SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ e૪ તા. ૧૨-૬-૩૪ શ્રી સિદ્ધચક્ર પ્રશ્ન ૧૮૩- સિદ્ધચક્રજીના જુદા જુદા વર્ગ રાખવાનું કારણ શું? સમાધાન- જુદા જુદા પદોનું સહેલાઈથી ધ્યાન થઈ શકે છે. પ્રશ્ન ૬૮૪- સંકળતીર્થ કયા આવશ્યકમાં ગણાય? સમાધાન- રાઈ પ્રતિક્રમણમાં છ આવશ્યકની સમાપ્તિ તથા પચ્ચખાણ લેવાની શરૂઆતમાં કહેવામાં આવતું હોવાથી પચ્ચખ્ખાણ નામના છઠ્ઠા આવશ્યકમાં ગણવામાં આવે તો હરકત લાગતી નથી. પ્રશ્ન ૧૮૫- પોષહમાં શ્રાવકથી વાસક્ષેપથી જ્ઞાનપૂજા થાય કે નહિ? સમાધાન- દ્રવ્યસ્તવ હોવાથી ઉચિત નથી એમ સેનપ્રશ્નમાં પૌષધવાળા માટે દીધેલા ઉત્તરથી જણાય છે. પ્રશ્ન ૬૮- છઠ્ઠા ગુણસ્થાને ચાર ધ્યાનમાંથી કર્યું ધ્યાન હોય? સમાધાન- પ્રમત્ત દશા હોવાને લીધે આર્તધ્યાનનો સંભવ છતાં પણ વ્રતની પરિણતિને લીધે ધર્મધ્યાનનો પણ સંભવ છે એટલે પ્રમત્ત સંયત ગુણસ્થાનકે મુખ્યતાએ આર્તધ્યાન હોવા છતાં પણ ગૌણપણે ધર્મધ્યાન હોય એમ શાસ્ત્રકારો જણાવે છે. પ્રશ્ન ૧૮૭-પરમાધામી દેવોની ગતિ અગતિ કેટલા જીવ ભેદોમાં હોય? સમાધાન-પરમાધામી દેવતા મરીને અંડગોળીયા મનુષ્યપણે થાય છે જે અંડગોળીયાપણામાં મહીનાઓ સુધી વેદના ભોગવવી પડે છે, પણ તે અંડગોળીયામાંથી પણ નીકળીને બીજી દુર્ગતિઓમાં પરમાધામીનો જીવ ઘણું રખડે છે અને પરમાધામીપણામાં ઉપજનારા જીવો સંકલિષ્ઠ પરિણામ સાથે જેઓ દેવતાના આયુષ્ય, ગતિઆદિ પુન્ય ઉપાર્જન કરે તેવાજ મનુષ્ય અગર તિર્યંચ હોય. પ્રશ્ન :૮૮- જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં ચોવીશમી તથા પચીશમી વિજય છેવટ એક હજાર યોજના નીચે ગયેલ છે તો તેવી રીતે દરેક વિજયોમાં ઉંડી છે કે કેમ? સમાધાન-પુષ્કરાર્ધ ને ધાતકી ખંડના પૂર્વ પશ્ચિમ થઈને ચારચાર મહાવિદેહોમાં બત્રીશ બત્રી વિજયો સરખી સપાટીએ હોઈ તેમાં ચોવીશમી પચીશમી વિજયો કુબડી વિજયો તરીકે ગણાતી નથી પણ જંબુદ્વીપના મેરૂપર્વતની પશ્ચિમે રહેલા મહાવિદેહ ક્ષેત્રની સપાટી સરખી ન હોવાથી ધીમે ધીમે ઉતરતી છેવટે હજાર જોજન ઉંડી થઈ જાય છે, તેથી માત્ર જંબુદ્વિીપની જ ચોવીશમી પચીશમી વિજય તે કુબડી વિજય તરીકે કહેવાય છે. પ્રશ્ન ૯૮૯- નિહાર (સ્પંડિલ) સ્થાનના માટે કુલ કેટલા ભેદ અને તે કેવી રીતે? ને કયો લેવો? સમાધાન-અનાલોક, અસંપાતિ, અનુપઘાત, સમ, અશુષિર, ત્રસપ્રાણબીરહિત, વિસ્તીર્ણ, દૂર અવગાઢ, અચિરકાળકૃત, એમ દસ પ્રકારના દૂષણોમાં એ દસના એકાદિ સંયોગથી ૧૦૨૩ ભાંગા થાય છે. આ બધા ભાંગા વર્જીને ૧૦૨૪મો ભાંગો અંડિલાદિ માટે ઉપયોગમાં લઈ શકાય છે. પ્રશ્ન ૯૯૦-પરમાધામીની કરેલી વેદના કેટલી નરક સુધીમાં હોય? સમાધાનતત્ત્વાર્થ સૂત્રના આધારે ત્રણ નરક સુધી પરમાધામીકૃત વેદના હોય છે ને કેટલાક પ્રાયે ત્રણ નરક સુધી દેવતાની વેદના માને છે ને આગળ પણ કોઈક વખત કથંચિત્ દેવતાની કરેલી વેદના હોય છે એમ માને છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy