________________
૩૯૮
તા. ૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક રીતે જાણીએ છીએ. એક વખત સમ્રાટ અકબર બીરબલને પૂછી બેઠા કે “કહો બીરબલ ! સત્તાવીશમાંથી સાત જાય તો બાકી કેટલા રહે ?” કેવો સીધો પ્રશ્ન ? હાનો બાળક પણ આંગળીના ટેરવાં ગણીને ઘડીકમાં ઉત્તર આપી દે, પણ બીરબલ સમજ્યો કે આ પ્રશ્ન દેખાય છે એવો સીધો નથી. એમાં કંઈક ગુહ્યાર્થ જરૂર રહેલો હોવો જોઈએ, નહિ તો અકબર જેવો બુદ્ધિશાળી માણસ આવો પ્રશ્ન કરે જ નહિ. મોટાઓની સામાન્ય જણાતી વાતોમાં પણ કંઈક ઉંડુ રહસ્ય છુપાયેલું હોય છે. બીરબલે ક્ષણભર વિચાર કર્યો. એ બુદ્ધિશાળી હતો. એને લાંબો વિચાર કરવાની જરૂર ન હતી. અકબરને એ ઘડીભરમાં રાજી કરવાની સાથે ચૂપ કરી શકતો હતો. એણે તુર્ત પોતાની હાજર જવાબીનો ઉપયોગ કરીને જવાબ આપ્યો કે “સરકાર! સત્તાવીશમાંથી સાત જાય તો બાકી રહે મીંડું” કુલ નક્ષત્ર સત્તાવીશ. એમાંથી સાત નક્ષત્રોજ જો વરસાદ વગરનાં-ખાલી જાય તો દુનિયા માટે બાકી બીજાં નક્ષત્રો ત્રિશંકુ જેવા નકામાંજ સમજવાં ! એજ પ્રમાણે બેતાલીશ આશ્રવમાંથી આ મોટા પાંચજ ચાલ્યા જાય તો બીજા બિચારાઓ બુઠી તલવાર જેવા નામ માત્ર રૂપજ રહે છે. સુગુરુ.
સાધુ મુનિરાજમાં પણ આ પાંચ મુખ્ય આશ્રવોના અભાવના કારણેજ સુગુરુપણું માનવામાં આવે છે. એમણે કર્મરાજાના મુખ્ય હથિયારરૂ૫ એ પાંચ દોષોનો બોરકુટો કર્યો છે તેથી જ એ સુગુરુ છે. એ વાત તો સાવ દીવા જેવી છે કે સાધુ મુનિરાજે એ પાંચ હથિયારને ભાંગી નાખ્યા છે એ એકાંત સારું જ કર્યું છે, કારણકે કોઇપણ ઠેકાણે હિંસા, અસત્ય, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહને સારા ગણવામાં આવ્યા જ નથી.
ભલા સાધુને આરાધ્ય કયારે મનાય? જ્યારે આપણને હિંસા વિગેરે વસ્તુઓ દુનિયાદારીની બીજી ચીજો કરતાં પણ વધારે ભયંકર લાગે તો જ એ ભયંકર વસ્તુઓથી બચવાના ઉપાય તરીકે આપણે સાધુઓનો આશ્રય લઇએ છીએ અને આવી રીતે સાધુમાં આરાધ્યપણું આવે છે. સખત તાપથી ત્રાસ થયો હોય ત્યારે જ આપણને વડલાની શીતળ છાયંડીની મહત્તા માલમ પડે છે. સુદેવને સુદેવની માફક, સુગુરુને સુગુરુરૂપ ત્યારે જ માન્યા કહેવાય કે જ્યારે આપણે એમની મહત્તાનું રહસ્ય સમજી શકીએ. એ મહત્તાનું રહસ્ય આ અનાદિ ભવભ્રમણનો અંત લાવવાના ઉપાયમાં છે. ટૂંકમાં કહીએ તો આપણે એમ જ કહી શકીએ કે ભવની ભયંકરતાના ભાન સાથે ભવભીરતાની ભાવના થાય ત્યારે જ સુગુરુને આપણે ખરા સુગુરુ તરીકે માની શકીએ. એક વસ્તુની સાચી મહત્તા જાણ્યા વગર એ વસ્તુના ખરા ઉપાસક આપણે નથી જ થઇ શકતા. ધર્મલાભ :
સમજો કે એક બાહ્મણ તમારા ઘરે ભિક્ષા માંગવા આવ્યો. તમે એને ચપટી ભરીને લોટ