વિક્રમ ,, ૧૯૯૦
“આગમોદ્ધારક.”
૦ આગમ-હ . ૦
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ જ્ઞશરીર ભવ્ય શરીરથી વ્યતિરિક્ત (ભિન) નોઆગમ દ્રવ્યનિક્ષેપાનું સ્વરૂપ અને તેને માનવાની જરૂર. | નિક્ષેપાના અધિકારને અંગે નંદીસૂત્રના સંબંધને લઇને નામ અને સ્થાપનારૂપ બે મુખ્ય ભેદો જણાવીને ત્રીજા દ્રવ્ય નામના મુખ્ય ભેદમાં જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા નોઆગમ
Page #530
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૬-૩૪
૪૧૦
શ્રી સિદ્ધચક્ર દ્રવ્યનિપાના બે ભેદોનું નિરૂપણ કર્યા પછી હવે વ્યતિરિકત એટલે જ્ઞશરીર ભવ્ય શરીરથી ભિન્ન લક્ષણવાળો નોઆગમથી દ્રવ્યનિક્ષેપો વિચારવાની જરૂર છે. દ્રવ્યનિપાના સામાન્ય સ્વરૂપ જણાવતી વખતે આપણે સ્પષ્ટ કરી ગયા છીએ કે મુખ્યતાએ દ્રવ્યશબ્દ અનુપયોગ અગર યથાર્થ ભાવરૂપ વસ્તુના કારણ તરીકેમાં વપરાય છે. તે કારણતાને દ્રવ્ય કહેવાની દૃષ્ટિએ ભવિષ્યના પર્યાયના કારણની અપેક્ષાએ ભવ્ય શરીરપણું અને ભૂતકાળના પર્યાયના કારણની અપેક્ષાએ જ્ઞશરીરપણું હોય છે એ વાત વિસ્તારથી પહેલી કહેવાઈ ગઈ છે. અત્રે ભૂત અને ભવિષ્યના કારણો સિવાય બીજી કઈ અવસ્થા રહે છે કે જેને આપણે કારણ તરીકે માનવા સાથે વ્યતિરિક તરીકે માની શકીએ, કારણકે ભૂત અને ભવિષ્યના કારણોને જ દ્રવ્ય તરીકે કહી શકીએ પણ તે બે સિવાયના વર્તમાન કારણો તો ખુદ કાર્યરૂપે જ પરિણમેલા હોઈ તેને અંગે દ્રવ્યનિક્ષેપો લાગુ ન થતાં ભાવનિક્ષેપો જ લાગુ થાય કેમકે જે જે અવસ્થામાં વર્તમાન પર્યાયો હોય તે તે અવસ્થા તો ભાવરૂપે જ ગણાય. અર્થાત્ જ્ઞશરીર અને ભવ્ય શરીર સિવાયની અવસ્થા ભાવરૂપ હોઈ જ્ઞશરીર ભવ્ય શરીરથી વ્યતિરિકત તરીકે ઓળખવા લાયક પદાર્થ જ રહેતો નથી. આ સ્થળે જો કે પૂર્વ અને પશ્ચાત્ કાળના જ્ઞાનની તેમજ જ્ઞાન સહિત ક્રિયાની કારણતાને લઈને જ્ઞશરીર અને ભવ્ય શરીર એવા બે નોઆગમથકી દ્રવ્યનિક્ષેપા કરવામાં આવ્યા છે, પણ તેમાં મુખ્યતાએ ઉપાદાન કારણને એટલેકે પરિણામી કારણને સ્થાન આપવામાં આવ્યું છે પણ તેના નિમિત્ત કારણોને સ્થાન આપવામાં આવ્યું નથી. શ્રોતાને થતા પદાર્થબોધના કારણ તરીકે ગણાતી જિનેશ્વર ભગવાનની વાણીને દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે તેમજ કોઈપણ પદાર્થને કહેનારો શબ્દ વક્તાએ ભાવશ્રુતના કાર્ય તરીકે પ્રગટ કરેલો હોઇ શ્રોતાના ભાવશ્રુતના કારણ તરીકે બની દ્રવ્યશ્રુત તરીકે ગણાય છે. તેમાં તે કેવળજ્ઞાની મહારાજે કહેલા શબ્દો શ્રોતાઓને જ્ઞાનરૂપે પરિણમવાવાળા હોતા નથી. તેમજ અન્ય છદ્મસ્થોએ પણ ઉપયોગપૂર્વક અભિધેય પદાર્થનો નિર્દેશ કરવા માટે ઉચ્ચારણ કરેલા શબ્દોનું ઉપાદાન કારણ જ્ઞાન નથી તેમજ શ્રોતાને થવાવાળા જ્ઞાનના ઉપાદાન કારણ તરીકે પણ તે શબ્દો નથી. આ વાત તો સહેજે સમજી શકાય તેવી છે, કેમકે ભાષાવર્ગણાના પુગલો જડ એવા પુલાસ્તિકાયના પરિણામોત્તરને પામેલા વિભાગો છે અને તેથી તે ભાવકૃતના ઉપાદાનરૂપે થઇ શકે જ નહિ, છતાં તે ભાવૠતને ઉત્પન્ન કરવામાં કારણરૂપ હોવાથી એ જ વચનને દ્રવ્યશ્રત કહેવામાં આવે છે તો એ દ્રવ્યદ્ભૂતપણું નથી તો જ્ઞશરીરની અપેક્ષાએ નથી ભવ્ય શરીરની અપેક્ષાએ એ બંનેની અપેક્ષા નહિ રહેતી હોવાથી તે વચનને વ્યતિરિકતની અપેક્ષાએ દ્રવ્યશ્રુત કહી શકાશે.
નામાદિ ચારે નિપાના ભિન્ન ભિનપણાની અપેક્ષાએ વ્યતિરિત ભેદને માટે ઉપર પ્રમાણે વિચાર કરીએ પણ દરેક વસ્તુમાં ચારે નિક્ષેપ સહચરિત જ હોય છે એ અપેક્ષાએ વિચાર કરતાં જેમ ઘટપણે વર્તમાનમાં પરિણમેલી માટીને મૃત્તિકા અને ઘટપણારૂપી ઉભય ધર્મથી અંકિત માનીએ છીએ તેવી રીતે જૈનશાસ્ત્રના હિસાબે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકની
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૧૧
તા. ૨૦-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર અપેક્ષાએ ઉભયાત્મક વસ્તુ હોવાથી વર્તમાનકાળે પર્યાયને અનુભવતી વસ્તુને એકલી પર્યાયરૂપ માની શકીએ જ નહિ પણ વર્તમાનપણાનો પર્યાય મુખ્ય ગણીએ તો પણ તે પર્યાયે પરિણમનારા દ્રવ્યનો અપલાપ તો થઈ શકે જ નહિ અને વર્તમાન પર્યાયના અનુભવની વખત પણ જ્યારે દ્રવ્યપણાનો અપલાપ ન થાય, તો તે દ્રવ્યપણાને જ્ઞશરીર નોઆગમ દ્રવ્યભેદ કે ભવ્ય શરીર નોઆગમ દ્રવ્યભેદના નામે કહી શકીએ જ નહિ એટલે પારિશેષ્યથી વર્તમાનપણે પર્યાયને અનુભવનારા દ્રવ્યના દ્રવ્યનિક્ષેપાને અંગે વ્યતિરિક્ત નોઆગમ ભેદ જ લેવો પડે. જૈનશાસનમાં એવી માન્યતાને તો સ્થાન જ નથી કે દ્રવ્ય વગરના એકલા પર્યાયો હોય કે જણાય કે મનાય. અર્થાતુ પર્યાયને અનુભવતી વખતે જરૂરપણે માનવી પડતી દ્રવ્ય અવસ્થાને વ્યતિરિકત ભેદમાં જ દાખલ કરવી પડશે. ઉપર પ્રમાણે નિક્ષેપાના ભિન્ન ભિન્નપણાને અંગે અને ઐક્યપણાને અંગે જે વિચાર કરવામાં આવ્યો છે તે મુખ્યતાએ દ્રવ્યશબ્દનો કારણ અર્થ લઈને જ કરવામાં આવ્યો છે પણ જેવી રીતે દ્રવ્યશબ્દથી કારણ અર્થ લેવામાં આવે છે તેવી જ રીતે દ્રવ્યશબ્દથી અપ્રધાન અર્થ પણ લેવામાં આવે છે અને તેથી જ અન્ય મતના પ્રવર્તકોને દ્રવ્યતીર્થકર અન્ય શિલ્પાદિકના આચાર્યોને દ્રવ્ય આચાર્ય અને આરંભ પરિગ્રહ નહિ છોડનારને દ્રવ્યસાધુ કહેવામાં આવે છે, એટલે જો દ્રવ્યશબ્દનો અર્થ અપ્રધાન છે એમ માનવામાં ન આવે તો તે દ્રવ્યતીર્થકર વિગેરે જ્ઞ કે ભવ્ય શરીર તરીકે કે આગમ દ્રવ્ય તરીકે ઓળખી શકાય નહિ. આ જ કારણથી જૈનશાસનની કહેલી ક્રિયામાં વર્તતા છતાં તાત્વિક દૃષ્ટિએ રહિત એવા અંગારમર્દક આચાર્યને શાસ્ત્રકારોએ દ્રવ્યઆચાર્ય માન્યા છે. વળી જિનેશ્વર ભગવાને કરેલી સર્વવિરતિ પાલનરૂપી આજ્ઞાના અભિલાષ સિવાય શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરનારને અપ્રધાન દ્રવ્ય પૂજા કરનાર કહ્યો તે પણ
ભાવસ્તવરૂપી સંયમનું કારણ તે પૂજા ન બનવાથી અપ્રધાનપણારૂપી દ્રવ્યપણાની અપેક્ષા સિવાય અન્ય રીતે દ્રવ્યપૂજા કહી શકાય તેમ નથી. તેમજ સંયમ, તપ કે તેવી કોઈપણ ધાર્મિક ક્રિયા જે ઉદ્દેશથી આત્માને કરવાની છે અથવા તો શાસ્ત્રકારોએ કહી છે, તે ઉદ્દેશને ભૂલીને કે તેનાથી વિરૂદ્ધ ઉદ્દેશ રાખીને જે જે સંયમ, તપ કે ધર્મ કરવામાં આવે છે તે સંયમ, તપ કે ધર્મને દ્રવ્યસંયમ, દ્રવ્યતપ કે દ્રવ્યધર્મ કહેવામાં આવે છે તે પણ આ અપ્રધાનરૂપી અર્થની અપેક્ષાએ જ કહી શકાય, જેવી રીતે સર્વવિરતિ, દેશવિરતિ કે સમકિતિ જીવો મુખ્ય ઉદ્દેશને ભૂલીને કે અન્ય ઉદ્દેશને ધારીને ક્રિયા કરે તેને દ્રવ્યક્રિયા કહેવાય તેવી રીતે અભવ્ય અગર મિથ્યાષ્ટિ જીવો પણ શાસ્ત્રોકત ઉદ્દેશને ભૂલીને કે અન્ય ઉદ્દેશ રાખીને જે તપ, સંજમ કે ધર્મ કરે તેને પણ અપ્રધાન અર્થમાં જ દ્રવ્ય શબ્દ છે એમ ગણીને દ્રવ્યધર્મ ગણી શકીએ. જેવી રીતે અપ્રધાનપણાની અપેક્ષાએ શાસ્ત્રોક્ત ઉદ્દેશ વિના કે અન્ય ઉદ્દેશથી કરાતો ધર્મ તે અપ્રધાનપણાની અપેક્ષાએ દ્રવ્યધર્મ છે, તેવી જ રીતે વર્તમાનમાં અવિધિથી કરવામાં આવતો ધર્મ પણ શુદ્ધ ઉદ્દેશવાળો હોય તો પણ તે દ્રવ્યધર્મ કહી શકાય છે, કારણકે ધર્મના યથાસ્થિત ફળને આપનાર
Page #532
--------------------------------------------------------------------------
________________
૪૧૨
તા. ૨૦--૩૪
શ્રી સિદ્ધચક ધર્મક્રિયાને ભાવધર્મ ગણી શકીએ અને તેવું ફળ આપનાર તો તે જ ધર્મ હોય કે જે યથોકત ઉદ્દેશ હોવા સાથે સંપૂર્ણ વિધિયુક્ત હોય, આ અપેક્ષાએ અવિધિથી કરાતા ધર્મને પણ જે દ્રવ્યધર્મ કહીએ તે અવિધિની મુખ્યતાએ અપ્રધાનપણું ગણીને જ દ્રવ્યધર્મ કહી શકાય, આ જ કારણથી જે જે ધર્મક્રિયામાં અવિધિ દૂર કરવાના અને વિધિને આદરવાના પરિણામ સાથે કરાતી ધર્મક્રિયા અવિધિથી થતી હોય તો પણ તેને ભાવધર્મ કહેવામાં આવે છે કારણકે અવિધિને ટાળવાના અને વિધિને આદરવાના પરિણામના સામર્થ્યથી અવિધિથી થયેલા દોષો નાશ પામે છે, અને તેથી જ એવા વિચારવાળા ધર્મને દ્રવ્યધર્મ નહિ કહેતાં ભાવધર્મ કહેવામાં આવે છે.
જો કે અવિધિ ટાળવાના ઇરાદાપૂર્વક નહિ ટાળી શકાય તેવી અવિધિથી થયેલો ધર્મ ભવિષ્યના ભાવધર્મના કારણ તરીકે થઈ દ્રવ્યધર્મ ગણાય, તેમાં વ્યતિરિકત દ્રવ્યધર્મપણાની અડચણ નથી, પણ સાતિચાર અનુષ્ઠાનો નિરતિચાર અનુષ્ઠાનનું કારણ બને છે. તે દૃષ્ટિએ તેમજ સકષાય અને અવિરતિપણામાં થયેલા અધ્યવસાય અને આચરણો જ નિષ્કષાય અને સર્વવિરતિપણાને લાવનાર હોઈ તે બધા વિધિની ખામીને લીધે જો દ્રવ્યધર્મો ગણાય તો તેનાથી ગુણઠાણાના અનુક્રમે થતી નિર્જરા થઈ શકે નહિ, અને જો તેમ થાય તો પ્રથમથી જ નિરતિચાર નિષ્કષાય કે સંપૂર્ણ વિધિવાળું અનુષ્ઠાન આવે તો જ ભાવધર્મથી સાધ્ય તરીકે ગણાતી નિર્જરા થઈ શકે, પણ સાતિચાર સકષાયપણામાં અને ન ટાળી શકાય તેવી અવિધિની+દશામાં ભાવધર્મથી સાધવા લાયક નિર્જરા થઈ શકે નહિ અને જો તેમ થાય તો નિષ્કષાય વિગેરે દશાની પ્રાપ્તિ અસંભવિત થાય. ધ્યાન રાખવાની જરૂર છે કે ક્ષાયોપથમિક ભાવની પ્રાપ્તિ થયા વગર ક્ષાયિક ભાવની પ્રાપ્તિ થતી નથી, અને ક્ષાયોપથમિક ભાવની દશામાં મંદ રસવાળો પ્રદેશોદય હોવાથી શંકાદિક, વધાદિક કે સમિતિભંગાદિકના અતિચારો લાગવાનો સંભવ છે, એટલે ક્ષાયોપથમિક ભાવની પરિણતિએ થતા સર્વ અનુષ્ઠાનને જો ભાવધર્મ ગણવો હોય અને દ્રવ્યધર્મ તરીકે તેને ગણવો હોય તો માનવાની જરૂર પડશે કે અવિધિ ટાળવાના પરિણામ અને પ્રયત્ન અવિધિથી થયેલા દોષોનું ઝેર દૂર કરેલું છે. આ જ કારણથી ભગવાન હેમચંદ્રસૂરિજી શ્રદ્ધાવાળાઓની જેવી તેવી વાણીને પણ પ્રસંશાપાત્ર ગણે છે અને શ્રદ્ધાશૂન્યોની સંપૂર્ણ ગુણવાળી વાચના અને ક્રિયા બંનેને અનુયોગદ્વારા વિગેરે સૂત્રકારો તાત્ત્વિક અનુષ્ઠાનરૂપે નહિ ગણાવતાં અપ્રધાનપણે દ્રવ્ય અનુષ્ઠાન ગણાવે છે, આવી રીતે ઉદ્દેશની ભાવનાથી શૂન્ય, કે અન્યોદ્દેશવાળું અથવા અવિધિની બેદરકારીથી થતા અવિધિ અનુષ્ઠાનોને જે દ્રવ્ય તરીકે કહેવાય છે અને કહેવા પણ પડે તે જ્ઞશરીર કે ભવ્ય શરીરના ભેદોની અપેક્ષાએ તો કહી શકીએ તેમ નથી. તો પછી તેને દ્રવ્યધર્મ કહેવાનો એકજ રસ્તો છે કે તેને વ્યતિરિકત નામના ભેદમાં દાખલ કરીએ, અને તે અપેક્ષાએ જ્ઞશરીર અને ભવ્ય શરીરના નિક્ષેપ કરતાં વ્યતિરિકતની અપેક્ષાએ જ બની શકે.
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૬૩
શ્રી સિદ્ધચક
તા. ૨૦-૬-૩૪
આમાંધદેશના
આગમાં દ્વારકની
(દેશનાકાર
'ભજવર
ભગવતી
ડિ િ8િ
નિર/ દdડા,
/આઇસધ્ધes.
સાચી સ્વાધીનતા.
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે “જ્ઞાનસાર પ્રકરણ' કરતાં થકા કહી ગયા કે- આ જીવ સંસારમાં અનાદિ કાળથી રખડપટ્ટી કરે છે. જીવની આ અનાદિકાળની રખડપટ્ટી એ દરેક જીવને સ્વયંસિદ્ધ છે. એટલે એને સાબીત કરવાની જરૂર નથી, કારણકે દરેક જીવ શરીરને અને આયુષ્યને આધીન છે એ વાત પ્રત્યક્ષ માલુમ પડે છે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં કોઈ મનુષ્ય પોતાના આત્માને પરાધીન ન માનતાં સ્વતંત્ર માને તો તે ભૂલભરેલું છે. પોતાનો આત્મા પરાધીન હોવાના કારણે એના કેટલાય ગુણો અપ્રકાશમાન હોય છે અને તેથી પોતાના આત્માની સંપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે એ અપ્રકાશમાન ગુણોને પ્રકાશમાં લાવવાના હોય છે. એ ગુણોને પ્રકાશમાં લાવવાને અનુકૂળ સમય પણ મળ્યો હોય છતાં એ ગુણોને પ્રકાશમાં ન લાવે અને પોતાના આત્માને સંપૂર્ણ કહે તો તે “તમાચો મારીને મોટું લાલ રાખવા” જેવું જ કર્યું ગણાય. શરીર ક્ષીણ થઈ ગયું હોય, લોહી સુકાઈ ગયું હોય, મોટું ફીકું પડી ગયું હોય છતાંય મોટું લાલ દેખાડવાની ઇચ્છા થાય તો તમાચો માર્યા સિવાય બીજો શો ઉપાય ? પણ એ તમાચો મારીને લાલ કરેલું મોટું કેટલો સમય લાલ રહેવાનું ? પરિણામે તો મોઢે પહેલાં કરતાં પણ વધારે ફીકું થવાનું ! ઠીક એ જ પ્રમાણે આત્મા પરાધીન હોવા છતાં સ્વતંત્ર માની લે તો આત્માને પણ વધારે સહન કરવું પડે છે. જે માણસ પોતે સંપૂર્ણ ન હોવા છતાં પોતાને સંપૂર્ણ માની લે તો એ કદીપણ પોતાને સંપૂર્ણ બનાવવા તરફ તો પ્રયત્ન નહિ જ કરવાનો અને ઉલટું એ સંપૂર્ણતાની ખોટી માન્યતાના આધારે પોતાની પાસે જે કંઈ સારું હોય તે પણ ગુમાવી બેસવાનો. પોતાનો આત્મા અનાદિ કાળથી આ સંસારમાં રખડ્યા કરે છે એ
Page #534
--------------------------------------------------------------------------
________________
૪૧૪
તા. ૨૦-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર વસ્તુ મહા ભયંકર છે. આવો મહા ભય નિરંતર પોતાની સામે હોવા છતાં “મારે શું” એવો વિચાર કરીને જે મનુષ્ય બેફીકરપણે વર્તે છે એ તો ખરી રીતે એ મહા ભયને, પોતાના ભવિષ્યના હિતની અપેક્ષાએ, વધુ ભયંકર બનાવે છે અને પરિણામે સ્વાધીનતાની ખોટી ધૂનમાં પોતાના આત્માને વધુ ને વધુ પરાધીનતાના પાશમાં પાડે છે ! સાચી સ્વાધીનતા તો અનુચિત બેફીકરીમાં નથી પરંતુ ઉચિત જવાબદારી સમજવામાં છે. તત્ત્વદૃષ્ટિ.
રોગી માણસ જેમ હંમેશાં પોતાના ભાવિના હિતનું ભાન ભૂલીને કુપથ્યનું સેવન કરવામાં જ આનંદ માણે છે, એ જ પ્રમાણે કર્મરૂપી રોગથી ઘેરાયેલો આપણો આત્મા પણ પોતાની આત્મમુક્તિને ભૂલી જઈને કુપથ્ય સેવન કરવામાં જ રત રહે છે. એ કુપથ્થો કયા? આહારાદિ પાંચ એ આત્મા માટે મહાન કુપથ્થરૂપ છે. એ કુપથ્યનું જેટલું વધારે સેવન થાય એટલા અંશે કર્મરૂપી રોગ વધારે બળવાન થાય છે. આપણો આત્મા અનાદિ કાળથી એ કુપથ્યનું સેવન કરી રહ્યો છે, અને એમાં જ આનંદ માની રહ્યો છે. જ્યાં સુધી એને એ વાતનું બરાબર ભાન નહિ થાય અને એ અજ્ઞાની રહેશે ત્યાં સુધી એ સેવન કરતો જ રહેવાનો. માણસ જયારે ભર નિદ્રામાં હોય ત્યારે પોતાના ઓશીકે સાપ આવી બેઠો હોય તો પણ એ ડરતો નથી અને જાગ્યા પછી એ જીવલેણ સાપના બદલે વીંછી પણ જોવામાં આવે તો એ કંપી ઉઠે છે અને ત્યાંથી અળગો જઈ બેસે છે. જીવને જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં લગી એ ભયંકરતાને ઓળખી શક્યો નહતો, પરંતુ હવે જયારે જૈનશાસનના અમૃતતુલ્ય અંજનથી એની આંખ ઉઘડી ગઈ છે અને એનું અજ્ઞાન ઉડી જવાનો યોગ મળ્યો છે છતાં જો એને એ ભયંકરતાનું ભાન ન થાય તો પછી એ કયારે સમજવાનો. નદીએ જઈ આવવા છતાં જે તરસ્યો પાછો આવે એની તૃષા કયાં શાંત થવાની ? દિવસના સમયે સૂર્યનો પ્રકાશ હોવા છતાં જે ન દેખી શકે એ રાતે શું દેખવાનો? જ્યાં સુધી માણસ વિવેકદૃષ્ટિથી વિમુખ હોય છે ત્યાં સુધી એ સારાસારને ન સમજી શકે એ સ્વાભાવિક છે અને કંઈક અંશે એ સંતવ્ય પણ ગણાય, પરંતુ જે મનુષ્યને વિવેકદૃષ્ટિ મેળવવાની તમામ સામગ્રી શ્રી જૈનશાસનના સંસર્ગથી મળી હોય છતાં એ સારાસારને ન સમજે અને રાતદિવસ પોતાનું ચિત્ત, એ આહારાદિ પાંચ મહા કુપથ્થોના સેવન કરવામાં જ પરોવી રાખે તો એ કેમ સંતવ્ય ગણાય? અને આથી એને બીજો કયો વધારે સરસ યોગ મળશે કે જ્યારે એ પોતાના હિતને સમજી શકશે? પોતાના આત્માની શુદ્ધિ નિમિત્તે ધાર્મિક ક્રિયાઓ ન કરવા છતાં માણસ એ કબુલ કરવા તૈયાર નથી હોતો કે “મારાથી ક્રિયાઓ નથી થતી.” વળી કેટલાક આત્માઓ એવા
Page #535
--------------------------------------------------------------------------
________________
૪૧૫
શ્રી સિદ્ધચક્ર
તા.૨૦-૬-૩૪
પણ છે કે જેઓ ધાર્મિક ક્રિયાઓ કરે છે, સદાચરણના નિયમો પાળે છે, છતાંય પોતાના આત્માને અનાદિ કાળથી પડેલી કુપથ્ય સેવનની ટેવ દૂર થઇ શકતી નથી. એ કુપથ્યોનો નિરંતર આદર કરવામાંથી મન હજુ દૂર થતું નથી. માણસ જ્ઞાન, ધ્યાનમાં આનંદ જરૂર માને છે પરંતુ એ આનંદ એટલો મજબુત નથી કે જેથી એ કુપથ્ય સેવનના આનંદ કરતાં વધી જાય. જ્યારે એ પથ્ય સેવનની અભિરૂચિના સ્થાન પર શાનાદિકની અભિરૂચિ જાગે ત્યારે સમજવું કે આપણે જૈનશાસનનો સાચો લાભ મેળવ્યો છે અને સાચી તત્વદ્દષ્ટિનું દર્શન કર્યું છે. ખરું સામાયિક.
શાસ્ત્રકાર મહારાજે જ્ઞાનાદિ-સામાયિક આદિ-કરવાનું ફરમાવ્યું છે, તે કઈ દૃષ્ટિએ ? એટલા જ માટે કે ધીમે ધીમે આપણા આત્માને કેળવીને આપણે એ કુપથ્યોથી અળગા થઇએ! ત્યારે આપણે અત્યારે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ તો એથી જુદા જ પ્રકારની છે. પહેલાં આપણા આહારાદિક બરાબર સચવાય અને ત્યારબાદ જ્ઞાનાદિક-સામાયિક આદિ કરાય ! આ સ્થિતિ-સાધુ હો કે શ્રાવક હો-દરેકમાં સામાન્ય રીતે જોવામાં આવે છે. અનુકૂળ ભોજન વિગેરેની સગવડ ન મળતાં શરીરની જે સ્થિતિ થાય છે એવી જ સ્થિતિ કદીક જ્ઞાનાદિકના સાધનો ન મળતાં થાય છે ખરી કે ? સમજો કેઃ-તમો મુસાફરીએ નીકળ્યા. એક જંગલમાં જઇ ચડયા. ભૂલા પડયા. એકલા છો. બરાબર મધ્યાહ્નનો સમય થયો છે. સૂર્યનારાયણ માથા ઉપર તપી રહ્યો છે. સવારનું કંઇપણ ખાવા મળ્યું નથી. આસપાસમાં કોઇ ગામ કે ઝુંપડું દેખાતું નથી અને ભોજન માટે જરાપણ સંભવ દેખાતો નથી. એવી કફોડી સ્થિતિના વખતે તમારા શરીર ઉપર જે અસર થાય અને મનની ઉપર જે દુઃખની લાગણીઓ ઘેરાઇ આવે એ દુઃખને એક પલ્લામાં મૂકો અને બીજી તરફઃ-સમજો કે તમે રોજ સમ્યગ્-દર્શન-જ્ઞાન-ચારિત્રનું કંઈપણ કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છેઃ- રેમિ ભંતે ! સામાયિયં ના પવિત્ર શબ્દો ઉચ્ચારીને સમ્યગ્દર્શનાદિકના કારણસ્વરૂપ અને ફળરૂપ કાર્યો કરવાની ઇચ્છાપૂર્વકની પ્રતિજ્ઞા કરી છે. એ પ્રતિજ્ઞા વખતે પણ તમે એવા કફોડા સંયોગોમાં આવી પડયા છો. કોઇપણ પ્રકારની તમારી પ્રતિજ્ઞાને અનુકૂળ પ્રવૃત્તિ કરી શકો એવા સાધનો તમારી પાસે નથી અને પરિણામે તમે પ્રતિજ્ઞાભંગના દોષમાં આવી પડો એમ છો. એ પ્રતિજ્ઞાભંગથી મન ઉપર થતી લાગણીઓને બીજી તરફ મૂકો, અને પછી જવાબ આપો કે કયું પલ્લું નીચું નમે છે ? કયા પલ્લામાંની દુઃખની લાગણીઓનું વજન વધી જાય છે? તમારે કબુલ કરવું પડશે કે શરીરને થયેલ અશાતાથી ઉત્પન્ન થયેલ દુઃખ પ્રતિજ્ઞાભંગના દુઃખ કરતાં વધી જવાનું, અને જ્યાં સુધી આવી સ્થિતિ કાયમ રહે ત્યાં સુધી સમજવું કે
Page #536
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૬-૩૪
૪૧૬
- શ્રી સિદ્ધચક્ર આપણે હજુ આપણા સાચા હિતને અને ખરા વૈરીને ઓળખી શકયા નથી. જ્યારે આપણે શરીર પોષણની ભાવના કરતાં આત્મશુદ્ધિની પ્રતિજ્ઞાની કિંમત વધારે આંકતા થઈશું ત્યારે જ આપણે સાચા જ્ઞાનાકના ઉપાસક-ખરી સામાયિકના કરનારા બનીશું ! કર્તવ્ય પ્રવૃત્તિ અને ઐચ્છિક પ્રવૃત્તિ.
સમ્યગુદર્શનાદિકનું કાર્ય કરવાની પ્રતિજ્ઞાનો અર્થ એ છે કે સમ્યગુદર્શનાદિકના હેતુરૂપ, સ્વરૂપરૂપ અને ફળરૂપ જે જે કાર્યો હોય તે બધાને સ્વકર્તવ્યરૂપ ગણીને કરતા જ રહેવું અને એટલા જ માટે એ કાર્ય કરવામાં વિક્ષેપના કારણભૂત હોવાના કારણે નિદ્રાદિકને પ્રમાદ તરીકે ગણવામાં આવેલ છે. પ્રમાદ એ એક પ્રકારનો દોષ છે. ભલા માણસ ઉંઘતો હોય તે વખતે એવું શું કાર્ય કરે છે કે જેથી ઉંઘને દોષરૂપ માનવામાં આવે છે? ઉલટું જાગવા કરતાં ઉંઘવા વખતે માણસ બીજી ક્રિયાઓમાં પ્રવૃત્ત ન હોવાના કારણે કેટલાય દોષો નથી કરતો જ્યારે જાગતી વખતે તો જયણાં વગર બોલવા ચાલવા વિગેરેમાં અનેક પ્રકારના કર્મો બાંધે છે. નિદ્રા-પ્રમાદને દોષરૂપ માનવાનું એક જ કારણ છે કે મનુષ્ય જે સમ્યજ્ઞાનાદિકના કાર્યો નિરંતર કરતા રહેવાની જે પ્રતિજ્ઞા લીધી છે એ પ્રતિજ્ઞાનો એટલા સમય માટે ભંગ થાય છે. નિદ્રાદિકમાં જેટલો સમય વધારે જાય એટલા અંશે એ પ્રતિજ્ઞાનો વધારે ભંગ થવાનો. ભલા જો નિદ્રા દોષરૂપ જ છે તો પછી ઉંઘવાની છૂટ કેમ આપી ? કેટલાક કાર્યો એવા હોય છે કે જેમાં બે પગલાં આગળ વધીને એક પગલું પાછા પડવું પડે છે. અર્થાત્ બે પગલાં આગળ વધવું હોય તો એક પગલું પાછળ પડવાનું પણ મંજુર રાખવું પડે છે. ઠીક આ જ હેતુથી નિદ્રા દોષરૂપ હોવા છતાં તેની છૂટ આપવામાં આવી છે. કોઈપણ ક્રિયા કરવામાં શરીર એ સર્વથી પ્રથમ જરૂરી વસ્તુ છે, અને એ શરીરને સ્વસ્થ રાખવા માટે આહારાદિક જેટલી જ-કદાચ એથી પણ વધારે-નિદ્રાની આવશ્યકતા છે. એ નિદ્રા ન લેવામાં આવે તો શરીર અસ્વસ્થ થઈ જાય અને તેથી એ પ્રતિજ્ઞાનું પાલન લગભગ સર્વથા બંધ પડી જાય, એટલા માટે શરીર સ્વસ્થ રહે અને નિદ્રાનો થોડો સમય બાદ કરતાં બાકીનો બધો સમય પ્રતિજ્ઞાનું પાલન થતું રહે એટલા માટે નિદ્રાની છૂટ આપવામાં આવી છે. રાત્રિના બે પહોર જેટલી નિદ્રા લીધા બાદ માણસ દિવસના સમય દરમ્યાન અખંડ રીતે સ્વાધ્યાય કરી શકે છે. જો આ સ્વાધ્યાયાદિક ન કરાય તો એ નિદ્રાથી એકાંત દોષનું જ પોષણ થવાનું અને એટલા જ માટે અકાળ નિદ્રા કે દિવસની નિદ્રાને દૂષણરૂપ ગણીને એનો નિષેઘ કરવામાં આવ્યો છે. “મિ ભંતે" ના પવિત્ર ઉચ્ચારણપૂર્વક ચારિત્રનું ગ્રહણ કરનારે આ જીવન સમ્યગુદર્શન-શાન ચારિત્રની કારણરૂપ, સ્વરૂપરૂપ અને ફળરૂપ જે જે પ્રવૃત્તિ હોય
Page #537
--------------------------------------------------------------------------
________________
૪૧૦
તા.૨૦-૬-૩૪
શ્રી સિદ્ધચક તે દરેક તેણે કરવી જ જોઈએ. ભણવાના વખતે અભ્યાસ ન કરે તો દોષ. દર્શન કરવાના સમયે દર્શન કરે તો દોષ. સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય ન કરે તો દોષ અને ચારિત્રના અંગે વિનય વૈયાવચ્ચ ન કરે તો પણ દોષ. આ સ્થાને એક વસ્તુ ખાસ સમજવા જેવી એ છે કે જે જે પ્રવૃત્તિ કર્તવ્યરૂપ હોય તે પ્રવૃત્તિ કરવામાં ફાયદો રહેલો છે એમ નથી પરજુ એ પ્રવૃત્તિ ન કરવામાં આવે તો દોષ જરૂર લાગે છે, અને એટલાજ માટે ફાયદો થવાની દૃષ્ટિએ નહિ પરન્તુ દોષ ન લાગે એ વિચાર કરીને પ્રવૃત્તિ કરવાની હોય છે, અને એટલા જ માટે-એ દોષોનો પરિહાર કરવાના ઉદ્દેશથી આલોયણાનું વિધાન કરવામાં આવ્યું છે. ફાયદો ન થવાના માટે કદી પણ આલોયણા નથી હોતી. બીજી તરફ જે પ્રવૃત્તિઓ જરૂરી કર્તવ્યરૂપ ન હોતાં ઐચ્છિક હોય છે એમાં આના કરતાં ઉલટું છે. એટલે કે એ પ્રવૃત્તિ ન કરવામાં આવે તો દોષ નથી લાગતો પરંતુ જો કરવામાં આવે તો અવશ્ય લાભ થાય છે. વિશસ્થાનકની ઓળી, વર્ધમાન તપની ઓળી, નવપદની ઓળી કે એવી બીજી શુભ તપસ્યાઓ ન કરે તો કંઈ પ્રાયશ્ચિત નહિ પરન્તુ જો કરે તો લાભ જરૂર થાય. જરૂરી કર્તવ્યરૂપ પ્રવૃત્તિ અને ઐચ્છિક પ્રવૃત્તિમાં એકજ મોટો ભેદ છે કે જરૂરી કર્તવ્ય પ્રવૃત્તિ કરો તો કઈ નહિ પણ ન કરો તો દોષ. ઐચ્છિક પ્રવૃત્તિ ન કરો તો કંઈ દોષ નહિ પણ કરો તો લાભ!. છાર ઉપર લીપણ.
જીવનપર્યત સામાયિક કરવાની, અને સાવદ્ય યોગનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઈને સાધુપણું અંગીકાર કર્યા છતાં સ્વાધ્યાયાદિક દિનકૃત્ય ન થાય તે દિવસે અંતઃકરણમાં બળાપો થાય છે ખરો કે? એક ગામથી બીજે ગામ કહો કે છાણીથી વાસદ જવું હોય એ વખતે એ મુનિ જરૂર વિચાર કરશે કે વચમાં શ્રાવકના ઘર વિગેરે છે કે નહિ પરંતુ એ વિચાર નહિ આવવાનો કે જ્ઞાનાદિકના આરાધનના સાધનો મળશે કે નહિ. બસ અહીં જ પિંડપોષણ અને આત્મપોષણમાં ખરો ભેદ રહેલો છે. જ્યાં સુધી આહારાદિક કુપથ્થમાં જ મન રમતું હોય ત્યાં સુધી પિંડપોષણનો જ વિચાર આવવાનો પરન્તુ જ્યારે એ કુપથ્યના સેવન તરફ જેવું લક્ષ્ય હતું એવું જ લક્ષ્ય દવાના સેવન તરફ જશે ત્યારે આત્મપોષણ થવાનું, અને જ્યારે એ આત્મપોષણની ભાવના જાગ્રત થશે ત્યારે જ સામાયિક આદિની પ્રતિજ્ઞા સફળ થશે ! સામાન્ય રીતે આપણે આપણા શરીરની હંમેશાં સંભાળ રાખ્યા કરીએ છીએ પરંતુ જ્યારે એ શરીરને કાંટો વિગેરે વાગે છે કે ગુમડા વિગેરેની પીડા થઈ આવે છે ત્યારે આપણે એ શરીરને વિશેષતાપૂર્વક સંભાળીએ છીએ. ભલા એ જ પ્રમાણે-એ શરીરની સંભાળની માફકજ્યારે આપણા જ્ઞાનાદિકની ખામી દ્વારા આપણા આત્મામાં ખામી આવે છે ત્યારે આપણે
Page #538
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૬-૩૪
૪૧૮
શ્રી સિદ્ધચક આપણા આત્માની સંભાળ લઇએ છીએ કે ? જો આપણને આપણા આત્માની દવાનું ભાન થયું હોત તો જરૂર આપણને આત્મામાં ખામી આવતાં ચમકારો થાત ! પરન્તુ એ દવા જાણવા માટે આપણે કયાં દરકાર કરીએ છીએ ? શરીરની દવા ગોતવા માટે આપણે ઘરે ઘરે, ગામે ગામે, શહેરે શહેરે, અરે દેશે દેશે કરવામાં પણ પાછા પડતા નથી. જેને બોલાવવા પણ ન ગમે એવા વૈદ્યોની ગુલામી ખુશામત કરતાં પણ અચકાતા નથી. ભલા આપણા આત્માની દવા મેળવવા માટે આપણે શું કર્યું ? હવે જૈનશાસનની પ્રાપ્તિના કારણે એ દવા મેળવવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. હવે પણ જો આપણે એ નહિ મેળવીએ તો હવે પછી કયારે મેળવવાના ? ભલા કદાચ આપણે જાણવાની દ્રષ્ટિએ દવાને જાણી પણ લઈએ છતાં આત્માને કયે રસ્તે દોરવો એનું આપણને ભાન ન થાય તો એ પણ છાર ઉપર લીંપણ જ સમજવું!
એક માણસનું શરીર રોગગ્રસ્ત થયું છે. લોહી સુધરતું નથી, અને ઉપરથી ભપકાદાર કપડાં પહેરી લીધાં છે. તો શું શરીરને કંઈ ફાયદો થઈ જવાનો ? જરાપણ નહિ. એ જ પ્રમાણે જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રવૃત્તિરૂપ કપડાં પહેરી લીધાં પણ વિષયાદિક ખસેડવા પાલવતા ન હોય તો એનું ફળ શું? માત્ર વેશ ધારણ કરવાથી કંઈ ન જ વળે ! કુતરાને રાજગાદી પર બેસાડો છતાં એ ખાસડાં જ કરડવાનો ! તે જ પ્રમાણે આ જીવ અનાદિ કાળથી ચઢતો ચઢતો જૈનશાસનની ગાદી ઉપર તો બેસી ગયો પરતુ અનાદિ કાળથી ચાલતો આવતો પોતાનો, આહારાદિક કુપથ્ય ભોગવવાનો, સ્વભાવ છોડી શકતો નથી. ખરી રીતે રાજઋદ્ધિને તત્વરૂપ લેખીને પોતાનો ચામડાં કરડવાનો સ્વભાવ ત્યાગ કરવાની માફક સમ્યગદર્શનાદિને તત્વરૂપ ગણીને આહારાદિકથી પોતાના મનને હઠાવતા રહેવું જોઈએ. શરીરનું સાફલ્ય.
ભલા “શરીરમાં વહુ ઘસાધનમ્” એ પણ શાસ્ત્રકારનું જ વચન છે તો પછી આહારાદિકનો ત્યાગ કરીને એને સુકાવવું શા માટે ? અને જો એને સુકાવવું કહ્યું તો પછી એને ધર્મનું સાધન કરવા માટે રક્ષવું કેવી રીતે? શાસ્ત્રકારે જે એ વાકય કહ્યું છે એ બરાબર કહ્યું છે. આ શરીરદ્વારા જ આપણે આપણા આત્માનું સાઘન કરી શકીએ છીએ, અને એ આત્માનું સાધન થઈ શકે ત્યાં સુધી એનું પોષણ પણ કરવું, પણ એ શરીરના પોષણમાં
જ્યારે આત્માનું શોષણ થાય ત્યારે એ શરીરની ચિંતા છોડી દેવી જોઇએ. વેપારી માલ ખરીદે છે એ કમાણીની જ આશાએ. અનેક જાતનો માલ ખરીદવામાં પોતાનું સઘળું દ્રવ્ય વ્યય કરે છે અને માલની વખારો ઉપર વખારો ભર્યો જાય છે એ બધું પણ કમાણી માટે જ. જયાં કમાણી થતી ન લાગે કે એ માલ લેવો બંધ જ કરવાનો. કમાણી થતી લાગે ત્યાં
Page #539
--------------------------------------------------------------------------
________________
૪૧૯
તા.૨૭-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર સુધી તો એ જરૂર માલ ખરીદવાનો. કમાણી કે નુકશાનીનો લેશ પણ વિચાર કર્યા વગર માત્ર ખરીદવાની ખાતર જ માલ ખરીદનાર વેપારી છેવટે દેવાળું નહિ કાઢે તો બીજું શું કરશે? એ જ પ્રમાણે જે શરીરથી ધર્મસાધન થતું લાગે તે શરીરને લેવું, અને જયારે ધર્મ થતો ન લાગે ત્યારે એ શરીરને ફેંકી દેવું. કમાણી કરાવે તે માલને સંઘરવો અને ધર્મ કરાવે એ શરીરને સંઘરવું.
ઉપર કહેલ વાતનો વિચાર કરીને ઘણાય માણસો કહી દે છે કે ધર્મ ન થાય તો શરીરને વોસરાવી દેવું. પરંતુ આ વાકય સાચી દાનતથી બોલાય છે ખરું ? શાસ્ત્રકારે તો સાફ કહ્યું કે સમ્યગુદર્શનાદિનો લાભ થતો લાગે તો જિંદગી ટકાવો નહિ તો એને લટકાવી દ્યો. અનશન કરીને એનો અંત લાવો, પણ આનું પાલન કયાં થાય છે ? સાધુમુનિરાજ ધર્મલાભના નામે ખોરાક લે છે, વસ્ત્રાદિક લે છે, પરન્તુ એ લઇને આત્મસાધન ભૂલીને શરીર પોષણ કરે તો કેવું કહેવાય? અન્નવસ્ત્રાદિ લીધાં ધર્મના નામે અને વાપર્યા પીંડપોષણના કામે ! નાણું લીધું કોઈ પેઢીનું અને જમા કરાવ્યું બીજી કોઈ પેઢીમાં ! ધર્મલાભનું ઉચ્ચારણ કરીને રોટલાનો ટૂકડો પણ મેળવવો તો તે શા માટે ? આ શરીર ટકી રહે એ દૃષ્ટિએ, અને એ શરીર પણ શા માટે ટકાવવું? એ શરીરનું એકે એક ડગલું સમ્યગુદર્શનાદિકના સાધનમાં જ ભરાય-એક એક ક્ષણ એવી શુભ પ્રવૃત્તિમાં જ વપરાય એટલા જ માટે. જો એમ ન થાય તો ધર્મના નામે ઉઘરાવેલી રકમ હાડકાં ચામડાં ખાતે જમે કરાવી લેખાય, અને આમ ધર્મના નામે ઉઘરાણું કરીને પિંડપોષણ કરાય તો એ આત્માની શી વલે થવાની ? આ સ્થિતિથી બચવા માટે પોતાનું સ્વરૂપ સમજીને સમ્યગદર્શનાદિકમાં લીન થઈને એના સાધનમાં આ શરીરને સાર્થક કરવું જોઇએ.
આ શરીર એ હાડકાંનો ઢગલો છે, લોહીની કોથળી છે અને વિષ્ટાનો ટોપલો છે અને શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ આત્માને એનો સંસર્ગ છે. એ સંસર્ગ મોક્ષ નહિ મળે ત્યાં સુધી અનિવાર્ય છે, અને એ સંસર્ગ ટૂટશે નહિ ત્યાં લગી મોક્ષ થવાનો નથી. એટલે-આ બધું વિચારીને આપણે એવી જ પ્રવૃત્તિ કરવી જોઇએ કે જેથી એ શરીરનો ઉપયોગ આત્માના મોક્ષમાર્ગના સાધનમાં જ થાય, અને એ ઉપયોગ કરવા માટે આહારાદિક હમેશાં દૂર કરતા રહેવું જોઇએ. આહારાદિકની વૃદ્ધિમાં જેવો આનંદ થાય છે એવો આનંદ સમ્યગુજ્ઞાનાદિકની વૃદ્ધિમાં પણ થવો જોઇએ. શરીર માટે જેમ આડાઅવળા દોડીએ છીએ એ જ પ્રમાણે આત્મા માટે પણ આત્માના ગુણો આપનાર પાસે ગમે તેમ કરીને પહોંચી જવું જોઈએ ! જેમ વેષના જેવું જ સુંદર શરીર હોવું જોઇએ. એ જ પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિ જેવો જ આપણો આત્મા શુદ્ધ હોવો જોઈએ!
Page #540
--------------------------------------------------------------------------
________________
તા. ૨૭-૬૩૪
શ્રી સિદ્ધચક
૪૦૦
સંયમાત્મા.
અત્યાર સુધીમાં આપણે જાણી ગયા કે સમ્યગુદર્શનાદિકની પ્રવૃત્તિ હોવા છતાં જ્યાં સુધી આહારાદિક કુપથ્થથી દૂર થવામાં ન આવે ત્યાં લગી ખરું કલ્યાણ નથી થતું. એ સમ્યદર્શનાદિકમાં આત્મા ખરો તલ્લીન કયારે થઈ શકે એ હવે વિચારીએ. પોતાના સ્વરૂપનો વિચાર કરતી વખતે જ્યારે આત્મા પોતાને સંયમસ્વરૂપ માને ત્યારે જ એ ખરી રીતે સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનવાળો બની શકે છે. જ્યારે આત્મા પોતાને સંયમસ્વરૂપ માનશે ત્યારે એ આહારાદિકને કુપથ્થરૂપ ગણશે, અને પોતાનું સ્વરૂપ સમ્યગુદર્શન-જ્ઞાનચારિત્રમય જ છે એ સમજશે.
સમ્યગુદર્શન એટલે શું? માત્ર શબ્દને જ વળગી રહેવાથી કંઈ નહિ વળે. એ શબ્દનું અંદરનું રહસ્ય સમજવું જોઇએ. જરા આગળ વધીને વિચારીએ તો શુધ્ધ દેવાદિકને માનવા એ પણ આમાં જ આવી જાય છે. અંદરનું રહસ્ય સમજ્યા વગર આપણે શબ્દનું સાચું મહત્વ નથી સમજી શકતા. માનો કે- એક બાળક માંદું પડયું. વૈધે એને તપાસ્યું અને સંગ્રહણીનો રોગ હોવાનું કહ્યું. બાળકે એ શબ્દ સાંભળી લીધો. સંગ્રહણી કેવો ભયંકર રોગ છે એનું એને ભાન નથી. એ તો માત્ર એટલું જ સમજ્યો કે એને જે રોગ થયો છે એનું નામ સંગ્રહણી. બીજા કોઈ સગાવહાલા એને જોવા આવે છે ત્યારે એ બધાને એ બાળક પોતાને સંગ્રહણી હોવાનું કહે છે છતાં એને મનમાં એ રોગની ભયંકરતાજન્ય ગભરામણ નથી થતી. એ જ પ્રમાણે આપણે પણ કોઈ ગુરુ મુખથી સાંભળીને કહીએ છીએ કે આહારાદિ કુપથ્થરૂપ છે અને આપણા આત્માને કર્મનો રોગ વધારવામાં મદદ કરે છે. આપણો આત્મા સચ્ચિદાનંદરૂપ છે. આ રોગથી બચવા માટે આપણે ક્રિયાદિક પણ કરીએ છીએ અને એ પણ કોઈ છેતરવાના પરિણામથી નથી કરતા છતાં જ્યાં સુધી આપણે એનું ખરું રહસ્ય ન સમજીએ ત્યાં સુધી આપણે એનું પુરેપુરું મહત્વ નહિ સમજવાના અને પુરતો લાભ નહિ ઉઠાવવાના. બાળક જો સંગ્રહણીનું સાચું સ્વરૂપ સમજ્યો હોત તો કદી વાલ ખાવાની ઇચ્છા ન કરત. એ જ પ્રમાણે આપણે પણ જો આશ્રવબંધને સંસારમાં રખડાવનારરૂપ અને સંવરનિર્જરાને આત્માને છોડાવનારરૂપ જાણી લઈએ તો એવા આશ્રવમાં કદી પણ પ્રવૃત્ત ન જ થઈએ, અને આ પ્રમાણે અશુભ પ્રવૃત્તિથી અટકવા માટે આપણે આત્માને સંયમરૂપ માનવો જોઇએ. સંયમસ્વરૂપ માન્યા વગર જ્ઞાનદર્શન સ્વરૂપ માનીએ તો પણ ભૂલભરેલું છે. કારણકે આશ્રવ છોડવારૂપ અને સંવર આદરવારૂપ છે અને એ પ્રમાણે એક છોડવામાં અને એક આદરવામાં સમ્યગુદર્શનાદિકની જડ રહેલી છે. એટલે છેવટે સંયમરૂપમાં જ એ જડ જાય છે એટલા માટે સંયમરૂપ આત્મા બને ત્યારે જ શાન અને દર્શનરૂપ બની શકે છે.
Page #541
--------------------------------------------------------------------------
________________
૪૨૧
શ્રી સિદ્ધચક
તા.૨૦-૬-૩૪
જીવાદિ તત્વોને બોલી દેવા માત્રથી સમ્યકત્વ નથી આવી જતું, પરન્તુ એ નવ તત્વને તત્વરૂપે જાણે ત્યારે જ સમકિત આવે છે. અહીં પણ આશ્રવને આશ્રવરૂપેજ જાણીને એને ત્યાજ્ય સમજીને એનો ત્યાગ કરવાની પ્રવૃત્તિ કરવી પડે છે. અને આ પ્રમાણે ત્યાગની પ્રવૃત્તિ આત્માને સંયમરૂપે માનીએ ત્યારે જ બની શકે છે.
ભલા સમ્યકત્વ અને જ્ઞાનનું સાધ્ય શું ? શાસ્ત્રકાર મહારાજ કહે છે કે જ્ઞાની પત્ન વિરતિઃ એટલે એનું સાધ્ય વિરતિ છે, જ્યાં સુધી એ વિરતિના પરિણામ ન થયા હોય ત્યાં સુધી સાચું જ્ઞાન ન કહેવાય. સમ્યકત્વ પામ્યા પછી બેથી નવ પલ્યોપમે દેશવિરતિપણુંશ્રાવકપણું મળે છે. શ્રાવકપણું મળ્યા બાદ સંખ્યાતા સાગરોપમે ચારિત્ર-સર્વવિરતિ. તેથી સંખ્યાતા સાગરોપમે ઉપશમશ્રેણી અને તેથી સંખ્યાતા સાગરોપમે ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ થાય છે. આ બધી ઉત્તરોત્તર પ્રાપ્તિનો અંતિમ હેતુ એ છે કે-છેવટે ચારિત્ર મોહનીયનો શ્રમ કરવો અને પછી આત્માના સ્વસ્વરૂપને પ્રાપ્ત કરવું એટલે કે વીતરાગપણું પ્રાપ્ત કરવું. આ વસ્તુ જ્યારે ખ્યાલમાં આવી જાય ત્યારે માણસ આત્માને જરૂર સંયમરૂપ માનવાનો.
આત્માને ચારિત્રરૂપ માનીએ એટલે સંયમરૂપ માન્યો ગણાય એ ચારિત્રરૂપ-સંયમરૂપ આત્માની કેટલી કિંમત છે એ જાણવા માટે એટલું જ જાણવું બસ થશે કે સમ્યગુજ્ઞાન અને સમ્યગુદર્શન એ આત્માના બે મોટા ગુણ જરૂર છે પરંતુ એ બને મોટા ગુણો કેવળ એક જ સમ્યફચારિત્રની ઈચ્છા પછી આપોઆપ આવી જાય છે. એટલે સમ્યગુજ્ઞાન અને સમ્યગુદર્શન એ સમ્યગુચારિત્રની ઇચ્છારૂપ વૃક્ષના ફૂલ સમાન છે. વૃક્ષ હોય તો જ ફૂલ આવે. વૃક્ષ વગર ફૂલ કદી સાંભળ્યું છે? ત્યાં જેટલું વૃક્ષનું મહત્વ એટલું જ અહીં ચારિત્રની ઇચ્છાનું મહત્વ! જ્યાં સુધી ચારિત્ર પ્રાપ્તિની ઇચ્છારૂપ વૃક્ષ નથી ઉગતું ત્યાં સુધી સમ્યગદર્શન અને જ્ઞાન પણ રોકાઈ રહે છે. એટલે એ બન્નેનો મુખ્ય આધાર ચારિત્ર ઉપર જ છે મોહનીય કર્મ.
મહાનુભાવો ! શાસ્ત્રકાર મહારાજ ફરમાવે છે કે ચારિત્રમોહનીયના ક્ષય થયા પછી બે ઘડીમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા વગર નથી રહેતી. ચારિત્રમોહનીયના ક્ષય વગર કોઇપણ જીવ કેવળજ્ઞાન-દર્શન મેળવી શકે જ નહિ. કેટલાક કાર્યો એવા હોય છે કે જે એક અવધારણવાળા હોય છે. એટલે કે એક વસ્તુ હોતા બીજી હોય જ છે, પરંતુ બીજી હોય ત્યારે પહેલી હોય જ એવો નિયમ નથી હોતો. જેમાં અગ્નિ અને ધૂમાડો. જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ જરૂર હોય જ પરન્તુ જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમાડો હોય એવો નિયમ નથી હોતો, પણ આ ચારિત્રની ઉપાદેયતા અને જ્ઞાનદર્શન માટે તો ઉભય અવધારણ જ છે. જ્યાં ચારિત્રની ઇચ્છા હોય ત્યાં
Page #542
--------------------------------------------------------------------------
________________
૪રર
તા. ૨૭-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર જ્ઞાનદર્શન જરૂર હોય, અને જ્યાં જ્ઞાનદર્શન હોય ત્યાં ચારિત્રની ઇચ્છા પણ જરૂર હોય જ. એટલે જો ઉત્પત્તિની અપેક્ષાએ આપણે વિચાર કરીશું તો આપણે કહેવું પડશે કે કેવળજ્ઞાનદર્શનની જડ ચારિત્ર છે, અને જો પ્રતિબંધકની અપેક્ષાએ વિચારીએ તો ચારિત્રમોહનીયની હૈયાતીમાં જ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો બંધ થાય છે. એટલે જ્યાં સુધી મોહનીય હૈયાત રહેશે ત્યાં લગી મતિ-શ્રુત-અવધિ મન:પર્યવ અને કેવળ-જ્ઞાનાવરણીય ચક્ષુ-અચક્ષુઅવધિ-અને કેવળ-દર્શનાવરણીય-એમ એ નવ પ્રકારના આવરણીય બંધાતા રહેવાના. ચારિત્રમોહનીય એ જ જ્ઞાન-દર્શનાવરણના સડાનું ઉત્પાદક છે. એ ઉત્પાદક નાશ થયું એટલે પછી એમાં લેશમાત્ર પણ વધારો નહિ થવાનો. એટલે ટૂંકમાં કહીએ તો મોહનીય કર્મ એ બંધનું પણ કારણ છે અને કર્મ ટકી રહેવાનું પણ એ જ કારણ છે. એ મોહનીય કર્મનો નાશ કરવા માટે આત્માના સંયમસ્વરૂપની આરાધના કરવી પડે છે અને જ્યારે એ આરાધના સંપૂર્ણ થાય છે ત્યારે જ્ઞાનદર્શન આપોઆપ બે ઘડીમાં આવી મળે છે.
મહાનુભાવો ! મોહનીય કર્મ એટલે કર્મનો બજાર ! એ બજારમાં જાઓ તો દરેક પ્રકારના કર્મ તમને વળગી પડવાના. એ વળગાડથી બચવું હોય તો એ મોહનીયના બજારને દૂર કરો. એને દૂર કરવાનો અદ્વિતીય માર્ગ તે ચારિત્ર છે. એ ચારિત્રની-આત્માના સંયમસ્વરૂપની આરાધના કરો એટલે એ કર્મોનો પુંજ તમને વળગતો અટકશે.
સંયમાત્માની વધુ પુષ્ટિ માટે આપણે જરા વધારે વિચાર કરીએ અને કાર્યકારણનો સંબંધ વિચારીને ચારિત્રનું એમાં શું સ્થાન છે એ જોઈએ. પહેલાં કાર્યકારણનો સંબંધ એટલે શું એ જાણીએ તો આપણે આ વાતનો વિચાર બહુ સારી રીતે કરી શકીશું. જે સંબંધમાં એક હોય ત્યાં બીજું જરૂર હોય જ એનું નામ કાર્ય, અને જ્યાં એક હોય છતાં બીજાનું નિશ્ચિત અસ્તિત્વ ન હોય તે કારણ. જેમ માટી અને ઘડો. માટી એ કારણ છે અને ઘડો એ કાર્ય છે. જ્યાં ઘડો હોય ત્યાં માટી જરૂર હોય જ અને જ્યાં માટી હોય ત્યાં ઘડો હોય જ એવો નિયમ નથી હોતો. એ જ પ્રમાણે અહીં સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રમાં પણ ચારિત્ર એ કાર્યરૂપ છે અને જ્ઞાનદર્શન એ કારણરૂપ છે. એટલે જેણે સંયમરૂપ આત્મા માન્યો એણે ઘડારૂપ આત્મા માન્યો. આટલા જ માટે ઉપાધ્યાયજી મહારાજે આત્માને સંયમસ્વરૂપ માનવાનું કહ્યું. પૂર્ણ આત્મસ્વરૂપ.
કેટલાક સિદ્ધાંતો એવા છે કે જે અધિકરણ સિદ્ધાંત તરીકે ગણાય છે. અધિકરણ સિદ્ધાંત એટલે કહેવામાં એક વસ્તુ આવે અને એની પાછળ પાછળ બીજી અનેક વસ્તુ આપોઆપ ચાલી આવે. સમજો કે એક માણસે પોતાના નોકરને દહીં લાવવાની આજ્ઞા કરી. એ માણસ ગયો અને હાંડો
Page #543
--------------------------------------------------------------------------
________________
૪૨૩
શ્રી સિદ્ધચક
તા.૨૦-૬-૩૪
ભરીને દહીં લઈ આવ્યો. અહીં આજ્ઞા માત્ર દહીં જ લાવવાની હતી. નહિ કે હાંડો લાવવાની. છતાં હાંડો કેમ લાવ્યો? એજ પ્રમાણે જેણે “નમો અરિહંતા” શબ્દ ઉચ્ચાર્યા એણે કેટલી વસ્તુ માની લીધી. સૌથી પહેલાં અરિહંત માન્યા. તેમને નમસ્કાર કરવામાં ફાયદો માન્યો. શુભનો બંધ અને અશુભની નિર્જરા કરવાનું માન્યું. કર્મતત્વ અને જીવતત્વને માન્યાં. ખરાબ કર્મોથી દુર્ગતિ અને સારા કર્મોથી સદ્ગતિ માની. કર્મની નિર્જરાથી મોક્ષ માન્યો, અને એ નિર્જરા કરવા માટે અરિહંત ભગવાનની ભક્તિ માની. આટલું બધું એક “નમો અરિહંતા” બોલવામાં માની લીધું. આનું નામ અધિકરણ સિદ્ધાંત. આટલી બધી વસ્તુ જે માણસ સાચી રીતે માનવા લાગે એ કરોડો સાગરોપમનું નરકનું આયુષ્ય તોડે એમાં નવાઈ શી ?
સામાયિકવ્રતનું શુદ્ધ રીતે આરાધના કરીને અનંતા જીવો મોક્ષે ગયા છે. ઉપર બતાવેલ અધિકરણ સિદ્ધાંત પ્રમાણે આત્માને સંયમરૂપ માનનાર માણસ પણ અનેક વાતો આપોઆપ માની લે છે. સૌથી પ્રથમ એ સંયમની ઉત્તમતા સ્વીકારે છે. સંયમના ધારકોની ઉત્તમતા માને છે. આશ્રવની કનિષ્ઠતા માને છે. આ પ્રમાણે ઉત્તરોત્તર વસ્તુ માનીને એ પ્રમાણે આચરણ કરતાં અંતે સમ્યગૃજ્ઞાન અને સમ્યગુદર્શનની સમીપમાં જઈ પહોંચે છે. આત્માનું સંયમરૂપ એ સંપૂર્ણ આત્મરૂપ છે જ્યારે દર્શન અને શાન સ્વરૂપ એ અપૂર્ણ સ્વરૂપ છે. ચારિત્ર નાશે સર્વનાશ.
કેટલાક કાર્યો એવા છે કે જેમાં ચારિત્રનો વધ થતાં જ્ઞાનદર્શનનો વધ થઈ જાય છે. સમજો એક પરમ શ્રદ્ધાળુ માણસ છે. એણે દેવદ્રવ્ય ખાધું. એ ખાધા છતાં એની મૂળ શ્રદ્ધામાં હરકત નથી આવી. એ એમ પણ માનતો નથી કે દેવદ્રવ્ય ખાવામાં દોષ નથી. એ એટલું પણ જાણે છે કે દેવદ્રવ્ય ખાઈશ તો ડૂબી જઈશ. આટલું બધું હોવા છતાં એણે દેવદ્રવ્ય ખાધું એટલે એનું સમકિત રહેશે કે કેમ? આનો ઉત્તર સાફ છે કે એણે પોતાના વર્તનમાં પોતાના આત્માને વશ ન રાખ્યો અને ઉલટું આચરણ કર્યું એટલે એના સમ્યગુજ્ઞાનદર્શન એ બન્ને પલાયન કરી જવાના. બીજું ઉદાહરણ -એક માણસ ધાર્મિક છે. તત્વાતત્વનું એને ભાન છે. એણે સાધ્વીના ચતુર્થવ્રત ભંગનું પાતક કર્યું. પાતક કરવા છતાં એ એટલું તો સમજે છે કે આ કૃત્ય ખરાબ છે. છતાં એણે આચરણમાં વિચાર ન રાખ્યો એટલે એના સમ્યગુજ્ઞાનદર્શન ઉડી જ જવાના. એટલે જ્ઞાનદર્શન હોવા છતાં ચારિત્રની ખરાબીમાં એ ખરાબ થઈ જાય છે. ચારિત્રના સુધારામાં એ બને સુધરી જાય છે આ વસ્તુ નિશ્ચયનય અને વ્યવહારનય બનેને માન્ય છે એટલા જ માટે શ્રીઉપાધ્યાયજી મહારાજે આત્માને સંયમરૂપ કહ્યો છે. આત્માને સંયમરૂપ માનીને ચારિત્રની આરાધના કરનાર મનુષ્ય કર્મરોગથી ધીમેધીમે મુક્ત થઈને અંતે પોતાના સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રમય સ્વરૂપને પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપમાં રત બને છે.
Page #544
--------------------------------------------------------------------------
________________
તા. ૨૯-ક-૩૪
શ્રી સિદ્ધચક
૪૨૪
ની પૂર્વાચાર્યોના ઉત્તમ ગ્રંથો મેળવવાનો અપૂર્વ અવસર.
છે કે
છે ૧. ત્રિષષ્ઠીય દેશના સંગ્રહ... - ૮-૦ ૨૦.પયરણ સંદોહ
..૦-૧૨-૦ થી ૨. દશવૈકાલિક ચૂર્ણિ. ૪-૦-૦ ૨૧. અહિંસાષ્ટક, સર્વજ્ઞસિદ્ધિ, ઐન્દ્ર આ ૩. ઉત્તરાધ્યયન ચૂર્ણિ. ૩- ૮-૦
સ્તુતિ...૦- ૮-૦ ૪. અનુયોગ ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ૧-૧૨-૦ ૨૨. પરિણામમાળા (લેજર પેપર પર)...૦-૧૨-૦ | ૫. નંદી ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ૧-૪-૦ ૨૨. પરિણામમાળા (ડોઈંગ પેપર પર) ...૦-૧૦-૦
૬. નવપદ પ્રકરણ બૃહદ્રવૃત્તિ ..૩- ૦-૦ ૨૩.૧૨૫, ૧૫૦, ૩૫૦ સ્તવન છે) ૭. પ્રવચન સારોદ્ધાર (પૂર્વાર્ધ)...૩-૦-૦ સાક્ષી સહિત
| ૮. પ્રવચન સારોદ્ધાર (ઉત્તરાધ) ..૩- ૦-૦ ૨૪.ઋષિ ભાષિત | ૯. પંચાશકાદિ મૂળ ...૩-૦-૦ ૨૫.પ્રવ્રજ્યા વિધાન કુલકાદિ ૦| ૧૦. પંચાશકાદિ અકારાદિ ૩- ૮-૦ ૨૬.પ્રત્યાખ્યાનાદિ વિશેષણવતી ૧૧. જ્યોતિષ્ઠકરંડક ૩- ૦-૦
વીશ વીશી..૧ ૪-૦ જે ૧૨. પંચ વસ્તુ
૨- ૪-૦ ૨૭.વિશેષાવશ્યક ગાથાનુક્રમ . - ' જેવી ૧૩. દ્રવ્યલોક પ્રકાશ ૧- ૮-૦ ૨૮. બારસાસૂત્ર (સચિત્ર) . ૧૨-૦-૦ છે: ૧૪. ક્ષેત્રલોક પ્રકાશ ૨- ૦-૦ ૨૯. સાધુ આવશ્યક ક્રિયાનાં સૂત્રો
૧૫ યુક્તિ પ્રબોધ ૧- ૮-૦ ૩૦. આચારાંગ સૂત્ર.. Sા ૧૬. દશ પન્ના
૧- ૮-૦
પુસ્તકાકાર. | ૧૭. નંદી આદિ અકારાદિક્રમ ૩૧.શ્રાદ્ધવિધિ (હિન્દી)
તથા વિષયક્રમ...૧- ૮-૦ ૩૨.જિનસ્તુતિ દેશના (હિન્દી) . ૦- ૬-૦ જેવી ૧૮.વિચાર રત્નાકર ૨- ૪-૦ ૩૩. મધ્યમસિદ્ધપ્રભા વ્યાકરણ ૧૯. વંદારવૃત્તિ
.૧- ૪-૦ ૩૪. વસ્ત્રવર્ણ સિદ્ધિ
.: કમિશન : ૧૦૦૧૨ાા ટકા ૫૦ ટકા ૭પ ...૧૦ ટકા ર૫૫ ટકા
તુર્ત લખોઃજૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત, (ગુજરાત)
છે : એ છે એક જ છે કે એક એવો
Page #545
--------------------------------------------------------------------------
________________
૫
શ્રી સિદ્ધચક્ર
તા.ર૦-ક-૩૪
જ સમાલોચના | 4
(નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) વિચક્ષણને વિચારણીય વાતો. ૧ ગર્માષ્ટમ, જન્માષ્ટમ અને જન્માષ્ટ વર્ષોની જ અપેક્ષાએ “આઠ વર્ષથી” દીક્ષાની યોગ્યતા
માની છે. ભાષાની દૃષ્ટિએ ગુજરાતીમાં આઠમું વર્ષ બેસે ત્યારથી આઠ વર્ષ ગણાય છે. દીક્ષાના અઢાર દોષોમાં જે બાલ” નામનો દોષ જણાવી બાળકને દીક્ષા માટે જે અયોગ્ય માન્યો છે તે આપેક્ષિક છે; ને તેથી જ “પ્રવચન સારોદ્ધાર વૃત્તિકાર” વગેરે સ્પષ્ટપણે જણાવે છે કે આ દીક્ષાના અઢાર દોષમાં “બાલ” દોષ “જન્માષ્ટમ કે ગાર્માષ્ટમ”થી પહેલાંના બાળકો માટે જાણવો.
પ્રવચન સારોદ્વાર.” “ઉપમિતિ ભવપ્રપંચ,” “અષ્ટકવૃત્તિ” આદિ ગ્રંથોમાં બાલદીક્ષિત સાધુઓના અધિકાર હોવાથી; તેમજ “નિશીથ ભાષ્યકાર” તથા “પંચકલ્પ ભાષ્યકાર,” “શૈક્ષનિષ્ફટિકાના” અધિકારમાં સોલ વરસની ઉંમર થતા સુધી અવ્યક્ત ગણી બાળક ગણે છે, માટે બાલદીક્ષા અયોગ્ય જ છે એમ કહી શકાય નહિ. આચારાંગમાં “ જે વયસાવિ ” ના અધિકારમાં “અપિ” શબ્દથી પહેલીને છેલ્લી અવસ્થાને પણ દીક્ષા યોગ્ય ગણી છે. “કલ્પસૂત્ર' સુબોધિકા વૃત્તિમાં આઠ વર્ષની બાલ્યાવસ્થા ઓલંધ્યા પછી યૌવનદશાનો અધિકાર છે. પ્રતિમા પ્રતિપન્નાદિ એકાકી વિહાર કરનારા યૌવનવયે દીક્ષિત હોય છે (કેમકે) શીતથી થયેલા કંપનમાં કામની શંકા નિવારણ કરવાનો સંભવ યૌવનદશામાં જ હોય છે. ભગવાન વજસ્વામીજીને તેમની માતાએ સાક્ષીઓ કરવા પૂર્વક તેમના પિતા ધનગિરિને આપેલા છતાં માતા શય્યાતરો પાસેથી પાછા માગે છે ત્યારે શ્રાવકો તે માતાને નથી તો સમજાવી શકતા કે નથી એમ કહી શકતા કે “તારો હવે અધિકાર નથી,” પરંતુ “આ તો ગુરુ મહારાજની થાપણ છે” એમ કહી ખસી જાય છે. ગુરુ મહારાજના આવ્યા પછી પણ માતા વજસ્વામીજીની માગણી સાધુઓ પાસે કરે છે પરંતુ પોતે સાક્ષી સાથે રાખીને તે ભગવાન વજસ્વામીજીને તેના બાપ ધનગિરિ તથા મામા આર્યસમિતિને આપ્યા છે તે વાત ભૂલી જાય છે. આથી સ્પષ્ટ થાય છે કે શ્રમણ સંઘ સિવાય દીક્ષા લેવડાવવાના પક્ષમાં કોઈ રહેતું નથી.”
Page #546
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૬-૩૪
૪૨૬
શ્રી સિદ્ધચક્ર ૭ આખું નગર વજસ્વામીજીની માતા સુનન્દાના પક્ષમાં થાય છે, અર્થાત-વજસ્વામીજીને
સાધુ પાસે ન રાખવા અને જે સાક્ષીઓ પૂર્વક માતાએ તે પુત્ર પિતાને અર્પણ કર્યો હતો તેઓની પાસેથી પુત્ર માતાને અપાવી દેવો. એવા વિચાર અને વર્તનવાળું આખું શહેર થાય છે. દીક્ષિતો તે ગામના વિરોધને પણ ગણતા નથી ને વજસ્વામીજીને તે માતાને
સોંપતા નથી. ૮ છેવટે સ્વયં કે શહેરની ઉશ્કેરણીથી માતા રાજા પાસે “સાક્ષી પૂર્વક આપેલા પુત્રને
પાછો લેવા ફરિયાદ કરે છે ને રાજા તે બધી સાક્ષી કરીને માતાએ જ પિતાને પુત્ર સોંપ્યો છે આ વાત જાણે છતાં માતાના રૂદનાદિ બાહ્ય દયાથી કે નગરના લોકોની
શરમથી તે ફરિયાદ કાઢી નાંખતો નથી. ૯ હિન્દુ શાસ્ત્રાદિ પ્રમાણે પુત્ર ઉપર પિતાનો સ્વાભાવિક હક હોવાથી અને માતાએ પોતે
સાક્ષીપૂર્વક સોંપેલો છે એ બધી વાત રાજા વિચારતો નથી અને બન્નેના સરખા હક
ગણવા જ તૈયાર થાય છે. ૧૦ વિહાર કરીને તત્કાળ બહારથી આવેલા સાધુઓને પરિચયવાળા છે એમ ગણાવી પુત્રને
સોંપનારી માતા સ્નેહને અંગે સ્તનપાન કરાવતી હતી ને રમાડતી હતી છતાં તે પરિચય
તરીકે ગણાતી નથી. ૧૧ પિતાનો સ્વાભાવિક અને અર્પણથી પ્રાપ્ત થયેલ હક છતાં, ને પરિચયવાળી માતા છતાં
જેની પાસે બોલાવવાથી આવે” તેને સોપવો એવો ન્યાયનો નિર્મળ નાશ કરનારો
ચુકાદો રાજા આપે છે. ૧૨ માતા પણ બાળકને રાજાએ કહેલ હક પ્રમાણે બોલાવતી નથી પરંતુ બાળકને લોભાવનારા
રમકડાં વિગેરે હાથમાં રાખી માતા પોતાની તરફ બોલાવી લેવા માગે છે તે પણ રાજા,
રાજસભા અને નગરજનો ચલાવી રહે છે. ૧૩ રમકડાં વિગેરેને નામે પણ માતા શ્રી વજસ્વામીજીને બોલાવે છે છતાં તેઓ માતાના સામું
પણ જોતા નથી. ત્યારે માતાને બીજી વખત બોલાવવાનો હક રાજા વિગેરે આપે છે. બીજી વખત પણ તેવી રીતે રમકડાંના નામે બાળકને માતા બોલાવે છે છતાં નથી આવતા ત્યારે ત્રીજી વખત પણ બોલાવવાનો હક આપે છે. (આ આખી હકીકત તપાસનારને સ્પષ્ટ માલમ પડશે કે મોહમાં માચેલા ને વિષયરસમાં રાચેલા લોકો અધિકારી હો કે ઇતર હો પણ કેવા તેઓ મોહાધીન મનુષ્યોનો પક્ષ કરે છે. વર્તમાનમાં પણ તે પ્રમાણે રાજા પ્રજા કે બીજા તેવા લોકો દિક્ષાના વિરોધી થાય તેમાં આશ્ચર્ય નથી, પણ માતપિતા સ્ત્રીપુત્ર વિગેરેના મોહને ભયંકર વિપાકવાળો સમજીને ત્યાગમાર્ગમાં મશગુલ બનેલ મહાત્માઓએ તો ત્યાગરૂપ અમૃતના પાનમાં મદદ જ કરવી જોઈએ અને તેના ત્યાગમાં મદદ થાય તો જ ત્યાગીઓના ત્યાગનું અખંડિતપણું રહે.
Page #547
--------------------------------------------------------------------------
________________
૪ર૦.
તા.૨૦-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર ૧૪ શોભન મુનિજીને દીક્ષા નહિ આપવા માટે ધારાનગરીના પ્રધાન ધનપાલે ખુબ ધમાલ
મચાવી ત્યાંના શ્રાવકસંઘે પણ દીક્ષા નહિ આપવા જણાવ્યું, છતાં આચાર્ય મહારાજ
શ્રી ઉદ્યોતન (?) સૂરિએ દીક્ષા આપી હતી. ૧૫ શોભન મુનિજીની દીક્ષા તેમના પિતાના અર્ધસર્વસ્વ અર્પણની પ્રતિજ્ઞાને અંગે જ હતી. ૧૬ શોભન મુનિજીની દીક્ષા અંગે બાર વર્ષ સુધી માળવામાં સાધુઓનો વિહાર બંધ રહ્યો હતો. ૧૭ રાજ્ય તરફથી અનેકધા મુનિ મહારાજ અને શ્રી સંઘના વિરોધ છતાં દીક્ષાનો પ્રતિબંધ
કોઈપણ અંશે મૂકાય તો તે અંકુશને દૂર કરવા પ્રયત્ન ન કરનારને પાપના ભાગી
જણાવ્યા છે. ૧૮ કોઈ અંશે પણ પ્રતિબંધ અનિવાર્ય હોય તો જ્યાં વધારે દીક્ષિતો થાય ત્યાં વિચારવાનું
શાસ્ત્રકારો સ્પષ્ટ અક્ષરથી જણાવે છે (અર્થાત્ પ્રતિબંધના નામે શાસ્ત્રાનુસારીઓ દીક્ષા
રોકી શકે નહિ) ૧૯ રામચંદ્રજી પ્રતિકૂલ છતાં જયભૂષણ મહારાજ સીતાજીને અને રાજમાતા સાધુને ધકકો
દેવડાવી કાઢી મહેલે છે છતાં કીર્તિધર સાધુ સુકોશલને દીક્ષા આપે છે (માતા દીક્ષાના દ્વેષથી આર્તધ્યાન પામી મરી શિયાળણી થાય છે, અને રામચંદ્રજી મૂચ્છિત થઈ બેભાન
થાય છે, તો પણ કોઈ જ્ઞાની તે દીક્ષાને તિરસ્કારતા નથી.) ૨૦ સૂત્રકૃતાંગમાં દીક્ષિત થયેલા કે દીક્ષા લેનારને અંગે જણાવેલ ઉપસર્ગો જોતાં તથા
વ્યાકરણોના મનાવો વાળા સૂત્રને જોતાં સ્પષ્ટ થાય છે કે મોહાધીનોની વિરૂદ્ધતા દીક્ષાને રોકનાર નથી અને જેઓ તેવી વિરૂદ્ધતાથી દીક્ષાથી વિમુખ બને તેઓ ધર્મની પરિણતિ
વગરના સત્વહીન તથા ભારે કર્મી છે એમ સ્પષ્ટ જાહેર થાય છે. ૨૧ સોળ વરસની ઉંમર થતાં સુધી અવ્યક્ત બાળક ગણાય છે અને તેને નસાડે, ભગાડે.
કે નાસી ભાગી આવેલાને દીક્ષા આપે તો તે અપહારથી શૈક્ષનિષ્ફટિકા લાગે છે. (સર્વ અવસ્થામાં શૈક્ષનિષ્ફટિકા લાગતી નથી. નિશીથ અને પંચકલ્પના ભાષ્યમાં સ્પષ્ટપણે અવ્યક્ત બાળક જેની ઉંમર સોળથી ઓછી હોય, તેનાજ અપહારમાં શૈક્ષનિષ્ફટિકા
ગણાવી અધિક ઉંમરવાળા માટે નિષ્ફટિકાનો નિષેધ કરેલ છે. ૨૨ આર્યરક્ષિત માટે શૈક્ષનિષ્ફટિકા ગણી છે પણ તેઓની દીક્ષા વખતે ૧૧ વર્ષની ઉંમર
યુગપ્રધાનગંડિકામાં સ્પષ્ટપણે જણાવેલ છે. જો કે ખરતરગચ્છીય ગણધર સાર્ધશતકની વૃત્તિ આદિમાં તેઓની દીક્ષા વખતે બાવીસ વર્ષની ઉંમર જણાવી છે પણ ત્યાં
શૈક્ષનિષ્ફટિકા જણાવી નથી. ૨૩ શ્રી સ્થાનાંગ સૂત્રને પંચકલ્પમાં “ઇલાષા” આદિ દીક્ષાના સોળ ભેદ જણાવેલ છે
તેમાં માત્ર મવપત (ગુરુસેવા) અને આધ્યાતિ (ગુરુ મહારાજનો ઉપદેશ) થી કે તેવી કેટલી માત્ર દીક્ષામાં જ કુટુંબીજનોની અનુમતિ જોવાય છે તેથી કુટુંબની અનુમતિ હોય તો જ દીક્ષા જેવી કે લેવી એવો નિયમ નથી.
Page #548
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૬-૩૪
૪૨૮
શ્રી સિદ્ધચક ૨૪ શાસ્ત્રોમાં શ્રી ગૌતમસ્વામીજી, શäભવસૂરિજી વિગેરે અનેક મહાપુરુષોની દીક્ષા
કુટુંબની અનુમતિ કે તેના પ્રયત્ન સિવાયની છે. ૨૫ ભગવાન કાલિકાચાર્યે ભાનુમિત્રને તથા શ્રીમૂળચંદજી મહારાજ વિગેરેએ શ્રીગુલાબશ્રી
વિગેરેને ચોમાસામાં પણ દીક્ષા આપી છે. ૨૬ શ્રી નિશીથભાષ્ય તથા ભાષ્યકાર મહારાજે પુરાણ અને ભાવિત શ્રાદ્ધ કે શ્રાદ્ધ જેઓને
વર્ષાકાલની સાધુસમાચારીથી દીક્ષા છોડી ઉદ્દાહ કરવાનો દોષ લાગુ નથી થતો તેવાને છોડીને જ પયુષણ પછી દીક્ષાનો નિષેધ કરેલો છે ને તેમાં પણ અપવાદે પુરાણ કે શ્રાદ્ધ સિવાયને દીક્ષા આપવાની છૂટ આપી છે. દશવૈકાલિક વૃત્તિમાં પણ ચોમાસાની
દીક્ષાના નિષેધમાં “પ્રાયઃ” શબ્દ છે. પ્રવચન સારોદ્વાર વિગેરેના પાઠો સામાન્ય છે. ૨૭ ચોઘડીયું કે છાયાલગ્ન જોઈને પણ કુટુંબના ભયથી ઉતાવળ કરનારને દીક્ષા આપી
શકાય એમ ચૂર્ણિકાર કહે છે. ૨૮ પૃચ્છાથી શુદ્ધ થયેલાને, ગોચરી આદિ સાધુ-આચાર કહ્યા પછી તે આચારનું પાલન
અંગીકાર કરે તે દીક્ષા લેનારની પરીક્ષા કહેવાય એમ ચૂર્ણિકાર સ્પષ્ટ જણાવે છે. ૨૯ સામાન્યથી આચાર પાળવાનો અંગીકાર કરવારૂપ પરીક્ષા નાની દીક્ષા પહેલાં થવાથી
વિશેષથી મુખ્યરીતિએ વડી દીક્ષાને અંગે જે છ માસની પરીક્ષા સાધ્વાચાર દેખાડવા વિગેરેથી ને સાવદ્ય-પરિહારથી સર્વની પરીક્ષા તે ગાતાર્થ નથી પણ તે કરવી જ જોઇએ. ધર્મબિંદુના ૧૯૫૧ના અને હમણાં બહાર પડેલ ભાષાંતરમાં પણ તે છ માસની પરીક્ષા
નાની દીક્ષા થયા પછી વડી દીક્ષા માટે છે એમ સ્પષ્ટ લખ્યું પણ છે. ૩૦ કેટલાક સાધુઓ તરફથી પણ જ્યારે દીક્ષા લેનારને અપાત્ર જણાવવામાં આવે ત્યારે
શ્રી ઉપમિતિભવમાં સૂચવ્યા મુજબ ગીતાર્થની સાથે દીક્ષા દેતાં એકમત થવું એ અયોગ્ય નથી. ગીતાર્થપણાના નિશ્ચયની સ્થિતિ તપાસવા કરતાં અન્યના વડીલોની સ્થિતિ આગળ કરવી એ અયોગ્ય કેમ ગણવી? ગોષ્ઠામાહિલની વખત અન્ય ગચ્છીયાથી
નિર્ણય કરવાનો અધિકાર સ્પષ્ટ છે. ઉપસંપદમાં અન્ય સ્થવિરોની સંમતિને સ્થાન છે. ૩૧ સારું ચોઘડીયું વિગેરે પણ શુભ મુહૂર્ત જ છે. જ્યાં મુનિ મહારાજ હોય તે ઉપાશ્રય
વિગેરે પણ જાહેર સ્થાનો જ છે. ૩૨ શ્રી મેઘકુમાર તથા ઋષભદત્ત જેવાને પણ ભગવાન મહાવીરે શિક્ષા માટે સ્થવિરોને
જ અર્પણ કર્યા છે. ૩૩ સોળ વર્ષ સુધી પુરુષને અવ્યક્ત માનવામાં જો શુદ્ધ રાજ્યનીતિ કારણ હોય તો પછી
તે નીતિમાં અઢાર વર્ષ પછી સ્ત્રી અને પુરુષ બન્ને જો વ્યક્ત ગણાય તો શા માટે તે
નીતિને ન અનુસરાય ? ૩૪ દીક્ષાનો રોધ કે બીજો કોઈ અવરોધ ન દેખે તો વ્યક્ત (૧૬, ૧૮ વર્ષની ઉંમરવાળા
Page #549
--------------------------------------------------------------------------
________________
૪૯
તા.ર૦-૬-૩૪
શ્રી સિદ્ધચક્ર પણ) કુટુંબને સર્વવિરતિની તત્કાલ પ્રાપ્તિ, કાલાંતર પ્રાપ્તિ અને અનુમોદના થવા માટે કે ભાવદયાથી તેઓને કર્મબંધથી બચાવવા માટે સ્વદીક્ષાની હકીકત જણાવે તેમાં કશું
અનુચિત નથી. ૩૫ પોતાની ગેરહાજરીમાં પોતાની મિલ્કત રફેદફે થઈ જાય અને પોતાને ભર્તવ્ય તરીકે
ગણાયેલા માતપિતા આદિ હેરાન થાય તે ઉચિત ન ગણી યથાશક્તિ નિર્વિલંબપણે
યોગ્ય વ્યવસ્થા કરે તેમાં અયોગ્ય કર્યું કહેવાય નહિ. ૩૬ અઢાર દોષ પૈકીનો કોઈ દોષ દીક્ષાર્થીમાં હોય તો જ તેની દીક્ષાની યાચના છતાં તે
ન આપવામાં મહાવ્રતધારી નિર્દોષ છે. ૩૭ પુરાણ શ્રાદ્ધ, રાજા કે રાજામાત્ય સિવાયને ચોમાસા-કે રાત-ની વખતે દીક્ષા માગે તો
પણ ના પાડવામાં દોષ ન હોવાથી સામાન્યથી ઋતુબદ્ધ આદિ કાલના વિધાનમાં
અડચણ જ નથી. ૩૮ અગીતાર્થને દીક્ષા દેવાનો અધિકાર ન હોવાથી પદસ્થ વગેરેને પૂછીને દીક્ષા આપવાનું
વિધાન અયોગ્ય નથી. ૩૯ દેવદ્રવ્યનો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન કે સાધારણમાં ઉપયોગ કરવાનો
મનોરથ કરવો તે પણ પાપમય છે. ૪૦ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બોલી બોલવાનો રિવાજ હજાર વર્ષ પહેલાંથી ચાલે છે અને તે
દિગંબરોમાં માન્ય ગણાયેલો હતો. તેથી તે નિમિત્તે બોલાતું દ્રવ્ય જ્ઞાન આદિ ખાતામાં
લઈ જવાથી પાપભાગી થવાય છે. ૪૧ ચોખા, ફલ વિગેરેની આવક એ દેવદ્રવ્યનો કલ્પિત કે ચરિત નામનો દેવદ્રવ્યનો ભેદ
છતાં તે પ્રભુપૂજા કે ચૈત્ય એ બન્નેમાં ઉપયોગી થઈ શકે છે. ૪૨ શ્રી ઋષભાદિક તીર્થંકર મહારાજાઓને અંગે પણ થતી આવક તે તે ઋષભાદિકના નામે
દ્રવ્ય ન ગણાતાં માત્ર દેવદ્રવ્ય તરીકે જ ગણાય છે માટે તેનો ઉપયોગ પણ સર્વ
જિનેશ્વરોની મૂર્તિ અને ચૈત્યોને અંગે થાય તેમાં ઉચિતતા જ છે. ૪૩ આવશ્યક ચૂર્ણિવૃત્તિ, ઉપમિતિભવપ્રપંચા કથા, પંચકલ્પચૂર્ણિ અને નન્દી સૂત્ર આદિને
અનુસારે અંગ તરીકે સાધુ સમુદાય જ સંઘરૂપ છતાં પણ શ્રી ભગવતીજી અને સ્થાનાંગાદિમાં કહેલ ભેદ પ્રમાણે પરિવારસહિતપણાની અપેક્ષાએ વ્યવસ્થા કરવાની
હોઇ શ્રમણો પ્રધાન છે જેમાં તે શ્રમણ સંઘ એમ કહેવું અયોગ્ય નથી. ૪૪ શાસન, તીર્થ, આગમ-વિરોધ આદિના પ્રતિકારનાં કાર્યો ચતુર્વિધ સંઘે મળીને કરાય
છે ને કરવાનાં છે. એવા કાર્યોમાં ચતુર્વિધ સંઘને જરૂર સંબંધ હોવાથી એકલો શ્રમણવર્ગ
કે શ્રાવકવર્ગ તે કાર્ય કરતો નથી ને કરે પણ નહિ. ૪૫ શ્રાવકસંઘની સ્થાપના જ સમ્યકત્વ પાલન કરવા પૂર્વક દેશવિરતિની આરાધના કરતાં
Page #550
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૬-૩૪
૪૦.
શ્રી સિદ્ધચક્ર સર્વવિરતિની પ્રાપ્તિ વિગેરે માટે સર્વવિરતિ શ્રમણ સંઘની સેવા માટે હોઇ તેઓએ પોતાના વર્ગમાં પણ શ્રમણવર્ગના બહુમાનથી નિરપેક્ષ થયા વિના જ અધિકાર
ચલાવવાનો હોય છે. શ્રમણવર્ગને આરાધતાં જન્મની સફળતા માનનારો તે વર્ગ હોય. ૪૬ સાધુઓને, પારકા છોકરા લાવી, ખોટા માબાપો બની રજા આપી, દીક્ષા દેવડાવી
ફસાવે નહિ માટે તેના ખરાપણાના નિર્ણયની જરૂર ગણી છે. સ્વયં નિર્ણય થાય ને
જરૂર ન જણાય કે શ્રાવકો બેપરવા રહે તો દીક્ષા રોકાવવા માટે કોઈ કહે નહિ. ૪૭ સાધુ અને સાધ્વીઓને વડી દીક્ષા અપાય છે ત્યારે આચાર્ય અને ઉપાધ્યાયનો દિબંધ
કરી તેઓને આચાર્ય અને ઉપાધ્યાયની આજ્ઞા વિના કંઈપણ કરવાનું હોય નહિ એમ નક્કી કરવામાં આવે જ છે. સાધ્વીઓને ત્રીજી પ્રવર્તિનીની આજ્ઞા હોય છે, પરંતુ તે
પણ આચાર્ય અને ઉપાધ્યાયની આજ્ઞાએ જ વર્તી શકે છે. ૪૮ અવિનીત શિષ્યની સુધારણા માટે રાજાજિતશત્રુનો આચારાંગવૃત્તિમાં આચાર્યદ્વારા
થયેલો પ્રયત્ન અને યોગશાસ્ત્રવૃત્તિ વિગેરેમાં સાધ્વી ક્ષેત્રવ્યાખ્યા તપાસતાં સંયમની શોભામાં રાજી થનાર ઈતર વર્ગને પણ કંઈક પ્રયત્ન સંયમ શોભા માટે કરવો પડે તેમાં
આશ્ચર્ય નથી. ૪૯ પંચવસ્તુ વિગેરે શાસ્ત્રોમાં ઉપેક્ષા કરનાર ગુરુ દોષભાજન ગણી શિક્ષા દાતાને નિર્દોષ
જણાવેલ છે. ૫૦ શાસ્ત્રોમાં સંદિષ્ટ પાસેનો ભાંગો જ ઉપસંપદમાં શુદ્ધ ગણેલો છે. ૫૧ શ્રી ઉપદેશમાલા વિગેરેમાં એકાકી વિચરવાવાળાને ધર્મ (સાધુધર્મ)નો અસંભવ
જણાવેલો છે. પર શુદ્ધ સાધુને પણ સ્ત્રીનો પરિચય કલંક દેનાર છે એમ ઉપદેશમાળા વિગેરેમાં સ્પષ્ટ છે. પ૩ તીર્થરક્ષા વિગેરેના કાર્યો સાધુઓને પણ કર્તવ્ય તરીકે છે. ૫૪ જ્ઞાનદર્શન અને ચારિત્રની વૃદ્ધિ માટે ગચ્છવાસની જરૂર શાસ્ત્રકારોએ જણાવેલી છે. પપ જૈનશાસનનું મુષ્ટિજ્ઞાન એ જ છે કે આશ્રવ સર્વથા છાંડવાલાયક ને સંવર સર્વથા
આદરવા લાયક છે. પ૬ શ્રાવકોને સાધર્મિક (શ્રાવકો)ની ભક્તિનો ઉપદેશ શ્રી મુનિચંદ્ર સૂરિજી વિગેરેએ સ્પષ્ટપણે
આપેલો છે. ૫૭ અભ્યાખ્યાન પિશુન અને પરપરિવાદને સમજનારો મનુષ્ય કોઇની પણ નિંદા કરે નહિ. ૫૮ અન્ય તીર્થિકો તરફથી શાસનની અપભ્રાજના ટાળવા માટે શ્રીવજસ્વામીજી વિગેરે ફૂલ
લાવવા વિગેરેનું પ્રવર્તન કરવું પડયું એ સમજનારો સર્વાશે અપભ્રાજના ટાળવા માટે
પ્રયત્ન કરે. પ૯ દીક્ષા વિગેરે ધર્મકાર્યમાં રાજ્યસત્તાનો પ્રવેશ અયોગ્ય છે એમ અખિલ ભારતવર્ષીય
મુનિઓએ ને સકલસ્થળના તેને અનુસરનારા શ્રી સંઘોએ સ્પષ્ટ કર્યું છે કે દીક્ષા પ્રતિબંધક કાયદો કરનારી સત્તા ધાર્મિક નહિ પણ બીજી જ જાતની છે.
Page #551
--------------------------------------------------------------------------
________________
૪૩૧
તા.૨૦-૬-૩૪
૯
શ્રી સિદ્ધચક ૬૦ કોઈપણ કાલે કોઈપણ વ્યક્તિ કે સમુદાય સર્વજ્ઞ ભગવાને નિરૂપણ કરેલ શાસ્ત્રને માન્યા
કે આદર્યા સિવાય આત્મહિતને સાધી શકતો નથી એ વાત નિર્વિવાદ છે. ૬૧ કોઈપણ વસ્તુ સુરક્ષિત કરવી હોય તો હાલમાં અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી છે એમ ધરાય છે.
** ** * ** * * ૧ સુક્ષ્મ એકેન્દ્રિયાદિક જીવો હિંસા નથી કરતા ને અભવ્યજીવો વ્યવહારથી પરમ અહિંસા
પાળનાર હોય છે, છતાં પણ તેઓ ધર્મોની કોટિમાં આવતા નથી માટે તત્વોની
શ્રદ્ધાપૂર્વક નિઃશ્રેયસ સાધક અહિંસાને ધર્મસંજ્ઞા અપાય એ જ ઠીક છે. ૨ મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા સર્વ જીવોને હોવાથી તેમજ સુક્ષ્મ એકેન્દ્રિય જીવો કોઇના
હિંસક ન હોવાથી હિંસાની જ વ્યાપકતા છે એમ કહેતાં વિચાર કરવો. ૩ કષ્ટનું કરવું અને કષ્ટથી બચાવવું એ જેટલું અધર્મ અને ધર્મની સાથે સંબંધવાળું છે તેના
કરતાં અવિરતિ ને વિરતિ સાથે સંબંધવાળાં વધારે છે. ૪ કષ્ટ અને આનંદના થવા ઉપર હિંસા અને અહિંસા સાથેનો સિદ્ધાંત કરવા કરતાં
રક્ષણની બુદ્ધિનો અભાવ અને સદ્ભાવ ઉપર રાખવો ઉચિત છે. અહિંસા બહુરૂપિણી છે એમ કહી પંચેન્દ્રિય જીવોની હિંસા કરનારને પણ હિંસક નહિ કહેવો એમ સૂચવનારા સ્પષ્ટ રીતે હત્યારાના પક્ષપાતી કેમ ન ગણાય ? પ્રજ્ઞાપનીય
ભાષા પણ વિચારણીય છે. ૬ ચાલતાં, ઉભા રહેતાં, બેસતાં, સુતાં, ખાતાં કે બોલતાં જયણા બુદ્ધિજ પાપકર્મથી
બચાવે છે. તે ન હોય તો કટુ ફલવાળાં પાપો બંધાય જ છે. ૭ સદગતિ થવાના નામે યજ્ઞમાં પશુઓને મારનાર તથા દુઃખથી છોડાવવાના નામે
દુઃખીઓને મારનારના પરિણામ ભયંકરમાં ભયંકર છે. પાપનો ઉદય માનીને હિંસા કરનાર કસાઇઓ કરતાં પણ તેવી ઉન્નતિના નામે હિંસા કરનારા લૌકિક અને લોકોત્તર
બન્ને માર્ગમાં ભયંકર જ છે. ૮ જે અસમારંભથી સંયમ અને સમારંભથી અસંયમ છે તે મરનારની શક્તિ રક્ષણ ને
નાશને અનુસારે છે. ૯ પાપ કરનારો જેમ અનુકંપ્ય છે તેમ કોઈ પણ જાતના દુઃખવાળો અનુકંપ્ય જ છે ને
તેથી જ અપરાધી દૂર કર્મીયોની ઉપર પણ કરૂણા અને ઉપેક્ષા રાખવી જરૂરી છે. ૧૦ મધ્યસ્થ દૃષ્ટિ નિર્વાહને નામે કરાતી હિંસાને અહિંસા માને નહિ. રક્ષાનો પ્રયત્ન
અહિંસાની જડ છે. ૧૧ શરીરની સુશ્રુષા નિવારવા કે નિર્જરાના ઉદ્દેશથી ચિકિત્સાની અકર્તવ્યતા નિરપેક્ષ
મુનિઓ માટે છે. ૧૨ હિંસકો અથવા અપરાધીઓની પણ હિંસા કર્તવ્ય તરીકે તો નથી જ, અનિવાર્ય હિંસા
જુદી વાત છે.
Page #552
--------------------------------------------------------------------------
________________
તા. ૨૦-૬-૩૪
શ્રી સિદ્ધચક
૪૩૨
૧૩ (૧) આનપ્રાણ અચેતન છે. (૨) આહાર માટે હનન, વચન કયણ આદિ પણ
અકર્તવ્ય છે. (૩) પોતાના જીવન કુટુંબ, સુખ પ્રાપ્તિ કે રોગ નિવારણ માટે કરાતી સ્થાવરની હિંસા પણ નિધ જ છે. (૪) કોઈના બચાવને નામે કોઇની હિંસા થાય તે વિધેય નથી (૫) હિંસા કરવી એ પણ મોટો અત્યાચાર જ છે (૬) ભરવામાં કલ્યાણ નથી પણ કલ્યાણ કામનાવાળો મરણથી નિર્ભય રહે. (૭) અકામ મરણ પણ દુર્ગાન જ છે (૮) સ્વપ્નામાં પણ થતી હિંસા પ્રાયશ્ચિત શોધ્ધ જ છે (૯) અનન્તગુણી આદિ ચૈત્યન્ય માત્રા કલ્પવા કરતાં શાસ્ત્રોમાં જ્ઞાતિયોના જે કથન છે તે જ યોગ્ય છે, અને અન્યની રક્ષા માટે અન્યની ચેતનાનો ઘાત કર્તવ્ય તરીકે કે શ્રેયઃ તો મનાય જ નહિ પાપમાં ન્યૂનાધિકપણું જરૂર હોય (૧૦) અજાણપણે આવી ગયેલી હરસની દવાથી થતી વિરાધના નિધ જ થઈ છે. (૧૧) અવિરત, અજ્ઞાન ને મિથ્યાત્વ પણ પ્રમાદ છે. (૧૨) જાણીને કે અજ્ઞાનથી થતી હિંસા પણ કટુ ફલ દેવાવાળી છે માટે જયણા કરવી.
(૧૩) અનિવાર્ય આદિ નામ દઈને હિંસામાર્ગ બોલનારા જૈન નામને નહિ શોભાવે. ૧૪ કૃષિ આદિક કર્મ મહા કર્માદાન છે. મુનિઓને વચન આદિનો નિષેધ પરિગ્રહ કરતાં
આરંભ આદિની અપેક્ષાએ વધારે છે. દીક્ષા દેવાથી જેમ અબ્રહ્મની અનુમોદના નથી તેમ આહાર લેવાથી કૃષિ કે રસોઇની અનુમોદના નથી. (ઔરસ કે પૌનર્ભવની
દીક્ષામાં કોઈ જાતનો ફરક નથી) ૧૫ સ્વ, પર ઉભયને અર્થે કે નિરર્થકપણે મુનિઓએ જીવ હિંસા વર્જવાની છે (માંસમાં)
કાચામાં રંધાતામાં કે રાંધેલાના સર્વ અવસ્થામાં જીવ છે એ ધ્યાનમાં રાખવું. ૧૬ પશુ બલ, કે ચૈતન્ય બલને નામે કે અણભરોસાને નામે હિંસાથી ડરવું એ ધર્મકાર્ય નથી.
એ તો સગવડનો રસ્તો છે. ૧૭ ધર્મના બોધ અને પાલનની અપેક્ષાએ ઋા જડ, ઋજાપ્રાજ્ઞ, વક્રજડ એ વિભાગો
કરવામાં આવેલા છે. ૧૮ ભગવાન ગૌતમ સ્વામીજી જયેષ્ઠ કુલની અપેક્ષાએ જ કેશિકુમારની પાસે ગયા છે. ૧૯ બૌદ્ધ મતનું નિર્ગમન પાર્શ્વનાથજી મહારાજના સંતાનીયાથી થયેલું હોવાથી બૌદ્ધગ્રંથોમાં
જૈનને માટે ચતુર્યામ લખવામાં આવે તે સ્વાભાવિક છે પણ જૈન શ્વેતામ્બર ગ્રંથોમાં મહાવીર મહારાજને જે જ્ઞાતપુત્ર (જ્ઞાતનંદન) નામ રાખેલું છે. તેમનું શાસન તે વખતે હોવાથી ચાર યામવાળા જ્ઞાતપુત્ર જણાવ્યા છે. આવી રીતે બીજા પણ નિર્દેશો અસ્તવ્યસ્ત
તરીકે બૌદ્ધોમાં ઘણા નજરે પડે છે. ૨૦ જૈન જગતમાં આવેલી પુરાણોની કદાગ્રહ દશા શેઠ હુકમીચંદજીની અસ્તવ્યસ્ત માન્યતા અને દિગંબરી મુનીંદ્ર મંડળીની હકીકત સાચી હોય તો ખરેખર તેઓને વિચારવા જેવું છે.
(જૈન જગત) (નોંધઃ- વધુ સમાલોચના માટે જુઓ ટાઈટલ પાનું ચોથું)
Page #553
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-૫૦ ફંડ તથા શ્રીઆમોદય
સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ. | મુલ્ય અંક પંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રી શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપથનાછાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રી શ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો
૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-0 ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીમંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ (પૂર્વાધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લધુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦
નીચેના ગ્રંથ ઉપર પ૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બ્રહવૃત્તિ. ૪-૦-૦,
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફીલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ લોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફીલોસોફ અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૭૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર. ૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રી પ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજાષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રી બપ્પભટ્ટી સૂરિકત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મનવર સ્તોત્ર ,
પ-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. O-૫-0 પ૯ શ્રી ચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયગ્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત). ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઇપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ..
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુફંડ.
ગોપીપુરા સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #554
--------------------------------------------------------------------------
________________
આ સમાલોચના કાળ માં
૧. મિહિકા વિગેરેમાં એકલા સ્વાધ્યાયનો પરિહાર નથી, પણ “વ્ય” એવા (આવ૦ ૧૩૨૭) પદથી કાયોત્સર્ગ અને બોલવા આદિનો પણ પરિહાર જણાવ્યો છે ને તેથીજ સા રેવ
જોહાદિક્ષાવિ રેડ્ડા વી એમ કહી શ્રીમાનું સૂરિjરદર હરિભદ્રસૂરિજીએ સ્વાધ્યાય અને પડિલેહણ આદિ ક્રિયા પણ વર્જી છે, પણ રૂથ વડસુ મસાણાસુ-સામો ઘેર न कीरइ, सेसा सव्वा चेट्ठा कीरइ आवस्सगादि उकालियं च पढिज्जइ अभी As આદિની અસ્વાધ્યાયમાં આવશ્યકાદિ કરવાનું ને ઉત્કાલિક સૂત્રો ભણવાનું સ્પષ્ટ વિધાન કરે છે, છતાં આવશ્યકાદિને અવશ્ય કર્તવ્ય ગણીને જ છૂટ આપી છે, બાકી તો મુખ્યતયા ચારે અસ્વાધ્યાયમાં આવશ્યકાદિ ક્રિયાનો પણ નિષેધ છે એમ કહેનારે ફરીથી પાઠ જોઈ વિચારવા
ને સમજવો જરૂરી છે. ૨ ઉત્કાલિક ને આવશ્યકાદિના અધ્યયનમાં પણ સંધ્યારૂપ અકાલ તો વર્જવાનો છે.
સંયમઘાતક અસ્વાધ્યાયમાંજ “સાર સä શીર' એમ ઉત્સર્ગ માર્ગે સ્વાધ્યાય ગમન કાયોત્સર્ગ પડિલેહણ આદિ સર્વક્રિયાનો નિષેધ છે. અવશ્ય કર્તવ્યને લીધે ત્યાં માત્ર શ્વાસ લેવાની છૂટ રાખી છે, ને તે સંયમઘાતક અસ્વાધ્યાયમાં જ અવશ્ય કર્તવ્ય તરીકે અપવાદ જણાવતાં સ્પષ્ટ કહે છે કે અવર્સથળે વળે લા ને આવશ્યક કર્તવ્ય કે કહેવા યોગ્ય હોય તો હાથથી, ભૂવિકારથી કે અંગુલિની સંજ્ઞા અને અંતે જણાથી સ્પષ્ટપણે કહે અથવા ગ્લાનાદિ કારણે કામળી ઓઢીને બહાર જાય. (સંયમઘાતકમાં આવશ્યક ફર્તવ્યને સ્પષ્ટપણે જણાવ્યું છે ને બીજે સામાન્યપણે છૂટ જણાવેલ છતાં ગ્રહણમાં પ્રતિક્રમણ ક્રિયાની નિષેધ લખાઈ ગયેલો ખોટો છે એમ સ્પષ્ટપણે જાણ્યા છતાં ઉંટડીનું દુધ ને સૂતક વિચારની માફક ભૂલ સુધારવાની ટેવને લીધે જ
માત્ર મન કલ્પનાથી અવશ્ય કર્તવ્ય શબ્દ લગાડાય છે, ૪ (આવશ્યક ૧૩૩૭) ૩ સાથે જ સતિ પુણ્વત્ત એ પાઠથી પૂર્વોક્રત સૂત્રની સ્વાધ્યાય
નિષેધેલ છતાં અને સૂર્યચંદ્રગ્રહણની અસ્વાધ્યાયમાં સર્વ સુવિહિતોએ કલ્પવાચનની અસ્વાધ્યાય વર્જવી શકય ગણી વર્જવાની નક્કી કરી છે એમ જાણ્યા છતાં માત્ર કદાગ્રહ અને શોભાને અંગે જ અસ્વાધ્યાય ન રાખતાં તેમજ કલ્પસૂત્ર વાંચી અવશ્ય કર્તવ્યના પડદામાં ખોટી રીતે પસી
બચાવ કરવો કોને શોભે તે વાંચકો વિચારી શકે છે. ૫ ઓળીના દિવસોમાં ભગવતીજી સિવાયના યોગોનો નિક્ષેપ જ થાય છે માટે ઓળીમાં યોગ કરવાનું હોતું જ નથી.
(અનુસંધાન ટાઈટલ પાર પર)
Page #555
--------------------------------------------------------------------------
________________
Registered No.B 3047
271281215
Page #556
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પા. ૪ નું અનુસંધાન) ઉપાદેયતા મોક્ષના કારણ તરીકે જણાવે છે. જ્યારે ખુદ ધર્મની ઉપાદેયતા પણ સ્વતંત્રપણે નથી પરંતુ મોક્ષના કારણપણાને અંગે જ છે, એટલેકે આત્મીયસુખના કારણો પણ આત્મીયસુખની સાધ્ય દશાને અંગે જ ઉપાદેય થાય છે, પણ સ્વતંત્રપણે ઉપાદેય થતા નથી, તો પછી આત્માના સ્વરૂપને બાધ કરનાર કર્મની જંજીરથી જકડનાર અને ચર્તુગતિના ચક્કરમાં ચૂરનાર એવા બાહ્યસુખ અને તેના સાધનો તો ઉપાદેય તરીકે ગણવાના હોય જ કેમ? અને જો બાહ્ય સુખો અને તેના સાધનો કોઇપણ અંશે શાસકારો ઉપાદેય તરીકે ગણતા હોત તો “સત્રા મેડ્ડો વેરમU' કહી પાંચ પ્રકારના વિષયોના ઉપભોગો રૂપ બાહ્ય સુખને વર્જવાનું જણાવત નહિ તેમજ તે બાહ્ય સુખને કરનારા વિષયોના સાધનો તરીકે રહેલા ગ્રહણ કરવા અને ધારણ કરવા લાયક પદાર્થોને પણ ત્યાગ કરવા માટે “સદ્ગારો વરાહગો વેરમ' અર્થાતુ સચિત્ત, અચિત્ત કે મિશ્ર એવા ગ્રહણ કરવા લાયક કે ધારણ કરવા લાયક પદાર્થોનું ગ્રહણ અને મમત્વરૂપ પરિગ્રહથી વિરમવાનું કહેત નહિ. અર્થાત્ જે અર્થ અને કામને જૈનશાસકારોની અપેક્ષાએ હેય તરીકે ન માનતાં, ઉપાદેય તરીકે માનવામાં આવે તો તે જૈનશાસ પરસ્પર વિરૂદ્ધ અર્થને કથન કરનારું થાય, પણ જૈનશાસનની એ ખુબી છે, કે તેમાં પરસ્પર વિરૂદ્ધ અર્થનું કથન હોતું જ નથી, અને તેથી જ ભગવાન હેમચંદ્રસૂરિજીએ શાસનની સ્તુતિ કરતાં હેતુ તરીકે જણાવ્યું છે કે પૂર્વાપરાયેંડવિરોઘસિદ્ધઃ' એટલે આગળ પાછળના પદાર્થોમાં વિરોધરહિતપણું હોવાથી ભગવાન જિનેશ્વરનું શાસન પ્રમાણભૂત છે. અર્થાત્ અર્થ અને કામની હેયતા માનીએ તો જ જિનશાસનની પ્રામાણિકતા રહે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ પાડવામાં આવ્યા છે તે માત્ર વર્ગીકરણના હિસાબે છે, પણ ઉપાદેયતાના હિસાબે નથી.
આ ઉપરથી ત્રિવસંસાધન મંતરે ' ઇત્યાદિ વાક્યો માત્ર ધર્મની ઉપાદેયતા અન્યોએ પણ સ્વીકારી છે. એટલું જ સિદ્ધ કરવા પુરતા ઉપયોગી છે. કેમકે એમ ન માનીએ તો ‘ર તે વિના ય અવતોડર્થવ' એટલે ધર્મ વગર અર્થ અને કામ થતા નથી એમ જણાવી ધર્મની ઉપાદેયતા અર્થ અને કામના સાધન તરીકે જે જણાવવામાં આવી છે તે કોઈપણ પ્રકારે જૈનદષ્ટિને કે અધ્યાત્મવાદને અનુકૂળ થઈ શકે તેમ નહિ.
કદાચિત બાહ્યદૃષ્ટિવાળાને માર્ગપ્રવેશને માટે પ્રાથમિકલ્દષ્ટિએ અર્થ અને કામના સાધન તરીકે પણ ધર્મનું કરવાલાયકપણું હોય તો પણ ઉપદેશકોએ તો અર્થ અને કામના વિષયને સાધ્ય તરીકે ગણાવાય જ નહિ, , અર્થાત્ અર્થ અને કામના વિષયોનો સમગ્ર અધિકાર મુખ્યતાએ તો હેય જ હોય, છતાં કોઈક જગાએ અનુવાદ કરવાલાયક ગણાય તો તે જુદી વાત છે, પણ વિધેય કે ઉપાદેય તો તે બે ગણાય જ નહિ.
અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારને પુરુષાર્થ કહો કે વર્ગ કહો પણ તેની મતલબ એટલી જ કે જીવો આ ચાર વસ્તુના ધ્યેયથીજ જગતમાં પ્રવર્તવાવાળા હોય છે, પણ તેટલા માત્રથી મોક્ષ કે ધર્મની માફક અર્થ અને કામની ઉપાદેયતા ગણાવાની તો ભૂલ થવી જોઈએ જ નહિ.
જેવી રીતે સાધ્ય પદાર્થની અપેક્ષાએ જીવોના ચાર વર્ગો કરવામાં આવ્યા છે તેવી રીતે પ્રવૃત્તિ અને તેના ફળની અપેક્ષાએ જીવ માત્રના છ વર્ગો કરવામાં આવેલા છે. તેમાં પણ ઉત્તમોત્તમપણું અને ઉત્તમપણું જ માત્ર સાધ્ય તરીકે ગણાય, પણ અધમાધમ, અધમ, વિમધ્યમ અને મધ્યમપણું તે આદરવા લાયક કે સાધ્ય તરીકે ગણવા લાયક નથી, અર્થાત એ છ ભેદ પણ અર્થકામ ધર્મ અને મોક્ષની માફક કેવળ વર્ગીકરણરૂપે જ છે.
Page #557
--------------------------------------------------------------------------
________________
*
*
૪
શ્રી
(પાક્ષિક)
- ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ | નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાન્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्ह दृष्टिप्रमुखै : सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું, તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૧૧-૭-૩૪ બુધવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૧૯ મો. 7 જેઠ વદિ અમાસ 1 વિક્રમ , ૧૯૯૦
૦ આગમ-રહય.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ ' અન્ય ઉદ્દેશ કે ઉદ્દેશ શૂન્યપણે થતી દ્રવ્યક્રિયાઓ પણ ઉત્તમક્રિયાનું બીજ છે.
જો કે નયમતની વિચિત્રતાને લીધે કોઇપણ પ્રકારનું માગનુસારી કે શાસ્ત્રોકત અનુષ્ઠાન ભાવઅનુષ્ઠાનનું કારણ બને જ છે. કદાચ કાળનું આંતરૂં દ્રવ્ય અને ભાવધર્મ વચ્ચે ઘણું લાંબુ હોય કે ટૂંકું પણ હોય, પરંતુ એક વખત પણ જેને દ્રવ્યઅનુદ્ધનની પ્રાપ્તિ થઈ છે તેને થોડે કે ઘણે કાળે જરૂર ભાવધર્મ મળવાનો જ છે,
Page #558
--------------------------------------------------------------------------
________________
- ૪૩૪
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક અને આ જ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજી પંચવસ્તુ પ્રકરણમાં સ્પષ્ટપણે જણાવે છે કે અનંતી વખત દ્રવ્યચારિત્ર આવ્યા પછી મુખ્યતાએ ભાવચારિત્ર આવે છે ને તે માટે તે દ્રવ્યચારિત્રો ભાવચારિત્રોનું કારણ છે. આ જ કારણથી શીલાંકાચાર્ય મહારાજ પણ માનપૂજાની ઇચ્છાએ કે ઋદ્ધિગૌરવાદિની અપેક્ષાએ પણ કરાતી તપસ્યા અને સાધુક્રિયામાં ભવિષ્યની ઉત્તમ ક્રિયાનાં બીજ છે એમ જણાવે છે.
આ ઉપર જણાવેલી પંચવસ્તુ વિગેરેની અપેક્ષાએ કોઇપણ ધર્મક્રિયાને ભાવધર્મને નહિ સાધનાર તરીકે ગણી શકીએ નહિ, અને તેથી વ્યતિરિકતનામના દ્રવ્યનિપાના નોઆગમના ત્રીજા ભેદમાં તે તે દ્રવ્યક્રિયાઓને લઈ શકીએ નહિ, પણ ઉખરજમીનમાં વાવેલું બીજ અને પડેલો વરસાદ બીજ કે વરસાદના દોષ સિવાય માત્ર ભૂમિદોષથી જ નિષ્ફળ જાય છે, તેથી જેમ તે બીજને કે વરસાદને દૂષિત ન ઠરાવતાં તત્વજ્ઞ પુરુષો તે ઉખરભૂમિને જ દૂષિત ઠરાવે છે, તેવી રીતે ધર્મક્રિયા કદાચ અન્ય ઉદ્દેશ કે ઉદ્દેશ શૂન્યપણે કરવામાં આવે તો પણ તે ઉદ્દેશ શૂન્ય કે અન્ય ઉદ્દેશપણે કરેલી ધર્મક્રિયા કાલાંતરે ભાવધર્મને જરૂર લાવનાર હોઇ તેવી ધર્મક્રિયાને ભાવધર્મના કારણ તરીકે જ ગણવી પડે, પણ ઉખરજમીનની માફક મોક્ષપ્રાપ્તિને માટે અયોગ્ય એવા અભવ્યજીવોમાં દ્રવ્યથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધર્મક્રિયા હોય તો પણ તે વર્તમાનમાં કે ભવિષ્યમાં પણ ભાવધર્મક્રિયાને પ્રાપ્ત કરાવી શકતી નથી. તો તેવા જીવોની અપેક્ષાએ અન્ય ઉદ્દેશથી કે શૂન્યપણે થતી ક્રિયાઓને વ્યતિરિકત નામના ભેદમાં લઇ ગયા સિવાય બીજો રસ્તો જ રહેતો નથી. શાસ્ત્રાનુસારી વ્યકિયા કયારે બની શકે?
જો કે શાસ્ત્રાનુસારિણી એવી ધર્મક્રિયા દ્રવ્યથી પણ કરવાનું ત્યારે જ બને છે કે જ્યારે મોહનીય કર્મની ૭૦ કોડાકોડ સાગરોપમની સ્થિતિમાંથી ૬૯ કોડાકોડ સાગરોપમની સ્થિતિ તૂટેલી જ હોય. જે જીવને એક કોડાકોડ સાગરોપમ કરતાં અધિક કર્મસ્થિતિ હોય તેને શાસ્ત્રકારે કર્મક્ષય અને મોક્ષપ્રાપ્તિ માટે બતાવેલી ક્રિયા અન્ય ઉદ્દેશથી કે કોઇપણ ઉદ્દેશ વગર થતી જ નથી, અને તેથી જ અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાષ્ટિ જીવોને પણ શ્રુતસમ્યકત્વની પ્રાપ્તિ ત્યારે જ થવાનું જણાવે છે કે તેઓ કર્મની ૭૦ કોડાકોડ સાગરોપમની સ્થિતિમાંથી ૬૯ કોડાકોડ સાગરોપમની સ્થિતિ ખપાવીને ગ્રંથી નજીક આવે. અર્થાત્ કર્મગ્રંથીની પાસે આવ્યા સિવાય અનુદ્દેશે, અશુદ્ધ ઉદ્દેશે કે અન્ય ઉદ્દેશે પણ ધર્મક્રિયા પ્રાપ્ત થઈ શકતી નથી. તેથી કોઇપણ ધર્મક્રિયા શાસ્ત્રાનુસારિણી થતી હોય ત્યાં કર્મની લઘુતા માનવી પડે તે તો ફરજીયાત જ છે, અને તેવી લઘુકર્મરૂપ નિર્મળતા પામેલો જીવ હોય તો જ દ્રવ્ય થકી પણ ધર્મક્રિયાને આદરી શકે. જગતમાં પણ અનુભવાય છે કે ભવિષ્યમાં દરિદ્રપણામાં જીવન ગુજારનારો મનુષ્ય પણ જો કોઇ શ્રીમાનને ઘેર ઉત્પન્ન થાય તો તે જરૂર તેટલા કાળમાં લાભાંતરાયના ક્ષયોપશમવાળો માનવો જ જોઇએ. તેવી રીતે અહીં પણ ધર્મના ફળ તરીકે મોક્ષને નહિ પામનારો અગર ઘણા લાંબે કાળે પામનારો હોય તો પણ તેને મળેલી ધર્મકરણી તે કરણીવાળા જીવની શ્રેષ્ઠતા જણાવવા માટે બસ છે. આ જ કારણથી અભવ્ય મિથ્યાષ્ટિઓને પણ સામાન્યવ્રતની ક્રિયા, અણુવ્રતની ક્રિયા કે મહાવ્રતની ક્રિયામાં દોષભાગીપણું માન્યું
Page #559
--------------------------------------------------------------------------
________________
૪૩૫
તા. ૧૧-૭-૩૪
શ્રી સિદ્ધચક્ર નથી. જો દ્રવ્યક્રિયા માત્ર જીવોને દૂષિત કરનારી હોત તો ગુણઠાણાની પરિણતિ વગરના અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાદૃષ્ટિ જીવોને તે તે દેશવિરતિ, સર્વવિરતિ વિગેરેની ક્રિયાઓ કરવાથી ખોટો આડંબર ગણી દેવલોક વિગેરેની પ્રાપ્તિ સૂત્રકારો કહેત નહિ, પણ જેમ જેમ વધારે દ્રવ્યક્રિયા કરે તેમ તેમ વધારે ધૂર્તતાવાળો ગણાઈ અધિક દુર્ગતિએ જવાવાળો કહેવો જોઇએ, પણ તેમ નહિ થતા અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાષ્ટિને પણ જેમ જેમ દ્રવ્યક્રિયાની વૃદ્ધિ હોય છે તેમ તેમ પુણ્યની વૃદ્ધિમાની ઉંચા ઉંચા દેવલોકની પ્રાપ્તિ માનવામાં આવે છે. સમગ્રના નાશ પ્રસંગે અર્ધના રક્ષણનો પ્રયત્ન કરવો.
આ ઉપરથી એટલી વાત તો ચોકસ માનવી પડશે કે અન્ય ઉદ્દેશે, અનુદેશે કે વિરૂદ્ધ ઉદ્દેશ, કરાતી ધર્મક્રિયા કર્મના લઘુપણાને અંગે હોવા સાથે ભવિષ્યમાં પુણ્યની પ્રબળતાને કરાવનારી છે, અને તેથી વ્યતિરિકત તરીકે ગણાતી આવી ધર્મક્રિયા સુધાર વાલાયક હોય છતાં છોડવા લાયક તો નથી જ, અને આ જ કારણથી આ લોકના અપાયથી ડરીને કે સંપત્તિની પ્રાપ્તિ માટે કરાતી પાપની વિરતિ રોકવામાં આવતી નથી. તથા શાસ્ત્રોમાં પણ દેવલોકાદિકની પ્રાપ્તિ માટે થતા વ્રતનિયમો પણ કરાવવામાં આવ્યા છે, એટલું જ નહિ પણ તે પૌલિક પદાર્થોના નામે પ્રેરણા કરીને પણ વ્રતનિયમો કરાવવામાં આવ્યા છે. આ સ્થાને જગતનું દૃષ્ટાંત ધ્યાનમાં રાખવાનું છે કે સમગ્ર ત્યાગનો પ્રસંગ આવે ત્યારે અર્ધનું પણ રક્ષણ કરવું તે સમજણવાળાનું જ કામ છે, તેવી રીતે દ્રવ્ય અને ભાવ એમ બંને પ્રકારે ધર્મની પ્રાપ્તિ ઈષ્ટ હોઈ પ્રવૃત્તિ અને પરિણતિ બંનેની શુદ્ધતા મેળવવા લાયક છતાં પણ બંનેની શુદ્ધતા ન મળી શકે તે સ્થાને પરિણતિની શુદ્ધિવાળી દશા વર્તમાનમાં આવતી નથી અને ભવિષ્ય માં તે લાવવાની જરૂર દેખી તેના કારણ તરીકે પ્રવૃત્તિની શુદ્ધિ પણ એકલી બને તો તે અત્યંત કર્તવ્ય તરીકે જ ગણાય, પરંતુ કોઇપણ પ્રકારે અકર્તવ્ય તરીકે તો તેને ગણી શકીએ જ નહિ. આ બધી હકીકત વિચારતાં ભવિષ્યમાં ધર્મપરિણતિ થવાની હોય ત્યાં કદાચ ભવ્યને અંગે થતા નિક્ષેપાને ગોઠવીએ તો પણ જ્યાં ભવિષ્યની પરિણતિ થવાની ન હોય ત્યાં વ્યતિરિકત નિક્ષેપાને ગોઠવ્યા સિવાય છૂટકો જ નથી. વ્યતિરિકત નિક્ષેપો આરાધ્ય ખરો કે? આરાધ્ય હોય તો તેનું કારણ.
નંદીસૂત્રને અંગે નંદીના નિક્ષેપા વિચારતાં નામનંદી અને સ્થાપનાનંદીનું સ્વરૂપ વિચારી દ્રવ્યનંદીને અંગે સામાન્ય દ્રવ્યનિપાનું સ્વરૂપ જણાવતાં તેનો પહેલો આગમભેદ જણાવી નોઆગમ ભેદમાં જ્ઞશરીર ભવ્ય શરીરનામના દ્રવ્યનિક્ષેપા જણાવવા સાથે વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપો આગળ જણાવી ગયા, પણ જેમ જ્ઞશરીર અને ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપાની આરાધ્યતા જણાવવામાં આવી અને તેનાં કારણો પણ શાસનની પ્રવૃત્તિ સાથે જણાવવામાં આવ્યાં, તેવી રીતે વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપાની આરાધ્યતા વિગેરે જણાવવાની આવશ્યકતા હોય તે સ્વાભાવિક જ છે. વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપો જણાવતાં આગળ જણાવવામાં આવ્યું છે કે વ્યતિરિકત નિપામાં બે પ્રકારના પદાર્થો લેવામાં આવે છે, કેટલાક પદાર્થો અપ્રધાન હોઈને સાધ્યસિદ્ધિને અંગે એટલે ભાવનિક્ષેપાની
Page #560
--------------------------------------------------------------------------
________________
૪૩૬.
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર દશાને અંગે કોઇપણ સંબંધવાળા ન હોઈ માત્ર લોકોની તરફથી તેવી સંજ્ઞા પ્રવર્તતી હોવાથી તેને વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપ તરીકે લેવામાં આવે છે, પણ તેવા અપ્રધાન વ્યતિરિકત દ્રવ્યનિપાને આરાધના સાથે કંઈપણ સંબંધ હોતો નથી. જેમકે આદ્રકુમાર અધ્યયનમાં આદ્રકના નિક્ષેપ કરતાં વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપાના ભેદમાં અપ્રધાનપણે આÁક જણાવતાં આદુ નામે જે કંદમૂળ છે તેનો વ્યતિરિકતનામના દ્રવ્યનિક્ષેપામાં જણાવ્યો છે, તો તે જગા પર આÁકમુનિની સ્થિતિને અંગે જે આદ્રક (આદુ) છે તેમાં કોઇપણ પ્રકારે સંબંધ કે પ્રશસ્તપણું ન હોવાને લીધે આરાધ્યતા પણ નથી. છતાં લોકોમાં તેને આદ્રક (આદુ) તરીકે ગણાય છે તેથી આદ્રકના વ્યતિરિકત નિક્ષેપોમાં તે આદ્રકાકાને ગયું છે. તેવી જ રીતે મહાવીર મહારાજની સ્તુતિને અંગે સૂયગડાંગજીના વરસ્તુતિ નામના અધ્યયનમાં યુદ્ધમાં લાખો પ્રાણીઓનો સંહાર કરનાર અને આર્તરૌદ્રધ્યાનપૂર્વક ઘોર હિંસામાં પ્રવૃત્તિ કરી નરકાદિ દુર્ગતિના નિકાચિત કર્મો બાંધનાર વીર (સુભટને) વ્યતિરિકત દ્રવ્યવીર તરીકે ગણવામાં આવેલા છે તે જગા પર સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે જન્મથી અપ્રતિપાતિ એવા ત્રણજ્ઞાને સહિત અને બીજાના ઉપદેશ વગર સ્વયં વૈરાગ્ય પામી ચારિત્રને અંગીકાર કરનારા અનેક પરિષહ, ઉપસર્ગના પ્રસંગોમાં પણ આત્માની સાધ્યદૃષ્ટિને નહિ ચૂકતાં સમસ્ત ઘાતિકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરીને કૃતાર્થ થયેલા છતાં અશરણ સંસારમાં જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિથી પરાભવ પામતાં ને અશરણ તેમજ કર્મવ્યાધિથી પીડાતા સંસારીજીવોના કેવળ ઉપકારને માટે જ ધર્મોપદેશ કરી ગણધર મહારાજદ્વારા એ શાસનની પ્રવૃત્તિના કાળ સુધી સકળ જીવોના ઉદ્ધાર માટે પ્રવચન પ્રવર્તાવનારા જ્ઞાતપુત્ર તરીકે સ્વપર શાસનમાં પ્રસિદ્ધિ પામેલા ભગવાન મહાવીર મહારાજારૂપ ભાવવીરની વર્ણનાના પ્રસંગે તેવા દ્રવ્યયુદ્ધવીરોને કંઇપણ સંબંધ નથી, છતાં જર, જોરૂ અને જમીનની જાળમાં જકડાયેલી અને ક્ષેત્ર વાસ્તુ તથા હિરણ્યાદિની હડફેટમાં હડસેલાયેલી દુનિયાએ લાખો જીવોનો જાન લેનારા અને રૂધિરથી રક્તસ્તોને ધારણ કરનારા હથિયારની હરોળમાં હર્ષ માનનારા દુર્ગતિગામી લોકોને વીર તરીકે ગણેલા હોઈ તેવાઓને પણ વ્યતિરિકત દ્રવ્યવીર તરીકે શાસ્ત્રકારો ગણાવે છે. જો કે તેવા વીરોને વ્યતિરિત દ્રવ્યવાર તરીકે ગણી ભગવાન મહાવીર મહારાજને આત્મોન્નતિના અવિચળમાર્ગના મુસાફરોની આરાધનાના પાત્ર એવા ભાવવીર તરીકે જણાવે છે છતાં પણ પૂર્વે જણાવેલા દ્રવ્યવીરોના વ્યવચ્છેદને માટે શાસ્ત્રકારો ભગવાન વિરમહારાજને મહાવીર તરીકે ગણાવી મહા એવું વિશેષણ આપ્યું છે. દેવતાઓએ પણ તે ભગવાન મહાવીરનું શ્રમણ ભગવાન મહાવીર એવું નામ ગુણની તીવ્રતાને લીધે ખેંચાઇ પ્રસિદ્ધ કર્યું હતું, કેમકે ભય અને ભૈરવોના પ્રસંગમાં તેઓ અચળ રહ્યા હતા, અને પરિષહ, ઉપસર્ગના ભયંકર સંજોગોમાં ક્ષમાપૂર્વક પોતાની સહનશકિત તેઓએ ફોરવી હતી. એટલે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કહેવાયા, અસાધારણપણે બાહ્ય, અત્યંતર તપસ્યાવાળા હોવાથી શ્રમણ તેમજ અનંતબળાદિક ઐશ્ચર્યવાળા હોઇને ભગવાન હોવા સાથે પરિષહ, ઉપસર્ગો સહન કરવાદ્વારા એ અનાદિકાળના આત્માના અત્યંતરશત્રુને મારનાર હોઈ મહાવીર થયા, તેથી દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું નવીન નામ જાહેર કર્યું.
Page #561
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર
૪3o
મધદેશના
ગમો વારિક
(દેશનાકાર
ભજવત/૨
ભગવતી
Riel
નિરમા
દવે |
HTTTTTTT
અસોદાણક.
સંસાર અનાદિ છતાં અંતવાળા
શાસ્ત્રકાર મહારાજ. ભગવાન હરિભદ્રસૂરિજી ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા શ્રીઅષ્ટક પ્રકરણમાં જણાવી ગયા કે-આ જીવ સંસારમાં અનાદિકાળથી રખડી રહ્યો છે, અને એ અનાદિ રખડપટ્ટી એ જીવ ઉપર એટલો બધો પ્રભાવ પાડી દીધો છે કે જેથી જીવ પોતાના અસલ શુદ્ધ ચિદાનંદરૂપ સ્વરૂપને ભૂલી ગયો ને મેળવી નથી શકતો અને જ્યાં સુધી એ રખડપટ્ટી હૈયાત રહેશે ત્યાં સુધી આત્મસ્વરૂપ પ્રગટ થતા પણ અટકવાનું. એટલે જો આપણને આપણું આત્મસ્વરૂપ મેળવવું-પ્રગટ કરવું હોય તો એ અનાદિની રખડપટ્ટીનો નાશ કરવો જ રહ્યો. જ્યારે એ રખડપટ્ટી હટી કે તરત આત્મસ્વરૂપનો અવરોધ દૂર થવાનો અને પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવાનું છે, કારણ કે “ર દો વાંસ વને વંશીજયાં વાંસ જ નહિ તો વાંસળી વાગશે જ કેવી રીતે? કારણ જ નહિ હોય તો કાર્ય બનવાનું જ શી રીતે ? પણ આ વિચાર કરતાં પહેલાં આપણે એ વિચારવું જોઇએ કે અનાદિકાળથી ચાલી આવતી એવી રખડપટ્ટીનો નાશ થઈ શકે છે કે નહિ ? જો એનો નાશ જ ન થઇ શકતો હોય તો પછી નાશનો વિચાર કરવો પણ નિરર્થક જ ગણાય, અને જો થઈ શકતો હોય તો એના નાશના ઉપાયોનો વિચાર કરી શકીએ.
સંસારમાં જેટલા પદાર્થો અનાદિ ગણવામાં આવે છે એના બે ભેદ પાડવામાં આવ્યા છે (૧) અનાદિ હોવા છતાં જેનો અંત આવી શકે છે તે અને (૨) જે અનાદિ હોવા સાથે નાશ ન પામવાથી અનાદિ અને અનંત હોય છે તે. આપણા પોતાના જીવની અપેક્ષાએ આપણે વિચાર કરીએ તો આપણને જરૂર લાગે છે કે આપણા જીવ સાથે એવાં કેટલાંક
Page #562
--------------------------------------------------------------------------
________________
૪3૮
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર અનાદિ તત્વો લાગેલાં હતાં કે જેનો નાશ કર્યા પછી જ એ અત્યારે જે સ્વરૂપદશા છે એને મેળવી શક્યો છે. એકેંદ્રિયપણું, નિગોદપણું, મિથ્યાત્વપણું, અજ્ઞાનીપણું આ બધાય આપણા આત્માને અનાદિ કાળથી લાગેલા હતા છતાં એ બધાનો આપણે નાશ કર્યો અને પરિણામે શ્રાવક જેવા ઉત્તમકુળ અને જૈનધર્મ જેવા પરમ કલ્યાણકારી ધર્મને મેળવી શકયા. એટલે આ રીતે આપણે જોયું કે અમુક પદાર્થો અનાદિ હતા છતાં એનો અંત આવી ગયો. હવે બીજી તરફ આપણે જીવને આશ્રીને જ વિચારીએ કે આપણા જીવનું અસ્તિત્વ અનાદિ કાળનું છે અને એ જીવનો કદી પણ અંત આવવાનો નથી જ એટલે એ જીવ અનાદિ હોવાની સાથે અનંત પણ છે. આપણે જાણીએ છીએ કે નિગોદાણાની પ્રાપ્તિ, મિથ્યાત્વનો ઉદય, અજ્ઞાનની સત્તા, અનાદિ એકેંદ્રિયપણું એ બધાના અસ્તિત્વનું મુખ્ય કારણ આત્મા ઉપર લાગેલ કર્મ છે. એ કર્મો દૂર થતાં ગયાં તેમ તેમ આત્મા વધારે ને વધારે સારી અવસ્થાને પ્રાપ્ત કરતો ગયો. એટલે એટલું તો ખરું જ કે કર્મોનો નાશ થાય છે જ. તો એક વખત એવો પણ જરૂરી આવવાનો કે જ્યારે આ રખડપટ્ટીને કરાવનાર જે કર્યો છે એ પણ બધા દૂર થઈ જશે અને આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશમાન થશે એટલે આપણે એટલું તો જરૂર જાણી લીધું કે આ રખડપટ્ટી અનાદિ હોવા છતાં તેનાં કારણોનો નાશ થઈ શકતો હોવાથી અનંત તો નથી જ. એનો અંત અવશ્ય આવી શકે છે. કર્મનું જોર અને આત્માનું ચૈતન્ય.
પણ આપણે આ અનાદિની રખડપટ્ટીનો નાશ થાય છે એ વાત સિદ્ધ કરવા માટે અનાદિ નિગોદ-અનાદિ એકેંદ્રિયપણાના નાશનો આશ્રય લીધો હતો અને એ પદાર્થોને અનાર્દિ બતાવવાની સાથે સાન્ત (અંતવાળા) બતાવ્યા હતા. તો આ સ્થાને આપણા માટે એ વસ્તુ સિદ્ધ કરવાની રહે છે કે આપણને લાગેલ એકેંદ્રિયપણું અનાદિકાળનું હતું ? જો આ નિગોદએકેન્દ્રિયપણું વિગેરેને આપણે અનાદિ સિદ્ધ કરી શકીએ તો પછી એના નાશને દૃષ્ટાંત તથા હેતુરૂપ માનીને રખડપટ્ટીરૂપ કાર્યના નાશનું અનુમાન બાંધવામાં આપણને લેશ પણ અડચણ નહિ આવે.
સંસારમાં બે સ્થિતિ એવી છે કે એ અવશ્ય ટકી રહે છે, અને એનો નાશ કરી શકાતો નથી. ગમે તેવા સંયોગો આવે અને ગમે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છતાં એ સ્થિતિનો નાશ નથી થઈ શકતો. આ બે સ્થિતિઓ કઈ ? (૧) ઓછામાં ઓછી સ્થિતિ અને (૨) વધારેમાં વધારે સ્થિતિ. એટલે કે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ. એક વસ્તુની બે સ્થિતિઃ-એક હલકામાં હલકી અને બીજી ઉંચામાં ઉંચી. હલકામાં હલકીનો અર્થ જ એ કે જેના કરતાં હલકી સ્થિતિ એ વસ્તુની થતી જ ન હોય, છતાં તે જો થતી હોય તો એનું નામ હલકામાં
Page #563
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૦-૩૪.
૪૩૯
શ્રી સિદ્ધચક્ર હલકી-જઘન્ય સ્થિતિ જ ન કહી શકાય. તેવી જ રીતે ઉંચામાં ઉંચી-ઉત્કૃષ્ટ સ્થિતિ એ કે જેના કરતાં વધારે ઉંચી સ્થિતિ થઈ શકે એમ ન હોય અને હોય તો એને ઉંચામાં ઉંચી સ્થિતિ પણ ન કહેવાય. ગમે તેટલું પાણી અને ગમે તેટલી અગ્નિનો ઉપયોગ કરવા છતાં પણ જે ન ચડે-પાકે એનું નામજ કોરડુ મગ. જો થોડા ઘણા યા ઘણા ઘણા પ્રયત્ન બાદ પણ ચડીપાકી જાય તો એને કોરડુ મગ કેમ કહેવા? આ પ્રમાણે કુદરતી રીતે જ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનાં તત્વો એવી રીતે ગોઠવાયેલાં છે કે જેથી તેનો નાશ નથી થઈ શકતો અને દરેક વસ્તુને આ બન્ને સ્થિતિ લાગેલી જ હોય. કઈ વખતે કઈ સ્થિતિનો અનુભવ કરવો પડે એ વાત જુદી છે. મધ્યમ સ્થિતિ એવી છે કે જેનો નાશ થઈ શકે છે. જેમાં વધારો ઘટાડો પણ થઈ શકે છે. જીવ પણ એક પદાર્થ-તત્વ છે એટલે એને પણ આ બન્ને સ્થિતિ અવશ્ય હોવી જ જોઇએ. જીવની આ બન્ને સ્થિતિનો અર્થ એ સમજવાનો છે કે પોતાના ચૈતન્ય સ્વરૂપની અપેક્ષાએ જીવને જે સ્થિતિ કરતાં ઉતરતી સ્થિતિનો અનુભવ કરવાનો કદી પણ પ્રસંગ ન આવે એનું નામ જઘન્ય સ્થિતિ અને એજ ચૈતન્ય સ્વરૂપની અપેક્ષાએ જે અવસ્થા કરતાં વધુ ઉચ્ચતર અવસ્થાનો જ અભાવ હોય તે એની ઉત્કૃષ્ટ અવસ્થા. સમસ્ત વિશ્વમાં જેટલાં કર્મનાં પુદ્ગલો હોય એ બધાંય (માનો કે) એકત્રિત થાય અને એક જ જીવ ઉપર લાગી જાય. છતાં એ જીવના સમગ્ર ચૈતન્ય સ્વરૂપને તો ઢાંકી નહિ જ શકવાનાં. ગમે તેટલાં કર્મો લાગવા છતાં પણ અમુક ભાગ તો અવશ્ય કર્મથી અનાવૃત્ત રહેવાનો જ નહિ તો પછી જડ અને ચેતનમાં ફરક જ ન રહે અને જીવના લક્ષણમાં તો “વેતનાનક્ષો નીવ:” એમ કહેવાય છે. એટલે ચેતન સ્વરૂપ થોડું ઘણું પણ પ્રગટ તો રહેવાનું જ, અને આ સ્થિતિ તે જીવની જઘન્ય સ્થિતિ. આ સ્થિતિનું માપ આઠ રૂચક પ્રદેશરૂપ છે. આ આઠ રૂચક પ્રદેશો ઉપર ગમે તેવા સંયોગોમાં પણ કર્મના દળીયા નથી લાગી શકતાં અને જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ તે મુકતાવસ્થા, સિદ્ધઅવસ્થામાં જીવનું જ સ્વરૂપ પ્રકાશી નીકળે છે એના કરતાં વધારે ઉચ્ચસ્વરૂપનો સર્વથા અભાવ જ છે. આ ઉચ્ચસ્વરૂપ અને જઘન્યસ્થિતિ એ બન્નેનો કદી પણ નાશ નથી થતો. જઘન્યસ્થિતિ વધુ સમજાય એ માટે આપણે એકાદ પ્રત્યક્ષ દૃષ્ટાંત લઇએ :- સૂર્ય આકાશમાં ઉગી ચૂક્યો હોય અને પોતાનો ઉજવળ પ્રકાશ દુનિયા ઉપર ફેલાવતો હોય. આવા વખતે ગમે તેટલાં ઘનઘોર વાદળાંઓ ચઢી આવે અને સૂર્યને ચારે તરફથી ગમે તેટલો ઢાંકી દે છતાં દિવસનો દેખાવ અમાવાસ્યાની કાળી રાત્રિ જેવો કદી પણ નહિ જ બનવાનો! અલબત પોતાના મર્યાદિત બળના પ્રભાવે વાદળાંઓ દિવસના તેજપૂર્ણ પ્રકાશને ઓછો કરી શકે છે. તડકા અને છાંયડાનો ભેદ ન પારખી શકાય એવી સ્થિતિ પણ પેદા કરી શકે છે, પરતુ દિવસને રાત્રિ જેવો તો નથી જ બનાવી શકતાં. ગમે તેટલો ઢંકાઈ જવા છતાં સૂર્ય
Page #564
--------------------------------------------------------------------------
________________
૪૦.
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર પોતાનો અમુક પ્રકાશ તો જરૂર ફેકે જ છે. આ જ પ્રમાણે આત્મા અને કર્મનું પણ સમજવું. કર્મરૂપી વાદળાં ગમે તેટલું જોર કરે છતાં આત્મારૂપી સૂર્યને સર્વથા તો કદીપણ નહિ જ ઢાંકી શકવાનાં. '
આટલી વસ્તુ સમજ્યા પછી આપણે હવે એ સમજી શકીશું કે જ્યારે જીવના ચેતન સ્વભાવનો અમુક ભાગ કર્મોથી કદીપણ ઢંકાતો નથી અને જીવ અકારણ હોવાથી અનાદિ છે તો પોતાના અજ્ઞાન, મિથ્યાત્વ વિગેરે નાશ કર્યા પહેલાં પણ જીવ આટલા ચૈતન્ય સ્વરૂપનો તો અનુભવ કરતો જ હતો, અને આટલા ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરવાની અવસ્થા તે એકેન્દ્રિય અવસ્થા; કારણકે ઈદ્રિયોએ ચૈતન્યને પ્રગટ કરવાનું સાધન છે અને એની સંખ્યા પાંચની છે અને એ પાંચમાંથી એક પણ શક્તિ કે ક્રિયાથી જ ન હોય તે જડ લેખાય છે, તો એને જડ બનતાં અટકવા માટે એટલે કે જડથી પોતાનું સ્વરૂપ ભિન્ન બતાવવા માટે જીવને ઓછામાં ઓછી એક ઈદ્રિય તો જરૂર હોવી જ જોઈએ, જે દ્વારા એ જીવ પોતાના અલ્પ ચૈતન્યને પણ પ્રગટ કરી શકે. એટલે હવે આપણે જરૂર કહી શકીએ કે જીવને એકેન્દ્રિયપણું અનાદિ કાળથી હતું. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ.
આની સાથે જ આપણે એ પણ સમજી લઈએ કે જઘન્ય સ્થિતિની માફક ઉત્કૃષ્ટ સ્થિતિને કદી પણ પતનનો ભય જ નથી હોતો. ઉત્કૃષ્ટ સ્થિતિને પતનનો ભય એટલા માટે નથી કે એ અવસ્થાએ પહોંચ્યા હોય તેને એ સ્થિતિએથી જો એ સાચી જ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તો તેનાથી કદી પણ નીચે પડવાનાં કારણો મળતાં નથી. ચોખા ફોતરાથી ભિન્ન થયા તે થયા. ફરી કદી પણ એ ચોખા ઉપર ફોતરાનું આવરણ નથી જ આવતું અને જઘન્ય સ્થિતિ એટલા માટે નિર્ભય છે કે એને વિશ્વાસ છે કે અત્યારની સ્થિતિ કરતાં વધુ હલકી સ્થિતિની કલ્પના જ અસંભવિત છે. જ્યાં કોઈપણ પ્રકારના લાભની આશા ન હોય અથવા જ્યાં હુમલો કરવાની જ શક્યતા ન હોય તેવા સ્થાને કયો માણસ હુમલો કરવાનું પસંદ કરે. કર્મના પુદ્ગલો પણ આટલા માટે જ જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિમાં ફેરફાર નથી કરી શકતા.
જ્યારે કોઇપણ તરફથી કોઇપણ પ્રકારના દુશ્મનના હુમલાનો જ સંભવ ન હોય તો તે સ્થિતિ શાશ્વત હોય તો તેમાં શું નવાઈ ? સિદ્ધ મહારાજ એક સહસ્ત્રયોધી વીરની માફક કર્મથી નિર્ભય છે. એમણે કર્મને અનુકૂળ થઈ પડે એવું એક પણ દ્વાર નથી રહેવા દીધું કે નથી એ કે એવું કારણ બાકી રાખ્યું. એટલે એ તો સદાકાળ આત્મસ્વરૂપમાં રમણ કરતા રહે એ સ્વાભાવિક વાત છે.
Page #565
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક
૪૪૧
ભલા જીવની જઘન્ય સ્થિતિ માનવામાં ખાસ વિશેષતા શી છે? આપણે બધા જાણીએ છીએ કે જ્યાં બીજ હોય ત્યાં જ અંકુર, વૃક્ષ, ફૂલ અને ફળ થઈ શકે છે. જ્યાં બીજનું નામ પણ ન હોય ત્યાં એ વસ્તુ વૃક્ષરૂપે સંભવે જ શી રીતે ? એ જ પ્રમાણે આત્મામાં ગમે તેવી સ્થિતિમાં પણ બીજરૂપે પણ ચૈતન્યનું અસ્તિત્વ તો રહેવું જ જોઇએ. જો બીજરૂપનું એટલું ચૈતન્ય પણ જો નાશ થઇ જતું હોય તો પછી ચૈતન્ય શક્તિના વિકાસ જેવી વસ્તુ જ કયાં રહેવાની ? જ્યાં વસ્તુનું નામનિશાન પણ ન હોય એના ઉત્કર્ષની વાત જ શી કરવી? અને જો એમજ હોય તો આપણે અત્યારે જે સ્થિતિએ પહોંચ્યા છીએ એ સ્થિતિએ પહોંચવાપણું પણ કયાંથી હોત ? આપણે આટલી હદે પહોંચ્યા છીએ, અનંત જીવો સિદ્ધસ્વરૂપ થયા છે. આ બધું એ સ્પષ્ટ બતાવે, છે કે જેણે જેટલો પોતાના ચૈતન્ય સ્વરૂપનો વિકાસ કર્યો તે તેટલી ઉંચી દશાને પ્રાપ્ત થયો, અને આ ઉચી દશા અને નીચી દશા એ કોઈ એક જ વસ્તુની હોવી જોઈએ કે જેના લીધે આપણે એક આત્માને ઉંચો અને એકને નીચો કહીએ છીએ. આ વસ્તુ તે આત્માનું ચૈતન્ય સ્વરૂપ. એટલે હવે આપણે સમજી શકીશું કે જીવની જઘન્ય સ્થિતિ કેટલી મહત્વની છે. ટૂંકમાં આપણે કહેવા માગતા હોઇએ તો આપણે કહી શકીએ કે જીવની જઘન્ય સ્થિતિ એટલે ચૈતન્ય સ્વરૂપના વિકાસના અસ્તિત્વનો પાયો. સમ્યગુદષ્ટિ અને મિથ્યાષ્ટિ.
આપણે ઉપર જાણી ગયા કે જીવની જઘન્ય સ્થિતિ અનાદિ કાળની છે અને તેથી જ એકેન્દ્રિયપણું પણ અનાદિ કાળનું છે. લોકો એકેન્દ્રિયપણાનું અસ્તિત્વ કબૂલ પણ કરે છે, અને વિજ્ઞાન-સાયન્સની-દષ્ટિએ પણ હવે વનસ્પતિમાં જીવ માનવા લાગ્યા છે. ઋતિકાર પણ ઝાડપાન વિગેરે વનસ્પતિમાં જીવ માને છે છતાં જૈનધર્મની વનસ્પતિ વિગેરેમાં જીવની માન્યતા અને આ લોકોની જીવની માન્યતામાં મહાન અંતર છે. આ અંતર કયું ? જૈનધર્મ તો એ સાફ રીતે કહે છે કે વનસ્પતિમાંનો કે પાણીમાંનો, અગ્નિનો કે વાયુનો, મનુષ્યનો કે પશુનો, દરેક જીવ જીવની દષ્ટિએ સરખા જ છે અને દરેકને સુખદુઃખની લાગણીઓ થાય છે. મનુષ્યને દુઃખ થાય છે અને મનુષ્યને ઉપયોગી થઈ પડતી કે મનુષ્યની સ્વાર્થવૃત્તિને પોષતી વનસ્પતિ વિગેરેમાંના જીવને દુઃખ નથી થતું એમ કયાંય પણ નથી કહ્યું. જ્યારે સ્મૃતિકાર વિગેરેએ તો જુદું જ પ્રકાર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે એક ગરજવાન માણસ પોતાની ગરજના જ વિચારમાં ગરકાવ થઈ જાય છે અને જેનાથી પોતાની ગરજ સારવાની છે એ વ્યક્તિ તરફ-એ વ્યક્તિના સુખદુઃખનો વિચાર કરવામાં એ હેવાન બની જાય છે. આપણામાં કહેવત પણ છે કે “ગરજવાનને અક્કલ ન હોય” સંસ્કૃતમાં પણ કહ્યું
Page #566
--------------------------------------------------------------------------
________________
૪૪૨
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર છે કે “સ્વાર્થી હોવાનું જ પતિ પોતાના સ્વાર્થની પૂર્તિ કરવાની જ મનોવૃત્તિવાળો માણસ પોતાની સ્વાર્થવૃત્તિના પોષણમાં પોતાથી થતા દોષો જોવામાં આંધળો બની જાય છે અને પોતે કેવા દોષો કરી બેસે છે એનો એને ખ્યાલ સરખો પણ નથી આવતો. પણ આ પ્રમાણે પોતાને ખ્યાલ ન આવવામાત્રથી જે દોષો કરવામાં આવે છે, તે દોષો દૂર નથી થઈ જતા એનું પરિણામ તો પોતાને ને બીજાને જરૂર ભોગવવું જ પડે છે. આ જ સ્વાર્થવૃત્તિના પોષણને દોષ રહિત બતાવવાની તમન્નામાં ઋતિકારોએ કહી દીધું કે વનસ્પતિમાં જીવ જરૂર છે, પણ એ એવો છે કે એને સુખદુઃખની લાગણીઓ જ પેદા નથી થતી. બસ પત્યું. જોઈતું હતું ને વૈધે બતાવ્યું” માણસને પોતાની લાલસાઓ પૂરી તો કરવી જ હતી એમાં આ ધર્મશાસ્ત્રો મદદે આવ્યાં અને એમની પ્રવૃત્તિને દોષમુક્ત બતાવી દીધી. વનસ્પતિમાં જીવ ખરો પણ સુખદુઃખ વગરનો એટલે એને મારવામાં આવે તો વાંધો નહિ. આ જ સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિનો ભેદ. એક જીવતત્વને જાણીને એને બચાવવાનો-કદીપણ દુઃખી ન કરવાનો ઉપદેશ આપે અને બીજો જીવતત્વને જાણવા અને માનવા છતાં એની ભુંડી દશા કરવામાં હરકત ન માને. ધર્મ અને અધર્મ સ્વયંસિદ્ધ તત્ત્વ.
આ જ પ્રમાણે ધર્મ, અધર્મ, પુણ્ય પાપ વિગેરે બાબતોમાં પણ એ મિથ્યાષ્ટિ લોકોએ જાણે પોતે જ ધર્મ, અધર્મના પ્રકાશક નહિ પણ કર્તા જ હોય એ પ્રમાણે પોતાની સગવડો, અગવડનો વિચાર કરીને પોતાની સગવડોમાં હરકત ન આવે અને પોતાની ગમે તેવા પ્રકારની મનોવૃત્તિનું પોષણ થતું રહે એવી રીતે ધર્મ અધર્મની વ્યાખ્યાઓ બનાવી દીધી અને એક પ્રકારે સગવડપથી ધર્મ જેવું ઉભું કરી દીધું કે જે ધર્મના પાલનમાં ખરી રીતે કંઈ કરવાનું, ત્યાગવાનું કે સહન કરવાનું નથી હોતું અને પોતાના ગમે તેવા પ્રકારની પ્રવૃત્તિને ધર્મમય પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકાય. જ્યારે બીજી તરફ શ્રીજિનેશ્વર ભગવાને તો ધર્મને ધર્મરૂપે અને અધર્મને અધર્મરૂપે લોકોને બતાવી દીધો જ. જૈનશાસનના મુદ્દા પ્રમાણે તો ધર્મની લગામ શ્રીજિનેશ્વર ભગવાન કે એવી કોઈપણ વ્યક્તિ વિશેષના હાથમાં નથી. પુણ્ય અને પાપ ઉપર આધિપત્ય ભોગવવાનો શ્રીજિનેશ્વર ભગવાનને પણ અધિકાર નથી. અરે ! એ પોતે પણ (જેટલાં કર્યા હોય તેટલાં) એ પુણ્યપાપમાં જકડાયેલા હોય છે અને એનાં પરિણામો એમને પણ ભોગવવાં પડે છે. ખરી રીતે ઘોડો જેમ લગામને આધીન થઈને જેમ લગામ દોરે તેમ દોરાય છે એજ પ્રમાણે દરેક જીવ-ભલે પછી એ તીર્થકર હોય કે સામાન્ય જીવ હોય-પુણ્ય અને પાપની લગામને આધીન છે અને એ દોરી જેમ નચાવે એમ નાચવું પડે છે. એ જે સુખદુઃખનો અનુભવ કરાવે એ બધા સુખદુઃખનો અનુભવ દરેક જીવને કરવો
Page #567
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૦-૩૪
૪૪3
શ્રી સિદ્ધચક્ર પડે છે. કોઈપણ માણસ એમ ન માની ત્યે કે-આ પુણ્યપાપ, ધર્મ અધર્મ વિગેરે-આપણા વ્યવહારના બીજા સામાન્ય નિયમો પ્રમાણે-શ્રીજિનેશ્વર ભગવાને બનાવેલા ધારા છે અને એ ધારાની રચના તીર્થકર મહારાજની ઈચ્છા પ્રમાણે જ કરવામાં આવી છે. આપણા નિત્ય વ્યવહારમાં તો આપણે અનુભવ કરીએ છીએ કે જ્યાં સુધી આપણી નાતજાતમાં અમુક પ્રકારનો ધારો કરવામાં ન આવ્યો હોય ત્યાં સુધી એ ધારાની વિરૂધ્ધનો વર્તાવ ગુન્હો નથી ગણાતો; જ્યાં સુધી રાજ્ય તરફથી અમુક પ્રકારનો કાયદો જાહેર ન થાય ત્યાં સુધી એનાથી વિરૂદ્ધ વર્તન કરનાર ગુન્હેગાર નથી જ લેખાતો. વ્યવહારમાં તો પહેલાં કાયદો થાય અને પછી એનો ભંગ થાય તો જ ગુન્હો લાગુ પડે, પણ ધર્મમાં આ પ્રમાણે નથી. કારણ કે ધર્મ એ કોઇ ઉત્પન થયેલી વસ્તુ નથી. એનો સંબંધ તો પદાર્થો સાથે છે, અને પદાર્થોના સ્વભાવમાં જ ધર્મનું અસ્તિત્વ રહેલું છે. એટલે જ્યારથી પદાર્થો છે ત્યારથી તેના સ્વભાવો છે, કારણ કે પહેલાં વસ્તુ હોય અને પછી સ્વભાવ હોય એમ નથી, અને જ્યારથી પદાર્થોના સ્વભાવો છે ત્યારથી ધર્મ છે. તીર્થંકર ધર્મપ્રરૂપક પણ બનાવનાર નહિ.
ધર્મ અધર્મના નિયમો પહેલાં બન્યા અને પછી થમ અધર્મ લાગવા લાગ્યા એ કલ્પના જ સર્વથા ભ્રમભરેલી અને સત્યથી વેગળી છે. એટલે તીર્થંકર મહારાજે ધર્મ અધર્મના નિયમો બતાવ્યા પહેલાં ધર્મ અધર્મ લાગતા ન હતા એમ કેમ કહી શકાય? ધર્મ અધર્મ તો અનાદિ કાળથી લાગતા જ હતા. માત્ર તીર્થકર મહારાજે તો આપણને જે વસ્તુ આપણાથી અજાણી હતી તે ખુલ્લી કરીને બતાવી દીધી, પણ આનો અર્થ એ તો ન જ કરાય કે તીર્થકર મહારાજે ધર્મ અધર્મના નિયમો બનાવી દીધા અને એમની ઇચ્છા પ્રમાણે જ ધર્મ અધર્મની વ્યવસ્થા કરી નાખી. એમણે બતાવ્યા પહેલાં પણ જે વસ્તુ સારી હતી તે સારી જ હતી અને ખરાબ હતી તે ખરાબ જ હતી. જે પ્રવૃત્તિઓ આપણે અનાદિ કાળથી કરતા હોઈએ તેનાં પરિણામો પણ જો અનાદિ હોય તો એમાં નવાઈ શી? એટલે જૈનશાસને કે એના પરમપૂજ્ય દેવાધિદેવોએ ધર્મને બનાવવાનો દાવો કદીપણ કર્યો જ નથી. માત્ર પડદો ઉપાડી લઈને પડદા પાછળની વસ્તુનું આપણને દર્શન કરાવ્યું. બાકી વસ્તુ તો હૈયાત હતી જ. એમણે તો માત્ર પડદો ઉઠાવવાનું કાર્ય કર્યું છે, અને આ પ્રમાણે માત્ર પડદો હઠાવવાનું કાર્ય કરનાર મૂળ વસ્તુનું સર્જન કરવાનો દાવો કરે તો એ કેટલું ન્યાયહીન ગણાય એનો વિચાર દરેક બુધ્ધિશાળી માણસ કરી શકે એમ છે. સમજો કે એક માણસ વિચારમાં ચાલ્યો જાય છે. આસપાસ શું થઈ રહ્યું છે એનું એને ભાન નથી. રસ્તામાં અંગારા પડયા છે. થોડા જ
Page #568
--------------------------------------------------------------------------
________________
૪૪૪
તા.૧૧-૦૩૪
શ્રી સિદ્ધચક, વખતમાં એ અંગારા ઉપર પગ મૂકે અને દાઝે એવો પ્રસંગ છે. એટલામાં એક બીજો માણસ સામેથી આવે છે. એ અંગારાને જુએ છે. એને ખબર છે કે જે એ અંગારા ઉપર પગ મૂકે એ દાઝી જવાનો. એ પેલા વિચારમગ્ન માણસને જુએ છે. એ માણસ ભૂલમાં અંગારા ઉપર પગ મૂકીને દાઝી જશે એ વિચારથી એનું હૃદય કમકમી ઉઠે છે. એ દોડે છે. પેલા માણસને રોકી રાખે છે. એની વિચારનિદ્રાને ઉડાડીને એને બચાવી લે છે અને પેલા ધગધગતા અંગારાનું દર્શન કરાવે છે. ભલા આ આખીય ઘટનામાં પેલા બીજા માણસે કેટલો ભાગ ભજવ્યો ? પહેલાં એણે અંગારા જોયા. અંગારામાં પડનાર બળી મરે એનો વિચાર કર્યો. પેલા માણસને બળતાં બચાવી લીધો અને અંગારાનું દર્શન કરાવ્યું. પણ આમ કરવાથી એણે અંગારાને પેદા કર્યા કે અંગારામાં પડનાર હવે પછી દાઝી મરે એવો ધારો કર્યો એમ તો કોઈપણ બુદ્ધિવાળો માણસ નહિ જ કહી શકે. અગ્નિ ત્યાં પડેલો જ હતો અને એના બાળવાનો સ્વભાવ પણ પ્રથમ કાળનો જ હતો. એણે તો માત્ર પેલા વિચારમગ્ન માણસને અગ્નિનું દર્શન કરાવીને દર્શક તરીકેનું કામ કર્યું. આજ પ્રમાણે તીર્થકર ભગવાને પણ ધર્મ અને અધર્મનો માર્ગ બનાવ્યો નથી પણ જે ધર્મ અને અધર્મના તો અનાદિકાળથી ચાલ્યા આવતા હતા તે લોકોને ઉઘાડા કરીને બતાવ્યા. એક બીજું વધુ સાધારણ દષ્ટાંત લઇએ. એક ઓરડો છે. એમાં અનેક વસ્તુઓ પડી છે. સોનું, ચાંદી મોતી અને ઝવેરાત પણ પડયાં છે. રાત્રિનો સમય છે. ઓરડામાં ચારે તરફ અંધકાર વ્યાપી રહેલો છે. આપણે એ ઓરડામાં ગયા. અંધારાના લીધે આપણે કંઈ પણ નથી જોઈ શકતા, પણ પાસેનું વિજળીનું બટન દાળ્યું અને એકદમ બત્તી થઈ અને શૂન્ય જેવો ઓરડો આપણને અનેક પ્રકારની વસ્તુઓથી ભરેલો લાગ્યો. દીવો થવા અગાઉ ઓરડામાં કોઈ પણ ચીજ હતી જ નહિ અને દીવો થતાં જ એ બધી વસ્તુઓ પેદા થઈ ગઈ-એટલે કે દીવાએ જ એ વસ્તુઓને બનાવી દીધી એમ કોઈ પણ માણસ કહી શકે ખરો ? વસ્તુઓ તો હતી જ. માત્ર જે અંધારાના લીધે દેખાતી ન હતી તેને દેખાડવાનું કાર્ય દવાએ કર્યું. પણ આ પ્રમાણે વસ્તુનું દર્શન કરાવવાથી એ વસ્તુના સર્જક તરીકે તો દીવાને કોઈ પણ નથી જ ગણતા. ખોટા સોનાનું સાચું સોનું, મીણીયા મોતીનું સાચું મોતી કે કાચનો હીરો બનાવવાનું દીવાના હાથમાં નથી. એ તો જે વસ્તુ જેવી હોય તેવી જ તેને બતાવી શકે છે. આ ઉપરથી પણ આપણે સમજવું જોઈએ કે આ દીવા કે સૂર્યની માફક તીર્થકર ભગવાન માત્ર ધર્મ અધર્મનો પ્રકાશ કરનાર છે, ધર્મ અધર્મને બનાવનારા નથી. ધર્મ તે ધર્મ અને અધર્મ તે અધર્મ.
જ્યારે આપણે એ વાત જાણી લીધી કે તીર્થકર મહારાજે ધર્મ અધર્મને બનાવ્યા નથી પણ બતાવ્યા છે તો તેઓ તેમાં ફેરફાર ન કરી શકે એ હેજે સમજાય તેવી બિના છે. જે વસ્તુ જે માણસે બનાવી ન હોય એમાં એ ફેરફાર કઈ રીતે કરી શકે? અને દર્શકને એમાં ફેરફાર
Page #569
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૦-૩૪
૪૪૫
શ્રી સિદ્ધચક્ર કરવાનો અધિકાર પણ કયાંથી ? માત્ર વસ્તુનું દર્શન કરાવવાનો જ એનો અધિકાર હોય છે. એ વસ્તુમાં ફેરફાર કરવો એ એના અધિકારની બહારની વસ્તુ છે. જો એમ ન હોત તો તીર્થકર મહારાજ જગતમાં અધર્મ જેવી ઝેરી વસ્તુનું નામ કે નિશાન પણ ન રહેવા દેત; કારણકે જગતના સમગ્ર જીવો માટે એમનું હૃદય દયાભીનું હતું, અને એ દયાની પવિત્ર ભાવનામાં એમણે જરૂર અધર્મને દેશવટો દીધો હોત કે જે અધર્મના કારણે અનંત જીવો અનેક પ્રકારના આધિ-વ્યાધિ-ઉપાધિ-જન્ય દુઃખોનો અનુભવ કરે છે. એમણે સંસારમાંથી પાપમય પ્રવૃત્તિને નાબુદ કરીને બધા જીવોને મોક્ષે પહોંચાડી દીધા હોત, પણ આ બધું એમની શક્તિની બહારનું હતું. એમની શક્તિ તો માત્ર વસ્તુ જાણવાની અને બીજાને બતાવવાની હતી. ધર્મને અધર્મરૂપે અને અધર્મને ધર્મરૂપે બતાવવાનું એમનાથી શકય ન હતું અને એટલા માટે જ એમણે ધર્મને ધર્મરૂપે અને અધર્મને અધર્મરૂપે બતાવ્યો છે. બંધ અને નિર્જરા.
ભલા “માસવા તે પરિવા, પરસવા તે માનવ” એટલે કે જે બંધના કારણો તે નિર્જરાનાં કારણો અને જે નિર્જરાનાં કારણો તે બંધનાં કારણો એમ જે કહેવામાં આવે છે એ માનવામાં અડચણ શી છે? મહાનુભાવો ! જો બધું આજ પ્રમાણે હોય તો બંધ કે નિર્જરા જેવી ચીજ જ કયાં રહી ? પહેલાં જે બંધનું કારણ હતું તે ઉપર કહેવા પ્રમાણે નિર્જરાનું કારણ થયું અને પાછું એ નિર્જરાનું કારણ થયું એટલે ફરી એ, ઉપરના જ સૂત્ર પ્રમાણે બંધનું કારણ થવાનું એટલે આમ પરંપરામાં એક પણ કાર્ય નહિ થવાનું, અને બંધ અને નિર્જરા બન્ને અસ્થિર રહેવાનાં અને પરિણામે એ બેમાંથી એક પણ તાત્વિક રીતે નહિ રહેવાનું. તો પછી આ સૂત્રનો અર્થ શો ? શું એ સૂત્ર ત્યારે સાચું ન માનવું ? મહાનુભાવો, એ સૂત્ર સાચું છે અને અમને માન્ય પણ છે, પણ એ સૂત્રને આમ ઉપલક દૃષ્ટિએ ન વિચારતાં સૂક્ષ્મદષ્ટિએ વિચારીને એનો ભાવાર્થ સમજવાની જરૂર છે. પહેલાં એક દષ્ટાન્તનો વિચાર કરીએઃ-એક વૈદ્ય પાસે એક ગામડીઓ ભીલ આવ્યો. એનામાં શહેરીને છાજતી સુઘડતા નથી. કેમ બોલવું અને કેમ ચાલવું એનો એને વિચાર નથી. એની આંખો દુઃખવા આવી છે. એ સર્ણ પીડામાં પીડાય છે. એ દર્દના આવેશમાં છે. એની ભાષામાં કશું ઠેકાણું નથી. વૈદ્ય પાસે આવીને એ જેમ તેમ બોલવા લાગે છે. અરે ભુંડા વૈદ્ય, તારું નખ્ખોદ જાય, તું દવા જલદી કેમ બતાવતો નથી વિગેરે. વૈદ્ય બીજા કાર્યમાં વ્યગ્ર છે. એક તો વ્યગ્રતા અને ઉપર આવા કડક શબ્દો સાંભળ્યા. એ સારાસારનું ભાન ભૂલી ગયો અને ક્રોધના આવેશમાં ભીલને કહી દીધું કે જા આંખે થોરીયાનું દુધ લગાડજે ! ઓ પ્રભુ કેવો ભયંકર ઇલાજ !
Page #570
--------------------------------------------------------------------------
________________
૪૬
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર થોરીયાનું દુધ લાગતાં જ આંખો મટવાને બદલે સદાના માટે અંધ બને ! પણ ગામડીયા ભીલને આનું ભાન નથી. જાડી બુદ્ધિનો માણસ બીજા ઉપર વિશ્વાસ જલ્દી કરી લ્ય છે. ભીલને વૈદ્ય ઉપર શ્રદ્ધા હતી. એ ગયો અને વૈદ્યરાજની આજ્ઞા પ્રમાણે પોતાના ખેતરમાંના થોરીયાનું દુધ લગાડી દીધું. બે દિવસ વીતી ગયા. વૈદ્યરાજ પોતાના દર્દીઓ સાથે વાતો કરતા પોતાની દુકાને બેઠા છે. એક ચીંથરેહાલ ભીલ માથે મોટા આમ્રફળથી ભરેલો ટોપલો લઈને વૈદ્યરાજ પાસે આવી ઉભો રહે છે અને વૈદ્યરાજને એ કેરીનો ટોપલો ભેટ ધરે છે. વૈદ્યરાજ વિમાસણમાં પડે છે કે આ ભીલ કોણ અને એ કેરી શા માટે આપે છે ? ભીલને પૂછતાં ખુલાસો કર્યો તેમાં જણાયું કે-વૈદ્યરાજે એની આંખે થોરીયાના દુધની દવા કરવાનું કહ્યું હતું. ભલે તે પ્રમાણે કર્યું અને એની આંખો નિર્મળ બની ગઈ. વૈદ્યરાજ વાત સાંભળીને ચમકી ગયા. થોરીયાનું દુધ અને એનાથી આંખો સારી થઇ એ વાત જ એમના ગળે ન ઉતરી. છેવટે એ ભીલ સાથે તેઓ જે થોરીયાનું દૂધ લગાડયું તે જોવા ગયા. થોરીયો દરેક રીતે બીજા થોરીયા જેવો જ હતો. છેવટે એ થોરીયાનું મૂળ ખોદતાં માલમ પડયું કે એનું મૂળ જમીનમાં ન હતું પણ એક ઘીના કુડલામાં હતું અને એ ઘીએ એ થોરીયાના આંખો ફોડવાના ઝેરને દૂર કરીને આંખો સુધારવામાં અમૃતતુલ્ય બનાવી દીધો હતો.
હવે અહીં વિચારીએ કે થોરીયાનો મૂળ સ્વભાવ તો આંધળા કરવાનો જ હતો, પણ એને ઘીનો સંસર્ગ થયો એટલે એજ થોરીયો આંખ મટાડવાનું કારણ બન્યો. ઠીક આ જ પ્રમાણે “માસવા તે પરિવા, પરિવા તે માસવા” એ વાક્યમાં પણ સમજવાનું છે. અમુક કૃત્યો એવાં છે કે જે મૂળ તો બંધનાં જ કારણો હોય છે પણ એની સાથે થોરીયામાં ઘી જેવી કોઈ વસ્તુ મળે તો એ જ બંધનું કારણ નિર્જરાનું કારણ બને છે, અને આવી જ રીતે સંયોગ વિશેષ મળતાં નિર્જરાનું કારણ હોય તો એ બંધનું કારણ બને છે, બાકી મૂળ સ્વભાવની અપેક્ષાએ તો થોરીયાની માફક બંધ તે બંધ જ છે અને નિર્જરા તે નિર્જરા જ છે, અને એટલા માટે જ બંધ અને નિર્જરા એ બન્ને કોઈ કાલ્પનિક પદાર્થ નથી પણ મૌલિક પદાર્થ છે. અપેક્ષાવાદ.
આ પ્રમાણે બંધના કારણને નિર્જરાનું કારણ અને નિર્જરાના કારણને બંધનું કારણ બતાવવામાં સૌથી મુખ્ય આધાર આત્માની પરિણતિ ઉપર છે. માત્ર ઉપરની ક્રિયાના જોવાથી જ બંધ કે નિર્જરા થવાનો નિર્ણય નથી થઈ શકતો, પણ સાથે સાથે આત્માની એ ક્રિયા કરતી વખતની પરિણતિનો પણ વિચાર કરવાનો હોય છે; કારણ કે બાહા રીતે એકસરખી દેખાતી ક્રિયાથી જુદા જુદા પરિણામો આવે છે એ વાત આપણે જાણીએ છીએ.
Page #571
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૦-૩૪.
૪૦
શ્રી સિદ્ધચક એક નિઃસ્વાર્થી પરગજુ ડૉકટર કાપવાની ક્રિયા કરવા છતાં પોતાના આત્મીય પરિણામના આધારે શુભ કર્મ બાંધે છે અને એક કસાઈ પણ કાપવાની ક્રિયા જ કરે છે છતાં પરિણામના આધારે અશુભ કર્મ બાંધે છે. એટલે “માસવા તે રિવી રવી તે માસવા” એ વાકય પરિણામની દૃષ્ટિએ જ કહેવામાં આવ્યું છે. દરેક વાકય બોલવામાં કોઈને કોઈ અપેક્ષા રહેલી હોય છે અને એ અપેક્ષાને બરાબર સમજવામાં ન આવે ત્યાં સુધી આપણે એ વાકયનું ખરું રહસ્ય સમજી શકતા નથી. એક વાકયની અપેક્ષામાં કેટલું મહત્વ રહેલું છે એ નીચેના દૃષ્ટાંતથી સમજી શકાશે. શ્રીભગવતીસૂત્રમાં એક સ્થાને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે સયોગિકેવળી મોક્ષે જાય કે નહિ? ત્યારે ત્યાં ઉત્તર આપવામાં આવ્યો છે કે સયોગિકેવળી કદી મોક્ષે ગયો નથી, જતો નથી અને જશે નહિ. બીજે ઠેકાણે કહેવામાં આવ્યું છે કે સમીતિ જીવ મોક્ષે ગયા છે, જાય છે અને જશે. કેવું વિચિત્ર ? એક તરફ તો સયોગિકેવળીના મોક્ષનો નિષેધ કરાય છે અને બીજી તરફ સમકાતિ મોક્ષે જાય એનું વિધાન કરવામાં આવે છે. શું સમીતિ ભવ્ય, દેશવિરતિ કે સર્વવિરતિ કરતાં સયોગિકેવળી નીચા છે કે તે મોક્ષે ન જાય ? પણ આમ પરસ્પર વિરોધી કે વિચિત્ર લાગતાં વાકયોનો અપેક્ષાની દૃષ્ટિએ વિચાર કરવાનો હોય છે અને એમ કરીએ ત્યારે જ આપણે ગેરસમજણના ભોગ થતા અટકીએ છીએ. સયોગિકેવળી મોક્ષે ન જાય એ પણ સાચું છે, અને સમકાતિ વગેરે મોક્ષે જાય એ પણ સાચું છે. માત્ર બન્ને વાકયો ભિન્ન ભિન્ન અપેક્ષાએ સાચાં છે, નહિ કે એક અપેક્ષાએ. એટલે એ અપેક્ષા જ ખરી રીતે સમજવી જોઇએ. સયોગિકેવળી મોક્ષે ન જાય એનો અર્થ એ છે કે જયાં સુધી જીવને યોગ હોય ત્યાં સુધી એ મોક્ષે ન જઈ શકે. જ્યારે એ યોગનો નાશ થાય ત્યારે જ એ મોક્ષે જઈ શકે. પોતાના મન-વચન-કાયાના યોગને સાથે લઇને કોણ મોક્ષે ગયું છે ? અને સમકાતિ મોક્ષે જાય એમ જે કહ્યું છે તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં ગમે ત્યારે પણ એ જીવ મોક્ષે જાય જ. એટલે ટુંકમાં કહીએ તો સયોગિકેવળીના મોક્ષના નિષેધમાં વર્તમાનકાળની અપેક્ષા છે, અને સમકાતિના મોક્ષના વિધાનમાં ભવિષ્યકાળની અપેક્ષા છે. આ પ્રમાણે દરેક ઠેકાણે જ્યાં સુધી વાકય કહેવાની અપેક્ષા સમજવામાં ન આવે ત્યાં સુધી અર્થનો અનર્થ થતો જ રહે. ખરી રીતે અપેક્ષાવાદ એ જૈનસિદ્ધાંતોનો મુખ્ય આધાર છે. આત્મપરિણતિ.
એટલે બંધ કે નિર્જરાનો મુખ્ય આધાર આત્માની પરિણતિ ઉપર છે. એકજ ક્રિયા કરતાં એને સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રની પરિણતિથી સહચરિત કરીએ તો નિર્જરા થાય અને સમ્યગુજ્ઞાનાદિના સ્થાને સાંસારિક પરિણતિ હોય તો બંધ થાય. રાગ એ બંધનું કારણ છે, પણ જો તીર્થકર ઉપર રાગ રાખીએ તો એનાથી બંધ જરૂર થાય પણ સાથે સાથે શુભ પરિણતિના કારણે નિર્જરા પણ જરૂર થવાની. સંગમદેવે મહાવીર ભગવાનને ઉપસર્ગ કર્યા.
Page #572
--------------------------------------------------------------------------
________________
૪૮
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર ઉપસર્ગ એ વસ્તુ એકજ, પણ એનાથી એકને-સંગમને બંધ થયો અને બીજાને-પરમાત્મા મહાવીરને નિર્જરા થઈ. એકજ જિનેશ્વર એમને નિઃસ્વાર્થ બુદ્ધિથી માનો પૂછો તો નિર્જરા. નિંદા કરો તો બંધ એટલે આ પ્રમાણે દરેક ઠેકાણે બંધ અને નિર્જરાના કારણનો મુખ્ય નિયમ નથી જ. એનો ખરો નિયામક એ ક્રિયાની સહચરિત આત્માની શુદ્ધ કે અશુદ્ધ પરિણતિ છે.
શ્રીજિનેશ્વર મહારાજે આપણા માટે અનશન વિગેરેનો નિષેધ કર્યો છે તે એ દૃષ્ટિએ નથી કર્યો કે અનશન આદિક ન કરવાલાયક છે, પરંતુ એનો નિષેધ આપણી શક્તિની અપેક્ષાએ કરવામાં આવે છે. આપણી શક્તિ એટલી નથી કે જેથી આપણે વજઋષભનારાચ સંઘયણવાળાના જેટલું બળ કેળવી શકીએ. આપણે આપણા આત્માની, અનશનને યોગ્ય પરિણતિ ન રાખી શકીએ એટલા માટે જ તીર્થકર મહારાજે આપણા માટે અનશનનો નિષેધ કરેલો છે. આપણે આપણા બચ્ચાને ઉંડા પાણીમાં જતું જોઈને એકદમ એને અટકાવીએ છીએ; કારણકે એને તરતાં નથી આવડતું, પણ જો એને તરતાં આવડતું હોય તો આપણે એને નહિ જ રોકવાના. એ જ પ્રમાણે પરમાત્માએ જાણ્યું કે હવે પછીના માણસોની આત્મીય પરિણતિ અનશનને યોગ્ય નહિ રહે એટલે એનો નિષેધ કર્યો. નહિ તો શુભ પરિણતિના અભાવે આપણે સારાના બદલે ખોટું કરી બેસીએ. શસ્ત્ર બરાબર વાપરતાં ન આવડતું હોય યા એ ફેરવવા યોગ્ય બળ ન હોય તો ઉલટું તેથી આપણને નુકશાન થાય.
આ પ્રમાણે આપણે સમજી શકયા કે તીર્થકરો ધર્મ અધર્મના સ્વરૂપમાં કદી પણ ફરક કરી શકતા નથી, અને ધર્મ અધર્મના તત્ત્વો સદાકાળને માટે એક સરખા જ રહે છે. એક વસ્તુ એક સમયમાં ધર્મરૂપ હોય અને તે જ વસ્તુ તે જ રીતે બીજા સમયમાં અધર્મરૂપ બને એ તદ્દન અસંભવિત છે. આમ હોવા છતાં કેટલાક માણસો જમાનાના જડવાદને લઇને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વાત કરીને જમાના પ્રમાણે વર્તવાનું કહે છે, પણ આ ઠેકાણે એ યાદ રાખવું જોઇએ કે જેમ ન્યાયનો મૂળઘટના સાથે સંબંધ હોય તેમ ધર્મ અધર્મ કે પુજ્યપાપના સ્વરૂપને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-સાથે સીધો સંબંધ હોય નહિ પણ એનો તો સીધો સંબંધ પરિણતિ સાથે હોય. એ પરિણતિ કરનારો દરિદ્ર હોય કે ચક્રવર્તી હોય. એને પોતાની પરિણતિને યોગ્ય ફળ મળવાનું જ. ચક્રવર્તીપણા માત્રથી પાપ લાગી જતું નથી કે ચાલી જતું નથી. ભારત ઐરાવતમાં હિંસાથી પાપ લાગવાનું અને મહાવિદેહમાં નહિ લાગવાનું એમ પણ નથી. જેવી ઘટના તેવો ન્યાય. એમાં બીજું કંઈપણ જોવાનું ન હોય. એ જ પ્રમાણે જેવી પરિણતિ એવો ધર્મ કે અધર્મ. એમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સ્વતંત્ર કંઈ ન કરી શકે. આત્મકલ્યાણ.
Page #573
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૯-૩૪
૪૯
શ્રી સિદ્ધચક્ર આપણે પહેલાં જ કહી ગયા કે દીવાએ પદાર્થો બતાવ્યા છે બનાવ્યા નથી. એ જ પ્રમાણે તીર્થકર મહારાજે ધર્મ અધર્મ બતાવ્યા છે, બનાવ્યા નથી અને એટલા જ માટે “બિનપત્ર તત્ત” “જિનપન્નો થપ્પો' એટલે કે “જિનેશ્વરે કહેલ તત્વ” “જિનેશ્વરે કહેલ ધર્મ” એમ કહેવામાં આવે છે. કોઈપણ ઠેકાણે જિનેશ્વરે બનાવેલ ધર્મ કે તત્વ એમ નથી કહ્યું; કારણકે ધર્મ અને અધર્મ એ અનાદિ તત્વો છે, અને જે વસ્તુની આદિજ ન હોય એ બનાવી જ કેવી રીતે શકાય? અને એટલા માટે એ અનાદિતત્વોનો મુખ્ય આધાર અનાદિ કાળથી આત્માની સાથે રહેતી પરિણતિ ઉપર છે. એ પરિણતિનું સુકાન જે તરફ ફરવાનું એ તરફ ધર્મ અધર્મ ચાલ્યા જવાના. એટલે ભવ્ય પ્રાણીઓએ એ પરિણતિને શુદ્ધ કરીને આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કરવું જોઇએ. જેટલી પરિણતિ શુદ્ધ તેટલો આત્મા વધારે ઉજવળ થવાનો.
(અપૂર્ણ)
હું
છું
હું
Page #574
--------------------------------------------------------------------------
________________
૪૫o
શ્રી સિદ્ધચક
તા.૧૧-૦-૩૪
પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ.
#માધાનકાર: શ્વકક્ષાત્ર ઘટંગત આગમોધ્ધાર શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
BAN2 Alavede glas
PHENOG
વાત
કરતા
ક0 ઉપર પ્રશ્ન ૬૯૧- યુગપ્રધાના કેટલા હોય ? એમનું લક્ષણ શું ? અને હાલમાં તેઓ છે કે નહિ ?
સમાધાન- પ્રવચનસારોદ્વારની રચના તેરમી સદીમાં થઇ છે અને તેમાં મહાવીર મહારાજના શાસનમાં બે હજાર અને ચાર (૨૦૦૪) યુગપ્રધાનો થવાનું સ્પષ્ટ જણાવ્યું છે. આવશ્યક ચૂર્ણિ વિગેરેમાં આર્યમહાગિરિજી અને આર્યસુહસ્તિજીને યુગપ્રધાન તરીકે જણાવેલા છે, શ્રીનિશીથ ચૂર્ણિમાં આર્યકાલકાચાર્ય મહારાજને યુગપ્રધાન તરીકે જણાવેલા છે અને શ્રી મહાનિશીથસૂત્રમાં શ્રીપ્રભઆચાર્યને યુગપ્રધાન જણાવેલા છે એ ઉપરથી યુગપ્રધાન શબ્દ અને તેની વિવક્ષા ઘણા પ્રાચીન કાળની છે એમ જણાય છે. જે કાળે જે પુરુષો વર્તતા હોય તે પુરુષોમાં આગમના સુક્ષ્મ બોધને લીધે જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓને યુગપ્રધાનાગમ અર્થાત્ યુગપ્રધાન કહેવાય છે. તેઓ એકાવતારી હોય છે. વર્તમાનકાળમાં યુગપ્રધાન તરીકે કોઇપણ વ્યક્તિ જાહેર આવી નથી.
પ્રશ્ન ૧૯૨- સાત ક્ષેત્ર કયા અને તેમાં ધનવ્યય કરવા માટે સાધુઓ ઉપદેશ આપે કે આદેશ કરી શકે ?
સમાધાન- જિનમંદિર જિનમૂર્તિ, જ્ઞાન અને ચતુર્વિધ સંધ (સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા)એ સાત ક્ષેત્રો છે. જૂનાં ચૈત્યોનો ઉદ્ધાર કરવો કે નવાં ચૈત્યો (દહેરાં) બનાવવાં તે ચૈત્યક્ષેત્ર કહેવાય, ચૈત્ય અને મૂર્તિ એ બંનેને માટે વપરાતું દ્રવ્ય તે બેય ક્ષેત્રમાં સરખાવટ હોવાથી પરસ્પર વાપરી શકાય છે, અને તેથી જ દેવદ્રવ્યની વ્યાખ્યા કરતી વખતે શાસ્ત્રકારો ચેત્યદ્રવ્ય, દેવદ્રવ્ય, જિનદ્રવ્ય વિગેરે ઉભય સાધારણ શબ્દો વાપરે છે. જો કે ચિત્ય અને મૂર્તિ એ બંને સંબંધી દ્રવ્યને દેવદ્રવ્ય કહેવાય છે, અને તેથી તે બંનેનું ક્ષેત્ર એક જ કરીને દેવ એવું ક્ષેત્ર કર્યું હોત તો ચાલી શકત, પણ ચેત્ય અને મૂર્તિના ક્ષેત્રમાં સ્વતંત્ર ખરચ કરવાની યોગ્યતાની અપેક્ષાએ તે બે ક્ષેત્રો જુદાં રાખ્યાં છે. વળી દરેક શ્રાવકો સો સોનૈયા જેટલી પોતાની મિલકત થાય ત્યારે પોતાના ઘરમાં દહેરાસર કરવું જ જોઇએ, એ વાતનો ખ્યાલ પણ ચૈત્યક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. વળી ભગવાનની ત્રિકાળપૂજા કરવાવાળો શ્રાવક પોતાના દ્રવ્યનો દેવદ્રવ્યમાં ઉપયોગ કરે છે એવો ખ્યાલ પણ મૂર્તિનામનું ક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. ભગવાનના શાસનનો પુરો આધાર જીવાજીવાદિ તત્વોના જ્ઞાન પર હોઈ પુસ્તકોનો ઉદ્ધાર કરવો, લખાવવાં કે સાચવવાં વિગેરેને અંગે થતો વ્યય જરૂરી હોઇ જ્ઞાનનામનું ક્ષેત્ર જુદું રાખેલું છે. આ ત્રણ ક્ષેત્રો (ચૈત્ય, મૂર્તિ અને જ્ઞાન)માં નવીન ઉત્પત્તિ, જૂનાની સંભાળ કે જીર્ણનો ઉદ્ધાર કરાય તે યોગ્ય ગણાય છે. તેવી જ રીતે ચતુર્વિધ સંઘને અંગે સાધુ સાધ્વી, નવી દીક્ષાઓ, દીક્ષિતોને
Page #575
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૦-૩૪
૫૧
શ્રી સિદ્ધચક્ર અનશન, પાન, ખાદિમ, વસ્ત્રપાત્ર, કંબલ, ઔષધ આદિનું દાન વિગેરે કરાય, તે સર્વ સાધુસાધ્વીના ક્ષેત્રમાં વ્યય થયો સમજવો. તેવી જ રીતે શ્રાવક, શ્રાવિકાને ધર્મ પમાડવો, ધર્મમાં સ્થિર કરવા, તે અન્ય લોકો પણ ધર્મની અનુમોદના કરે તેવી રીતે તેઓની ભક્તિ કરવામાં જે ધનનો વ્યય થાય તે શ્રાવક શ્રાવિકા ક્ષેત્રમાં ધનનો વ્યય ગણવો. સાધ્વી અને શ્રાવિકા અનુક્રમે સર્વવિરતિ અને દેશવિરતિવાળી છતાં પણ સ્ત્રીપણાના કેટલાક સ્વાભાવિક દોષોને લીધે તેના તે અવગુણો તરફ દૃષ્ટિ જાય અને તેના સર્વવિરતિ, દેશવિરતિ ગુણો તરફ બહુમાનની નજર ન રહે તેવો અવિવેક ટાળવા માટે સાધ્વી અને શ્રાવિકાનું ક્ષેત્ર જુદું ગણવાની જરૂર પડી છે. ઉપર જણાવેલાં સાતે ક્ષેત્રોમાં ધનવ્યય કરવા માટે ઉપદેશ દેવો એ દરેક ઉપદેશકનું કર્તવ્ય છે. યાદ રાખવું કે એક પણ ક્ષેત્રના ભોગે કોઇને પોષવાનો ઉપદેશ અપાય તો તે ઉપદેશ શાસ્ત્રાનુસારી કહી શકાય નહિ. પદાર્થના નિરૂપણમાં જેમ એક પણ ધર્મને ઓળવે તો તે નયાભાસનો ઉપદેશ કહેવાય છે, અને એક ધર્મની પ્રધાનતાએ અપાતો ઉપદેશ નમાર્ગનો ઉપદેશ કહેવાય છે, પણ સર્વ ધર્મોની અપેક્ષા રાખીને અપાતો ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય છે, તેવી રીતે સર્વ ક્ષેત્રની અપેક્ષાવાળો ઉપદેશ જ યથાર્ત ઉપદેશ કહેવાય, પણ કોઈપણ ક્ષેત્રમાં દુર્લક્ષ્ય કરાવીને કે ઉઠાવીને જે ઉપદેશ અપાય તે યથાર્થ ઉપદેશ કહેવાય જ નહિ. જૈનશાસ્ત્રમાં અખિલ કાર્યો ભવ્ય જીવોએ પોતાની ઈચ્છાથી જ કરવાનાં છે અને તેથી જ વંદના સરખા કાર્યમાં પણ શાસ્ત્રકારોએ ઈચ્છાકારેણનો પાઠ રાખી ઈચ્છાકારનામની સામાચારી સૂચવી મુખ્યતાએ બળાત્કારને સ્થાન નથી એમ જણાવેલું છે, તો પછી સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવા માટે આજ્ઞા કે બલાભિયોગ ન હોય તે સ્વભાવિક જ છે, તેથી બીજા પ્રયોજનોની માફક આ સાત ક્ષેત્રને અંગે પણ સાધુનો અધિકાર માત્ર ઉપદેશનો જ હોઇ શકે. જો કે ચૈત્યદ્રવ્યના ગામગાયો વિગેરે કોઈ રાજા આદિક મનુષ્ય હરણ કર્યા હોય અગર હરણ થતાં હોય તેની ઉપેક્ષા થતી હોય તેનું નિવારણ કરવાની ફરજ ગચ્છની અંદર રહેલા સાધુઓ અને ગચ્છથી નિરપેક્ષપણે વિચરતા સાધુની પણ છે. તો પણ તે ફરજ બતાવનાર ગાથાની જોડે જ એમ જણાવવામાં આવ્યું છે કે તે જ ચેત્યાદિકને માટે નવા માગવાના કે ઉત્પત્તિનાં કાર્યો કરતાં સાધુઓના મહાવ્રતની શુદ્ધિ રહે નહિ, માટે સાધુઓએ સાત ક્ષેત્રને અંગે શ્રોતાના ઉદ્ધારની અપેક્ષાએ માત્ર ઉપદેશ જ કરવો યોગ્ય છે.
પ્રશ્ન ૯૯૩- પાણીની પરબો કરાવવા અને કૂવા ખોદાવવામાં પાણી પીનારાને સંતોષ થાય અને તેથી પુણ્ય બંધાય એવો ઉપદેશ સાધુ આપે કે નહિ?
સમાધાન-પરબો મંડાવવા કે કૂવો ખોદાવવા જેવા કામમાં પાણી પીનાર જીવોના સંતોષની અપેક્ષાએ તે પરબો બંધાવનાર કે કૂવો ખોદાવનારને પુણ્યબંધ થાય છે એમ ન કહી શકાય, તેમજ કૂવો ખોદતાં કે પરબો બાંધતાં કે તેના પાણીનો ઉપયોગ થતાં હિંસા થાય છે તેથી પાપબંધ થાય છે, એમ પણ મુખ્યતાએ કહી શકાય નિહિ. (આ હકીકત સૂયગડાંગમાં સ્પષ્ટપણે જણાવેલી છે.) તેવીજ રીતે ચૈત્ય અને ઉપાશ્રયને અંગે પણ છકાયનો આરંભ થાય તેથી તે હિંસાનો ઉપદેશ પણ સાધુ આપે નહિ. છકાયની હિંસાથી રસોઈ કરી હોય છતાં સાધુને આહાર પાણી આદિ વહોરાવવાથી લાભ છે એમ કહેવાય છે, અને તે આરંભથી થયેલા આહાર પાણીનો ઉપયોગ પણ સાધુઓ કરે છે, છતાં તે લાભનો ઉપદેશ અને ઉપયોગ થવાથી આરંભની કંઈ અનુમોદના થતી નથી. તેવી રીતે કૂવા વિગેરેના પાણીનું અચિતપણું થઈ જાય અગર કરે અને પછી તેનું દાન દેવામાં લાભ બતાવાય તેથી કૂવા ખોદવા કે પરબો બંધાવવા વિગેરેમાં લાભ કહી શકાય નહિ. વળી છકાયના આરંભથી થયેલ શધ્યા (મકાન)ના દાનથી લાભ થાય તો પણ તે મકાન કરવાનો ઉપદેશ પણ સાધુથી આપી શકાય નહિ.
Page #576
--------------------------------------------------------------------------
________________
૫૨
શ્રી સિદ્ધચક
તા.૧૧-૦-૩૪
•
૧--૦
પ્રકારે છે કે એક છે એક
પૂર્વાચાયોંના ઉત્તમ ગ્રંથો મેળવવાનો અપૂર્વ અવસર. નવાગંથો
:– – – – – ૧. ત્રિષષ્ઠીય દેશના સંગ્રહ... - ૮-૦ ૧૮. વંદારૂવૃત્તિ | ૨. દશવૈકાલિકે ચૂર્ણિ.. ...૪- ૦.૦ ૧૯. પયરણ સંદોહ
...૦-૧૨-૦ ૩. ઉત્તરાધ્યયન ચર્ણિ... ...૩- ૮-૦ ૨૦. અહિંસાષ્ટક, સર્વજ્ઞસિદ્ધિ, ઐન્દ્ર Sી ૪. પરિણામમાળા(લેજર પેપર પર) ...૦-૧૨-૦.
સ્તુતિ ..૦-૮-૦ ૪. પરિણામમાળા (ડ્રોઇંગ પેપર પર)...૦-૧૦-૦ ૨૧. અનુયોગ ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ૧-૧૨-૦ ૫. ૧૨૫, ૧૫૦, ૩૫૦ સ્તવન ૨૨. નંદી ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ૧ -૪-૦
સાક્ષી સહિત . - ૮-૦ ૨૩. નવપદ પ્રકરણ બૃહદ્વૃત્તિ ૩ -૦-૦ ૬. પ્રવચન સારોલાર (પૂર્વાર્ધ)..૩-૦-૦ ૨૪. ઋષિ ભાષિત ..૦ ૨-૦ S: ૭. , , (ઉત્તરાર્ધ).૩- ૦-૦ ૨૫. પ્રવ્રજ્યા વિધાન કુલકાદિ ૦-૩-૦ ( ૮. પંચાશકાદિ મૂળ ...૩-૦-૦ ૨૬. પ્રત્યાખ્યાનાદિ વિશેષણવતી T૯. પંચાશકાદિ અકારાદિ ...૩- ૦૦૦
વીશ વીશી....૧-૪-૦ જેવી ૧૦.જયોતિષ્કકરંડક ૩- ૦.૦ ૨૭. વિશેષાવશ્યક ગાથાનુક્રમ -૦- ૩-૦ છે) ૧૧. પંચ વસ્તુ
...૨- ૪-૦ ૨૮. બારસાસૂત્ર (સચિત્ર) . ૧૨-૦-૦ ૧૨:દ્રવ્યલોક પ્રકાશ
૧- ૮-૦ ૨૯. સાધુ આવશ્યક ક્રિયાનાં સૂત્રો ૧૩. ક્ષેત્રલોક પ્રકાશ ૦-૦ ૩૦. આચારાંગ સૂત્ર.
છપાય છે. ૧૪. યુક્તિ પ્રબોધ
૧- ૮-૦
પુસ્તકાકાર. ૧૫.દશ પન્ના
૧- ૮-૦ ૩૧. શ્રાદ્ધવિધિ (હિન્દી) ૬ નંદી આદિ અકારાદિકમ
૩૨. જિનસ્તુતિ દેશના (હિન્દી) . ૦તથા વિષયક્રમ.........૧- ૮-૦ ૩૩. મધ્યમસિદ્ધપ્રભા વ્યાકરણ ...૦૧૭.વિચાર રત્નાકર ૨- ૪-૦ ૩૪. વસવર્ણ સિદ્ધિ
.: કમિશન : ૧૦૦૧ર ટકા ૫૦ ૭ ટકા ૭૫ ~૧૦ ટકા ૨૫.૫ ટકા
એ છે
કે તું 5 6
કે એક જ છે
છે
તુર્ત લખો - જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત, (ગુજરાત)
છે
Page #577
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર
૫૩
3 |સમાલોચના | જ
૩
(નોધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) ૧ આવશ્યક ક્રિયાઓનો મુખ્ય વખત ઉભય સંધ્યારૂપ અકાલ જ છે, તેની જો અસજઝાય હોત તો
તેનો વખત અન્ય જ રહેત. ૨ પ્રદોષમાં અસ્વાધ્યાયની વખતે સૂત્રાર્થસ્મરણનો શેષ સાધુઓ કાયોત્સર્ગ કરે છે ને સૂત્રાર્થસ્મરણ
પણ પરિવર્તન માફક સ્વાધ્યાય જ છે. અનુપ્રેક્ષા સ્વાધ્યાયની અસ્વાધ્યાય ફક્ત સંયમવ્યાઘાત અસ્વાધ્યાયમાં જ છે. સશ્લોક દશવૈકાલિકનાં બે અધ્યયનની સ્વાધ્યાય અકાલવેળાએ લેવાતા કાલગ્રહણમાં હોય છે (મતલબ કે સંયમઘાતકમાં અવશ્યકર્તવ્યતાનો અપવાદ સ્પષ્ટ જણાવેલ હોઈ અન્યત્ર ક્રિયારૂપ ઉત્સર્ગને પણ અવશ્યકર્તવ્યને નામે અપવાદ ઠરાવવા બેસવું તે આગમરહસ્યવાળું તો નથી જ.
| (વીરશા.) ૧ મથુરાનો સૂપ જે પ્રાચીન હતો અને જેનો ઉલ્લેખ ડૉકટર કુહરરે કર્યો છે તે શ્વેતાંબરોનો છે
ને સૂપ શ્રી સુપાર્શ્વનાથજીને અંગે હતો એ વાત શ્રીઓઘનિર્યુક્તિની “વ ધૂ” વાળી ગાથાથી તેમજ શ્રીસંઘાચાર ભાષ્યની વૃત્તિમાં જણાવેલ ક્ષેપક મુનિના દૃષ્ટાંત ઉપરથી સાબીત થાય છે. દિગંબરોનું જોડે મંદિર હોવું એ તો દિગંબરોની શ્વેતામ્બરોના તીર્થો, ગ્રંથો (તત્ત્વાર્થ જેવા) ને પ્રતિમા ઉપર આક્રમણ કરવાની ટેવને જ આભારી છે. એ તો સ્પષ્ટ જ છે કે કોટિકગણ, વાણિજ્યફુલ, થાનિયફુલ, વજશાખા, મધ્યમશાખા, પ્રશ્ન વાહનકુલ વિગેરે કંકાલીટીલાના મહારાજ કનિષ્કના સંવત્સરવાળા મથુરાના લેખોમાં આવતા ગણ આદિ શબ્દો શ્વેતામ્બરોની સત્યતા જણાવે છે. તેવા જૂના લેખો દિગંબરની પરંપરાને જણાવનારા હજી નીકળ્યા નથી. નગ્ન મૂર્તિ હોય તે દિગંબરમૂર્તિ જ હોય તે માન્યતા પણ હવે સુધરી છે તે સારું છે. કહનામ સાધુને અંગે છે કે પ્રતિમાકારને અંગે છે તે પુરા લેખને જણાવ્યા વિના કહેવું તે અસંગત છે, શ્રાવકોની ખભે અને કાંઠે વસ્ત્રવાળી મૂર્તિઓ અનેક સ્થાને છે. સાધુ પાસે ચાર ભકતાણીઓ ને એકના માથા ઉપર સર્પ હોવો અયોગ્ય જ ગણાય. સંવત ૭૯ના લેખમાં રેનિમિતે એ વાકય ક્ષેપકના ચરિત્રને સત્ય જાહેર કરીને અસલી
સૂપ શ્વેતામ્બરોનો હતો એમ સ્પષ્ટ કરે છે. ૫ સંવત ૨૯ (?) ના લેખમાં શિષ્યાણી માટે વપરાયેલ શબ્દ સાધ્વીઓની સત્તા જણાવી સ્ત્રીને
ચારિત્રનો ઇશારો કરે છે.
