SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ શ્રી સિદ્ધચક્ર તા.૧૨-૬-૩૪ આપ્યો અને એ ચપટી લોટના બદલામાં એણે તમારા ઉપર આશીર્વાદનો વરસાદ વરસાવ્યો. ધનવાન, પુત્રવાન, આયુષ્યમાન, પુત્રીવાન, બુદ્ધિમાન એ પ્રમાણે તમને અનેક માન અને વાનના ટાઈટલો આપ્યા. તમે એ સારી રીતે જાણો છો કે એના આશીર્વાદમાં કંઈપણ સત્યાંશ નથી. એ તો માત્ર વાણીનો વિલાસ જ છે. છતાં તમને એ આશીર્વાદ સાંભળવા શું નથી ગમતા ? એવા ખોટા આશીર્વાદો સાંભળીને શું તમારા મનમાં મીઠી મીઠી લાગણીઓ નથી થતી ? તો પછી એક સાધુમુનિરાજ તમને આ અસાર સંસારમાંથી પારકરનાર “ધર્મ લાભ” કહીને ધર્મના લાભ થવારૂપ પરમ પવિત્ર આશીર્વાદ આપે તો તમને તે કેમ નથી ગમતો ? ધર્મનો લાભ એટલે આશ્રવોનો નાશ. એમાંય આ મુખ્ય પાંચ મહા બળવાન આશ્રવોનો નાશ. એ આશ્રવોના નાશમાં જ ધર્મની પ્રાપ્તિ છે. તમારે ધ્યાન રાખવું જોઇએ કે સાધુમુનિરાજે આપેલું વસ્તુ એ એક આશીર્વાદ છે નહિ કે વરદાન; કારણકે શાસ્ત્રકારનું વચન છે કે “વાં પત્નત્યેવ” “માશી નતિ વા ન વા” વરદાન હોય તે અવશ્ય ફળે છે જ્યારે આશીર્વાદ એ અંતઃકરણની શુભ લાગણીઓનું ઘાતક હોઇ ફળ આપે પણ ખરું અને ન પણ આપે. સાધુ મુનિરાજે તમને એ પાંચ હથિયારથી ગળુ બચાવવાનો આશીર્વાદ આપ્યો. પછી તમે એ પાંચથી તમારું જીવન બચાવો કે નહિ એ વાત જુદી છે, પણ એવો પવિત્ર આશીર્વાદ મેળવીને તમારે આનંદિત તો થવું જ જોઈએ. નહિ તો મહાનુભાવો ! માનજો કે તમારે અને ધર્મને હજી ઘણું છેટું છે. એક માણસ નદીમાં નહાવા પડયો. એ ધારતો હતો કે પાણી થોડું છે પણ કમભાગ્યે પાણી પ્રમાણ કરતાં વધુ નીકળ્યું અને એને તરતાં આવડતું નથી, એ ડૂબવાની તૈયારીમાં છે. એટલામાં એક વહાણ આવતુ એની દૃષ્ટિમાં આવે છે. મહાનુભાવો ! વિચાર કરો કે એ વહાણને જોવાની ક્ષણે એ માણસનું હૃદય કેટલું બધું હર્ષથી નાચી ઉઠવાનું ! હોડીને જોવા માત્રથી એ ડૂબતો બચી જશે એ નક્કી નથી છતાં એ ક્ષણ માટે તો એ પાણીમાં ડૂબતાં પહેલાં આનંદ સાગરમાં ડૂબકી મારી જ લે છે. ઠીક એવો જ અપૂર્વ આનંદ આપણને ગુરુમહારાજના “ધર્મલાભ” રૂપ પવિત્ર આશીર્વાદથી થવો જોઈએ. સુધર્મ. ગુરુમહારાજ આપણને જે આશીર્વાદ આપે છે એ ધર્મ એ કંઈ ખાવાપીવાની વસ્તુ જેવી કોઈ પાર્થિવ વસ્તુ નથી કે એ કોઈપણ જાતની આપણી દુન્યવી આવશ્યકતાને પુરી પાડે. તો પછી એની પ્રાપ્તિનો માર્ગ પણ કોઈપણ રીતે શરીરના પોષણરૂપ તો ન જ હોઈ શકે. એની પ્રાપ્તિ માટે તો શરીરનું દમન કરવું પડે. એ દમન જેટલા અંશે વધુ જોરદાર એટલા અંશે ધર્મની પ્રાપ્તિ વધારે. શ્રીકૃષ્ણ મહારાજે રાણીઓને માટે અનેક પરિશ્રમ ઉઠાવ્યા, અરે! એના માટે અનેક યુદ્ધો પણ કર્યા. કોઈકના હરણ પણ કર્યા. માત્ર રાણી મેળવવાની ખાતર
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy