________________
૩૮૪
તા.૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક સર્વવિરતિનું પોષણ કરી મારે સર્વવિરતિ મેળવવી છે. આ વાત ખ્યાલમાં આવશે ત્યારે ભગવતીજીમાં જણાવ્યું છે કે સુપાત્રદાન દે તો શું કરે છે? ને શું છોડે છે ? તો કે દુષ્કર કરે છે અને દુષ્યજ છોડે છે. અહીં છોડવું અને કરવું એમાં અશકયતા કઈ છે? લોટી પાણી કે રોટલીનો ટુકડો સાધુને વહોરાવે તે દુષ્કર અને દુન્યજ છે.
સહી કરો તેમાં કાગળ, સહી કે કલમની કીંમત નથી, કિમત દસ્તાવેજમાં લખેલી હકીકતની છે. દસ્તાવેજમાં દસ હજારની રકમ લખી હોય તો તેની તેટલી કિમત. લાખનો દસ્તાવેજ હોય તો લાખની કિમત. અહીં દસ્તાવેજમાં લખેલી રકમ ઉપર સહીની કિમત છે. કાગળ સહીની કિમત નથી તેમ લોટી પાણી કે ટૂકડો રોટલો તેની સાથે એકાંત નિર્જરાનો સંબંધ નથી. સંબંધ સર્વવિરતિ મેળવવા માટે આ આપું છું. આ સર્વવિરતિનું ધ્યેય હોય તો દુષ્કર અને દુષ્યજ છે. આજ કારણથી એકાંત નિર્જરાની જગા પર મનોજ્ઞ ભોજન હો કે અમનોજ્ઞ ભોજન હોય. સહી ગમે તેવી શાહીથી કરો. શાહીના ચળકાટ સાથે દસ્તાવેજની કીંમતનો સંબંધ નથી. તેમ મનોજ્ઞ હો અમનોજ્ઞ હો તે સાથે સંબંધ નથી, માટે આવા સાટાવાળું જે દાન તે દુષ્કર અને દુર્યજ છે.
આ કુટુંબાદિક મને સંસારમાં ડૂબતાને ગળે શિલા સમાન વળગેલા છે. આ શિલા છૂટી જાય માટે આપું છું. તમોને દાન દેતી વખતે હું ફસાયેલો છું. આ ફાંસામાંથી છૂટી ગયા છે એ રૂવામાં પણ આવે છે? જેને આ આવે તેને શાસ્ત્રકાર દુષ્કર, દુષ્યજ કર્યું કહે છે. તેમાં આશ્ચર્ય નથી.
જાળમાંથી માછલું છૂટે ને આનંદ પામે તેમ છૂટવાથી આનંદ થાય તેને દુષ્કર અને દુષ્યજ છે કે નહિ ? છકાયનો આરંભથી બનેલો આહાર આ ભાવનાથી આપે તો ગંગાથી ગટર ધોવાશે.
ચાલુ વાતમાં આવીએ. આખા જન્મમાં હું કોણ, મારી દશા કઈ હતી, કઈ છે. આમને આમ રહીશ તો કઈ દશા થશે વિગેરે વિચારો આત્મા કરતો નથી. આ ભવોભવમાં હેરાન કરનારું શરીર તેની પાછળ ભવ કેમ બગાડું? પણ આ બધા વિચારો તેને થઇ શકે જેને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય, માટે શાસ્ત્રકારો પંચેંદ્રિય મનુષ્ય સંજ્ઞી છતાં ઉપરના વિચારો ન કરે તો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ અસંશી કહે છે. તત્ત્વ દૃષ્ટિએ વિચાર શૂન્ય, આંખ આખા જગતને જુએ પણ પોતાને પોતે ન જુએ, તેમ આત્મા પોતાના સ્વરૂપને જાણી શકતો નથી, માટે આ આગમરૂપી અરીસો તે દ્વારાએ આત્માનું સ્વરૂપ જાણી તેનું ભવભ્રમણ કેમ ટળે એ માટે વિતરાગ કથિત હરકોઈ પ્રયત્ન દરેક ભવ્ય આત્માએ કરવા જોઇએ.