SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ તા.૧૩-૫-૩૪ શ્રી સિદ્ધચક્ર કંઈ પૌગલિક સ્થિતિની પોષણક્રિયા તે કરતી વખતે તમારું ધ્યેય ત્યાં રહેવું જોઇએ. ખાઉં, પીઉં, હj, ફરું, સૂવું, બેસવું વિગેરે ક્રિયામાં ધર્મસાધનનો ખ્યાલ રાખો તો ગંગાએ ગટર ધોઈ નાખી. તમે ગટરને ગંગાથી ધોવો છો કે ગંગામાં ગટર મેળવો છો? પૂજા કરતાં કોઇક વખત આલ્હાદ આવી ગયો તો આજે જરૂર વેપારાદિકમાં લાભ થશે એમ પવિત્ર આત્મધર્મરૂપી ગંગામાં પૌલિક ઈચ્છારૂપી ગટરની ગટરો વહેતી મૂકી દેવાય છે. જે ખાવુંપીવું, પહેરવું, ઓઢવું, તે વખતે ધર્મના સાધન તરીકે આ ખાવાપીવાદિક કરું છું આ બુદ્ધિ કાયમ રહે છે ? જો તેવી બુદ્ધિ નથી રહેતી તો ધર્મના નામે ધૂર્તતા કરીએ છીએ. કહેવું છે ધર્મસાધન, કરવું છે કર્મસાધન. આખી જીંદગી પરમાં ને પરમાં પૂરી કરાય છે. જેઓને ધર્મનાં સાધન ન મળ્યાં હોય, જેઓએ ધર્મનું સ્વરૂપ ન જાણ્યું હોય, ધર્મના પ્રકારો ન જાણ્યા હોય તે કરવાથી ફળ, ન કરવાથી ગેરફાયદો વિગેરે ન જાણ્યા હોય તેમને બાજુ પર રાખો, પણ ધર્મના સ્વરૂપને, પ્રકારને, ફાયદાને, ગેરફાયદાને જાણ્યા પછી માન્યા પછી કર્મના કાર્યમાં રંગીલા થાય ને ધર્મસાધનનો મુદ્દો ન રાખે તો ? શાસ્ત્ર દૃષ્ટિથી ખરેખર તેને અસંશી ગણવા પડશે. ધર્મના સાધનનો મુદ્દો હશે તો એવી એકે ક્રિયા નથી જેમાં ધર્મસાધનનો મુદ્દો ન રાખી શકાય. જે ગંગાથી ગટર ધોવાવાળો છે તેને ઘર બંધાવતાં પણ મારે આ આરંભપરિગ્રહમાં ઉતરવું પડે છે, પણ ખરેખર આત્માનું શ્રેય આમાં કહ્યું? નિષ્ફટક સ્થિતિ મારા આત્માની અત્યારે હું કરી શકતો નથી. મોહનીય રહિત હજુ હું થયો નથી. અશકત છું ત્યારે જ આ પંચાત મારે કરવી પડે છે. પહેલા આ વિચાર આવ્યો હું નિર્મમત્વ થઈ શકયો નહિ. એમ છતાં પણ આવી રીતે નહિ કરું તો બાયડી છોકરાંને અગવડ આવશે, મને કલેશ કરાવશે, માટે મને આગળ કલેશ ન થાય, મને આર્તધ્યાનનો પ્રસંગ ન આવે માટે આટલું કાર્ય કર્યા સિવાય છૂટકો નથી. થોડું પણ પાપ કરવાનું સાધુઓ નહિ કહે. છોકરા છોકરીને પરણાવે તે તદ્દન જુદી ચીજ છે છતાં પણ મારે પોતાને આ હકીકતથી દૂર થવું જોઈતું હતું છતાં પણ હું એવો ગળીયો કે સાધનો મળ્યા છતાં મોહનીય તોડી ન શકયો. આમાં ફસાયો. હવે આમાં નિયમિત વ્યવસ્થા કરી આમને રાખીશ તો બિચારા ધર્મને લાયક રહેશે. તો આ દર્શન મોહનીયમાં તણાઈ ન જાય માટે આટલી કરવાની જરૂર. વધારે પાપ રોકવાનો ઉપદેશ સાધુ દે. થોડું પણ પાપ કરવાનું સાધુ નહિ કહે. તેમ અહીં પણ સંસારમાં રહી મોજ કરો એમ નહિ કહે. કુળાચારની મર્યાદા બહાર જઈ ધર્મ તથા પુરુષના સંગથી વંચિત ન થાય માટે આટલું કરવાની જરૂર. આમ ગટરને ગંગાથી ધોતો રહ્યો.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy