________________
તા. ૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક્ર
૩૮૩
કેવું દાન કરનાર એકાંત નિર્જરા કરે ?
તપસ્યા, દાન, શીલ, ભાવ બધામાં જઇને વળગો છો કયાં ? દઈશું તો પામીશું. દાનપુન્ય કર્યા હશે તો આગળ લીલાલહેર રહેશે. લીલાલહેરની ગટર દાનરૂપી ગંગામાં છોડી દો છો. આથી પામશો તેમાં હરકત નથી. એથી વેદની અંતરાયનો ક્ષય થશે પણ ગંગા પવિત્રપણે વહેતી હોવી જોઇએ તે સ્થિતિનો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે ગૃહસ્થ છકાયનો કુટો કરનાર એવી કઈ ક્રિયા કરે છે કે જેમાં એકાંત નિર્જરા થાય. દાનક્રિયા કરતાં એકાંત નિર્જરાવાળો હોય. કયા દાનવાળો એકાંત નિર્જરા કરે ? સાટા તરીકે દાન કરે તે એકાંત નિર્જરા કરે. - સાધુને વહોરાવતી વખતે ચાહે રોટલીનો ટૂકડો, ચાહે લોટી પાણી વહોરાવે. કેટલું આપ્યું તે જોવાનું નથી. સાર્થવાહ મૂછનો એક વાળ કાઢી આપ્યો. આબરૂદાર માટે સાટામાં શું આપવું તેનો નિયમ નથી. રોટલાનો ટુકડો સાધુને વહોરાવવો એ સર્વવિરતિનું સાટું. એક લોટી પાણી વહોરાવવું તે પણ સર્વવિરતિનું સાટું. હું મોહમાં ફસાયેલો, મોક્ષમાર્ગથી દૂર પડેલો, મારું ભાગ્ય ઓછું કે જેથી મને હજા વર્ષોલ્લાસ થતો નથી, આ મહાત્મા ભાગ્યશાળી, પોતાનું વીર્ય ફોરવીને મોક્ષમાર્ગ પ્રત્યે પ્રયાણ કરી રહ્યા છે, માટે મારે પણ મોક્ષમાર્ગે પ્રયાણ કરવું છે, માટે તે માર્ગને જેમણે સ્વીકાર્યો હોય તેવા મહાત્માનું આરાધન કરવાથી તે માર્ગ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. જે ગુણ આપણામાં ન હોય ને આપણે મેળવવો હોય તો તે ગુણવાળાનું આરાધન કરવું એજ રસ્તો. આ ભવમાં ન મળે તો ભવાંતરમાં જરૂર આ મહાત્માના આલંબનથી સર્વવિરતિ મેળવીશ. ચારિત્રરૂપી પ્રભાત થયા વગર મોરૂપી સૂર્યોદય થતો નથી.
આ ભાગ્યશાળી એ માર્ગે ચાલી રહ્યા છે, તેમને મોક્ષમાર્ગના ગમનમાં મદદ કરું જેથી મને તે મળે. જેઓ ચારિત્ર મને મળે એ બુદ્ધિથી સર્વવિરતિવાળાને મદદ કરવા જાય, મદદમાં માત્ર રોટલીનો ટૂકડો કે લોટી પાણી આપે તે તો સર્વવિરતિનું સાટું છે. આમાં નિયાણું ગયું નથી.
પ્રશ્ન-જિનેશ્વર થાઉં એવી ભાવનાથી વાસસ્થાનકનું આરાધન થાય તો નિયાણું કહેવાય કે નહિ ?
જવાબ-મોક્ષમાર્ગ બતાવું, પ્રતિબોધ કરું, આ ભાવના હોય તો નિયાણું નથી, પણ દેવતાઓ આવે, સમોવસરણ થાય, ઈદ્રો આવી મારી સેવા કરે, આવી પૌદ્ગલિક ઈચ્છાઓ થાય તો તેને નિયાણું કહી શકાય. મૂળ વાત પર આવીએ. મોક્ષની પોતાને તીવ્ર ઇચ્છા, સમ્યગુદર્શનાદિની ઇચ્છા, તે ન મળવાથી થતી બળતરા, તે બળતરા ટાળવાનું એકજ સાધન. એ માર્ગનું પોષણ દાન, સત્કાર, સન્માન દ્વારાએ, તેથી રોટલીનો ટૂકડો કે લોટી પાણી દઉં છું તે સર્વવિરતિ મેળવવા માટે. આ ધારણાવાળો સુપાત્ર દાનમાં એકાંત નિર્જરા મેળવે,