Page #578
--------------------------------------------------------------------------
________________
૫૪
તા.૧૧-૦-૩૪
શ્રી સિદ્ધચક ૬ સૂમસં૫રાય ને છદ્મસ્થ વિતરાગમાં ચૌદ પરિષહું માનીને જ શ્રીઉમાસ્વાતિ મહારાજે
શ્રીજિનેશ્વરમાં અગિયાર પરિષહ માન્યા છે. છતાં અગિયારનો નિષેધ માનતાં પણ શેષ તો અગિયાર રહેશે, અર્થાત્ અગિયાર પરિષહોનું અસહન વેદનીયજન્ય હોવાથી તે કેવલીમાં પણ હોય છે. અન્યથા છમસ્થ વિતરાગને ચૌદ પરિષહો કેમ હોય? જાતિજ્ઞાન લાયોપથમિક હોવાથી કેવલીને ન હોય તો પણ શીતોષ્ણ વિગેરેના પણ સ્પર્શને ન જાણે ને તે દ્વારા થતી વેદના ન હોય એમ નથી. શું કેવલીને અગ્નિ વિગેરેથી દાહ વિગેરે ન થાય? જો તેમ હોય તો તમારા મતે પણ તીર્થકરોને ઉપસર્ગનો અભાવ માનવો નકામો થાય. કેવલીઓ ઈદ્રિયાતીત હોય તેનો અર્થ એ નથી કે તે પંચેન્દ્રિય નથી, કિન્તુ તે તે ઇન્દ્રિયના વિષયને ચંચલ ક્ષાયિકોપથમિકી દૃષ્ટિથી ન જાણતાં સ્થિરક્ષાયિક દૃષ્ટિથી જાણે છે. એમ ન
કહીએ તો કેવલીઓને કરેલા પ્રશ્ન ને જણાવેલી હકીકતો પણ નકામી ગણાય. ૮ જેને તેને પરિષહો વાસ્તવિક રીતે છે તે જ તત્ત્વાર્થકારે જણાવેલા છે, અન્યથા બાદર સંપરામાં
કહેલ સર્વપરિષહો પણ ઉપચારિત થશે. કર્મમાં ઉતારેલા પરિષહ જો વાસ્તવિક છે તો
ગુણઠાણામાં તેનો અવતાર વાસ્તવિક ન માનવામાં મહાગ્રહ સિવાય બીજો કોઈ હેતું નથી. ૯ પરિષહોનું સહન માર્ગથી નહિ ખસવા તથા નિર્જરા માટે છે એમ તત્ત્વાર્થમાં માવ્યવનનિર્નાર્થમ્ એ સૂત્રથી સ્પષ્ટ છે, નિર્જરાનું કારણ સંવરરૂપ હોય તેમાં આશ્ચર્ય
શું? વળી પરિષહોના અસહનથી કર્મનું આગમન થઈ આશ્રવ થાય અને તેના સહનથી તે રોકાય તે સ્વાભાવિક જ છે. યોગજન્યબંધ મોહનીય સિવાયનો પણ છતાં આશ્રવ તો છે જ, ઈર્યાપથ આશ્રવ નિર્મોહને જ છે. કેવલજ્ઞાનીના ગુણોનો ઘાત ન કરે તો પણ વેદનીયથી વેદના તો થાય, તેમ પરિષહ પણ થાય, ને એજ યુક્તિસંગત ગણાય. શું તલવાર આદિના ઘાથી વેદના નહિ થાય? જો થાય તો તેમાં કારણ વેદનીય એકલું કે મોહસંગત વેદનીય? તપેલા
લોઢાના ઘરેણાંથી ઉપસર્ગ પામેલ પાંડવોની કથા શું કહે છે? ૧૦ ર વિંશત્યિવિના એવું સૂત્ર કરવાથી જનતાની સાથેનો એક શબ્દનો સમાસ અયોગ્ય છે, એક+
અ+દશનો તમારા હિસાબે ઓગણીશની માફક નવ પરિષહો છે એમ અર્થ થશે પણ અગીયાર પરિષહો જ ન હોય એવો નહિ થાય. અને તેવો કરવામાં તત્ત્વાર્થકારથી પહેલાં અગીયાર
માનનારા શ્વેતાંબરો હતા એમ માનવું પડશે. ૧૧ ખારવેલના લેખમાં ચૈતવ બળે એ વાકય શ્વેતાંબરમતના શાસ્ત્રને અનુકૂલ છે, કારણ કે
વૈશાલિનો કોણિકે નાશ કર્યો ત્યારે સુયેષ્ઠા સાધ્વીના સત્યકકુમારના નંદિકેશ વૈશાલિના શેષજનોને માહિષ્મતિમાં લઇ ગયા ને ત્યાંથી નિર્મૂળ થયેલ ચેડા મહારાજાના વંશની વૃદ્ધિ થઈ છે. સ્ત્રીઓને ચારિત્ર નહિ માનનારાઓને તે હકીકત અનુકૂલ નથી તેમ દિંગબરોના શાસ્ત્રોને પણ સાનુકૂળ નથી.
Page #579
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૦-૩૪
૫૫
શ્રી સિદ્ધચક્ર ૧૨ શ્રીદશવૈકાલિકમાં મુનિઓને મળHસારી કહી મધમાંસનો પરિહાર કરનારા જ ગણ્યા છે.
વળી શ્રીસ્થાનાંગસૂત્રમાં મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયહિંસાને નરકના કારણ તરીકે બતાવતાં માંસ એટલે કુણિમના આહારને પણ નરકના કારણ તરીકે સ્પષ્ટપણે ગણાવેલ છે. વળી શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં માંસાહારીને અજ્ઞાની મૂર્ણ ગણવા સાથે, નરકગામી ગણ્યા છે, માટે શ્વેતાંબર
શાસ્ત્રોમાં માંસાહાર વર્જવા લાયકજ ગણ્યો છે. ૧૩ અસંખ્યસંમૂચ્છિમ ને નવ લાખ ગર્ભજ મનુષ્યોની હત્યાવાળું અબ્રહ્મસેવન છતાં જો તેને પાપરૂપ
માનવાથી સમ્યકત્વ હોઈ શકે તો પછી તેના સ્થાન કુલ અને આપત્તિ પ્રસંગે અભક્ષ્યભક્ષણથી શ્રદ્ધા હોય તે સ્વાભાવિકપણે તે કાર્યને પાપરૂપ માને તો પણ સમ્યકત્વ ન જ રહે કે ન જ હોય
એમ માનવામાં યુક્તિયુક્ત આગમને સ્થાન નથી. ૧૪ શ્વેતાંબરના જ શાસ્ત્રોમાં વંત્નિન્ને નામે કુલ છે. શાખાનું નામ કચ્છનરિતો નથી પણ
ધ્યાના છે અને તે શાખાના શ્રીઉમાસ્વાતિવાચકજી ગણિ તત્વાર્થકાર છે. ૧૫ સં. ૨૦ ના લેખમાં લખેલ પત્તો ને અંક ૧૧માં સંમોહતો શબ્દ શ્વેતાંબરસાધુસંઘના બાર
વંદનાદિક સંભોગને જણાવનાર છે. ૧૬ ઈડો સાથિયનની ૧૫ વર્ષવાળી પ્રતિમા પણ આર્યા એટલે સાધ્વીયોના નામવાળી હોવાથી તેને
દિંગબરમતની મનાય જ કેમ? દિગંબરશાસ્ત્રોમાં મથુરાના સૂપનો ધસારો પણ નથી, પરંતુ તેનું બરોબર વર્ણન શ્વેતાંબર શાસ્ત્રોમાં છે. માટે તે દેવતાઈ ડૂત શ્વેતાંબરોનો જ ગણાય, વળી ભક્તિ ચૈત્યની માફક
મથુરાનાં મંગલ ચૈત્યો પણ શ્વેતાંબરો માને છે. ૧૮ શ્વેતાંબરોના આવશ્યકાદિના હિસાબે વીરસંવત ૬૦૯ વિક્રમ સંવત ૧૩૯માં અને દિગંબરીય
દર્શનસારના હિસાબે વિક્રમ સંવત્ ૧૩૬ એટલે વીર સંવત ૬૦૬માં મતભેદ થયો એ સ્પષ્ટ
છે. છતાં વીર મહારાજની બીજી સદીમાં ભેદ કહેવો તે જુઠ જ છે. ૧૯ પુરુષ ચિહ્ન વિનાની મૂર્તિને પણ માનવાની વાત કેવળ શ્વેતાંબરોની મૂર્તિઓને ઉડાવી લેવા
માટેની યુક્તિ જ છે. ૨૦ કેવલી મહારાજને આહાર અને વસ્ત્રાદિ નહિ માનવા છતાં પણ ભોગ અને ઉપભગ લબ્ધિ
માનવામાં તો દિગંબરોને અડચણ નથી. ૨૧ કંજુસ આદમીને ભોગ, ઉપભોગ ન થાય, એજ અંતરાય કે અન્ય? સાધન મળવા રૂપ કાર્ય
તો લાભાંતરાયના નાશથી થાય છે, સિદ્ધ મહારાજને ભોગાદિની લબ્ધિ નથી મનાતી તે પણ વિચારવું.
(દિગંબર જૈનદર્શન ૧/૧૮-૧૯)
Page #580
--------------------------------------------------------------------------
________________
સ્પદ
શ્રી સિદ્ધચક
તા.૧૧-૦-૩૪
* સુવા-સાગર છે
(નોંધઃ- સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધાસમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે આપીએ છીએ.
- તંત્રી.
૧૦૭૨ જ્યાં સુધી આ જીવ દુઃખપરિણામરૂપ ધન, વિષય, કુટુંબાદિકને વિષે સુખબુદ્ધિ રાખે છે તથા
સુખપરિણામરૂપ વૈરાગ્ય, તપસ્યા, ત્યાગ, સંયમમાં દુઃખબુદ્ધિ રાખે છે, અર્થાત્ આ વિપરીત વાસના ખસતી નથી ત્યાં સુધી જ આ જીવને દુઃખનો સંબંધ છે.
૧૦૭૩ જ્યારે આ જીવ વિષય, ધન, કુટુંબ માટે જે પ્રવૃત્તિ કરાય છે તે દુઃખ પરિણામ છે, તેની
નિવૃત્તિ તે સુખ પરિણામ છે વિગેરે જાણતો થશે ત્યારે સાંસારિક ઇચ્છાનો નાશ થયો હોવાથી આત્મીય સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવાથી નિરંતર સાચો આનંદ અનુભવશે.
૧૦૭૪ જેમ જેમ પુરુષો સ્પૃહારહિત થાય છે તેમ તેમ પાત્ર થયો હોવાથી સંપત્તિઓ નજીક નજીક
આવતી જાય છે. ૧૦૭પ નિર્ભાગ્યનર જેમ જેમ સંપત્તિની ઇચ્છાઓ કરે છે તેમ તેમ સંપત્તિઓ દૂર દૂર ચાલી જાય છે.
૧૦૭૬ સ્વપ્નમાં પણ મન કે શરીરની આછી પણ પીડા ન જોઇતી હોય તો વિષયોની સ્પૃહા ના
રાખશો.
૧૦૭૭ દરેકે આત્માએ નિરંતર વિચારવું જોઇએ કે શું હું સર્વ સંગ ત્યાગ કરવામાં સમર્થ નથી?
૧૦૭૮ તીવ્ર રાગરહિત ગૃહસ્થો વિષયોમાં પ્રવૃત્તિ કરવાવાળા છતાં ચારિત્રની પ્રધાનતાવાળા દ્રવ્યસ્તરો
કરતાં ચારિત્રમોહનીયને હણીને રાગાદિક ભાવરોગની પાતળાશ કરી આત્માની શાંતિ અનુભવે છે.
૧૦૭૯ જેને ચારિત્રથી દેવલોકના વિષયો મેળવવાની વાંછા હોય તેને તો અહીં થોડા વિષયોનો
ત્યાગ કરી વધારે વિષયો મેળવી વધારે દુઃખમાં ડૂબવાનું થાય છે. પણ આથી ચારિત્રનો ત્યાગ ન કરતાં દેવલોક કે વિષયાદિકની અભિલાષા દૂર કરવી.
Page #581
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-પુ0 ફંડ તથા શ્રીઆગમોધ્ય
' સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ. મુલ્ય આંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-0 પ૬ શ્રી શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયન્નાછાયાયુક્ત
૨-O-0 ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રી શ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાધ).૪-0-O | ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
પપ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ).
૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ ૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લધુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ - નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રીમહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૦૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફીલોસોફી અંગ્રેજી.
૧-0-0 યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૪૧ શ્રીકર્મ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૨-0 ૭૮ શ્રીભરતેશ્વરવત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ
૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર.પ-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રી પ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજૂષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રી બપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર ,. પ-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુલ્ય. | મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-૫૦ ૫૯ શ્રી ચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮૦ . મેરૂવિજય કત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયગ્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ -શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઇપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણુંશેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #582
--------------------------------------------------------------------------
________________
US GS GS SS
S
S
GS S
S
S GS GR GS S S GS GS GS Ge
D
ચાર પુરુષાર્થમાં સાધ્ય કોણ ? અર્થકામનુ સાધ્યપણું કેમ નહિ ?
B ED SD
D
D
D
HD /
A US SS SS S SS S SS SS SS GS / MS US ON US ON
દરેક આત્મા સ્વભાવે કરીને અનંતજ્ઞાનદર્શનાદિવાળો હોવા છતાં પણ તે જ્ઞાનાદિકનું આવરણ કરનાર કર્મોના ક્ષયાદિથી થયેલી શુદ્ધિથી તારતમ્યતાની અપેક્ષાએ ભિન્નભિનરૂપે દેખાય છે, તેમ બારીકમાં બારીક ભેદની તપાસ કરીએ તો જો કે અનંતા ભેદો થયા, પણ શુદ્ધિ, પરિણામ અને જ્ઞાનાદિની તારતમ્યતાની અપેક્ષાએ ભેદો ન પાડીએ તો પણ ધ્યેયની અપેક્ષાએ જો ભેદ પાડવામાં આવે તો
જેમ આ સંસારમાં પ્રવર્તેલા પુરુષોના ધ્યેયની અપેક્ષાએ ધર્મ, અર્થ, કામ અને ૧ | મોક્ષ એ ચાર ભેદો પડે છે. એ ચાર ભેદોને એટલા જ માટે વર્ગ કહેવામાં આવે
| છે કે તેમાં સર્વ જીવોનું વર્ગીકરણ છે, એટલે એ ચારે શ્રેષ્ઠ છે, એમ માનવું યોગ્ય કરી નથી, પણ જગતભરમાં એ ચાર સિવાયનું કોઈપણ ધ્યેય નથી એટલું જ માત્ર
| ફલિતાર્થ થાય છે. તત્ત્વથી બાહ્ય સુખ અને તેના સાધનો તે કામ અને અર્થ તરીકે | ગણાયા છે, અને તાત્ત્વિક અત્યંતર એવું આત્મીયસુખ અને તેના સાધનો માટે |પ્રયત્ન અને સિદ્ધિ તે ધર્મ અને મોક્ષ તરીકે ગણાયા છે. એ ઉપરથી સ્પષ્ટ સાબીત 8 થશે કે આત્માની સિદ્ધિ ને અનુલક્ષીને ચાલનારાઓ બાહ્યસુખ અને તેના સાધનોની
અસારતા અને વિપાક કટુકતા ગણીને હેય તરીકે જ ગણે, અને ધર્મની ઉપાદેયતા છે પણ માત્ર આત્મીય સુખોની સિદ્ધિના કારણો પુરતી જ સમજે અને તેથી કલિકાલ છક સર્વજ્ઞ શ્રીમાનુ હેમચંદ્રસૂરિજીએ વાવડગ્રીક્ષ: એમ કહી ચારે વર્ગમાં પરમાર્થ | | દષ્ટિએ મોક્ષની જ ઉપાદેયતા જણાવી છે તે સ્પષ્ટ રીતે સમજાશે.
ધર્મની ઉપાદેયતા જે ગણવામાં આવી છે તે પણ વાસ્તવિક રીતે સ્વતંત્રપણે છે નથી, પણ માત્ર તે મોક્ષના કારણ તરીકે જ ઉપાદેય છે અને તેથીજ શાસકાર “થોસ્તી વરVi' એમ જણાવી સ્પષ્ટ પણે ધર્મ જેનું અપર નામ યોગ છે તેની
(અનુસંધાન ટાઈલ પાનાં ૨)
GD
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D ED
Page #583
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
2/2]£EZIS
Page #584
--------------------------------------------------------------------------
________________
(ટાઈટલ પા. ૪નું અનુસંધાન) . વ્યાખ્યા કરતાં પણ સૂત્રની ટીકાની માફક હકીકત ધ્યાનમાં રાખી વ્યાખ્યા કરનારો મનુષ્ય જ સમ્યગુ વ્યાખ્યાતા કહી શકાય, પણ વ્યાખ્યાતાના નિયમોથી વિરૂદ્ધપણે વર્તી જેઓ વ્યાખ્યા કરે તેઓ વિદ્વાનોની પરિભાષામાં વપરાતી ટીકા કે વ્યાખ્યાના કરનારા ગણાય નહિ.
વર્તમાન જમાનામાં તો ઉપર જણાવેલા સમગ્ર નિયમોથી વિરૂદ્ધપણે વર્તનારાઓને જ વર્તમાન પ્રજા ટીકાકાર ગણે છે પણ વાસ્તિવિક રીતે તેઓ ટીકાકાર નહિ, પણ ભાષાની દૃષ્ટિએ ટીકાખોર છે; અર્થાત્ શાસ્ત્રોમાં જેમ દુર્જનોને અંગે જણાવવામાં આવ્યું છે કે તે દુર્જનરૂપી રાખોડાથી આ મારો શારરૂપી અરીસો ચોખ્ખો થશે, એટલે કે મારા શારાની અંદર મારા પ્રમાદથી થયેલા દોષો તે દુર્જનો જાહેર કરી ગ્રહણ કરશે. પણ હું તેથી સાવચેત થઈશ. ચીકણા પદાર્થ ઉપર લાગેલો રાખોડો પણ તે પદાર્થની ચીકાશને ગ્રહણ કરી લે છે, અને મૂળપદાર્થને સ્વચ્છ બનાવે છે, તેવી જ રીતે આજના ટીકાખોરો કોઈના તરફ નજર કરતાં સસ્તુરુષના ગુણના ડુંગરોને પણ જોતા નથી, પણ બ્લેક સાઈડ પણ દેખવી જોઈએ એમ કહી કેવળ કાળી બાજુમાં જ રાચે છે, બોલે છે અને જાહેર પણ કરે છે, તો તેવા મનુષ્યોને દુર્જનનામ નહિ આપતાં, તેમજ ટીકાકારનામ પણ નહિ આપતાં ટીકાખોર નામ આપવું એ જ વધારે બંધબેસતું ગણાય.
તા. ક:- મુંબઈની યુવકસભાએ ખેડે, માતર કે મુનિશ્રીના ગુરુ પાસે લાંબો ટાઈમ થયા છતાં, નથી મોકલ્યો માણસ કે નથી મંગાવ્યા સમાચાર. વળી સરકારી ખાતામાંથી પણ રિપોર્ટ મેળવ્યો નથી, છતાં ઉહાપોહ કર્યો તેની જડ શી?
હવે પણ તેઓ સાધુઓના ભક્ત બને, દયાળુ થાય, સર્વ અકસ્માતવાળા સ્થાનોએ પોતે જવાની કે મનુષ્યો મોકલવાની સગવડ કરી, તેની સાચી હકીકતની જૈનશાસન અને જનતાને ફાયદો થાય તેવી જાહેરાત કરે તો યુવકજૈનને શોભતું થઈ શકે.
Page #585
--------------------------------------------------------------------------
________________
s
(લિપિકો
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૭-૧૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
___ अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ।।१।। અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” | દ્વિતીય વર્ષ. તે મુંબઈ, તા. ૨૬-૭-૩૪ ગુરુવાર 1 વર-સંવત્ ૨૪૬૦ અંક ૨૦ મો. છે અષાઢ સુદિ પૂર્ણિમા
વિક્રમ , ૧૯૯૦ આાગમ-રહય.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ બૌદ્ધો ભગવાન મહાવીરને કયા નામથી ઓળખે છે ?
યાદ રાખવું જરૂરનું છે કે દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું આખું સવિશેષણ નામ જાહેર કર્યું છે, અને તેથી જ શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર “સમને માd મહાવીરે, સમજી માવં મહાવીરે,' એવી - રીતે ભગવાન મહાવીર મહારાજાને અંગે કહેવામાં આવે છે. ભગવાન મહાવીર મહારાજના આવા
Page #586
--------------------------------------------------------------------------
________________
તા. ૨૬-૭-૩૪
શ્રી સિદ્ધચક્ર
૪૫૮
ગુણનિષ્પન્ન નામની ઈર્ષ્યા કે કોઇપણ કારણને અંગે જ બૌદ્ધગ્રંથકારોએ શ્રમણ ભગવાન મહાવીર મહારાજને શ્રમણ ભગવાન મહાવીર તરીકે કોઈ જગા પર ઓળખાવ્યા નથી, પણ કેવળ જ્ઞાતપુત્ર તરીકે સ્થાન સ્થાન પર બૌદ્ધલોકોએ પોતાના ગ્રંથોમાં ભગવાન મહાવીર મહારાજને ઓળખાવ્યા છે. જો કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને શ્વેતાંબર શાસ્ત્રકારોએ જ્ઞાતપુત્રના નામે પણ ઓળખાવેલા છે. તેથી શ્વેતાંબર શાસ્ત્રોમાં જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર, જ્ઞાતનંદન એવા નામોથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને ઓળખાવવામાં આવેલા છે. દિગંબર શાસ્ત્રો કે કોષમાં સાતપુત્ર તરીકેનો ધસારો પણ નથી.
સૂગડાંગવીરસ્તુતિ અધ્યયનમાં તથા કલ્પસૂત્ર વિગેરેમાં ભગવાન મહાવીર મહારાજની પ્રશંસા જણાવતાં પણ તેમને જ્ઞાતકુળની શોભા કરનાર તરીકે અને સમૃદ્ધિ કરનાર તરીકે જણાવવામાં આવેલ છે, અર્થાત્ મહાવીર મહારાજાનું જ્ઞાતપુત્રપણું મિશ્ર નહિ તેમ રૂઢ પણ નહિ એમ ગણી યૌગિક જ ગણેલું છે, અને તેથી જ ભગવાન હેમચંદ્રસૂરિજી પણ “મહાવીરો વર્ષનો રેવા જ્ઞાતઃ ' એવા અભિધાન ચિંતામણિના ધંધાર્ધમાં ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતનંદન એવું નામ જણાવે છે. અર્થાત્ ભગવાન મહાવીર મહારાજને જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર, જ્ઞાતનંદન વિગેરે નામોથી બોલાવવા યોગ્યપણું શ્વેતાંબર શાસ્ત્રકારો ઘણે સ્થાને સ્પષ્ટ રીતે જણાવે છે. : દિગંબર ગ્રંથકાર્યો કે દિગંબર કોશકરનારાઓ ભગવાન મહાવીર મહારાજને કોઈપણ પ્રકારે જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર કે જ્ઞાતિનંદનના નામે જણાવતા નથી, અને ષષ્માભૂતની ટીકા વિગેરેમાં દિગંબરાચાર્યો ભગવાન મહાવીર મહારાજનાં જે નામો જણાવે છે તેમાં જ્ઞાતપુત્રપણાનો ધસારો પણ નથી. શાતપુત્ર નામના સ્વીકાર અને અસ્વીકારમાં તત્વ.
આવી રીતે નામમાં બંને મતમાં ફરક પડવાનું કારણ બાહ્યદૃષ્ટિએ જોનારને જો કે કંઇપણ લાગશે નહિ, છતાં સૂક્ષ્મદૃષ્ટિથી જોનાર મનુષ્ય એ જ્ઞાતપુત્ર નામના સ્વીકાર અને અસ્વીકારમાં ઘણું તત્ત્વ જોઈ શકે છે. અસલ હકીકત એ છે કે શ્વેતાંબરો ભગવાન મહાવીર મહારાજનું પ્રથમ દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં નીચગોત્રના ઉદયને લીધે આવવું માને છે, અને ઈદ્રમહારાજાએ તે નીચગોત્રનો ઉદય પુરો થતાં સિદ્ધાર્થ મહારાજાની ત્રિશલારાણીની કૂખમાં ભગવાન મહાવીર મહારાજાને સહર્યા એમ માની ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતકુળના સિદ્ધાર્થ મહારાજના ઘેર આવવું અત્યંત ઉત્તમ અને જરૂરી માનેલું હતું અને તેથી જ્ઞાતકુળના હજારો કુંવરો હોય તો પણ ભગવાન મહાવીર મહારાજને અંગે જ્ઞાતકુળમાં થયેલો અવતાર અત્યંત પ્રશસ્ત અને આશ્ચર્યરૂપ હતો અને તેથી ભગવાન મહાવીર મહારાજને જ્ઞાતસુત, જ્ઞાતપુત્ર કે જ્ઞાતિનંદન તરીકે અત્યંત વખાણવામાં આવેલા હોઇ શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતપુત્ર વિગેરે નામ સાધુપણું લીધા પછી દેવતાઓએ શ્રમણ ભગવાન મહાવીર એવું નામ નહોતું સ્થાપ્યું ત્યાં સુધી સર્વ કાળ પ્રસિદ્ધ રહ્યું હતું અને તે જ જન્મથી માંડીને કહેવાતા
Page #587
--------------------------------------------------------------------------
________________
૪૫૯
તા.૨૬-૭-૩૪
{
.
**
*,
*
*
શ્રી સિદ્ધચક્ર જ્ઞાતપુત્ર નામથી બૌદ્ધોને ઓળખાવવાની જરૂર પડી હોય તો તેમાં આશ્ચર્ય નથી, પણ દિગબર ગ્રંથકારો શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં આવવું અને ત્યાંથી જ્ઞાતકુળમાં સિદ્ધાર્થરાજાની ક્ષત્રિયાણી ત્રિશલાની કૂખમાં મૂકવું એ વિગેરે ન માનતા હોવાથી તે દિગંબરોને શ્રમણ ભગવાન મહાવીર મહારાજને જ્ઞાતપુત્ર તરીકે ઓળખાવવા અનિષ્ઠ થઈ પડે તેમાં આશ્ચર્ય નથી, પણ મધ્યસ્થ દૃષ્ટિથી જોનારો મનુષ્ય શ્વેતાંબર શાસ્ત્રોની માફક જ ભગવાન મહાવીર મહારાજનું જ્ઞાતપુત્ર એવું નામ બૌદ્ધશાસ્ત્રોમાં દેખીને તથા તેની પૂર્વે કહેલી હકીકત સમજીને સ્પષ્ટ જાણી શકશે કે શ્વેતાંબર શાસ્ત્રોજ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની સત્ય હકીકત રજુ કરનારા છે, અને એ વાત પક્ષપાત છોડીને મધ્યસ્થપણે વિચાર કરનારા દિગંબરોને પણ કબુલ કરવામાં અડચણ આવશે નહિ; કારણ કે સર્વ દિગંબર લોકો આ વાત કબુલ કરે છે કે ભગવાન મહાવીર, મહારાજાના ઉપદેશને આધારે ગૌતમસ્વામી આદિ ગણધરોએ રચેલી દ્વાદશાંગીમાંથી કે તે અંગોને આધારે શ્રુતસ્થવિરોએ રચેલા ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક જેવા સામાન્ય રીતે છબાર મહિનામાં ભણી શકાય તેવા સૂત્રોનો પણ સર્વથા વિચ્છેદ માનેલો છે. દિગંબરોના મત પ્રમાણે દ્વાદશાંગી કે ઉત્તરાધ્યયન, દશવૈકાલિક સરખા નાના સૂત્રનો એક અંશ પણ હજારો વર્ષોથી વિચ્છેદ-થઈ ગયેલો છે અને વર્તમાનમાં દિગંબરલોકો જે જે શાસ્ત્રોને માને છે તે કેવળ સૂત્રની વાણી વગરનો આચાર્યોનો જ કરેલો શાસ્ત્રપ્રવાહ છે, અને તેથી તે લોકોને નહિ ગમતી અગર' વગર જરૂરી લાગતી ની કુળમાં આગમન, ગર્ભાપહાર, જ્ઞાતકુળમાં સંહરણ એ વિંગેરે વાતો યથાસ્થિત છતાં પણ કાઢી નાખી હોયે તે સ્વાભાવિક જ છે, અને તેથી તે દિગંબરોના કલ્પિત શાસ્ત્રોમાં જ્ઞાતપુત્ર આદિ નામની ગંધ પણ ન હોય, પણ શ્વેતાંબર શાસ્ત્રો કે જે ખુદ ગણધર મહારાજના કરેલા શાસ્ત્રોનું જ આબેહુબ સ્વરૂપ છે, અને તેમાં તે નીચકુળ આગમનાદિક નહિ ગમતી વાતો પણ સત્ય સ્વરૂપના વર્ણનની ખાતરે પણ કહેલી છે. તે દેખીને કોઇપણ દિગંબર કે જૈનેતર મનુષ્ય શ્વેતાંબરશાસ્ત્રોને અને તેમાં કહેલી જ્ઞાતપુત્રાદિ નામોને લગતી હકીકત સત્ય માન્યા સિવાય રહેશે જ નહિ.. આરાધ્ય વીર કયા?
આ બધી હકીકત માત્ર પ્રાસંગિક રીતિએ જણાવી છે. ચાલુ હકીકત તો આવા શ્રમણ ભગવાનુ મહાવીર મહારાજના અધિકારમાં ઇતર વીર (સુભટોને) જે દ્રવ્યવીર તરીકે જણાવ્યા છે તે આરાધ્ધપક્ષને અંગે કોઇપણ જાતે ઉપયોગી ન હોઈ માત્ર વ્યવહારથી જ તેઓ વીર કહેવાતા હોઈ વ્યતિરિકત નિપામાં અપ્રધાન તરીકે જણાવેલા છે, અને તેથી તેવા વીરોની અપ્રધાનતા હોવાથી આરાધ્યતા હોતી નથી, પણ જેઓ અપ્રધાન વીર ન હોઈ જ્ઞશરીર, ભવ્ય શરીર વીરોની માફક -તિરિકત દ્રવ્યવીરો હોય તે આરાધવા લાયક છે, પણ તેવા વીરોને ઓળખવા માટે તેમજ બીજા પણ વ્યતિ આરાધ્યનિક્ષેપો ઓળખવા વિચારને અવકાશ છે, માટે તેનો વિચાર કરીએ
*
*
.
Page #588
--------------------------------------------------------------------------
________________
તા. ૨૬-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર
૪૦
વ્યતિરિક્ત નિક્ષેપાનો પ્રતાપ.
અપ્રધાનવીરની માફક અન્ય કોઈપણ ભાવવસ્તુ અને તેના નામાદિક નિક્ષેપા આરાધ્ય હોય તો પણ તેના વ્યતિરિકત ભેદમાં આવતો અપ્રધાન નિક્ષેપો આરાધવા લાયક ગણાતો નથી, પણ કારણ તરીકે કે ગૌણપણે આરાધ્ય વસ્તુનો સંબંધ લઇ વ્યતિરિકત નિક્ષેપો લેવામાં આવે તો તે કારણ કે ગૌણરૂપ વ્યતિરિકત નિક્ષેપો પણ ભાવનિપાની અપેક્ષાએ આરાધવા લાયક જ થાય છે. જેમકે યથાસ્થિત ભાવસાધુપણું ચારે પ્રકારના કષાયોના અભાવ સાથે મહાવ્રતના નિરતિચારપણામાં જ રહેલું છે, છતાં પ્રમત્ત ગુણઠાણે રહેલો સાધુ, મૂળ નામનું પ્રાયશ્ચિત જે અતિચારમાં ન આવે તેવા અતિચારયુક્ત મહાવ્રતવાળો સાધુ, જેના અનંતાનુબંધી આદિ પેટાભેદો કાળ આદિની અપેક્ષાએ પડતા હોય તેવા પણ સંજવલન કષાયયુક્ત સાધુ, બકુશ અને કુશીલ જેવા નિયંઠાવાળા સાધુ, અપ્રમત્તગુણઠાણેથી ખસીને પ્રમત્ત ગુણઠાણે જતા સાધુ, શાસ્ત્રોમાં સામાયિક અને છેદોપસ્થાપનયના નવસે સુધી આકર્ષો થતા હોવાથી તેવા આકર્ષમાં વર્તતો સાધુ (આકર્ષ તેને જ કહેવાય છે કે પરિણતિની અપેક્ષાએ જેમાં મૂળ વસ્તુનો સર્વથા અભાવ થઈ જાય અને ફરીથી લેવામાં આવે, અર્થાત્ આકર્ષના વચલા વખતમાં વ્યવહારવાળું કેવળ વેષધારીપણું જ છે એમ કહીએ તો ચાલે). (જ્ઞશરીર કે ભવ્ય શરીર નિક્ષેપમાં ભૂત કે ભાવિના પરિણામી કારણની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપો ગણવામાં આવે છે, તે અપેક્ષાએ જો કે આકર્ષની વખતે પણ દ્રવ્યસાધુપણું માની શકે, પણ આકર્ષની વખત ભાવસાધુપણાને લાયકનો વ્યવહાર અને વેષ હોઇ ભાવિસાધુપણાની પરિણતિ વર્તમાનમાં ન હોઇ, ભૂત અને ભવિષ્યમાં ભાવસાધુપણાની પરિણતિ થયેલી હોવાથી તે આકર્ષની સ્થિતિને વ્યતિરિકત નિક્ષેપોમાં અપ્રધાનપણાથી વ્યવહારવાળા જેવો ગણી દાખલ કરી શકાય) વળી ભાવસાધુપણાની ક્રિયાને આચારનારો હોવાથી તેને જ્ઞશરીર કે ભવ્ય શરીર તરીકે ગણી શકીએ નહિ, કેમકે જ્ઞશરીર અને ભવ્ય શરીર નામના નિપામાં ભાવનિક્ષેપાની પ્રવૃત્તિ અને વેષને વાર્તમાનિક સંબંધ હોતો નથી, પણ વ્યતિરિકત નિપામાં વેષ અને વર્તનમાં વાર્તમાનિક સંબંધ હોય છે, અને તે વાર્તમાનિક વેષ અને વ્યવહારના સંબંધને લીધે જ ભાવપરિણતિએ શૂન્ય એવા જીવને પણ ભાવપરિણતિવાળો માનનાર જીવ મિથ્યાત્વ ગુણઠાણે ગણાતો નથી; અર્થાતુ વેષ અને વર્તનના વાર્તમાનિક સંબંધ વગરના જીવને સુસાધુ તરીકે માનનારો મનુષ્ય જેમ મિથ્યાત્વ ગુણઠાણે રહેલો ગણાય તેમ સાધુના વેષ અને વર્તનના વાર્તમાનિક સંબંધવાળા જીવમાં ભાવસાધુપણું ન હોય તો પણ તેને ભાવસાધુ તરીકે માનનાર મનુષ્ય મિથ્યાત્વી ગણાતો નથી. એ સમગ્ર પ્રતાપ આ વ્યતિરિકત નિક્ષેપાનો જ છે, અને તેથીજ શાસ્ત્રોને અનુસરતી જીવાદિ તત્ત્વોની યથાસ્થિત પ્રરૂપણા કરનારા જીવો સ્વયં અભવ્ય કે મિથ્યાષ્ટિ હોય તો પણ તેઓને શાસ્ત્રકારો દીપક નામનું સમ્યકત્વ માને છે, એટલું જ નહિ પણ તેવા દીપક સમ્યકત્વવાળાથી પ્રતિબોધ પામનારા જીવો તે સાધુના વેષ અને વર્તનમાં રહેલા અને શુદ્ધ સમ્યકત્વથી રહિત એવાને સદ્ગુરુ માનવા છતાં પણ તે માનનારનું સમ્યકત્વ અવિચળ ગણાય છે, પણ મિથ્યાત્વ ગુણઠાણું ગણાતું નથી તે બધો પ્રભાવ આ વ્યતિરિકત નિક્ષેપાનો જ છે.
Page #589
--------------------------------------------------------------------------
________________
૪૬૧
શ્રી સિદ્ધચક્ર
તા.૨૬-૦-૩૪
અમોઘાના
આગમોઘાર
(દેશનાકાર)
નધ્યમાં નાયરી /
19 RS FRRING
૪૮૮૪૮દક.
धर्मोमंगलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः । धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥
શાસ્ત્રકાર મહારાજ કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે - મહાત્માઓનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે.
“દત્યનાં કીર્તનં દિ, યોનિઃશ્રેયસીરમ્” મહાપુરુષોનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે, અર્થાત્ મહાપુરુષોની ભક્તિ, બહુમાન, સત્કાર, નમસ્કાર એ મોક્ષ ને કલ્યાણનું ધામ છે પણ તે બધું કયા હિસાબે ? જો કે બીજના પ્રમાણ ઉપર વૃક્ષની ઉત્પત્તિ, વૃક્ષની ઉન્નતિ, વૃક્ષની પહોળાઇ, મજબુતાઈ આધાર રાખે છે છતાં પણ પૃથ્વી, પાણી અને હવા એ કારણ ઉપેક્ષણીય તો નથી જ; તેવી જ રીતે પુરુષની ભક્તિ, બહુમાન, સત્કારાદિ કરનાર જીવ પોતે કલ્યાણ અને પરમપદને પામે છે, પણ તેની અંદર સુંદરતા એ કંઈ જેવી તેવી ચીજ નથી. કઈ સુંદરતા? પરિણામની સુંદરતા હો ! એ પરિણામની અધિકતા ઉપર આધાર રાખે છે. દરેક મતવાળાઓ પોતાના દેવ, ગુરુ, ધર્મને અંગે પરિણામની સુંદરતા રાખનારા છે. તમે જેમ નિષ્કલંકીને દેવ, ત્યાગીને ગુરુ ને શુદ્ધ દયામય હોય તેને ધર્મ માનો છો તેટલા જ પ્રમાણમાં બબ્બે તેથી વધારે પણ ઇતર લોકો-અન્ય મતવાળા પણ સુંદર પરિણામથી માને છે. “ક્રિયાએ કર્મ છે ને પરિણામે બંધ છે” તે વિચારો.
તમે ન કહી નહિ શકો, કારણ કે તમે ડગલે પગલે કહો છો કે - ક્રિયા એ કર્મ છે અને બંધનો હિસાબ પરિણામ ઉપર છે, પરંતુ સમજો કે આ અપેક્ષાએ છે કે એકાંતે છે ? અપેક્ષા સમજ્યા સિવાય આ વાત રજુ કરવામાં આવે તો ખરેખર જાલુમ થઈ જાય. કેમ? કુદેવ,
Page #590
--------------------------------------------------------------------------
________________
- તા. ૨૬-૭-૩૪ - - — ---
---
શ્રી વિશ્વક
૪૨
કે ગુરુ યા તો કુધર્મને માનવાવાળા પણ કઈ દૃષ્ટિથી તેઓને માને છે? કલ્યાણના પરિણામને
લીધે. ધાગાપંથી બોકડા મારે, પરિણામ કયાં? કલ્યાણમાં. જો પરિણામ દેખો તો જગતમાં 5 જેટલાં મિથ્યાત્વ દેખશો તે બધાં કલ્યાણનાં જ પરિણામવાળાં, ભલે ક્રિયા બીજી હોય ! મુસલમાનો પયંગબરને માને, ખ્રિસ્તીઓ ઇશુને માને, પણ તે બધું કલ્યાણ બુદ્ધિથી જ ! એની સેવા કરું તો કલ્યાણ થશે એ જ પરિણામ કે બીજા? કોઈ હજી સુધી એવો નથી મળ્યો કે અકલ્યાણ માટે દેવાદિને માનવાની ધારણાવાળો હોય. કહો ! પરિણામે બંધ લાવતા હોઈએ તો બધા શુભ બંધમાં જ આવે. સર્વ મતવાળા પણ પોતાના દેવને કલ્યાણ કરનાર માને છે. આ છે. આ વાત ગુણપૂજા કે ગુણીપૂજામાં જણાવી ગયો છું. ગુણપૂજા રાખીએ તો બધા જ માને છે. કોઈ ધર્મ યા મતવાળો પોતાના દેવને લુચ્ચા, ધૂર્ત, નઠારા, ફસાવનાર નથી માનતો, પરંતુ ગુણોને આગળ કરીને જ માને છે. અર્થાત્ સર્વજ્ઞ છે, કલ્યાણ કરનારા છે એમ જાણીને કલ્યાણની બુદ્ધિ-પરિણામને લઈને જ સર્વ ધર્મવાળા પોતપોતાના દેવ-ગુરુ-ધર્મને માને છે. તેથી પિત્તળને સોનું લઈ ગ્રહણ કરનારની ધારણા કઈ ? સુવર્ણની. કાચને હીરો લઈ ગ્રહણ કરનારની ધારણા કઈ ? હીરાની જ. ગુણપૂજા સર્વત્ર વ્યાપક છે. દેવ-ગુરુને પણ ગુણને હિસાબે માને છે. ગુણપૂજા હોવા છતાં ગુણીપૂજા ન હોય તો નકામું ! મિથ્યાત્વીઓના દેવો, ગુરુઓ અને ધર્મોમાં પણ ગુણપૂજા જ આગળ રહેલી છે. આજ ગુણપૂજાને લઇને ચૌદસો ચુમાલીશ ગ્રંથના પ્રણેતા ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પણ જણાવે છે કે “ઃ પૂષ્યઃ સર્વદેવાનાં, વ: : સર્વયોનિના” ' અર્થાત્ “જે જિનેશ્વર ભગવાન સર્વ દેવોને પૂજવા યોગ્ય છે ને જે જિનેશ્વર ભગવાન
સવ” યોગીઓને ધ્યાન કરવા લાયક છે.” અહીં શંકા ચાલી કે - છે. તમો પોતે જંગતના જીવોની અપેક્ષાએ અનંતમો ભાગ સમકાતિ જીવનો માનો છો, દેવતાઓની અપેક્ષાએ તે અસંખ્યાતમો ભાગ માનો છો અને યોગીઓની અપેક્ષાએ તે માત્ર સંખ્યાતમો ભાગ માનો છો, ફક્ત આટલો જ ભાગ તમારા જિનેશ્વરને માને છે છતાં
જિનેશ્વરે સર્વદેવોને પૂજાય છે, એ સર્વને પૂજ્ય છે એમ શું કામ બોલો છો? દેડકો કુદી કુદીને બિોલે કે દરીયો આટલો જ છે તો શું બીજા તેને હસે નહિ? અરે ખુદું માનસરોવરથી આવેલ હંસ પણ તેની હાંસી કરે તો મનુષ્ય તો કેમ ન હસે ? એ વાતનો પ્રભુ હરિભદ્રસૂરિએ શો ખુલાસો આપ્યો તે શ્રીઅષ્ટક ટીકાકાર શ્રીજિનેશ્વરસૂરિ મહારાજ જણાવે છે. તમે જે જિનેશ્વર મહારાજને સેવો છો, ધ્યાન કરો છો, જપ કરો છો તે શાને લઇને? કહેશો કે સર્વજ્ઞતાદિકના ગુણને લઈને, તમે જે ગુણોને લઈને પૂજો છો તેજ ગુણવાલા સર્વને પૂજ્ય છે. અર્થાત્ ઇતર મતવાળા પણ ગુણોને લઇને પોતાના દેવાદિને પૂજે છે, અને તેજ અપેક્ષાએ જિનેશ્વર સર્વ ગુણોવાળા હોવાથી પૂજવા લાયક અને ધ્યાન કરાવા લાયક છે.
Page #591
--------------------------------------------------------------------------
________________
*તા.૨૬૭-૪
૪૬૩
- આ સિદ્ધચક્ર જૈનમતમાં અવગુણો છુપાવવા લીલા કહેવામાં આવતી નથી. . . . . . ;
મિથ્યાદૃષ્ટિઓને પૂછવામાં આવે કે આ શું? લીલા દેવને અંગે પણ લીલા, અવગુણોને લીલારૂપે જણાવી તેમના દેવને નિરાળા રાખ્યા. શું થયું કે અવગુણોથી શરમાયા. ચેષ્ટાઓ ઉપર લીલાનો પડો કર્યો. તત્વ શું ? ભગવાન અવગુણવાળા મેથી,“ગુલવાળા છે, પણ એ તો લીલા છે. શું થયું ? ગુણો માન્યા. - ગુરુને અંગે પૂછો તો શું કહે ? એ તો જાદવકુલના બાલક છે, ગોકુલના બાલક છે. શું કર્યું ? અવગુણોને જાદવ બાલકપણામાં નાખ્યા ? - ધર્મને અંગે પૂછો તો શું કહે ? એ તો પહેલેથી ચાલ્યું આવે છે, ઇશ્વરે કહ્યું છે, અર્થાત એ બહાને અવગુણો ઢાંકયા, પણ ગુણની ઉત્તમતા તો રાખીજ. જો ગુણોની ઉત્તમતા ન હોય તો અવગુણોને લીલા, બાલક, ને ચાલ્યું આવે છે એ નામે ચડાવત નહિ. અર્થાત્ કોઈ મતવાળો પણ દેવમાં, ગુરુમાં કે ધર્મમાં અવગુણોનાખવા તૈયાર નથી, પરંતુ તે સર્વને “પરમ પવિત્ર” માનવા તૈયાર છે. દેવ આદિને અજ્ઞાની ઘૂર્ત, લોભી છે એમ કોઈ માનવા તૈયાર નથી. ' જૈનમતમાં કહેણી તેવી રેહણી છે.
પરંતુ જેઓને “કહેણી તેવી રહેણી” હોય તેવાને આ બધા અવગુણો ઢાંકવાનું નથી હોતું, અર્થાત્
" ના
1 t ; ; દેવો-નિષ્કષાયતાના ઉપદેશ અને નિષ્કષાયતાના વર્તનવાળા જ હોય છે.
ગુરુ-ત્યાગમય ઉપદેશ અને ત્યાગના વર્તનવાળા હોય છે. - ધર્મ-શુદ્ધ દયામય આચારવાળો જ.
આવા શુદ્ધતત્ત્વોની આગળ-લીલા-બાલક કે ચાલ્યું આવેલ છે એવી રૂઢિને સ્થાને જ નથી અહીં નિષ્કલંક દેવ, ત્યાગી સાધુ દયામૂલક ધર્મને સ્થાન છે. પડદા વિગેરે નથી. ખુલ્લું તત્ત્વ ચીનું તત્ત્વ માનવાને જ અધિકારી બન્યા હોય તો કેવલ જેનો જ છે.'
“આત્માને ઉજ્વલ કરવા તરીકેની બુદ્ધિ આવે તેથી દેવની માન્યતા, આત્માને કલ્યાણ તરીકેની બુદ્ધિ આવે તેથી ગુરુની માન્યતા, અને આત્મા ત્યાગમાં જ રમે એ દૃષ્ટિએ ધર્મની માન્યતા ધરાવનાર કોઇપણ હોય તો તે કેવલ જેનો જ છે, પરંતુ જૈનોને એ પંચાત નથી કે ઈશ્વરે પહાડ પાણી-નદી-અનાજ-વૃક્ષનર્યા છે એ મુદ્દાથી માનવા. અહીં એ કારણથી જે દેવને લોકો માને છે તેઓને ખરેખર ખેડુતો, આજકાલના ઈજિનિયરો, આજકાલના શોધખોળ કરનારા પુરુષો વધારે માનવા જોઇએ. તેઓને ઇશ્વર કરતાં વધારે માનવાનું કારણ એ જ
Page #592
--------------------------------------------------------------------------
________________
૪૬૪
તા. ૨૬-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર કેઃ ઈશ્વર તેઓને કાચી વસ્તુ આપે છે. અર્થાત્ એક પહાડ આપે પણ પત્થર કોણ કાઢે ? વરસાદ આપે પણ ખેડુતો ખેતી ન કરે તો વરસાદ નકામો છે તેવી રીતે સમજજો. આથી જ ઇજિનિયરો, શોધખોળ કરનારા વધારે મનાવા જોઈએ-અર્થાત્ કાચી વસ્તુ આપનાર ઈશ્વર કરતાં પાકી વસ્તુ આપનાર ખેડુતો વિગેરે કાર્યકર્તાઓ છે,” પરંતુ આ બધી પંચાત આગળ કહ્યા પ્રમાણે તેઓને જ છે કે જે લોકો ઈશ્વર પહાડ-પાણી વિગેરે બનાવે છે તેને લીધે માનવા તેવું માનનાર છે. અહીં જૈનમતમાં તો તેવી વસ્તુ બનાવનાર તરીકે ઈશ્વરને માનવામાં નથી આવતો અર્થાતુ દુનિયાના જડ-પદાર્થ આત્માને ફસાવનાર છે. માયાજાળમાં ફેંકનાર પૌલિક પદાર્થોને અંગે ઈશ્વરની મહત્તા કરવામાં આવી નથી. બલ્ક આત્માને ઉજ્વલ કરવાપણાને અંગે પોતે ઉજ્વલ કર્યોને તે કરીને બીજાને ઉજ્વલ બનાવવાનો રસ્તો દેખાડનાર તરીકે ઈશ્વરની મહત્તા છે. ઉપાધિ વળગાડનારને જૈનો ઈશ્વર માનતા નથી.
તેઓ પણ જે રીતે માને છે તે પણ બધું સરવાળે શૂન્ય જેવું “સોકે ભયે સાઠ, આધે ગયે નાઠ, દશ હેંગે, દશ દિલાયેંગે, દસકા દેના લેના કયા ?” એ હિસાબે બધું બનાવ્યું, પણ શા માટે ? ઉપાધિ માટે, બોલો ઉપાધિ-એ સમાધિરૂપ? ઉપાધિ વળગાડનાર પરમેશ્વર કે? ત્યાગી માણસ ઉપાધિ વળગાડનારને ન ધિક્કારે એટલું ઓછું છે. પૃથ્યાદિ ન હતાં ત્યારે તે શુદ્ધ-ચિંદાનંદમય આત્મા હતો, તેવા આત્માને જોતરાં-ધૂસરાં વળગાડયાં-કેટલું નિષ્ફર કર્મ !!!
દુનિયાને ફાની સમજનાર, માયારૂપ સમજે તેવો મનુષ્ય ઝાડે જતાં પણ તેનું નામ લે નહિ !! બિચારો આ જીવ અજ્ઞાની !!! એને ફસાવી દે, દુનિયામાં ભોળાને ભરમાવનાર ને અજ્ઞાની ઉપર અધમારોપ ચડાવનાર કેવો કહેવાય ? વિચારો, આ વસ્તુઓમાં ન સમજનાર બિચારા અજ્ઞાની આત્માને ઠગી ઉપાધિમાં બેસાડી દીધો, ખેર ! એ પંચાત જૈનમતમાં નથી.
આ ઉપરથી એમ નથી સમજવાનું કે જેનો ઈશ્વરને માનતા નથી, જેનો ઈશ્વરને માને છે પણ કઈ રીતિએ? જો જેનો ઈશ્વરને ન માનતા હોય તો તે લોકોના દેવ, ગુરુ, તીર્થ ને ધર્મ ચાલત જ નહિ, અર્થાત્ જેનો દેવને ઈશ્વરને શુદ્ધ રીતિએ ને ઉંચામાં ઉંચી કોટિએ
માને છે.
સ્કૂલમાં શિક્ષક હોય તે તમને નીતિમાર્ગે લઈ જવા ભણાવે છે, હોંશિયાર કરવા ભણાવે છે, ભવિષ્યના ઉદયનો રસ્તો દેખાડવા ભણાવે છે, પણ તેનો અમલ બધા કરે એ ખરા ને ન એ કરે. જે એના શિક્ષણનો અમલ કરે તે સુખી થાય, તે જ લાભ મેળવે. અમલ ન કરે તે દુઃખી થાય-લાભ ન મેળવે. સુખી માસ્તરે કર્યા-અર્થાત્ સુખી થાઓ તે સ્થિતિ માસ્તરે કરી, પણ દુઃખી થાઓ, લાભ ન મળે તેમાં શિક્ષકનો ગુન્હો નથી. એવી જ રીતે અજવાળું
Page #593
--------------------------------------------------------------------------
________________
૪૫
તા.૨૬-૦-૩૪
શ્રી સિદ્ધચક હોય તો કાંટાકાંકરાથી બચો અર્થાતુ અજવાળું કાંટાદિથી બચાવે છે પણ કાંટાકાકરા વાગે તેમાં અજવાળું કારણ નથી. આવી જ રીતિએ અજવાળું કાંટાકાંકરા બનાવતું નથી પણ બતાવે છે. તેમજ જિનેશ્વર મહારાજા પણ ધર્માધર્મ બનાવતા નથી, પણ બતાવે છે. ધર્મઅધર્મ એ શાશ્વતી ચીજો છે, એવું નથી કે જિનેશ્વરોએ ધર્મ કહ્યો પછી જ હિંસા કરનારને પાપ થાય, અહિંસા કરનારને ધર્મ-પુણ્ય થાય. જેમ દુનિયામાં કાયદો થાય ને પછી ગુન્હો હોય. પહેલાં ન હોય. પહેલાં પણ અહિંસા પાળતા, સત્ય બોલતા, અચૌર હતા, રંડીબાજી ન કરતા, દયા પાળતા તેઓને તો ધર્મ થતો જ હતો ને જુઠું બોલનાર, હિંસાદિ કરનારને પાપ બંધાતું હતું. હીરાપણું ને પત્થરપણું પહેલેથી હતું, દીવાએ તો માત્ર બતાવ્યું કે હીરાપણું ને પત્થરપણું છે. તેવી રીતે આશ્રવનું આશ્રવપણું બતાવ્યું, બંધનું બંધત્વ, સંવરનું સંવરત્વ, મોક્ષનું મોક્ષપણું, પાપનું પાપપણું બતાવ્યું. જેમ કાંટો ન વાગે એમાં અજવાળું તેને બતાવી દે છે કે જેથી મનુષ્ય સાવચેતીથી ચાલે, તેમ જિનેશ્વરો ધર્મ-અધર્મ-બતાવી ફળ બતાવે, અધર્મથી થતાં નુકશાન જણાવે છે ને ધર્મથી થતા ફાયદા જણાવી દે છે.
રેતીમાં ખોવાયેલ હીરો, અંધારામાં હીરો અને કાંકરો એ બન્ને સરખા, દીવો લાવ્યા બતાવી દીધું કે આ હીરો-દીવાએ હીરાને બતાવ્યો તેવા જ રીતે ધર્મ, નિર્જરા, સંવર, મોક્ષને મોક્ષના રસ્તાઓ ઓળખીયે તે આ ત્રણ જગતના નાથના ઉપદેશને લીધેજ. અર્થાતુ પર્વતપાણી બનાવ્યાં એટલે માનીએ એમ નથી. જૈનમતની સ્થિતિ.
જૈનમત એવી સ્થિતિનો છે કે પરમેશ્વરની મહત્તા કયારે માને? આત્મકલ્યાણ દેખાડનાર, તેનાં કારણો મેળવી આપનાર, બંધનાં કારણો ઓળખાવી તેના દૂર કરવાનાં કારણો મેલવાવનાર તરીકે જ માને છે. કલ્યાણની દૃષ્ટિએ જિનેશ્વર ભગવાનને જેનો યથાસ્થિત જ માને છે. આ બધી વાતથી વિચારી શકશો કે-મિથ્યાત્વીઓને પણ ગુણી માનવામાં ખામી છે, ગુણ માનવામાં ખામી નથી, તેથી ગુણ માનીને અવગુણ ઢાંકવા લીલાના પડદા કરવા પડે છે. ગુણવાદ માને છે ને ગુણી નહિ માનવામાં દેવને લીલાના પડદા, ગુરુને બાલકપણું ને ધર્મને રસ્તા માયા હૈ એમ માનવું પડે છે. આથી જ આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજે “ઃ પૂઃ સર્વવાનાં ” એ કહ્યું છે. ગુણો સર્વમતવાળાને કબુલ છે.
ગુણ બધાને કબુલ છે, પણ ગુણી કોણ એ કબુલ નથી. કયા દેવ-ગુરુ-ધર્મ માનવા એમાં વાંધો છે, પરંતુ દેવ-ગુરુ-ધર્મના ગુણ માનવામાં વાંધો નથી. ગુણી માનવામાં ગોટાળો છે, ગુણ માનવામાં ગોટાળો નથી. આ હિસાબે આપણે કહી શકીએ કે “પરિણામ સુંદર છે”
Page #594
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્ર
છે
:
તા. ૨૬-૯-૩૪ના
- ૪% કુદેવ-કુગુરુ-કુધર્મ માનનાર પણ પરિણામે કલ્યાણ માને છે, તો “ક્રિયાએ કર્મ ને પરિણામે બંધ” એ માનનારે તેઓને કલ્યાણપાત્ર માનવા જ જોઈએ, અથવા ગુણમાં ગોટાળો ન હોવાથી બધાનું કલ્યાણ હોવું જોઇએ.
આ વાકયને એકાંતે ન પકડતાં અનેકાન્તવાદમાં જવું જોઇએ, નહિ તો મિથ્યાત્વિનું પણ કલ્યાણ જ માનવું પડશે, કારણ કે પરિણામ સુંદર છે, આ અપેક્ષાએ કેટલાકની માન્યતા એવી છે કે- “અભવ્ય એવાઓને આભિગ્રહિક મિથ્યાત્વ પણ હોતું નથી.” કઈ અપેક્ષાએ ન હોય ? આપણે આભિગ્રહિક મિથ્યાત્વ તેને માનીએ છીએ કે અદેવ-અગુરુ અધર્મમાં દેવ, ગુરુ, ધર્મપણાની બુદ્ધિ હોય પણ અભવ્યને તો મોક્ષ માનવો નથી, મોક્ષ જોઇતો નથી, તો શુદ્ધ દેવાદિ કે કુદેવાદિ એ મોક્ષનું કારણ માને કયાંથી ? માને નહિ તો પછી ઇચ્છે તો કયાંથી ? ભવ્યો જ પોતાની જોખમદારીથી ઉપદેશ આપે છે. | પ્રશ્ન-અભવ્યો દ્રવ્યચારિત્રી થાય ત્યારે મોક્ષતત્વનો ઉપદેશ આપે છે ને
ઉત્તર-હા આપે છે, પણ કેવી રીતે? ફરિયાદી કે આરોપીના વકીલ તરીકે. ફરિયાદી કે આરોપીનો વકીલ ભાષણ કરે યા તો કાયદો લાવે પણ જોખમદારી તા ફરિયાદી ને આરોપીની વકીલ માટે જોખમદારી હોય જ નહિ, તેવી રીતે અભવ્યજીવ ઉપદેશ સાંભળનારાઓને ઉપદેશ આપે, પણ પોતે તેની જોખમદારી ન લે અથવા પોતે માને નહિ.
પરંતુ તિલક-પોતે પોતાને બચાવ તરીકે ઉભા રહ્યા. તે કેવલ પોતાની જોખમદારીને અંગે, તેવી રીતે ભવ્ય જીવો ઉપદેશ કરે તે તિલકની જેમ પોતાની જોખમદારીને અંગે જ, અસ્તુ
પરિણામની સુંદરતા એ બધા સ્થાને રહેલી છે ને તે જ અપેક્ષાએ અભવ્યને આભિગ્રહિક મિથ્યાત્વ ન હોય. ક્રિયા એ કર્મ છે, એ વાકયનું સ્થાન કર્યું ? તે જાણનારે વાકય પહેલું સમજવું જોઈએ. એમ કેમ કહેવું પડ્યું કે “કિયા એ કર્મ અને પરિણામે બંધ” આ વાક્ય ફેંસલાનું છે. ફેંસલો કોનો હોય ?, વાદી પ્રતિવાદી તરીકે થાય તેનો. ફેંસલો દવા લેવાનો તે સિવાયના ને હક નથી. પરિણામવાદ અને ક્રિયાવાદ આ બેને વાદી પ્રતિવાદી તરીકે 'ઉભા રાખી ફેંસલો લો તો આ ફેંસલો મળે, એટલે આ બન્ને વાદી અને પ્રતિવાદીની કોટિમાં આવી ગયા, આ કોટિમાં મેલશો ત્યારે સંબંધ થયેલો હોય ને પછી આકસ્મિક રીતે સંજોગનો ભંગ થાય ત્યારે જ ફેંસલાનો વખત આવે. ક્રિયા અને પરિણામ બંને સંબંધવાળાં લેવાં જોઈએ. તેમાં આકસ્મિક રીતે સંજોગભંગ થવાથી શાસ્ત્રકારોએ ફેંસલો આપ્યો કે “ક્રિયા એ કર્મ છે ને પરિણામે બંધ છે.” - આ પહેલાં સંબંધ સમજો-સુંદર પરિણામે સુંદર ક્રિયા કરવા માંડી અને આકસ્મિક સંજોગ નડર્યો ને ક્રિયા અથવા પરિણામનો પલટી થયો, અર્થાત્ જીવને બચાવનારા પરિણામે
Page #595
--------------------------------------------------------------------------
________________
XGto
-
-
-
મ - શ્રી સિદ્ધચકા મામા પાન
તા.૨૬-૦-૩૪
બચાવવાની ક્રિયા કરવા માંડી ને આકસ્મિક સંજોગે બચાવતાં મરી ગયો. અથવા સાપ હતો બચાવવાના પરિણામે ઉપાડયો, ડર લાગ્યો ને મૂકી દીધો સુંદર પરિણામે કાર્ય તો શરૂ કર્યું, પણ આકસ્મિક સંયોગે પરિણામ પલટ્યા.
ખરાબ પરિણામે કાર્ય શરૂ કર્યું. જેમાં ભગવાન પાર્શ્વનાથજીને કાંઠે દુઃખ દેવાના પરિણામે ઉપસર્ગ કર્યા. આકસ્મિક સંયોગે સમતા દેખીને પરિણામ બદલાયા. એવી રીતે ચંડકૌશિકે ભગવાન મહાવીરને બાળી નાંખવાની ને ડંખ દેવાની ક્રિયા શરૂ કરી, પરંતુ આકસ્મિક સંયોગે “બુજઝ બુજઝ ચંડકોશિયા” એ વાકયથી પરિણામ બદલાયા, ને મોટું દરમાં ઘાલી રહેવા લાગ્યો. શાથી ? રખે મારાથી કોઈ જીવ મરી ન જાય, ખરાબ કિયા ખરાબ પરિણામે શરૂ કરી, પરંતુ પરિણામ સુંદર થયા. (શાથી ? એક પ્રભુના વચનથી.)
એવી રીતે ખરાબ પરિણામે ખરાબ ક્રિયા શરૂ કરી પણ આકસ્મિક સંજોગે કદાચ ક્રિયા સુંદર થઈ જાય જેમ વાળાના દરદવાળા માણસ માટે ઘરવાળાઓએ વિચાર્યું કે આ મરતો નથી ને માંચો ભાંગે છે તેથી એક દિવસ અક્ષણ ખવડાવ્યું. વાળાના જીવથી આ સહન ન થયું ને બધા વાળા નીકળી ગયા. ખરાબ પરિણામે ક્રિયા શરૂ કરી પણ ક્રિયાનું ફલ સુંદર આવ્યું. - '.. ' આ વાક્ય ફક્ત સુંદર કે અસુંદર પરિણામે સુદર કે અસુંદર ક્રિયા શરૂ થઈ ને આકસ્મિક પલટો થાય એ અપેક્ષાએ છે, પણ તેથી પિત્તળને સોનું માનવાથી જેમ પિત્તળને સોનાની કિંમત મલતી નથી, તેવીજ રીતે કુદેવ, કુગુરુ, ને કુધર્મને સુદેવ, સુગુરુ, સુધર્મ તરીકે માનવાથી સુદેવાદિને માનનાર જેટલું ફળ મળતું નથી. આ ઉપરથી મહાપુરુષોનું પૂજન-પ્રભાવના-નમસ્કરણ-બહુમાન એ સર્વ ફલદાયી કયારે છે ? બીજના હિસાબે અંકુરાને વૃક્ષનું મૂળ કારણ કહેવાય છે, છતાં પૃથ્વી, પાણી એ કંઈ ઓછો ભાગ ભજવતાં નથી. પરિણામે કાર્ય કરનાર તો મહાત્મા છે, પણ દેવ, ગુરુને અંગે ઉચ્ચ પરિણામ, પૃથ્વી પાણી તરીકે એ ભરપટ્ટે પોષણ કરનાર કે દેનાર હોય તો તેમના ગુણોનું જ્ઞાન થાય છે. તેમનું વર્તન જાણીએ તો ગુણોનું જ્ઞાન થાય છે. એટલા માટે મહાપુરુષોનું વર્તન જાણવું, કહેવું (જાહેર) મનન કરવું તે કલ્યાણ અને મોક્ષનું ધામ છે, અને તેથીજ વ્યાકરણ-ન્યાયશિસ્ત્ર-દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ આદિની વાતો દૂર રાખી કલિકાલ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે આ ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત્ર એ જ હિસાબે કર્યું કે મહાપુરુષોનું કીર્તન એ મોક્ષ ને કલ્યાણનું ધામ છે. એમાં ભગવાન ઋષભદેવજીનો પહેલો ભવ જણાવે છે. ૨ : "
(અપૂર્ણ) સર્વમંગલમાલ્ય, સર્વકલ્યાણકારણે Tી પ્રધાનં સર્વધર્માણાં, છને જયતિ શાસન |
Page #596
--------------------------------------------------------------------------
________________
તા. ૨૬-to-૩૪
શ્રી સિદ્ધરાજ
૪૬૮
છે કે છે
તે છે તે એ છે કે
પૂર્વાચાર્યોના ઉત્તમ ગ્રંથો મેળવવાનો અપૂર્વ અવસર.
નવાગ્રંથો sી ૧. ત્રિષષ્ઠીય દેશના સંગ્રહ.. - ૮-૦ ૧૮. વંદારૂવૃત્તિ
.૧-૪-૦ ૨. દશવૈકાલિક ચૂર્ણિ, ..૪- ૦.૦ ૧૯. પયરણ સંદોહ
...૦-૧૨-૦ ૩. ઉત્તરાધ્યયન ચૂર્ણિ.. ૩- ૮-૦ ૨૦. અહિંસાષ્ટક, સર્વજ્ઞસિદ્ધિ, ઐન્દ્ર ૪. પરિણામમાળા(લેજર પેપર પર) ૦-૧૨-૦
સ્તુતિ »૦-૮-૦ ૪. પરિણામમાળા (ડ્રોઈગ પેપર પર)...૦-૧૦-૦ ૨૧. અનુયોગ ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ...૧-૧૨-૦ ૫. ૧૨૫, ૧૫૦, ૩૫૦ સ્તવન ૨૨. નંદી ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ૧ -૪-૦
સાક્ષી સહિત ... - ૮-૦ ૨૩. નવપદ પ્રકરણ બ્રહવૃત્તિ ૩ -૦-૦ | ૬. પ્રવચન સારોદ્વાર (પૂર્વાર્ધ)..૩ ૦.૦ ૨૪. ઋષિ ભાષિત
૦ - ૨-૦ | ૭. , ,, (ઉત્તરાર્ધ)...૩- ૦-૦ ૨૫. પ્રવજ્યા વિધાન કુલકાદિ .૦૯ ૩-૦
૮. પંચાશકાદિ મૂળ ...૩-૦-૦ ૨૬. પ્રત્યાખ્યાનાદિ વિશેષણવતી ૯. પંચાશકાદિ અકારાદિ ...૩- ૦-૦
વીશ વીશી...૧- ૪-૦ છે. ૧૦.જયોતિષ્કકરંડક ...૩-૦-૦ ૨૭. વિશેષાવશ્યક ગાથાનુક્રમ ..૦૦ ૩-૦ થી ૧૧. પંચ વસ્તુ
..૨ ૪-૦ ૨૮. બારસાસૂત્ર (સચિત્ર) ... ૧૨-૦-૦ ૧૨.દ્રવ્યલોક પ્રકાશ ..૧- ૮-૦ ૨૯. સાધુ આવશ્યક ક્રિયાનાં સૂત્રો ભેટ ૧૩. ક્ષેત્રલોક પ્રકાશ ...૨- ૦-૦ ૩૦. આચારાંગ સૂત્ર
છપાય ૧૪.યુક્તિ પ્રબોધ ...૧- ૮-૦
પુસ્તકાકાર. ૧પ.દશ પન્ના
૧- ૮-૦ ૩૧. શ્રાદ્ધવિધિ (હિન્દી) ... ૧૧૬ નંદી આદિ અકારાદિક્રમ ૩૨. જિનસ્તુતિ દેશના (હિન્દી) . ૦
તથા વિષયક્રમ...૧- ૮-૦ ૩૩. મધ્યમસિદ્ધપ્રભા વ્યાકરણ - ૧૭.વિચાર રત્નાકર ...૨- ૪-૦ ૩૪. વસ્ત્રવર્ણ સિદ્ધિ
* કમિશન : ૧૦૦૧૨ા ટકા ૫૦ છા ટકા ૭૫ ~૧૦ ટકા ૨૫૫ ટકા
m
છે એક જ એ છે કે આ એક જ એ છે એક
જ છે 6
કે છે કે જે છે તે છે કે તે એ છે કે
એ છે
તુર્ત લખો - જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત, (ગુજરાત) |
Page #597
--------------------------------------------------------------------------
________________
૪૬૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-to-૧૪
પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ,
સમાધાનઠાર; શ્વકલ@ાત્ર પ્રાઈંગત આાગમોધ્ધારક_
શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
' મ
ી
CINE
પ્રશ્ન ૬૯૪- બાદર એકેંદ્રિય જીવને સ્પર્શ કરતાં કેટલું દુઃખ થાય છે ?
સમાધાન-બાદર એકેંદ્રિય જીવો સ્વભાવથી જ અત્યંત અનિષ્ટ વેદના ભોગવી રહ્યા છે, તેમાં તેનો સ્પર્શ કરવાથી પાકીને ફૂટેલા ગુમડાં ઉપર કોઈ અડે અને આપણને જેમ વેદના થાય, તેમ બાદર એકેંદ્રિયને અડવાથી વેદનાનો ઘણો વધારો થાય છે. આ વાત વિચારવાથી શાસ્ત્રકારોએ બાદર એકેંદ્રિયના સ્પર્શનો પણ કરેલો નિષેધ અને સ્પર્શ કરવાથી જણાવેલું પ્રાયશ્ચિત યોગ્ય જ છે એમ સમજાશે.
પ્રશ્ન ૬૯૫- એક ઘરમાં દશ માણસ હોય, તેમાં કેટલાક પાપી હોય અને કેટલાક ધર્મી પણ હોય, તો પાપીએ કરેલા પાપથી ધર્મી લેપાય કે કેમ ?
સમાધાન- શાસ્ત્રકારો મન, વચન, કાયાથી જેમ પાપને કરવું અને કરાવવું એ બંનેનો નિષેધ કરે છે, તેવી જ રીતે પાપની અનુમોદનાનો પણ નિષેધ કરે જ છે, અને અનુમોદના શાસ્ત્રકારો ત્રણ પ્રકારે જણાવે છે. ૧. જે કોઈ પણ જીવ આપણા પ્રસંગમાં આવેલો હોય અને તે જે કંઇ પાપ કરે (જો કે તે પાપ કરવાનું આપણે કહ્યું ન હોય છતાં) તેનો નિષેધ ન કરીએ તો આપણને અનુમોદના નામનો દોષ લાગે. (આ જ કારણથી ઉપદેશકની પાસે આવેલા અગર તેના પ્રસંગમાં આવેલા જે જે મનુષ્યો હોય તેને તે ઉપદેશક મહાત્માએ સર્વ પાપોનો સર્વથા ત્યાગ કરવાનો ઉપદેશ કરવો જ જોઈએ અને આ જ કારણથી શાસ્ત્રકારો સર્વ પાપોના સર્વથા પરિહારરૂપી સર્વવિરતિનો ઉપદેશ આપ્યા સિવાયનો દેશવિરતિ આદિનો ઉપદેશ આપવામાં આવે તો ગૃહસ્થપણામાં રહેલા દેશવિરતિવાળાએ કરેલા પાપોની અનુમોદનાનું પાપ ઉપદેશકને લાગે એમ સ્પષ્ટપણે કહેલું છે. જો કે સર્વપાપોના ત્યાગ અને તેના ફળનું સ્વરૂપ જેણે યથાસ્થિત જાણ્યું છે, અને સર્વ પાપોની વિરતિરૂપ સર્વવિરતિ આદરવાને કે દેશથી પાપોનો વિરામ કરવો તે રૂપ દેશવિરતિ આદરવાને પણ અશકત હોઇ દેશવિરતિ કે એકલું સમ્યકત્વ આદર્યું હોય તેવા શ્રાવકોને તો ઉપદેશકો શ્રાવકની યોગ્યતા અનુસાર માર્ગાનુસારી, સમ્યક્ત, દેશવિરતિ કે સર્વવિરતિપણાનો યથારૂચિ ઉપદેશ કમે કે ઉત્ક્રમે આપી શકે છે, અને તેથી જ તેવા જીવોને ઉદ્દેશીને પંચાશક, ધર્મબિંદુ શ્રાવક ધર્મપ્રકરણ,
Page #598
--------------------------------------------------------------------------
________________
તા. ૨૬-૦-૩૪
૪૦
શ્રી સિદ્ધચક્ર શ્રાદ્ધવિધિ કે ધર્મસંગ્રહ વિગેર ગ્રંથો રચવામાં આવેલા છે, પણ તે સર્વ ગ્રંથોમાં એ વાત તો સ્પષ્ટ જ કરવામાં આવી છે કે સર્વ પાપની નિવૃત્તિરૂપ યતિધર્મને લેવા માટે અશક્ય હોય તેવાઓને જ દેશવિરતિનું ગ્રહણ હોય છે, તથા દેશથી પાપની નિવૃત્તિરૂપ દેશવિરતિ ગ્રહણ કરવાને અસમર્થ મનુષ્યોને જ એકલું સમ્યત્ત્વનું ગ્રહણ વિગેરે હોય છે એમ સ્પષ્ટ કરે છે. આ બધી વસ્તુસ્થિતિ જોનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે પોતાના ઘરમાં સાથે રહેનારા કુટુંબીજનો તો શું પણ સામાન્ય સંબંધવાળા કે લાગવગવાળા જીવોને પણ તેઓ જે પાપ કરે તેનાથી તેમને રોકવા માટે પ્રયત્ન ન કરાય તો તે પાપ નહિ કરનારા મનુષ્યને પણ અનિષેધ નામની અનુમતિ લાગી તેનું પાપ લાગે છે. આ જ કારણથી દરેક સમ્યકત્વવાળો મનુષ્ય મા વાર્ષીત fu પાપાન એટલે જગતનો કોઈપણ જીવ પાપનાં કાર્યો ન કરો એવી ભાવના તથા તેની ઉદ્ઘોષણા સતત પ્રવૃત્ત રાખે છે.) આવી અનિષેધ અનુમોદનાની માફક બીજી પ્રશંસા નામની અનુમોદના શાસ્ત્રકારો જણાવે છે. પાપ કરવામાં સાગરિત થનારા જેમ સ્પષ્ટપણે પાપના ભાગી હોય છે, તેવી જ રીતે પાપ કરતી વખતે પાપમાં મદદગાર નહિ બનનારો પણ મનુષ્ય પાપનું કાર્ય થઈ રહ્યા પછી પણ ફળભોગ કે વચનદ્વારાએ પણ તે કાર્યને વખાણે તો તે વખાણનાર મનુષ્યને તે થયેલા પાપ કાર્યની પ્રશંસા નામની અનુમોદના ગણવામાં આવે છે. આવી જાતની અનુમોદના લોકોમાં પ્રસિદ્ધ હોવાથી ઘણા મનુષ્યો યથાવસ્થિત વસ્તુના બોધને અભાવે પૂર્વે જણાવેલી અનિષેધ અનુમોદનાને કે આગળ જણાવીશું તેવી સહવાસ અનુમોદનાને, અનુમોદનારૂપે બોલતા નથી અને ગણતા નથી, પણ માત્ર આ પ્રશંસા અનુમોદનાને જ અનુમોદના રૂપે ગણે છે. આ પ્રશંસા અનુમોદનાના નિષેધ માટે જ યોગબિંદુકાર ભગવાન હરિભદ્રસૂરિજીએ માતાપિતા આદિનું મરણ થયા છતાં પણ તેમના વસ્ત્ર, આભૂષણના ઉપભોગનો નિષેધ કરેલો છે, અને તેમના વસ્ત્ર, આભૂષણના ઉપભોગ કરનારને મરણના ફળનો ઉપભોગ ગણનાર ગણી, માતાપિતા આદિના મરણની અનુમોદનાવાળો ગણેલો છે, અને તેથી જ તે જે શાસ્ત્રમાં તે માતાપિતાદિના વસ્ત્ર, આભૂષણને તીર્થક્ષેત્રાદિમાં ખર્ચી નાખવાનું જણાવેલું છે. આ અનિષેધ અને પ્રશંસા અનુમોદનાની માફક ત્રીજી સહવાસ નામની અનુમોદના શાસ્ત્રકારોએ જણાવેલી છે. આ સહવાસ નામની અનુમોદનાથી લાગતા પાપની નિવૃત્તિ માટે જ તીર્થકર, ગણધર આદિ મહાપુરુષોને પણ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી સાધુતા ગ્રહણ કરવાની વિશેષે જરૂર હોય છે. આ વસ્તુને સમજનાર મનુષ્ય જેટલી અવિરતિ રહે તેટલું વધારે વધારે કર્મ બંધાય એવું શાસ્ત્રોકત્ત યથાસ્થિત કથન સહેજે માની શકશે. આ ત્રીજી સહવાસ અનુમોદનાના ભેદને સમજનારો મનુષ્ય પોતાના કુટુંબીજનમાંથી કોઇએ પણ કરેલા પાપની અનુમોદનાના દોષનો ભાગીદાર કુટુંબના સમગ્ર જન બને છે એમ સ્પષ્ટ સમજી શકશે. (આવા જ કારણથી ગૃહસ્થાશ્રમમાં રહીને ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થ લાયક ધર્મકરણી કરવાવાળો પણ પાપને અંગે માત્ર ખાળે ડૂચા મારે છે પણ મોટા દરવાજા ખુલ્લા જ રાખે છે, અને આ કારણથી દેશવિરતિના ઉત્કૃષ્ટ સ્થાન કરતાં પણ પ્રમત્તસંયતના જધન્ય સ્થાનમાં અસંખ્ય ગુણ નિર્જરા જે શાસ્ત્રકારોએ ફરમાવી છે તથા સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઉત્કૃષ્ટ દેશવિરતિની પ્રાપ્તિ માટે ખપાવાતી કર્મસ્થિતિ કરતાં વધારે ખપાવે ત્યારે જ પ્રમત્તચારિત્રની પણ પ્રાપ્તિ થાય એ વાત સ્પષ્ટપણે સમજાશે.)
Page #599
--------------------------------------------------------------------------
________________
૪૦૧
તા.૨૬-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર પ્રશ્ન ૬૯૬- પાક્ષિક પ્રતિક્રમણમાં છીંક આવે તેનો કાઉસગ્ન કરવો પણ કેટલાક પૂજા અગર સ્નાત્ર ભણાવવાનું કહે છે તો તેનો ખુલાસો શું? અને તેનો ઉલ્લેખ શાસ્ત્રમાં છે કે નહિ?
સમાધાન- પૂર્વાચાર્યોના પ્રશ્નોતરગ્રંથને અનુસારે પાક્ષિક પ્રતિક્રમણમાં શાંતિ કથન સુધી છીંકનું નિવારણ કરવામાં આવે છે, પણ પાક્ષિકમાં થયેલી છીંકને અંગે અપશુકન ગણી તેનાથી થતા સુદ્રોપદ્રવના નાશને માટે એકસો આઠ શ્વાસોચ્છવાસ (ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધી)નો કાઉસગ્ગ કરી શુદ્રોપદ્રવના નાશ કરવા યક્ષાંબિકાદિની સ્તુતિ કહેવામાં આવે છે. આ હકીકત સાધુશ્રાવક ઉભયને સાધારણ હોઈ ત્યાં જણાવેલી છે, પણ પરંપરાએ શ્રાવકને આવેલી છીંકના અપશુકનથી સંભવિત શુદ્રોપદ્રવના નાશ માટે તે શ્રાવક દ્રવ્યસ્તવનો અધિકારી હોવાથી સત્તરભેદી પૂજા અથવા શક્તિની ખામીએ સ્નાત્રપૂજા રચાવે છે. એ પ્રશ્ન ૨૯ નમોસ્તુ વર્ધમાનાય સૌ સાથે બોલે છે, તેમ સંસાર દાવાની ચોથી થાય સાથે બોલે છે, તેનું કારણ શું ?
સમાધાન-પ્રતિક્રમણના છ આવશ્યકોની સમાપ્તિથી થયેલા હર્ષને અંગે અંતમાં શાસનના અધિષ્ઠાતા જિનેશ્વર તેમજ સર્વજિનેશ્વર અને જિનેશ્વર ભગવાનની વાણીનો મહિમા ગાવા માટે શબ્દ અને રાગથી વધતી એવી નમોસ્તુ વિશાલ૦ અને સંસાર- એ રૂપ સ્તુતિઓ સર્વ પ્રતિક્રમણ કરનારાઓ સાથે બોલે છે, અને એ હકીકત પ્રવચનસારોદ્વાર વિગેરેમાં સ્પષ્ટપણે જણાવી છે. પાક્ષિક પ્રતિક્રમણમાં સંસાર દાવાની ચોથી થોયના છેલ્લા ત્રણ પાદો જે સાથે બોલવામાં આવે છે તેમાં જુદાં જુદાં કારણો જણાવવામાં આવે છે. (૧) હરિભદ્રસૂરિજીને ચૌદસો ગુમાલીશ ગ્રંથ કરવાની પ્રતિજ્ઞા હતી તેમાં આમૂલાઇ નામની ચોથી થાઈરૂપી ચૌદસો ગુમાલીશમો ગ્રંથ હતો અને તેનો પહેલો પાદ રચ્યા પછી સૂરીશ્વર મહારાજની તબિયત વધારે અસ્વસ્થ થવાથી તે ત્રણ પાદો ત્યાં હાજર રહેલા શ્રમણાદિ સંઘે ઉચ્ચ સ્વરથી પૂરા કર્યા અને તેથી તે ત્રણ પાદો સકળ સંઘ ઉચ્ચ સ્વરે બોલે છે. (૨) કેટલાકના કહેવા પ્રમાણે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતાં ચતુર્વિધ સંઘને કોઈક વ્યંતર દેવતા ઉપસર્ગ કરતો હતો તેને નિવારવા માટે ગીતાર્થ ગુરુમહારાજની આજ્ઞાથી ચતુર્વિધ સંઘે ઝંકારા વિગેરેનો ઉચ્ચ સ્વરે ઉચ્ચાર કર્યો ને તેવા તે ઝંકારાદિના ઉચ્ચારથી તે ઉપદ્રવ કરનાર વ્યંતર નાસી ગયો અને તેથી આ ત્રણ પાદો ઉચ્ચ સ્વરે ચતુર્વિધ સંઘ બોલે છે. (૩) કેટલાકના કહેવા પ્રમાણે તો કોઈ સમર્થ મહાપુરુષની અધ્યક્ષતામાં કોઈ તેવા મોટા ક્ષેત્રનો શ્રાવક સમુદાય મોટું પાક્ષિક પ્રતિક્રમણ કરવા બેઠો હતો, તે સ્થાન શહેરના દરવાજાની નજદીક હતું. તે વખતે તે પાક્ષિક પ્રતિક્રમણમાં બેઠેલા વર્ગમાં જ શહેરનો અધિકારી વર્ગ પણ બેઠેલો હતો. આ સ્થિતિના ચરપુરુષદ્વારા સમાચાર મળવાથી નજીકના શત્રુએ લશ્કર સાથે તે જ વખતે હલ્લો કર્યો, તેવી વખતે ગીતાર્થ ગુરુ મહારાજની આજ્ઞાથી ઝંકારા, વિગેરેનો ઉચ્ચાર સર્વ પ્રતિક્રમણ કરનારાઓએ સાથે ઉચ્ચ સ્વરે કર્યો. એ ઉચ્ચ સ્વરથી અને અનેક જન સાથે કહેવાતા સ્તુતિના શબ્દના ઘોંઘાટથી શત્રુનું લશ્કર તે સ્થાનવાળાની સાવચેતી સમજીને નાસી ગયું અને તેથી તે શહેરના તે અધિકારી વર્ગ વિગેરેની શ્રદ્ધા અને ભક્તિ વધારે જાગ્રત થયાં અને તે દિવસથી તે સમર્થ ગીતાર્થ ગુરુ મહારાજની આજ્ઞાથી પાક્ષિક આદિ પ્રતિક્રમણોમાં તે પાદો ઉચ્ચસ્વરે બોલાય છે. સંસારદાવાની ચોથી થોઈના છેલ્લા ત્રણ પાદોને ઉચ્ચ સ્વરે બોલવામાં પૂર્વે જણાવેલાં ત્રણ કારણોમાંથી કોઈપણ કારણ હોય, પણ સરસ્વતીદેવીને સ્તુતિરૂપ તે ચોથી થોઇના અંતના ત્રણ પાદો દરેક સારે સ્થળે મોટા પ્રતિક્રમણમાં સમુદાયથી જ બોલાય છે.
Page #600
--------------------------------------------------------------------------
________________
તા. ૨૬-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર
૪૨
સમાલોચના | જ
(નોંધઃ દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) ૧ ભગવાન કેશરીયાનાથજીનું તીર્થ શ્વેતાંબરોનું છે તેને માટે શેઠ ચંદનમલજી નાગોરીવાળું પુસ્તકને દસ્તાવેજો મોજુદ છે. ખુદ્દ કેશરીયાજી નામ જ વધારે ને શોભાદિ માટે કેશર ચઢાવનાર શ્વેતાંબરોથી
જ થયું છે. ૨ ધ્વજાદંડની તકરાર વખતે અજમેરની દિગંબરી કમિટિએ છપાવેલી ચોપડી જ જણાવે છે કે
(હલ્લો કરવા એકઠા થયેલા દિગંબરો નાસવા ગયા ને લીસાં પગથીયાં તથા બારણાની અંદરનો
ભાગ સાંકડો હોવાથી) ચારપાંચ જણ ચગદાઈને મરી ગયા. ૩ દિગંબરની ડિરેકટરિથી જ સાબીત થાય છે કે શ્રી કેશરીયાજીનું તીર્થ સેંકડો વર્ષોથી શ્વેતાંબરોના
તાબામાં જ છે. ૪ શ્રી કેશરીયાજીના મંદિરમાં હંમેશાં આંગી, મુકુટ, કુંડલ અને વરખ વિગેરે ચડે છે. રાજ્ય પ્રકરણમાં ન્યાય થાય છે ને તેથી દિગંબરમેંબરોને ઘુસેડયા છે, એ માન્યતા સર્વથા ખોટી
છે. જો દિગંબરલોક અને પંડિતજી શાસ્ત્ર અને ઈતિહાસના નિર્ણયને કબુલ કરવા તૈયાર થઈ નિર્ણય કરવા એક સભા રીતસર ભરે તો શ્વેતાંબરો ચોક્કસ તે તીર્થને અધિકારમાં લઈ લે ને
દિગંબરોને દર્શન, પૂજા કરવાનું જે શ્વેતાંબરોની સરલતાથી મળે છે, તે પણ બંધ થાય. ૬ મંદિરજીની નવચૌકી કરાવ્યાનો સ્પષ્ટ લેખ ત્યાં જ નવચૌકીમાં ૧૮૩૫નો શ્રી જિનલાભસૂરિનો
હાજર છતાં મી. ગૌરીશંકર કે શ્વેતાંબરતીર્થોને આક્રમણ કરવા જ તૈયાર થયેલા દિગંબરો નથી
દેખતા તે ઓછું આશ્ચર્યકારક નથી. (જૈનદર્શન ૧/૨૧ મો અંક.) ૭ દિગંબરોને જન્માભિષેક વિગેરેની તો ભક્તિ માનવી છે ને તેજ અભિષેક વખતે ઈન્દ્ર મહારાજે
મુકુટ, કુંડલાદિ ચઢાવીને કરેલી ભક્તિ માનવી નથી, એટલું જ નહિ, પણ તે ભક્તિ તથા તેના કરનાર ઉપર અપ્રીતિ ધારણ કરી લડાઈઓ કરવી છે ને તેમના કહેવા પ્રમાણે જ માંસમદિરાના ભક્ષકોને પોષવા છે, તો પછી સ્પષ્ટ કહો કે દિગંબરો સહયોગ કરી શકે જ નહિ. (યાદ રાખવું કે કહેવાતા પણ એક્કે દિગંબરના તીર્થમાં શ્વેતાંબરોએ આક્રમણ કર્યું નથી પણ ઇતિહાસ, શાસ્ત્ર, માલિકીને ભોગવટાથી સિદ્ધ એવાશ્રી અંતરિક્ષજી, કેશરીયાજી, સમેતશિખરજી, તારંગાજી, મક્ષીજી, પાવાપુરીજી આદિ શ્વેતાંબરતીર્થો ઉપર દિગંબરો એ જ અનીતિથી લુંટ કરવી શરૂ કરી છે.)
Page #601
--------------------------------------------------------------------------
________________
૪૦૩
શ્રી સિદ્ધચક્ર
તા.૨૬-૦-૩૪ ૮ શ્રી અજિતકુમારજી ભગવાન ઋષભદેવજીના કેશરીયાજી તીર્થમાં નહિ ગયા હોય અને ગયા હશે
તો ધ્યાન નહિ રાખ્યું હોય કે ભગવાન શ્રી કેશરીયાનાથજીની મૂર્તિ કૃષ્ણ પાષાણની છે ને તેવા પાષાણના કાઉસ્સગીયા કે સ્વપ્નાં ત્યાં છે જ નહિ. વાચકોએ એવા ભ્રામક લેખોથી સાવચેત રહેવું. શ્વેતાંબરશાસ્ત્રો શ્રી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, શ્રી સ્થાનાંગજી વિગેરેમાં મધમાંસનો પરિહાર ફરજીયાત જણાવવા સાથે માંસભક્ષણ કરનારને સ્પષ્ટપણે નરકગામી જણાવે છે માટે
વનસ્પતિવાચક શબ્દોને પણ અભક્ષ્યમાં જોડવા ને ખોટી ટીકા કરવી તે સજ્જનનું કાર્ય નથી. ૧૦ બીજાની ધર્મપ્રાપ્તિનાં કારણોની ટીકા કરવા પહેલાં પોતાની ભક્તામરની કલ્પેલી કથાઓમાં
આપેલાં કારણો જોવાં. ૧૧ પર નિ તવ અન્ન નિંદ્ર ! એ ભક્તામરના વાક્યને માનનારો શ્રીજિનેશ્વર ચાલતા
નથી એમ કેમ માને ? તત્ત્વાર્થની માફક ભક્તામર પણ શ્વેતાંબરોનું હોવા છતાં ને માનતું નામ સ્પષ્ટપણે છતાં દિંગબરો તેમની સદાની ટેવ પ્રમાણે તેને પોતાનું માને છે. (સમવસરણમાં જિનેશ્વરો ચઢશે કે હંમેશાં યોજન જેટલે ઉંચે જ રહેશે એ વાત સ્વભાવથી જિનેશ્વરોનું
આકાશગમન માનનારે વિચારવી યોગ્ય છે.) ૧૨ તત્ત્વાર્થકાર જ્યારે સ્પષ્ટપણે કેવલી અને જિનેશ્વરોમાં અગીયાર પરીષહો ક્ષુધા તૃષ્ણા શીત આદિ
માને છે અને કેવલી તીર્થકરને જ જ્યારે દિગંબરો ભોજનના અભાવરૂપ અતિશય ભાવપ્રાભૃત
વિગેરેમાં માને છે તો પછી સર્વ કેવલીને કવલાહાર ન માનવાનો આગ્રહ શા માટે રાખે છે? ૧૩ વર્તમાન કર્મનો ઉદય ને પ્રતિબંધકનો અભાવ એકેંદ્રિય વિગેરેમાં શું નથી? ને તેને દિગંબરો
શું નોકર્મ આહાર માને છે? ૧૪ જે વિચારો આહાર માટે થાય છે, તે જ વિચારો શરીર પુદ્ગલ, શ્વાસોચ્છવાસ, ભાષા આદિ
માટે કરવા જરૂરી કેમ નહિ ? ને તે શા માટે માનવાં? ૧૫ ગર્ભમાં રહેલા જીવનું માતાએ કરેલ કવલાહારથી જ નાડીદ્વારા પોષણ થાય છે છતાં તે હકીકત
કવલાહાર માન્યા વિના કેવલાને લાગુ કરનારે બુદ્ધિ વેચી નથી? ૧૬ પ્રેમાબાઈનો કિસ્સો જાણનાર સર્વ કોઈ જાણી શકે છે. આહાર વિના શરીરની વૃદ્ધિ માનવી એ
કેવલ ગપ્પજ છે. ૧૭ ભગવાન કેશરીયાનાથજીના તીર્થની માલિકી સેંકડો વર્ષથી શ્વેતાંબરોની છે એ વાત સંપૂર્ણ પુરવાર
થયેલી છે. (જૈન દર્શન ૧/૨૦)
Page #602
--------------------------------------------------------------------------
________________
તા. ૨૬-૭-૩૪
૪૦૪
શ્રી સિદ્ધચક્ર ૧૮ પુWત શબ્દનો પન્નવણાજીના સમંત પદના ફલના ગિર એવો સિદ્ધ અર્થ નહિ સમજનાર તથા
પ્રઠ્ઠિા ના અધિકારમાં સ્પષ્ટપણે મટ્ટિ શબ્દનો કરેલો બીજ અર્થ નહિ સમજનાર તેમજ સ્થિતિંદુ વિગેરે બહુબીજવાળા હોઈ અલ્પગિરિ (કસ)વાળા હોય છે એ અધિકાર સ્પષ્ટ છતાં તે નહિ જોનાર અવળો અર્થ કરે અને અવળા અર્થ કરનારની સાક્ષી આપે તે અંધને
દોરનાર અંધ જેવો જ ગણાય. ૧૯ વોર શબ્દની આગળ શરીર શબ્દ કેમ છે તથા મMારણ એ પદનું તત્વ શું છે? તેમજ
પરિસિ એ વિશેષણ શા માટે છે? અને સીકા ઉપર રસોડામાં કેમ રખાયું? એ વગેરેના વિચાર કરનારને સ્પષ્ટપણે તે સૂત્રમાં માંસની ગંધ પણ નહિ માલમ પડતાં પાક અર્થ જ માલમ પડશે. બિલાડીએ હણેલું એમ નથી કહ્યું પણ મનાવવા એમ કહેલું છે તથા બિલાડીથી કે બીજેથી મરેલાના માંસમાં ફરક શો? કપોત ન કહેતાં કપોત શરીર કેમ કહ્યું? આધાકર્મી આહારને છોડનાર દયાળુ પુરુષ માંસ વાપરે એમ કહેનાર કે માનનારની અક્કલ કેટલી ? (ધ્યાનમાં રાખવું કે નિઘંટુમાં અનેક વૃક્ષાદિનાં નામો જાનવરોનાં નામ જેવાં છે. ખુદું પન્નવણામાં
મMાર નામની હરિત વનસ્પતિ છે.) ૨૦ સ્ત્રીવેદમાં રહેલો જીવ તીર્થકરગોત્ર બાંધી શકે છે એ વાતમાં બધાં જૈનશાસ્ત્ર માનનાર મતોનું
ઐકય છે, તો પછી કદાચ તેમાં તેનો ઉદય અનંતકાળે થાય તેમાં શું આશ્ચર્ય ? મલ્લીનાથજી
પુરુષ હોત તો તેઓને પરમ આરાધ્ય માનનારા સ્ત્રીપણે કેમ માને? ૨૧ રાજ્યાસન ઉપર નહિ બેસવાના કારણે રાજપુત્રોમાં કુમારપણું રહે છે એ વાત શાસ્ત્ર તથા
લોકોથી સિદ્ધ છતાં કુમારશબ્દ કે સ્ત્રી અને રાજ્યાભિષેક ઉભયના અભાવથી વપરાતા કુમારશબ્દને દેખીને કે એકમતીય અપરિણયન દેખીને કુમાર શબ્દવાળાઓએ વિવાહ કર્યો જ નથી એવું
માનવા તૈયાર થનાર ઘણું ભૂલે છે. ૨૨ જૈનશાસ્ત્રોની પ્રાકૃત ભાષા જ છે એમ માનનારે અંતે, મને, મહાવીર વિગેરે શાસ્ત્રીય પ્રયોગો
પ્રાકૃત વ્યાકરણથી સિદ્ધ કરવા. (અઢાર દેશી ભાષાએ મિશ્ર અને સમગ્ર આર્યક્ષેત્રમાં વપરાતી તથા બ્રાહ્મીલિપિની સહચારિણી અર્ધમાગધી ભાષા છે એ વાત શ્રીનિશીથચૂર્ણિ અને પ્રજ્ઞાપનાદિના
જાણકારોથી છૂપી નથી.) ૨૩ જિનચરિત, કવિરાવલી અને સામાચારી એ ત્રણે પ્રકરણો શ્રી કલ્પસૂત્રમાં છે ને તે શ્રીભદ્રબાહુ
સ્વામીજીનાં રચેલાં છે. માત્ર સ્થવિરાવલીમાં દરેક કથન કરનારે પોતાના ગુરુ સુધીની પરંપરા જણાવવી જોઇએ ને તેથીજ સ્થવિરાવલીમાં સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર શ્રીદેવસ્વિંગણી ક્ષમાશ્રમણજીએ પોતાના ગુરુ સુધીની પરંપરા દાખલ કરી ને તેથી ત્યાં જ નવસો એંસીની સાલ લખી છે. અન્યથા ગ્રંથકાર જો સંવત્ લખત તો કલ્પસૂત્રના અંતમાં જ તે લખત.
Page #603
--------------------------------------------------------------------------
________________
૪૧૫
તા.૨૬-to-૩૪
શ્રી સિદ્ધયક ૨૪ કુંદકુંદાચાર્યનો સમય વિક્રમની પ્રથમ શતાબ્દી હતો એમ કહેવું એ ઇતિહાસનું તેમજ સમયસાર
આદિની પ્રસ્તાવવાનું અજ્ઞાન જણાવે છે. ર૫ તત્ત્વાર્થ સૂત્રકાર શ્વેતાંબર છે અને તેઓ તો અંગના બાર ભેદોમાંથી એકેનો વ્યુચ્છેદ થયો કહેતા
નથી અને અનેકભેદે અંગબાહ્ય એવાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિની હૈયાતી સૂચવે છે. (દિગંબરોના મતે દશવૈકાલિક જેવાં આઠ વર્ષના બાળક છ માસમાં ભણે તેવાં ને ઉત્તરાધ્યયન જેવાં નાનાં સૂત્રો જે પૂર્વાચાર્યોનાં હતાં તે પણ બધાં વિચ્છેદ થઈ ગયાં, ને પખંડાગમ જેવાં ગણધર કે સ્થવિર સિવાયનાં કરેલાં સામાન્ય શાસ્ત્રો ટકાવવા તેમના આચાર્યોએ મહેનત લીધી.
તત્ત્વથી અપ્રમાણિકને એમ કહેવું જ પડે છે કે મારા ચોપડા જ ગુમ થયા છે.) ર૬ ન્યાયાવતારમાં પ્રમાણોના સ્વરૂપમાં આગમપ્રમાણ જણાવતાં ગાતોપણ૦ શ્લોક બરોબર બંધ
બસેતો નથી એવું કહેનારે વસ્તુનું સ્વરૂપ જોવા કદાગ્રહનાં ચશમાં કાઢી નાંખી કોઈ મધ્યસ્થષ્ટિ પાસે આંખો સુધરાવી લેવી. સમંતભદ્રને એવી રીતે શ્રી સિદ્ધસેનદિવાકરજીથી પ્રાચીન એમ નહિ
ઠરાવી દેવાય. (રત્નકરંડકમાંજ તે શ્લોક આગંતુક છે એમ મધ્યસ્થીને માલમ પડશે.) ૨૭ ઓસવાલો પૂર્ણતયા શ્વેતાંબરો છે એ વાત જેમ સિદ્ધ છે તેવી જ રીતે અનેક શિલા લેખોથી
પલ્લીવાલ લોકો શ્વેતાંબર છે એ વાત સિદ્ધ છતાં ન માનનારને પલ્લીવાલોના અનેક શ્વેતાંબર
શિલાલેખોના ઉત્તર દેવા અમારું નિમંત્રણ છે તે સ્વીકારે. (જેને દર્શન ૧/૨૨) ૨૮ વિક્રમની પ્રથમ શતાબ્દીમાં શાસ્ત્ર લખાયું એ પુરાવા વિનાનું છે. વળી તે ગ્રંથની સમાપ્તિના
ઉપલક્ષ્યમાં શ્રુતપંચમી છે એ તથા જેષ્ઠ શુકલપંચમીનો તે દિવસ છે તે સર્વ પ્રમાણથી દૂર છે. શ્વેતાંબરો તો ચતુર્માસની સમાપ્તિમાં ભંડારોના પુસ્તકરૂપ જ્ઞાનના આવિષ્કારને અંગે કાર્તિક શુકલપંચમીને જ્ઞાનપંચમી, સૌભાગ્યવપંચમી, કે શ્રુતપંચમીના નામે વર્તમાનમાં પણ આરાધન
કરે છે. ર૯ દિગંબરોના જ શાસ્ત્રોમાં આચેલકયાદિ દશ પ્રકારનો કલ્પ તથા સ્થિતાસ્થિતપણું છતાં જેઓ તે
ન માને તેને દિગંબરગ્રંથની શ્રદ્ધા પણ કેમ હશે? ભગવાન પાર્શ્વનાથજીના શાસનમાં સચેલક અને અચલકપણે બંને હતાં તે ચર્ચાકારે સમજવું જોઈએ તથા વાસ્તવિક ને ઉપચરિત અચેલકપણે પણ સમજવું જોઈએ. શ્વેતાંબરો જિનકલ્પનો વિચ્છેદ શ્રીજંબૂસ્વામીજીના નિર્વાણથી માને છે. શ્રીભદ્રબાહુ વખતે જિનકલ્પ હતો એમ કોઈ માનતું જ નથી. ૩૧ દિગંબર શબ્દમાં વપરાયેલો અંબર શબ્દજ દિગંબરોની નવીનતા સવસમતમાંથી નિર્ગમન સૂચવીને જણાવે છે. (જૈન દર્શન ૨૩મો અંક) ઘોષનંદિ ક્ષમાશ્રમણ શ્વેતાંબર હતા એમ તત્ત્વાર્થ ભાષ્યથી સ્પષ્ટ છે, તેથી ગુહનંદિ આચાર્ય શ્વેતાંબર મનાય. વળી લેખમાં કુલ માટે કાશી શબ્દ માટે રૂથ એમ નથી, પણ પહેલાં જે ચાં છે ત્યાં જ એમ વાંચી સાંવરી શાખા જે કલ્પસૂત્રમાં જણાવી છે તે લેવી જોઇએ. (જૈનજ્યોતિ)
*******
Page #604
--------------------------------------------------------------------------
________________
તા. ૨૬-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર ૧ આઠની અંદર વિરતિપરિણામ ન હોય એ કથન ઉપદેશથી થતા પરિણામને આભારી છે, અર્થાત
ભવાંતરીયજ્ઞાન કે તેવા કારણોને તે અધિકાર લાગુ પડતો નથી એમ શ્રીમેઘવિજયજી ઉપાધ્યાયજી
સ્પષ્ટ જણાવે છે. ૨ એક પક્ષે કહેલ જન્માષ્ટની દીક્ષાને રાજમાર્ગ ઠરાવવાથી ગર્ભાસ્ટમ કે જન્માષ્ટમની દીક્ષાને અધર્મ
કહેનારા વિપરીત વિચારવાળા છે એમ કેમ નહિ? ૩ શ્રાવકસંઘની સત્તા માન્ય ન રાખી, સંઘની વિનંતિ ન હતી, સમિતિમાં અમુક મુનિ નીમ્યા,
જાહેર નગરશેઠની મહેનત છતાં સંમેલનનું ઉલારિયું કરવાવાળાને સફળ કરનાર ગણાવવા વગેરે વાતો હોળી નહિ સળગાવનારને શોભતી નથી.
(વીરશાહ) ******* ૧ લાંબા તાડપત્ર ઉપરથી વ્યાખ્યાન વાંચવા વખતે પૂર્વપુરુષોએ મુહપત્તિ બાંધી, અને તે એક હાથે
પાનાં વંચાય તેવી પ્રતોના વખતમાં ચાલુ રહી, પણ તે નીકળી જવી યોગ્ય હોઈ નીકળી ગઈ
છે એમ માનવું શું ખોટું છે. ૨ ચર્ચાસારના ત્રણે ફોટા ઓઠ મુહપત્તિના છે માટે તે કલ્પિત અને જુઠા હોઈ લેખક અને પ્રકાશકને
નુકશાન કરવા સાથે ધર્મને હાનિ કરનાર છે. ૩ પ્રદર્શનમાં સેંકડો પ્રતોમાં હજારો ચિત્રો વ્યાખ્યાન પ્રસંગનાં હતાં ને તેમાં એકમાં મુહપત્તિબંધન
ન હોતું. ૪ ત્રણ ત્રણ ચાર ચાર કલાક બાંધીને વાંચનારા આખો દિવસ મુખ બાંધનારને સંમૂચ્છિમ મનુષ્યની
હિંસા કરનાર કેમ કહેશે? ૫ અણુવ્રતધારીને પણ અતિચાર કરનાર એવો કર્ણવેધ સાધુને પણ કદાચ અનુચિત છતાં કરવો
પડશે.
૬ એકપણ શાસ્ત્રપાઠ વ્યાખ્યાનના મુહપત્તિબંધનને વિહિત કરતો નથી. (શીલાંકાચાર્ય ને જિનભદ્રની
વિધિપ્રપા કયા ભંડારમાં છે?) (ચર્ચાસારમાં ખોટા અર્થો અને ખોટા પાઠો છે.).
૭ પંચવસ્તુમાં ૯૫૭મી ગાથાની ટીકામાં મુસ્ત્રિજ્યા વિધહીતી તિમુવમતઃ એ પદો
હાથમાં પકડેલી મુહપત્તિથી જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટપણે લખે છે.
Page #605
--------------------------------------------------------------------------
________________
૪oo.
તા.૨૬-૦-૩૪
શ્રી સિદ્ધચક ૮ આચાર્યદિપદ0ો જ વડી દીક્ષા આપે. ૯ તપ આદિના કાઉસ્સગ્નમાં લોગસ્સ સંપૂર્ણ ગણવા.
(એક પત્ર)
૧ સર્વ તીર્થકર મહારાજાઓના શાસનમાં ગણાવેલ સાધુ સાધ્વીની સંખ્યા કેવળજ્ઞાન પામનારાઓને
બાદ કરીને બધી બકુશકુશીલની જ છે. ૨ જંબૂસ્વામીજીના નિર્વાણથી પાંચમા આરાના છેડા સુધી બકુશકુશીલ જ સાધુ હોય અને તેનાથી
જ તીર્થ હોય. ૩ વ્રત, સાધુપણું અને સામાયિકને નહિ માનનારો શ્રમણસંઘથી દૂર કરવા લાયક છે એમ
વ્યવહારભાષ્ય જણાવે છે, અને તે પ્રમાણે અમદાવાદમાં દૂર કરાયેલો પણ છે. ૪ શ્રીભગવતીસૂત્રના હજાર વર્ષ સુધી પૂર્વધર હોવાના લેખને આધારે ભગવાન મહાવીરનું શાસન
આ મધ્યક્ષેત્રમાં જ છે. ૫ મૂલોત્તરગુણના દોષવાળા તથા ત્રણ ગૌરવવાળા, ઋદ્ધિયશની ઈચ્છાવાળા, મલિન ચારિત્રયુક્ત
સાધુના પરિવારવાળા, શરીર અને ઉપકરણની શોભાને અનુસરનારા ઈદ્રિય અને મનને નિયમિત
નહિ રાખનારા બકુશકુશીલો હોય છે એમ તત્ત્વાર્થ ભાષ્યકાર વિગેરે સ્પષ્ટપણે કહે છે. ૬ દ્રવ્ય ચારિત્રના રાગવાળા, શાસનની સાચી શ્રદ્ધાવાળા અને શાસ્ત્રના યથાર્થ બોધવાળા જ
ભાવચારિત્રી હોઈ શકે. ૭ દશવૈકાલિકચૂર્ણિકાર દુઃષમાકાલમાં પુસ્તક રાખવાં તે પણ સંયમ છે એમ સ્પષ્ટપણે જણાવે છે.
(જૈન જ્યોતિ) ********* * ૧ આઠ વર્ષની દીક્ષાના પુરાવા તેને માટે જ ઉપયોગી થાય કે જેઓ નાની ઉંમર ગણી આઠ વર્ષે
દીક્ષા ન માને, અત્રે તો મને તુ THષ્ટમવર્ષાપિ રીક્ષા ચને એ વગેરે અનેક શાસ્ત્રોમાં જણાવેલ છે કે ગર્ભ રહ્યો ત્યારથી આઠમું વર્ષ, બેસે ત્યારથી પણ દીક્ષા હોય છતાં એ વાતને
નથી માનવી માટે તેવો પાઠ ન હોય અગર તે માન્ય ન હોય તો તે વાત સ્પષ્ટ કરવી. ૨ કેવલિપણાનો પર્યાય પોતેજ આઠ વર્ષ ન્યૂન કોડ પૂર્વનો ગણ્યો છે ને તે વાત ૩Bતોડષ્ટવર્ષોનં.
એવા ગુણસ્થાનક્રમારોહના પાઠ વિગેરેથી સિદ્ધ છે, ને તેવાઓને પર્યાવં વાર્ષિવા વિનાએવા લોકપ્રકાશના પાઠ વિગેરેને માનનારા આઠમાની શરૂઆતે દીક્ષા માને તેમાં નવાઈ શી?
Page #606
--------------------------------------------------------------------------
________________
૪૮
તા. ૨૬-૦-૩૪
શ્રી સિદ્ધચક્ર ૩ લઘુક્ષપણાનો હિસાબ ભગવતીજીના નવ ઊનના પાઠથી કેમ સંગત કરશો? ૪ અષ્ટપૂર્ણ અને અમુક માસના ગર્ભવાળાને અંતર્મુહૂર્ત કહેવાથી જઘન્ય વયવાળાને વાર્ષિક પર્યાય
માનવામાં શી અડચણ આવે? ૫ રવિ તદ્ધિ સૂત્ર હોવાથી રીવ્ય રૂપ ન બનાવતાં દિવ્ય બનાવવું. ૬ વાયવીરહિતાનાં નથી પણ વાવીયમનોવિવરરહિતાનામ્ એમ છે. ૭ ને વાપીવુનં૦ (વાવું ) એ અર્થાન્તરખ્યાત છે. પૌદ્દગલિક શબ્દ અપ્રાસંગિક છે. પ્રકરણનો વિરોધ સમજવાની જરૂર છે.
(ર્જન પ્રવચન) ********* ૧ જે કારણથી લિખિત સંમતિનો નિયમ કાયમ કર્યો છે કારણ જણાવવું તે ખોટું કેમ ગણાય?
૨ આઠ વર્ષથી સોળ વર્ષ સુધીની દીક્ષામાં પણ દીક્ષાના સ્થાનના બે આગેવાનોની સહી જોઇએ એવા ઠરાવ કહેનારે સત્યની ખાતરી ઠરાવો વાંચવા જઇએ. (મુંબઈ સમાચાર વગેરે)
૧ શૈક્ષ (નવદીક્ષિત)ને સાધ્વીના ઉપાશ્રયે સંતાડવાના પ્રસંગને સમજવાવાળાએ પચ્છાયા ય હે એ ૧-૪-૧૪૦મી તારગાથાનું પદ તથા માછીત મારા સંત્તે મખમત્તે ય એ ૧-૪-૧૮૧ મી ગાથાનો ભાગ તેમજ તતિગો ૩ સંગમટ્ટી સાજી પvમકા તિવિજ ચેન્નઈUTI નિયા સના મુવસ્મયમતીતિ એ ૧-૪-૧૮૩ મી ગાથા વિચારવી કે જેથી સ્પષ્ટ થશે કે મુખ્યતાએ નવદીક્ષિતને જ સંતાડવાનો અધિકાર છે અને રાજપુત્રોની હકીકત માત્ર સંભવ જણાવવા ઉપલક્ષણ તરીકે છે, પણ નિયમ તરીકે નથી. તેમાં પણ મુખ્ય મુદ્દો તો સંયમની રક્ષાનો જ છે.
૨ ૧૮મા અંકના ૪૨૭મા પાને સુકોશલજીની માતાને શિયાલણી લખી છે, પણ વાઘણ થઈ છે.
૩ સિદ્ધર્ષિજી અને અવંતીસુકુમાલજીની રાત્રે દીક્ષા થઈ છે એમ ચોવીસ પ્રબંધ અને ઉપદેશપદમાં સ્પષ્ટ છે. તેમજ કોઈ સ્થાને તેનો નિષેધ નથી. વડગચ્છના મૂળપુરુષની આચાર્યપદવી રાત્રે થઈ છે.
(જૈન)
કાક
Page #607
--------------------------------------------------------------------------
________________
૪૯
શ્રી સિદ્ધચક
તા.૨૬-૭-૩૪
આ સુધા-સાગર (નોંધઃ સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોહારક શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધાસમાન વાકયબિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે આપીએ છીએ.
તંત્રી.
૧૦૮૦ જિનેશ્વર મહારાજના શાસનમાં જ જીવાદિક નવતત્ત્વોનું યથાર્થ નિરૂપણ છે. ૧૦૮૧ સર્વ આસ્તિક દર્શનકારો જો કે જીવ પદાર્થને માને છે, પણ સર્વજ્ઞ ભગવાન સિવાય અન્ય
કોઈપણ વ્યક્તિ તે અતીન્દ્રિય એવા જીવ પદાર્થને દેખી શકી નથી, અને તેથી સર્વજ્ઞ ભગવાન સિવાયના આસ્તિક એવા પણ દર્શનકારોએ જીવ શબ્દ કહેવામાં સર્વજ્ઞ ભગવાનના
વચનની માત્ર નકલ જ કરી છે. ૧૦૮૨ પદાર્થને જાણનારો કે જોનારો જ મનુષ્ય પદાર્થના નામની શરૂઆત કરે એ નિયમ સત્ય
હોઈ સર્વજ્ઞ ભગવાને જ જીવ શબ્દની પ્રવૃત્તિ શરૂ કરી છે એમ કહેવું સત્ય જ છે. ૧૦૮૩ રૂ૫, રસ, ગંધ, સ્પર્શ કે શબ્દ વિનાના પદાર્થને સાક્ષાત્ જાણનારી વ્યક્તિ જ રૂપ, રસ,
ગંધ, સ્પર્શ અને શબ્દ વિનાના આત્માને જાણી અને જોઈ શકે. ૧૦૮૪ કોઈપણ ઘટપટાદિ પદાર્થમાંથી કલ્પનાબુદ્ધિએ સ્પર્શ, રસ, ગંધ ને વર્ણને દૂર કરવામાં
આવે અને તે દ્રવ્યનું જ સ્વરૂપ કલ્પી શકીએ તે જ સ્વરૂપ અમૂર્ત દ્રવ્યનું હોય છે અને જીવ
પણ તેવો જ હોવાથી સર્વજ્ઞથી જ દેખાય. ૧૦૮૫ અન્ય મતવાળાઓ જીવને જ્ઞાનનું અધિકરણમાની આત્મામાં જ્ઞાનનો માત્ર સમવાય માને
છે, જ્યારે જૈનશાસ્ત્રકારો આત્માને જ્ઞાનસ્વરૂપ માને છે. ૧૦૮૬ સ્મરણ અને વિસ્મરણની વિચિત્રદશાને અનુભવનારો મનુષ્ય જ્ઞાનને રોકનારાં કર્મ જરૂર
માનશે. ૧૦૮૭ એકસરખા શિક્ષક, શાસ્ત્ર અને શિક્ષાની રીતિ અને ઉપયોગ છતાં શિક્ષણની પ્રાપ્તિની
વિચિત્રતા સમજનારો મનુષ્ય આવરણના ક્ષયે જ્ઞાનની પ્રાપ્તિ છે એમ માને તે સ્વાભાવિક
જ છે. ૧૦૮૮ આત્મા સ્વભાવે સર્વજ્ઞાનમય ન હોય તો અતીતના નાશ પામેલા અને અનાગતના નહિ
ઉત્પન્ન થયેલા પદાર્થોને જાણવાનો વખત જ ન આવે.
Page #608
--------------------------------------------------------------------------
________________
તા. ૨૬-૧૦-૩૪
૪૮૦
શ્રી સિદ્ધચક્ર ૧૦૮૯ પદાર્થોના સંયોગોનું નિયમિતપણું હોવાથી મન, આત્મા કે ઈદ્રિયોની સાથે જોડાયેલા પદાર્થોનું
જ્ઞાન થવા છતાં પણ લોકાલોકના વર્તમાનકાળના પણ અનંતાનંત પદાર્થો જાણવાનું આત્માના
જ્ઞાનસ્વભાવ સિવાય બની શકે જ નહિ. ૧૦૯૦ એકી વખતે અનેક ઈદ્રિયોના વિષયનું જ્ઞાન છઘસ્થને થઈ શકતું નથી. એના નિર્વાહ માટે
અન્ય મતદારોએ યાવતું શરીર વ્યાપી એવા મનને ન કબુલ કરતાં મનને અણુ પરિમાણવાળું માન્યું, પણ એક ઈદ્રિયને ઘણા વિષયો લાગેલા છતાં તેમાંના એક જ વિષયનો બોધ થાય
છે એ વસ્તુનો નિયમ કરવા માટે આત્માના ઉપયોગને જ માનવો પડશે. ૧૦૯૧ ઉપયોગ એ આત્માનો અવિચળ, સર્વદા અને સાર્વત્રિક ગુણ હોવાથી આત્માને તરૂપ જ
માનવો પડશે. ૧૦૯૨ મનને અણું માન્યા છતાં પણ કઈ કઈ ઇન્દ્રિયની સાથે કયારે કયારે અને કયા કયા કારણથી
મન જોડાય અને પહેલી ઈદ્રિયથી જુદું પડે એનો નિર્ણય કરવામાં અણુપરિમાણવાળા મનને
માનનારા લોકોની મુશ્કેલી જ છે. ૧૦૯૩ આત્માને સર્વવ્યાપક માનનારા દર્શનકારો મૃતક શરીરમાં પણ આત્માને માનવા તૈયાર
થાય, અને તેથી મનરૂપી ભૂતને આધારે જ ચેતનાની ઉત્પત્તિ વિગેરે વ્યવહાર કરી જડ
સાથે જ ચેતનાનો સંબંધ નાસ્તિકોની પેઠે ઠરાવે તો તેમાં નવાઈ જેવું નથી. ૧૦૯૪ સર્વવ્યાપક આત્મા માનનારાઓ આત્માનું ગમન વિગેરે ન માનતાં ભવાંતરમાં જડ એવા
મનનું જ ગમન માનવા તૈયાર થાય છે. ૧૦૯૫ જ્ઞાનમાત્રમાં મન અને ચામડીના સંયોગને કારણે માનનારાઓ જ્ઞાનને આત્માના સ્વભાવરૂપે
માની શકે જ નહિ. ૧૦૯૬ આત્મા, મન અને ઇન્દ્રિયના પદાર્થ સાથે થતા સંબંધથી જ જ્ઞાન થાય છે એમ માનનારાઓ
ઈશ્વરને મન કે ઈદ્રિય ન હોવાથી જ્ઞાની તરીકે માની શકે જ નહિ. આત્માને જ્ઞાનરૂપ ન માનતાં ઇદ્રિય અને મનરૂપી સાધન દ્વારા પ્રગટ થતા જ્ઞાનને જાણીને, તે ઈદ્રિયાદિક સિવાય જ્ઞાન થાય જ નહિ એમ માની સિદ્ધિપદને પામેલા આત્મામાં
પણ જ્ઞાનનો સર્વથા અભાવ છે એમ માનવા તૈયાર થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. ૧૦૯૮ અશરીરી એવા સિદ્ધપણામાં તેઓ જ સંપૂર્ણ જ્ઞાન માની શકે કે જેઓ આત્માને સ્વભાવથી
જ સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ માનતા હોય. ૧૦૯૯ કોઈ પણ સુજ્ઞ મનુષ્ય મળેલા જ્ઞાનના નાશને માટે ધર્મ કરવા તૈયાર થાય નહિ. ૧૧૦૦ સજ્ઞાન અને સદ્વર્તનની સ્થિતિ જો મોક્ષની મુખ્ય જડ હોય તો તેને જ આધારે
થયેલામોક્ષનસંપૂર્ણ જ્ઞાનમય ને વીતરાગતાપૂર્ણ માનવો પડે.
Page #609
--------------------------------------------------------------------------
________________
મુલ્ય
ચરિત્ર (પ્રાકૃતકનરાધ) ૪-૦-૦
૦ શ્રીજીવસમાસ
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જૈન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
' સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ. મુલ્ય અંક ફંડના ગ્રંથ. ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રી શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રી શ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો.
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
પ૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યક સૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લધુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ ત્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન લોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફૂલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ
૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર-૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રી પ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજૂષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રી બપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર .. પ-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
| મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-૫-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ ૫. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયગ્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #610
--------------------------------------------------------------------------
________________
Dિ BDિ
D
D
D
D ઉD
D
D
D
D
D
D
D ઉD D
D
D 3D SD
1શદ્ધ ટીકાકારોની આત્મદશા..
DD US US
D D
D D
સૂત્ર, નિયુક્તિ કે ભાષ્યની ટીકા કરનારાઓને પ્રથમ એ જરૂરી હોય છે કે તેઓ જે જે સુત્રાદિકની ટીકા એટલે વ્યાખ્યા કરવા માગે છે તે તે સત્રાદિના તલસ્પર્શી શાનને મેળવે છે, અને તેવા ટીકાકારો કુટીકાકારોની કોટિમાં આવતા નથી.
ટીકા એટલે વ્યાખ્યા કરનારાઓ જે જે સુત્રાદિની ટીકા કરે છે તે તે સૂત્રાદિના કરનારાઓને પરમ આરાધ્ય તરીકે ગણીને તેમના અભિપ્રાયને અનુસરીને જ ટીકા કરે, છે, અને તેવી જ ટીકાઓ કરનારા સૂત્રાદિના ભાવાર્થ જાણવામાં માર્ગદર્શકો થઈ શકે
Dિ BD
D D D E US ON US S SS S
D D D D
D
D
D
D
S D
D
D
D
D
D
| આવી રીતે તલસ્પર્શી શાનને મેળવવા સાથે ગ્રંથના ભાવાર્થને દર્શાવનાર બન્યા છતાં પણ પવિત્ર વ્યાખ્યાકારો પોતાના ટીકાગ્રંથને અન્ય વિદ્વાનો પાસે પરીતિ કરાવીને જ ફેલાવે છે. ની પૂર્વોકત રીતિએ તલસ્પર્શી શાનવાળા ગ્રંથકાર તરફ પરમ પૂજ્ય ભાવ ધરાવનારા ઈ છે અને સમર્થ વિદ્વાનોની પાસે પાસ કરાવીને જ ટીકાગ્રંથોનો પ્રચાર કરવાવાળા છતાં પણ
વ્યાખ્યા કરતાં અનિર્ણત સ્થળો કે ઉભયનિર્ણયવાળા સ્થળોમાં બહુશ્રુત અને સર્વજોના શાન ઉપરજ તે તે વસ્તુનો નિર્ણય કરવાનું છોડવું એ સમ્યક ટીકાકારોનો રાજમાર્ગ છે. એ
ઉપર જણાવેલો સર્વ ઉઘમ કર્યા છતાં પણ માત્ર પોતાની અલ્પબુદ્ધિ કે રોયની છે |ગહનતા આદિના કારણે વિપર્યાસનો સંભવ માની લઇને સમ્યફ ટીકાકારો વ્યાખ્યાગ્રંથને અંતે પાપની માફી માગવામાં કોઈપણ ગ્રંથમાં ચૂકતા નથી.
આવા સમ્યફ ટીકાકારો પૂર્વોકત રીતિએ વર્તતા હોવા છતાં જે જે સૂત્ર આદિની ટીકા કરવી હોય તેના અનેક સ્થાનના, અનેક પ્રકારના આદર્શો એકત્ર કરવામાં મહેનતની કચાશ રાખતા નથી. | સૂત્ર આદિની ટીકા કરનારાઓમાં જેવી રીતે પૂર્વોત્ત હકીકત હોય તો જ છે સક ટીકાકારપણું ગણાય, અન તેવીજ રીતે કોઈપણ પુરુષના સદ્વર્તનની
જુઓ ટાઈટલ પાનું બીજું)
D GD D GD GD.
D D D D D D S GS GS GS GOD GB GD GD GD GS S dE US HD GOD
D @D gD gE GD GD D 3D SD
Dિ
Dિ
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
D
DD
Page #611
--------------------------------------------------------------------------
________________
Registered No.B 3047
23/12EE215
OT
Page #612
--------------------------------------------------------------------------
________________
સમાલોચના (ચાલુ) ૧ છે કે ભગવાન હરિભદ્રસૂરિજી શ્રાવક પ્રતિમાઓના વહન સિવાય ચારિત્રની પ્રાપ્તિ માનીને પણ વર્તમાનકાળમાં સંપ વિસેલે એમ કહી વર્તમાનકાળમાં પ્રતિમાના વહનપૂર્વક જ દીક્ષા હોય એમ સ્પષ્ટ જણાવે છે, પણ તેજ ભગવાન હરિભદ્રસૂરિજી એક બે આદિ માસ પ્રમાણોવાળીજ પ્રતિમાઓ હોય એમ નહિ માનતાં પ્રવજિત થનારા આદિ માટે અંતર્મુહૂર્તની પણ પ્રતિમાઓ માને છે, અને તેથી તેવા લઘુકાળની પ્રતિમાઓ વહન કરવા પૂર્વકની દીક્ષા માનવામાં કોઈપણ શાસનપ્રેમીને અડચણ નથી, તો પણ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી તેમજ ખુ ભગવાન હરિભદ્રસૂરિજી પણ અષ્ટ વર્ષની ઉંમરે દીક્ષા માનનારા હોઈ કોઈ તેવા મંદ થયોપશમવાળાને એ પ્રતિમા વહનપૂર્વકની દીક્ષાનો નિયમ લાગુ થાય છે ને એ વાત ઉપાધ્યાયજી સ્પષ્ટ જણાવે પણ છે, તેથી એમ સમજી શકાય કે સંસારવાસમાં નહિ પ્રવર્તેલા અને અભુક્તભોગી બાળકોને તીવ્ર વિર્ય ઉલ્લાસ હોવાથી પ્રતિમા વહનની જરૂર ન હોય. (આ સ્થાને પૃચ્છા, કથનાદિકના પુરાવા આપી પ્રતિમા વહનનો અનિયમ ઉત્તર ગ્રંથથી બાધિત અને સામાન્યરૂપ હોવાથી અસ્થાને છે, અને ષામાસિક પરીક્ષાનો પણ અતિદેશ સામાન્યરૂપ હોવાથી આચાર અંગીકારરૂપ વિશેષ પરીક્ષાને બાધિત કરતો નથી અને ઉપસ્થાપના પહેલાંની વાડમાસિક આદિ પરીક્ષારૂપ પ્રવચનોક્ત સ્વસ્થાનને ખસેડતો નથી) (અભકત્તભોગી બાળકને પંચમપ્રતિમામાં માત્ર દિવસનું અબાવર્જન, છઠ્ઠીમાં રાત્રિદવસ અબ્રહ્મવર્જન, આઠમીમાં કૃષિ આદિ આરંભને સ્વયં કરવાનો ત્યાગ અને નવમીમાં તેવા આરંભોમાં નોકરચાકરને પ્રવર્તાવવાનો ત્યાગ એ સંભવિત ન
હોય એ સહેજે સમજાય તેવી બિના છે.) ૨ શ્રી પંચાશકમાં પચાસથી અધિક ગાથા ન હોવાથી ગાથાનો આંક ૬૬ હોય નહિ ને તે અંક ૪૬ છે. ૩ પ્રતિમાનો નિયમ ૪૯ભી ગાથામાં વર્તમાનકાળને અંગે કરેલો હોઈ તેના સમાધાનને માટે ૪૬મી
ગાથા કે પૂર્વકાળના શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનો પાઠ આપવો અસ્થાને છે. ૪ વાનાવાવિવI પ્રતિમાનુBનતિUIfપ પતતુશિરે તાવળાયત અત્યપિ શબ્દાર્થ: એવા ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીના સ્પષ્ટ લેખથી બાળકોને પ્રતિમાની જરૂર નથી સ્વીકારી તેમજ અંત્ય ગાથામાં પણ આનો ખુલાસો નથી કર્યો એ સ્પષ્ટ છે.
(જૈન પ્રવચન)
૧ બકુશકુશીલમાં બધા ઉત્સર્ગ કે બધા અપવાદ હોવાનો પાઠ કયો? ૨ ઉત્સર્ગનું પ્રવર્તન હોય તો જ અપવાદનું પ્રવર્તન હોય તેવો પાઠ કયો? ૩ બકુશકુશીલપણામાં બધાં મહાવ્રતોની અપ્રતિષેવી દશા છે? ૪ પ્રત્યાખ્યાન કર્યા પછી પણ અતિક્રમાદિ લાગે તેમાં કર્મોદય કારણ ખરો કે? ૫ વસીર્દિ તિ€ એ પાઠ શાસ્ત્રાનુસારી છે કે ? ૬ યથાખ્યાતચરિત્રની અપેક્ષા બકુશાદિ તેવા હોય તેમાં કોણ ના કહે? ૭ કુશીલનામના નિગ્રંથો અને કુશીલનામના કુગુરુનો ભેદ સમજવાની જરૂર છે. (જૈન જ્યોતિ)
Page #613
--------------------------------------------------------------------------
________________
(શિવકો
(પાક્ષિક)
-: ઉદેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखै : सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું, તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિધ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીયવર્ષ. )
મુંબઈ, તા. ૧૦-૮-૩૪ શુક્રવાર મુબઈ, તા. '
ત વીર-સંવત્ ૨૪૬૦ અંક ૨૧ મો. | અષાઢ વદિ અમાસ : વિકમ , ૧૯૯૦
. • આગમ-રહય. •
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ છાઘસ્થિક વ્યવહારની પ્રબળતા.
એવી જ રીતે જે સાધુઓની પ્રથમ વડી દીક્ષાઓ થઈ છે, અને તેઓ ભાવપરિણતિએ ઉતરતા હોય, અને તેમના પછી કે કાલાંતરે જેમની વડી દીક્ષા થઈ છે, તેઓ સાધુપણાની ભાવપરિણતિએ ઘણા જ શુદ્ધ હોય તો પણ તે પાછળના ઉપસ્થિતોને પૂર્વના ઉપસ્થિતોને વંદન કરતાં, ગુણહીનને વંદન કર્યાનો દોષ
Page #614
--------------------------------------------------------------------------
________________
૪૮૨
તા.૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર લાગતો નથી, તેમજ પૂર્વકાળે ઉપસ્થિત એવા હીનપરિણતિવાળાઓને કાલાંતરે ઉપસ્થિત અધિક ગુણવાળાઓને વંદન કરાવતાં ગુણની આશાતના પણ લાગતી નથી.
'આ બધું સામર્થ્ય વ્યતિરિક્ત નિક્ષેપાનું જ છે, અને આ જ સામર્થ્યથી શાસ્ત્રકારો વ્યવહારને બલવત્તર જણાવે છે. જો આ વ્યતિરિક્ત નિક્ષેપાની આટલી બધી શક્તિ માનવામાં ન આવે તો શાસનની પ્રવૃત્તિનો ઉચ્છેદ જ થઈ જાય, કેમકે છઘસ્થ જીવોને પોતે વંદક હોય કે વંદ્ય હોય તો પણ કઈ પરિણતિ અને કયા સંયમસ્થાનમાં છે એનો નિશ્ચય થઈ શકે નહિ, અને તેથી છઘસ્થોનો પરસ્પર વંદ્યવંદકભાવ પ્રવર્તી શકે નહિ. જો કે જ્ઞાનગુણની અધિકતા પરસ્પરના વાચના, પૃચ્છનાદિ કે પ્રશ્નવ્યાકરણાદિના પ્રસંગથી જાણી શકાય, તો પણ દર્શનગુણનો કે જ્ઞાનાદિ ગુણના સમ્યકપણાનો નિર્ણય કે તેના ન્યૂનાવિકપણાનો નિશ્ચય છvસ્થ કરી શકતો નથી. કથંચિત્ તેનો નિશ્ચય કરવો શકય માનવામાં આવે તો પણ ભાવચારિત્રની પરિણતિ અને તેના ન્યૂનાવિકપણાનો નિશ્ચય તો છઘોને માટે અશકય જ છે. આ વ્યતિરિક્ત નિક્ષેપાના આધારે થતા છાઘસ્થિક વ્યવહારની પ્રબળતા છે એટલું જ નહિ, પણ અધિક પર્યાયવાળા સકષાયી પ્રમત્તાપ્રમત્ત એવા પણ ગુરુઓને વીતરાગ પરમાત્મદશાને પ્રાપ્ત થયેલા સર્વજ્ઞ ભગવંતો પણ અજ્ઞાત (જાહેર ન થયા) હોય ત્યાં સુધી જે વંદન આદિ કરે છે તે પણ વ્યતિરિકત નિક્ષેપાના આધારભૂત વ્યવહારનો જ પ્રતાપ છે.
વળી આકસ્મિક ભાવના અને ભાવ ચારિત્રના પ્રભાવે અન્યલિંગમાં કે ગૃહ્યલિંગમાં રહેલા જીવને વીતરાગ પરમાત્મ દશા પ્રાપ્ત થવા સાથે સર્વશપણું પ્રાપ્ત થાય છે તેમને સર્વજ્ઞપણું પ્રાપ્ત થયા છતાં પણ અંતર્મુહૂર્તથી અધિક મનુષ્યજીવન અવશેષ હોય તો જરૂર દ્રવ્યસાધુપણું લેવું પડે છે, તો તે કેવલી મહારાજ લેવાતું દ્રવ્યચારિત્ર નથી તો આગમથકી દ્રવ્યચારિત્ર, તેમ નથી તો તે નોઆગમથકી જ્ઞશરીર કે ભવ્ય શરીરરૂપ દ્રવ્યચારિત્ર, પરંતુ તે સર્વજ્ઞ પરમાત્માએ લેવાતું દ્રવ્યચારિત્ર માત્ર નોઆગમના આ વ્યતિરિકતરૂપી દ્રવ્યભેદમાં જ દાખલ કરી શકાશે, અને જો તે કેવલી મહારાજે લેવાતું દ્રવ્યચારિત્ર આ વ્યતિરિકત નામના ભેદમાં જ દાખલ કરવામાં આવે તો સર્વજ્ઞ પરમાત્માની તેઓના ગુણના આધારે જે વંદનીયતા નથી, તે આ વ્યતિરિકત નિપાના આધારરૂપ દ્રવ્યચારિત્ર લેવાને અંગે છે, અને જો આવી રીતે સર્વજ્ઞ થયેલા મહાપુરુષની પણ વંદનીયતા વ્યતિરિકત નિક્ષેપાને આધારે થાય તો પછી વ્યતિરિકત નિક્ષેપાને આરાધ્ય કોટિમાં દાખલ કરતાં કોઈપણ શાસ્ત્રાનુસારીને આંચકો લાગશે નહિ એમ માનવું ખોટું નથી. સ્નાત્રાદિકે કરાતી પૂજા તે ભાવપૂજનું ઉપાદાન કે પરિણામી કારણ નથી.
ઉપર જણાવ્યા પ્રમાણે મુખ્ય ભાવવસ્તુના ઉત્પાદનમાં પરિણામી કારણ સિવાયનાં કારણોને વ્યતિરિકત દ્રવ્યનિક્ષેપામાં ગણવાલાયક હોઇને જિનેશ્વર મહારાજની આજ્ઞાનું પાલન કરવું
Page #615
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૮-૩૪
૪૮૩
શ્રી સિદ્ધચક્ર તે રૂપ સર્વવિરતિને જ ભાવસ્તવ કે ભાવપૂજામાં ગણેલ હોવાથી તેના અતીત અને અનાગત પરિણામી કારણ તરીકે જો કે આત્મદ્રવ્ય જ છે, અને તેથી જ્ઞશરીર, ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપ તરીકે આત્મદ્રવ્યને જ લઇ શકીએ, અને તે અપેક્ષાએ આત્માને જ જ્ઞશરીર નોઆગમ દ્રવ્યપૂજા કે ભવ્ય શરીર નોઆગમ દ્રવ્યપૂજા કહી શકીએ, પણ ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાનની કે તેઓશ્રીની પ્રતિમાની સ્નાન, વિલેપન, ધૂપ, દીપ, પુષ્પ, અક્ષત અને નૈવેદ્ય વિગેરેથી કરાતી પૂજાને આગમ થકી દ્રવ્યપૂજા કે નોઆગમથકી જ્ઞશરીર અથવા ભવ્ય શરીર દ્રવ્યપૂજામાં ગણી શકીએ તેમ નથી. તે સ્નાત્રાદિકથી કરાતી પૂજાને દ્રવ્યપૂજા કહેતી વખત વ્યતિરિકત દ્રવ્યનિપાને જ ખ્યાલમાં રાખવો પડે; કેમકે તે સ્નાત્રાદિકે કરાતી પૂજા તે આજ્ઞાપાલન કે સંયમરૂપ ભાવપૂજાનું ઉપાદાન કારણ કે પરિણામી કારણ નથી એ ચોક્કસ જ છે. શરીર અને આત્માનો કંચિત્ અભેદ.
એમ નહિ કહેવું કે જ્ઞશરીર અને ભવ્ય શરીર નિક્ષેપામાં જાણકાર થયેલાનું ને જાણકાર થવાવાળાનું શરીર જ લેવામાં આવ્યું છે અને તે શરીર તો ઉપાદાન કારણ હોતું જ નથી, પરંતુ તે શરીર નિમિત્ત કારણ માત્ર જ હોય છે, અને તેથી શરીરરૂપી નિમિત્ત જ્ઞશરીર, ભવ્ય શરીર તરીકે લેવામાં આવ્યું છે, તેવી રીતે શરીરને ઉપલક્ષણ તરીકે રાખીને બીજાં પણ અતીત, અનાગતનાં કારણો જ્ઞશરીર, ભવ્ય શરીર તરીકે કેમ નહિ લેવાં? આવા કથનના ઉત્તરમાં સમજવાનું છે કે વ્યવહાર દૃષ્ટિએ શરીર અને આત્માનો ભેદ ગણાતો નથી. જેમ ક્ષીર અને નીર એકઠાં મળ્યાં હોય, તેમાં આ ક્ષીર છે, અને આ નીર છે, એવો વિભાગ કરવો તે અશકય નહિ તો અયોગ્ય તો છે જ. આ જ કારણથી ભવાંતરોમાં ઈદ્રિયો અને યોગદ્વારાએ બંધાયેલાં કર્મોને અંગે, “મેં બાંધ્યા છે,” એમ ભવાંતરમાં પણ આત્મા કહી શકે છે. જો શરીર અને આત્માનો સર્વથા ભેદ ગણવામાં આવે તો ઈદ્રિયો અને યોગાદિદ્વારાએ આત્માને તેનાથી ભિન્ન હોવાને લીધે કોઈપણ પ્રકારે કર્મબંધ થાય નહિ. જેમ સંસારી આત્માના ઈદ્રિયો અને યોગોથી થતું કર્મબંધન તે ઈદ્રિય અને યોગોથી ભિન્ન એવા સિદ્ધના આત્મા કે અન્ય સંસારી આત્માઓને લાગતું નથી, તેવી રીતે તે ઈદ્રિયો અને યોગોને પ્રવર્તાવનાર આત્મા પણ તે ઈદ્રિયાદિમય શરીરથી સર્વથા ભિન્ન માનવામાં આવે તો તે શરીર આદિ દ્વારાએ તે આત્માને બંધ થવો જોઈએ નહિ, અને એવી રીતે બંધનો અભાવ માનીએ તો ચાર ગતિરૂપ સંસારનો વિચ્છેદ થઈ જાય, અને જીવને સુખદુઃખ આદિનું વેદન પણ જે શરીર આદિ દ્વારાએ થાય છે તે પણ થાય નહિ. જો કે જ્ઞશરીર અને ભવ્ય શરીર નિપામાં જીવ સહિત શરીરને લેવું જ કે ન જ લેવું એમ નથી, કેમકે જ્ઞશરીર ભેદમાં ગણાતું શરીર જીવ રહિત હોય એમ નિશ્ચિત છતાં પણ ભવ્ય શરીર દ્રવ્યનિક્ષેપા તરીકે ગણાતું શરીર જીવ રહિત નથી જ હોતું એ ચોક્કસ છે છતાં તે જ્ઞશરીર અને ભવ્ય શરીર નિપામાં
Page #616
--------------------------------------------------------------------------
________________
૪૮૪
શ્રી સિદ્ધચક
તા.૧૦-૮-૩૪ શરીરની જ મુખ્યતા લેવામાં આવી છે એમાં બે મત થઈ શકે તેમજ નથી, પણ તે જ્ઞશરીર, ભવ્ય શરીર દ્રવ્યનિપામાં લેવામાં આવેલી શરીરની ગણત્રી તે શરીર તરીકે નહિ, પણ શરીર અને આત્માનો જે કથંચિત્ અભેદ સ્વભાવ છે તેને અનુસરીને આત્માની માફક તે શરીરને મુખ્ય ભાવવસ્તુના પરિણામી કારણ તરીકે લઈને જ્ઞશરીર, ભવ્ય શરીર નિપાઓ કરવા પડે છે, અને આજ કારણથી એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખ નામગોત્ર એ નામના ત્રણ ભેદો દ્રવ્યનિપાને અંગે ભવિષ્યના આખા ભવની અપેક્ષાએ લેવામાં આવે છે, પણ તે અહીં લીધા નથી. અહીં તો જ્ઞશરીરપણું એ જાણકારના મરણ પામ્યા પછી તેના શરીરની ઓળખ રહે ત્યાં જ સુધી લેવામાં આવે છે, અને ભવ્ય શરીરપણું ગર્ભમાં આવવાના કે જન્મના સમયથી જ લેવામાં આવે છે. ભૂતકાળના ભવની અંદર બનતું એકભવિક આદિપણું વર્તમાન ભવની અપેક્ષાએ પરિણામી કારણ તરીકે લઈએ તો ભવ્ય શરીર તરીકેનો નિક્ષેપો ગણી શકીએ, પણ વિશેષ કરીને તે એકભવિક આદિ અવસ્થાને વ્યતિરિકત ભેદમાં દાખલ કરવો સુગમ પડશે.
ઉપર જણાવ્યા પ્રમાણે શરીર અને આત્માનું કથંચિત્ અભેદપણું ગણી સચેતન અને અચેતન શરીરને પરિણામી કે ઉપાદાન કારણ માની જ્ઞશરીર કે ભવ્ય શરીર નામના દ્રવ્યનિક્ષેપામાં લઈ જઈ શકીએ, પણ ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાન કે તેમની પ્રતિમા વિગેરેની સ્નાત્રાદિકથી કરાતી પૂજા અતીત કે અનાગત કાળમાં પરિણામી કારણ ન બનવાથી તેને વ્યતિરિકત નિપામાં જ દાખલ કરવી પડશે.
જો કે ત્રિલોકનાથની આજ્ઞાપાલનરૂપ કે સંયમ અનુષ્ઠાનરૂપ ભાવપૂજાની પ્રાપ્તિને માટે કરાતી સ્નાત્રાદિક સાધનોવાળી પૂજા તે દ્રવ્યપૂજા ત્યારે જ કહેવાય છે કે જ્યારે પૂજન કરનારો ભવ્ય આત્મા આવી આગળ જણાવીએ છીએ તેવી સર્ભક્તિપૂર્વક જ ત્રિલોકનાથની સ્નાત્રાદિક દ્વારાએ પૂજા કરે. પૂજકની સદ્ભક્તિ તે જ દ્રવ્યપૂજાનું પણ ખરું સાધન.
દ્રવ્યપૂજાથી પૂજનાર પણ ભવ્ય આત્માએ પૂજા કરવાના વિચારની સાથે જ ત્રિલોકનાથને અંગે આવા વિચારો કરવા જોઇએઃ-૧ આ ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાન પોતાના આખા ભવમાં કોઇના પણ ઉપકાર તળે દબાતા નથી. જિનેશ્વર ભગવાન જન્મથી જ સ્વતંત્ર અપ્રતિપાતી મતિ, ચુત અને અવધિ એવા ત્રણ જ્ઞાનવાળા હોય છે. સંયમની પ્રાપ્તિ પણ તેઓશ્રીને બીજા કોઈપણ ઉપદેશ આપે તેથી હોતી નથી, પરંતુ તેઓના પોતાના આત્મા થી જ સંયમ લેવાની ભાવના થાય છે.
(અપૂર્ણ)
Page #617
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર
૪૮૫
અમોઘદેશના
આગમો
(દેશનાકાર)
!
(H5rc4c7
તો
દસર્વેક,
Fw5Aણે
TTTTTTTTTTTTTTTTTTTTTTTTTTધ પદ
અમદદષ્ટ6.
ધમંપત્નિપૂર્ણ, થ: 4[fપવઃ | ધ: સંસારત્તાછંધને મહેશ: III મહાપુરુષોનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે.
શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકા, ત્રિષષ્ટીયશલાકાપુરુષચરિત્રને કરતા થકા, આગળ સૂચવી ગયા કે માત્મનાં કીર્તને દિ શ્રેયો નિઃશ્રેયસીશ્યન્ ! મહાપુરુષોનું વંદન, નમન, સ્તવન, સત્કાર, સન્માન, પૂજા, બહુમાન, ભક્તિ વિગેરે જગતમાં કલ્યાણ અને મોક્ષનું ધામ છે. ચાર અનુયોગ અને તેનાં ફળ.
અનુયોગ ચાર છેઃ-૧ દ્રવ્યાનુયોગ, ૨ ગણિતાનુયોગ, ૩ ચરણકરણાનુયોગ અને ૪ ધર્મકથાનુયોગ. એમાં દ્રવ્યાનુયોગ સમ્યકત્વની શુદ્ધિ કરનારો છે, એમાં દર્શનની શુદ્ધિ થાય છે. ગણિતાનુયોગ ચારિત્રની પ્રતિપત્તિ માટે કરાય છે, ચરણકરણાનુયોગ ચારિત્રની રહેણીકહેણીની ક્રિયા બતાવે છે. ધર્મકથાનુયોગથી જો સમ્યત્વની પ્રાપ્તિ થયેલી હોય, તો દર્શનની શુદ્ધિ દ્રવ્યાનુયોગથી થાય છે, ધર્મકથાનુયોગથી ચારિત્ર લેવાની દઢતા થઈ હોય અને એ દઢતાને વર્તનમાં મેલવી હોય ત્યારે ગણિતાનુયોગ ને ચરણકરણાનુયોગની જરૂર રહે છે. ધર્મકથાનુયોગ સમ્યકત્વને ઉત્પન્ન કરનાર છે, કારણ કે ધર્મકથાનુયોગની અંદર જે તીર્થકર, ગણધરશ્રુતકેવલીઓ, મોટા આચાર્યો વિગેરેના ચરિત્રો સાંભળવાનું હોય, ને તે ચરિત્રો સુંદર હોવાથી, તેમનું સર્વજ્ઞપણું જાણીને નિશ્ચિત કરી શકવાથી, આત્માને તેના ઉપર પ્રતીતિ થાય છે.
Page #618
--------------------------------------------------------------------------
________________
૪૮૬
તા.૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક સર્વશ થયા સિવાય અન્યની સર્વશતા શી રીતે જાણી શકાય?
દરેક આત્મામાં રહેલા ગુણો આપણે જાણી શકીએ નહિ. વસ્ત્રને દેખે તે જ વસ્ત્રના રંગને દેખે. ધર્મીને દેખ્યા સિવાય ધર્મ દેખી શકીએ નહિ. જ્યાં સુધી સર્વજ્ઞપ્રભુ વીતરાગ કે ગુરુમહારાજના આત્માને દેખીએ નહિ ત્યાં સુધી તેમનામાં રહેલા ગુણોને આપણે દેખી શકીએ નહિ.
કેટલાકોએ કહ્યું છે કેसर्वज्ञोऽसाविति ह्येतत्तत्कालेऽपि बुभुत्सुभिः । तज्ज्ञानज्ञेयविज्ञानशून्यैस्तु ज्ञायते कथम् ॥
આ સર્વજ્ઞ છે એમ કેમ જાણી શકાય ?” કાલાંતરમાં થયેલા આપણે સર્વજ્ઞને જાણી શકીએ નહિ, કે તે કાલે મહાવીર મહારાજ વગેરે સર્વજ્ઞ હતા, પણ તેમના વખતે પણ આ સર્વજ્ઞ છે એમ બીજો કેમ જાણી શકે? જે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલો હોય તે પરીક્ષક થઈ શકે. જેની પરીક્ષા કરવી હોય તેના કરતાં અધિક જ્ઞાનવાળો હોય તે જ પરીક્ષક થઈ શકે. આ સર્વજ્ઞ છે કે નહિ? પોતે સર્વજ્ઞ હોય તે જ પરીક્ષા કરી શકે. પોતે ઝવેરી ન હોય તો બીજો ઝવેરી છે એમ પરીક્ષા કરી શકે નહિ. સર્વજ્ઞો જે પદાર્થો જાણે તેનું જ્ઞાન આપણને હોય તો તપાસી શકીએ કે આ સાચું કે ખોટું છે, અને જાણી શકીએ. અંગ્રેજી ન ભણ્યો હોય તો છોકરાઓ લીટા કરે તેને અંગ્રેજી માની લે. જેને પોતાને જ્ઞાન ન હોય તે બીજા કહે તે સાચું છે કે ખોટું છે તે જાણી શકે. એ આત્મા વીતરાગ છે, ગુણનો દરિયો છે વિગેરે તે આત્માને જાણ્યા સિવાય જાણી શકાય નહિ. તો પછી કોઈને ઉત્તમગુણવાળો કેમ માનવો? વિતરાગને નહિ માનનારે ઉપર પ્રમાણે પક્ષ કરેલો હતો. વર્તનદ્વારા એ સર્વશતા જાણવાના દેતો.
કેટલાક પ્રસંગો એવા છે કે જેમાં પોતે ન જાણતો હોય તો પણ બીજાને અંગે જાણી શકે. પોતે ઈમાનદાર ન હોય તો પણ બીજાની ઇમાનદારી દેખીને તે માણસ ઈમાનદાર છે એમ જાણી શકે. આ જગતમાં બધા કાયદાશાસ્ત્રીઓ નથી છતાં કયો કાયદાશાસ્ત્રી હશિયાર છે એમ જાણે છે તે કેવી રીતે જાણે ? બધા ન્યાયાધીશો નથી, છતાં ન્યાયાધીશને કેવી રીતે જાણી શકે ? જેમ પોતે ન્યાયાધીશ હોય કે ન હોય તો પણ બીજા ન્યાયાધીશને ખુશીથી જાણી શકે, પોતે કાયદાશાસ્ત્રી હોય કે ન હોય તો પણ હુંશિયાર કાયદાશાસ્ત્રીને જાણી શકે છે, તેવી રીતે પોતે સર્વજ્ઞ ન હોય તો પણ સર્વજ્ઞને જાણી શકે, પોતે વીતરાગ ન હોય તો પણ વીતરાગને જાણી શકે, પોતે મહાવ્રતધારી ન હોય તો પણ મહાવ્રતધારીને જાણી શકે, પણ કયાદ્વારા એ ? એમના વર્તનદ્વારા એ.
Page #619
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર ગૌતમસ્વામીજીએ ભગવાનના સર્વશપણાનો નિશ્ચય શાથી કર્યો?
મહાવીર મહારાજાના સર્વજ્ઞપણાનો નિશ્ચય ગૌતમસ્વામીએ શાથી કર્યો ? સંશય દૂર કરવાથી, મહાવીર મહારાજના કથન ઉપરથી ગૌતમસ્વામીએ મહાવીર મહારાજના સર્વજ્ઞપણાનો નિશ્ચય કર્યો. એવી રીતે બીજા પણ મહાવીર મહારાજના સર્વજ્ઞપણાનો નિશ્ચય કરવા માગે તો કરી શકે. મહાવીર મહારાજ સર્વજ્ઞ ન હોત તો ગૌતમસ્વામીના સંશયોને જાણીને દૂર કરી શકતા નહિ. આપણે ગૌતમસ્વામીની કથાદ્વારા એ મહાવીર મહારાજના સર્વજ્ઞપણાનો નિશ્ચય કરી શકીએ છીએ. મહાવીર મહારાજના આત્માને આપણે જોયો નથી ત્યાં સુધી એમનામાં વીતરાગપણું, સર્વજ્ઞપણું વિગેરે છે એમ કયાંથી જાણીએ ? મહાવીર મહારાજમાં વીતરાગપણું, સર્વજ્ઞપણું છે એમ ન જાણીએ તો શ્રદ્ધા કયાંથી થાય ? મહાવીર મહારાજ ઉપર શ્રદ્ધા ન થાય તો તેમના બતાવેલા ધર્મ ઉપર શ્રદ્ધા કયાંથી થાય ? વસ્તુ સ્વરૂપ સમજનારા મિચ્છામિ દુક્કડ દેતાં અચકાતા નથી.
ભગવાન મહાવીર મહારાજનું વિતરાગપણું, સર્વજ્ઞપણું વિગેરે જાણવા માટે મહાવીર મહારાજ અને ગૌતમસ્વામીજીનું દૃષ્ટાંત જાણવાની જરૂર છે. એક વખતનો પ્રસંગ છે. ગૌતમસ્વામીજી કુલ્લાકસંનિવેશ, જ્યાં આનંદે પ્રતિમા વહેવા માંડી છે, પછી અનશન કર્યું છે ત્યાં પધાર્યા. ગૌતમસ્વામીજી આનંદને ત્યાં ગયા, આનંદે વંદન કર્યું, પછી ગૌતમસ્વામીજીને પૂછયું કે-ગૃહસ્થ ગૃહસ્થપણામાં હોય તેને અવધિજ્ઞાન થાય ખરું? ભગવાન ગૌતમે કહ્યું કેગૃહસ્થપણામાં અવધિજ્ઞાન થવામાં અડચણ નથી. ત્યારે આનંદ શ્રાવકે જણાવ્યું કે મને અવધિજ્ઞાન થયું છે ને તેથી હું નીચે લોલુયપાટડાના નરક સુધીનું અને ઉપર સૌધર્મ દેવલોક સુધી ઊર્ધ્વઅધો દેખું છું, તથા તિર્યલોકમાં ઉત્તરમાં હિમવાન પર્વત સુધીને ત્રણ દિશાએ લવણસમુદ્રમાં પાંચસે પાંચસે યોજન દેખું છું, એમ આનંદ ગૌતમસ્વામીજીને અવધિજ્ઞાનનું સ્વરૂપ જણાવે છે, ત્યારે ગૌતમસ્વામીજી કહે છે-તું જુદું કહે છે, ગૃહસ્થપણામાં આવું જ્ઞાન થાય નહિ, માટે મિચ્છામિ દુક્કડં કહે. આનંદ વ્યક્તિને માનનારો શ્રાવક ન હતો, ગુણને માનનારો શ્રાવક હતો, તેથી ભગવાન ગૌતમસ્વામીજીને કહે છે કે ભગવાન જૈનશાસનમાં સત્ય પદાર્થ કહેવામાં મિચ્છામિ દુક્કડ દવાનો હોય તો મિચ્છામિ દુક્કડ મારે દેવાનો નથી, પરંતુ આપને દેવાનો છે. ચૌદ પૂર્વોને રચનારા, ચાર જ્ઞાનના ધણી, શાસનના શિરતાજ, ઈદ્રો, નરેન્દ્રો વિગેરે સર્વથી પૂજાયેલા, ભગવાનના જમણા હાથ એવા ગૌતમસ્વામીજીની આગળ આ વચનો કાઢવાં તે કઈ સ્થિતિએ? આનંદ વ્યક્તિ તરફ દોરાયેલો ન હતો પણ વસ્તુ તરફ દોરાયેલો હતો તેથી જ તે વચનો કાઢી શકયો કે સત્યને અંગે મિચ્છામિ દુક્કડ દેવાની જરૂર પડતી હોય તો હું મિચ્છામિ દુક્કડં દઉં, અને અસત્યને અંગે મિચ્છામિ દુક્કડ
Page #620
--------------------------------------------------------------------------
________________
૪૮૮
તા.૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર દેવાની જરૂર પડતી હોય તો મિચ્છામિ દુક્કડું આપ દો આ પ્રમાણે આનંદ વિનય સાથે વસ્તુને વળગવાનું કહ્યું. ગૌતમસ્વામીજી પણ આનંદને “તું શ્રાવક છે ? તું મને મિચ્છામિ દુક્કડં દેવરાવે છે” ? એમ કહેતા નથી. બંને વસ્તુને વળગવાવાળા હતા.
જગતમાં, જેમાં ખુદું જ્જ એ પ્રતિવાદી તરીકે હોય, તો તેને ચુકાદો આપવાનો હક નથી પછી તે જ઼ ચાહે તેટલો કાયદાબાજ હોય. જેમાં ખુદું મેજિસ્ટ્રેટ આરોપી હોય, તો તેને ચુકાદો આપવાનો હક નથી, પછી તે મેજિસ્ટ્રેટ ચાહે તેટલો ન્યાયને જાણનારો હોય, યોગ્ય ફેંસલો આપી શકે તેમ હોય. જ્જ, મેજિસ્ટ્રેટ વિગેરેને કોર્ટમાં લાગતું વળગતું હોવાથી બીજી કોર્ટમાંથી ચુકાદો લેવાની તેમની ફરજ છે. જે કેસમાં પોતે પ્રતિવાદી હોય કે આરોપી હોય, વાદીએ કે ફરિયાદીએ એ બાબતમાં વાંધો ન પણ લીધો હોય તો પણ શાણા ન્યાયાધીશને ખસી જવું તેજ તે જગા ઉપર વ્યાજબી છે. પોતાને પ્રતિકૂળ જજમેન્ટ, ચુકાદો આપવાનો હોય તો તે પ્રતિકૂળ પણ જજમેન્ટ, ચુકાદો પોતાને હાથે આપી શકાય નહિ.
આ વખત ગૌતમસ્વામીજીને પોતાને માફી માગવાની હોય તો પણ એનો ચુકાદો પોતાને હાથે કરવો એ કોઈપણ પ્રકારે શોભતું નથી. આગળ જવું જ જોઈએ. તેવા જ કારણથી ગૌતમસ્વામીજી સીધા મહાવીર મહારાજ પાસે ગયા. ગૌતમસ્વામીજી મહાવીર મહારાજને કહે છે કે ભગવાન, મિચ્છામિ દુક્કડં મારે દેવો કે આનંદ શ્રાવકે દેવો? આનંદ શ્રાવક ફરિયાદ કરવા આવતા નથી. ગૌતમસ્વામીજી પોતે જ ફરિયાદ કરે છે કે મહારાજ મિચ્છામિ દુક્કડં કોને દેવો? આ જગા ઉપર મહાવીર મહારાજની દશા કેવી? એક બાજુ કાળ કરવાને તૈયાર થયેલો, દુનિયાદારીની લાગવગ જેણે છોડી દીધેલી છે એવો ગાથાપતિ આનંદ છે, ને બીજી બાજુ ઈદ્રો, નરેન્દ્રો આદિ સર્વથી પૂજ્ય, ભગવાનની ભુજા, શાસનનો શિરતા જ એવા ગૌતમસ્વામી છે. આવા પ્રસંગે મહાવીર મહારાજને ગૌતમસ્વામીજીને અંગે એક બદામ, પા બદામ પણ પક્ષપાત થાય તો ? મહાવીર મહારાજ કેવળજ્ઞાની એમને શું કળા ન આવડે ? આ અપેક્ષાએ આનંદે કહ્યું છે, આ અપેક્ષાએ ગૌતમસ્વામીજીએ કહ્યું છે, બંને જુઠા નથી, પણ સાચા છે. અપેક્ષા બતાવીને બંનેને સાચા કરી દેત. પણ તે કયારે?
જ્યારે ગૌતમસ્વામી તરફ એક અંશ પણ પક્ષપાત હોય ત્યારે. ગૌતમસ્વામીજીનો ભગવાન પ્રત્યે કયો રાગ હતો ?
આવા શ્રી ગૌતમસ્વામીજી જેવા પ્રતિવાદીનો ન્યાય કેવી રીતે ચૂકવવો ? તે પણ ગૌતમસ્વામીજીના ગેરલાભમાં, અને મરવા સૂતેલા મડદાના પક્ષમાં. એક મરવા સૂતેલા મડદાની સામા ગૌતમસ્વામીજી મહાપુરુષ ઉભા છે, છતાં બંનેનો ન્યાય કરાય છે. ન્યાયમાં
Page #621
--------------------------------------------------------------------------
________________
૪૮૯
તા. ૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર પણ ગૌતમસ્વામીને જ ગુન્હેગાર ગણાય. ગૌતમસ્વામીજી ભવોભવના ગોઠીયા છે. આ ભવમાંજ આ દશા છે એમ નથી. કેવા ગોઠીયા? એવા ગોઠીયા કે જેને ભગવાનના પ્રેમની ખાતર કેવળજ્ઞાન આંટા મારી રહ્યું છે, પણ આવતું નથી ; ગૌતમસ્વામીજીનો સ્નેહ કયા પ્રકારનો હતો ? ભક્તિરાગ કે સ્નેહરાગ ? ભક્તિરાગ હતો, જોડે સ્નેહરાગ પણ હતો. ભગવાન મહાવીર જીવ્યા ત્યાં સુધી ગૌતમસ્વામીજી કેવળજ્ઞાની થઈ શક્યા નહિ.
બે પાંચ વર્ષ પછી નૂતન દીક્ષિત મનસુખલાલ (મનકસાગરજી) ભરૂચ જાય તે વખતે કુટુંબીઓ, ભરૂચવાળાઓ સામૈયું કરે. આ સામૈયું ભક્તિરાગથી કે સ્નેહરાગથી ? એમાં સાધુતા તરીકે ભક્તિરાગ છે, અને કુટુંબી કે સ્નેહી તરીકે સ્નેહરાગ પણ છે.
તે વાત ભગવાન મહાવીર મહારાજ પણ ગૌતમસ્વામીજીને કહે છે - વિરસંસિ સિ નવમા !, રિસંશુમો રિ જય !, રિપરિમો સિ નવમા !
અર્થાત્ ઘણા ભવના સંસર્ગવાળો છું, ઘણા ભવના સામાન્ય ને વિશેષ ઉભયરૂપે પરિચયવાળો છું, મારી સાથે રહેલો છું, તે સ્નેહથી જ કેવળજ્ઞાન આંટા મારી રહ્યું છે. એવા ગૌતમસ્વામી હમણાં આરોપીપણામાં આવેલા છે. એ કેસનો ચુકાદો કેવી રીતે દેવાય ? ભગવાનનો નિષ્પક્ષપાત ચુકાદો.
જ્જ પ્રતિવાદી હોય ત્યાં પોતે ચુકાદો ન આપે. ન્યાયના ચોપડામાં લવાદનામું કરવાનું સ્થાન નથી. લવાદનામું બારોબાર થયું હોય તેને નોંધવાનું સ્થાન છે. મરવા સૂતેલા, પથારીના મડદા, રિદ્ધિસિદ્ધિ છોડેલા, એવા આનંદ શ્રાવકની સામા, શાસનના શિરતા જ ભગવાનની જમણી ભુજા એવા ગૌતમસ્વામીજીને મહાવીર મહારાજ ઉભા કરે છે, તે વખતે આત્માની કઈ સ્થિતિ હોવી જોઈએ? એ કેવી ન્યાયની કોર્ટ હોવી જોઈએ? ભગવાન ગૌતમસ્વામીજીને ખડા થવાનો વાંધો નહિ, મહાવીર મહારાજને ચુકાદો આપવાનો વાંધો નહિ. ભગવાન મહાવીર મહારાજ ચુકાદો આપે છે કે-હે ગૌતમ ! તારે મિચ્છામિ દુકકડ દેવાનો છે.
જ્યાં ન્યાય જોવો હોય ત્યાં નાનામોટાપણું, રોગી કે નીરોગીપણું જોવાનું નથી. એ જ્યાં જોવામાં આવે ત્યાં માનો કે ન્યાય થતો હોય તો પણ તે ન્યાય ન્યાયને ભરોસે નથી. જ્યાં ન્યાય ચુકવવો છે, ત્યાં વાદી, પ્રતિવાદી કઈ સ્થિતિના છે તે જોવાનું હોય નહિ. બન્યું શું? હકીકત શી છે? એ જ જ્યાં જોવાનું છે ત્યાં જ ન્યાય થાય છે. અહીં વાદી કોણ? પ્રતિવાદી કોણ એ જોવાતું નથી, પણ વાસ્તવિક રીતે કોને મિચ્છામિ દુકકડ દેવાનો છે એ જોવાય છે. અહીં ઓર્ડર થાય છે-ગૌતમસ્વામીએ મિચ્છામિ દુક્કડં દેવાનો છે. મહાવીર ભગવાનની વીતરાગતામાં જરાપણ ખામી હોત તો, ગૌતમસ્વામીજીને બચાવવા માટે મહાવીર મહારાજ આકાશપાતાળ એક કરી નાખત.
Page #622
--------------------------------------------------------------------------
________________
૪૯૦
શ્રી સિદ્ધચક
તા.૧૦-૮-૩૪
ગુન્હો ઠરાવવામાં સ્થિતિને અવકાશ નથી, વસુલ કરવામાં અવકાશ છે. ફાંસીની સજા થયા પછી શહેનશાહ પાસે દયા માગવાનો હક છે. ન્યાય માગતી વખત દયાને અવકાશ નથી, ચુકાદો થયા પછી જ દયાને અવકાશ છે.
હવે મૂળ વાતમાં આવો. ભગવાન મહાવીર મહારાજ વીતરાગપણાને લીધે શાસનના સ્તંભ, દેવેન્દ્રો, નરેન્દ્રોથી પૂજિત એવા ગૌતમસ્વામીને પડકાર કરવામાં ખંચાતા નથી. આ જગા ઉપર વીતરાગતામાં ખામી હોત તો પોતાની ભુજાને કાપત નહિ. એ વાત વીતરાગપણાને અંગે જણાવી.
હવે વસ્તુને અંગે વિચાર કરવાનો છે કે ગૌતમસ્વામીજીને આ આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું છે એ સાચું છે કે ખોટું આટલું આવડતું નથી. અર્થાતુ જે ગૌતમસ્વામીજી આટલું જ્ઞાન ધરાવતા નથી તેમના ગુંથેલા ગ્રંથો, શાસ્ત્રો ઉપર જિંદગી કેવી રીતે ફિદા કરવી ? આવા વિચાર કરવામાં ઉતાવળા ન થવું. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. પ્રથમ તો ઉપરની વાત માલમ પડી કયાંથી ? મહાવીર મહારાજ, ગૌતમસ્વામીજી કે આનંદને અંગે આવી હકીકત બની છે શાસ્ત્રથી જાણી કહો તો તે શાસ્ત્ર એણે ગુંચ્યું? ગૌતમસ્વામીએ પોતે. એમ કહીને કદાચ છૂટી જશો કે ભગવાન ગૌતમસ્વામીની તે ગુંથવામાં પણ ભૂલ થઈ. ગૌતમસ્વામીજીને માથે ભૂલ થવાની ફરજ હતી. ભૂલ કોના સિક્કાને અંગે મનાઈ ? મહાવીર મહારાજના સિક્કાને અંગે. મહાવીર મહારાજના સિક્કાને અંગે ગૌતમસ્વામીજીની ભૂલ થઈ હોય તો પછી શંકાને સ્થાન રહે ખરું ? ગણધરો ચૌદપૂર્વો ગુંથે, બાર અંગની રચના કરે પણ પછી તરતજ તીર્થકરો અનુજ્ઞા દ્વારા તે રચના ઉપર સિક્કો કરે છે. દસ્તાવેજ લખે સેક્રેટરી પણ ગવર્નર કે વાઇસરોય સહી કરે એટલે દસ્તાવેજ કોની જોખમદારીનો ? તેમ આ શાસ્ત્રો પણ મહાવીર સ્વામીની જોખમદારીનાં છે. ગૌતમસ્વામીજીએ ગુંથેલા ગ્રંથો, રચેલાં શાસ્ત્રો ઉપર ભગવાન મહાવીરે અનુજ્ઞાનો વાસક્ષેપ થાપીને સહી કરી, પાસ કર્યા તો પછી એવા ગ્રંથો, શાસ્ત્ર ઉપર જિંદગી અર્પણ કરવી એમાં ખોટું શું? જેવી રીતે એક હુકમ ઉપર ગવર્નરની સહી થયા પછી ચાહે તેનો તે હુકમ લખેલો હોય, તો પણ તે ગર્વનરનો હુકમ ગણાય છે, તેવી રીતે ગૌતમસ્વામીજીના ગુંથેલા ગ્રંથો, રચેલાં શાસ્ત્રો મહાવીર મહારાજની અનુજ્ઞા થયા પછી એટલે સહી થયા પછી મહાવીર મહારાજનાં જ છે એમ ચોખ્ખું કહેવુંજ પડશે. આનંદના અવધિમાં શંકાનું કારણ. - હવે હકીકત ઉપર આવીએ. ગૌતમસ્વામીજી ચુકયા કેમ ? ચાર જ્ઞાનના ધણી, બાર અંગને બનાવનાર, ચૌદપૂર્વના રચનાર ચૂકયા કેમ ? ચૂલદૃષ્ટિએ તપાસનારને જે વસ્તુ
Page #623
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૮-૩૪
૪૯૧
શ્રી સિદ્ધચક્ર આશ્ચર્યકારક લાગે તે સૂક્ષ્મદૃષ્ટિએ તપાસનારને આશ્ચર્યકારક લાગે નહિ. આનંદ શ્રાવકને થયેલું અવધિજ્ઞાન અવધિજ્ઞાનના સ્વભાવથી વિરૂદ્ધ હતું. આનંદનું અવધિજ્ઞાન નીચે ઓછું એટલે ફક્ત હજાર જોજન જેટલું જણાવનારું છે, પણ ઉંચે દોઢ રાજલોક જેટલું જણાવનારું છે. અવધિજ્ઞાનનો સ્વભાવ નીચે વધારે જણાવવાનો, અને ઉપર ઓછું જણાવવાનો છે. જ્ઞાન એ અરૂપી ચીજ હોવાથી છઘસ્થને ગમ્ય નથી, પણ જ્ઞાન એ અતીન્દ્રિય ગુણ હોવાને લીધે તેની ગમ્યતા કેવળીઓને જ હોય છે. મનુષ્યની અસ્વસ્થ પ્રકૃતિમાં સંકલ્પવિકલ્પો અનેક થયા જાય, અસ્વસ્થ પ્રકૃતિમાં સાચું કહેલું હોય તે પણ એકદમ મગજમાં ન ઉતરે. ગૌતમસ્વામીજી પાસે પણ આનંદ જઈ શકતો નથી. ગૌતમસ્વામીજીને પોતાની પાસે બોલાવે છે. અસ્વસ્થ પ્રકૃતિમાં સંભવિત સાચું કહેલું મગજમાં ન ઉતરે તો પછી અવધિના સ્વભાવથી વિરૂદ્ધ અવસ્થા દેખાતાં તેવા અવધિને માનવાનું કેવી રીતે થાય ? જ્ઞાન એ અતીન્દ્રિય હોવાને લીધે, આનંદનું જ્ઞાન અવધિના સ્વભાવથી વિરૂદ્ધ હોવાને લીધે, આનંદની અસ્વસ્થ પ્રકૃતિ હોવાને લીધે, તે આનંદ શ્રાવકના અવધિજ્ઞાનનો શ્રી ગૌતમસ્વામીએ અસ્વીકાર કરવાનો હતો. મહાવીર ભગવાનના સર્વશપણા અને વીતરાગપણાનો નિશ્ચય એમના ઉપર જણાવેલ વર્તનની પવિત્રતાને અંગે છે.
શ્રી હરિભદ્રસૂરિજી પણ કહે છેઃ
વંધુને નઃ સ માવા-તમે મને એક પ્રતિવાદીની કોટિમાં મેલો છે અને પૂછો છો કેશ્રીજિનેશ્વર પ્રત્યે પ્રેમ વધારે કેમ ? હું જન્મનો અન્ય (જૈન હોઉં તો ન પૂછો). બુદ્ધ કપિલને છોડયા કેમ ? મહાવીર મહારાજને સ્વીકાર્યા કેમ ? બધામાંથી એકેને દેખ્યા નથી, કપિલ કુટુંબી નથી, મહાવીર મળતીયા નથી, તો એકને છોડો, એકને આદરો એ બન્યું કેમ ? ઉત્તરમાં સ્પષ્ટ છે કે તે સર્વના ચરિત્રો ને શાસ્ત્રો મારી આગળ ખડાં થયાં. એ ત્રણેના ચરિત્રોમાં તપાસ કરું ત્યારે મારું મન મહાવીર સ્વામીને માનવા તૈયાર થાય છે. વળી તે ત્રણેના કહેલાં શાસ્ત્રોના વૃત્તાંતો જોતાં મહાવીર મહારાજ સર્વજ્ઞ અને વિતરાગ માલમ પડે છે. કપિલ વિગેરે સર્વજ્ઞ વીતરાગ નથી માલમ પડતા. ભગવાન મહાવીર મહારાજમાં વીતરાગપણું, સર્વજ્ઞપણું માનવું. એવી રીતે એમના વર્તનની પવિત્રતાને અંગે એ સર્વજ્ઞપણું વિતરાગપણું માનવું પડે છે અને એને લીધેજ કલિકાળ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે વ્યાકરણ, ન્યાય, શાસ્ત્ર, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણાનુયોગ, એ બધાની રચનામાંથી વખત કાઢીને આ ત્રિષષ્ટીયશલાકા પુરુષચરિત્ર એ જ હિસાબે કર્યું કે મહાપુરુષોનું કીર્તન એ સમ્યક શ્રદ્ધાનાદિદ્વારા કલ્યાણ અને મોક્ષનું ધામ છે. એ મહાપુરુષોમાં પહેલે નંબરે ભગવાન ઋષભદેવજી છે અને તેથી તેમનો પહેલો ભવ જણાવે છે.
Page #624
--------------------------------------------------------------------------
________________
૪૯૨
તા.૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર તીર્થકરો ચોવીસ, તેમાં ઋષભદેવજી અધિક કેમ?
એક ગુફામાં સેંકડો મનુષ્યો ગયા. દીવો ઓલવાઈ ગયો. બધા અંધારામાં અટવાયા. કોઈને નીકળવાનું ન દેખાયું. એવામાં કોઈ મહાનુભાવને અક્કલ સૂઝી. તેણે કાકડો કર્યો. તેના કાકડાને દેખીને બીજા ઘણાઓએ કાકડા કર્યા, આ પ્રમાણે છવીસ કાકડા સળગ્યા. બધા કાકડાના સ્વરૂપમાં ફરક નથી, છતાં ઉપકારી કોણ? પહેલો કાકડો સળગાવનાર. તેવી રીતે અઢાર કોડાકોડી સાગરોપમ ઘોર અંધારામાં પહેલવહેલો શાસનનો આદ્ય ઉદ્યોત કરનાર, દાનને દાખવનાર કોઇપણ પુરુષ હોય તો તે ભગવાન ઋષભદેવજી છે. બીજા તીર્થકરો ત્યાગ, દાન વિગેરે પ્રવર્તેલું એમાં થયા છે. ભગવાન ઋષભદેવજી સિવાય એકપણ તીર્થકર એવા નથી થયા કે જેમના વખતમાં ત્યાગની પ્રવૃત્તિ ન હતી, દાનની પ્રવૃત્તિ ન હતી. બીજી બાજુ જેના શાસનનું શરણ આપણે અંગીકાર કર્યું છે, જેના શાસનમાં આપણે ત્યાગ સમજ્યા છીએ, તે મહાવીર મહારાજની મૂળ જડ તપાસીએ તો ત્યાગની જડ તો ભગવાન ઋષભદેવજીના વખતમાં જ છે.
એક શાસ્ત્રકારનો નિયમ છે કે જે ત્યાગ લીધા પછી અખંડિત જાવજીવ રહે નહિ તે ત્યાગને દ્રવ્યત્યાગ કહેવો. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે -
उदग्रवीर्यविरहात् क्लिष्टकर्मोदयेन यद् । बाध्यते तदपि द्रव्यप्रत्याख्यानमुदीरितम् ॥१॥
તીવ્રવીર્યના અભાવથી, ભયંકર કર્મોના ઉદય વડે જે પચ્ચકખાણ બાધા પામે-તૂટી જાય તે પણ દ્રવ્યપચ્ચકખાણ કહેવાય. ભગવાન મહાવીરે મરીચિના ભવમાં જે ત્યાગ કર્યો તે દ્રવ્યત્યાગ હતો, જે ચારિત્ર લીધું તે દ્રવ્યચારિત્ર હતું. બીજી અપેક્ષાએ ભગવાન મહાવીરનો ભવ જે મરીચિ, તેમાં જે દીક્ષિત થયેલા છે, પ્રતિબોધ પામેલા છે, તે સંસારની અસારતાના જ્ઞાનથી નહિ, ત્યાગના સુંદરપણાને લીધે નહિ, પણ શ્રી ઋષભદેવજીના તીર્થંકરપણાની ઋદ્ધિ દેખીને જ, ઋદ્ધિની અપેક્ષાએ જે ત્યાગી થનારો છે, એના ત્યાગને દ્રવ્યત્યાગ કહેવો કે નહિ ? એક મનુષ્ય ભૂખ્યો થયો હોય, બીજાનું ખુન કરવા તૈયાર થયો હોય, તે વખતે કોઈ બીજો મનુષ્ય ખાવાનું આપે, તેથી તે ખુન કરવાનું છોડી દે છે, તો તે ખુનનો ગુન્હેગાર થાય કે નહિ ? નહિ. ખુન કરવાથી બચે તેથી ખુની કહેવાય નહિ; તેવીજ રીતે પાપના પોટલામાંથી તીર્થંકરની ઋદ્ધિથી કે ચાહે તેનાથી બચે, પણ પાપથી તો બચેલો જ છે. મહાવીર મહારાજના શાસનમાં આપણે છીએ, હેમચંદ્રસૂરીશ્વરજી પણ એમના શાસનમાં છે, દ્રવ્યથકી પણ બોધ અને ચારિત્ર થયાં હોય તો પણ તે શ્રી ઋષભદેવજીના પ્રતાપે.
મહાપુરુષોમાં આપણે ઋષભદેવજીના ચરિત્રને કહેવાની વધારે જરૂર છે, અને નિર્યુકિતકાર મહારાજ પણ આ જ અધિકારે શ્રી આદીશ્વર ચરિત્રનું વર્ણન કરે છે, તે ઋષભદેવજીના અધિકારમાં તેમનો પહેલો ભવ ધનાસાર્થવાહનો છે અને તેમને શ્રીધર્મઘોષસૂરીશ્વરજી
મંડાત્મકુઈ ઇત્યાદિ કહી ધર્મનું સ્વરૂપ કેવી રીતે સમજાવે છે તે અગ્રે......
Page #625
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર
૪૯૩
આ પૂર્વાચાર્યોના ઉત્તમ ગ્રંથો મેળવવાનો અપૂર્વ અવસર.
છે છે કે છે કે
છે એક જ છે કે છે
૧. ત્રિષષ્ઠીય દેશના સંગ્રહ... - ૮-૦ ૧૮. વંદારવૃત્તિ
.૧-૪-૦ ૨. દશવૈકાલિક ચૂર્ણિ... ...૪- ૦-૦ ૧૯. પયરણ સંદોહ
...૦-૧૨-૦ ૩. ઉત્તરાધ્યયન ચૂર્ણિ... ...૩- ૮-૦ ૨૦. અહિંસાષ્ટક, સર્વસિદ્ધિ, ઐન્દ્ર ૪. પરિણામમાળા(લેજર પેપર પર)...૧-૧૨-૦
- સ્તુતિ ...૦-૮-૦ ૪. પરિણામમાળા(ડ્રોઈગ પેપર પર)...૦-૧૦-૦ ૨૧. અનુયોગ ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ..૧-૧૨-૦ ૫. ૧૨૫ ૧૫૦, ૩૫૦ સ્તવન ૨૨. નંદી ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ...૧ સાક્ષી સહિત
૦- ૮-૦ ૨૩. નવપદ પ્રકરણ બૃહદવૃત્તિ ..૩ ૬. પ્રવચન સારોદ્વાર પૂર્વાર્ધ)...૩- ૦.૦ ૨૪. ઋષિ ભાષિત ૭. , , (ઉત્તરાધ)...૩ ૦.૦ ૨૫. પ્રવ્રયા વિધાન કુલકાદિ .૦૮. પંચાશકાદિ મૂળ ...૩-૦-૦ ૨૬. પ્રત્યાખ્યાનાદિ વિશેષણવતી ૯. પંચાશકાદિ અકારાદિ ...૩- ૦-૦
વીશ વીશી ...૧- ૪ ૧૦.જયોતિષ્કકરંડક ..૩ ૦.૦ ૨૭. વિશેષાવશ્યક ગાથાનુક્રમ ..૦૦ ૩-૦ ( ૧૧. પંચ વસ્તુ
૨- ૪-૦ ૨૮. બારસાસૂત્ર (સચિત્ર) ૧૨-૦-૦ ૧૨. દ્રવ્યલોક પ્રકાશ ...૧- ૮-૦ ૨૯. સાધુ આવશ્યક ક્રિયાનાં સૂત્રો ભેટ ૧૩. ક્ષેત્રલોક પ્રકાશ ...૨ ૦-૦ ૩૦. આચારાંગ સૂત્ર. છપાય ૧૪. યુક્તિ પ્રબોધ .૧- ૮-૦ લલિતવિસ્તરા ૧૫.દશપયન્ના ...૧ ૮-૦ ૩૧.
પુસ્તકાકાર. ૧૬ નંદી આદિ અકારાદિક્રમ
૩૨. શ્રાદ્ધવિધિ (હિન્દી) તથા વિષયક્રમ...૧- ૮-૦ ૩૩. જિનસ્તુતિ દેશના (હિન્દી) ... - ૧૭.વિચાર રત્નાકર ...૨- ૪-૦ ૩૪. મધ્યમસિંદ્ધપ્રભા વ્યાકરણ
. વસ્ત્રવર્ણ સિદ્ધિ
* કમિશનઃ ૧૦૦. ..૧૨ાા ટકા ૫૦ ટકા ૭૫ ~૧૦ ટકા ૨૫.૫ ટકા
તુર્ત લખો:જૈનાનંદ પુસ્તકાલય, IS, ગોપીપુરા, સુરત, (ગુજરાત) |
એક છે કે છે
ક છે કે એક
Page #626
--------------------------------------------------------------------------
________________
૪૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧૦-૮-૩૪
શજેશ્વશે બકેશ્વશે ઠેમ ? જs|
(અનુસંધાન પાનું ૪૦૮). ભગવાને ઉત્તરમાં હકાર કહ્યો, ત્યારે ભગવાન ગૌતમસ્વામી પૂછે છે કે તેવો જન્મથી આંધળો અને જન્મથી અંગોપાંગની પણ અશુભ આકૃતિવાળો પુરુષ કઈ જગા પર છે? એ પ્રશ્નના ઉત્તરના જવાબમાં ભગવાન કહે છે કે-હે ગૌતમ, આ જ મૃગગામનગરમાં રાજા વિજ્યક્ષત્રિયનો પુત્ર અને મૃગાદેવી મહારાણીથી જન્મેલો મૃગાપુત્ર નામનો બાળક જન્મથી આંધળો અને જન્મથી જ અંગોપાંગની અવ્યવસ્થિત આકૃતિવાળો છે. તે બાળકને હાથપગ વિગેરે અંગોપાંગો નથી, એટલું જ નહિ, પણ તેનો આકાર માત્ર પણ ઘણો જ ખરાબ છે અને તે બાળકને મૃગાદેવી એકાંતમાં રાખી પ્રચ્છન્નપણે પાલન કરે છે. ત્યારે ભગવાન ગૌતમસ્વામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન, નમસ્કાર કરીને એમ કહે છે કે-હે ભગવાન, જો આપની આજ્ઞા થાય તો હું તે મૃગાપુત્ર નામના બાળકને જોવા ઈચ્છું . એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને “યથાસુખ” દેવાનું પ્રિય” એમ કહ્યું. પછી ભગવાન ગૌતમસ્વામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા પ્રાપ્ત થવાથી હર્ષવાળા અને સંતોષવાળા થઈ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પાસેથી નીકળે છે, અને અત્વરિત, અચપલ અને અસંભ્રાન્તપણે ઘુસરા જેટલી જગ્યા દેખાય તેવી દૃષ્ટિએ દેખતા અને ઇર્યાસમિતિ શોધતા જે સ્થાને મૃગગામનગર છે ત્યાં આવે છે અને મૃગગામનગરની મધ્યમાં થઈને જે સ્થાને મૃગાદેવીનો મહેલ છે ત્યાં આવ્યા. તે વખતે તે મૃગાદેવી મહારાણી આવતા એવા ભગવાન ગૌતમસ્વામીને દેખીને હર્ષ, સંતોષ અને આનંદને પામેલી ભગવાન ગૌતમસ્વામીને એમ કહે છે-હે દેવાનુપ્રિય ! અત્રે પધારવાનું જે પ્રયોજન હોય તે મને ફરમાવો. આ સવાલના ઉત્તરમાં ભગવાન ગૌતમસ્વામી મૃગાદેવી મહારાણીને કહે છેઃ-હે દેવાનુપ્રિયે! હું તારા પુત્રને દેખવા માટે જલદી અહીં આવ્યો છું. તે વખતે તે મૃગાદેવી મહારાણી મૃગાપુત્ર પછી જન્મેલા પોતાના ચાર પુત્રોને સર્વ અલંકારથી વિભૂષિત કરીને ભગવાન ગૌતમસ્વામીના ચરણકમલમાં નમસ્કાર કરાવે છે અને કહે છે કે આ મારા પુત્રોને આપ જુઓ. ત્યારે તે ભગવાન ગૌતમસ્વામીજી મૃગાદેવી મહારાણીને એમ કહે છે કે-હે દેવાનું પ્રિયે ! હું તારા આ ચાર નાના પુત્રોને જોવા માટે જલદી અહીં આવ્યો નથી, પણ તારા પુત્રોમાં જે મૃગાપુત્ર નામનો જેષ્ઠ પુત્ર જન્મથી આંધળો અને જન્મથી અંગોપાંગની માત્ર અનુચિત આકૃતિવાળો જેને તું એકાંત ભૂમિગૃહમાં પ્રચ્છન્નપણે ભાત પાણીથી પોષે છે, તેને દેખવાને હું અહીં જલદી આવ્યો છું. આ સાંભળીને ચમત્કાર પામેલી તે મહારાણી ભગવાન ગૌતમસ્વામીજીને કહે છે કે-હે ગૌતમ! તેવા પ્રકારના જ્ઞાની કે તપસ્વી કોણ છે કે જેણે મારો ગુપ્તમાં ગુપ્ત રાખેલો આ પદાર્થ સહેજે જણાવ્યો, જે જણાવવાથી આ ગુપ્ત પદાર્થની તમને જાણ થઈ. આ પ્રશ્નના ઉત્તરમાં ગૌતમસ્વામી મહારાણીને કહે છે કે-હે દેવાનું પ્રિયે ! મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ આ ખાનગી પદાર્થ મને કહ્યો ને તેથી હું જાણું છું જેટલી વખતમાં મૃગાદેવી મહારાણી ભગવાન ગૌતમની સાથે આ બાબતની વાતચીત કરે છે તેટલામાં
Page #627
--------------------------------------------------------------------------
________________
૪૫
તા. ૧૦-૮-૩૪.
શ્રી સિદ્ધચક્ર મૃગાપુત્ર નામના બાળકને ભોજન કરાવવાની વખત થઇ. પછી તે મૃગાદેવી મહારાણી ભગવાન ગૌતમસ્વામીજીને એમ વિનંતિ કરે છે.
ઇદ્રિયના વિષયો ને તેના સાધનોની લાલસાની વૃદ્ધિથી તે સાધનોની પ્રાપ્તિ રક્ષા અને વૃદ્ધિને માટે કટિબદ્ધ થનાર જીવોમાં રાજ્યેશ્વરો જ અગ્રપદ ભોગવે છે અને તેથી તેવા રાજ્યેશ્વરો ચક્ષુ ઈદ્રિયની માફક માત્ર પરકાર્યમાં જ પ્રવૃત્ત રહે છે અને ચક્ષુ જેમ આખા જગતના વિધવિધ પદાર્થોને ઘણે જ દૂરથી અને ઘણી બારીકાઇથી જોનાર છતાં, પોતાની કૃષ્ણતા, કે રક્તતા જોવાને શક્તિમાન થતી નથી. તેવી રીતે તે રાજ્યેશ્વરો પણ કંચન, કુટુંબ, કાયા અને કામિનીની આસકિત કરીને તેની પ્રાપ્તિ આદિમાં પ્રવૃત્ત થતા તેને જ દેખે છે, પણ પોતાનો આત્મા કે જે સર્વકાલમાં સ્થિરપણે રહેનારો છે તેને કે તે આત્માના જ્ઞાનાદિક ગુણો જેને મેળવીને મેલવાના નથી તેની તરફ તેઓ લક્ષ્ય કરી શકતા નથી. ચક્ષુ પોતે પોતાને જુવે એ વાત અસંભવિત લાગતા છતાં પણ ચક્ષુની સામો આરિસો રાખનાર મનુષ્યની ચક્ષુ પોતે પોતાને જોઈ શકે એમાં નવાઈ નથી. એવી જ રીતે કર્મની પરાધીનતામાં ફસાઈ પડેલો આત્મા, પોતાને કે પોતાના ગુણોને જુવે એ અસંભવિત જેવું લાગવા છતાં પણ અરિહંત ભગવાનના આગમઆરિસાને અહર્નિશ આગળ રાખનારો રાજ્યેશ્વર પોતાના આત્માને અને તેના ગુણોને જોઈ શકે છે. આવી રીતે અરિહંત ભગવાનના આગમઆરિસાને આગળ રાખીને આત્માના સ્વરૂપ અને ગુણોને દેખનારા રાધેશ્વર કુટુંબ, કાયા, કંચન, કામિનીના મોહને કલેશોત્પાદક ગણીને તેમાં રાચતા નથી અને તે જ કારણથી તેવા નહિ રાચનારા રાજવીઓ નરકગામી થતા નથી પણ જેઓ આગમ આરિસાને આગળ ન રાખે, અને તેથી આત્માના સ્વરૂપ કે ગુણને ન વિચારે તેવા રાજ્યેશ્વરો ઋદ્ધિસમૃદ્ધિ અને આજ્ઞા ઐશ્વર્યના મદથી છાકટા (ગાંડા) થઈ તેવી પ્રવૃત્તિઓ કરે છે કે જેથી તે રાજયેશ્વરોને નરકેશ્વર થવું જ પડે છે. એ જ વાત જણાવવા માટે મૃગાપુત્રના અધ્યયનનો અધિકાર શરૂ કરેલો છે તે અધિકારમાં ભગવાન ગૌતમસ્વામી મૃગગામનગરમાં રાજા વિજય ક્ષત્રિયના મહેલમાં પધારેલા છે અને મૃગાદેવી નામની મહારાણીની સાથે વાર્તાલાપમાં મૃગાપુત્રને ખાનગી ભોંયરામાં રાખી ખાનગી રીતિએ પાલન કરાય છે એ હકીકત ભગવાન ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર મહારાજના વચનથી જાણી છે એમ જણાવ્યું. ભગવાન ગૌતમસ્વામી અને મૃગાદેવી મહારાણીનો વાર્તાલાપ ચાલતો હતો તેટલામાં જ મૃગાપુત્રનો ભોજનનો વખત થયો અને તેથી જ મૃગાદેવીએ ભગવાન ગૌતમસ્વામીને કહ્યું કે -
હે ! ભગવાન તમે અહીં ઉભા રહો, હું તમને તે ખાનગી ભોંયરામાં રાખેલા અને ખાનગી રીતિએ પલાતા મુખ્ય કુંવરને બતાવું છું એમ કહી જ્યાં રસોડું છે ત્યાં જઈને પહેરેલાં વસ્ત્રોની પરાવૃત્તિ કરીને કાષ્ટની ગાડી લઈને અનશન-પાન-ખાદિમ-સ્વાદિમ તેમાં ભર્યા ને પછી તે કાષ્ટની નાની ગાડીને ખેંચતી ખેંચતી જે જગા પર ભગવાન ગૌતમસ્વામી છે તે જગા પર આવી, આવીને ભગવાન ગૌતમસ્વામીજીને એ પ્રમાણે કહે છે કે - હે ભગવાન આપ મારી પાછળ ચાલો જેથી હું આપને મૃગાપુત્રને બતાવું. ત્યારપછી ભગવાન ગૌતમસ્વામી મૃગાદેવીની પાછળ જાય છે. ત્યારબાદ તે મૃગાદેવી તે કાષ્ટની ગાડીને ખેંચતી ખેંચતી જ્યાં ભોંયરું છે ત્યાં આવે છે. આવીને ચાર પડવાળા
Page #628
--------------------------------------------------------------------------
________________
૪૬
તા.૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર વસ્ત્ર વડે મુખ બાંધે છે, મુખ બાંધતી તે મૃગાદેવી ભગવાન ગૌતમસ્વામીને એ પ્રમાણે કહે છે કે હે ભગવાન તમે પણ મુહપત્તિથી મુખ બાંધો ત્યારે ભગવાન ગૌતમસ્વામીજી મૃગાદેવીએ એ પ્રમાણે કહ્યું છતે મુહપત્તિથી મુખ બાંધે છે. ત્યારબાદ તે મૃગાદેવી અવળે મુખે ભોંયરાનું દ્વાર ઉઘાડે છે.
મૃગાપુત્રને જેમાં રાખ્યો છે તે ભોંયરાનું દ્વાર ઉલટા મુખવાળી એવી મૃગાવતી રાણીએ જયારે ઉઘાડયું ત્યારે તેમાંથી મરેલા સાપના કલેવર જેવા, ગાયના મડદા જેવા અને કુતરાના મડદા જેવા અનિષ્ટ પદાર્થનો જે ગંધ હોય છે તેના કરતાં અત્યંત અનિષ્ટ, અપ્રિય, અમનોજ્ઞ અને અનિચ્છનીય એવો દુષ્ટ ગંધ નીકળ્યો. (એવા ભૂમિગૃહમાં મહારાણી મૃગાવતી અને ગૌતમસ્વામીજી ગયા પછી તે મૃગાવતી મહાદેવી તે મૃગાપુત્રને માટે જે ખોરાક આપ્યો હતો તે બધો અનશન, પાન, ખાદિમ, સ્વાદિમનો ખોરાક મૃગાપુત્રની આગળ મેલ્યો.)
તે વખત તે મૃગાપુત્ર બાળક તે અનશન, પાન, ખાદિમ, સ્વાદિમના સમુદાયના ગંધે કરીને વ્યાપ્ત થયેલો તે અનશન આદિકના સમુદાયમાં મૂછ, ગૃદ્ધિ, આસક્તિ અને તીવ્ર અધ્યવસાયને પામ્યો પછી તે અનશનઆદિકના સમુદાયને મોઢાથી ખાઈને તરત જ તે અનશનાદિકના સ્વરૂપનો નાશ કરે છે, અને પછી તે અનશનાદિકના પુગલોને પરૂ અને લોહીપણે પરિણાવે છે અને પાછો તે જ પરૂ અને લોહીનો આહાર કરે છે.
આ બધી તે મૃગાપુત્રની હકીકતને સાક્ષાત્ જોઇને ભગવાન ગૌતમસ્વામીજીને એવો વિચાર થયો કે આશ્ચર્યની વાત છે કે આ બાળક પહેલા ભવમાં ખરાબ રીતે કરેલાં અને પ્રાયશ્ચિત વિગેરે નહિ કરવાથી જેનો નાશ નહિ થયેલો એવા દુઃખના કારણભૂત પાપકર્મોના અશુભ ફળ અને વિપાકને વેદ છે. જો કે મેં નરક અને તેમાં રહેલા નારકીજીવો પ્રત્યક્ષ દેખ્યા નથી તો પણ આ પુરુષ પ્રત્યક્ષપણે નરકના જેવી વેદનાને ભોગવે છે એમ વિચારી મૃગાદેવી મહારાણીને જવાની સૂચના કરી ભગવાન ગૌતમસ્વામી મૃગાદેવી મહારાણીના ઘેરથી નીકળીને મૃગગામ નગરની મધ્યે થઈને નીકળે છે, અને જે સ્થાને શ્રમણ ભગવાન મહાવીર મહારાજ બિરાજે છે ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, તથા વંદના, નમસ્કાર કરીને એમ જણાવે છે કે હું આપની આજ્ઞાથી મૃગગામ નગરમાં ગયો અને જ્યાં મૃગાદેવી મહારાણીનો મહેલ હતો ત્યાં ગયો ત્યારે તે મૃગાદેવી મહારાણી આવતા એવા મને જોઇને અત્યંત હર્ષ પામી યાવતુ પૂર્વની બનેલી પરૂ અને લોહીનો આહાર તે મૃગાપુત્ર કરે છે એવી હકીકત જણાવી અને જણાવ્યું કે તે મૃગાપુત્રની તેવી અવસ્થા દેખીને મને વિચાર થયો કે અત્યંત ખેદની વાત છે કે આ બાળક આવા પાપોના અશુભ ફળને ભોગવતો વિચરે છે.
હે ભગવાન એ મૃગાપુત્રનો જીવ પૂર્વભવમાં કોણ હતો? તે કયા ગામ કે નગરમાં રહેતો હતો? શું દઇને, શું ખાઈને, તે શું આચારીને આવાં પાપો બાંધ્યાં અને કયા પાપોનું ફળ એ ભોગવે છે?”
એ પ્રશ્નના ઉત્તરમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજા “હે ગૌતમ,’ એવી રીતે ભગવાન ગૌતમને આમંત્રણ કરીને મૃગાપુત્રના પૂર્વભવને જણાવતાં કહે છે -
(અપૂર્ણ)
Page #629
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર
૪૯૦
પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ,
માધાનશ્રાદ: ધ્યકલારત્ર વાછંગર આગમોધ્ધારક_
શ્રીસાગરાનંદસૂરીશ્વરજીમ.
પ્રશ્ન ૬૯૮- એક ઘરમાં ધણીધણીયાણી છે. તેમાં સ્ત્રી ખરાબ લક્ષણવાળી છે, તો તેનું પાષણ કરતાં અસંજતિનું પોષણ થયું કે નહિ ?
સમાધાન- શાસ્ત્રોમાં ભોગોપભોગ વ્રતના અતિચારમાં કર્મને આશ્રીને પંદર કર્માદાનો જણાવતાં અસંયતી પાંપણ નામનો કર્માદાન જણાવેલો છે. અસંયતી પોષણ નામનો અતિચાર કોઈપણ સાધુ કે શ્રાવકના વ્રતને અંગે શાસ્ત્રકારોએ કહેલો નથી. જો અસંયતી પોષણને અતિચાર ગણવામાં આવે તો શ્રાવકના પહેલા અણુવ્રતમાં ભક્તપાન વ્યવચ્છેદ નામનો સ્થૂલહિંસાવિરતિને અંગે અતિચાર કહેત જ નહિ. યાદ રાખવું કે માતપાણીના વ્યચ્છેદનો અપાર કુટુંબી, મનુષ્યો અને ઘરના પશુપંખીને અંગે જ છે, અને તે કુટુંબી વિગેરે સર્વ અસંયત જ છે, અને તેઓને ભાત પાણી ન દેવામાં કે દેવા હોય તેમાં અંતરાય કરવામાં અતિચાર માનનારા શાસ્ત્રકારો અસંયત પોષણને અતિચાર તરીકે કહી શકે જ નહિ. આ અસતીપોષણની જગા ઉપર અસંયતી પોષણનો જુઠો બુટ્ટો ઉઠાવનાર બીજા કોઇજ નહિ, પણ પેલા દયાના દુશમનો તેરાપંથીઓ જ છે, અને અક્કલ વગરના કેટલાક તે પંથને નહિ માનનારા પણ તે અર્થ બોલવામાં દોરાયા છે, પણ વાસ્તવિક રીતિએ અસંયતી પોષણ અતિચાર નથી, પણ અસતીપોષણ અતિચાર છે. વળી અસતીપોષણનો અતિચાર હોવાથી જ તે ભોગપભોગવ્રતનો અતિચાર ગણાય, પણ જો અસંયતી પોષણ નામનો અતિચાર હોત તો તે મુખ્યતાએ પહેલા અણુવ્રતનોજ અતિચાર હોય તથા ભોગપભોગ પરિમાણવ્રતમાં પણ અસતીપોષણ નામનો અતિચાર ખોરાકના નિયમોના અતિચારોમાં નહિ ગણાતાં કર્મ એટલે આજીવિકાને અંગે થતા વનકર્માદિક કારણોની માફક અસતીપોષણને પણ આજીવિકાના કારણ તરીકે અતિચાર ગણાવેલો છે. આ બધો અધિકાર વિચારવાથી સ્પષ્ટ સમજાઇ જશે કે આજીવિકા ચલાવવાને માટે દાસી આદિ અસતીઓનું પોષણ કરી કુટ્ટણખાનાં ચલાવી, તેનું ભાડું લેવું તેજ અસતીપોષણ અતિચાર ગણાય. આ ઉપરથી દયાના દુશમનો અનુકંપાદાનના નિષેધને માટે અસતીપોષણની જગા ઉપર અસંયતી પોપણ શબ્દ વાપરી જે અનુકંપાદાનનો નિષેધ કરે છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે તેમજ આર્યની પંક્તિમાં પણ બેસવા લાયક નથી. આવી રીતે પ્રકૃતિ અતિચારનો અધિકાર છતાં સંસારથી વૈરાગ્ય પામેલો કોઇક
Page #630
--------------------------------------------------------------------------
________________
૪૯૮ શ્રી સિદ્ધચક્ર
તા.૧૦-૮-૩૪ બ્રહ્મચર્યની પરિણતિવાળો મનુષ્ય રસોઇયાના ખર્ચને બચાવવા માટે જ પોતાની સ્ત્રીને અસતી જાણ્યાં છતાં પણ તેના પોષણને અસતીપોષણ ધારી લે તેમાં નવાઈ જેવું નથી. પ્રશ્ન ૯૯૯- રસગૌરવ, ઋદ્ધિગૌરવ અને શાતાગૌરવનું સ્વરૂપ શું?
સમાધાન- સાધુને અંગે જેમ કોઈ સાધુને ઇષ્ટ રસવાળા સારાસારા પદાર્થોની ગોચરી મળતી હોય તે સાધુ તે બીજા સાધુને કે જેને ભિક્ષા પણ સારી રસવાળી કે ઉચિત મળતી નથી તેને કહે કે “મને કેવી સરસ ગોચરી મળે છે. આવી ગોચરી મળવાથી જ ખરેખરી મારી ઉત્તમતા છે, એમ કહે અગર મનમાં માને તો તે રસગૌરવ કહેવાય. યાદ રાખવું કે સારા રસવાળી ગોચરી ખાતાં કંથિચતુ પ્રમાદને લીધે આનંદ થાય તો તે રસની આસકિત છે પણ રસગૌરવ નથી. ગૌરવ એ અભિમાનનો જ પર્યાય છે. તેવી જ રીતે નરેન્દ્ર પૂજા અને સાધુ સાધ્વીનો પરિવાર કે તેનો આદર મળવાથી થતું અભિમાન તે ઋદ્ધિગૌરવ ગણાય, અને પોતાના શરીરને કોઇપણ જાતની આધિવ્યાધિથી પીડિતપણું ન હોય, પણ પરમ શુભોદયથી સંયમમાં સહાયકારક એવા શાતાદનીયનો ઉદય હોય છતાં તે શાતાના ઉદયને અંગે અભિમાન કરે અને બીજા શાતાના ઉદયવાળાઓને અધમ તરીકે વિચારે કે જણાવે તો તે શાતાગૌરવ કહેવાય.
પ્રશ્ન ૭૦૦- જગતમાં શિયાળે અને ઉનાળે, રાત્રે અને દિવસે પુગલોના સ્પર્શી થવામાં નિયમ ખરો કે નહિ?
સમાધાન- ઉનાળામાં કે દિવસે તિચ્છલોકમાં જ્યાં સૂર્ય વિગેરેનું ફરવું હોય છે અને તેથી ઘણે ભાગે ઉષ્ણ સ્પર્શ વેદાય છે. તો પણ સર્વલોકમાં કે તિથ્યલોકમાં પણ બધા પુલો ઉષ્ણસ્પર્શવાળા જ હોય એવો નિયમ નથી તેમ શીત ઋતુમાં બધા શીતસ્પર્શવાળા જ હોય એવો નિયમ નથી, પણ દિવસે શુભ પુદ્ગલો અને રાત્રે અશુભ પુદ્ગલોનો પ્રભાવ છે, એમ શાસ્ત્રષ્ટિથી જણાય છે. તેવીજ રીતે અધોલોકમાં પ્રાયે અશુભ પરિણામવાળા તિર્યગુલોકમાં મધ્યમ પરિણામવાળા અને ઉર્ધ્વલોકમાં શુભ પરિણામવાળા પુદ્ગલો તે તે ક્ષેત્રના પ્રભાવથી હોય એમ પણ શાસ્ત્ર દૃષ્ટિથી જણાય છે.
પ્રબ ૭૮૧- જેના ઘરમાં મરણ થાય તે ઘરમાં બહારથી આવનાર માણસને તે ઘરનું પાણી પીવાથી તથા ખાવાથી તે જ દિવસે જિનપૂજા થાય કે નહિ? અથવા કેટલા દિવસનું સૂતક લાગે?
સમાધાન શ્રી દશવૈકાલિકસૂત્રના પાંચમા અધ્યયનમાં પડવુછુયુનં ર વિશે. એ ગાથાની વ્યાખ્યામાં ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી જન્મ અને મરણના સૂતકવાળા કુળમાં સાધુઓને પણ આહારપાણી લેવાનું તેમજ પ્રવેશ કરવાનું પણ વર્જે છે. શ્રી આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં તથા વ્યવહારભાષ્યમાં સૂતકવાળાના કુળો દશ દિવસ સુધી વર્જવાનાં જણાવે છે, તેથી સૂતકવાળાને ઘેર ખાવુંપીવું વર્જવું એ ઉચિત જણાય છે, પણ સૂતકવાળાને ઘેર ખાનાર પીનારે તે ખાવા પીવાના દિવસ સિવાય પોતાને ઘેર આવ્યા પછી પણ સૂતક પાળવું જોઇએ એવો કોઈ શાસ્ત્રીય લેખ જાણવામાં નથી, જો કે શ્રીમાનું વિજયસેનસૂરિજી વિગેરે દેશાચાર ઉપર સૂતકનો આધાર રાખવા જણાવે છે, પણ તેઓશ્રી પણ સૂતકનાં ગૃહો દશ દિવસ સુધી વર્જવાં એવી તપાગચ્છની પ્રવૃત્તિ છે. એમ સ્પષ્ટ જણાવે છે. વ્યવહારસૂત્રમાં સૂતકના ગૃહોની વર્જનીયતા લૌકિક છે એમ જણાવે છે, તો પણ તે સૂતકના ગૃહો નહિ વર્જીને આહાર પાણી લેનારને નિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત જણાવે છે, વળી વ્યવહારભાષ્યમાં ડુમ્બમાર વગેરેના કુળો
Page #631
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર વર્જવાં તે પણ લૌકિક જણાવે છે છતાં પણ તેવા કુળોમાં આહાર પાણી લેનાર સાધુને નિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત જણાવે છે, સૂતકવાળાના ગૃહો વર્જવાં અને સૂતક પાળવું એ શાસ્ત્રાનુસારી હોવા સાથે ગચ્છમર્યાદાને પણ અનુસરતુ જ છે.
પ્રશ્ન ૭૦ર- બહાર દેશાવર પોતાના કુટુંબી સગો રહેતો હોય અને ત્યાં મરણ થયું હોય એવા સમાચાર આવવાથી સૂતક લાગે કે નહિ અને કેટલા દિવસે જિનપૂજા થાય?
સમાધાન- શાસ્ત્રકારોએ સામાન્ય રીતે જન્મ મરણના સ્થાનને અંગે જ અશુચિપણું માનેલું છે, અને તેથી દેશાંતરે થયેલા મરણના સમાચારથી સૂતક પાળવાનો સંબંધ રહેતો નથી, પણ સૂતકાદિ તો શું પણ ખુ સ્નાન પણ શાસ્ત્રકારોએ અનુવાદનીય માનેલું છે, પણ વિધેય તરીકે માનેલું નથી, તેથી લોકમાં સિદ્ધ રીતિને અનુસારે દશ દિવસમાં જેટલું બાકી હોય તેટલો કાળ અશૌચપણું પાળવું એમ લૌકિક રીતિના મૂળભૂત સ્મૃતિઓ કહે છે.
પ્રબ ૭૦૩- જેના ઘરમાં પોતાની સ્ત્રીને તથા પોતાની દીકરીને, અથવા પોતાના ભાઈની સ્ત્રીને, તથા સગાભાઈની દીકરીને સુવાવડનો પ્રસંગ થાય ને તે ઘરના રહેનાર ચુકતાં માણસ તે ઘરથી અલગ (જુદા) જમે અને સુવાવડવાળા ઘરનો કોઈ જાતનો સંબંધ રાખે નહિ, તો અલગ રહેનારા માણસોને સૂતક લાગે કે નહિ ?
સમાધાન- શાસ્ત્રકારોના વચન પ્રમાણે જે સ્થાનમાં જન્મસૂતકદિ હોય તે સ્થાનમાં જ અશુચિ ગણાય છે, અને વર્તમાનમાં રિવાજ પણ એવો છે કે પ્રસૂતિવાળી બાઈ સર્વથા ભિન્ન સ્થાને રહે તો કુટુંબીઓને અશૌચ લાગતું નથી, અને તેથી તે ભિન્ન સ્થાને રહેલા કુટુંબીઓ જિનપૂજાજિક કાર્યો કરે છે, એ બાબતનો શાસ્ત્રકારોએ વિશેષ ખુલાસો કર્યો હોય એવું ધ્યાનમાં નથી.
પ્રશ્ન ૭૦૪- એકજ મોભારાથી પાંચ સાત ઘર હોય અને વચમાં કોઈ ઘરમાં સુવાવડનો પ્રસંગ આવે તો બાકીના રહેલા ઘરોવાળાને સૂતક લાગે કે નહિ? અને સૂતક કેટલા દિવસનું લાગે અને કેટલા દિવસે જિનપૂજા થાય ?
સમાધાન- શાસ્ત્રકારોએ સૂતકસ્થાનથી સો હાથ સુધી અશુચિ ગણી સ્વાધ્યાય વર્જવા માટે સાધુઓને ફરમાન કર્યું છે, તે અનુસાર સૂતકનું સ્થાન નિકટ હોય તો અપવિત્રતા માનવી એ હિસાબે એક મોભવાળા સ્થાનો વર્જવાનો વ્યવહાર ચાલ્યો હોય એમ જણાય છે. સૂતકનું પ્રમાણ દશ દિવસ છે એ વિગેરે ઉપર જણાવવામાં આવેલું છે.
પ્રશ્ન ૭૦૫- પોતાના ઘરમાં મરણ થાય તો તેને કેટલા દિવસનું સૂતક લાગે?
સમાધાન- સૂતકને માટે દશ દિવસ વર્જવાની વાત ઉપર જણાવેલી છે. તેથી વધારે ઓછું કરવાનું કંઇ કારણ આમાં જણાતું નથી.
પ્રશ્ન ૭૦-પપ્ની, ચોમાસી તથા સંવત્સરી પ્રતિક્રમણમાં મોટી શાંતિ અને છેલ્લો લોગસ્સ બોલાયા પછી સંતિકર બોલવું જ જોઇએ ?
સમાધાન- સંતિકર એ નવસ્મરણમાંનું એક સ્મરણ છે, પાપ હરનાર હોવા સાથે વિદનનું નિવારક છે, પૂર્વ પુરુષોએ તેનું કથન આચરેલું છે, અને સંતિકરની ટીકાની અંદર પાક્ષિકને દિવસે તેના પઠનનો
Page #632
--------------------------------------------------------------------------
________________
૫૦૦
તા.૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર ઇસારો છે, માટે તે બોલવું ઉચિત છે પણ અનુચિત નથી, કેટલાક તરફથી કહેવામાં આવે છે કે એમ પ્રક્ષેપ કરતાં ઘણું વધી જશે, પણ આ કથન આચરણ કરવાવાળા મહાપુરુષોએ નહિ વિચાર્યું હોય એમ માનવા તૈયાર થવું એ યોગ્ય નથી. કદાચ મહાપુરુષોએ કારણસર વધાર્યું તો તે સંતિકને અંગે કઈ સાવધકરણી હતી કે જેથી નિષેધ કરવાની જરૂર હતી?
પ્રશ્ન ૭૦ ભગવાન મહાવીરને કાનમાં ખીલા ઠોકયા ત્યારે કોઈ અવાજ તેમના મુખેથી થયો નહિ જ્યારે ખીલા કાઢયા ત્યારે ચીસ પાડી તો પછી ભગવાન મહાવીરના વીર્યબલમાં વધારો ઘટાડો માનવો?
સમાધાન- ભગવાન મહાવીર મહારાજના કર્ણમાં ગોવળીઆએ જે શલાકાએ ઠોકી તે વખત માત્ર માંસનો વિંધાવો હતો અને તેથી ભૈરવ શબ્દ ન થયો પણ તે શલાકાઓ કર્ણમાં ઘણી મુદત રહેવાથી માંસ સાથે જોડાઈ ગઈ અને તેથી તે શલાકાઓ ખેંચતી વખત મર્મસ્થાનનો માંસનો ભાગ ખેંચાયો, અને તેથી ભૈરવ શબ્દ થયો એમ માનવામાં વિર્યની ન્યૂનાધિકતા માનવાની કાંઈ જરૂર નથી, જો કે કલકના પ્રક્ષેપ અને નિર્ગમનની વખત ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં છે, અને તેથી વીર્યની ન્યૂનાધિકતા માનવામાં અડચણ નથી, તો પણ કીલક્કર્ષણ વખતે થયેલો ભૈરવ શબ્દ તેઓશ્રીના વીર્યની ન્યૂનતા જણાવનારો નથી એમ જણાય છે. પ્રશ્ન ૭૦૮-આયંબિલની રસોઈમાં હીંગ વપરાય કે નહિ ?
સમાધાન- શ્રી વિજયસેનસૂરિજીના કથન મુજબ સૂંઠ વિગેરે વાપરવામાં જો આયંબિલમાં વાંધો નથી તો હીંગમાં વાંધો ન હોય તે સ્વાભાવિક છે, અને એ વાત બિલવણ સૂઠિ મરીચ ને સૂબા, મેથી, સંચલ રાંમઠ કહ્યા-એ આયંબિલની સઝાય જોવાથી સમજી શકાશે તથા પ્રવૃત્તિથી પણ હીંગવાળા પદાર્થો આયંબિલમાં દોષ કર્તા નથી એમ જણાય છે. પ્રશ્ન ૭૦૯- આયંબિલ ખાતામાં ધર્માદા ખાતે કાઢેલી રકમ અપાય કે નહિ?
સમાધાન- સાત ક્ષેત્રમાંથી કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ મનુષ્ય કાંઇપણ દ્રવ્યનો ઉપયોગ કરે તે ધર્મ થવાનો માનીને જ કરે છે. તપસ્યા કરવાવાળાને તપસ્યાના દિવસે કે પારણાના દિવસે જે જમાડવાનું કરે કે ભક્તિ કરે તે સર્વ ધર્મ સમજીને જ કરે છે, તેથી તેવી તપસ્યા કરનારા કે પારણાં કરનારાને કોઇપણ પ્રકારે ધર્માદીયા કહી શકાય નહિ, પણ જેઓ શ્રીજિનેશ્વર ભગવાનના શાસનની શ્રદ્ધા ન ધરાવતા હોય, વ્રત, પચ્ચકખાણ કે તપસ્યામાં આદરવા ન હોય, પણ દેવ, ગુરુ અને ધર્મના વિરોધી હોઈ શ્રાવકપણાના કે ધર્મના નામે પૈસાઓ લે કે તેવા પૈસાથી નિર્વાહ ચલાવે તેવાઓ જ ધર્માદીયા કહી શકાય વસ્તુતઃ મોક્ષમાર્ગની આરાધના માટે સાતે ક્ષેત્રમાંથી કોઇપણ ક્ષેત્રમાં જે પણ કાંઈ દ્રવ્યનો વ્યય થાય તે સર્વ ધર્મ માર્ગે જ વ્યય થયો સમજવો.
પ્રશ્ન ૭૧૦ ગ્રહ અગર બીજા કારણે રવિવાર, મંગળવાર, શનિવારના આયંબિલ કરે તો તેને આયંબિલનું ફળ મળે કે મિથ્યાત્વ લાગે ખરું?
સમાધાન- સમ્યગુષ્ટિ જીવ પોતાના સમ્યકત્વને પ્રભાવે ભગવાન જિનેશ્વર મહારાજે મોક્ષને માટે કહેલી ક્રિયાઓ અવ્યાબાધ સુખમય એવા મોક્ષની પ્રાપ્તિ માટે જ કરે. કોઈ દિવસ પણ ઝવેરી બોરાં પેટે હીરામોતીને આપી દે નહિ; તેમ સમ્યગુદષ્ટિ અવ્યાબાધ એવા મોક્ષને આપનારી ક્રિયાને અનર્થકારક
Page #633
--------------------------------------------------------------------------
________________
૫૦૧
તા. ૧૦-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર એવા પગલિક પદાર્થને માટે કરે નહિ, છતાં જેઓ તેવી શુદ્ધ શ્રદ્ધાવાળા હોય અને આપત્તિ ટાળવા માટે લૌકિક ફળની અપેક્ષાએ આયંબિલ આદિ ક્રિયાઓ કરે તો તેવા જીવોને તે આયંબિલ આદિ ક્રિયા ભાવક્રિયા નહિ ગણાતાં દ્રવ્યક્રિયા જ ગણાય પણ શ્રદ્ધાની શુધ્ધિ હોય ત્યાં સુધી તેવી ક્રિયાઓથી મિથ્યાત્વ જ થઈ જાય છે એમ માનવું શાસ્ત્રસંગત નથી લાગતું.
પ્રશ્ન ૭૧૧- ઉપધાનમાં સો લોગસ્સનો કાઉસગ્ન કરવાનો છે તો તે લોગસ્સ પૂરા કહેવા કે ચંદેસુ નિમ્મલયર સુધી કહેવા?
સમાધાન-રાઇ, દેવસિ પ્રતિક્રમણ વિગેરેમાં શ્વાસોચ્છવાસનું પ્રમાણ હોવાથી એકેક લોગસ્સના ચંદેસુ નિમ્મલયર સુધી પચીસ શ્વાસોચ્છવાસના હિસાબે અને સાગરવરગંભીરા સુધી સત્તાવીસ શ્વાસોચ્છવાસનો હિસાબ લઈ પચાસ સો, એકસો આઠ, ત્રણસો, પાંચસો વિગેરે શ્વાસોચ્છવાસના કાઉસ્સગ્નમાં ચંદેસુ નિમ્મલયરા કે સાગરવરગંભીરા સુધી લોગસ્સ ગણાય છે, પણ જ્યાં શ્વાસોચ્છવાસનું પ્રમાણ નથી તેવા ઉપધાન, જ્ઞાનપંચમી વિગેરેના કાઉસગ્ગમાં લોગસ્સ સંપૂર્ણ ગણવા જોઇએ. પ્રશ્ન ૭૧૨- ગ્રહણની અસજઝાયમાં કલ્પસૂત્રનું વાચન થાય કે નહિ ?
સમાધાન- ચંદ્ર કે સૂર્ય બંનેમાંથી કોઇનું પણ ગ્રહણ હોય તો તેમાં અસક્ઝાય છે એ વાત અનેક શાસ્ત્રોથી નિશ્ચિત છે. કલ્પસૂત્રના વાચનને અં: જઝાય સર્વથા ટાળવી જોઇએ એ પણ શાસ્ત્રમાં કહેલું જ છે, પણ અસજઝાય ટળી શકે એવી ન જ હોય તો કલ્પસૂત્રનું અવશ્ય વાચન ગણી શ્રીવિજયસેનસૂરિજી મહારાજે વાચનની છૂટ આપી છે. (અસઝાય ટાળી શકાય એવું છતાં, અને અસક્ઝાય પહેલાં વાંચી શકાય એવું છતાં અસજઝાયમાં વાંચવાનો જેઓ આગ્રહ કરે તેઓ શાસ્ત્રને કેમ આરાધતા હશે તેનો ખુલાસો તેમની પાસેથી મેળવવો.) પ્રશ્ન ૭૧૬- ઊંટડીનું દૂધ ભક્ષ્ય કે અભક્ષ્ય છે?
સમાધાન- દહિં વિગેરે જેમ કાલાંતરે અભ થાય છે, તેમ ઊંટડીનું દૂધ થોડા પણ કાળાંતરે અભક્ષ્ય થાય એ વાત ધ્યાનમાં રાખવી, પણ જેમ માખણ વિગેરે અભક્ષ્ય વિગઈઓ છે તેમ તે ઊંટડીના દૂધની વિગઈ અભક્ષ્ય નથી, અને શાસ્ત્રકારો પણ પાંચ પ્રકારના દૂધ ભસ્થ વિગઈના ભેદ તરીકે જણાવે છે. પિંડનિર્યુક્તિની ટીકાના નામે જેઓ ઊંટડીનું દૂધ અભક્ષ્ય ગણાવવા માગે છે તેઓએ તે પ્રકરણ સમજવાની જરૂર છે, કેમકે તે પ્રકરણમાં આધાકર્મી અભક્ષ્યપણાનો સિદ્ધાંત મુખ્ય છે, અને મેંઢી વિગેરેના દૂધમાં તો માત્ર અન્યધર્મીની અપેક્ષાએ દષ્ટાંત છે, જો તે દષ્ટાંતને જૈનમત તરીકે લઈએ તો મેંઢીનું દૂધ પણ અભક્ષ્ય જ માનવું પડે, અને તેથી દૂધની વિગઈ પાંચ ભેદ નહિ રહેતાં ત્રણ ભેજ રહેશે.
જાહેર સૂચના.
અંક ૫, ૨૧ વર્ષ ૧૯; અંક ૪ વર્ષ રજૂ ઉપરના અંકો જે કોઈ મોકલી આપશે તેને ડબલ કિંમત આપવામાં આવશે.
તંત્રી.
Page #634
--------------------------------------------------------------------------
________________
૫૦૨
શ્રી સિદ્ધચક્ર
તા.૧૦-૮-૩૪
હું સમાલોચનાની સંકીર્ણ કર્તવ્યતા.
આજકાલ જગતમાં તેમજ જૈન સમાજમાં માસિકો પાક્ષિકો, સાપ્તાહિકો અને દૈનિક પત્રો સારી સંખ્યામાં પ્રચાર પામેલાં છે, અને દિનપ્રતિદિન તેમાં ઉપયોગી કે અનુપયોગી તત્ત્વનો પ્રચાર કરવા કે અન્ય કોઇ દૃષ્ટિથી વધારો થતો જાય છે એ વાત સુજ્ઞ સજ્જનોની સમજ બહાર નથી. આવી વખતે સર્વપત્રો શાસ્ત્રના જ્ઞાનવાળા અને રૂચિવાળાના હાથે જ લખાતાં હોય એમ છે નહિ, તેમ તેવું થવાનો સંભવ પણ નથી ને તેથી અનેક પત્રોમાં ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી ત્રિલોકનાથ તીર્થકર ભગવંતો, તેઓશ્રીએ જ જગજંતુના ઉદ્ધાર માટે પૂર્વાપરના અવિરોધપણાના ગુણવાળા અને આત્મકલ્યાણમાં કરમલતાનો કાળો કેર વર્તાવનાર આરંભ, પરિગ્રહ, વિષય અને કષાયનો ત્યાગ કરી સર્વથા સર્વદા મોક્ષમાર્ગની જ માન્યતાને વળગી રહી તે અવિચલ અવ્યાબાધપદની પ્રાપ્તિ માટે જ પરમપુરુષાર્થથી પ્રયત્ન કરનાર મહાપુરુષોએ પવિત્રતમ રીતિએ અપનાવેલા એવા આગમના અપ્રતિહત પ્રભાવ અને દુર્ગતિના દુર્ગમ કૂપમાં કુદી પડતા જગતના જંતુમાત્રને બચાવી સદ્ગતિમાં સ્થાપન કરતા અહિંસા, સંયમ, અને તપસ્યરૂપ અતીન્દ્રિય પદાર્થોને દેખવાની પરાકાષ્ઠાએ પહોંચેલા પરમાર્થદર્શ પરમેશ્વરોના પરમપુનિત પરમાગમોને આધારે અને અનુસાર આત્મકલ્યાણની આકાંક્ષાથી આચરણમાં મુકાયેલા મૈત્રી. પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાના ભવ્ય પ્રવાહવાહી અભય, સુપાત્ર કે અનુકંપાદાનની નિરંતર નિરંતરાય પ્રવૃત્તિ સાથે આત્મ અને અન્યના અમોગ ઉદ્ધારના કારણ તરીકે જિનચૈત્ય જિનબિંબ ને જૈનધર્મની જયપતાકા ફરકાવવા જન્મેલાં તીર્થોની ભવ્યરચના જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, ઉત્સવ, આડંબર આદિ કરાય, અનાદિકાલથી અવ્યાહતપણે વહેતો અવિરતિનો ઝરો જડમૂળથી ઉખેડવા મહાવ્રત અને અણુવ્રતો આચરવામાં આવે, સદાકાલ અવિરહિતપણે પ્રવર્તેલી આહારાદિની તૃષ્ણાનો સદાકાલ રોધ કરવા શાસ્ત્રોકિતને અનુસરીને આચરાતાં અનેકવિધ અતિશય નિધાન તપો તથા અનિત્યતાદિક જે બાર પ્રકારની વૈરાગ્ય ભાવના, મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય એ માધ્યસ્થરૂપ સમ્યકત્વભાવના અને રત્નત્રયીને ધારણ કરનારાઓની અનાહત ભક્તિ તેઓશ્રીના ત્રિવિધયોગને અનુકૂળ તથા સંયમસાધક એવાં અનેક કાર્યોની ચિકીર્ષા તથા સંસારના સતત પ્રવાહને ભયંકર કાનન સમાન દુષ્ટ દાવાનલ સમાન માનીને તેનાથી અહોરાત્ર ઉદ્વિગ્ન રહેવારૂપ ધર્મભાવનારૂપ પ્રવૃત્તિમય ધર્મને ધક્કો લગાડનારાં લખાણો આવ્યાં છે, આવે છે અને આવવાનો સંભવ પણ છે.
જો કે તેવી રીતે આવતાં લખાણો કેટલાંક સત્ય પદાર્થના પારમાર્થિક સ્વરૂપની સુજ્ઞતાના અભાવે થયેલા હોય છે, કેટલાંક તત્ત્વત્રયીનો ખરો બોધ છતાં પણ તેની ઉપરના દ્વેષ કે પોતાના માનેલા તત્ત્વના અયોગ્ય પક્ષપાતને લીધે હોય છે. જ્યારે કેટલાંક લખાણો સુન્નતાનો સર્વોત્તમ સદ્ભાવ છતાં શાસનની સર્વોત્તમતા પ્રતિ પરમપ્રતીતિ હોવા છતાં અજાણપણે કે અનાયાસે અયુકત બોલાયું કે લખાયું હોય તેનો શુદ્ધ તત્ત્વ માલમ પડતાં પણ સુધારો ન કરતાં વિશ્વમાં વિખ્યાતિ પામેલા પદોને પંપાળવા માટે અસત્ય, અયોગ્ય અને અસભ્ય લેખો લખાયેલા હોય છે તે સર્વને ભાસ્વર પદાર્થ માત્ર પ્રકાશ જ પાડે તેવી રીતે આ પાક્ષિકપત્ર માત્ર તેવા લેખોને માટે પ્રકાશ પાડવા પૂરતી જ સમાલોચના રાખી તેનો એક વિભાગ રાખેલો છે.
Page #635
--------------------------------------------------------------------------
________________
તા. ૧૦-૮-૩૪
૫૦૩
શ્રી સિદ્ધચક્ર વળી કેટલીક વખત આ પત્રમાં પ્રગટ થયેલી હકીકતો વાંચીને વાંચકો વિચારવમલમાં વહેતા થઈ સમાધાનને માટે પત્રો પાઠવે કે અન્ય પત્રો દ્વારા ખુલાસા માગે કે ઘટતી અથવા અણઘટતી ચર્ચા કરે તે સર્વના ઉત્તર કે ખુલાસારૂપે પણ સમાલોચનાની જરૂર દેખી આ પત્રમાં સમાલોચનાનો વિભાગ શરૂઆતથી જ રાખેલો છે.
આ સમાલોચનાના વિભાગમાં માત્ર સૂચના રૂપે જ લખવામાં આવે છે, કારણ કે સમાલોચનીય સ્થાનો અનેક હોય એ સ્વાભાવિક છે ને તેની ઉપર પ્રત્યેક એકેક લેખથી કે વિસ્તારથી ઉત્તર કે સમાલોચના આવવાથી આ અત્યંત નાનું પત્ર સમાલોચનાથી જ ભરાઈ જાય અને તેથી આગમતત્ત્વના જિજ્ઞાસુ શાસ્ત્રીય પ્રશ્નોના પરમ આકાંક્ષાવાળા ને સુધાસાગરના શ્રોતમાં જ્ઞાન સર્જનારાઓને નિરાશ રહેવું પડે તેમજ શબ્દશ્રેણિના વિગ્રહમાં વિકરાલતા થઈ વિકૃતતા આવે માટે માત્ર સૂચના રૂપે જ સમાલોચના કરવામાં આવે છે.
જો કે પૂર્વોક્ત પ્રકારે સત્યના સાથીની પવિત્ર ફરજને બચાવવા માટે જ સમાલોચનાનો સંકીર્ણ માર્ગ સ્વીકાર્યો છે, છતાં અન્ય ભદ્રિક જીવોને તે સમાલોચના અરૂચિકર કે અસમાધાનકારક થાય તેમાં આશ્ચર્ય નથી, પણ પરિણામહિતની દૃષ્ટિથી વાંચકો અને તેવા લેખકોને સત્યમાર્ગ સઝાડવા માટે સમાલોચનાનો માર્ગ મોકળો રાખવો પડયો છે. સાથે એ પણ સ્પષ્ટ કરી દઇએ તે અયોગ્ય નથી કે આ પાક્ષિકમાં આવતા લેખોની પણ અસત્યતા, અયોગ્યતા કે અસભ્યતાની જાણ થતાં તેનો સુધારો સત્વર થયો છે, થાય છે અને થતો જ રહેશે.
(પા. ૫૦૪નું અનુસંધાન). ૧ શ્રી નિશીથચૂર્ણિ, પંચકલ્પભાષ્ય, બૃહતુકલ્પભાષ્યવૃત્તિ, યતિજીતકલ્પવૃત્તિ વિગેરે અનેક શાસ્ત્રોમાં દીક્ષિત થનારને અંગે પૃચ્છા, કથા અને પરીક્ષાના કારો યથાસ્થિતપણે જણાવેલાં છે, પણ એક પણ શાસ્ત્રમાં દીક્ષા આપવા પહેલાં છ માસની કે યાવતુ એક દિવસની પણ પરીક્ષા કરવા માટે મુદત જણાવેલી નથી, એટલું જ નહિ પણ શ્રીનિશીથચૂર્ણિમાં દીક્ષા દેનાર ગીતાર્થ પુરુષ ગોચરી, અચિત્ત ભોજન આધિ સાધુચર્યા જણાવે તે રૂપ કથા થયા પછી તે ઉપદેશકે જણાવેલી સાધુચર્યા પ્રમાણે વર્તવાનું કબુલ કરે તેનું જ નામ પરીક્ષા જણાવેલી છે. (પણે સળં નડું ભુવછત તો પત્રાવળનો પસી પત્રાવણઝારી કરવા) આ પ્રમાણે આચારના અભ્યાગમ માત્રનું નામ પરીક્ષા હોવાથી પંચવસ્તુકાર ભગવાન હરિભદ્રસૂરિજીએ ભુવયં એમ કહી આચાર અભ્યપગમ રૂપી પરીક્ષા સ્પષ્ટપણે જણાવી છે, પણ આ પરીક્ષાથી ઉપસ્થાપના પહેલાં કરાતી પરીક્ષા ગતાર્થ ન થાય કે અન્યતર પરીક્ષાનો સદ્ભાવ ન ગણાય તેટલા માટે ઉપસ્થાપનાવાળી પરીક્ષા સાથે જણાવતાં પુણો પરિવિવૃવન્ન, પવયવિહિ, એમ કહી પરીક્ષાની બીજી વખતની કર્તવ્યતા અને તેને માટેનો શાસ્ત્રીયવિધિ જે સ્પષ્ટ હતો તે સૂચિત કર્યો. આ બાબતમાં સાવધારિદ્વારે, સ્વર્યાપ્રર્શનાદ્રિના, સપરિમ, રૂતરશ્મિન અત્યંતરદ અને વદુતો એ બધું પ્રવચનવિધિને અનુકૂળ ઉપસ્થાપના પરીક્ષામાં થાય છે એ વિચારવું, અને તેથી જ ધર્મબિંદુમાં બંને ભાષાંતરકારોએ સ્પષ્ટપણે તે છમાસની પરીક્ષા વડી દીક્ષા માટે છે એમ ચોખ્ખા અક્ષરોમાં જણાવ્યું છે. જો કે આ ઉપરથી શંકા પડતાં કે જરૂર લાગતાં દીક્ષાર્થીને કેટલોક કાળ રોકવો પડે તેનો નિષેધ કરવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય, પણ પરીક્ષાના નામે રોકવાનો નિયમ કરવો તે તો શાસ્ત્રીય છે એમ માની શકાય જ નહિ.) - ૨ દીક્ષા દેનારે સંઘની રજા લેવી જોઇએ ને લેનારે સ્થિતિ ન હોય તો પણ ભરણપોષણનો બંદોબસ્ત કરેલો જ હોવો જોઈએ તથા દીક્ષાર્થિને અમુક મુદત રાખવો જ જોઈએ એવું સંમેલનને નામે કહેનારે તેના ઠરાવો શાંતિથી વાંચવા જોઇએ અને ઠરાવ લખીને જ ઠરાવના નામે બોલાવું જોઇએ. (જૈન)
Page #636
--------------------------------------------------------------------------
________________
૫૪
શ્રી સિદ્ધચક્ર
તા.૧૦-૮-૩૪
સિમાલોચના :
(નોંધ - દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ
પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) ૧ વીતરાગતાના પૂજક બનવા માગતા દિગંબરો અરિહંત ભગવાનને પ્રતિહાર્ય સહિત કેમ માને છે ?
બહુમૂલ્ય મંદિરો કેમ કરાવે છે? જાતજાતના અભિષેકો ને ધૂપ, દીપ, પુષ્ય ને સુગંધથી કેમ પૂજે છે? (ભક્તિ કહો તો શ્વેતાંબરોની સાચી માન્યતા) સાક્ષાતું છત્ર, ચામર આદિ મૂર્તિ જો રાગયુક્ત નથી તો વસનો આકાર શું રાગયુક્તતાની નિશાની
૩ શ્વેતાંબર શાસ્ત્રોમાં સ્થાન સ્થાન પર માંસભક્ષણ કરવાથી નરકનું આયુષ્ય બંધાય એમ સ્પષ્ટ કહ્યું છે. ૪ શ્રમણશબ્દ બૌદ્ધ ગોશાલક તાપસ ગરિક અને આતને લાગુ છતાં એકલા નગ્નને લગાડનાર શું
સમજતો હશે ? ૫ લંગોટી રાખનાર બાવાઓને પણ નાગા બાવાજ કહેવાય છે, માટે નગ્ન શબ્દથી દિગંબર જ લેવાય
એમ કહેનારે આગ્રહનું ફળ વિચારવું. ૬ અદ્વૈત વિગેરે સિદ્ધિના સેવન એ પદને ન સમજનારા જ ક્ષપણક એટલે દિગંબર છે એમ કહે. ૭ ક્ષપણકને વિવસ્ત્રમાં નગ્ન શબ્દ કહેવાથી જ ક્ષપણક વસ્રરહિત ન હોય એમ માનવું જ પડશે. ૮ ઋગ્વદ, તૈતિરીય આરણ્યક અને જાબાલોપનિષમાં કરેલું મુનિવર્ણન દિગંબર જૈનનું છે એમ કહેનારે
કંઈક ભણવું જોઇએ. ૯ શંકરાચાર્ય આદિએ દિગંબરોને હરાવ્યા હોય કે ખંડિત કર્યા હોય ને તેથી તેને માટે દિગંબર શબ્દ
વાપર્યો હોય તો દિગંબરો જાણે. ૧૦ બોદ્ધગ્રંથોથી સાબીત થાય છે કે નિગૂંથના નાતપુત્રો પાત્ર રાખતા હતા. (ાઓ રાજગૃહના નગરશેઠની
હકીકત) ૧૧ દિગંબર શબ્દના દિશારૂપી અબરને ધારણ કરનાર અર્થને સમજનારા સ્પષ્ટપણે સમજી શકે છે કે
દિગંબરનો મત કોઈ વસ્ત્ર ધારણ કરનાર મતની શાખા છે. (ગૃહસ્થતા એકલા વસ્ત્રથી નથી પણ પરિગ્રહમાત્રથી છે.)
(જૈનદર્શન વર્ષ ૧લું અંક ૨૪મો.)
૧ અર્થ-દ્રવ્યથી ધર્મકાર્ય થાય છે તેથી તેને વખાણવું તે ચારિત્ર લેનારને દેખી અબ્રહ્મને વખાણવા જેવું છે. ૨ સતા અને સતીઓ વિષયસેવનરૂપ કામથી પંકાયાં નથી, પણ પરપુરુષ કે પરસ્ત્રીના વિરમણથી જ
પંકાયાં છે. ૩ જે ધર્મનો અર્થ સંવર કે નિર્જરાન કરતાં નીતિ કરે છે તે લોકો લોકોત્તરમાર્ગને ભૂલે છે. (સમયધર્મ)
(અનુસંધાન પા. ૫૦૩ પર)
Page #637
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
បព្វ )
Page #638
--------------------------------------------------------------------------
________________
મુલ્ય
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જૈન-પુo ફંડ તથા શ્રીઅણમોદય
'સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. આંક ફંડના ગ્રંથ. મુલ્ય અંક ફંડના ગ્રંથ. ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રી શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રી શ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા ૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યક સૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-0 ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશના ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૦૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૭૯ શ્રીભક્તામર કલ્યાણમંદિર નમિઉણ સ્તોત્ર પ-૦-૦ ટકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજાષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રી ચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર , ૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-૫-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ પં. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયનો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણુંશેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક થી "જૈન વિજયાનંદ" પ્રી.પ્રે.કણપીઠ બજાર સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #639
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ. મુલ્ય અંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રી શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-O ૬૩ શ્રી શ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ | ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. -૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક.
૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા. રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બ્રહવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રીમહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૭૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફીલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઉત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફીલોસોફી અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફિલોસોફ્ર અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામર સ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ
૯ શ્રીભક્તામર કલ્યાણ મંદિર નમિઉણ સ્તોત્ર. ૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજૂષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ પ૩ શ્રીચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજીન-ધર્મનવર સ્તોત્ર ... ૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
| મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-પ-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ પં. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયગ્નો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઇપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" બી.એ.કણપીઠ બજાર સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #640
--------------------------------------------------------------------------
________________
D BS BD GS GS S GB f
g
/
છે તે D E RE ED D D D D D D D D D
SS S GS GS GS GE US | GD GB / fe
I સિદ્ધચક્ર પાક્ષિકની વિશિષ્ટતા!
૧. સિદ્ધચક્ર એ એક આગમોદ્ધારક આચાર્યદેવની આગમતત્ત્વથી ભરપુર અમૃતમય
વાણીનો ઝરો છે. ૨. સિદ્ધચક્ર એ આગમના અભ્યાસીઓને નંદી અંતર્ગત ચાર નિક્ષેપનું સુંદર અને કી
સ્પષ્ટ શિક્ષણ આપે છે, જે બીજા કોઈપણ સ્થાને અપ્રાપ્ય છે. ૩. સિદ્ધચક્ર જેમાં શાસનપ્રભાવક, આગમના અખંડ અભ્યાસી, સકલ સ્વપર
શાસપારંગત સ્યાદ્વાદસિદ્ધાત સુધાસ્ત્રાવી, શૈલાના નરેશ પ્રતિબોધક આચાર્યદેવ શ્રીમ સાગરાનંદસૂરીશ્વરજીના હૃદયસ્પર્શી, વૈરાગ્યવાસિત ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ચરણકરણાનુયોગના વિભાગવાળા નયનિપા, પ્રમાણ આદિથી ભરપુર એવા વ્યાખ્યાનો અવતરણયુક્ત જેમાં દરેક પખવાડીએ આપવામાં આવે છે. સિદ્ધચક્ર શાસ્ત્રીય હકીકતો હેતુ યુક્તિથી સમજાવી શારાના તત્ત્વોની સાચી શ્રદ્ધા
કરાવે છે. પ સિદ્ધચક્ર આગમોદ્ધારક આચાર્યદેવની દેશનામાંથી અમૂલ્ય વચનામૃતોથી વાંચકોના
હૃદયો સીંચે છે જેથી તેમનો વૈરાગ્ય હંમેશાં પ્રફુલ્લ રહે છે. સિદ્ધચક અનેકવિધ પ્રશ્નોનું સમાધાન શાસ્ત્ર પુરસ્સર પુરું પાડે છે. સિદ્ધચક અનેક જુદા જુદા પેપરો, માસિકો, પાલિકો, સાહિકો, દૈનિકો જૈને કે
જૈનેતર પત્રોના શાસ્ત્રવિરૂદ્ધ અથવા ખોટી રીતે લખવામાં આવેલા લેખોનો સચોટ, | નિડરપણે, પક્ષપાત યા દાક્ષિણ્યતા રાખ્યા સિવાય શારાની સાક્ષી પૂર્વક રદીયા આપી
સમાલોચના કરે છે, અને ટુંકામાં માત્ર માર્ગ સૂચવે છે. ||૮ સિદ્ધચક એ એક અજોડ, આગમતત્તમય, અગ્રગણ્ય, સસ્તુ વાંચન પુરું પાડનાર,
તત્ત્વજિજ્ઞાસુને તૃપ્તિ કરનાર, જીવન વિકસાવનાર, વૈરાગ્યના રેલા વહેવડાવનાર, સત્યમાર્ગ સુઝાડનાર, અસત્યનો પ્રતિકાર કરનાર પાલિકપત્ર છે.
GS MS MS ÚS ON ON ON / / GS GUE GિE GD SD HD GD D D D D D gE GE @D gE CD RE SE GD GB Dિ gE GD GD GD GD GD SD HD
GB WB GS @
@ @ @ @
/
3D GD GD GD GE GD GD GD GD GD GE TD GD GD D D D D ED
Page #641
--------------------------------------------------------------------------
________________
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું, તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્વારક.” દ્વિતીયવર્ષ.
મુંબઇ, તા. ૨૪-૮-૩૪ શુક્રવાર 1 વર-સંવત્ ૨૪૬૦ અંક ૨૨ મો. શ્રાવણ સૂદિ પૂર્ણિમા
વિક્રમ , ૧૯૯૦ • આગમ-રહસ્ય. ૦
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ લોકાંતિકો ધર્મ પ્રવર્તાવવાની વિનંતિ કયારે કરે ?
લોકાંતિક દેવતાઓ તેઓશ્રીને સંયમ લેવા જે વિનંતિ કરે છે, અને તે સંયમ ગ્રહણ કરવાધારાએ બીજા જીવોને પણ ચારિત્ર પ્રાપ્તિનું નિમિત્ત બની ધર્મતીર્થ પ્રવર્તાવવાનું કહે છે તે વિગેરે સર્વ ભગવાન જિનેશ્વર મહારાજના ચારિત્ર ગ્રહણ કરવા માટે સ્વયં થયેલા પરિણામની પછી જ કહે છે. જો કે સ્વયં ચારિત્ર ગ્રહણ કરવાને ધર્મતીર્થ પ્રવર્તાવવા તૈયાર થયેલા જિનેશ્વર ભગવાનને તે લોકાંતિક દેવતાનું
Page #642
--------------------------------------------------------------------------
________________
૫૦૬
તા. ૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર તેવું કથન નિરર્થક છે તો પણ ઘેરે આવતા સપુરુષને કોઈપણ સજ્જન વિવેકને અંગે “પધારે એમ કહે, રાજાદિક મહદ્ધિકો જ્યારે ચાલવા માંડે ત્યારે તેના સેવકો જેમ પધારવાનું કહે, તેમ અહીં પણ લોકાંતિક દેવતાઓ તેવા વિવેકરૂપી કલ્પને અંગે જ સ્વયં ચારિત્ર લેવાને તૈયાર થયેલા ભગવાન જિનેશ્વર મહારાજને ચારિત્ર લેવાની અને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતિ કરે છે, અર્થાત્ લોકાંતિકોનો અંશે પણ ઉપકાર તીર્થકર ભગવાન ઉપર ચારિત્ર ગ્રહણ કરવાની બાબતમાં નથી. આવી રીતે ચારિત્ર ગ્રહણ કરવાની વખતે જ સર્વ તીર્થકરોને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે.
યાદ રાખવાની જરૂર છે કે સર્વ સાવધના ત્યાગરૂપી ચારિત્રને માટે ઉચ્ચારાતી પ્રતિજ્ઞા લેવાયા પછીજ આ મન:પર્યવજ્ઞાન થાય છે. જો કે સર્વ તીર્થકરો સાંવત્સરિક દાન આપે તે વખતે તેઓશ્રી ચારિત્રના પરિણામવાળા જ હોય છે એટલું જ નહિ, પણ તેવા દાનની શરૂઆત પહેલાં પણ કેટલોક વખત તેઓ જરૂર ચારિત્ર પરિણામવાળા હોય છે છતાં તેવા ત્રણ જ્ઞાનવાળા, તેવા ચારિત્રના પરિણામવાળા, એવા જિનેશ્વરોને પણ સર્વ સાવદ્યત્યાગરૂપી ચારિત્રની પ્રતિજ્ઞા ન થાય ત્યાં સુધી મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થતું નથી. આ ઉપરથી સાવઘના ત્યાગના પરિણામવાળાઓને પણ સાવદ્યની પ્રવૃત્તિના ત્યાગરૂપી ચારિત્રની પ્રતિજ્ઞા કર્યા પછી જ કુદરતે પણ મન:પર્યવજ્ઞાન થાય છે. એકલા ચારિત્રના પરિણામવાળાને સર્વ સાવધના ત્યાગની પ્રતિજ્ઞા ન હોવાથી મન:પર્યવજ્ઞાન નથી થતું એમ નહિ, પણ જેઓ ગર્ભથી અપ્રતિપાતી ત્રણ જ્ઞાનવાળા છે, કેટલીએ મુદતથી ચારિત્રના પરિણામવાળા છે અને સાથે બબ્બે વરસ સુધી જેઓએ સચિત્ત આહારનો ત્યાગ કર્યો છે, પોતાને માટે આહારપચનાદિકનો પણ પ્રતિબંધ કરેલો છે, ગૃહસ્થાવસ્થામાં અત્યંત જરૂરી લાગતા સ્નાનાદિકનો પણ ત્યાગ કરેલો છે. એવા ભગવાન મહાવીર મહારાજને પણ સર્વ સાવધના ત્યાગની પ્રતિજ્ઞા ન કરી ત્યાં સુધી સાધુપણું ગણાયું નહિ, તેમજ મન:પર્યવજ્ઞાન પણ થયું નહિ, અને જે ક્ષણે સર્વ સાવદ્યત્યાગની પ્રતિજ્ઞા કરી તે જ ક્ષણે તેઓશ્રીને બીજા તીર્થકરોની માફક મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું છે. શકની ચિંતા અને ભગવાનની ભાવના.
સર્વ સાવધનો ત્યાગ કર્યા પછી અને તે સર્વ સાવદ્ય ત્યાગને લીધે મન:પર્યવજ્ઞાન થયા પછી પણ દેવતા, મનુષ્ય કે તિર્યંચના કરેલા ઉપસર્ગો તથા સ્વાભાવિક કે કૃત્રિમ રીતે આવી પડતા સુધાદિ અને દંશમશકાદિ પરિષહોને નિવારવામાં કે સહન કરવામાં કોઈની પણ સહાયની અપેક્ષા રાખતા નથી કે લેતા નથી. (ઋષભાદિ ચોવીસ તીર્થંકરોમાં ઘોર ઉપસર્ગ અને પરિષદો સહન કરવાનો પ્રસંગ વધારે જો કોઇને પણ હોય તો તે ભગવાન મહાવીરને જ હતો અને તે મહાપુરુષ તેવા ભયંકર પ્રસંગમાં મેરૂ માફક નિષ્કપ રહ્યા અને તેથી જ કેવળ તે ભગવાન મહાવીર મહારાજનું નામ સમજીને જાવં મહાવીરે કહીને જાહેર કર્યું.) આ સર્વ ઉપસર્ગોનો પ્રસંગ પણ મહાવીર મહારાજના દીક્ષાકલ્યાણકના ઉત્સવ પ્રસંગે આવેલા શકઈદ્રના ધ્યાનમાં આવ્યો અને તે ઉપસર્ગોનો પ્રસંગ વિચારતાં
Page #643
--------------------------------------------------------------------------
________________
૫૦૦ શ્રી સિદ્ધચક્ર
તા.૨૪-૮-૩૪ શક્રઈદ્રના ચિત્તમાં ચિંતા થવા લાગી અને તે ઉપસર્ગોને નિવારવા માટે દેવલોકના દેવતાઈ સુખોની દરકાર કર્યા વગર ભગવાન મહાવીર મહારાજની સેવામાં તેઓશ્રીને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી રહેવાની માગણી કરી. (શક્રઈદ્ર જાણતા હતા કે તીર્થકર ભગવાનોને કેવળજ્ઞાન થવા પહેલાં જ ઉપસર્ગોની સંભાવના હોય છે, પણ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી તીર્થકર ભગવાનોને ઉપસર્ગો હોતા નથી. ભગવાન મહાવીર મહારાજને કેવળજ્ઞાન થયા પછી સાડાતેર વર્ષે ગોશાલા તરફથી જે ઉપસર્ગ થયો તે આશ્ચર્યરૂપ અને ઘણી જ વખતના આંતરે હોઈ તેની વિવક્ષા જણાવી નથી.) ભગવાન મહાવીર મહારાજે શક્રઈદ્રની તે માગણી કબુલ ન કરી તે એમ કહીને કે કોઈપણ તીર્થકર કોઈપણ સુરેન્દ્ર કે અસુરેન્દ્રની મદદથી પરિષહ, ઉપસર્ગો જીતીને કેવળજ્ઞાન મેળવતા નથી. મહાપુરુષો ઉપસર્ગ, પરિષહ કે અભિગ્રહમાં અવધિ આદિનો ઉપયોગ કરતા નથી.
જો કે ભગવાન મહાવીર મહારાજનું શક્રઈદ્રના અવધિજ્ઞાન કરતાં પણ વિશાળ અવધિજ્ઞાન હતું, પણ અવધિજ્ઞાનનો સ્વભાવ એવો છે કે તેના દ્વારાએ અવધિજ્ઞાનવાળો જીવ ઉપયોગ મેલે તો જ જાણી શકે. ઉપયોગ મેલવાની જરૂર ન હોય અને પ્રત્યેક સમયે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આપોઆપ સ્વાભાવિક ઉપયોગથી જણાતા હોય તો તે સામાÁ માત્ર કેવળજ્ઞાનનું જ છે. છતાં ભગવાન મહાવીર મહારાજના તે વિસ્તીર્ણ અવધિજ્ઞાનથી છદ્મસ્થપણાના સાડાબાર વર્ષમાં થનારા ઉપસર્ગોને જાણી શકત પણ ઉપસર્ગ, પરિષહ કે અભિગ્રહમાં તે મહાપુરુષે અવધિજ્ઞાનનો ઉપયોગ કરેલો જ નથી. (વાસ્તવિક રીતિએ અચાનક અજાણપણે આવી પડેલા પરિષહ ઉપસર્ગોના સહનમાં કે પાલન કરાતા અભિગ્રહમાં રોમાંચ ન થવાનું કે ક્રોધના અભાવપૂર્વક સહન કરવાનું સામર્થ્ય જેવું અદ્વિતીય ગણાય તેવું જાણ્યા પછી તે સહન કરવામાં ગણાય નહિ તેમજ હોય નહિ તે સ્વાભાવિક જ છે.) આવી રીતે પોતે અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારાએ ઉપસર્ગ નહિ જોયા તો પણ શક્રદ્રના કથનથી અત્યંત ઘોર પરિષહ, ઉપસર્ગોનો સંબવ જાણ્યા છતાં તથા તે નિવારવા માટે ઈદ્રની ભક્તિભરી માગણી છતાં જે ઈદ્રને વૈયાવચ્ચ માટે રહેવાનો નિષેધ કરવામાં આવ્યો તે ત્રિલોકનાથની બીજાના ઉપકાર તળે નહિ રહેવાની ઉત્તમોત્તમ દશાને સૂચવાનાર છે. (આમ છતાં પણ ઈદ્રમહારાજ મરણાંત ઉપસર્ગ કરનારા લુહાર વિગેરેને તેમજ અયોગ્ય રીતિએ ઉતારી પાડી અપભ્રાજના કરવા તૈયાર થયેલા અચ્છેદક વિગેરેને જે શિક્ષિત કર્યા છે તથા પુષ્પ નામના સામુદ્રિકને ભગવાનનું યથાસ્થિત સ્વરૂપ જણાવી સમૃદ્ધિપાત્ર કર્યો છે તેમાં જો કે ઈદ્રની વૈયાવચ્ચ કરવાની જરૂર બુદ્ધિ છે તો પણ ભગવાન મહાવીર મહારાજે વૈયાવચ્ચનો નિષેધ કરેલો હોવાથી ઈદ્રના ઉપકારમાં આવેલા ગણાય નહિ.) મહાપુરુષોને હેરાન કરનારને ભક્તો યોગ્ય શિક્ષા કર્યા વગર રહી શકતા નથી.
(ઇદ્રએ વૈયાવચ્ચ માટે કરેલી શિક્ષાથી ઈન્દ્રની ઉપર કેટલાક અણસમજુ લોકો અમાનુષતાનો આરોપ કરે છે, પણ તેઓએ ઇદ્રની ભક્તિ, મરણ અને અપભ્રાજનાની અનિવાર્યતા વિચારી નથી. તેમજ શ્રી
Page #644
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪
૫૦૮
શ્રી સિદ્ધચક્ર ઉત્તરાધ્યયનસૂત્રમાં હરિકેશીમુનિને ઉપદ્રવ કરવા તૈયાર થયેલા અધ્યાપક અને તેના શિષ્યોને લોહી વમતા કર્યા, અંગોપાંગ ઉતારી નાખ્યાં, છતાં એ બધું કરનાર કિંદુકવૃક્ષવાસી યક્ષને સૂત્રકારો વૈયાવચ્ચે કરનાર જ ગણે છે. યાદ રાખવું જરૂરી છે કે મહાપુરુષ તરફ અયોગ્ય વર્તન કરનારને તે મહાપુરુષના ભક્તો ભાવતુ શક્તિ શિક્ષિત કરે જ છે અને જેઓ તેવા પ્રસંગે યાવતુ શક્તિ શિક્ષણ ન કરે તેઓની ભક્તિ અને વૈયાવચ્ચમાં ખામી ગણાય એ સ્વાભાવિક જ છે. જો કે શિક્ષા કે ઉપદ્રવ કરનારને ઉપદ્રવ કરવો તેનો નિર્જરાના માપ સાથે હિસાબ નથી, તો પણ ભક્તિના તીવ્રરાગને અંગે આવેલો આવેશ કોઇપણ પ્રકારે દબાઈ શકે જ નહિ. તે આવેશનું ન આવવું, તે આવેશ ન આવવાને લીધે તેને દબાવવાની જરૂર ન પડવી એ વીતરાગ સર્વજ્ઞ ભગવાનને અથવા તો ભક્તિ હીનને જ બની શકે.) તીર્થકર ભગવાન જન્મથી વિશેષે કરી કેવળ થયા પછી જીવોના હિતમાં જ પ્રવૃત્તિ કરે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે જે ત્રિલોકનાથ જિનેશ્વર ભગવાન બીજાના ઉપકાર તળે જન્મથી પણ આવેલા જ નથી તે ભગવાન તીર્થકર કેવળજ્ઞાન પામીને કૃતાર્થ થયા છતાં સૂર્યોદયની માફક તીર્થપ્રવર્તન કરી સ્વભાવથી જ જગતના હિતને માટે પ્રવર્તે છે. આ જ કારણથી ઘણી જગા પર ઈષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણરૂપ ફળને ઉદ્દેશીને તીર્થકર ભગવાનનો પ્રવૃતિ નિવૃતિનો ઉપદેશ છતાં ઘણી જગા પર તે ઇષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણરૂપ ફળ જણાવ્યા વિના પણ ભગવાન તીર્થંકર મહારાજના વચનમાત્રથી જ પ્રવૃત્તિ નિવૃત્તિ કરવી એ સમ્યગુદષ્ટિઓનું જરૂરી કર્તવ્ય હોય છે, અર્થાત્ ઇષ્ટપ્રાપ્તિ અને અનિષ્ટ નિવારણ રૂપે જણાવેલું ફળ સમ્યગુદષ્ટિ જીવોના શ્રવણની અપેક્ષાએ માત્ર અનુદ્યજ થાય છે, વિધેય તરીકે તો જો પ્રવૃત્તિ નિવૃત્તિમાં મુખ્ય હેતુ હોય તો તે માત્ર જિનકથિતપણાનો જ છે, અને તેથી જ જૈનસિદ્ધાંતોમાં દરેક પ્રવૃત્તિ નિવૃત્તિના ફળો બતાવવામાં આવેલાં નથી પણ માત્ર જિનઆજ્ઞા તરીકે જ કર્તવ્યદશા માનવામાં આવેલી છે, આ જ હેતુથી આપણે આગળ પણ જોઈશું કે જિનેશ્વર ભગવાનનું કે તેમની પ્રતિમાનું સ્નાત્રાદિક દ્વારાએ કરાતું પૂજન ફક્ત જિનેશ્વર મહારાજાઓએ કરવા લાયક કહ્યું છે, એટલી જ માત્ર સર્ભક્તિવાળું હોય તો તે પૂજનને યોગ્ય પૂજન કહી શકીએ, વળી ભગવાન જિનેશ્વર મહારાજના કે તેમની પ્રતિમાને સ્નાત્રાદિક દ્વારાએ પૂર્વે જણાવેલી ભક્તિથી કરાતા પૂજનનું બારમા અશ્રુત દેવલોક સુધીની પ્રાપ્તિરૂપી ફળ બતાવવામાં આવે છે તો પણ તે દેવલોકની પ્રાપ્તિરૂપી ફળને ઉદ્દેશીને કોઈપણ સમ્યગુદષ્ટિ પૂજન કરતો નથી અને છતાં કોઈ કરે તો તેવા પૂજનને યથાસ્થિત પૂજન કહેવાતું નથી. તેવા પૂજનને અપ્રધાન પૂજન જ કહેવું પડે, અર્થાત્ જિનેશ્વર મહારાજે ફરમાવેલી સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિઓ સર્વ જીવોના આત્માના કલ્યાણને માટે જ છે એમ જાણી જિનેશ્વર ભગવાનની આજ્ઞામાત્રથી જ પ્રવર્તવાનું થાય છે અને તેનું જો કાંઈ પણ કારણ હોય તો તે એ જ કે ત્રિલોકનાથ ભગવાન તીર્થકરો જન્મથી જ અને વિશેષ કરીને કેવળજ્ઞાન પછી અન્ય જીવોના હિતને કરવાવાળા જ હોય છે.
Page #645
--------------------------------------------------------------------------
________________
૫૦૯
શ્રી સિદ્ધચક્ર
તા.૨૪-૮-૩૪
મધદશાના
આગમોધારક
(દેશનાકાર)
'લજ્જવતી
2 DICO
સૂત્રો નજર || દds.
Full
आर्तध्यानारव्यमेकं स्यान्मोहगर्भ तथापरम् सज्ज्ञानसंगतं चेति, बैराग्यं त्रिविधं स्मृतम्
॥१॥
વસ્તુનું નિત્યાનિત્યપણું.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પંચસૂત્ર પ્રકરણમાં આગળ સૂચવી ગયા કે ધર્મમાં પ્રવેશ કરનારે બે વસ્તુ સંસ્કારમાં પ્રવેશ કરાવવાની જરૂર છે. इह खलु अणाई जीवे अणाई जीवस्स भवे अणाइकम्मसंजोयनिव्वत्तिए
આ સંસારમાં આ જીવ અનાદિ છે. જીવ એકલો અનાદિ નથી. ધર્માસ્તિકાયાદિ તથા પુદ્ગલ દ્રવ્યો પણ સ્વરૂપે અનાદિ છે. તેમાં પુદ્ગલમાં પણ પલટો પર્યાયોનો થાય છે, પુગલ પોતે નવું થતું નથી. ઉત્પત્તિ કે નાશ દ્રવ્યના નથી પણ અવસ્થાના છે; માટીની ઠીબ, ઘડા, ઠીકરી વિગેરેમાં અવસ્થા બદલાય પરંતુ મૂળ વસ્તુ જે તેના કણીયા છે તેનો નાશ નથી. આ ઉપરજ જૈનશાસનઃ વસ્તુ દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે, બન્નેની અપેક્ષાએ નિત્યાનિત્ય છે, આવી માન્યતા એ જ જૈનશાસનની જડ છે.
શંકા-જ્યારે બીજા પદાર્થો પણ અનાદિના નિત્ય છે તો એકલા જીવને અનાદિ કહી સંસ્કાર કેમ નાંખો છો?
એનું કારણ આ છે. ધર્માસ્તિકાય વિગેરે માત્ર જાણવાના છે. એને નિત્ય જાણીને આપણા વર્તનમાં ફેરફાર કરવાનો નથી, પણ જ્યારે જીવને નિત્ય જાણીએ ત્યારે વૃત્તિમાં ફેર થવાનો. દેખાવમાંની જે પદ્ગલિક વસ્તુઓ કે જેને આધારે આપણે પ્રવર્તીએ છીએ એ સર્વનો સંયોગ અનિત્ય છે એમ માલમ પડે અને જીવ નિત્ય છે એમ માલમ પડે અને એ અનિત્ય સંયોગવાળાને અંગે જ આપણે બંધાતા હોઇએ એમ જણાય તો તરત વિચાર થાય કે
Page #646
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪.
૫૦.
શ્રી સિદ્ધચક્ર સંયોગોનો છેડો વિયોગે છે. સંયોગવાળી વસ્તુ છે. અવશ્ય વિયોગ પામવાની છે. આથી 'જીવને એમ થાય કે જેને છેડે વિયોગ છે તે વસ્તુને અંગે જ હું ભ્રમણ કરી રહ્યો છું ને વળી તેથી જ મારા સ્વરૂપને હું જોતો નથી. દરેક જીવ “હું છું (પોતે છે) એમ જાણે છે. એકેંદ્રિયાદિ દરેકને હું છું એ જ્ઞાન તો છે જ. એ જ્ઞાન ન હોય તો હું સુખી છું, હું દુઃખી છું, એ જ્ઞાન થાય જ નહિ. હું નથી' એવું જ્ઞાન જગતમાં કોઇને પણ નથી. અંધારામાં બેઠેલો મનુષ્ય “હું છું' એમ જાણે છે, પણ ગોરો કે કાળો એ દેખાતું નથી. વર્ણ, ઉંચાનીચાપણું વિગેરે કંઈ અંધારામાં દેખાય નહિ. “હું છું' એ જ્ઞાન સર્વત્ર છે, પણ તેનું ખરું સ્વરૂપ કોઇ દિવસ ધ્યાનમાં આવ્યું નથી. પોતાની (મારી) મૂળ દશા કેવી છે એનો ખ્યાલ આ જીવને થયો જ નથી. પોતાના સ્વરૂપનો ખ્યાલ પોતાને આવે નહિ ત્યાં સુધી સ્વરૂપ કેમ ઢંકાઈ ગયું એ ખ્યાલમાં આવે જ નહિ. ભાડુતી સંયોગમાં કોણ રાચે?
મળેલો સંયોગ ભાડુતી છે. ભાડાના મકાનમાં ભાડું આપીએ ત્યાં સુધી રહેવાય. તેવી રીતે આ શરીર ભાડુતી મળ્યું છે. તેની સ્થિતિ વિચારીએ તો પરાણે આપવા છતાં પણ કોઈ ન લે તેવી છે. વિચિત્ર શરતોનું ભાડુતી મકાન.
એક રાજ્ય એક જગ્યાના ભાડે આપવા માટે પ્લોટ પાડયા, અને જાહેર કર્યું કે આ વિભાગો નીચેની શરતોએ ભાડે આપવાના છે, જેઓને એ શરતો કબુલ હોય તેઓએ દસ્તાવેજ કરાવી જવા. એ શરતો આ રહીઃ
(૧) જે પ્લોટ આપીએ તે પ્લોટમાં અમારા નિયત કરેલા પ્લાન પ્રમાણે જ મકાન કરવું અને સાચવીને વાપરવા ઉપરાંત દરેક વર્ષે વધારવું.
(૨) જેટલા વર્ષનો પટો લેવાનો હોય તે સર્વ કાલની દરેક વર્ષ પ્રમાણે ગણતાં જે રકમ થાય તે એકી સાથે દરબારમાં ભરી જવી.
(૩) એ મકાનને વધારવામાં ગફલત થશે તો તેનો દંડ કરવામાં આવશે, તે દંડ જણાવવામાં આવશે નહિ ને જમે થયેલી રકમમાંથી તે દંડની રકમ વસુલ થઈ જશે,
(૪) એમ થતાં દરેક વર્ષના ભાડાનો હિસાબ ને દંડની રકમો મેળવતાં તે પ્રથમ ભરેલી રકમ પૂરી થશે તો પણ પછી (પટાની મુદત પછી) તમને મુદત વધારીને રહેવા દેવામાં આવશે નહિ એ માટે તમોને સાવચેત થવા નોટિસ પણ આપવામાં આવશે નહિ,
(૫) પટાની મુદત દરમ્યાન એમાં જે કાંઈ વસાવ્યું હશે તે તે મકાનમાંથી નીકળતી વખત તમોને લઇ જવા દેવામાં આવશે નહિ; અર્થાત્ અમારા નામાના અને રીતિના હિસાબે
Page #647
--------------------------------------------------------------------------
________________
૫૧૧
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર પટાની મુદત ખલાસ થયેથી અમારો સિપાઈ આવેથી તરત લુગડાંભેર મકાનમાંથી નીકળી જવું પડશે.
આવી શરતે કોઈ રાજ્ય પોતાની જમીન રેયતની માગણીથી બને જ નહિ પણ પરાણે આપવા માગે તો પણ કોઈ લે ? આવી શરતો કબુલ કરી એ પ્લોટ કોણ લેશે? તેવી શરતોની સાથે શરીરરૂપી ઘરની શરતોની સરખામણી આ રહીઃ
માતાના ગર્ભમાં (ઉદરમાં) જીવને લાવીને મૂકવો, જીવે અમુક આકારનું શરીર કરવું અને તે દરેક વર્ષે વધારવું, સાચવવું અને વધારવું. મનુષ્યના આયુષ્યરૂપ પુણ્ય પહેલાં જ બાંધવું. રાગ, દ્વેષ, સ્નેહરૂપે અધ્યવસાય વિગેરે ગફલતીનો દંડ આપણને વગર જણાવે જ એમાંથી વસુલ થશે, શ્વાસોચ્છવાસ (આયુષ્ય) પૂર્ણ થયેથી ખબર આપ્યા વગર ક્ષીણ થશે, પછી દેવગતિના આયુષ્યના ભોગે પણ આ ગતિમાં રહી શકાશે નહિ, દેવલોકના પાંચ વર્ષના ભોગે પણ અહીંની એક મિનિટ પણ મળશે નહિ, જેના ધન, કુટુંબ કે સ્ત્રી પુત્રાદિ માટે પાપો કર્યા હશે તેમાંનું કંઈ પણ સાથે લઈ જવા દેવામાં આવશે નહિ, સિપાઈ (મૃત્યુ) આવે કે તરત લુગડાંભેર (પુણ્ય-પાપ જે હોય તે લઈ) નીકળી જવું પડશે, એ માટે અગાઉથી જણાવવામાં પણ આવશે નહિ-વિગેરે વિગેરે
આવું ભાડુતી ઘર પરાણે આપવા છતાંયે કોણ લે? આ તો થઈ ઘરને લેવાની વાત, પણ આ શરીરરૂપી ઘરની સ્થિતિ તો તપાસો. ભંગીની ઝુંપડીમાં ખરાબ પદાર્થો હોય તેમ આમાં એ અશુભ અને અશુચિ પદાર્થોથી જ ભરેલું છે. કાયા એ મલમૂત્રની કોથળી છે. આપણને માલમ જ છે કે એ અશુચિ અને બીભત્સ પદાર્થો ભરેલા હોવાથી જ આ શરીરના ઓપરેશન વખત ભલભલાને ઉભું રહેવું મુશ્કેલ પડે છે. મેલા (વિષ્ઠામૂત્ર)ની ગાડી જેમ ટીનના પતરાથી મઢેલી હોય તેમ આ શરીર ઉપરથી સારું દેખાય છે પણ ઉપરનું ઢાંકણું ખોલવામાં આવે એટલે ઉભું રહેવું ગમે તેમ નથી. વળી શરીર એ બેડી છે.
શ્રી મુનિસુંદરસૂરિ કહે છેઃ- નોહાશ્રિતો દિ તે નિધતિમઝધા જ તેવસ્થ નસ્વાશ્રયત્વે અરે જીવ! તારા મુઝારાનું સ્થાન મુખ્ય આ શરીર છે. કુટુંબ, કબીલો, ધનમાલ ઈચ્છે છે પણ બધામાં સાધ્ય આ શરીરને અંગે જ છે ને તેમાં જ મુંઝાયો છે. પોતાના કેદને કઠણ કરનારો કેદી કેટલો નિભંગી. જીવ કેદને કેદ, બેડીને બેડી ન સમજી શકયો. જે બેડીને ઝાંઝર સમજે તે જ એને મજબૂત કરે. બેડીને ઝાંઝર સમજવું એ જ ભ્રમ છે. શરીર એ જીવની બેડી છે. આત્માની સ્વતંત્રતા પર શરીરે ત્રાપ મારી છે. જેમ ગાયને ગળે બાંધેલું દોરડું જેમ ખેંચીએ તેમ બિચારી ગાયને ખેંચાવું પડે છે તેવી રીતે આ આત્માને ગળે આ શરીરરૂપી દોરડું બંધાયું છે એટલે શરીરને જે બાજુ લઈ જવામાં આવે તે બાજુ
Page #648
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪
પ૧ર
શ્રી સિદ્ધચક્ર જ આત્માને જવું જ પડે. આત્મા સ્વતંત્ર કયાં છે? છતાં આ જીવ બેડીને ઝાંઝર માની રહ્યો છે.જો એને બેડી માનતો હોય તો એ કયારે તૂટે એવો વિચાર આવે. મોક્ષશબ્દ બધાને વહાલો છે પણ સ્વરૂપ વિચારતાં, અળખામણો થઈ પડે છે. દુનિયામાં વચનથી સંપના હિમાયતી લગભગ બધા હોય છે. કુસંપ સારો છે એવું કહેનાર દશ હજારમાં એક નહિ મળે, પણ માત્ર શબ્દની પ્રીતિ છે, પદાર્થની પ્રીતિ નથી. શબ્દની પ્રીતિ છે પણ પદાર્થની પ્રીતિ નથી એ શાથી માનવું? સંપ સારો છે એ બધાએ એકી વખતે કહ્યું તે કબુલ કર્યું, પણ એના કારણો કયા તથા તપાસી જુઓ કે તેનો અમલ કેટલા કેમ કરે છે એ પૂછો તો, એમાં પહેલાનો ઉત્તર પણ ગણ્યાગાંઠ્યા જ દે, અને અમલ કરનાર તો એક નહિ મળે. સંપના ત્રણ ઉપાયો.
સંપની દિશા ત્રણજ: (૧) પોતે કોઇના પણ ગુન્હાનું કંઈપણ કાર્ય કરવું નહિ. ઉપકારી કે અપકારી, સ્વજન કે પરજન કોઇના પણ અપકારમાં વર્તવું નહિ, કોઈને પણ નુકશાન થાય એમ વર્તવું નહિ. (૨) છતાં બીજો દાઢમાં ઘાલે તો ? બીજો અપકાર કરે તો ? તો એને માફી આપવી. બીજો કોઈ કથંચિત્ એમ વર્યો હોય તો એને માફી આપવી.મારા (પોતાના) કર્મનો ઉદય છે માટે એ મારા પ્રત્યે આમ વર્યો છે એમ વિચારી એનો ગુન્હો માફ કરવો. જેમ નાના છોકરાઓ ઘણી વખત એવું કરે છે. ભાંગેલો ખડીયો હાથમાં રાખે અને બીજાનો હાથ અડકે એટલે નીચે પડીને તે ભાંગે ત્યારે બહોતાણું બીજા અડનાર માથે જાય છે. તેવી રીતે પૂર્વે કરેલા અશુભ કર્મોના ઉદયથી થતા દુઃખાદિમાં આ તો માત્ર નિમિત્ત રૂપ છે એમ વિચારવું. સમજુની કૃતિ અપકાર કરનારી હોય જ નહિ. તથા અણસમજુના અપકારની કિંમત અણસમજુ જ કરે. ગાંડો મનુષ્ય ગાળો દે એની કિંમત કેટલી ? ગાંડાના ગમે તેવા વચનો ઉપર શાણાને વિચાર કરવાનો નથી, તેવી રીતે અણસમજુના અપકાર ઉપર વિચાર કરવો એ ગાંડાઈ છે. એક વાર માનો કે અપકાર કરનાર સમજુ પણ હોય તો ત્યાં વિચારવાનું કે મારા કર્મના ઉદયે એ નિમિત્ત રૂપ થયો છે. દુનિયામાં કહેવત છે કે છાશમાં માખણ જાય અને રાંડ ફુવડ કહેવાય? શું એવું થવા દેવું ? હા ! જો એવા વિચાર ન કરો તો અપકાર, કલેશ અને કષાયના ફલમાં આવવાનો. વિરૂદ્ધ વિચાર વગેરે કરવાથી સહન કરેલો અપકાર, અપકાર ભોગવવા માટે રાખેલી સહનશીલતા ધૂળમાં મળી જાય છે, માટે અપકારનાં કાર્યોની માફી આપવી. સોનું જ ઘસાય, પથરો ઘસાતો નથી. તેવી રીતે અપકારની પ્રવૃત્તિમાં આત્માને શુદ્ધ સ્થિતિમાં ઉત્તમ ભાવનાવાળા જ રાખી શકે છે. કોઇનો પણ મેં અપરાધ કર્યો હોય તો ખમાવું છું, હું પણ ખમું છું આમ બે પ્રકાર રાખવાનું કારણ કે પોતે અપરાધના કાર્યથી દૂર રહેવું અને બીજાને એ માટે માફી આપવી. સંપના ઉપર
Page #649
--------------------------------------------------------------------------
________________
૫૧૩
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક જણાવેલા બે ઉપાયોની માફક ત્રીજો ઉપાય એ છે કે (૩) પોતાથી બને તો સામા ઉપર ઉપકાર કરવો, છેવટે સામાના ઉપકારનો બદલો એક પણ વખત જવા દેવો નહિ. આ ત્રણ રીતે સંપ જળવાય છે. ભાઈઓ, ઘર, કુટુંબ, સમાજ કે દેશ એ દરેકના સંપ જાળવવા માટે આ ત્રણ વાતો (ઉપાયો) જરૂરી છે. ત્રણમાં એકની પણ ખામી હોય તો સંપ ટકતો નથી, પણ સંપને સારો કહેનારાઓને આ ત્રણ ઉપાયોનો અમલ કરવો કેવો મુશ્કેલ પડે છે તે તો બધાને પ્રત્યક્ષ તેમજ અનુભવસિદ્ધ છે તો પછી કહો કે માત્ર સંપશબ્દની જ આપણને પ્રીતિ છે પણ સંપપદાર્થની પ્રીતિ નથી. મૂળસ્વરૂપનો વિચાર થતો નથી.
તેવી રીતે આપણે મોક્ષશબ્દને પણ બરાબર પકડયો છે, એકલા શબ્દના ભક્ત થયા છીએ, પદાર્થ (વસ્તુ)ના ભક્ત નથી. જરા વિચારતાં સમજાશે, આખું શરીર બેડરૂપ છે છતાં આંગળી કપાય ત્યારે કોણ રાજી થયું ? જ્યારે આખા શરીરને અંગે તે છૂટી જાય ને મોક્ષ મળે એમ મોક્ષની ઇચ્છા છે તો આંગળી કપાવાથી એટલી તો સિદ્ધિ થઇને ! પણ એ વિચાર કેમ આવતા નથી ? ઘરમાંથી મણ કચરો કાઢવાનો હતો, તેમાંથી રૂપિયાભાર કચરો ગયો તો એટલો તો ઓછો થયોને ! એ રીતે બધું શરીર છોડવા માંગીએ તો ત્યાં આટલી આંગળી કપાઈ તો એટલું તો ઓછું થયું ને ! પણ તેમ મોક્ષ ઇચ્છાવાળાઓને પણ વિચાર આવતો જ નથી. મતલબ કે હજી શબ્દની જ ભકિત છે, પદાર્થની ભકિત નથી; પદાર્થને સમજનારાઓમાં જ્યારે આમ થાય છે તો પછી જેઓ પદાર્થને ન સમજતા હોય તેને શું કહેવું ? તે મોક્ષ કે આત્માદિના પદાર્થને ન જાણવા માનવાથી બહિરાત્મા. જીવ સિવાય બાકીના પદાર્થોની વૃદ્ધિ, હાનિની અસર આત્માને થાય છે, કેમકે એમાં જ પોતાપણું માન્યું છે, મૂળસ્વરૂપનો વિચાર સરખો કરતો નથી. પોતે શું જોઇને પાપ કરે છે ? અનાદિકાલથી આ જીવ સંસારનાં જે દુઃખો સહન કરી રહ્યો છે તે આ શરીરના જ પાપે (પ્રતાપે)ને ! આત્મા શરીરના આશ્રયે જ દુઃખ ભોગવી રહ્યો છે.
દરિયો આખો ઉછળી જાય તો પણ તે અગ્નિ ઓલાય છે કે જે આશ્રય વગરનો છે ? આશ્રય વગરનો અગ્નિ બૂઝાતો નથી.
અગ્નિ આશ્રયમાં પેઠો નથી ત્યાં સુધી અવ્યાબાધ. લાકડા ઉપર લોટો પાણી છાંટશો તો તે તરત શાંત થઈ જશે કેમકે કારણનો નાશ થયો એટલે એ અગ્નિનો નાશ થયો. સ્વતંત્ર અગ્નિનો નાશ નથી. આશ્રય વગરના અગ્નિને પાણીથી કે કશાથી અડચણ નથી. લોઢામાં પેઠેલા અગ્નિને ઘાણ પડે છે, પણ ઝાળને કોઈ લાકડીયે મારે છે ? નહિ. કદી મારે તોયે વાગે નહિ. તેવી રીતે આત્મા કોઇમાં ભરાય નહિ, કોઈના સંયોગમાં આવે નહિ તો એને કોઈ મારતું નથી, અને પીડા પણ થતી નથી, અગ્નિને આશ્રયમાં લોઢા જેવી મજબૂત વસ્તુ મળી તો પણ ઘાણ પડવા લાગ્યા. એવી રીતે આત્મા શરીરને લઈને ચારે ગતિનાં દુઃખો
Page #650
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪
૫૧૪
શ્રી સિદ્ધચક્ર ભોગવે છે. જો શરીરમાં ન હોય તો દુઃખો ભોગવવાનાં હોય જ નહિ. અગ્નિ કોઇમાં પેઠો ન હોય તો એનું કોઈ નામ દેતું નથી. આકાશને કોઈ લાકડી મારતું નથી, કેમકે આકાશ સ્વતંત્ર છે. તેવી રીતે અગ્નિ તેમજ આત્મા સ્વતંત્ર રહે તો તેને દુઃખનું સ્થાન નથી. શરીરના આશ્રયને લીધે આત્મા દુઃખ ભોગવે છે, એની સ્વતંત્રતાનો નાશ પારકા (શરીરના) આશ્રયના કારણે છે, ને તે શરીરના પાંચ પ્રકાર હોઈ બાહ્ય આંતર સર્વ શરીરના કારણરૂપ કાર્પણ શરીર અનાદિથી લાગેલું છે. કર્મો શી રીતે વળગે છે? ઓપરેશન વગર વિકાર મટે જ નહિ.
આટલી શરીર ને જીવની પૃથપણાની સમજ બાદ આત્માને નિત્ય સમજીએ તો શુદ્ધ ભાવના આવે માટે પહેલો સંસ્કાર એ જ કે આ જીવ અનાદિનો છે, જ્યારે આ કુટુંબ, ધન, માલ વિગેરે નવા થયેલા છે. અનાદિકાલથી આ જીવ ધંધો શો કરે છે? નાનો છોકરો જેમ ગટકુડું ભરે અને ઠાલવે, ભરે અને ઠાલવે એવી રીતે જીવ પણ એકજ ધંધો કરે છે. પોતાને કર્મથી પોતે બાંધે છે અને પાછો કર્મ ભોગવીને છોડાવે છે, ફેર બાંધે છે, ફેર છોડાવે છે, આ એનો ધંધો ! અહીં પ્રશ્ન એ છે કે કર્મ ભરાય છે શાથી? ગટકુડામાં જેમ ધુળ કે પાણી લાવીને ભરીને નંખાય છે તેવી રીતે કર્મ કોઇ માંગી જતું નથી. આત્મામાં આવીને બેસી જાય એ તાકાત કર્મમાં નથી. જેમ લોહચુંબક લોઢાને ખેંચે છે તેમ આત્મા કર્મને પોતે ખેંચીને લાવે છે, દાખલ કરે છે. કોઈ કહેશે કે કર્મ બાંધવાનો ઉદ્યમ કર્યો જ નથી, તો કર્મ બંધાય કેમ? દરેક સમયે સાત કે આઠ કર્મ બંધાય છે. શરીરના કોઈ ભાગમાં રસોળી થઈ, એને કાપીયે નહિ, ફેર ન થાય તેવા ઉપાય કરીએ નહિ ત્યાં સુધી લીધેલા ખોરાકનો અમુક ભાગ અચુક તેમાં જાય છે. શરીરનો થયેલો વિકાર નાબુદ કરવામાં આવે નહિ, એની ઉત્પત્તિ રોકવામાં આવે નહિ, ત્યાં સુધી વૃદ્ધિ અટકે નહિ, તેવી રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર વિકારો રોકાય નહિ તો પછી બંધાતા કર્મનાં પરમાણુઓ તે ચારેના કારણરૂપે પરિણમે તેમાં નવાઈ શી? જ્યાં સુધી જઠરા ચાલુ છે ત્યાં સુધી વિચારીએ કે ન વિચારીએ, જાણીએ કે ન જાણીએ તો પણ ખોરાક તો સાત આઠ વિભાગમાં વહેંચાઈ જાય છે. તમે જાણો કે ન જાણો, કરવા માગો કે ન માગો તોય સાત આઠ વિભાગ ખોરાકના જરૂર થવાના. તેવી રીતે આત્મામાં ઉદયવાળો રહેલો કર્મનો અંશ નવા કર્મને પોતારૂપે પરિણમાવે છે. જ્ઞાનાવરણીય છે તો આવતાં કર્મ જ્ઞાનાવરણીયપણે પરિણમશે. સાત ધાતુ શરીરમાં હોવાથી લીધેલો ખોરાક સાત ધાતુપણે પરિણમે છે, જેટલાં કર્મ ભોગવીએ તેવાં ગોઠવાવાનાં. મુખ્યતાએ જે વેદાય તે જ બંધાય છે, અર્થાત્ જ્ઞાનાવરણીય વેદતા હોઈએ તો નવા આવતા કર્મમાંથી જ્ઞાનાવરણીય કર્મને ભાગ મળે છે, તેમજ દર્શનાવરણીય વિગેરે માટે સમજવું. તેવી રીતે દરેક કર્મના સાત આઠ વિભાગ થાય; તેથી મિથ્યાત્વવિકાર વેદ
Page #651
--------------------------------------------------------------------------
________________
૫૧૫
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર ત્યાં સુધી મિથ્યાત્વના કર્મો બાંધ્યા જ કરે, એ જ રીતે અવિરતિ, કષાય, જોગમાં રહે ત્યાં તે તે કર્મો બાંધ્યા જ કરે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને જોગ એ ચારે વિકારરૂપ છે, સર્વજ્ઞશાસનને માનો, જૈનધર્મને માનો તો મિથ્યાત્વાદિ ચારે વિકારો અનાદિના છે, ને તેનાથી જ હેરાનગતિ ચાલુ છે એ વાત ખ્યાલમાં આવી જાય. મિથ્યાત્વને હજી વિકાર માનવા તૈયાર છો પણ ફેર નવો ઉત્પન ન થાય માટે તેને છેદવાનો વિચાર આવતો નથી. કાયાએ મિથ્યાત્વ કરવું નહિ આ હદ આવી છે પણ તે સેવનારને બંધ કરવો એ લક્ષ્યમાં આવ્યું નથી. પાપીના ટોળામાં ગણાવું નહિ એ જ સાધુપણું.
હિંસકને પોતાના માનીને બચાવાય છે એ શાથી? કીડીની વિરાધના આપણે કરતા નથી પણ કોઈએ હિંસા કરી, ખૂન કર્યું ને તે જો સગો, સંબંધી હોય તો તેને બચાવીએ છીએ. પાપસ્થાનકોનો જીવનના ભોગે ત્યાગ કરવા માગો છો છતાં પાપસ્થાનક કરનાર છોકરો પકડાયો તેને પણ છોડાવીયે ને પોષીએ. બાર વ્રત ઉચર્યા છતાં પાપસ્થાનક સેવનારનું પોષણ કરનારને કેવા ગણવા ? કહોને કે પાપમય સંસ્થાના મેમ્બરોમાં પોતાનું પણ નામ ! શ્રાવકપણામાં દેશવિરતિ કરે તો પણ એકલા પોતાના પાપનો પરિહાર, અન્ય અનેકના પાપો તો ગળે પડેલાં જ છે. તેવા પાપનો ત્યાગ કરે તે સાધુપાપીના ટોળાંમાં ગણાવું જ નહિ એ જ સાધુપણું છે. કરવું, કરાવવું અને અનુમોદવું આ ત્રણે સરખા ફળવાળાં છે આ નિયમ છે ને ? આ વાક્યને તમે તમારા પ્રમાદના પોષણમાં જોયું. કરવા યોગ્ય કરણી નહિ કરવાના બચાવમાં અમે અનુમોદી છીએ તેથી અમને પણ સરખું ફલ છે આમ બોલો છો તો પછી શા માટે બીજાના પાપનો ભગાદર હું થાઉં? આ વિચાર ગૃહસ્થને થતો નથી. સાધુપણાના ચિહ્ન તરીકે મીરા એટલે ઘરથી નીકળીને સાધુપણું લે છે એમ જણાવી અન્ય સર્વ પાપવાળા કુંટબના કારણભૂત એવા ઘરથી નીકળવાનું શ્રી તીર્થંકર મહારાજ વગેરેને પણ જરૂરી લાગ્યું ને પાપની ટોળી જેવું ઘર છોડયું. આપણામાં પોતે વિરતિના અભાવવાળો છતાં કંઇક અણુવ્રતાદિ કરે તેમાં તો આટલું તો કર્યું છે ને ! એમ જે બોલે છે તે શું જોઈને બોલે છે? લાખના માગનારને પાંચસે આપ્યા તે આપ્યું ગણાય નહિ. મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગ એ ચારે આત્માના અનાદિથી વિકારો છે, તેથી જ કર્મની લાઈન આત્મામાં આવે છે અને ભોગવે છે. મોક્ષમાર્ગની બુદ્ધિએ થતો ધર્મ, ગમે તે પ્રકારે કદી થાય તો પણ તે ઇષ્ટ જ છે.
સમ્યકત્વ માટે દેવગુરુધર્મનો અધિકાર પહેલાં બતાવ્યો તે આટલા જ માટે. મિથ્યાત્વાદિ ટળે તે માટે. અવિરતિ ટાળવા માટે વ્રતપચ્ચખાણ કરવાનાં છે. લાલચે, ભવિષ્યમાં તુટી જવાનાં હોય તો પણ તીવ્ર પરિણામ ન હોય તો પણ તે કરવા જ જોઇએ. એવા કરાતાં પચ્ચખાણ પણ જો ગુણરૂપ ન હોત તો એનાથી આ લાલચના પદાર્થોની સિદ્ધિ કેમ બને?
Page #652
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪
૫૧૬
શ્રી સિદ્ધચક્ર લબ્ધિ માટે તપશ્ચર્યા કરી તો લબ્ધિ થાય છે ને ! દ્રૌપદીએ તપ કરીને ધર્મના ફળ તરીકે દુનિયાદારીના ફલરૂપ પાંચ ભર્તાર માગ્યા તો તે અશુભ ફલરૂપ છતાં પણ મળ્યાને ! વાસુદેવે નિયાણું કર્યું તો તે વાસુદેવપણારૂપ ફળ ભલે ભવિષ્યમાં દુઃખલાયક થયું છતાં પણ મળ્યું ને ! વસ્તુનું ફળ મળે છે. એવી રીતે અપેક્ષાએ કરેલ પણ વ્રતાદિક ઇષ્ટ વસ્તુને તો મેળવે જ છે.
શંકા-ત્યારે અપેક્ષા (લાલચ), ભવિષ્યમાં તૂટવું વિગેરેને અનુમોદન આપો છો ? ના! અનુમોદના તો માત્ર વિરતિને જ આપીએ છીએ નિશાળમાં મૂળમુદ્દો કેળવણીનો હોય છે પણ નોકરી મેળવવાના ઉદ્દેશથી પણ જવાય છે ને ! એવી રીતે ધર્મમાં કોઈ પણ રીતે, કોઈ પણ પ્રકારે પ્રવર્તે તો પણ ધર્મ એ ઉત્તમ જ છે. દ્રવ્યપણાનું કારણ તો તે તે નિયમ પૌગલિક ફળ માટે છે, આત્મીય ફલ માટે નથી. તુટવાવાળાને પણ દ્રવ્યથી કરવાવાળાને, લાલચ ને અવિધિથી કરવાવાળાને પણ એક વસ્તુ હોય તો તે પચ્ચખાણ આત્મકલ્યાણ માટે જરૂર થાય. એ વસ્તુ ન હોય તો તે પદ્ગલિક વસ્તુ માટે થાય છે. તે વસ્તુ એ જ કે વિનોમિતિ સદ્ધ અર્થાત્ આ પ્રત્યાખ્યાન ભગવાન તીર્થકરોએ મોક્ષને માટે કહ્યું છે માટે કરવું જ જોઇએ એવી ધારણાવાળો હોય તો તેનું દ્રવ્યપ્રત્યાખ્યાન પણ ભાવપ્રત્યાખ્યાનનું કારણ બની આત્મકલ્યાણ મેળવી આપે છે. આ પ્રત્યાખ્યાન દુનિયામાં રાજ્યમાં રમી રહેલા કરવા તૈયાર નહોતા. ફક્ત તીર્થકર મહારાજા કે તેમની માફક બીજા સમ્યકત્વવાળા સિવાયના જગતના જીવો વિષયાનંદમાં આનંદ માનનારા હતા, પણ વિરતિ કરવી એ નિરૂપણ, તો સર્વજીવને હતિ કરનાર જ છે માટે ભગવાન જિનેશ્વરોએ જગજંતુ માત્રની ઉપર હિતબુદ્ધિરૂપ મૈત્રીના યોગે વિરતિ કરવી એવી પ્રરૂપણા કરેલ છે. - વિશ્વપ્રેમ અને મૈત્રીમાં ફેર (ફરક) શો ? મૈત્રી એ હિતચિંત્વન છે જ્યારે પ્રેમએ રાગ છે અનર્થનું કારણ છે. બંધુત્વ પરિહાર કરવા લાયક છે. મૈત્રી શબ્દ હિતચિંત્વનને અંગે જ છે. પરહિતચતા મૈત્રી દ્રવ્ય દયા એ તો મહેતલરૂપ છે. જ્યારે ભાવદયા એજ મૈત્રીનું તત્વ છે. સર્વ જીવોના હિતનો વિચાર એ મૈત્રી છે. આત્માના ગુણો કેમ પ્રગટ થાય, ગુણોને રોકનાર કર્મો કેમ ખસે ? આ ભાવના એ મૈત્રી. એવી હિતચિંતારૂપ મૈત્રીને યોગે જણાવેલ વિરતિ એ શબ્દ જગતમાં જે જે પાપનાં કારણો છે તેને દૂર કરવા ઉપદેશ કરે છે, જિનેશ્વરની દેશનાનું ફળ પણ એ જ વિરતિ છે. ભગવાન મહાવીરના પહેલા સમવસરણમાં કંઈ જીવોને સમ્યગુજ્ઞાન થયાં સમ્યગુદર્શન થયાં પણ દેશના નિષ્ફળ કેમ કહી ? કોઇને વિરતિ ન થઈ તેથી. વિરતિને પ્રરૂપનાર અને વધારનાર જિનેશ્વર છે, કહેનાર પણ તે જ છે. વિરતિને નિરૂપણ કરનારા જિનેશ્વરોએ મોક્ષ માટે, આત્મકલ્યાણ માટે વિરતિનું નિરૂપણ કરેલું છે. આટલું નિશ્ચિત થયા પછી સમજાશે કે અપેક્ષાદિકારણોવાળા પણ પચ્ચકખાણો શ્રી જિનેશ્વર મહારાજાઓએ મોક્ષ માટે અવશ્ય કરવા લાયક છે એમ કહ્યું છે માટે મારે મોક્ષ પ્રાપ્તિ માટે
Page #653
--------------------------------------------------------------------------
________________
પવછે.
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર તે કરવાં જ જોઈએ એમ ધારણાપૂર્વક હોય તો તે શુદ્ધ પચ્ચકખાણને લાવનારા છે. દ્રવ્યપચ્ચકખાણમાં પચ્ચકખાણનું ઉપાદેયપણું છે, માત્ર તેમાં દ્રવ્યતાના કારણરૂપ અપેક્ષા વગેરે જ નિષેધવા યોગ્ય છે માટે જ ભગવાને મરીચિને દીક્ષા આપી, શા કારણથી આપી? તૂટવાવાળી હોવાથી તેમજ સમવસરણની ઋદ્ધિ દેખીને દીક્ષા લેવાતી હોવાથી આ દ્રવ્યદીક્ષા પણ અંતે આત્માના ઉદ્ધારને કરનારી થશે એમ ધારીને જ, આ સીધી ભરતના ઘરમાં જશે એમજ નહિ, પણ આ તો ત્રીજો રસ્તો કાઢશે, શાસનને નુકશાન કરશે એમ જાણ્યા છતાં પણ આ દીક્ષા ઋષભદેવ ભગવાને આપી ને તેનું પરિણામ સુંદર આવ્યું તે તો સ્પષ્ટ જ છે.
પ્રશ્નકાર-ભગવાન તો કેવળજ્ઞાનવાળા હોવાથી જાણનાર છે માટે ભલે કરે, પણ નહિ જાણનાર કેમ કરે ?
ઉત્તર-ભગવાન ઋષભદેવજીએ આવી રીતની દીક્ષા પણ નિષેધવા લાયક ગણી નહિ ને તેવી દીક્ષાથી કલ્યાણ થવાનું જાણ્યું ને તેથી દીક્ષા આપી તો એવી ભગવાને આપેલી અને નિષેધ નહિ કરેલી દીક્ષાને ભગવાનની આજ્ઞાને અનુસરનારા છદ્મસ્થો આપે તેમાં આશ્ચર્ય શું ? મરીચિ ભરતને ઘેર પણ નહિ જાય, નવું મિથ્યાત્વ પ્રવર્તાવશે, ઉલટું ભાષણ કરવાનો એના માટે વખત આવશે, આ તમામ હકીકત જાણવા છતાં ભગવાને મરીચિને દીક્ષા આપી, કેમકે એમાં શુભ જ દેખ્યું, કેમકે જાણ્યું હતું કે આ તમામ થશે છતાં મોક્ષમાર્ગની બુદ્ધિએ એ ચારિત્ર લે અને કેટલીક મુદત પાળે એ ઉત્તમ જ છે. આ જ કારણથી તો દીક્ષાના અયોગ્યને માટે જે અઢાર દોષો જણાવ્યા છે તેમાં ભવિષ્યમાં પડી જાય તો ન દેવી એમ જણાવ્યું નથી.
પ્રશ્ન-એક માણસ બધાને આડે માર્ગે ઉતારનાર થશે એમ જાણવા છતાં તેવાને દીક્ષા આપવાથી શો ફાયદો?
ઉત્તર-પ્રથમ તો મરીચિને દીક્ષા ભગવાને જ આપી છે તેથી એમાં ફાયદો જ હોય છતાં આપણે કંઈક વિચાર કરીએ. અસંખ્યાત ચોથા ગુણસ્થાનકવાળાની નિર્જરા કરતાં પાંચમા ગુણસ્થાનકવાળાની નિર્જરા અસંખ્યાત ગુણી હોવાથી સજ્જડ છે. એમ ઉત્તરોત્તર સમજવું. સંયમથી પતિત થનાર છે, મિથ્યાત્વનો માર્ગ પ્રવર્તાવનાર છે એ નિશ્ચિયથી જાણ્યું છતાં દીક્ષા આપી એનું એક કારણ કે અત્યારે કલ્યાણની બુદ્ધિ છે, તેથી ભવિષ્યમાં જરૂર ભાવ પ્રાપ્ત થવાનો છે અને કલ્યાણ થવાનું છે.
