________________
તા. ૧૨-૬-૩૪
શ્રી સિદ્ધચક
૩૬
નમસ્કારમાં તો નમસ્કાર કરનારની સ્વાર્થવૃત્તિ આવી જાય છે એવું કેમ ? મહાનુભાવો !
જ્યાં કોઈપણ ઠેકાણે “મમ” શબ્દ ન આવતો હોય ત્યાં મમત્વ કે સ્વાર્થવૃત્તિ કેમ આવી શકે? “મને માર્ગ બતાવ્યો”, “મને અવિનાશીપણું મળે”, “મને આચાર બતાવે”, “મને ભણાવે” કે “મને સહાય કરે” એમ પોતાપણું બતાવીને કોઈપણ સ્થાને નમસ્કાર નથી કરાતો, પણ એ કાર્યરૂપ એમનામાં ગુણ હોવાના લીધે આપણે એમના એ ગુણને લઇને એમને નમસ્કાર કરીએ છીએ, અને ગુણના પૂજનમાં તો સ્વાર્થવૃત્તિ હોઇજ કેમ શકે?
દેવાધિદેવની ભક્તિ એ ગુણના આલંબનની જ હોય છે એ વાત ખુબ સાફ રીતે બતાવી છે છતાં એ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાય એટલા માટે એક વધુ ઉદાહરણ લઈને આપણે એનો વિચાર કરીએ. એ વાત આપણે પહેલાંજ કહી ગયા કે તીર્થકર ભગવાન દેવાધિદેવ અનાદિ કાળના છે, અને આપણો આત્મા પણ આ સંસારચક્રમાં અનાદિ કાળથી ફેરા મારી રહ્યો છે. આપણે જ્યારે “નમો અરિહંતા” કે એવું કોઇપણ ગુણનિષ્પન્ન નામ બોલવા પૂર્વક કોઇને નમન કરીએ છીએ તો એ નમન એવા ગુણવાળી અનાદિ કાળની દરેક વ્યક્તિને લાગુ પડે છે. જ્યારે બીજી તરફ આપણે ઘણા કાળ સુધી નિગોદમાં હતા અને આપણને દેવ-ગુરુ-ધર્મનું નામમાત્રનું ભાન પણ ન હતું, અને એ વખતના વર્તમાન તીર્થકરોએ આપણા ઉપર કોઇપણ પ્રકારનો સીધો ઉપકાર પણ નથી કર્યો. છતાં આપણે એમને કેમ નમસ્કાર કરીએ છીએ ? એટલા માટે જ કે આપણા નમસ્કાર તે સ્વાથશ્રિત નથી પણ ગુણાશ્રિત છે અને એવી ગુણવાન વ્યક્તિ ગમે ત્યારે થઈ હોય છતાં આપણે તેને નમસ્કાર કરીએ છીએ. વળી બીજી તરફ એક એકાવતારી આત્મા આખી ચોવિશી પર્યત સંસારમાં રખડવાનો નથી એ વાત બિલકુલ સાચી છે છતાં એ ભવિષ્યકાલીન તમામ તીર્થકરોને શા માટે નમસ્કાર કરે છે ? આપણે કહેવું પડશે કે એમના ગુણોનો વિચાર કરીને જ એ એમને નમસ્કાર કરે છે. ગૌતમસ્વામી ઉપર પરમાત્મા મહાવીર દેવનો ઉપકાર હતો એટલા માટે ત્યાં આરાધ્યતા નથી પરંતુ પરમાત્માએ સંસાર આખાને મોક્ષનો માર્ગ બતાવ્યો એ એમના ગુણ માટે આરાધ્યતા છે. કર્મરાજાના હથિયાર.
આપણે પહેલાં કહી ગયા કે રોગની ભયંકરતામાં જ વૈદ્યની મહત્તા છે તેમ અઢાર દોષની ભયંકરતામાં જ અરિહંત ભગવાનની મહત્તા છે. એ ભયંકરતાના ભાન વગર અરિહંત ભગવાનનું સાચું મહત્વ આપણે સમજી શકતા નથી, અને જ્યાં સુધી એક વસ્તુનું સાચું મહત્વ શામાં છે એ વાત લક્ષ્યમાં ન આવે ત્યાં સુધી બધું છાર ઉપરના લીંપણ જેવું જ સમજવું, પણ એ અઢાર દોષો આવ્યા ક્યાંથી? આપણે જાણીએ છીએ કે આ સંસારલીલા