________________
૫૩૦.
તા.૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર શાસનપ્રેમી જીવો માન્ય કરે છે, કેમકે ગણધરોના છદ્મસ્થપણાને લીધે જો કાંઈપણ અહિત કરનારી રચના થઈ હોત તો ભગવાન તીર્થંકર મહારાજ જરૂર નિવારણ કરત, પણ તે રચનામાં સર્વજ્ઞ પ્રભુએ કોઇપણ પ્રકારનો સુધારો ન કર્યો એટલું જ નહિ, પરંતુ તે ગણધરોએ રચેલી દ્વાદશાંગીનું સ્વામિત્વ તે ગણધરોને સમર્પણ કરવા સાથે તે દ્વાદશાંગીની રચનાને અનુસારે જ સમગ્ર સંઘને વર્તાવવાની આજ્ઞારૂપી અનુજ્ઞા કરી સર્વ ગણધરોના મસ્તક ઉપર સુગંધી વાતચૂર્ણ સ્થાપન કર્યો.) રાજાઓ કેટલી દયા પાળે છે? માત્ર મનુષ્યની. | સર્વ તીર્થકરો જગતના સર્વ જીવોને હતિ કરનારા હોય છે અને તેથી જ જ્યારે રાજામહારાજા માત્ર પોતાને જેની ઉપર રાજ કરવું છે, જેની પાસેથી આવક લેવી છે, જેના દ્વારે પોતાના રાજ્યની વૃદ્ધિ કરવી છે, તેમજ શત્રુના આવેલા હલ્લા પણ જે પ્રજાદ્વારાએ ઝીલવા છે, તે પ્રજાના જ માત્ર બચાવને માટે કાયદાઓ કરે છે, અને તે પણ કાયદાઓ એવા કે પ્રજાના અમુક ભાગને એટલે કે અપરાધ કરનારા પ્રજાજનને તો નાશ કરનારા હોય છે અને તેમાં જ એટલે અપરાધીના દેહાંતદંડમાં પણ દુષ્ટ શિક્ષાને નામે પોતાની શ્રેષ્ઠતા અને અધિકતા મનાવે છે.
પણ પ્રજાના જીવનના સાધનરૂપ પ્રજાની આબાદીનું મૂળ કારણ અને પ્રજાની ઘણા ભાગે માલમતા તરીકે ગણાતા જાનવરોની રક્ષા માટે જાનવરોની રક્ષા તરીકેનાં તો કોઈપણ કાર્ય કરતા નથી અને તેથી જ પૂર્વકાળમાં કે વર્તમાનમાં પણ જાનવરોના કતલખાનાનો ડગલે ને પગલે વધારો થયા કરે છે. જો કે જાનવરોની કતલની વૃદ્ધિના પ્રમાણમાં જ મનુષ્યોના મરણનું પ્રમાણ વધારે વધારે આવતું જાય છે તેમ સૂક્ષ્મ રીતિએ અવલોકન કરનારાઓ સ્પષ્ટપણે જણાવે છે અને દાખલા દલીલો સાથે તે વસ્તુને પુરવાર કરે છે, છતાં રાજામહારાજાઓ તે કતલ ઉપર અંકુશ મુકતા પણ નથી અને મુકવા તૈયાર પણ નથી અને પૂર્વકાળમાં પણ કોઈક જિનેશ્વર મહારાજના સનાતન સત્યમય શાસનને અનુસરનારા શ્રેણિક, સંપ્રતિ કે કુમારપાળ મહારાજા જેવા માત્ર નામ લેવાને કામ લાગે તેવાઓને બાદ કરીને કોઈપણ રાજામહારાજાએ જાનવરોના વધના ઉપર અંકુશ મેલેલો જ નથી અને તેથી જ ચોખ્ખા શબ્દોમાં કહીએ તો રાજામહારાજાઓ માત્ર મનુષ્યના બચાવ માટે જ અને તે પણ ઉપર જણાવેલી સ્વાર્થદષ્ટિએ તૈયાર રહ્યા છે અને રહે છે. મહાજને ગોધનાઆદિ અનવરની દયા જગતમાં પ્રસરાવી છે.
પણ જે ગાય, ભેંસ, ઘોડા વિગેરે જાનવરો મનુષ્યની માફક આહાર, નિદ્રા, ભય અને મૈથુન સંજ્ઞાવાળા છે, સ્થાન, સ્વામી, સંતાન અને કુટુંબની મમતાવાળા છે, સુખ અને દુઃખની લાગણી જેને સ્પષ્ટ જણાય છે, ભયથી વ્યાપે છે, સંતોષમાં મોજ માને છે, એવાં એવાં અનેક કારણોથી સ્પષ્ટ ચૈતન્યવાળા હોઈ આત્મા કે જીવવાળા છે, તેઓનો બચાવ જો કે રાજ્ય તરફથી ન થાય તો પણ પ્રજાજનની અપરિવર્તનવાળી ચિંતાને કરનાર મહાજનને કરવો પડયો છે. જો કે આ વાત તો જગતમાં સિદ્ધ જ છે કે જેની પાસે જેટલી સત્તા હોય તે મનુષ્ય તેટલી સત્તાને આધારે જ સજા કરી શકે અને મહાજન પાસે કોઇનો પ્રાણ લેવાની, દેશપાર કરવાની કે કેદમાં બેસાડવાની સત્તા હતી નહિ અને