________________
૧૪
શ્રી સિદ્ધચક
તા.૧૯-૧૨-૩૩
આ સુધા-સાગર છે
૧. ડુબેલા અને ડુબતાઓને દેખીને દયા ખાવી, અને તરવાની ઈચ્છાવાળાઓને તરત બચાવવા
એ જૈન શાસનની રીતિ છે. ૨. દુર્જનનું લક્ષણ બાંધતાં દુર્જનને દુઃખ થાય, તો પણ સર્જનની સૃષ્ટિને પગભર કરવા સારું
દુર્જનના લક્ષણો સ્પષ્ટતાથી પ્રતિપાદન જરૂર કરવા. ૩. સુવર્ણને સુવર્ણ તરીકે જાહેર કરતાં ચોકસીએ પતળ અને પીતળના વેપારીઓની દરકાર
લવલેશ કરવાની નથી. તેવી રીતે ધર્મને ધર્મ તરીકે જાહેર કરતાં ધર્મીએ અધર્મ અને અધર્મીઓની
અંશભર પણ શરમ રાખવી ન પાલવે. ૪. પ્રિય, પથ્ય અને તથ્ય કહેવું, રોષ થાય અગર તોષ થાય તો પણ કહેવું, સાચું હોય છતાં
અપ્રિય ન બોલવું વિગેરે વિગેરે બોલવાના અનેકાનેક પ્રસંગો (શાસ્ત્રમાં કથન કરેલા છે તે) ને
અપેક્ષાપૂર્વક વિદ્વાન વકતા જાણી શકે છે. ૫. વ્યક્તિની અપેક્ષાએ વક્તાથી પીડાકારક વચન ન બોલાય. ૬. ધર્મની પ્રરૂપણા અંગે ડાયજેટલી અપ્રીતી થાય, તોપણ સત્ય પ્રરૂપણા જ થાય; પછી તે કટુ
અગર મધુ હોય. ૭. જે સત્યથી હિંસા થાય તે સત્ય નહીં પણ અસત્ય, કારણ કે અહિંસાના રક્ષણ માટે બીજાં વ્રતો
છે; જેમ ચીભડાના રક્ષણ માટે વાડ કરાય છે. ૮. પરપ્રાણની પીડાના રક્ષણ માટે બોલાતું જુઠું તે જુઠું નથી પણ સત્ય છે ૯. સંસાર રસિક આત્માઓને સુવર્ણના પચ્ચખાણ નથી પણ તેની લાલસા છે, છતાં પણ તપાવીને
લાલચોળ કરેલી સોનાની લગડી આપો તો તે લેવા કોઈ પણ જતું નથી; તેવી રીતે તેઓ (સંસારીઓ) વિનયાદિ ધાર્મિકવચનો શ્રવણ કરવાના અર્થી છે, પણ અરૂચીવાળા નથી છતાં
ક્રોધથી તપાવેલાં વચનો સાંભળવા કોઈ તૈયાર નથી. ૧૦. પોતાનું સુધાર્યા વગર પારકું સુધારવા માટેની મહેનત વ્યર્થ છે. ૧૧. પંચમકાળના પ્રાણીઓ પોતાનું સુધાર્યા વગર પારકાને સુધારવામાં (ઉપદેશ દેવામાં) પોતાનું
ડહાપણ સમજે છે. ૧૨. બિલાડી પહેલું ઢોળે અને પછી ખાય, તેવી રીતે જગતમાં કેટલાકોનો સ્વભાવ સીધી રીતે
સાંભળવાનો કે સમજવાનો હોતો નથી તેમાં કર્મની વિચિત્રતા છે !! ૧૩. કાગડો ચાંદામાં ચાંચ મારે, અને તે નબળા ઢોરને દેખી ચાંચ મારી નવું ચાંદુ કરે છે, તેવી રીતે
આજે કેટલાકને કાગડાનો કીમીયો હાથ લાગ્યો છે.