SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ You શ્રી સિદ્ધચક્ર તા.૧૨-ક૩૪ માં સુધા-સાગર છે ૧૦૫ સમ્યકત્વ પામતી વખતનો આનંદ કેવલજ્ઞાની મહાત્માઓથી આખી જીંદગીના પ્રયત્નથી પણ સ્પષ્ટપણે કહી શકાતો નથી. ૧૦૫૭ આત્મકલ્યાણનો માર્ગ ચારિત્ર સિવાયનો બીજો કોઈ નથી અને તે સર્વદા હું આદરૂં એવી સમ્યકત્વવાળાને હંમેશાં બુદ્ધિ હોવી જોઇએ. ૧૦૫૮ અવધિજ્ઞાનથી અલંકૃત દેવતાઓ પરમેષ્ઠી કે વંદનીય તરીકે ગણાતા નથી પણ અષ્ટ પ્રવચનમાતાને ધારણ કરનાર સાધુ પરમેષ્ઠી ને વંદનીય તરીકે ગણાય છે. ૧૦૫૯ ભાવક્રિયા તેનું નામ ગણાય કે જે કર્મક્ષયના મુદ્દાથી નિરતિચારપણેજ કરાય. ૧૦૬૦ જૈનશાસનમાં સમ્યગુદર્શન જ્ઞાન, ચારિત્ર સિવાય પરમ મંગળ પદાર્થો બીજા નથી. ૧૦૬૧ દયાના પરિણામ વગરનો જીવ બલ્લે ચૌદ રાજલોકના જીવોના ઘાતની અનુમોદના કરનાર છે. ૧૦૨ ભાવદયા સમ્યકત્વવાનું, દેશવિરતિ તથા સર્વવિરતિ વિગેરે તમામની ગણાય છે. ૧૦૬૩ સમગ્ર રાગાદિક દોષોનો પ્રચાર કરનાર હોય તો માત્ર ભોગતૃષ્ણા છે. ૧૦૬૪ કાષ્ઠાદિકથી જેમ અગ્નિ અને પાણીના પૂરથી જેમ તનુદ્ર તૃપ્ત થતો નથી તેમ ગમે તેટલા ભોગો ભોગવ્યા છતાં ભોગતૃષ્ણાવાળો આત્મા કદી સંતોષ પામતો નથી. ૧૦૬૫ ભોગ ભોગવવા ધારાએ ભોગતૃષ્ણાને તૃપ્ત કરવા ધારવું એ જળમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબને બાળક પકડવા જાય તેના જેવું છે. ૧૦૬૬ અધમ પુરુષો મોહ અને અજ્ઞાનથી ભોગતૃષ્ણાને આધીન થઈ ભયંકર ભવઅરણ્યમાં ભટક્યા કરે છે, જ્યારે ઉત્તમ પુરુષો આ ભોગતૃષ્ણાને દોષવાળી ગણીને પોતાના શરીરરૂપી મકાનમાંથી બહાર કાઢી સંતોષમાંજ લીન રહે છે. ૧૦૬૭ ત્યાં સુધી જ મોક્ષમાં અપ્રીતિ અને સંસારમાં પ્રીતિ ભાસે છે જ્યાં સુધી ચિત્તમાં આ અધમ ભોગતૃષ્ણાએ ઘર ઘાલ્યું છે. ૧૦૬૮ કોઈપણ પ્રકારે જ્યારે આ ભોગતૃષ્ણા ઓસરી જાય છે ત્યારે ભાગ્યશાળીઓને ભવ કાંકરા સરખો ભાસે છે. ૧૦૬૯ ભોગતૃષ્ણાને આધીન થયેલો અજ્ઞાની નરજ અશુચિથી ભરેલા ટોપલા સરખા સ્ત્રીઓનાં અંગોમાં સુગંધી અને મનોહર કમળની તથા નિર્મળ ચંદ્રની કલ્પના કરે છે. ૧૦૭૦ જ્યારે આ ભોગતૃષ્ણા સર્વથા ચાલી જશે ત્યારે સ્ત્રીઆદિક, જે પાંચ ઈદ્રિયોના શબ્દાદિક વિષયો તે સ્વપ્નમાં પણ દેખાવ દેશે નહિ. ૧૦૭૧ જે મહાત્માઓના શરીરમાંથી આ ભયંકર ભોગતૃષ્ણા ભાંગી પડી છે તે ભિક્ષુક કે દરિદ્રનારાયણ હોય તો પણ ઇદ્રાદિકથી અધિક સુખી છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy