SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૬-૩૪ શ્રી સિદ્ધચક ૪૦ કિ સજેશ્વરી લે લઠેશ્વશે કેમ ? 9 (અનુસંધાન પા. ૩૩૨) ઉપરની હકીકતથી સ્પષ્ટ માલમ પડયું હશે કે ઇન્દ્રિયોના વિષયો અને તેના સાધનોની લોલુપતાનું પરમસ્થાન અને તેને લીધેજ આરંભ પરિગ્રહ અને વિષયકષાયનું ઉત્કૃષ્ટધામ તેજ રાજેશ્વરપણું છે અને તેવી રીતનું મેળવેલું રાજેશ્વરપણું જીવને આત્મદશાનું ભાન થવા દેતું નથી અને આ જ કારણથી વિષયાદિકોની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ દુર્ગતિના કારણભૂત કર્મોનું ઉપાર્જન માની શકાય છે. જો કે કેટલાક મહાનુભાવોને પૂર્વભવમાં આચરેલા દાનાદિક પુણ્ય કર્મોથી રાજ્યની કે શ્રીમતાની પ્રાપ્તિ થાય છે અને તેઓ તે રાજ્યઋદ્ધિમાં જન્મેલા અને ઉછરેલા હોવા છતાં ત્રિલોકનાથ ભગવાન જિનેશ્વરોના અબાધિત વચનોને જાણીને તેમજ સંસારની અનિત્યતા અને અશરણતાનો વિચાર કરી વિષયની વિપાક કટુકતાનાં વિષમ પરિણામોનો વિમર્શ કરી સંસારમાત્રને છોડવાલાયક માને છે, પણ ચારિત્રમોહનીયના ઉદયથી વિપાક કટુક એવા વિષયોથી આસકિત છૂટતી નથી અને તે જ કારણથી પરમ સાધ્યતર તરીકે ભાસે નહિ, અને અનગાર દશાને અંગીકાર કરી શકતા નથી. તેવો રાજવી પાંજરામાં રહેલા સિંહની માફક પોતાના કર્મને પરાધીન બનતો છતાં જેમ પાંજરામાં પણ રહેલો સિંહ તૃણભક્ષણ કરે નહિ તેવી રીતે સંસારની જાળમાં ઝકડાયેલો, વિષયના વ્યામોહમાં મૂઢ બનેલો છતાં પણ ભગવાન જિનેશ્વર મહારાજે કહેલા તત્વોની પ્રતીતિને આધારે છાંડવાલાયક ને આદરવાલાયક પદાર્થોની છાંડવા ને આદરવાલાયકપણાની બુદ્ધિને નહિ છોડતો શક્તિ અને વર્ષોલ્લાસ હોય તો અનુવ્રતાદિને આદરતો રાજવી કોઈ દિવસ પણ નરકેશ્વર થતો નથી પણ તેવું રાજવીપણું ત્રણ ખંડના માલીક વાસુદેવ, પ્રતિવાસુદેવોને અગર છ ખંડના માલીક ચક્રવર્તીઓને કોઈ કાળે પણ થતું નથી અને તેથી ચક્રવર્તીઓ તો ચાહે જેટલા લાંબા કાળ ચક્રવર્તીપણું ભોગવ્યા છતાં તથા સમ્યકત્વ જેવી અમૂલ્ય ચીજ ધારણ કર્યા છતાં પણ જો ઉંમરના અન્ય ભાગે અનગારિતા સ્વીકાર કરે તો ચક્રવર્તી રાજવી દેવલોક અગર મોક્ષને મેળવી શકે છે પણ સાધુતાને નહિ સ્વીકારનારા વાસુદેવ અને પ્રતિવાસુદેવો તથા કેટલાક ચક્રવર્તીઓ અશરણપણે મરણને શરણ થઈ પોતાની જિંદગીમાં વિષયકષાય ને આરંભ પરિગ્રહને અંગે ઉપાર્જન કરેલાં કર્મોને લીધે લાંબા આયુષ્યવાળા નારકીમાં ઉત્પન્ન થાય છે. આ વાત લક્ષ્યમાં લેતાં રાજેશ્વર તે નરકેશ્વર થાય એમ કહેવામાં ભૂલ થાય છે એમ કહી શકાય નહિ. બિલાડી જેમ દૂધને દેખે છે પણ ડાંગને દેખતી નથી તેવી રીતે વિષયમાં આસકત બની મદોન્મત્ત હાથીની પેઠે ભાન ભૂલેલા રાજવીઓ પોતાની ઋદ્ધિસમૃદ્ધિની વૃદ્ધિ જ કરવાના લક્ષ્યથી પ્રજાના
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy