________________
_૩૮૦
તા.૧૩-૫-૩૪
શ્રી સિદ્ધચક્ર શું થશે? કઈ સ્થિતિમાંથી આવ્યો છું? કયાં જવાનો છું? ભવિષ્યમાં કઈ સ્થિતિ થશે? સાવચેત થાઉં તો કેવી સ્થિતિ આવે ? એ વિચાર કરવાનો વખત પણ આ જીવે કાઢયો નથી. આત્મકલ્યાણના માર્ગમાં આપણને ફુરસદ નથી. આખી જીંદગી આ જડ શરીર કુટુંબાદિક તેના વિચારમાં પુરી થાય છે આ બધું કાર્ય જડનું થાય છે. આત્માનું કામ કઈ વખત કરે છે ? આત્મા એ મારું ઘર ને શરીર એ ભાડૂતી ઘર.
આ જડ વહાલું, આત્મા અળખામણો. જ્ઞાન ભણવાની, શંકા ટાળવાની, વ્રતપચ્ચખાણ કરવાના, સામાયિકાદિ આત્મ હિતના કાર્યો માટે ફુરસદ નથી. જડ માટે, શરીર, કુટુંબ, ધન માટે આખો દિવસ અને આખી રાત્રિ અર્પણ. આત્મા માટે બે ઘડીની ફુરસદ કાઢવી પડે તો તે પણ કચવાતે મને. આથી આત્માને જાણ્યો છે કે નહિ ? શાસ્ત્રકારો કહે તેથી ના કહો તો દુનિયા નાસ્તિક કહે, તેથી હા કહો છો કે બીજા કોઈ કારણથી? અંતઃકરણમાં ખાત્રી થઈ હોય તો અહીં ફુરસદ નથી એ બોલાય કેમ ? આત્મા એ મારું ઘર, શરીર, કુટુંબાદિક ભાડૂતી ઘર એ અંતઃકરણથી કયારે સમજ્યા? બોલવાથી તત્ત્વમાર્ગ આવતો નથી. શરીરાદિ ભાડૂતી ઘર માટે ચોવીસ કલાક મથો છો ને ખુદ આત્મા જે પોતીકું ઘર છે તે માટે બીજો પ્રેરણા કરે તો પણ દુર્લક્ષ્ય થાય છે. ભાગ્યોદય કહેનાર મળે તો પણ આ જીવ એ રસ્તે જવા તૈયાર નથી. ધર્મનાં કાર્યો, આત્માના હિતનાં કાર્યો આ શરીરાદિ જડને લીધે મેલા કરાય છે પણ આત્મા મેલો થયેલો છે તેને નિર્મળ કરવા દિવસનો ચોવીસમો ભાગ પણ નક્કી કર્યો છે ? જિનમંદિરમાં પૂજા કરવા ગયા. કોઇક વખત ઉલ્લાસ આવ્યો તે વખત મન કયાં દોડે છે ? અમુક વેપાર કર્યો છે, અમુક સમાચાર મંગાવ્યા છે. આજે સમાચાર આવશે. આત્માની પવિત્ર ગંગામાં ગટર ખાલી કરી.
આત્મકલ્યાણ માટે જે કરવાનું કાર્ય તેમાં પણ જડની ઇચ્છા. ગટર ધોવા માટે જે ગંગાનો ઉપયોગ કરવાનો હતો તેને બદલે ગંગામાં ગટર વહેતી મૂકી. ખાવા બેસો ત્યારે વિચારવું જોઈએ કે શા માટે શરીરને દઉં છું? એકજ મુદ્દાથી, આ મનુષ્યભવ દુર્લભતાથી મળ્યો છે. તેમાં સમ્યગુદર્શનાદિની આરાધના માટે આને કંઈક ભાડું આપું. આ મુદ્દાથીજ શરીરને આહારાદિ આપવા જોઇએ. “શરીરમાં રજુ થર્મલાથન' આનો અર્થ આપણે શો કરીએ છીએ? શરીર પહેલું ધર્મનું સાધન, શરીરને ધર્મસાધન તરીકે રાખવું આવો મુદ્રાલેખ નક્કી કરો. શરીર એ ધર્મનું મૂળ સાધન. શરીરનું રક્ષણ કઈ દૃષ્ટિએ ? ધર્મના સાધનની દૃષ્ટિએ. ધર્મનો ઘાત થાય તો વોસરાવવાલાયક. ધર્મમાં બાધક થાય તો પછી પોષવા લાયક નથી. આ તો ધર્મના નામે ધતિંગ ચલાવવું છે. અભક્ષ્ય ખાવા છે, પુષ્ટિકારક વસ્તુઓ ખાવી છે,