નંદિષણ વેશ્યાને ત્યાં જશે એમ જાણવા છતાં ભગવાને દીક્ષા કેમ આપી? આટલા જ કારણે કે, જિનેશ્વર મહારાજાએ આ જ (દીક્ષા જ) મોક્ષનું સાધન બતાવેલ છે. આના વિના મોક્ષ થવાનો નથી, આવી બુદ્ધિથી જે દીક્ષા અંગીકાર કરે તે કદાચ અવિધિ પણ સેવે, મંદ વર્ષોલ્લાસ થઈને પતિત પણ થાય, એવી અનેક રીતે દ્રવ્યપચ્ચકખાણવાળો પણ થઈ જાય, છતાં પણ તે ભાવપચ્ચકખાણનું કારણ થવાનું છે અને તેનાથી જ આત્મકલ્યાણ થવાનું છે. જેને દીક્ષાની મોક્ષના સાધન તરીકે પ્રતીતિ હોય તો તેની તે દીક્ષા ભાવને જરૂર લાવનાર છે.
Page #654
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર
૫૧૮
8 |રાજેશ્વશે ળકેશ્વશે કેમ ?| છ
(અનુસંધાન પા. ૪૯૬) હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં શતતારનામનું વર્ણન કરવા લાયક નગર હતું. તે ઋદ્ધિવાળું હતું, શત્રુથી ન કંપાય તેવું હતું વિગેરે (ઉવવાઇજીમાં વર્ણન કરેલી ચંપાનગરીના જેવું વર્ણન સમજવું.) તે શતદારનગરમાં ધનપતિ નામે રાજા વર્ણન કરવા લાયક હતો. તે શતતારનગરથી બહુ નજીક નહિ, તેમ બહુ દૂર નહિ તેવે સ્થાને અગ્નિકોણના દિશાભાગમાં વિજય વર્ધમાન નામનું એક ધૂળના કિલ્લાવાળું ખેટક (ગ્રામ) હતું. તે પણ ઋદ્ધિવાળું, નિષ્કપ અને સમૃદ્ધ હતું. તે વિજય વર્ધમાન નામના ખેટકને તાબે પાંચસે ગામો હતાં. તે વિજય વર્ધમાન ખેટકમાં ઇકકાઈ નામનો રાઠોડ હતો. તે રાઠોડ અધર્મીને અનુસરનારો, અધર્મને જ વહાલો ગણનાર, અધર્મને દેખનાર, અધર્મમાં જ રાજી થનાર અને અધર્મમાં જ પ્રવર્તનારો હોવા સાથે અધર્મથી જ પોતાનું જીવન ચલાવનારો, દુરશીલ, દુર્વત તેમજ કોઈ પ્રકારે સંતોષ ન પામે તેવો હતો.
તે ઇકોઈ રાઠોડ વિજય વર્ધમાન ખેટક અને પાંચસે ગામોનું અધિપતિપણું, આગેવાનપણું સ્વામિપણું, પોષકપણું, ઉત્તમપણું અને આજ્ઞાપ્રધાન એવું સેનાધિપતિપણું નોકરો પાસે કરાવતો અને પોતે કરતો કાળ નિર્ગમન કરે છે. તે વખતે તે ઈક્કાઈ રાઠોડ તે વિજય વર્ધમાન ખેટક અને તે પાંચસે ગામોને નીચે જણાવેલી રીતિએ પડતો હતોઃ- જે ક્ષેત્ર વિગેરે ઉપર લાગા ન હતા તેની ઉપર રાજના લાગા કર્યા, પહેલાંના જે લાગાઓ હતા તેમાં ઘણો વધારો કર્યો, ખેડૂતોને વાવવા વગેરે માટે આપેલા અનાજોને પેટે બમણા, ત્રમણાં અનાજો લેવા માંડયાં (રાજાની આજ્ઞા માનનારાઓના પગારો લોકો ઉપર નાખ્યા, અનેક પ્રકારની લાંચ લેવા માંડી, સાચા ફરિયાદીઓને પણ હેરાન કર્યા, હક વગરનું પણ ધન લેવા માંડયું, આકસ્મિક થયેલા પુરુષાદિના મરણને અંગે ગામ વિગેરેમાં ખેડૂત અને બીજાઓને પણ દંડીને ધન એકઠું કરવા માંડયું, તાબેદાર નોકરોને પણ “તારે આટલું ધન દેવું પડશે” એમ પોતાની ઇચ્છા પ્રમાણે દ્રવ્યનો નિયમ કરાવ્યો દેશાદિ અમુક મુદત માટે આપવા માંડયા, લાંચીઆઓને (એક જાતના ચોર) પોષણ દેવા માંડયું, ચોરી કરાવવા માટે લોકોને આકુલવ્યાકુલ કરવા ગામ વિગેરેમાં લાઈ લગાડી, વેપારીના સાથોને લુંટયા એવી રીતે અનેક પ્રકારે લોકોને પીડા કરતો, ધર્મ ભ્રષ્ટ કરતો કંઈક હિંમતવાળા લોકોને “મને અમુક અમુક વસ્તુ તમે નથી આપતા. તેનું પરિણામ ઘણું ખરાબ આવશે” એમ ડરાવતો. વળી કેટલાકને ચાબખા અને ઢોલાદિકે મારતો અને સમગ્ર લોકોને નિર્ધન કરતો થકો તે જીવન ચલાવે છે.
Page #655
--------------------------------------------------------------------------
________________
પ૧૯
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર તે ઈક્કાઈ રાઠોડ વિજય વર્ધમાન ખેટકમાં રહેનારા ઘણા રાજા, કોટવાળ, જંગલમાં રહેલા મડો, કુટુંબ માલિકો, શેઠીયા અને સાર્થવાહોને અને બીજા પણ ઘણા ગામના પુરુષોના ઘણા કાર્યોમાં ઘણા વિચારણાથી વ્યવહાર પ્રવૃત્તિ સુધીનાં કારણોમાં (વિચારો, ગુઘવાતો, વસ્તુના નિશ્ચયો અને વિવાદોમાં) સાંભળતો થકો પણ બોલે કે હું સાંભળતો નથી, નહિ સાંભળતો પણ બોલે કે-હું સાંભળું છું. એવી જ રીતે દેખતાં, બોલતાં, લેતાં અને જાણતાં પણ જૂઠું બોલનારો હતો. તે ઇક્કાઈ રાઠોડ આવા અન્યાયને ઇષ્ટ ગણવાવાળો હતો, આવા અન્યાયમાં લીન રહેવાવાળો હતો. આવા અન્યાય કરવામાં જ તેની ચાલાકી ચાલતી હતી અને આવા અન્યાય કરવાની જ તેને ટેવ પડી ગઈ હતી અને તેથી ઘણા પાપો, જે જ્ઞાનાવરણીય આદિ તથા ઘણા કલેશોથી થયેલા અધમ પાપોને ઉપાર્જન કરતો જીવન વહન કરે છે.
તે ઇક્કાઇ રાઠોડને અન્યદા કોઈક વખત એકી સાથે શરીરમાં સોળ રોગ પ્રગટ થયા તે આ પ્રમાણેઃ
૧. શ્વાસ, ૨, ખાંસી, ૩. જવર, ૪. શરીરમાં દાહ, ૫. કૂખમાં શૂળ, ૬. ભગંદર, ૭. હરસ, ૮. અજીર્ણ, ૯. આંખમાં ખટકા ૧૦ માથામાં શૂળ, ૧૧. અરુચિ, ૧૨. આંખો દુઃખવી, ૧૩. કાનમાં વેદના, ૧૪. ખસ, ૧૫. જલોદર અને ૧૬ કોઢ. તે વખતે તે ઇકકાઇ રાઠોડ સોળ રોગે હેરાન થયેલો નોકરોને બોલાવીને એમ કહે છે કે-હે દેવાનું પ્રિયો! તમે જાઓ અને વિજય વર્ધમાન ખેટકના ત્રિકોણસ્થાન, ત્રણ રસ્તાવાળા સ્થાન, ચાર રસ્તાવાળા સ્થાન, અનેક રસ્તાવાળા સ્થાન અને રાજમાર્ગોમાં મોટામોટા અવાજથી ઉદ્ઘોષણા કરતા કહો કે હે દેવાનુપ્રિયો ! ઈક્કાઈ રાઠોડના શરીરમાં સોળ રોગો આ પ્રમાણે પ્રગટ થયા છે (૧) શ્વાસ, (૨) ખાંસી, (૩) જવરયાવત્ (૧૬) કોઢ તેથી હે દેવાનુપ્રિયો ! કોઇપણ વૈદ્યશાસ્ત્રમાં અને ચિકિત્સામાં કુશળ એવો વૈદ્ય અથવા તેવા વૈદ્યનો પુત્ર કે એકલા વૈદ્યકશાસ્ત્રનો જાણકાર કે તેનો પુત્ર, એકલા ચિકિત્સાશાસ્ત્રને જાણનાર કે તેનો પુત્ર ઇક્કાઈ રાઠોડના તે સોળ રોગમાંથી એકપણ રોગને મટાડે તે મનુષ્યને ઇક્કાઈ રાઠોડ ઘણુંજ ધન આપે. આવી રીતે બબ્બે, ત્રણત્રણ વખત ઉઘોષણા કરો અને તે કર્યા પછી ઉઘોષણા કર્યાની મને ખબર આપો. પછી તે નોકરોએ તે પ્રમાણે ઉઘોષણા કરી ખબર આપી.
તે પછી વિજય વર્ધમાન નામના ખેટકમાં પૂર્વોકત્ત ઉઘોષણા થયેલી સાંભળીને અને તેનો નિશ્ચય કરીને ઘણા વૈદ્યો, વૈદ્યપુત્રો, જાણકારી, જાણકારનાપુત્રો; ચિકિત્સકો અને ચિકિત્સકના પુત્રો હાથમાં ઓજારો લઈને પોતપોતાને ઘેરથી નીકળે છે, અને વિજય વર્ધમાન ખેટકના મધ્યમધ્ય ભાગમાં થઈને જે જગા ઉપર ઇકકાઈ રાઠોડનું સ્થાન છે ત્યાં આવે છે, અને ઈક્કાઈ રાઠોડના શરીરને તપાસી તે રોગોનાં કારણોને પૂછે છે, અને ઘણા તેલમર્દનો, ઉદ્વર્તનો, સ્નેહપાન, વમન, વિરેચન ડામ દેવા, કાઢાના સ્નાનો, અનુવાસના (એનિમા
Page #656
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪
પર૦.
શ્રી સિદ્ધચક્ર દેવી) ચર્મ વિગેરે વિટીને, માથા વિગેરેમાં ઘી પૂરવું. પાછલા ભાગમાં વાટો મેલવી, અનુવાસન વિશેષરૂપ નિરૂહો કરવાં, નાડીઓ વિધવી, અસઆદિથી ચામડીઓ કાપવી, નાના કાપ મેલવા, અનેક દ્રવ્યથી તૈયાર કરેલા તેલથી માથા ઉપર ચર્મકોશ પૂરવા, તેલ આદિ કે કરીને શરીરનું તર્પણ કરવું, અનેક જાતની ઔષધિઓના પાકો કરવા, રોહિણી વિગેરે છાલો, પત્ર, પુષ્પ, ફળ, બીજ, કરીઆતા વિગેરેની સળીઓ, ગળી વિગેરે અનેક પ્રકારના એક દ્રવ્યવાળા ઔષધો અને અનેક દ્રવ્યવાળા ભૈષજોથી ઉપચાર કરે છે, પણ તે સોળ રોગોમાંથી એકપણ રોગ શાંત થતો નથી. તે ઘણા વૈદ્ય, અને વૈદ્યપુત્રો વિગેરે જ્યારે તે સોળ રોગોમાંથી એક પણ રોગને શાંત કરી શકતા નથી ત્યારે દેહના ખેદથી થાકેલા, મનના ખેદથી ભરાયેલા અને બંને પ્રકારે ખેદાઇને પરિતાંત (ખિન) થયેલા તેઓ જે દિશાએથી આવ્યા હતા તે જ દિશાએ ચાલ્યા ગયા.
પછી તે ઈક્કાઇ રાઠોડ જેને વૈદ્ય વિગેરેએ સાજા નહિ થવાનું કહી દીધું છે, નોકરો પણ છોડી ગયા છે, ઓસડવેસડથી પણ કંટાળ્યો છે એવો તે સોળ રોગે પરાભવ પામેલો, રાજ્ય, દેશ, ભંડાર, કોઠાર, વાહન અને જમાનામાં મૂચ્છ પામેલો રાજ્ય અને રાષ્ટ્રની આસકિતવાળો, પ્રાર્થના કરતો, સ્પૃહા કરતો, ઇચ્છા કરતો, મન, શરીર અને ઈદ્રિયોથી અત્યંત પીડા પામેલો, અત્યંત ઉત્કૃષ્ટ અઢીસો વર્ષનું આયુષ્ય પાળી કાળ વખતે કાળ કરીને આ રત્નપ્રભા નરકરૂપી પૃથ્વીની અંદર ઉત્કૃષ્ટથી એક સાગરોપમ સ્થિતિવાળા નારકીમાં નારકપણે ઉપયો. તે ઇક્કાઈ રાઠોડ તે પહેલી નરકથી નીકળીને આ જ મૃગગામ નામના નગરમાં વિજય ક્ષત્રિય નામના રાજાની મૃગાવતી નામની મહારાણીની કૂખમાં પુત્રપણે ઉપજ્યો.
તે વખતે તે મૃગાવતી મહારાણીના શરીરમાં ઘણીજ તીવ્ર, અસહ્ય, જળહળતી વેદના ઉત્પન્ન થઈ. જે વખતથી મૃગાપુત્ર બાળક મૃગાદેવી મહારાણીની કૂખમાં ગર્ભપણે આવ્યો તે વખતથી તે મૃગાદેવી મહારાણી વિજયક્ષત્રિય રાજાને અનિષ્ટ, એકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને મનમાં સ્મરણ પણ જેનું ન થાય તેવી થઇ. તેથી તે મૃગાદેવી મહારાણીને અન્ય કોઇક વખત રાત્રિના મધ્યભાગે કુટુંબ સાગરિકાને કરતી આ પ્રકારનો સંકલ્પ, સ્મરણ, કલ્પના, પ્રાર્થના અને મનમાં વિચાર આવ્યો કે વિજ્યક્ષત્રિય રાજાને પહેલાં હું ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનમાં વસવાવાળી હતી અને તેઓ મારું ધ્યાન કરતા હતા, મારી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, અપ્રિય થતું તો પણ મારા ઉપર રાગ થતો, પણ જે દિવસથી મારી કૂખમાં ગર્ભપણે આ ગર્ભ થયો તે દિવસથી હું વિજય ક્ષત્રિય રાજાને અનિષ્ટ, યાવતું મનમાં પણ જેનું સ્થાન નથી એવી થઈ છું. વિજયક્ષત્રિય રાજા મારા નામ કે ગોત્રને પણ બોલતા નથી તો પછી દર્શન અને પરિભોગની તો વાત જ શી ? તેથી મારે માટે એ કલ્યાણકારી છે કે
Page #657
--------------------------------------------------------------------------
________________
પ૧
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર આ ગર્ભને ઘણા ગર્ભશાતન (કટકા થઈને પડવું), પાતન (અખંડ ગર્ભ પાડવો), ગાલન (પીગળાવીને ખરાવવું) અને મારણ (મરણના કારણો)થી શાડન, પાડા વિગેરે કરવું. એવી રીતે વિચાર કરીને ઘણા ખારા, કડવા અને તુરા એવાં ગર્ભશાતનોના ઔષધો ખાતી અને પીતી તે ગર્ભને શાડા વિગેરે કરવા ઇચ્છે છે, પણ તે ગર્ભ શડતો, પડતો, ગળતો કે મરતો નથી. પછી તે મૃગાદેવી મહારાણી તે ગર્ભને શાડન વિગેરે કરવા સમર્થ થતી નથી ત્યારે થાકેલી, ગ્લાનિ પામેલી અને સર્વથા નિરૂત્સાહવાળી થયેલી વગર ઈચ્છાએ પરાધીનપણે તે ગર્ભને મહાદુઃખે વહન કરે છે. ગર્ભમાં રહેલા તે બાળકને આઠ નાડીઓ અત્યંતર પ્રવાહવાળી, આઠ નાડીઓ બાહ્ય પ્રવાહવાળી, આઠ નાડીઓ પરૂ વહેવાવાળી, આઠ નાડીઓ લોહી વહેવાવાળી થઈ છે, તેમાં કાન, આંખ, નાક અને ધમનીની અંદર વારંવાર લોહી અને પરૂને વહેવડાવે છે. તે બાળકને ગર્ભમાં આવ્યો ત્યારથી જ અગ્નિક નામનો રોગ ઉત્પન થયો. તે બાળક જે આહાર કરે તે જલદી નાશ પામે અને પરૂ અને લોહીપણે થઈ જાય, અને તે થયેલા પરૂ અને લોહીને પણ ખાઈ જાય.
પછી તે મૃગાદેવી મહારાણી નવ મહિના સંપૂર્ણ થયે દારકને જન્મ આપે છે. તે બાળક જન્મથી આંધળો, મૂગો, અંગની રચના જેની બરોબર નથી એવો, અને આંધળા આકાસ્વાળો, માત્ર અનવસ્થિત આકતિને ધારણ કરવાવાળો થયો, ત્યારે તે મૃગાદેવી મહારાણી અવ્યવસ્થિત અંગવાળા અને આંધળા બાળકને દેખીને ભય પામી, ત્રાસ પામી, ઉદ્વેગ પામી છતી ધાઈમાતાને બોલાવે છે, અને બોલાવીને કહે છે કે-હે દેવાનુપ્રિય ! તું જા, અને આ બાળકને એકાંત ઉકરડામાં ફેંકી દે. પછી તે ધાઇમાતા મૃગાદેવી મહારાણીનું વચન કરવા લાયકપણે અંગીકાર કરીને જે સ્થાને વિજય ક્ષત્રિય રાજા છે ત્યાં આવે છે, આવીને બે હાથ જોડીને એમ કહે છે કે- હે સ્વામિનું ! મૃગાદેવી મહારાણીએ નવ મહિને જન્માંધ વિગેરે વિશેષણવાળા છોકરાને જન્મ આપ્યો, અને તે મૃગાદેવી તે અનવસ્થિત અને અંધસ્વરૂપ ગર્ભને દેખીને ભય, ત્રાસ અને ઉદ્વેગ પામી તેથી મને બોલાવીને એમ કહ્યું કે-હે દેવાનુપ્રિય ! તું જા અને આ બાળકને એકાંત ઉકરડે ફેંકી દે તો હે સ્વામિન્ ! હુકમ કરો કે તે બાળકને એકાંતમાં ફેંકું કે નહિ તે વખત વિજય ક્ષત્રિય રાજા તે ધાઇમાતાની પાસે આ હકીકત સાંભળીને સંભ્રમવાળો ઊઠે છે અને ઊઠીને જે જગા ઉપર મૃગાદેવી મહારાણી છે ત્યાં આવે છે અને મૃગાદેવીને કહે છે કે આ તારો પહેલો ગર્ભ છે, અને જો તું એને એકાંતમાં ઉકરડે ફેંકાવી દઇશ તો તારી પ્રજા સ્થિર થશે નહિ, માટે તું એ બાળકને એકાંત ભોંયરામાં ગુપ્તપણે ખોરાકપાણીથી પોષતી રહે, તો તારી પ્રજા સ્થિર થશે. પછી તે મૃગાદેવી મહારાણી વિજ્યક્ષત્રિય રાજાના એ વચનને વિનયથી કબુલ કરે છે અને તે બાળકનું એકાંત ભોંયરામાં ગુપ્તપણે આહાર પાણીથી પોષણ કરે છે એવી રીતે હે ગૌતમ ! મૃગાપુત્ર બાળક પહેલા ભવના જૂનાં દુષ્કર્મો કે જેનું પડિકમણું, પ્રાયશ્ચિત વિગેરે કર્યા નથી તેના અશુભ ફળને ભોગવે છે.
Page #658
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪
પર
શ્રી સિદ્ધચક્ર ભગવાન ગૌતમસ્વામીજી, ભગવાન મહાવીર મહારાજને પૂછે છે કે હે ભગવાન ! આ મૃગાપુત્ર બાળક કાળમાસે કાળ કરીને કયાં જશે, અને કયાં ઉપજશે? ભગવાન મહાવીર મહારાજ કહે છે કે-હે ગૌતમ ! આ મૃગાપુત્ર બાળક છવીસ વર્ષનું આયુષ્ય પાળી કાળ માસે કાળ કરીને આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢયપર્વત પાસે સિંહની જાતિમાં સિંહપણે આવશે, અને તે સિંહ અધર્મી, ઘણા નગરમાં ફેલાયેલો વાદ છે જેનો એવો શૌર્યતાવાળો અને દઢ પ્રહાર કરવાવાળો થશે અને તેથી ઘણું પાપ ફરી પણ મેળવશે અને તેવું પાપ મેળવીને કાળ માસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નરકાવાસમાં નારકીપણે થશે, તે ત્યાંથી નીકળીને ભુજપરિસર્પ અને ઉરપરિસર્પમાં જશે, ત્યાંથી કાળ કરીને બીજી નરકે ત્રણ સાગરોપમની સ્થિતિવાળો નારકી થશે, ત્યાંથી નીકળીને પંખીની જાતિમાં ઉપજશે, ત્યાંથી કાળ કરીને ત્રીજી નરકમાં સાત સાગરોપમના આયુષ્યવાળો નારકી થશે, ત્યાંથી નીકળીને સિંહ થશે ત્યાંથી ચોથી નરકે જશે, પછી સર્પ થઈને પાંચમી નરકે જશે, પછી સ્ત્રી થઈને છઠ્ઠી નરકે જશે, પછી મનુષ્ય થઇને સાતમી નરકે જશે, પછી સાતમી નરકથી નીકળીને જે આ મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મગરમચ્છ અને સુષુમાર વિગેરે જલચર પંચેદ્રિય તિર્યંચોની સાડીબાર કુલ કોડી અને લાખો યોનિઓ છે તેમાં એકેક જાતની યોનિમાં લાખ્ખો વખત મરીને ત્યાંને ત્યાં ઉપજશે ત્યાંથી નીકળીને ચોપગા જાનવરોમાં, ઉરપરિસર્પોમાં, ભુજપરિસર્ષોમાં, ખેચરોમાં, ચૌદ્રિય, તેરેંદ્રિય અને બે ઇંદ્રિયમાં, વનસ્પતિમાં પણ કડવા વૃક્ષો અને કડવી દુધિઓમાં વાઉકાય, તેઉકાય, અપકાય અને પૃથ્વીકાયમાં લાખો વખત ઉપજશે પછી ત્યાંથી નીકળીને સુપ્રતિષ્ઠ નામના નગરમાં બળદપણે ઉત્પન્ન થશે અને ત્યાં જુવાનીમાં આવ્યો છતાં કોઈક વખત પહેલા વરસાદમાં ગંગા મહાનદીના કાંઠાની માટી ખોદતાં કાંઠો ધસવાથી મરી જશે અને તે જ સુપ્રતિષ્ઠ નગરમાં શેઠને ઘેર પુત્રપણે આવશે, ત્યાં બાળકપણું ગયા પછી અને યૌવન અવસ્થા પામતાં તેવા પ્રકારના ઉત્તમ સ્થવિરોની પાસે ધર્મ સાંભળી અને સમજીને મુંડ થઇ, ઘર છોડી સાધુપણાને અંગીકાર કરશે. તે મૃગાપુત્ર ત્યાં શેઠના પુત્રપણાના ભવમાં ઇર્યાસમિતિવાળો યાવતુ નવ પ્રકારની ગુણિયુક્ત બ્રહ્મચર્યને ધારણ કરવાવાળો સાધુ થશે. સાધુપણામાં ઘણા વર્ષો સુધી રહીને આલોચના, પ્રતિક્રમણ કરીને કાળમાસે કાળ કરીને સૌધર્મનામના દેવલોકમાં દેવતાપણે ઉપજશે, ત્યાંથી દેવતાઈ શરીર છોડીને મહાવિદેહક્ષેત્રમાં જે ઋદ્ધિવાળા કુળો છે, તેમાં ઉપજશે, પછી શ્રી ઉવવાઇસૂત્રમાં જેમ દઢપ્રતિજ્ઞનો અધિકાર કહ્યો છે તેવી રીતે આ મૃગાપુત્રનો જીવ પણ કળાઓ શીખશે, દીક્ષા લેશે અને યાવત્ સિદ્ધ, બુદ્ધ, મુકત અને પરિનિવૃત્ત થઈને સર્વ દુઃખનો નાશ કરશે.
આ મૃગાપુત્રની હકીકત સાંભળનારો હરકોઈ મનુષ્ય રાજેશ્વરનું નરકેશ્વરપણું સમજી શકે તેમ છે, તેનો વિસ્તારથી ઉપનય આગળ ઉપર જણાવવામાં આવશે.
(અપૂર્ણ)
Page #659
--------------------------------------------------------------------------
________________
પર3
શ્રી સિદ્ધચક્ર
તા.૨૪-૮-૩૪
નવાગંથો,
છે
છે કે
પૂર્વાચાયોંના ઉત્તમ ગ્રંથો મેળવવાનો અપૂર્વ અવસર નવાગાંઠો
:–– – – – – ૧. ત્રિષષ્ઠીય દેશના સંગ્રહ... - ૮-૦ ૧૮. વંદારવૃત્તિ
...૧-૪-૦ ૨. દશવૈકાલિક ચૂર્ણિ... ...૪- ૦-૦ ૧૯. પયરણ સંદોહ
..૦-૧૨-૦ ૩. ઉત્તરાધ્યયન ચૂર્ણિ... ...૩- ૮-૦ ૨૦. અહિંસાષ્ટક, સર્વજ્ઞસિદ્ધિ, ઐન્દ્ર ૪. પરિણામમાળા(લેજર પેપર પર)...૧-૧૨-૦
- સ્તુતિ ...૦.૮-૦ ૪. પરિણામમાળા(ડ્રોઈંગ પેપર પર).૧-૧૦-૦ ૨૧. અનુયોગ ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ..૧-૧૨-૦ | ૫. ૧૨૫, ૧૫૦, ૩૫૦ સ્તવન ૨૨. નંદી ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ૧ -૪-૦
સાક્ષી સહિત ...૦- ૮-૦ ૨૩. નવપદ પ્રકરણ બૃહદ્વૃત્તિ ..૩ ૬. પ્રવચન સારોદ્વાર (પૂર્વાર્ધ). ૩-૦-૦ ૨૪. ઋષિ ભાષિત
...૦ -૨૭. , , (ઉત્તરાધી...૩- ૦.૦ ૨૫. પ્રવજ્યા વિધાન કુલકાદિ ...૦૦ ૩-૦ ૮. પંચાશકાદિ મૂળ ...૩- ૮-૦ ૨૬. પ્રત્યાખ્યાનાદિ વિશેષણવતી ૯. પંચાશકાદિ અકારાદિ ...૩- ૦-૦
વીશ વીશી ..૧૧૦.જયોતિષ્કકરંડક
૩- ૦-૦ ૨૭. વિશેષાવશ્યક ગાથાનુક્રમ ..૦૧૧. પંચ વસ્તુ
... ૨- ૪-૦ ૨૮. બારસાસૂત્ર (સચિત્ર) . ૧૨-૦-૦ ૧૨. દ્રવ્યલોક પ્રકાશ ...૧- ૮-૦ ૨૯. સાધુ આવશ્યક ક્રિયાનાં સૂત્રો ' ૧૩. ક્ષેત્રલોક પ્રકાશ ... ૨- ૨-૦ ૩૦. આચારાંગ સૂત્ર...
છપાય ? છે) ૧૪.યુક્તિ પ્રબોધ ..૧- ૮-૦ લલિતવિસ્તરા
છપાય છે : ૧૫.દશ પન્ના
...૧- ૮-૦ તત્ત્વતરંગિણી ૧૬ નંદી આદિ અકારાદિક્રમ
બૃહત્ સિદ્ધપ્રભા વ્યાકરણ
છપાય છે તથા વિષયક્રમ.... ૧- ૮-૦
પુસ્તકાકાર. ૧૭.વિચાર રત્નાકર ૨- ૪-૦ ૩૧. શ્રાદ્ધવિધિ (હિન્દી) • ૧
૩૨. જિનસ્તુતિ દેશના (હિન્દી) ... ૦૩૩. મધ્યમસિદ્ધપ્રભા. વ્યાકરણ ૫૦
૩૪. વસવર્ણ સિદ્ધિ
: કમિશન : ૧૦૦૧ર ટકા ૫૦ ટકા ૭૫ .૧૦ ટકા ૨૫.૫ ટકા
તુર્ત લખો:જૈનાનંદ પુસ્તકાલય, | ગોપીપુરા, સુરત, (ગુજરાત) |S,
? ? ? ? $ $ $ $
ૐ ૐ ૐ
એક છે એક જ છે
ૐ ૐ ૐ ? ? ? ?
છે
છે કે
Page #660
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર
૫૨૪
| સમાલોચના થઈ
(નોધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલદ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) ૧ ૧૯૮૦ના કાર્તિક સુદ ૧મે ગર્ભે આવેલાને ગર્ભાષ્ટમપક્ષથી કયારે દીક્ષા થાય? ૨ જન્મથી આઠ વર્ષ પર્વતની ઉમર અને ગર્ભથી આઠ વર્ષ એવા પાઠમાં અર્થનો ફરક છે કે? ૩ ગુજરાતીમાં આઠમું બેસે ત્યારે આઠ કહેવાય છે કે ? ૪ શ્રી નિશીથચૂર્ણિ વગેરેમાં અમદૃમ કે નષ્ટ એ શબ્દો છે કે? ને અષ્ટમ અને અષ્ટનો ફરક છે કે?
ને તે કેટલો? ૫ લઘુક્ષપણામાં જન્માષ્ટને અંતર્મુહૂર્ત કેવલ છે ને શ્રીભગવતીજીના સ્નાતકને હિસાબે જન્મનવમે
ક્વલ છે કે? ૬ કેવલિકાલ જે નવવર્ષોન ક્રોડપૂર્વ ને ગુણસ્થાનનો આઠ વર્ષોન એ એકજને ? ક્રોડપૂર્વનું આયુમાન
જન્મથી કે ગર્ભથી? નવ કંઈકન્યૂન નવ ને કિંચિદધિક અષ્ટયૂન કોડપૂર્વના ત્રણ પક્ષો ગર્ભથી કે
જન્મથી ગણો છો? ૭ અષ્ટપૂર્ણવાળો દીક્ષિત હોય તો અંતર્મુહૂર્ત કેવલ લહે પણ ગર્ભાસ્ટમવાળો બાર માસ પર્યાયેજ કેવલ
પામે એમ પણ થાય છે? ૮ વાર્ષિક પર્યાય વિના જઘન્ય પર્યાયવાળાને કેવળજ્ઞાન ન થાય એમ લોપ્રકાશ વગેરેમાં સ્પષ્ટ છે કે?
(જૈનપ્રવચન) ******* ૧ જન્માષ્ટની અપેક્ષાએ લઘુક્ષપણા જણાવવાથી કેવળજ્ઞાન, સિદ્ધિ, અનુત્તરવિમાનપ્રાપ્તિ અને
શુકલલેશ્યાના અધિકારમાં જણાવેલ સાધુપણાના વાર્ષિક પર્યાય બાધિત થાય નહિ? પક્ષાંતર તરીકે
તો લઘુક્ષપણાનો અધિકાર રહે. બેની એકતા કઈ અક્કલથી ગણવી? ૨ સંગ્રહણીના અર્થમાં શુકલેશ્યાની પરમ સ્થિતિ ક્રોડપૂર્વ જણાવતાં આયુષ્યનું માન ગર્ભથી લે છે.
શ્રીભગવતીજીમાં પણ પૂર્વકોટિનું ગર્ભથી લઈને જ સામાયિકચારિત્રનું માન કહે છે. ૩ અષ્ટમશબ્દનો આઠમું એવો અર્થ નહિ પણ પૂર્ણ આઠજ છે એ કયા વ્યાકરણ, કોશ, કાવ્ય કે શાસ્ત્રના
આધારે? ગુજરાતી ભાષાદિમાં આઠમાને સ્થાને આઠશબ્દ કદાચ વપરાય, પણ તેવી આઠમાની
શરૂઆતને આઠમું નહિ કહેવું પણ આઠમાની પૂર્ણતાએજ આઠમું વર્ષ કહેવું એ શા આધારે ? ૪ જ્યાં શ્રીભગવતીજીના સ્નાતકની સ્થિતિને હિસાબે નવ વર્ષ થાય ત્યાં લઘુક્ષપણા આઠ વર્ષ અને સાત મહિના થાય તો પણ ફરક નથી કે શંકાને સ્થાન નથી એમ કેમ?
(જૈન પ્રવચન)
Page #661
--------------------------------------------------------------------------
________________
પર૫
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર ૧. પંચવસ્તુની ટીકામાં વિધિહીતી મુવત્રિવજ્યા સ્થતિમુરઘવમન: આવું સ્પષ્ટ વ્યાખ્યાન છતાં
બાંધવાનો અર્થ કર્યો છે તે ખોટો નથી? લેખમાં સંસ્કૃત પાઠ આપ્યા છતાં આ વાકયનો તો અર્થ જ નથી આપ્યો. અમદાવાદના શ્રીમાનું નગરશેઠની પાસે મુહપત્તિની ચર્ચા સંમેલનમાં નહિ કરાવવાની કબુલાત
મુહપત્તિ નહિ બાંધનાર પક્ષે લીધી નથી. ૩ ભાષાસમિતિ અને વચનગુતિના પ્રસંગો માત્ર બંધનમાં ગોઠવ્યા છે તે ખોટું છે. ૪ આ ચર્ચા પત્ર લખાવીને અન્ય ઉપાડેલી છે. પાક્ષિક તેમાં નિષ્ફળતા અને શાંતિના ભંગના ભયે
ઉતરવા માગતું ન હતું. ૫ પંચવસ્તુની ગાથા ગુરુના નંદીવ્યાખ્યાનના કથન ને શિષ્યના તે શ્રવણ વખતની ને અપશબ્દના યોગે સમાનતાને સૂચવનારી છે તે જોયું હોત તો માલમ પડત. (લેખકે ગ્રંથ જોયો જ નથી તેથી કંઈક સંભળાવવાનું છે એમ લખે છે.)
| મુંબઈ સમાચાર તા. ૮મી ઓગસ્ટ.)
ગતવર્ષે ચંડૂપંચાગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય છે. એમાસી પુનમના ક્ષયે તેરસના ક્ષયની માફક ત્રીજનો ક્ષય ગણવામાં આવ્યો હતો ત્યારે જેઓ ત્રીજની સંવર્ચ્યુરી થઈ એમ કહી લોકોને સન્માર્ગથી ચુત કરતા હતા તેઓ જ આ વર્ષે બીજ ત્રીજ (ચોખ્ખી ત્રીજ)ને બુધવારે એટલે ચંડાશુગંડૂ પ્રમાણે જ ચોથનો ક્ષયમાની સંવચ્છરી કરવાના છે એ શાસનદેવનો જ પ્રભાવ છે. બીજા ટીપણામાં તો કોઈમાં બે પડવા અને કોઈમાં બે બીજ હોવાથી ચોથને ગુરુવાર આવે છે, પણ આનંદની વાત છે
કે આ વર્ષે બીજ ત્રીજ બુધવારને ચોથ માની બુધવારની બધે સંવછરી થશે. ૨ આ વખત કલ્પવાચનમાં ગ્રહણ નહિ હોવાથી ટાળી શકાય એવી પણ અસક્ઝાય ગયા વર્ષની માફક નહિ ટાળવાનો પ્રસંગ નહિ આવે.
(એક સમાચાર) ******* ૧ પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ ધર્મ એ પ્રણિધાનાદિ આશયના જ્ઞાન સિવાય તેનો અનુબંધ થતો નથી
ને મોક્ષ આપતો નથી. ૨ અદ્વેષ અને દયાનો ફરક ઘણો છે ને આદ્યનું સ્થાન ધર્મપ્રાપ્તિ પહેલાં છે જ્યારે બીજાનું સ્થાન પછી
છે. ઔદાર્યાદિ લિંગોવાળો ધર્મ અને તે પ્રાપ્ત થતાં વિષય, તૃષ્ણાદિનો અભાવ અને મૈત્રીઆદિનો સદ્ભાવ થાય છે અને પછી પ્રણિધાનાદિનું જ્ઞાન થવાથી તે તે ઉચ્ચસ્થાનોની પ્રાપ્તિ થઈ મોક્ષ મળે. પ્રણિધાનમાં જ પ્રાપ્ત ધર્મસ્થાનની સ્થિતિનો નિશ્ચિય હોય છે.
(જિજ્ઞાસાવાળા)
Page #662
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪
પર
શ્રી સિદ્ધચક શ્રી આવશ્યક નિર્યુક્તિ અને શ્રી મહાવીર ચરિત્રમાં ભગવાનની પૂજાને પ્રતિબોધમાં કારણ તરીકે જણાવી છે ને શ્રી ઋષભચરિત્રમાં સ્પષ્ટપણે કેવળજ્ઞાન મહોત્સવને એકને જ વ્રતમાં કારણ તરીકે જણાવે છે છતાં તે ઋદ્ધિથી પ્રતિબોધ કહેવામાં અભિનિવેશ ગણનાર પોતે અભિનિવેશરહિત થાય તો ઠીક ગણાય. તીર્થકરના સુરમહિમાની અપેક્ષા પણ અભિäગજ છે એ સમજાય તેમ છે. પ્રથમ સાભિધ્વંગ હોય ને પછી નિરભિવંગ થાય એ સંભવિત નથી. બધે
મહિમા જણાવવાનો હેતુ શો છે? ૨ “કનુaોપ પ્રતીયતે' એ નિયમને સમજનાર કાર કયાં છે એ પ્રશ્ન કરે નહિ. ૩ જીવિતનું ચંચલપણું વિગેરે દ્રવ્યચારિત્રવાળો ન ધારે એ માટે પાઠની અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. ૪. તીર્થકરની ઋદ્ધિની ઈચ્છાને અંગે વિંશતિસ્થાનકનું તપ નિયાણું ગણાય છે કે? કહ્યું છે કે કચ્ચ
મહાકચ્છાદિ કેવલજ્ઞાન ઉપર્યું જાણીને દીક્ષિત થયા પણ સૂરપૂજાને લીધે નહિ, જીવનનું અનિત્યપણું,
સ્ત્રી પ્રેમનું અનિત્યપણું જાણવું ને ત્યાગની સુંદરતા તથા સંસારની અસારતા જાણવી એ એક છે? સમ્યકત્વ યુક્તને પણ વિરતિ દ્રવ્યથી હોય કે? ખંડનની અપેક્ષાએ તો તે દ્રવ્યચારિત્ર છે જ કે?
(જૈનપ્રવચન અંક ૧૧મો વર્ષ ૬)
જ
૧ નાનાં ને કાગળનાં પુસ્તકો પહેલાં હતાં તેનો પુરાવો દેવો. ૨ પુસ્તકની પ્રતિમાજી માફક વગર બાંધે આશાતના ગણનારે દરેક વાંચન વખતે બાંધવું અને સ્નાનો
પ્રસંગ પણ લેવો. ૩ તે ઓઠ ઉપરની મુહપત્તિ બાંધ્યાના ફોટા જુઠા અને ધર્મ હાનિકર નહિ તો બીજાં શું? ૪ મુહપત્તિ બાંધનારની મુહપત્તિ ભીની થાય ને થાય પણ છે. ૫ મુહપત્તિ માટે કાન વિંધવાનું પ્રાયશ્ચિત કયા સૂત્રમાં છે? ૬ ચર્ચાસારમાં તે જ ગાથાનો અર્થ બાંધવામાં જણાવ્યો છે. ૭ હાથથી જ યોગમુદ્રા છે અને તેમાં મુહપત્તિ રાખવાની હોય તો જ ભાષ્યકારના વચન પ્રમાણે
વિશિષ્ટતા થાય.
** ***** તા.ક. આ સમાલોચનામાં આવતી હકીકત બીજા પેપર, પત્ર વિગેરેને અંગે જ હોય છે, અર્થાત્ આ પત્રે સ્વતંત્ર પણે ઉપાડેલી હોતી નથી એ સમાલોચનાની મથાળાની લીટીને વાંચવાવાળાઓ સહેજે સમજી શકે તેમ છે, અને તેથી જ કેટલીક ચર્ચા આ પત્રને સમાલોચનામાં અનિચ્છાએ ઉપાડવી પડે છે.
જાહેર સૂચના.
અંક ૫, ૨૧ વર્ષ ૧૯, અંક ૩ વર્ષ રહ્યું ઉપરના અંકો જે કોઈ મોકલી આપશે તેને ડબલ કિંમત આપવામાં આવશે.
-
તંત્રી.
Page #663
--------------------------------------------------------------------------
________________
પરછ
તા.૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક્ર
(ટાઈટલના પા. ૪નું અનુસંધાન). પ્રથમાનુયોગમાં આવતાં તીર્થકરોના ચરિત્રોથી અજાણ્યા હોય અને પર્યુષણાકલ્પમાં ન ઉતર્યા હોય એમ કહી શકાય જ નહિ. જેમ ભગવાન તીર્થંકર મહારાજનાં ચારિત્રો હંમેશને માટે નિયમિત હતાં તેવી જ રીતે સાધુઓની વર્ષાકાળની સામાચારીરૂપ ધર્મ કે જેમાં ચાતુર્માસનું અવસ્થાન, વિકૃતિઆદિનો ત્યાગ, અનેક પ્રકારે જીવોની યાતના, લોચનું વિધાન, તપસ્યા અને તેના પારણાનો વિધિ તપવિશેષને અંગે ગ્રહણ કરાતા જલવિશેષો, વર્ષાકાળને અંગે ગોચરીપાણીનું બંધારણ, બહાર નીકળેલા સાધુ સાધ્વીઓને વરસાદના રોકાણને લીધે થતા અવસ્થાનની વિધિ તેમજ થયેલા કે થતા કલેશને શમાવવા અને તે શમાવવાનો વિધિ એ વિગેરેરૂપ સમાચારી કે જે સાધુપણાનું મુખ્ય કર્તવ્ય છે તે ભગવાન ગણધરોની વખત કે શ્રુતકેવલી ભદ્રબાહસ્વામીજીની વખત ન હોય એમ કોઈપણ અક્કલવાળો માની શકે તેમ નથી. આ જ કારણને અંગે કલ્પસૂત્રના અંતમાં ભગવાન ભદ્રબાહુસ્વામીજી જણાવે છે તે પ્રમાણે આ પર્યુષણાકલ્પની હૈયાતી ભગવાન મહાવીર મહારાજના વખતે પણ હતી અને તે કલ્પની આરાધનાનું ફળ ભગવાન મહાવીર મહારાજે શ્રીમુખે રાજગૃહી નગરીના ગુણશીલ ચૈત્યની અંદર સમસ્ત સાધુ સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ અને દેવીઓની વચ્ચે જાહેર રીતે ફમાવેલ છે. આ ઉપસંહારનું સૂત્ર ભગવાન ગૌતમસ્વામીજીએ પૂર્વગત શ્રતના પર્યુષણાકલ્પમાં રચ્યું હોય અને તેને અનુસારે ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ પર્યુષણાકલ્પમાં ઉપસંહાર જણાવ્યો હોય તો તે કોઇપણ પ્રકારે અસંગત નથી.
ઉપરની હકીકત વિચારતાં પર્યુષણ કલ્પના પ્રથમ તીર્થંકર ચરિત્રરૂપી અધિકાર માટે તેમજ ત્રીજા સામાચારીરૂપ અધિકારને માટે નૂતન રચના કે કલ્પિતપણું માનવાને અવકાશ નથી, પણ શંકાકારના જણાવેલા મુખ્ય મુદ્દા પ્રમાણે સ્થવિરાવલીના અધિકારને કૃત્રિમ માનવા સાથે શ્રી ભદ્રબાહુસ્વામીજીનો કરેલો તે અધિકાર નથી એમ માનવાને કદાચ મન દોરાય પણ તેમાં અત્યંત વિચારને અવકાશ છે, કેમકે દરેક ધર્મમાં હોય છે તે કરતાં પણ જૈનધર્મમાં તત્ત્વત્રયીની માન્યતા વિશેષે ઓતપ્રોત થયેલી અસલથી જ છે, અને આ પર્યુષણકલ્પમાં તીર્થકર મહારાજાઓની આવલી (પરંપરા)ને જણાવીને જેમ દેવતત્ત્વ તરફની લાગણી શાસકારે પ્રદર્શિત કરી ભવ્ય જીવોને તેવી લાગણી ધરાવવા ભગવાન તીર્થકરોના ચારિત્રો જણાવ્યાં અને ધર્મતત્ત્વની રીતિ ભાતિ સામાચારી નામના ત્રીજા અધિકારધારાએ જણાવી દેવ અને ધર્મ એ બંને તત્ત્વોનું આરાધન કરવાનો રસ્તો આ પર્યુષણ કલ્પઢારાએ ઉજ્જળ કર્યો તેવી રીતે ગુરુતત્ત્વના આરાધના માટે ગણધર આદિ સ્થવિરોના ચરિત્રોનું કથન કરવું જરૂરી હોઈ ભગવાન ગણધર મહારાજાઓ પૂર્વગતૠતના પર્યુષણકલ્પમાં સમગ્ર ગણધરોનાં ચરિત્રો, ગણધર આવલીના મૂળભૂત તીર્થકર મહારાજના સંક્ષિપ્તતમ ચરિત્રની સાથે ચરિત્રો રચે અને તે દ્વારાએ ગુરુતત્ત્વને ઝળકાવે તેમાં કોઇપણ પ્રકારે આશ્ચર્ય નથી, પણ એ ઉપરથી એટલું તો નક્કી થાય કે દરેક વખતના કલ્પકથન કરનારા તથા તેને શ્રવણ કરનારા ભગવાન તીર્થંકરોના ચરિત્રોમાં તેમજ ચાતુર્માસની સામાચારીમાં જિનપ્રણીત માર્ગને અનુસરનારા હોઈ કાંઇપણ ફેરફાર કે નૂતન રચના ન કરે તો પણ ગુરુતત્ત્વને અંગે ગણધર આદિ સ્થવિરાવલી વર્ણન કરવાની હોવાથી પોતપોતાના પરમ પૂજ્ય આરાધ્ધપાદ ગુરુ મહારાજ સુધીની સ્થવિરની પરંપરા વર્ણન
Page #664
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪
પર૮
શ્રી સિદ્ધચક્ર કરે અને તેથી ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ પોતાના આરાધ્યપાદ ગુરુ મહારાજ સુધીની સ્થવિરોની પરંપરા વર્ણવી હોય અને તેથી જ ભગવાન દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીએ પોતાના આરાધ્યપાદ ગુરુ મહારાજની પરંપરાને જણાવી હોય તો તેમાં આશ્ચર્ય નથી. આ જ કારણથી મધ્યકાળમાં દરેક ગચ્છવાળાઓ પોતપોતાની ગુરુપરંપરા સ્થવિરાવલીની વખત વાંચતા હતા એમ મધ્યકાળના તે તે લેખો ઉપરથી સર જણાય છે. આવી રીતે વસ્તુતત્વ હોવાથી પર્યુષણાકલ્પમાં ભગવાન દેવદ્ધિગણિક્ષમાશ્રમણજી કે જેઓ સમગ્ર સિદ્ધાંતોને પુસ્તકારૂઢ કરનાર હતા તેઓએ સ્થવિરાવલી કથનને સાચવવા પોતાના ગુરુ સુધીની માત્ર પરંપરા લખી છે, પણ તે પરંપરા દેખવા માત્રથી તે પર્યુષણા કલ્પની રચના શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણજીએ કરી છે એમ કહેવું તે પ્રથમાનુયોગ આદિ શાસ્ત્રોની રચનાના કે કલ્પના જિનાવલી, સ્થવિરાવલી અને સામાચારી રૂ૫ વાગ્યના અજાણપણાનેજ આભારી છે. આ કલ્પસૂત્રનું સાધુસમુદાયમાં પ્રાચીન કાળથી વાચન હતું એટલું જ નહિ પણ ચતુર્વિધ સંઘ સમા પણ આ કલ્પસૂત્રનું વાચન શ્રી નિશીથચૂર્ણિકાર ભગવાનના ઘણા પહેલા કાળથી આનંદપુર નગરમાં હતું એમ શ્રી નિશીથચૂર્ણિને જાણનારો દરેક સુજ્ઞ કબુલ કરશે, અને એવી રીતના પૂર્વકાળથી નિયમિત પૃથગુ વાંચનને અંગે જ આ કલ્પસૂત્ર ઉપર વિશેષથી ચૂર્ણિ, પંજિકા વિધવિધ અંતર્વાચ્ય અને કોઈપણ બીજા સૂત્ર ઉપર નહિ તેટલા પ્રમાણની ટીકાઓ થયેલી છે, અને કોઈપણ સૂત્રની મૂળની પ્રતો જેટલા પ્રમાણમાં નથી હોતી તેના કરતાં ઘણા મોટા પ્રમાણમાં એકલી કલ્પસૂત્રની મૂળની પ્રતો ઘણા પ્રાચીન કાળથી લખાતી આવે છે. વળી કોઈપણ અંગ, ઉપાંગ કે છેદસૂત્રની મૂળની પ્રતોને શ્રીસંઘે શણગારી નથી તેવી રીતે આ કલ્પસૂત્રની મૂળની પ્રતોને સુવર્ણ, રજતના ચિત્રોથી ચીતરાવીને શણગારી છે એટલું જ નહિ પણ સુવર્ણ, રજતની શાહીઓ બનાવીને તેથી આ કલ્પસૂત્રના પુસ્તકો લખાવીને આ કલ્પસૂત્રના મહિમાને ઘણા પ્રાચીન કાળથી જગજાહેર રાખ્યો છે. યાદ રાખવાની જરૂર છે કે ભગવાન દેવદ્ધિગણિક્ષમાશ્રમણજીએ જો આ કલ્પસૂત્રની રચના કરી હોત તો પોતાના પૂજ્યપાદ ગુરુ મહારાજ સુધીની પટ્ટાવલી કલ્પસૂત્રના ત્રીજા સામાચારીરૂપ વાગ્યને પૂરું કર્યા પછી જ આપત. વળી પોતાની એકલાનીજ ગુરુ પરંપરા જેમ ઇતર ગ્રંથકારો પોતાના ગ્રંથના અંતભાગમાં આપે છે તેવી રીતે ભગવાન દેવદ્ધિગણિભામાશ્રમણજી પણ જો કલ્પસૂત્રના કર્તા હોત તો તેના અંતમાં માત્ર પોતાની ગુરુપરંપરાજ આપત. કોઈપણ ગ્રંથકાર, કોઈપણ ગ્રંથના અંતમાં આ કલ્પસૂત્રની પેઠે અન્યઅન્ય શાખાઓ અને અન્ય અન્ય કુળોના વર્ણનો આપતા નથી અને સંક્ષિપ્ત અને વિસ્તાર રૂપે કલ્પસૂત્રમાં આવેલું સ્થવિરાવલીનું વર્ણન પોતાની પાટપરંપરા માટે નહિ, પણ માત્ર સ્થવિરોની પરંપરાના વર્ણન માટે જ છે એમ સુજ્ઞ પુરુષો તો સમજ્યા સિવાય રહેશે જ નહિ. વળી વીરમહારાજની દશમી સદીમાં ગ્રંથકારો પોતાના સ્પષ્ટ નામો લખવા પણ તૈયાર ન હતા તો પછી તે અરસામાં ગ્રંથકાર તરીકે પોતાની આટલી બધી શાખાઓ અને કુળોની સંક્ષિપ્ત અને વિસ્તાર પરંપરા દર્શાવવા તૈયાર થયા એ કલ્પનાજ વિવેકી પુરૂષોના હૃદયમાં સ્થાન કરી શકે નહિ.
ઉપર જણાવ્યા પ્રમાણે જો કે પર્યુષણ પર્વમાં સર્વકાળ સર્વ સાધુઓ પર્યુષણાકલ્પનું કથન અને શ્રવણ દરેક સ્થાને પર્યુષણાની વખતે કરે છે, પણ તે પર્યુષણાકલ્પનું કથન અને શ્રવણ જેમ વર્તમાનકાળમાં શ્રાવણ માસના કૃષ્ણપક્ષના અંત ભાગથી શરૂ થાય છે તેમ સર્વકાળે તે શ્રાવણ માસના કૃષ્ણપક્ષથી શરૂ
Page #665
--------------------------------------------------------------------------
________________
તા. ૨૪-૮-૩૪
શ્રી સિદ્ધચક
પરમપવિત્ર પર્યુષણપર્વની વ્યવસ્થા અને તેના પવિત્ર કાર્યો
દરેક ધર્મવાળાઓ પોતપોતાના ધર્મના ઉદેશ પ્રમાણે પર્વો માને છે, અને તે પર્વોમાં પોતપોતાના ધર્મના ઉદ્દેશને અનુસારે જ તે ધર્મને માનનારા સર્વ મનુષ્યો તે તે પર્વોમાં તે તે સત્કાર્યોનું આચરણ કરે છે. ક્રિશ્ચિયનો નાતાલના દિવસોને, મુસલમાનો રમઝાન મહિનાને, વૈષ્ણવ અને શૈવો પુરુષોત્તમ માસને માને છે અને નવા જમાનાના નવા મતને માનનારા લોકો તે તે નવા નવા મતને પ્રવર્તાવનારાઓના જન્મ કે મરણ, જય કે પરાજયને ઉદ્દેશીને કે તેના તેવા કોઈપણ અપૂર્વ મનાયેલા કાર્યને ઉદ્દેશીને પર્વને ઉજવે છે. કેટલાક મતવાળાઓ તો પોતપોતાના આચાર્યોની ગાદીનશીન કિયાના મહોત્સવને ઉજવે છે. શ્વેતાંબર સમાજમાં પણ કેટલાકો પોતાના ગુરુની મરણતિથિ કે પાટમહોત્સવના દિવસોને પર્વ ગણી તે તે દિવસે તે તે પવિત્ર કાર્યો કરી ઉજવણી કરે છે, પરંતુ પર્યુષણાપર્વ એ સમગ્ર જૈનશાસનનું અપૂર્વ મહત્મ પર્વ છે. તે પર્વ કોઈપણ તીર્થકર ભગવાનની વ્યક્તિને કે કોઇપણ ગણધર મહારાજની વ્યક્તિને યાવતું કોઈપણ આચાર્ય, ઉપાધ્યાય કે સાધુની વ્યક્તિને ઉદ્દેશીને પ્રવર્તેલું નથી, પણ તે પરમપવિત્ર પર્યુષણાપર્વ ભગવાન વીતરાગના માર્ગના ધ્યેયને ઉદ્દેશીનેજ પ્રવર્તેલું છે.
જો કે તે પર્યુષણપર્વમાં પહેલા અને છેલ્લા તીર્થકર મહારાજના શાસનમાં સર્વ મુનિઓને સર્વકાળે પાંચ દિવસોમાં નવ વાચનાએ કલ્પનું કથન કરવાનો નિયમ છે. (ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ દશાશ્રુતસ્કંધ નામના છેદસૂત્રના આઠમા અધ્યયનપણે પર્યુષણાકલ્પ નામે અધ્યયન દ્વારાએ વર્તમાનનું કલ્પસૂત્ર ગોઠવ્યું ન હતું તે પહેલાં પણ પૂર્વગત શ્રતમાં રહેલું તે કલ્પાધ્યયન સર્વ સાધુઓ કથન કરતા અને સાંભળતા હતા. પર્યુષણાકલ્પની ભગવાન ભદ્રબાહુસ્વામીએ નવી જ ઉત્પત્તિ કરી છે એમ નથી, પણ ભગવાન ભદ્રબાહુસ્વામીની પહેલાં પણ ગણધરોએ પૂર્વગત શ્રુતની અંદર તે પર્યુષણકલ્પની સંકલના કરેલી જ હતી.
કદાચ શંકા કરવામાં આવે કે ગણધરોએ પૂર્વગતશ્રુતમાં રચેલા પર્યુષણકલ્પમાં અને ભગવાન ભદ્રબાહુસ્વામીજીએ ઉદ્ધત કરેલા પર્યુષણકલ્પમાં આચાર્ય મહારાજ દેવર્તિગણિક્ષમાશ્રમણ સુધીની પરંપરા કેમ આવી? વાસ્તવિક રીતિએ એમ કેમ ન માનવું કે આ પર્યુષણકલ્પની રચના આચાર્ય ભગવાન દેવદ્ધિગરિમાશ્રમણજીએ કરેલી હોય, અને તેઓશ્રીએ જ પોતાની તે સ્વતંત્ર રચના છે એમ જણાવતાં ભગવાન મહાવીર મહારાજથી પોતાના ગુરુ સુધીની બધી પાટપરંપરા આપી હોય. આવી રીતે થતી શંકાના સમાધાનમાં સમજવાનું કે ભગવાન ગૌતમસ્વામીજીના પૂર્વગતઋતપણે રચેલા પર્યુષણાકલ્પમાં કે શ્રુતકેવલી યથાર્થ યુગપ્રધાન ભગવાન ભદ્રબાહુસ્વામીજીના રચેલા પર્યુષણાકલ્પમાં આચાર્ય મહારાજ દેવદ્ધિગણિક્ષમાશ્રમણજી સુધીની પટ્ટપર પરા ભવિષ્યના જ્ઞાનને હિસાબે લખી શકે તેમ છતાં પણ ન લખી હોય, પણ તીર્થકર મહારાજાઓના ચરિત્રો જે તે કલ્પસૂત્રમાં વર્ણન કરવામાં આવે છે તે બધાં ચરિત્રો ભગવાન ગણધર મહારાજાની વખતે ન હતાં, અગર ભગવાન ભદ્રબાહુસ્વામીજી પૂર્વગત શ્રુતના
(અનુસંધાન પા. પર૭ પર)
Page #666
--------------------------------------------------------------------------
________________
થતું હતું એમ નિયમ નથી, કારણ કે જ્યારે અષાઢ સુદિ પુનમે ચાતુર્માસની સ્થિરતા નિયમિત થતી ત્યારે તેની પહેલાંના પાંચ દિવસોમાં પર્યુષણાકલ્પનું કથન અને શ્રવણ થતું હતું. પછી પાંચ પાંચ દિવસની વૃદ્ધિએ જેને જેને જ્યાં જ્યાં જેમ જેમ સ્થિરતાનું નિયમિતપણું થતું તેમ તેમ તે તે સાધુઓ તે તે સ્થાને સ્થિરતાની પહેલાંના પાંચ દિવસોમાં કલ્પનું કથન અને શ્રવણ કરતા હતા અને તે રીતે કલ્પના કથન અને શ્રવણનો વખત શ્રાવણમાસના કૃષ્ણપક્ષના અંતભાગમાં નિયમિત ન રહેતાં માત્ર સ્થિરતા કરવાની યોગ્યતા ઉપર જ તેના કથન અને શ્રવણનો નિયમ હતો, પણ તે પાંચ પાંચ દિનની વૃદ્ધિનો નિયમ શ્રીશ્રમણસંઘે જયારથી બંધ કર્યો અને ચાતુર્માસને માટે અવસ્થાનનો નિયમ અષાઢ શુકલ ચતુર્દશીથી નિયત કર્યો ત્યારે આ કલ્પસૂત્રના વાચન અને શ્રવણનો નિયમ શ્રાવણમાસના કૃષ્ણપક્ષના અંતભાગથી મુકરર કર્યો કારણ કે પૂર્વકાળમાં જ્યારે પાંચ પાંચ દિનની વૃદ્ધિથી અનિયમિતપણે અવસ્થારૂપી પર્યુષણ થતાં હતાં ત્યારે પણ તે અવસ્થાનરૂપી પર્યુષણની અંત્યમર્યાદા તો ભાદ્રપદના શુકલપક્ષમાં જ હતી. તે ભાદ્રપાદના શુકલપક્ષમાં તો અન્ય કોઇ અવસ્થાન માટે અનુકૂળ સ્થાન ન મળે તો વૃક્ષની નીચે પણ અવસ્થાનરૂપ પર્યુષણા કરી દેવાની સખત આશા હતી, અને તે જ અંતના અવસ્થાનરૂપ પયુષણના અંત દિવસને જ સાંવત્સરિક પર્વ સકળ સંઘ ગણતું હતું, અર્થાત્ અવસ્થાનરૂપ પર્યુષણમાં અનયમિતપણું છતાં પણ સાંવત્સરિકપર્વનું અનિયમિતપણું હતું પણ નહિ અને થઈ શકે પણ નહિ અને તે જ કારણથી શ્રીકલ્પસૂત્રકાર મહારાજા આ કલ્પસૂત્રના સામાચારી પ્રકરણમાં વિગ્રહ શમાવવાના અધિકાર માં જોવ' એમ કહી સાંવત્સરિક દિવસનો ઉદ્દેશ નિયમિત દિવસે જણાવે છે, અને તેથી જ સાંવત્સરિક દિવસનું અવસ્થાનરૂપ પર્યુષણાના કાલની માફક અનિયમિતપણું નથી એમ સ્પષ્ટ કરે છે. વળી વિચારવાની જરૂર છે કે દરેક સમુદાયને દરેક વર્ષે અવસ્થાન પર્યુષણાનું અનિયમિતપણું હોય પણ સાંવત્સરિક પવનું અનિયમિતપણું થઈ શકે જ નહિ, કારણ કે સૂત્ર, અર્થ, ભોજન અને આલાપના મહિના મહિનાના હસાબે સમુદાય, ઉપાધ્યાય અને આચાર્યે કરેલા પરિહારમાં બાર માસની મુદત ઘટી શકે નહિ, પણ મનનો વધારો થાય. વળી સાંવત્સરિક પ્રતિકમણને અંગે એક સંવચ્છરીથી બીજી સંવચ્છરીની વચ્ચે બારમાન કરતાં અધિક કાળ થતાં સંવચ્છરી પડિકમણું કર્યા પછી તેજ રાત્રિએ થયેલા કષાયની મુદત બાર માસ કરતાં અધિક થઈ જઈ વ્યવહારથી અનંતાનુબંધીના ઘરના તે કષાયો થઈ જાય અને તેવા કષાયવાળાને શીશ્રમણસંઘમાં સ્થાન ન હોય એ વાત કલ્પસૂત્રના નિર્મુહણાના અધિકારને સમજવાવાળો સહેલથી સમજી શકે તેમ છે. આ બધી હકીકત વિચારતાં સ્પષ્ટ માનવું પડશે કે અવસ્થાનરૂપ પર્યુષણા અનિયમિતકાળે જતી હતી ત્યારે પણ સાંવત્સરિક પર્વરૂપ પર્યુષણા તો નિયમિત કાળે જ થતી હતી, અને તેથી પાંચ પાંચ દિવસની વૃદ્ધિનો વિધિ બંધ પડતાં પર્યુષણાકલ્પને કથન કરવાનો અને શ્રવણ કરવાનો રિવાજ નિયમિત માદ્ર શુકલ ચતુર્થીરૂપ સાંવત્સરિક પર્વના સંબંધમાં જ પાંચ દિવસને અંગે રાખ્યો, અને જીવાભિગમ આદિ શાસ્ત્રોમાં પર્યુષણાની આરાધના આઠ દિવસની સ્પષ્ટ અક્ષરે જણાવેલી હોવાથી સંવચ્છરીના દિવસને બાશ્રીને જ આઠ દિવસોના પર્યુષણ નિયત થયાં છે, અને તેથી જ શ્રાવણ વદિ બારસથી સામાન્ય રીતે કર્યુષણનો પ્રારંભ થાય છે. હવે તેની પવિત્રતા અને તેમાં કરવાનાં પવિત્ર કર્તવ્યોનો વિચાર કરીએ
(અપૂર્ણ)
Page #667
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
27/3EE215
Page #668
--------------------------------------------------------------------------
________________
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જૈન-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
(સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફંડના ગ્રંથ મુલ્ય અંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ હું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
૦-૧૨-૦ પ૬ શ્રી શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયન્ના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રી શ્રીપાલ ચરિત્ર (પ્રાકૃત). ૧-૪-૦ ૪૮ શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાર્ધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાર્ધ). ૬-૦-૦ ૫૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવજુક ગ્રંથ સટીક. ૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતરભારજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦
નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બૃહદવૃત્તિ. ૪-૦-૦
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રી મહાવીર ચરિત્ર પ્રાકૃત. ૪-૦-૦ ૦૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફ અંગ્રેજી.
૧-૦-૦ ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફીલોસો અંગ્રેજી.
૦-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જો. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફિલોસોફી અંગ્રેજી.
૦-૧૨૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૭૯ શ્રીભક્તામર લ્યાણમંદિર નમિઉણ સ્તોત્ર. ૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રી પ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રનમંજૂષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રી ચતુર્વિશતિકા સચિત્ર શ્રીબપ્પભટ્ટી સૂરિકૃત ૮૩ શ્રીષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર , ૫-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ | મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦૦
૦-૫-૦ ૫૯ શ્રીચતુર્વિશતિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ પં. મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયનો.
૦-૬-૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત) ટીકા યુક્ત.
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત) આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" બી..કણપીઠ બજાર સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #669
--------------------------------------------------------------------------
________________
*
શિUચકો ,
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
___सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्रमुखैः सिद्धं भव्यौधहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું, તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીયવર્ષ. ) મુંબઈ, તા. ૮-૯-૩૪ શનિવાર ત વીર-સંવત્ ૨૪૬૦ અંક ૨૩ મો. | શ્રાવણ વદિ )) { વિક્રમ , ૧૯૯૦
• આગમ-રહય.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ છઘસ્થ ગણધરોનાં રચેલાં શાસ્ત્રો છતાં પ્રામાણિક કેમ?
(પૂર્વે જણાવ્યા પ્રમાણે ભગવાન તીર્થકરો અન્ય જીવોના હિતકાર્યમાં તત્પર રહેતા હોઇ કોઇપણ જીવને અહિત ન થાય તેવી ધારણાથી હરેક જીવને અહિતથી નિવારવાવાળા હોય છે, અને તેથી જ છદ્મસ્થ એવા ગણધર મહારાજાઓએ સર્વજ્ઞ એવા તીર્થકર ભગવાનની હાજરીમાં રચેલાં સૂત્રોને સર્વ
Page #670
--------------------------------------------------------------------------
________________
૫૩૦.
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર શાસનપ્રેમી જીવો માન્ય કરે છે, કેમકે ગણધરોના છદ્મસ્થપણાને લીધે જો કાંઈપણ અહિત કરનારી રચના થઈ હોત તો ભગવાન તીર્થંકર મહારાજ જરૂર નિવારણ કરત, પણ તે રચનામાં સર્વજ્ઞ પ્રભુએ કોઇપણ પ્રકારનો સુધારો ન કર્યો એટલું જ નહિ, પરંતુ તે ગણધરોએ રચેલી દ્વાદશાંગીનું સ્વામિત્વ તે ગણધરોને સમર્પણ કરવા સાથે તે દ્વાદશાંગીની રચનાને અનુસારે જ સમગ્ર સંઘને વર્તાવવાની આજ્ઞારૂપી અનુજ્ઞા કરી સર્વ ગણધરોના મસ્તક ઉપર સુગંધી વાતચૂર્ણ સ્થાપન કર્યો.) રાજાઓ કેટલી દયા પાળે છે? માત્ર મનુષ્યની. | સર્વ તીર્થકરો જગતના સર્વ જીવોને હતિ કરનારા હોય છે અને તેથી જ જ્યારે રાજામહારાજા માત્ર પોતાને જેની ઉપર રાજ કરવું છે, જેની પાસેથી આવક લેવી છે, જેના દ્વારે પોતાના રાજ્યની વૃદ્ધિ કરવી છે, તેમજ શત્રુના આવેલા હલ્લા પણ જે પ્રજાદ્વારાએ ઝીલવા છે, તે પ્રજાના જ માત્ર બચાવને માટે કાયદાઓ કરે છે, અને તે પણ કાયદાઓ એવા કે પ્રજાના અમુક ભાગને એટલે કે અપરાધ કરનારા પ્રજાજનને તો નાશ કરનારા હોય છે અને તેમાં જ એટલે અપરાધીના દેહાંતદંડમાં પણ દુષ્ટ શિક્ષાને નામે પોતાની શ્રેષ્ઠતા અને અધિકતા મનાવે છે.
પણ પ્રજાના જીવનના સાધનરૂપ પ્રજાની આબાદીનું મૂળ કારણ અને પ્રજાની ઘણા ભાગે માલમતા તરીકે ગણાતા જાનવરોની રક્ષા માટે જાનવરોની રક્ષા તરીકેનાં તો કોઈપણ કાર્ય કરતા નથી અને તેથી જ પૂર્વકાળમાં કે વર્તમાનમાં પણ જાનવરોના કતલખાનાનો ડગલે ને પગલે વધારો થયા કરે છે. જો કે જાનવરોની કતલની વૃદ્ધિના પ્રમાણમાં જ મનુષ્યોના મરણનું પ્રમાણ વધારે વધારે આવતું જાય છે તેમ સૂક્ષ્મ રીતિએ અવલોકન કરનારાઓ સ્પષ્ટપણે જણાવે છે અને દાખલા દલીલો સાથે તે વસ્તુને પુરવાર કરે છે, છતાં રાજામહારાજાઓ તે કતલ ઉપર અંકુશ મુકતા પણ નથી અને મુકવા તૈયાર પણ નથી અને પૂર્વકાળમાં પણ કોઈક જિનેશ્વર મહારાજના સનાતન સત્યમય શાસનને અનુસરનારા શ્રેણિક, સંપ્રતિ કે કુમારપાળ મહારાજા જેવા માત્ર નામ લેવાને કામ લાગે તેવાઓને બાદ કરીને કોઈપણ રાજામહારાજાએ જાનવરોના વધના ઉપર અંકુશ મેલેલો જ નથી અને તેથી જ ચોખ્ખા શબ્દોમાં કહીએ તો રાજામહારાજાઓ માત્ર મનુષ્યના બચાવ માટે જ અને તે પણ ઉપર જણાવેલી સ્વાર્થદષ્ટિએ તૈયાર રહ્યા છે અને રહે છે. મહાજને ગોધનાઆદિ અનવરની દયા જગતમાં પ્રસરાવી છે.
પણ જે ગાય, ભેંસ, ઘોડા વિગેરે જાનવરો મનુષ્યની માફક આહાર, નિદ્રા, ભય અને મૈથુન સંજ્ઞાવાળા છે, સ્થાન, સ્વામી, સંતાન અને કુટુંબની મમતાવાળા છે, સુખ અને દુઃખની લાગણી જેને સ્પષ્ટ જણાય છે, ભયથી વ્યાપે છે, સંતોષમાં મોજ માને છે, એવાં એવાં અનેક કારણોથી સ્પષ્ટ ચૈતન્યવાળા હોઈ આત્મા કે જીવવાળા છે, તેઓનો બચાવ જો કે રાજ્ય તરફથી ન થાય તો પણ પ્રજાજનની અપરિવર્તનવાળી ચિંતાને કરનાર મહાજનને કરવો પડયો છે. જો કે આ વાત તો જગતમાં સિદ્ધ જ છે કે જેની પાસે જેટલી સત્તા હોય તે મનુષ્ય તેટલી સત્તાને આધારે જ સજા કરી શકે અને મહાજન પાસે કોઇનો પ્રાણ લેવાની, દેશપાર કરવાની કે કેદમાં બેસાડવાની સત્તા હતી નહિ અને
Page #671
--------------------------------------------------------------------------
________________
૫૩૧
તા. ૮-૯-૩૪
શ્રી સિદ્ધચક છે પણ નહિ, અને હોત તો પણ જાનવરના બચાવને માટે મનુષ્યની મૃત્યુદશા કે મૃત્યુના જેવી દશાને અમલમાં મેલવા તેઓ ભાગ્યે જ તૈયાર થાત, છતાં તે ગોધન વિગેરેના નાશ કરનારા કે તેના નાશ ઉપર જ તેના અવયવોથી નિર્વાહ કરનારા લોકોની સાથે વ્યવહાર બંધ કરી તેઓને અસ્પૃશ્યકોટિમાં રાખ્યા એ કાર્ય મહાજને ઢોરના બચાવને માટે કરેલું હોય એ સંભવિત છે અને તે જ કારણથી તેવા લોકોની સાથે મહાજને મહાજનપણાનો વ્યવહાર તો શું પણ બીજો ખાનપાનાદિના સ્પર્શનો પણ વ્યવહાર અલગ રાખ્યો. આવી રીતે જો વ્યવહારભેદનું કારણ સત્ય માનીએ તો રાજામહારાજાઓએ નહિ કરેલી એવી ગોધનઆદિ જાનવરની દયા મહાજને જગતમાં પ્રસરાવી છે.
છતાં કોઈપણ મહાજને કોઈપણ જગા ઉપર કોઈપણ કાળે જગતના મનુષ્યોના જીવન વ્યવહારમાં ઉપયોગી નહિ એવા કીડી, મંકોડી કે માખી વિગેરેના બચાવને માટે લેશ પણ ઉદ્યમ કર્યો હોય એનો કોઈપણ ઐતિહાસિક પુરાવો સાક્ષીભૂત નથી અને તેવો સંભવ પણ નથી કે કોઈ મહાજન તેવા સૂક્ષ્મ બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરેંદ્રિય જીવો માટે કોઈપણ પ્રકારના રક્ષણનો પ્રબંધ કરે.
જો કે કેટલાક સ્થાનના પવિત્ર જૈનશાસનના પવિત્ર સંસ્કારોએ પવિત્ર થયેલા શ્રાવકમહાજન તેવા સૂમ બેઈદ્રિય આદિ જીવોના બચવા માટે પણ પ્રયત્ન કરતા હતા, કરે છે અને ભવિષ્યમાં પણ કરશે છતાં તેઓની પ્રાધાન્યતા અલ્પસ્થાનમાં હોઇ સર્વ મહાજન તરફથી તેવો બંદોબસ્ત થવા પામ્યો નથી,
જો કે જ્યાં જ્યાં શ્રાવકમહાજનની પ્રધાનતા રહી છે ત્યાં ત્યાં મનુષ્યોના બચાવ માટે ગરીબોને પોષણ વિગેરેનાં સાધનો, જાનવરોના બચાવને માટે પાંજરાપોળો, રોગ, રેલ, દુષ્કાળ વિગેરે આપત્તિઓની વખત મનુષ્ય અને જાનવર ઉભયના બચાવને માટે તન, મન, ધનથી પ્રયત્નો થયા છે તેની ઇતિહાસ અને વર્તમાન અનુભવ પણ પુરેપુરી સાક્ષી પૂરે છે, અને તે શ્રાવકમહાજન તે મનુષ્ય અને જાનવરની દયા સાથે સૂક્ષ્મ બેઈદ્રિય આદિ જીવોની દયા પાળવા, પળાવવા પણ તૈયાર રહે છે અને તેથી જ અનેક સ્થાનના અનેક શ્રાવક મહાજનો ભઠ્ઠી વિગેરેનાં કાર્યો બંધ કરવારૂપ પાણી વિગેરે પાળવાના પ્રબંધો જારી રાખે છે.
જો કે કેટલાક લોકો શ્રાવકોને માથે તેઓનું નાના જીવોનું પાળવું દેખીને અત્યંત ચીઢાઈ જાય છે અને પોતાનું બીજું કાંઈ નથી ચાલતું ત્યારે તેઓના નાના જીવોને પાળવાની વાતને નિંદવા માટે તે શ્રાવકલાકોના માથે મોટા જીવને મારવાનું કલંક ચઢાવે છે, પણ તેઓને યાદ નથી કે તેઓ સમજી શકયા નથી કે શ્રાવકલોકો તો મનુષ્ય કે જાનવરની આપત્તિ વખત તેઓને ઉપર જણાવ્યા પ્રમાણે બચાવતા આવ્યા છે, બચાવે છે અને બચાવશે, પણ ખેદની વાત છે કે આવી રીતે બોલનારા જૈનેતર લોકો નથી તો નાના જીવને બચાવતા અને મોટા જીવોને પણ જાનથી મારી નાખવા સુધીમાં પોતાનાં ધર્મશાસ્ત્રોને આગળ કરે છે, અને તે જૈનેતર લોકોએ હજારો જગા ઉપર પોતાની માતાઓના નામે હજારો જાનવરોની કતલ કરીને લોહીની નીકો વહેવડાવી છે, વહેવડાવે છે એ જગતના અનુભવની બહાર નથી. વળી જૈનોની પ્રાધાન્યતાવાળા ગુજરાત, સોરઠ, મેવાડ, મારવાડ અને માળવા જેવા
Page #672
--------------------------------------------------------------------------
________________
૫૩૨
શ્રી સિદ્ધચક્ર
તા.૮-૯-૩૪ દેશોને છોડીને અન્ય દેશો કે જેમાં પંજાબ દક્ષિણ, બંગાળ, સંયુક્તપ્રાંત વિગેરે દેશોમાં ખોરાકને નામે પ્રતિદિન કરોડો જીવોનો નાશ સાક્ષાત્ થઈ રહ્યો છે તે જૈનેતરોની ઝેરી જિંદગીને જ આભારી છે. ગુજરાત વિગેરેમાં રહેલા જૈનેતરો પણ તે પોતાના ઈતર દેશોમાં રહેલા જૈનેતરોની વર્તણુકથી અજાણ્યા નથી. છતાં ગુજરાત આદિના કે તે સિવાયના દેશોવાળા જૈનેતરો શું સમજીને ઉપરની વાત બોલતા હશે? જૈનેતરોએ યાદ રાખવું જોઇએ કે તેમણે માનેલા પવિત્રતમ એવા કાશીસ્થાનમાં પણ લાખો મનુષ્યોને ઉભા ને ઉભા કરવતથી વહેરી નાખવામાં આવ્યા અને તેમાં વળી ધર્મ મનાયો, તથા પ્રતિવર્ષ લાખો સ્ત્રીઓને સતીના રિવાજને નામે બ્રિટિશ પ્રજાનું સામ્રાજ્ય ન હોતું થયું ત્યાં સુધી ચિતામાં બાળી નાખી અને તેમાં કોઈક અનુપમ ધર્મ ગણાવ્યો. આવી લોકપ્રવૃત્તિથી મનુષ્યોની હત્યા કરીને કે કરવાની ક્રિયા કરીને જેનેતરોજ ધર્મ માનતા આવ્યા હતા અને ધર્મને નામે જ દુષ્યતમ એવા રિવાજને ફેલાવતા હતા. વળી યજ્ઞ અને દશેરાને નામે તો લાખો બકરા, પાડા વગેરે જાનવરોનો કરેલો વધ જૈનેતરોને જ ભાગે આવે છે તો પછી તેઓ નાના જીવોને પણ બચાવતા નથી તેમ મોટા જીવને પણ બચાવનારા નથી એ અરીસા જેવી હકીકત છે. અન્ય ધર્મીઓએ બેઈઢિયાદિક જીવોના બચાવ માટે પ્રયત્ન કર્યો છે.
છતાં એટલું તો કહેવું જ જોઈએ કે મહાજન કે જે ગોધનઆદિ ઢોરને નાશ કરનારી જાતિઓની સાથે અસ્પૃશ્યતા રાખતા હતા તે સર્વ મહાજનોએ સૂક્ષ્મ બેઈદ્રિયઆદિ જીવોના બચાવને માટે સર્વસાધારણ કોઈપણ ઉપાય યોજેલો નથી. છતાં તે બેઢિયાદિક જીવોની જિંદગીના નાશને હિંસા તરીકે ગણાવવા જૈનેતર સિદ્ધાંતો પણ તૈયાર છે, અને તેથી તે જૈનેતર સિદ્ધાંતોએ હાડકા વિનાના જે જીવો હોય તે જો ગાડું ભરાય તેટલા મરી જાય તો તેનું પ્રાયશ્ચિત નાશ કરવા માટે ગાયત્રીના જાપ વિગેરેનો ઉપદેશ કરેલો છે અને તેમ કરીને સૂમ બેઈદ્રિયાદિક જીવોના પણ બચાવને માટે અત્યંત અલ્પ પણ પ્રયત્ન તેઓએ હિંસા ગણાવીને કર્યો છે તેમાં બે મત થઈ શકે એમ નથી. જૈનશાસન છજીવનિકાયની દયા પાળે છે.
છતાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય જેવા સ્થાવરને પણ જીવો તરીકે અને સુખદુઃખની લાગણીવાળા તરીકે ઓળખાવનાર જો કોઈપણ હોય અને તેવા પૃથ્વીકાય આદિની હિંસાના ત્યાગનો ઉપદેશ કરનાર કોઈપણ હોય તો તે માત્ર જૈનદર્શનનો જ સિતારો છે. એ જૈનદર્શનના સિતારાને ઝગઝગતો કરવો કે જાહેર કરવો તે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનનુંજ કાર્ય છે, અને તેથી જ ચરાચર જીવો કહો કે મનુષ્ય, જાનવર, બેઈદ્રિયાદિક અને પૃથ્વીકાયાદિક છ જાતના જીવોની વાસ્તવિક પ્રરૂપણા અને તેને બચાવવાની જરૂરીયાત, તેને બચાવવાનાં સાધનો અને એ પ્રકારના જીવોને બચાવવા માટે કરેલી માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિનાં ફળો જો કોઈએ પણ જણાવ્યાં હોય તો તે માત્ર જગતમાં જયવંતા જિનશાસન અને તેના પ્રણેતા ત્રિજગતુપૂજય તીર્થકરો જ છે અને તેથી તે સર્વ તીર્થકરોને પરહિતરત તરીકે માનવામાં કોઈપણ પ્રકારે અતિશયોકિત્ત નથી એમ સજ્જનો સહેજે સમજી શકશે.
Page #673
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર
૫૩૩
મધદેશના
આગમોંઘા
(દેશનાકાર)
ભવનસ
'ભવત
સર્વક
IFedele
જસદણ5.
સત્ય-શિક્ષા સત્ય-શિક્ષા ચેતકઅશ્વ તથા સિંચાણાહાથીની કિંમત શાથી હતી?
મહાનુભાવો ! આ જ આપણે “સત્ય શિક્ષા' ઉપર વિચાર કરવા ઉદ્યત થયા છીએ. એ શિક્ષાની જરૂરિયાત કેટલી ? એ વિચારતાં પહેલાં વિશેષ્ય રૂપ શિક્ષાને અંગે જ પ્રથમ વિચારવું જરૂરી છે. કોઈપણ વસ્તુને અંગે સમજણ મેળવવી તેનું નામ તેને અંગેનું શિક્ષણ છે. ઘોડા ઘોડાની ચાલમાં, હાથી હાથીની ચાલમાં, અને મનુષ્યો મનુષ્યોની ચાલમાં શિક્ષિત થઈ શકે છે. વિશિષ્ટ શિક્ષિત પોતાની સ્થિતિને ઉચ્ચતર બનાવી શકે છે. એક ઘોડાના પંદર હજાર રૂપિયા ઉપજે છે, અને એક ઘોડાને કોઇ મફત પણ લેતું નથી. ઘોડાપણું બેયમાં અખ્ખલિત છે. ઘોડાપણું શિક્ષિત, અશિક્ષિતમાં સરખું છે છતાં મૂલ્યમાં (કિંમતમાં) ફરક છે. મહારાણા પ્રતાપસિંહનો ચેતક ઘોડો વખણાયાનું કારણ? ઘોડાપણા કરતાં તેનામાં વિશિષ્ટતા હતી. જો એ ન હોત તો ખરી આફત વખતે પ્રતાપનો બચાવ થયો તે થાત નહિ. ઘોડામાં શિક્ષણ ગ્રહણ કરવાની શક્તિ સાથે શિક્ષણ ટકાવવાની તાકાત છે. જેટલી કિંમત શ્રેણિક રાજાના રાજ્યની તેટલી કિંમત સિંચાણા હાથીની, એ શાથી? અહીં શંકા થશે કે કવિએ અતિશયોકિત કાં ન કરી હોય અથવા રાજ્યને માટે આપવો હતો તેથી હલ્લવિહલ્લને ફોસલાવવા-પટાવવા શ્રેણિકે વધુ કિંમત કાં ન કરી હોય? પણ એમ નથી. આ વાત પ્રસિદ્ધ છે. એ હાથીને લઇને હલ્લવિહલ્લ ચેડા મહારાજને ત્યાં જાય છે તે વખતે મગધ દેશના તમામ રાજા સાથે કોણિક ત્યાં ચઢી આવે છે. ચેડા મહારાજને પ્રતિજ્ઞા છે કે રોજ એકજ બાણ મારવું (એકથી અધિક બાણ મારવું નહિ.) આખા વિદેહ દેશના રાજાને આવી પ્રતિજ્ઞા છે. કરોડો સૈનિકોની સેના બંને બાજુ એકઠી થઇ.
Page #674
--------------------------------------------------------------------------
________________
૫૩૪
શ્રી સિદ્ધચક
તા.૮-૯-૩૪
કાળ કરે તેમ પ્રતિજ્ઞા કરે કે? - જેને કાલ (સમય) ફરે તેમ ફરવું હોય તેનાથી પ્રતિજ્ઞા લેવાનું નહિ બને, એને તો વાવજીવ એ બંધ કરવું પડશે, કેમકે જિંદગીમાં કાલ તો ઘણી વખત ફરી જવાનો માટે એવાથી થાવજીવની પ્રતિજ્ઞા થઈ શકશે નહિ. ૮૪ લાખને ૮૪ લાખ ગુણીએ ત્યારે એક પૂર્વ થાય એવા ક્રોડપૂર્વના આયુષ્યવાળા યાવજીવની પ્રતિજ્ઞાને અંગે જો કાળ ઉપર ધોરણ લઈ જતા હોત તો કાળની ફેરફારી થવાથી એમની પ્રતિજ્ઞાઓ ફેરવાતી જાત પણ તેમ થયું નથી. આઠ વર્ષની ઉંમરે પ્રતિજ્ઞા લે, ચાવજીવ માટે લે એને શું કાળ નહિ ફરતા હોય? તેવી જ રીતે સો વર્ષના આયુષ્યવાળા માટે પણ માવજીવને અંગે તેમજ સમજવું. એવા મોટા આયુષ્યવાળા (ક્રોડપૂર્વના)ઓને પણ પોતાની પ્રતિજ્ઞા ઉપર નિશ્ચિત રહેવાનું હોય છે. પ્રતિજ્ઞા કેવી હોય છે? દ્રવ્યથી છયે કાયની હિંસા કરવી નહિ, ક્ષેત્રથી ચૌદરાજ લોકમાં કોઈ જીવની હિંસા કરવી નહિ, કાળથી રાત્રે કે દિવસે અને ભાવથી, રાગથી કે દ્વેષથી કોઈ પણ જીવની હિંસા કરવી નહિ, આવી પ્રતિજ્ઞા પહેલા મહાવ્રતને અંગે છે, એ જ રીતે છયે વ્રતોને અંગે, (પાંચ મહાવ્રત, છઠ્ઠ રાત્રિભોજન વિરમણવ્રત,) માવજીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી નિયમિત પ્રતિજ્ઞા કરી છે. તેમાં ‘આ કાળ” “આ ક્ષેત્ર” કે “આ ભાવ” એમ નથી, કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે એ પ્રતિજ્ઞા વહન કરવાની છે એવી જ રીતે તમામ પ્રતિજ્ઞાને અંગે સમજવું. ચેડા રાજાને એકથી અધિક બાણ ન મારવું એવી પ્રતિજ્ઞા છે. એમની સામે જે સેનાધિપતિ થઈને આવતો તેને પોતે બાણ મારતા. એમનું બાણ અમોઘ હતું. દશ દિવસે કોણિકના દશે ભાઈ (રોજ સેનાધિપતિ થઈને એકકેક ભાઈ આવતો હતો) તેઓ સેનાધિપતિ થતા તેથી મરી ગયા. અગિયારમે દિવસે બાણ નિષ્ફળ જતાં ચેડા મહારાજા નગરીમાં પેસી ગયા કેમકે બીજું બાણ મારવાનું છે નહિ. તેવી પ્રતિજ્ઞા છે. કોણિકે જોયું કે હવે બીજો ઉપાય નથી એટલે વિશાળાને ઘેરો ગાલ્યો, ચેડા મહારાજાને ઘેરીને રહ્યો. હવે હલ્લવિહલ્લ રોજરાત્રે સીંચાણા હાથી ઉપર બેસી બહાર નીકળતા અને સામી બાજુના લશ્કરનો ઘાણ કાઢી નાખતા. રોજ આમ કરતા હતા. કોણિકને ખબર પડી એટલે લશ્કરના બચાવ માટે તર્કટી ઉપાય રચ્યો. આવવાના માર્ગમાં મોટી ખાઈ ખોદાવી, અંગારાથી ભરાવી અને તેની ઉપર રેત ભરાવી દીધી. હાથી આવે, રેતમાં ઉતરે કે ભસ્મીભૂત થઈ જાય એવો તાગડો રચ્યો. રોજના શિરસ્તા મુજબ હલ્લવિહલ્લ નીકળ્યા, ખાઈ આગળ આવ્યા પણ હવે હાથી એક ડગલું પણ ચાલતો નથી. આથી હલ્લવિહલ્લ તેને ઉપાલંભ આપવા લાગ્યા કે-હે સીંચાણા ! તારા માટે તો અમે, અમારા દાદા ચેડા મહારાજા તથા ૧૮ ગણરાજાએ આફત વહોરી છે આટલું છતાં આજે તું કેમ આડો થાય છે? આ
Page #675
--------------------------------------------------------------------------
________________
૫૩૫
તા. ૮-૯-૩૪.
શ્રી સિદ્ધચક્ર સાંભળી સીંચાણા હાથીએ તરત હલ્લવિહલ્લને નીચે ઉતાર્યા, પછી પોતે આગળ વધીને ખાઈમાં પડીને બળી મુઓ. હલ્લ તથા વિહલ્લને બળવા ન દેવા માટે જ એ ડગલું પણ આગળ વધતો નહોતો, પણ જ્યારે પોતાના માલીકને એ માટે બીજું કારણ લાગ્યું ત્યારે માલીકને બચાવી પોતે બળી મર્યો. કહો આની કેટલી કિંમત ? હાથીઓ પણ આવા શિક્ષિત હોય છે. મર્યાદા પુરતું શિક્ષણ.
એ જ રીતે મનુષ્યને અંગે શિક્ષા (શિક્ષણ)નો વિષય વિચારીએ. જેઓ અક્ષરનું, પુસ્તકોનું શિક્ષણ પામેલા હોય તેઓ જ શિક્ષિત છે એમ ન માનશો. સોની, લુહાર, સુતાર પણ શિક્ષિત ગણાય છે. વેપારી નામને, આંકને, અક્ષરને શીખે છે. કહેવાનું કે ૭૮૫=૩૫ આ ગણિતનું તથા ભાષા તથા કળાનું શિક્ષણ વ્યવહારમાં આવતી પંચેંદ્રિય જાતિમાં દરેકને જરૂરી છે તેને આધારે દરેક સોની, સુથાર કે કોઈ કારીગર કે વેપારી વિગેરે નીતિવાળાની કિંમત થાય છે પણ આ બધા શિક્ષણો કેટલી વસ્તુનો નિભાવ કરે. ઘોડા, હાથી, લુહાર, સુતાર, કડીયાને, યાવત્ મજુરને પોતપોતાને લાયકના શિક્ષણનું પરમફળ કયાં ? તેનો છેડો કયાં ? એનો છેડો, એનો ઉપયોગ કેવળ વ્યવહારી વર્તનમાં, આ જિંદગીનું જીવન ટકાવવામાં છે, ઘોડા, હાથી વિગેરેને શિક્ષણનો ઉપયોગ માત્ર આ જીવન ટકાવવા પુરતો જ છે. જેઓ આ વ્યવહાર જીવનને તાત્વિક ગણતા હોય, જેઓની ઇચ્છા વ્યવહારમાં અને આ જ જીવનમાં ખતમ થતી હોય તેને માટે આ (આટલા પુરતી) શિક્ષા બસ છે, પણ જેઓને જીવતત્વ માનવું છે, જેઓના હૃદયમાં આત્મપદાર્થ રમી રહ્યો છે, આ ભવ એ ભવચક્રનો એક આરો છે (સંપૂર્ણ નથી), એવું જેઓના અંતઃકરણમાં રમી રહ્યું છે, આત્મા જેવી કોઈ ચીજ છે એ ધારણા જેઓને હોય તેવા મનુષ્યોએ કયું શિક્ષણ લેવું પડે ? જે મનુષ્ય જેટલી દષ્ટિ પહોંચાડે તેટલીને પહોંચી વળવા જેટલું તે શિક્ષણ લે છે. દરેક મનુષ્ય પોતાની દૃષ્ટિમર્યાદા પુરતું શિક્ષણ લે છે. પ્રાચીન કાળમાં દરેકને દરેક કળા શીખવાની ફરજ પડતી હતી, આજે પોતાના કુલાચારની કળા એ જ ફરજ ગણાય છે. અધિકારી અધિકારનું, રાજા રાજ્યનીતિનું, કારીગરો કળાનું, વેપારી વેપારનું, યોદ્ધો લડાઈનું, નોકરીઓનું, માસ્તરપણાનું, નાટકનું, ગાવાનું, જાદુનું એમ દરેક પોતપોતાના કુલના ધંધાનું શિક્ષણ મેળવે એટલે પોતાને કૃતાર્થ માને છે. પ્રાચીન કાળમાં દરેક મનુષ્યને દરેક કળાનું શિક્ષણ મેળવવું પડતું હતું.
પ્રશ્ન-પ્રાચીન કાળમાં દરેક, દરેક શિક્ષણ મેળવતા એ શા ઉપરથી માનવું ? મહારાજા શ્રેણિક કેવી રીતે ઉછર્યા છે? રાજકુંવર તરીકે ! પણ મોટી ઉંમરે ફક્ત બીજા કુંવરોને ઈર્ષ્યા થાય તેથી બાપે પ્રપંચ કરીને બહાર કાઢયા છે. બીજા કુવંરો માગે કે તરત વસ્તુ આપતા, બીજા કુંવરોને માન, સન્માન આપતા. જ્યારે શ્રેણિકને ન સન્માન, ન સારું
Page #676
--------------------------------------------------------------------------
________________
૫૩૬
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધયક સ્થાન; ન મળે માગી ચીજ. આથી શ્રેણિક પોતાનું અપમાન સમજવા લાગ્યા, તેથી પોતે ત્યાં રહેવું ઉચિત નથી એમ ધારી ચાલી નીકળ્યા. પ્રસેનજિત રાજા જે ધારણાથી શ્રેણિકનું અપમાન કરતા હતા તે ફળીભૂત થઈ. જો શ્રેણિક અહીં રહેશે તો બધા તેને હેરાન કરશે અગર વિષપ્રયોગથી એનું મોત થશે એ વિચારથી પ્રસેનજિતરાજા એને દૂર કરવા ધારતા હતા. શ્રેણિક નીકળી ગયા પછી જંગલ ઉલ્લંઘને કોઈક નગરે જઈ ગાંધીને ત્યાં રહે છે. ગાંધીનો વેપાર ઘણો અટપટીયો છે. હજારો ચીજોમાં વસ્તુ પારખવી, અને એ જ આપવી, કંઇને બદલે કંઈ અપાય તો ગુન્હેગાર થવાય. કહો એ રાજકુમાર ગાંધીના ધંધામાં કુશળ શી રીતે ? વળી ચેલ્લણાને લેવા માટે (અપહરણ માટે) અભયકુમાર વિશાળામાં જઈને ચેડા મહારાજાના દરબાર પાસે દુકાન માંડીને વેપાર કરે છે. વિચારો કે અભયકુમાર જેવા મુખ્ય પ્રધાને ધંધો શી રીતે કર્યો હશે? અભયકુમાર શ્રેણિકના પુત્ર હતા, તેમજ મુખ્ય પ્રધાન હતા. વસ્તુપાળ તેજપાળ મંત્રીઓ અવતરેલા વેપારીના કુલે છતાં તેઓને લડાઈ કયાંથી આવડી ? આ હકીકત ઉપરથી સમજાશે કે પ્રાચીન કાળમાં દરેક મનુષ્યને દરેક કળા શીખવાની જરૂર પડતી. જિંદગી નિભાવવાનો કયે વખતે કયો પ્રસંગ હોય તેનો નિર્ણય કોણે કર્યો છે ? આખી જિંદગી એકજ રીતે નભશે એ નિર્ણય થાય તો જ એક જ કળા શીખવી ઠીક છે. જિંદગીના દરેક પ્રસંગોમાં ઉપયોગી થઈ શકે એવું શિક્ષણ યોગ્ય ગણાયું હતું ને કેટલેક અંશે વર્તમાનમાં છે. પણ આપણા વિષયનો મુદ્દો કયાં છે ? આ સર્વ કલામાં તૈયાર થવાની જરૂર કેટલી? આ જિંદગીના નિભાવ પૂરતી, પણ આ જિંદગી અસાર માલુમ પડી હોય, આ જિંદગી કરતાં જુદુંજ કોઈ શ્રેષ્ઠ તત્વ જણાયું હોય, આ અસાર જિંદગીથી બીજું સારભૂત સાધવાનું જાણવામાં આવ્યું હોય તો ? દુનિયાના બધાં શિક્ષણો આ જિંદગી નિભાવવા માટેના છે. એ તમામ શિક્ષણો આ જ જિંદગીમાં ખતમ થઈ જાય છે. જ્યારે આ જિંદગી ખતમ થાય છે ત્યારે તેની સાથે આ બધા શિક્ષણો પણ ખતમ થાય છે તો પછી શું? સાધનને સાધ્ય ગણી નવા સાધનો ઉભા કર્યા તે પણ નાશ પામ્યા. મુખ્ય વસ્તુ સાધ્ય હસ્તગત થયું જ ન હોય ત્યાં શું થાય? જિંદગી શાથી પાણીમાં ગઈ?
એક શેઠ હોડીમાં બેઠો છે, હોડી પાણીમાં ચાલી રહી છે, ત્યારે નાવિક કહે છે-શેઠ કેટલા વાગ્યા છે ?
શેઠ-ઘડીયાળ જોને ! (સામેની ટાવરની ઘડીયાળને દેખાડીને) નાવિક-શેઠ ! મને ઘડીયાળ જોતાં આવડતી નથી.
એટલામાં ટાવરમાં ટકોરા વાગ્યા ત્યારે શેઠ કહે છે-હવે તો ખબર પડશેને? ટકોરા ગણી લેને.
Page #677
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૯-૩૪
પBo
શ્રી સિદ્ધચક્ર નાવિક-શેઠ ! મને ટકોરા ગણતાં પણ આવડતા નથી.
શેઠ-ખરેખર ! તારી જિંદગી નિષ્ફળ છે કેમકે આ જીવનમાં ક્ષણે ક્ષણે વાંચવા લખવા વિગેરે માટે ભણવાની જરૂર છે. તારી જિંદગી ધૂળમાં ગઈ.
એટલામાં વહાણ ડોલ્યું, અવળું પડયું ત્યારે નાવિક કહે છે-શેઠજી ! તરતાં આવડે છે? શેઠ-ના, ભાઈ !
નાવિક-ત્યારે તમારી જિંદગી પાણીમાં ગઈ. પેલો ખલાસી તો પાણીમાં કૂદકો મારીને તરીને બહાર નીકળી ગયો. કહેવાની મતલબ એ કે જિંદગીના સાધન માટેનું શિક્ષણ મેળવ્યું પણ પાણીમાં પડયો તે વખતે બચવાનું સાધન શું? પાણીમાં તરવાની શક્તિ ન મેળવી તો ત્યાં તે શેઠનું ભર્યું ગયું કામ લાગ્યું નહિ. અસંશી કોણ? સંશી કોણ?
