________________
તા. ૧૩-૫-૩૪
૩૮૧
શ્રી સિદ્ધચક્ર અને ધર્મ કરવો નથી. ધર્મ આત્મીય વસ્તુ તે શરીરાદિક યુગલ વસ્તુથી શી રીતે બની શકે?
શરીર ધર્મનું સાધન છે એમાં કોઈ ના નહિ કહી શકે; કેમકે શરીરથી જ ધર્મ છે. એટલા માટે શરીર છે ત્યાં સુધી મહાવ્રત અને ચારિત્ર માને છે. શરીર ન હોય તો મહાવ્રત તથા ચારિત્ર માનતા નથી. આ સિદ્ધોને નોત્તિ નો રિત્તિ કહે છે, સિદ્ધો ચારિત્રવાળા નહિ તેમ અચારિત્રવાળા નહિ. સિદ્ધોને શરીર ન હોવાથી ચારિત્રી મનાય નહિ તેમ ચારિત્ર મોહનીય ન હોવાથી અચારિત્રી મનાય નહિ.
તેમ ચારિત્ર એ આત્માનો ગુણ. શરીર એ પૌલિક જડ પદાર્થ, આત્માના ગુણમાં જડ પદાર્થનું કારણ હોય નહિ, છતાં “ચેન વિના મવતિ' જેની વગર જે ન થાય, એટલે ચારિત્ર એ આત્માનો ગુણ, પણ તે ચારિત્રનું પ્રગટ થવું, આચરવું, તે શરીર વગર થાય નહિ. આત્માના ગુણો તેમાં નરગતિ, પંચેન્દ્રિયપણું, ત્રયપણું, વિગેરેનું શું કામ ? ખરેખર કેવળજ્ઞાન આત્માનો ગુણ હોવાથી, પુદ્ગલથી આત્માનો ગુણ બનવાનો નથી, નરગતિ વિગેરે બધું પૌદ્દગલિક તેથી આત્માના ગુણોને કંઈ સંબંધ નથી, છતાં આત્માના ગુણો તે નરગતિ વિગેરે કારણોથી બનવાવાળા હોવાથી કથંચિત્ અપેક્ષાકારણ કહીએ તો અડચણ નથી. કારણપણે સંબંધ ન હોવા છતાં ક્ષાયક - કારણ ઔદારિક, વૈક્રિય વર્ગણા ન કહી શકીએ, પણ કારણ ન છતાં આ પુલ વગર ચત્ એટલે જે સમ્યગુદર્શનાદિ થતા નથી તેથી તેને કારણપણે ભલે ન ગણવામાં આવે તો પણ તે વ્યવહારથી તેનું કારણ ગણાય.
આ શરીર ધર્મનું સાધન અને શરીર તે પુદ્ગલ અને પુદ્ગલ પર વસ્તુ, ધર્મ આત્મીય વસ્તુ છતાં જે વગર જે ચીજ ન બને તો તેનું કારણ ન ગણાતું હોય તો પણ તેને કારણ કહી શકીએ. આ પુદ્ગલ ચૈતન્યસ્વરૂપ હોવું જોઇએ. જેમ વાદળાંને દૂર કરનાર વાયરો એ તડકાનું કારણ નથી. તડકાનું કારણ વાયરો ન કહી શકીએ તો પણ વાદળરૂપી જે તડકાને રોકનાર પદાર્થ તેને દૂર કરનાર વાયરો તડકાનું કારણ ન હતો પણ પ્રતિબંધને દૂર કરનાર હોવાથી વાયરાને કારણ તરીકે ગણ્યો, તેમ જ્ઞાનાદિક બહારથી લાવવાના નથી, છતાં જ્ઞાન ગુણને રોકનાર જે કર્મો તેનો ક્ષય, ક્ષયોપશમ, ઉપશમ કરવામાં આ પુદ્ગલ મદદગાર, ગુણમાં મદદગાર નહિ, પણ પ્રતિબંધને દૂર કરનાર, તડકો સૂર્યની સ્વાભાવિક ચીજ, પણ સૂર્યની વચ્ચે વાંદળાં આવી ગયાં હોય તો વાયરો નિમિત્ત બની જાય તેમ જ્ઞાનાદિક કેવળ આત્માના ગુણ તેમાં પુગલને સંબંધ નથી છતાં તે આત્માના ગુણને રોકનાર તેના ક્ષયોપશમાદિમાં પુગલ કારણ બને છે. તે અપેક્ષાએ શરીર ધર્મનું મૂળસાધન. આ શરીર ધર્મના સાધન તરીકે જ ધાર્ય છે. શરીર ધર્મસાધનના મુદ્દાએ જ ધાર્ય. એ વકાર વિપક્ષનો વ્યવચ્છેદ કરે. શરીરને કર્મ સાધન કોઈ દિવસ થવા દેવું નહિ. આવો મુદ્રાલેખ કરો. જે