________________
૧૩૮
શ્રી સિદ્ધચક્ર
તા.૧૭-૧૨-૩૩ સામગ્રીનો અભાવ. વિગેરેનો જો હૃદયપૂર્વક વિચાર કરે તો ધર્મની સામે થવાનું કે ચેડા કરવાનું જરૂર માંડી વાળે. આવા બધા ચરિત્રો આપણને વિધવિધ સામગ્રી પુરી પાડે છે તે યથાક્રમ જોવાશે. આચાર્યદેવે વિશેષમાં જણાવ્યું કે મને પણ સંસાર ઉપરથી નિર્વેદ થયો તેનું વિશિષ્ટ કારણ તો મેં જે અવધિજ્ઞાની મુનિવરનું ચરિત્ર સાંભળ્યું તે છે ને તે ચરિત્ર આ પ્રમાણે છે. અવધિજ્ઞાની મુનીનું જીવનચરિત્ર
હું પૂર્વાવસ્થામાં આ મહાવિદેહ ક્ષેત્રમાં રાજપુર નગરની અંદર સ્વભાવથીજ સંસારથી ઉદ્વિગ્ન ચિત્તવાળો થઈને રહેતો હતો તે નગરની અંદર અવધિજ્ઞાની એવા અમરગુપ્ત નામના આચાર્ય મહારાજ ઉદ્યાનમાં સમોસર્યા-ભગવાન સમોસર્યા એવું જાણી ગ્રામાધિપતિ અરિમર્દનનામા ભૂપતિ પરિવાર સહિત ભગવાનને વાંદવા આવ્યો. રાજાએ ભગવાનને વાંદી પૂછયું કે-હે ભગવનું આપને અવધિજ્ઞાન શાથી ઉત્પન્ન થયું? ત્યારે જ્ઞાની મહારાજાએ કહ્યું કે સાંભળો-આ વિજયની અંદર ચમ્પાવાસા નામે નગર છે તે નગરમાં સુખ નામનો શ્રેષ્ઠી વસે છે તેને એક સોમા નામે કન્યા હતી. તે સોમાને તેના પિતાએ નંદનનામના સાર્થવાહનાપુત્ર રૂદ્રદેવ જોડે પરણાવી. તે સોમા જૈન ધર્મના સંસ્કાર પામેલી હોવાને યોગે સંસારમાં નિસ્સારતાપૂર્વક જીવન ગાલતી ધર્મ આરાધનામાં તત્પર રહેતી હતી પણ તેનો પતિ મહામિથ્યાત્વી ને નાસ્તિક મતનો પ્રરૂપક હતો. સોમા પોતે ધર્મીષ્ઠ હોવાથી પતિની છાયામાં ન તણાતાં પોતાની ફરજ અદા કરતી ઘણી વખત પતિને કહેતી કે ધર્મ આરાધના કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે માટે તમે ધર્મ આરાધન કરો. પણ જે આત્મા વિષય સુખમાંજ આનંદ માને તેને આ શબ્દો કયાંથી રૂચે ?તે તો ઉલ્ટો તેની સ્ત્રીને કહે તો કે “હે મુગ્ધ, વિષય સુખમાં વિઘ્ન આપનાર એવા આ ધર્મથી શું થવાનું હતું માટે તું આ ધર્મને મુકી દે.”
સોમાં કહે છે કે - “કઢવા ફલને આપનાર એવા એ વિષય સુખથી સર્યું” આવી રીતે સમજાવવા છતાં પણ પાપ કરવામાં નિર્લજ બનેલો તે રૂદ્રદેવ બીજી કન્યા પરણવા માટે તૈયાર થયો અને નાગદેવ નામના સાર્થવાહની પુત્રી નાગશ્રી નામની કન્યાની યાચના તેના પિતા પાસે કરી. વિષય પિપાસા એજ અનર્થ કરાવે છે.
ખરેખર વિષયાસકત આત્માઓને સુખના કારણભૂત અને ઉત્તરોત્તર મોક્ષ સુખને આપવાવાળી એવી પણ ધર્મક્રીયા કલેજામાં કાંટા ભોંકવા જેવી થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી અને તેવા આત્માઓ લોક નિન્દાપાત્ર એવી આચરણા કરતાં લેશમાત્ર પણ ક્ષોભ કે લજ્જા આવતી નથી. ચાલુ પ્રકરણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે એક ઉત્તમ કુલવાન આત્મા હોવા છતાં પણ ક્ષણિક પૌલિક સુખોને માટે એક સ્ત્રી હોવા છતાં પણ બીજી કન્યા પરણવા માટે તૈયાર થાય છે. અરે એટલું જ નહિ પણ તે માટે અધમમાં અધમ કૃત્ય કરીને પણ તે દુર્ગતિનો ભાગીદાર બનશે તે આપણે આગળ જોઇશું.
અયોગ્ય આજ્ઞાને આધીન ન થવાય તે આશાભંજક પણું છે?
અહીં એક બીજો જ પ્રશ્ન ઉભો થાય છે. સોમા પોતાના પતિની વિષયોની ઈચ્છાને આધીન ન બની તેના અંગ્રેજ તેનો પતિ બીજી કન્યા પરણવા તૈયાર થાય છે અને તે પરણવા માટે સોમાનું મૃત્યુ કરવા સુધીના પાપ તરફ દોરાય છે તો સોમા આ બધા પાપના નિમિત્તભૂત ખરી કે નહિ અને સોમાને પતિ આજ્ઞા ભંગનો દોષ લાગે કે નહિં. આ પ્રશ્ન બહુ વિચારણીય છે અને આવા પ્રશ્નનો ગુંચવાડો આજના વિતંડાવાદીઓ તરફથી સામાન્ય જનતા આગળ ધરાય છે અને વિચારશીલ નહીં એવા આત્માઓ મુંઝાઈ જાય છે તેવાઓને આ સોમાનું જીવન વિચારણીય છે અને તે હવે આપણે હવેના અંકમાં વિચારીશું?
(ચાલુ)