તેવી રીતે આ જીવનના નિર્વાહ માટે બધું કરીએ છીએ, પણ જીવનનો આધાર કોના ઉપર ? જે માટે કરીએ છીએ તે પરિણામ આવે છે. આ જીવનમાં વિદ્વાનું, બાહોશ, શૂરા, પ્રધાન કે રાજા કહેવાઇએ પણ એ બધું આ જીવનને અંગે છે. જીવનના પહેલા, બીજા (મધ્ય) કે છેલ્લા ભાગ ઉપર દૃષ્ટિ ગઈ હોય તેને તેટલું જ શિક્ષણ પાલવે પણ જેની દૃષ્ટિ જિંદગીની પછી (પાછળ) ગઈ હોય તેને એટલું શિક્ષણ પાલવે નહિ. અસંશીનું કામ શું? માત્ર ચાલુનો વિચાર કરી લેવો એ જ અસંજ્ઞીનું કામ છે. અસંજ્ઞી ભૂત, ભવિષ્યનો વિચાર કરે નહિ. તમે માખીને સાકરના પાણીમાંથી બચાવો છતાં તે ફરીને ઉડીને તેમાંજ પડે છે. વર્તમાનની મીઠાશને અંગે એ ત્યાં દોડે છે, પણ પોતે મરી જશે એ વિચાર કરવાની તાકાત એ ધરાવતી નથી. માખીએ તો કેવળ વ્યવહારથી અસંશી છે. ધાર્મિક દૃષ્ટિએ દેવતામાં, નારકીમાં, ગર્ભજ મનુષ્યમાં પણ અસંજ્ઞીપણું છે. તે શી રીતે ? માખી જેમ ભવિષ્યનો વિચાર ન કરવાથી અસંશી તેવી રીતે ભવચક્રને અંગે અતીત, અનાગત નહિ વિચારનારા કેવા? માત્ર ચાલ જિંદગીનો વિચાર કરે, અતીત, અનાગત જિંદગીનો વિચાર ન કરે તેને અસંશી કેમ ન કહેવાય ? જે શુભાશુભનો વિચાર ન કરે તેને સંશી શી રીતે કહેવાય ? કેવળજ્ઞાની મહારાજાની દૃષ્ટિ કયાંથી કયાં સુધીની ? અનાદિથી અનંતસુધીની.
શંકા-આ વાત યુક્તિથી કહેવામાં આવે છે માટે શાસ્ત્રસિદ્ધ નહિ કહેવાયના, તેમ નથી. આ વાત શાસ્ત્રસિદ્ધ છે. જેઓ ભૂતભવિષ્યનો વિચાર કરી સુધારણા કરતા નથી, બગાડના કારણો જાણીને તે કારણોથી દૂર રહેતા નથી તેવા મનુષ્યને અસંશી કહીએ છીએ, જેઓ આ જિંદગીને ગૌણ ગણી, ભવિષ્યને મુખ્ય રાખનારા તેને અસંશી કહેતા નથી. ભવિષ્યની જિંદગીના સાધનો તૈયાર કરવામાં જેઓ મહેનત કરતા નથી, અને વર્તમાન જીવનને અગ્રપદ આપે છે, ભવિષ્યની જિંદગીને અગ્રપદ આપતા નથી તેને અસંશી કહેવાય છે. જેને
Page #678
--------------------------------------------------------------------------
________________
૫૩૮
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર શાસ્ત્રદૃષ્ટિએ પદાર્થ જચ્યો હશે તો તેને શાસ્ત્રનો એક શબ્દ અનુકૂળ થશે. શ્રદ્ધાનુસારીને કિંમતી થશે, જોડે તર્કનુસારી હશે તો એને શાસ્ત્રના શબ્દ માત્રથી સંતોષ નહિ થાય. એક મનુષ્ય દેવું કરીને નિભાવ કરવા માંડે તો થઈ શકે છે. “આ વર્ષે દેવું કરીને મોજમજા કરો' તે તમારા બાપની છે, પછી તો લેણદાર, તમારી પાસે હશે તો લેશેને ! આવા વિચારથી પણ મોજમજા થાય કે નહિ? પછી તે મોજમજા ચાલી જશે? લેણદાર તો હશે તો લેશે ને ?' આવા વિચારે નાટકસિનેમા જુએ, મતલબ કે દેવું કરીને મોજમજા કરનારા કરે છે ને ! આ રીતે થતી મજા એ કોને મન મજા લાગે ? જે આબરૂ વગરનો હોય તેને મન આ મજા લાગે. આબરૂવાળાને આ મજા, મજા લાગતી નથી. તેનું તો આથી કાળજાં કોતરાઈ જાય છે. એના કાળજામાં કાણા કેમ પડે છે ? દેવું કરીને પણ મોજ કરવી એ સિદ્ધાંત નાસિકનો છે.
નાસ્તિકનો સિદ્ધાંત શો છે ? જ્યાં સુધી જીવાય ત્યાં સુધી મોજમાં જીવો, શરીર પુષ્ટ બનાવવા માટે ઘી પીઓ, તમારે ઘેર ઘી ન મળે તો દેવું કરીને પણ પીઓ; મરી ગયા પછી તો શરીરને બાળી નાખવાનું છે તો ફરી શરીર કયાં મળવાનું છે ? માટે દેવું કરીને પણ શરીરને પુષ્ટ બનાવવું. નાસ્તિકના આ સિદ્ધા, આ ઉપદેશને કેમ મચક આપતા નથી? શરીરના નિર્વાહ માટે નહિ પણ એને પુષ્ટ કરવા માટે દેવું કરીને પણ ઘી પીવાનો નાસ્તિકનો સિદ્ધાંત છે ત્યારે તમે એ સિદ્ધાંત રાખ્યો કે દેવું બાપનું પણ સારું નહિ. શાથી? આબરૂનું તત્ત્વ ત્યાં રહ્યું છે. લેણદાર આવતે વર્ષે કે બે વર્ષ પછી પણ આબરૂ લેશે આવો તમને ડર રહ્યો છે. ભવિષ્યમાં આબરૂ જવાનો ડર હોવાથી તમે દેવું કરતા નથી. આપણી વર્તમાન જિંદગીના વર્તન ઉપરથી ભવિષ્યમાં આપણા ઉપર જુલમ થાય એવી સ્થિતિ ઉભી થવાનું આપણા જાણવામાં આવે તો અંતઃકરણમાં શું થાય? દેવું કરીને મોજ કરનારને મૂર્ખ, શૂન્ય મનવાળો, બેઈમાની માનીએ છીએ તો ભવિષ્યની જિંદગીમાં શું થશે એનો વિચાર આપણને કેમ નથી આવતો? સાચો શાહુકાર કોણ? સાચો સંશી કોણ?
આ જિંદગીમાં કરેલું પાપ ભવિષ્યમાં નડશે; અને આ પાપ આમ સંવર કરવાથી રોકી શકાય છે. આ ધારણાઓ જેના અંતઃકરણમાં હોય તે જ સંજ્ઞી છે. જેને ઘેર જજ્જો (દેવું) ન હોય એ જ શાહુકાર તેવી રીતે જે ચાલ જિંદગીમાં પાપને પલાયન કરાવવા તૈયાર રહે, થતા પાપ માટે જેને બહુ બળતરા, માટે તેનું નામ સંજ્ઞી. આ જ અપેક્ષાએ ત્રણ પ્રકારના સંશી કહાા છે. મારા વર્તમાનના વિચારવાળો, વર્તમાન જિંદગીના ભૂતભવિષ્યના વિચારવાળો, તથા અતીત અનાગત જિંદગીના વિચારવાળો, આ ત્રીજા પ્રકારનો સંશી તે જ દૃષ્ટિવાદોપદેશની સંજ્ઞાએ સંજ્ઞી.
Page #679
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૯-૩૪
૫૩૯
શ્રી સિદ્ધચક્ર સાચું શિક્ષણ તે જ કે જે પ્રાંતે પરમપદ આપે, સંતાપ માત્ર કાપે.
આ વિચારીશું ત્યારે માલુમ પડશે કે સાચું શિક્ષણ કોનું નામ ? જેનાથી માત્ર વર્તમાન જિંદગીને પહોંચી વળાય એવા શિક્ષણને સાચું શિક્ષણ કહી શકીશું? ના! એવું શિક્ષણ તો કીડી મંકોડીમાં પણ છે. હાથી, કુતરા વિગેરેમાં પણ તે તો છે. પોતાની જિંદગીના બચાવનું શિક્ષણ કોનામાં નથી ? કુતરાને દેખીને બિલાડો પણ ઘરમાં પેસી જાય છે. ચાલુ જિંદગી બચાવવાનું શિક્ષણ તિર્યંચો પણ શીખેલા છે. તેટલા માત્રથી એને સાચું શિક્ષણ કહેવાય નહિ. સત્ પુરુષોને હિત કરનાર તે જ સત્ય હોય. સત્ પુરુષોને હિત કરનારી તેનું નામ સત્ય શિક્ષા. “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા; આવી સ્થિતિ ચલાવનાર તો બેવકૂફ કહેવાય છે. ચાલુ જિંદગીની મીઠાશ મેળવવા મહેનત કરવી, અને આદિ અંતનો વિચાર ન કરવો એનું નામ સાચી શિક્ષા (સાચું શિક્ષણ) નથી. ઘોડા, હાથી કે મનુષ્યો પણ વ્યવહારિક વર્તનને કોણ દઢ કરતા નથી ? પણ આત્માને ભવિષ્યમાં દુર્ગતિથી બચાવનાર, સ્વસ્વરૂપને પ્રગટાવનાર, ગુણોને ખીલવનાર એવી ધર્મ સંબંધી શિક્ષા, મનોહરમાં મનોહર પદ તેને અંગે જ જેનો ઉદ્યમ છે તે જ સાચું શિક્ષણ છે. જેઓ કેવળ મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે તેઓને જ મહાનિશીથ સૂત્રકાર ઉત્તમ પુરુષ કહે છે. કેવળ મોક્ષ માટે જ અર્થાત્ મોક્ષ સાધવા માટે જીવનું શુદ્ધસ્વરૂપે પ્રગટ કરવા માટે જે શિક્ષા લેવામાં આવે છે તેને સત્ય શિક્ષા કહેવામાં આવે છે. તે શિક્ષાનો જેઓ ઉદ્યમ કરે છે તેઓ જ આ ભવ પરભવ સુખ પામી મોક્ષસુખને અંગે બિરાજમાન થશે.
ચાલુ ગ્રાહકો પ્રત્યે. જિજ્ઞાસુ અને તત્ત્વપિપાસુ ગ્રાહકોને જણાવવાની રજા લઈએ છીએ કે ભાદરવા સૂરિ પૂર્ણિમાનો અંક આગળ એક વખત જણાવી ગયા છીએ તે પ્રમાણે બંધ રહેશે.
નવા વર્ષ માટે. આસો સુદિ પૂર્ણિમાથી આ સિદ્ધચક્ર પાક્ષિકનું ત્રીજું વર્ષ ચાલુ થશે, માટે દરેક ગ્રાહકો પોતાથી બની શકે તેટલા ગ્રાહકો વધારવા પ્રયત્ન કરશે, તેમજ દરેક મુનિમહારાજાઓને પત્રની ઉપયોગિતા તથા ઉત્તમતા જણાવી ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવા વિનંતિ કરીએ છીએ.
Page #680
--------------------------------------------------------------------------
________________
૫૪૦
શ્રી સિદ્ધચક્ર
તા.૮-૯-૩૪
પ્રશ્નફાર ચતુર્વિધ સંઘ.
૨૨માધાનછાષ્ટ: ક્ષકલ@ાત્ર ઘાટંગત આગમોધ્ધાટ૭ શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
ભાવE
પ્રશ્ન ૭૧૪-ભોગને રોગ તરીકે ગણવાનું કહેવામાં આવે છે, તે દષ્ટાંત સહિત સમજાવો.
સમાધાન-જગતમાં જે રોગો થાય છે તે સર્વ આહાર આદિના ઉપભોગથી જ થાય છે અને આહાર આદિના ભોગવાળાને જ રોગો હોય છે. શાશ્વતી અનાહારદશાને પામેલા જેઓ સિદ્ધ તરીકે ઓળખાય છે તેઓને આહારઆદિનો ભોગ હોતો નથી તેમ રોગ પણ હોતો નથી, અર્થાત્ રોગનું કારણ ભોગ હોવાને લીધે ભોગોને રોગ તરીકે ઉપચારથી કહે તો તે અવાસ્તવિક નથી. વળી વિધવિધ જાતના રોગો થવાથી જેમ તે રોગોની દવા કરવા માટે રોગી આતુર થાય છે તેવી જ રીતે જીવને વિષયોને અંગે તૃષ્ણારૂપી રોગ થયા પછી ભોગોને માટે તેવો જ તે આતુર થાય છે અને તેથી પણ ભોગોને ઉપમારૂપે રોગો કહેવાય તેમાં નવાઈ જેવું નથી. વાસ્તવિક રીતે ભોગોમાં જે જીવો સુખ માને છે તે સુખ નથી પણ માત્ર દુઃખનો પ્રતિકાર છે અને તેથી રોગના પ્રતિકારમાં જેમ દુઃખના અભાવે સુખબુદ્ધિ થાય છે તેવી જ રીતે ઇન્દ્રિયોના વિષયોના ભોગોમાં પણ દુઃખના પ્રતિકારને જ સુખ માને છે અને તેથી ભોગ અને રોગ એક સ્વભાવના હોવાથી ભોગને રોગ કહેવામાં આવે છે. મનુષ્ય ખાવામાં સુખ માને છે, પણ તેમાં વસ્તુતાએ ખાવાનું સુખ નથી પણ પેટમાં પડેલા ખાડાને પૂરવાનું થાય તેને સુખ ગણે છે. જો વાસ્તવિક રીતે ખાવામાં સુખ હોય તો ખાવાનો વિરામ કરવો પડત નહિ, એટલું જ નહિ પણ અધિક ખાવામાં અધિક સુખ થવું જોઈએ, પણ એ વાત તો અનુભવસિદ્ધ જ છે કે અધિક ખાવામાં અધિક સુખ ન થતાં કેવળ અજીર્ણ, જ્વર વિગેરે અનેક રોગો જ ઉત્પન્ન થવા માંડે છે, અર્થાત્ જેમ જેમ ખવાય તેમ તેમ સુખ થાય છે એમ નથી પણ માત્ર પેટનો ખાડો પૂરવા પુરતુંજ દુઃખ નિવારણ થયું તેને જ સુખ તરીકે માન્યું. એવી જ રીતે ગળાના શુષ્કપણાને દૂર કરવા પુરતું જ જલનું પાન તે સુખ મનાયું છે અને તેથી જ શુષ્કપણું જતાં કોઇપણ સમજુ માણસ અધિક પાણી પીતો નથી, અને જે કોઇ પાણીની શીતળતા આદિ તરફ દોરાઈ જઈ અધિક પાન કરે છે તેઓને આફરો કે ઉલટીની આપત્તિ વહોરવી પડે છે. સ્પર્શન ઇંદ્રિયને અંગે ઠંડક અને તાપ પણ તેટલા જ અનુકૂળ લાગે છે કે
Page #681
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૯-૩૪
પ૪૧
શ્રી સિદ્ધચક્ર જેટલા બફારો અને ઠંડકના વિકારો થયેલા હોય, અને તેથી જ અતિશય તાપ અને અતિશય ઠંડક જીવોને સુખરૂપ થતાં નથી, અર્થાત્ ટાઢ કે તાપ સુખરૂપ હોત તો ટાઢના અને તાપના વધારાની સાથે સુખની માત્રા વધવી જોઈએ, પણ ટાઢ અને તાપના વધારાથી સુખની માત્રા વધતી હોય એમ કોઈ પણ અનુભવવાળો કહી શકે એમ નથી. પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર બદ્રિયોના વિષયોને અંગે પણ પોતપોતાની માત્રા પ્રમાણે ગંધ, શબ્દ અને રૂપ એ સુખ કરનારા થાય છે. માત્રાથી અધિક પ્રમાણમાં આવેલો શબ્દ કર્ણની બધિરતા કરે છે, અધિક પ્રમાણમાં આવેલું તે જ ચક્ષુની તાકાત ઓછી કરે છે અને અધિક પ્રમાણમાં આવેલો ગંધ પણ નાકમાં મસા વિગેરે કરી હેરાન કરનારો થાય છે, અર્થાત્ પાંચે ઈદ્રિયોના પાંચ વિષયો માત્ર માત્રાના હિસાબે સુખ કરનારા નથી પણ તૃષ્ણાના હિસાબે જ સુખ કરનારા છે, અને તેથી તે ભોગોની દુઃખકર્તા દશા દિલમાં રાખે અને તેવી ઉત્કટ દશા આવવાનું કારણ પ્રથમથી જ ભોગનો સામાન્ય પ્રસંગ છે એમ સમજે તો સ્પષ્ટપણે જાણી શકશે કે ભોગો એ રોગો જ છે.
પ્રશ્ન ૭૧૫- શ્રી જિનમંદિરને બનાવવા માટે કે મંદિરમાં પૂજા કરવા આવનારાઓની સગવડ માટે કૂવો ખોદવામાં આવે કે જિનેશ્વર મહારાજની પૂજામાં ઉપયોગી થાય તેવાં પુષ્પોની સગવડ માટે બગીચો કરવામાં આવે તો તેમાં ફળ સમજવું કે કેમ?
સમાધાન- મુખ્યતાએ કૂવો ખોદ્યા સિવાય કે બગીચો કર્યા સિવાય પૂજાનું કાર્ય અર્ખલિત સારી રીતે બને તે ઇચ્છવા યોગ્ય છે, પણ તેટલા માત્રથી મંદિર અને પૂજા આદિને માટે કૂવા અને બગીચાનું કરવાનું સર્વથા નિષેધ છે કે તેમાં એકલું ભયંકર પાપ જ છે એમ કહી શકાય નહિ. જિનમંદિરોને માટે બગીચા નવા કર્યાના ઉલ્લેખો પણ શાસ્ત્રોમાં ઘણે સ્થાને છે.
પ્રશ્ન ૭૧૬- શ્રી વર્ધમાન તપની ઓળીનો ઉપદેશ અપાય છે પણ આદેશ સાધુઓ આપે તો તેમાં સાધુને દોષ લાગે કે નહિ?
સમાધાન- સામાન્ય રીતે સઘળી જનતાને ધર્મોપદેશ કરતાં કર્મનો નાશ કરવામાં સમર્થ એવા તપનો ઉપદેશ આપવો એ દરેક ઉપદેશકોનું કર્તવ્ય છે અને જીવવિશેષ જાણવામાં આવે તો સંવરની પ્રધાનતાને અનુલક્ષીને ઉપદેશની સાથે આદેશ પણ કરવામાં આવે તો તેમાં પણ સાધુને દોષ લાગે છે એમ કહી શકાય નહિ, પણ જેમ ભગવાનની સ્નાત્રાદિકરૂપી દ્રવ્યપૂજાને અંગે પ્રવૃત્તિ સિવાયના કાળમાં સાધુઓને ઉપદેશ દેવાનું યોગ્ય છે એમ માન્યું તો પણ તે દ્રવ્યપૂજાની પ્રવૃત્તિના વખતે સાધુઓને કંઈ ઉપદેશ કરવાનું હોય નહિ એમ સ્પષ્ટ જણાવે છે. તેવી રીતે અહીં શ્રીવર્ધમાન તપ વિગેરેને માટે પણ સમજવું યોગ્ય લાગે છે. યાદ રાખવું કે કોઇપણ તપની પ્રવૃત્તિ ઉપદેશકના ઉપદેશ સિવાય સ્વાભાવિક રીતે બની જતી નથી. ઉપરની હકીકતથી જેમ શ્રી વર્ધમાન તપ આદિના સામાન્ય ઉપદેશ કે આદેશમાં દોષ નથી એમ જણાવ્યું તેથી જેઓ ચૂલાની સગવડ, દાણાની સગવડ વિગેરે સગવડો કરાવવા મુનિઓ તૈયાર થાય છે તેઓને આથી અનુમોદન આપીએ છીએ એમ સમજવું નહિ. કારણ કે સાધુઓની ફરજ છે કે કોઇપણ ઉપદેશ કે આદેશમાં સાધુતાનું લક્ષ્ય ચૂકે નહિ.
Page #682
--------------------------------------------------------------------------
________________
૫૪૨
શ્રી સિદ્ધચક્ર
તા.૮-૯-૩૪
આ સમાલોચના |
(નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.)
૧. પરિચયવાળા અને પ્રખ્યાત પિતા પોતાના છોકરાને દીક્ષા અપાવવા અન્ય ગામે આવે તો પણ તેના ખરાપણાની શંકા લાવવી એમ કે? અને શ્રાવકો દ્વારા તેના ખરાપણાનો નિર્ણય મનુષ્ય મોકલી કરાવવો એમ કે? તથા જણાવ્યા છતાં શ્રાવકો ખર્ચ આદિનો સંકોચ કે કોઈ હેતુથી બને કે એકકેને ન મોકલે તો દીક્ષા ન આપવી એવો અર્થ જો તે ઠરાવનો હોય તો તે સંમેલનના મુખત્યારો પાસે બહાર પડાવવું. (નિર્ણયશબ્દ જ શંકાને જણાવે છે.)
૨. સંમેલનમાં વૃદ્ધોએ લિખિતની વાત લખાવી, તે ચલાવી લીધી, તે જ અરસામાં તે કાઢી નાખવાની વાત નક્કી થઈ, પણ અન્ય ચર્ચાના નામે સંમેલન તોડવા તૈયારી કરી તેમાં તે કાયમ થઈ, સોસાયટીના સુકાનીને યુવકના નામે કલમ કાયમ રહેવામાં નિર્ભયતા સમજાવી વગેરે ઢાંકપિછોડો કરવો શાસનહિત માટે જ હતો એમ કેમ નહિ?
૩. પત્રના લખાણની બાબત તો તે પંક્તિનો તે અર્થ કરનારે કે માનનારે ફરી નિશાળે બેસવું સારું છે.
(વીરશાસન, અંક ૪૫.) * * * * * * ૧. શાસ્ત્રના પાઠો અને અર્થો અસંગત હોય તેના ઉપર કરેલા પ્રશ્નોને તર્ક કહી ઉડાવવા ને ઉત્તર ન દેવા એ ચર્ચાસારની ચોપડી લખી ચર્ચા ઉપાડયા પછી યોગ્ય છે?
૨. બારસેં દેખાડનાર બે હાથે પુસ્તક પકડે છે. સ્નાન કરી વસ્ત્રાલંકારથી સજ્જ થાય છે ને તે પણ શ્રી જિનેશ્વરના ગભારા માફક ગુરુદેવ પાસે મુખકોશથી મુખ બાંધે છે. મુહપત્તિનાં આઠ પડ નથી હોતાં ને તે મુખકોશના તો આઠ પડ હોય છે છતાં શ્રાવકનું અનુકરણ શ્રેય લાગે છે ?
૩. બારસે આદિના વ્યાખ્યાન વખતે બે ઉપયોગ ટાળવા મુહપત્તિ બાંધી પણ બાકીના ભાષણ ને વાચનાના પ્રસંગોમાં બે ઉપયોગવાદી બનવું ઇષ્ટ હશે તેથી આખો દિવસ નહિ બાંધતા હોય. (બે ક્રિયાના સ્થાને ઉપયોગ કહેનારે શું વિચાર્યું હશે? સમજફેરની હદ કઈ ?)
(જૈન, ૨૬-૮-૩૪.) જાહેર સૂચના.
અંક ૫, ૨૧ વર્ષ ૧લું અંક ૩ વર્ષ રજાં ઉપરના અંકો જે કોઈ મોકલી આપશે તેને ડબલ કિંમત આપવામાં આવશે. તંત્રી.
Page #683
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર
૫૪3
ઉs |શક્યો બકેશ્વશે કેમ ? | 06. ઉપર સવિસ્તર જણાવેલા મૃગાપુત્રના એટલે કે ઈક્કાઈ રાઠોડના વૃત્તાંત ઉપરથી નીચે પ્રમાણેની તારવણી નીકળી શકે છે - ૧ તે મૃગાપુત્રના દષ્ટાંતને જણાવનારું અધ્યયન જો કે વિપાકસૂત્રના પહેલા દુઃખવિપાક નામના
શ્રુતસ્કંધમાં મૃગાપુત્રીય અધ્યયન નામે પહેલું અધ્યયન કહેવાય છે પણ પ્રસ્તુત અધિકાર જે રાજેશ્વર તે નરકેશ્વર કેમ? એ નામનો ચાલે છે તેને અંગે તે અધ્યયનને ઈક્કાઈ અધ્યયન તરીકે ઓળખીએ તો ખોટું નથી. તે મૃગાપુત્રના ભવની પરંપરામાં ઈક્કાઈના ભવથી જ વક્તવ્યતા શરૂ થાય છે અને તે ઈક્કાઇનો ભવ ખુદ્દ રાજેશ્વરપણાનો હોઈ રાજેશ્વરપણાનો છે અને તેને લીધેજ નરકાદિક
દુર્ગતિઓની પરંપરા ચાલી છે. ૩ તે અધ્યયનમાં જણાવેલો મૃગાપુત્રનો ભવ તે નરકાદિક દુર્ગતિના કારણભૂત પાપના
આશ્ચયભૂત નથી, પણ તે મૃગાપુત્રનો અત્યંત અશુભ ભવ પણ ઈક્કાઈ રાઠોડના ભાવમાં રાજેશ્વરપણાને અંગે જ કરેલા પાપનું જ પરિણામ છે. ભગવાન મહાવીર મહારાજની વખત તે ઇક્કાઈ રાઠોડનો જીવ ઈક્કાઈ રાઠોડપણાના ભાવમાં રાજ્યસમૃદ્ધિને લીધે કરેલા પાપોનું વચલા નરકભવમાં ફળ ભોગવીને પણ મૃગાપુત્રપણે પણ તે પાપ ભોગવી રહ્યો હતો અને તે કૃપાપુત્રની તેવી અધમતમ દશાને અંગે જ તેના પૂર્વ અને ઉત્તર ભવો સભામાં જાહેર થયા તેથી તે અધ્યયનનું નામ સૂત્રકારોએ ઈક્કાઈ
એવું ન રાખતાં મૃગાપુત્રીય રાખ્યું તે વ્યાજબી જ છે. ૫ મૃગાપુત્રના ભવમાં તે ઈક્કાઈ રાઠોડના જીવે કાંઈપણ નરકની વેદનાના કારણભૂત
મહારંભાદિ કાર્ય કર્યું હોય એમ કોઈપણ પ્રકારે સૂત્રકારે જણાવેલું નથી. જો કે નારકીનું આયુષ્ય બાંધવા પુરતા ખરાબ પરિણામ થયા હોય તેનો તો અસંભવ કહેવાય જ નહિ. મૃગાપુત્રની પહેલાની અને પાછલા ભવની પરંપરામાં બીજે કોઇપણ જગા પર તે ઇક્કાઇ રાઠોડનો જીવ રાજેશ્વરપણે થયેલો નથી તેથી તે સર્વ ભવપરંપરાના દુઃખોનું મૂળ ઇક્કાઈ
રાઠોડના ભાવમાં રાધેશ્વરપણામાં જ ઉપાર્જન કરેલું ગણાય. ૭ ઈક્કાઈ રાઠોડના ભાવમાં રાધેશ્વરપણું કરતાં શબ્દાદિ વિષયોના સાધન ભૂત સમૃદ્ધિની
ઈચ્છામાં તે મગ્ન થયેલો હતો.
Page #684
--------------------------------------------------------------------------
________________
૫૪૪
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર ૮ સમૃદ્ધિ મેળવવામાં પણ તે ઈક્કાઈ રાઠોડે કોઈ દેવતાઈ વસ્તુનો કે પોતાને મળેલી સ્થાવર મિલ્કતનો ઉપયોગ કરેલો નથી. જો કે તેવી રીતે પણ મહાપરિગ્રહની આકાંક્ષા અને તેનું મેળવવું તે નરકાદિકને તો આપનારું થાય જ. છતાં જણાવેલી કટુક ફળવાળી ભવપરંપરા
કદાચ તેને ન અનુભવવી પડત. ૯ ઈક્કાઈ રાઠોડના ભવમાં જો કે તે મૃગાપુત્રનો જીવ કોઈ તેવો મોટો રાજ્યેશ્વર ન હતો.
માત્ર પાંચર્સે ગામોનો તે અધિપતિ હતો. છતાં તેટલા નાના રાજ્યમાં કરેલા માત્ર કર
વિગેરેના જ જુલ્મથી તેને આવી દુખમય ભવપરંપરા ભોગવવી પડી. ૧૦ માત્ર પાંચસે ગામોના માલિકને જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે દુઃખમય ભવપરંપરા ભોગવવી
પડે તો મોટો દેશ કે ઘણા મોટા દેશના આધિપત્યમાં શું પરિણામ આવે તે જ્ઞાનીઓની
દૃષ્ટિથી ગમ્ય હોવા છતાં તેઓને પણ અવાચ્ય હોય એમ માની શકાય. ૧૧ ઇક્કાઈ રાઠોડના ભવમાં તે મૃગાપુત્રના જીવને કોઈપણ અન્ય રાજ્યની સાથે યુદ્ધ કરવું
પડયું નથી, કે જેથી કોઇ મનુષ્યોની હત્યા થવાથી તે હત્યાના પ્રતાપે તેને ઘણા ભવમાં ઘણી જાતનાં દુઃખો ભોગવવાં પડ્યાં હોય, પરંતુ તે ઇક્કાઈ રાઠોડે તો માત્ર સમૃદ્ધિ મેળવવા લોકો ઉપર કરનો ભાર વધાર્યો છે અને તેથીજ પૂર્વે વૃત્તાંતમાં જણાવેલી દુઃખમય ભવપરંપરા
તેને કરવી પડી છે. ૧૨ ઈક્કાઈ રાઠોડના ભવમાં કોઈપણ સરહદના રાજ્યોની સાથે કાવાદાવાનો પ્રસંગ થયેલો
જણાતો નથી, કે જેને રાજ્યશ્વરપણામાં મુખ્ય દુર્ગતિના કારણ તરીકે ગણી શકીએ. ૧૩ તે ઇક્કાઈ રાઠોડના ભાવમાં ભાયાતોના કે સરહદોના કોઈ મુલકો પણ ખાલસા કરી દીધેલા
કે જોડી દીધેલા નથી કે જે કૃત્યને ચોરીનું સ્વરૂપ આપી તેના ફળ તરીકે પણ ભયંકર દુર્ગતિ
થઈ ગણી શકીએ. ૧૪ તે ઈક્કાઈ રાઠોડના કે તે પછીના પણ કોઈપણ ભવમાં તે જીવે પરસ્ત્રીગમન કરી રંડીબાજી
કરી હોય કે વેશ્યાગમનાદિ કોઈપણ દુષ્કૃત્ય કર્યું હોય કે જેને પરિણામે તેને જણાવેલી નરકાદિક દુર્ગતિઓ ભોગવવી પડી હોય, કિન્તુ માત્ર વિષયના સાધનભૂત સમૃદ્ધિ મેળવવા કરેલા કરવૃદ્ધિ આદિના જ કાર્યથી તેને દુર્ગતિની પરંપરા ભોગવવી પડી અને તેને લીધે જ
આપણે આ લેખમાં રાજ્યેશ્વર તે નરકેશ્વર એમ કહીએ છીએ. ૧૫ ઈક્કાઈ રાઠોડના કે બીજા કોઈપણ ભવમાં તે જીવે કોઈની પણ ચોરી, મદ્યપાન જેવાં
અકાર્યો પણ કરેલાં નથી કે જે અકાર્યોનું પૂર્વે જણાવેલી નરકાદિ દુર્ગતિરૂપ ફળ ગણીએ,
Page #685
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર
પN
અને જેથી રાજ્યેશ્વરને નરકેશ્વર કહેવામાં કાંઈક આચકો ખાવો પડે. ૧૬ કરની વૃદ્ધિ કરવાવાળો રાજા પ્રથમ નંબરે સુખીઓને સતામણીના જ કાર્યમાં પ્રર્વતે છે એ આ વાત સર્વ કોઇને અનુભવસિદ્ધ છે, અને આ જ કારણથી કવિઓ પણ રાજાઓને ઉનાળાના
સૂર્ય જેવા ગણાવી ભયંકર ચીતરે છે. ૧૭ કર વધારનારો રાજા સુખીઓને એકલાને જ સતાવે છે એમ નહિ પણ ગરીબ બિચારી
ખેડુત પ્રજાને પણ ચૂસવામાં કમી રાખતો નથી. ૧૮ વ્યાપારીઓના વ્યાપારને પણ કરનો લોભી રાજા નિસાર બનાવી હેરાનગતિમાં નાખે છે. ૧૯ રાજ્યેશ્વરપણામાં લોભની સીમા તૂટી જતી હોવાથી તે રાજ્યેશ્વર રાતદિવસ અર્થની ચિંતામાંજ
ચકચૂર રહે છે. ૨૦ અન્ય રાજ્યોમાં થતી સમૃદ્ધિ દેખીને તે રાજ્યશ્વરપણાના સ્વભાવને લીધે જ આખા આત્મામાં
ઈર્ષાનો અગ્નિ સળગે છે. ૨૧ પરસંપત્તિની ઈર્ષ્યા થયા પછી પોતાની પુણ્યદશાની ખામીને લીધે અધિક સંપત્તિ ન મળી
શકે તો પણ તે અધિક સંપત્તિવાળોના છિદ્રને ખોળવાવાળો થાય છે. ૨૨ અધિક સંપત્તિવાળાને કોઈક તેવા પાપના ઉદયે થયેલી સંપત્તિની હાનિમાં તે નરકેશ્વર
થવાવાળો રાજેશ્વર અંતઃકરણથી આનંદને અનુભવે છે એવી દશામાં નરક કાંઇ દૂર નથી
એ સાહજિક જ છે. ૨૩ રાજેશ્વરપણામાં અધિક પ્રાણઘાતક હથિયારો અને મનુષ્યોની ઈચ્છા રહે તે સ્વાભાવિક જ છે. ૨૪ રાજયેશ્વરપણામાં રાજ તો રાજવી નિરંકુશ બની અધર્મના સામ્રાજ્ય તરફ ધસે તેમાં નવાઈ
નથી. ૨૫ આરંભ પરિગ્રહ, ધનધાન્ય અને રાજપાટમાં રક્ત થયેલો રાધેશ્વર ધર્મની ધગશ ન ધરાવે
તે સ્વાભાવિક જ છે. ૨૯ રાજ્યશ્વરપણામાં રદ્ધિમાં રાચેલા, દુર્બસનમાં ડૂબેલા અને ઉદ્ધતાઇથી ઉદ્દામપણે વર્તવાવાળા
લોકોનો જ રાતદિવસ સમાગમ રહે અને તેથી ધર્મકારો તરફ જુએ જ નહિ. ૨૭ રાજ્યેશ્વર થયેલા રદ્ધિમાં મસ્ત બની, ધર્મના શ્રવણને ધિક્કારે અને ધર્મીઓને ધૂતકારે તે
રાધેશ્વર અવસ્થામાં અસંભવિત નથી. ૨૮ કોઇપણ પ્રકારના જીવોનો આરંભ અનેક ભવોમાં અનેક પ્રકારની અનર્થપરંપરાને આપનાર
છે એવો ભાસ થવો તે પણ રાજ્યેશ્વરને મુશ્કેલ છે.
Page #686
--------------------------------------------------------------------------
________________
૫૪૬
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર ૨૯ હિંસાદિક આશ્રવો આત્માને દુર્ગતિએ લઈ જાય છે એવી સામાન્યપણે પણ ધારણા થવી તે
અવસ્થામાં મુશ્કેલ છે. ૩૦ રાજ્યેશ્વરની સ્વપ્નદશામાં પણ યુદ્ધ, સંપત્તિ, રાણીઓ વગેરેના નવનવા વિચારો ચાલ્યા
કરતા હોવાથી ત્યાગનું નામ પણ સ્વપ્નામાં આવવું સંભવિત નથી. ૩૧ રાજ્યેશ્વરની રદ્ધિમાં રક્ત બનેલા રાજાઓ ત્યાગની સુંદરતા કે ત્યાગીઓની પૂજ્યતા
અંતઃકરણથી ધારી શકતા નથી, પણ તેવા મહાપુરુષોને પણ તે રાજ્યમત્ત રાજવીઓ વિનરૂપ કે ભારરૂપ ગણે છે.
ઉપરની જે રાજ્યેશ્વર તે નરકેશ્વરની હકીકત જણાવવામાં આવી છે તે બહોળા ભાગને અનુસરીને જ જણાવવામાં આવી છે, પણ તેથી જેઓ કોઈપણ કારણસર વૈરાગી મહાત્મા ન બને તો પણ વીતરાગ પરમાત્માનું અહર્નિશ ધ્યાન કરે, ત્યાગથી કૃતાર્થપણું છે એમ માને, ત્યાગી પુરુષોની સેવા માટે પોતાના સર્વસ્વનો ભોગ આપવા સુધી પણ તૈયાર રહે, અને ધર્મિષ્ઠ પુરુષોના સમાગમમાં સર્વદા તત્પર રહી તેઓનું સન્માન કરે. પુણ્યના ઉદયે જે રાજ્ય મળ્યું છે તે પુણ્યના ઉદય સુધી ટકવાનું જ છે એમ નિશ્ચિત રહી તેને મેળવવા, રાખવા કે વધારવા કોઈ આકસ્મિક સંયોગ સિવાય પ્રવૃત્તિ ન કરે અને પોતાથી બની શકે તેવી રીતે હિંસાદિક સર્વ પાપોથી દૂર રહી સર્વથા હિંસાદિક પાપોનો ત્યાગ ઈચ્છે તેવો રાજવી રાધેશ્વર છતાં પણ પરદેશી મહારાજની પેઠે, સંપ્રતિ મહારાજા તથા કુમારપાળની પેઠે, આ ભવમાં રાજ્યેશ્વર છતાં પણ અન્ય ભવમાં સૂરેશ્વર બની શકે છે, પણ આવા કલ્યાણ અર્થે રાજાઓ કંઇ જમાના વહી ગયા પછી માત્ર કોઈક જ બને છે, અને તેવાઓને અંગે માત્ર રાજ્યેશ્વર તે સૂરેશ્વર એમ કહી શકાય, અને સર્વથા રાજ્યેશ્વરપણાનો ત્યાગ કરીને ઋષીશ્વરપણું આચરનારા તો રાધેશ્વરી અવ્યાબાધ પદને પણ પામ્યા છે અને ઉંચામાં ઉંચા સૂરેશ્વરપણાની પદવીઓ પણ તેઓએ હસ્તગત કરી છે, પણ તે સર્વ ધર્મપ્રધાન રાજ્યેશ્વરો રાજ્ય કરતાં પણ ધર્મપ્રાણને અધિક ગણનારા હોય છે છતાં તેવા ઘણા થોડા હોઈ પાછળ જણાવેલા લક્ષણવાળા જ ઘણા રાજાઓ હોય છે અને તેથી રાધેશ્વર તે નરકેશ્વર એમ કહેવાય છે.
Page #687
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર
જ સુધા-સાગર
(નોંધઃ- સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સ્ત્રાવી, આગમના અખંડ અભ્યાસી પૂ. આગમોદ્ધારક શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધાસમાન વાક્યબિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોધ છે એમ ધારી અત્રે આપીએ છીએ.
તંત્રી)
૧૧૦૧ વિગ્રહગતિના વચલા સમયો માત્ર જે એક, બે કે ત્રણ હોય તેમાં જ આ જીવ આહાર
વિનાનો હોય છે. બાકી સર્વ કાળ આહાર કરવામાં જ પ્રવર્તેલો હોય છે, માટે તેના
ત્યાગની પ્રથમ જરૂર છે. ૧૧૦૨ કેવળી મહારાજે કરાતા સમુઘાતમાં અને ચૌદમાં ગુણઠાણાની અયોગિદશામાં જ સંજ્ઞી
પંચેંદ્રિય મનુષ્ય અનાહારીપણું પામી શકે છે. ૧૧૦૩ તૈજસ શરીરમાં સંબંધ સર્વ કાળે હોવાથી જીવને સર્વ કાળ આહાર લેવો પડે છે. ૧૧૦૪ વિગ્રહગતિ વિગેરેમાં આહાર કરવા લાયક પુગલોને ગ્રહણ કરી શકતો નથી, માટે જ
અનાહારીપણું રહે છે. તે વખત પુદ્ગલ ગ્રહણ કરવાનો સ્વભાવ નથી એમ તો નથી જ. ૧૧૦૫ ઉત્પત્તિસ્થાનમાં આવતાંની સાથે જ પ્રથમ સમયે જ જીવ આહાર ગ્રહણ કરે છે અને તેથી
આહાર પર્યાતિની અપેક્ષાએ જીવ અપર્યાપ્તો ત્યાં હોતો નથી. ૧૧૦૬ તૈજસ શરીરરૂપી ભઠ્ઠી દરેક સંસારી જીવોની સાથે વળગેલી છે અને તે તૈજસઅગ્નિનું
જાજવલ્યપણુંજ તેની અને જીવની અનાદિતા જણાવવા માટે બસ છે. ૧૧૦૭ મળેલા દાહ્યપદાર્થને બાળવો અને નવા દાહ્યપદાર્થને પકડવો એ જેમ અગ્નિનું કાર્ય છે
તેવીજ રીતે આ તૈજસશરીરરૂપી અગ્નિમાં મળેલા આહારને પરિણાવે છે અને નવા
આહારને પકડે છે. ૧૧૦૮ દાહ્યપદાર્થના પરિણમનરૂપ અગ્નિ હોવાથી જ્યાં સુધી અગ્નિ હોય ત્યાં સુધી દાહ્યપદાર્થની
હૈયાતી માનવી જ પડે. ૧૧૦૯ તૈજસ અગ્નિ નવો ઉત્પન્ન થતો જ નથી, માટે તે અનાદિથી જ સળગતો છે. ૧૧૧૦ તૈજસ અગ્નિ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી દરેક સમયે તે દાદ્યપદાર્થરૂપી આહારને
ગ્રહણ કરતો જ રહેશે. (જો કે દિંગબરો કેવળીને કવલાહાર માનતા નથી તો પણ તેઓને નોક” નામનો એક નવો જ કલ્પેલો આહાર કેવળીને છે એમ માનવું પડે છે. કેવળી
Page #688
--------------------------------------------------------------------------
________________
૫૪૮
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર ભગવાનને આહાર અને શરીર બંને જુદી જાતનાં એટલે નોકર્મ આહાર અને પરમ ઔદારિક
શરીર માનીને દિગંબરોએ પણ આહારજન્ય જ શરીરનું પોષણ માનેલું છે) ૧૧૧૧ શાસ્ત્રરીતિએ ઓજ, લોમ અને પ્રક્ષેપ (કવલ) એવી રીતે ત્રણ પ્રકારના આહારો અનુક્રમે
ઉત્પત્તિ સમયે, અપર્યાપ્તપણા વિગેરેમાં અને જન્મ પામેલાને માનેલા છે. (દિગંબરોને
આહારના ઘણા ભેદો માત્ર કેવળીને થતો આહાર ઉઠાવવા માટે જ માનવા પડયા છે.) . ૧૧૧૨ દરેક પ્રકારના આહારો ઉપયોગપૂર્વક અને રાગદ્વેષની પરિણતિથી જ થયેલા હોય છે એવો | નિયમ નથી, અને તેથી જ અપર્યાપ્ત અવસ્થા વિગેરેમાં પણ આહારની હૈયાતી માનવામાં
આવેલી છે. ૧૧૧૩ ગર્ભમાં રહેલા પર્યાપ્ત જીવના શરીરનું પોષણ પણ માતાએ કરેલા કવલાહારના આધારે જ
છે એ હકીકત શાસ્ત્રસિદ્ધ છે માતાની રસનાડીની સાથેજ પુત્રની રસનાડી હોય છે અને તેથી જ માતાના કવલાહારના રસથી પુત્રના શરીરનું પોષણ થાય છે. (કેવળીની નાડી કોઇની
પણ સાથે જોડાયેલી નથી કે જેથી તેઓશ્રીનું શરીર કવલાહાર વગર પોષણ પામે.) ૧૧૧૪ આ જીવે શરીરને બાંધવાનો વિચાર કર્યો જ ન હતો, પણ તૈજસના બળે જે આહાર ગ્રહણ
થયો અને તેમાંથી જે રસ જામ્યો તે જ રસ આ જીવને શરીરપણે વળગ્યો, અર્થાત્ તૈજસને લીધે આહાર અને આહારને લીધે શરીર જીવ સાથે વગર ઇચ્છાએ પણ જોડાયું અને પછી
તે શરીર ઉપર રાગ થવાથી તેના પોષણ અને રક્ષણ વિગેરે તરફ આ જીવ દોરાયો. ૧૧૧૫ આ શરીરમાં જીવ આશ્રિત થયો તેથી જ સંસારની અનેક ઉપાધિને અનુભવવાની જરૂર
પડી. ૧૧૧૬ શરીરને આધારે નહિ રહેલા જીવોને અરૂપી અને અનાશ્રિત એવા આકાશની પેઠે કોઈપણ
જાતનું કોઇપણ પ્રકારે દુઃખ વેઠવું પડતું નથી. ૧૧૧૭ એકલા અગ્નિને કોઇપણ મનુષ્ય ઘાણથી કૂટતો નથી, પણ જ્યારે તે અગ્નિ લોઢામાં આશ્રિત
થાય છે ત્યારે જ તેને લુહારો વિગેરે લોઢાની સાથે કૂટે છે એવી રીતે નિરાશ્રિત જીવને કોઈપણ પ્રકારની બાધા હોતી નથી પણ શરીરમાં આશ્રય કરનારા જીવને જ અનેક પ્રકારની
બાધાઓ હોય છે. ૧૧૧૮ તત્વદૃષ્ટિથી જોતાં માલમ પડશે કે દુઃખ એ કેવળ પુગલના સંયોગથી જ થયેલું છે, અને સુખ
પુલ સંયોગથી જે થાય છે તે માત્ર આરોપી જ છે પણ આત્માના સ્વભાવથી થતું જે સુખ જેનો અનુભવ સર્વકર્મ રહિત એવા પરમાત્માઓ જ કરી શકે છે, તે આરોપ વિનાનું અને વાસ્તવિક સુખ છે, અને તેથી તેવું સુખ તે જ આત્માનો વાસ્તવિક સ્વભાવ છે.
Page #689
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૯-૩૪.
૫૪૯
શ્રી સિદ્ધચક્ર
(ટાઈટલ પા. ૪નું અનુસંધાન) તેમાં કંઈપણ આશ્ચર્ય નથી, અને અનાદિકાળથી અનેક આવરણોથી વિંટાઈ ગયેલા અને પોતાના સમ્યગુદર્શનાદિ આત્મસ્વભાવરૂપ ગુણોને નહિ જોનારા આત્માઓને વાસ્તવિક સાચો ઉપકાર જો કોઇપણ કરી શકતા હોય તો ફક્ત તે સિદ્ધિદશામાં રહેલા આત્માનું
સ્વરૂપ સ્વયં દિવ્યજ્ઞાનથી જાણી પોતે તેના કારણનો આદર કરી, પોતાને પ્રગટ થયેલા દિવ્યજ્ઞાનને દૃષ્ટાંતરૂપે ધરીને જેઓ ભવ્ય જીવોને તે રસ્તે ચાલવા માટે આદ્ય ઉપદેશ કરનાર હોય છે તેઓ તીર્થકર તરીકે ભવ્ય જીવોને માનવા લાયક ગણાય છે, અને તેવા તીર્થકર મહારાજાના ઉપદેશને ક્ષેત્રાંતરે અને કાલાંતરે પ્રસારવા માટે જેઓ રિપોર્ટરની માફક ભગવાન તીર્થકરના ઉપદેશને સૂત્રરૂપે ગુંથી પ્રવર્તાવે છે અને તે જ સૂત્રોને શ્રી ગણધર ભગવાનની રચનાની માફક જાળવીને હરેક ભવ્ય જીવોને ક્ષેત્રાંતરે અને કાલાંતરે વિતર્ણ કરે છે તેઓ ગુરુ તરીકે મનાય છે તેમજ જેઓ તે ઉપદેશને આચરવામાં ભવ્ય જીવોને મદદ કરનાર હોઇ પોતે પણ તે જ ઉપદેશનો યથાર્થ સંપૂર્ણપણે શક્તિ પ્રમાણે અમલ કરે છે એવા સાધુઓ પણ શ્રીગણધરાઆદિ મહાપુરુષોની માફક આરાધ્યતમ હોઈ ગુરૂત્વમાં ગણાય છે. ગુણ કરતાં ગુણીની અધિકતા કેમ?
કદાચ શંકા કરવામાં આવે કે હીરા અને કાંકરાનો વિભાગ બતાવનાર દીપક, સૂર્ય કે ચંદ્ર વિગેરેની કિંમત જગતનો હરકોઈ પણ જીવ સાધન પૂરતી જ કરે છે, પરંતુ તે દીપકાદિની કિંમત હીરા જેવી ગણતો નથી, તો પછી વધારે કિંમત તો ગણે જ શાનો? અને જો વધારે કિંમત ગણવામાં આવતી નથી તો તે દીપકાદિને હીરા આદિની માફક અત્યંત ગ્રાહ્ય ગણતા નથી, તેમ અહીં પણ સદાકાળને માટે આવરણ રહિત એવા આત્માના સમ્યગુદર્શનાદિ પ્રગટ થાય અને તેનું સ્વરૂપ તથા તેના ઉપાયો બતાવે એટલા માત્રથી શ્રીજિનેશ્વરદેવની કે ગણધરાદિક ગુરુની સાધન પૂરતી કિંમત નહિ ગણતાં, સમ્યગુદર્શનાદિ ગુણો જેટલી તો શું પણ તેનાથી કંઈ દરજ્જ અધિકપણે તેઓની આરાધ્યતા ગણવામાં આવે છે અને તે હિસાબને જ અનુસરીને દરેક જૈનોને ગુરુમંત્ર તરીકે અપાતા, સર્વપાપને નાશ કરનાર અને આઘમંગલરૂપ મનાયેલા પંચનમસ્કારરૂપ પરમ મંગળમાં તે આદ્ય અને ઇતર ઉપદેશક શ્રીઅરિહંત દેવાદિ અને આચાર્યાદિ ગુરુનું સ્મરણ, ભજન વિગેરે કરાય છે, અને તે પંચપરમેષ્ઠી નમસ્કારરૂપ મંત્રમાં સમ્યગુદર્શનાદિરૂપી આત્મગુણોનું તો સ્મરણ કે નામનિશાન પણ નથી. એ બધી હકીકત જોતાં જૈનદર્શન એ ગુણપૂજામાંથી ખસીને માત્ર ગુણીપૂજા એટલે વ્યક્તિપૂજામાં ઉતરી ગયું છે એમ કેમ ન માનવું ? ઉપર જણાવેલી શંકાના સમાધાનમાં સમજવાનું કે ઝવેરાતની કિંમત કરતાં ઝવેરીની કિંમત ઓછી ગણનારો મનુષ્ય ખરેખર
Page #690
--------------------------------------------------------------------------
________________
પપ૦
શ્રી સિદ્ધચક
તા.૮-૯-૩૪.
ઝવેરાતથી ઠગાય એ જેમ સ્વાભાવિક છે તેમ સમ્યગુદર્શનાદિ ગુણોએ ભરેલા અને તે જ ગુણોને ઓળખાવનાર તથા તેને મેળવી આપવાનો માર્ગ બતાવી તેનો અમલ કરાવનાર મહાપુરુષોને અધિક માનવામાં આવે તેમાં કાંઇપણ આશ્ચર્ય નથી. વળી આત્માના સ્વભાવરૂપ રહેલા એવા સમ્યગુદર્શનાદિ ગુણો પણ તેના આવરણને ખસેડ્યા સિવાય પ્રગટ થવાના નથી અને તે સમ્યગુદર્શનાદિના આવરણોને ખસેડવાનું સાધન જેટલું સમ્યગુદર્શનાદિના જાપ અને બહુમાન વિગેરે છે તેના કરતાં કઈ દરજે અધિકપણે તે સમ્યગુદર્શનાદિ ગુણોથી સંપૂર્ણ ભરેલા એવા મહાપુરુષોના ભક્તિ અને બહુમાન આદિ છે અને હોય તે સ્વાભાવિક જ છે. ઉપરની શંકામાં દીપ, અગ્નિ વગેરેનાં જે દાંતો સાધન તરીકે દેવામાં આવ્યાં તે કેવળ સાધન માત્ર છે, પણ સાધ્યવાળાં તે દીપક વિગેરે નથી, અને અહીં તો પરમ પૂજ્ય દેવ અને આરાધ્યતમ ગુરુમહારાજાઓ તે સમ્યગુદર્શનાદિરૂપ સાધ્ય વસ્તુથી સંપૂર્ણ ભરેલા હોઈ બીજાઓને તે સમ્યગુદર્શનાદિ સાધ્યની સિદ્ધિનાં સાધનો છે, માટે દીપક, અગ્નિ વિગેરેનાં દષ્ટાંત અસંગત જ છે. સમ્યગદર્શનાદિ ગુણો આરાધ્ય ગણવાપૂર્વક પંચપરમેષ્ઠીઓ પરમેષ્ઠીપદમાં દાખલ થયા છે.
જો કે એ વાત તો ખરી જ છે કે પંચપીસ્મરણરૂપ પંચનમસ્કારમાં આરાધ્યમ ગુણોને સ્થાન નહિ આપતાં તે આરાધ્યતમ ગુણોવાળા અરિહંતાદિક કે જેઓ ગુણી હોવા છતાં વ્યક્તિરૂપ છે, પણ તે અરિહંતાદિકોની આરાધ્યતા તેઓમાં રહેલા સમ્યગદર્શનાદિ ગુણોને અંગે જ છે, અને તેથી તે પરમેષ્ઠીની આરાધનાનું યથાસ્થિત ફળ તો તેઓને જ મળે છે કે જેઓ તે પંચપરમેષ્ઠીના તે સમ્યગુદર્શનાદિ અપૂર્વ ગુણોનું આરાધ્યપણું સમજવા સાથે તે પંચપરમેષ્ઠીનું આરાધન કરે છે તે અરિહંતાદિક પંચપરમેષ્ઠીઓ પણ આ ભવમાં કે ગત ભવમાં શ્રીપંચપરમેષ્ઠીઓનું સમ્યગુદર્શનાદિ ગુણોની આરાધ્યતા ગણવાપૂર્વક તે પંચપરમેષ્ઠીઓનું આરાધન કરીને જ પંચપરમેષ્ઠીપદમાં બિરાજમાન થયેલા છે, એટલે હરેક કલ્યાણાર્થી જીવને પોતાના સમ્યગુદર્શનાદિ ગુણો પ્રગટ કરવાને માટે તેના આવરણનો ક્ષય કરવા તે સમ્યગુદર્શનાદિ ગુણમય પંચપરમેષ્ઠી કે જેઓ દેવ અને ગુરુતત્ત્વમય છે તેઓનું સર્વ પ્રયત્ન અને ભક્તિ ઉલ્લાસથી આરાધન કરવું એ જ અમોઘ ઉપાય છે. યાદ રાખવાની જરૂર છે કે સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રૂ૫ આત્માના ગુણો તે ગુણો હોવાથી મૂર્તસ્વરૂપ થઈ આરાધ્યતામાં આવી શકે નહિ પણ તે સમ્યગુદર્શનાદિ ગુણોવાળા મહાપુરુષો પંચપરમેષ્ઠીઓ જ આરાધ્યતામાં આવી શકે. જગતમાં હીરાની કિંમત તેના તે જ, માન અને આકારને અંગે હોય છે, છતાં તે હીરારૂપ વસ્તુ સિવાય તે જ, માન અને આકારને કોઈ લઈ શકતું નથી. હીરાના તે જ, માન અને આકારને કિંમતી ગણીને તે તેજ વિગેરેને લેવાની ઇચ્છાવાળો મનુષ્ય સ્વયં સમજણથી હીરાને જ ગ્રહણ કરે છે, તેવી રીતે અહીં પણ
Page #691
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૯-૩૪
પપ૧
શ્રી સિદ્ધચક્ર સમ્યગુદર્શનાદિ ગુણોની આરાધનાની ઇચ્છાવાળા તે ગુણોની કેવળની આરાધ્યતા સમજે તેના કરતાં તેનાથી સંપૂર્ણ ભરેલા એવા પંચપરમેષ્ઠીની આરાધ્યતા સમજે અને આરાધના કરે તેમાં આશ્ચર્ય નથી. આ જ કારણથી એ પાંચ પરમેષ્ઠીમાં કોઇપણ મિથ્યાષ્ટિ, અવિરતિ કે મોક્ષમાર્ગમાં નહિ પ્રવર્તેલા કે મોક્ષને નહિ પામેલાને સ્થાન આપવામાં આવ્યું જ નથી, અને એ જ કારણથી સમ્યગદર્શનાદિ સરખા ગુણવાળા તેમજ અવધિજ્ઞાનાદિ સરખા જ્ઞાનવાળાને પણ અવિરતિરૂપી જબરદસ્ત અવગુણ હોવાથી પરમેષ્ઠીપદમાં દાખલ કરેલા નથી, અને તેથી જ પાંચપરમેષ્ઠીપદની આરાધના કરતાં તેમાં રહેલા તેઓના સમ્યગુદર્શનાદિ ગુણોની આરાધના પણ સાથે જ થઈ જાય છે અને એવી રીતે સમ્યગ્દર્શનાદિ ગુણોની અને તે ગુણોથી સંપૂર્ણપણે ભરેલા પરમેષ્ઠીની આરાધનાથી આરાધક મનુષ્યના આત્મામાં રહેલા સમ્યગદર્શનાદિ ગુણોને આવરણ કરનાર કર્મોનો નાશ થાય છે. ઉપર જણાવેલી રીતિ પ્રમાણે જો કે સમ્યગુદર્શનાદિ ગુણો અને તે ગુણોથી ભરેલા પંચપરમેષ્ઠીની આરાધનાથી સમ્યગુદર્શનાદિના આવારક કર્મોનો નાશ થાય છે, તો પણ જેમ સૂર્યના તેજની આડાં આવેલાં વાદળાં અંશે અંશે નાશ પામે અને સૂર્યનું તેજ પોતાના પ્રકાશ સ્વભાવને લઇને હરેક વસ્તુનો તીવ્ર તીવ્રપણે પ્રકાશ કરે, તેમ સમ્યગદર્શનાદિ ગુણમય પરમેષ્ઠીની આરાધનાથી આત્માના ગુણોને આવારક કર્મોનો નાશ થાય તેમ તેમ આ આત્મા સમ્યગુદર્શનાદિ ગુણોમાં જ રમવાવાળો થાય, અને તે સમ્યગુદર્શનાદિ ગુણોમાં રમવું, અને તે સમ્યગુદર્શનાદિ ગુણોને પ્રગટ કરવામાં મદદગાર તથા તેને નહિ રોકનાર એવી નિરતિચાર વિરતિઆદિકની ક્રિયાનો આદર કરવો તેનું નામ ધર્મ. કોઈપણ જૈનપર્વ સમ્યગદર્શનાદિના ધ્યેય વગર મનાયું જ નથી.
આ ધર્મતત્વને અનુસરીને જ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની કલ્યાણક તિથિઓ તથા ગુરુ મહારાજના નિર્વાણ દિવસોને આરાધવા સાથે તે સિવાયના દિવસો પણ સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાને ઉદ્દેશીને જ શ્રી જૈનશાસનમાં તહેવારો અગર પર્વો માનવામાં આવેલા છે. અર્થાત્ કોઈપણ જૈનપર્વ સમ્યગદર્શન, શાન કે ચારિત્રના ધ્યેય સિવાયનું માનેલું જ નથી. જો કે કેટલાંક પર્વો અને તહેવારોમાં સ્નાન, વસ્ત્રાભૂષણ અને અલંકારની શ્રેષ્ઠતાને જૈનશાસ્ત્રકારોએ સ્થાન આપેલું છે પણ તે સ્નાનાદિકને સ્નાનાદિકપણે શ્રેષ્ઠ ગણીને સ્થાન અપાયેલું નથી, પરંતુ તે સ્નાન, આભૂષણ આદિકની પ્રવૃત્તિથી અન્યભદ્રિક મિથ્યાદેષ્ટિ કે અવિરતિ જીવો તે સમ્યગ્દષ્ટિએ સ્નાન, અલંકારાદિ દ્વારાએ કરાતા પર્વ આરાધનને જોઈ, સાંભળી, અનુભવી તે પર્વઆરાધનની ઉત્તમતા માની આ ભવે કે અન્ય ભવમાં તે પર્વ આરાધન કરવાને ભાગ્યશાળી બને તે માટે જ તે પૌગલિક એવાં પણ સ્નાન, અલંકાર આદિકને સ્થાન આપેલું છે, પણ પૌદ્ગલિકપણાની શ્રેષ્ઠતા માનીને તે સ્નાન, અલંકારાદિને
Page #692
--------------------------------------------------------------------------
________________
પપર
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર કોઇપણ શાસ્ત્રકારે પર્વમાં સ્થાન આપેલું નથી અને તેથી જ સર્વથી વિરતિ કરનારા સાધુ મહારાજા તથા એકાદિ દિવસની સાવથી કરણકારણ દ્વારાએ વિરતિ કરનારા શ્રાવકોને કોઇપણ પર્વ કે તહેવારમાં સ્નાન, અલંકાર આદિકને કરવાનું વિધાન કર્યું જ નથી એટલે જ નહિ પણ સ્નાન, અલંકાર આદિથી દૂર રહી વિરતિ કરવા દ્વારાએ જ પર્વનું કે ધર્મનું આરાધન જણાવેલું છે. આ જ કારણથી શાસ્ત્રકારો સામાયિક, પૌષધાદિ અવસ્થાવાળા શ્રાવકોનું વર્ણન કરતાં મણિ, સુવર્ણાદિમય અલંકારોનો સર્વથા ત્યાગ જણાવે છે, અને આ જ કારણથી શ્રી ભગવતીસૂત્રમાં સામાયિક કરનાર શ્રાવકનું સામાયિક અવસ્થામાં ગયેલી ચીજને સામાયિક પાર્યા પછી ખોળવાના પ્રશ્નોત્તરને અવકાશ મળ્યો છે. જૈનશાસનમાં વિશિષ્ટપણે ચારિત્ર આરાધનવાળા પર્વોને વધારે મહત્વ અપાયું છે.
ઉપર પ્રમાણે જૈનશાસનના દરેક પર્વો સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના માટે નિયત થયેલાં છે છતાં ઔષધની જ્ઞાનદશા અને માન્યતા ત્યારે જ સફળ થાય કે જ્યારે તે ઔષધનો દરદી યથાર્થ રીતે ઉપયોગ કરી પોતાના દરદનો નાશ કરે. તેવી રીતે જૈનશાસ્ત્રની રીતિ પ્રમાણે સમ્યગુદર્શનથી નવતત્ત્વો માનીને તેમાં પરમ સાધ્ય તરીકે ફક્ત મોક્ષતત્ત્વને જ માને અને તે મોક્ષતત્ત્વને સાધનાર પદાર્થોને ઉપાદેય તરીકે સમજી તે મોક્ષતત્ત્વને બાધ કરનાર પદાર્થને છાંડવા લાયક જાણી સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિવાળો થયેલો પણ જીવ તે છાંડવા લાયક આશ્રવાદિ પદાર્થોને છાંડવા અને આદરવા લાયક સંવરઆદિ પદાર્થોને આદરવારૂપ ચારિત્રથી જ તે સમ્યગુદર્શન એ સમ્યગુજ્ઞાનને યથાર્થપણે સફળ કરી શકે છે. આ જ કારણથી શ્રીજેનદર્શનમાં મોક્ષનું અનંતર કારણ ચારિત્ર માની, તે ચારિત્રવાળાઓને જ પૂજ્યતાની પદવી આપેલી છે, અને એ જ કારણથી વિશિષ્ઠપણે ચારિત્રની આરાધનાવાળાં પર્વોને વધારે જોર આપેલું છે. તે ચારિત્રની આરાધનાવાળાં પર્વોમાં મુખ્યમાં મુખ્ય અને ફરજીયાત તરીકે આરાધવાલાયક જો કોઇપણ પર્વ જનશાસને જણાવ્યું હોય તો તે માત્ર પર્યુષણાપર્વજ છે, આ સર્વ હકીકત ધ્યાનમાં લઇ, વિચારી અને અંતરમાં ઉતારનારો મનુષ્ય આ પર્યુષણ પર્વને જૈનો પર્વાધિરાજ તરીકે કેમ માને છે ? પરમપવિત્ર કેમ માને છે ? જ્યાં જ્યાં જૈનોની વસતિ હોય ત્યાં ત્યાં રહેલા જૈનેતરો પણ આ પર્યુષણપર્વને જૈનોના પશુષણ તરીકે કેમ ઓળખે છે એ સર્વ સહેજથી સમજાઈ જશે. આવા પવિત્ર પર્યુષણ પર્વમાં કયાં કયાં સત્કાર્યો કરવાનું શાસ્ત્રકાર મહારાજાઓ ફરમાવે છે અને તે કરવાનાં પણ હોય છે કે જેથી આ પર્વનો પૂર્વે જણાવેલો મહિમા વાસ્તવિક છે એમ માલમ પડે તે સત્કાર્યોનો વિચાર કરીએઃ
(અપૂણ)
Page #693
--------------------------------------------------------------------------
________________
Sી પૂવચાર્યોના ઉત્તમ ગ્રંથો મેળવવાનો અપૂર્વ અવસર. જીનલાગશો
:– –– ––––––––– . ૧. ત્રિષષ્ઠીય દેશના સંગ્રહ...૦- ૮-૦ ૧૮. વંદારૂવૃત્તિ
...૧-૪-૦ ૨. દશવૈકાલિક ચુર્ણિ.. ...૪- ૦.૦ ૧૯. પયરણ સંદોહ
...૦-૧૨-૦ ૩. ઉત્તરાધ્યયન યુર્ણિ... ...૩- ૮-૦ ૨૦. અહિંસાષ્ટક, સર્વજ્ઞસિદ્ધિ, ઐન્દ્ર | ૪. પરિણામમાળા(લેજર પેપર પર)...૧-૧૨-૦
સ્તુતિ ...૦-૮-૦ ૪. પરિણામમાળા(ડ્રોઈગ પેપર પર).૦-૧૦-૦ ૨૧. અનુયોગ ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ...૧-૧૨-૦ ૫. ૧૨૫, ૧૫૦, ૩૫) સ્તવન ૨૨. નંદી ચૂર્ણિ હારિભદ્રવૃત્તિ ૧ -૪-૦
સાક્ષી સહિત ... - ૮-૦ ૨૩. નવપદ પ્રકરણ બૃહદ્રવૃત્તિ ...૩ -૦-૦ ૬. પ્રવચન સારોદ્વાર (પૂર્વાર્ધ)...૩- ૦-૦ ૨૪. ઋષિ ભાષિત ૭. , , (ઉત્તરાધી...૩ ૦.૦ ૨૫. પ્રવજ્યા વિધાન કુલકાદિ ૦- ૩-૦ ૮. પંચાશકાદિ મૂળ ...૩- ૮-૦ ૨૬. પ્રત્યાખ્યાનાદિ વિશેષણવતી ૯. પંચાશકાદિ અકારાદિ ...૩- ૦-૦
વીશ વીશી..૧- ૪-૦ ૧૦.જયોતિષ્ઠકરંડક ...૩ ૦.૦ ૨૭. વિશેષાવશ્યક ગાથાનુક્રમ ... - ૩-૦ ૧૧. પંચ વસ્તુ
..૨- ૪-૦ ૨૮. બારસાસૂત્ર (સચિત્ર) . ૧૨-૦-૦ ૧૨. દ્રવ્યલોક પ્રકાશ ...૧- ૮-૦ ૨૯. તાધુ આવશ્યક ક્રિયાનાં સૂત્રો ભેટ જેની ૧૩. ક્ષેત્રલોક પ્રકાશ ..૨- ૦-૦ ૩૦. આચારાંગ સૂત્ર... છપાય છે. ૧૪.યુક્તિ પ્રબોધ ...૧- ૮-૦ લલિતવિસ્તરા
છપાય છે. ૧૫. દશ પન્ના ...૧- ૮-૦ તત્ત્વતરંગિણી
છપાય ૧૬ નંદી આદિ અકારાદિક્રમ
બૃહત્ સિદ્ધપ્રભા વ્યાકરણ છપાય તથા વિષયક્રમ.... ૧- ૮-૦
પુસ્તકાકાર. ૧૭.વિચાર રત્નાકર ...૨- ૪-૦ ૩૧. શ્રાદ્ધવિધિ (હિન્દી) .. ૧
૩૨. જિનસ્તુતિ દેશના (હિન્દી) ... 0૩૩. મધ્યમસિદ્ધપ્રભા વ્યાકરણ ..૦૩૪. વસ્ત્રવર્ણ સિદ્ધિ
...૦- ૪-૦
૧૦૦ ૭૫
ઃ કમિશન : .૧ર ટકા ૫૦ .૭ ટકા ~૧૦ ટકા ૨૫૫ ટકા
તુર્ત લખોઃજૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત, (ગુજરાત) છે,
Page #694
--------------------------------------------------------------------------
________________
પરમપવિત્ર પર્યુષણાપર્વની વ્યવસ્થા અને તેનાં પવિત્ર કાર્યો.
(ગતાંકથી ચાલુ) સિદ્ધિમાં પશમિકાદિ અવસ્થાનો અભાવ છતાં શાયિક શાનદર્શનનો સદા સદ્ભાવ.
જો કે અન્ય ધર્મના તહેવારો તેમના દેવ, ગુરુ અને પોતે માનેલા ધર્મની સિદ્ધિના ઉદ્દેશને અનુસરીને હોય છે, તેમ શ્રીજિનશાસનમાં પણ ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરરૂપી પરમેશ્વરો તથા ચૌદપૂર્વની અને દ્વાદશાંગીની રચના કરી શાસનને વર્તવામાં અપૂર્વ પ્રેરણા કરનાર સાહિત્યને જન્મ આપનાર શ્રી પુંડરિક સ્વામી આદિ તથા ગૌતમસ્વામી આદિ ગણધરો વિગેરે રૂપ ગુરુ મહારાજની આરાધના કરવાના ગર્ભઆદિક પાંચ કલ્યાણકો અને નિર્વાણ દિવસોને નિયમિત રીતે આરાધવા લાયક ગણવામાં આવેલા છે, તેની સાથે તે ત્રિલોકનાથ તીર્થકર મહારાજા અને ગણધરઆદિ ગુરુમહારાજાઓની આરાધનાનો મુખ્ય મુદ્દો આત્માના અનાદિકાળથી ઢંકાઈ ગયેલા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રને તેના આવરણોનો નાશ કરી પ્રગટ કરવાનો જ હોય છે, કેમકે જૈનદર્શન પ્રમાણે આત્માના સ્વભાવરૂપ તે સમ્યગુદર્શનાદિ ત્રણે ગુણો માનવામાં આવેલા છે, અને તે ત્રણે ગુણો સ્વભાવરૂપ હોવાથીજ સમગ્ર કર્મનો નાશ કરી જેને દાવાનળ, સમુદ્ર અને અટવીની ઉપ' માપવામાં આવે છે, એવા ચતુર્ગતિરૂપ સંસારનો અંત કરીને સિદ્ધિદશાને પ્રાપ્ત થતાં આ જીવને ઔપશમિકાદિ અવસ્થાઓનો અભાવ થાય છે, તો પણ ક્ષાયિકદર્શન, કેવળ જ્ઞાન અને કેવળદર્શનરૂપી ગુણો સર્વ કાળને માટે સ્થાયીપણે જ રહે છે. જો તે સમ્યગદર્શનાદિ ગુણો આત્માના સ્વભાવરૂપ ન હોય અને કોઈપણ સંયોગથી થયેલા હોઈને ઔપાયિક સ્વરૂપે હોત તો ઔપશમિકાદિ ભાવોના ના ની સાથે તે સમ્યગદર્શનાદિ ગુણોનો પણ નાશ થઇ જાત અને તેવા ગુણોના નાશને માટે કોઇપણ વિચક્ષણ મનુષ્ય તૈયાર થાય જ નહિ અને તેવી રીતે ગુણોના નાશને માટે કરાતો પ્રથમ કે ઈતર ઉપદેશ સાંભળવા માટે કોઈ પણ સમજુ મનુષ્ય સજ્જ થાય નહિ, તો પછી તેવા ઉપદેશકોને દેવ કે ગુરુ તરીકે માનવાને મહાપુરુષો મરજી કરેજ કયાંથી ? ઉત્કર્ષ સ્વજાતિને ઓળગીને થતો નથી.
વળી કોઈ પણ પદાર્થનો ઉત્કર્ષ તેની જાતિને ઓળંગીને હોતો નથી, તેવી રીતે આ આત્મારૂપી પદાર્થનો ઉત્કર્ષ પણ આત્માના સ્વભાવને ઓળંગીને જ હોય નહિ તો પછી તે આત્માના સ્વભાવરૂપ સમ્યગુદર્શનાદિ ગુણોનો નાશ કરીને તેનો ઉત્સર્ગ સધાય જ કેમ ? એટલે આત્માના પરમ ઉત્કર્ષરૂપી મોક્ષની દશામાં સર્વકાળને માટે આવરણથી ઢંકાઈ નહિ અને આવરણ અંશભર પણ લાગે નહિ તેવી દશારૂપ મોક્ષ હોવાથી તે સમ્યગુદર્શનાદિના આવરણોને ખસેડવાનું કાર્ય આત્માની ઉન્નતિ ઇચ્છનારા દરેકને કરણીય તરીકે હોય
(અનુસંધાન પા. ૫૪૯ પર)
Page #695
--------------------------------------------------------------------------
________________
Registered No. B 3047
21 1241215
Page #696
--------------------------------------------------------------------------
________________
૭૭ ૨૧ મી
શ્રી શેઠ દેવચંદ લાલભાઈ જેને-૫૦ ફંડ તથા શ્રીઆગમોદય
' સમિતિના હાલમાં મળતા ગ્રન્થો. - નીચેના ગ્રંથ ઉપર ૨૫ ટકા કમીશન આપવામાં આવશે. અંક ફિંડના ગ્રંથ. મુલ્ય અંક ફંડના ગ્રંથ.
મુલ્ય ૪૩ શ્રીઆનંદકાવ્ય મ. મૌકિક ૬ ઠું. ૦-૧૦-૦ ૩૭ શ્રીધર્મબિંદુ પ્રકરણ
0-૧૨-૦ પ૬ શ્રી શ્રીપાલચરિત્ર (સંસ્કૃત). ૦-૧૪-૦ ૪૬ શ્રીદશપયના છાયાયુક્ત
૨-૦-૦ ૬૨ શ્રીસુબોધા સમાચારી. ૦-૮-૦ ૪૭ શ્રીપંચસંગ્રહ સટીક
૨-૮-૦ ૬૩ શ્રી શ્રીપાલ ચરિત્ર (પ્રાકત). ૧-૪-૦ ૪૮, શ્રીવિશેષાવશ્યક ભાષ્યમુલ તથા ટીકાનું ૬૪ શ્રીપ્રવચન સારોદ્વાર સટીક (ઉત્તરાધ).૪-૦-૦ ગુજરાતી ભાષાંતર ભાગ ૨ જો ૩-૦-૦ ૬૫ શ્રીલોકપ્રકાશ ભાગ ૧ લો. ૨-૦-૦ ૫૦ શ્રીજીવસમાસ સટીક
૧-૮-૦ ૬૭ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા - ૫૫ શ્રીનંધાદિસપ્ત સૂત્રગાથા વિષયાનુક્રમ ૨-૦-૦ યુક્ત (પૂર્વાધ). ૬-૦-૦ પ૬ શ્રીઆવશ્યકસૂત્ર સટીક પૂર્વાર્ધ
૪-૦-૦ ૬૮ શ્રીનવપદ લઘુવૃત્તિ.
૧-૦-૦ ૫૭ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતર ભા.૧લો ૩-૮-૦ ૬૯ શ્રીપંચવસ્તુક ગ્રંથ સટીક. ૩-૦-૦ ૫૯ શ્રીલોકપ્રકાશ ગુજરાતી ભાષાંતરભા.રજો ૩-૮-૦ ૭૧ શ્રીઆચાર પ્રદીપ.
૧-૮-૦ ૬૦ શ્રીઆવશ્યક સૂત્ર સટીક ઉત્તરાર્ધ ૨-૮-૦ ૭૨ શ્રીવિચાર રત્નાકર.
૩-૦-૦ નીચેના ગ્રંથ ઉપર ૫૦ ટકા કમીશન ૭૩ શ્રીનવપદ પ્રકરણ બ્રહવૃત્તિ. ૪-O-0
આપવામાં આવશે. ૭૪ શ્રીલોકપ્રકાશ ભાગ ૨ જો. ૨-૮-૦ ૬૬ શ્રીઆનંદકાવ્ય મ. મૌતિક ૭ મું. ૧-૮-૦ ૭૫ શ્રીમહાવીર ચરિત્ર પ્રાકત. ૪-૦-૦ ૦૦ શ્રીઆનંદકાવ્ય મં. મૌતિક ૮ મું. ૧-૮-૦ ૭૬ શ્રીતત્વાર્થાધિગમ સૂત્ર ભાષ્ય ટીકા
૩૯ શ્રીજૈન ફિલોસોફી અંગ્રેજી.
૧-૦-૦ યુક્ત ઊત્તરાર્ધ. ૬-૦-૦ ૪૦ શ્રીયોગ ફિલોસોફી અંગ્રેજી.
0-૧૪-૦ ૭૭ શ્રીલોકપ્રકાશ ભાગ ૩ જ. ૨-૦-૦ ૪૧ શ્રીકર્મ ફિલોસોફી અંગ્રેજી.
૦-૧૨-૦ ૭૮ શ્રીભરતેશ્વરવૃત્તિ ભાગ ૧ લો. ૨-૦-૦ ૪૫ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૭૯ શ્રીભક્તામર લ્યાણમંદિર નમિઉણ સ્તોત્ર. ૫-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૧ લો. ૩-૦-૦ ૮૦ શ્રીપ્રિયંકર નૃપકથા.
૧-૮-૦ ૫૪ શ્રીભક્તામરસ્તોત્ર પાદપૂર્તિ કાવ્ય સંગ્રહ ૮૧ શ્રીઅનેકાર્થ રત્નમંજુષા (અષ્ટલક્ષી). ૩-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત ભાગ ૨ જો. ૩-૮-૦ ૮૨ શ્રીકલ્પસૂત્ર બારસા (સચિત્ર). ૧૨-૦-૦ ૫૩ શ્રી ચતુર્વિશતિકા સચિત્ર શ્રી બપ્પભટ્ટી સૂરિકતા ૮૩ શ્રી ઋષભ પંચાસિકા પ્રેસમાં. ૪-૦-૦ ટીકા ભાષાંતર યુક્ત.
૬-૦-૦ ૮૪ શ્રીજૈન-ધર્મ-વર સ્તોત્ર , પ-૦-૦ ૫૪ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર શ્રી શોભન અંક સમિતિના ગ્રંથ
મુલ્ય. મુનિ કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૪ શ્રીવિશેષાવશ્યક ગાથા વિષયક્રમ. ૦-પ-૦ ૫૯ તિ જિનાનંદ સ્તુતિ સચિત્ર ૩૫ શ્રીવિચારસાર પ્રકરણ.
૦-૮-૦ . મેરૂવિજય કૃત ટીકા ભાષાંતર યુક્ત. ૬-૦-૦ ૩૬ શ્રીગચ્છાચાર પયત્નો. ૦-૬.૦ ૬૦ શ્રીસ્તુતિ ચતુર્વિશતિકા સચિત્ર (સંસ્કૃત)
૮-૦-૦ નોંધ :-શ્રીકલ્પસૂત્ર બારસા સચિત્રમાં કોઈપણ જાતનું કમીશન આપવામાં આવશે નહિ.
મળવાનું ઠેકાણું - શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુફંડ.
ગોપીપુરા, સુરત. (ગુજરાત)
ટીકા યુક્ત..
વાતો નહિ.
આ પાક્ષિક ધી "જૈન વિજયાનંદ" બી.એ.કણપીઠ બજાર સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.
Page #697
--------------------------------------------------------------------------
________________
- સંપાકે
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂ. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्हद्दष्टिप्र मुखैः सिद्धं भव्यौ धहल्लीनम् ॥१॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું, તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
“આગમોદ્ધારક.” દ્વિતીયવર્ષ. તે મુંબઈ, તા. ૮-૧૦-૩૪ સોમવાર વીર-સંવત્ ૨૪૬૦ અંક ૨૪ મો. ભાદરવા વદ ૦))
વિકમ , ૧૯૯૦ • આગમ-રહય. •
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ પ્રથમ મહાવ્રતની મુખ્યતા.
પૂર્વોક્ત રીતિએ જૈનશાસનનું પૃથિવીકાય આદિ છ પ્રકારના જીવનકાયની રક્ષાનું ધ્યેય હોવાથી જૈનોના સૂત્રોમાં સ્થાન સ્થાન ઉપર છ જવનિકાયની દયાનું મુખ્યતાએ નિરૂપણ હોય છે, અને તે છે જીવનિકાયની દયાના માર્ગે ભવ્ય જીવોને લાવવા માટે જૈનશાસનમાં એક એક સૂત્રમાં અનેક અનેક વખત છ જીવનિકાયનું નિરૂપણ તેની માનસિક, વાચિક કે કાયિક કરાતી, કરાવાતી કે અનુમોદાતી હિંસામાં
Page #698
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૧૦-૩૪
પપ૪
શ્રી સિદ્ધચક તીવ્રતર કર્મબંધ જણાવવા સાથે તે હિંસાના સાધનભૂત હથિયારોનું પણ ભયંકરપણું ઘણે સ્થાને ઘણા વિસ્તારથી એક એક અધ્યયન અને ઉદ્દેશોમાં વર્ણવ્યું છે અને તે છ કાયની રક્ષાને માટે જ તેની હિંસાથી વિરમવારૂપ સાધુપણામય ત્યાગમાર્ગનું જ ધ્યેય રાખી વારંવાર સ્થાને સ્થાને ઉપદેશ કરવામાં આવ્યો છે. તે ઉપદેશ જેમ રોગી મનુષ્ય લેવાતી દવા કેટલી વખત કે કેટલા દિવસ લેવી એ નિયમને નહિ અનુસરતાં માત્ર રોગ શમાવવાવાનો ઉદ્દેશ રાખીને જ્યાં સુધી રોગ શમે નહિ ત્યાં સુધી તેને તે રોગ શમાવવાવાળી દવાનો પ્રતિદિન વારંવાર ઉપયોગ કરાય છે, તેવી રીતે પૃથિવીકાયિક આદિ છએ જીવનિકાયની દયાનું ધ્યેય સિદ્ધ કરવા માટે તે સિદ્ધ ન થાય ત્યાં સુધી વારંવાર દરેક શ્રોતાને તે છે જીવનિકાયના સ્વરૂપ વિગેરે જણાવવામાં આવે છે છતાં કેટલાક શંકાકારો તે દયાની સિદ્ધિના તત્વને નહિ સમજતાં અન્ય શાસ્ત્રોની માફક જૈનશાસ્ત્રમાં પણ અજ્ઞાત પદાર્થનું જ્ઞાપન કરવું એ જ માત્ર શાસ્ત્રનું લક્ષણ સમજી તે વારંવાર કરાતા છ જવનિકાયના સ્વરૂપ આદિ સંબંધી કરાતા ઉપદેશને નિરર્થક ગણી દોષારોપ કરવા તૈયાર થાય છે, પણ તે શંકાકારોએ અજ્ઞાત તત્ત્વજ્ઞાપનની અન્ય શાસ્ત્રીય દૃષ્ટિથી કરેલી શંકાજ જૈનશાસ્ત્રોના છકાય જીવોની દયા સંબંધી સિદ્ધિના ધ્યેયને વધારે ઝળકાવે છે. વળી જૈનશાસ્ત્રમાં જો કે સાધુપણાને અંગે હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહથી વિરમવારૂપ પાંચમહાવ્રતોને સરખું સ્થાન છતાં પણ છ જવનિકાયની હિંસાની વિરતિરૂપ પ્રથમ પ્રાણાતિપાત વિરમણ નામના મહાવ્રતને જ ખેતીની અંદર અનાજની માફક મુખ્ય ફળ તરીકે ગણ્યું છે અને મૃષાવાદવિરમણ આદિરૂપ બાકીનાં ચારે મહાવ્રતોને તે છે જીવનિકાયની દયામય પ્રથમ મહાવ્રતરૂપી અનાજના રક્ષણને માટે વાડરૂપ જ ગણેલાં છે. એ વાત તો જગતમાં સિદ્ધ જ છે કે ખેતરની ચારે બાજુ કરાતી વાડ મુખ્ય ધ્યેયરૂપે હોતી નથી, પણ માત્ર મુખ્ય ધ્યેયરૂપ અનાજના રક્ષણ માટે જ હોય છે, તેવી રીતે જૈનશાસ્ત્રોએ મૃષાવાદવિરમણ આદિને મહાવ્રતરૂપે રાખ્યા છતાં પણ મુખ્ય ધ્યેય તરીકે છે એ જીવનિકાયની હિંસાની વિરતિરૂપ પ્રથમ પ્રાણાતિપાતવિરમણ નામના મહાવ્રતને અનાજ તરીકે રાખેલું છે અને એ ઉપરથી જૈનશાસન છે જીવનિકાયની દયા પ્રરૂપવાદ્રારાએ જગતના સકળ જીવોના હિતમાં કેટલું તત્પર છે તે જણાવવા સાથે તે શાસનના પ્રરૂપક અને સ્થાપક એવા ભગવાન જિનેશ્વરી એકાંતે કેટલા પરહિતરત છે તે જણાશે. જો કે કેટલાકો સત્ય વિગેરેની અધિકતા ગણી મુખ્યતાએ છ જીવનિકાયની દયાનો પ્રચાર કરનાર જૈનશાસનની મહત્તાને ગૌણ કરવા માગે છે, પણ તેઓએ વિચારવાની જરૂર છે કે સત્યાદિક વ્રતોથી જીવોને અમુક ભાગના એક એક અંશિક ગુણોનું જ માત્ર રક્ષણ છે અને તે સત્યાદિક ન પાળવાથી જીવોના અંશિક કેટલાક ગુણોનો જ માત્ર નાશ છે, ત્યારે છ એ જીવનિકાયની દયારૂપ પ્રથમ મહાવ્રતની ખામી થઈ થતી હિંસાથી જીવોના ઐહિક સર્વ ગુણોનો નાશ થાય છે. વિચાર કરનારને સ્પષ્ટ માલૂમ પડશે કે જે જે જીવ જે જે ભવમાં આવે તે તે જીવ તે તે ભવમાં આહાર કરવાની, શરીર બનાવવાની, તે તે ઈદ્રિયોની રચના કરવાની, શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેને શ્વાસોચ્છવાસપણે ઉપયોગમાં લેવાની તેમજ બોલવાની અને
Page #699
--------------------------------------------------------------------------
________________
પપપ
તા.૮-૧૦-૩૪ -
શ્રી સિદ્ધચક્ર મનન કરવાની જે શક્તિઓ મેળવેલી છે અને જે શક્તિઓના ઉપયોગે જીવ પોતાનું જીવન ચલાવી રહ્યો છે તે સર્વ શક્તિઓનો નાશ તે જીવને મારનાર મનુષ્ય કરે છે. વળી જીવોને સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને જાણવાની તેમજ વિષયોની ઈનિષ્ટ પ્રાપ્તિ અને પરિવારને માટે ભૂત,વર્તમાન અને ભવિષ્યનો વિચાર કરી જે માનસિક શક્તિઓનો દુન્યવી રીતિએ ઉપયોગ થાય છે, તેમજ વળી આમુમ્બિક ભવન એટલે પુનર્જન્મની શ્રદ્ધા કરી તેની સુંદરતા માટે તેની અસુંદરતા કરનાર પાપોનો પરિહાર કરી દાનાદિક પવિત્ર કાર્યોમાં પ્રવૃત્તિના વિચારો કરવા સાથે અવ્યાબાધ, અક્ષય, અનંત અને મહાનંદમય એવા મોક્ષપદને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિ કરવામાં જે વિચારશ્રેણીઓ કરાવી શકે એવી માનસિક શક્તિ જે જીવોમાં છે તે સર્વ શક્તિઓનો નાશ તે જીવને હણનારો મનુષ્ય કરે છે તે સ્પષ્ટ છે, અને આવી અનેક અપ્રાપ્ય, દુર્લભ શક્તિઓનો હિંસાકારાએ નાશ થતો હોવાથી જ તે હિંસા કરનારને ચારે ગતિમાં મહાદુઃખદાયક સ્થિતિ ભોગવવા સાથે તેવી અપ્રાપ્ય શક્તિઓથી બેનસીબપણે ભટકવું પડે છે અને તેવું ભટકવું તેમજ તેવી શક્તિઓના નાશથી ભવપરંપરામાં ચાલે તેવા વેરની જમાવટથી હિંસાની ભયંકરતા સ્વાભાવિક રીતે સમજાય તેમ છે. અહિંસા લક્ષણ માટે અસત્યની પણ છૂટ.
એ પૂર્વોક્ત હકીકતથી પ્રાણાતિપાત વિરમણની ઉત્તમોત્તમતા સાબીત થતાં એ પણ સ્પષ્ટ સમજાશે કે જીવદાયના પાલનને માટે અસત્ય બોલવાની પણ શાસ્ત્રકારોએ જે આજ્ઞા કરી છે તે વ્યાજબી જ છે અને તેથી જ મૃષાવાદવિરમણને જિંદગીના ભોગે પણ પાળનારા મહાપુરુષો શિકારીના હરિણ આદિના દેખવા સંબંધી પ્રશ્નના ઉત્તરમાં મૌન રહેવાથી હરિણાદિકનો બચાવ ન થાય તો પોતે હરિણાદિકના ગમનની દિશા જાણતાં છતાં પણ હું નથી જાણતો' એમ સ્પષ્ટ શબ્દોમાં કહે. જો કે તે મહાપુરુષનું તે કથન સર્વથા અસત્ય જ છે તો પણ તે અસત્યને દ્રવ્યથકી જ અસત્ય ગણી ભાવ થકી તેને અસત્ય ગયું નથી, એટલું જ નહિ પણ તે દ્રવ્યઅસત્યને પ્રમાદરૂપ તરીકે પણ શાસ્ત્રકારોએ જણાવ્યું નથી, પરંતુ જેમ સત્ય બોલવું એ મહાપુરુષોનો આચાર એટલે કલ્પ છે તેમ ઉપર જણાવેલા પ્રસંગે ઉપર જણાવ્યા પ્રમાણે અસત્ય બોલવું તે પણ તેવા મહાપુરુષોનો કલ્પજ છે. જેવી રીતે આ હરિણાદિકના પ્રસંગમાં ફક્ત હરિણાદિની દયાને માટે અસત્ય બોલવું એ કલ્પ છે તેવીજ રીતે છે જીવનિકાયની હિંસાનું કારણ એવા કૃષિ આદિ આરંભમય વ્યાપારીની નિવૃત્તિરૂપ સાધુપણાને પામેલા એવા નવદીક્ષિતને તેને જ સાધુપણાથી શ્રુત કરી સંસારના દાવાનળમાં હોમવા માટે આવેલા તે નવદીક્ષિતના સગાસંબંધીઓને તે નવદીક્ષિતના સંબંધમાં પ્રશ્ન કરતાં તે નવદીક્ષિતની સર્વ હકીકત પણ જાણનારા મહાત્માઓને હું કાંઇપણ નથી જાણતો' એમ નિઃશંકપણે બોલવું પડે તો તે મૃષાવાદ પણ છે જીવનિકાયની દયાની દૃષ્ટિથીજ મહાપુરુષોના આચાર એટલે કલ્પરૂપે ગણાવેલું છે.
આ સર્વ હકીકતનું તત્ત્વ એટલું જ કે છ જવનિકાયની દયાને માટે શાસ્ત્રકારોએ જે બીજા વ્રતોમાં અપવાદ રાખ્યા તે જૈનશાસ્ત્રની છ જીવકાયની દયા માટેની અદ્વિતીય સાધ્યતા સૂચવે છે. આવા જ
Page #700
--------------------------------------------------------------------------
________________
પપ૬
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક કોઈ કારણથી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને જીવાદિ તત્ત્વોના શેય, ધ્યેય અને ઉપાદેયપણાની રૂચિને સમ્યકત્વ તરીકે ગણાવ્યા છતાં ભગવાન સિદ્ધસેનદિવાકરજી જેવા સમર્થ પૂર્વધર મહારાજાઓ પૃથિવીકાયાદિક છ એ જીવનિકાયની જીવ તરીકેની શ્રદ્ધાને સમ્યકત્વ તરીકે ગણાવે છે. આવી રીતે એક જીવતત્ત્વના એક સાંસારિક ભેદના પેટા ભેદરૂપ છ પ્રકારના જીવકાર્યની શ્રદ્ધાને સમ્યકત્વ તરીકે જે સ્થાન અપાયું છે તે જ જૈનશાસ્ત્રકારોની દયાની તત્પરતા બતાવવા લારાએ ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરનું છે જીવનિકાયનું હિતૈષીપણું બતાવવા સાથે પરહિતરતપણું બતાવવાને સમર્થ થાય તેમ છે. આવી રીતે સર્વ તીર્થકરોની અપેક્ષાએ પરહિતરતપણું બતાવ્યા પછી વર્તમાન શાસનના સ્થાપક અને પ્રરૂપક ભગવાન વીર વર્ધમાનસ્વામીના પરહિરતપણાનો વિશેષ વિચાર કરીએ તો તે વધારે અનુકૂળ થશે. ભગવાન મહાવીરના પરહિતરતપણાનો વિચાર કયા ભવથી?
જો કે ભગવાન મહાવીર મહારાજે તીર્થકર નામગોત્રનું નિકાચિતપણું પચીસમા નંદનરાજકુંવરના ભવમાં કરેલું છે, અને ત્યાંથી આરાધનાપૂર્વક કાળ કરી ભગવાન મહાવીર મહારાજપણે આ ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં અવતર્યા છે. (આચાર્ય મહારાજ શ્રીમાનું અભયદેવસૂરિજીએ શ્રીસમવાયાંગ સૂત્રની વ્યાખ્યા કરતાં ભગવાન મહાવીર મહારાજના ભવથી નંદનરાજકુમારનો ભવ ચોથા ભવ તરીકે ગણાવ્યો છે, પણ તે માત્ર સૂત્રને સંગત કરવાને અંગે શ્રી દેવાનંદાની કૂખમાં રહેવાની અવસ્થાને એક જુદા ભવ તરીકે ગણીને ગણાવ્યું છે, પણ તે ઉપરથી શ્રી દેવાનંદાની કૂખમાં રહેવાના વખતને જુદો ભવ ગણી શકાય નહિ, કેમકે તે શ્રી દેવાનંદાની કુખવાળો ભવ જુદો ગણીએ તો તફય ભવો સફિત્તા, એટલે જે ભવમાં તીર્થંકરપણું થવાનું હોય તેના પાછલા ત્રીજા ભવે દરેક જીવ તીર્થકર થવાના હોય તો તીર્થકરપણું નિકાચિત કરે એવો શ્રી આવશ્યક નિર્યુક્તિ વિગેરેમાં જણાવેલો સાર્વત્રિક નિયમ રહી શકે નહિ. વળી દરેક તીર્થંકરનાં પાંચ કલ્યાણકો કે જેમાં નારકીના જીવો પણ અશાતાને નહિ વેદતાં શાતાને વેચે છે તે પાંચ કલ્યાણકો તીર્થકરના એકજ ભવની સાથે સંબદ્ધ છે તેમાં ભગવાન મહાવીર મહારાજનું ચ્યવનકલ્યાણક જે અષાઢ સૂદિ છઠને દિવસે છે તે ભગવાન મહાવીર મહારાજના ભવથી જુદું પડી જાય, એટલે ભગવાન મહાવીર મહારાજના ભવમાં જન્માદિ ચાર જ કલ્યાણક માનવાં પડે, તેમજ ત્રિશલાદેવીની કૂખે આવવાના બનાવને ચ્યવન કહી શકાય નહિ, કેમકે ચ્યવનનો હિસાબ સમયની સાથે છે ત્યારે આ હરિપ્લેગમિણે કરેલું ગર્ભસંક્રમણ અસંખ્યાત સમયનું છે. વળી ચ્યવનકલ્યાણક દેવતા કે નારકીની ગતિમાંથી આવવાને અંગે જ હોય છે, અર્થાત્ તીર્થકર મહારાજનો જીવ તીર્થંકરપણાના ભવમાં મનુષ્ય કે તિર્યંચગતિમાંથી આવે જ નહિ, અને અહીં તો દેવાનંદાની કૂખમાં મનુષ્યપણે રહેલા હતા ત્યાંથી ત્રિશલાદેવીની કૂખમાં આવવાથી મનુષ્યગતિમાંથી તીર્થકરનું આવવું માનવું પડે. ભગવાન મહાવીર મહારાજ જયારે દેવાનંદાની કૂખમાં આવ્યા ત્યારે જે ચૌદ સ્વપ્નો દેવાનંદાને આવેલાં છે તે જો તીર્થકરનું ચ્યવનકલ્યાણક ત્યાં ન માનવામાં આવે તો ઘટે નહિ. વળી ઈદ્રમહારાજે પણ ભગવાન મહાવીર મહારાજ દેવાનંદની કૂખમાં આવ્યા ત્યારે જ શક્રસ્તવ કહી
Page #701
--------------------------------------------------------------------------
________________
૫૫o .
તા.૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર વંદન કર્યું છે એમ ભગવાન ભદ્રબાહુસ્વામી શ્રીકલ્પસૂત્રમાં સ્પષ્ટપણે જણાવે છે, અને ભગવાનનું ત્રિશલાદેવીની કૂખે સંહરણ કરાવ્યું ત્યારે શસ્તવ કહ્યાની હકીકત કોઇપણ જગા ઉપર શ્રીકલ્પસૂત્ર વિગેરેમાં છે નહિ. આ સર્વ હકીકત ઉપરથી, અને ખુદ્ આચાર્ય ભગવાન અભયદેવસૂરિજીના સમવાયાંગ સૂત્રની વ્યાખ્યામાં કરેલા ઇસારાથી પણ સ્પષ્ટ સમજાય તેમ છે કે તે દેવાનંદાની કૂક્ષિના ભવનું જુદાપણું માત્ર સૂત્રની સંગતિને અંગે જ છે. ખરી રીતે તો નંદનરાજકુમારનો ભવ ભગવાન મહાવીર મહારાજના સત્તાવીસમા ભવની અપેક્ષાએ પચીસમો જ છે. એમ ન માનીએ તો નયસારના ભવથી ભગવાન મહાવીર મહારાજનો સ્થૂળ ભવ અઠ્ઠાવીસમો ગણવો પડે અને તેવી રીતે અઠ્ઠાવીસ ભવ તો કોઈપણ શાસ્ત્રકારે કહેલા નથી. શ્રી ત્રિશલાદેવીને ચૌદ સ્વપ્નોનું જે દર્શન થયેલું છે તે ચ્યવનકલ્યાણકને અંગે નહિ, પણ શ્રીપર્યુષણાકલ્પ આદિના નં યff કુદમ ગુણિ મહાયો રિહા એ વાક્યથી માત્ર કૃષિમાં યશવંત એવા ભગવાન અરિહંતના આગમનની જ સાથે સંબંધ ધરાવનારું છે.) એટલે જો કે ભગવાન મહાવીર મહારાજે તીર્થંકરપણાના કર્મની નિકાચિત દશા પાછલા ત્રીજા નંદનના ભવમાં કરી છે, છતાં તે તીર્થકર નામકર્મની અનિકાચિત અવસ્થા હોય અને તે તીર્થંકરનામ કર્મ બંધાયેલું હોય તો તે અંતઃ કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળું હોય છે. અંતઃ કોટાકોટિ સાગરોપમથી વધારે સ્થિતિ જિનનામકર્મની ન હોવાથી ભગવાન મહાવીર મહારાજને નયસારના ભવથી મરીચિના ભાવમાં પણ ભગવાન મહાવીર મહારાજના ભાવમાં વેચવાના તીર્થકર નામકર્મનો બંધ ન હોય તે સ્વાભાવિક છે, કેમકે ખુદું મરીચિના ભવથી પણ મહાવીર મહારાજનો સમય કોડાકોડિ સાગરોપમ છે. (આ ઉપરથી સ્પષ્ટ થશે કે ચક્રવર્તી ભરત મહારાજે મરીચિને ભવિષ્યમાં ચરમ તીર્થંકર મહાવીર મહારાજ થવાના જાણીને “તારા આ જન્મને નથી વાંદતો, તારા પરિવ્રાજકપણાને નથી વાંદતો” આમ કહી પોતાના વહાલા પુત્રની પણ નિર્ગુણ અવસ્થા અને તેને લીધે તેની અવંદનીયતા સ્પષ્ટપણે જણાવી, માત્ર ભવિષ્યના તીર્થંકર પણાને અંગે જ વંદન કર્યું છે તે વખત પણ ભગવાન મહાવીર મહારાજના જીવ મરીચિને આ તીર્થકર નામકર્મનો બંધ પણ ન હતો. જો કે ચક્રવર્તી ભરત મહારાજને તો તીર્થકર મહારાજ પ્રતિઅપૂર્વ પ્રેમ હતો અને તેથી તેમણે તે વર્તમાન દશાને તિરસ્કારીને પણ ભવિષ્યની તીર્થંકરપણાની અવસ્થાને અંગે વંદન કર્યું) અર્થાત્ તીર્થકર નામકર્મ ભગવાન મહાવીર મહારાજે મરીચિના ભવ પછી કોઈપણ ભવમાં બાંધ્યું હોય તો પણ ભગવાન હરિભદ્રસૂરિજીના લલિતવિસ્તરાના કથન પ્રમાણે તીર્થકર મહારાજના જીવોમાં વિશિષ્ટ પ્રકારનું તથા ભવ્યત્વ સમ્યકત્વની પ્રથમ પ્રાપ્તિ પહેલાં પણ હોય છે એ વિશિષ્ટ તથા ભવ્યત્વને અનુસારે નયસારના ભવમાં પ્રથમ સમ્યકત્વ પ્રાપ્ત થવા પહેલાં પણ વિશિષ્ટ તથા ભવ્યત્વ હોય અને તેથી તેમનામાં પરહિતરતપણું હોય એમાં કંઈ નવાઈ નથી, માટે ભગવાન મહાવીર મહારાજના પરહિતરતપણાનો વિચાર નયસારના ભવથી કરીએ તો તે યોગ્ય જ ગણાશે.
