SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ તા.૧૭-૧૨-૩૩ શ્રી સિદ્ધચક્ર પ્રશ્ન ૧૮- સમ્યકત્વધારીને દ્રવ્ય અનુષ્ઠાન હોય કે ભાવ અનુષ્ઠાન ? “ સમાધાન- દ્રવ્ય અને ભાવ બંને હોય, કારણ કે ભગવાન આર્ય સુહસ્તિ મહારાજ પ્રામાનુગ્રામ વિહાર કરી આવેલ છે અને વસ્તી વાચીને ઉતાર્યા છે; અવંતી સુકુમાલ નલીનીગુલ્મ વિમાનના અધિકારવાળું અધ્યયન સાંભળેલ છે, સાંભળતાં જાતિસ્મરણ થયેલ છે, વયનને અનુસારે ત્યાં આવે છે. ત્યાં વિમાનમાં કઈ રીતે જઈ શકાય એવું પૂછે છે? જવાબમાં સાધુપણા વગર પ્રાપ્તિ નહી થાય; એમ કહે છે ઇરાદાપૂર્વક વિમાન મેળવવાની ઇચ્છાવાળાને ચારિત્ર રાત્રે આપ્યું, જો કે આ પ્રસંગમાં દ્રવ્યઅનુષ્ઠાન છે પણ સમ્યકત્વને બાધ નથી જુઓ આવશ્યક સૂત્ર. પ્રશ્ન ૧૯- શાસનપતિ શ્રી વીરભગવાને ગર્ભમાં રહ્યા છતાં ધારી રાખી તે અભિગ્રહ કર્યો, અને તે ઉપરથી તેઓશ્રીના વચનને અનુસરનારી ચતુર્વિધ સંધરૂપ સંસ્થાએ ધર્મના ભોગે માતપિતાને રાજી રાખવા એ બિના માતા પિતા જીવે ત્યાં સુધી દીક્ષા ન લેવાનો શાસ્ત્રોક્ત રીતિએ સંમત છે કે નહિ? તેમજ અભિગ્રહથી સંમતિ વગર દીક્ષા થઇ શકે નહિ એ વાત ખરી કે નહિ? સમાધાન-મૂલ શાસ્ત્રકાર ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજજી, ટીકાકાર ભગવાન શ્રીજિનેશ્વરસૂરીશ્વરજી મહારાજજી, અને તેજ વૃત્તિના સંશોધક નવાંગીવૃત્તિકાર ભગવાન શ્રી અભયદેવ સૂરીશ્વરજી કૃત “પિત્રુગ નિરાશાષ્ટકમાં જણાવે છે કે મોહના ઉદયથી એ અભિગ્રહ કરેલ છે; કર્મોદયના દરેક દરેક કાર્યને અનુસરવા શાસકારો કોઇપણ સ્થળે ભલામણ કરતાં નથી. મોહનીય કર્મના ઉદયથી થયેલ અભિગ્રહને વળગવું છે, પણ કેવળજ્ઞાન વખતે અગીયાર ગણધરો અને તેમના પરિવાર ૪૪૦૦ (ચુમ્માલીસસોને રજાવગર ખુદ ભગવાને દીક્ષા આપી છે. તેમાં પાછળથી ઈદ્રભૂતિ માટે ભાઈઓ તોફાન કરતા અને દુષ્ટ શબ્દોને બોલતા અગ્નિભૂતિ આદિ એક પછી એક આવ્યાં છે તે જાહેર છે છતાં સંમતિ વગર દીક્ષા અપાઈ ગઈ તે જોવું નથી.) અભિગ્રહ ઉપરથી તો માતપિતાની સંમતિ વગર પણ દીક્ષા આપી શકાય; કારણ જો સંમતિ વગર તે કાળે દીક્ષા થતી જ ન હોય તો અભિગ્રહ કરવાનું કારણ જ નથી. અને જો અભિગ્રહ કર્યો એમ કહો તો તમારે કબલ કરવું પડશે કે સમંતિ વગર દીક્ષા આપવાનો ધોરીમાર્ગ ચાલુ હતો, પરંતુ પ્રભુ મહાવીરદેવે મોહનીયકર્મ વશાતું અભિગ્રહ કર્યો અને વિચાર્યું કે માતાપિતા જીવતાં હું દીક્ષા નહીં લઉં, બીજાઓ લે તો ભલે લે, એ ઉપરથી વિચાર કરો તો હેજે સમજી શકશો. દષ્ટાંત તરીકે-એક લક્ષાધિપતી વૃદ્ધ વય થયાં પુત્રનું સુખ પામ્યો નથી, તેથી પોતાના કુટુંબમાંથી એકજણના પુત્રને દત્તક તરીકે કબુલ રાખે છે. દત્તકપુત્ર બાપનું નામ ફેરવી લક્ષાધિપતીના નામથી જગતમાં પ્રસિદ્ધી પામે છે. કર્મસંજોગે તે વૃદ્ધને પોતાને પુત્ર પ્રાપ્તિ થાય છે. હવે તો દત્તકપુત્ર ભાગ પડાવશે તે ઇરાદાથી એક ચીઠ્ઠી દત્તકપુત્ર પાસેથી લખાવે છે. ચીઠ્ઠી નીચે મુજબની હતી- “આજથી હું તમારા દત્તક તરીકેની કબુલાત રાખી શકતો નથી.” આ ચીઠ્ઠી લખતાં દત્તકપુત્ર હૃદયમાં વિચારે છે કે લાખની પ્રાપ્તિ માટે સગો બાપ મૂક્યો, સગા બાપની નજીવી મિલ્કત પણ મળતા તે પણ છોડી અને છેવટે આ શેઠે દગો દીધો. ઉમ્મર લાયક થયો એટલે દત્તકપુત્રે કોર્ટમાં કેસ માંડયો, કેસ શરૂ થયો, કોર્ટે પુરાવો માંગ્યો, બીજો પુરાવો કંઈપણ આપી શકયો નહિ. પણ જે ચીઠ્ઠી શેઠને મળી હતી તે ચીઠ્ઠી શેઠે રજા કરી. ચીઠ્ઠી શેઠે લખાવી હતી તે સાબીત થઈ અને દત્તક તરીકેની નાકબુલાતની ચીઠ્ઠીપરથી જજમેંટ પણ અપાઈ ગયું કે દત્તક લીધો હતો એ વાત સાચી ઠરે છે અને મિલ્કત પણ આપવાન કોટ કરમાવે છે. કારણ દત્તક લીધા વગર દત્તક નહિ કબલવાન કદાપી બની શકે નહિ. ફક્ત લોભની દાનતથી શેઠે આ કામ કરેલું છે, તેવી રીતે મોહના ઉદયથી થયેલ અભિગ્રહ (માતા પિતા જીવતાં છતાં દીક્ષા ન લેઉ) તે પણ સંમતિ વગર બીજાઓની દીક્ષા થઈ શકે તેવું સાબીત કરી આપે છે. બીજું દ્રષ્ટાંત જમાઈ ભાણેજ વિગેરેને દસ્તાવેજથીજ મિલ્કત આપવી પડે છે, કારણ કે તેઓને સીધો હક નથી, પણ પુત્રને મિલ્કત આપવામાં દસ્તાવેજ કરવાની જરૂર નથી કારણ કે પુત્રનો તે પ્રસંગમાં સીધો હક છે. તેવી રીતે માતપિતાની રજા વગરની દીક્ષા તે સીધા હક સમાનની હતી અને અભિગ્રહથી દીક્ષાનો નિષેધરૂપ દસ્તાવેજ કત્રિમ હક સમાન છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy