________________
૧૩૬
શ્રી સિદ્ધચક્ર
તા.૧૦-૧૨-૩૩ સમાધાન-ગ્વાદિ આઠ ગણના ધાતુઓને સ્વાર્થમાં પણ બિન્ આવે છે, તેથી તિકતીતિ સ્થાપના એમ કરી શાશ્વત પ્રતિમાઓને સ્થાપના કહેવામાં અડચણ નથી; અને તેથી જ શ્રીઅનુયોગદ્વાર સૂત્રની ટીકામાં આ વ્યુત્પત્તિ પણ જણાવી છે. વળી “ધ્વસિ" એ ઉણાદિસૂત્રથી મન પ્રત્યય લાવીને રચના શબ્દની માફક સ્થાપના શબ્દ બનાવવામાં આવે તો ઉણાદિ સર્વકાળમાં અને અપાદાન સંપ્રદાન સિવાયના સર્વ કારકોમાં આવા હોવાથી તેની વ્યુત્પત્તિ કોઇપણ પ્રકારે થઈ શકે છે.
પ્ર ૬૦૦- આચારાંગ-સૂત્રકૃતાંગ આદિ સૂત્રો ભણાવવા માટે જેમ દીક્ષા પર્યાય જોવાય છે, તેવી રીતે ચાર મૂળ સૂત્ર ભણાવવાનો કાળ કયો? અને તે ચાર મૂલ સૂત્રના નામ ક્યા?
સમાધાન- દીક્ષા થયા બાદ તુરતજ ભણાવવાની રજા આ ચાર મૂળસૂત્રો માટે છે, અને તેથી તેમાં દીક્ષા પર્યાયનું નિયમન કર્યું નથી, અને તેથી તેને મૂળસૂત્રો કહેવાય છે. અર્થાત્ શાસ્ત્રકારોએ એ ચાર મૂળસૂત્ર માટે દીક્ષા પર્યાય નિયત કર્યો નથી. બાકી બીજા સૂત્રોમાં દીક્ષા પર્યાયનો નિયમ છે, ચાર મૂળસૂત્રનાં નામ૧ આવશ્યક (ઓધનિયુકિત સહિત), ૨ દશવૈકાલિક, ૩ પિંડનિર્યુકિત; અને ૪ ઉત્તરાધ્યયન.
પ્ર. ૬૦૧- પંચમકાળના અંતમાં ભાવિપ્રભાવક ભગવાન શ્રીદુઃuસહ સૂરીશ્વરજીના સમયમાં કયા શાસ્ત્રોના આધારે શાસન ચાલશે ?
સમાધાન- શ્રીઅનુયોગવાર સૂત્ર અને શ્રીશથંભવ સૂરીશ્વરજી રચિત શ્રીદશવૈકાલિક સૂત્ર એ બે સૂત્રોના આધારે શાસનની પ્રવૃત્તિ ચાલુ રહેશે.
પ્રશ્ન ૬૦૨- શું તીર્થકરોને થાક લાગતો હશે કે બીજા પહોરે શાસનના પટ્ટધર ગણધર ભગવંતોને દેશના દેવા બેસાડતા હતા? અગર શું એકસરખી દેશના સાંભળી લોકો કંટાળતા હતા કે જેથી બેસાડતા હતા?
સમાધાન- અનંતબળના ધણી શાસનસંસ્થાપક તીર્થંકરદેવોના આત્માને થાક લાગતો નહોતો, તેમજ સુધા તૃષા આદિ અનેકદોષોને શમાવનાર અમૃતસમાન દેશના સાંભળીને લોકો કંટાળતા પણ નહોતા, પણ વસ્તુતઃ જેની રચેલી દ્વાદશાંગી અનુસાર ચતુર્વિધ સંઘ આરાધના કરી કૃતાર્થ થવાનો છે, તેવા ગણધર ભગવંતના હાથે દેશના દેવરાવવાથી મારું કથન અને ગણધરોનું કથન સરખું છે, એમ જણાવવા સાથે તે કથન ઉપર તીર્થંકરદેવની સહી મહોરની છાપ મારવામાં આવે છે. અર્થાત્ ગણધરપદના સમર્પણ અવસરે તો અનુજ્ઞા દીધી ત્યારથી દ્વાદશાંગી ઉપર સહી ગઈ હતી, પણ પોતાની હાજરીમાં દેશના દેવરાવવાથી શાસનમાં ગણધર ભગવંતના વચનમાં સર્વજ્ઞદેવોની સંપૂર્ણ સહાનુભૂતિ છે, એ દર્શાવવાને આ નિયમ દરેક તીર્થકરોના સમયમાં અવ્યાહતપણે ચાલે છે.
પ્ર. ૬૦૩- અંગ વગર ઉપાંગ હોય નહિ તેથી જેટલાં ઉપાંગો છે તે તે ઉપાંગો અંગના અવયવભૂત હોવા જોઇએ, તો ક્યા અંગના કયા ઉપાંગો સમજ્યાં? તેમજ હાલ અંગ અગ્યાર છે જ્યારે ઉપાંગ બાર છે અંગના અવયભૂત ઉપાંગ હોય તો ઉપાંગમાં આવતું વર્ણન પણ અંગને અનુસરતું હોવું જોઇએ એ વાત શાસ્ત્ર સંમત છે?
સમાધાન- વર્તમાન સમયમાં દષ્ટિવાદ નામના બારમાં અંગેનો વિચ્છેદ હોવાથી અંગો અગીયાર છે, પણ દૃષ્ટિવાદની વખતે અંગો બાર હતા, અને તેનેજ ઉદ્દેશીને ઉપાંગો પણ બાર રચવામાં આવ્યાં હતાં. આચારાંગ, સૂગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીજી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, અનુત્તરોવવાઈ, પ્રશ્નવ્યાકરણ, વિપાકશ્રુત અને દષ્ટિપાદ એ બાર અંગ તેના અનુક્રમે ઉવવા, રાયધ્વસેણી, જીવાભિગમ, પન્નવણા, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, કપ્રિયા, કષ્પવડંસિયા પુફિયા, પુષ્ફચૂલિયા, નિરયાવલી એ બાર ઉપાંગો છે. અંગના કોઈપણ એક અવયવને અનુસરીને તેના વિસ્તારરૂપ ઉપાંગો હોય છે.