Page #702
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર
પપ૮
ગામૌધારકનીયામોહક
મધદેશના
આગમોઘાર,
(દેશનાકાર)
ત
It: Rate
દિdue
અ૮૮૪૮ક.
धर्मोमंगलमुक्तृष्टं, धर्म:स्वर्गापवर्गदः । धर्मः संसारकान्तारोल्लंघने मार्गदेशकः ॥१॥ પદાર્થ માત્રની ઇચ્છા પદાર્થ માટે નથી, સુખ માટે છે.
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોને ધર્મોપદેશ કરતાં, આ જીવ અનાદિકાળથી શાને લીધે રખડયો એ જણાવી ગયા. એકજ ઇચ્છાએ. એ જ કારણે રખડયો. ઇચ્છાની અપેક્ષાએ જગતમાં વાસ્તવિક ઈચ્છા એકજ છે. હવે લોકમાત્ર (તમામ) ભિન્ન ભિન્ન રૂચિવાળું છે તો પછી જગત એકજ ઈચ્છા કરે છે એમ કેમ કહેવાય ? સાધ્યની અપેક્ષાએ કોઈ ભિન્ન ઇચ્છાવાળો નથી, ભિન્નભિન્ન ઇચ્છા સાધનની અપેક્ષાએ છે. સુખની સિદ્ધિ જે પદાર્થથી માની છે તે તરફ હરકોઈ પ્રવૃત્તિ કરે છે. ધન પણ જ્યારે દુઃખરૂપ લાગે છે ત્યારે છોડી દેવામાં આવે છે. જંગલમાં જતાં ચોરલૂટારાની ટોળી મળી હોય તો “લઈ જા ભાઈ ! કહી એની આગળ પોતાની જાતે ધનદાગીના વિગેરે ધરી દઈએ છીએ. અહીં ધન કાંઈ અળખામણું નથી લાગ્યું પણ તે વખતે દુઃખકારક દેખાયું માટે મૂકી દીધું. દુઃખનું કારણ દેખાય તે વખતે કોઈ ધન આપવા (વળગાડવા) આવે તો પણ લેતા (અડકતા પણ) નથી. ચોરીનો દાગીનો લઈ કોઈ ઘરમાં આવે તો રાખશો ? ચોરીનો માલ સંઘરશો ? નહિ જ. ત્યારે શું થયું ? ધનની ઇચ્છા ધન તરીકે નથી પણ સુખના સાધન તરીકે છે એટલે કે વાસ્તવિક ઇચ્છા સુખની કહેવાય. કુટુંબ ઇચ્છિએ છીએ તે પણ કેવળ સુખ માટે. જે વખતે એ દુઃખદ માલુમ પડે કે તરત મમતા ઉતરી જઈ અળખામણું લાગે. માતા ઉપરનો પ્રેમ માતા તરીકેનો નહોતો પણ એ સુખ આપનારી છે માટે જ (એટલા તરીકે જ) એ પ્રેમ હતો. તડકાની ઇચ્છા પણ તડકા તરીકે નથી, સુખના સાધન તરીકે છે. જગતના તમામ પદાર્થોની ઇચ્છા સુખ માટે કરવામાં આવે છે. સોનાના, હીરામોતીના દાગીનાની સ્વતંત્ર કિંમત નથી પણ એ પદાર્થો ટકીને ભવિષ્યમાં
Page #703
--------------------------------------------------------------------------
________________
પપ૯
તા.૮-૧૦-૩૪
• શ્રી સિદ્ધચક્ર સુખ દે એ બુદ્ધિએ એની કિંમત છે. એ જ દાગીના ઉપર કે મોતીના ઢગલા ઉપર નાનાં બચ્ચાંને બેસાડો તો ઝાડો, પેશાબ ત્યાં જ કરશે. એ ભવિષ્યમાં સુખનું સાધન છે એ સમજણ એને નથી. નાનું બાળક જેમ મોટું થાય તેમ સુખદુઃખનાં સાધનોને દુનિયાની શિખવણીથી જાણે છે. આવી ચીજો (દાગીના વિગેરે) ભવિષ્યમાં કાલાંતરે કામ લાગે છે, સુખ આપે છે માટે એને ઇચ્છે છે, માટે એની કિંમત છે. આથી માલુમ પડે છે કે બીજા તમામ પદાર્થોની ઇચ્છા સુખ માટે જ છે, એકેની ઇચ્છા સ્વતંત્ર નથી. સ્વતંત્ર ઈચ્છા (પોતાના સ્વરૂપે ઈચ્છા) માત્ર સુખની છે. બધા પદાર્થોની ઇચ્છા સુખના સાધન તરીકે છે જ્યારે સુખ કોઇના કારણ તરીકે ઇચ્છતું નથી. જગતની તાત્વિક ઈચ્છા એકજઃ સુખ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ એટલે પુરુષાર્થોનું વર્ગીકરણ. પુરુષાર્થ એટલે શું?
સુખની ઇચ્છા છતાં આ જીવ કરે છે શું? પોતાને જે સુખનું કારણ લાગે તેમાં તે ઉદ્યમ (પ્રવૃત્તિ) કરે છે. એ પ્રવૃત્તિને જગત પુરુષાર્થ કહે છે. પુરુષાર્થનો અર્થ પુરુષનોજ ઉદ્યમ એમ નથી. ઉદ્યમ પુરુષમાત્રનો નથી, તિર્યંચ પણ ઉદ્યમ કરે છે. જેના માટે પ્રયત્ન કરી જીવ તે વસ્તુ મેળવે તેનું નામ જ પુરુષાર્થ, પછી એ જીવ ભલે ગમે તે જાતિનો કે ગમે તે ગતિમાંનો હોય. એને વર્ગ કહીએ છીએ. પુરુષાર્થના ચાર વર્ગ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વર્ગ એટલે વિભાગ. વર્ગીકરણ કરીએ તો આ ચાર વર્ગો છે. આ ધર્મ, આ અર્થ, આ કામ, આ મોક્ષ એ તો વર્ગીકરણનું ફળ છે. જગતમાં આ ચાર સિવાય પાંચમી ઇચ્છા કોઈની નથી. નારકી, મનુષ્ય, દેવતા તથા તિર્યંચો બધાની ઈચ્છા ભેળી કરી તેનું વર્ગીકરણ કરીએ તો આ ચાર વર્ગમાં જ સમાય, એના આ ચાર જ વિભાગ પડે. સામાયિક, પ્રતિક્રમણ, પોષહ, પૂજા વિગેરે કરવાં તે ધર્મ. એનાથી લોકોત્તર કલ્યાણ થાય. લોકોત્તર કલ્યાણના સાધન તરીકે જે જે ઉદ્યમ કરવામાં આવે એ બધો ધર્મપુરુષાર્થ. આત્મીય સુખના સાધનની પ્રવૃત્તિ તે ધર્મ. બાહ્ય સુખના સાધનની પ્રવૃત્તિ તે અર્થ. હીરામોતી, બાગબગીચા વિગેરે પદાર્થો પૌગલિક સુખ દેનાર છે. એકેંદ્રિયાદિ જીવો અને જનાવરો જ્યાં ખાવાનું મળે ત્યાં દોડે, જ્યાં સુખ દેખાય ત્યાં દોડે, બાગબગીચા, મહેલાતો, મોટર વિગેરે મેળવવા માટેની પ્રવૃત્તિ તે અર્થપુરુષાર્થ. પૌદ્દ્ગલિક સુખ દેનાર સાધનો મેળવવાં તેનું નામ અર્થપુરુષાર્થ કે અર્થવર્ગ જ્યારે તેના સુખનો ભોગવટો તે કામપુરુષાર્થ અગર કામવર્ગ. એવી જ રીતે આત્માનું સ્વતંત્ર સ્વાભાવિક સુખ અનુભવાય તે મોક્ષવર્ગ, પછી ચાહે તે લિંગે સિદ્ધ થયા હોય પણ આત્માનું સ્વાભાવિક અનુપમ સુખ ભોગવવું તેનું નામ મોક્ષ. મોલમાં સુખ કયું? મોતીની પરીક્ષા લુહારથી થાય? મોક્ષ સુખની પરીક્ષા કોણ કરે? કેટલાક કહે છે કે જ્યાં નથી
Page #704
--------------------------------------------------------------------------
________________
પછે.
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક ખાવાનુંપીવાનું નથી હરવા ફરવાનું એવા મોક્ષમાં સુખ શું? કોઈ કણબીને ત્યાં એક ઝવેરી ફરતો ફરતો જઈ ચઢયો, ઝવેરીએ ત્યાં એક પાણીદાર મોતી કાઢયું અને એને જોઇને મલકાવા લાગ્યો. આ જોઈને કણબી નવાઈ પામી કહે છે-“ખડીનો કાંકરો જોઇને આટલું મલકાવું!” ઝવેરી બોલ્યો-અરે આ મોતી છે મોતી ! એની ખરી કિંમત એનામાં રહેલા પાણી ઉપર છે. આ મોતી પુરું પાણીદાર છે, એમાં પાણીનો દરિયો છે. પેલા કણબીને ગળે આ વાત ઉતરે? એ વિચાર છે કે હાથમાં આટલો નાનો દાણો એમાં પાણીનો દરિયો? ખાત્રી કરવા પોતાના લુગડાનો છેડો મોતીને અડકાડે છે પણ લુગડું ભીનું થતું નથી એટલે કણબી કહે છે કે આ મને ઠગે છે ! પાણી હોય તો લુગડું ભીનું ન થાય? મોતીની પરીક્ષા કણબી લુગડું લીલું (ભીનું) થવા પર કહે છે, જ્યારે ઝવેરી અંદરના પાણી (તે જ) દ્વારા પરીક્ષા કરે છે, પરીક્ષા જ જ્યાં જૂદે રસ્તે છે ત્યાં શું થાય? ઝવેરીને ચૂપ થવું પડે. એ જ રીતે મોક્ષના સુખની પરીક્ષા કરવા બેઠા છીએ પણ તે પરીક્ષા શા દ્વારાએ કરીએ છીએ? પાંચ ઇદ્રિયો દ્વારાએ, સ્પર્શ, રસ, વર્ણ, ગંધ, શબ્દ દ્વારાએ, જડ પદાર્થો દ્વારાએ સિદ્ધિ (મોક્ષ)ના સુખની પરીક્ષા કરવા બેઠા છીએ, આપણી દશા કઈ ? ઈદ્રિયોના વિષયો હોય તો સુખ માનવા તૈયાર છીએ પણ જ્યાં એ ન હોય ત્યાં સુખ માનવા તૈયાર નથી. આ પરીક્ષા સાચી છે ? નહિ. પેલા મોતીના દૃષ્ટાંતમાં પાણી' શબ્દનો વ્યવહાર જેમ પાણીમાં તેમજ મોતીના તેજમાં (પાણીમાં) સ્વરૂપમાં રહેલો છે એ જ રીતિએ અહીં “સુખ' શબ્દનો વ્યવહાર પૌદ્ગલિક સુખમાં તેમજ આત્મીય સુખમાં બેય ઠેકાણે કર્યો. પૌદ્ગલિક સુખ આખા જગતના ઉપભોગમાં આવેલું તેથી એ જ સુખ નજરે તરે કેમકે દૃષ્ટિમાં આવેલું એ જ્યારે સિદ્ધપણાનું સુખ કેવળજ્ઞાની સિવાય કોઇએ વ્યવહારમાં લીધું નથી તેથી કોઇએ તે સુખ લક્ષમાં લીધું નથી. જેમ પાણી વ્યવહારમાં ઉપયોગી પણ મોતીની પરીક્ષાને અંગે કિંમતી નથી (કેમકે જેને લુગડું અડાડવાથી તે ભીનું થાય તેવા પાણીવાળા મોતીની કિંમત ત્યાં નથી) તેવી રીતે દુનિયાએ વ્યવહારથી માનેલું પગલિક સુખ એ સુખ નથી. વાસ્તવિક સુખ નથી. ખસને ખણવામાં રહેલું સુખ એ સુખ કહેવાય ?
તડકો એ ટાઢના દુઃખનું નિવારણ છે, છાયા એ તાપ (ગરમી)ના દુઃખનું નિવારણ છે. તડકો અને છાયામાં તે તે વખતે સુખ માનીએ છીએ તે તત્ત્વથી સુખ નથી પણ દુઃખનું નિવારણ છે. ખાવામાં સુખ માનીએ છીએ તો પછી ખાવા બેઠા પછી ધરાઈ ગયા પછી બસ” કહી દઇએ છીએ તેનું કારણ શું? જો સુખ હોય તો આડો હાથ ધરવાનો હોય નહિ. જ્યારે એ દુઃખરૂપ લાગે ત્યારે જ આડો હાથ ધરાય. એ જ મુજબ પાણી માટે પણ સમજવું.
Page #705
--------------------------------------------------------------------------
________________
પ૧
શ્રી સિદ્ધચક
તા.૮-૧૦-૩૪ જેને ખસ થઈ હોય તે ખણે ત્યારે એમાં સુખ માને છે, જેને ખસ નથી થઈ તેને એ સુખ, એ રમુજ નથી તો એ (નીરોગી) સુખી નથી એમ? પેલો રોગી છતાં ખણવામાં રમુજ માને છે. એ રીતે આપણે પૌગલિક સુખની બેડીમાં જોડાયેલા, ઈદ્રિયોના સુખમાં આનંદ માની બેઠેલા છીએ. જેને ખસ થઈ નથી તેને ખણવાની આવી મોજ નથી એવું જેમ ખસવાળો માને, એવું જ માનવું, આપણા જેવું સુખ સિદ્ધ સુખમાં (મોક્ષમાં) નથી એમ માનવામાં આવે છે. ખસ એ શરીરનો વિકાર છે, તેનાથી આવેલી ચેલને દૂર કરવા ખણવામાં જેમ પેલાએ મોજ માની, સુખ માન્યું તેવી રીતે આપણને થતા દુઃખો દૂર કરવામાં આપણે સુખ માનીએ છીએ. બેશક ! એવું સુખ મોક્ષમાં નથી. નિરોગીનું સુખ સ્વાભાવિક છે, પેલા રોગીને (ખસવાળાને) સુખ માત્ર ખણવામાં છે, બાકી દુઃખ ચોતરફ છે. એણે ચેળ દૂર કરવા ખયું તેટલી વખત સુખ, તેવી રીતે આપણે પણ દુઃખનો નાશ કર્યો તેટલી વખત સુખ પણ તેનાં કારણ કાર્યોમાં દુઃખ છે. સિદ્ધ મહારાજાને આમાંનું કાંઈ નથી. એમને સાંસારિક ઈચ્છાઓ નથી, ગયાનો શોક નથી, આવ્યાનો હર્ષ નથી, આમાંનું કશું તેમને નથી એમનું સુખ સ્વાભાવિક છે. આપણે અહીં ઈદ્રિયોના આધારે-ઈદ્રિયોના સુખને આધારે સુખ માન્યું છે. નાટક એ દુનિયાનું દર્પણ કે બદીની નિશાળ?
પરસેવો ઉતારીને પેદા કરેલા પૈસા ખરચી ટિકિટ લઈ, નિદ્રાના ભોગે (ઉજાગરો કરીને) પણ નાટક જોનારો (નાટક જોવા જનારો) નાટક જુએ છે ને ! નાટક એ બનાવટી છે. ખરી ચીજને કોઈ નાટક કહે નહિ. એ શબ્દ જ સૂચવે છે કે એ બનાવટી છે. જોનાર પણ એ જાણે છે ને ! બદીની નિશાળ નાટક છે. કેટલાક કહે છે કે “નાટક એ જગતનો અરીસો છે, દુનિયાનું દર્પણ છે, કેમકે જગતમાં જે થઈ રહ્યું છે તે બધું એ બતાવી રહ્યું છે. અરીસામાં જોઈએ તો મોઢા પર ડાઘ હોય તો દેખાય, મોઢું ચોખ્ખું હોય તો ચોખ્ખું દેખાય; અરીસો કાંઈ ડાઘ, ચોખ્ખાપણું કરતો નથી; તેવી રીતે નાટકનું કામ નથી બદી ઉભી કરવાનું કે નથી નેકી ઉભી કરવાનું તો પછી એને બદીની નિશાળ કેમ કહેવાય?” આ વાત બરાબર વિચારો. સામાન્ય દૃષ્ટિએ જોતાં એ બદીની નિશાળ નથી એમ જણાશે પણ જરા ઉંડાણથી વિચારતાં એ વાત બરાબર સમજાશે કે એ બદીની નિશાળ છે. નાટક કરનારા કમાવા માટે નાટક કરે છે. પોતાને (પોતામાં મોં) જોનાર રાજી થશે કે નારાજ એની દરકાર અરીસો કરતો નથી પણ નાટક જોનાર રાજી થશે કે નારાજ એની દરકાર નાટકવાળા કરે છે તેથી અરીસાના દષ્ટાંતને અહીં મુદ્દલ સંબંધ નથી. દુનિયામાં ઘણા જીવો વિષયકષાય, આરંભસમારંભમાં આસક્ત છે. બદીમાં કુદવાવાળા જીવો ઘણા, જ્યારે નેકીમાં ટકવાવાળા
Page #706
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક
પર -
જુજ. લોકોને રાજી કરવા માટે પ્રયત્ન કરનારો કયો પ્રયત્ન કરે ? નેકીનાં દશ્યોને તો માત્ર દેખાડવા રૂપ, છાંટા માત્ર લાવે છે. એકલા ધોળા (સફેદ) વસ્ત્રની શોભામાં અને તેમાં લાલ લીટી દોરી હોય તે શોભામાં ફરક છે. નાટકવાળો નેકીનાં દશ્યો લાવે છે તે પણ બદીની શોભા પુરતાં છે. બદીની શોભા માટે એ નકી છે. ધોતીયામાં કીનાર (કીનારની જગ્યા) કેટલી? જ્યાં નેકી એ પણ બદીની શોભા માટે ત્યાં શ્રોતાને તથા દષ્ટાને અસર કઈ થાય? નાટકશાળાની આજુબાજુ ચા, પાન, બીડી, સીગારેટ, ચેવડા, ભજીયાવાળાની, કંદોઈની, સોડાલેમન, ફુલફીવાળાની દુકાનો થઈ પણ દહેરાં, ઉપાશ્રય, પૌષધશાળા, પુસ્તકાલય, દાનશાળા, અનાથાશ્રમ, પાંજરાપોળો મઠ વિગેરે કેટલાં થયાં? જો બેયનો નમુનો કહો તો નેકીના નમુનાનું સાધન તો બતાવો ? બદીના સાધનની દુકાનો તો પુષ્કલ (ત્યાં) હોય છે.
જ્યારે એની આસપાસ ધર્મનું મકાન થતું નથી, કોઈ ધર્મ કાર્ય બનતું નથી તો કહેવું પડશે કે નાટકમાં દેખાડાતી નેકી પણ માત્ર બદીની શોભા તરીકે છે. નાટકમાં જેમ જેમ રાત મોડી થશે તેમ તેમ જોનારને ટેસ્ટ (રમુજ) વધારે પડશે. નાટક જોનારને ઉજાગરાના કારણે બીજે દિવસે એનો ધંધો પણ બગડે છે છતાં ઉજાગરો વેઠી, ધંધાને ધકેલીને પણ નાટક જોનારો એમાં કેટલું સુખ, કેટલી રમુજ, કેટલી મોજ માને છે ? સિદ્ધનું (મોક્ષના જીવોનું) સુખ, આનંદ અનંત, અપાર, નિસીમ છે, વચનાતીત છે.
આવું જુઠું નાટક જોવામાં જો આવો રસ આવે તો જગતભરના સાચેસાચા બનાવોને જોઈ રહ્યા હોય એમને (સિદ્ધોને) કેટલું સુખ! ત્રણે કાલના સર્વ દેવતાના સાચા નાટક (દેવતાની રમુજ જેમાં રહેલી હોય તે) દરેક સમયે તેમના જોવામાં આવે છે. બધા દેવતાના બધા નાટકો સમયે સમયે જોવામાં આવે તેને કેટલું સુખ હોય ! ઈદ્રિયની અપેક્ષાએ કહીએ છીએ. સો અગર સેંકડો માઈલ દૂર દેખી શકાય એવા ચશ્મા પહેરીએ તે વખતે આનંદંમાં આવી જઈએ છીએ, શાથી? નવું કાંઈ દેખ્યું નથી, માત્ર પોતાની દૃષ્ટિમર્યાદા વધી એથીને ! જ્યારે હજાર પંદરસેં માઇલમાં આટલું સુખ લાગે તો જેઓને લોકાલોક સમયે સમયે દેખાય છે તેના સુખની સીમા શી? એ સુખ નિઃસીમ છે. અસંખ્યાત કોડાકોડ જોજનનો એક રાજલોક, એવા અસંખ્યાતા લોકો અવધિજ્ઞાની દેખી શકે જ્યારે કેવળજ્ઞાની સર્વ લોકાલોક દેખી શકે. ન જાણેલી એક ચીજ જાણવામાં આવે ત્યારે કેટલો આનંદ થાય ? તો પછી સર્વ લોકાલોક જણાય અને દેખાય તેને ત્યારે કેટલો આનંદ થાય ! એ બધું તપાસો તો સિદ્ધનું સુખ અનંત છે એ વાત બરાબર હૃદયમાં ઠસશે. અહીં જરાક રોગ મટે તેમાં સુખ ગણાય તો જેઓને રોગો છે નહિ, કોઈ કાલે પણ રોગો થવાના જ નથી, આવું નક્કી થાય તેઓના સુખનો કાંઈ પાર ? જન્મ, જરા, મરણ, અનિષ્ટ સંયોગ, ઇષ્ટ વિયોગ આ બધાં દુઃખ જે આ જગતમાં ચાલુ છે એ તમામ તેમને કોઈ દિવસ થવાનાં નથી; વિચારો કે મોક્ષના જીવોના
Page #707
--------------------------------------------------------------------------
________________
તા.૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર સુખોની અવધિ છે. એ સુખ નિરવધિ છે, અપાર છે, વચનાતીત છે. સુખોની આ બધી દશા બાહ્ય સ્થિતિએ વિચારી. જેમ જ્ઞાનદર્શન એ આત્માનો સ્વભાવ છે તેમ સુખ પણ આત્માનો સ્વભાવ માન્યો છે. પુદ્ગલના બંધ નથી, છુટી જાય, વિકાર રહિત થાય એ સુખ અનંત છે. જ્ઞાનદર્શન વિગેરે સ્વ-સ્વભાવથી અનંત સુખના ભોકત્તા મોક્ષના જીવો છે. મોક્ષમાં આ સુખ. જેટલું કહેવાયું તે બધું શું આદરવા માટે ? તો તો જુલમ થાય!
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ છે. આ ચાર વિના પાંચમો કોઈ વર્ગજ નથી. જેમ દુનિયાના જીવોના સાચા, જુઠા, ધર્મ, અધર્મી એમ વિભાગ પાડવામાં આવ્યા પણ એથી જુઠ્ઠાયે થવું, અધર્મી પણ થવું એવી પણ શાસ્ત્રકારની આજ્ઞા છે એમ નથી; એ તો માત્ર દુનિયાની સ્થિતિ જણાવવા કહેલ છે, એ બધા વિભાગો વર્તવા માટે કહેલ છે એમ નથી એ જ રીતે તમામ જીવોની ઈચ્છાનું વર્ગીકરણ આ ચાર વર્ગ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) છે તે જણાવ્યું પણ તે ઉપરથી એ ચારે આદરવા માટે જણાવેલા નથી, માત્ર જાણવા માટે જણાવેલા છે. દેવતા, મનુષ્ય, તિર્યંચ, તથા નારકી એ પ્રકારે ગતિ ચાર છે તો ગતિ ચાર જણાવી તે ઉપરથી નારકીની ગતિ પણ લેવી જોઈએ એમ સમજવાનું નથી. ચારે વર્ગનું સાધ્ય સુખ છે. બાહ્ય સાધનથી થતું સુખ તે કાવ, અંતર સાધનથી ભોગવાતું સુખ તે મોક્ષ. સુખ પ્રત્યે પ્રીતિ, દુઃખ પ્રત્યે અપ્રીતિ સહેજે છે. શાસ્ત્રકારો જુએ છે કે દુનિયા ઉંધું મારશે માટે સ્પષ્ટતયાજ કહે છે. પોતાના આત્માને સર્વ જીવોની માફક દેખે આ વાકય ઘણી જગા પર ઉંધું મારશે એમ હેમચંદ્ર મહારાજાએ દેવું માટે એનો પુરતો ખુલાસો કર્યો gિવત્ પરવાપુ એ વાક્યમાં પંડિતનો ઉદ્દેશ શો હતો ? માતા તરફ કામદષ્ટિ હોય નહિ તે રીતે પરદારાને પણ માતા ગણી તે મુજબ વર્તવું એમ કહેવાનો આશય હતો, અર્થાત્ વિકારદૃષ્ટિ રોકવા માટે આ વાક્ય હતું પણ કોઈ જુવાન સ્ત્રીને દેખીને તેના ખોળામાં પંડિતનો છોકરો સુઈ ગયો. પંડિતે ઠપકો આપ્યો તેણે કહ્યું કે- તમેજ શીખવ્યું છે કે માતૃવત્ પરંવાપુ માટે હું પણ જેમ માતાના ખોળામાં રમાય તેમ અહી રમું છું.” આ વાક્ય પંડિતના છોકરા માટે અનર્થ કરનારું નીવડયું. એ જ રીતે બધા જીવને પોતા જેવા લેખવા એ વાક્ય પણ, પોતે ધરાઇને બેસવાથી બીજાને ધરાયેલા માને, પોતે નિરોગી હોવાથી બધાને નિરોગી માને, પોતે સુખી માટે બધાને સુખી માને તો જુલમ કરનાર જ નીવડે ને !
"आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये"
શ્રી હેમચંદ્ર મહારાજને આટલા માટે આ બીજો પાદ પુરો કરવો પડ્યો. કહેવાનું મતલબ કે તમારા જીવો ઉદ્યમ એકજ મુદ્દાથી કરે છે કે સુખ મળે. પ્રવૃત્તિ તે માટે છતાં તે મળતું નથી તેનું કારણ શું? એટલા જ માટે રખડી રહ્યો છે, એ રખડપટ્ટી કયારે અટકે એ વિચારો! વાસ્તવિક સુખ માટે પ્રવૃત્તિ વાસ્તવિક જોઇએ વિગેરે હવે પછી કહેવામાં આવશે.
Page #708
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર
૫૬૪
પ્રશ્નફાર:ચતુર્વિધ સંઘ.
#માધાનકાસ્ટ: શ્ચકલારત્ર પાટૅગત આગમોધ્ધારક
શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
BAZI
HOC
પ્રશ્ન ૭૧૭- રાત્રે આહારપાણીમાં કઇ કઇ ઈદ્રિયોના જીવો ઉત્પન્ન થાય છે કે જેથી તે અભક્ષ્ય ગણાય છે ?
સમાધાન- સૂત્રકાર અને પંચાગીકાર વિગેરેના વ્ય પંત પ્રમાણે આહારપાણીમાં રાત્રે જીવોત્પત્તિ થાય છે એમ જણાતું નથી. જો કે રાત્રે આહારપાણીમાં કુંથુવા, કીડી વિગેરેનું ચઢવું કે પડવું થયું હોય તો પણ તે ન જણાય (દેખાય) એ સ્વાભાવિક છે અને તેથી જીવદયાને તત્ત્વ તરીકે ગણનારો મનુષ્ય રાત્રિને વખતે તે સુક્ષ્મ જીવોની દયા પાળવી અશકય હોવાથી ભોજન કે પાન કરી શકે જ નહિ. યાદ રાખવાની જરૂર છે કે જૈનશાસ્ત્રકારો ખુદુ જીનના પ્રાણોના નાશને હિંસા તરીકે કે તેના અનાશને દયા તરીકે ગણતા નથી, કેમકે જો તેમ ગણે તો સંયોગિ અને અપયોગિકેવલિપણામાં પણ દ્રવ્ય થકી હિંસાનો પ્રસંગ હોઇ પાપકર્મનો બંધ માનવો પડે અને નદી, સમુદ્ર વગેરે જેવા કેવળ અપકાયના જીવોથી ભરેલા સ્થાનોમાં સિદ્ધિ પામવાનો વખત રહેજ નહિ, અને પંચમહાવ્રતધારી સાધુમહાત્માઓ કરતાં પણ હિંસાને સર્વથા ટાળનારા સૂક્ષ્મ એકેદ્રિયો અત્યંત દયાવાળા બની આત્મકલ્યાણ સાધનારા થાય, કેમકે તે સૂક્ષ્મ એકેંદ્રિયો કોઇપણ સ્વજાતીય કે અન્ય જાતીય જીવોની હિંસા કરતા નથી એટલું જ નહિ પણ પોતાની હિંસાની અપેક્ષાએ થતા કર્મોનું પણ પોતે કારણ બનતા નથી, કેમકે તે જીવોનાં શરીરો એટલાં બધાં બારીક છે કે તેનો નાશ નથી પરસ્પર થતો, નથી બીજાથી થતો, નથી બીજાઓનો તેઓ નાશ કરી શકતા, પણ ઉપર જણાવ્યા પ્રમાણે હિંસાનું સ્વરૂપ પ્રાણનો ઘાત કરવો એ નથી, તેમ દયાનું સ્વરૂપ પ્રાણનો ઘાત ન કરવો તે પણ નથી, પરંતુ જૈનશાસ્ત્રકારના મુદ્દા પ્રમાણે જીવોના પ્રાણોને બચાવવાની બુદ્ધિપૂર્વક બચાવવાને માટે કરાતા પ્રયત્નોને જ દયા કહેવામાં આવે છે, અને તેવા બચાવવાના પ્રયત્નો ન કરવામાં આવે તો જે પ્રવૃત્તિથી અન્ય પણ જીવની હિંસા ન થાય તો પણ તે પ્રવૃત્તિમાં શાસ્ત્રકારો હિંસા માને છે, અને એટલા જ માટે આચાર્ય મહારાજ શäભવસૂરિજી જણાવે છે કે-નયે વેરે નાં વિટ્ટ નયા નાં સંયે, નયે મુન્નતો મસંતો પર્વ મું ન વંધર્ડ અર્થાત્ કોઈ જીવની વિરાધના ન થાય તેવી બુદ્ધિપૂર્વક ચાલતો, ઉભો રહેતો, બેસતો સૂતો ખાતો કે બોલતો માણસ પાપકર્મ બાંધતો નથી. આ ગાથાના ભાવાર્થને વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ચાલવા વિગેરેની ક્રિયામાં હિંસાનું સર્વથા છૂટવું અશક્ય છતાં પણ તે ચાલવા
Page #709
--------------------------------------------------------------------------
________________
૫૫
શ્રી સિદ્ધચક્ર
તા.૮-૧૦-૩૪ વિગેરેની ક્રિયામાં શાસ્ત્રકારે પાપકર્મના બંધની પણ મનાઈ કરી તે કેવળ જીવોની રક્ષા કરવાની બુદ્ધિરૂપ જયણાને જ આભારી છે, અને તેથી જ શાસ્ત્રકારે ઉપર્યુક્ત ગાથામાં જય પદને વિશેષણ તરીકે રાખી વારંવાર કહ્યું છે અને દરેક ક્રિયાને જોડયું છે, એટલે ચલણ આદિ દરેક ક્રિયામાં શરૂઆતથી સમાપ્તિ સુધી જયણાની બુદ્ધિ રહે તો જ પાપબંધનથી બચી શકે. આવી રીતે દરેક ચલણ આદિ ક્રિયાની સાથે જયણાબુદ્ધિ રાખવાથી પાપકર્મ નથી બંધાતું એમ કહેવાથી જયણા નહિ કરવામાં પાપકર્મ બંધાય એ વાત સહેજે સમજાય તેવી છતાં પણ જ્યણાબુદ્ધિ વગર ચલનાદિક ક્રિયા કરનારાને પાપ બંધાય છે એમ ચોખ્ખા શબ્દોમાં જણાવતાં છતાં જણાવે છે કે જીવોને બચાવવાની બુદ્ધિ સિવાય ચલનાદિ ક્રિયાને કરનારો મનુષ્ય પ્રાણ અને ભૂતોનો (ત્રસ અને સ્થાવરનો) જરૂર હિંસક બને છે. ધ્યાન રાખવાની જરૂર છે કે બચાવવાની બુદ્ધિ સિવાય પણ થતી ચલનાદિની બધી ક્રિયામાં પ્રાણ અને ભૂતોની હિંસા થાય જ છે એવો નિયમ નથી, કેમકે જયણાની બુદ્ધિ ન હોવા માત્રથી સર્વ ક્રિયામાં જીવો આવી જાય છે, મરી જાય છે એમ હોતું નથી, છતાં શાસ્ત્રકાર મહારાજ તેવી રક્ષાબુદ્ધિ વિનાની સર્વ, પ્રવૃત્તિમાં પ્રાણ અને ભૂતોની હિંસા માને છે, એટલે યનના વગરના સર્વ વ્યાપારો પ્રાણ અને ભૂતોની હિંસામય છે એમ જણાવે છે, અને તે ઉપરથી નિશ્ચિતપણે જણાવે છે કે જયણાબુદ્ધિનો અભાવ એજ પ્રાણ અને ભૂતોની હિંસા છે. આ જ કારણથી પાપબંધના કારણ તરીકે જણાવાતી દરેક ચલનાદિ ક્રિયાની સાથે અજયં એ પદ વિશેષણ તરીકે લગાડી ચલનાદિ ક્રિયાના આરંભ, મધ્ય કે અંત્ય ભાગમાં પણ બચાવવાની બુદ્ધિના અભાવરૂપ અજયણાની સ્થિતિ થવી જોઇએ નહિ.
ઉપર પ્રમાણે જીવોને બચાવવાના પરિણામરૂપ જયણાના અભાવથી એક અપેક્ષાએ આરોપિત કરેલી પ્રાણ અને ભૂતની હિંસા પણ જયણાબુદ્ધિપૂર્વક કરેલી ચલનાદિ પ્રવૃત્તિમાં સાક્ષાતપણે થતી હિંસાને કોઈક અપેક્ષાએ દ્રવ્યહિંસા ગણી કદાચ તેનો અલ્પપાપબંધરૂપી વિપાક માનવામાં આવે અથવા તો નય તસ મિત્તો વંધો સુહુમોડવિ સિનો સમયે અર્થાત્ ઇર્યાસમિતિવાળા સાધુને ચાલતાં પગ નીચે આવેલા કચરાઇને મરી ગયેલા જીવની હિંસાને લીધે સૂક્ષ્મ પણ બંધ નથી એવા ભગવાન નિર્યુકિતકારના વચનથી તેમજ અપ્રમત સાધુનું સર્વથા અનારંભકપણું છે તથા પ્રમત સાધુનું પણ શુભ યોગને આશ્રીને અનારંભકપણું છે એ વાત શ્રી ભગવતીસૂત્રના વચનથી તે જીવને બચાવવાની બુદ્ધિપૂર્વક ચલનાદિ ક્રિયા કરનાર સાધુને સર્વથા પાપનો બંધ થતો નથી, ત્યારે જીવોને બચાવવાની બુદ્ધિ સિવાય કરાતી ચલનાદિક ક્રિયામાં પ્રાણ અને ભૂતની હિંસાનો નિયમ માન્યો એટલું જ નહિ પણ તે સંભવિત હિંસાને સાક્ષાતુ હિંસા થયેલી ગણી તે ગણાયેલી હિંસાનું પરિણામ શાસ્ત્રકારોએ વંધરૂં પાવયં ગં એમ કહી તે સંભવિત હિંસાવાળી પ્રવૃત્તિમાં જીવોને બચાવવાની બુદ્ધિ નહિ રાખનારો મનુષ્ય પાપને બાંધેજ છે એમ જણાવે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવે છે કે પ્રમત્ત દશામાં આકુટ્ટીએ કરેલું પાપકર્મ તેજ ભવમાં ભોગવાઈ જાય છે, અર્થાત્ તે આકુટ્ટીએ કરેલા કર્મનાં ફળો ભવાંતરમાં વેદવાં પડતાં નથી એમ કહી જયણાબુદ્ધિપૂર્વક પ્રવર્તવાવાળા પ્રમત્ત સાધુના પાપ કરતાં પણ આ બચાવવાની બુદ્ધિરૂપ જયણારહિતપણે પ્રવર્તવાવાળા સાધુને થયેલી સંભવિત પ્રાણ અને ભૂતની હિંસાના પાપકર્મોને માત્ર તે ભવમાં
(અનુસંધાન પા. ૫૭૨ પર)
Page #710
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર
પક
જરૂર વાંચો
....
– જરૂર વંચાવો
શ્રી સિદ્ધશ્વક
શ્રીસિદ્ધચક પાક્ષિકનો આ બીજા વર્ષનો છેલ્લો અંક વાચકોના કરકમલમાં મૂકતાં અત્યંત આનંદ ઉપજે છે. સંવત ૧૯૯૦ના આસો સુદિ પૂર્ણિમાએ આ પાક્ષિક તૃતીય વર્ષમાં પ્રવેશ કરશે. જેમ વર્ષગાંઠના મહોત્સવો મંડાય છે, અને ભેટ અર્પણ કરાય છે તેમ આ પત્રના સાલગીરી મહોત્સવમાં દરેક ગ્રાહકો ઓછામાં ઓછો એક નવો ગ્રાહક વધારી આ પાક્ષિકની ગ્રાહક સંખ્યામાં વધારો કરી ગ્રાહકરૂપી ભેટ અર્પણ કરશે એવી આશા રાખીએ છીએ.
અમારા માનવતા ગ્રાહકો સારી રીતે સમજે છે કે આવા ફક્ત બે રૂપિયા જેવા ટૂંકા લવાજમમાં પાક્ષિકને ઘણું ખમવું પડતું હશે, તેથી દરેક ગ્રાહકોને વિનંતિ કરીએ છીએ કે જેમ બને તેમ ગ્રાહકો વધારી, આ પાક્ષિકનો બહોળો પ્રચાર કરી અમારા જ્ઞાનપ્રચારના માર્ગને સરળ કરી
આપે.
મુંબઇના ગ્રાહકોએ લાલબાગ, ભૂલેશ્વરમાં અમારી ઓફિસમાં લવાજમ ભરી જવા મહેરબાની કરવી, જેથી નાહક તેઓને વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે.
બહારગામના ગ્રાહકોએ આસો સુદ પુર્ણિમા પહેલાં પોતાનું લવાજમ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈની આ પત્રની ઑફિસમાં મનિઑર્ડરથી મોકલી આપવું, નહિતર પૂર્ણિમા પછી અંક વી. પી. થી મોકલવામાં આવશે, જે ગ્રાહકોને સ્વીકારી લેવાની વિનંતી છે.
જો કોઈને ગ્રાહક રહેવાની ઈચ્છા ન હોય તો પત્ર લખી કાર્યાલયમાં પહેલેથી ખબર આપવી જેથી અમારે નાહકના વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે. ગ્રાહકોએ પોતાનું નામ, ઠામ અને ગામ સ્પષ્ટ અક્ષરથી લખી જણાવવું
ગત વર્ષે સખી ગૃહસ્થો તરફથી થયેલ ભેટ મોકલવાના અંકોની રકમ ભેટ મળેલી હોવાથી જે જે સંસ્થાઓને તથા પૂજ્ય મુનિમહારાજાઓને આ પત્ર ભેટ મોકલવામાં આવતું હતું તે હવેથી તેવી મદદ ન હોવાથી બંધ થશે, તેથી જે ભેટવાળાઓ તરફથી વગર ભેટે આ પત્ર મંગાવવાની સૂચના આવશે તો આ પત્ર મોકલી શકાશે.
લગભગ ૬૫૦ પાના ઉપરાંતનું વિશાળ વાચન આપવા છતાં વાર્ષિક લવાજમ ફક્ત રૂપિયા બે આજે જ લખો.
લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈ.
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય સમિતિ
તરફથી
તંત્રી :
Page #711
--------------------------------------------------------------------------
________________
પકo
શ્રી સિદ્ધચક્ર
તા.૮-૧૦-૩૪
બીજા વર્ષમાં આ પત્રે બજાવેલું કાર્ચ. સિદ્ધચક નામની સાચી સમજણ.
મારા બે વર્ષના અખંડ રીતે રહેલા ગ્રાહકો કે તે સિવાયના ગ્રાહકો મને વાંચતાં જ્યારે જ્યારે મને હાથમાં લે છે ત્યારે પ્રથમ જ મારા મથાળે શ્રી સિદ્ધચક્ર એવું નામ નિહાળે છે. અને હું ધારું છું કે તે નામ નિહાળતાં જ જૈનધર્મની રૂઢિ અને તેને માનનારાઓની મુખ્ય પ્રવૃત્તિને આશ્રીને વાંચકો જરૂર એમ માનવા દોરાય કે આ પત્રમાં અરિહંત મહારાજાદિ નવપદોનું સ્વરૂ૫, તેની સ્થાપનાની મહત્તા, તેના યંત્રનું ચિંતામણિ માફક સર્વ ઈષ્ટને પૂરણ કરવાપણું, તેની આસો અને ચૈત્રમાં થતી આરાધનાનું સ્વરૂપ, તે આરાધનાને ઈહલૌક્કિ અને પારલૌકિક એવું આનુષંગિક ફળ અને સર્વ કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટયના સ્થાનની પ્રાપ્તિરૂપ પરમ ફળ વિગેરેનું વિવેચન કરવામાં આવ્યું હશે, પણ મારા વાંચકો તે ધારણામાં જેમ સર્વથા સાચા નથી તેમ સર્વથા જૂઠા પણ નથી, કારણકે શ્રી સિદ્ધચક્રમાં સ્થાપન કરાયેલા અરિહંતાદિક નવપદોના વાચ્ય (અર્થ) રૂ૫ ભગવાન તીર્થંકર મહારાજા વિગેરે નવ પદાર્થો સિવાય જગતમાં કોઇપણ અન્ય પદાર્થ ધર્મિષ્ઠોને માટે વર્ણનીય છે જ નહિ, એટલે ધર્મિષ્ઠ પુરુષો ધર્મની લાગણીથી જેનું જેનું વર્ણન કરે છે તે તે સર્વ પદાર્થો કેટલાક શ્રી નવપદજીના સાક્ષાત્ ભેદ તરીકે હોય છે, કેટલાકો તેના પેટાભેદો તરીકે હોય છે, જ્યારે કેટલાકો તેના સાધન તરીકે કે આરાધ્યતાને સ્ફટ કરવા માટેના હોય છે. જેમ આ પત્રમાં અરિહંત મહારાજાદિના અપાયઅપગમ આદિ ગુણોનું વર્ણન કરાય તો તે નવપદમાં અરિહંતાદિકનું સાક્ષાત્ વર્ણન કહેવાય પણ વર્તમાન ચોવીસીને અંગે કે ભગવાન ઋષભદેવજીથી ભગવાન મહાવીર મહારાજ સુધીના ચોવીસ તીર્થંકરોમાંથી કોઈપણ એક કે અનેક તીર્થકરનું કે તેમના ગુણોનું વર્ણન કરાય તો તે અરિહંતના પેટાભેદનું વર્ણન થયું એમ કહેવું પડે, અને તેવી જ રીતે પુંડરિક ગણધરાદિક કોઇપણ સિદ્ધ વ્યક્તિનું કોઈપણ પ્રભવસ્વામી આદિ આચાર્ય વ્યક્તિનું, કોઇપણ ભદ્રબાહુસ્વામી આદિ આચાર્ય ઉપાધ્યાય ઉભયપણામાં રહેલા હોઈ આચાર્યપણાના વર્ણન સાથે ઉપાધ્યાયપણાનું વર્ણન, ભગવાન જિનેશ્વર મહારાજાઓના આ ચોવીસીમાં થયેલા અસંખ્ય મુનિવરોમાંથી કોઈપણ મુનિવરનું વર્ણન, સમ્યકત્વના ક્ષાયિક આદિ પાંચ પ્રકારમાંથી કોઈપણ પ્રકારના સમ્યગુદર્શનનું વર્ણન, મત્યાદિક પાંચ જ્ઞાનોમાંથી કોઈપણ એક પ્રકારના જ્ઞાનનું વર્ણન, સામાયિક આદિ ચારિત્રોના પાંચ પ્રકારોમાંથી કોઈપણ પ્રકારના ચારિત્ર કે દેશવિરતિનું વર્ણન, અણશણ આદિ બાર પ્રકારના તપમાંથી કોઈપણ એક પ્રકારના તપનું વર્ણન કરવામાં આવે તે તેના (શ્રી નવપદજીના) પેટાભેદનું
Page #712
--------------------------------------------------------------------------
________________
૫૮
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર વર્ણન કહેવાય. આ વસ્તુને સમજનારો મનુષ્ય સ્વપ્ન પણ એમ નહિ ધારે કે આ પત્રમાં આવેલું વર્ણન સાક્ષાત્ શ્રી નવપદનું કે તેના પેટાભેદનું નથી. ખંડનમાં જવાની જરૂરીયાત.
વળી વર્તમાનકાળમાં જડવાદના જમાનાના જોરે જગત જકડાયેલું હોવાથી વિચારોના વિપરીતપણાનો એવો જબરદસ્ત પ્રવાહ વહી રહ્યો છે કે જો તેને રોકવા માટે કંઈપણ તીવ્ર પ્રયત્ન કરવામાં ન આવે તો તેવા જડવાદમાં જકડાયેલા મનુષ્યોના પરિચયમાં આવેલા ગણાતા ધર્મ ધુરંધરો, દેશવિરતિ કે સર્વવિરતિને આરાધનારાઓ, શ્રાવકના ષટ્કર્મને સતત સાચવનારાઓ કઈ દશામાં જાય અને તેઓની ધર્મપ્રવૃત્તિ જીવ વગરના ખોળીઆ જેવી રહે તેમાં કંઈપણ આશ્ચર્ય નથી અને તેથી તેવા ધર્મધુરંધરો વિગેરેના તાત્ત્વિક ભાવજીવનને ટકાવવા માટે જડજીવનમાં જકડાયેલા મનુષ્યોના વિચારોનો પ્રતિરોધ કરવો પડે તે જેમ આડકતરી રીતે નવપદજીને હિત કરનારો છે તેવી રીતે આસ્તિક ગણાતા અન્યધર્મી તરફથી મિથ્યાત્વને જોરે થયેલા આક્ષેપો હોય અગર જૈન તરીકે પોતાના આત્માને જાહેર કરેલી જનતા પણ પરમાર્થપંથથી પલાયન કરી જે સત્યધર્મ કે સત્યવસ્તુ ઉપર આક્ષેપ કરે અને પોતાના મલિનતમ એવા પણ અસત્યને પરમેશ્વર પરમાત્માએ પ્રરૂપેલા પ્રવચનના સત્યથી ઉજવલ બતાવવા પ્રવચન કરતા હોય તે સર્વને ભગવાન મહાવીર મહારાજના ત્રિકાલાબાધિત, ત્રિકોટિશુદ્ધ શાસ્ત્રને આધારે શ્રેયસ્કર સત્ય સમજાવવા જે પ્રયત્ન કરાય તે શ્રી નવપદજીની આરાધના કરનારને માટે સીધી નહિ તો આડકતરી રીતે આરાધનાનોજ માર્ગ છે, અને તે માર્ગ એટલો બધો જરૂરી છે કે શ્રી નવપદજીને આરાધના કરવાવાળાને જેટલો અપૂર્વ લાભ મળે છે તેના કરતાં અન્યની વિરાધના ટાળવા માટે કરાતા પ્રયત્નો સહસ્ત્રગુણો લાભ આપે છે. આરાધક કરતાં વિરાધના ટાળનારની અધિકતા.
આ જ કારણથી શાસ્ત્રકારો આઠ પ્રભાવકોને ગણાવતાં સાક્ષાત્ આરાધના કરનારને પ્રભાવકની કોટિમાં નહિ લેતાં વાદી કે જેઓને નાસ્તિક, મિથ્યાત્વી કે સ્વમતના પણ સૂત્ર વિરૂદ્ધ બોલનારાઓને રાજાની સભાઓમાં કે બીજી પણ જાહેર સભાઓમાં વાદવિવાદો કરવા પડે છે તેને આઠ પ્રભાવકની સંખ્યામાં સાક્ષાતુ પ્રભાવક તરીકે ગણાવે છે.
વળી મોક્ષમાર્ગની આરાધનાવાળાની દરેક રીતે પ્રશંસા કરવી વ્યાજબી છતાં તે જો ન કરવામાં આવે તો દર્શનાચારનું દૂષણ લાગે એમ જણાવી તેને નિવારવા ઉપવાસ વિગેરે પ્રાયશ્ચિત દેખાડવામાં આવ્યું છે ત્યારે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરી નિપુણ થયેલો નિગ્રંથ આચાર્યની દેશાંતર જવાની સગવડ ન હોવાને અંગે તેઓશ્રીની જ આજ્ઞાથી દેશાંતરે જઈ જય મેળવીને પાછો આવે તે વખત આચાર્ય ગુરુદેવે માત્ર પ્રશંસા ન કરી તેમને તે પ્રશંસા
Page #713
--------------------------------------------------------------------------
________________
૫૯
તા.૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર નહિ કરવાના કારણથી કેવું ભવભ્રમણ કરવું પડયું છે એ હકીકતને પણ અહીં ધ્યાનમાં લેવાથી સ્પષ્ટપણે સમજાશે કે આરાધનાના અલૌકિક ફળ કરતાં અજ્ઞજનો તરફથી અવિચળ આરંતુ દર્શનની ઉપર આવેલા આક્ષેપોનું નિરાકરણ કરવું તે સેંકડોગણું ફળ દેનારું છે. આક્ષેપબુદ્ધિનો અભાવ.
જો કે આક્ષેપોના સમાધાનની વખત આક્ષેપકારકોએ કરેલા આક્ષેપોનું સમાધાન કરવું તેટલું જ ધ્યેય હોય છે છતાં આક્ષેપકારકોને તે શાસ્ત્રષ્ટિએ આપેલું સમાધાન પણ પોતાની ઉપર કરાતા આક્ષેપ તરીકે લાગે અને તેમ લાગવાથી તેને શોક, કલેશ વિગેરે થાય તે અસંભવિત નથી, પણ આ પત્રનું ધ્યેય માત્ર આહંતદર્શનને અનુસારે સાચું સમાધાન આપવાનું હોવાથી તે આક્ષેપકોને થતા કર્મબંધમાં કે તેને થતા દુઃખમાં અમારું ધ્યેય નહિ હોવાથી અમે અમારા આ પત્રને નિર્દોષ માની શકીએ છીએ. જો એમ ન માનીએ તો કાલકાચાર્ય મહારાજે કહેલા યજ્ઞનું ફળ નરક છે એવા ઉત્તરથી દત્તરાજાને જે ઉદંડ ક્રોધ અને ઉદ્ધત પ્રવૃત્તિ થઈ તેનું કર્મ શ્રી કાલકાચાર્યને લાગ્યું એમ કહેવું પડત પણ ભગવાન કાલકાચાર્ય મહારાજ તેવા દત્ત સરખાને પણ દુઃખ ન થાય, ક્રોધ ન થાય, અનુચિત પ્રવૃત્તિ ન કરે તેમાં એનું શ્રેય છે એવી ધારણાવાળા હોવા સાથે સત્યમાર્ગના પ્રરૂપક હોવાથી તેઓને અંશે પણ કર્મ દત્ત તરફનું લાગ્યું નથી. આ પત્ર એવા વિચારવાનું તો નથી જ કે દુષ્ટ જીવો પણ શિક્ષણીય છે, પરંતુ આ પત્રના એ વિચારો તો જરૂર છે કે મિથ્યાત્વાદિ દોષોવાળા પણ પોતાના મિથ્યાત્વાદિ દુષ્ટતમ દોષોને ટાળીને સર્વાતિશય શેવધિ (નિધાન) સર્વજ્ઞશાસનની સર્વોત્તમ સરણીમાં પ્રવેશ કરી શ્રેયસ્કર માર્ગને સાધનારો થાય.
આ જ ઉદ્દેશથી આગમરહસ્ય નામના લેખમાં શ્રીનંદીસૂત્રના પ્રસંગે નિક્ષેપાના અધિકારને જણાવતાં અનેક પ્રકારના વિરૂદ્ધમતોનું સમાધાન કરવાની જરૂર દેખી છે, તેમજ વ્યાખ્યાનો, સમાધાનો કે સમાલોચનામાં પણ કેવળ ભગવાન સર્વજ્ઞદેવના શાસનની સંરક્ષણતાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, અને તેજ શાસનના અવ્યાહત માર્ગને આલંબીને કરાતા વિવેચનથી કોઇપણ મહાશયે દુઃખ લગાડયું નહિ હોય છતાં જો કોઈને દુઃખ લાગ્યું હોય તો આ પત્ર તેમાં નિરૂપાય છે, અને સર્વવાચકોને સ્પષ્ટપણે જણાવે છે કે આ પત્રનો અભિપ્રાય કોઇની લાગણી દુઃખાવવાનો નથી પણ માત્ર સર્વજ્ઞશાસનની સત્યતાના સૂર્યનો ઉદય કરવાનો છે.
જાહેર સૂચના.
અંક ૫, ૨૧ વર્ષ ૧લું; અંક ૩ વર્ષ રજાં ઉપરના અંકો જે કોઈ મોકલી આપશે તેને ડબલ કિંમત આપવામાં આવશે.
તંત્રી.
Page #714
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૧૦-૩૪
yoo
શ્રી સિદ્ધચક્ર ક સફળ કાર્યવાહી ચાને દ્વિતીય વર્ષની સમાપ્તિ. 8
જડવાદના જવલંત જમાનામાં જૈનત્ત્વનું અજોડ જવાહર ઝળકાવતાં શ્રી સિદ્ધચક પાકિ આજે દ્વિતીય વર્ષની સમાપ્તિ કરે છે. આ પાક્ષિકપત્રની અમૂલ્ય સેવાથી ભાગ્યેજ કોઈ અજાણ્યું હશે. જૈનસમાજને જડવાદના જડબામાં ખેંચાઈ રહેલો નિહાળી, જૈનત્ત્વનું છડેચોક લીલામ કરવા, ઉત્સાહી બનેલા આજના કહેવાતા કેળવાયેલા યુવકવર્ગની જાળમાંથી બચવા, તેમજ અજ્ઞાનતાથી આગ્રહ પકડવાની ટેવથી યા તો જનતામાં, પામેલી પ્રસિદ્ધિના નાશની દાક્ષિણ્યતાથી પ્રચારાતું અજ્ઞાન અને અતત્ત્વ નિહાળી સનાતન સત્યની જાહેરાત માટે, જ્ઞાનપિપાસુઓની તૃપ્તિ માટે, શંકાશીલોની ભ્રમણા ટાળવા માટે એક પત્ર પ્રગટ કરવાની ખાસ આવશ્યકતા લાગવાથી પરમપૂજ્ય આગમના અખંડ અભ્યાસી વાદિમદભંજક, વાદિગજકેસરી, આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્દ સાગરાનંદ સુરીશ્વરજી મહારાજને આગ્રહભરી વિનંતિ કરવામાં આવી હતી. પરમકૃપાળુ આચાર્ય મહારાજાએ અમારી વિનંતિ સ્વીકારી જૈન સમાજ ઉપર ભારે ઉપકાર કર્યો, જેના પરિણામે શ્રી સિદ્ધચક પાક્ષિકની શરૂઆત કરવામાં આવી.
આજે આ પાક્ષિક બીજા વર્ષની સંપૂર્ણ સફળતાથી પૂર્ણાહુતિ કરે છે. અમારા માનવંતા, તત્ત્વજિજ્ઞાસુ જ્ઞાનના શોખીન ગ્રાહકોને જેમ બને તેમ રસમય તથા તત્ત્વમય વાચનનો લાભ આપવા હરહંમેશ નવીન તત્ત્વો પ્રગટ કરવા મહેનત કરીએ છીએ, તેમજ અમારા ગ્રાહકોને કાંઈ પણ નવીન તત્ત્વ જાણવાની ઇચ્છા થાય તો તે બાબત સૂચના કરવા નિમંત્રણ આપ્યું હતું, તેમજ આપીએ છીએ. બીજા વર્ષ દરમ્યાન વાચકોને ઘેર બેઠાં આગમની તત્તમય વાણીના રસનો લાભ મળે તે માટે પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય મહારાજે શ્રી નંદીજી આગમને અંગે ચાર નિક્ષેપાનું કદી પ્રગટ ન થયેલું તેમજ કોઇપણ સ્થળે અપ્રાપ્ય તેવું નિરૂપણ પ્રગટ કરવું શરૂ કર્યું છે, જેમાં આગમના ગૂઢ તત્ત્વોનું યુક્તિપ્રયુક્તિથી એવું તો ધ્યાન આપવામાં આવે છે કે આગમના અભ્યાસીઓ સ્વયં મુક્તકંઠે કબુલે છે કે આવું જ્ઞાન કોઈપણ સ્થળે પ્રાપ્ય નથી.
તેમજ એક સમાલોચના વિભાગ પાડી તેમાં પત્રો તેમજ આધુનિક પેપરો જેવાં કેદૈનિક, અઠવાડિક પાક્ષિક યા તો માસિકો, જેમાં જૈનતત્ત્વ પર અસત્ય પ્રહારો તેમજ આક્ષેપોવાળું લખાણ પ્રગટ કરવામાં આવે છે, ચાહે અહપંડિતાઈને અંગે, ચાહે વિતંડાવાદને અંગે યા તો દાક્ષિણ્યતાને અંગે કરાતા હોય તેના નિષ્પક્ષપાતપણે શાસ્ત્રાધારે સચોટ રદીયા આપવામાં આવે છે જેથી ભાવિપ્રજા પણ આજે પ્રચાર પામતા અસત્યો અને અતત્ત્વોને સત્યરૂપે માની ઉંધા માર્ગે ન દોરવાઈ અને સ્વયં વિચારક બની સત્યાસત્યનો વિવેક કરી પોતે ઉત્સુત્ર પ્રરૂપણા કે માન્યતાના ભાગી ન બને. આવી સમાલોચના કરતાં આજે અમારા
Page #715
--------------------------------------------------------------------------
________________
પ૦૧
તા.૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર ઉપર કેટલાક વિરોધીઓ તરફથી એવો આક્ષેપ કરવામાં આવે છે કે “નાહકની ચર્ચાઓ કરી શાસનને ડોળાવો છો' પણ આ ઠેકાણે અમારે સાફસાફ જણાવવું જરૂરી છે કે અમે કદીપણ નવી ચર્ચા ઉભી કરી નથી, તેમજ કરવા રાજી પણ નથી પણ જેઓ અજ્ઞાનતાથી યા તો પોતાને મનફાવતા કલ્પિત સિદ્ધાંતો સમાજ ઉપર ઠોકી બેસાડવા પ્રયત્ન કરીને સનાતન સત્યનું ઉમૂલન કરવા પ્રયત્ન કરે છે તેનીજ ટૂંકમાં શાસ્ત્રદષ્ટિએ લેખક અને વિચારકો જે સમજી શકે એવી માત્ર ઇશારાવાળી ભાષાએ જવાબ આ સમાલોચનામાં આપીએ છીએ, જે અતત્ત્વ પ્રગટ કરનાર તુરત સમજી શકે છે, અને જેથી અજ્ઞાનતા તેમજ કલ્પિત સિદ્ધાંતોની જાહેરાત ટાળી શકાય છે, માટે કોઈએ પણ એમ માનવા દોરાવું નહિ કે અમે કોઈપણ ચર્ચાના ઉત્પાદક છીએ કે ચર્ચાને નકામી વધારીએ છીએ, તેમજ ટ્રેષને અંગે સમાલોચના કરીએ છીએ એમ પણ નથી. સ્પષ્ટ કહેવું જોઇએ કે શાસનના મહારથીઓ ફેલાતા અતત્ત્વને જાણવા છતાં જો ઢાંકપિછોડો કરે તો ખરેખર તેઓ પણ દોષના ભાગી બને છે, માટે વાચકોને અમારી આગ્રહભરી વિનંતિ છે કે કોઈપણ સ્થળે તેમને અતત્ત્વ ફેલાતું દેખાય કે તુરત અમને જાણ કરવી જેથી તે બાબત સત્યનો પ્રકાશ પાડી શકાય. અમારું પત્ર કેવળ સત્યના સમર્થન માટે તેમજ અસત્યથી લોકોને બચાવવા માટે જ જન્મેલું છે ને તેમજ પોતાનું જીવન ચલાવે છે.
એટલું જ નહિ પણ પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવના અમૂલ્ય પ્રવચનોમાંથી રસમય, બોધપ્રદ વ્યાખ્યાનો પ્રગટ કરી શકયા છીએ, તેમજ શાસ્ત્રીય અનેક વિષયોમાં શંકાશીલોની ભ્રમણા ટાળવા અમે સફળ થયા છીએ. સાથે સાથે પ્રાસંગિક અનેરા તત્ત્વોથી ભરપૂર અત્યંત ઉપયોગી લેખો પ્રગટ કરવાનું ચૂકયા નથી તેમ છતાં પણ કોઈક વખત વિનસંતોષીઓ દૂખે પેટ અને કૂટે માથું” એ ન્યાયે અમારા પત્રને જનતામાં ઉતારી પાડવા પ્રયત્નો કરે છે, પણ તેમાં સૂર્ય સન્મુખ ફેંકેલી ધૂળ પોતાની જ આંખમાં પડે છે તેમ તેઓને જ જાતે હાંસીપાત્ર થવું પડયું છે, પણ તેમાં તેઓ નારાજ ન થાય તેવો અમારી પાસે માર્ગ નથી, તેવે વખતે “સત્યનો સદા જય થાય છે” એ બિન્દુજ તત્ત્વ તરીકે રાખવું પડે છે.
છેવટે ઉપસંહાર કરતાં જણાવવું જરૂરી છે કે આ પત્રના વાચકોએ ગ્રાહક થઈને અમારા પત્રની જે કદર કરી છે, તેમજ જેઓએ તેના ફેલાવા માટે જે ભોગ આપ્યો છે તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ, એટલું જ નહિ પણ સાથે વિનંતિ કરીએ છીએ કે હજુ પણ જેમ બને તેમ આ પત્રનો વધુ પ્રચાર કરવા પ્રયાસ કરવો. તેમજ જ્ઞાનને જીવન માનનાર અમારા જ્ઞાનના શોખીન ભાઇઓએ આ પત્રને ફક્ત બે રૂપિયા જેટલા જુજ લવાજમમાં જ્ઞાનનો પ્રચાર કરવામાં આવતા નુકશાનને ટાળવા જે અનેક ધર્મિષ્ઠોએ ઉદાર મદદ કરી છે અને કરે છે તેમનો તેમજ પૂજ્ય મુનિમહારાજાઓએ તેમજ જે મહાનુભાવોએ
Page #716
--------------------------------------------------------------------------
________________
પર
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર અમારા પાક્ષિક માટે શુભ પ્રયાસો કર્યા છે અને થોકબંધ અભિપ્રાયો મોકલ્યા છે તેમનો પણ આ સ્થળે આભાર માનીએ છીએ. તેમાં પણ પૂજ્ય હેમસાગરજી મહારાજે પોતાના અમૂલ્ય વખતનો ભોગ આપી આ પત્રને સુંદર બનાવવામાં જે પ્રયાસો કર્યા છે તે માટે ધન્યવાદ ઘટે છે, પણ આપણા પરમકૃપાળુ જ્ઞાનદાતા આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના ઉપકારનું સંપૂર્ણ વર્ણન કરવાને અસમર્થ હોવાથી તે વર્ણન કરવાનું વાંચકોને સોંપીએ છીએ. આજની તેમજ ભાવિ પ્રજા પણ તેઓશ્રીનો ઉપકાર કદીપણ ભૂલી શકશે નહિ. પરમકૃપાળુ આચાર્યદેવને અમારા ભૂરિ ભૂરિ વંદન અહોનિશ હો.
લી. શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ
તરફથી
પાનાચંદ રૂપચંદ ઝવેરી (તંત્રી)
(અનુસંધાન પા. ૫૬૫ ચાલુ) વેદવાલાયક નહિ ગણાવતાં ભવાંતરમાં તેનાં કટુક ફળો ભોગવવાં પડશે સંસે દોડ઼ ડુગં પત્ત એમ સ્પષ્ટપણે જણાવે છે. આ બધી રક્ષાબુદ્ધિ અને રક્ષાબુદ્ધિના અભાવની હકીકતને બરોબર સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે રાત્રિના વખતમાં સૂક્ષ્મ જીવોની જયણા કરવી અશકય હોવાથી તે વખતે ભોજન કરનારા મનુષ્યથી કોઇપણ જીવની હિંસા કદાચ ન પણ થાય તો પણ તે પ્રાણ અને ભૂતોનો હિંસકજ છે અને તેથી ભવાંતરે કટુક વિપાકો આપે તેવાં પાપકર્મોને તે બાંધે છે. આ હકીકત છઘસ્થજીવો કે જેઓને રાત્રિના વખતે જીવોની જ્યણા માટે અશકયપણું છે તેઓને અંગે જણાવી પણ લોકાલોકને કરામલકવત દેખવાવાળા કેવળજ્ઞાની મહારાજાઓ પણ તે રાત્રિભોજનને દુષ્ટતમ ગણીને તેનો પરિવાર કરે છે, એટલે જયારે લોકાલોકના પ્રકાશક ભગવાન કેવળી મહારાજાઓ પણ રાત્રિના વખતનું ભોજન અને પાન વર્જવાલાયક ગણે તો અન્ય જીવોને તે રાત્રિભોજન સર્વથા વર્જવાલાયક હોય તેમાં આશ્ચર્યજ શું? સૂત્ર અને પંચાગીને આધારે આ હકીકત છતાં કોઈક છુટા પાનામાં એવી ગાથા પણ હોય છે કે જેને આધારે રાત્રે રાખેલા અન્નપાણીમાં વિકસેંદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે એમ માનવું પડે, અને આવા કોઇ કારણથીજ પંચમહાવ્રતધારીઓને માટે પ્રથમ દિવસે લીધેલું અને તે રાત્રિએ પોતાની પાસે રાખીને બીજે દિવસે ખાવામાં આવે તેમાં તથા ગૃહસ્થ પાસેથી રાત્રિની વખતે વહોરીને પણ બીજે દિવસે ખાવામાં આવે તો તેને રાત્રિભોજન માનેલું છે એમ કહી શકાય. સૂત્રકાર અને પંચાગીને હિસાબે તો તેમાં સન્નિધિ નામનો દોષ ગણીને જ રાત્રિભોજન ગણવામાં આવ્યું હોય એમ જણાય છે.
Page #717
--------------------------------------------------------------------------
________________
પછ૩
શ્રી સિદ્ધચક્ર
તા.૮-૧૦-૩૪
* સિમાલોચના | જ
(નોંધઃ- દૈનિક સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલદ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.)
પુલાકાદિ પાંચે નિગ્રંથો છે એમ પંઘ નિયંar પન્નતા (ભગવતીજી પા. ૮૯૦)થી સ્પષ્ટ છે. સ્નાતક (કેવલી) સિવાયના બકુશકુશીલો તો કષાયવાળા જ હોય વીતરાગ હોય જ નહિ. જો કે નિગ્રંથ નામનો પેટાભેદ કષાયરહિત હોય છે પણ તે ઉપશાંતમોહ હોય તો બે ઘડી ટકી પાછા કષાયકુશીલ વિગેરેમાં આવે છે અને ક્ષીણમોહ હોય તો બે ઘડીમાં કેવળજ્ઞાન પામે છે માટે કેવળજ્ઞાનવાળા સિવાય કષાયકુશીલ હોય છે. એકલા પુલાકજ સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પજ હોય છે એમ નહિ કેમકે ભગવતીજી પા. ૮૯૩
“પર્વ નાવ સિUTU' કહીને બકુશકુશીલ સ્થિત અને અસ્થિતકલ્પમાં હોય એમ સ્પષ્ટ જણાવ્યું છે. ૩ બકુશ અને કુશીલો આહારાદિની સંજ્ઞા એટલે અભિલાષાવાળા પણ હોય છે અને તેથી તેવાને
અસાધુ કહેનારા ભગવતીજીનું પા. ૯૦૪નું જુઓ ૪ દશમાં ગુણઠાણા સુધી બકુશપણું માનનારે ભગવતીજી પા. ૮૯૩મું જોવું, કારણકે બકુશને
સુક્ષ્મસંપરાયચારિત્ર જે દશમે ગુણઠાણે હોય છે તે હોતું નથી. કેવળજ્ઞાન પામનારા સિવાય અલ્પ કાળવાળા નિગ્રંથને બાદ કરીને બાકી બધા બકુશકુશીલો જ હોય છે એ વાત સ્નાતક કરતાં બકુશકુશીલની સંખ્યા સંખ્યાતગુણી કહી છે તે જ જણાવે છે. બકુશ અને કુશીલની સંખ્યા દરેક કાળે નવસે ક્રોડની હોય છે અને તે મૂળગુણ તથા ઉત્તરગુણ બંનેમાં દૂષણવાળા જ હોય છે એ વાત ભગવતીજી પા. ૯૦૮ અને પા. ૮૯૩ જોવાની જરૂર છે.
નિર્દૂષણો બકુશો હોયજ નહિ પા. ૮૯૪. ૭ બકુશકુશીલનું પ્રતિસેવીપણું સંજ્વલન કે તેના ઘરની બીજી ચોકડીઓની પેઠે હોય તેમાં નવાઈ
નથી. ૮ નગરશેઠ પ્રેમાભાઈને શાંતિસાગરને સંઘ બહાર મેલવાનું પગલું ગેરવ્યાજબી લાગેલું જ ન હતું. ૯ વર્તમાનના સાધુઓને સાધુ ન કહે તેને માટે પૂર્વઘરનો કાળ અને શાસનનો કાળ જણાવવો જરૂરી
હતો. ૧૦ પ્રતિસવીપણા માત્રથી પાપસાધુપણું માનનાર જૈનશાસ્ત્રને જ નથી માનતો એમ કહેવું વ્યાજબી છે.
વર્તમાન સાધુઓ દોષ લગાડવાની ઇચ્છાવાળા જ છે એવું બોલનારે તેનું જ્ઞાન મેળવવાની જરૂર છે. ૧૧ ભાવચારિત્રીયાપણે બહાર આવનારે તેનું લક્ષણ જાણવાની જરૂર હોય એ સ્વાભાવિક જ છે. ૧૨ દશવૈકાલિક ચૂર્ણિ પા. ૨૧ મે વસતં પુ પકુષ્ય વરVRUટ્ટ વ્યોચ્છિત્તિ નિમિત્તે રાષ્ટ્રના
પત્થા સંગમો માં આ પાઠ જોયો હોય તો અજીતકાય સંમનો ખુલાસો થઈ જાત.
9)
Page #718
--------------------------------------------------------------------------
________________
પ૦૪
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર ૧૩ બકુશકુશીલ વિગેરે ભેદો છઘસ્થોને ઓળખવા માટે નથી એવું કહેનારે પાઠ રજુ કરવો.
(જૈન જ્યોતિ તા. ૨૫-૮-૩૪) **** ** સામાન્યરીતે તાડપત્ર મોટાં જ હોય ને ઘણી પ્રતો મોટા તાડપત્ર ઉપરજ છે ને તેથી જ વચમાં તથા બે છેડા ઉપર કોરી જગ્યા દોરીને સ્થાને રહે છે ને મોટાની અપેક્ષાએ તે બંધન કલ્પાય છે. પુસ્તક ઉપર જ વાચન છતાં પુસ્તકસંગ્રહને સંયમ ગણાવ્યું ત્યાં પણ બંધનનો લેખ નથી માટે કદાચ તે કારણ હોય તે પ્રમાદ હોય તો જ્ઞાની જાણે. કારણ અને વિધાનનો સ્પષ્ટ લેખ કેમ નથી અપાતો?
પ્રસંગાપાદન ને સલાહનો ફેર ન સમજે તેને શું કહેવું? ૩ થુંકથી કલાકો સુધી ભીની અલગ રહેતી મુહપત્તિમાં જીવોત્પત્તિ ન માનવા શરીરે લાગેલા પરસેવાથી
ભીનાં કપડાં આગળ કરનારને શું કહેવું?
પંચવસ્તુની ૯૭૫ ગાથાના અર્થમાં ચર્ચાસારમાં બાંધવાનો અર્થ ખોટો જણાવ્યો છે ને? ૫ સાધુના મૃતકને રોકવું પડે તો કહેલું મુખ્યબંધન કરવા તે વખત કાન વિંધવા એમ કહેનારે તે પાઠ
આપવો (અંગુલીનો છેદ તો કહ્યો છે ને તે ક્ષતપણા માટે છે, જો કાન વિંધ્યા હોય તો તેની જરૂર
શી ?) ૬ આચારદિનકર ને આવશ્યક બાલબોધ વગેરેમાં મુહપત્તિના આઠપડનો લેખ છતાં ને બંધનવાળાની અપેક્ષાએ બારસેવખતે આઠપડે બંધાતા છતાં તેનો અનિયમિત કરતાં પાઠની જરૂર છે.
(જૈન ૩૦-૯-૩૪) ******* ૧ શ્રી વીરભદ્રજીની ટીકાના આધારે ઉંટડીનું દુધ અભક્ષ્ય જણાવનારે પાઠ અર્થ સાથે જાહેર કરવો
(તે ટીકા ઘણે સ્થાને ધ્યાત છે) ૨ શ્રીમાનું સમયસુંદરના વચન પ્રમાણે અભક્ષ્ય કે ભઠ્યપણાનો કેવળીને નિર્ણય ભળાવ્યા છતાં અભક્ષ્ય
જ છે એમ કહેનારે વધારે પાઠ આપવો સમયસુંદર તો સીંગોડાને પણ અભક્ષ્ય ને સાંગરનું વિદલ
માને છે કે ? ૩ ઉંટડી અને ઘેટી બંનેનાં સરખાં શ્રી સમયસુંદરે શ્રી વીરર્ષિને નામે અભક્ષ્ય કહ્યાં તો ઘેટીનું દૂઘ કેવું
ગણાય તે જાહેર કરવું ને ઘેટીના દહીં અને ઘીને પણ અભક્ષ્યની શંકાથી છોડવાલાયક ગણવાં કે
કેમ ? ૪ શ્રી આવશ્યકવૃત્તિ, પંચવસ્તુવૃત્તિ, યોગશાસ્ત્રવૃત્તિ ને પચ્ચકખાણભાષ્ય આદિ પ્રૌઢ ગ્રંથોમાં દશ
વિગઈઓમાં ચારને અભક્ષ્ય કહી બાકી દુધ આદિ છએ સમભેદ ગણાવી સ્પષ્ટપણે ભક્ષ્ય કહી છે. શ્રી આવશ્યકના બાલાવબોધમાં ઉંટડીના દુધ માટે તમે આપેલા પાઠમાં “અયોગ્ય' એવો શબ્દ છે ને તે તો લોકવ્યવહાર પણ ઘટે, પણ પાપજનકપણાને જણાવનાર અભક્ષ્યશબ્દ કયા શાસ્ત્રથી વપરાયો છે?
Page #719
--------------------------------------------------------------------------
________________
પ૦૫
તા.૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર ૬ પોતાને ત્યાં પ્રત છતાં પ્રાચીન મુનિવરને નામે લખવું તે કરતાં નામ સાથે લખવું સારું. ૭ ઉંટડી અને ઘેટીના દુધને પિંડનિર્યુક્તિ અને તેની બંને ટીકામાં અન્ય મતની અપેક્ષાએ પણ અપેય
જણાવેલ છે. અભક્ષ્ય શબ્દનો તો તેની સાથે સંબંધ જ નથી. ૮ થોડા કાલ પછી જો તેમાં જીવો ઉત્પન્ન થવાથી તે અભક્ષ્ય થાય છતાં તે અભક્ષ્ય ન પણ કહેવાય
તો માખણમાં પણ તેમ હોવાથી તે માખણને અભક્ષ્યમાં નાખ્યું તો આ ઘેટી અને ઉંટડીના દુધને કેમ ન નાખ્યાં ? અબાધિત નિર્ણયઅનિર્ણય બંને હોય તો શંકાથી વર્જવું કે સર્વત્ર વર્જવું? દૃષ્ટાંત ને સાધ્ય, અપેય ને અભક્ષ્ય, અયોગ્ય ને અભક્ષ્ય ને ઉંટડી ઘેટી બેમાંથી એક ઉંટડીની વાતથી થતો અર્ધજરતીયન્યાય તેમજ પ્રૌઢશાસ્ત્ર અને પંચાગીકારોએ ભર્યા જણાવેલ ને એક સામાન્ય
અનિયમિત કથનથી વિરૂદ્ધ એકાંત પ્રરૂપણાના ભેદમાં જેને ભેદ ન સમજાય તેને શું કહેવું? ૧૧ ઉંટડીના દુધનું અયોગ્યપણું પણ દુધના નિવીયાતા ગણવાના અધિકારમાં છે કે? ને નિવયાતાની
વાતમાં કહેલ અયોગ્ય શબ્દ વિગઈની વાતમાં શી રીતે લગાડ્યો ને સમજાય અયોગ્ય શબ્દની જગા
પર અભક્ષ્ય શબ્દ કયાંથી ગોઠવ્યો? ૧૨ શ્રી દેવેન્દ્રસૂરિજીએ પચ્ચકખાણભાષ્યમાં તથા શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ કરેલા બાલાવબોધમાં દુધ
આદિ છ વિગઈના એકવીસ ભેદો ભણ્ય ગણાવતાં ચોખ્ખા શબ્દથી ઉંટડીના દુધને ભક્ષ્ય ગણાવ્યું
છે કે? શું તે આચાર્યોને નિઃશૂક ગણો છો? ૧૩ શ્રી હેમહંસગણિજીએ શ્રી આવશ્યક બાલાવબોધમાં ઉંટડીનું દુધ ભક્ષ્ય વિગઈ તરીકે ગણાવ્યું છે કે? ૧૪ શ્રી હેમચંદ્રઆચાર્યને ભટ્ટજી દીક્ષિત વગેરે આસ્તિક શબ્દની વ્યુત્પત્તિ આપતાં સ્પષ્ટ લખે છે કે
(તિ પરત્નોવાિિતિ મતિરત્યાતિ') અર્થાત્ પરલોકાદિ છે એવી જેની બુદ્ધિ હોય તે
આસ્તિક કહેવાય. છતાં તેને નરી અજ્ઞાનતા કહેનાર કેટલો જ્ઞાની હશે ? ૧૫ જૈનદર્શન પ્રમાણે પણ સમ્યકત્વના લક્ષણ તરીકે આસ્તિકય જણાવ્યા છતાં, એ આસ્તિકય કોરી
માન્યતામાં નથી, એ કહેનારે ચોથું ગુણઠાણું કે જે અવિરતિમયને પરિગ્રહારંભની પ્રવૃત્તિવાળું છે ત્યાં આસ્તિકય માનવું નથી એમ કે ? (જૈન પ્રવચન)
વસ્તુના સકલધર્મોના પ્રાધાન્યથી કથન ને જ્ઞાનને પ્રમાણવાકય કે જ્ઞાન કહેવાય છે ને એકાદિ ધર્મની પ્રધાનતાએ નય કહેવાય છે ને તેથી પ્રમાણને સકલાદેશી ને નયને વિકલાદેશી માનવામાં અડચણ નથી પણ પહેલાંના ત્રણ ભાંગા વસ્તુના અખંડપણાને અંગે સકલાદેશી ને બીજા અવયવદ્વારાએ વસ્તુને નિરૂપણ કરનારા હોઇ વિકલાદેશી ગણ્યા છે ને તેથી અજ્ઞાનિકના સડસઠભેદમાં સતી ભાવોત્પત્તિ આદિ વિકલ્પો લઈ શકાયા છે. અવયવ ને અવયવિની અપેક્ષાએ સપ્તભંગી માનનારને તેમાં અડચણ નથી.
અસલમાં તો નવ દેવ અને સદ્ એ દુર્ણય પ્રમાણને નયનાં વાક્યો છે. દિગંબરોને તો અન્યધર્મની અપેક્ષા સાથેના એકધર્મવાળા વાકયને નય માનવો છે. વધારે માટે આવશ્યક મલયગિરિ ૩૭૦મું પાનું જોવું.
(જૈનદર્શન, સ્યાદ્વાદાંક)
Page #720
--------------------------------------------------------------------------
________________
તા. ૮-૧૦-૩૪
પહક
શ્રી સિદ્ધચક
(અનુસંધાન પા. ૪નું અનુસંધાન) જ છે. જો કે સામાન્ય રીતે શ્રીસિદ્ધચકની નવપદની આરાધના બારે માસ અને ત્રીસે દિવસ જૈનોમાં પ્રચલિત જ છે, અને તેથી જ ઘણા જૈનો પોતાને ઘેરે, મુસાફરીમાં શ્રીસિદ્ધચક્રના યંત્રને ગટ્ટાના નામે રાખે છે અને ઘણા મોટા ભાગે જૈનધર્મના ચૈત્યોમાં શ્રી નવપદજીનાં યંત્રો એકાદ નહિ પણ મોટી સંખ્યામાં હોય છે અને તે દરેકની પૂજા પ્રતિદિન ઘણા જૈનો કરે જ છે, તેમાં પણ શ્રીસિદ્ધચકના યંત્રો જેવી રીતે અને જેટલી સંખ્યામાં અસલ જૈનોના મંદિરોમાં મળે છે તેના હજારમા ભાગે પણ અસલ જૈનોમાંથી નીકળેલા દિગંબરજૈનોના હજારો મંદિરો છતાં પણ મળતાં નથી છતાં તે દિગંબરનોની તે શ્રી નવપદમય શ્રી સિદ્ધચકની પ્રતિદિન આરાધ્યતા હોય તેમાં કંઈ વાંધો નથી, પણ અસલ જૈનસંઘમાં આસો અને ચૈત્રના મહિનામાં સૂદિ સાતમથી પૂર્ણિમા સુધીના નવ દિવસોમાં એક એક પદની એક એક દિવસે સ્વતંત્ર આરાધના કરી જે ઓળીજીનાં વ્રતો દરેક વર્ષે બે બે વખત કરાય છે તેનો તેમજ તે આરાધનાને અંગે તે ઓળીજીના દિવસોમાં લાગલાગટ નવ દિવસ સુધી વર્ણ પ્રમાણે નિયમિત એક ધાનવાળાં કે સામાન્ય રીતે જે આયંબિલો કરાય છે તેનો પડછાયો પણ અસલ જૈનસંઘમાંથી નીકળેલા દિગંબરો કે સ્થાનકવાસીઓમાં જણાતો નથી. અસલ જૈનોની બહોળી વસતિવાળા કેટલાક ગામોમાં તો તે ઓળીજીના દિવસે લોકોને આરાધના અને તપની સગવડ માટે જુદી જુદી સારી રકમો કાઢીને તેના વ્યાજમાંથી કે જુદા જુદા ગૃહસ્થો જુદા જુદા દિવસોનું ખર્ચ નિયમિત આપવાનું રાખીને ચાલુ વ્યવસ્થા કરે છે. આ સ્થાને મુંબઈ નગરની શ્રીનવપદ સમાજની ટોળી દરેક વર્ષે આસો મહિનામાં પરદેશ જવાથી વિરાધનાના સંભવથી આસો મહિનામાં આખી ટોળી બહાર લઈ જતા નથી પણ ચૈત્રમાસની ઓળીજીના વખતે તે સમાજ કોઈપણ તીર્થસ્થાન કે તેવા ઉત્તમ સ્થાનમાં નિરૂપાધિપણે શ્રીનવપદજીની આરાધના કરવા માટે ઉપડી જાય છે અને જે સ્થાને સમાજ જવાની હોય છે તે સ્થાને અન્ય દેશોમાંથી પણ શ્રીનવપદજીની આરાધના માટે લોકોને એકત્રિત કરે છે. તે સમાજની તે તે સ્થાનમાં તે તે વખતની કરેલી આરાધનાને જોનારા અને અનુભવનારા ખુલ્લી રીતે મુક્તકંઠે કહે છે કે એક જિંદગીનો અપૂર્વજ ધર્મારાધનાનો પ્રસંગ છે તે સમાજે તે શ્રીનવપદજીની આરાધના કરવા માટે તીર્થાદિ સ્થાનોમાં જતાં અને આરાધના કરતાં જોઈતા અનુકૂળ નિયમો પણ કરેલા છે અને તે નિયમો તેના રિપોર્ટ ઉપરથી જોઈ શકાય છે, પણ આ સમાજનું જે તીર્થાદિ સ્થાને શ્રી નવપદજીની આરાધના માટે જવું થાય ત્યાં સકળ દેશના લોકોને દૂર હોવા વિગેરેના કારણથી દરેક વખતે દરેક દેશવાળાને આવવાનું ન થાય એ સ્વાભાવિક હોઈ દીર્ઘદ્રષ્ટિથી જો તેઓ જુદા જુદા પ્રાંતોમાં પ્રતિવર્ષે શ્રીનવપદજીની આરાધનાનો પ્રસંગ લેવાય એવી ગોઠવણ થાય તો તે ઘણું અનુકૂળતા ભરેલું ગણાય.
પૂર્વોકત રીતિએ સામાન્ય નવપદની સામુદાયિક આરાધના જે પ્રતિદિન જૈનો કરે છે, અને પૃથક પૃથક પદની પૃથક પૃથક દિને જે આરાધના શ્રીઓળજીમાં કરાય છે તે શ્રીસિદ્ધચક અને શ્રીનવપદજીમાં અરિહંતપદની જ પ્રથમ આરાધનાને પૂજ્યતા હોય છે. તેના કારણની તપાસ તરફ આપણે જોઈએ -
કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી સ્વોપણ એવા પોતાના શબ્દાનુશાસનમાં તે વ્યાકરણને (શબ્દાનુશાસનને) સર્વ ધર્મવાળાને અનુકૂળ ગણાવવા છતાં પ્રારંભમાં અરિહંત ભગવાનનું ધ્યાન કરવાને અંગે જ અરિહંત મહારાજને જણાવનાર અહમૂશબ્દનો ઉચ્ચાર કરે છે, અને તેની સ્વોપ વ્યાખ્યા કરતાં
Page #721
--------------------------------------------------------------------------
________________
તે જ ભગવાન હેમચંદ્રસૂરિજી તે અરિહંતપદને શ્રીસિદ્ધચક્રના આદિ બીજ તરીકે જણાવે છે, અર્થાત આ શ્રીનવપદરૂપી કે અન્ય કોઇ સ્વરૂપ સિદ્ધચકની કલ્પના કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીના જમાના કરતાં ઘણા જૂના જમાનાની છે, અને તેથી જ ભગવાન હેમચંદ્રસૂરિજીના વખતે તે શ્રીસિધ્ધચકજીની આરાધ્યતા ઘણા જ ઉંચે દરજે ગણાઈ હશે અને તેથીજ તેના આદિ બીજ તરીકે શ્રી હેમચંદ્રમહારાજે અહમપદને ગણાવ્યું છે, અર્થાત્ શ્રી સિદ્ધચક્રજીની આરાધનાને અંગે થતી પ્રવૃત્તિ કોઈ અન્યમાંથી અનુકરણ કરીને લેવામાં આવેલી નથી, પણ ઘણા જૂના જમાનાથી અસલ જૈનસંઘમાં ચાલુજ છે. વળી રાજવિક્રમાદિત્યને પ્રતિબોધ કરનાર ભગવાન સિદ્ધસેનદિવાકરજી મહારાજ પણ કલ્યાણમંદિર' નામના સ્તોત્રમાં “પૂતી નિર્વત્નરુવેર્યદિ વા વિમલક્ષી સંમવિપર્વ નવુ વ યા :” આવી રીતે જે ભગવાન અરિહંતને કમલના એક મુખ્ય ભાગરૂપ કર્ણિકામાં બિરાજમાન કરી સ્તુતિ કરે છે તે એ નવપદજીને પરૂપે ગોઠવે તો જ બની શકે એમ હોવાથી ભગવાન સિધ્ધસેનદિવાકરજીની વખત પણ શ્રીનવપદજીની પ તરીકે કલ્પના હોઈ તેની કર્ણિકામાં ભગવાન અરિહંતનું સ્થાન પ્રસિદ્ધિમાં આવેલું હોવું જોઇએ, અને તેથી શ્રીનવપદજી કે શ્રીસિદ્ધચકની માન્યતા ભગવાન સિદ્ધસેન દિવાકરજીની પહેલાંની માની શકાય. આવી રીતે શ્રસિદ્ધચકના આદિ બીજ તરીકે અથવા શ્રીનવપદજીરૂપી.પઘની કર્ણિકાના સ્થાનને શોભાવનાર તરીકે ભગવાન અરિહંતદેવોને કેમ ગયા તે આ સ્થાને વિચારવું પ્રસ્તુત છે, કારણ કે જૈનશાસના અને તેને અનુસરનારાઓના નિયમ પ્રમાણે તો અધિક ગુણોવાળાને અધિક પદ મળવું જોઇએ અને તે અપેક્ષાએ ચાર રસિકર્મથી બંધાયેલા એવા અરિહંત મહારાજા કરતાં ચાર ઘાતી અને ચાર અઘાતી એમ આઠે કર્મોથી સર્વદાને માટે સર્વથા મુક્ત થયેલા એવા સિધ્ધમહારાજાઓ છે અને તે સર્વગુણવાળા હોવા સાથે અરિહંત મહારાજાઓને પણ અમુક વખતે આરાધવા લાયક હોઇ સર્વોત્કૃષ્ટ મનાવવા જોઈએ, અને તે સિદ્ધ મહારાજાઓનેજ શ્રી સિદ્ધચકના આદિ બીજ તરીકે કે શ્રીનવપદરૂપી પવના કર્ણિકાભાગને શોભાવનારા ગણવા જોઇએ. છતાં ઉપર જણાવેલું સિદ્ધપણું પ્રાપ્ત કરાવનાર કે તે સિદ્ધપણાના માર્ગને સ્વયં એકાકિપણે આચારી તે આચારવાના મુખ્ય ફળ કેવળજ્ઞાનને મેળવી શ્રોતાઓને તે રસ્તે લાવી સિદ્ધપણું પ્રાપ્ત કરાવનાર ભગવાન અરિહંતો જ છે. એટલે કે સિદ્ધ મહારાજાના સામર્થ્યથી અરિહંતપણાની કે અરિહંતોની ઉત્પત્તિ કે સ્થિતિ નથી પણ ભગવાન અરિહંતોના સામર્થ્યને આધારેજ સિદ્ધોનું થવું અને તે સિદ્ધ મહારાજાઓના સ્વરૂપની જાહેરાત થવા સાથે તેઓનું આરાધ્યપણું જગતમાં સિદ્ધ થાય છે અને પ્રસરે છે, અને તેથી જ અરિહંતાદિકને જણાવનાર એવા આચાર્યાદિક કે જેઓ ભગવાન અરિહંતની પર્ષદરૂપ છે તેઓને અરિહંતાદિકને જણાવનાર તરીકે અરિહંતાદિક કરતાં પ્રથમ નમસ્કાર કરવા લાયક ન ગણ્યા છતાં ભગવાન અરિહંતને સિદ્ધમહારાજ કરતાં પણ પ્રથમ નમસ્કાર કરવા લાયક ગણ્યા છે અને તેથી શાસકારો પણ ભગવાન તીર્થકરોએ સ્થાપેલા તીર્થને આલંબને થનારા સિદ્ધોને તીર્થસિદ્ધ તરીકે જણાવી સિધ્ધપણાના મૂળ કારણ તરીકે જ અરિહંત ભગવાનો છે એમ જણાવતાં ભગવાન તીર્થકરોની પ્રથમ નમસ્કરણીયતા અને આરાધ્યતા સાબીત કરે છે, અને તેથી જ ભગવાન અરિહંતો કે જેઓ અશોકાદિ આઠ પ્રાતિહાર્ય અને અપાયાપગમઆદિ ચાર અતિશયોને ધારણ કરનારા છે તેઓને શ્રીસિદ્ધચકના આદિ બીજ તરીકે અને શ્રીનવપદપની કર્ણિકાને સ્થાને યોગ્ય ગણ્યા છે.
Page #722
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધચક્રનું આદિ બીજ અને શ્રી નવપદપદ્મની કર્ણિકા.
ત્રિલોકનાથ તીર્થકર ભગવાનરૂપી અરિહંતો. શ્રી જૈનશાસનમાં અવ્યવચ્છિન્નપણે શાસનનાયક ભગવાન મહાવીર મહારાજથી અવિચ્છિન્નપણે ચાલ્યા આવતા શ્રીજૈનસંઘમાં કે તે જૈનશાસનમાંથી સાધર્મિકપણાના પણ સંબંધ વિનાના અને વાવાળા જૈન મૂળસંઘમાંથી ઉતરેલા હોઈ પોતાને દિગંબર એટલે દિશારૂપી વસાવાળા તરીકે જાહેર કરનારા દિગંબરજૈનોમાં (કોઈપણ જૈનાગમમાં જૈનોની મૂળ શાખાને શ્વેતાંબર તરીકે જણાવી નથી. શ્વેતાંબર તરીકે મૂળ શાખાને વિશેષણ તરીકે લગાડવાનો પ્રસંગ દિગંબરોની ઉત્પત્તિ પછી ઘણા સૈકા થઈ ગયા પછી જ શાસ્ત્રોમાં ઉપલબ્ધ થાય છે અને તે જૈન મૂળ શાખામાંથી નીકળેલા દિગંબરોને માટે દિગંબર એવો શબ્દ તેમના મૂળ પુરુષ કુંદકુંદ (કદિન્ય)થી શરૂ થયેલો છે, અને તેથી જ વર્તમાનમાં પણ સમજદાર જૈનો પોતાને માટે જૈનશબ્દની પાછળ શ્વેતાંબરશબ્દથી ઓળખાણ જવલ્લેજ આપે છે; કારણ કે જુદા પડનારા દિગંબરોને જૈનોની પાછળ દિગંબર એવો શબ્દ જોડવાની જરૂર પડે તે સ્વાભાવિક છે, પણ મૂળ શાખારૂપ જૈનોને તે દિગંબરોથી ભિન્નતા બતાવવા ખાતર પણ શ્વેતાંબર વિશેષણ લગાડવું વ્યાજબી નથી. જો દિગંબર અને શ્વેતાંબર બંને વિશેષણોથી બંને કોમો ઓળખાય તો મૂળ આદિ જૈનધર્મ પાળનારી કઈ જનતા હતી તે પારખવું મુશ્કેલ પડે. એ પણ યાદ રાખવાની જરૂર છે કે સહરામલ્લ દિગંબર જૈનોએ સર્વથા સાધર્મિકપણામાંથી કાઢી નાખ્યો છે અને તેથી દ્વિવોને માટે કરેલા અનશનાદિને આધાકર્મ માનીને ત્યાગ કરવામાં તે નિહોને બારે પ્રકારના સાધુવ્યવહારથી દૂર કરવા માટે શ્રીસંઘે કાયોત્સર્ગ કરેલો અને તે દ્વારાએ તેઓને દૂર કર્યા છતાં તે ઇતર નિદ્વવોને રજોહરણાદિ વેષ જૈનસંઘના સાધુ જેવો હોવાથી લોકોમાં શ્રીજૈનસંઘના સાધુઓથી તેઓની ભિન્નતા લોકોમાં જાહેર હોય પણ ખરી અને કદાચ ન પણ હોય, અને તેથી તે ઇતર નિદ્ધવોને માટે કરેલા અશનાદિકનું આધાર્મિપણું જ્યાં નિવો ભિન થવાનું જાહેર હોય ત્યાં ગણવામાં આવે નહિ પણ જે ગામમાં લોકોમાં તે ઈતર નિદ્વવોનું ભિન્નપણું રજોહરણાદિ વેષની સામ્યતાને લીધે જાહેર ન હોય તે સ્થાનમાં તે ઇતર નિદ્ધવો માટે કરેલા અશનાદિકને આધાકર્મી ગણીને વર્જવા જોઈએ એમ ઈતર નિન્નાહવો માટે આધાકર્મી વર્જવા માટે વિકલ્પ જણાવે છે, પણ બોટિક (દિગંબર)ને માટે ભિન્નતા લોકોમાં સ્પષ્ટ હોવાથી તેના સાધુ માટે કરેલા અનશન વિગેરેના આધાર્મિપણામાં વિકલ્પ નથી એટલે તે દિગંબરના સાધુ માટે કરેલા અનશનાદિક આધાકર્મી કહેવાય નહિ, કેમકે તેમને શ્રીસંઘે બહાર કાઢયા છે, અને લોકોમાં પણ તે બહાર કાઢેલા તરીકે જાહેર થયેલા છે.) વળી શાસ્ત્રોને લોકોથી સ્થાપનાનિક્ષેપાની આરાધ્યતા સિદ્ધ છતાં જેઓને ભગવાન જિનેશ્વરદેવોની પ્રતિમાની માન્યતા અને પૂજા વિગેરે ઉડાવી દીધાં તેવા સ્થાનક્વાસીઓમાં પણ શ્રી સિદ્ધચક અને શ્રીનવપદપઘની માન્યતા જાણ બહાર નહિ હોવા સાથે ઘણી જ પ્રચલિત છે.
આ નવપદમય સિદ્ધચક્રની આરાધના માટે જૈનોના ઘણા ગામોમાં દરેક આસો અને ચૈત્ર માસમાં સુદિ સાતમથી પૂર્ણિમા સુધીના દિવસોમાં પ્રયત્નો કરવામાં આવે છે તે વાત જગપ્રસિદ્ધ
(અનુસંધાન પા. ૫૭૬ પર)
Page #723
--------------------------------------------------------------------------
Page #724
--------------------------------------------------------------------------
________________
વર્તમાન સમયે પૂ.આ. શ્રીઅશોકસાગરસૂરિ મ.સા.ન
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ ઊન્ટેલ (રાજ.)
જી માંડવગઢ તીર્થ
શ્રી જંબૂઢીપ દેરાસર
શ્રી માણિભદ્રતીથી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
થી નવકાર મંદિ
Page #725
--------------------------------------------------------------------------
________________
માર્ગદર્શન મુજબ શાસનની સેવાઅર્ધી રહેલા તીર્થો.
અજીતશાંતિ તીર્થ બામણવાડા (ઉંઝા ઉ.ગુ.)
-
ર) (મધ્યપ્રદેશ)
(પાલિતાણા)
શ્રી આર્યરક્ષિતસૂરિ તીર્થધામાં મંદસૌર (મ.પ્ર.)
લાપ-પાલિતાણા).
Page #726
--------------------------------------------------------------------------
________________ પૂ.આગમોદ્ધારકશ્રીની આગમવાણીને સુરક્ષિત રાખનાર મુખ્ય સ્થાપત્યો શ્રી વર્ધમાન જેના આગમમંદિર સંસ્થા (પાલિતાણા-સૌરાષ્ટ્ર શ્રી વર્ધમાન જેના તામ્રપત્ર આગમમંદિર (સુરત) શ્રી સાગરાનંદ, બોદ્ધારક શી. પૂજ્ય આગઈ A tot જેનાનંદ પુસ્તકાલય છે (સુરત) શેઠ શ્રી દેવચંદ લાલભાઈ ઝવેરી Sછે જેના પુસ્તકોદ્ધાર ફંડ (સુરત) ડિઝાઈન - પ્રિન્ટીંગ : શ્રી ચામુંડા પ્રીન્ટવિઝન, અમદાવાદ-૪. ફોન : (079) 2630531