SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ તા. ૧૦-૧૨-૩૩ શ્રી સિદ્ધચક પ્રશ્ન ૨૦- યથાપ્રવૃત્તિકરણ એટલે શું? સમાધાન- શાસ્ત્રોકતરીતિએ સંવર કે નિર્જરાના પરિણામ વગરની બધી દ્રવ્ય પ્રવૃત્તિઓ તે યથાપ્રવૃત્તિકરણમાં અંતર્ગત થાય છે; દ્રષ્ટાંત તરીકે અભવ્યજીવ પણ દેવલોક, પૂજા, રાજાપણું વિગેરેની લાલચેજ નવકાર મંત્રનો પહેલો અક્ષર નકાર બોલે અને પુરો કરે તેમાં પણ યથાપ્રવૃત્તિકરણ થઇ ગયું છે; અને તેથીજ જગતના જીવોની મોક્ષ, સુખ, આત્મકલ્યાણાદિની અપેક્ષા વગરની બધી સર્વશભાષિત ક્રિયાઓ યથા પ્રવૃત્તિકરણમાં દાખલ થાય છે. પ્રશ્ન ૨૧- પાપનુબંધી પાપ કરતાં સાધુઓના લેબાસમાં કહેવાતા સાધુઓ વધુ પાપી હોઈ શકે ખરા? સમાધાન- જીંદગીભર કસાઈનો ધંધો કરનારા પોતાના પેટની ખાતર જીવવધ કરે છે, પરંતુ ખોટું માને છે, અને જીવોને બચાવનારાઓને સારા માને છે, જીવવધ કરે છે, પણ જે સાધુઓ દયાના બહાને દયાના પ્રસંગોને રોકે, બલકે દયાના બહાને ધોર હિંસા અને કલ ચલાવે, દ્રષ્ટાંત તરીકે-મરતા ઉંદરને મરવા દેવામાં ધર્મ, બળી મરતી ગાયોને બળવા દેવામાં ધર્મમાને અને તે ઉંદર કે ગાયને બચાવવામાં પાપ માને તેવાઓને પાપાનુંબંધી પાપવાળા કરતાં અધમ માનવામાં આવે તો નવાઈ શી !! પ્રશ્ન ૨૨- પૂજા કરનાર શ્રાવકને દ્રવ્યહિંસા લાગે? અને તેજ પ્રમાણે નદી ઉતરતાં સાધુને દ્રવ્યહિંસા લાગે? જો ન લાગતી હોય તો ઇરિયાવહિ કેમ કરે છે? સમાધાન- પૂજા કરતી વખતે નિર્જરાનું પ્રબળસાધન પાસે હોવાથી પૂજા પ્રસંગે દ્રવ્યહિંસા થાય, પણ પાપ તો બંધ પડે નહિ, કદાચ બંધ પડે તો ટકે નહિ; પણ સાધુ મહારાજને પ્રતિજ્ઞા હોવાથી નદી આદિ ઉતરતાં હિંસા નથી, તેઓ કારણ ભાવસ્તવના અધિકારી છે, તેથી નદીમાં ઉતરતાં જીવો મરી જાય, છતાં મારવાની લેશ ઇચ્છા નથી, ઉતરીને ઇરિયાવહી કરે છે તે પ્રમાદપૂર્વક ચલનક્રિયા થઇ હોય તેની આલોચના છે. પ્રશ્ન ૨૩- પ્રાથમિક દીક્ષા પછી પ્રાયઃ છ માસની મુદતમાં વડી દીક્ષા આપવાનું હોય છે. કોઇ નોકરને નોકરીમાં રાખીએ તે વખતે અમુકમુદત સુધી તેને અંગ્રેજીમાં પ્રોબેશનર કહેવામાં આવે છે) એટલે બરાબર લાયક જણાય તો નોકરીમાં કાયમ થાય, નહિ તો તેને નોકરીમાંથી છુટો કરે. એ પ્રમાણે પ્રાથમિક દીક્ષા આપ્યા પછી જો લાયક ન જણાય તો તેને વડી દીક્ષા ન આપતાં દીક્ષામાંથી પાછો વિદાય કરાય એમ થાય તેના કરતાં પહેલાથી જ દીક્ષા આપ્યા સિવાય અમુકમુદત સુધી પરીક્ષા માટે રાખવામાં આવે અને પછી લાયક જણાય તો દીક્ષા આપવી એ મુજબ થાય તો શું હરકત ? સમાધાન- નોકરીમાં દાખલ થાય ત્યારથીજ નોકર કહેવાય, પણ ગ્રેડ વધારાય અને પ્રમોશન દેવાય તેમ પ્રાથમિક દીક્ષામાં દાખલ થયો ત્યારથી સાધુ કહેવાય અને વડી દીક્ષાથી આહાર પાણી લાવવા, વસતિજોવી, લેવી અને પુંજવી, પ્રમાર્જવી વિગેરે પ્રતિદિનકાર્યમાં તેની બુધ્ધિની અન્ય સાધુઓ પ્રામાણિકતા ગણે અન્યથા ન ગણે. જુવો શ્રી દશવૈકાલિક અધ્યયન ૮ ની ટીકા અકલ્પસ્થાનની વ્યાખ્યા.” સામાન્ય પણે હાની દીક્ષામાં કરેલ સાવઘત્યાગના અંશને હવે સમજેલ હોવાથી વિભાગે ત્યાગ કરાવાય છે; જેમ લેવડદેવડના થયેલ સોદા અને દસ્તાવેજ અનુક્રમે કબાલા અને રજીસ્ટર કરાવાય તેમ. જુઓ-શ્રીપન્નવણાજી પદ પહેલું પાનું ૩૩-૩૪, શ્રી આવશ્યક નિયુકિત ગા. ૧૩૩, શ્રીહરીભદ્ર ટીકા પા. ૧૦૭ ભાગ ૧ લો; અને શ્રીનવતત્ત્વપ્રકરણ દેવગુણાચાર્ય પા. ૪૨. જે નપુંસકપણા આદિની પરીક્ષા હાની દીક્ષા પહેલાં માત્ર પ્રશ્નથી જ થઈ શકે ને તેમાં તે દોષો ન માલમ પડી શકયા હોય અને પછી તેના તેવા કૃત્યથી તે દોષો માલમ પડે તો જ બીજા બધા સમુદાય અને તેના રક્ષણ માટે તેને વિદાય કરી શકાય, એ સિવાય વિદાય ન કરી શકાય. શ્રીઆવશ્યકનિયુક્તિ પારિષ્ઠાપનિકા સમિતિમાં સચિત્ત મનુષ્ય માટે પારિષ્ઠાપનિકાનો અધિકાર જોવો. વધુ ખુલાસા માટે નીચેના ગ્રંથો શ્રી પંચવસ્તુ, શ્રીનીશીષ, અને શ્રી પંચકલ્યભાષ્યમાં વિદાય કરવાનો અધિકાર છે. (જુઓ પાનું ૧૪૦)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy