________________
તા. ૧૭-૧૨-૩૩
શ્રી સિદ્ધચક
૧૩e.
સવેગની સમરાંગણ ભૂમિ ચાને સમરાદિત્ય ચરિત્ર.
અનુવાદક -“મહોદયસાવ” (નોંધ:-પ્રથમ વર્ષના ૧૬માં અંકથી અનુસંધાન. તંત્રી)
इति संपूर्णतयाते दाहकर्म महोत्सवे ।
वर्षलक्षा ययुर्बहृयस्तयो विर्षय सेवया ॥१४१॥ સિંહકુમારનો વિવાહ
(ગતાંકમાં આપણે જોઈ ગયા કે પુરૂષદત્ત મહારાજાના સુપુત્ર સિંહકુમાર કોડાસુંદર નામના ઉદ્યાનમાં લક્ષ્મીકાન્તનામા નરપતિની સુપુત્રી કુસુમાવલીને જોઈ કામથી પીડિત બને છે અને કુસુમાવલી પણ રાજકુમારના સૌંદર્યમાં મોહિત બની પોતાની સખી શ્રીમતી મદનરેખા દ્વારા માતાપિતાને પોતાના વિચાર દર્શાવે છે. અસ્તુ તે પછી પુરૂષદત્ત મહારાજા પોતાના સુબુદ્ધિ નામા સચિવરત્નની દ્વારા લક્ષ્મીકાંત નામના રાજા પાસે કુસુમાવલીની સિંહકુમારાર્થે યાચના કરી. નરપતિએ પણ તે યોગ્ય માગણીનો સ્વીકાર કર્યો.
તે પછી મહામહોત્સવ પૂર્વક સિંહકુમારને કુસુમાવલી સાથે પુરૂષદત્તરાજા લગ્ન ગાંઠથી જોડે છે. અન્યદા સિંહકુમાર ઘોડા ઉપર બેસી બગીચામાં ફરવા નીકળેલ છે તે વખતે મુનિવરોથી પરિવરેલા એવા શ્રી ધર્મઘોષ આચાર્ય મહારાજને જોયા. કુમારને મુનીનું જીવનવૃતાંત પુછવાની ઉદ્ભવેલી જીજ્ઞાસા.
સિંહકુમાર-સૂરિપુંગવને જોઈ અત્યંત આનંદિત થાય છે. ને ત્યાં જઈ આચાર્યદેવેશને વંદન કરે છે કે હે ભગવઆપને એવો શો વૈરાગ્ય થયો કે જેના યોગે દુષ્કર એવા ચારિત્ર્યનો આપે સ્વીકાર કર્યો?
સિંહકુમારનો આ પ્રશ્ન બહુ વિચારણીય છે. આ વખતે સિંહકુમાર નથી તો સમ્યકત્વવાન કે નથી જૈન કુલમાં અવતરેલ-છતાં મુનીવરના બાહ્ય ત્યાગ-આચરણ વિગેરે જોઇને પણ તેને આનંદ થાય છે. ધર્મ પામતા પહેલાં તે આત્મામાં જરૂર અમુક પ્રકારની યોગ્યતા હોય છે તેવી યોગ્યતાથી પણ પરવારી બેઠેલા આત્માઓ જૈન કુલ ઉત્તમ સામગ્રી પામેલા છતાં પણ દુર્લભ એવા મનુષ્ય જીવનને હારી જાય છે. સિંહકુમાર ભરપુર યુવાવસ્થામાં છે તાજો પરણેલો છે, વળી મોજશોખીલો રાજકુમાર છે ભોગમાં રાચેલું માચેલું જીવન છે છતાં ત્યાગી જીવનને જોઈ તેને અત્યંત આનંદ આવે છે. અરે આનંદ આવે છે એટલું તો નહિ પણ સાથે સાથે તે જીવન કેવી રીતે આચાર્યદેવ પામ્યા તે જાણવાની પણ ઉત્કંઠા તેને થઈ આવે છે. હજુ એને મુનીવરના જ્ઞાન અત્યંતર ચારીત્ર્ય વિગેરેની અનુભવથી ખાત્રી થઈ નથી. અહીં તો ફક્ત બાહ્યવેશ દેખીનેજ મુનીવર અને ત્યાગ જીવન પ્રત્યે તેનો સદ્ભાવ જણાઈ આવે છે. જૈન સાહિત્યની કથાઓના રસિકઆત્માઓ કથાઓ અને મહા પુરૂષોના જીવન ચરિત્રો વાંચતાં પોતાનું જીવન તેવું ઘડવા માટે ચિંતવણા કરે તો જરૂર આજના જૈન કુલમાં અવતરેલા ઘણા ભાગ્યશાલીઓ જીવનનો પ્રવાહ જડવાદના પુરમાં વહેવરાવી રહ્યા છે તેના બદલે જૈનત્વના પુરમાં પોતાના જીવનને વહેવરાવે તેમાં લેશભર શંકા નથી. અસ્તુ
કુમારના પ્રશ્નના જવાબમાં સૂરિપુરંદરે જણાવ્યું કે મહાનુભાવ સંસારમાં સર્વવસ્તુ નિર્વેદનું કારણ છે કોઈ પણ વસ્તુ એવી નથી કે જેનો યોગ્ય વિચાર કરવામાં આવે તો આત્માને પોતાનું ભાન થયા સિવાય રહે નહિ. આચાર્યદેવના આ વચનો મુમુક્ષુ આત્માઓ માટે ખરેખર વિચારણીય છે. જમાનાને નામે ધર્મને ગૌણ કરનારા કે બેદરકારી કરનારા જો આ જમાનામાં ભોગવાતું આયુષ્ય, પ્રપંચી જીવન, અકાળ મૃત્યુ ઉત્તમ