________________
તા. ૧૩-૫-૩૪
૨૯
શ્રી સિદ્ધચક્ર શકતા નથી. જેમ માર્ગ ભૂલેલો બીજાને પૂછવાથી અગર ભૂલો પડેલો હોય તેને સાચો માર્ગ બતાવે તો માર્ગે ચઢી જાય છે, તેમ આપણે અજ્ઞાની છીએ. આપણને આપણા પોતાનું જ્ઞાન નથી. તમારી પોતાની શી દશા એનો કોઈ દિવસ ખ્યાલ લાવ્યા ? શાસકારો આપણને વિચારશૂન્ય માને છે, અસંશી માને છે.
જેને પોતાનો વિચાર ન હોય તેવાઓ આખા જગતનો વિચાર કરે તો મનોવર્ગણાના પુદ્ગલની અપેક્ષાએ ભલે તે સંજ્ઞી હોય પણ તત્ત્વથી વિચારીએ તો તેઓ અસંશી છે. હેતુવાદોપદેશિકી સંજ્ઞા વિકસેન્દ્રિયમાં પણ માની. દીર્ઘકાલિકી સંજ્ઞા પંચેન્દ્રિયમાં માની. હાથમાં રહેલી સાકરને તમે ન જાણો, કીડી તમારા પહેલાં જાણે. તમે ગામમાં જે રસ્તે ગયા હો તેજ રસ્તે તમારે પાછા ફરવું મુશ્કેલ પડે, કુતરૂં સીધું ચાલ્યું જાય. કેટલીક વખત હેતુપાદોપદેશીવાળાને દીર્ઘબુદ્ધિ હોય, સંગીપંચેન્દ્રિયને કેટલીક દીર્ઘબુદ્ધિ હોય પણ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞામાં ન આવ્યો ત્યાં સુધી શાસ્ત્રકારો સંજ્ઞી માનવા તૈયાર નથી. દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ હેતુવાદોપદેશિકી, દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તો પણ તે અસંગી છે. આત્મકલ્યાણના માર્ગમાં ફુરસદ નથી.
દુનિયામાં વિચાર વગરના તમને કોઇ કહે તો કેવા તપી જાઓ છો. જેમ દુનિયામાં વિચારશૂન્ય કહેવો તે હલકાઈ છે. એજ શબ્દ શાસ્ત્રકારો તમને કહે છે. જેમને પોતાનું ભાન નથી તેઓ ભલે હેતુવાદોપદેશિકી, દીર્ઘકાલિકી સંજ્ઞા ધરાવતા હોય તો પણ તે તાત્વિકસંજ્ઞી કહેવાય નહિ. શાસ્ત્રકારો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળાને એટલે પોતાની અવસ્થાનું પોતાને ભાન હોય તેવાને સંજ્ઞી કહે છે.
આપણને ભાન માત્ર જડનું છે. જન્મ્યા ત્યારથી ખાઉં ખાઉં. બાળક લાકડાના ચુસણીયા ચુસ્યા કરે છે, તેમાં કયો રસ છે ? જન્મ લેતાં સાથે આખો દિવસ અમુક મુદત સુધી ચુસ્યા કરવું, કહો આ આહાર સંજ્ઞા, આહારનો સંસ્કાર તેને આહારનું અર્થપણું એટલું જબરદસ્ત જેને આહાર સિવાય બીજું જગતમાં કંઈ નથી. સોના, ચાંદી,હીરાની ગમે તેવી કીમતી ચીજ બાળકના હાથમાં આપો તો બાળક તે વસ્તુઓ મોંમાં નાખશે. માત્ર આહારનોજ અર્થી. આમ ચાર પાંચ વરસનો થાય ત્યાં સુધી આહાર સિવાય બીજે લક્ષ નથી. ત્યારપછી ગોઠીયા સાથે ધૂળમાં, ત્યારપછી નિશાળે ભણવા મોકલો તો ભણવાનું કે સરખા ભાઇબંધ સાથે હરવા ફરવાનું, તે સિવાય બીજું લક્ષ નથી. ત્યાં ભણવાનું પૂરું થયું એટલે પૈસા કમાવામાં, પછી પરણવામાં, ત્યાર પછી બાયડી છોકરાંમાં, આમ વખત જતાં ઘરડો થયો એટલે મારી આંખે દેખાતું નથી, શરીર કામ આપતું નથી એમ શરીરચિંતા, આમ આખી ઉંમર પુરી થવા આવી ત્યાં સુધી જડની ચિંતા. આખી ઉંમરમાં આત્માનો વિચાર કયારે કર્યો ? હું કોણ ? મારું