________________
9 સરલતાનો સ્વાભાવિક સૂર્યોદય 9, આ જગતમાં વર્તતા દરેક વિચારવાન જીવો પોતાને ઉત્તમ કોટિમાં સ્થાપિત કરવાને તેમ થયેલા કહેવડાવવા માગે છે. કોઈપણ વિચારવાન પુરુષ પોતાને અધમ કોટિમાં દાખલ થયેલો કે તેમ થયેલો કહેવડાવવા માગતો નથી, પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે માત્ર મનોરથમાં મહાલવાથી મનડકામના ફલતી નથી, કારણકે કારણ સિવાય કોઇપણ કાર્યની નિષ્પતિ થતી નથી, ને મન કામનાને ફલિભૂત કરવાનું કે થવાનું કારણ એકલા મનોરથો નથી. જો એકલા મનોરથોથી કાર્યસિદ્ધિ થઈ જતી હોત તો સર્વ મનુષ્યોને ધનધાન્ય, કુટુંબ, રાજ્ય દ્ધિ, સમૃદ્ધિની ઇચ્છા હોવા સાથે બુદ્ધિમત્તાને કવિરાજપણાની ઈચ્છા સ્વાભાવિક હોવાથી કોઈપણ મનુષ્ય ધનધાન્યાદિથી રહિત હોવો જોઈએ નહિ પણ જગતમાં તેમ થતું નથી. તેથી માનવું જ જોઇએ કે કેવલભનોરથ માત્રથી કોઇપણ કાર્યની સિદ્ધિ થઈ શકે નહિ. જો કે દેવતાઓને મનોરથ માત્રથી કાર્યસિદ્ધિ થાય છે એમ કહેવાય છે પણ તે મુખ્યત્વે આહારની અપેક્ષાએ ઇચ્છા માત્રથી આહારના પુદ્ગલોના પરિણમનની અપેક્ષાએજ સમજવું ને તેથીજ દેવતાઓ મનોબક્ષી તરીકે પ્રસિદ્ધ છે. બાકી છદ્ધિ, સમૃદ્ધિ આદિ પ્રાપ્તિની અપેક્ષાએ તો દેવતાઓ પણ મનોરથ માત્રથી સિદ્ધિ પામનારા નથી અને જો તેમ ન હોય અને તિ, સમૃદ્ધિ આદિની સિદ્ધિમાં પણ જો દેવતાઓ મનોરથ માત્રથી સિદ્ધિ પામતા હોય તો સર્વ દેવો સમાન અદ્ધિ, સમૃદ્ધિવાળા થઈ જાય પણ તેમ નથી, કિંતુ દેવતાઓમાં આગળ આગળના દેવતાઓ આયુષ્ય અને અદ્ધિ, સમૃદ્ધિથી અધિક અધિક હોય છે.
આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે ઉત્તમ કોટિમાં દાખલ થવાની ઇચ્છાવાળાએ એકલી ઇચ્છા થવાથી સંતુષ્ટ થવાનું નથી પણ ઉત્તમ કોટિના કારણો મેળવવાની આવશ્યકતા છે. જો કે ઉત્તમ કોટિને પ્રાપ્ત કરવાનાં અનેક સાધનો છે છતાં સર્વ સાધનોમાં સરલતાનો પહેલો નંબર લૌકિક અને લોકોત્તર દષ્ટિથી માનવો પડે છે, કારણકે તે સરલતા એવી ચીજ છે કે જે સર્વ શેષસાધનોનો સદ્ભાવ ન હોય તો પણ સાવ કરી શકે છે અને જે તે સરલતા ન હોય તો શેષસાધનોનો સદ્ભાવ હોય તો પણ કાર્યસિદ્ધિ નથી થતી અને મળેલ શેષસાધનોની નિષ્ફળતાજ થાય છે. જો કે કેટલાકો પોતાના અનુભવ ઉપર લક્ષ નહિ આપતાં કોઈ કોઈ વખત માત્ર વર્તમાનકાળમાંજ થતી કાર્યસિદ્ધિને આગળ કરીને તથા ભવિષ્યના વિષમ વિપાકને નહિ
(અનુસંધાન ટાઈટલ પા. ૨)