________________
૩૯૦
શ્રી સિદ્ધચક
તા.૧૨-૬-૩૪
એ આખી કૃતિ કર્મરાજાની છે. જ્યાં સુધી આત્મસ્વરૂપ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને કર્મરાજાના હુકમને આધીન રહીને એ જેમ નચાવે એમ નાચવું પડે છે. આ અઢાર દોષો પણ એ કર્મનું જ પરિણામ છે. જેમાં હથિયાર વગરનું લશ્કર નકામું છે એ પ્રમાણે કર્મરાજા પણ પોતાના મુખ્ય પાંચ હથિયારો ન હોય તો બવહીન બની જાય છે. એ પાંચ હથિયારોના બળે કરીને જ એ જીવને પોતાને આધીન રાખે છે અને પોતાના મનમાં ફાવે એ રીતે ખેલ કરાવે છે. એ પાંચ હથિયાર કયાં? હિંસા, અસત્ય, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહ. ક્રોધ, માન, રાગ, દ્વેષ વિગેરે બધાય દોષરૂપ છે ખરા, પરંતુ એ બધાય હિંસાદિકદ્વારા જ પોતાનું ફળ મેળવે છે. એટલે કે એ ક્રોધ, માન વિગેરે બધા માત્ર પરિણામરૂપ જ છે જ્યારે કર્મરાજાના મહાન હથિયારરૂપ આ પાંચ તો પરિણામ અને પ્રવૃત્તિ ઉભયરૂપ છે. એટલે એ અનર્થ કરવામાં ખામી જ શા માટે રાખે? વિચાર કરવાની સ્વતંત્રતા હોય અને એ વિચારને અમલમાં મૂકવાની પૂર્ણ છૂટ હોય એટલે પછી પૂછવું જ શું? અને એટલા જ માટે હિંસાદિક પાંચને કર્મરાજાના મુખ્ય હથિયાર કહ્યા. દુશ્મનના મુખ્ય હથિયાર પડાવી લ્યો એટલે પત્યું. પછી ભય રાખવાને કંઈ કારણ નથી. બસો હથિયાર વગરનાને એક વાડામાં પુરો અને એ બસો જેટલાના રક્ષણ માટે માત્ર બેજ હથિયારબંધ માણસો ગોઠવી દ્યો. એ બસોય માણસો ઉપર એ બે માણસો સત્તા જમાવી દેવાના. આ ઉપરથી હથિયારમાં કેટલું મહત્વ છે એ બહુ સારી રીતે સમજી શકાય એમ છે. કર્મરાજાના હથિયાર ગયા એટલે એ પણ બિચારો-બાપડો કંગાળ બની જવાનો. સત્તાવીશમાંથી સાત જતાં બાકી રહે મીઠું
શાસ્ત્રકાર મહારાજા કહી ગયા કે અઢાર મહા ભયંકર દોષોમાં હિંસાદિક પાંચજ મુખ્ય હથિયારરૂપ છે અને એ પાંચના અભાવમાં બીજા બધાય સેનાપતિ વગરના સૈન્ય જેવા સાવ નકામા થઈ જાય છે, અને એટલા જ માટે માત્ર આ પાંચજ ત્યાગ કરવાથી પંચમહાવ્રત ધારીને નિરાશ્રવ કહેવામાં આવે છે. નિરાશ્રવનો જો આપણે અર્થ કરીએ તો “જેને આશ્રવ નથી, અર્થાત્ “આશ્રવ વગરનો” એવો થાય છે, અને કુલ આશ્રવના દ્વાર બેતાલીશ છે. જેમાં હિંસાદિક પાંચનો પણ સમાવેશ થાય છે, અને તેથી જે બેતાલીશ આશ્રવને દૂર કરે એને જ નિરાશ્રવ કહી શકાય. છતાં માત્ર આ પાંચજ ત્યાગ કરવાથી બીજા સાડત્રીસ આશ્રવ હૈયાત હોવા છતાં સાધુને નિરાશ્રવ કહી દીધા એ ઉપરથી આ પાંચમાં કેટલું બળ રહેલું છે એ આપણે બરાબર સમજી શકીએ છીએ. બેતાલીશમાંથી પાંચ ગયા એટલે લગભગ બધા ગયા જેવા જ સમજવા. આ તો પેલા સત્તાવીશમાંથી સાત જતાં બાકી રહેલ મીંડા જેવું થયું. અકબર અને બીરબલના આપણામાં પ્રચલિત બુદ્ધિ-ચાતુર્યના ટૂચકાઓ આપણે બધા સારી