________________
૩૫
શ્રી સિદ્ધચક્ર
તા.૧૨-૬-૩૪
જૈનધર્મ સ્વભાવ ધર્મ.
બીજું જૈનધર્મ એ કોઈ નવી ચીજ નથી. જીવને જીવ, અજીવને અજીવ, બંધને બંધ અને મોક્ષને મોક્ષ માનવો એનું જ નામ જૈનધર્મ, અને આ વસ્તુઓ જ્યારે સ્વાભાવિક જ છે તો પછી એ સ્વભાવ ધર્મને માનનાર જૈનધર્મ એ નવી ચીજ કેવી રીતે હોઈ શકે? એ તો વસ્તુઓના સ્વભાવમાં જ માનનારો છે. જ્યારથી સ્વભાવનું અસ્તિત્વ છે ત્યારથી જ જૈનધર્મનું પણ અસ્તિત્વ છે. એવો કોઇપણ સમય ન હતો કે જ્યારે જીવને જીવરૂપ અને આશ્રવને આશ્રવરૂપ ન માનવામાં આવતા હોય. એ તો સદાકાળમાં જીવ જીવરૂપ જ હતો અને આશ્રવ આશ્રવરૂપે જ મનાતો એ જ પ્રમાણે એ અઢાર મહાભયંકર દોષોને ભયંકર માનનાર અને એ દોષોને હઠાવનાર પણ એ દોષોના જેટલા જ પુરાતન છે. એ અઢાર દોષને હઠાવનાર કોઈ વ્યક્તિ થઈ જ નથી એમ તો ન જ કહી શકાય; કારણકે બંધને બંધસ્વરૂપ અને મોક્ષને મોક્ષસ્વરૂપ માનવા છતાં એ અઢાર દોષોનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ ન માનવામાં આવે તો વસ્તુસ્થિતિથી ઉલટું માન્યું કહેવાય, કારણકે જ્યાં બંધાવાનું હોય છે ત્યાં મૂકાવાનું પહેલાં હોય છે અથવા તો મૂકાવાના આધારે જ બંધાવાના બંધાવા તરીકે ઓળખવામાં આવે છે, કારણકે દરેક શબ્દો સાપેક્ષ રહીને જ ૨ ના વૃતિ કરે છે. એટલે મોક્ષને નહિ માનવામાં વસ્તુસ્થિતિથી ખસી જવાય છે અને પહેલાં સિદ્ધ કરેલ અનાદિ તત્વને માનવામાં અડચણ ઉભી થાય છે. વસ્તુસ્થિતિ ઉપર કાયમ રહીએ તોજ આપણે ધર્મને માની શકીએ છીએ. એટલા માટે સર્વ ચોવીશીના અને સર્વવીશીના તીર્થકરોએ, એ અઢાર દોષોનો નાશ કરીને મુક્તિને મેળવી છે અને એટલા જ માટે આપણે એમને સુદેવ તરીકે માનીએ-પૂજીએ છીએ. સાચી ભક્તિ.
અ સુદેવની પૂજા-ભક્તિ કોઇપણ પ્રકારના સ્વાર્થથી દોરાઈને નથી કરવામાં આવતી. મને કંઈક ફળ આપે’ એ આશાએ પૂજા કરવામાં આવે તો એ સાચી પૂજા જ ન ગણાય. પૂજા તો હંમેશાં ગુણોની જ હોય છે અને ગુણોની પૂજામાં કદીપણ સ્વાર્થવૃત્તિની ગંધ સરખી પણ નથી આવી શકતી; કારણકે પોષણના આલંબનની ભક્તિ એ ભક્તિ નથી પણ ભક્તિનો આભાસ છે. ગુણના આલંબનની ભક્તિમાંજ સાચું ભક્તિપણે રહેલું છે, અને એટલાજ માટે “નમો અરિહંતા” ના બદલે “નમો વ સવા” “નો ધમ્મકથા” વિગેરે ન કહ્યું.
તીર્થકર ભગવાનને નમસ્કાર કરતી વખતે “એમણે સાચા માર્ગનો ઉપદેશ કર્યો” એ વાત ભાવવાની હોય છે; સિદ્ધ ભગવાનના નમસ્કારમાં એમના અવિનાશીપણાનો વિચાર કરવાનો હોય છે. આચારોનો ઉપદેશ આપવા માટે આચાર્યને નમસ્કાર, અધ્યયન-અધ્યાપન કરાવવાના લીધે ઉપાધ્યાયને નમસ્કાર, સહાય કરનાર હોવાના લીધે સાધુને નમસ્કાર, એ પ્રમાણે